KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/પ્રકરણ - ૪: વૃધ્ધિ પામતી ચેતનાSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

પ્રકરણ - ૪: વૃધ્ધિ પામતી ચેતના

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આધ્યાત્મિકતામાં ઉછેર

નિત્યાનંદ બાળક હતા ત્યારે તેના નાનાજી રાજશેખરન અથવા રાજુ મુદલીયાર, જેમના નામ પરથી નિત્યાનંદનું નામકરણ થયું હતું. તેઓ તેને દરરોજ અરુણાચલેશ્વરના મંદિરે લઈ જતા હતા. તેના દાદા જ્યારે તેને મંદિરની આસપાસ લઈ જતા હતા, ત્યારે તેને ધાર્મિક વાર્તાઓ અને હિંદુ પુરાણોની કથાઓ કહેતા હતા.

નિત્યાનંદને પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કેડયની વાર્તાઓમાં ખાસ કરીને અતિશય રસ પડતો હતો. હિંદુ પુરાણોમાં, પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કેડયને તેમની બાલ્યાવસ્થાથી જ આધ્યાત્મિકતા તરફ ગહન રીતે આકર્ષિત થયા હતા તેની કથા છે. તેઓ દિવ્યતાના સ્વરૂપો પર ધ્યાન કરવામાં જ પોતાનો બધો જ સમય વ્યતીત કરતા હતા અને તરૂણાવસ્થા પહેલાં જ એન્લાઈટેન્ટેન્ડ થઈ ગયા હતા. હિંદુ ધર્મશાસ્ત્રોમાં તેઓ મહાન ભક્તો તરીકે પૂજ્ય ભાવ ધરાવે છેઃ ધ્રુવને અચળ તારા તરીકે પૂજવામાં આવે છે, જે સદાકાળથી એક જ જગ્યાએ એક જ દિશામાં અવિચળ પણે સ્થિર થયેલ છે. કિશોર નિત્યાનંદ માર્કેડયની વીરતા અથવા પ્રહ્લાદની ભક્તિ અથવા ધ્રુવની વિશિષ્ટતાને માનભરી રીતે ચાહતો હતો.

બાળકના મનમાં આ વાર્તા ખૂબ જ ઊંડાણમાં છવાઈ ગઈ હતી. આ ધાર્મિક અને રહસ્યમય વ્યક્તિઓ નિત્યાનંદની ભવિષ્યની પ્રવૃત્તિમાં પ્રેરણા મૂર્તિઓ, રોલ મોડલ બની ગઈ હતી. તેના દાદાજી તેના પહેલા ગુરુ હતા અને તેમની પાસેથી સાંભળેલી વાર્તાઓ, આધ્યાત્મિકતાના શિક્ષણમાં તેના પહેલા આનંદદાયક પાઠો હતા.

ત્વરિત પૂજા ઘર

ઘરમાંથી જો જાણીતી ‘પીળીથેલી’ તેની જગ્યાએ ના મળે તો પૂછ્યા વગર જ ખબર પડી જતી હતી કે એ નિત્યાનંદે લીધી હશે. એક વખત સ્કૂલમાં તહેવારોની રજા પડી ત્યારે નિત્યાનંદ તેના થોડા મિત્રોને ભેગા કરીને અને પડોશમાં આવેલા મંદિરો અને મંદિરોના તળાવો પાસે ખભે પીળી થેલી ભરાવીને ફરવા નીકળી પડ્યા હતા. આ આનંદ વિહારોમાં તે બે બાબતો કરતા હતા; એક, મંદિરના પરિસરમાં પડેલાં કચરાના દરેક ટૂકડાને હોંશથી ઉપાડી લેવો અને કચરા પેટીમાં નાંખી દેવો, આવી રીતે ભગવાનની જગ્યાને સ્વચ્છ રાખવાની પોતાની લાગણી સંતોષવી; બીજું : ભીની માટીથી પોતાની પીળી થેલીને ભરી દેવી. ઘરે આવીને આ માટીમાંથી તેણે મંદિરમાં જોયેલી છે મૂર્તિઓ જેવી મૂર્તિઓ બનાવવી અને તેને ભક્તિભાવથી શણગારીને પૂજા કરવી.

આવી રીતે મૂર્તિઓની સંખ્યા વધતી જવાથી તેને ક્યાં રાખવી એ સમસ્યા ઊભી થઈ. આ વિચાર તેના મનમાં પેદા થતાં જ, તેમાં અલગ પૂજારૂમનો આકાર તૈયાર થયો. નિત્યાનંદ તેના મનમાં પેદા થતી આધ્યાત્મિક ઉર્મિઓ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. તેની પાસે, તેણે પોતે બનાવેલી મૂર્તિઓને રાખવા માટેનો પોતાનો પૂજારૂમ બનાવવાના પૈસા કે સામગ્રી નહોતા. તેને પોતાના માટે અલગ રૂમ માગવાનું ગમતું નહોતું. જેવો તે અસહાય થઈને વિચાર મગ્ન બનીને બેઠો કે તરત જ તેની નજર બિસ્કીટનાં ટીનનાં ખોખા પર પડી. તરત જ તેને ખ્યાલ આવી ગયો કે આનું શું કરી શકાય. તરત જ તેણે હથોડી, ફરસીથી લાકડાના નાના ટૂકડા અને લાંબા સ્ક્રૂથી ટીનનાં પતરાંને સુંદર રીતે જોડીને તેના ઘરના પાછળના ભાગમાં તેની મૂર્તિઓ માટે પૂજા ઘર તૈયાર કરી દીધું.

નિત્યાનંદની બીજી પ્રિય વસ્તુ હતી લાકડાની ચાખડી જેને પાદુકા કહેવાય છે, અને મોટે ભાગે જેને સંન્યાસીઓ પોતાના પગમાં પહેરે છે. નિત્યાનંદ જ્યારે પણ બહાર જાય, પછી તે મંદિરના ઉત્સવોમાં જવાનું હોય કે સંબંધીઓના ઘરે જવાનું હોય, હંમેશા પાદુકા પહેરીને જ જતા, જે ચાલતી વખતે સતત કર્કશ અવાજ કરે છે અને બીજા લોકોને તે બિલકુલ ગમતો નથી !

એક દિવસ, કુટુંબનો એક સભ્ય ઘરમાં ગેરવ્યાજબી ઉંચી કિંમત આપીને એલ્યુમિનીયમનું વાસણ લાવ્યો હતો. આ ખરીદીથી નિત્યાનંદના પિતા નારારાજ થઈ ગયા અને પૂછ્યું “આ નકામા વાસણના આટલા બધા પૈસા શા માટે ખર્ચ્યા ?” નિત્યાનંદાએ પૂછ્યું શું આ નકામું વાસણ છે ? તેના પિતાએ કહ્યું ‘હા’ અને નિત્યાનંદ બહાર જતો રહ્યો. બીજે દિવસે જ્યારે તેના પિતા ઘરમાં દાખલ થયા, એવો જ નિત્યાનંદ ઉત્સાહથી હાથમાં લક્ષ્મીદેવીની મૂર્તિ લઈને તેમની પાસે ગયો. તેના પિતા આશ્ચર્યથી બોલી ઉઠ્યા, “આ મૂર્તિ તો અતિ સુંદર છે. તું આ મૂર્તિ ક્યાંથી લાવ્યો ?” છોકરાએ જવાબ આપ્યો, “મેં પેલી નકામી વસ્તુમાંથી આ ઉપયોગી વસ્તુ બનાવી દીધી.” પિતાજી કંઈ સમજી શક્યા નહીં અને તેને તેના કહેવાનો મતલબ પૂછ્યો. નિત્યાનંદે સમજાવ્યું, “તમે કહ્યું હતું કે એલ્યુમિનીયમનું વાસણ નકામું છે, માટે મેં રોડ પરની દુકાને જઈને તેને વેચી નાંખ્યું અને આ મૂર્તિ ખરીદી લીધી ! મેં બરાબર કર્યું ને ?” તેના પિતાજી બીજું કશું કરી શક્યા નહીં, પણ બાળકની આધ્યાત્મિક્તા તરફ સતત વધી રહેલી અભિરુચિ જોઈને હસી પડ્યા.

તિરૂવન્નામલાઈમાં પુસ્તક મેળો

તિરૂવન્નામલાઈમાં એક વખત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિત્યાનંદના માતૃપક્ષના દાદાજી રાજુ મુદલીયારને આધ્યાત્મિક

બાળક નિત્યાનંદ આ માણસની લાગણીઓને સમજી શક્યો નહીં, પરંતુ તેના તરફની આગ્રહભરી માંગણીથી તેણે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે જ્યારે એક કલાકે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેની આસપાસ ભેગા થઈ ગયેલા લોકોએ તેને તાળીઓ પાડીને વધાવી લીધો.

સ્ટોલનો માલિક હવે અભિભૂત થઈ ગયો હતો. તેણે બાળકના ચરણસ્પર્શ કર્યા અને ભાવાવેશમાં વારંવાર કહેવા લાગ્યો કે બાળકને ચોક્કસ કોઈ પ્રકૃત્તિદત્ત દિવ્યતાની બક્ષિસ મળેલી છે, નહીંતર તેની આવી નાની ઉંમરમાં આટલા વિશ્વાસથી અને સરળ રીતે કોઈ બાળક વાર્તા કહી શકે જ નહીં. નિત્યાનંદાએ તેના દાદાને પૂછ્યું કે મેં એવું શું કર્યું છે કે આ દુકાનદાર રડી રહ્યો છે. તેના દાદા પણ લાગણીશીલ બની ગયા હતા. તેણે છોકરાને સમજાવ્યું કે આટલા નાના છોકરાને આટલી બધી વાક્ચાતુરીથી છટાદાર રીતે બોલતા સાંભળીને તે આનંદના અતિરેકથી રડી રહ્યો હતો. તે તેની અતિશય ખુશીના આંસુ હતા.

જેવા તેઓ ઘરે પહોંચ્યા કે તરત જ નિત્યાનંદે તેના દાદા પાસે ફરીથી ખાત્રી મેળવી લીધી કે પેલા માણસને રડાવીને તેણે કશું જ ખોટું કર્યું. અને પછી તરત જ તે અદ્ભુત રાહતની લાગણી સાથે પોતાના પ્રિય પૂજા ઘર તરફ દોડી ગયો !

ગણેશ સાથેની ઘટના

નિત્યાનંદ જ્યારે લગભગ ત્રણ વર્ષના હતા, ત્યારે તેને એક ગણપતિની મૂર્તિ ભેટમાં મળી હતી. ગણપતિ, ગણેશ અથવા વિનાયક કહેવાતા દેવ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. મોટું પેટ, હાથીનું મસ્તક અને ઉંદરની સવારી કરનાર ગણેશ, હિન્દુઓમાં સૌથી વધુ લોકપ્રિય છે. મોટાભાગના હિન્દુઓ કોઈપણ ગંભીર સાહસમાં ઝંપલાવતા પહેલાં

સાથે યુધ્ધ કરવું યોગ્ય ના લાગતા, તેમણે તે બાળકને ત્યાંથી હટાવવા માટે પોતાના રૂદ્રો અને ગણોને મોકલ્યા. બાળકે તેમને સરળતાથી હરાવી દીધા અને શિવ પાસે પાછા મોકલી દીધા.

શિવના ક્રોધનો જ્વાળામુખી ભભૂકી ઉઠયો અને તેમણે પોતાના ત્રિશૂળથી બાળકનું મસ્તક છેદી નાંખ્યું. પાર્વતી સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે તેમણે તેમના બાળકને મરેલું જોયું. પાર્વતી અચાનક ગુસ્સામાં આવી ગયાં, અને શિવને કહ્યું; મારા બાળકને પાછું આપો, નહીંતર હું તમારો ત્યાગ કરીને જતી રહીશ.

શિવે બાકી બચેલા પોતાના ગણોને આજ્ઞા કરી કે જાવ અને જે કોઈ જીવંત શરીર સૌથી પહેલાં સામું મળે તેનું મસ્તક લઈ આવો, જેથી તેઓ આ બાળકને તરત જ સજીવન કરી શકે. ગણોને સૌથી પહેલાં હાથી મળ્યો. શિવે હાથીનું મસ્તક બાળક સાથે જોડી દીધું અને તેને સજીવન કરી દીધું.

શિવે આ બહાદૂર નાના છોકરાને તેમના ગણોનો સેનાપતિ/માસ્ટર બનાવી દીધો અને તેને ગણપતિ અથવા ગણેશ એવું નામાભિધાન કર્યું.

બાળકૃષ્ણની સાથે આ બાળ ભગવાનની હજારો વાર્તાઓ મોટાભાગના હિંદુઓમાં અતિશય પ્રિય છે.

