KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/પ્રકરણ - ૧: માસ્ટર : દક્ષ શલ્ય ચિકીત્સકSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

પ્રકરણ - ૧: માસ્ટર : દક્ષ શલ્ય ચિકીત્સક

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(C) Copyright 2022
Ebook ISBN: 979-8-88572-873-7

આપણે કોણ છીએ?

બુદ્ધે કહ્યું છે કે માણસ તરીકે જન્મવું એ મહાન ભેટ છે; અને તેમાંય આ માનવ જન્મમાં પોતાના આંતરિક સ્વભાવના સત્યની શોધ કરવી એ વધારે મહાન ભેટ છે. (પરંતુ બુદ્ધે એ પણ કહ્યું હતું કે એન્લાઇટેન્ડ માસ્ટરના સંપર્કમાં આવવું અને જીવનકાળ દરમ્યાન તેમની સાથે રહેવાની તક મળવી એ સૌથી શ્રેષ્ઠ ભેટ છે.)

માસ્ટર ઉપલબ્ધ છે. શિષ્ય તેમની તરફ જતાં ખચકાય છે. આપણે આપણી આસપાસની દુનિયા કેવી હોવી જોઈએ તેની ઇચ્છાના જાળામાં અને બચપણથી અનંત ઇચ્છાઓ પરિપૂર્ણ કરવાની લાલચમાં ફસાઈ જઈએ છીએ અને આપણો આંતરિક સ્વભાવ ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ. જ્યારે માસ્ટરનો બુલાવો આવે ત્યારે આપણે અચકાઈએ છીએ. આપણે ભયભીત બની જઈએ છીએ.

નાની વાર્તા :

એક વખત એક ગર્ભવતી સિંહણ શિકાર માટે નીકળી હતી. ઘેટાંનાં ટોળાની પાછળ દોડતી વખતે તે લપસી ગઈ અને તેને ઈજા થઈ. મૃત્યુ પામતાં પહેલાં તેણે એક બચ્ચાંને જન્મ આપ્યો. સિંહણ તેની ગુફાથી ઘણી બધી દૂર મૃત્યુ પામી હતી અને નાનું બચ્ચું એકલું અને અસહાય હતું. જેવું તે ઊભું થવા માટે અને ચાલવા માટે મથામણ કરવા લાગ્યું એ વખતે એક ઘેટું ત્યાંથી પસાર થતું હતું તેને તેની દયા આવી અને તેને પોતાની પાસે રાખી લીધું. સિંહબાળ ઘેટાં સાથે મોટું થતું ગયું. તેની સાથે રમવા લાગ્યું, ઘેટીનું દૂધ પીવા લાગ્યું, ઘાસ ખાઈને પોષણ મેળવવા લાગ્યું અને ઘેટાંની જેમ બેં બેં કરતાં પણ શીખી ગયું. હવે તે સિંહ નહોતું, પરંતુ ઘેટાંનાં ટોળામાંનું જ એક ઘેટું હતું. તે બીજાં ઘેટાંઓ સાથે ઘાસચારો ખાઈને અને બેં બેં કરીને ખૂબ જ ખુશ હતું.

એક દિવસ એક સિંહે ઘેટાંનાં ટોળા પર હુમલો કર્યો. સિંહ ઘેટાંનાં ટોળામાં સિંહના બચ્ચાને જોઈને આઘાત પામી ગયો એ એટલો બધો ડઘાઈ ગયો કે બીજા કોઈ ઘેટાને મારવાનો વિચાર પણ ચૂકી ગયો. તે ઘેટાંનાં ટોળામાં રહેલા સિંહના બચ્ચા વિષે વધારે જાણવા માટે ઉત્સુક બની ગયો.

