Books / Meditation Is for You Gujarati merged

23. ધ્યાન વિષે

# ધ્યાન વિષે

આ પદ્ધતિ ઊંડા અને પૂર્ણ ઉચ્છવાસ પર લક્ષ એકાગ્ર કરે છે. સમગ્ર જીવન દરમ્યાન આપણે શ્વાસ અંદર લેવા પર લક્ષ કેન્દ્રિત કરીએ છીએ. શ્વાસ અંદર લેવો એ જીવન છે, અને શ્વાસ બહાર કાઢવો એ મૃત્યુ છે. જીવન એ તણાવ છે, પરિશ્રમ છે. મૃત્યુ તણાવમુક્તિ છે.

આપણા મૃત્યુના ભયને કારણે, આપણે શ્વાસ બહાર કાઢતાં પણ ડરીએ છીએ !

હંમેશા શ્વાસ અંદર લેવા પર જ ભાર મુકવામાં આવે છે; શ્વાસ બહાર નીકળે છે, કારણ કે આપણે નિરૂપાય છીએ.

સંશોધન દર્શાવે છે કે, આપણે ઉચ્છવાસમાં હવાને પરતી બહાર કાઢતાં નથી. જયારે તમે શ્વાસ બહાર કાઢો છો, ત્યારે ફેફસાની છ હજાર હવાની કોથળીઓમાં માત્ર ૨૦૦૦ જ ખાલી થાય છે, બાકીની ૪૦૦૦ હજાર વાસી હવાથી ભરેલી રહે છે. એ ઝેરી હવા તમારી છાતીમાં પડી રહીને રોગો ઉત્પન્ન કરે છે, બેચેની ઉત્પન્ન કરે છે.

આ ધ્યાનમાં તમે શ્વાસ અંદર લેવાનું બંધ કરો – લેવાતા શ્વાસ પર લક્ષ ન દો અને તમારું લક્ષ ઉચ્છવાસ પર કેન્દ્રિત કરો. તમને વિરૂદ્ધ પરિણામોનો અનુભવ થશે. તમને ઉચ્છુવાસના પૂર્ણ ખાલીપણાનો અનુભવ થશે.

સુચનાઓ

આ પદ્ધતિમાં તમારે શાંતિથી, આહ અક્ષર જેના અંતે આવે એવા શબ્દને એક જ સૂરમાં બોલવાનો છે. એ ગમે તે શબ્દ હોઈ શકે. શાંતિથી કરો અને શબ્દના અંતિમ અક્ષર આહ પર લક્ષ કેન્દ્રિત કરો. આહ દ્વારા તમે પૂર્ણ રીતે ખાલી થઈ જશો. તમારો પરેપુરો શ્વાસ બહાર નીકળી આવશે. કેવળ એક ક્ષણ માટે તમે શ્વાસ અંદર લેતા નથી. તમને મૃત્યુની એક ક્ષણનો અનુભવ થશે.

આપણે જન્મ્યા તે શ્વાસોચ્છ્રુશ્વાસ કરીએ છીએ – પણ આપણે આ ક્ષણનો, આવા અવકાશનો અનુભવ કર્યો નથી. જયારે તમને ભાન થાય છે, ત્યારે તમે તમારા પોતાના મૃત્યુના સાક્ષી બની જાવ છો. તમને એ ખ્યાલ આવે છે કે તમે તમારા શ્વાસથી ઉપર જઈ શકો છો.

આપણે બધો સમય મૃત્યુ વિષે સાંભળીએ છીએ, મૃત્યુને જોઈએ છીએ – પણ આપણે

કદી એવી કલ્પના કરતાં નથી કે આપણું પણ મૃત્યુ થઈ શકે છે. છતાં દરેક વખતે, જયારે તમે ઉચ્છૂવાસ બહાર કાઢો છો, ત્યારે તમારું શરીરતંત્ર છાનુંમાનું મૃત્યુની તૈયારી કરી રહ્યું છે ! તમારૂં તંત્ર મૃત્યુની સ્થિતિને સ્વીકારે છે.

જ્યારે તમે શ્વાસથી તમારી જાતને ખાલી કરો છો, ત્યારે તમે તમારી જાતને જીવનથી ખાલી કરો છો - તેનાથી બધા તણાવો, દુ:ખો, વિચારો અને ઈચ્છાઓ ખાલી કરો છો. એ તણાવમુક્તિની સર્વોચ્ચ ક્ષણ છે. ક્યારેક આપણે અજાણતાં આમ કરતા હોઈએ છીએ. જયારે આપણે ઉત્તેજિત કે ઉદ્ધિગ્ન હોઈએ અને આપણે તણાવમુક્ત થવું હોય, ત્યારે આપણે ઊંડો નિસાસો નાખીએ છીએ. આવા નિસાસા પછી એવી એકાદ ક્ષણ વીતે છે, જયારે તમે અંદર શ્વ્સ લેતા નથી, તમે કેવળ ખાલી રહો છો. એ ક્ષણે ખૂબ જ શાંતિની લાગણીનો અનુભવ થાય છે.

કેવળ એ ક્ષણે, જયારે તમે જીવન સાથે, કરવું અને મેળવવું, સાથે સંકળાયેલા નથી, ત્યારે તે બધાની પાછળનો 'સ્વ' પ્રગટ થાય છે. તમને તેની ઝાંખી જાય છે. એક વખત તમે એને અનુભવો, પછી તમે એને ભૂલી શકતા નથી. આટલી સામાન્ય પ્રેક્ટિસ, છતાં તેની કેવી કાયમી અસર ! તમે જયારે આ ધ્યાન ચાલુ રાખશો, ત્યારે તમે વધારે તણાવમુક્ત, વધારે શાંત થઈ જશો. ચિંતા તમને સહેલાઈથી સ્પર્શી નહિ શકે. બાહ્ય સંયોગો ગમે તેવા હોય, તમને પોતાને ખ્યાલ આવશે કે તમે વધારે સરળતાથી મુકાબલો કરી શકો છો. એક વખત તમે ગહન જાગૃતતાથી મૃત્યુની ક્ષણની ઝાંખી કરી હોય, ૫છી જીવનના પ્રશ્નો તમારા પર કેવી રીતે સવાર થઈ જાય ?