ગણપતિની મૂર્તિ ભેટમાં મળવાથી નિત્યાનંદ આનંદ વિભોર બની ગયા અને તીવ્ર ભક્તિભાવથી તેની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ મૂર્તિ તેને માટે કોઈ નિર્જીવ પૂતળું નહોતું; તેને માટે એ સાક્ષાત જીવંત ગણેશ હતા. તે મૂર્તિ સાથે વ્યક્તિગત સ્તરે જોડાઈ ગયા હતા. તે કલાકો સાથે મૂર્તિ સાથે રમ્યા કરતા, તેને સ્નાન કરાવતા, શણગારતા અને પ્રસાદરૂપે ભોજન થાળ ધરાવતા હતા. સમજી જશે, જ્યારે તેણે ફરીથી બાલદી ઉપર લીધી અને જોયું તો પ્રસાદ એમ જ પડ્યો હતો.

આટલો ગુસ્સો કર્યા પછી તેને થયું કે હવે વધારે ધમકીઓ આપવાનો કોઈ અર્થ નથી. તેને હવે માત્ર કરુણાની અનુભૂતિ થઈ કે ગણપતિએ પ્રસાદ કેમ આરોગ્યો નહીં?

શું કરવું તે તેને સમજાતું નહોતું અને ગણપતિ જમશે નહીં તો તેને તકલીફ થશે એવી ચિંતા થવા લાગી એટલે એક દિવસ તેણે આના વિષે તેના કુટુંબીજનોને વાત કરી. કુટુંબીજનોએ વિચાર્યું કે આ મજાક છે અને તેના તરફ હસી પડ્યા. તેમણે એમ પણ કહ્યું કે જો તે આ મૂર્તિને કૂવામાં નાંખી દેશે તો તેઓ તેને બીજી મૂર્તિ ખરીદી નહીં આપે.

આ સમય આસપાસ જ નિત્યાનંદને નામ્બી આન્દાર નામ્બીની વાર્તા સાંભળવા મળી. નામ્બીના પિતાજી ચર્ચમાં પાદરી હતા. એક દિવસ તેના પિતાજીને કોઈ સંદેશો આપવા માટે પ્રવાસમાં જવાનું થયું. તેથી તેમણે નામ્બીને રોજિંદી પૂજાવિધિ કરવાનું અને ભગવાનને પ્રસાદ ધરવાનું કહ્યું. નામ્બીએ પિતાએ સોંપેલું કામ પૂરું કરવા માટે પૂજાવિધિ કર્યા પછી મૂર્તિ સામે પ્રસાદનો થાળ ધર્યો, આડશરૂપે આડો કપડાનો પડદો રાખ્યો અને મૂર્તિ પ્રસાદ ખાઈ લે તેની રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી તેણે જ્યારે અંદર જોયું ત્યારે ખોરાક એમ જ પડેલો જોયો. નામ્બીએ રડવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે તેનાથી કોઈ અક્ષમ્ય ભૂલ થઈ ગઈ છે, જેથી ભગવાન તેના પર ગુસ્સે થયા છે એટલે જ તેણે ધરેલો પ્રસાદ ખાધો નથી. તે ડરી પણ ગયો હતો, કારણ કે તેના પિતાએ તેને જે વિશ્વાસથી કામ સોંપ્યું હતું તે તેણે પૂરું કર્યું નહોતું એટલે તેના પિતા પાછા ફરશે ત્યારે ગુસ્સે થશે. નામ્બી મંદિરના થાંભલા સાથે પોતાનું માથું અફળાવવા લાગ્યો એ કહેવા લાગ્યો કે જીંદગીની શરૂઆત આ સમયથી જ શરૂ થઈ ગઈ. તેને પોતાના વ્યક્તિગત અનુભવથી ભક્તિ અને શ્રધ્ધાની શક્તિનું ભાન થયું. એ દિવસથી આજ સુધી, તેના પોતાના આત્મ-સાક્ષાત્કારના દિવસ સુધી, નિત્યાનંદે ગણપતિને પ્રસાદ ધરાવ્યા પછી જ પોતાનું ભોજન કર્યું હતું. ગણપતિએ જ્યારે ખાધું ત્યારે જ નિત્યાનંદે ખાધું. આત્મસાક્ષાત્કાર (એન્લાઈટેન્મેન્ટ) પછી નિત્યાનંદે ક્યારેય ખાધું જ નથી; માત્ર ગણપતિ જ ખાય છે !

ગણેશ ચતુર્થી : આધ્યાત્મિક અનુરાગની જાગૃતિ

બચપણની શરૂઆતથી જ નિત્યાનંદ આધ્યાત્મિક્તા તરફ ખેંચાયા હતા અને આપણે આગળ જોયું તેમ તેમણે તેમનો વધુમાં વધુ સમય મૂર્તિઓના સાન્નિધ્યમાં જ વિતાવ્યો હતો. તેમણે આ મૂર્તિઓ સાથે તે જીવંત હસ્તીઓ હોય તેવી રીતે સંવાદ કર્યો હતો, જે તેમને માટે ખરેખર જીવંત જ હતી. તેને મૂર્તિઓ સાથે ગહન ને કાયમી લગની હતી અને તેઓ જાણે કે તે માંસ અને લોહીની બનેલી હોય તેવી રીતે દેવ-દેવીઓની મૂર્તિઓ સાથે રમતાં, તેને શણગારતા, તેની પૂજા કરતા, તેની સાથે વાતો કરતા અને તેની સાથે સંબંધથી જોડાયેલા હતા. તેમનો એક માત્ર આ જ આનંદ હતો. તેની ઉંમરના બીજા છોકરાઓની જેમ તેમણે રમત-ગમતમાં ભાગ્યે જ ભાગ લીધો હતો.

પરાશક્તિ (વૈશ્વિક માતાના સ્વરૂપમાં રહેલી બ્રાહ્માંડીય શક્તિ) આત્મસાક્ષાત્કારી હસ્તીઓના મિશન પરિપૂર્ણ કરવામાં તેમને મદદ કરવા માટે ખરેખર રહસ્યમય રીતે કામ કરે છે.

ગણેશ ચતુર્થીના સમયગાળા દરમ્યાન, જે ભગવાન ગણપતિનો જન્મ દિવસ છે- કુંભારો મોટા જથ્થામાં માટી લઈને ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે તિરુવન્નામલાઈમાં આવે છે. દરેક ઘરમાં, સામાન્ય રીતે તેમના પૂજા ઉપર આ માટી ફેંકતા હતા. આખું ઘર આ માટી અને અર્ધી તૈયાર થયેલી આકૃતિઓથી ભરાઈ જતું હતું : નિત્યાનંદ માટીની આ બધી જ મૂર્તિઓની પૂજા પણ કરતા હતા અને સવારથી સાંજ સુધી તેની ઘંટડી મોટેથી વગાડતા રહેતા હતા. તેની નાનીને આ અવાજ સામે પણ વાંધો હતો. નિત્યાનંદ એક યોગી પાસેથી ભૂત-પિશાચને ભગાડવાનો મંત્ર શીખ્યા હતા; તેની નાની તેમની સાથે જેવો ઝઘડો શરૂ કરે કે તરત જ તે આ મંત્રના ઉપયોગ કરવા લાગતા હતા. અને સતત ઘંટડી વગાડવા લાગતા હતા. જેથી નાની શાંત થઈ જતા હતા. તેમના આ નાની નેવું વરસ ઉપરની ઉંમરે પણ આજે સ્વસ્થ રીતે જીવી રહ્યાં છે.

નિત્યાનંદ કહે છે :

પરાશક્તિના મનમાં મારા માટે જે મિશન છે એ માટે તેણે મારા શરીર અને મનને સુંદર રીતે તૈયાર કરેલ છે. તમે તેના ખેલને, તેની લીલાને જોઈ શકો છો. દિવસે દિવસે હું મારો આખો દિવસ મૂર્તિઓને શણગારવામાં અને તેની સાથે વાતો કરવામાં ગાળવા લાગ્યો હતો. મારી ઉંમરના પ્રમાણમાં મારી પાસે ઘણી બધી વધારે શક્તિ અને તાકાત હતી. મારી મા એ કહ્યું હતું કે એક વખત મેં સાગના લાકડાનો ભારે પલંગ તેની ઉપર સૂતેલી વ્યક્તિ સાથે, કોઈ વધારાના પ્રયાસ વગર જ ફેરવી નાંખ્યો હતો !

નિત્યાનંદ સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિર્ભય હતા. તેની માતા અને બાકીના કુટુંબીજનો બીજે ક્યાંય જવાના બદલે તેને સાંભળવા માટે ટેવાયેલા હતા. તેની સ્પષ્ટતા અને પ્રેમ લોકોને તેની તરફ ખેંચી લાવતા હતા અને તે જે કંઈ કહે તે કરવા માટે તૈયાર રહેતા હતા.

બાળક નિત્યાનંદે આના વિષે યોગીને પૂછ્યું તો રઘુપતિ યોગીએ તેને કહ્યું કે આ લોકો ભૈરવો, શિવ ગણો અથવા સૈનિકો હતા, જે અત્યાર સુધી તેનું રક્ષણ કરતા હતા. હવે તું દિક્ષીત થઈ ગયો છે અને તું ગુરુમંત્રથી રક્ષિત છે, એટલે તેમને લાગ્યું કે હવે તારી આસપાસ રહેવાની જરૂર નથી. યોગી એ કહ્યું: “તેમણે તને મને સોંપી દીધો છે.”

નિત્યાનંદ પાસે આ દરેક ભૈરવના નામો છે અને દરેક ભોજનની શરૂઆત કરતાં પહેલાં તે આ નામો ભક્તિભાવપૂર્વક જપે છે. વરસો પછી, તેણે જ્યારે રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની શારદાદેવીની જીવન કથા વાંચી ત્યારે તેણે જાણ્યું કે પોતાની આસપાસ જેમ ભૈરવો રહેતા હતા, તેવી જ રીતે શારદાદેવી જ્યારે બાળક હતા ત્યારે તેમની આસપાસ પણ સખીઓ, દેવી શક્તિની સાથીઓ રહેતી હતી.

નિત્યાનંદાએ રઘુપતિ યોગીએ તેને કહેલી બધી જ વાર્તાઓ પોતાની ડાયરીમાં લખી રાખી છે. અને તેમની સાથેના વાર્તાલાપ દરમ્યાન બનેલા બધા જ બનાવોને પણ નોંધી રાખ્યા છે. છોકરો દરેક બાબતો ડાયરીમાં લખી રાખે એ બાબતે રઘુપતિ યોગી વધારે પડતા ચોક્સાઈવાળા હતા.

નિત્યાનંદના ગૃહત્યાગ પછી, તેમના કુટુંબે થોડા ઘરો બદલ્યા હોવા છતાં તેની માતાએ નિત્યાનંદની ડાયરીઓ સલામત રીતે સચવાય તેની કાળજી રાખી હતી. તેમની માતા અને રઘુપતિ યોગીનો ખૂબ ખૂબ આભાર જેમને લીધે આજે આ માહિતી આપણાં માટે ઉપલબ્ધ છે.

રઘુપતિ યોગી નિત્યાનંદની જિંદગીમાં એક ઉદ્દેશથી આવ્યા હતા. તેઓ કદાચ આત્મસાક્ષાત્કારી માસ્ટર નહોતા, પરંતુ મહાન કુશળતાઓ અને શક્તિઓના યોગી ચોક્કસ હતા. તેમણે નિત્યાનંદના શરીરને કરવાં સામાન્ય માણસ માટે અશક્ય હોય. રઘુપતિ યોગીએ જે કર્યું હતું, તે આ શોધોમાંની અમુક સાથે તદ્દન એક બંધબેસતું હતું.

રઘુપતિ યોગી ખૂબ જ અલ્પ આહાર લેતા હતા. તેમની પાસે ભૂખ અને તરસને કાબુમાં રાખવા માટેની ખાસ પધ્ધતિ હતી, જે પછીથી તેમણે નિત્યાનંદને શીખવી હતી. તેમના શિષ્યો જ્યારે તેમને ખાવા માટે વધારે પડતો આગ્રહ કરતા ત્યારે તેઓ તેમાંથી જરાક ખાતા અને પછી તેમની આંગળીઓથી તાળી પાડતા તેમના આંતરડા તેમના મોં માથી બહાર આવતા. તેઓ તેમના આંતરડામાંથી ખાધેલા ખોરાકને સાફ કરી નાંખતા અને આંતરડાને પાછા અંદર ગોઠવી દેતા તેઓ પતંજલિની અષ્ટાંગયોગ પધ્ધતિઓમાં તજજ્ઞ હતા અને તેમણે આ પધ્ધતિઓનો ઉપયોગ નિત્યાનંદના મન અને શરીરને તૈયાર કરવા માટે કર્યો હતો.

