Books / Meditation Is for You Gujarati merged

65. શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?

# શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?

તમારે ધ્યાન શીખવાનું નથી.

તમે ધ્યાની છો જ !

તમારા જીવનની એવી કોઈ ક્ષણ યાદ કરો, જ્યારે તમે સૌંદર્યનો અનુભવ કર્યો હોય. પર્વતની પાછળથી એકાએક ઊંગી નીકળતો સુર્ય કે પછી જીવનમાં તમે પ્રથમવાર જ અત્યંત સુંદર સંગીત સાંભળ્યું હોય.

આવી ક્ષણે એકાએક તમે સંપૂર્ણ સ્તબ્ધ, નિઃશબ્દ બની જાવ છો.

આપણે સહુએ આવી ક્ષણો નથી અનુભવી ?

આવી ક્ષાણે પેલા સૌંદર્યની ઉપસ્થિતિમાં તમે કંઈ વિચારી શકતા નથી. તમે એ સોંદર્યની અનુભૂતિ કરતાં કેવળ શાત બની જાઓ છો, બસ એટલું જ.

એ ક્ષણ ધ્યાન છે.

થોડી જ ક્ષણો પછી તમારો ગણગણાટ શરૂ થાય છે. તમારૂં મન કહે છે : 'આ ખરેખર સુંદર સૂર્યોદય છે.'

તમારૂં મન એ સંગીતની, તમે અગાઉ સાંભળેલા સંગીત સાથે સરખામણી કરવા લાગે છે. એનો અર્થ થયો કે તમે ધ્યાનમાંથી વિચલિત થયા છો.

ધ્યાન બીજૂં કશું જ નથી, પણ એ શાંત, આનંદપૂર્ણ સ્થિતિમાં ટકી રહેવું છે. તમે આ સ્થિતિ શીખી શકતા નથી. તમે માત્ર એને અનુભવી શકો છો.

PUBLISHED BY LIFE BLISS FOUNDATION

પરમહંસ નિત્યાનંદ આપણી શતાબ્દીના ક્રાંતિકારી આધ્યાત્મિક મારટર છે. તેઓ મેડિટેશનની શક્તિથી દ્વનિયાનો ઉપચાર કરવાનું અભિમાન લઈને નીકળ્યા છે.

ધ્યાનપીઠમ રવામીજીની વિશ્વવ્યવ્યાપી ચળવળ છે, જે ભારતમાં, બેંગલોર નજીક, બિડાડીમાં આવેલી છે. તેમ છતાં સ્વામીજી હંમેશા તેમનો આધ્યાત્મિકતા અને દિવ્ય આનંદમચ જીવનનો સંદેશો લઈને દુનિયાભરના લોકો વરચે પરિભ્રમણ કરતા રહે છે.

www.nithyananda.org