મારી અનુભૂતિ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
કોઈપણ માનવની મૂળભૂત શોધ પૂર્ણ આનંદ અને પરમતત્વ સાથે એકરૂપ થવાની હોય છે. વર્તમાન
સમયમાં માણસ પોતાની જાતથી વિખૂટો પડી ગયો છે. અનેક ટૂકડાઓમાં વિભાજીત થઇ ગયો છે. ગમે
તેટલી ભૌતિક સિધ્ધિઓ મેળવ્યા પછી પણ પોતાની જાતમાં અપૂર્ણતાની લાગણી અનુભવે છે. તેને
હંમેશા એવું લાગે છે કે જીવનમાં કશુંક ખુટે છે. આ કશુંક પ્રાપ્ત કરવા માટે તે ફાંફા માર્યા કરે છે અને
સુકાન વગરના વહાણની જેમ આમતેમ ભટક્યા કરે છે. આનંદની શોધના પ્રયાસોમાં તે આનંદની
જગ્યાએ ચિંતા, હતાશા, ક્રોધ, દુઃખ અને ભયના વમળમાં ફસાઇ જાય છે.
નિત્યાનંદજી માણસની મૂળભૂત જરૂરીયાત અને તેની સમસ્યાઓના મૂળમાં જઇને તેનું મનોવૈજ્ઞાનિક
સમાધાન એવી સરળતાથી આપે છે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને આત્મસાત કરી શકે છે અને
પોતાના ‘સ્વ’ને ઓળખીને પોતાને જોઇતો આનંદ પોતાની જાતમાંથી જ મેળવી શકે છે.
દુનિયામાં જ્યારે અધ્યાત્મને નામે હજારો પંથો, સંપ્રદાયો, ધર્મો, ફિરકાઓ ચાલતા હોય ત્યારે માસ્ટરજી
દુનિયાની દરેક વ્યક્તિને લાગુ પડે તેવી રીતે તેમની સમસ્યાઓના ખાત્રીબંધ સચોટ ઉકેલો આપીને
માણસને દિવ્ય આનંદની અનુભૂતિ કરાવે છે.
મેં અત્યાર સુધીમાં અધ્યાત્મનો જે અભ્યાસ અને અનુભવ કર્યો છે. તેમજ જેટલા એન્લાયટેન્ડ માસ્ટરો વિષે
જાણ્યું છે તે બધામાં માસ્ટરજીને ચોક્કસ સ્થાન આપી શકાય. મારી એવી હાર્દિક ઇચ્છા છે કે તેઓ વધુને
વધુ લોકો સુધી પહોંચીને તે લોકોના જીવનમાં નિત્યાઆનંદનો પ્રકાશ ફેલાવીને, લોકોના દુન્યવી દુઃખ
દર્દો દુર કરીને દિવ્ય આનંદનો અનુભવ કરાવે. મને આ પુસ્તક “Guaranted Solutions”નો
ભાવાનુવાદ કરાવવામાં ખૂબ જ આનંદનો અનુભવ થયો અને મારા જ્ઞાનમાં પણ ઘણો વધારો થયો. આવા
ઉત્તમ પુસ્તકનો અનુવાદ કરવાનું કામ સોંપવા બદલ હું માસ્ટરજીનો અને હેમાલી પટેલનો ખૂબ જ
આભારી છું.
- દિનેશ પટેલ (M.) - 98798 09892 તા. ૦૯-૦૬-૨૦૦૬ અમદાવાદ - ભારત. Ebook ISBN: 979-8-88572-125-7
“હું તમને આનંદા (Bliss) (દિવ્ય આનંદ) ની શક્તિ વિષે જણાવવા માગું છું જે તમારી જાતને હતાશા અને દ્વિધામાંથી મુક્તિ અપાવે છે, જે તમને તમારી અંદરની અને બહારની દુનિયામાં અસાધારણ સ્વતંત્રતા આપે છે.’’
પરમ હંસા નિત્યાનંદા (Paramahamsa Nithyananda)
પરમ હંસા શ્રી નિત્યાનંદાનો જન્મ ભારતના આધ્યાત્મિક ચેતા કેન્દ્ર તિરૂવન્નામલાઈમાં થયો હતો. તેમણે બહુ જ નાની ઉંમરે આધ્યાત્મિક યાત્રા શરૂ કરીને વિવિધ આધ્યાત્મિક ગુરુઓ પાસેથી યોગ, મંત્ર, તંત્ર અને વેદાન્ત નો અભ્યાસ કર્યો. અને તેમણે ગહન મેડિટેશનમાં શાશ્વત-અનંત આનંદ અથવા નિત્યાનંદાનો અનુભવ કર્યો, જે સાતોરી, સમાધિ, એન્લાઈટેન્મેન્ટ અથવા નિર્વાણા રૂપે વ્યક્ત કર્યો.
તેઓ પ્રેરણામૂર્તિ રૂપે પ્રગટ થયા અને તેમની સરળ છતાં શક્તિશાળી મેડિટેશનની પધ્ધતિઓથી દુનિયાભરના લાખો લોકોનું પરિવર્તન કર્યું. તેમનું જીવનધ્યેય બે પ્રકારનું છે; બીમારો ને સાજા કરવા અને દરેક વ્યક્તિની છૂપાયેલી ક્ષમતાને બહાર લાવીને તેમને શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને નાણાંકીય રીતે સ્વસ્થ કરવા. જીંદગી તરફના વ્યવહારૂ છતાં કરૂણામય અભિગમ સાથે, અને એન્લાઈટેન્ડ, સ્પષ્ટ, સૂક્ષ્મદૃષ્ટિથી માનવ સ્વભાવના હાર્દમાં પહોંચીને, વ્યવહારૂ મુદ્દાઓ અને મેડીટેશનનો પ્રત્યક્ષ અમલ કરાવીને તેની સરળ તથા સ્પષ્ટ સમજણ આપીને સ્વામીજી વ્યક્તિઓને તેમનાં જીવનના દરેક સ્તરે પૂરેપૂરા ખીલવામાં મદદ કરે છે.
નિત્યાનંદા ફાઉન્ડેશન (Nityananda Foundation) તેમનું મેડિટેશન માટેનું વૈશ્વિક આંદોલન છે. તે ૨૧ દેશોના ૮૦૦ કેન્દ્રોમાં, વ્યક્તિનાં પરિવર્તન વડે પૂરી માનવ જાતનું પરિવર્તન કરે છે. આખી દુનિયામાં સેંકડો સ્વયં સેવકો ‘આનંદ સેવક’ સ્વરૂપે આ આંદોલનને ટેકો આપવા માટે કામગીરી કરી રહ્યા છે.
મેડિટેશન (Meditation) વડે બિમારી દૂર કરવી
સ્વામીજીના બિમારી દૂર કરનાર દિવ્ય સ્પર્શથી વિવિધ પ્રકાર ની શારીરિક અને માનસિક બિમારીથી પીડાતા લાખો લોકોને રાહત મળી છે.
તેમની માંદગી દૂર કરવાની આનંદા હીલીંગ ના મૂળ મેડિટેશન અને દિવ્ય શક્તિને અસ્વસ્થ શરીરમાં પ્રવાહીત કરવાની રીતમાં રહેલાં છે.
સ્વામીજી લોકોને ફક્ત સાજા જ કરતાં નથી, પરંતુ જે લોકોની ઇચ્છા હોય તેમને હીલર્સ (healers) પણ બનાવે છે. આજે, માનવતાને મોટા પાયા પર આ દિવ્ય સેવાનો લાભ ઘણાં બધા હીલર્સો હીલીંગ (healing centers) સેન્ટરોમાં પૂરો પાડી રહ્યા છે.
મેડિટેશન (Meditation)
સ્વામીજી કહે છે, “મેડિટેશન આપણો સાચો સ્વભાવ છે. જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ સમાજ અને રાજ્ય તેના ઉપર પોતાની અસર પાડીને (Social conditioning) મેડિટેશનની શુધ્ધતાનો નાશ કરી નાખે છે. પરિણામે જે બાળક આ દુનિયામાં સંપૂર્ણ નિર્દોષતા અને આનંદની મસ્તી સાથે આવે છે, તે તણાવો અને ખળભળાટ થી ટુકડાઓમાં વિભાજીત થઈ જાય છે.
સ્વામીજીની સંપૂર્ણ તર્ક શુદ્ધ, વૈજ્ઞાનિક અને વારંવારના પરીક્ષણોમાં સાચી સાબિત થયેલી પધ્ધતિઓ ચાલુ રાખીને, માણસને તેની મૂળભૂત જાત (સ્વ - inner self) સાથે જોડાવવામાં મદદ કરે છે.
મેડિટેશન પ્રોગ્રામો : (Meditation Programs)
અત્યારે નીચે મુજબના મેડિટેશન પ્રોગ્રામો ઉપલબ્ધ છે.
આનંદા સ્ફુરણા પ્રોગ્રામ (Ananda Spurana Program - ASP) અથવા જીવન દિવ્યાનંદ પ્રોગ્રામ (Life Bliss Program - LBP) જે માણસના શરીરમાં આવેલાં સાત મુખ્ય ચક્રો અથવા શક્તિકેન્દ્રો (Energy Centers) ઉપર કામ કરે છે.
નિત્યાનંદા સ્ફુરણા પ્રોગ્રામ (Nithyananda Spurama Program - NSP) જે આપણાં સાત શક્તિ સ્વરૂપ શરીરો પર કામ કરે છે.
આરોગ્ય સ્ફુરણા પ્રોગ્રામ (Arogya Spurana Program) જે આપણું શરીર, મન અને આત્માને શુધ્ધ કરે છે અને આપણી અંદર હકારાત્મક સ્વસ્થતાનો ફરીથી સંગ્રહ કરે છે.
જ્ઞાન ધ્યાન આંદોલન (The Gnana Dhan Movement)
સ્વામીજી કહે છે; “ યુવાનોને મેડિટેશન અને આનંદપૂર્વક જીવતાં શીખવવું તે તમે જે આપી શકો છો તેવી મહાનમાં મહાન ભેટ છે. તમે જો તેને દાનમાં ખોરાક આપશો, તો તમે તેની થોડા કલાકની જરૂરીયાત પૂરી કરો છો. જો તમે શિક્ષણ આપો છો, તો તમે માણસ પોતાના માટે જીવનભર પોતાનો ખોરાક જાતે કમાઈ શકે તેમાં મદદ કરો છો. જો તમે ‘સ્વ’નું જ્ઞાન અને ડહાપણ આપો છો, તો માણસ એક જીવનમાં જાણીને જેટલું મેળવી શકે તેનાં કરતાં ઘણું બધુ વધારે મેળવી આપવામાં મદદ રૂપ થાવ છો”
જ્ઞાનધ્યાન આંદોલન (The Gnana Dhan Movement) યુવાનોને આનંદપૂર્ણ જીવનનો રસ્તો બતાવવા માટે વ્યાખ્યાનો અને મેડિટેશનનાં સાધનો નિઃશુલ્ક આપે છે. વિદ્યાર્થીઓનો ASP મેડિટેશન પ્રોગ્રામ ખાસ યુવાનો માટે જ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્વામીજીના મત પ્રમાણે, યુવાનોને જ્યારે મેડિટેશન શીખવવામાં આવે છે ત્યારે, સંગ્રહીત નકારાત્મકતાનો નાશ થાય છે, ગુનાખોરીનું પ્રમાણ ઘટી જાય છે અને દેશોનો વિકાસ ખીલી શકે છે. જ્ઞાનધ્યાન આંદોલન (The Gnana Dhan Movement) એકલા દક્ષિણ ભારતમાંજ એક લાખ યુવાનોને સ્પર્શી ગયું છે.
સત્સંગ (Satsang)
સ્વામીજી દુનિયાભરમાં યુવાનો અને વયસ્કોના સમારંભોમાં, વધારે સારી સમજણ અને જીવનની સમસ્યાના ઉકેલ માટે વ્યાખ્યાનો આપે છે.
તેઓ દુનિયાભરના રેડિયો અને ટેલિવિઝન પરની જીવંત મુલાકાતોમાં જીવનના દરેક ક્ષેત્રમાંથી આવેલા લોકોના સવાલોના તરત જ સ્પષ્ટતા થઈ જાય તે રીતે જવાબો આપે છે. તેઓ કહે છે, “બુદ્ધિપૂર્વક ની સમજણ સાથેનું મેડિટેશન તમને એકસૂત્રતાના વિજ્ઞાનના સુપર હાઇવેપર જવા માટે ઉત્તેજીત કરે છે. માણસે શરીર, મન અને આત્માની અજાયબ વિલક્ષણતાને સમજવા માટે અંતર્યાત્રા પર નીકળી પડવું જોઈએ.
સ્વામીજી પોતાનો સંદેશ માનવ જાતમાં મોટે પાયે ફેલાવવા માટે પોતે જ લોકોને આચાર્ય (શિક્ષક) બનવા માટે તાલિમ આપે છે.
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા (Science and Spirituality
પૂર્વના રહસ્યવાદની પધ્ધતિઓ અને આધુનિક પશ્ચિમી તર્કની સિસ્ટમ વચ્ચે માણસ જાતની વિશુદ્ધ સમજણ માટે સ્વામીજી એક સેતુ બની ગયા છે.
જુન ૨૦૦૫ માં ધ અમેરિકન એસોસીએશન ઓફ ફીઝીસાયન્સ ઓફ ઇન્ડીયન ઓરીજીન (The American Association of Physicians of Indian Origin - AAPI) નું ૨૩મું સંમેલન યુ.એસ.એ નાં ટેકસાસ રાજયના હ્યુસ્ટન શહેરમાં ભરાયું હતું. તેમાં સ્વામીજી માનનીય મહેમાન હતા. જેમાં તેમણે ‘યોગા ધ ઇન્ટીગ્રેટ સાયન્સ ઓફ બોડી, માઇન્ડ, વર્બલાઇઝેશન સ્પીરીટ’ (શરીર, મન અને આત્માનું એકસૂત્રી વિજ્ઞાન) ઉપર શ્રેણી બધ્ધ વ્યાખ્યાનો આપ્યા હતા.
સ્વામીજી દુનિયાના વૈજ્ઞાનિકો સાથે મળીને અસાધારણ રહસ્યો ની નોંધણી અને વિશ્લેષણ ઉપર કામ કરે છે. તબીબી વિજ્ઞાનીઓના મંડળે જે કહ્યું છે તેમાંથી થોડાં અવતરણ :
જેમ્સ એલ. હોલ સેન્ટર ફોર માઇન્ડ, બોડી એન્ડ સ્પીરીટ ઇન્ટીગ્રીસ જામ થોર્પે રીહેબીલેશન સેન્ટર એન્ડ ધ PET સેન્ટર ઓફ ઓકલોહામા, યુ.એસ.એ.ના (Oklahoma, USA) ડોકટરો કહે છે, “સ્વામીજી ઉપર અમે કરેલા પ્રયોગોના પરિણામો, મગજ ઉપર થતાં સંશોધનોના પુસ્તકમાં એક નવું પાનું ઉમેરે છે. તેમાંથી અમને સતત એવી નિશાનીઓ મળી છે કે, મન શરીરને સાજુ કરવાનું પસંદ કરી શકે છે. અમે અત્યારે લોકોની જાતે જ સાજા થવાની ક્ષમતાઓ અને શક્યતાઓ તપાસી રહ્યાં છીએ. જે માણસ જાત માટે ફાયદાકારક હશે, હ્રદયરોગ, કેન્સર, સંધીવા, દારૂની આદત જેવા બીજાં ઘણા રોગોની તીવ્રતામાં ઘટાડો કરીને તેને સંપૂર્ણ નાબુદ કરવાની ક્ષમતા સુધી પહોંચવાની શરૂઆત ની શક્યતા દેખાય છે. ''
ડૉ. કોલીન્સ, આગળ પડતાં સંશોધક અને પ્રેકટીસીંગ ન્યુરો ફીડ બેક ઈન સેન્ટલ્યુઈસ યુ.એસ.એ કહે છે; “દુનિયા આ માનવા તૈયાર થશે નહીં ! આ અત્યંત અસાધારણ છે. સ્વામીજીની જાગૃત અવસ્થામાં તેમનાં મગજમાં થતી રાસાયણીક પ્રક્રિયાઓ પરનાં અમારાં તારણોથી, અમારી ન્યુરોલોજી સિસ્ટમ પર મેડિટેશનથી થતા ફાયદાની અમારી સમજણ પર એક નવું પ્રકરણ લખાશે. ''
ડૉ. જુઆન એકૉસ્ટા - પુરકવૈદી ફ્રોમ સાઉન્ડ હેલ્થ ડીઝાઈન્સ, LLC વીચીતા, KS યુ.એસ.એ આફટર એન EEG (ઈલેક્ટ્રો એન્સેફેલોગ્રાફી)કર્યા પછી કહે છે “સ્વામીજી સાથેના સેશન પછી અમે સ્વામીજીના વૈજ્ઞાનિક પરીક્ષણો બાદ તેમના તરફ ઉત્સાહપૂર્વક નજર માંડી રહ્યા છીએ, જેથી તેમની મહાન આધ્યાત્મિક ભેટનું તટસ્થ મૂલ્યાંકન કરીને આજના કટોકટીના સમયમાં ગ્રહોની જેમ દૂર ફરી રહેલી સાજા થવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપી શકાય”
નિત્યાનંદા ફાઉન્ડેશન (The Nithyananda Foundation)
જાન્યુઆરી ૨૦૦૩ માં નિત્યાનંદા ફાઉન્ડેશનનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર અને આશ્રમ ‘ધ્યાનપીઠમ’ (Dhyanapeetam)ની સ્થાપના થઇ. તે બેંગલોરના સીમાડે બીદડી, નિત્યાનંદ પુરીમાં આવેલું છે.
બીદડીમાં નીચી ટેકરીઓની વચ્ચે ૨૦ એકર જમીનમાં ફેલાયેલ ધ્યાનપીઠમ (Dhyanapeetam) આશ્રમ, સ્વામીજીની પારંપરિક સાદગી અને આધુનિક સગવડો થી તૈયાર થયેલો છે.
આશ્રમનું શક્તિ સ્ફુરણાનું સ્થાન તેમાં આવેલ ૩૦૦ વરસ જૂનું વડલાનું પવિત્ર ઝાડ છે. તેની નીચે ભગવાન ‘આનંદા ઈશ્વર’(Ananda Eashwar) (ભગવાન દક્ષિણામૂર્તિ આદિગુરુ)ની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. સ્વામીજી આ પવિત્ર વડલાના વૃક્ષ નીચે બેસીને પૂજા કરતા હતા ત્યારે તેમને અચાનક પ્રેરણા થઈ કે આ વૃક્ષ આશ્રમનો માર્ગદર્શક આત્મા છે અને તેની નીચે ઘેરાયેલી જગ્યામાં સાજા કરવાની શક્તિના તરંગો વહ્યા કરે છે.
ઈન્ડીયા આશ્રમ : ધ્યાનપીઠ્ઠમ (India Ashram) : Dhyanapeetam
નિત્યાનંદ પુરી, કલુગો પહાલી, ઓફ મૈસુર રોડ, બીડદી - 562109 બેંગલોર ડીસ્ટ્રીકટ, કર્ણાટકા. આશ્રમ : +91-80-56691844 ફેકસ: +91-80-7288207 E.mail : [email protected] URL : WWW.nithyananda.org
928 Huntington Drive, Duarte, CA91010 U.S.A Telephone Number : 1-626-205-3286
અસ્વીકાર
આ પુસ્તક એ સૌ કોઈના માટે છે, જેમને તેમનાં શરીરના મુખ્ય શક્તિ કેન્દ્રોને સમજવામાં રસ હોય. એ જાણવું હોય કે આ કેન્દ્રો તેમની રોજીંદી કાર્ય સિધ્ધિ પર કઈ રીતે અસર કરે છે. આ પુસ્તક ‘ચક્ર શક્તિ સ્ફૂરણા’ ઉપર નિત્યાનંદ પ્રોગ્રામો જેવાં કે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ (LBP) અને આનંદ સ્ફૂરણા પ્રોગ્રામો (ASP) માં અપાયેલ વ્યાખ્યાનો પર આધારીત છે. મનની પરિપૂર્તિ માટે અને જે લોકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હોય તેમના માટે છે. તેમને જે મેડિટેશનની પધ્ધતિઓ શીખવી છે તેને આમાં વિગતવાર સામેલ કરવામાં આવેલ છે. આ પધ્ધતિઓનો ઉપયોગ ફક્ત ધ્યાન પીઠના નીમાયેલ, આચાર્યોની વ્યક્તિગત દેખરેખ એ સૂચનાઓ પછી જ કરવો જોઈએ. પહેલી વખત વાંચનાર કે જેણે આ કોર્સમાંથી એક પણ કોર્સમાં હિસ્સો ન લીધો હોય તેઓ પોતે આ પધ્ધતિ અપનાવવાનો પ્રયત્ન ન કરે તે હિતાવહ છે. જો કોઈ વ્યક્તિ LBP અથવા ASP માં ભાગ લીધા વગર જ, આ પધ્ધતિઓનો ઉપયોગ કરશે, તો તે તેમના પોતાના જોખમે કર્યું ગણાશે. લેખક અથવા ધ્યાન પીઠ તેનાં પરિણામો માટે જવાબદાર નથી.