રઘુપતિ યોગી નિત્યાનંદના ઘરે નિયમિત સવારે અચૂક આવતા. તેમણે નિત્યાનંદને ‘સામીઆર’ કહેવાનું શરૂ કર્યું હતું, જે તામિલમાં સંન્યાસી અથવા માસ્ટર માટે વપરાતો શબ્દ છે. પછી તરત જ બધા જ આ નામનો ઉપયોગ કરવા લાગ્યા હતા, જેમાં તેના માતા-પિતા પણ સામેલ હતા. યોગી તેને યોગની પ્રેકટિસ કરાવવા માટે દરરોજ ત્રણથી ચાર કલાક સુધી મંદિરમાં લઈ જતા હતા. સમય જતાં તેમણે તેને પ્રાણાયામ અને આસનો સાથે અષ્ટાંગ યોગના આઠેય પાસાઓ શીખવી દીધા હતાં. યોગની પ્રેકટિસ પછી તેઓ રોજ સવારે છોકરાને નાસ્તો ખરીદી આપતા હતા. તેઓ ખૂબ જ પ્રેમાળ હતા અને છોકરાનો રસ જીવંત રાખવા માટે તેના માટે સમયાંતરે કેન્ડી અને ચોકલેટ લાવતા. નિત્યાનંદને તેમને સાથે ફાવી ગયું હતું અને તે તેમને ઘણાં પ્રશ્નો પૂછતો જેનો જવાબ યોગી ખૂબ જ ધીરજ પૂર્વક આપતા. યોગી જ્યારે નિત્યાનંદ સાથે હોય ત્યારે જો કોઈ મોટી વ્યક્તિ કંઈક પૂછવા અથવા વાતો કરવા આવે તો તેઓ કહેતા કે, “એવું ના માનતા કે હું આ થઈ ગયાં. તેણે યોગીને આશ્ચર્ય પામતાં કહ્યું કે, 'તેણે દેવીને જોયાં ! મેં તેને ચારભૂજાઓ સાથે જોયાં !'

રઘુપતિ યોગીને પહેલાં તો છોકરાની વાત પર વિશ્વાસ જ ના બેઠો. તેમણે વિચાર્યું કે એ નિત્યાનંદની સક્રિય કલ્પના હશે. છોકરો ભાવાવેશથી ભરાઈ ગયો હતો, નિત્યાનંદ જ્યારે ઘરે ગયા ત્યારે તેણે હથોડી અને છીણી લીધી પછી એક નરમ પથ્થર લીધો અને તેણે જે સ્વરૂપે દેવીના દર્શન કર્યા હતાં તેવી જ મૂર્તિને આકાર આપવાનું શરૂ કર્યું. ઘણાં પ્રયત્નો પછી પણ તેને સંતોષ થયો નહીં એટલે તે એ મૂર્તિને લઈને પોતાના ઓળખીતા શિલ્પકાર પાસે ગયા અને તેને મૂર્તિ પૂરી કરી આપવાની વિનંતી કરી. (રેતીના પથ્થરની આ મૂર્તિ અત્યારે આશ્રમમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે). નિત્યાનંદ પુરું થયેલું શિલ્પ લઈને રઘુપતિ યોગી પાસે ગયો અને કહ્યું 'તમે જ્યારે મને મંત્ર આપ્યો, ત્યારે મેં આ અમ્માને જોયા હતા. યોગીએ નિત્યાનંદને બેસી જવાનું કહ્યું અને તેના હાથ પકડી લીધા. સામાન્ય રીતે છોકરો યોગીમાંથી પોતાનામાં આવતી શક્તિના પ્રવાહનો અનુભવ કરતો હતો. આ વખતે તેને લાગ્યું કે તેનામાંથી શક્તિ યોગી તરફ પ્રવાહિત થઈ રહી છે !'

યોગી ઉભા થયા અને છોકરાના પગમાં પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. નિત્યાનંદ ચીસ પાડી ઉઠ્યા. થાત્યા આ શું કરી રહ્યા છો ? (તામિલમાં થાત્યાનો અર્થ દાદા થાય છે.) યોગીએ કહ્યું, 'વરસોથી આ મંત્ર મારી પાસે હતો અને હું તેનો ઉપયોગ કરતો હતો, પરંતુ મને ક્યારેય અનુભવ થયો નહીં. હું લાઈબ્રેરીયન જેવો હતો, જેની પાસે બધા જ પુસ્તકો હોવા છતાં તેની અંદરના લખાણની જાણ કે કોઈ અનુભવ નથી હોતો. મેં બીજ વાવ્યું હતું અને રાહ જોતો હતો. હવે બીજ અંકુરિત થયું છે !'

છોકરાને દરરોજ ઓછામાં ઓછા ૨૪ સ્તંભો પર ચડવું પડતું હતું. છોકરો થોડો તેમના પ્રત્યેના માનને લીધે અને થોડા તેમની સાથેના લગાવને લીધે તેમની દરેક આજ્ઞાનું પાલન કરતો હતો. વળી તેને સ્કૂલમાં કોઈ તકલીફ પડતી ન હોતી ! જો નિત્યાનંદને હોમવર્ક કરવાનું હોય અને તે યોગીને ફરીયાદ કરે તો પછીના દિવસે શિક્ષક બિમાર પડી જતા હતા !

યોગીએ નિત્યાનંદને કહ્યું હતું કે ૧૪ વરસની ઉંમર પહેલાં યોગા શીખી લેવા જોઈએ અને એટલે જ તેમણે તેને ૩ વરસની ઉંમરથી જ તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, જેથી તેને તાલીમ આપવા માટે પૂરા ૧૦ વરસ મળે. તેમણે તેને આસનો, પ્રાણાયામ, ધ્યાન, મંત્ર અને બીજી ઘણી વિવિધ પધ્ધતિઓ શીખવી હતી. યોગી અવાજથી જાદુઈ બાબતો કરી શકતા હતા. એક અવાજથી તેઓ હજારો વાર દૂર રહેલા કૂતરાઓને આકર્ષી શકતા હતા. તેઓ પથ્થર પર હથોડા ઠોકવાનો અવાજ કરીને પથ્થરને તોડી શકતા હતા. બીજા એક અવાજથી તેઓ લોકોને દેખાતું બંધ કરી શકતા હતા. એક દિવસ નિત્યાનંદ સ્કૂલમાં ગયો નહોતો એટલે સ્કૂલનો ચોકીદાર તેને શોધવા આવ્યો ત્યારે નિત્યાનંદ દોડીને યોગી પાસે પહોંચી ગયો. એ વખતે યોગીએ એવો અવાજ કાઢ્યો કે છોકરો ચોકીદાર અને યોગીની સામે જ ઊભો હોવા છતાં ચોકીદાર તેને જોઈ શક્યો જ નહીં !

નિત્યાનંદ કહે છે :

“૧૪ વરસની ઉંમર પછી માત્ર એન્લાઈટેન્ડ માસ્ટર જ સાચું બ્રહ્મચર્ય પાળી શકે છે. જે અષ્ટાંગયોગના પાંચ પાસાંમાંનું એક પાસું છે.”

સંન્યાસીઓની પરંપરાઓનું અપમાન કર્યા વગર મને કહેવા દો કે તેઓ જ્યાં સુધી એન્લાઈટેન્ડના બને ત્યાં સુધી સાચું બ્રહ્મચર્ય પાળી શકે નહીં.

રઘુપતિ યોગીએ તેમની સાથેના નિત્યાનંદના વરસોમાં તેના ધ્યાનાવસ્થાના વિવિધ અંગ વિન્યાસોના ફોટાઓ પાડવાની ગોઠવણ કરી હતી. એ દિવસોમાં ગ્રામીણ ભારતમાં ફોટોગ્રાફી ખૂબ જ મોંઘી હતી. યોગીએ આ ફોટાઓ પાડવા માટે હોટેલ માલિક ઉપાધ્યાય પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલો બધો ખર્ચો શા માટે કરો છો, ત્યારે તે માત્ર મુસ્કુરાયા અને ક્યારેય જવાબ આપ્યો નહીં. જ્યારે ફોટાઓ તેમની પાસે આવ્યા ત્યારે તેમણે તેના પર લખ્યું “એક દિવસ આખી દુનિયા આ ફોટાગ્રાફ માટે મારો આભાર માનશે !”

આ એ જ ફોટોગ્રાફ છે જેને આપણે યુવાન નિત્યાનંદને ધ્યાનમાં બેઠેલા જોઈએ છીએ; તેમનો પહેલો ફોટોગ્રાફ લગભગ નવ વરસની ઉંમરે લીધેલો છે. રઘુપતિએ, નિત્યાનંદ સાથેના જ પોતાના ફોટાઓ લીધા છે. પોતાના એકલાનો એક પણ ફોટો પડાવ્યો નથી. છોકરાએ તેમને આ બાબતમાં સારી રીતે પૂછ્યું હતું. ‘તમે તમારો પોતાના એકલાનો ફોટો શા માટે નથી પડાવતા ? જો પડાવો તો હું તેને મારી પાસે રાખી શકું’ રઘુપતિ યોગી માત્ર હસ્યા અને કહ્યું, “મારા ફોટાની પૂજા કરવાની કોઇપણની ઇચ્છા નહીં થાય; પરંતુ તેઓ તારા ફોટાની પૂજા કરશે !”

જે ફોટોગ્રાફરે આ ફોટાઓ પાડ્યા હતા તે જૂની યાદ તાજી કરતા કહે છે કે જ્યારે તે રઘુપતિ યોગી અને નિત્યાનંદના ફોટાઓ લઈ રહ્યો હતો, ત્યારે તેણે એ બંનેને ધ્યાનાવસ્થામાં જમીનથી થોડા ઈંચ ઉપર ઉંચકાયેલા જોયા હતા.

પતંજલિની ચેતનામાંથી યોગામાં ગહન સૂક્ષ્મ દૃષ્ટિ

યુએસએના લોસ એન્જલસમાં હમણાં જ અમારી સમક્ષ નિત્યાનંદે તેમના રઘુપતિ યોગી સાથેના દિવસો ફરીથી યાદ કર્યા હતા અને કહ્યું હતું :

રઘુપતિ યોગી નામના મહાન માસ્ટર આસપાસ રહેવાનું મને બહુ જ મોટું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. હું જ્યારે તેમને મળ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૧૦૫ વરસની હતી. તેઓ પતંજલિના વંશવેલામાંથી હતા. પતંજલિ યોગા પદ્ધતિના આદ્યસ્થાપક હતા. તેઓ સૌ પ્રથમ માસ્ટર હતા જેમણે આત્મસાક્ષાત્કારના અનુભવોને ફરીથી પેદા કરવા માટેની સ્પષ્ટ વૈજ્ઞાનિક અને તાર્કિક પદ્ધતિનું સર્જન કર્યું હતું. પતંજલિ આવતાં પહેલાં સુધી આત્મસાક્ષાત્કાર એક અકસ્માત હતો : કોઈક તે પ્રાપ્ત કરી શકે અથવા પ્રાપ્ત ના કરી શકે. તે એક જુગાર જેવું વધારે હતું. તમારે રમવાનું હતું, પરંતુ જીતવાની કોઈ ખાત્રી નહોતી. પતંજલિ સૌથી પહેલાં એવા માસ્ટર હતા, જેને હું આધ્યાત્મિક દરિયાખેડૂ કહી શકું. જેમણે હકીકતમાં માપ કાઢ્યા અને સંપૂર્ણ માર્ગદર્શનો આપ્યા. તેમણે સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શનો આપ્યા: એન્લાઈટેન્મેન્ટના અનુભવોને ફરીથી પેદા કરવા માટેના ક્રમશ: સ્પષ્ટ સૂત્રો અને સિદ્ધાંતો આપ્યા !

વૈજ્ઞાનિકો જેવી રીતે બહારની દુનિયાની વસ્તુઓને ફરી વખત ઉત્પાદિત કરવા માટેના સૂત્રોનું સર્જન કરે છે. તેવી જ રીતે પતંજલિએ ભીતરી દુનિયાના અનુભવો, એન્લાઈટેન્મેન્ટને ફરીથી પેદા કરવા માટેના સુંદર સૂત્રોનું સર્જન કર્યું. રઘુપતિ યોગીએ યોગના આખા વિજ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. માત્ર યોગોના શારિરીક પાસાંઓ જેમાં શરીરને વાળવાનું અને બીજું ઘણું હોય છે અને આપણે તેને આસનો કહીએ છીએ, તેમાં જ નહીં અથવા હઠયોગમાં જ નહીં પરંતુ યોગના બીજાં પાસાંઓ જેવાં કે શ્વાસોચ્છવાસ (પ્રાણ) પર કામ કરવું, મન સાથે કામ કરવું, લાગણીઓ અને વિઝ્યુલાઇજેશન શક્તિ પર કામ કરવું વગેરે યોગના બધાં જ પરિમાણો પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું.

મારી ઉંમરના ૩ અને ૧૩ વરસ વચ્ચે જ્યારે હું તેમની સાથે હતો, તેમણે ખ્યાલ, એ સંસ્કાર તમારા શરીરમાં વ્યક્ત થવાનું શરૂ કરી દેશે.

