પ્રકરણ - ૩: પરમહંસનો સાક્ષાત્કાર થાય છે
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
અવતાર અને પરમહંસ તિરુવન્નામલાઈમાં જન્મે છે : સચેત જન્મની કથા
મહાન પર્વત અરૂણાચલની ભવ્યતા અને જ્યોતિર્લીંગ અરૂણાચલેશ્વરના પવિત્ર શક્તિ કેન્દ્રમાં નિત્યાનંદ અરૂણાચલમ્ અને લોકનાયકીના બીજા બાળક તરીકે જન્મ્યા.
નિત્યાનંદ તેમના સચેત જન્મને યાદ કરતાં કહે છે :
અંધારૂં પણ નહોતું કે સંપૂર્ણ પ્રકાશ પણ નહોતો; સંદિગ્ધ રંગથી પૃથ્વી ઘેરાયેલી હતી. એકાએક એક વિસ્તારમાં તેજસ્વી પ્રકાશ દેખાયો જેને હવે હું દક્ષિણ ભારત તરીકે જોઉં છું. એ દેદીપ્યમાન પ્રકાશમાં ઝળહળાટ કરતા ખરતા તારાના સ્વરૂપમાં પ્રવેશ્યો. બીજી જ ક્ષણે મેં મારી અંતર્દૃષ્ટિથી અરૂણાચલને ધારી લીધો. અને મેં ફરી એક વખત શરીર ધારણ કર્યું. હું મારી માતાના ગર્ભમાં દાખલ થયો.
નિત્યાનંદની માતાએ શોધી કાઢ્યું કે તે જ્યારે તિરૂપતિના પવિત્ર શહેરની યાત્રા પર હતી, ત્યારે તેની સાથે તેનું બીજું બાળક હતું. તે બિમાર હતી અને ડોક્ટરે તેને તપાસીને કહ્યું કે તેણી સગર્ભા છે. આવી રીતે ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ વેન્કટેશ્વરા સાથેનો નિત્યાનંદનો સંબંધ તેના જન્મ પહેલાં જ તિરૂપતિમાં જોડાયો હતો. તેની માતાને પહેલા ખોળે દીકરો હતો. એટલે તેની ઈચ્છા દીકરી અવતરે તેવી હતી અને જ્યારે બીજો પણ દીકરો જન્મ્યો, ત્યારે તે થોડી નિરાશ થઈ ગઈ હતી !
નિત્યાનંદનો જન્મ, દક્ષિણ ભારતમાં તિરુવન્નામલાઈના પવિત્ર શહેરમાં ૧૯૭૮માં જાન્યુઆરીની પહેલી તારીખે થયો હતો. સ્થાનિક રિવાજ મુજબ તેનું નામ તેના નાનાજી રાજશેખર પરથી પાડવામાં આવ્યું હતું. નામમાં
આ ખ્યાલે, એવા ઘણાં લોકો જે પસંદગી કરવા બાબતમાં દોષ ભાવનાની લાગણી અનુભવતા હતા એમની એ લાગણી દુર કરીને નિત્યાનંદાએ તેમની જીંદગીનું રૂપાંતરણ કર્યુ છે.
મહાભારતમાં, માર્કન્ડેય ઋષિએ યુધિષ્ઠિરને એક સુંદર વાર્તા કહી છે :
એક કૌશિક નામનો સંન્યાસી હતો, જેણે અલૌકિક અને ભક્તિભાવ ભર્યા સાધુ તરીકેની આધ્યાત્મિક જિંદગી જીવવાની તૈયારી માટે બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી.
એક દિવસ એ એક વૃક્ષની નીચે બેસીને મંત્રોનો જાપ કરતો હતો. એવામાં એક બગલો એ વૃક્ષ ઉપર આવીને બેઠો અને તેના માથા પર ચરક્યો. કૌશિકે ઉંચે એ બગલા સામે નજર કરી અને તેની ગુસ્સા ભરી નજરથી બગલો મરી ગયો અને નીચે પડ્યો.
બગલાને મરેલી હાલતમાં નીચે પડેલો જોઈને કૌશિકને ઘણું દુઃખ થયું. તેને અફસોસ થયો કે તેના મનમાં પેદા થયેલ રાક્ષસી વિચારે, એક ક્ષણના ગુસ્સામાં એક નિર્દોષ પક્ષીનો જીવ લીધો.
થોડા સમય પછી તેને ભૂખ લાગી અને તેની આધ્યાત્મિક શિસ્ત મુજબ ભિક્ષા લેવા ગામમાં ગયો. તે ભિક્ષા લેવા માટે એક ઘરના દરવાજે ઊભો રહ્યો.