પ્રકાશક : નિત્યાનંદા ફાઉન્ડેશન બેંગલોર, ભારત.
હક્કો : ૨૦૦૫
પહેલી આવૃત્તિ : ડીસેમ્બર ૨૦૦૫
બધાજ હક્કો આરક્ષિત છે. આ પુસ્તક અથવા તેનો કોઈપણ ભાગ મિકેનીકલ, ફોટોગ્રાફીક અથવા ઈલેક્ટ્રોનિક પ્રક્રિયાથી ફરી વખત છાપવો નહીં. તેનું ફોટોગ્રાફી કે રેકોર્ડીંગ કરવું નહીં; કોઈપણ સુધારા વધારા કરીને આગળ મોકલવું નહીં. અને નિત્યાનંદ પબ્લીશર્સની લેખિત પરવાનગી વગર ઉપર મુજબ અથવા તો ખાનગી કે જાહેર ઉપયોગ માટે કોપી કરવી નહીં. કોઈ પ્રસંગે તમે તમારા વ્યક્તિગત ઉપયોગ માટે કોઈ પુસ્તકની માહિતીનો ઉપયોગ કરો છો, તો લેખક અને પબ્લીશર તમારી કોઈપણ ક્રિયા માટે જવાબદારી લેતાં નથી.
આ પુસ્તકના વેચાણની બધી આવક નિત્યાનંદા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે વપરાય છે.
જજ પ્રેસ બેંગ્લોર ભારતમાં છપાયું.
નિત્યાનંદા
(આનંદ સ્ફૂરણા પ્રોગ્રામ અને લાઈફ બ્લીસ પ્રોગ્રામના ચક્ર મેડિટેશન પ્રોગ્રામ વખતે અપાયેલ વ્યાખ્યાનોમાંથી લેવામાં આવેલ છે.)
નિત્યાનંદા .....
પહેલી જાન્યુઆરી ૧૯૭૮ના રોજ દક્ષિણ ભારતમાં તામિલનાડુના થીરૂવન્નામલાઈ શહેરમાં જન્મ થયો. નિત્યાનંદા સ્વયં પ્રેરિત ગુરુ છે. નાની ઉંમરથી વરસો સુધી ફક્ત અંતિમ સત્યનો અનુભવ કરવા માટે, તેમણે દુઃખો સહન કરીને તપ કરવાના સતત પ્રયાસો ચાલુ રાખ્યા. તેઓ ભારત દેશ અને નેપાળના મહાન ગુરુઓ પાસે શિક્ષણ મેળવવા માટે ચારે દિશામાં પરિભ્રમણ કર્યું. ૨૨ વરસની ઉંમરે તેમને પરમ જ્ઞાનનો, જાગૃતતાનો સાક્ષાત્કાર થયો. ત્યારે તેઓ અંતિમ દિવ્યતામાં પ્રવેશ્યા. નિત્યાનંદ બન્યા.
નિત્યાનંદા ફાઉન્ડેશન તેમની વિશ્વ વ્યાપી મેડિટેશન ચળવળ છે. જેનું મુખ્ય કેન્દ્ર ધ્યાન પીઠમ્ બિદાદી (બેંગ્લોર, ભારત)માં છે. અને પશ્ચિમમાં લોસએન્જલસ (L.A.), યુ.એસ.એ.માં છે. તે દુનિયાના ૨૦ દેશોમાં ૮૦૦ કેન્દ્રો ચલાવે છે અને વ્યક્તિનું પરિવર્તન કરીને માનવજાતનું પરિવર્તન કરવાના એકધારા વ્યવસ્થિત પ્રયત્ન કરે છે.
માસ્ટરના વ્યવહારૂ મુદ્દાઓની સચોટ સજાવટ તથા સરળ અને સંચાલન શક્તિથી ભરપૂર મેડિટેશન પધ્ધતિઓ, દરેક વ્યક્તિને શારીરિક, માનસિક અને અધ્યાત્મિક સ્તરે ખીલવામાં મદદ કરે છે. આનંદ સેવકો તરીકે હજારો સ્વયં સેવકો દુનિયાભરમાં મિશનને ટેકો આપવા માટે કાર્યરત છે.
આધુનિક પશ્ચિમિ તર્ક અને પુરાવાઓ અને પ્રાચીન રહસ્યવાદની સિસ્ટમને સાથે જોડવા માટે માસ્ટર પોતાની જાતને જીવંત પ્રયોગશાળા તરીકે રજુ કરીને, દુનિયાના વૈજ્ઞાનિકો સાથે કામ કરી રહ્યા છે. માનવજાતના ફાયદા માટે તેઓ આ રીતે વિજ્ઞાન અને અધ્યાત્મક વચ્ચે સેતુ બનાવી રહ્યા છે.
અનુક્રમણિકા
સંવાદ ઓળખાણ પોતાના તરફ બીજાનું ધ્યાન ખેંચવાની જરૂરીયાતમાંથી છૂટવું.
- અનાહતા ચક્ર ..... ચિંતાઓ વગર જીવવું
- મણિપુરક ચક્ર ..... વિલક્ષણ કલ્પનાઓને જીતવી
- મુલાધાર ચક્ર ..... ભયનો સામનો કરવો
- સ્વાધિષ્ઠાન ચક્ર ..... ઈર્ષાભાવમાંથી મુક્તિ
- વિશુદ્ધિ ચક્ર ..... અહમને ખેરવવો
- આજ્ઞા ચક્ર ..... અસંતોષની લાગણીમાંથી કૃતજ્ઞતા તરફ જવું
- સહસ્ત્રાર ચક્ર ..... આનંદ દર્શન ..... પુરવણી વિજ્ઞાન અને અધ્યાત્મ ..... હીલર્સના સંપર્કો .....
હું તમને સૌને પ્રેમ અને સન્માનથી આવકારું છું.
તમે બધા અહીં કંઈક અપેક્ષા, આશા લઈને અને તમારા જ્ઞાનમાં વધારો કરવા આવ્યા છો. જીવનનું નવું દર્શન કરવા અને સમજવા, કે જીંદગીને વધારે સારી રીતે કઈ રીતે જીવી શકાય, તે જાણવા અહીં આવ્યા છો. આપણે મુખ્ય વિષય પર આવીએ એ પહેલાં હું તમને થોડી બાબતો જણાવવા માંગુ છું. જેથી તમે મારી સાથે રહીને, તેમાંથી વધુમાં વધુ ફાયદો મેળવી શકો.
તમે ઘણી બધી જગ્યાએ ગયા હશો, ઘણાં બધાં વ્યાખ્યાનો સાંભળ્યા હશે. અહીં આવતાં પહેલાં બીજી ઘણી બધી પધ્ધતિઓનો અમલ કર્યો હશે. આ બધું બરાબર છે. ફક્ત એક વાત; તમે જ્યારે અહીં છો, ત્યાં સુધી સંપૂર્ણપણે અહીં જ રહો. બસ
આ પહેલાં બીજી જગ્યાએથી જે પણ જ્ઞાન મેળવ્યું હોય તેને પાછળ છોડી દો. પછી જ અહીં આવો. તમે બહારનું બોર્ડ જોયું હશે, તે કહે છે કે; “તમારાં જૂતાં અને મગજ બહાર મૂકીને આવો.” તમને કદાચ નવાઈ લાગી હશે કે આનો મતલબ શું છે? તેનો મતલબ છે, તમે જ્યારે બહાર જૂતાં ઉતરતા હો, ત્યારે જ નક્કી કરો કે મગજને પણ અહીં જ મૂકીને અંદર જવાનું છે. અત્યાર સુધીમાં જે જ્ઞાન ભેગું કર્યું છે, તેને તમારા જૂતાંની બાજુમાં મુકીને અંદર આવો. તમે જ્યારે બહાર જશો ત્યારે તેને સાથે લઈ જઈ શકશો. તેની ચિંતા કરવાની જરૂર નથી. બીજું કોઈ તમારા મગજ લઈને ચાલ્યું નહીં જાય. તે સંપૂર્ણ સલામત રહેશે.
કદાચ લોકો તમારા જૂતાં લઈ જઈ શકે, પરંતુ મગજને અડકી પણ નહીં શકે. આ બાબતની હું તમને ગેરંટી આપું છું. ! લોકો પોતાનાં મગજને સંભાળી શકતા નથી, એમાં તમારૂં મગજ લઈ જઈ પ્રયોગો શું કરવાના !
તમે જ્યારે કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર ખાલી મનથી આવો છો. ત્યારે જ હું જે કંઈ કહીશ તેને પૂરેપુરું ગ્રહણ કરી શકશો. જો તમે તમારૂં જ્ઞાન લઈને આવશો, તો હું જે કંઈ કહીશ તેના દરેક શબ્દોને તમે જે જાણો છો, જે તમે પહેલાં બીજા કોઈ પાસેથી જે સાંભળ્યું છે, તેની સાથે સરખાવ્યા કરશો અને તમે હું જે કહેવા માંગુ છું તે ચૂકી જશો.
તમે મને તોજ ગ્રહણ કરી શકો, જો તમારામાં થોડી જગ્યા હોય. જો તમે પેહેલીથી પૂરેપૂરા ભરેલા હો તો તમે મને ગ્રહણ ન કરી શકો.
એક નાની વાર્તા :-
પશ્ચિમના એક ભણેલા પ્રોફેસર પૂર્વમાં જાપાનમાં એક ઝેન માસ્ટરને મળવા ગયાં. પ્રોફેસર ખૂબ જ ભણેલા હતા. અને ઘણા બધા વિષયોમાં શોધખોળો કરી હતી. તે થોડું અધ્યાત્મનું જ્ઞાન મેળવવા, તેના પોતાના થોડા મુદ્દાઓ પર ચર્ચા કરવા અને અધ્યાત્મને વધારે સારી રીતે સમજવા માટે માસ્ટર પાસે ગયા હતા.
પ્રોફેસર જ્યારે માસ્ટરને મળવા આવ્યા ત્યારે તેણે જોયું કે માસ્ટર કિટલીમાં ચા ઉકાળી રહ્યા છે. ગુરુએ તેને જોયા અને બેસવાનો ઈશારો કર્યો અને ચા ઉકાળવાનું ચાલુ રાખ્યું.
પ્રોફેસર નીચે બેઠા. થોડા વખત પછી તેણે પોતાના ભૂતકાળની વાતો કરવા માંડી. તે કેટલું ભણ્યા છે. તેણે કેટલી શોધો કરી છે. દુનિયામાં તેણે કેટલી મુસાફરી કરી છે. અલગ અલગ લોકો સાથેના તેના અનુભવો, વિવિધ વિષયો પરના તેના વિચારો અને ઘણુ બધું.
માસ્ટરએ ચા ઉકાળી લીધી અને બન્ને વચ્ચે બે કપ મૂક્યા.
તેમણે પ્રોફેસરના કપમાં ચા રેડવાનું શરૂ કર્યું. તેણે ચા રેડવાનું ચાલુ રાખ્યું, કપ છલકાઈને ચા બહાર વહેવા લાગી અને ટેબલ પર પ્રસરવા લાગી.
પ્રોફેસર જે બની રહ્યું હતું તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે પોતાની જાતને વધારે વખત રોકી શક્યા નહીં, તેણે ચીસ પાડી; “માસ્ટર તમે આ શું કરી રહ્યા છો? ચા રેડવાનું બંધ કરો. કપ છલકાઈને ચા બહાર ડોળાઈ રહી છે”!
માસ્ટરએ ચા રેડવાનું બંધ કર્યું અને શાંતિથી કહ્યું; “જેમ તમે ઉભરાઈ રહ્યા છો તેમજ !” પ્રોફેસરને ઝટકો લાગ્યો. પણ માસ્ટર શું કહેવા માંગે છે તે સમજી ગયા. પ્રોફેસર ચાના કપની જેમજ છલોછલ ભરેલા હતા, કે જેમાં વધારે કશું ભરી શકાય તેમ નહોતું. ગુરુએ તેને કશું પણ સમજાવ્યું હોત, તો તે છલકાઈ ને બહાર નીકળી ગયું હોત. તેની અંદર ન જાત. પ્રોફેસર માસ્ટરના એક જ શબ્દ ‘તમારા જેમ જ’ થી સમજી ગયા, કે આનો મતલબ શું હતો, માસ્ટર તેને શું કહેવા માંગતા હતા !
તેથી તમે પણ સમજી જાવ. જો તમારે મારો અનુભવ કરવો હોય, તમે જે મેળવવા માટે સમય કાઢીને અહીં આવ્યા છો તે મેળવવું હોય, તો ફક્ત ચાના “ખાલી કપની જેમ” અહીં રહો. સંપૂર્ણ ખુલ્લા અને ગ્રહણકર્તા બનીને રહો. બાળક જેવા નિખાલસ અને જીજ્ઞાસુ બની હો. સ્પન્જની જેમ, જે બધું જ શોષી લેવા તૈયાર હોય છે. આટલું પુરતું છે બસ.
જ્ઞાન ત્રણ પ્રકારનું હોય છે. પહેલું બુદ્ધિથી મેળવેલું મગજમાં રહેલું જ્ઞાન, તેના માટે તમને ફક્ત મગજની જરૂર પડે છે. બીજા કશાની નહીં, જો તમે સચેત હો અને યાદ શક્તિ સારી હોય તો તે આના માટે પુરતું છે. જો તમે સારી રીતે તર્ક કરી શકો અને થોડું સામાન્ય જ્ઞાન હોય જેથી બાબતોને જોડી અને સમજી શકો એટલું પુરતું છે. આ એ જ્ઞાન છે, જે તમે તમારી સ્કુલમાં અને પુસ્તકોમાંથી મેળવો છો. ગણિત અને વિજ્ઞાન શીખવા માટે તમારું મગજ પરતું છે. તમે મહાન ગણિતજ્ઞ કે મહાન વૈજ્ઞાનિક બની શકો છો.
બીજા પ્રકારનું જ્ઞાન, હૃદયનું જ્ઞાન છે. આમાં તમારે તમારા મગજની સાથે હૃદયને પણ સાકળવું પડે છે. કલા, સંગીત, કવિતા, નૃત્ય આ બધું આ પ્રકારમાં આવે છે. આ બધા માટે તમે ફક્ત તમારું મગજ વાપરી શકો નહીં; તમે જો ફક્ત મગજનો જ ઉપયોગ કરશો તો આમાંનુ કશું જ થશે નહીં; તમારે ચિત્રો દોરવા માટે, કવિતા લખવા માટે, ગાવા માટે, ભાવના- લાગણીની જરૂર પડે છે.
આ બધાં સર્જન છે. તમારા હૃદયમાંથી નીકળેલા સર્જનો. તમારા હૃદયના અનુભવો છે. કોઈ પણ પ્રકારની લાગણી વગર તમે કવિતા લખી શકો? કોઈ ચિત્રકાર ફક્ત મગજનો ઉપયોગ કરીને ચિત્રોનું સર્જન કરી શકે? ના. તેણે તેના હૃદયને તેમાં સાંકળવું પડે અને પછી જ કલાનો પ્રવાહ બહાર આવે.
અમુક મુદ્દાઓ કે પદ્ધતિઓ કવિતા લખવા કે ચિત્રો દોરવા માટે મગજથી શીખી શકો, પરંતુ છેલ્લે ખરી કળા તો તમારા હૃદયમાંથી જ આવે છે. તમને કોઈ કવિતા લખતા કે ચિત્રો દોરતાં શીખવી શકે નહીં. તેઓ અમુક ચોક્કસ પદ્ધતિઓ શીખવી શકે. બસ પછી તમારે ઉત્કૃષ્ટ કલા તો તમારી અંદરથી જાતે જ બહાર લાવવી પડે.
ત્રીજા પ્રકારનું જ્ઞાન છે આધ્યાત્મિક જ્ઞાન; આ જ્ઞાન નથી મગજનું કે નથી હૃદયનું. પરંતુ તમારી જાતનું, તમારા અસ્તિત્વનું જ્ઞાન છે. હકીકતમાં આપણે તેને જ્ઞાન પણ ન કહી શકીએ. એ ફક્ત તર્કથી પર એવી સમજણ છે. તેને શીખવી કે મેળવી શકાય નહીં. એ ફક્ત આપણી જાત સાથેના આપણા ઊંડા આંતરિક સહવાસથી થાય છે.
હું હંમેશા લોકોને કહું છું; હું તમને આધ્યાત્મિકતા શીખવી શકું નહીં. પરંતુ તમે શીખી શકો ! તમે માસ્ટરના શબ્દો અને આત્મિક સ્તરના સંસર્ગમાંથી શક્તિની જેમ ગ્રહણ કરી શકો. માસ્ટરના શબ્દો પાછળ જે શક્તિ છે, તેને જો તમે તમારામાં પ્રવેશવા દો, તો તે તમારી જાતમાં આંતરિક સ્તર સુધી સોંસરવા ઉતરી જાય છે. જે તમારામાં સંપૂર્ણ પરિવર્તન લાવે છે. આવું ફક્ત મગજમાંથી નીકળતા શબ્દો અને હૃદયની લાગણીઓથી બની શકે નહીં''
હું જ્યારે વાત કરૂં છું ત્યારે હું મારા અંતિમ સત્યમાંથી વાત કરું છું. મારા સમગ્ર અસ્તિત્વમાંથી વાત કરું છું. તમે જ્યારે સાંભળો ત્યારે સમગ્રપણે સાંભળો. તમારી પૂરેપૂરી જાતથી સાંભળો. ફક્ત પછી જ તમે મારા અનુભવોની ઝાંખી પ્રાપ્ત કરી શકો. હું અહીં તમને ફક્ત શબ્દો આપતો નથી. હું તમને શબ્દોથી ઉપર લઈ જાવ છું. જો તમે અહીં મારી સાથે તીવ્ર જાગૃતતા અને શાંતિ સાથે હશો, તો તમે શબ્દોની પાર જઈ શકશો અને તમારી આંતરિક જાતની ઝાંખી કરી શકશો.
ઓલ રાઈટ ચાલો. આપણે બેઠક વ્યવસ્થામાં થોડો ફેરફાર કરીએ. તમે જ્યારે બેસો ત્યારે તમારા સંબંધી, મિત્રો કે જેને તમે જાણતા હો તેવા લોકો સાથે ન બેસતાં. તમે જેને વધારે ન જાણતા હો તેવી વ્યક્તિની બાજુમાં બેસો. તમે જો જાણીતી વ્યક્તિ પાસે બેસશો, તો હું જ્યારે બોલતો હોઈશ, ત્યારે એક બીજાની સામું જોશો અથવા શબ્દોની આપ લે કરતા રહેશો. જો તમે અજાણ્યાની બાજુમાં બેસશો, તો એકલા રહીને પણ મને વધારે સમજી શકશો.
એક વાત સમજીલો. મારા વ્યાખ્યાનો દરમ્યાન હું આ હંમેશા કહું છું જ્યારે આપણું સેશન ચાલુ હશે ત્યારે આખારૂમમાં શક્તિ પ્રવાહના સુંદર તરંગો પેદા થશે. તમારી અને મારી વચ્ચે શક્તિનું ગાઢ આદાન-પ્રદાન ચાલતું હશે. પ્લીઝ મોડા આવીને તેમા ખલેલ પહોંચાડતા નહીં. પ્રવાહ તુટી જશે.
આ તમે હાઈવે પર સરળતાથી જઈ રહ્યા હો, અને વચ્ચે સ્પીડ બ્રેકર આવી જાય તેના જેવું છે. સ્પીડ બ્રેકર એક નાની એવી અડચણ છે, પણ તેને પાર કરવા માટે તમારે એકદમ ધીમા પડી જવું પડે છે. અને પાર કર્યા પછી ફરીથી સ્પીડ પકડવી પડે છે. સરળતાથી ચાલતો પ્રવાહ અટકી પડે છે.