તેમના કહેવાનો આશય એ હતો કે યોગા કરતી વખતે તમે જે રીતે શરીરને વાળો છો, જે રીતે તમે ઊભા રહો છો એ રીતો મહત્વની નથી. દા.ત. જો તમારો ઈરાદો તંદુરસ્ત બનવાનો હોય અને એ આશયથી તમે જે કંઈપણ કરો છો, જો તમે એ ઈરાદાથી તમારા શરીરને ખાસ પ્રકારે હલાવો છો, તો તમારી તંદુરસ્તી આપોઆપ આવશે, અરે સામાન્ય બેસવાથી પણ - જો તમે મજબૂત રીતે માનતા હોકે બેસવાથી તમારી તંદુરસ્તી વધશે, તો તમે જોઈ શકશો કે જ્યારે તમે એ ઈરાદાથી બેસો છો, તો તમારી તંદુરસ્તી વધે છે. મેં એમને પૂછ્યું કે આવું કેવી રીતે શક્ય બને, તો એ હસી પડ્યા અને જવાબ આપ્યો કે, શરીર પોતે જ આપણી યાદોમાંથી જ બનેલું છે. આપણે આપણાં સ્વ-સંમોહન (સેલ્ફ-હીપ્નોસીસ)ની અભિવ્યક્તિ છીએ. દરેક પ્રકારની યાદો આપણાં સ્નાયુઓમાં નોંધાઈ જાય છે. માટે જ્યારે આપણે યાદો બદલીએ છીએ, ત્યારે આપણી સિસ્ટમ પણ બદલીએ છીએ.

નિત્યાનંદ કહે છે કે રઘુપતિ યોગી સ્વયં પતંજલિનો અવતાર હતા.

સામી બાજુ પતંજલિ પોતે વિષ્ણુ જેના પર બિરાજમાન છે તે મહાન નાગ આદિશેષ નાગના અવતાર હતા. એક સમયે જ્યારે કૈલાસમાં શિવે નૃત્ય કર્યું ત્યારે તેમની એક ઘૂંટી છૂંદાઈ ગઈ હતી અને શિવને નૃત્ય કરતા અટકી ના જવું પડે એટલા માટે આદિશેષે પોતાની જાતને શિવની ઘૂંટીની આસપાસ ઝાંઝરની જેમ વીંટાળી દીધી હતી. જ્યારે શિવજીએ નૃત્ય પૂરું કર્યું ત્યારે તેમણે નાગને આશિર્વાદ આપ્યા, ત્યારે નાગે કહ્યું કે, “બીજા બધાએ તમારા નૃત્યનો આનંદ માણ્યો છે, પરંતુ હું તમારી ઘૂંટીએ વિંટળાયેલ હતો એટલે હું તમારું નૃત્ય જોઈ શક્યો નથી, મહેરબાની કરીને તમને નૃત્ય કરતા જોવાની મને એક તક આપો” શિવે કહ્યું. “તું પૃથ્વી પર જન્મીશ અને તપ કર્યા પછી મારું નૃત્ય જોઈશ” એ મુજબ આદિશેષ ચિદમ્બરમ્‌માં પતંજલિ તરીકે જન્મ્યા અને શિવ ત્યાં આવ્યા અને તેના માટે નટરાજ બનીને નૃત્ય કર્યું.

નિત્યાનંદાએ જ્યારે આ બનાવ વિષે અમને કહ્યું, ત્યારે અમારામાંના ઘણાને એ યાદ આવ્યું કે ઘણી બધી વખત, આનંદ દર્શનના સમયે નૃત્ય કરતી વખતે માસ્ટરના પોતાના ઝાંઝર તૂટીને નીકળી જતાં હતા; સોનાના ભારે ઝાંઝર તેના નૃત્યની શક્તિને માર્ગ કરી આપતા હતા.

યોગી રામ સુરત કુમાર - વીસરી સ્વામીગલ

બચપણમાં જ નિત્યાનંદ ઘણા બધાં બીજા સંતો સાથે મિત્રની જેમ વર્તતા હતા. તેમાંના એક સાક્કુપાઈ સ્વામી માત્ર ગુણપાટમાંથી બનાવેલા શણનાં વસ્ત્રો જ પહેરતાં હતાં, તામીલમાં તેને સાક્કુપાઈ કહે છે. અને મંદિરમાં સૂતા હતા. બાળકો તેમનાથી ડરતાં અને દૂર જ રહેતા. નિત્યાનંદ સાક્કુપાઈ સ્વામી પાસે ગયા અને તેમને પૂછ્યું કે તે અરુણાચલને માનવ સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકે. સાક્કુપાઈ સ્વામી હસ્યા અને કહ્યું, ‘મને છેતર નહીં. દૂર જતો રહે, દૂર જતો રહે,’ નિત્યાનંદ બીકના માર્યા દૂર દોડી ગયા. જ્યારે તેઓ સ્વામી શું કરી રહ્યા છે એ જોવા પાછા ફર્યા ત્યારે, સ્વામીને પોતાની દિશામાં જમીન પર સૂઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા જોઈને નવાઈ પામી ગયા.

આ બનાવ પછી, નિત્યાનંદ જ્યારે પણ તેમની બાજુમાંથી પસાર થાય ત્યારે સાક્કુપાઈસ્વામી તેના તરફ કેન્ડી અને મિઠાઈ ફેંકતા, જેથી છોકરો તેમની નજીક ના આવે. નિત્યાનંદ વિચારતા કે આ માણસ પાગલ હતો. એક દિવસ, નિત્યાનંદાએ સાક્કુપાઈ સ્વામી તરફ એક રૂપિયાનો સિક્કો થાય તેઓ ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પૂછે. બાળકો સ્કૂલે જતી વખતે ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પૂછે. બાળકો સ્કૂલે જતી વખતે ત્યાં રોકાય અને પોતાની પરીક્ષાના પરિણામ વિષે પૂછે તેઓ આ ગુઢ રહસ્યવાદી પાસેથી ભાગ્યે જ વાત કઢાવી શકતા હતા. એક દિવસ, સ્કૂલે જતી વખતે નિત્યાનંદ તેમની પાસે રોકાયા અને પૂછયું કે હું આજે સ્કૂલની ટેસ્ટમાં પાસ થઈશ કે નહીં ? તેને જવાબ મળ્યો, “મારા દિકરા, તું જીંદગીની પરીક્ષામાં પાસ થઈ જઈશ. !” નિત્યાનંદ આ શબ્દોનો અર્થ સમજી શક્યા નહીં. એક મહિલા જેણે આ શબ્દો સાંભળ્યા હતા તેણે તેને કહ્યું, “આગળ વધ બાળક ! તું અત્યારે આ શબ્દો નહીં સમજી શકે; પરંતુ પછીથી તું તેને યાદ કરીશ !”

પવિત્ર શહેર તિરૂવન્નામલાઈના અમુક કબ્રસ્તાનો નિત્યાનંદ માટે મેડિટેશન માટેનાં પવિત્ર સ્થાનો હતા. એક દિવસ સવારના સમયે અમે નાના જૂથમાં માસ્ટર સાથે તિરૂવન્નામલાઈમાં ફરી રહ્યા હતા, ત્યારે તેઓ અમને આ કબ્રસ્તાનમાં લઈ ગયા અને તેઓ જ્યાં બેસીને મેડિટેશન કરતા હતા તે ચોક્કસ સ્થાનો બતાવ્યા હતા. તેમણે એક મોટી કબર તરફ આંગળી ચીંધી ને કહ્યું, તમે ત્યાં પેલો ડબલ બેડ જોઈ શકો છો ? તેના પર જ યોગી રામ સુરતકુમાર કાયમ બેસતા હતા. હું આજુબાજુમાં છુપાઈ જતો અને તેમનું નિરીક્ષણ કર્યા કરતો અને તેમનામાંથી પ્રસરતા રહસ્યના કિરણોનો આનંદ લેતો હતો. તેઓ મને દૂર જતા રહેવાનો ઈશારો કરીને કહેતા, ‘મને એકાંતમાં રહેવા દે, દૂર ભાગી જા !

તેઓ એક રાતને યાદ કરે છે, જ્યારે તેઓ કબ્રસ્તાનમાં મેડિટેશન કર્યા પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા વચ્ચે એક માણસ પડેલો છે અને અરૂણાચલની દિશામાં દંડવત્ પ્રણામ કરી રહ્યો છે,

નિત્યાનંદ માટે અરૂણાચલ ટેકરી જીવંત હસ્તી હતી. માત્ર ખડકોથી બનેલ ટેકરી નહોતી. તેઓ ઝેન મેડિટેશનમાં ઝાઝે ન બેસવું, બનવું, અ-મનની સ્થિતિની જેમ ટેકરીની સામે ધ્યાનસ્થ થઈને બેસી રહેતા.

ટેલીપથીક વૃદ્ધ માણસ અને શાંત સંન્યાસી

નિત્યાનંદ જ્યારે સાત વરસના હતા ત્યારે કે.એસ.નારાયણ સ્વામી તરીકે જાણીતા, નારાયણ સ્વામી થાત્યા (તામિલમાં થાત્યા એટલે દાદા)ને મળ્યા હતા. થાત્યા તિરૂવન્નામલાઈની શેરીમાં આવેલ થિરૂમાંજના ગોપુરમ્ પર ગણપતિના નાના મંદિરમાં રહેતા હતા. તેઓ તંત્ર, યંત્ર અને મંત્રના માસ્ટર હતા, આ ત્રણેય ટેકનીકો આત્માની સમજણ માટેની છે. તેમની પાસે સામાન્ય ઈન્દ્રિયોનો ઉપયોગ કર્યા વગર જ વિચારોનું આદાન-પ્રદાન કરવાની મહાન શક્તિ હતી. સ્થાનિક પોલિસ ગુનેગારોની ઓળખ કરવામાં તેમની મદદ લેવા આવતી હતી.

થાત્યા એક અરીસો લેતા અને તેના પર એક ચોરસ દોરતા. આ ચોરસમાં ગુનેગારની છબી દેખાતી. જે લોકોની વસ્તુઓ, બાળકો અથવા સંબંધીઓ ગુમ થઈ ગયા હોય તેઓ તેમની પાસે આવતા અને થાત્યા અરીસાનો ઉપયોગ કરીને તે ક્યાં છે તે બતાવતા હતા. નિત્યાનંદ દિવસો સુધી અવિરત પણે તેમને આ બધું કરતાં નિહાળતા રહેતા હતા.

નિત્યાનંદ એ નારાયણ સ્વામી થાત્યાની આસપાસ છ વરસ ગાળ્યા હતા. લોકો જ્યારે તેમની પાસે મદદ માગવા આવે ત્યારે થાત્યા દિવો સળગાવતા અને મંત્ર જાપ કરતા. પછી તેઓ દિવામાંથી કાળી મેશ ભેગી કરીને અરીસા પર ચોપડતા. તરત જ જે કંઈ બન્યું હોય તેનું ચિત્ર ટેલિવિઝનની જેમ જ અરીસા પર દેખાવા લાગતું. જે કંઈ બન્યું હોય તે બનાવોની હારમાળા, પછી તે ચોરી-લૂંટની હોય અથવા ગુમ થયેલ વ્યક્તિની હોય, અરીસા પર છે જે ભારતમાં પોલિસ સ્ટેશનની અંદર બંધાયું હોય અથવા કદાચ દુનિયામાં પણ ક્યાંય નહીં હોય !

એક દિવસ થાત્યા જ્યારે બાથરૂમમાં હતા ત્યારે નિત્યાનંદાએ અરીસાની ચકાસણી કરવાનું નક્કી કર્યું. તેણે અરીસા પર કાળી મેશ ચોપડી પરંતુ તેની પાસે પૂછવા જેવું કશું જ નહોતું. એકાએક અરીસા પર દેવીનું સ્વરૂપ દેખાયું. તેણી તેના તરફ હસ્યા. નિત્યાનંદ ગભરાઈ ગયા કે દેવી થાત્યાને કહી દેશે કે મેં અરીસાનો ઉપયોગ કર્યો છે. તે નીચે બેસી ગયા અને દેવીને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને થાત્યાને કહેતા નહીં. દેવી એવી રીતે મુસ્કુરાયા જાણે કે કહેતા હોય હું તેને કશું જ નહીં કહું. પરંતુ સમસ્યા એ હતી કે દેવીને અદૃશ્ય કેવી રીતે કરવા.

જ્યારે થાત્યા બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે નિત્યાનંદાએ તેમને અરીસો બતાવ્યો અને કબૂલાત કરી લીધી. તેઓ માત્ર હસ્યા. તેમણે કહ્યું “જો દેવીની ઈચ્છા અદૃશ્ય થવાની નહીં હોય તો તેઓ નહીં થાય, તેં કશું જ ખોટું કર્યું નથી.” થાત્યાએ અરીસો મૂકવા માટે પોતે જે ચાંદીનું બોક્સ વાપરતા હતા તે નિત્યાનંદને આપ્યું. આ બોક્સ આજે બેંગલોરના આશ્રમમાં છે.

ઘણીવાર જ્યારે નિત્યાનંદ સ્કૂલમાં નહોતા જતા ત્યારે શિક્ષકો પોતાને શિક્ષા ના કરે તે માટે થાત્યાની મદદ માંગતા હતા. થાત્યા તેને ખાત્રી આપતા હતા કે સ્કૂલમાં તારી હાજરી પૂરાઈ ગઈ હશે !

થાત્યા હવામાંથી વસ્તુઓ હાજર કરતા હતા. તેઓ લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડતા હતા. એક વખત એક નીચી જાતિનો માણસ પોતાની સમસ્યા લઈને થાત્યા પાસે આવ્યો અને થાત્યાએ તેને ઘણી બધી બાબતો શીખવી છે, મંત્રો અને ટેકનીકો શીખવી. હવે બીજું શું શીખવવાના છો ?”

