KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

Nithyananda on a swing

NITHYANANDA GRANTHA

(Gujarati)

THE SPH NITHYANANDA PARAMASHIVAM

કૃતજ્ઞતામાં

નિત્યાનંદના જીવનનો આ વૃત્તાંત પ્રેમ અને કૃતજ્ઞતાની મહેનત છે. માસ્ટરમાંથી પ્રવાહિત થયેલા શબ્દો છે. લખાણમાં આ શબ્દોને માત્ર કાગળ ઉપર ઉતારવામાં આવ્યા છે અથવા લેપટોપમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.

કહેવાય છે કે મહર્ષિ વ્યાસે મહાન હિંદુ મહાકથા મહાભારત કહી હતી અને ભગવાન ગણેશે તેને અટક્યા વગર લખી હતી. નિત્યાનંદની જીવનકથામાં મહાભારતની જેમ, માસ્ટરના પોતાના વ્યાસ જેવા રૂપાંતરને લખવા માટે ગણેશજીની ખરેખર કોઈ જરૂર નથી. આજના આધુનિક સમયમાં અવાજ રેકોર્ડ કરતાં અને ઓળખનાં સોફ્ટવેર જેવાં સાધનો સરળતાથી આ કામ કરી શકે છે એ માસ્ટરની કરૂણા અને પ્રેમ હતો કે તેમણે અમને આ સર્જનાત્મક પ્રક્રિયામાં નિમિત્ત અને ભાગીદાર બનવા દીધા. અમે અમારા પ્રિય માસ્ટરની અસીમ કરૂણા માટે ગહન કૃતજ્ઞતાનો અનુભવ કરીએ છીએ. આ પ્રક્રિયા દરમ્યાન અમે જે ગ્રહણ કર્યું છે તે અમાપ છે તેને બીજી કોઈપણ રીતે મનમાં ઉતારી શકાયું ના હોત. આ પ્રક્રિયા ખરેખર ગહન ધ્યાનની હતી.

આ અદ્વિતીય માસ્ટરની જીવનકથાનો વૃત્તાંત છે તેમનું અભિવ્યક્ત થતું વ્યક્તિત્વ બધી જ રાષ્ટ્રીયતાઓ, સંસ્કૃતિઓ, રાજકીય જોડાણો અથવા સામાજિક સ્તરોથી ઉપરવટ છે. સૌથી વધુ અગત્યની રીતે તો આ એવા માસ્ટર છે, જે માસ્ટર તરીકે, મિત્ર તરીકે, માતા તરીકે, બાળક તરીકે, અથવા પ્રેમી તરીકે કોઈપણ સ્વરૂપમાં સર્વોત્કૃષ્ટ છે. તેઓ ઉલ્લાસી, નિત્ય પરિવર્તનશીલ છે અને આપણને પણ પરિવર્તનશીલ રાખે છે. તેઓ આપણી સાથે મૂર્તસ્વરૂપ અને તેમની અમૂર્ત શક્તિ સ્વરૂપે રહીને તેમના પ્રેમ,આનંદ,શક્તિ અને હાસ્યને વહેંચે છે. તેમની અપીલ વૈશ્વિક છે અને તેમનો સંદેશ સમયાતીત છે.

આ સમગ્ર ઓળખાણ દરમ્યાન માસ્ટરનું નામ નિત્યાનંદ તરીકે આવશેશરૂઆતના-તેમના એન્લાઈટેન્મેન્ટ પૂર્વેના સમયગાળા દરમ્યાન તેમના વિષે વાત કરતી વખતે પણ નિત્યાનંદ તરીકે જ આવશે. આમ જાણી જોઈને કરેલું છે. હિંદુ શાસ્ત્રોના મત પ્રમાણે માસ્ટર દૈવી શક્તિ જેવી જ શક્તિ છે; હકીકતમાં તેઓ દૈવીશક્તિ કરતાં પણ મહાન છે.

હિંદુ શાસ્ત્રો કહે છે કે સર્જનહારે આપણા માટે કંઈપણ નક્કી કર્યું હોય, તેને માસ્ટરનો નાનો પગનો અંગુઠો પણ ભંૂસીને ફરી વખત લખી શકે છે. તેમને, એ દિવ્ય શક્તિને અમે નમન કરીએ છીએ !

