પ્રકરણ - ૭: ગૃહત્યાગ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
આધ્યાત્મિક વિકાસ માટે આશ્રમનું વાતાવરણ શા માટે જરૂરી છે?
નિત્યાનંદ કહે છે :
"લોકો મને પૂછે છે કે મારા આશ્રમો શા માટે છે ? એક સમૂહની રીતે આશ્રમમાં રહેવા પાછળ મુદ્દો શું છે ? સંયુક્ત કુટુંબમાં રહેવામાં અને આશ્રમમાં રહેવામાં કેવી રીતે ફરક પડે છે?"
આપણે વિચારવાની જરૂર છે કે માણસો માટે જાગૃત હસ્તીઓ તરીકે વિચારવું જોઈએ નહીં કે તેમની સામાજિક ઉપયોગીતા તરીકે. જો તમે ડોક્ટર છો. તો તમારો ધંધો ડોક્ટરનો છે; તમારો મૂળભૂત ‘સ્વ’ ડોક્ટર નથી. માસ્ટર તમને તમારા આંતરિક અવકાશ, તમારા ‘સ્વ’ ને ઓળખવામાં મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તમે એક ડોક્ટર કરતાં કંઈક વધારે છો; તમે તમારી અંદરનો ‘સ્વ’ છો. મારા આશ્રમમાં હું લોકોને તેમનો આંતરિક ‘સ્વ’ પાછો મેળવવામાં મદદ કરું છું. આ આંતરિક ‘સ્વ’ ની સરખામણીમાં, આપણે બધો જ સમય જેમાં વિતાવ્યો છે એ બાહ્ય ‘સ્વ’ અતિશય નાનો અને અપ્રસ્તુત દેખાય છે. કોઈએ તેની લાંબો સમય ચિંતા કરવી જોઈએ નહીં. આપણે આપણી પાસે એ છે કે નહીં તેની ચિંતા કરીશું નહીં.
બાહ્ય જિંદગી જીવનનો માત્ર એક ભાગ જ છે. તમે કદાચ પૂછશો, "આ સ્થિતિ એ હું મારા ઘરમાં રહીને જ શા માટેના પહોંચી શકું? આશ્રમ શા માટે જરૂરી છે?"
તમારું ઘર સામાજિક ખ્યાલ પર આધારિત છે. તે તમને સત્ય ભૂલાવી દે છે. આંતરિક ‘સ્વ’ નો આદર્શ આશ્રમનો આધારસ્તંભ છે; તેનો ઘેરાવો, સમજણો વચ્ચે લાવીને આપણા આધ્યાત્મિક માર્ગમાં અવરોધો ઊભા કરીને આપણને આગળ વધતા અટકાવશે. આશ્રમમાં લોકો આપણને મહાન સત્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત કરે છે.
માણસ માત્ર એક વ્યક્તિ તરીકે દૂર એકાંતવાસી બનીને એકલો રહી શકે નહીં. કોઈ માણસ ટાપુ નથી. એવું જ્હોન ડોન્ને કહ્યું હતું. માણસ સામાજિક પ્રાણી છે. જો આપણને સતત ફરી ફરીને ઉચ્ચતર સત્યોની યાદ અપાવવામાં આવે તો, આપણે તેને જીવીએ છીએ, તેને વિકિરણીત કરીએ છીએ.
આશ્રમો, દિવ્ય આનંદથી ભરેલા મજબૂત તરંગોના ઉદ્ભવ કેન્દ્રો છે. તરંગો આંતરિક ‘સ્વ’ ને ધ્રુજાવે છે અને ખસેડે છે; પહેલાં આપણે જે કંઈપણ બાંધ્યું હોય તેનો ભાંગીને ભૂક્કો કરી નાંખે છે અને સપાટ બનાવી દે છે. સંઘ એવું પર્યાવરણ છે જે દિવ્ય આનંદના તરંગો પ્રસારિત કરે છે, દિવ્ય આનંદમાં રહેવાની વારંવાર યાદ અપાવે છે આટલા માટે જ આશ્રમો ઊભા કરવામાં આવે છે.
કોઈ જ્યારે માસ્ટરના ચરણોમાં બેસે છે, ત્યારે બધી જ શંકાઓ દૂર થઈ જાય છેઃ ઉચ્ચતમ આધ્યાત્મિક સ્તરો સુધી પહોંચવાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની શક્તિ પેદા થાય છે.
માસ્ટરને પ્રેમ કરવો સહેલો છે ; આપણી સાથેના બીજા લોકોને પ્રેમ કરવો વધારે મુશ્કેલ છે. આશ્રમમાં લોકો શરતો અને કારણો વગર એક બીજાને પ્રેમ કરતા શીખે છે. માસ્ટરનો સ્વતંત્ર દિવ્ય આનંદ વહેંચાય છે. આશ્રમ એક આદર્શ સંયુક્ત કુટુંબ છે. એ લોહીના સંબંધોનું બંધન નથી. એ ગહન લાગણીભર્યા અને આદર્શ સંબંધોનું જોડાણ છે. આશ્રમ જીવનમાં પ્રવેશવા માટે પરિપક્વતાની જરૂર પડે છે. આ કાંઈ થિયરી નથી પરંતુ હકીકત છે જે અનુભવાય છે અને વ્યક્ત થાય છે.
નિત્યાનંદના એક કાકા તેમની સંભાળ રાખતા હતા. કાકા-કાકી આ મહિલાની સંભાળ રાખતી વખતે ખુશ નહોતા, અને તેણીને મદદરૂપ ના થવું પડે એટલે હંમેશા એક યા બીજા બહાના શોધી કાઢતા હતા. મહિલા પોતે પણ ચીડીયણ અને દુઃખી વ્યક્તિ હતી. તેણી પૈસાદાર હોવા છતાં પણ ખૂબ જ દુઃખી અને કંજૂસ હતી. તેણી ઘણીવાર નિત્યાનંદને તમાકુ ખરીદી લાવવાનું કહેતી અને છોકરો પૈસા માગતો ત્યારે તે કહેતી કે તારા પિતા પાસેથી લઈલે. આ બાઈ ઉનાળાની સખત ગરમીના મહિનાઓમાં પણ તેના પાડોશીઓને પોતાના કૂવામાંથી પાણી ભરવા માટે ના પાડતી.
જ્યારે તે મૃત્યુ પામી ત્યારે તેને માટે કુટુંબમાંથી કોઈએ આંસુ સાર્યા નહોતા! તેની સૌથી વધુ સંભાળ રાખનાર વ્યક્તિ નજીકમાં રહેતા ડોક્ટર હતા. જે તેની પાસે જરૂર વખતે હાજર રહેતા. તેની સાથે પણ તેણી ખરાબ વર્તન કરતી અને ભૂતકાળમાં પોતાના કૂવામાંથી ડોક્ટરને પાણી લેવા નહોતું દીધું. તેમ છતાં તેમણે તેણીના મૃત્યુ સુધી ખૂબ જ દયા ભાવથી તેની સારવાર કરી હતી.