થાત્યાએ કહ્યું, “જો તારું મન શુદ્ધ છે તો કોઈપણ ચમત્કાર પર અસર કરવા માટે મંત્રની જરૂર નથી. ફક્ત તારી હાજરીથી જ ચમત્કારો થશે.”

આ શબ્દોથી જાણે કે નિત્યાનંદની ભીતરમાં કોઈ ઘા લાગી ગયા જેવું થયું. તેણે નારાયણ સ્વામી થાત્યાને કહ્યું, “તો પછી તમારે મને આ બધા મંત્રો, જેને તમે બિન ઉપયોગી કહો છો, તે શીખવવાને બદલે મારા મનને શુદ્ધ કરી દેવું જોઈતું હતું.”

થાત્યાએ પ્રતિભાવ આપતા કહ્યું, “ચિંતા ના કર, આ મંત્રો જ તારું મન શુદ્ધ કરી નાંખશે”

એ દિવસથી નિત્યાનંદાએ શીખેલા મંત્રો અને તંત્રોની પ્રેક્ટિસ બંધ કરી દીધી.

નારાયણ સ્વામી થાત્યાએ નિત્યાનંદને એક યંત્ર અને જપ કરવાનું એક પુસ્તક આપ્યું હતું. તેમણે તેને “મૂલીગાઈ પ્રાણ પ્રતિષ્ઠા” મંત્ર આપ્યો હતો, જેનો પૂર્વ તરફ મોં રાખીને ઔષધીય છોડવા સામે હજારવાર ઉચ્ચાર કરવામાં આવે તો તે છોડને ઉખાડી નાંખ્યા પછી અથવા કાપી લીધા પછી પણ તે પોતાની કુદરતી શક્તિઓ જાળવી રાખી શકે છે.

દિવસના અંતે જ્યારે પણ નિત્યાનંદ થાત્યાની રજા લેવા જાય ત્યારે તેઓ તેને મૌન આશિર્વાદ આપતા અને પોતાની પાસે રહેલાં ફળોમાંથી એક ફળ તેના હાથમાં મૂકતા. એક દિવસ જ્યારે છોકરાએ તામિલ પરંપરા મુજબ ‘પોયુટ્ટુ વોરેન’ (જઈને પાછાં આવું છું) કહીને રજા લીધી ત્યારે થાત્યાએ બિનલાક્ષણિક રીતે તેના હાથમાં ફળ મૂકવાને બદલે તેને જાતે જ

ગણિત શિક્ષક

ઉત્સુક શોધખોળ કરનારાની આંખો યુવાન નિત્યાનંદમાં રહેલી દિવ્યતા જોવાનું ક્યારેય ચૂકતી નહીં.

તેના સ્કૂલના દિવસો દરમ્યાન નિત્યાનંદ તેના ગણિતના વર્ગમાં મોડા પડ્યા હતા. તેઓ અંદર પ્રવેશવાની રજા મેળવવા માટે દરવાજા બહાર ઊભા હતા. ગણિત શિક્ષક તેમના ટેબલ ઉપર નમેલા હતા. નિત્યાનંદ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ શિક્ષકના મનમાં કંઈક આત્મ સ્ફૂરણ થઈ અને તેમણે તેની તરફ જોયું. તેમને લાગ્યું કે નિત્યાનંદ મેડિટેશનમાં હોય તેવું દેખાય છે. શિક્ષકે ધીરેથી પોતાના બંને હાથ ઊંચા કર્યા અને જોડ્યા અને ગહન પવિત્ર મુદ્રામાં ઊભેલા છોકરાને નમસ્કાર કર્યા. નિત્યાનંદ ખરેખર ગૂંચવાઈ ગયા હતા !

પછીથી ગણિત શિક્ષકે નિત્યાનંદને તેના માતા-પિતા સાથે તેમની મુલાકાત કરવા માટે વિનંતી કરી, નિત્યાનંદ પોતાના માતા-પિતા સાથે તેમના ઘરે ગયા. શિક્ષકે જેવો બાળકને પોતાના ઘરમાં જોયો કે તરત જ તેમણે તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને એવો મહાન આનંદ અને લાગણી વ્યક્ત કરી, જાણે કે તેમણે તેમના પ્રિય દેવતા-ભગવાન અપ્પપ્પાનાં આ છોકરામાં દર્શન કર્યા હોય. આવો જ અનુભવ તેમને દરવાજા બહાર રાહ જોઈને ઊભેલા નિત્યાનંદને જોઈને થયો હતો. તેમણે પોતાને આ છોકરાના શિષ્ય તરીકે જાહેર કરી દીધા. નિત્યાનંદ અવાક્ થઈ ગયા !

અભિરુચિના છૂટા છવાયા બનાવો

બચપણનો એક બનાવ જેને ફરીથી યાદ કરતાં નિત્યાનંદ આનંદીત થઈ જાય છે તે નીચે મુજબ છે.

નિત્યાનંદાએ જે નાટક જોયું હતું. તેમાં દ્રૌપદીની ભૂમિકા પુરુષ કરતો હતો. આ માણસ સામાન્ય રીતે સાત સાડી પહેરતો હતો, અને એવી નિશાની આપવામાં આવી હતી કે જ્યારે દુઃશાસન છઠ્ઠી સાડી ખેંચી લે ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને મદદ માટે બૂમ પાડવાની હતી. પછી કૃષ્ણા તખ્તા પર કૂદકો મારીને આવે અને દ્રૌપદીની લાજ બચાવી લે.

એ કમનસીબ દિવસ, દ્રૌપદીએ તૈયાર થતી વખતે ભૂલમાં સાતને બદલે માત્ર છ જ સાડી પહેરી હતી. સ્ટેજ પર આવ્યા પછી એકાએક તેને આ ભૂલનો ખ્યાલ આવ્યો અને તેણે રડતાં રડતાં દુઃશાસનને વિનંતી કરવા માંડી કે મને જવા દે. દ્રૌપદીના દ્રઢતાપૂર્વકના વિરોધ છતાં પણ દુઃશાસન છઠ્ઠી સાડી ખેંચી લેવાનો જોરથી પ્રયાસ કરવા માંડ્યો જે ખરેખર છેલ્લી સાડી હતી. દ્રૌપદીએ તેને લાતો મારી અને કરગરી પરંતુ દુઃશાસન પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યો હતો અને તેની સાડીની ગણતરી સાચી હતી. આ સમયે કૃષ્ણાની ભૂમિકા ભજવનાર અભિનેતા પડદા પાછળ સીગારેટ ફૂંકી રહ્યો હતો. અને દ્રૌપદી ઉપર જે વીતી રહ્યું હતું તેનાથી તદ્દન અજાણ હતો !

અંતે દુઃશાસન છઠ્ઠી સાડી ખેંચી લેવામાં સફળ થયો. દ્રૌપદી અર્ધી ચડ્ડી અને ટૂંકું બ્લાઉઝ પહેરીને સ્ટેજ પર ઉભી હતી. કોઈપણ જાતનો વિરોધ કર્યા વગર જ ઝડપથી દ્રૌપદીએ બૂમ પાડીને કહ્યું, “ઓહ કૃષ્ણા મેં તમને ઘણી બધી વખત પોકાર કર્યો અને થાકીને બોલાવવાનું બંધ કરી દીધું. આ શેતાન દુઃશાસને મને નિર્વસ્ત્ર કરી એ જાહેરમાં શરમ જનક સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું તમારી ખૂબ ખૂબ આભારી છું કે તમે મારી લાજ રાખવા માટે મને પુરુષમાં પરિવર્તિત કરી દીધી.”

નિત્યાનંદ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ક્યારેક ક્યારેક તેમની અદ્ભૂત શારિરીક શક્તિ તેમની ક્રિયાઓમાં દેખા દેતી. એક વખત તેઓ તેમના કાકા-કાકીઓ પિતરાઈઓ અને બીજા સંબંધીઓ સાથે તિરૂપતિની યાત્રાએ ગયા હતા. તેઓ તેમના નિયમ પ્રમાણે વહેલી સવારે પૂજા પાઠ કરવા માટે ત્રણ વાગ્યે જાગ્યા. તેઓ જ્યારે પૂજામાં મગ્ન થઈ ગયા હતા એ વખતે તેમના ક્રોધિત સંબંધીએ ઊંઘમાં સતત થઈ રહેલી ખલેલ વિષે ફરીયાદ કરી. નિત્યાનંદ શાંતિથી પેલા માણસ પાસે ગયા, તેને ગળામાંથી પકડીને ઊંચો કર્યો અને એવી ધમકી આપી કે મારી પૂજામાં ખલેલ પહોંચાડીશ તો ઊંચકીને નીચે ફેંકીને પતાવી દઈશ, આટલું કહીને તેઓ ગંભીરતાથી પાછા ફરીને ભક્તિમાં લાગી ગયા ! આ ઘટના પછી તેમની સાથે અસહમત થતા સંબંધીઓએ છોકરાની પ્રવૃત્તિઓની ટીકા કરવાનું છોડી દીધું.!

જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમ તેમ નિત્યાનંદનું આ અમાપ બળ તેમની તીવ્ર આધ્યાત્મિક શોધખોળમાં કેન્દ્રિત થતું ગયું. એક દિવસ તેઓ તેમના પિતરાઈ સાથે હતા જેને તેની કાકી બાબતમાં કંઈક ડખલ હતી. આ ધમાલમાં તેમના પિતરાઈએ કોઈ ભારે વસ્તુ નિત્યાનંદ તરફ ફેંકી જે સીધી તેમના કપાળ પર વાગી અને ત્યાં ઊંડો ઘા પડી ગયો તેમજ ખૂબ જ લોહી નીકળવા લાગ્યું. આ બનાવ પછી કહેવાય છે નિત્યાનંદ ખૂબજ નરમ સ્વભાવના થઈ ગયા હતા અને તેમના સંબંધીઓએ રાહતનો દમ લીધો હતો. વરસો પછી નિત્યાનંદને જાણવા મળ્યું હતું કે આકસ્મિક રીતે પડી જવાથી વિવેકાનંદને પણ પોતાની આંખની ભ્રમર ઉપર આવો જ ઘા પડ્યો હતો. એ વખતે વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસે આ બનાવ વિષે સ્પષ્ટતા કરી હતી, કે એ ઘા નહોતો પડ્યો પરંતુ યુવાન વિવેકાનંદમાં જે અમાપ બળ હતું એ બળનો ભાર ઉઠાવવાનું તેના ભૌતિક શરીર માટે વધારે પડતું હતું. કુદરતની કરામતો ખરેખર વિચિત્ર હોય છે ! હરકતોથી બીજા લોકો શું કહેશે કે વિચારશે તેની બિલકુલ ચિંતા વગર જ; સંપૂર્ણપણે આત્મસ્ફુર્ત રીતે, બાળકની જેમ નિર્દોષપણે વર્તન કરી શકે છે, તો પછી બાકી આપણે બીજા લોકો શું કહેશે તેનો ડર રાખીને શું કામ જીવવું જોઈએ?

હજુ આજે પણ તેમનું વર્તન ઘણી બધી રીતે તેમના બાળપણના અનુભવો જેવું જ વિસ્મયકારક સરળ અને આત્મસ્ફુર્ત તેમજ નિખાલસ છે.

પૂર્વ જન્મો

ઘણાં લોકોએ નિત્યાનંદને પૂછ્યું કે તમે બીજા કોઈ માસ્ટરનો નવો અવતાર છો? એક સ્તરે તેમનો ખુલાસો એ છે કે બધી જ એન્લાઈટેન્ડ હસ્તીઓ પાછી બ્રહ્માંડીય શક્તિમાં એકરૂપ થઈ જતી હોય છે અને તેથી જ બધા જ એન્લાઈટેન્ડ માસ્ટરોની શક્તિઓ એક જ હોય છે.

તેમ છતાં બીજા સ્તરે, એવું લાગે છે કે અમુક ખાસ વિશિષ્ટ લાક્ષણિક્તાઓ નવા જન્મમાં સાથે આવે છે. કૃષ્ણા, જ્યારે અવતરે ત્યારે કદાચ વાંસળી અને મોર પીંછ સાથે ના પણ લાવે તો પણ પછીના નવા અવતારોમાં પૂર્ણાવતાર રહે છે.

નિત્યાનંદાએ વિવિધ સમયે ઈશારાઓ કર્યા છે કે તેમનો છેલ્લો અવતાર લગભગ ૩૦૦ વરસ પહેલાં દક્ષિણ ભારતમાં થયો હતો. તેમણે કહ્યું છે કે યોગ્ય સમયે આ વિષેની માહિતીની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે તો આપણે તેમની હાજરીનો આનંદ માણી રહ્યા છીએ!

મિત્ર તરીકે ભગવાન

નિત્યાનંદ કહે છે :

"આત્મસાક્ષાત્કાર તેની પોતાની રીતે અંત નથી. તે આધ્યાત્મિક યાત્રાની માત્ર શરૂઆત છે. એ અનુભવની શરૂઆત માટેનો ઉંબરો છે, અંતિમ મંઝિલ નથી."

