પરિશિષ્ટ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
પરમહંસ નિત્યાનંદ
પરમહંસ નિત્યાનંદ
પરમહંસ નિત્યાનંદા આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા નિત્યાનંદા રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.
નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારતના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે નિત્યાનંદાએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.
વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા નિત્યાનંદા વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.
ભારતમાં બેંગલોર નજીક બીદદીમાં આવેલ નિત્યાનંદા ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રધ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિપ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.
આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ હીલીંગ, યુવાનો માટે વિનામૂલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ, વિનામૂલ્યે સારવાર અને આંખના ઓપરેશન, વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકૂળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક
કાર્યક્રમો અને શિબિરો
નિત્યાનંદ મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છેતેમાંના થોડા નીચે પ્રમાણે છે.
આંતરીક ઉજાગરણ (Inner Awakening)
Inner Awakening
આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી ‘માસ્ટર’ કાર્યક્રમ છે. આ ૨૧-દિવસનું ઊર્જા ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કિમિયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઊર્જા ક્ષેત્ર, બીદદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.
નિત્યાનંદ। કહે છે,
Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રયોજેલ છે. મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે.
દાખલા તરીકે, લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧ (LBP-1) ‘આનંદપૂર્ણ જીવન’ એ એક ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨ (NSP)- ‘મૃત્યુ સુંદર રીતે અનુભવવું’ એ ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ ‘યોગી શરીર’ માટે પ્રયોજ્યો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.
એક પરિમાણનો અનુભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉંડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન થાય છે.
- સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અગત્યના સ્થળોની યાત્રા કરી શકશો જેવાં કે પરમહંસ નિત્યાનંદાનુ જન્મ સ્થળ તિરવન્નમલાઈ, પતંજલીનું જન્મસ્થળ ચિદંમ્બરમ્ વિ.
- મન-શરીર સયંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદ વિવાદ માં ભાગ લેશો.
- જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
- બેંગલોર બેંગલોર આશ્રમમાં ના રહસ્યવાદી વટવૃક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક હીલીંગ અનુભવશો.
- દિવસના બધા જમણ વખતે સાત્વિક આર્યુવેદિક ભોજન માણશો.
વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.
કલ્પતરુ
આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતરુ ધ્વારા તમને મળશે:
શક્તિ - જીંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ. બુદ્ધિ - જીંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બુદ્ધિ. યુક્તિ - ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જુઓ છો તે પોતે જ એક સતત બદલાવું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા. ભક્તિ - શ્રદ્ધા, સવિયલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી. મુક્તિ - આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ. આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊર્જાથી સજ્જ કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો. દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્ષણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ ૩ - ભક્તિ સ્ફુરણા પ્રોગ્રામ
(LBP Level-3 BSP) તમારી ઉપાસના પૂર્ણ કરો.
આ કાર્યક્રમ બીજાઓ અને તમારા ‘સ્વ’ સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.
લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT)
જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ
લાઈફ બ્લીસ ટેકનોલોજી કાર્યક્રમ લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT)એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારીત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારિરીક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઇન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.
નિત્યાનંદ મિશનની પ્રવૃતિઓ
વિશ્વભરમાં મેડીટેશન અને વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. ❖ નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ : કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિમાં ૫૦૦૦થી વધુ માન્ય હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ ૨૦,૦૦૦ વ્યક્તિઓને માનસિક અને શારીરીક હિલીંગનો લાભ અપાય છે. ❖ અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીયે મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે. ❖ નિત્યાનંદ સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, યોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સઘન તાલીમ લે છે. આ સાધકો નિત્યાનંદ। મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે. ❖ નિત્ય યોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પદ્ધતિ શીખવાડાય છે. ❖ મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વૈદીક મંદિરો અને આશ્રમો. ❖ જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડીટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્યકારક પરિવર્તન જોવા મળ્યાં છે. ❖ તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આયુર્વેદ, એક્યુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધુ.
હીલીંગ પદ્ધતિ ઇન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.
❖ યુ-ટ્યુબ ઉપર ફ્રી ઉપદેશો : www.youtube.com પર ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઇથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાય છે.
❖ વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાય : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષયમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રયત્ન.
❖ નિત્યાનંદ યુથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે શાંતિ અને જીવન મુક્તિના સહિયારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.
❖ નિત્યા ધીર સેવા સેના : આનંદ સેવકનું આ સ્વૈચ્છિક જૂથ પોતાના રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ય કરે છે એ આપત્તિઓ વખતે પુર્નવસન માટે રાહત કાર્યો પણ કરે છે.
નિત્યાનંદ ગેલેરીયા

પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી
- નિત્યાનંદના દ્રષ્ટિવંત ઉપદેશો વિડીયો, ઓડીયો ટેપ, CD અને પુસ્તકો ૨૬થી વધુ ભાષાઓમાં
- જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે ભજન કિર્તન. શરીર મન અને આત્માના કાયાકલ્પ માટે
- મેડીટેશન અને યોગ માટે પુસ્તકો, કીટ અને CD ઉત્તેજનાપૂર્ણ જીવન શૈલી માટે મંત્રેલ માળાઓ, બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.
- પુરૂષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્ચત્તર શક્તિ માટે રૂદ્રાક્ષના આભુષણો
વધુ માહિતી માટે www.nithyanandagalleria.com
અને www.lifeblissgalleria.org ની મુલાકાત લો અથવા [email protected] અથવા [email protected] પર Email કરો.
અરૂણાચલ મૂક ઈશારાથી બોલાવી રહેલ પર્વત

જ્યારે અરૂણાચલ માણસની સૂઝ અને ગણિતથી પર છે, તો પછી કોઈ તેને કેવી રીતે જાણી શકે ? તેને સમર્પિત થઈ જાવ પર્વત જાતે જ તમારી સમજમાં આવી જશે. માત્ર આ એક જ રસ્તો છે.
અસ્તિત્વની શક્તિથી શક્તિ સ્ફૂર્ત થયેલ અરૂણાચલ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્ર છે. અહીં જે દેખાય છે તે અરૂણાચલ ટેકરી છે, તે દુનિયાભરમાંથી સાધકોને તેમના ધર્મ સંપ્રદાય, પ્રણાલી, પંથના બંધનો તોડીને પોતાના તરફ આકર્ષે છે.

વધુ વાંચન માટેના સૂચનો :
☯ સચોટ ઉકેલો
☯ મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે.
☯ જીવન મુક્તિ(પરમહંસ નિત્યાનંદનો પ્રબોધ)
☯ પરમાનંદ પૂર્ણ જીવનની ચાવીઓ
☯ સામાન્ય સવાલોનાં અસમાન્ય જવાબો
☯ Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda)
☯ Don't Worry be Happy
☯ Instant Tools for Blissful Living
☯ You can Heal
☯ Follow Me In
☯ The Door to Enlightenment
☯ Songs of Eternity
☯ You are no sinner
☯ So you want to know the truth ?
નિત્યાનંદના ૫૦૦થી વધુ વ્યાખ્યાનો
http:// www.youtube.com / Lifeblissfoundation પર ઉપલબ્ધ છે.

બાળક નિત્યાનંદ પહેલા દિવસથી જ મોહક !

૧૦ વરસની ઉંમરે જ્યારે
મેડિટેશનમાં બેઠા હતા
ત્યારે લેવાયેલ નિત્યાનંદનું
ચિત્ર
તેમના બન્ને ભાઈઓ સાથે.
પાછળ અરુણાચલ મંદિરના
નવ શિખરોમાંથી બે દેખાઈ
રહ્યા છે. મંદિરોના સાનિધ્યમાં
ફરતા રહેવું તેમને માટે સૌથી
વધુ આનંદદાયક બાબત હતી.