જો કે તેણીના મૃત્યુથી કોઈપણ ખાસ દુઃખી થયું નહોતું. મિત્રો અને પડોશીઓને સાંત્વના આપવા માટે તેમની સામે ગૃહિણીઓએ પોતાના બધાં ઘરેણાં ઉતારી નાંખ્યા હતા અને હલકી સસ્તી સાડીઓ પહેરી લીધી હતી. જેમ જેમ મહેમાનો આવવા માંડે, તેમ તેમ બૈરાઓ વિલાપ કરવાનું શરૂ કરી દે. અને એક વખત ઔપચારિક રડવાનું પુરું થઈ જાય એટલે તરત મહિલાઓ સામાજિક કૂથલીમાં પડી જાય અને ખરખરો કરવા આવેલા મહેમાનોને કૉફી-નાસ્તો આપવા લાગે. સંબંધીઓનું નવું જૂથ આવે એ દરેક વખત રોવા કકળવાનું ફરીથી શરૂ થઈ જાય અને તરત જ કૂથલી થાય અને કૉફી નાસ્તો અપાય. આ બધા દંભથી નિત્યાનંદ આઘાત પામી ગયા.
સખત અણગમાથી હતાશ નિત્યાનંદાએ પોતાનો ભગવદ્ ગીતાનો ગ્રંથ લીધો અને શબની સામે બેસીને તેમાંના શ્લોકો બોલવાનું શરૂ કરી દીધું. (એ પહેલાં તેમને પહેલો આધ્યાત્મિક અનુભવ થઈ ચૂક્યો હતો) આ ફક્ત એક ક્રિયા હતી, જેણે આ બધા દંભી નાટકો વચ્ચે વૃધ્ધ સ્ત્રીના આત્માને શાંતિપૂર્વક અલગ થવામાં મદદ કરી હતી. નિત્યાનંદાએ પાછળથી અમને કહ્યું હતું. “મારી હાજરીમાં મેં જોયેલું એ પહેલું સચેત મૃત્યુ હતું.”
ઘર છોડીને દૂર જવું
બચપણથી નિત્યાનંદનું સપનું વૈરાગી સંન્યાસી બનવાનું હતું. રૂઢિવાદી કુટુંબમાં છોકરા છોકરીઓ તરુણાવસ્થામાં આવે ત્યાંજ તેમની સગાઈ નક્કી કરી નાંખવામાં આવતી હતી. છોકરી યુવાવસ્થામાં પ્રવેશે કે તરત જ સગાઈ કરી નાંખવામાં આવતી હતી. પોતાના કુટુંબના સગા સંબંધીઓના વર્તુળમાંથી યોગ્ય સાથી પસંદ કરવામાં આવતા હતા. આ ગોઠવાયેલા સગપણમાં ભાગ્યે જ કોઈ વિરોધ થતો. છોકરા છોકરી બન્નેને તેમના આ સંબંધ વિષે સતત યાદ અપાવવામાં આવતી, અને કુટુંબને લાગે વળગે ત્યાં સુધી આ સંબંધ લગ્ન થઈ ગયા બરાબર જ માનવામાં આવતો; તેથી છોકરા-છોકરી ક્યારેય બીજા વિકલ્પો માટે વિચારતા જ નહીં.
ખાસ કરીને, નાના શહેરોમાંના સંયુક્ત ભારતીય કુટુંબોમાં દીકરાઓ લગ્ન પછી પણ પોતાના માતા પિતા સાથે જ રહેવાનું ચાલુ રાખતા, પોતાના માતા પિતાના નિયમો પાળતા અને એક જ છત નીચે રહેતા. દીકરાઓ કૌટુંબિક મિલ્કતોના વારસદાર ગણાતા અને કુટુંબનો ભાગ બની રહેતા; બીજી બાજુ લગ્ન થઈ જાય પછી દીકરીઓ પોતાના પતિના કુટુંબનો હિસ્સો બની જતી. નિત્યાનંદના મોટાભાઈ ૧૪ વરસના થયા એટલે તેમની સગાઈ કરી નાંખવામાં આવી હતી અને હવે નિત્યાનંદનો વારો હતો.
માત્ર વર્ગખંડમાં સંપૂર્ણ એકાગ્રતાથી અભ્યાસમાં ધ્યાન આપીને તેમણે પરીક્ષાઓમાં ડીસ્ટીંકશન માર્ક્સ મેળવ્યા હતા. તિરૂવન્નામલાઈમાં હાઈસ્કુલનું શિક્ષણ પુરું કર્યા પછી નિત્યાનંદ નજીકનાં ગુડીયાટ્ટમ શહેરમાં આવેલી પોલિટેકનીક ઈન્સ્ટીટ્યૂટમાં ડીપ્લોમા મિકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયા.
તેઓ એ શહેરમાં લોજમાં રહેતા. આ સમયગાળા દરમ્યાન જ્યારે તેઓ પોતાના ઘરથી દૂર રહેતાં હોવા છતાં પણ, પોતે બીજા જેવી રીતે મોજમજા કરવામાં અને ફિલ્મો જોવામાં સમય પસાર કરતા હતા તેમ કરવાને બદલે પોતાનો સમય મેડિટેશનમાં વિતાવતા હતા. અહીં પણ તેમણે અભ્યાસમાં ખૂબ જ ઓછો સમય આપ્યો હોવા છતાં પરીક્ષાઓમાં સારા માર્ક્સથી પાસ થઈ ગયા હતા. એક વખત તેમના એક મિત્રે તેમને પૂછ્યું કે મેડિટેશનમાં આટલો બધો સમય વેડફી નાંખીને તારે શું મેળવવું છે ? નિત્યાનંદાએ જવાબ આપ્યો. “એક દિવસ મારા આશીર્વાદ લેવા માટે તું લાઈનમાં ઉભો રહીશ ત્યારે તને ખબર પડશે.”
(માસ્ટર હમણાં તામિલનાડુની મુસાફરી દરમ્યાન તિરૂવન્નામલાઈમાં વતનમાં ગયા એ દરમ્યાન, તેમણે અમને ખીચો ખીચ શ્રોતાઓથી ભરેલા હોલમાંથી અમને ઈશારો કરીને મંચ પર બોલાવ્યા જ્યાં તેમણે હમણાં જ વ્યાખ્યાન આપ્યું હતું અને મેડિટેશન કરાવ્યું હતું. તેમણે આંગળી ચીંધીને પોતાના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભેલા પોતાના જૂના મિત્રોને બતાવ્યા હતા. છોકરાઓ જેવા માસ્ટરનો ચરણ સ્પર્શ કરવા નમ્યા કે લાગણી સભર થઈ ગયા હતા અને ધ્રુજી ગયા હતા. અમે જોયું કે માસ્ટરે પણ લાગણીવશ બનીને છોકરાઓને પોતાના તોફાની સ્મિત અને કરુણા સાથે બાથમાં લઈ લીધા હતા.)
(બ્રહ્મ સુખી, કુપ્પામ્માલ તરફથી દીક્ષાપત્રમાં નિત્યાનંદને અપાયેલ ઉપનામ હતું.)
૧૭ જુલાઈ ૧૯૯૪ એ તેમણે લખ્યું હતું;
આજે મેં અડધોથી એક કલાક મેડિટેશન કર્યું. મન એકદમ શાંત હતું. ‘તેની’ સાથે કોઈ જોડાણ નહોતું. ‘તે’ ગુસ્સામાં હતો. મેં જ્યારે તેની સાથે વાત કરી ત્યારે તેણે યોગ્ય પ્રતિભાવ ના આપ્યો.