એ જ સમયે ઘરધણી થાકેલો અને ભૂખ્યો ઘરે આવ્યો અને તેની પત્ની તેના પગ ધોવામાં અને તેને જમાડવાનાં કામમાં લાગી ગઈ. કૌશિકે વિચાર્યું કે તેણી તેનું કામ પતાવ્યા પછી પોતાને ભિક્ષા આપશે એ આશામાં રાહ જોવા લાગ્યો. મિથિલા નગરીમાં જાવ અને ત્યાં રહેતા ધર્મવ્યાધ પાસેથી યોગ્ય જીવન જીવવાના રહસ્યનું જ્ઞાન મેળવો.’
કૌશિક આશ્ચર્ય પામી ગયો. તેણે કહ્યું, “હું તમારી સલાહનો હક્કદાર છું અને તે મારા સારા માટે છે. ભગવાન તમારું કલ્યાણ કરે.”
આમ બોલીને તે મિથિલા તરફ ચાલ્યો ગયો.
કૌશિક મિથિલા પહોંચ્યા અને ધર્મવ્યાધની તપાસ કરી, તેને એમ હતું કે તે કોઈ સામાન્ય જિંદગીની ધાંધલ-ધમાલ ભરેલી જીંદગીથી દૂર એકાંતમાં એકાદ આશ્રમમાં રહેતા હશે.
તે આ મહાન શહેરના સુંદર મકાનો વચ્ચે આવેલા અદ્ભૂત રસ્તાઓ અને બગીચાઓ વચ્ચે ચાલવા લાગ્યો અને એક કસાઈની દુકાન પર પહોંચ્યો, જ્યાં એક માણસ માંસ વેચી રહ્યો હતો. તેની નવાઈની હદ તો ત્યારે આવી ગઈ, જ્યારે તેણે જાણ્યું કે આ કસાઈ જ ધર્મવ્યાધ છે.
કૌશિક અતિશય આઘાત પામી ગયો અને સખત સૂગ ચડવાને લીધે દૂર ઊભો રહી ગયો. કસાઈ તરત જ પોતાની બેઠક પરથી ઊભો થયો અને કૌશિક પાસે આવીને પૂછ્યું, “આદરણીય સ્વામી આપ સારા છો ને? શું તમને પેલી પતિવ્રતા સન્નારીએ મારી પાસે મોકલ્યા છે?
કૌશિક વિસ્મયથી દિગ્મૂઢ બની ગયો.
“આદરણીય મહાત્મા, હું જાણું છું કે આપ મારી પાસે શા માટે પધાર્યા છો. ચાલો આપણે ઘરમાં જઈએ.” આમ કહીને કસાઈ તેને પોતાના ઘરમાં લઈ ગયો, જ્યાં કૌશિકે એક સુખી કુટુંબ જોયું અને કસાઈને પોતાના માતા
કોઈ દ્વૈત નહોતું. અનુભવ, અંધારાથી અંધારું છવાયેલું હોય અને પ્રકાશ, પ્રકાશથી છવાયેલો હોય તેવો હતો. તે શુધ્ધ ચેતના હતી; તે જીવંત શક્તિ હતી. તે શુધ્ધ ચેતના હતી સત્, ચિત, આનંદ. શુધ્ધ ચેતના આવી હોય છે: તે આવી જ હોવી જોઈએ. તે જીવંત (સત્) છે, તે જાણે છે અને તે જીવંત દિવ્યઆનંદ (આનંદ) માં છે; આવી રીતે તે સત્ ચિત આનંદ છે.
નિત્યાનંદ તેમની જન્મ પ્રક્રિયાનું વર્ણન ત્રણ ક્ષણોના ત્રણ દ્રશ્યોમાં કરે છે. પહેલું દ્રશ્ય હતું, દક્ષિણ ભારતમાં એક જગ્યામાંથી ઉદ્ભવતી જ્યોતના પ્રકાશને ગ્રહણ કરવો. બીજુ દ્રશ્ય હતું, પોતે શક્તિરૂપે એ પ્રકાશમાં તરી રહ્યા હતા. ત્રીજું દ્રશ્ય હતું, અરુણાચલ પર્વત અને તિરુવન્નામલાઈના દેવતાની સચેત જાગૃતતા તે જાણી ગયા હતા કે પોતે આવી પહોંચ્યા છે.
જ્યારે જીવ, બીજા શરીર માટે જૂનું શરીર છોડે છે, ત્યારે બીજું શરીર શોધવા માટે તેની પાસે ત્રણ ક્ષણો હોય છે. આત્મા, શિશુનું શરીર દુનિયામાં પ્રવેશે તે પહેલાં જ નવા શરીરમાં પ્રવેશ કરે છે, શરીર માનું ગર્ભાશય છોડે તે પહેલાં જ આ સમય બિંદુ સુધી ગર્ભસ્થ શિશુનું શરીર માતાની જીવન શક્તિનો ભાગ હોય છે; તેને તેની પોતાની જીવન શક્તિ હોતી નથી.
