KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?Sign in
ધ્યાન તમારા માટે જ છે

શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

તમારે ધ્યાન શીખવાનું નથી.

તમે ધ્યાની છો જ !

તમારા જીવનની એવી કોઈ ક્ષણ યાદ કરો, જ્યારે તમે અતિ સૌંદર્યનો અનુભવ કર્યો હોય. પર્વતની પાછળથી એકાએક ઊગી નીકળતો સૂર્ય કે પછી જીવનમાં તમે પ્રથમવાર જ અત્યંત સુંદર સંગીત સાંભળ્યું હોય.

આવી ક્ષણે એકાએક તમે સંપૂર્ણ સ્તબ્ધ, નિઃશબ્દ બની જાવ છો.

આપણે સહુએ આવી ક્ષણો નથી અનુભવી ?

આવી ક્ષણે પેલા સૌંદર્યની ઉપસ્થિતિમાં તમે કંઈ વિચારી શકતા નથી. તમે એ સૌંદર્યની અનુભૂતિ કરતાં કેવળ શાંત બની જાઓ છો, બસ એટલું જ.

એ ક્ષણ ધ્યાન છે.

થોડી જ ક્ષણો પછી તમારો ગણગણાટ શરૂ થાય છે. તમારું મન કહે છે : ‘આ ખરેખર સુંદર સૂર્યોદય છે.’

તમારું મન એ સંગીતની, તમે અગાઉ સાંભળેલા સંગીત સાથે સરખામણી કરવા લાગે છે. એનો અર્થ થયો કે તમે ધ્યાનમાંથી વિચલિત થયા છો.

ધ્યાન બીજું કશું જ નથી, પણ એ શાંત, આનંદપૂર્ણ સ્થિતિમાં ટકી રહેવું છે. તમે આ સ્થિતિ શીખી શકતા નથી. તમે માત્ર એને અનુભવી શકો છો.

Ebook ISBN: 979-8-88572-495-1 PUBLISHED BY LIFE BLISS FOUNDATION

ISBN 160607078-9 M.R.P. in India : Rs. 200/-