૧૮ જુલાઈ ૧૯૯૪ એ અંતે તેમણે લખ્યું હતું :
મારી ઈન્દ્રિયો ઉપર મારા મનને કબજો મેળવવા દેવો છે ! હજુ સુધી મારું ડહાપણ અને મારું મન પરિપક્વ થયું નથી. તે પોતાની રીતે વર્તે છે. મારા ડહાપણમાં વધારો કરવા માટે મારે રાતના ૧૧ થી ૧ વાગ્યા સુધી પ્રાણાયામ કરવા સારા છે.
આ બનાવોની શ્રૃંખલા, નિત્યાનંદની સિધ્ધ, રહસ્યવાદી કે જેમની પાસે ખૂબ જ ડહાપણ અને શક્તિઓ હતી, તેમની સાથેની મુલાકાતો સંબંધિત છે. નિત્યાનંદાએ તિરૂવન્નામલાઈમાં ફરતા રહેતા રહસ્યવાદીઓ પાસે જવાનું અને ફરવામાં સમય વ્યતિત કરવાનું શરૂ કરી દીધું હતું. જેવી રીતે રામકૃષ્ણા પરમહંસે આવા રહસ્યવાદીઓ પાસેથી આધ્યાત્મિક ટેકનીકો શીખી હતી તેવી જ રીતે નિત્યાનંદ શીખવા લાગ્યા હતા.
તેઓ, આ ૮૦ વરસના વૃધ્ધ સિધ્ધ જે અરુણાચલના ગિરિવલમ માર્ગ પર બેસી રહેતા તેમને નિયમિત મળવા જતા હતા. સિધ્ધ દેખાવમાં અને વર્તનમાં પાગલ માણસ જેવા હતા. તેની પાસે એક ભિક્ષા પાત્ર હતું અને લોકો તેમાં ખાવાનું નાંખી જતા. તે ખાઈ લેતા અને વાસણને ધોયા વગર
“મારી ઉંમરના બીજા છોકરાઓ જેવી રીતે વાસનાઓમાં જકડાયેલા હતા અને તેને તાબે થઈ ગયા હતા, તેવી જ રીતે હું શક્તિના ખેલમાં જકડાયેલો હતો અને તેમાં હૃદય પૂર્વક ઓત પ્રોત થઈ ગયો હતો. જ્યારે સિધ્ધે મને કહ્યું કે હું પાટ્ટીનાત્યારની જેમ મારી જાતને વેચી રહ્યો છું ત્યારે મેં નારાયણ સ્વામી થાત્યા એ આપેલ યાચાત્યુ (માદળીયું) ફાડીને ફેંકી દીધું હતું. તેમ છતાં મેં તેમને આ બાબત જણાવી નહોતી. બીજે દિવસે સિધ્ધે મને માર્યો હતો. એમણે મને જે શારીરિક માર માર્યો હતો તેની પીડાની અસર શરીર કરતાં મન પર ઘણી વધારે થઈ હતી. એ જ્ઞાન પ્રતિક્રિયાત્મક બદલાવ જેવું હતું. જેવી રીતે, પાટ્ટીનાત્યાર, “કાડત્રા ઉસીયુમ વારાગ્યુ કાન કડાઈ વાગીક્કાએ” (કાણાં વગરની સોય નકામી છે) કહેવતનો અર્થ સમજી ગયા હતા અને તેમણે પોતાની બધી જ ખરાબ આદતો છોડી દીધી હતી તેમજ બધી મિલ્કતનો ત્યાગ કરીને પવિત્ર શહેર વારાણસીમાં પહોંચી ગયા હતા. તેવી જ રીતે સિધ્ધે મને જે ધક્કો માર્યો હતો એ પ્રકાશપૂંજ હતો કે જેણે મને જાગૃત કરી દીધો હતો. મેં બધા જ શક્તિઓના ખેલ છોડી દીધા અને તરત જ ગૃહત્યાગ કરી દીધો. ”
જો તમે આ કાગળની ચિઠ્ઠીઓ વાંચશો તો તમને આખરી નિર્ણય લેવાયો એ પહેલાંની મારા મનની રમતનો ખ્યાલ આવશે. એ થોડા દિવસો દરમ્યાનના વિચારોનો ઝોક જુઓ. એ થોડા દિવસો માટે, સિધ્ધ સાથે અથડામણ ચાલુ હતી ત્યારે મારું મન લોલકની જેમ આમથી તેમ ઝૂલા ખાઈ રહ્યું હતું. એ સમયે એક વખતે મેં થાત્યાએ આપેલ માદળીયું ફાડી નાંખ્યું હતું. બીજી જ ક્ષણે, એ તોડેલું માદળીયું પાછું મેળવવા માટે અપેક્ષા રાખી રહ્યો હતો. મને એવો વિચાર આવતો હતો કે કદાચ મેં માદળીયું ફાડીને કંઈ ખોટું તો નથી કર્યું ને ? એન્લાઈટેન્મેન્ટ મેળવી શકું. તેમ છતાં હું બ્રહ્માંડીય સ્ત્રોતમાંથી જ્ઞાન ખેંચીને અસ્તિત્વમાં અટલ શ્રદ્ધા સાથે આગળ વધતો જ ગયો. ''
આ બનાવ પછી તરત જ નિત્યાનંદને થયું કે ગૃહત્યાગ કરવાનો સમય થઈ ગયો છે. એકાએક એક સાંજે અંદરથી તીવ્ર ઈચ્છા પેદા થઈ કે તેમને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂરત મહેસૂસ થઈ. તેમને થયું કે જિંદગી જે તરફ દોરી રહી છે. એમાંથી કૂદકો મારીને બહાર નીકળીને વધારે મોડું કર્યા વગર પોતે જેવી જિંદગીની શોધ ખોળ કરી રહ્યા છે એ જીંદગીમાં છલાંગ મારવાની જરૂર છે. તેઓ જે રીતે જીવી રહ્યા હતા એ જીવન તેમનાથી વધારે સહન થઈ શકે તેમ નહોતું.
નિત્યાનંદને આ વાત પોતાની માતાને સૌ પ્રથમ કરવી હતી. તેઓ તેણીને ખૂબ જ ચાહતા હતા અને ઈચ્છતા હતા તેને શક્ય એટલો ઓછો આઘાત લાગે અને તે ઓછી દુઃખી થાય. એ રાત્રે જ્યારે જુદા થવાની તલપ વધારે અનુભવાઈ, ત્યારે નિત્યાનંદ લગભગ ૧૦ વાગ્યે પોતાની માતા પાસે ગયા. તેમણે માતાને પૂછ્યું, “જો હું મૃત્યુ પામું તો તું શું કરે?”
તેની માતાએ પૂછ્યું, “તું આવો અમંગલ પ્રશ્ન કેમ પૂછે છે? શું ખોટું થયું છે?”
નિત્યાનંદાએ કહ્યું, “કશું જ નહીં, કોઈ ચોક્કસ કારણ નથી, બસ મારે એમજ જાણવું છે.”