સિંહ બીજે દિવસે આવ્યો અને સિંહનું બચ્ચું ટોળાથી થોડું દૂર આવ્યું ત્યાં સુધી રાહ જોઈ. જેવું તે નજીક આવ્યું કે તરત જ તેણે તરાપ મારી અને સિંહના બચ્ચાને ગળેથી પકડીને દૂર લઈ ગયો. બચ્ચું ડરથી મરવા જેવું થઈ ગયું. તે બેં બેં પણ ના કરી શક્યું. તે અતિશય ડરી ગયું હતું. થોડે દૂર જઈને સિંહે તેને નીચે મૂક્યું અને કહ્યું કે તું ઘેટું નથી પરંતુ સિંહ છે. સિંહના બચ્ચાને કશું જ સમજાયું નહીં. તેને માટે તો પોતે ઘેટું છે અને સિંહ તેમનો જન્મજાત દુશ્મન છે. બચ્ચું બેં બેં કરવા લાગ્યું અને કહેવા લાગ્યું કે મને જવા દો, મને જવા દો. સિંહ સમજદાર અને ધીરજવાળો હતો. તે બચ્ચાને પાછો ટોળા પાસે લઈ ગયો અને તેને ત્યાં છોડી દીધું. બચ્ચું હજુ પણ ડરના ધ્રાસકાથી ધ્રૂજી રહ્યું હતું.

સિંહ દરરોજ આવવા લાગ્યો અને બચ્ચાને લઈ જવા લાગ્યો. બચ્ચાને રોજ તે ખરેખર શું છે તે કહેવા લાગ્યો, તું સિંહ છે ઘેટું નથી. બચ્ચું આ વાત સ્વીકારવા તૈયાર નહોતું; સિંહ શાના વિષે વાત કરે છે તે પણ તે જાણતું નહોતું. છતાં તેને એટલું તો થયું કે સિંહે તેને ઈજા પહોંચાડી નથી.

માસ્ટરની ભૂમિકા

જ્યારે માસ્ટર આપણી પાસે આવે છે અને આપણને આપણે કોણ છીએ એ કહે છે, ત્યારે આપણે આપણને સત્ય કહેવા બદલ તેમનો આભાર માનવાના બદલે ભયંકર ડરમાં બેં બેં કરીએ છીએ અને આપણાથી જેટલી ઝડપે દોડી શકાય તેટલું દોડીને તેનાથી દૂર ભાગી જઈએ છીએ. તે આપણને કહે છે કે “આપણે આધ્યાત્મિકતાનો અનુભવ શોધનારા સામાન્ય માણસ નથી, પરંતુ આપણે આધ્યાત્મિક હસ્તી છીએ જે માનવીય અનુભવ શોધે છે.”ગમે તેમ પણ આપણે તેમને માનવા તૈયાર નથી. માસ્ટર ઉધ્ધારક બનવાને બદલે દુશ્મન બની જાય છે. તે ખરેખર સિંહ-સ્વપ્ન અથવા ભયાનક ઓથાર બની જાય છે. આપણે તો એટલે સુધી વિચારીએ છીએ કે તે આપણને ધર્મમાં પરિવર્તન કરવા માંગે છે. આપણે તેમની સાથે છૂપાછૂપીની રમત રમીએ છીએ.

આપણામાંના થોડાં ઘણાંને ધીરે ધીરે આપણે કોણ છીએ અને તેમની સાથેની થોડી મુલાકાતો પછી શું બની શકીએ છીએ તેનું થોડું ભાન થાય છે. પછી આપણે તેમને આપણા ઉપર કામ કરવા દઈએ છીએ અને અમુક સ્તર સુધી રાહતનો અનુભવ કરીએ છીએ. પછી તેઓ આપણી માતા તરીકે વર્તે છે, જેથી આપણે વધારે અનુકૂળતા અનુભવીએ છીએ પછી, એક દિવસ જ્યારે આપણી શ્રદ્ધા સ્થિર સ્થિતિમાં પહોંચે છે ત્યારે તે આપણને ઉંચકી લે છે અને બતાવે છે કે આપણે ખરેખર કોણ છીએ; તેઓ અને આપણે એક સરખા જ છીએ.

