સ્વામીજીનો પરિચય
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
પરમહંસ શ્રી નિત્યાનંદ સ્વામી (સ્વામીજી) એ આપણી સદીના એક ક્રાંતિકારી ગુરુ છે.
સ્વામીજીએ બહુ નાની વયે અધ્યાત્મયાત્રા શરૂ કરી. ભારતના ખૂણેખૂણે પગપાળા પરિભ્રમણ કર્યું, ભારત અને નેપાળમાં મહાન ગુરુઓ પાસે અધ્યયન કર્યું અને અસાધારણ જુસ્સાથી ઉગ્ર તપશ્ચર્યા કરી. ૧ જાન્યુઆરી, ૨૦૦૦ ના દિવસે તેમને ચેતનાના અંતિમ વિકાસની અનુભૂતિ થઈ અને તેમણે પરમ આનંદ - નિત્ય આનંદની સ્થિતિ પ્રાપ્ત કરી. અધ્યાત્મ અને જીવન પ્રત્યે તેમનો વ્યવહારુ છતાં કરુણાપૂર્ણ અભિગમ, માનવસ્વભાવના મર્મને જાણવાની ઊંડી સૂઝને કારણે સ્વામીજી વિશ્વના લાખો લોકોના હૃદય સુધી પહોંચ્યા છે.
સ્વામીજીનું મિશન સરળ છે - મનુષ્યમાં રહેલી સુષુપ્ત દિવ્યતાને જગાડવી. આ ધ્યેયની સિદ્ધિ માટે તેમણે ૧જાન્યુઆરી,૨૦૦૩ ના દિવસે ધ્યાન માટેના વિશ્વવ્યાપી અભિયાન - ધ્યાનપીઠમ્- નું ઉદ્ઘાટન કર્યું. બિડાડી (ભારતમાં બેંગલોર પાસેનું ગામ) માં આવેલું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર અને વિશ્વમાં પથરાયેલાં ૩૦૦ થી પણ વધારે કેન્દ્રો દ્વારા ચાલતું ધ્યાનપીઠમ્ અભિયાન વ્યક્તિના આંતરિક પરિવર્તન દ્વારા સમગ્ર માનવ સમાજના પરિવર્તનનું કામ કરે છે. સ્વામીજીની દિવ્ય ઉપચારકશક્તિ તેમજ સરળ, વ્યવહારુ ધ્યાનપદ્ધતિ મનુષ્યને જીવનનાં શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક એમ દરેક ક્ષેત્રે વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