પરિસ્થિતિને આધીન થવાના ભાવથી તેની માતાએ કહ્યું, “હું શું કરી શકું? આવું બને તો મારે સ્વીકારી લેવાની જરૂર પડે.”
નિત્યાનંદાએ પછી માતાને કહ્યું કે “હું ઘરનો ત્યાગ કરવાનો છું અને સંન્યાસ લેવાનો છું.” મને લાગે છે આ યોગ્ય સમય છે કે હું એ માટે ગૃહત્યાગ કરી દઉં.
નિત્યાનંદ નસીબદાર હતા કે તેમના માતા પિતા સામાજિક અસરોથી રૂક્ષ અને ભ્રષ્ટ નહોતા બની ગયેલા. તેઓ ઘણી બધી રીતે નિખાલસ અને ભલાભોળા હતા. તેઓ ખરેખર એટલું જ ઇચ્છતા હતા કે તેમનો દીકરો એવું જ કરે જેમાં તેને સુખની અનુભૂતિ થાય. કૌટુંબિક જ્યોતિષીની આગાહી હતી કે દીકરો વહેલો કે મોડો ઘર છોડવાનો જ છે એટલે એ પણ અપેક્ષિત જ હતું. તેમની આશા એવી હતી કે આ મોડું બને. છોકરો પોતાની સંભાળ કેવી રીતે રાખશે એની તેમને ચિંતા હતી, હજુ નિત્યાનંદ તિરૂવન્નામલાઈમાંથી ક્યારેય બહાર ગયો જ નથી તો એ પોતાનો આશરો અને ખોરાક કેવી રીતે મેળવશે એ વાતની ચિંતા એમને થતી હતી.
આજે લાખો લોકો નિત્યાનંદની ભક્તિ કરે છે. ૧૯૯૫માં પાછા જઈએ. જ્યારે તેઓ ઘર છોડવા તૈયાર થયા હતા, ત્યારે તેઓ કોણ છે એ કોઈ જ જાણતું નહોતું. નિત્યાનંદને પોતાને પણ ખ્યાલ નહોતો કે શું બનવાનું છે. તેઓ જાણતા હતા કે તેમને આત્મસાક્ષાત્કાર કરવો છે, અને તેમણે વિચાર્યું હતું પોતે કદાચ ૭૦-૮૦ વરસના થશે, ત્યાં સુધીમાં થઈએ જશે. અસ્તિત્વે એમના માટે શું સંગ્રહ કરી રાખ્યું હતું એ વિષે એમની પાસે કોઈ કડી નહોતી, તેઓ એ પણ જાણતા નહોતા કે પછી તેઓ માર્ગના દરેક પગથિયે અસ્તિત્વના ચરણોમાં સમર્પિત થતા જશે.
એક દિવસે તેમણે અમારામાંના એક જૂથને કહ્યું હતું, “એ સમયે મારો ખ્યાલ એવો હતો કે તીવ્ર પ્રયાસો અને મેડિટેશન દ્વારા હું એન્લાઈટેન્ડ થઈશ. અને આત્મ સાક્ષાત્કાર થયા પછી, હું પોતે જ મારી એન્લાઈટેન્ડ સ્થિતિમાં રહીશ. મારા માટે અસ્તિત્વે ભવ્ય મિશનનું આયોજન કરી રાખ્યું હશે એ વિષે હું બહું જ ઓછું જાણતો હતો.” કહ્યું કે તેમને સામાજિક પ્રત્યાઘાતોના હુમલાનું દબાણ પણ સહન કરવું પડ્યું હતું પરંતુ તેમાંથી તેઓ વધારે મુશ્કેલીઓ વગર પસાર થઈ ગયા હતા.
જ્યારે નિત્યાનંદ તેના આત્મસાક્ષાત્કાર પછી પહેલી વખત તિરૂવન્નામલાઈ પાછા ફર્યા ત્યારે, જેવો તેમણે શહેર વિસ્તારમાં પગ મૂક્યો કે તરત જ તેમને પગમાં પથ્થરની ઠોકર વાગી. જ્યારે તેમણે નીચે જોયું, ત્યારે તેમણે જોયું કે એ શિવલિંગ હતું જાણે કે તેમનું સ્વાગત કરવા પોતે જ ત્યાં ગોઠવાઈ ગયું હોય ! બચપણથી જ તેમના દાદાજીએ નિત્યાનંદને વારંવાર કહ્યું હતું કે ભગવાન અરૂણાચલેશ્વર અને ઉન્નામુલાઈઅમ્માન તેના માતા પિતા છે અને નિત્યાનંદાએ અરૂણાચલને હંમેશા પોતાનું જ ઘર માન્યું હતું. નિત્યાનંદાએ નીચા નમીને શિવલિંગને પોતાના હાથમાં લઈ લીધું અને પોતાની માતાના આશીર્વાદ લેવા ચાલ્યા ગયા.
હમણાં, આશ્રમમાં એક બ્રહ્મચારીએ નિત્યાનંદને પૂછ્યું હતું કે, એન્લાઈટેન્મેન્ટ પછી બીજી વ્યક્તિના આશીર્વાદ લેવા જવું કેવી રીતે શક્ય છે. પછી ભલે તે પોતાની માતા કેમ ના હોય ? એક વખત એન્લાઈટેન્ડ થયા પછી માસ્ટરે બીજા લોકોને આશીર્વાદ આપવાના હોય તેમની પાસે લેવાના ના હોય.
નિત્યાનંદાએ સમજાવ્યું :
મને આત્મસાક્ષાત્કાર થયો એ પહેલાંના સમયમાં જ, મેડિટેશન અને તપશ્ચર્યાને પરિણામે લગભગ મારા બધા જ સંસ્કારો અને ભૂતકાળના અનુભવો ઓગળી ચૂક્યા હતા. તેમ છતાં મને લાગ્યું હતું કે એક અવરોધ હજુ બાકી રહી ગયો છે. મેં મારી ભીતરમાં તપાસ કરીને શોધી કાઢ્યું કે એ એક ગુનાહિત લાગણી હતી. જ્યારે હું ઘરનો ત્યાગ કરવા માંગતા હતો ત્યારે મેં તેમની પાસે રજા માંગી હતી અને તેણે આંસુ સારીને કહ્યું હતું કે પ્રહાર કર્યો, “તમે સવારથી સાંજ સુધી દારૂ પીતા રહો છો. તમે આધ્યાત્મિક્તા વિષે શું જાણો છો?” કાકા ચૂપ થઈ ગયા અને અપમાનિત થઈને ઘર છોડીને જતા રહ્યા.
નિત્યાનંદજીએ તેમની માતાને ચેતવણી આપી કે એક વખત હું ઘર છોડી દઈશ પછી બધી જ કૌટુંબિક મિલકત જતી રહેશે. તેમણે તેણીને કહ્યું કે આ બાબતમાં તારે ચિંતિત થવાનું નથી, તું અને મારા પિતાજી આરામથી જીવી શકો એટલા પ્રમાણમાં તમને પૂરતું મળી રહેશે. જો કે તે ઉડાવી શકાય એટલું વધારે નહીં હોય. તેના માતાને મિલકતની ચિંતા નહોતી; તેની માતાની એક માત્ર ચિંતા એ હતી કે તે નિર્જન વેરાન વિસ્તારોમાં રખડતો હશે ત્યારે તેને ખાવાનું કોણ આપશે.
