KAILASA Library/લાઇફ બ્લીસ મેડીટેશન/નિત્ય ધ્યાનSign in
લાઇફ બ્લીસ મેડીટેશન

નિત્ય ધ્યાન

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

('Nithya Dhyaan' in Gujarati)

નિત્ય આનંદનો અનુભવ કરો

આપણી અંદર નિત્યાન્દ અવસ્થા પ્રાપ્ત કરવાની ધ્યાન વિધી

નિત્ય ધ્યાન

('Nithya Dhyaan' in Gujarati)

પરમહંસ નિત્યાનંદ

Published by

Life Bliss Foundation

નિત્ય ધ્યાન

(શાસ્વત પરમાનંદ ધ્યાન ધારણા)

નિત્ય ધ્યાન શું છે તે હું તમને સમજાવુ તે પહેલા, ટૂંકમાં તમને જણાવવા માંગુ છું કે આ સાક્ષાત્કાર મને કેવી રીતે થયો. જ્ઞાન પ્રાપ્તિ થઈ તે પહેલા, હું ઘણા સમયથી (કદાચ મહિનાઓથી) શાંત હતો. જ્યારે હું ધ્યાન ધરવાની (મેડિટેશન) પદ્ધતિ પર સંશોધન કરી રહ્યો હતો, હું એમ જોવા માંગતો હતો કે જે અનુભવો મને થયા તે જ અનુભવ હું તમને કેવી રીતે કરાવી શકુ. બીજા શબ્દોમાં કહું તો મારા સંશોધન નું જે પ્રથમ તારણ નીકળ્યું હતું તે હતું. આનંદ ‘સ્ફૂરણા પ્રોગ્રામ’ (લાઈફ બ્લીસ પ્રોગ્રામ) જેમા મે સાત શક્તિ કેન્દ્ર અને ધ્યાન ધરવાની પદ્ધતિ પર કામ કર્યું.

આ પદ્ધતિ નિત્યાનંદ સ્ફૂરણા કાર્યક્રમ પર આધારિત હતી. જેમાં ધ્યાન ધરવાની પદ્ધતિ, જે સાત પ્રકારની શક્તિ કેન્દ્ર છે અને જે આપના શરીરને શાંતિપૂર્ણ અને આનંદદાયક મૃત્યુ માટે મદદ કરે છે. ત્યાર પછી હું ઘણા બધા કાર્યક્રમ જેવા કે ધ્યાન સ્ફૂરણા કાર્યક્રમ, આત્મા સ્ફૂરણા કાર્યક્રમ વગેરે લઈને આવ્યો. જેમાં મેં દરેક મનુષ્ય ને સંપૂર્ણ બનવાનો અને પોતાની જાતને સત્ય અનુભવવાનો મારાથી બનતો પ્રયાસ કર્યો છે. આશરે સો જેટલી જુદી જુદી ધ્યાન ધરવાની પદ્ધતિ હું મારા કાર્યક્રમ માં લઈ આવ્યો છું. જે દરેક વ્યક્તિ માં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે.

લોકો મને હંમેશા પૂછે છે કે રોજિંદો અભ્યાસ કરી શકાય તેવી કોઈ ધ્યાન ધરવાની પદ્ધતિ છે. જ્યારે આ પ્રશ્ન વારંવાર ઉદભવ્યો ત્યારે મે તેનો ઉકેલ શોધવાનું શરૂ કર્યું.

મે એક એવી પદ્ધતિ લાવવાનો પ્રયત્ન કર્યો કે જે મારા તત્વજ્ઞાન, શિક્ષણ અને પ્રણાલિ છે. પણ શ્વાસોશ્વાસ એક એવી પ્રણાલિ છે જે ઇચ્છાનુસાર પણ છે અને અનિચ્છાનુસાર પણ છે. તમે જાગૃત ન પણ હોય તો પણ શ્વાસ લેવાની પ્રક્રિયા ક્યારે પણ બંધ નથી થતી. તમે તમારૂં ધ્યાન બીજા કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરો છો તો પણ શ્વાસ લેવાનું ચાલુ જ રાખો છો. નહીતર દુઃખદ પરિણામ આવી શકે છે. તેજ રીતે તમે તમારા શ્વાસ ને કાબૂમાં પણ રાખી શકો છો. આખી પ્રાણાયમ પ્રક્રિયા શ્વાસોશ્વાસને કાબૂ કરવાને જ મહત્વ દે છે. તમે જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ઊંડાણથી અને ધીમેથી શ્વાસ લઈ શકો છો. તમે થોડી મિનિટ સુધી શ્વાસ રોકી શકો છે. અને લાંબો શ્વાસ પણ લઈ શકો છો. માટે શ્વાસ એ ઇચ્છાનુસાર પ્રણાલિ અને અનિચ્છાનુસાર પ્રણાલિ વચ્ચે ની કડી છે.