માસ્ટરની રમતની લીલા અસીમ કરુણા છે. આ પૃથ્વી પર માત્ર આ એક જ બિનશરતી પ્રેમ છે. આ પ્રેમનો માત્ર એક જ આશય છે કે આપણને બતાવવું કે ખરેખર આપણે કોણ છીએ; આપણે ઘણાં સમયથી જે ઘેટાનું

આપણે આપણી રોજિંદી જીંદગીમાં શું કરીએ છીએ અને આ જીંદગીમાં આપણું સ્થાન શું છે તેની સાથે આપણા પોતાના ભીતરી સ્વભાવના સત્ય સાથે કશુંજ સુસંગત નથી. સંત અને પાપી બન્નેનો ભીતરનો સ્વભાવ એક સરખા જ હોય છે. સમાજ પોતાની અનુકૂળતા અને રાહત માટે આપણા પર આવા લેબલ લગાવે છે. કોઈના ઉપર પાપીનું લેબલ લગાવેલું હોય તો પણ તેનામાં, જે વ્યક્તિ પોતાને પવિત્ર માનતી હોય તેટલી જ, પોતાના વિષેનું સત્ય અનુભવવાની ક્ષમતા હોય છે.

પ્રાચીન ભારતમાં વાલ્મીકી પ્રખ્યાત સંત હતા. તેઓ હિંદુઓના મહાન ધર્મગ્રંથ રામાયણના લેખક છે. જે ગ્રંથ માત્ર ભારતમાં જ નહીં પણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા વિસ્તારોમાં વંચાય છે અને તેનો આનંદ લેવાય છે.

વાલ્મીકી લૂંટારૂ હતા, જે સંત બની ગયા. વિષ્ણુના પરમ ભક્ત નારદ સદા પરિભ્રમણ કરનાર ગાયક સંત હતા. નારદ હંમેશા 'નારાયણ નારાયણ' મંત્ર (જે વિષ્ણુના ૧૦૦૦ નામોમાંનું એક છે) નો જપ કરતાં કરતાં ત્રણે લોકમાં વિહરતા રહેતા હતા. એક દિવસ ફરતાં ફરતાં તેમને વાલ્મીકિના વિસ્તારમાંથી પસાર થવાનું થયું. એ વખતે વાલ્મીકિ ખૂંખાર લૂંટારો હતો. વાલ્મીકિએ નારદને રોક્યા અને તેમની પાસે પૈસાની માંગણી કરી. નારદ પાસે પૈસા નહોતા. આથી વાલ્મીકિનો ક્રોધ ભભૂકી ઉઠયો. તેણે નારદને ધમકી આપી કે જો તે હમણાં જ કોઈ કિંમતી ચીજ નહીં આપે તો તે તેને મારી નાંખશે.

નારદ પાસે સાદી ધોતી અને જેના પર તેઓ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરતા હતા તે એકતારા સિવાય બીજું કશું જ નહોતું. નારદે કહ્યું કે મારી પાસે એક જ કિંમતી ચીજ છે અને તેનું હું સતત રટણ કરૂં છું. અને એ છે ‘નારાયણ’ મંત્ર. નારદે તેને આ આત્મોધ્ધારક મંત્ર શીખવવાની ઓફર કરી. નારદે કહ્યું “આ મંત્રનો જાપ કર અને જ્યારે તું મરીશ ત્યારે તું એકલો જ નહીં મરે, ભગવાન પણ તારી સાથે જ હશે.”

વાલ્મીકિ પર કોઈ અસર ના થઈ તેણે કહ્યું “કોઈપણ રીતે હું એકલો મરવાનો નથી. મારી સાથે જોડાવા માટે મારું આખું કુટુંબ તૈયાર છે. હું તેમના માટે જ જીવું છું. હું તેમના માટે જ લૂંટ કરું છું. મને તારા મંત્રની જરૂર નથી. જો તું કંઈક કિંમતી ચીજ નહીં આપે તો હું તને મારી નાંખીશ.”