એક વખત જ્યારે નિત્યાનંદ, પ્રારબ્ધકર્મ અને જીવ કેવી રીતે પોતાનું શરીર પસંદ કરે છે તેમજ પોતાનો હેતુ કેવી રીતે પરિપૂર્ણ કરે છે એ વાતની ચર્ચા કરતા હતા ત્યારે તેમણે તેમના માતા પિતા વિષે કહ્યું હતું કે, “મારા માતા પિતા અંત્યત નિખાલસ હતા. તેઓ એટલા બધા સરળ હતા કે તેમને તેમના નિખાલસપણાની પણ ખબર નહોતી. મેં જે કંઈપણ કર્યું તેમાં એમણે ક્યારેય માથું માર્યું નહોતું. તેમણે ક્યારેય મને ખલેલ પહોંચાડી નહોતી. જ્યારે પણ હું તેમની સહી કરાવવા માટે મારું સ્કૂલનું પ્રગતિ પત્રક તેમની પાસે લાવતો ત્યારે તેઓ કહેતા કે તું પોતે જ સહી કરી દે અને પાછું આપી દે ! તેમણે ક્યારેય પીડા અથવા અકસ્માત વખતે રક્ષણ પણ આપ્યું નથી. તેઓ મને સહજતાથી રહેવા દેતા. તેમણે મને જ્ઞાન અને દર્શન સાથે મોટો થવા દીધો હતો.
નિત્યાનંદજીએ જ્યારે ઘર છોડ્યું ત્યારે તેમણે તેમની માતાને કહ્યું હતું, “જે દરેક બાબતોની સંભાળ રાખે છે, એ શક્તિ તારી સંભાળ રાખશે. એ જ તમારી બધી પાયાની જરૂરીયાતોની સંભાળ રાખશે. તારા છેલ્લા દિવસો મારી સાથે પસાર થશે.’'
પાછળથી નિત્યાનંદને જાણવા મળ્યું હતું, આ જ શબ્દો રામકૃષ્ણ પરમહંસે જ્યારે, તેમના પ્રિય શિષ્ય વિવેકાનંદને સંન્યાસની દિક્ષા આપી ત્યારે વિવેકાનંદના વ્યથિત કુટુંબને કહ્યા હતા. તેમણે કહ્યું હતું, “જે દરેક બાબતની સંભાળ રાખે છે એ જ તમારી પણ સંભાળ રાખશે !’’
જ્યારે માસ્ટરે આ બનાવને પોતાના ચહેરા પર પહોળા સ્મિત સાથે યાદ કર્યો હતો ત્યારે અમે, માસ્ટર અને તેમના માતા સાથે બેઠા હતા. મેં તેમણે જે વાત કરી હતી તેના સમર્થન માટે તેમની માતા તરફ જોયું. તેણીએ આંખોમાં આસું સાથે પોતાનું માથું નીચું કરીને હા પાડી હતી. તેણીએ બસ એટલું જ કહ્યું, “સ્વામી તમે અહીં છો; આટલું પૂરતું છે. હું ધન્ય થઈ ગઈ છું.’'
નિત્યાનંદના માતૃપક્ષનું કુટુંબ આધ્યાત્મિક વલણ વાળું હતું. જો કે તેમના પિતૃપક્ષનું કુટુંબ તદ્દન વિરોધાભાસી હતું. નિત્યાનંદના નાના તેમની પહેલી પ્રેરણા હતા જે તેમને પોતાના ખભા પર બેસાડીને મંદિરે લઈ જતા. ધાર્મિક વાર્તાઓ કહેતા અને આવી રીતે તેમણે નાના છોકરામાં હકારાત્મક સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમના નાનાએ તેમને વારંવાર કહ્યું હતું કે તારે પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કેડેય જેવા બનવાનું છે. આ બધા માસ્ટરો પોતાની તરૂણાવસ્થામાં પહોંચ્યા પહેલાં જ એન્લાઈટેન્ડ થઈ ગયા હતા. કોઈને નવાઈ લાગે કે જ્યારે બાળક નાનો છે, ત્યારે જ તે કેવી રીતે જાણી ગયો હશે કે તેની અંદર શું સંગ્રહાયેલું છે, અને તેને પહેલા આધ્યાત્મિક અનુભવની ઈચ્છા પેદા થઈ છે.
અમુક સંબંધિઓએ સૂચન કર્યું હતું કે નિત્યાનંદને સાધુઓને તાલીમ આપતી હતી, જ્યારે બસમાં અશક્ય હતી, અને તેમને ચેન્નાઈ પહોંચવા માટે બસમાં યાત્રા કરવી પડે તેમ હતી, જેના માટે તેમની પાસે પૈસા નહોતા. નસીબ જોગે તેના મામા તેમને ચેન્નાઈ લઈ જવા તૈયાર થયા હતા. બધું આપો આપ સમું સૂતરું બની રહ્યું હતું !
હકીકતમાં , નિત્યાનંદ માટે એક જ સમસ્યા હતી કે જ્યારે તે ઘર છોડશે ત્યારે તેમણે અરુણાચલને પણ છોડવો પડશે. અરુણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી તેને જીંદગીમાં પહેલી વખત લાગ્યું હતું કે તેમનામાં કંઈક ખૂટે છે. જ્યારે પણ લોકોએ તેમને શું ખુટે છે એવું પૂછ્યું, ત્યારે હકીકત એ હતી કે એક અથવા બીજી બાબત ખૂટે છે તેની સાથે તેમને કશું લાગતું વળગતું નહોતું. ફક્ત તેઓ જ્યારે તેમના પ્રિય અરુણાચલેશ્વરની રજા લેવા મંદિરમાં આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ કશુંક ગુમાવી રહ્યા છે.
તેમણે તિરૂવન્નામલાઈ છોડ્યું એ પહેલાં નિત્યાનંદ અરુણાચલેશ્વરના મંદિરે ગયા અને દેવતાની સામે પવિત્ર ગર્ભગૃહમાં ઊભા રહ્યા, ત્યારે પહેલી વખત તેમને અરુણાચલેશ્વર સાથેના જોડાણની ગહનતાનો અનુભવ થયો. તેમને એવું લાગ્યું નહીં તેઓ એમને ગુમાવી રહ્યા છે. ના; પણ એ ઉદાસ જરૂર થયા કારણ કે તેઓ ત્યાં થતા બધા જ ઉત્સવો અને પૂજાઓ ગુમાવી રહ્યા હતા. જેવા તેઓ તેમના પ્રિય અરુણાચલેશ્વરની સામે જઈને ઊભા રહ્યા, કે તરત જ તેમની આંખોમાં આંસુની અવિરત ધારાઓ શરૂ થઈ ગઈ. મૂર્તિના સ્વરૂપે તેમનું મન ભરી દીધું. માણસ જે કંઈ જુએ છે તેની આંખોમાં સંગ્રહાઈ જાય છે. માણસ જે કાંઈ તીવ્રતાથી જુએ છે એ તેના મનમાં સંગ્રહ થઈ જાય છે. કોઈપણ બાબત મનમાં આવી રીતે સંગ્રહ થાય છે, તે બાબત માણસનું ધ્યાન વારંવાર આકર્ષે છે. જે ક્ષણે તેમને લાગ્યું કે તેઓ મૂર્તિને ફરી વખત જોઈ શકવાના નથી એ વખતે મૂર્તિનું સ્વરૂપ તેમને છોડી ગયું. ગુમાવી દેવાની લાગણી અદૃશ્ય થઈ ગઈ. નિત્યાનંદાએ મૂર્તિની
તેમને બીજું સુંદર દર્શન એ થયું હતું કે તેમને એન્લાઈટેન્ડ ચેતના વ્યક્ત કરતા સુપ્રિમ હંસ, પરમહંસનું દર્શન થયું હતું, એ હંસ અત્યારે ધ્યાનપીઠમ્, નિત્યાનંદના મિશનનું આધ્યાત્મિક કેન્દ્ર છે, તેના પ્રતીક ચિન્હ રૂપે છે. આજે ધ્યાન પીઠમ્, નિત્યાનંદના મેડિટેશન દ્વારા લોકોનું રૂપાંતરણ કરવા માટેના નિત્યાનંદ ફાઉન્ડેશનના વૈશ્વિક મિશનનો એક ભાગ છે.