મહેરબાની કરીને તમારા મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દો. આજના જમાનામાં તે બીજા સામાન્ય સ્પીડ બ્રેકર છે; હકીકતમાં તે આખી મુસાફરીને ઉછળ કૂદવાળી બનાવી દે છે. એક સ્પીડ બ્રેકર પછી, બીજું આવ્યા જ કરે છે ! મને ખાતરી છે, અહીં જેટલા હાજર છે તે બધાની પાસે સેલ ફોન હશે.
તમે જ્યારે અહીં હો, ત્યારે તમારે અતિ ગંભીર અને ભારે બની જવાની જરૂર નથી. ખુલ્લા મનથી અને હળવાશથી, ખરા મનથી સાંભળો. એવી અપેક્ષા ન રાખો કે પહેલાં સેશનમાં જ તમને પરમાત્માનો અનુભવ થઈ જશે! હળવા અને સરળ મૂડમાં કોઈ પણ જાતની અપેક્ષા વગર, તમે હું જે આપવાનો છું તેને વધારે સ્વીકારી શકશો.
જો તમે પૂર્વગ્રહયુક્ત અને અપેક્ષાઓથી ભરેલા મગજ સાથે આવ્યા હશો તો તમે ફક્ત તમારી અપેક્ષાઓ વિશે જ વિચારતા રહેશો. તમે અહીં તમારી અપેક્ષાઓ પ્રત્યે ધ્યાન આપવા માટે નહીં, પણ હું જે કહેવાનો છું તે સાંભળવા માટે આવ્યા છો.
બીજી વાત : તમે જ્યાં સુધી અહીં હો ત્યાં સુધી તમારા બધા સામાજીક અહમ્ છોડીને એક સામાન્ય વ્યક્તિ તરીકે રહેજો. કારણ કે તમારી જાત પર પ્રયોગ કરીને તમારો અહમ્ ઓગાળવા માટે, તમારા ભ્રમનું નિરસન કરવા માટે, તમે અસ્તિત્વનોજ એક હિસ્સો છો તે સમજવા માટે અને તમારા હોવાપણાનો અનુભવ કરવા માટે આશ્રમ અને માસ્ટરની હાજરી ઉત્તમ પ્રયોગ શાળા છે.
જો તમે સમાજમાં કોઈ મોટી હસ્તી હો, તો પણ અહીં એક સામાન્ય વ્યક્તિ બની રહો. અને બધા સાથે તમારા હૃદયથી હળી મળી જાવ. ફક્ત મારા શબ્દો જ નહીં, આદાન-પ્રદાનની એક એક ક્ષણ, અહીં છો ત્યાં સુધીની દરેક ક્ષણ તમારા પરિવર્તનનું કારણ બની શકે છે. તમારે ફક્ત જાગૃત રહેવાનું છે. બસ !
એક નાની વાર્તા :
એક એન્લાઈટેન્ડ બુદ્ધિસ્ટ ઝેન સંત હતા.
એક દિવસ જાપાનના ગર્વનર તેની મુલાકાતે આવ્યા.
ગવર્નરે પોતાનું વિઝીટીંગ કાર્ડ અંદર સંત પાસે મોકલ્યું. તેના હેડીંગમાં મોટા અક્ષરે છાપ્યું હતું. ઝેક-આનજાપાનના ગવર્નર. સંતે કાર્ડ ઉપર નજર કરી અને કહ્યું; “આ મૂર્ખનું મારે કંઈજ કામ નથી તેને આજ મિનિટે આશ્રમ છોડીને ચાલ્યા જવાનું કહો.” જ્યારે કોઈના અહમ્ને તોડવો હોય, તેના મગજને ઝટકો મારવો હોય, ત્યારે ઝેન માસ્ટરો અતિ નિષ્ઠુર બની શકતા હોય છે. તેઓ અતિ કઠોર શબ્દો વાપરતા ક્યારેય અચકાતાં નથી. તેમના શબ્દો પાછળ રહેલી શક્તિ વ્યક્તિને ભેદી નાંખે છે અને તેનું પરિવર્તન કરી દે છે.
સંતનો શિષ્ય બહાર આવ્યો અને વગર્નરને તેનું કાર્ડ પાછું આપતાં, સંતના શબ્દો કહી સંભળાવ્યા.
ગવર્નર કાર્ડ જોયું અને સમજી ગયા. તે જ્ઞાની વ્યક્તિ હતા. ફક્ત બુદ્ધિશાળી નહીં, જ્ઞાની પણ હતાં. જ્યારે સંતે સંદેશો અને કાર્ડ પાછા આપ્યાં કે તરત જ તેના મનમાં શબ્દો ઝબક્યા ‘જાપાનનો ગવર્નર’. તેમણે તરતજ તે શબ્દો પર પેન ઘસીને ભૂંસી નાંખ્યા અને શિષ્ય સાથે કાર્ડ અંદર સંત પાસે પાછું મોકલ્યું.
સંતે કાર્ડ જોયું અને કહ્યું “તેને અંદર મોકલો” !
આપણાં બધાં જ ઇલ્કાબો, ઓળખાણો અને લેબલો સમાજે આપણા પર ચોંટાડેલાં હોય છે. અને આપણે એવું સમજવા માંડીએ છીએ કે આપણે ખરેખર એજ છીએ. આપણે વારંવાર ભૂલી જઈએ છીએ કે આપણે હકીકતમાં આપણી અંદર જે છે, તે છીએ. લેબલો નથી. આ લેબલોથી આપણને મહાનતાનો અનુભવ થાય છે. પરંતુ તમે આ લેબલોથી માસ્ટર સાથે કામ પાડી શકો નહીં. આ લેબલો સાથે તમે તમારા ખરા અસ્તિત્વને ક્યારેય ઓળખી શકો નહીં.
ગવર્નરે જે કંઈપણ કર્યુ તેને ખોટું કહી શકાય નહીં. સમાજ સાથે કામ પાડવા માટે કદાચ એ સાચો રસ્તો હોઈ શકે.
સમાજની ઔપચારિકતા માટે એ જરૂરી પણ હોઈ શકે. પરંતુ માસ્ટર પાસે જવા માટે એ યોગ્ય રસ્તો નથી.
માટે જ્યારે તમે અંદર આવો, ત્યારે તમારી ગવર્નરશીપ બહાર છોડતા આવજો ! નહીંતર તમે ઘણું બધું ચૂકી જશો. અહીં માસ્ટર અને કંઈક મેળવવાનો પ્રયાસ કરનાર વચ્ચે કંઈક પ્રકાશિત થાય છે. આપણે આપણી આંતરિક દુનિયાનું કંઈક વહેંચવા જઈ રહ્યા છીએ. આ જ્યારે બનતું હશે એ વખતે બહારની દુનિયાએ આપેલા લેબલો અડચણો બને છે. આપણાં વ્યક્તિત્વને ભૂલી જવું એજ આધ્યાત્મિકતા છે. કારણ કે વ્યક્તિત્વ સામાજીક છે. અહીં આપણે-આપણું આપણાં પણું શોધવા, આપણો મૂળસ્વભાવ, આપણી એકાત્મતા, જે આપણે માતાના ગર્ભમાં અનુભવતા હતા તે અસ્તિત્વ સાથેનો આપણો સંબંધ-શોધવા માટે અને તેનો ઉત્સવ મનાવવા માટે આવ્યા છીએ.
માટે વિશ્વાસ રાખો, અંધશ્રધ્ધા નહીં. હું જે કહું છું તેને અનુમાન તરીકે લો, તમારા જીવનમાં અમલમાં મૂકો અને જુઓ તે કામ કરે છે કે નહીં. સફરજન સ્વાદિષ્ટ છે કે નહીં તે તમારે માની લેવાની કે શંકા કરવાની જરૂર નથી. મોંમા ટૂકડો મૂકીને ચાવી લો. તમે જાણી જશો !
આપણા પ્રાચીન ઋષિઓએ કહ્યું છે; માણસનો સાચો સ્વભાવ દિવ્ય આનંદ રૂપ છે. પૃથ્વી પર વરસોથી ઘણાં ગુરુઓ થતાં આવ્યા છે. પછી તે બુધ્ધ હોય, ઈસુખ્રિસ્ત હોય. કૃષ્ણ હોય કે મહાવીર હોય, તેમના બધાનો સંદેશ મૂળભૂત રીતે એક જ હતો. તેમણે બધાએ કહ્યું છે; માણસનો સાચો સ્વભાવ દિવ્ય આનંદ છે. અને તેથીજ એમણે આ મૂળતત્વ સાથે ફરીથી જોડાવાની પોતાની પધ્ધતિઓ આપેલી છે.
તેમની અભિવ્યક્તિ અલગ હોઈ શકે. પરંતુ તેમનો સંદેશ એક સરખો જ હતો. અલબત્ત એ જુદી વાત છે કે દરેક વખતે વારંવાર લોકો ગુરુઓનો સંદેશ ચૂકી જાય છે. કારણ કે લોકો ગુરુના વ્યક્તિત્વને જ દૃઢ પણે વળગી રહે છે. તેમના સંદેશને નહીં. પૃથ્વી પર ધર્મના નામે થઈ રહેલી લડાઈઓ અને વિચિત્ર કલ્પનાઓનું મૂળભૂત કારણ આ છે.
ગમે તે હોય, બધા જ ગુરુઓનો એક જ સંદેશ છે, કે માણસનો મૂળભૂત સ્વભાવ આનંદ છે. અને દરેક મનુષ્યના પ્રયાસો, આ દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાનાં હોય છે. જે તેની અંદર જ છે. પરંતુ સમય જતાં, સામાજિક અભિસંધાન અને વિક્ષેપોને લીધે, માણસ પોતાનો મૂળભૂત હેતુ ભૂલી જઈને, બહારની દુનિયાની ભૌતિક ચીજોમાં, નામોમાં, સ્વરૂપોમાં, સમાજે આપેલાં લેબલોમાં, સંબંધોમાં, કારકીર્દી અને બીજી આવી બધી બાબતોમાંથી દિવ્ય આનંદ શોધવાનો પ્રયાસ કરે છે.
એક નાની વાર્તા :
એક વૃધ્ધ માણસ પોતાના કુટુંબ સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયો. ફિલ્મ હજી શરૂ જ થઈ હતી. ત્યાં જ એકા એક વૃધ્ધ માણસ જમીન પર અંધારામાં આમ તેમ ફાંફા મારવા માંડ્યો.
તેની બાજુમાં બેઠેલી તેની પૌત્રી એ ચીડાઈને પૂછ્યું; “તમે જમીન પર શું કરી રહ્યા છો ?”
વૃધ્ધે જવાબ આપ્યો; “ડીયર મારું ચ્યુઈંગ ગમ ખોવાઈ ગયું છે. તે નીચે પડી ગયું છે.”
છોકરી ઉશ્કેરાઈ ગઈ અને કહ્યું; “દાદા હશે, હવે તેને પડતું મૂકો. આપણે બીજાં વધારે ચ્યુઈંગ ગમ ખરીદી લેશું. હવે ફિલ્મ જુઓ.”
વૃધ્ધ માણસે કહ્યું; “મારે એજ ચ્યુઈંગ ગમ જોઈએ છે.”
છોકરીએ કહ્યું; “દાદા નાના બાળકની જેમ વર્તન ન કરો. આપણને વધારે ચ્યુઈંગ ગમ મળશે.”
દાદાએ કહ્યું; “પણ બેટા મારા દાંત પણ એ ચ્યુંઈંગ ગમ સાથે જ ચોંટેલા છે.”
તમે જોયું આપણને જોઈએ છે કંઈક બીજું અને આપણે કંઈક બીજા જ નામે તેને મેળવવાનો પ્રયાસ કરીએ છીએ! અને અંતે દુનિયાની બધી જ બહારની ચીજો મેળવી લીધા પછી આપણને ખબર પડે છે, કે આપણી અંદર તો શૂન્યતા જ છે. ખાલી પણું છે. આપણામાં હજી પણ કોઈ ચોક્કસ ઝંખના બાકી છે. આ ઝંખના છે. કારણ કે આપણે બધા દિવ્ય આનંદની શોધમાં છીએ. પરંતુ આપણે તેને બીજી વસ્તુઓમાં શોધીએ છીએ. એથી આપણે ક્યારેય પૂર્ણતાનો અનુભવ કરી શકતાં નથી. આ ઝંખના આપણી જાતનો પોકાર છે.
આપણે આપણી આંતરિક જાતને સંપૂર્ણપણે અવગણીએ છીએ. કારણ કે આપણે પૂરેપૂરા બહારની દુનિયાથી જકડાઈ ગયા છીએ. આપણે આપણી જાતમાં કેન્દ્રીત થવું જોઈએ. બહારની દુનિયામાં નાટકનું પાત્ર ભજવતા હોઈએ તે રીતે જીવવું જોઈએ. આને બદલે બહારની દુનિયા સાથે પૂરેપૂરા એકરૂપ થઈ જઈએ છીએ અને આપણી અંદરના કેન્દ્રથી દૂર જતાં રહીએ છીએ.
આપણી જાતની અંદર પૂરેપૂરા કેન્દ્રીત થયા વગર, આપણે પૂર્ણતાનો અનુભવ કરી શકીએ નહીં. બહારની દુનિયાની વસ્તુઓ પ્રાપ્ત કરીને આપણે ભરી શકીએ છીએ. પરંતુ પૂર્ણતા પ્રાપ્ત કરી શકીએ નહીં. જો આપણે પૂર્ણતા પ્રાપ્ત ન કરીએ તો, આપણી અંદર ઝંખના બાકી રહી જાય છે. અધુરપ રહી જાય છે. આપણે એવું વિચાર્યા કરીએ છીએ કે આપણામાં કંઈક ખૂટે છે. અને આપણે તેની બહારની દુનિયામાં શોધ ચાલુ કરી દઈએ છીએ. તમે જ્યારે સંપૂર્ણ જાગૃતતા સાથે તમારી અંદર કેન્દ્રીત હો છો, ત્યારે તમે બહારની દુનિયામાં કંઈપણ કરી રહ્યા હો, દરેક મિનિટે તમે સંપૂર્ણતાનો અનુભવ કરો છો. કારણ કે તમે બહાર જે કંઈ કરો છો, તેમાંથી પૂર્ણતા આવતી નથી, પરંતુ તે તમારી અંદરથી જ આવે છે.
તેથી ગુરૂઓ જે કહેતા આવ્યા છે, તેમાં ખૂબ જ ઉંડાણપૂર્વક દૃષ્ટિ કરવી જોઈએ. બધાં જ કહેવાતા, કંઈક મેળવવાના પ્રયાસ કરનારાઓ એ અત્યાર સુધીમાં થયેલા બધાજ ગુરુઓને કંઈપણ મેળવ્યા વગર જ ગુમાવી દીધાં છે. લોકો ગુરુના શબ્દો અને તેમની પાછળ રહેલી શક્તિની એક ઝલક પણ મેળવી શક્યા નથી. બધા જ નિરંતર યાત્રા પર છે પરંતુ કશું આંતરિક મેળવી શક્યા નથી.
આ યાત્રાનો ખ્યાલ - “પુસ્તક ઉંચકવાનો પ્રયાસ ચાલુ રાખવો. પણ ઊંચકવું નહીં” - તેના જેવો છે. માત્ર ઊંચકવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી કશું થઈ શકે? કાંતો તેને ઊંચકી લો અથવા ન ઊંચકો. તમે પ્રયત્ન કઈ રીતે ચાલુ રાખી શકો? તમે જ્યારે એમ કહો છો કે હું પ્રયત્ન કરું છું, ત્યારે તમે તમારી જાતને છેતરો છો. તમે બીજાને છેતરી શકો નહીં. કારણ કે તેઓ જાણે છે કે આ મુર્ખામી છે.
આ કંઈક આવું છે. જે લોકો પાસે પૈસા કમાવાની ક્ષમતા નથી હોતી, તેઓ એવો દાવો કરે છે કે અમે પ્રામાણિક છીએ એટલે પૈસા કમાઈ શકતા નથી. હકીકતમાં તેમની પાસે ક્ષમતા હોતી નથી. આજ સત્ય છે. પરંતુ તેઓ કારણો આપીને તેને ન્યાયી ઠરાવવા માંગે છે.
હકીકતમાં જ્યારે આપણે આધ્યાત્મિકતામાં છલાંગ મારવા શક્તિમાન નથી હોતા, અને એ જ સમયે આપણે એ પણ કબૂલ કરવા તૈયાર નથી હોતા, કે હું આ બાબતમાં હું કશું જાણતો નથી. આ હાલતમાં આપણા અહમ્ને જીવંત રાખવા માટે આપણે આપણી પોતાની ફિલોસોફી પેદા કરીએ છીએ અને ચારે બાજુ કહેતાં ફરીએ છીએ કે; “એન્લાઇટનમેન્ટ સિવાય આધ્યાત્મિકતા વિષે હું બધું જ જાણું છું!”
હું તમને કહું છું; સ્પષ્ટ વાસ્તવિકતા એ છે કે આપણે આધ્યાત્મિકતામાં એટલા ગરીબ છીએ કે પૂર્ણ પરિવર્તનનો કિમિયો પ્રવેશી શકતો નથી. પૂર્ણ પરિવર્તન થાય તો પ્રમાણિકતા અને સત્ય તેની પાછળ આપોઆપ આવે. પરંતુ આપણે તે જોઈતું નથી. આપણે મેળવવાનો પ્રયાસ કરવાના અહમ્ને, સત્ય અને આપણી વચ્ચેના પ્રતિક્રિયા અવરોધક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણી કારમાં જેવી રીતે શોક એબ્સોર્બર્સ હોય છે. જેથી આપણને રોડ ઉપર ઈજા ન થાય. તેવી રીતે આપણો અહમ્ આપણને વાસ્તવિકતાથી દૂર રાખે છે. એ આપણી અને સત્યની વચ્ચે બફરનું કામ કરે છે. આ બફરની સગવડતાને લીધે આપણે મેળવવાના પ્રયાસમાં આખી જીંદગી ખુશીથી પસાર કરી દઈએ છીએ.
થોડા દિવસો માટે હું જે કંઈ કહેવાનો છું તેને સંપૂર્ણ જાગૃતતાથી ફક્ત સાંભળજો અને પૂરી વાતમાં જે તાર પરોવાયેલો છે તેને પકડવાનો પ્રયત્ન કરજો. જો તમે આમ કરશો તો તમારી અંદર પૂર્ણ પરિવર્તન માટેની જગ્યા કરી શકશો. નહીંતર તમે ફક્ત શબ્દો ભેગા કરશો અને કાયમ માટે કશુંક મેળવવાનો પ્રયત્ન કર્યા કરશો. જો તમારી અંદર પૂર્ણ પરિવર્તન થઈ જાય છે, તો બધા જ શબ્દો નકામા બની જાય છે. અને પરિવર્તન તોજ શક્ય બને છે. જો તમે પૂર્ણ જાગૃતતાથી ધ્યાન આપો.
સ્પષ્ટ સમજીલો; આ હોલમાં તમે હજાર લોકો હો તો પણ હું ‘તમારી’ સાથે વાત કરી રહ્યો છું. જ્યારે હું કહું છું તમે મારો મતલબ તમે જ છો. મારી પાસેનો તાર તમારા બધામાંથી પસાર થાય છે. તેથી તમે જો એવું વિચારશો કે હું બીજાઓને કહી રહ્યો છું તો તમે આખી બાબત ચૂકી જશો.
આપણા બધાંમાં એક સમાન્ય ખાસિયત હોય છે. જ્યારે આપણે શરીરની તબિયત બાબત કંઈક સાંભળીએ છીએ, તો આપણે તરત જ વિચારવા માંડીએ છીએ કે આપણું સ્વાસ્થ્ય કેવું છે. આપણે વિચારએ છીએ કે જે લક્ષણોની ચર્ચા થઈ રહી છે તેમાંના કોઈ લક્ષણો આપણા શરીરમાં નથીને. જો હું ચામડી વિશે વાત કરીશ તો તરત જ તમારું ધ્યાન તમારી ચામડી પર જશે. જો હું હૃદયની વાત કરીશ તો તરત જ તમને હૃદયનો અને તેના ધબકારાનો અનુભવ થશે.