નારદે તેની સાથે દલીલો કરી અને અંતે કહ્યું; ” તું જા અને તારા કુટુંબના સભ્યોને પૂછ કે મૃત્યુના દ્વારમાં તારી સાથે ચાલવા કોણ તૈયાર છે. જો તેઓ તું માને છે, એવું કહે કે એ લોકો તારી સાથે મરવા તૈયાર છે તો તું પાછો આવીને મને મારી નાંખજે.”

વાલ્મીકિ નારદના, “હું નાસી નહીં જાઉં” શબ્દો પર વિશ્વાસ મુકીને અક્કડ ચાલે ઘમંડથી ચાલતો થયો. વાલ્મીકિ તેના ઘરે ગયો અને તે જે પુત્રને સૌથી વધુ ચાહતો હતો અને માનતો હતો કે પુત્ર પણ તેને એટલો જ પ્રેમ કરે છે, તેને પૂછ્યું” પુત્ર જ્યારે મારું મોત આવશે ત્યારે તું મારી સાથે મરીશ ?”

પુત્ર ડઘાઈ ગયો તેણે કહ્યું, “નહીં. બિલકુલ નહીં! તમે વૃદ્ધ થયા છો અને મરી જવાની તમારી ઉંમર છે. મારે હજુ ઘણું જીવવાનું છે. શું તમને નથી લાગતું તમારે મને જીવવા દેવો જોઈએ?”

આ સાંભળીને વાલ્મીકિ વિમૂઢ બની ગયો તેમ છતાં કોઈ પણ લાગણી બતાવ્યા વગર તે તેની પત્ની પાસે ગયો, જેના વિષે તેને સોટકા ખાત્રી

અસંતોષ માસ્ટર તરફ દોરી જાય છે

માસ્ટર સાથે અસ્થાયી સંબંધ રાખવો સહેલો છે જ્યારે મન થાય ત્યારે છોડી શકાય છે. ભવિષ્યમાં ક્યારેક તમારી આંતરિક જાતમાં 'સ્વ'ના ઊંડાણમાં જઈ શકાશે એવા દંભ સાથે માસ્ટરની મદદ લેવા તેની સાથે વધારે સમય ગાળવો એ અનુકૂળતા આપે એવું કામ છે. તમે તમારી જાતને કહો છો કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે 'સ્વ' નું ભાન થશે જ, પરંતુ અત્યારે જ યોગ્ય સમય છે, તેનું તમને ભાન નથી.

લોકો માસ્ટર પાસેથી ઘણી બધી બાબતોની આશા રાખે છે. ૯૯% લોકો તો જેવી રીતે મંદિરમાં મૂર્તિ સામે પ્રાર્થના કરતી વખતે ભૌતિક સુખોની માંગણી કરે છે, તેવા જ ફાયદા માસ્ટર પાસે મેળવવા આવે છે. મંદિરમાં આપણે બધા ભિખારીઓ બની જઈએ છીએ. હકીકતમાં, આપણે તેમને ભાત ભાતના પ્રસાદો અને ચડાવા આપીને દેવતાઓના સ્તરને પણ ભિખારી જેવું બનાવી દઈએ છીએ. આપણે ફાયદો થશે તો તેના અમૂક ટકા તેના ચરણોમાં ધરવાનું વચન દઈએ છીએ. આપણે કહીએ છીએ કે, “ મારે દસ લાખ રૂપિયાની જરૂર છે અને જો મને તે મળી જશે તો હું તેના ૨૦% તમારા મંદિરમાં દાન કરી દઈશ. તમને વિશ્વાસ ના હોય તો ૨૦% પહેલાં જ કાપી લો અને બાકીના મને આપી દો.”

ભૌતિક લાભોમાં નાણાં મેળવવા, તબિયત સુધારવી, સંતાન વિહોણાં લોકોને સંતાન પ્રાપ્ત કરવું તથા આત્મોધ્ધારની શોધખોળ કરવી જેવા વિવિધ લાભો હોઈ શકે છે. આપણે મંદિરોમાં ભગવાન પાસે ભીખ માંગીએ છીએ. આપણે માસ્ટર પાસે પણ આવો જ ભિખારીપણાનો અભિગમ સાથે લઈ જઈએ છીએ.