પછીના દિવસોમાં નિત્યાનંદ જ્યારે પરમહંસ કહેવાતા હંસના આ દર્શન ઉપર પ્રકાશ પાડ્યો, ત્યારે તેમણે અમને આ સૂક્ષ્મ દૃષ્ટિ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાર્તામાં આવતો હંસ એન્લાઈટેન્ડ માસ્ટરનું પ્રતીક છે અને હંસને જોઈ રહેલી માછલી તેમના શિષ્યો છે.
મહાન હંસ, પરમહંસ આકાશમાં ઉંચે ઉડી રહ્યો છે. તે ઉડે ત્યારે તેનો પડછાયો પૃથ્વી પરના વિવિધ તળાવો અને સરોવરોમાં પડે છે. આ તળાવો અને સરોવરોમાં રહેલી માછલીઓ હંસનો પડછાયો જોઈને ખુશ થાય છે. માત્ર પડછાયાનું દર્શન જ તેમને આનંદથી તરબોળ કરી દે છે અને તેઓ હંમેશા હંસ સાથે જ રહી શકાય તેવું ઈચ્છે છે. માછલીઓની નિશાળો તેમને માટે ચોક્કસ વિસ્તારો તેમના પોતાના છે એવું નક્કી કરવાનું શરૂ કરે છે. જેની અંદર તેઓ હંસના પડછાયાને પકડી રાખવા માંગે છે. અમુક માછલીઓ હંસ માટે મંદિરો બાંધે છે. અમુક માછલીઓ આશ્રમો બાંધે છે. માછલીઓને આશા છે કે તેઓ હંસને આ સીમાઓમાં રાખી શકશે, અને એવું માનીને આ બધું કરે છે કે હંસ હંમેશા પોતાના કબજામાં જ રહેશે.
અમુક માછલીઓએ હંસ માટે વેબસાઈટ બનાવી છે ! બીજી તેમના માટે પુસ્તકો પ્રકાશિત કરે છે. હંસનો પડછાયો જેવો એક તળાવમાં પસાર થાય છે, તો બીજું જૂથ કહે છે કે “અહીં સિએટલમાં અમારી પાસે હંસ છે; અહીં વાન કુંવરમાં અમારી પાસે હંસ છેઃ હંસને બેંગલોર સાથે જ લાગે અલગ ખૂણાઓ, અલગ યથા-દર્શન અને અલગ વિરૂપીકરણના રૂપમાં આવતો જતો રહે છે.
જો પાણી શાંત હોય, તો માછલીઓ એક પડછાયો જુએ છે; જો પાણી વમળોવાળું હોય તો તેઓ બીજો પડછાયો જુએ છે; તેઓ જ્યારે પાણી સાથે ચાલે છે ત્યારે બીજું સ્વરૂપ જુએ છે. તેઓ એક બીજા સાથે દલીલો કરે છે કે દરેકે જે જોયું છે એ જ સાચો હંસ છે, જ્યારે ખરેખર તો બધાએ માત્ર પડછાયો જ જોયો હોય છે. દરેક પડછાયાને એક માછલી અથવા તેનું જૂથ પકડી રાખે છે અને તેને વહેંચતી નથી.
તેમણે જે જોયું છે તે હંસની વાસ્તવિકતાની દલીલોની શરૂઆત કરતાં પહેલાં તેઓ પડછાયો તળાવની સીમાઓ ઉપરથી પસાર થાય ત્યાં સુધી રાહ પણ જોતી નથી. હંસ બસ ઉડવાનું ચાલુ રાખે છે. માછલીઓ બસ દલીલો કરવાનું ચાલુ રાખે છે. માછલીઓ વર્તમાન ક્ષણ, આખા ખેલની ખરી વાસ્તવિકતા ચૂકી જાય છે.
શું માછલીઓ પડછાયાનો એક ભાગ છે? જે ભ્રમ ચાલી રહ્યો છે તે શું છે?
જ્યારે તેઓ હંસનો પડછાયો જોતી નથી, ત્યારે હમણાં થોડો સમય પહેલાં જે પડછાયાએ તેમને આનંદથી ભરી દીધી હતી એ પડછાયા નો સંગ્રહ હોતો નથી. તેમની યાદો ખૂબ જ ટૂંકી હોય છે અને તે પાછી પોતાના ખાવાના, વંશવેલો વધારવાના, લડવાના અને મરવાના કામમાં લાગી જાય છે.
માત્ર જ્યારે તેઓ પડછાયો જુએ છે અને એ તેમનામાં આનંદ લાવે છે ત્યારે જ તેમનું આધ્યાત્મિક નાટક ફરી વખત શરૂ થઈ જાય છે. જો તેઓ પડછાયો જોતા નથી. ત્યાં હંસ હોતો નથી, કોઈ હલચલ હોતી નથી. પાણી હંસની હોય તે જ બને છે. તમારી અંદર પેદા થતો દરેક વિચાર પરિપૂર્ણ થઈ જાય છે. તમે જે જુઓ છો તે પડછાયો નહીં પરંતુ સ્ત્રોત જુઓ છો. એન્લાઈટેન્ડ માસ્ટરો આ સ્તરેથી સંચાલન કરતા હોય છે.
અમુક સિદ્ધો, જેઓ એન્લાઈટેન્ડ નથી હોતા અને આધ્યાત્મિક ટેકનીકો અને રહસ્યવાદનો ઉપયોગ કરતા હોય છે, તેઓ પણ વિઝ્યુલાઇઝેશન અને આવી બીજી પદ્ધતિઓથી પોતાની ઈચ્છાઓને સાકાર કરતા હોય છે, પરંતુ તેઓ આવું સચેત જાગૃતતા સાથે નથી કરતા અને પોતાની અજાગૃતતાથી સંચાલન કરીને ગંભીર મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.