નિત્યાનંદે તેમના જન્મ પહેલાંની આ ત્રણ ક્ષણોના ત્રણ દ્રશ્યોનું વર્ણન કર્યું છે હિંદુ ખ્યાલ મુજબ ક્ષણ સમય વિષેનો ખ્યાલ છે. જે લોકોના હલનચલનથી માપી શકાય તેવું આંકડાકીય માપ નથી. ક્ષણ બે વિચારો વચ્ચેનો સમય છે અને મનની સ્થિતિ પર આધારિત છે. જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. જીવ પોતાના ભૂતકાળના સંસ્કારોના આધારે શરીર પસંદ કરે છે. એન્લાઈટેન્ડ આત્માના કિસ્સામાં જેને શેષ સંસ્કારો હોતા નથી, તે અસ્તિત્વ છે, પરાશક્તિ નક્કી કરે છે કે તેણે ક્યાં જવાનું છે જે જીવો સંસ્કારો સાથે હોય છે તે બધા જ કિસ્સામાં, તે પૂર્વ
જ્યારે આવી શુભ શક્તિ પૃથ્વી પર પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી તેની ઉજવણી કરે છે, સમગ્ર અસ્તિત્વ તેની ઉજવણી કરે છે. માટે જ કહેવાય છે કે જ્યારે કૃષ્ણાનો જન્મ થયો હતો ત્યારે દેવી-દેવતાઓએ આશીર્વાદ વરસાવ્યા હતા અને ઉજવણીમાં નૃત્ય કર્યું હતું. નિત્યાનંદનો જન્મ દિવસ આખી દુનિયા દરેક વરસે ઉજવે છે, તે નવા વરસનો દિવસ છે !
માસ્ટરના જન્મ વખતે, શક્તિને ધરતી પર ઉતારવા માટે સામૂહિક ચેતનાના સ્તરમાં એક છિદ્ર પાડવામાં આવે છે. જ્યારે આવો માર્ગ ખુલ્લો કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ સામૂહિક ચેતનામાં પાછા ફરવા માટે પણ થઈ શકે છે. માટે જ માસ્ટરનો જન્મ દિવસ માંગલિક હોય છે અને તેને જયંતી કહેવામાં આવે છે. આ જયંતી શબ્દનો અર્થ છે, ‘તે આવ્યા, પૃથ્વીની મુલાકાત લીધી અને તે જાય છે.’ આ મંગલ દિવસે માસ્ટરની નિરાકાર શક્તિ પર ધ્યાન કરવાથી માણસને સામૂહિક ચેતનાની ઝાંખી થાય છે અને તેને તેની સાથે એકાત્મક્તા અનુભવવાની તક મળે છે.
મેં નિત્યાનંદના જન્મ વિષે તેમની માતાને પૂછ્યું ત્યારે તેણે મુસ્કુરાઈને કહ્યું, “તે મોટું બાળક હતું પરંતુ સરળ અને પીડારહિત પ્રસૂતિ થઈ હતી.”
પોતાના જીવનમુક્તિ પહેલાનાં આ વર્ષોમાં તેઓ શ્રી આ પૃથ્વીમાં લોકોને જાગૃત અને સ્વસ્થ રીતે મળતા હતાં. અસ્તિત્વએ તેમને માટે નિર્માણ કર્યું હતું, તે મુજબ તેમના જન્મ સાથે આવેલ સત્વગુણને તપ અને પરિવ્રજકા દ્વારા ખેરવતાં ગયા.
નિત્યાનંદનો જન્મ, તામિલનાડુમાં ધાર્મિક લોકોની સૈવા વેલ્લાલા જાતિમાં થયો હતો. આ જાતિમાં લોકો ચાર પેટા જાતિઓ, નયનાર, ચેટ્ટીયાર, મુદલીયાર અને પિલ્લૈઈમાર તરીકે ઓળખાય છે. આપણે જ્યારે નિત્યાનંદ
બાળક સાધુ બને; આવું જ નિત્યાનંદના મા-બાપનું હતું. તેમનો દિકરો સંસાર ત્યાગીને સાધુ બની જાય તેવું એ લોકો ઈચ્છતા નહોતા. બધા જ સામાન્ય મા-બાપોની જેમ તેઓ પણ ઈચ્છતા હતા કે તેમના સંતાન દ્વારા તેમનો વંશ-વેલો વિસ્તરે અને આવું કદાચ નહીં બને તે જાણ્યા પછી તેઓ ઘણા ચિંતિત રહેતા હતા.