ઉપરનું ચિત્ર
જેને સંગ્રહી
રાખવા માટે
વધારે સ્પષ્ટ
બનાવવાયું છે.


માતા લોકનાયકી અને પિતા અરૂણાચલમ્

દેવી-દેવતાઓના સ્વરૂપોના
ભાગો. આનાથી નિત્યાનંદ
પાયાની સામગ્રી તરીકે ભીની
માટીનો ઉપયોગ કરીને
વિવિધ મૂર્તિઓ બનાવતા
હતા અને પોતાના હૃદયના
સંતોષ માટે શણગારતા હતા.

નિત્યાનંદ ધગશ અને ઉત્સાહથી દેવતાઓની ભક્તિ કરતા હતા, તેમાં તેમને અસ્તિત્વની જીવંત નિશાનીઓ માનતા હતા. ઉપરની પાંચ મૂર્તિઓને તેઓ જ્યાં પણ જતા ત્યાં સાથે લઈ જતા અને તેની ભક્તિ કરતા હતા.

પૂજાની સામગ્રી અને દેવતાઓના વસ્ત્રો જેનો તેઓ પૂજા વિધિમાં ઉપયોગ કરતા હતા.

ગણેશની મૂર્તિ જેણે નિત્યાનંદના આગ્રહથી પ્રસાદ આરોગ્યો હતો.
ભારતના કન્યાકુમારીની કૌટુંબિક
ધાર્મિક યાત્રાએ. પાછળ છાયા
ચિત્રમાં દેખાતું દૃશ્ય સૂર્યાસ્ત
વખતે દેખાતા વિખ્યાત
વિવેકાનંદ રોકનું છે.


રુદ્રાક્ષ માળાની પેટી. તેઓ જ્યારે સબરીમાલા ટેકરી પર આવેલ ભગવાન અય્યપ્પાની વાર્ષિક યાત્રાએ જતા ત્યારે પહેરતા હતા. તેના પર તેમનું સન્યાસ પહેલાનું નામ રાજ શેખરન કોતરેલું જોઈ શકાય છે.

ચંદનના લેપથી શણગારેલ
ગણેશની મૂર્તિ જે તેમની
સૌથી પ્રિય મૂર્તિ છે તેની
સાથે નો જૂથ ફોટો.

રઘુપતિ યોગી.
નિત્યાનંદની
આધ્યાત્મિક સાધનમાં
મિત્ર, ફીલોસોફર
અને માર્ગદર્શક.

દેવી પરાશક્તિ (અસ્તિત્વની સ્ત્રૈણશક્તિની
ઓળખ) જેના તેમનો મનમાં દર્શન થયા
હતા અને તેમણે તેને નરમ પથ્થરમાંથી
કોતરીને તૈયાર કરી હતી.

ભાવતીત ધ્યાનના
સેમીનારમાં નાના
નિત્યાનંદ ચમકતી આંખો
અને ઉત્સાહથી વ્યાખ્યાન
સાંભળી રહ્યા છે.
તિરૂવન્નામલ્લઈના અરુણાચલ મંદિરમાં
આવેલ ક્રિતિક મંડપ, જ્યાં રઘુપતિ
યોગીએ તેમને આકરી કસરતો કરાવીને
તાલીમ આપી હતી. તેઓ તેમને આ
સ્તંભો ઉપર વારંવાર ચડવાની કસરત
કરાવતા અને અમુક વખતે માત્ર એક
જ હાથનો ઉપયોગ કરીને ચડવાનું
કહેતા હતા.

તિરૂવન્ના મલાઈમાં
માસ્ટર-યોગી રામ
સુરતકુમારની કૃપા
દ્રષ્ટિમાં ઉજવણી થઈ
રહી છે.


ભૌતિક વસ્તુઓ પેદા કરવાના ખ્યાલનું નિર્દેશન કરવા માટે રઘુપતિ યોગીએ હાજર કરેલ શંખ.
રઘુપતિ યોગીએ હવામાંથી હાજર કરીને નિત્યાનંદને આપેલ રુદ્રાક્ષની માળા, જેને તેઓ દરરોજ પહેરી રાખે છે. ચંદનનો લેપ અને કંકુ જે તેઓ પોતાની છાતી પર લગાવે છે તેના ડાઘ માળા પર જોઈ શકાય છે.


તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા
થઈને તમે શું બનશો ત્યારે લાગણીના
આવેશમાં આવીને પોતાનું આ ભાવિ
ચિત્ર દોર્યું હતું. આ સ્વચિત્ર જોઈને
કોઈપણ સમજી શકશે કે તેમણે
છોકરમતમાં બનાવેલ ચિત્રનો અર્થ
અને અગત્યતા કેટલી બધી છે.


તિરૂવન્નામલાઈમાં પરિભ્રમણ વખતે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક અને તેમની સંભાળ રાખનાર માતાજી વિભૂધાનંદા સાથે.

નિત્યાનંદ જ્યારે પોતાની ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળાની નોંધપોથી તૈયાર કરતા ત્યારે, તેઓ તેની સાથે જ વધારે ઉત્કટ અભિરુચિથી પૂજા કરવાની અને યજ્ઞોની રીતો લખતા હતા. આ બધું એમણે એ ઉંમરે કર્યું હતું જ્યારે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવું અઘરું કામ ગણાય. અહીં જે નોંધો દેખાય છે, એ તેમની ઉત્કટ અભિરુચિની સાબિતી છે. આજે મંત્રોના આ પુસ્તકોની નકલો કરીને તેમના શિષ્યોને પૂજાવિધિ કરવા માટે વાંચવા માટે વહેંચવામાં આવે છે.



વિભૂધાનંદાએ આપેલ પાદૂકા, જેને તેમણે નાની ઉંમરે જ અભિરુચિમાં લીધી હતી. આ જે જ્યારે તેઓ ઘરમાં આ પાદુકા પહેરીને ચાલતા ત્યારે કાનફાડી નાંખે એવો પટ પટ અવાજ આવતો. એ યાદ કરીને હસી પડે છે.

પવિત્ર શ્રી ચક્રના માનસિક દર્શનને આધારે તેમણે તાંબાના પતરાં પર કોતરેલું શ્રી ચક્ર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગૂંચવાડા ભરેલી આકૃતિ તમે આટલી સરળતાથી કેવી રીતે કોતરી હતી, ત્યારે તેમણે સમજાવ્યું કે, તેમાં નવ ત્રિકોણો વિવિધ ખૂણાઓ પ્રમાણે ગોઠવેલા છે. તમે જ્યારે ખ્યાલને સમજી જાવ છો, ત્યારે એ સરળ બની જાય છે.
માતાજી વિભૂધાનંદાએ તામીલમાં આપેલ દીક્ષા પત્ર

બ્રહ્મયોગીની વિબુથાઈ, જેમણે મહા લૂ લૂ શ્રી શ્રી શ્રીલા શ્રી પંચમુખ યોગી બ્રહ્મર્ષિ ઈસાક્કી મહામુનિવરની કૃપાથી ઊચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે, એવી હું મારા વહાલા લોકનાયકી અને અરૂણાચલમૂના પુત્ર રાજશેખરને આજે ભાવ વરસના ૧૦મા દિવસે, વૈસાખીના મહિનામાં મંગળવાર પૂર્ણિમાના વિકાસમ તારા ના દિવસે, તેના અતિ ઉત્સાહના પ્રતિભાવરૂપે દીક્ષા આપું છું જેથી તે મેં અનુભવેલ દિવ્ય આનંદનો અનુભવ કરી શકે.
દિક્ષા શિષર્ક : બ્રહ્મ સુખી
આપની
ઈસાક્કી મુનિવરની શિષ્યા વિપુથાઈ ઉર્ફે કુપ્પામ્માલ બ્રહ્મયોગીની
તિરૂવન્ના મલાઈ
૨૪-૫-૯૪

નિત્યાનંદમાં
આધ્યાત્મિક ઉત્તેજતા
પોષનાર વિભૂધાનંદા
માતાજીના ગુરુ,
ઈસાક્કી સ્વામીગલ.