પરંતુ જ્યારે આપણે આધ્યાત્મિકતા વિશે કશું સાંભળીએ છીએ ત્યારે આપણે તરત જ બીજાઓ વિશે વિચારીએ છીએ, આપણું કુટુંબ, મિત્રો, પાડોશીઓ, ક્યારેય આપણી બાબતમાં વિચારતા નથી. સમસ્યા એ છે કે હું જે કંઈપણ કહીશ, તમે વિચારશો; “હું મારી જાતને સારી રીતે જાણું છું. આ સંદેશો તો મારા પતિ માટે છે. માસ્ટર આ એટલા માટે કહી રહ્યા છે કે મારો પતિ પોતાને બદલી શકે. હું આશા રાખું કે તેને માસ્ટરનો સંદેશ મળી ગયો હોય!”
જ્યારે હું ચિંતા વિશે વાત કરીશ કે તરત જ તમારા મનમાં વિચાર આવશે, મારી મમ્મી કેટલી ચિંતાઓ કર્યા કરે છે. તમે ભૂલી જાવ છો કે તમે કેટલી ચિંતામાં છો. હું તમને કહું છું, કારણ કે તમે પણ ચિંતા કરો છો. ઘણું કરીને તમારી મમ્મી તમારા કરતાં વધારે ચિંતા કરતાં હશે, પરંતુ મુદ્દો એ નથી.
સમજી લો. દરેક શબ્દ તમારા માટે જ છે. તે એક શક્તિશાળી તીરની જેમ આવશે. તેનાથી યુક્તિ કરીને છટકી
જવાની કોશિશ ન કરતાં. તેને અંદર ઉતારીને તમારું પૂર્ણ પરિવર્તન કરવા દો. માટે બીજા લોકો આને સમજી રહ્યાં છે કે નહીં તે જોવા માટે આજુ બાજુમાં ફાંફા ન મારતાં. જો તમે આમ કરશો તો તમને જે મળવાનું છે તેમાંથી ચૂકી જશો. તમે નહીં મેળવી શકો.
જો તમે તમારી જાત વિષે પૂરેપુરું જાણતાં હોત તો તમારામાં ચિંતાઓ, અસંતોષ, દુઃખ, ભય, કામવાસના, ઈર્ષા, અહમ્ હોત જ નહીં. પરંતુ આ બધું તમારામાં છે જ. આ બધું છે એ વાત જ બતાવે છે કે તમે તમારી જાતને જાણતાં નથી.
સૌથી પહેલાં એ જાણો કે તમે જાણતાં નથી. પછી એટલી તો ખબર પડશે કે તમે જાણતાં નથી. જો તમને એ પણ ખબર ન હોય કે તમે જાણતા નથી, તો પછી તમે નથી જાણતાં તેની ખબર તમને કઈ રીતે પડે.
યસ … ?
‘‘પરંતુ માસ્ટર અમે અમારી જાતને જાણવાનો પ્રયાસ કરીએજ છીએ એટલે થોડું ઘણું તો જાણતા જ હશું.’’
મને એક વાત કહેવા દો. ગહન આધ્યાત્મિક અનુભવમાં કશું જાણવાનું હોતું નથી. એ પળનો અનુભવ હોય છે બસ! આપણી કહેવાતી જાણકારી, ફક્ત આપણી અંદર પૂરી જાણકારી મેળવવા માટેની જગ્યા પેદા કરવા માટેની હોય છે. પરંતુ અંતે ગહન રીતે જોતાં આપણે જાણતાં કે અજાણતાં કશું જ હોતાં નથી. પરંતુ આપણે જેમ જેમ વધારે જાણતા જઈએ તેમ તેમ આપણે સ્પષ્ટ થતાં જઈએ છીએ કે આપણે કશું જ જાણતા નથી ! બસ આટલું પુરતું છે ! તે આપણને અંતિમ સત્ય જાણવા માટે પ્રેરણા આપશે.
ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય ‘અર્જુન વિષાદ યોગ’ નો છે. જે અર્જુનના ઘેરા શોકનો યોગ છે. તેમાં બધો સમય અર્જુન બોલ્યા કરે છે અને કૃષ્ણ શાંત રહે છે. અંતે જ્યારે અર્જુન પોતાની જાતનું સમર્પણ કરે છે અને કહે છે કે; ‘‘હું કશું જ જાણતો નથી !’’ એ વખતે એ હકીકતમાં કૃષ્ણનો સંદેશો સ્વીકારવા તૈયાર થયો હોય છે.
આમતો અર્જુન અને કૃષ્ણ બચપણના મિત્રો હતાં, તેમણે ઘણી બધી ફૂરસદની પળો સાથે માણી હશે. પરંતુ એ વખતે ક્યારેય અર્જુનને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું નહોતું.
શા માટે ?
કારણ કે અર્જુન અત્યાર સુધી ગીતાને સ્વીકારી શકે એટલે તૈયાર થયો નહોતો. પરંતુ એ જ્યારે કહે છે કે; ‘‘હું કશું જ જાણતો નથી’’ ત્યારે જ ગીતાને સ્વીકારવાની, સમજવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે.
પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું આ પહેલું પગથીયું છે.
યસ …કોઈ પ્રશ્ન પૂછવાનો છે … ?
હું તમને કહી દઉં મને પ્રશ્નો પૂછવામાં બિલકુલ સંકોચ ન રાખતાં. હું મારા તરફથી આને કોઈ ધાર્મિક વ્યાખ્યાન બનાવવા નથી માંગતો. માટે મહેરબાની કરીને પ્રશ્નો પૂછો અને મારી અને તમારી વચ્ચે વાતચીતનું આદાન-પ્રદાન જેટલું વધારે થશે તેટલું વધારે સારું છે. તમે તમારી મુંઝવણો રજુ કરો અને હું તેની સ્પષ્ટતાઓ આપવાનો પ્રયત્ન કરીશ. એક વધારે વાત, તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે મને ખાતરી હોવી જોઈએ કે તમે ઊંઘી ગયા નથી
એક નાની વાર્તા :
એક બસ ડ્રાઈવર અને એક મહાન ધર્મ ઉપદેશક મૃત્યુ પામ્યા અને યમ રાજાના દરબારમાં પહોંચ્યા. મૃત્યુનાં દેવનો દરબાર. પહેલાં બસ ડ્રાઈવરને તેણે જીવનમાં જે કર્મો કર્યા હતાં, તેના વિશે પૂછવામાં આવ્યું. તેનો રેકોર્ડ તપાસવામાં આવ્યો.
પછી તેને સોનાની ચાવી અને નોકર ચાકર આપીને એક વૈભવશાળી રૂમમાં મોકલી દેવામાં આવ્યો.
ધર્મોપદેશક પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો અને આ બધું જોઈ રહ્યો હતો. તેણે મનમાં વિચાર્યું; “ જો એક બસ ડ્રાઈવર જેવા માણસને સોનાની ચાવી અને આટલો બધો વૈભવ આપવામાં આવ્યો છે તો મને તો તેનાથી ઘણું બધું વધારે મળશે.”
એણે તો આખી જીંદગી ભગવાન વિષે લોકોને ઉપદેશ આપ્યો છે. ઉપદેશકનો વારો આવ્યો, તેના કર્મોનો રેકોર્ડ યમરાજને આપવામાં આવ્યો.
રેકોર્ડ તપાસીને ફેંસલો સંભળાવવામાં આવ્યો. તેને નરકમાં મોકલી દો. ઉપદેશક ખૂબજ ગુસ્સે થઈ ગયો.તે ચુકાદો માનીજ શકતો નહોતો.
તેણે આવો ચુકાદો આપવા પાછળનું કારણ જાણવા માંગ્યું.
ભગવાન યમે જવાબ આપ્યો; “તમે આખી જીંદગી શું કર્યું તેનાથી અમને કોઈ મતલબ નથી. અમે તો તમે જે કર્યું હોય તેના પરિણામો જ જોઈએ છીએ. જ્યારે બસ ડ્રાઈવર બસ ચલાવતો ત્યારે એવી સરસ રીતે બસ ચલાવતો હતો કે તેના પેસેન્જરો ભગવાનનો આભાર માનતા હતા. તમે જ્યારે ઉપદેશ આપતા હતા ત્યારે તમે ભગવાન વિષે વાતો કરતા હતા અને જે લોકો તમારી સાથે હતા તે મોટા ભાગનો સમય ઊંઘતા હતા.”
માટે મહેરબાની કરીને અહીં હાજર અને જાગૃત રહો. તમારા માટે નહીં તો કંઈ નહીં, પણ મારા માટે જાગૃત રહો, જેથી મને યમરાજના દરબારમાં નર્ક ન મળે. જો તમે પ્રશ્નો પૂછશો તો દરેક બાબતને વધારે વ્યવહારું રીતે રજુ કરી શકાશે. જેથી તેને તમારી જીંદગીમાં સ્વીકારવા યોગ્ય બનાવી શકાશે.
તમારામાંથી કોઈક એવું વિચારતા હશે, કે જો પ્રશ્નો પૂછીશું તો મૂર્ખ જેવા લાગીશું. હું તમને કહી દઉં; “જો તમે પ્રશ્નો પૂછશો તો ફક્ત મૂર્ખ જેવા લાગશો. પરંતુ જો પ્રશ્ન નહીં પૂછો તો ખરેખર મૂર્ખજ રહેશો. માટે જો કોઈ એવી બાબત આવે કે તમે તેમાં સંમત નથી થતા, અથવા સમજી નથી શકતા તો તમારો હાથ ઊંચો કરો. અને સમજી લો ...
યસ ...
“માસ્ટર અમારે આ થોડા દિવસોમાં બધી જ નકારાત્મકતાઓનો નાશ કરી દેવો છે. અને પુનર્જન્મ થયો હોય એમ એક નવી જ વ્યક્તિ તરીકે બહાર આવવું છે.”
સમજી લો : આ દુનિયામાં વિનાશ થઇ શકતો જ નથી. હંમેશા પરિવર્તન થાય છે. તમારી બધી જ નકારાત્મક લાગણીઓને તમે શુધ્ધ પ્રેમ અને જાગૃતતા જેવી લાગણીઓમાં પરિવર્તિત કરી શકો છો.
સમાજ હંમેશા તમને તમારી જાતનું વિભાજન અને વિનાશ કરવાનું શીખવે છે. એ તમને ક્યારેય એક સૂત્રી બનવાનું શીખવતો નથી. એ તમારી અંદર ફાયર મારીને તમને વિભાજીત કરી નાંખે છે. જેથી તે તમારા પર નિયંત્રણ કરી શકે. તે તમારી સાથે હંમેશા ઉંચા અને નીચાની ભાષામાં વાત કરે છે. તેથી જ તમારે વધારે સહન કરવું પડે છે.
એટલે આ બાબત તમને હંમેશા નીચા પણાની ભાવનામાં રાખે છે. તે તમને તમારી જાત સાથે જ લડતાં રાખે છે. તમે જો તમારી અંદરની જ અંધાધૂંધીમાં ફસાયેલાં રહો, તો જ સમાજ તમારા પર રાજ કરી શકે. એ પહેલાં તમે સારા નથી એવી ભાવના તમારામાં જગાવે છે અને પછી તેના ઉપાયો લઈને તમારી પાસે આવે છે. જેથી તમે આ પ્રકારની ભાષા બોલવા લાગો છો.
નાની વાર્તા :
એક માણસને સામાન્ય શરદી થઈ હતી.
તે ડોક્ટર પાસે ગયો. દવા માંગી.
એ ફક્ત એક સામાન્ય શરદી હતી. ડોક્ટરે તેને તપાસ્યો અને કહ્યું;“તમે કંઈ કરતા કેમ નથી. રાતના જરા બહાર જાવ અને ઠંડી હવા ખાવ. અને પછી અહીં આવજો.”
દર્દી ચોંકી ગયો. તેણે કહ્યું; “પણ ડોક્ટર હું તમે કહ્યું તેમ કરીશ તો મને ન્યુમોનીયા થઈ જશે.
ડૉક્ટરે કહ્યું; “એટલે જ તો કહું છું. હું ન્યુમોનિયા ચપટીમાં સાજો કરી શકું છું.”
સમાજ તમને પહેલા કંઈક બનાવે છે અને પછી તેમાંથી નીકળવાનો રસ્તો શીખવે છે. હું તમને કહું છું, ઊંચું કે નીચું કશું હોતું જ નથી. હોય છે ફક્ત પરિવર્તન. તમે જ્યારે જાગૃતતાપૂર્વક તમારી અંદર જોવાનું શરૂ કરો છો. તમારામાં પરિવર્તન થઈ જાય છે. ગુરુઓનો અભિગમ હંમેશા આ જ હોય છે. એ તમને તમારી જાતની અંદર જોવાનું શીખવે છે. એ તમને ક્યારેય વિભાજીત કરતાં નથી. એ તમારામાં એકત્વ લાવે છે.
એ તમને ક્યારેય કહેતાં નથી કે તમે નકારાત્મક છો. નકારાત્મકતા જેવું કશું હોતું જ નથી. તમે જેને હકારાત્મક અને નકારાત્મક કહો છો તે ફક્ત એક જ બાબતના બે અંતિમ છેડા છે. નકારાત્મકતા તમારી કઈ ભૌતિક વસ્તુ નથી કે જેને તમે બહાર ફેંકી શકો. જો તમારે બદલવું હોય તો એ બાબતના હકારાત્મક છેડા તરફ આગળ વધવું જોઈએ.
બસ.
મેં પહેલાં જેમ કહ્યું તેમ; જો તમે, અહીં જે બની રહ્યું છે તેમાં ખુલ્લા મનથી સ્વીકારવાની ભાવનાથી રહો તો જ પરિવર્તન શક્ય છે.
યસ ... ?
“માસ્ટર, અમે ઘણાં પુસ્તકોમાં વાચ્યું છે કે મન માયા અને ભ્રમ સિવાય કશું નથી અને આપણા બધા જ પ્રશ્નો ફક્ત આપણો ભ્રમ છે. મહેરબાની કરીને આપ આ બાબતમાં કશું કહેશો?”
(માસ્ટર હસે છે) માયા વિષેનો પ્રખ્યાત પ્રશ્ન ફરી વધુ એક વખત પૂછાયો. પહેલાં એક બાબતનું ધ્યાન રાખો. ગુચવાડા ભરેલું વાંચીને તમારી જાતને ગુંચવણમાં ન નાખો. બીજી વાત બહુજ સ્પષ્ટતાથી સમજી લો; કે મન સાથે કશું જ સમજવાનું નથી. જીવનનું રહસ્ય તમારા મનથી સમજી શકાય નહીં. તમારા જીવનનો હેતુ તમે તમારા મનથી સમજી શકો નહીં. એટલા માટે તેઓ મન એક ભ્રમ છે તેમ કહે છે.
આપણા જીવનું રહસ્ય સમજવા માટેનું પહેલું પગથીયું જ “મન ને છોડી દેવાનું છે.” જો તમે તમારા મનને રમવાની છૂટ આપશો તો તમે અત્યાર સુધી જે રમતા આવ્યા છો તે જ રમત રમ્યા કરશો. જન્મ જન્માંતર રમ્યા કરશો. તમારી આંતરીક તરસ છીપ્યા વગરની રહી જશે. ઘણું કરીને, કંઈક મેળવવાનો પ્રયાસ કરવાનો તમારો અહમ્ સંતોષાશે. પરંતુ તેનો કોઈ ઉપયોગ નથી. પરંતુ તમે તમારી અંદર ઊંડાણમાં વધારે ગુંચવાઈ જશો.
તમારા ઓપરેશનનું કેન્દ્ર મન પરથી ખસેડીને હ્રદય તમારી મૂળ જાત, તમારા અસ્તિત્વ તરફ લઈ જાવ. જો તમે તમારા મનને કેન્દ્રમાં રાખીને કામ લેવાનું ચાલુ રાખશો, તો સવાલો પછી સવાલો આવ્યા જ કરશે. સવાલોથી તમે જાણી નહીં શકો. ફક્ત જાગૃતતાથી જ જાણી શકો.
જો તમે હૃદયથી કામ લેશો તો તમારામાં જાગૃતતા અને સમજણ પેદા થશે અને -ઓટો મેટીક- આપોઆપ તમારા સવાલો ઓગળવા માંડશે. જેવી રીતે સૂર્યોદય થતાંની સાથે જ અંધારું સરળતાથી અદૃશ્ય થઈ જાય છે. જ્યારે તમારામાં જાગૃતતા આવશે એટલે સમજણ આવશે અને સવાલો ઓગળી જશે.
સવાલ ઊભો થાય તો પણ તે પહેલાં જ તમે બાબતોને સમજવાનું શરૂ કરી દેશો. અને એ રીતે પ્રશ્નો ઓગળી જશે. આ સમજવું જરા મુશ્કેલ છે. પરંતુ તમને તેનો એક વખત અનુભવ થશે એટલે તમે સમજી જશો કે હું જેને જાગૃતતા કહું છું. તેનો મતલબ શું છે. પ્રશ્નો અદૃશ્ય થઈ જશે અને તમે સમજણથી સતત ઢંકાયેલા રહેશો.
જો તમે આટલું સમજી જાવ તો તમારે માયા અથવા ભ્રમની ચિંતા કરવાની જરૂર નથી. મારા શબ્દોને બુદ્ધિથી સમજ્યા પછી, મેડિટેશન તમારામાં જાગૃતતામાં લાવવામાં ખૂબ જ મદદ કરે છે. આપણે માયા અને ભ્રમ વિષે કલાકો સુધી ચર્ચા કરી શકીશું, પરંતુ તેમાં તમે વધારે ગુંચવાઈ જશો.
પ્રશ્નનો ઉકેલ આપણને બુદ્ધિપૂર્વક જીવવામાં મદદ કરે છે. એ પુરતું છે. એક વાત હું કહીશ કે માયા અથવા ભ્રમ આપણું મન જ પેદા કરે છે. એટલે હું કહું છું કે મનને છોડી દો. બસ.
મેં પહેલા કહ્યું કે; આપણી અંદર દિવ્ય આનંદ સતત હોય છે. આ જ પાયાનું સત્ય છે. પરંતુ આપણે સતત એ આનંદ પ્રવાહને અટકાવી દેતાં હોઈએ છીએ. અને એજ આપણા જીવનની કરૂણતા છે. દિવ્ય આનંદ બહારથી મેળવીને તમારી જાતની અંદર નાંખી શકવાની બાબત નથી. એ તમારો મૂળભૂત સ્વભાવ છે. તમે જ્યારે આ દુનિયામાં આવ્યા ત્યારે દિવ્ય આનંદની સ્થિતિમાં જ હતા. જેમ જેમ સમાજ તમને શીખવતો ગયો તેમ તેમ તમે દિવ્યઆનંદથી દૂર ને દૂર જવામાં હોંશિયાર થતાં ગયા અને પછી એ આનંદ મેળવવા માટે તમે તેને બહારથી મેળવવાના રસ્તાઓ શોધવા લાગ્યા.
આ થોડા દિવસોમાં આપણે જાણવાના છીએ કે આપણી અંદર સતત સ્ફૂરતા દિવ્ય આનંદને આપણે અટકાવીએ છીએ, તેને કેમ બંધુ કરવું. જ્યારે હું દિવ્ય આનંદની વાત કરું છું ત્યારે આપણે જે રોજીંદા જીવનમાં સામાન્ય સુખ મેળવીએ છીએ તેની વાત નથી કરતો. આપણા જીવનમાં જે સામાન્ય સુખો આવે છે, તે તો બહાર કોઈક ખુશીના પ્રસંગો બને છે, જેવા કે કંઈક ભૌતિક ફાયદામાંથી, કંઈ ખુશીના સમાચાર થી, કંઈક સંબંધોમાંથી અને કોઈક વ્યક્તિ સાથે કંઈક કરવાથી આવે છે.
આ પ્રકારનું સુખ પુરેપુરું આપણી આજુબાજુના સંજોગો અને લોકો પર આધારીત હોય છે. અને આ પ્રકારનું સુખ આપણને ઉદાસી તરફ પણ દોરી જાય છે. કારણ કે લોકો અને સંજોગો બદલાતા રહે છે. તે ક્યારેય એક સરખા રહેતાં નથી. તેમનું વર્તન અલગ અલગ સમયે અલગ અલગ હોય છે અને જ્યારે તેમનું વર્તન બદલાય છે, ત્યારે આપણાં સુખ પર તેની અસર પડે છે.