બંને કિસ્સામાં, આપણને જ્યારે માગેલું મળી જાય છે, ત્યારે આપણને દિવ્ય આનંદમય અને શાંતિમય દુનિયાનું સર્જન કરી શકે છે.

આજના વ્યાવસાયિક જગતમાં આપણે જોઈ શકીએ છીએ કે ઔદ્યોગિક માંધાતાઓ, ફુગ્ગામાં તેની ક્ષમતા કરતાં વધારે હવા ભરી હોય તે રીતે ફાટી રહ્યા છે અને તેમની જાતને તેમજ તેમની આસપાસના લોકોને હાનિ પહોંચાડી રહ્યા છે. છતાં, થોડાં એવાં પણ છે જે બધાં જ દબાણો હોવા છતાં પોતાનું સંતુલન જાળવી રહ્યા છે. આવાં થોડાં 'તાઓ'ની કહેવતમાં આવતા ઘાસ જેવા છે. જે પાણીનો જોરદાર પ્રવાહ આવતાં જ નીચા વળી જાય છે અને પ્રવાહનું દબાણ હટી જતાં જ પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે.

આવું ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિમાં શું પ્રાપ્ત કરવાનું છે તેની સામે પોતાની ક્ષમતાનું સંતુલિત યથાર્થ દર્શન હોય છે; જીવન પાસેથી શું મેળવવાનું છે, તેને બદલે આપણે શું આપી શકીએ છીએ તેનું દર્શન હોય છે.

આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સફળતા મેળવીએ છીએ તેને આપણી ક્ષમતાઓ સાથે લાગેવળગે છે. એવા ઘણાં હતાં અને છે, જેઓ આપણાં કરતાં વધારે બુદ્ધિશાળી હોય; વધારે નિર્ણાયક, વધારે ખંતવાળા અને વધારે શક્તિશાળી હોવા છતાં ભૌતિક સફળતામાં આપણે જે સ્તરે પહોંચ્યા છીએ, તે સ્તર સુધી પહોંચી શક્યા નથી.

બીજી બાજુ આપણી આસપાસ ઓછા બુદ્ધિશાળી, લાગણીશીલ અને આધ્યાત્મિક ક્ષમતાવાળા લોકો જોઈએ છીએ જે ભૌતિકરીતે અને ધંધાકીય રીતે ઘણાં બધા વધારે સફળ થયા છે.

વ્યક્તિની વારસાગત શક્તિઓ, શિક્ષણ, જન્મસિધ્ધ ક્ષમતાઓ, DNA અને બીજું કંઈપણ જેનાથી વ્યક્તિ પોતાની જાતનું માપ કાઢી શકે, તેના તેઓ કહે છે કે તેમને મળવું એ કોઈ અકસ્માત નથી. માસ્ટરને મળવું એ જીવનનો આશય છે, જીવનમાં આના સિવાય બીજો કોઈ સીધો હેતુ હોતો નથી.

માસ્ટર - માસ્ટર સર્જન

આપણામાંના મોટા ભાગના વિચારીએ છીએ કે આપણી પાસે સ્પષ્ટ હેતુ છે, જેમાં આપણે માનીએ છીએ, અને તેની લાઈન દોરીમાં આપણે આપણાં જીવનને દોરી જઈએ છીએ તેમજ એ હેતુ પ્રાપ્ત કરવાની ધારણામાં વારંવાર આપણને થાય છે કે આ હેતુ કાયમી નથી. તે બદલાતો રહે છે. જે હેતુ પ્રાપ્ત કરવા માટે આપણે આપણું સમગ્ર જીવન સમર્પિત કરવા તૈયાર હોઈએ છીએ, તે જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આપણને લાગે છે કે આપણે હજુ પણ પરિપૂર્ણતાની લાગણી અનુભવતા નથી. આપણે અધૂરા છીએ. માણસ જાતનો સાચો સ્વભાવ એ છે કે ભૌતિક સમૃદ્ધિથી તેને ક્યારેય સંતોષી શકાય નહીં.