તેઓ પંડિત પાસેથી જાણવા માગતા હતા કે કોઈ ધાર્મિક વિધિઓ અને પૂજા-વ્રત વગેરે કરવાથી છોકરાને સંન્યાસી બનતો અટકાવી શકાય કે નહીં. પંડિતે કબૂલ કર્યું કે પોતાનું ભવિષ્ય કથન સાચું પડતું રોકી શકાય એવી કોઈ રીતો તે જાણતાં નથી. તેમ છતાં તેમણે સૂચન કર્યું કે જે અનિવાર્ય છે તેને મોડું કરવાની આશા માટે બાળકને આ બાબતની જાણ ના થવા દેવી.
ઘણાં વરસો પહેલાં, નિત્યાનંદના પરદાદા કુમારા સ્વામી ચેટ્ટીયાર એક એન્લાઇટેન્ડ માસ્ટરને મળ્યા હતા અને આધ્યાત્મિક અનુભવ કર્યો હતો. તેમણે જ્યારે સાંસારિક જીવનનો ત્યાગ કરવાનું નક્કી કર્યું ત્યારે, તેમણે પોતાની માલિકીની બધી જ ભૌતિક ચીજો ઝવેરાત સુધ્ધાં ઘરની બહાર શેરીમાં ફેંકી દીધા હતા. જેથી ત્યાંથી પસાર થનાર કોઈપણ વ્યક્તિ તે લઈ જઈ શકે. તેમણે ગૃહત્યાગ કરી દીધો હતો અને તિરૂવન્નામલાઈમાં ભૂમન્ડાકોલાના સ્મશાનની બાજુમાં નિવાસ કર્યો હતો પછી તેઓ વારાણસીની યાત્રાએ ગયા હતા અને ત્યાં જ દેહત્યાગ કર્યો હતો.
એક વખત એક ભિક્ષુક ફરતા ફરતા કુમારાસ્વામીના ઘરે ભિક્ષા માગવા આવ્યા હતા. ઘરની એક સ્ત્રી જેવી એ સાધુને ભિક્ષા આપવા બહાર જવા લાગી એવું જ ઘરમાંથી કોઈએ કટાક્ષ મય શબ્દોમાં બૂમ પાડીને કહ્યું કે શારીરિક રીતે તંદુરસ્ત લોકોએ મહેનત કરીને કમાવું જોઈએ, ભીખ માગવી ના જોઈએ. આ સાંભળીને એ ભિક્ષુક ભિક્ષા લીધા વગર જ ત્યાંથી ચાલતા હોય છે. તેઓ તેના આગળના જન્મમાં એન્લાઈટેન્ડ નથી થયા હોતા, પરંતુ તેની નજીક પહોંચી ગયા હોય છે; તેઓ એન્લાઈટેન્ડ માસ્ટરોના સંપર્કમાં આવ્યા હોય છે, પરંતુ એક અથવા બીજા કારણે બસ ચૂકી ગયા હોય છે. આવા જૂજ જીવો આ જન્મમાં અંતે મુક્તિ, એન્લાઈટેન્મેન્ટ, મોક્ષ અથવા દિવ્યતા સાથે એકરૂપ થવાનાં, કોસ્મિક શક્તિ સાથે એકરૂપ થવાના આ અનુભવને-તમે ગમે તે નામ આપી શકે છો, તેને પ્રાપ્ત કરે છે અને જીવનમુક્ત આત્મા નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરે છે.
જીવન મુક્ત, અવતાર કરતાં અલગ છે. જીવન મુક્તનો સચેત જન્મ હોતો નથી. તે આપણાં બધાંની જેમ જ જન્મે છે અને આપણી જેમ જ આખી જિંદગી સંઘર્ષ કરે છે. તે પૃથ્વી પર તેની સાચી દિવ્યતાની જાગૃતતા સાથે આવતો નથી. તેને તેની અંદરની દિવ્યતાના અનુભવ માટે જ્ઞાન, ભક્તિ અથવા ધ્યાનની સાધના કરવી પડે છે.
અવતારો, તેમની અંદરની દિવ્યતાના સંપૂર્ણ ભાન સાથે જ સચેત જન્મ લે છે. તેઓ પણ સાધના કરે છે. તેમ છતાં, આ આધ્યાત્મિક પ્રવૃત્તિ તેમની પોતાની દિવ્યતામાંથી ઉદ્ભવે છે, નહીં કે તેમની પૂર્વ જરૂરીયાતોમાંથી. સાધના, તેમની જાગૃતતાના સાક્ષીપણાનો ભાગ હોય છે; કોઈપણ જાતની મંઝિલની વ્યાખ્યા વગરની યાત્રાનો ભાગ હોય છે.