નિત્યાનંદાએ જ્યારે પોતાના પહેલા આધ્યાત્મિક અનુભવ પછી ઘર છોડ્યું, ત્યારે તેમની પાસે ક્ષણભંગુર સામાજિક જિંદગીની સ્પષ્ટ સમજણ હતી. તેમ છતાં તેમનું મન તદ્દન ખાલી નહોતું. તેમાં હજુ છૂટી પડેલી એન્લાઈટેન્ડ નજીક પહોંચેલી માછલીને હંસથી જુદૂ પાડનાર તત્વ હતું. પરિભ્રમણ અને તપશ્ચર્યાએ તેમાં રહેલી અશુદ્ધિઓને બાળી નાંખી, મનને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવ્યું હતું જેથી અંતિમ જોડાણ થઈ શકે. અંતે માછલીએ ઉપર જોયું અને હંસ બની ગઈ, નિત્યાનંદ એન્લાઈટેન્ડ નિત્યાનંદ બની ગયા.
બદલામાં હંસ હવે બીજી માછલીઓને ઉપર જોવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જેથી તેઓ પણ તેમની સાથે આકાશમાં જોડાઈ શકે !
મારા માસ્ટર, રહસ્ય તમારી કલા છે
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચર્ચિલે રશિયા માટે કહેલું વિખ્યાત વિધાન છે, “વિકટ સમસ્યાની અંદર રહસ્યથી વિંટળાયેલ કોયડો છે.”
તે કોણ છે ? તે પિતા, માતા, પુત્ર, ભાઈ, મિત્ર, પ્રેમી અથવા કોઈ નકલ છે ? આપણે જાણીએ છીએ કે તેને નકલ તરીકે ઓળખાવું ગમે છે; આ બાબત ગુંચવણને વધારે સંપૂર્ણ બનાવે છે શું તે બધા જ સ્વરૂપોમાં એક છે ? તે શિવનું તાંડવ બની શકે છે; તે કૃષ્ણાનું અમૃત પણ બની શકે છે.
શું તે રાતના ભયાનક કડવા સ્વપ્ન જેવા કડવા છે અથવા સુંદર સ્વપ્ન જેવા મીઠા છે ? ક્યારેક તે ખખડાવી નાંખે છે. આંખો ગુસ્સાથી લાલ થઈ જાય છે. માણસ સ્વીકાર સાથે શાંત રહેવાનું શીખી જાય છે. ક્યારેક તે વાનરવેડા ગુસ્સાથી દાંત કચકચાવવાના સ્વરૂપમાં આવી જાય છે. શિવ કૃષ્ણાના સ્વરૂપમાં આવી જાય છે. હું લખું છું ત્યારે પણ મારી આંખોમાં આસું આવી જાય છે, અને જેવું મેં લખેલું હું વાચું છું ત્યારે પણ રડી પડાય છે; તેની હાજરીમાં શું બને છે તેના માટે શું શું કહેવું !
તે બધા જ સ્વરૂપોમાં છે, અને નિરાકાર છે. તે કોઈ ચોકઠામાં પકડાઈ જવાની ના પાડે છે. પથ્થરમાં ફેરવાઈને કાલ્પનિક રીતે પૂજાવાની ના પાડે છે; પછી તે પોતાના ભક્તોની કલ્પનાઓમાં રંગ પૂરતા હાથ વાળા માસ્ટર બની જાય છે. કાં તો તે ‘સિંહ સ્વપ્ન’ બનીને આપણાંમાં ડહાપણ જગાડે છે; કે પછી તે ઝેન લાકડી બનીને અણી ઘોંચીને આપણને જાગૃતતામાં ધકેલે છે. પછી તે આપણો આધાર બનીને આપણને રાહત આપે છે તે આપણી સાથે વિવિધ ચોકઠાં અને સમથળ બનીને આપણી સાથે સંબંધિત રહે છે, જે આપણને સંતુલિત અને ગુંચવણોમાં રાખીને, પછી પોતે એક ચોકઠામાં સ્થિર જાય છે જે માસ્ટર અને આપણી જાતને મારી નાંખે છે.
માસ્ટર ચોકઠાઓથી પર છે; પરિમાણોથી પર છે. તે એક, બે ત્રણ અથવા અનેક પરિમાણીય નથી. તેનાં પરિમાણો અને સ્વરૂપો અનંત છે; અનંત પરિમાણીય છે.
આપણે વારંવાર કાદવમાં પડીએ છીએ, એટલે અચકાઈએ છીએ. આપણે જે રીતે સમજીએ છીએ કે દિવ્ય આનંદમાં ઊંચે ઉડાન ભરવી એ આપણો સ્વભાવ નથી. આપણી વ્યગ્રતાઓ અને ભય આપણા ઉપર કામ કરે છે અને આપણી ઉપર ભયાનક સ્વપ્નાં અને કલ્પનાઓ પેદા કરે છે.
માસ્ટરે જે કહ્યું તેમાં ઘણો વધારે ગહન અર્થ છે. સ્પષ્ટ અર્થ છે કે તેઓ ઈચ્છે કે જે રીતે પોતે દરેક ક્ષણે વહી રહ્યાં છે તેમ જ દરેક તેમની સાથે વહે; અહીં જ અને અત્યારે જ તેમનો સ્વાદ માણો. લોકો ચિંતા કર્યા કરે છે કે અત્યારે અમે એમની સાથે છીએ પછી આપણે એમને ક્યારે જોઈ શકીશું. તમે મને હવે પછી ક્યારે જોઈ શકશો એના વિચારો કરીને, અત્યારે જ આનંદમગ્ન બની જવાની તક તમે વેડફી નાંખો છો. આ ક્ષણને ઝડપી લો. બસ. બની રહો.
પોતાના માસ્ટરના રહસ્યના તાણા વાણા ઉકેલવાએ શિષ્યનું કામ નથી; તેને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો નથી; તેમાં સો ટકા નિષ્ફળતા જ મળવાની છે. તમે બધા એટલું કરી શકો અને કરો, બસ માત્ર બની રહો અને આ ક્ષણના દિવ્ય આનંદની મજા માણો.
તેમણે ૨૦૦૫માં હિમાલયની યાત્રામાં માસ્ટર સાથેના સંબંધો વિષે વાત કરતી વખતે આ, શબ્દો કહ્યા હતા.
“માસ્ટર, ગુરુ કોણ છે ? ગુરુ એ છે જેમનામાંથી નિત્ય આનંદ, અનંત દિવ્ય આનંદ વ્યક્ત થઈ રહ્યો હોય. તેઓ આવી જ અનંતતાનો બીજા અનુભવ કરે એ માટે સિદ્ધાંતો અને અવકાશની રચના કરે છે. સિદ્ધાંતો અને અવકાશની જરૂરીયાત વગર જ હિમાલયમાં સદાકાળથી ગુરુ શિષ્ય પરંપરા અસ્તિત્વમાં છે. આ સૌથી જૂનામાં જૂનો સંબંધ છે. આ સંબંધ
જો તમે આ સત્યને સમજી જાવ અને આધ્યાત્મિક જ્ઞાનને માન આપો તો તમે આધ્યાત્મિક માસ્ટરની જરૂરીયાત સામે શંકા નહીં ઉઠાવો. માણસને માસ્ટરની જરૂર પડે છે. આધ્યાત્મિક માસ્ટરને પસંદ કરવા અથવા એન્લાઇટિન્ડ વ્યક્તિને તમારા ગુરુ બનવવા એ તમારી પસંદગીની વાત છે. જો તમે તમારા માસ્ટર દ્વારા માર્ગદર્શિત નહીં હો, તો તમને બીજું કોઈ માર્ગદર્શન આપશે અને જો એ વ્યક્તિ યોગ્ય રીતે સક્ષમ નહીં હોય તો, તમારે ભોગવવાનું આવશે.