ઈસાક્કી સ્વામીગલે
ભેટ આપેલો શંખ,
તિરૂવન્નામલાઈની
શેરીઓમાં જ્યારે
અરૂણાચલે શ્વરનાં
વરઘોડો નીકળે ત્યારે
નિત્યાનંદ આ શંખ
ફૂંકતા.

આત્મપુરાણ (ઊપનિષદોનો સંચય) જે
ઈસાક્કી સ્વામીગલે નિત્યાનંદને ભેટ આપ્યો
હતો. નિત્યાનંદાએ વેદાન્ત ઉપર વાંચેલ સૌ
પ્રથમ પુસ્તક.

ઓલાઈ યુવાડી (તાડના પાંદડા પર લખાયેલ હસ્તપ્રત) જેમાં રૂદ્રમ, ચમકમ્ અને બીજા વૈદિક મંત્રો લખેલા છે. આ હસ્તપ્રત ઈસાક્કી સ્વામીગલે નિત્યાનંદને આપી હતી.



અરુણાચલ નિત્યાનંદ માટે
સર્વસ્વ હતો. તેનો એકપણ કરાડ
કે ખડક એવો નહીં હોય જેણે
નિત્યાનંદની અભિરુચિનો
અનુભવ નહીં કર્યો હોય. આ
ચિત્રોમાં તેમને પોતાના પ્રિય
અરુણાચલની ભવ્યતામાં
સૂર્યપ્રકાશનો આનંદ માણતા
જોઈ શકાય છે.

રમણ મહર્ષિના શિષ્ય અન્નામલાઈ
સ્વામીગલ, જેમણે ‘શરીર અને
મન’થી પર જવાનો મહત્વપૂર્ણ
ખ્યાલ નિત્યાનંદને તેમની સત્યની
શોધખોળ વખતે આપ્યો હતો.

રામકૃષ્ણ પરમહંસનું ચિત્ર જેઓ
નિત્યાનંદના બીજા સૌથી વધુ
આદરણીય માસ્ટર હતા અને
તેમનું આ ચિત્ર તેઓ હંમેશા
પોતાની સાથે જ રાખતા.
તિરૂવન્ના મલાઈમાં આવેલ સ્મશાન –
નિત્યાનંદના મેડિટેશન માટેના પવિત્ર
સ્થળો, તેઓ પોતાના ઘરમાં બહુ જ
ઓછો સમય ગાળતા. પોતાની પાસે
રાખેલ ચાવીથી ઘર ખોલીને આવતા.
તેમના માતા-પિતાએ તેમના આ
અનિયમિત સમય માટે ક્યારેય ટોક્યા
નહોતા.


નિત્યાનંદાએ જ્યાં
ડિપ્લોમા મિકેનીકલ
એન્જીનીયરીંગનો
અભ્યાસ કર્યો હતો એ
ગુડીયાથામ કોલેજમાં
તેમના સહપાઠીઓ
સાથેનો ફોટોગ્રાફ

તિરૂવન્નામલાઈના મંદિરમાં અરૂણાચલેશ્વરની સમાધી. જે મુખ્ય મકાનના પાછળના ભાગમાં આવેલ છે. એ ચાર સ્તંભોવાળો અંધારો ખૂણો, જેમાં અરૂણાગીરી યોગીશ્વરાની જીવ સમાધી આવેલ છે, જેમાંથી નિત્યાનંદના બોલાવવાથી યોગીશ્વરા દરરોજ બહાર આવતા હતા અને નિત્યાનંદાએ એમ ધારી લીધું હતું કે ત્યાં કોઈ દરવાજો છે, જેમાંથી તેઓ આવે છે જે એક ગુફા જેવો ભાગ છે.
નીચેનો ફોટોગ્રાફ એ.આર.નટરાજન દ્વારા લખાયેલ પુસ્તક “અરૂણાચલ ઋગ્વેદથી રમણ સુધી”ની પહેલી આવૃત્તિ ડીસે.૨૦૦૨માંથી લેવામાં આવેલ છે.