આપણે આ સમજવાની જરૂર છે; અવતારો પહેલે થી જ એન્લાઈટેન્ડ આત્માઓ છે, જે કોસ્મિક શક્તિએ તેમને માટે નક્કી કરેલ મિશન સાથે જ આ પૃથ્વી પર અવતરે છે. આ બાબતમાં તેમની કોઈ પસંદગી નથી હોતી. આમાં એવું છે કે જો આ એન્લાઈટેન્ડ જીવોની શક્તિ, સંજોગોના સંયોજનથી પૃથ્વીમાં ચૂસાય છે, તો આ બાબતમાં કોસ્મિક શક્તિ નક્કી કરે છે કે આ એન્લાટેન્ડ આત્માઓની શક્તિ પૃથ્વી પર માનવ જાત માટે મૂલ્યવાન હશે.
અવતારો પુરાણ કથાના હંસો જેવા, પરમહંસો છે. આ પક્ષીઓનો જન્મ, સચેત જન્મ હોય છે. પરમહંસો અવતારો છે, જે સંપૂર્ણ જાગૃતતા સાથે સંપૂર્ણ ભાન સાથે અને ઉડવા માટે પૂર્ણ સચેતરૂપે પૃથ્વી પર આવે છે.
બીજી બાજુ જીવન મુક્તો, ગલુડિયાં, વાછરડાં અને નવજાત શિશુની જેમ આવે છે. જેઓ સંઘર્ષ કરે છે. ઊભા થાય છે અને ચાલવા લાગે છે. બીજાં ગલુડિયાં, વાછરડાં અને માણસોની જેમજ અંતે, પરમહંસોની જેમજ ઉડવું અને તેમના સ્તરે ભાન થવું અસંભાવ્ય છે. દિવ્યતાના અનુભવના સ્તરે જીવનમુક્તિ અને પરમહંસ બન્ને એક જ સ્થિતિએ પહોંચે છે; એન્લાઈટેન્મેન્ટમાં કોઈપણ તફાવત હોતો નથી. તેમની બન્ને વચ્ચે શરૂઆતના બિંદુનો તફાવત હોય છે, જે પરમહંસના સચેત જન્મનો છે. પરમહંસોને એન્લાઈટેન્મેન્ટ માટે સાધના અને તપ કરવાની જરૂર પડતી નથી; તેઓ જન્મથી જ એન્લાઈટેન્ડ હોય છે. તેમની સાધના અને તપ માત્ર બીજા લોકોને પ્રેરણા આપવા માટે અને બીજા આધ્યાત્મિક સાધકોના એન્લાઈટેન્મેન્ટના વ્યક્તિગત માર્ગમાં માર્ગદર્શન આપવા માટે હોય છે.
તમને કદાચ જાણવાની ઉત્સુકતા થતી હશે કે આપણે કૂતરા છીએ કે હંસ તે કેવી રીતે જાણી શકીએ !
નિત્યાનંદને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, 'જો તમે પહેલેથી જ હંસ હોત તો તમારે અહીં આવવાની જરૂરત જ ના હોત. તમારે અહીં આવવા માટે પણ કૂતરા હોવું જરૂરી છે ! નહીંતર તમે આટલે દૂર સુધી આ પૂછવા માટે અહીં આવ્યા જ ન હોત. જો તમે હંસ હોત તો તમારે પૂછવું જ ના પડત; તમને પોતાને જ બસ એમજ જાણ થઈ ગઈ હોત ! દેવી તરીકે અને ક્યારેક વિવિધ સ્વરૂપોવાળા વિષ્ણુ CEO ના રૂપમાં જોયા છે !
તેમને કોઈ એક સ્વરૂપમાં બાંધવા અશક્ય છે. તે કહે છે, “મને કોઈ એક સ્વરૂપમાં બાંધવાથી કે કોઈ એક પાસામાં જકડી રાખવો એટલે મને મૃત માસ્ટરમાં બદલી નાંખવા જેવું છે. હું જીવંત છું અને દરેક ક્ષણે બદલાતો રહું છું.”
આ માસ્ટરમાં જો કોઈ ચોક્કસતા હોય તો તે એક માત્ર છે અને તે છે તેની અચોક્કસતા ! તેઓ વારંવાર કહે છે કે, “તમે કહી શકો કે ગંગા ક્યા રસ્તે વહેશે ? હવે પછી તે કઈ બાજુ વળશે ? તે કુદરત છે. મારું પણ એવું જ છે; હું બ્રહ્માંડ સાથે વહું છું; હવે પછી હું શું કરીશ તેની મને કંઈ ખબર નથી હોતી; ક્યારે શું કરીશ એ પરાશક્તિ નક્કી કરે છે: મારું આ શરીર નહીં.”
વારંવાર આપણે કુદરતના બળ સામે ઉભા રહ્યા છીએ. તેને નિહાળતાં, આપણી અંદર ઉતારતાં, મનમાં ગ્રહણ કરતાં, નવાઈ પામતાં, પ્રેમ કરતાં, અને તેમની હાજરીમાં માત્ર સામે રહીને તેમના તરફથી દિવ્યઆનંદને પ્રાપ્ત કરતાં અને એ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રહ્યાં છીએ.