જો તમે તમારા માસ્ટર તરીકે રાજકારણી વ્યક્તિને પસંદ કરશો તો તે તમને ડરાવીને તમારા પર રાજ કરશે; જો તમે બીજી કોઈ નામાંકિત વ્યક્તિને પસંદ કરશો તે લોભનો ઉપયોગ કરીને તમારા પર કાબુ રાખશે. માત્ર આધ્યાત્મિક માસ્ટર જ તમારા પર પ્રેમથી રાજ કરે છે અને તમને મુક્તિ અપાવે છે.
એક નાની વાર્તા :
એક ડોક્ટર, એક એન્જીનિયર અને એક રાજકારણી, કોનો ધંધો સૌથી જૂનો છે એના વિષે દલીલો કરી રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે અમારો ધંધો સૌથી વધુ પુરાણો છે કારણ કે ભગવાને ઇવનું સર્જન આદમની પાંસળીમાંથી કર્યું હતું. એન્જીનિયર સહમત ના થયો અને કહ્યું કે તેનો ધંધો જૂનો છે કારણ કે તેણે અંધાધૂંધીમાંથી સૌથી પહેલા આદમનું સર્જન કર્યું હતું.
રાજકારણીએ કહ્યું, “અરે! તમને શું લાગે છે અંધાધૂંધીનું સર્જન કોણે કર્યું હતું.”
જે લોકો અંધાધૂંધીનું સર્જન કરે છે એ લોકો જ તમારા પર રાજ કરશે ! તેઓ તમારી અંદર ભય, લાલચ અને કલ્પનાઓ આરોપીત કરે છે. તેઓ આ બાબતોને તમારી સમક્ષ તમારી ઇચ્છાની પરિપૂર્ણતાના સ્વરૂપમાં રજૂ એ તમારી મા છે. માટે જ માસ્ટરનું સ્થાન મા, પિતા અને ભગવાનની પહેલા મૂકવામાં આવે છે અને એ જ તમારો પહેલો સંબંધ હોય છે, એ છેલ્લો સંબંધ પણ છે; એન્લાઈટેન્મેન્ટ ઉપર માસ્ટર અને શિષ્ય એક જ શક્તિમાં એકરૂપ બની જાય છે.
મેં મારા વિવિધ મેડિટેશન પ્રોગ્રામોમાં આ વિષય જેટલું ગહન બીજું કંઈ પણ શીખવ્યું નથી. મારે ખરેખર જે કહેવાનું છે એ હંમેશા આ માસ્ટરશિષ્ય સંબંધ વિષે જ કહેવાનું હોય છે. તેમ છતાં પણ તમે મારા અમુક કોર્સ કર્યા હોવા છતાં તમે આ સમજી શક્યા નથી. હવે કમ સે કમ તમારામાંનો અમુક સાંભળવા ઈચ્છે છે. અને ભવિષ્યમાં ઘણાં વધારે આવશે.
જો તમારામાં યોગ્ય લાયકાત હશે તો તમે સાંભળશો, આનંદ લેશો અને રૂપાંતરણ પામશો. જો લાયકાત નહીં હોય તો જતા રહેશો. તમે કૂદકો મારવાના છો. જો ના મારી શકો તો રીલેક્સ બની જાવ અને ઉજવણી કરો.
મેં ત્રણ સ્તરે શીખવ્યું છે, મેં અગાઉ પ્રાથમિક કોર્સમાં લાઈફબ્લીસ જેવા પ્રોગ્રામમાં મેં મન-શરીરના શક્તિ કેન્દ્રોને શક્તિસ્ફૂર્ત કરવા માટેની મેડિટેશન ટેકનીકો શીખવી છે તેમાં તમે માસ્ટરને જુઓ છો અને સાંભળો છો. પછીના સ્તરમાં, જે નિત્યાનંદ સ્ફૂરણ પ્રોગ્રામ છે, જેમાં હું મૃત્યુ વિષેના મારા અનુભવોનું વર્ણન કરું છું અને તમને તમારા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બનતી ભૂતકાળની યાદોને બહાર ફેંકી દેવાની પ્રક્રિયામાંથી પસાર કરું છું, જેમાં તમે માસ્ટર સાથે વધારે સંબંધિત થાવ છો. પછી હિલીંગ દિક્ષા વખતે તમે શિષ્ય બનવા ઈચ્છો છો અને હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું. તમે મારી સાથે હો છો. મારા શરીરની ભાષાનું અવલોકન કરો છો જેનાથી તમે તેને મનમાં ગ્રહણ કરી શકો છો.
પરિવર્તન આવી ગયું હતું. એવું લાગે છે કે પછી માસ્ટરની આસપાસની દરેક બાબતો બદલાઈ ગઈ છે. અત્યારે દુનિયાના ઘણા ભાગોમાં નવા આશ્રમો ખુલી ગયા છે.
બિદાદી આશ્રમનો દેખાવ બદલી ગયો છે અને બદલતો રહેશે. દરેક નવું બાંધકામ ઉપયોગમાં લેવાનું શરૂ થાય ત્યાં જ નાનું પડવા લાગે છે. અનુયાયીઓ ગુણાકારની સંખ્યામાં વધતા જાય છે. વરસ પહેલા માસ્ટર પોતે પ્રોગ્રામોના બે સ્તરનું, કદાચ ત્રણનું સંચાલન કરતા હતા, તે હવે આચાર્યો કરે છે.
hજુ, તેમને સહજ ગણીને કાઢી શકાય નહીં અને તેઓ ક્યારેય એક જ હોતા નથી એવી તેમની બધી જ ચેવતણીઓ છતાં માસ્ટર એવા જ રહ્યા છે. તેમના વિષેની એક બાબતમાં બધા જ ચોક્કસ પણે કહી શકે છે અને બાબત છે તેમની અચોક્કસતા, એ બદલાઈ નથી. તેમની સાથેની અને તેમની આસપાસની દરેક ક્ષણ અલગ હોય છે. અણધારી હોય છે, મન અને જીવનું સાહસ હોય છે. બીજા માટે અવિરત કરુણા તેમનો હોલ માર્ક છે જે બદલયો નથી.
જિંદગીમાં નિત્યાનંદનું મિશન ખૂબ જ સાદું છે તેઓ નાવના સુકાની છે જે આપણને જિંદગીના ભ્રમોના સમુદ્રમાંથી બહાર લઈ જાય છે: તેઓ જીવનમરણના ચક્રને તોડનાર છે. તેઓ કાલ ભૈરવ છે. જે આપણાં આત્માઓને સ્થળ અને સમયમાંથી અપૂર્વ કરુણા સાથે બહાર લઈ જાય છે.
તેમણે ઘણાં નિત્યાનંદ પ્રોગ્રામોમાં જાહેર કર્યું છે :
“હું તમને જે કહું છું તે સત્ય છે. ક્યારેય પણ તમે તમારી જાગૃતતા ગુમાવી