માણસનો ‘સ્વ’ કંઈક બીજું ઝંખે છે, તે માસ્ટરને ઝંખે છે.

પછી આપણે માસ્ટરને મળીએ છીએ. આપણી જેમ ઘણાં નિત્યાનંદને મળ્યા છે. આપણામાંના ઘણાં એવા છે જેને તેઓ ‘વ્યાવસાયિક જિજ્ઞાસુઓ કહે છે. જેઓ તેમને મળ્યા છે પણ હજુ સુધી આપણી માન્યતાઓ, જ્ઞાન અને અનુભવોના મૂલ્યો ઉપર સતત વાત થવા છતાં સેંકડો પ્રશ્નોના જવાબો મેળવી શક્યા નથી. બસ તેમને મળતાં જ પ્રશ્નો અદૃશ્ય થઈ જાય છે. શંકાઓ હોય છે અને સતત શંકાઓ રહે છે, પરંતુ વધારે પ્રશ્નો ઉદ્ભવતા નથી. પ્રશ્નો ઉદ્ભવે તે પહેલાં જ તેના જવાબો મળી જતાં હોય તેવું લાગે છે.

આપણાંમાના ઘણાંએ વ્યાવસાયિક કારકિર્દીમાં આપણે જે મેળવવાનું નક્કી કર્યું હોય તે મોટાભાગનું મેળવી લીધા પછી આપણને નવાઇ લાગે છે કે આપણને આ બધું પહેલાં ક્રમમાં શા માટે જોઈતું હતું. આ પ્રાપ્તિઓ માત્ર ક્ષણિક આનંદ જ લાવે છે.

જેવો આ ક્ષણિક આનંદ ક્ષીણ થઈ જાય છે આપણને સુખના બીજા ઠેકાણાની શોધ શરૂ કરવાની જરૂરીયાત લાગે છે અને આપણે તેની પાછળ દોડવાનું શરૂ કરીએ છીએ, આપણે જે કંઈ મેળવ્યું હોય તેનો પૂરો આનંદ મેળવીએ એ પહેલાં જ હંમેશા પ્રશ્ન આવે છે, ‘હવે પછી શું ?’

નિત્યાનંદ, આપણે આપણી જીંદગીમાં જે અજ્ઞાનના અંધકારના થર ઉપર થર ભેગા કર્યા છે તેના પર આપણી ભીતર પ્રકાશનો દીપ પ્રગટાવે છે.

ઉપનિષદ્ કહે છે : ‘તમસો મા જ્યોતિર્ગમય’ તેનો અર્થ છે, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈજા.

આ અસહાયતાની અભ્યર્થના સાથે આપણે માસ્ટર પાસે આવીએ છીએ. એ તેની કૃપા દ્રષ્ટિ છે, જે આપણો હાથ ઝાલીને આપણને પ્રકાશના માર્ગ પર મુસાફરી કરાવે છે.

માસ્ટર, માસ્ટર સર્જન છે. તે આપણા અહમ્ની કેન્સર ગ્રસ્ત ગાંઠને કાપી નાંખે છે અને જૂઠાણાંને દૂર કરે છે, તેમજ આપણને આપણા મૂળભૂત સાચા સ્વ ની વાસ્તવિકતા તરફ ખુલ્લા કરે છે. આપણે જેટલા વધુ તેની નજીક જઈએ છીએ, તેટલા જ તે વધારે તપે છે !

નિત્યાનંદ કહે છે,

દરેક ધર્મોમાં મૂળભૂત સત્ય એક સરખું જ છે. એક વખત આ સત્યનું ભાન થઈ જાય એટલે ધર્મોની બેડીઓ આપોઆપ ખરી પડે છે.