આપણે પહેલાંના પાનાંઓ પર અવતારો વિષે વાત કરી છે. એન્લાઈટેન્ડ આત્માઓને તેમના સંગ્રહીત થયેલા સંસ્કારોને પરિણામે ફરી વખત જન્મ લેવાની જરૂર પડતી નથી, છતાં હજુ પણ પૃથ્વી પર પુનઃજન્મ ધારણ કરે છે. તેમણે પોતાની વાસનાઓ, સંસ્કારો અને કર્મોને સંપૂર્ણપણે ઓગાળી દીધા હોવાથી બીજા સામાન્ય જીવોની જેમ ફરીથી જન્મ લેવાની જરૂર પડતી નથી. આપણે પહેલાં વાંચ્યું તેમ આપણે આપણી સાથે આવેલી ઈચ્છાઓ અને માનસિક વલણો, જે આપણી ભૂતકાળની ક્રિયાઓને આધારે બંધાય છે, તે આપણું ફરી જન્મ લેવા માટેનું કારણ બને છે અને આપણું જન્મ-મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. એક વખત આ કર્મિક બોજનો અંત આવી જાય તો આત્મસાક્ષાત્કાર થાય છે અને જીવન-મરણનું ચક્ર અટકી જાય છે. એન્લાઈટેન્ટ હસ્તીઓનો આપોઆપ પુનઃજન્મ થતો નથી.

એ સાચું છે કે આપણા બ્રહ્માંડમાં બીજા સ્થાનો પર બુદ્ધિશાળી જીવો અસ્તિત્વ ધરાવે છે. તેમ છતાં માત્ર પૃથ્વી ગ્રહમાંથી જાગૃત હસ્તીઓ એન્લાઈટેન્મેન્ટ તરફ પ્રગતિ કરે છે, જે (સુપર કોન્શિયસનેસ) શ્રેષ્ઠ જાગ્રતતાની સ્થિતિ છે. અસ્તિત્વની જરૂરીયાત મુજબ એન્લાઈટેન્ડ હસ્તીઓ પૃથ્વી ગ્રહ પર અવતારરૂપે પાછી આવે છે. તેમને ફરીથી બોલાવવામાં આવે છે. પૃથ્વી ગ્રહપર તેમની હાજરીની અતિશય જરૂરીયાત ઊભી થઈ હોય છે. આ એન્લાઈટેન્ડ હસ્તીઓની આધ્યાત્મિક હકારાત્મકતાની આ ગ્રહ પર ભેગી થયેલી નકારાત્મકતા સામે પ્રતિક્રિયા કરવા માટે જરૂર પડે છે.

154

આના સંદર્ભમાં જ કૃષ્ણે ભગવદ્ગીતામાં ઘોષણા કરી છે કે ઃ સત્યનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા માટે હું યુગે યુગે જન્મ લઉં છું.

આત્મસાક્ષાત્કારી હસ્તીઓની પોતાની કોઈ ઈચ્છાઓ હોતી નથી, એક પણ નહીં. સામી બાજુ આપણને સામાન્ય જીવોને પોતાની ઈચ્છાઓ હોય છે અને આપણે તેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. એન્લાઈટેન્ડ હસ્તીઓ માટે ભાગ્યદેવીનો આ કટાક્ષ છે. માણસ જાત હકીકતમાં તેમને જે કરવું હોય તેની પસંદગી કરી શકે છે, અને તેમની પોતાની ઈચ્છાઓમાંથી ઉદ્ભવતી ક્રિયાઓ પર આધારીત સંસ્કારો અને કર્મોના બંધનો એકઠાં કરે છે. એક વખત આપણે આધ્યાત્મિક રીતે ખૂલી જઈએ છીએ, પછી આપણે આપણી પોતાની ઈચ્છાના બ્રહ્માંડને સમર્પિત કરવાનો આનંદ અને મુક્તિ વિષે વધારે સમજી શકીએ છીએ. જેને આપણે આપણી મુક્તિના મર્યાદિત માર્ગે ઓળખીએ છીએ, એવી પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને જ આપણે સાચી મુક્તિ પામીએ છીએ. નિર્વાણ કે મોક્ષ પામીએ છીએ. પોતાની ઈચ્છાનું દિવ્યતાના ચરણમાં સમર્પણ એ જ વ્યક્તિના એન્લાઈટેન્મેન્ટમાં અંતિમ ચરણ હોય છે.

આત્મસાક્ષાત્કારી હસ્તીઓમાં મુક્ત ઈચ્છાઓનું સંપૂર્ણ સમર્પણ હોય છે. એ સમર્પણ અને જે કંઈ સત્ય છે, તેના ડહાપણનો સંપૂર્ણ સ્વીકાર હોય છે; એ જ ભીતરમાં રહેતી દિવ્યતા છે ઃ એ જ વ્યક્તિનો સાચો સ્વભાવ દિવ્યતા છે તદ્ઉપરાંત એ પોતાની અંદર રહેલી દિવ્યતાનો સંવેદનાત્મક સ્વીકાર છે; આ જે રીતે બૌધ્ધિક સમજણ છે, તેમાંથી નહીં, ભીતરમાં રહેલી દિવ્યતાની હૃદયમાં થયેલી સંવેદનાત્મક ઓળખની અનુભૂતિ છે. અંતે આ ઈન્દ્રિયોનું સમર્પણ છે; વાસ્તવિકતા જેવી છે તેવી જ રીતે તેને પોતાની ઈન્દ્રિયગમ્ય દ્રષ્ટિએ જોઈને તેનો સંપૂર્ણ સ્વીકાર છે, નહીં કે પોતાનું મન વાસ્તવિકતાનું જે અર્થઘટન કરે તે રીતે સ્વીકાર કરવો. આ તબક્કે વ્યક્તિ

155 નિરાકારને જોયેલાં સ્વરૂપોથી પર ગ્રહણ કરી શકે છે અને નિરાકારને દિવ્યતા તરીકે સ્વીકારે છે. આ તબક્કે વ્યક્તિ બ્રહ્માંડના ઈરાદા મુજબ તેની સાથે ચાલે છે અને વહે છે. તેમાં પોતાની કોઈ મરજી હોતી નથી.

એન્લાઇટેન્ડ હસ્તીઓ પહેલેથી જ બ્રહ્માંડને સમર્પિત હોય છે : બૌદ્ધિક રીતે, સંવેદનાત્મક રીતે અને તેમની ઈન્દ્રિયોથી તેમને પોતાની ઇચ્છાથી કશું પણ કરવાની સ્વતંત્રતા હોતી નથી. તેઓ જે કંઈ પણ કરે છે તે બ્રહ્માંડીય દિવ્યતાથી માર્ગદર્શીત હોય છે. એન્લાઇટેન્ડ હસ્તીઓ તેમની ભીતરની પોતાની દિવ્યતા પ્રત્યે પૂર્ણપણે જાગૃત હોય છે અને આ જાગૃતતા તેમની દરેક ક્રિયાઓને સંચાલિત કરે છે. તેમની જિંદગીનું મિશન બ્રહ્માંડીય ડહાપણથી માર્ગદર્શિત થયેલ હોય છે.

માસ્ટર આપણને ઘણી વાર કહે છે :

“તમારા બધા માટે ‘ભગવાન’ એક માત્ર ખ્યાલ છે; અને ‘હું’ હકીકત. મારા માટે ‘ભગવાન’ સત્ય છે; ભગવાન સત્ય અનુભૂતિ છે અને ‘હું’ માત્ર એક ખ્યાલ છે; તે હકીકત નથી.”

નિત્યાનંદ જ્યારે લગભગ નવ વરસના હતા અને અરુણાગીરી યોગીશ્વરને મળ્યા ત્યારે તેમના પોતાના આંતરિક સ્વભાવની પહેલી જાગૃતતા આવી. તેઓ અવતારી હસ્તી હોવાની પહેલી વખત જાણ થઈ અને પહેલી વખત તેમના જીવન મિશનની અણધારી માહિતી મળી.

તિરૂવન્નામલાઈમાં અરુણાચલાના મંદિરની અંદર અરુણાચલેશ્વર ભગવાનની છત્રછાયામાં મુખ્ય મંદિરની પાછળના ભાગમાં અરુણાગીરી યોગેશ્વરાની જીવસમાધી છે.

પાછળથી માસ્તરે અમારી સાથે વાત કરતી વખતે અરુણાગીરી યોગેશ્વરની સાથેનો પોતાનો અનુભવ, પ્રાચીન હિંદુ શાસ્ત્ર મુંડકા ઉપનિષદમાંથી બે પક્ષીઓના રૂપકનો ઉપયોગ કરીને નીચે મુજબ વર્ણવ્યો હતો :

બે પક્ષીઓ ઘણી બધી ડાળીઓ વાળા ફળોથી લદાયેલ વિશાળ વૃક્ષ પર બેઠાં હતાં. તેમાંનું એક પક્ષી સુંદર પીંછાવાળું સોનેરી રંગનું હતું. તેના મનમાં પવિત્ર શાંતિ હતી અને તે ઓછા ફળવાળી વૃક્ષની ઉપરની ડાળી પર બેઠેલું હતું. તે પોતાનો મોટાભાગનો સમય આજુબાજુના ફળોમાં રસ દેખાડયા વગર જ સ્થિર બેસીને વ્યતીત કરતું હતું. બીજું પક્ષી નાનું અને ચંચળ હતું; તે ખાવાના ફળોની શોધમાં સતત એક ડાળથી બીજી ડાળ પર કૂદાકૂદ કર્યા કરતું હતું.

બીજું જ્યારે મીઠા ફળનો સ્વાદ માણીને ખુશ થતું ત્યારે આનંદીત થઈને ચહેકી ઉઠતું. જ્યારે તેની ચાંચમાં કોઈ કડવું અથવા ખાટું ફળ આવી જતું- આવું વારંવાર બનતું ત્યારે તે ચીડીયો અવાજ કરતું અને નાખુશ દેખાતું. જેટલા વધારે કડવા ફળોનો સ્વાદ એટલું પક્ષી વધારે દુ:ખી થતું હતું. તેણે પોતાની જાતને કહ્યું કે આ ફળોમાં બિલકુલ આનંદ આવતો નથી અને આવી રીતે જીવવામાં કંઈજ મજા નથી.

પછી તેણે ઉપર જોયું તો, તેણે ત્યાં ઉપરની ડાળી પર દિવ્ય આનંદથી ભરપૂર સોનેરી પક્ષીને શાંત, સ્વસ્થ અને નિરાંતથી બેઠેલું જોયું. સોનેરી પક્ષી સમગ્ર વૃક્ષને પ્રકાશિત કરી રહ્યું હોય તેવું લાગતું હતું. નાનું પક્ષી તેને વધારે નજીકથી જોવા માટે ઉપર તરફ ઉડયું. ઉપર ઉડતાં ઉડતાં તેણે વચ્ચે ખૂબ જ રસવાળા મીઠાફળ જોયાં અને તેને લેવા માટે અટકયું. ફળો ખૂબ જ સ્વાદિષ્ટ હતાં અને તે વધારે ખાવા માટે ત્યાં જ રોકાઈ ગયું. પછી અમુક ફળો કડવાં અને ખાટાં નીકળ્યા એટલે તે પાછું દુ:ખી થઈ ગયું. તેણે ઊંચે જોયું તો ફરીથી તેને શાંત, સુખી અને નિરાંતે બેઠેલું સોનેરી પક્ષી દેખાયું. તે ફરી ઉપર જવા માટે ઉડ્યું.

તે ઉપર નીચે, ડાબી-જમણી બાજુ ઉડ્યું. દરેક વખતે તેણે સોનેરી પક્ષી જોયું અને તેની નજીક પહોંચવા લાગ્યું; પાછું તે પહેલાં ચાખેલાં મીઠાં ફળ ચાખવા માટે અટક્યું અને વધારે ખાવા માટે ગયું તો પાછા કડવાં અને ખાટાં ફળોનો સ્વાદ લેવો પડ્યો.

અને અંતે વૃક્ષની ટોચ પર જ્યાં સોનેરી પક્ષી બેઠું હતું ત્યાં પહોંચ્યું. તેણે એ પક્ષીને નજીકથી ધ્યાનથી જોયું તો એ ચોંકી ગયું કે આ સોનેરી પક્ષી બીજું કોઈ નથી પણ હું પોતે જ છું. તે વધારેને વધારે નજીક ગયું અને વધારે ખુશ થતું ગયું અને નિરાંત અનુભવતું ગયું. નાના પક્ષીને સોનેરી રંગના પક્ષી સાથે ગહન લાગણીનો અનુભવ થયો. એ પ્રેમ હતો : પ્રેમમાં પડવાનું નહોતું. પણ પ્રેમમાં ઉભરવાનું હતું, પ્રેમનો ઉદય હતો. તરત જ તેણે પોતાની ખોટી ઓળખ ગુમાવી દીધી અને સોનેરી પક્ષીમાં એકરૂપ થઈ ગયું.