નિત્યાનંદના સમગ્ર જીવનનો મૂળભૂત આશય લોકોને આધ્યાત્મિકતાના ઉચ્ચતમ શિખર તરફ દોરી જવા, મનની રમતની પકડમાંથી મુક્ત કરવા અને તેના મૂળ સ્વ-સ્વરૂપમાં કેન્દ્રિત કરવાનો છે. તેમના જીવનની ઝાંખી પ્રસ્તુત કરતા આ ગ્રંથમાં આત્મસાક્ષાત્કારના એવા ઘણાં પ્રસંગો છે, જેણે ઘણાં લોકોના જીવન રૂપાંતરિત કર્યા છે અને પરિપૂર્ણતાનો અનુભવ કરાવ્યો છે અને હજુ પણ કરાવે છે. તેમના ઉપદેશો અને પધ્ધતિઓમાંથી પ્રેરણા મળે એ આશા સાથે આ રજૂ કરવામાં આવેલ છે. હકીકતમાં આ એવા સૂત્રો છે, જે વ્યક્તિને ‘નિત્યાનંદ’ ની સ્થિતિમાં - અનંતદિવ્ય આનંદની સ્થિતિમાં મૂકી દે છે.

માસ્ટરે કહ્યું છે :

એક વૈજ્ઞાનિક પોતે બહારની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જે છે, જેથી બીજા તેનું ફરીથી એવું જ સર્જન કરી શકે.

એક માસ્ટર પોતે અંદરની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જે છે, જેથી બીજા લોકો ફરીથી એવો જ અનુભવ કરી શકે.

નિત્યાનંદ ગ્રંથ - ૧

એક ક્રાંતિકારી માસ્ટર કે જે લાખો લોકોના જીવનને સ્પર્શે છે અને તેમનું રૂપાંતરણ કરે છે, તેમના પોતાના અંતિમ સત્યની અનુભૂતિમાંથી જીવનના ઉકેલોના સૂત્રો આપે છે, તેવા માસ્ટરના જીવનની ઝાંખી કરાવતી પુસ્તક શ્રેણીમાંથી આ પહેલું પુસ્તક વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.

નિત્યાનંદની જીવનકથાના આ પહેલા પુસ્તકમાં તેમનો જન્મ અને બચપણને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક તેઓ જ્યારે સંન્યાસીનું જીવન જીવવા માટે ગૃહત્યાગ કરે છે, એ બિંદુ પર પૂરું થાય છે. હવે પછી આવનારા પુસ્તકોમાં તેમની ‘પરિવ્રજકા’ (પરિભ્રમણ)ની વિગતવાર માહિતી, તેમના એન્લાઈટેન્મેન્ટ અને તેના પછીનાં થોડાં વર્ષો જ્યારે તેમનાં મિશનનો જન્મ થયો, વગેરેને આવરી લેવામાં આવશે.

તેઓ કહે છે; “માસ્ટરની જીવન કથા વાંચવી અને સાંભળવી અમૂલ્ય મેડિટેશન છે, જે તમને શબ્દોની પાછળના ગહન અનુભવોમાં લઈ જઈ શકે છે.’’

જો તમે બાળક જેવું ખુલ્લું અને ઉત્સુક મન રાખી શકો, સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા વગર શબ્દોને તમારી જાતની અંદર પ્રવાહિત થવા દો, જો તમે ઉત્સુક બાળકની જેમ તમારી જાતને અનુભવ કરવા માટે ખુલવા દો, તો તમે જોઈ શકશો કે હવે પછીનાં પાનાંઓ તમારી પોતાની જાતની રોમાંચક શોધો છે.

અમે ઈચ્છીએ છીએ કે આ પુસ્તક, એન્લાઈટેન્ડ માસ્ટરની આ કથા વાંચકો માટે આંતરિક મૂળભૂત ‘સ્વ’ ની શોધખોળ કરવામાં અને તેમના પોતાના જીવન ઉદ્દેશ્ય વિષે જાગૃતતા પેદા કરવામાં પ્રેરણા સ્ત્રોત બની રહે.