આપણે જે દિવ્ય આનંદની, નિત્ય આનંદની વાત કરીએ છીએ એ તો અલગ છે. એ પૂરેપૂરી તમારી જાતની અંદરની સ્થિતિ છે. જેને બહારની દુનિયાના બનાવોની કોઈ જ અસર થતી નથી. એ તમારી કાયમી મૂળભૂત સ્થિતિ છે. અને તમે જ્યારે તેને મેળવી લો છો ત્યારે તમે દુનિયાને ફક્ત સાક્ષી ભાવથી જોતા થઈ જાવ છો. તમે દિવ્ય આનંદિત બનીને ફક્ત નિરીક્ષણ કર્તા બની જાવ છો. તમે આનંદ ગુમાવ્યા વગર સંપૂર્ણ એકરૂપ થઈને તમે ભાગ લો છો.
એક નાની વાર્તા :
એક કુટુંબમાં એક વૃધ્ધ માણસ હતો. જે કોઈપણ વાતે ક્યારેય ખુશ થતો નહોતો. તેનું કુટુંબ તેને ઉત્સાહમાં રાખવા માટે ગમે તેટલું કરે તો પણ તે ચીડીયો અને દુરાગ્રહી જ રહેતો હતો.
તેના છોકરાઓ અને પોત્ર પોત્રીઓ બધાં જ મળીને તેને ખુશ કરવાની મહેનત કરવા લાગ્યાં. પરંતુ તે તેવો જ રહ્યો.
એકાએક એક દિવસ, રાતોરાત તે ખૂબ જ માયાળુ અને ખૂબજ આનંદિત બની ગયો.
તેનું કુટુંબ આ અચાનક થયેલું પરિવર્તન જોઈને આંચકો ખાઈ ગયું. તેની એક પુત્રી હિંમતવાળી હતી. તેણે જઈને પૂછ્યું; “દાદાજી તમે એકાએક બદલાઈ કઈ રીતે ગયા?”
વૃધ્ધ માણસે જવાબ આપ્યો; “મનને ખુશ રાખવા માટે મેં આખી જીંદગી થઈ શકે તેટલા બધા જ પ્રયત્નો કર્યા. પરંતુ હું તેમાં ક્યારેય સફળ થયો નહીં. તેથી હવે મેં નક્કી કરી નાખ્યું છે મારે તેની સાથે જ ખુશ રહેવું.”
દરેક બાબત આપણા મનની જ નીપજ છે. આપણે મનની મદદથી જ આપણી અંદરથી જ સ્ફુરતા દિવ્ય આનંદને અટકાવી દીધો છે. આપણે દિવ્ય આનંદ બહારથી ક્યારેય મેળવી શકીએ નહીં. એ આપણી અંદર પહેલેથી જ છે આપણે ફક્ત અંદર તપાસ કરવાની છે. બસ આટલું જ.
સમજીલો; એક બ્રહ્માંડીય જાગૃતતા છે, જે આખા બ્રહ્માંડને ભરી દે છે અને એક વ્યક્તિગત જાગૃતતા છે જે આપણને ભરી દે છે. આપણાં હોવાનો મૂળભૂત હેતુ આ બન્નેની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો છે. જ્યારે આ સંબંધ સ્થાપિત થઈ જાય છે, ત્યારે માણસ એન્લાઈટેન્ડ થઈ ગયો, અથવા આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, અથવા તે અનંત આનંદમાં છે, અથવા નિત્યાનંદમાં છે, તેમ રહેવાય છે. નિત્યાનંદ એટલે જેનો ક્યારેય અંત ન આવે તેવો ‘દિવ્ય આનંદ.’
બધાં લેક્ચરો સાંભળીને અને મેડિટેશનની પધ્ધતિઓનો અમલ કરીને આપણે આ સંબંધ બાબતમાં વધુ ને વધુ જાગૃત થતા જઈએ છીએ અને વધારે જાગૃતતાથી અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા પ્રયાસોનો આ મૂળભૂત હેતુ છે.
હું હંમેશા કહું છું ; લોકો બે પ્રકારના હોય છે. એક જે બીજાઓ સાથે લડીને જીતે છે અને બીજા પોતાની જાત સાથે લડીને જીતે છે. બીજા સાથે લડવું સહેલું છે. એ કોઈ મોટી વાત નથી. પરંતુ તમારી જાત લડવું અતિ મુશ્કેલ છે. તમારામાં જ્યારે હિંમત હોય ત્યારે જ તમે તમારી જાત સાથે લડો છો અને જીતો છો. તમે ખરેખર જે નથી તેનો તમે નાશ કરી દો છો અને દિવ્ય આનંદની જેમ ઉભરી આવો છો. ખીલી ઉઠો છો.
માણસ માટે સૌથી મોટો પડકાર તેની આ આંતરિક ક્ષમતાનો અનુભવ કરવાનો છે. અને એ ત્યારે જ શક્ય બને છે, જ્યારે તે બહારનો વધારે કચરો અંદર ભેગો કર્યા વગર પોતાની અંદર જઈને વારંવાર તેને શુધ્ધ કરવાનો પ્રયત્ન ચાલુ રાખે છે. જેથી તે જ્ઞાની બની જાય.
હકીકતમાં ‘સ્વામી’ શબ્દનો અર્થ થાય છે જેણે પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કર્યો છે. આ દુનિયામાં આપણી બધી જ મુશ્કેલીઓનું કારણ એ છે કે આપણે આપણી ક્ષમતાને ઓળખી શકતા નથી. એક કહેવત છે કે સિંહને જો સિંહ બનવા દેવામાં ન આવે તો તે શિયાળ બની જાય છે. જો આપણને આપણી મૂળભૂત સાચી શક્તિની સમજણ ન હોય તો આપણે તેને ખોટે રસ્તે વેડફી નાંખીએ છીએ. પહેલા પોતાની જાતને બરબાદ કરીએ છીએ અને પછી બીજાને બરબાદ કરીએ છીએ.
માટે આપણી અંદર જે સર્જનાત્મક શક્તિ છે તેને આપમેળે બહાર વહેવા દેવી જોઈએ. સમાજ આપણને તેમ કરવા દે છે, તે એક બાબત છે અને તેને વ્યક્ત કરવાની પધ્ધતિઓ પણ જાણવી જોઈએ. સ્વામીનો અર્થ છે જેણે પોતાની સંપૂર્ણ શક્તિને જાણી છે. અને તે પોતે જેમ છે તેમ જ તેની જાતે જ વ્યક્ત કરે છે. તે પોતાની જાત સાથે સંપૂર્ણ પણે લયમાં છે. દિવ્ય આનંદમાં છે !
તમારી અંદર પ્રચંડ ક્ષમતા છે. માનસ શાસ્ત્રીઓ અને ગુરુઓએ વારંવાર કહ્યું છે કે માણસતેની સંપૂર્ણ ક્ષમતાથી જીવતો નથી. આપણે ક્યાં ચૂકી જઈએ છીએ ? આપણે ક્યાં ચોટી ગયા છીએ ? આપણે શા માટે આપણી સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરતા નથી ?
આપણે આ માટે જુનું જતું કરવાની હિંમત અને તલસ્પર્શી નિરીક્ષણ કરવાની જરૂર છે બસ. આ પછી આપણે બધાંજ પ્રશ્નોના જવાબો મેળવી શકીશું. તમે જ્યારે સહૃદયતાથી તલસ્પર્શી નિરીક્ષણ કરવાનું શરૂ કરો છો ત્યારે તમને જાગૃતતાનો અનુભવ થાય છે. આ બાબત તમારી અંદરથી ખીલવવા માટેની જગ્યા ખોલી નાંખે છે.
તમે જ્યારે અંદરથી ખીલી ઉઠો છો, ત્યારે તમે રાજા બની જાવ છો. તમે પછી પૃથ્વી પર ભગવાનની જેમ જીવી શકો છો. લોકો પાસે બધી જ સુવિધાઓ, પૈસા, જ્ઞાન અને બીજું ઘણું હોઈ શકે છે. પરંતુ જો તેમણે તેમની પોતાની અંદર જગ્યા પ્રાપ્ત નહીં કરી હોય તો તેઓ ભિખારી જ રહે છે. તમારી જાતને મેળવવી તે જ ખરી સમૃધ્ધિ છે. આંતરિક શ્રીમંતાઈ એજ ખરી શ્રીમંતાઈ છે.
આપણે બહાર જે કંઈ બને છે તેની સાથે એટલા બધા બંધાઈ ગયા છીએ કે આપણે આપણી આંતરિક જાતની સંપૂર્ણ અવગણના કરી છે. આપણો બહારની દુનિયાના સાહસોમાં એટલાં બધાં ગુચવાઈ ગયા છીએ કે આપણે આપણી અંદરની દુનિયાના અદ્ભુત સાહસને ચૂકી જઈએ છીએ. મહાન ઋષિઓ એ અને ગુરુઓ એ જે અનુભવો કર્યા છે, તે આપણે ચૂકી જઈએ છીએ. આ અનુભવ હું તમારા બધા સાથે વહેચવાનો છું.
યસ ... તમે કંઈ પૂછવા માંગો છો ?
“માસ્ટર તમે આધ્યાત્મિકતાની ટૂંકમાં વ્યાખ્યા શું આપો છો ?
આધ્યાત્મિકતા તમારામાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સુંવાળા આંતર માનવીય સંબંધો અને ખેલદિલીપૂર્વક પ્રતિભાવ આપવાની ક્ષમતા, જેને હું જવાબદારી કહું છું. આ ચાર બાબતો તમારામાં પૂર્ણ રીતે ખીલે એના સિવાય આધ્યાત્મિકતા બીજું કશું નથી
પહેલું : શારીરિક સ્વાસ્થ્ય એટલે રોગ મુક્ત રહેવું. તમે જ્યારે ડૉક્ટર પાસે જાવ ત્યારે તે કહે કે તમે શારીરિક રીતે સ્વસ્થ છો.
બીજું : માનસિક સ્વાસ્થ્ય એટલે આપણા અર્ધજાગૃત મનમાં પડેલી નકારાત્મક વિચાર સરણીની ઊંડી છાપો અને ચિંતાઓ, દુઃખ, ઈર્ષા, અસંતોષ, અહમ્, કામ વાસના વગેરે બાબતોથી મુક્તિ.
ત્રીજું : તમારી આજુબાજુના બધા જ લોકો સાથે સુંવાળા અને માયાળુ સંબંધો હોવા. તમારા બધા સાથે ઉષ્માભર્યા સંબંધો હોય એટલું જ પુરતું નથી. પરંતુ તમે કોઈપણ પ્રકારની વ્યક્તિ સાથે કોઈપણ જાતની ચર્ચા કોઈપણ જાતના દબાણ અથવા દુઃખ અનુભવ્યા વગર કરી શકવા જોઈએ. જો તમે માનસિક દબાણ અથવા દુઃખનો અનુભવ કરો છો, તો તેનો અર્થ એ છે કે તમારી અંદર કંઈક અવરોધ છે. માનસિક સ્વાસ્થ્યમાં કંઈક ખામી છે.
ચોથું : ખેલદિલી પૂર્વકના વર્તનની ક્ષમતા. જેને હું જવાબદારી કહું છું. જ્યારે તમે કોઈ જવાબદારી લેવા તૈયાર થાવ છો, તમે જ્યારે ખેલદિલી પૂર્વક કોઈપણ બાબતને હા કહો છો, તમે હા કહેતાંની ક્ષણે જ વિકસો છો અને તેને ભરી દેવા માટે તમારા માંથી શક્તિનો ધોધ છૂટે છે. અલબત્ત તમે જેને માટે હા કહી હોય તેના માટે આ શક્તિનો ઉપયોગ કરવો કે નહીં તે તમારા પર છે. તમે જ્યારે આવું કરવાનું ચાલુ રાખો છો ત્યારે તમે વધુને વધુ વિકસો છો.
જો આ ચાર બાબતો તમારામાં ખીલતી હોય તો તમે આધ્યાત્મિક છો. પછી તમે કોઈપણ ધંધામાં હો અથવા તમે પરણેલા હો કે કુંવારા, તમે જુવાન હો કે વૃધ્ધ કે પછી ગમે તે હો, એ અગત્યનું નથી.
યસ ...
“માસ્ટર તમે શાકાહારી ખોરાક લેવો કે માંસાહારી આ બાબતમાં શું કહો છો ?”
પહેલું, બધાને માંસાહાર ન કરવો જોઈએ તેવું કહેતા ન ફરો. આ બાબતમાં તમારી જાતને સાંકળીને મુશ્કેલીમાં મુકવાની જરૂર નથી. તમે સમજો, અમુક મુદ્દાઓને તાર્કીક દલીલોથી ઉકેલી શકતા નથી. જો તમજ કોઈને કહેશો કે માંસાહાર ન કરવો જોઈએ, તો તે કહેશે જેમ પ્રાણીઓમાં જીવ છે તેમ વનસ્પતિમા પણ જીવ છે જ. તમે વનસ્પતિ શું કામ ખાવ છો ? તમે તેને શું કહેશો ? આ વિષયનો કોઈજ અંત નથી.
હું આટલું કહી શકું; હું શુધ્ધ શાકાહરી છું. હું શાકાહારી ખોરાક લઉં છું. કારણ કે તે મારા શરીર માટે સાનુકૂળ છે. એવા ઘણાં એન્લાઈટેન્ડ ગુરુઓ થઈ ગયા છે જેઓ માંસાહારી હતાં. અલબત્ત જ્યારે કોઈ એન્લાઈટેન્ડ ગુરુ જ્યારે કોઈ અમુક બાબત કરે ત્યારે આપણે તેનો ન્યાય તોળવા ન બેસવું જોઈએ. કારણ કે તેમનાં કાર્યોની સ્પષ્ટતા, આપણાં સામાન્ય શબ્દકોષથી થઈ શકતી નથી. આપણે એનો ખોટો અર્થ કરીને આખી બાબતને ચૂકી જતાં જોઈએ છીએ.
ફક્ત એક જ વાત ધ્યાનમાં રાખો કે લોકોનું તેમની ખાવાની બાબતનાં પાયા પર, તેમનું ગુણ દોષમાં વર્ણન ન કરો. અને કોઈને માંસાહાર છોડી દેવા માટે દબાણ ન કરો.
એક વાર્તા :
ભારતમાં જ્યારે નવું નવું ટેલિવિઝન આવ્યું હતું. ત્યારે એક ભિક્ષુક ગૃહમાં નવું ટી.વી. મૂકવામાં આવ્યું. એક જણ સિવાય બધા જ ટી.વી.ના પ્રોગ્રામો જોતાં હતા. જે માણસ ટી.વી. નહોતો જોતો તેણે જઈને ભિક્ષુકગૃહના પ્રમુખને ફરિયાદ કરી કે બધા લોકો કલાકો સુધી ટી.વી. જ જોતાં રહે છે.
ફરિયાદની થોડા મિનિટો પછી પ્રમુખે તેને કહ્યું; “તું પણ આવતીકાલથી ટી.વી.જોવાનું શરૂ કરી દે.’’ પેલો માણસ આઘાત પામી ગયો અને એને પૂછ્યું, તમે આવું કેમ કહ્યું.
પ્રમુખે જવાબ આપ્યો; ‘‘ટી.વી. જોવાથી દૂર રહેવું તને ગમતું નથી, તેથી પેલા લોકો પર તું ચીડાય છે. તને જોવાની ઈચ્છા તો છે જ. પણ તું જોતો નથી કારણ કે તારે એવું મન મનાવવું છે કે તું અંદરથી ખૂબ જ મજબૂત છે. પરંતુ આ દબાણ તને તે લોકો સામે ફરિયાદનું કારણ આપે છે.’’
જ્યારે તમે માંસાહારથી દૂર ન રહી શકતા હો ત્યારે જ તમે બીજાને શાકાહારી બનવાની ફરજ પાડો છો. જ્યારે તમે કોઈપણ કામ સંપૂર્ણ પણે કરતાં હો, છો ત્યારે તમે તે કામ કરવા માટે બીજાને દબાણ ક્યારેય નહીં કરો. પરંતુ તમે જ્યારે તેને અર્ધ મને અથવા શંકાથી કરો છો ત્યારે જ તમે બીજા લોકોને પણ તેમાં ખેંચો છો. આ તમે અમુક બાબતમાં પૂરેપૂરા છો કે નથી તેનું માપ છે. તમે જ્યારે પૂરેપૂરા એકરૂપ હો છો, ત્યારે તમે બીજા વગર પણ સંપૂર્ણ હો છો. અને તેથી તમે બીજાને મુશ્કેલીમાં મુકશો નહીં. તમે તેમને તેમની રીતે સ્વતંત્ર રહેવા દેશો.
હકીકતમાં હું એ કહેવા માંગુ છું; કે જે લોકો દિવસમાં એક કલાક માટે માંસાહારી ખોરાક લે છે, તેઓ શાકાહારી ખોરાક ખાઈને ચોવીસ કલાક માંસાહાર વિષે વિચારનારાં કરતાં સારી છે. !
એક વાર્તા :
એક ઝેન ગુરુ તેના શિષ્ય સાતે નગર તરફ આવી રહ્યાં હતાં. રસ્તામાં એક નદી આવી જેમાં પૂર આવ્યું હતું. કિનારે એક રૂપાળી સ્ત્રી ઉભી હતી.
પેલી સ્ત્રીએ જ્યારે આ ગુરુ શિષ્યને જોયાં, ત્યારે તેમને નદી પાર કરવામાં મદદ કરવા વિનંતી કરી.
ગુરુએ સ્ત્રીને ઊંચકી લીધી અને નદી પાર કરાવી અને તેને ત્યાં છોડીને પાછા આવી ગયા.
શિષ્ય એ જે જોયું તેનાથી તેના મનમાં હલચલ મચી ગઈ. તેણે જે જોયું તેનાથી તેના મનમાં તે બળવા લાગ્યો. તેઓ
ચાલવા લાગ્યા અને નગર નજીક જ હતું. શિષ્ય પેલી વાત સહન કરી શક્યો નહીં તેણે પૂછી જ લીધું; “ગુરુજી તમારા જેવા મહા ગુરુએ એક રૂપાળી સ્ત્રીને સ્પર્શ કર્યો અને ઊંચકી લીધી ?”
ગુરુએ જવાબ આપ્યો; “મેં તો તેને ત્યાં જ ઘણી પાછળ છોડી દીધી છે પણ તું હજી તેને લઈને શું કામ ફરી રહ્યો છે ?”
ગુરુઓ હંમેશા જે પૂછનાર છે તેને જવાબ આપે છે. પ્રશ્નને નહીં. આ વાર્તામાં ગુરુ પોતાની ઉચ્ચકક્ષા બતાવવા માટે તેને સમજાવી શક્યા હોત કે મેં જેને ઉંચકી હતી તે સ્ત્રી હતી કે પુરુષ એ મારા માટે મહત્વનું નહોતું. પરંતુ ગુરુએ તેના શિષ્યને સમજાવી દીધો કે ખોટ તેના મનમાં હતી, મારા કામમાં નહીં.
જો તમને એમ લાગતું હોય કે તમે માંસાહારને અંતરની ઝંખના સાથે નથી છોડી શકતા, તો જ્યાં સુધી તે આપોઆપ ન છુટી જાય ત્યાં સુધી ખાવ. ધ્યાનમાં રાખો આમ કહીને હું માંસાહારની વકીલાત નથી કરતો. મારા શરીર અને મનને શાકાહારી ખોરાક અનુકૂળ આવે છે અને હું ખાવ છું. જો તમે મારું અનુકરણ કરવા માંગતા હો તો શાકાહારી બની જાવ. બસ !
પરંતુ છોડી દીધા પછી તેના માટે ઝંખના ન કરો. અને બીજાને છોડવા માટે દબાણ પણ ન કરો. આપણે બધા શાકાહાર જેવી નાની બાબતોને મોટો મુદ્દો બનાવીને ભેગાથઈને કલાકો સુધી તેની ચર્ચા કર્યા કરીએ છીએ. આ જ સમસ્યા છે.
આમાં ત્રણ બાબતો છે જેમાં તમે પડી શકો છો.
પહેલી : માંસાહાર કરવો નહીં અને તેને વિષે વિચારવું નહીં. બીજી : કરવો અને ભૂલી જવું. અને ત્રીજી : પોતે માંસાહાર કરવો નહીં,અને તેને નીતિ ભ્રષ્ટ સમજવું અને આસપાસ બીજા લોકોને ન ખાવા માટે દબાણ કરવું ! મહેરબાની કરીને ત્રીજી બાબતમાં ન પડો. બસ આટલું પુરતું છે !