સાચા માસ્ટર સાથે આપણી અંદર કોઈ પણ ધાર્મિક બંધનો વગર જ આંતરિક વિકાસ થવા લાગે છે. માસ્ટર તરફથી શિષ્ય અને માસ્ટર વચ્ચે કોઈ જબરદસ્તીના બંધનો હોતાં નથી.

નિત્યાનંદ કહે છે :

તમારે જેટલા માસ્ટરો પાસે જવું હોય તેટલા માસ્ટરો પાસે જાવ, પરંતુ દરેક પાસેથી કંઈક મૂલ્યવાન અર્થપૂર્ણ શીખો. તમે જઈ શકો એટલા બગીચામાં સૌથી વધુ સુંદર ફૂલો ચૂંટવા જાવ અને તેમાંથી તમારા માટે સુંદર ગુલદસ્તો બનાવો.

લોકો ઘણાં માસ્ટરો પાસે જાય છે પરંતુ સમસ્યા એ છે કે તેઓ તેમાંના કોઈ પાસેથી કશું જ શીખતાં નથી. તેઓ માત્ર બારીમાંથી ઝાંકનારા છે. જાય છે, અંદર જુએ છે અને દૂર ચાલ્યા જાય છે અથવા, તેઓ આવે છે અને માસ્ટરના ઉપદેશને ગ્રહણ કરવાને બદલે તેના વ્યક્તિત્વમાં જકડાઈ જાય છે અને સમાજમાં મુશ્કેલીઓ પેદા કરવાનું શરૂ છે. અથવા તેઓ માસ્ટરના કઠોર પ્રેમથી આઘાત પામી જાય છે અને તેમને માટે સરળ હોય તેવા બીજા માસ્ટરની શોધખોળમાં લાગી જાય છે.

જો જિસસ ક્રાઇસ્ટ અને ભગવાન કૃષ્ણ એકબીજાને મળે, તો તેઓ એકબીજાને ભેટી પડે, તેઓ બન્ને એન્લાઈટેન્ડ માસ્ટરો છે. તેમ છતાં જે ઘેટાંઓ જિસસના અનુયાયીઓ હશે અને જે ગાયો કૃષ્ણાની અનુયાયીઓ હશે તેઓ હંમેશા લડવા પર આવી જશે અને સાબિત કરવા મથશે કે કોના માસ્ટર મહાન છે ! આવી જ રીતે ધર્મના નામે માસ્ટરોમાં પણ આવી હતા, શબ્દોની પાછળ જે જુસ્સો હતો, અને તમને સાંભળતી વખતે અમારા આત્માને જે અનુભવ થયો હતો તેવો અનુભવ શબ્દો વાંચીને ક્યારેય થઈ શકે નહીં. આખી બાબતમાં જે સત્ય છે, જે શક્તિ છે તેની પાછળની હકીકત ઝા his ઝાંખી પડી જશે.

શુકે કહ્યું, ‘હું તમારી સાથે સંમત છું.’ પરંતુ આપણે તેને શબ્દોમાં લખવાની જરૂર છે, જેથી ભવિષ્યની પેઢી તેને વાંચીને તેમાંથી પ્રેરણા લઈ શકે. આ શબ્દો, જે વાંચશે તેના માટે પ્રેરણા અને ચાલકબળ માટેનો મહાન સ્ત્રોત બની જશે, તે તેમને શબ્દો પાછળના સત્યનો અનુભવ કરવા તરફ દોરી જશે, આટલું પૂરતું છે.

અમારા માસ્ટરની જીવનકથા લખવાનું આ જ કારણ છે. એ સાચું છે કે સત્ય, અનુભવજન્ય સત્ય ક્યારેય શબ્દોમાં પકડી શકાય નહીં. છતાં પણ આ અનુભવજન્ય સત્ય, અહીં વ્યક્ત કરવામાં આવ્યું છે, જે લાખો લોકોને પ્રેરણા પૂરી પાડી શકે છે.