એવા ધર્મો અને સંસ્કૃતિઓ છે, જે મૂર્તિપૂજા કરે છે અને એવા ધર્મો છે જે મૂર્તિપૂજાને ધિક્કારે છે, જેઓ મૂર્તિને મૂર્તિપૂજા સાંકળે છે અને બિન સંસ્કૃત વર્તન માને છે અને નિરાકાર ભક્તિને વધારે સંસ્કૃત અને વધારે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્વીકારે છે. આવું મોટે ભાગે, મૂર્તિપૂજા સાથે સંકળાયેલ જીવતી વ્યક્તિઓનું બલિદાન આપવા જેવી અયોગ્ય વિધિઓના પરિણામે બન્યું હતું.
આમાંની ઘણી વિધિઓ સમાજના ઉપલા વર્ગની જબરદસ્તી અને ધાર્મિક નેતાઓની શક્તિશાળી સત્તાનો પાયો ઊભો કરવાનો માર્ગ બનાવવાની જરૂરીયાતમાંથી પેદા થઈ હતી, નહીં કે ધાર્મિક ફીલોસોફીની ગહન સમજણમાંથી.
આવી વિધિઓમાં નકારાત્મકતા જોનાર સુધારકો માત્ર વિધિઓને જ ધિક્કારતા નહોતા પરંતુ જેમાંથી આ વિધિ આવી હતી તેની પૃષ્ઠભૂમિને પણ ધિક્કારતા હતા. કમનસીબે, આ નવા ધર્મોએ પણ નિયમ અને દિશામાંથી બહાર આવ્યા પછી તેમની પોતાની વિધિઓ તો બનાવી જ. એટલા માટે જ સુધારણાની સાંકળ સતત ચાલતી રહી છે.
હિંદુત્વ બધાનો સમાવેશ કરનાર ધર્મ છે; જે કોઈપણ અંદર આવવા ઈચ્છે તેને માટે દરવાજા ખુલ્લા છે; હિંદુ ફિલોસોફીમાં માન્યતાઓની કોઈ રૂકાવટ નથી. હિંદુ ફીલોસોફી અંદરની ધાર્મિક માન્યતાઓની અસહમતિને ચલાવી લે છે. ‘સનાતન ધર્મ’ જે હિંદુત્વ માટેનું પ્રાચીન નામ છે તેનો અર્થ ‘પવિત્ર અને ધાર્મિક કાર્યોનો અનંત માર્ગ’ એવો થાય છે. હિંદુત્વ બધાનો સ્વીકાર કરીને ચાલવાની યાત્રા છે, મર્યાદિત કરતી માન્યતાઓ વાળી મંઝિલ નથી.
બચપણથી જ આપણા અચેતનમનમાં ધરબાયેલી માન્યતા સિસ્ટમો, આપણને આપણી હયાત માન્યતાઓ વિરૂધ્ધનું અથવા કંઈ નવું ગ્રહણ
કરવા માટે ખુલ્લા થતા અટકાવે છે. માણસ જાત આવી માન્યતાઓથી પોતાની જાતને મર્યાદિત બનાવી દે છે. આમાંની ઘણી માન્યતાઓ સમાજના ઉપલા વર્ગો તરફથી અને ધાર્મિક નીતિનિયમોમાંથી આવેલી છે, જેથી આવા લોકો સમાજ અને ધર્મને પોતાના અધિકારમાં રાખીને પોતાના સ્વાર્થનું રક્ષણ કરી શકે તે માટે તૈયાર કરીને સમાજમાં ધર્મને નામે બળજબરીથી ઠોકી બેસાડવામાં આવેલી છે.
સમાજે અને ધર્મે આપણા ઉપર આવી માન્યતાઓ ઠોકી બેસાડી છે, જેનું કોઈ આધ્યાત્મિક મૂલ્ય નથી; આવી માન્યતાઓને ટેકો આપે એવું કોઈ આધ્યાત્મિક સત્ય નથી. સત્ય તો આપણી અંદરના ‘સ્વ’ માં જાગૃતતા સાથે અનુભવી શકાય એવું હોય છે; ભગવાનના નામે કોઈ પ્રવૃત્તિને, સૂચનાઓને, આપણાં ઉપર સત્યને થોપી શકાય નહીં. જે કોઈપણ આવું કરે છે, પછી તે ધાર્મિક નેતા હોય કે સામાજિક નેતા હોય, તેઓ આવું કામ તેમનું માનનારાઓની ભલાઈ માટે નહીં પણ પોતાના સ્વાર્થ માટે કરે છે.