યસ...
“માસ્ટર, જ્યારે હું કંઈક સારું કરવા માંગું છું. દા.ત. જ્યારે હું બસમાં મુસાફરી કરતો હોઉં અને કોઈ વૃધ્ધ માણસને ઉભેલો જોઉં તો મને તેમને મારી જગ્યા આપી દેવાની ઈચ્છા થાય છે. પણ હું તેનાથી વિરુદ્ધનો નિર્ણય લઉં છું. હું વિચારું છું કે મારે પછી છેક છેલ્લે સુધી ઉભા રહેવું પડશે. આવી જ રીતે મને જ્યારે ધુમ્રપાન કરવાનું મન થાય છે, ત્યારે મારી અંદરથી એક તલપ લાગે છે અને હું એવું વિચારીને કરૂં છું કે એક સીગરેટથી મને કશું નુકશાન થવાનું નથી. હું મારી જાતને નિયંત્રિત કરીને જે સાચું છે તે કેમ કરી શકતો નથી ?”
તમે જ્યારે મનમાં કંઈક લો છો. ત્યારે તે તમને બહારથી કહેવામાં આવેલું હોય છે. તમે તેના ફાયદાઓ સ્પષ્ટ અને ગહનતાથી જોઈ શકતા નથી. તમે તેને બુધ્ધિના સ્તર સુધી સમજી પણ શકો છો. તમે જ્યારે તમારી જાતે અંદરથી કંઈક અનુભવો છો, ત્યારે તે તમારી પોતાની સમજણ બની જાય છે. તેથી તમે તેની બાજુમાં કોઈપણ મુશ્કેલી વગર ઊભા રહી જાવ છો.
સીગારેટ અંદર તમારી એક રૂપ થઈ ગઈ છે. તમે જાતે તેનો અનુભવ કર્યો છે. બીજા કોઈના ઉપદેશથી નહીં. તે તમારો પોતાનો અનુભવ છે. જેથી તમારું હૃદય તે સ્વીકારે છે.
પરંતુ બસ માં પોતાની સીટ બીજાને આપી દેવાથી જે ખુશી મળે છે તેનો અનુભવ તમે ઊંડાણથી કર્યો નથી. બસમાં વૃધ્ધ માણસને સીટ આપવી તે સારું છે. તે તમે લોકો પાસેથી સાંભળ્યું છે બસ ! બહુ બહુ તો તમે સામાજીક રીતે ભાતનું અનુકરણ કર્યાનો સંતોષ અનુભવશો. બસ ! સીગારેટની બાબતમાં તમે પોતે જ એક અનુભવ બની ગયા છો.
જે અનુભવ તમારી અંદર આત્મસાત ન થયો હોય તે તમને ખેંચી કે સ્પર્શી શકે નહીં. જો તમને બીજા માણસને મદદ કરવાથી હકીકતમાં આનંદ મળ્યો હોત તો તમે વૃધ્ધ માણસને સીટ આપી દીધી હોત.
સાચો અનુભવ બનવા માટે મેડિટેશન જ સાચો રસ્તો છે. જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ ત્યારે આપણું પથ્થર જેવું હ્રદય ખીલી જાય છે અને રૂ જેવું નરમ બની જાય છે. અને આપણને બીજાને મદદ કરવાની ઈચ્છા થાય છે. અત્યારે આપણે ક્યાંક વાચ્યું છે અથવા વડીલોએ કહ્યું છે, કે વડિલોને બસમાં બેસવાની જગ્યા કરી આપવી જોઈએ બસ ! અટલું જ. નહીતર શું બનવું જોઈએ. પેલી મદદ કરવાની લાગણી ઉત્કટ બનીને આપણી અંદરથી બહાર આવવી જોઈએ અને આપણે મદદ કરવી જોઈએ.
જો તમારી અંદર મેડિટેશન થયું હોય તોજ તમારા જીવનનો રસ્તો લાગણી ભર્યો બને. નહીંતર તે ફક્ત ઉપરનો જ રહી જાય છે. ઉપદેશને મનમાંથી હ્રદયમાં ઉતારવા માટે ડ્રીલીંગ મશીનની જરૂર પડે છે. એ મશીન છે મેડિટેશન. પછી ન્યાય, પ્રામાણિકતા અને આવા બધા જ સદ્ગુણો જે આપણને શીખવવામાં આવે છે. તે આપણી જીવન શૈલી બની જાય છે અને તમે જ્યારે તેને અમલમાં મૂકો છો ત્યારે તેના રસનો અનુભવ થાય છે.
નહીંતર આ બધા સદ્ગુણો અનુભવનું જ્ઞાન બનવાને બદલે માત્ર જાણકારી રહી જાય છે.
આજે બપોર પછી આપણે જ્યારે ખરા વિષય પર આવીશું ત્યારે તમે સાચું શું છે તે જાણવા છતાં અણજાતાં જ કેમ વિરુધ્ધ વર્તન કરો છો તે બાબતમાં વિગતવાર જવાબ મળશે. આભાર.
ઓળખાણ
ઓલ રાઈટ હવે આપણે મુખ્ય વિષય પર આવીએ છીએ :
તમારે આ ચક્ર મેડિટેશન પ્રોગ્રામમાં ભાગ શું કામ લેવો જોઈએ ?
એમાં તમારા માટે શું છે ? હું આ સેશનમાં તમને તેના જવાબો આપીશ. એ માટે સૌથી પહેલાં આપણું મન કઈ રીતે કામ કરે છે, તેનું વિશ્લેષણ કરવું જોઈએ. મન એક જ એવી બાબત છે, જે તમારાપણું અને તમારી વચ્ચે ઊભું છે. તમે તમારા મનને છોડી શકો તો તમે એન્લાઈટેન્ડ થઈ શકો. આત્મ સાક્ષાત્કાર કરી શકો !
મન કેવી રીતે કામ કરે છે ? અહીં જે આકૃતિ આપેલી છે તેની સામે નજર કરો. તેમાં બતાવ્યું છે કે આંખમાંથી જે માહિતી અંદર આવે છે, પછી તેની શું પ્રક્રિયા થાય છે. હકીકતમાં આંખમાંથી જ નહીં પણ આપણીં પાંચેય ઈન્દ્રીઓમાંથી આવતી માહિતીની વાત છે. પાંચેય ઈન્દ્રીયો જેવીકે નાક, કાન, જીભ, સ્પર્શ અને આંખ. દાખલા તરીકે આપણે અત્યારે આંખ તરફ જોઈ રહ્યા છીએ. હું તમને સમજાવું છું.
તમે જ્યારે કંઈક જુઓ છો, સૌથી પહેલાં આંખ તેને જુએ છે. સંસ્કૃતમાં તેને ચક્ષુ કહેવાય છે. તે આંખે જોયેલી
માહિતીની છાપ અંદર મોકલે છે. એ ડીઝીટલ સીંગલ પ્રોસેસર જેવું છે. DSP સંદેશો અથવા તો જે અંદર આવ્યું તેને ચક્ષુ જેતે ફાઈલમાં મોકલે છે. આપણી પાંચેય ઈન્દ્રીયો દ્વારા આવતી માહિતીનું આ રીતે રૂપાંતરણ થાય છે. ફક્ત આંખ માટે જ નહીં. આવું બધી જ ઈન્દ્રિયો માટે બને છે.
પછી તે ફાઈલ જ્યાં યાદો સંગ્રહાયેલી છે તેમાં જાય છે. આ ભાગને આપણે ચિત્ત કહીએ છીએ. ત્યાં આ ફાઈલ પર થોડું કામ થાય છે. દા.ત. તમે હમણાં મને જુઓ તેનું ચક્ષુ દ્વારા ફાઈલ બનવાની પ્રક્રિયા થાય છે. પછી તેને ચિત્તમાં મોકલવામાં આવે છે. પછી અંદર રહેલી યાદો તે માહિતીનું પૃથક્કકરણ કરે છે. તે પ્રક્રિયા કરીને આ પ્રાણી નથી. આ છોડ નથી. આ ખડક નથી. આ પ્રક્રિયા ચિત્તમાં થાય છે.
પછી તે ફાઈલ મનમાં જાય છે. જેને સંસ્કૃતમાં માનસ કહે છે. મન તે ફાઈલ ઓળખવાનું કામ કરે છે. તે કહે છે. આ માણસ છે. માણસ ક્લાસ લઈ રહ્યો છે. મન ફેંસલો કરે છે. આ તેજ છે. પછી આખી ફાઈલ પરિમાણ સાથે અહમ્ તરફ કુદકો મારે છે અને તમારો અહમ્ તેનાં ભૂતકાળના અનુભવના આધારે તમારી હવે પછીની પ્રક્રિયાનો નિર્ણય કરે છે. જો તમને આવાજ ક્લાસનો ભૂતકાળમાં અનુભવ થયો હશે તો, યોગ અથવા મેડિટેશનના, અને જો એ તમારા માટે બરાબર હશે, તો તમે વિચારશોકે તે તમને મદદરૂપ થયા હતા. તો તમે અહીં બેસી રહેવાનું નક્કી કરશો. નહીંતર તમે વિચારશો અહીંથી જતું રહેવું તમારા માટે સારું છે.
આ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરો. તમે મને જુઓ છો. આંખો એ માહિતી ચક્ષુમાં મોકલે છે. ચક્ષુ તેનું ડીઝીટલ સંદેશોમાં રૂપાંતર ણ કરે છે. યાદો ફાઈલમાંથી વધારાના ભાગને છૂટા પાડે છે. આ નથી... આ નથી... પછી મન ફાઈલની ઓળખાણ કરે છે. પછી આખી ફાઈલ પરિણામના રૂપમાં અહમ્ તરફ છલાંગ મારે છે. અહીં તમે તમારા ભૂતકાળના અનુભવને આધારે નિર્ણય લો છો. અહીં બેસવું કે હોલ છોડીને જતું રહેવું.
આપણે મન અને આંખની વચ્ચેની પ્રક્રિયાને ટી.પી. કરીશું. ટી.પી. એટલે ટાઈમ ટેકન ફોર ધ પ્રોસેસ બીટવીન ધ આઈ એન્ડ ધ માઈન્ડ (આંખ અને મન વચ્ચેની પ્રક્રિયામાં ગાલેલો સમય) મન અને આંખ વચ્ચેની આ પ્રક્રિયા જાગૃત અને બુદ્ધિ ગમ્ય છે. તમે પ્રક્રિયા બાબતમાં પૂરેપૂરા જાગૃત છો. તે તમારી જાગૃતતામાં જ બને છે.
હવે મન અને અહમ્ વચ્ચેના પરિમાણનો કુદકો મોટે ભાગે અજાગૃત હોય છે. આ જ સમયમાં જ્યારે હકીકતમાં ખરો નિર્ણય થાય છે, તેમાં તમે જાણતા નથી. તે તમારી અજાગૃતતામાં બને છે. આ સમયને આપણે ટી. ક્યૂ. કહીશું. આ સમય દરમ્યાન તમે જે નિર્ણય લો છો તે અતાર્કિક જ હોય છે. તમે તમારા વિચારોની તાર્કિક પ્રક્રિયાની વિરુધ્ધમાં નિર્ણય લોછો. તમે ઝડપી અને અતાર્કિક નિર્ણય લો છો.
આવું કેમ બને છે ! તમે અજાણતાં જ નિર્ણય કરો છો અને પછી પાછળથી દુઃખી થાવ છો. આવું બનવાનું કારણ એ છે કે અજાગૃત વિસ્તાર નકારાત્મક યાદો અને અશાંતિથી ભરેલો હોય છે. આપણી બધી જ ભૂતકાળની યાદો જે ને આપણે સંસ્કૃતમાં ‘સંસ્કાર’ કહીએ છીએ, તમારી બધી જૂની ભૂતકાળની વિચારસરણીઓ આ વિસ્તારમાં ફાઈલોનો રૂપમાં ભરેલી હોય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ સંગ્રહાયેલી યાદોનો નિર્દેશ કરવા માટે એન્ગ્રામ્સ (કોતરાયેલી છાપો) શબ્દ વપરાય છે. આ વિસ્તારમાં ઘણી બધી ફાઈલો સંગ્રહાયેલી હોય છે. એકબીજાં વચ્ચે કોઈપણ સંબંધ ન હોય તો પણ આ યાદો, અને બનાવો અહીં સંગ્રહાયેલાં હોય છે.
જ્યારે ફાઈલ પરિમાણ સાથે આ વિસ્તારમાં છલાંગ મારે છે, ત્યારે ત્યાં ઘણી બધી વિગતો સંગ્રહાયેલી હોય છે. જે તમારી અંદર ખૂબજ અશાંતિનું કારણ બને છે. જેથી પેલી ફાઈલ યોગ્ય નિર્ણય લેવા માટે અહમ્ સુધી બરાબર પહોંચી શકતી નથી. આ સંગ્રહાયેલા એન્ગ્રામ્સ અંદર આપેલી માહિતી ઉપર કામ કરવાનું શરૂ કરી દે છે અને પોતે સવાર થઈ જાય છે અને નિર્ણય પ્રક્રિયામાં પાયમાલીનું કારણ બને છે.
પરિણામે અહમ્ સ્વાભાવિક વૃત્તિના સ્તરે ઝડપી અને અવિચારી નિર્ણય લઈને ફાઈલ પાછી મોકલી આપે છે. આ બધું અભાનતામાં ઝબકારામાં બની જાય છે.
દાખલા તરીકે તમે જે વિગતો મેળવી છે તેના આધારે તમે જાણો છો કે ધુમ્રપાન કરવું તબિયતને હાનિકારક છે. એ તમારા શરીર અથવા મન માટે સારું નથી. તમે જ્યાં સુધી ટી.પી. લેવલ પર હો છો, ત્યાં સુધી આ નિર્ણયને વળગી રહો છો. પરંતુ મન જેવો અહમ્ તરફ છલાંગ લગાવે છે. તરત જ કોતરાયેલી છાપો તમને ધુમ્રપાન કરવાની સૂચના આપે છે. તમે ફક્ત ધુમ્રપાનનો નિર્ણય કરો છો. જાગૃત પ્રક્રિયા કહે છે. આ તબિયત માટે સારું નથી. પરંતુ અજાગૃત પ્રક્રિયા કહે છે... હકીકતમાં કહેતી પણ નથી. તે નિર્ણય જ લઈ લે છે. અને તમે તે પ્રમાણે જ કરો છો. આ ચોખ્ખો સ્વાભાવિક વૃત્તિને સ્તરે લેવાયેલા નિર્ણય છે.
આ અજાગ્રત વિસ્તાર ખૂબજ શક્તિશાળી હોય છે. તેનો ત્રણ રીતે ઉપયોગ કરી શકાય છે. સ્વાભાવિક વૃત્તિના સ્તરે, બુદ્ધિના સ્તરે, અથવા અંતઃસ્ફૂરણાના સ્તરે. આ અજાગ્રત વિસ્તાર નકારાત્મકતા અને અશાંત યાદોથી વધારે પડતો ભરાયેલો હોય છે. તે સ્વાભાવિક વૃત્તિના સ્તરે કામ કરે છે. જે આપણે હમણાં જોયું. તમે આ સ્તરે જ અભાન પણે જ નિર્ણયો લો છો.
તમે જ્યારે સ્વાભાવિક વૃત્તિના સ્તરે હો છો ત્યારે તમારા મોટા ભાગના નિર્ણયોનો અંત દુઃખમાં આવે છે. તમને નવાઈ લાગે છે. મેં આમ શા માટે કર્યું ? મારે આવું ન કરવું જોઈએ. મેં આવું કેમ બનવા દીધું ? મેં આવા નિર્ણય કેમ લીધો ? આવું બને છે. કારણ કે અજાગ્રત ભાગ સ્વાભાવિક વૃત્તિના સ્તરે કામ કરે છે. આ સ્તરે તમે બાબતોને અતાર્કિક રીતે સાંકળો છો અને અજાણતાં જ પરિણામમાં કૂદકો મારો છો.
દાખલા તરીકે કોઈ સફેદ કપડાં પહેરેલી વ્યક્તિએ તમને હેરાન કરેલા હોય. જે ક્ષણે તમે કોઈને સફેદ કપડાંમાં જુઓ છો, ભૂતકાળ યાદ તરત જ તમારી જાણ બહાર ઉપર આવે છે અને તમે ગુસ્સે થઈ જાવ છો. આ સ્વાભાવિક વૃત્તિનું સ્તર છે. તમારા જાગૃત મન વગર, તમે સમજી પણ શકો તે પહેલાં જ આ બની જાય છે.
જ્યારે ટી. ક્યુ., ટી.પી. કરતાં ઓછો હોય છે, જ્યારે આંખ અને મન વચ્ચે ચક્ષુમાં આવેલી આકૃતિ પર પ્રક્રિયા કરવામાં અહમ્ સુધી જઈને પાછા આવવાની પ્રક્રિયામાં ઓછો સમય લાગ્યો હોય છે. ત્યારે તમે સ્વાભાવિક વૃત્તિના સ્તર પર હો છો. પરિણામ સાથે છલાંગ મારવામાં સમય લીધો હોતો નથી. ફાઈલ જેવી અજાગૃત વિસ્તારમાં આવે છે, તરત જ નિર્ણય લેવાઈ જાય છે. તમે ટી. ક્યુ. ને સમય આપ્યા વગર જ સતત્ નિર્ણયો પસાર કરતા જાવ છો. તમારો આ અભાન વિસ્તાર યાદોની ફાઈલોથી વધારે પડતો ભરાયેલો હોય છે. તમે જ્યારે આ રીતે કામ કરો છો ત્યારે તમને થાકનો અનુભવ થાય છે.
આ કંઈક આવું છે. જ્યારે તમારી હાર્ડડિસ્ક રીસોલ્યુશન ફોટાઓથી પૂરેપૂરી ભરાઈ ગઈ હોય છે. ત્યારે તેમાં વધારે કામ કરવાનો અવકાશ રહેતો નથી ખરૂ ને ? આવી જ રીતે તમારો અજાગ્રત વિસ્તાર ભૂતકાળની વિચાર શૈલીઓ અને યાદોની ફાઈલોથી પૂરેપૂરો ભરાયેલો હોય છે ત્યારે તે બિન કાર્યક્ષમ બની જાય છે. અને છીછરાં અતાર્કિક નિર્ણયો લે છે.
બીજું બુદ્ધિનું સ્તર છે. આ સ્તરે ટી. ક્યુ. અને ટી.પી. સરખાં હોય છે. અહીં તમે જાગૃત હો છો. તમે બુદ્ધિ ગમ્ય અને તાર્કિક નિર્ણયો લો છો. પરંતુ તેમાં કોઈ વધારાની શક્તિ અથવા ઉત્સાહ હોતો નથી. તમે એ વખતે પૂરાં જાગૃત હો છો બસ. તમે સર્જનાત્મક, કંઈક નવું શોધવાવાળા હોતા નથી. તમે કોઈ મોટાં પગલાં ભરતાં નથી. તમારો વિકાસ થતો નથી. તમે એક વિશ્વાસુ નોકર જેવા હો છો. આઈનસ્ટાઇને કહ્યું છે; “બુદ્ધિ એક વિશ્વાસુ નોકર છે. તમે આખી જીંદગી નોકર રહી શકો છો.” પરંતુ તમારાથી કંઈ વધારે કે મોટું કાર્ય થઈ શકતું નથી.
આ સ્તરે તમે બસ માહિતી ભેગી કરો છો. તેના પર પ્રક્રિયા કરો છો અને રજુ કરો છો. તમે એક કોમ્પ્યુટર કરતાં વધારે કશું જ નથી થઈ શકતાં. જ્યારે તમારો આ જાગૃત વિસ્તાર બુદ્ધિના સ્તરે હોય છે ત્યારે ટી.ક્યું અને ટી.પી. સરખા સ્તરે હોય છે. તમે અવિચારી, અને અશાંતી ભરાયેલા અજાગૃત વિસ્તારથી નિર્ણય લેતાં નથી; તમે જાગૃતિ અને તાર્કિક રીતે નિર્ણયો લો છો.
જ્યારે તમે બુદ્ધિના સ્તરે હો છો ત્યારે તમે થાકેલાં નથી હોતાં અને સ્ફૂર્તિથી ઉભરાતાં પણ નથી હોતાં. તમે વચ્ચેના સ્તરે હો છો. - આ વિસ્તાર ઉપર તમે તમારી પૂરી ક્ષમતાનો ટોચ સુધી ઉપયોગ કરી શકતાં નથી.
