પરમહંસ નિત્યાનંદ વિશે
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
પરમહંસ નિત્યાનંદ આપણી વચ્ચે હયાત જીવનમુક્તગુરુ છે. ધ્યાન અને આંતરિક શાંતિ માટેના વૈશ્વિક આંદોલન સાથે નિત્યાનંદ રોજિંદાવ્યવહારિક તણાવથી લઈને મુક્તિની ખોજ જેવી ગહન બાબતો માટેના ઉપાયો આપે છે. તેમણે નાની ઉંમરે ઘર છોડ્યું અને સંપૂર્ણ ભારતનો પ્રવાસ ખેડ્યો, પવિત્ર તીર્થોની મુલાકાત લીધી અને આધ્યાત્મિક ગુરુઓ તથા રહસ્યવાદીઓને મળ્યા. ધ્યાન, યોગ, તંત્ર, જ્ઞાન, ભક્તિ અને પૂર્વના તાત્ત્વિક વિજ્ઞાન દ્વારા તેમણે સહજ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. માનવ સ્વભાવના હાર્દને જાણવાની પ્રબુદ્ધ અંતર્દૃષ્ટિ પ્રાપ્ત નિત્યાનંદે બૃહદ્ માનવતા માટે પોતાનું જીવન ધ્યેય નિશ્ચિતિકર્યું છે. જીવનમુક્તિની પ્રાચીન પરંપરાના સશક્ત આધાર સાથે વિશ્વના સઘળા ધર્મોને અંતિમ સત્ય માટેના પથમાં સમાવિષ્ટ કરીને નિત્યાનંદ સામાજિક, સાંસ્કૃતિક, ભાષા, ઉંમર અને જાતિના બધા અવરોધો ઓળંગીને વિશ્વભરમાંથી લોકોને આકર્ષે છે.