પણ તમે ક્યારે શ્વાસ રોકીને મૃત્યુ નહીં પામો કારણ કે તે તમારી જીવન જીવવાની સહજ પ્રવૃત્તિ, અને તમારી ઈચ્છાશક્તિ વચ્ચેની જંગ જેવી છે. અને તમારી જીવન જીવવાની સહજ પ્રવૃતિ તમારી ઈચ્છા શક્તિ કરતા વધારે શક્તિશાળી છે. તેટલું જ નહીં પણ તમારા શરીરની બધી અનઇચ્છીત હલન ચલન એ તમારી જીવન જીવવાની સહજ પ્રવૃત્તિને કારણે જ શક્ય બને છે. તમે જીવી રહ્યા છો કારણ કે તમારામાં જીવન જીવવાની ઈચ્છા શક્તિ છે. તમારી શ્વાસ લેવાની દરેક ક્રિયા તમારી જીવવાની ઈચ્છાને લીધે જ છે.

તમે કદાજ નોંધ નહીં કરી હોય કે તમારી શ્વાસોશ્વાસ ની ગુણવત્તા તમારા મગજ અનુસાર બદલાય છે તમારી શ્વાસોશ્વાસ ની ક્રિયા તમારી લાગણી પર અસર કરે છે.તમે જ્યારે ચિંતા કરો છે ત્યારે તમારે શ્વાસ લેવાની રીત બદલાય છે. તમે જ્યારે ગુસ્સે થાવ છો ત્યારે બદલાય છે તમે જ્યારે પ્રેમમાં હોવ ત્યારે તમારી શ્વાસ લેવાની પ્રક્રિયા ની ગુણવતામાં બદલાવ આવે છે. માટે જ તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા તમારી લાગણી જોડે સીધી રીતે આધારિત છે. તે મગજ ની સ્થિતિ પ્રમાણ બદલાતી રહે છે તમે

જયારે પણ મૂંઝવણ માં હોવ તો તમને સામાન્ય સલાહ મળે છે કે ઉંડો શ્વાસ લો. અને તમે જયારે ઉંડો શ્વાસ લેતા હો તો અચાનક તમને હળવાસ અને આરામ અનુભવાય છે. અને તમારી મૂંઝવણ દૂર થઈ જાય છે. મગજ અને શ્વાસ બંનેને નજીકનો સંબંધ છે તમે જોઈ શકો છો કે જ્યારે તમે શ્વાસ લેવાનું બંધ કરો છે ત્યારે વિચારવાનું કઠિન બની જાય છે. શ્વાસ એ તો મગજ માટે પૂરવઠા સમાન છે. સંસ્કૃતમાં આપણે શબ્દ વાપરીએ છીએ પ્રાણ. પ્રાણ મતલબ શ્વાસ નહીં તેનો મતલબ છે શક્તિ જે શ્વાસોશ્વાસ દ્વારા આવે છે તે શક્તિ જે જીવન સ્ત્રોત છે.

તૈત્રયા ઉપનીષદ માં પાંચ આવરણ. જણાવવામાં આવ્યા છે. અન્નમય કોષ. (ફીઝીકલ બોડી શીથ) પ્રાણમય કોષ (બ્રેથ શીથ) મનોમય કોષ (માઈન્ડ શીથ) વિજ્ઞાનમય કોષ (ઇન્ટેલીજેન્સ શીથ) અને આનંદમય કોષ (બ્લીસ શીથ). આ બધા આવરણ કાંદાના આવરણ જેવા હોયં છે. જે આપણને પોતાને, કેન્દ્રને અને આત્માને આવરણની જેમ રક્ષણ કરે છે. પ્રાણામય કોષ અથવા શ્વાસ એ છે જ્યાં તમારી બધી ઈચ્છીત યાદગીરી સંગ્રહ થાય છે. માટે જ તમારી ઈચ્છાનુસાર તમારો શ્વાસ બદલાય છે તમારો શ્વાસ અને તમારી ઈચ્છા મજબૂત રીતે જોડાયેલા છે. તમે નોંધ્યું હશે કે જ્યારે તમારી ઘણી બધી ઈચ્છા ઓ હોય છે ત્યારે તમારો શ્વાસ ઝડપી અને ભારે થઈ જાય છે અને જ્યારે તમારી ઓછી ઈચ્છાઓ હોય છે ત્યારે તમારો શ્વાસ આરામ દાયક થઈ જાય છે.