ઐતિહાસિક કથાઓમાં હકીકતો અને કાળક્રમની માહિતીઓ હોય છે. પશ્ચિમ હંમેશા હકીકતોમાં રસ ધરાવતું રહ્યું છે; કાળગણનમાં; ઈતિહાસમાં; એવી બાબતોમાં જેની અમુક અર્થોમાં ચકાસણી કરી શકાય. પશ્ચિમી વિજ્ઞાનમાં બાબતોને બુધ્ધિથી સાબિત કરવાની જરૂર પડે છે; તેને તર્કોથી સાબિત કરવી પડે છે, જેથી દુનિયા સામે રજુ કરી શકાય. પૂર્વ સત્ય ઉપર જ વધારે ભાર મૂકે છે.

સત્ય રૂપક છે, અર્થાલંકારિક છે, હકીકત યુક્ત નથી. તે દેશ અને કાળથી પર છે; તેને સીધા તર્કોથી સાબિત કરી શકાય નહીં. જો તર્કો સત્ય ને સાબિત કરી શકે તો પછી તર્કોએ સત્યથી મહાન બનવું પડે, જે ક્યારેય બની શકે ‘શોધી’ કાઢ્યો છે, અને સમાજ તેમજ ધર્મ આ ‘શોધ’ ને વૈજ્ઞાનિક હકીકત રૂપે સ્વીકારતા પહેલાં અજાગૃત હતા. પૃથ્વી હંમેશા ગોળ જ છે; એ સત્ય જ છે, છતાં આ સત્ય ઉપર કડવી સ્પર્ધાઓ થઇ અને અંતે છેલ્લી સહસ્ત્રાબ્દીમાં તેમાં સંમતિ સધાઈ હતી.

યથા-દર્શનમાં વિજ્ઞાન મર્યાદિત છે. એ ગાઢ અને અંધકાર ભર્યા જંગલમાં એક નાનાદીવાથી પ્રકાશ પાડવાનું કામ કરતું હોય તેવું છે. દીવો રસ્તાપર થોડા ફૂટ પર પ્રકાશ પાથરે છે, અને વિજ્ઞાન એ થોડા ફૂટમાં જે જુએ છે તેના આધારે પોતાના સિદ્ધાંતો રજુ કરે છે. પછી તેઓ દીવા સાથે થોડા ફૂટ વધારે આગળ જાય છે અને એટલું થોડું વધારે જુએ છે. તેઓ અત્યારે જે જુએ છે તે તેમણે પહેલાં જોયું હોય તેના કરતાં અલગ હોય છે. તેથી તેઓ નવા સિદ્ધાંતો સાથે આગળ આવે છે અને પહેલાંના સિદ્ધાંતોને રદ કરી નાંખે છે. વિજ્ઞાન આવી રીતે કામ કરે છે. કલ્પના કરો કે એક જ ફ્લેશ લાઈટમાં આખું જંગલ જોઈ શકાય તો શું થાય ! માસ્ટરો આવી રીતે સમગ્ર બાબત, સમગ્ર સત્યને જુએ છે. વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે આ જ ફરક છે.

દા.ત. જ્યારે કોઈ એન્લાઈટેન્ડ માસ્ટર માટે પૂછવામાં આવે કે તેમની ઉંમર શું છે. તો તેમની આંકડાકીય હકીકત દર્શાવતા જવાબ કરતાં, તેમના સમયાતીત અસ્તિત્વના સત્ય કરતાં ઘણો બધો અલગ હોઈ શકે છે ? સદીઓથી લોકો ઘણી ખોટી બાબતોમાં સહન કરતાં આવ્યા છે કારણ કે તેમણે તેમની ભીતરમાં જે સત્ય જોયું હતું, તે સમાજ અને આયોજિત ધર્મો સાથે સુસંગત નહોતું.

આ પુસ્તકમાં, આંકડાકીય અને ઐતિહાસિક બન્ને હકીકતોને હયાત સત્ય સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હકીકતો ૧૨૦ ડીગ્રીના સીધા