  • NAA

અનુક્રમણિકા

પ્રકરણ - ૧

માસ્ટર : દક્ષ શલ્ય ચિકીત્સક

આપણે કોણ છીએ ?13
માસ્ટરની ભૂમિકા16
ભીતરમાં આપણે બધા જ સંત છીએ19
અસંતોષ માસ્ટર તરફ દોરી જાય છે22
માસ્ટર - માસ્ટર સર્જન27
સત્ય અને હકીકત31

પ્રકરણ - ૨

અરૂણાચલ : આધ્યાત્મિક સંરક્ષણ કક્ષ

અરૂણાચલની પૌરાણિક કથા : શિવ, વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચેના વિખવાદનું નિરાકરણ કરે છે.38
અરૂણાચલેશ્વરનું મંદિર : સૌથી મોટું શિવ મંદિર41
અરૂણાચલના જીવંત માસ્ટર : ભગવાન શ્રી રમણ મહર્ષિ44
એન્લાઈટેન્ડ માસ્ટરોને શા માટે દફનાવવામાં આવે છે, તેમનો અગ્નિ સંસ્કાર કેમ કરવામાં આવતો નથી ?46
અરૂણાચલમાં શિવની હાજરી : ત્રણ સ્વરૂપોમાં રહેવાનું વચન49
અવતારો કોણ છે ? તેઓ શા માટે જન્મ લે છે ?51
દરેક અવતારની અદ્વિતીયતા57
અવતારો ચમત્કારો કરનારા નથી : અતીન્દ્રિય આવાગમન અને શક્તિ વડે ઉપચાર વૈજ્ઞાનિક છે.58
‘પરમહંસ’ કોણ છે ?63
પરમહંસ એન્લાઈટેન્ડ હોવા છતાં તેમને સંઘર્ષ શા માટે કરવો પડે છે ?65
પરમહંસનું શુદ્ધિકરણ73
પ્રકરણ - ૩ પરમહંસનો સાક્ષાત્કાર થાય છે. અવતાર અને પરમહંસ તિરૂવન્ના મલાઈમાં જન્મ લે છેપ્રકરણ - ૫ શિવ માનવ સ્વરૂપે દેખા દે છે
સચેત જન્મની કથા78મિત્ર તરીકે ભગવાન154
(ક્વોન્ટમ) આધ્યાત્મિકતાનું આવશ્યક પરિમાણ79દક્ષિણામૂર્તિનું રહસ્યમય વટવૃક્ષ170
ભાવિના એંધાણ સમી અસાધરણ ઘટના83દેવલોક પામ્યા પછી પણ એન્લાઈટેન્ડ માસ્ટરો
અવતારોનો સચેત જન્મ.89આપણા પર કેવી રીતે પ્રભાવ પાડતા રહે છે173
નિત્યાનંદ અવતાર93મુંડકોપનિષદ્માંથી બે પક્ષીઓની કથાની પૃષ્ઠભૂમિકા177
હિંદુઓ મૂર્તિપૂજક શા માટે છે ?95
ભગવાનનો ખ્યાલ વાસ્તવિકતા કેવી રીતે બની શકે ?102પ્રકરણ - ૬ પ્રથમ આધ્યાત્મિક જાગૃતિ
પ્રકરણ - ૪ વૃદ્ધિ પામતી ચેતનાપસંદગીવિહિનતા એન્લાઈટેન્ડ હસ્તીઓની લાક્ષણિકતા હોય છે182
પાડોશી ગુરુ, કુપ્પામ્માલ હવાલો લઈ લે છે189
આધ્યાત્મિકતામાં ઉછેર106જરખનો હુમલો થશે તેનો જૂનો ભય192
ત્વરીત પૂજા ઘર108રૂદ્રાક્ષ મુનિ સાથે મિલન194
તિરૂવન્નામલાઈમાં પુસ્તક મેળો110અન્નામલાઈ સ્વામીગલ અને પોતાની જાતે જ કરેલો ઘાવ197
ગણેશજી સાથેની ઘટના112આધ્યાત્મિક જાગરણ206
ગણેશ ચતુર્થી : આધ્યાત્મિક અનુરાગની જાગૃતિ118પ્રકરણ - ૭ ગૃહત્યાગ
રઘુપતિ યોગી121આધ્યાત્મિક વિકાસ માટે આશ્રમનું વાતાવરણ શા માટે
યોગી રામ સુરત કુમાર - વીસીરી સ્વામીગલ136જરૂરી છે ?216
અરૂણાચલ પ્રત્યેનો આદરભાવ139સમાજના પાખંડ માટે અણગમો219
ટેલીપથીક વૃદ્ધ માણસ અને શાંત સંન્યાસી140ઘરમાંથી દૂર ચાલ્યા જવું222
ગણિત શિક્ષક146માછલી હંસનું પ્રતિબિંબ જુએ છે અને તેને પોતાનું બનાવવા
અભિરૂચિના છૂટા છવાયા બનાવો146ઇચ્છે છે241
સાધુ અને બાળક151મારા માસ્ટર, રહસ્ય તમારી કલા છે246
પૂર્વ જન્મો152પરિશિષ્ટ259