નિત્યાનંદની લાગણીઓ પણ આવી જ હતી. જો કે તેમણે એ વખતે તેમની લાગણીઓ ઉપનિષદ્ના શબ્દોની જેમ વર્ણવી નહોતી. એ તેમની ભીતરની સ્વ-અનુભૂતિ હતી, જે એ વ્યક્તિ સાથેના જોડાણ માટેની કડી હતી. જેથી તેઓ કોઈપણ કારણ વિના જ એ વ્યક્તિ પ્રત્યે આટલા સઘન રીતે આકર્ષાયા હતા. એ એવું હતું કે જાણે તેમણે પોતાની જાતને જ જોઈ હોય, પોતાને જ યુવાન અજાણ્યા માણસ તરીકે જોયા હોય, જે વધારે સમય અજાણ્યા જેવા ના લાગ્યા હોય.

અરુણાગીરી યોગીશ્વર પહેલી વ્યક્તિ હતા, જેમણે નિત્યાનંદને પોતાની

પોતાની નવાઈ વચ્ચે નિત્યાનંદને આ બધા મોટી ઉંમરના માણસો વચ્ચે પોતે અલગ છે એવું લાગ્યું નહીં અને તેની સાથે એક સરખો જ વ્યવહાર કરવામાં આવ્યો. પહેલી વખત નિત્યાનંદને ભગવાં વસ્ત્રોના આનંદની અનુભૂતિ થઈ અને પોતે પણ આવા વસ્ત્રો પહેરવાની તીવ્ર ઈચ્છા અનુભવી.

નિત્યાનંદે અરુણાગીરી યોગીશ્વરને પૂછ્યું કે હું પણ ભગવો ઝભ્ભો પહેરી શકું. અરુણાગીરી યોગીશ્વરે બીજા બધાએ પહેર્યો હતો એવો ભગવો ઝભ્ભો નિત્યાનંદને આપ્યો અને તેણે તરત જ તે પહેરી લીધો. નિત્યાનંદ આજે પણ એ વડલા નીચે ઘણાં વરસ પહેલાં અરુણાગીરી યોગીશ્વરે આપેલો ભગવો ઝભ્ભો સંભાળીને સાચવીને રાખે છે.

આ ભગવો ઝભ્ભો આજે બિદાદી આશ્રમમાં છે, અને એ વાતની સાબિતી આપે છે કે જે કંઈ બની ગયું હતું એ કોઈ સ્વપ્ન અથવા નાના બાળકે જોડી કાઢેલો કાલ્પનિક કિસ્સો નહોતો પરંતુ હકીકત હતી.

નિત્યાનંદાએ યુવાન માસ્ટરને પૂછ્યું, “આ જગ્યા શું છે? આપણે ક્યાં છીએ?” અરુણાગીરી યોગીશ્વરે કહ્યું કે આ મારો આશ્રમ છે. મારું ઘર છે, એ જગ્યા એ જ્યાં મેં શીખવ્યું છે. પછી નિત્યાનંદે પૂછ્યું, “તો પછી હું જ્યારે તમને બોલાવું છું ત્યારે તમે આટલી ઝડપથી સ્મશાનમાં કેવી રીતે આવી શકો છો?” અરુણાગીરી યોગીશ્વરે કહ્યું, “એ કોઈ સમસ્યા નથી. હું તારી પાસે ઝડપથી પહોંચી શકું છું.”

અરુણાગીરી યોગીશ્વર એ દિવસે સાંજે છોકરાને મંદિરમાં પાછો લાવ્યા નિત્યાનંદાએ દરરોજ તેમને મળવાનું ચાલુ રાખ્યું. છોકરાને આ યુવાન વિષે કે જે માટે શિક્ષક અને ઋષિ અથવા યોગી હતા, જે આધ્યાત્મિક

છોકરાની અકળામણ જોઈને કુપ્પામ્માલ તેની તરફ હસી પડ્યા, તેણી એ પૂછ્યું, “તેઓ કેવી રીતે આવે? ક્યાંથી આવી શકે? અહીંયા રહેવા માટે કોઈ જગ્યા જ નથી. હોય તો મને બતાવ!"

છોકરો, એક કબર જેવી જગ્યા તરફ ગયો, સામાન્ય રીતે અરુણાગીરી યોગીશ્વર જ્યાંથી બહાર આવતા હતા એવું તેણે ધાર્યું હતું, એ સ્થાન પર પ્રવેશી શકાય એવી કોઈ ખુલ્લી જગ્યા ના જોઈને નિત્યાનંદ આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં માત્ર પથ્થરનો સ્લેબ હતો જે તેની નીચે પડેલાને ઢાંકતો હતો અને એ પથ્થર પર આકૃતિ કોતરેલી હતી. આ આકૃતિ પોતે જેને દરરોજ મળતો હતો એ અરુણગીરી યોગીશ્વર જેવી જ લાગતી હતી.

આઘાતથી ગુંચવાઈ જઈને, ડરી જઈને નિત્યાનંદાએ રડવાનું શરૂ કરી દીધું. તેને સમજાતું જ નહોતું કે શું બની રહ્યું છે. કુપ્પામ્માલ પોતાની સામાન્ય સમજણ અને છોકરાએ જે કંઈ કહ્યું હતું તેના સ્વીકારની વિરુધ્ધમાં પોતે જ કશું સમજી કે સ્વીકારી શકતી નહોતી. કદાચ તે સમજી ગઈ હતી, પરંતુ તે સમજી હતી તેનો સ્વીકાર કરી શકતી નહોતી. જે બની ગયું હતું તેનો ખુલાસો કરી શકતી નહોતી. નિત્યાનંદ બેકાબુ બનીને રડી રહ્યા હતા.

કુપ્પામ્માલે પૂછ્યું, “તેઓ કેવા દેખાતા હતા? તેમણે શું કર્યું હતું?” તને એ ક્યાં લઈ ગયા હતા? તેમણે શું કહ્યું હતું? તું એમની સાથે કેટલો સમય રહ્યો હતો? નિત્યાનંદે જે કંઈપણ બની ગયું હતું એ બધું જ તેને સમજાવ્યું. સ્મશાનમાં પહેલી વખત અરુણાગીરી યોગીશ્વર તેના તરફ આવતા કેવી રીતે દેખાયા, તેમણે છોકરો પોતાને કોઈપણ સમયે કેવી રીતે બોલાવી શકે છે, દરરોજ તેઓ કેવી રીતે મળતા હતા, તે તેને વિવિધ જગ્યાઓએ કેવી રીતે લઈ જતા હતા, વટવૃક્ષ વિષે, તેમની આસપાસના વૃધ્ધ માણસો વિષે માટે અને શું કહી રહ્યો છે. તેમણે છોકરાને ગર્ભગૃહમાંથી બહાર કાઢી મૂક્યો. છોકરાએ બૂમ પાડવાનું ચાલુ રાખ્યું, "સ્વામી, મહેરબાની કરીને બહાર આવો ! બહાર આવો !"

નિત્યાનંદને સમજણ ના પડી કે હવે યોગી શા માટે પ્રતિભાવ આપતાં નથી, પહેલાં જે રીતે બહાર આવતા હતા, એમ શા માટે આવતા નથી ? તે ખૂબ જ વ્યથિત હૃદયે પોતાને ઘેર જતા રહ્યા. તેના માટે આ સંવેદનાત્મક ઘડી હતી. એક સ્તરે એના મનમાં શાંતિ હતી કે તેમણે ગર્ભગૃહમાં યોગીને પોતાની તરફ મુસ્કુરાતા જોયા હતા. તેને ખુશી હતી કે તેણે તેમને બિલકુલ ગુમાવી દીધા નથી. બીજા સ્તરે એ મુંઝવણમાં હતો કે તેમણે તેને પ્રતિભાવ નહોતો આપ્યો.

છોકરાને નવાઈ લાગી કે શું ખોટું થયું છે ? શું મેં યોગી વિષે કુપ્પામ્માલને વાત કરીને ખોટું કર્યું છે ? શું એ વાત અમારા બંને, નિત્યાનંદ અને અરુણાગીરી યોગીશ્વરા વચ્ચેનું રહસ્ય હતું કે જેના વિષે બીજા કોઈને જાણ ના થવી જોઈએ ? શું મેં મારી બેદરકારીથી મારા મિત્રને ગુમાવી દીધા છે ? પછી ભલે તે અજ્ઞાનતામાં થઈ હોય. શું યોગી મારા પર ક્રોધિત થયા છે ? શું તેઓ મને મળવા ક્યારેય નહીં આવે ?

એ કરમાવી નાંખે તેવી પીડા હતી. પોતાની જાતનો હિસ્સો ગુમાવી દેવાની પીડા હતી; તેણે પહેલાં ક્યારેય નહીં અનુભવેલી પીડા હતી. તે બેકાબુ બનીને ડૂસકાં ભરી રહ્યા હતા. તેના ગાલ પર આંસુની ધારાઓ વહી રહી હતી. નિત્યાનંદ દોસ્ત ગુમાવી દીધા બદલ વિલાપ કરી રહ્યા હતા.

છોકરાએ આખી રાત માનસિક યાતનામાં તરફડીયા મારતાં મારતાં પસાર કરી. તેને લાગ્યું કે તે સવારે ઉઠી શકશે નહીં.

એ દિવસે નિત્યાનંદના બચપણનો અંત આવી ગયો. નિત્યાનંદનું ચાલવાનું, બીજા લોકો સાથે વાતચીત કરવાનું વધારે પુખ્ત બની ગયું. તેવી અનુભૂતિ અને પોતાના એન્લાઈટેન્મેન્ટ સાથે જ નિત્યાનંદ પૂર્ણ વિકસિત બની ગયા.

નિત્યાનંદ કહે છે :

"હું ખરેખર કોણ હતો તેના સાક્ષાત્કારની મારા માટે મોટે ભાગે એ પહેલી ક્ષણ હતી. એ મારો પહેલો આધ્યાત્મિક અનુભવ હતો, મારા આત્મ સાક્ષાત્કાર, એન્લાઈટેન્મેન્ટની પહેલી ક્ષણ હતી. એ ક્ષણ પછી મારા માટે કશું જ ગુમાવવાનું નહોતું. પછી મેં કંઈપણ ગુમાવી દીધું છે એ વિચાર ને જ ગુમાવી દીધો."

નિત્યાનંદને પાછળથી ભાન થયું કે જે વ્યક્તિ સાથે તે રમ્યા હતા, જેમની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, એ અરુણાગીરી યોગીશ્વરા બીજું કોઈ નહીં, પરંતુ ખુદ શિવ, અરુણાચલ પોતે જ હતા.

ઘણાં વરસો પછી બિદાદીના પોતાના આશ્રમમાં નિત્યાનંદ શિવને ફરીથી મળ્યા ! આ અનુભવનું વર્ણન આ જીવન કથાના હવે પછીના ભાગમાં કરવામાં આવશે.

નિત્યાનંદ, શિવે તેમને આપેલું ભગવું વસ્ત્ર તેની સાથે જોડાયેલી બધી જ યાદો સાથે જાળવી રાખે છે. તેમણે પોતાના બધાં જ પરિભ્રમણો, રઝળપાટ, તપસ્યાના આધ્યાત્મિક પ્રયત્નો દરમ્યાન આ વસ્ત્ર તેમની સાથે જ રાખ્યું હતું. આ ભગવુ વસ્ત્ર, બચપણથી લઈને તેમની જીંદગીમાં વિવિધ તબક્કે એન્લાઈટેન્મેન્ટના તબક્કા સુધી શું શું બન્યું તેનું સાક્ષી છે.

આ બનાવ પછી, નિત્યાનંદ ઉપર વિરક્તિની ભાવના, મોહમાં લપેટાયા

ભગવાન રમણ મહર્ષિ, એક વખત અરુણાચલ ઉપર ગયા હતા. એ વટવૃક્ષ વિષે તેઓ વાત કરે છે. રમણ કહે છે એ દિવસે તેઓ અરુણાચલ ઉપર ચાલી રહ્યા હતા. એ વખતે આ વટવૃક્ષ સુધી પહોંચી ગયા હતા અને તેમણે એક યુવાન યોગીને તેમનાથી ઉંમરમાં ઘણાં મોટાં શિષ્યોને વટવૃક્ષની નીચે ઉપદેશ આપતા જોયા હતા. ભગવાન રમણે આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીને શિવના જ અવતાર ભગવાન દક્ષિણામૂર્તિ સાથે જોડી દીધા હતા.

આ એજ વટવૃક્ષ છે, જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્તોત્રમ્‌માં ગાયું છે; જેની નીચે યુવાન છોકરાએ દક્ષિણ તરફ મ્હોં રાખીને વૃદ્ધ સાધુઓને ત્યાંની શાંતિમાં ઉપદેશ આપ્યો હતો.