આ એ વટવૃક્ષ છે, જેની અરૂણાચલ પર્વતમાં રમણ મહર્ષિએ એક વખત મુલાકાત લીધી હતી અને તેના વિશે વાત કરી હતી. તેઓ કહે છે કે એક દિવસ તેઓ અરૂણાચલ પર્વત પર ચાલી રહ્યા હતા ત્યારે તેઓ એક વટવૃક્ષ તરફ ખેંચાઈ ગયા હતા. એ વૃક્ષની નીચે એક યુવાન યોગી તેમનાથી ઘણી વધારે મોટી ઉંમરના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. પરોક્ષ રીતે રમણ મહર્ષિ આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીની સરખામણી ભગવાન દક્ષિણામૂર્તિ સાથે કરી છે. જે સ્વયં શિવનો અવતાર છે.
આ એ જ વટવૃક્ષ છે જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્ત્રોતમાં ગાયું છે : જેની નીચે યુવાન દક્ષિણ તરફ મોં રાખીને પોતાની મોટી ઉંમરના સાધુઓને શાંતવાતાવરણમાં ઉપદેશ આપી રહ્યો હતો.
અરૂણાગીરી યોગીશ્વરાએ
આધીભૌતિક વટવૃક્ષની અંદર ભેટ
આપેલ ભગવું વસ્ત્ર જે આજે
બેંગલોરના આશ્રમના સંગ્રહ
સ્થાનનો એક ભાગ છે.

નિત્યાનંદ કહે છે :
“જ્યારે મેં આ વટવૃક્ષ નીચે યુવાન માસ્ટર પોતાનાથી મોટી ઉંમરના શિષ્યોને, અરુણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપી રહ્યા હતા. તેના બધા ઉલ્લેખો જોયા ત્યારે તેને ખાત્રી થઈ ગઈ કે, તેઓ શંભાલા, સમર્ષિઓનું સામ્રાજ્ય, જે બ્રહ્માંડીય શક્તિનું કેન્દ્ર છે તેનો ઉલ્લેખ કરી રહ્યા હતા.”
હિમાલયમાં ગંગોત્રી અને ગૌમુખથી ઉપર ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ તપોવનમાં થઈને શંભાલા પહોંચી શકાય છે. માસ્ટરની મદદથી માણસ કોઈ પણ જગ્યાએથી શંભાલા પહોંચી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટર તમને ત્યાં પહોંચાડવા માટે કોઈ પણ સમયે હવાઈ પટ્ટીનું કામ કરે છે. આ હવાઈ પટ્ટીઓને શક્તિ ક્ષેત્રો કહેવાય છે. જ્યાંથી તમે શંભાલા પહોંચવા માટે ઉડાન ભરી શકો છો.
જો કે શંભાલા આ પૃથ્વી પરનું ભૌતિક સ્થાન નથી. શંભાલા એક આધ્યાત્મિક અનુભવ છે. જે રમણે જોયું હતું અને મેં અરુણાગીરી યોગીશ્વરા સાથે જોયું હતું અને બન્ને એ જે વટવૃક્ષ જોયું હતું એ બિદાદીમાં આવેલ આપણા આશ્રમમાંનું જ વટવૃક્ષ છે.
રમણ મહર્ષિ જે વટવૃક્ષનો ઉલ્લેખ કરે છે, અને બિહાદીમાં આવેલું વટ વૃક્ષ એરપોર્ટ અથવા હેલી પેડ જેવાં છે, જેના પર સવાર થઈને તમે આધ્યાત્મિક પ્લેનમાં બેસીને જ્યાં શુદ્ધ ચેતનામાં અરૂણાગીરી યોગીશ્વરા, દક્ષિણામૂર્તિ સ્વરૂપે, જે સ્વયં ‘શિવ’ છે, તે રહે છે ત્યાં પહોંચી શકો છો.

Ebook ISBN: 979-8-88572-873-7
© Sri Nithyananda Paramashivam. All Rights Reserved