શ્વાસ અને મગજ બંને અંદરથી જોડાયેલા છે. જો એક બદલાય તો બીજુ આપોઆપ બદલાય છે. આપણો ચર્ચા કરી ચૂકયા છીએ કે આપણી લાગણીઓ આપણા શ્વાસ પર કેવી રીતે અસર કરે છે. તેવી જ રીતે જો આપણે શ્વાસને કાબૂમાં કરીએ અથવા શ્વાસોશ્વાસની પ્રક્રિયા માં કાંઈ પરિવર્તન લાવી એ તો તે સીધી રીતે આપણી ભાગો આપોઆપ જીવંત થઈ જાય છે અને શરીરમાં, ઉર્જાશક્તિ ઉત્પન્ન થાય છે.

સામાન્ય રીતે આપણે હંમેશા પોતાને મૃતમય અનુભવતા હોય છે કારણ કે આપણું શરીર ક્યારે પણ જીવંત નથી હોતું. તે હંમેશા તાણ અને મૂંઝવણ માં હોય છે જે વસ્તુ તાણમાં હોય તે ક્યારે પણ જીવંત ન હોય શકે. જો તમારુ શરીર પ્રાણવાયુ નો પૂરવઠો મેળવવાથી જીવંત થઈ જાય તો તમે હળવાસ અનુભવવા લાગો છો પછી તમે તમારી જાતને શક્તિ સમજવા લાગો છો, નહીં કે કોઈ બાબત. તમે હંમેશા ભાર અનુભવો છો. કારણ કે તમારામાં જુની યાદગીરીઓ હોય છે.

ઘણા બૌદ્ધ મઠમાં આ પદ્ધતિનો ઉપયોગ લોકોને દિક્ષા આપવામાં થાય છે જ્યારે તમે આ ધાર્મિક અનુસ્થાન ની પ્રક્રિયા પૂરી કરો છો પછી તમારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાનુ હોય છે જો તમારા પગ નીચે આવેલુ ઘાસ મૃત થઈ જાવ તો તમે ભિક્ષુક ન ગણાવ અને તમને વધારે ધાર્મિક અનુસાસન ની ભલામણ કરવામાં આવે છે. જે મનુષ્યમાં ઓછા સંસ્કાર હશે તે ક્યારે પણ તે ઘાસ પર ચાલી નહીં શકે તે હંમેશા તેની પ્રણાલિમાં હળવું અનુભવે છે ને પાછલી યાદગિરિનો ભાર ઓછો કરે છે.

અનિયંત્રીત શ્વાસ લેવાથી, પ્રાણવાયુ વધવાથી અને કાર્બનડાયોક્સાઇડ ઘટવાથી તમે તમારી દબાયેલી પ્રણાલિને જીવંત કરી શકશો. શ્વાસ એટલો જોરથી અને અનિયંત્રીત હોય કે તમારૂ સમગ્ર જીવન શ્વાસમય બની જાય. જે ઉર્જા શક્તિ ઉત્પન્ન કરે છે તે તમારા બધુ સ્નાયુ ને ઓગાળી દેશે ને તમારા સંસ્કાર ને સ્વચ્છ કરવાનુ શરૂ કરશે. જે તમને હળવા, શક્તિવર્દક અને આનંદમય બનાવશે આ રીતે આપણે બીજા પગલા તરફ આગળ વધીશું.

જો તમારે અનિયંત્રીત શ્વાસની પદ્ધતિને વધારે જાણવી હોય તો તમે દુ:ખહરણ મેડિટેશન પદ્ધતિનો પણ અભ્યાસ કરી શકો છો જે લાઈફ બ્લીસ પ્રોગ્રામ માં પણ શીખવવામાં આવે છે.