પછીનું સ્તર છે ; અંતઃસ્ફૂરણાનું સ્તર; જ્યાં તમે તમારી સમગ્ર ક્ષમતાનો સાક્ષાત્કાર કરી શકો છો. જો તમે ગહન શાંતિ અને જાગૃતતાને અજાગૃત વિસ્તારમાં તરબોળી શકો અને તમારી છપાયેલી યાદોની છાપોની ફાઈલને શાંતિ અને જાગૃતતાથી હટાવી શકો, તો તમે અંતઃસ્ફૂરણાના સ્તરે પહોંચી શકો છો.
જો તમે અજાગૃત વિસ્તારને યાદોથી મુક્ત અને ખાલી કરીને આનંદિત કરી શકો, જો તમે દરકે ક્ષણે તમારા ભૂતકાળના બોજા વગર તાજા અને જીવંત બની શકો; આ યાદોની કોતરણીના બોજા વગરના બની શકો, તો તમારી મૂળભૂત શક્તિ તેના શુધ્ધ સ્વરૂપે વ્યક્ત થાય છે. જ્યારે આ બને છે, ત્યારે તમે કહી શકો, કે તમારી પ્રજ્ઞા ટોચ પર છે. તમે સર્વોચ્ચ જ્ઞાનની ટોચ પર છો. કારણ કે શક્તિ પ્રજ્ઞા છે. જ્યારે આવું બને છે ત્યારે તમે અંતઃ સ્ફૂરણાની શક્તિથી નિર્ણયો લઈ શકો છો, પછી તમે પ્રચંડ સ્પષ્ટતા સાથે હો છો.
તમે જ્યારે અંતઃસ્ફૂરણાના સ્તરે હો છો ત્યારે ટી. ક્યુ., ટી. પી. કરતાં મોટો બની જાય છે અને તમે તમારી અંતઃસ્ફૂરણાની શક્તિથી નિર્ણયો લો છો. તમારી ગહન જાગ્રતતા અને શાંતિથી, દિવ્ય આનંદથી નિર્ણય લો છો.
આ બાબત ખૂબ જ ગહન સમજણ માંગે છે. તમારે આખા વિજ્ઞાન માં ગહનતાથી ઊંડા ઉતરવું પડે છે. પછી જ તમે હું જે અર્થમાં અંતઃસ્ફૂરણાની શક્તિની વાત કરૂં છું, તે સમજી શકશો. અંતઃસ્ફૂરણા એટલે એવું કંઈક જે તમારી બુદ્ધિ કરતાં પણ ઉપરના સ્તરે બને છે.
અંતઃસ્ફુરણા શું છે ?
હું તમને સમજાવું ; તમને ખબર પડે છે કે અમુક બાબત ચોક્કસ સારી છે અને તમને લાગે છે કે તમારામાં એ કરવાની શક્તિ પણ છે, પરંતુ તમે તે કરી શકતા નથી. તમે એ બાબતને પૂર્ણ કરવા માટે તમને દોરી જાય તે પગલાં તમે જાણતા નથી. પરંતુ તમે ચોક્કસ પણે જાણો છો કે તેનું પરિણામ અને તમારો નિર્ણય સાચો છે. આ અંતઃસ્ફુરણા છે.
જ્યારે પણ તમે કોઈ બાબતની અગ્રતા નક્કી ન હોય તેવી પરિસ્થિતિનો સામનો કરતા હો છો. ત્યારે તમને આ અંતઃસ્ફુરણાની શક્તિની જરૂર પડે છે. જ્યારે તમારી પાસે ઓછામાં ઓછી વિગતો હોય અથવા તમારી પાસે ઘણી
બધી પસંદગીઓ હોય અને આ પરિસ્થિતિમાં શું કરવું તે તમે નક્કી કરી શકતા ન હો, ત્યારે આવા સંજોગોમાં અંતઃસ્ફુરણાંની શક્તિ તમને મદદ કરે છે. આવા સંજોગોમાં જ નહીં પણ જો તમે તમારી જાતને સતત આ સપાટીએ વિકસતી રાખી શકો, તો તમે દરેક ક્ષણે વર્તમાનમાં રહી શકો છો અને એજ રીતે ભવિષ્યની ક્ષણોને પણ જન્મ આપી શકો છો.
જો તમે હું હમણા જે કહી રહ્યો છું તેને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો, જો તમે થોડી મિનિટો તમારી જાત સાથે બેસીને; તમારી સંગ્રહાયેલી, અંકિત થયેલી યાદો તમારા વિનાશનું કારણ બનીને તમારા પર બોજારૂપ બને છે તેનો અનુભવ કરો; જો તમે હું જે કહી રહ્યો છું તેની અંદરનું સત્ય જોઈ શકો; તો તમે ધીરે ધીરે આ વિષચક્ર માંથી નીકળવાનું કૌશલ્ય પ્રાપ્ત કરી શકો છો અને તમારી જાતનો ઊંચો વિકાસ કરી શકો છો.
અંતઃસ્ફુરણા બાબતમાં એક વધારે વાતઃ તે તમને ફક્ત નિર્ણય લેવાની શક્તિ જ નથી આપતી તેને અમલમાં મૂકવાની શક્તિ પણ આપે છે. જ્યારે લોકોને હું આ કહું છું ત્યારે મને પૂછે છે; “માસ્ટર અમને કેમ ખબર પડે કે અમને અંતઃસ્ફુરણા થઈ છે, કે બુદ્ધિથી વિચારીએ છીએ.” હું તમને કહું છું; “તમે સ્પષ્ટ બની જાવ છો. જો તમે ગૂંચવાઈ જાવ છો; તમે બુદ્ધિથી વિચારો તો, એ ગૂંચવણ જ કહે છે કે તે બુદ્ધિની બાબત છે. જ્યારે તમને અંતઃસ્ફુરણા હોય છે, ત્યારે તમે પૂરા આત્મવિશ્વાસુ અને શક્તિથી છલોછલ હો છો. જ્યાં ગૂંચવણને જગ્યા જ હોતી નથી.
અંતઃસ્ફુરણાની સાથે જ તમારી અંદર જે અગાધ ક્ષમતાની શક્તિ છે, તેને છૂટો દોર મળી જાય છે. તમે ખૂલી જાવ છો. અને શક્તિ વ્યક્ત થવા માંડે છે. મને બીજા દિવસે લેસર અને મેસરના ક્ષેત્રમાં નોબેલ ઈનામ મેળવનાર ડૉ. ચાર્લ્સ ટાઉન્સ સાથે જમવાની તક મળી હતી. મેં તેમને પૂછ્યું; “આ કેવી રીતે બન્યું ?” તમે આ કઈ રીતે કરી શક્યા?” તેમણે સરસ રીતે જવાબ આપ્યો. તેમણે કહ્યું; “હું વોશિંગટન ડીસીના બગીચામાં બેઠો હતો. અને એકાએક મારામાં કંઈ બન્યું. અંતિમ પરિણામ મારા મનમાં આવ્યું. અને મેં તરત જ કાગળ ઉપર લખી લીધું. મને પછી ખ્યાલ આવ્યો કે એક મુશ્કેલી છે - પરિણામ મારી પાસે હતું. પણ તે મેળવવાના પગલાં મને ખબર નહોતી. હું તેને કોઈ સામે રજુ કરીશ શકું તેમ નહોતો. કારણ કે હું માત્ર પરિણામ જાણતો હતો. પછી જ્યારે હું શાંતિથી બેઠો ત્યારે હું તાર્કિક પગલાં મેળવી શક્યો.”
ફક્ત ચાર્લ્સ ટાઉન નહીં, આઇન્સ્ટાઇન પણ કહે છે; “મારી સાથે જે કંઈ નવું બન્યું તે બુદ્ધિમાંથી નથી આવ્યું પરંતુ અતઃસ્ફુરણાથી આવ્યું છે.” તે ખૂબ જ સુંદર રીતે વર્ણવે છે; “અંતર્જ્ઞાનથી ભરેલું મન પરમાત્માની દેવી ભેટ છે. અને બુદ્ધિશાળી મન વિશ્વાસુ નોકર છે.” આપણે એવો સમાજ બનાવ્યો છે જે નોકરનું સન્માન કરે છે અને ભેટને ભૂલી જાય છે.
આપણે માનીએ કે ન માનીએ અથવા સ્વીકારએ કે ન સ્વીકારીએ, આપણી અંદર અંતર્જ્ઞાન - અંતઃસ્ફૂરણા હોય છે. અલબત્ત આઇન્સ્ટાઇન પણ તેને ભેટ કહે છે. કારણ કે તેને ખબર નહોતી કે તે સતત હોય જ છે. જ્યારે તે બન્યું ત્યારે એને ખાત્રી નહોતી, કે હવે બનશે અથવા નહીં બને. પરંતુ યોગીઓ, મહાન રહસ્યવાદીઓ અને મને ફરી વખત કહેવા દો, કે તમે પણ તેના માટે ખૂબ જ સારી રીતે કામ કરી શકો છો. અને તમે પણ સતત તે તમારી સાથે જ છે. તેની ખાત્રી રાખી શકો છો. તમારે એવું વિચારવાની જરૂર નથી કે અંતર્જ્ઞાન ભેટમાં મળે છે. તે તમારા જીવનનો હિસ્સો બની શકે છે.
જ્યારે તમારી અંદર અંતર્જ્ઞાન જાગે છે; ત્યારે તમારું સમગ્ર અસ્તિત્વ એક સૂત્રી બની જાય છે. તમે તમારી ક્ષમતાની
ટોચ પર હો છો. કંઈક ખીલી ઉઠી છે. તમે તેને દિવ્ય પ્રેરણા અથવા અંતર્જ્ઞાન ગમે તે કહી શકો છો. યોગીઓએ વારંવાર કહ્યું છે; કે આ વિજ્ઞાન જ છે. જો તમે આ અંતર્જ્ઞાન અથવા આ શક્તિ, કે જે તમારી અંદર સતત હાજર હોય છે. તેની સાથે તમારી જાતને સતત લયમાં રાખી શકો, તો તમારા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકો છો.
અંતઃસ્ફુરણા-અંતર્જ્ઞાન તમારી જાતની આંતરિક શક્તિ છે. જ્યારે તમારા અજાગ્રત સ્તરમાંથી આ શુધ્ધશક્તિ બહાર આવવાની શરૂ થાય છે, ત્યારે તે તમને શારીરિક, માનસિક અને લાગણી તંત્રના સ્તરે સંપૂર્ણ સ્વસ્થ બનાવી દે છે. સ્વસ્થ બનાવવા ઉપરાંત તે તમારી હતાશા, તણાવ ઓછો કરી નાંખે છે અને ખેલદિલીપૂર્વક નિર્ણયો લેવામાં મદદ કરે છે.
ખેલદિલીને, તમે જે વિગતો ભેગી કરી હોય તેની સાથે કશું જ લાગતું વળગતું નથી; ખેલદીલીને ભેગી થયેલી વિગતો સાથે યોગ્ય પ્રક્રિયા કરવાની હોય છે.
આ જ વિગતો, આજ માહિતી પર, ઘણી રીતે પ્રક્રિયા કરી શકાય છે. તમે બુદ્ધિની ઉપર ઊંચે જઈને આ વિગતો પર અંતર્જ્ઞાનથી સંપૂર્ણ પ્રક્રિયા કરીને પરિણામ મેળવી શકો છો.
આપણે આ અંતર્જ્ઞાનની શક્તિ માટે આપણી જાતને અમુક પધ્ધતિઓ અને રીતોથી તૈયાર કરી શકીએ છીએ, લયમાં રાખી શકીએ છીએ.
આ પધ્ધતિઓને આપણે મેડિટેશન કહીએ છીએ. પૂર્વમાં તેને માટે ધ્યાન (મેડિટેશન) શબ્દ વાપરીએ છીએ. આપણી અંદર રહેલી દિવ્ય શક્તિ સાથે આપણી જાતને લયમાં રાખવી. તે આપણને તેનો અનુભવ કરવા માટે સતત વારંવાર આમંત્રણ આપે છે.
જ્યારે તમને સમય મળે; બસ, તમારી જાત સાથે બેસો અને નિરીક્ષણ કરો... આપણે હંમેશા બીજા લોકોને મુલાકાત આપવા તૈયાર હોઈએ છીએ. પરંતુ આપણી જાત નહીં ! જો તમે બસ તમારી જાત સાથે બેસશો તો તમે હંમેશા જોઈ શકશો કે તમારી જાતનો અમુક ભાગ કંઈક વ્યક્ત કરવા માંગે છે. કંઈક વધારે કરવા માંગે છે. પરંતુ આપણે આપણી જાતને તે ભાગને ક્યારેય વ્યક્ત થવાની તક કે સમય આપતાં જ નથી. આપણે બુદ્ધિથી જકડાઈ ગયેલાં છીએ. આપણે વિચારીએ છીએ કે આપણી બુદ્ધિ જ બધું છે. પરંતુ યોગીઓએ વારંવાર સાબિત કર્યું છે કે બુદ્ધિ કરતાં પણ વધારે બીજું કંઈક શક્ય છે.
આ મેડિટેશન કેમ્પ; મન કઈ રીતે કામ કરે છે, આપણા અજાગ્રત ભાગમાં ઊંડાણમાં અંકિત થયેલી યાદોના બોજાને કઈ રીતે દૂર કરવો; ફરી વખત બોજો થતો કઈ રીતે અટકાવવો અને અંદર રહેલી છુપી શક્તિને કઈ રીતે બહાર લાવીને, આપણે સ્વાભાવિક વૃત્તિથી, બુદ્ધિમાં અને બુદ્ધિથી અંતર્જ્ઞાનમાં જઈ શકીએ ; જેથી આપણે આપણી જાતના ગુલામ નહીં પણ માલિક બનીને જીવી શકીએ તે શીખવે છે.
આ પ્રોગ્રામ તમારી બધી જ લાગણીઓ પર પ્રકાશ પાડશે અને તમારું મન કઈ રીતે કામ કરે છે તે સમજવામાં મદદ કરશે. તે તમને બતાવે છે કે તમે કઈ રીતે લાગણીઓ પેદા કરો છે અને કઈ રીતે તેના ગુલામ બનો છો. તે તમને બતાવશે કે તમારી લાગણીઓ તમારા સારા શારીરિક અને માનસિક સ્વસ્થ્યને કેવી રીતે સીધી અસર કરે છે.
(સ્વામીજી ચાર્ટ તરફ નિર્દેશ કરે છે)
અહીં આપેલા ચાર્ટ પર એક નજર નાંખો. અહીં તમે માનવ શરીરનું ચિત્ર જુઓ છો. જેના પર સાત ચિન્હો દોરેલા છે. તમે બધાં જ જોઈ શકો છો ? હા. માનવ શરીરમાં આવેલી આ સાત નિશાનીઓ સાત ‘ચક્રો’ છે.
ચક્રો આપણા શરીરમાં છૂપાયેલા શક્તિના કેન્દ્રો છે.
આપણે જેમ વિચારીએ છીએ તેમ આપણું એક જ શરીર નથી. આપણે સાત શરીરો છે. શક્તિ સ્વરૂપ શરીરો. હું અત્યારે તમને પહેલાં ત્રણ શરીરો વિષે સમજાવીશ.
પહેલું શરીર :- એક જેમાં તમે અહીં આવ્યા છો, જેમાં તમે હરોફરો છો, વાતો કરો છો, લખો છો - આને ભૌતિક અથવા જાગ્રત શરીર કહેવાય છે.
બીજું શરીર :- ‘સૂક્ષ્મ શરીર’ છે - સ્વપ્ન શરીર, જેનો ઉપયોગ આપણે સ્વપ્નની સ્થિતિમાં કરીએ છીએ. આ શરીરથી તમે તમારા સ્વપ્નોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા રહો છો. સ્વપ્નમાં તમે તમારી જાતને વિવિધ જગ્યામાં જોઈ શકો છો. ખરું ને ? અમુક વખતે તો તમે જાગ્રત અવસ્થામાં ક્યારેય ન જોઈ હોય, તેવી જગ્યામાં તમને જોઈ શકો છો.
ત્રીજું શરીર:- ‘કારણ શરીર’ છે. કારણ રૂપ શરીર જેનો ઉપયોગ તમે ગહન ઊંઘમાં હો છો ત્યારે કરો છો. આ શરીર ફરી શકતું નથી.
હવે, પાછળનાં બંને શરીરો, ભૌતિક શરીરને સાત કેન્દ્રો પર મળે છે. આ સાત કેન્દ્રો ચક્રો તરીકે ઓળખાય છે. આપણા શરીરમાં સાત મુખ્ય ચક્રો છે. શરીરમાં બીજા પણ ઘણાં ગૌણ ચક્રો છે, પરંતુ આ સાત આપણી શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે જવાબદાર છે.
આ ચક્રો, પ્રાચીન વૈદિક સમયમાં શોધવામાં આવ્યા હતા. હકીકતમાં ઘણાં બધાં આધ્યાત્મિક મંત્રોમાં તમે આ ચક્રોનો ઉલ્લેખ ઘણી વખત થયેલો જોશો. આધુનિક વિજ્ઞાને આજે સાબિત કર્યું છે, કે ચક્રોની જગ્યાએ ગ્રંથિઓ આવેલી છે અને તે ચોક્કસ ચક્રો સાથે સંબંધિત છે. આ સાત ચક્રો ગ્રંથિઓને શક્તિ પૂરી પાડે છે.
આ સાત ચક્રો આપણી શારીરિક, માનસિક અને સંવેદનાત્મક પ્રવૃત્તિઓને ગહન રીતે પ્રભાવિત કરે છે. તેમનામાં પ્રચંડ શક્તિ છે. તે શક્તિના કેન્દ્રો છે અને જો તેને શુધ્ધ અને ઉત્તેજીત રાખી શકાય તો તે આપણને ઉર્મિલ અને સ્વસ્થ જીવન જીવવાનું બળ પૂરું પાડે છે.
આપણી બધી જ અસ્વસ્થતાનું કારણ આમાંના કોઈ એક ચક્રનું અસંતુલન હોય છે. કારણ કે આપણું શરીર અને મન આપણી આંતરિક જાગૃતતામાં ખૂબ જ ઊંડાણથી જોડાયેલાં છે. આ ચક્રોને સ્વસ્થ હાલતમાં રાખવાથી આપણે આપણી અંદર શારીરિક અને માનસિક સ્તરે પૂર્ણ પરિવર્તન થયેલું અનુભવી શકીએ છીએ.
એક નાની વાર્તા :
પહેલાં વિશ્વ યુધ્ધ પછી એશિયામાં દૂરના એક અંતરિયાળ અને પછાત આદિવાસી વિસ્તારમાં સૈનિકો એક વિમાન છોડીને જતાં રહ્યાં. આદિવાસી લોકોએ પોતાના જીવનમાં ક્યારેય વિમાન જોયું જ ન હતું. એટલે ત્યાં મોટું ટોળું
ભેગું થઈ ગયું અને પુષ્કળ ઉશ્કેરાટ અને મુંઝવણ ભરી ધાંધલ ધમાલ કરવા માંડ્યું. તે લોકો નવાઈ પામી ગયા હતા કે, આ શું હોઈ શકે? અને બધા જ તેને માટે પોતાના અભિપ્રાયો આપવા માંડ્યા.
છેલ્લે તેઓ એવા નિષ્કર્ષ પરિણામ પર આવ્યા કે તેને પૈડાં છે. માટે તે બળદગાડું હોવું જોઈએ.
નવા બળદગાડાના સમાચાર ગામમાં ફેલાઈ ગયા.
ગામમાં ઉત્સાહનું વાતાવરણ બની ગયું અને તેમણે વિમાનને બળદો સાથે જોડી દીધું અને બળદગાડાં તરીકે ચલાવવા માંડ્યા.
અમુક અઠવાડીયા પછી શહેરમાં ભણતો આદિવાસી યુવાન ગામમાં પાછો આવ્યો અને વિમાનને જોયું.
તે અંદર ગયો અને બરાબર તપાસ કરી, તેણે તેની અંદરના બધા જ ગિયર અને યાંત્રિક રચના જોઈ. એણે બધી જ ચાંપો અને લીવરને એક પછી એક આમ તેમ ફેરવીને દબાવી જોયાં.