વાસ્તવિકતામાં હકીકત જેવા લાગતાં સત્યો પ્રત્યે જાગૃત થવા માટે થોડી બુદ્ધિ અને આત્મ નિરીક્ષણ જરૂરી હોય છે. તેમ છતાં સામાન્ય માણસ માટે નિરાકાર અસ્તિત્વ ઉપર ચિંતન-મનન કરવું ગૂંચવાડા ભર્યું કામ હોય છે. તે ખૂબ જ અગોચર છે; તે ખૂબ જ વેગળું છે; તે ખૂબ જ બૌધ્ધિક કસરત માગી લે તેવું છે; અથવા વૈકલ્પિક રીતે તેમાં કોઈપણ જાતની સમજણ વગર આ ખ્યાલને સ્વીકારી લેવા માટે આંધળા વિશ્વાસની જરૂર પડે છે. સામાન્ય માણસ માટે આ નિરાકાર શક્તિને સરળતાથી ઓળખી શકાય તેવા મહામાનવના સ્વરૂપમાં જોવી એ ખૂબ જ સહેલી બાબત છે, જેથી આવા સ્વરૂપ સાથે ભક્તિ અને લાગણીથી જોડાઈ શકાય.
હિંદુઓને જે મૂર્તિ પૂજા કરે છે, તેની પાછળ આ વિચાર રહેલ છે. તેમણે નિરાકારનું પ્રતિનિધિત્વ કરતાં સ્વરૂપોનું સર્જન કર્યું, જે સામાન્ય જનતા સુધી પહોંચી શકે; બુદ્ધિને લાગણી સાથે જોડી શકે; મગજને હૃદય સાથે જોડી શકે. લાગણી બુદ્ધિ કરતાં હંમેશા વધારે મજબૂત હોય છે. તેમણે માણસ જેવા બાહ્ય દેખાવ ધરાવતા સ્વરૂપો અને અમુક વખતે પ્રાણીઓ જેવા દેખાવવાળા સ્વરૂપોનું સર્જન કર્યું, જે તેમને માટે જાણીતા હતા, જે સ્વરૂપોને તેઓ સરળતાથી ઓળખી શકે. આ મૂર્તિમાં દિવ્ય શક્તિનું આરોપણ કરવામાં આવ્યું. તેઓ આ સ્વરૂપો પાછળ રહેલી શક્તિની પૂજા કરે છે, જે તે સ્વરૂપોની નહીં. આ શક્તિ સ્વરૂપોની આસપાસ ધર્મશાસ્ત્રો અને દંતકથાઓની રચના કરવામાં આવી, જેથી તે સામાન્ય જનતા સુધી પહોંચી શકે.
માત્ર લુખ્ખી બુદ્ધિ સાથે દિવ્ય શક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો તે નાનો મુદ્દો છે, તેનો અનુભવ કરવા માટે હૃદયની જરૂર પડે છે. હૃદય વગરની બુદ્ધિ માત્ર રાક્ષસોનું સર્જન કરે છે. આધુનિક સમયનો ત્રાસવાદ લાગણી શૂન્ય બુદ્ધિમત્તાની પેદાશ છે, હૃદય વગરના મગજની પેદાશ છે.
મોટાભાગના ભારતીયો અને બધા જ હિંદુઓ ઘણાં બધાં સ્વરૂપોથી પરિચિત છે જે હિંદુ ભગવાનો અને દેવીઓએ ધારણ કર્યા છે. મોટે ભાગે બધાં જ હિંદુ ઘરોમાં પૂજાઘર હોય છે અથવા દિવ્યતાના સ્વરૂપોના ચિત્રો અને સાથે સાથે ઋષિઓ અને એન્લાઇટેન્ડ માસ્ટરોના ફોટાઓ પણ હોય છે.
હિંદુઓ જ્યારે મૂર્તિઓની પૂજા કરે છે ત્યારે તેઓ પથ્થર, ધાતુ અથવા કાષ્ઠની મૂર્તિઓની પૂજા કરતા નથી; તેઓ નિરાકાર શક્તિના સાકારરૂપે કલ્પેલાં સ્વરૂપોની પૂજા કરતા હોય છે. હિંદુઓ મૂર્તિઓના સ્વરૂપથી પર રહેલી નિરાકાર શક્તિની પૂજા કરે છે. હિંદુ સાકાર સ્વરૂપ વડે નિરાકારની હિંદુત્વમાં, વ્યક્તિમાં આ સત્યની આત્મા, જીવ તરીકે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. હિંદુ શાસ્ત્રોમાં આવતી મહાન ઘોષણા તત્વમસિ, મહાવાક્ય કહેવાય છે. જેનો અર્થ છે; તું જ તે છે; તું દિવ્ય છે. આમાં શંકાને કોઈ સ્થાન જ નથી.