રમણે કહ્યું છે કે કોઈપણ માણસ એ જગ્યાએ પોતાની ઇચ્છાથી જાતે જઈ શકતો નથી. પછી તેમણે કહ્યું છે કે જ્યારે મેં એ જગ્યાએ ફરી વખત જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમનો પગ મધપૂડામાં પડી ગયો હતો અને ગુસ્સે ભરાયેલી મધમાખીઓએ મારા પર હુમલો કર્યો હતો. રમણ આને પોતે એ જગ્યા ફરી વખતના જવું જોઈએ તેનો ઈશારો સમજ્યા હતા. પાછળથી રમણ મહર્ષિના શિષ્ય મુરુગનારે અમુક સાધકોના જૂથ સાથે આ વટવૃક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર જૂથ જે અરુણાચલ ટેકરીને ખૂબ સારી રીતે જાણતું હતું. તો પણ ભૂલું પડી ગયું હતું અને છેલ્લે તેમને પ્રયાસ છોડી દેવો પડ્યો અને જૂથને પાછા ફરી જવું પડ્યું હતું.

નિત્યાનંદ કહે છે :

“જ્યારે હું આ વટવૃક્ષ કે જેની નીચે યુવાન માસ્ટર પોતાની મોટી ઉંમરના શિષ્યોને અરૂણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપે છે, એવા ઉલ્લેખો જોઉં છું ત્યારે હું માની લઉં છું કે તેઓ શંભાલા સપ્તર્ષિઓના સામ્રાજ્યના ઉલ્લેખ કરે છે. જે બ્રહ્માંડીય શક્તિના કેન્દ્રો છે.”

તપોવન જવા માટે આગળ ઉપર તરફ ચડવું પડે છે. તપોવન સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી કે માર્ગમાં કોઈ આશ્રય સ્થાન નથી. જો કે ગૌમુખમાં એક આશ્રમ અને લશ્કરના અમુક તંબુઓ છે. તપોવનમાં કશું જ નથી, કોઈ જ નથી. જે સાધુઓ, સંન્યાસીઓ કે યોગીઓ ત્યાં રહે છે, તેમના માટે ઘાતક શિયાળામાં જાનલેવા બની જતાં તત્વો સામે રક્ષણ મેળવવા માટેનું કોઈ જ સાધન નથી. તપોવન સુધી યાત્રા કરવા માટે અને ત્યાં રહેવા માટે, ત્યાંની આબોહવાને અનુકૂળ થવા માટે પહેલાં નીચેના સ્તરોએ જેવાં કે ગંગોત્રી અને ગૌમુખ ઉપર વધારાનો સમય રોકાવું પડે છે અને પછી જ ઉપર જઈ શકાય છે.

નિત્યાનંદ જ્યારે તેમના તપોવન નિવાસનું વર્ણન કરે છે, ત્યારે કહે છે કે, તેઓ ગુફાઓમાં રહ્યા હતા અને ઠંડીથી બચવા માટે શણના કોથળા અને કાગળની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. તેઓ સમજાવે છે કે તપોવન પૃથ્વીમાંથી, આપણી દુનિયામાંથી કોઈપણ અભૌતિક સ્થળે, સ્વર્ગીય સ્થળે સંબંધ સ્થાપિત કરવાનું સ્થાન છે. જ્યાંથી બ્રહ્માંડીય શક્તિ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. નિત્યાનંદ કહે છે કે આ એ જ શક્તિ છે, પ્રજ્ઞા છે, જેનો આપણે ભગવાન, દિવ્યતા વગેરે સ્વરૂપે ઉલ્લેખ કરીએ છીએ. આ એ શક્તિ છે જે આપણી પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. ‘શંભાલા’ શબ્દનો આ શક્તિ સ્થળ તરીકે ઉલ્લેખ અને સમર્ષિઓનો ઉલ્લેખ ડહાપણની શક્તિ તરીકે કરવામાં આવે છે, નિત્યાનંદ આ શબ્દોનો, અભૌતિક સ્થાનો અને સૂક્ષ્મ હસ્તીઓનો ઉલ્લેખ આ શબ્દોનો ઉપયોગ કરીને કહે છે, આ સ્થાન અને આ હસ્તી ખરેખર હકીકત છે. પરમહંસ યોગનંદા પોતાના પુસ્તક ‘ઓટોગ્રાફી ઓફ યોગી’માં, અભૌતિક સ્થાનોમાં થયેલા તેમના માસ્ટર યુક્તેશ્વરના અનુભવનું વર્ણન કરે છે.

માસ્ટર સાથેના આપણા હાલના તાજા અનુભવોમાંથી આપણે જાણીએ છે. એ સ્વયં શિવ જ છે.

અરુણાગીરી યોગીશ્વરા સાથેના આ અનુભવે યુવાન નિત્યાનંદમાં ‘અદ્વૈત’ના અનુભવ માટેની તલપ અને રસ પેદા કર્યા હતા. નિત્યાનંદના આધ્યાત્મિક રસની શરૂઆત ખૂબ જ નાની ઉંમરના દેવ-દેવીઓની મૂર્તિઓને શણગારવાથી અને તેની સાથે રમવા સાથે થઈ હતી. તેઓ જ્યારે હવામાં અધ્ધર રહી શકતા યોગીને મળ્યા ત્યારે તેમને અસાધારણ યોગીક અનુભવોની ઓળખાણ કરાવવામાં આવી હતી. જ્ઞાનના માર્ગ માટે કુપ્પામ્માલ સાથે ઓળખાણ કરાવાઈ હતી. અરુણાગીરી યોગીશ્વરા સાથે તેમણે પોતાની આંતરિક જાત માટેનો અનુભવ પહેલી વખત કર્યો હતો. આ પ્રસંગે તેમનામાં વિવિધ પરિમાણની આધ્યાત્મિક આતુરતાની તરસ જગાવી હતી.

અરુણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી નિત્યાનંદાએ જીવ સમાધિ પર વધુને વધુ સમય ગાળવાનું શરૂ કરી દીધું હતું. સ્મશાનની જે જગ્યામાં માસ્ટરનું શરીર સાચવી રાખવામાં આવ્યું હતું, તે હજારો વરસ સુધી સતત શક્તિના તરંગો પ્રસારિત કરતું રહે છે. શરીર બધી જ યાદો સાથે રાખે છે. કોઈ શરીર વગર વિચારી શકે જ નહીં. આપણે માનીએ છીએ તેમ શરીર માત્ર ભૌતિક પદાર્થ નથી, અને મન આપણે માનીએ છીએ તેમ માત્ર યાદોનું સંગ્રહસ્થાન નથી. શરીર અને મન બંને યાદો જ છે. જો કોઈ યાદો બદલી શકે, તો શરીરને પણ બદલી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટરોની યાદો તીક્ષ્ણ, પવિત્ર અને શક્તિશાળી હોય છે. આ યાદોને જાળવી રાખવા માટે જ તેમના શરીરનું દહન કરવાને બદલે તેને દફનાવવામાં આવે છે. બીજી બાજુ સામાન્ય લોકોની યાદો, સંસ્કારોથી ભરેલી હોય છે. માટે જ તેમના શરીરોને બાળી નાંખવામાં આવે છે, જેથી તેમના આ સંસ્કારો ભૂતપ્રેત બનીને જીવતા લોકોને પરેશાન ના કરી શકે અને બીજે ઉલ્લેખ કર્યો છે તે

મુંડકોપનિષદ્દમાંની બે પક્ષીઓની

વાર્તાની પૃષ્ઠભૂમિકા

ત્રીજો મુંડકા પહેલો ખંડ

દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનં વૃક્ષં પરિષ્વસ્વજાતે તયોરણ્ય:
પિપ્પલં સ્વાદ્વત્તનશ્નન્નન્યો અભીચાકશીતિ ॥૧॥

સમાને વૃક્ષે પુરુષો નિમગ્નોડનીશયા શોચતિ મુહ્યમાન: ।
જુષ્ટં યદા પશ્યત્યન્યમીશમસ્ય મહિમાનમિતિ વીતશોક : ॥૨॥

બે પક્ષીઓ સાથે રહેતાં એકબીજાના મિત્રો હતા. એક જ વૃક્ષ પર સાથે જ બેસતા હતા. બેમાંથી એક વૃક્ષના મીઠાં ફળો ખાતું હતું. પરંતુ બીજું ખાધા વગર તેને જોયા કરતું હતું. બે પક્ષીઓ જીવ (આત્મા) અને ઈશ્વર (બ્રહ્મ) હતા. બંને વૃક્ષ માટે સ્વતંત્ર અસ્તિત્વ હતા. તેઓ પ્રતિબિંબરૂપે અને પ્રારંભથી જ એક હોય તે રીતે અસ્તિત્વ ધરાવતા હતા. તેઓ બંને પોતાની જાતે દરેક વ્યક્તિમાં વિવિધ રીતે પ્રગટ થતા હતા. જીવની લાક્ષણિકતાઓમાંથી ઈશ્વરના સ્વભાવની ધારણા કરવી શક્ય હતી અને ઈશ્વરના સ્વભાવમાંથી જીવની સંભાવનાઓ કરવી શક્ય હતી. જીવ અને ઈશ્વર બંનેનો સામાન્ય મુલાધાર બ્રહ્મ છે. જે બંનેની વાસ્તવિકતા છે. શરીરને વૃક્ષ સાથે સરખાવ્યું છે, કારણ કે તેને વૃક્ષની જેમ કાપી શકાય છે. આ વૃક્ષને ક્ષેત્ર પણ કહેવાય છે અથવા એ ક્ષેત્રજ્ઞની ક્રિયા અને પ્રગટીકરણનું ક્ષેત્ર છે અને એ જ થઈ ગયેલી ક્રિયાઓનું ફળ છે.

ઈશ્વરમાંથી જીવને અલગ કરનાર એક માત્ર મન જ છે. હકીકતમાં મન પોતે જ જીવને આકાર આપે છે. જીવ જ અવિદ્યા, કામ અને કર્મથી અસરગ્રસ્ત બને છે. આ બંધન કરતાં પાસાંઓના ચેતનાનાં સંયોજનને કારણે તેણે તેની ક્રિયાઓના પરિણામોનો અનુભવ કરવો પડે છે; એટલે તેને કોઈ ક્રિયા કરવી પડતી નથી અને તેથી તેને ક્રિયાઓના પરિણામોનો અનુભવ હોતો નથી.

જીવ જે ફળો ભોગવે છે તે સુખ અને દુઃખ વગેરેનો સ્વભાવ હોય છે. આ બધા સંબંધિત અનુભવો એ અ-ભેદમાંથી જન્મેલા હોય છે. ઈશ્વરનો અનુભવ સનાતન અને શુદ્ધતા, જ્ઞાન અને સ્વતંત્રતાનો સ્વભાવ છે. સંબંધિત અનુભવ રાજસ્ (રજોગુણ)ની હાજરીની અસર હોય છે, પરંતુ ઈશ્વરની લાક્ષણિકતા સત્ય છે, આને લીધે, તેના માટે ઈન્દ્રિયગમ્ય અનુભવ હોતો નથી. હકીકતમાં તે ક્રિયાઓનો કર્તા અને ક્રિયાઓનું પરિણામ બંને છે, ઈશ્વરની કામગીરી તેના અસ્તિત્વમાં હોય છે. તેના અસ્તિત્વનું મૂલ્ય સમગ્ર બ્રહ્માંડની પ્રવૃત્તિઓ કરતાં પણ વધારે હોય છે. તેનું અસ્તિત્વ જ સમગ્ર બ્રહ્માંડના પ્રગટીકરણને ગતિ આપે છે.

આ જ વૃક્ષમાં વ્યક્તિ (પક્ષી) ભ્રમ અને અસહાયતાના કારણે ઘેરી વ્યથામાં આવી જાય છે. તે જ્યારે બીજા (પક્ષી) ને, આરાધ્ય માલિકને જુએ છે ત્યારે તેને પોતાની ભવ્યતાનું ભાન થાય છે અને દુઃખોમાંથી મુક્તિ મેળવે છે.

જીવની વ્યથા, ભૂતકાળમાં કરેલ ડહાપણ વગરના કૃત્યોની અસરોના સ્વરૂપો સાથે તેને પુષ્ટિકર્તા બનીને રહેવાની અશક્તિનું પરિણામ હોય છે. આવા વગર વિચારી કૃત્યો નિઃશંકપણે તેને સંબંધિત પરિણામો તરફ દોરી જાય છે અને આ કૃત્યો સત્યના નિયમો સાથે લયબધ્ધ હોતાં નથી; તે પીડાકારક અનુભવોના સ્વરૂપે વ્યક્તિને યાતના આપે છે. સંબંધિત અનુભવ વગર વ્યક્તિ જીવી શકે નહીં અને દરેક અનુભવ ડહાપણની ઉણપે પેદા કરેલો હોય છે, તેથી જૂના પીડાના જથ્થામાં તેની પીડાઓમાં ઉમેરો થતો જાય છે.

આવી રીતે સર્વોચ્ચ બિંદુએથી વ્યક્તિના અનુભવોની સળંગતા માત્ર ઘેરી વ્યથા જ હોય છે. પોતાની વાસનાઓ અને કર્મોના સ્વરૂપોના બંધનને કારણે જીવ અસહાયતા, ગૂંચવણો અને નિઃસહાયતા અનુભવે છે.