એકાએક મશીન ચાલુ થઈ ગયું. એણે મેદાન પર થોડાં અંતર માટે પ્લેનને ટ્રેક્ટરની જેમ ચલાવી જોયું. ગામવાસીઓ આ જોઈને આઘાત પામી ગયા. યુવાને શહેરમાં ટ્રેક્ટરને કામ કરતાં જોયા હતા. એણે લોકોને જાહેર કર્યું કે આ બળદગાડું નથી પણ એક પ્રકારનું ટ્રેક્ટર છે.
ત્યાં ફરી વખત મોટી ઉજવણી થઈ અને પ્લેનનો ટ્રેક્ટર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું !
છ મહિના પસાર થઈ ગયા. એક નિવૃત્ત લશ્કરી અધિકારી ગામમાં આવ્યો. તેણે પ્લેનને ટ્રેક્ટર તરીકે વપરાતું જોઈને તે ચકિત થઈ ગયો ?
તેણે ગામવાસીઓને કહ્યું ; કે આ ટ્રેક્ટર નથી પરંતુ વિમાન છે અને હકીકતમાં તે હવામાં ઉડી શકે છે.
ગામવાસીઓ એ તેની વાત માનવાનો ઇન્કાર કરી દીધો.
તેમણે એક જ વસ્તુને ઉડતી જોઈ હતી, અને તે હતાં પક્ષીઓ.
આર્મી ઓફિસર પ્લેનમાં બેઠો અને તેને થોડી વાર ઉડાડ્યું અને જમીન પર ઉતાર્યું.
ગામવાસીઓ આઘાતથી મૂઢ થઈ ગયા! દિગ્મૂઢ થઈ ગયા!
ત્યાર પછી જ તેઓ પ્લેનની સાચી ક્ષમતાને જાણી શક્યા.
માણસ એક અદ્ભૂત રચના છે. મારો ઈશારો ઉડવા સાથે છે. પરંતુ આપણે આપણી સાચી ક્ષમતાને જાણતા નથી. આપણને આપણી જાતની ખૂબ જ મર્યાદિત જાણકારી છે. આપણામાંના મોટાભાગના તેને સ્વાભાવિક વૃત્તિની સ્થિતિમાં બળદગાડાંની જેમ વાપરીએ છીએ અને લાગણીઓને શરણે ચાલ્યા જઈએ છીએ.
આપણામાંના જે લોકો પોતાની જાતને ઘર, કાર, ધંધો અને બીજી પાયાની જરૂરીયાતો જેવી બહારની બાબતો સાથે જોતરી દે છે, અને તેનાથી આગળ વધારે કશું જોતાં નથી, તેઓ તેમની જાતનો ઉપયોગ બળદગાડાં તરીકે કરે છે. તેઓ બસ, સ્વાભાવિક વૃત્તિના સ્તરે જ કામ કરે છે અને તેમનાં અજાગ્રત મનમાં વધારે પડતો બોજો કાયમ લદાયેલો રહે છે.
આપણામાંના જે લોકો કોઈ વધારાની પ્રવૃત્તિ જેવી કે, કલા, સર્જનાત્મકતા, દર્શન (ફિલોસોફી) અને તેના જેવી બાબતો સાથે જોડાયેલા હોય, તેઓ તેમના શરીરનો ઉપયોગ ટ્રેક્ટર તરીકે કરે છે. તેમને ચોક્કસ અમુક સંતોષ મળે છે. એક કવિ કવિતાનું સર્જન કરીને જેટલો આનંદ મેળવે છે. તે સ્ત્રી બાળકને જન્મ આપીને જે આનંદ મેળવે છે તેનાં કરતાં વધારે હોય છે. સ્ત્રીના કિસ્સામાં ગર્ભાશય પેટમાં આવેલું છે, તેમ કવિના કિસ્સામાં તે સ્થાન હૃદયમાં આવેલું. છે તેથી તેને વધારે સંતોષ મળે છે. આ લોકો બુદ્ધિના સ્તરે પોતાની જાતનો ઉપયોગ કરી શકે છે.
અને છેલ્લે, જે માણસ આધ્યાત્મિકતામાં પ્રવેશ કરીને સાચા જ્ઞાન માટે તરસ પેદા કરે છે અને તેને ભાન થાય છે કે પોતાના શારીરિક સ્વરૂપમાં પ્રચંડ અને અંતિમ શક્તિનું અસ્તિત્વ છે ત્યારે તે તેના શરીરનો વિમાન તરીકે ઉપયોગ કરે છે. એન્લાઈટેન્ડ માસ્ટર્સ-આત્મ સાક્ષાત્કાર કરેલા ગુરુઓ પોતાના શરીરનો વિમાન તરીકે ઉપયોગ કરે છે તેઓ દરેક સમયે ખૂબજ ઉર્મિશીલ હોય છે. તેઓ બળદગાડું અને ટ્રેક્ટરની બધી જ અતિ દુઃખી અવસ્થામાંથી ઉપર જઈને બસ ઉડે છે ! તેઓ પોતાની જાતનનો ઉપયોગ અંતર્જ્ઞાનના સ્તરે કરે છે.
વિમાન બનવા માટે આપણે શું કરવું જોઈએ ? ગામવાસીઓ અને આર્મી ઓફિસર વચ્ચે શું ફરક હતો ? વિમાન તો એનું એજ હતું. તેમાં કશું ઉમેરવામાં નહોતું આવ્યું કે કશું જ ખસેડવામાં નહોતું આવ્યું. તેમાં કોઈ ભૌતિક ફેરફાર કરવામાં આવ્યા નહોતા. હું સાચું કહું છું ? તો પછી ફરક શું હતો ? મને કહો ? (એક સ્ત્રી જવાબ આપે છે.)
“જ્ઞાન સ્વામીજી ?”
હા, જ્ઞાન. વિમાનની યાંત્રિક રચનાનું સાચું જ્ઞાન. ગામવાસીઓ એ નહોતા જાણતાં કે આ ઉપકરણમાં એવી યાંત્રિક રચના છે કે તેને યોગ્ય રીતે ચલાવવાથી તે હવામાં ઉડી શકે છે. જ્યારે આર્મી ઓફિસર આ જાણતો હતો. બસ. આવી રીતે આપણી અંદર ગીયર્સ અને રચનાઓ છે. જેને ચક્રો કહેવામાં આવે છે. તે અમર્યાદ શક્તિના કેન્દ્રો છે. અને જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે આપણને વિમાનની જેવી સફર કરાવે છે. જે લોકોને આ ચક્રો વિષે જ્ઞાન નથી હોતું તે સતત જમીન પર જ ચાલ્યા કરે છે. જ્યારે ગુરુઓ તેનો ઉપયોગ કરી જાણે છે અને બસ ઉડે છે !
જ્યારે આપણે ચક્રો પાછળનું વિજ્ઞાન જાણી લઈએ છીએ, ત્યારે આપણે આપણાં ગહન અજાગ્રત સ્તર વિશે જાગૃત થઈ જઈએ છીએ. એક વખત આપણે સમજી જઈએ તો આપણે અજાગ્રત પર પડેલા બોજામાંથી મુક્ત થઈ જઈએ છીએ અને આપણી જાતની વધારે ઉંચી દિશાઓ તરફ આગળ વધવાનું શરૂ કરી દઈએ છીએ.
આ ચક્રો આપણા શરીરમાં સ્થૂળ રૂપે અસ્તિત્વ ધરાવતાં નથી. તે આધ્યાત્મિક નિરૂપણ છે. કારણ કે તેના સંબંધ ‘ઓરા’ સાથે છે. ભૌતિક શરીર સાથે નથી. કિર્લીયન ફોટોગ્રાફીથી તેની છાપ મેળવી શકાય છે. જેણે તેનું આધ્યાત્મિક અસ્તિત્વ સાબિત કર્યું છે.
એ સાબિત થઈ ચૂક્યું છે ;કે જ્યારે વ્યક્તિ કોઈ ચોક્કસ નકારાત્મક લાગણીઓથી જકડાયેલી હોય છે. ત્યારે તે લાગણી સાથે સંબંધિત ચક્ર સંકોચાઈને કોટનાં બટન જેટલું નાનું થઈ જાય છે. તે એકદમ નાનું થઈ જાય છે. પરંતુ જ્યારે તે જ વ્યક્તિ હકારાત્મક લાગણીઓ અનુભવતી હોય છે, ત્યારે તે ચક્ર વિસ્તરીને ગાડાનાં પૈડા જેટલું મોટું થઈ જાય છે. આપણી લાગણીઓની આપણા શક્તિ કેન્દ્રો પર, આપણા ચક્રો પર આવી અસર થાય છે.
આપણી નકારાત્મક લાગણીઓ આપણા ચક્રોમાંથી નીકળતી શક્તિના પ્રવાહને રોકી દે છે અને આપણે તેનાથી બિલકુલ અજાણ હોઈએ છીએ.
એક વાત સમજી લો; માણસને જમીન પર રગડતો કીડો બનવા માટે બનાવવામાં આવ્યો નથી. તેને હવામાં ઉડવા માટે બનાવવામાં આવ્યો છે. ઉડવાનું વિજ્ઞાન ચક્રોને કઈ રીતે ચલાવવાં તેના સિવાય બીજું કશું જ નથી, આપણી લાગણીઓને કેમ સંભાળવી એ જ વિજ્ઞાન છે. જો તમે શરીરના સાતે ચક્રોનો ઉપયોગ કેમ કરવો તે શીખી જાવ, તો બસ. તે પુરતું છે.
માણસે પોતાની શારીરિક ઉંમર પ્રમાણે શક્ય હોય તેટલા બધા જ અનુભવોમાંથી પસાર થવું જરૂરી છે. શક્ય હોય તેટલી ભૂલો કરવી જરૂરી છે. આમ કરીને અનુભવી અને પરિપક્વ બનવું જરૂરી છે.
આ કંઈક આવું છે:
આપણે જ્યારે મીણબત્તીની જ્યોતને સ્પર્શીએ છીએ ત્યારે દાઝીએ છીએ અને શીખીએ છીએ કે; મીણબત્તીની જ્યોત દઝાડે છે. પછી આપણે સ્ટવની આગને સ્પર્શીએ છીએ અને શીખીએ છીએ કે સ્ટવની આગ દઝાડે છે. પછી આપણે સીગારેટની ટોચને અડીએ છીએ તો તે પણ દઝાડે છે.
પછી સળગતા કોલસાને અડીએ છીએ અને શીખીએ છીએ; તે પણ દઝાડે છે.
આવી રીતે આપણે વિવિધ પ્રકારની આગને સ્પર્શીને શીખીએ છીએ કે દરેક પ્રકારની આગ દઝાડે છે. આવી રીતે શીખતાં શીખતાં સ્મશાનની ચિતા પર બળી જવાનો આપણો સમય આવી જાય છે. આને આપણે જીવનના અનુભવો કહીએ છીએ. આપણે અનુભવથી શીખવું કહીએ છીએ. શારીરિક ઉંમર સાથે જ્ઞાન ગ્રહણ કરવું. તમે આખી જીંદગી પાઠો શીખતા રહો છો. ઉંમર વધતી જાય તેમ ડગલે ડગલે.
બીજી રીતે જોઈએ તો, પહેલી વખત જ આગને સ્પર્શીને જો તમે જાણી જાવ કે અગ્નિ બધાં જ સ્વરૂપોમાં દઝાડે છે તો તમે જ્ઞાની છો. આમાં શીખવા માટે ઉંમરની જરૂર પડતી નથી. તેમાં ફક્ત જ્ઞાનની જરૂર પડે છે. આ તમારી માનસિક ઉંમર બતાવે છે. તેથી આપણે કહીએ છીએ કે ડહાપણને ઉંમર સાથે લેવા દેવા નથી. તે ફક્ત તમે કેટલા બુદ્ધિશાળી છો તેનો સવાલ છે. તમે તમારી આંતરિક બુદ્ધિને દરેક બાબતોને સમજવા માટે શિક્ષણ આપીને કઈ રીતે વિકસાવી છે તેની વાત છે.
હું તમને તમારી પોતાની જીંદગીમાં બનતી બાબતો થી સમજાવું છું.
વિદ્યાર્થી જીવનમાં તમે કોલેજમાં હો છો ત્યારે એવું અનુભવો છો કે તમને જ્યારે નોકરી મળી જશે ત્યારે તમે સુખી હશો.
એક વખત નોકરી મળી ગયા પછી ગમે તેમ પણ તમને લાગે છેકે તમે જેવા સુખની અપેક્ષા કરી હતી તેવું આ સુખ નથી. પરંતુ તમે તમારી જાતને એમ કહીને સાંત્વના આપો છો કે તમે જ્યારે લગ્ન કરશો ત્યારે સુખી થશો.
લગ્ન પછી તમને એવું લાગે છે કે બાળકો થશે પછી સુખી થશું.
તમે, એક પછી એક ઇચ્છા તમને સુખ આપશે એમ વિચારીને સતત તેની પાછળ દોડતા રહો છો. અને આ રીતે જીવનના અંત સુધી દોડતા રહો છો. અને તમને ભાન થાય છે કે તમારી એક પણ ઇચ્છાએ તમને સાચું સુખ આપ્યું જ નથી. અને તમે આધ્યાત્મિકતા અને મેડિટેશન તરફ વળો છો. આ દરેક સામાન્ય માણસની જીંદગી છે. જે શારીરિક ઉંમર સાથે શીખતો જાય છે.
જે માણસની માનસિક વય પહેલેથી જ વધારે હોય છે. જે પોતાના જ્ઞાનથી શીખે છે. તે તેની પહેલી ઇચ્છાના અનુભવથી જ શીખી જાય છે કે કોઈપણ ઇચ્છાની બહારથી કરેલી પરિપૂર્તિ તેને સાચું સુખ આપતી નથી; શારીરિક ઉંમર અને માનસિક ઉંમર વચ્ચે આ તફાવત હોય છે. તે આખી બાબતને બરાબર જુએ છે અને તેનું વિશ્લેષણ કરે છે. તે જાણી લે છે કે સંપૂર્ણ સંતોષ અંદરથી આવે છે. બહારની દુનિયાની વસ્તુઓમાંથી નહીં.
આવું જ્ઞાન મેળવવા માટે વૃધ્ધ થવાની જરૂર નથી. તમારે વર્તમાનમાં રહેવાની જરૂર છે. બસ, તમે જ્યારે વર્તમાનમાં
હો છો, ત્યારે અસ્તિત્વ પોતે જ તમને શીખવે છે. આપણું અસ્તિત્વ જ મહાન ગુરુ છે. આપણે જ્યારે વર્તમાનમાં હોતા નથી, જ્યારે આપણે કાયમ ભૂતકાળ અને ભવિષ્ય પાછળ દોડતા હોઈએ છીએ, આ વખતે જ આપણો પોતાનો શીખવાનો સમય હોય છે. આટલું જ.
આપણે આપણાં ભૂતકાળના મહાન ગુરુઓ, મહાવીર, બુધ્ધ, શંકરાચાર્ય, રમણ મહર્ષિ, ગાંધી અને વિવેકાનંદ જેવા એન્લાઈટેન્ડ લોકો કે; જેમણે ભારતના ઇતિહાસનું સર્જન કર્યું છે. તેમના જીવન પર નજર કરીશું તો આપણને જણાશે કે તેઓ ખૂબ જ નાની ઉંમરમાં એન્લાઈટેન્ડ થઈ ગયા હતા. માટે સમજી લો કે આધ્યાત્મિકતા અને શીખવાને ઉંમર સાથે સંબંધ નથી.
એટલે જ કહેવાય છે કે, તમે જેવા છો, તેટલી ઉંમરના છો. તેનો અર્થ એ છે કે તમારી માનસિક ઉંમર જેટલી છે તેટલી ઉંમરના તમે છો. તમે જેટલા પરિપક્વ છો, તેટલી તમારી ઉંમર છે. નહીં કે તમારી શારીરિક ઉંમર જેટલા. તમે ૭૦ વરસના વૃધ્ધ હોઈ શકો છો, પણ તમારી સમજણ ૨૦ વર્ષની ઉંમર જેટલી પણ હોઈ શકે. અથવા તમે ૧૮ વર્ષના હો, પણ તમારી પરિપક્વતા અને સમજણ ૮૦ વરસની ઉંમર જેટલી હોઈ શકે. માટે મહેરબાની કરીને મારી શારીરિક ઉંમર વધારે છે માટે હું મહાન છું તેવો દાવો કરતા નહીં.
એક નાની વાર્તા :
શ્રી રામકૃષ્ણ પાસેથી દિક્ષીત થયેલા સ્વામી બ્રહ્માનંદની એક સુંદર વાર્તા :
એક ભક્ત તેમની પાસે આવ્યો અને કિંમતી ધાબળો તેમના ચરણે ધર્યો.
સ્વામિ બ્રહ્માનંદ કશું જ બોલ્યા નહીં.
તેઓ શું બની રહ્યું છે તેનું શાંતિથી નિરીક્ષણ કરતા રહ્યા.
અમુક કલાકો પસાર થયા પછી એક ચોર ત્યાં આવ્યો, તેણે ધાબળાને ચાંલ્લો કર્યો, માસ્ટર પાસે આવ્યો અને ધાબળો લઈને જતો રહ્યો.
આ વખતે પણ માસ્ટરે પહેલાંની જેમ શાંતિથી નિરીક્ષણ કર્યું, કોઈપણ પ્રતિક્રિયા કરી નહીં ! ધાબળો મળવાથી કે જતો રહેવાથી તેમનામાં કશોજ ફરક પડ્યો નહોતો.
આવી જ એક વાર્તા ભગવાન રમણ મહર્ષિની છે.
એક દિવસ થોડા ચોર તેમના આશ્રમમાં દાખલ થયા. થોડું ઘણું જે મળ્યું તે ભેગું કર્યું અને જતાં પહેલાં મહર્ષિને જોરથી મુક્કો પણ મારતા ગયા. કહેવાય છે કે; આ બધું છતાં ભગવાને કોઈ પ્રતિક્રિયા ન આપી અને તેમના શ્વાસોશ્વાસની ગતિમાં પણ આ બનાવથી સહેજ પણ ફરક ન પડ્યો. આખા બનાવ દરમ્યાન તેઓ અદ્ભૂત રીતે અલિપ્ત રહ્યા હતાં.
આપણે જ્યારે ફક્ત દ્રષ્ટા બની જઈએ છીએ ત્યારે આપણું મન આપણાં હાથનું સાધન બની જાય છે. પછી આપણે તેનો ઉપયોગ આપણી ઇચ્છા પ્રમાણે કરી શકીએ છીએ. નહીંતર આપણું મન આપણને તેનું ગુલામ બનાવી દે છે. જો તમે તમારા મનનો ઉપયોગ તમારી મરજી પ્રમાણે કરી શકો, તો તમે તેને છોડી દેતાં શીખી જાવ છો ? અને તમે ગુરુ બની જાવ છો.
માટે આપણે આ થોડા દિવસોમાં આપણી લાગણીઓ સાથે કઈ રીતે કામ લેવું અને આપણા જીવનના દ્રષ્ટા કઈ રીતે બનવું, તે આપણે જોઈશું. આપણી જાતને આપણી અંદર કઈ રીતે કેન્દ્રીત કરવી, અને આપણા સીમાક્ષેત્રમાં કોઈપણ જાતની દખલ હોય, તેમ કઈ રીતે ગોઠવવી તે પણ જોઈશું. આપણે જોઈશું કે આપણાં મનને કેવી રીતે ગોઠવવું, જેથી આપણી યાદોથી અંકિત થયેલો અજાગ્રત ભાગ કે જે આપણી નિર્ણય પ્રક્રિયા માટે જવાબદાર છે. તેનાથી મુક્ત થઈ શકીએ. આપણી અંદરની અંત:સ્ફુરણાની શક્તિનો ઉપયોગ કેમ કરવો તે જોઈશું. અજાગ્રતમાંથી જાગૃતતા અને ત્યાંથી સર્વોચ્ચ જાગ્રતતામાં કેમ જવું તે જોઈશું. સ્વાભાવિક વૃત્તિથી બુદ્ધિ તરફ અને ત્યાંથી પ્રજ્ઞા - અંત:સ્ફુરણા,- અંતર્જ્ઞાન તરફ કેમ જવું તે જોઈશું. આપણી અંદરથી દિવ્ય આનંદનો ફુવારો કઈ રીતે બહાર લાવવો તે જોઈશું.
આપણે બીજા સેશનમાં મળીશું. આભાર