‘સ્વ’ ની આ દિવ્યતા અસ્તિત્વની, બ્રહ્માંડની, પરમાત્માની, કોસ્મિક શક્તિની, બ્રહ્મની અને આપણે સર્જનની શક્તિના ડહાપણને જે કોઈ પણ નામ આપીએ એ દિવ્યતાનો જ ભાગ છે.
આત્મા અને બ્રહ્મ એક જ છે; માણસ અને ભગવાન એક જ છે અને સરખા જ છે ; બન્ને એક શક્તિ છે. હિંદુ ફિલોસોફીમાં નાસ્તિકવાદી માન્યતાને કોઈ સ્થાન જ નથી. તમારી બહાર કોઈ ભગવાન નથીઃ તમે જ ભગવાન છો. માત્ર આ સત્યને સમજવાની અને તેને અનુભવવાની જ જરૂર છે. એન્લાઇટેન્ડ માસ્ટરોએ તેનો અનુભવ કર્યો છે; બીજા લોકોને કરવાનો હજુ બાકી છે. બસ, આ જ તફાવત છે. દિવ્યતાના ભાગ રૂપ આપણે દિવ્ય જ છીએ તેનું ભાન થવામાં ફક્ત આપણું મન અને માન્યતાઓ જ અવરોધ રૂપ છે.
‘આત્મા’ અને ‘બ્રહ્મ’ બન્ને નિરાકાર છે. તે શક્તિ છે. ‘આત્મા’ આપણાં મન-શરીરમાં પવિત્ર શક્તિરૂપે રહેલ છે; બ્રહ્મ સમગ્ર બ્રહ્માંડમાં છવાયેલ શક્તિ છે.
બધા જ હિંદુ પૌરાણિક ધર્મ શાસ્ત્રોના કથનો આ માન્યતાને આધારે કરવામાં આવ્યા છે કે આપણાંમાંના દરેક દિવ્ય છીએ, દેવ છીએ; ભગવાન છીએ; માત્ર માણસ જ નહીં પણ દરેક સજીવ આ જ છે. જે ૩૩ કરોડ દેવી દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જે તે સમયની સજીવ હસ્તીના સંદર્ભમાં કરવા આવેલ છે. આ બધી જ હસ્તીઓ શક્તિના સ્વરૂપો છે
ભગવાનનો ખ્યાલ વાસ્તવિકતા કેવી રીતે બની શકે ?
આપણાંમાંના મોટાભાગના માટે ભગવાન એક વાસ્તવિકતા નથી, એક ખ્યાલ છે. માણસ તરીકે આપણામાં જે લાક્ષણિકતાઓની ઉણપ હોય, તે લાક્ષણિકતાને આપણે ભગવાન રૂપે જાણીએ છીએ. જ્યારે આપણે જેવું ઈચ્છતા હોઈએ એવું ના બને ત્યારે આપણે ભગવત્તાનો સ્વીકાર કરીને તેને શરણે જવાને બદલે તેનો ઈન્કાર કરીએ છીએ.
સાચી ભક્તિ, કે જેમાં જીવનને જેવું છે તેવું તેનો સંપૂર્ણ સ્વીકાર હોય છે અને વ્યક્તિની કોસ્મિક શક્તિ આગળ સંપૂર્ણ શરણાગતિ હોય છે, જે ભગવાનની અનુભૂતિને વાસ્તવિકતા તરફ દોરી શકે છે અને દોરી જાય છે. આવું કદાચ સાકારની ભક્તિ અને ભક્તિની વિધિઓથી વધારે સરળતાથી બની શકે છે. આમાં વ્યક્તિ એ સત્ય બાબતમાં જાગૃત હોવી જોઈએ કે સાકાર મૂર્તિ નિરાકાર શક્તિનું જ પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર બૌદ્ધિક વ્યક્તિ માટે આ વાત મગજમાં ઉતારવી મુશ્કેલ હોય છે.
આધ્યાત્મિકતા વિજ્ઞાનથી પર છે, ઘણી બધી ઉપર છે. આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે, "જ્યાં વિજ્ઞાનનો અંત આવે છે, ત્યાંથી આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે." બ્રહ્માંડના સર્જન માટેના આજ સુધી કોઈ સાબિત થયેલા વૈજ્ઞાનિક પુરાવા કે ખુલાસા મળ્યા નથી. અનુમાનના આધારે હજારો સિધ્ધાંતો છે; બિગ બેન્ગ સિધ્ધાંત, આદિકાળના રસનો સિધ્ધાંત, એલિયનોએ સર્જન કર્યું છે એવો સિધ્ધાંત અને બીજા એવા ઘણાં; પરંતુ એક પણ સિધ્ધાંતને હકીકતોનો ટેકો નથી અથવા સાબિત કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા નથી.
આધ્યાત્મિકતા કહે છે કે બ્રહ્માંડ હંમેશા પહેલેથી જ હતું અને સતત રહેશે.