Books / Meditation Is for You Gujarati merged

21. ધ્યાન અને સૂચનાઓ

# ધ્યાન અને સૂચનાઓ

આ સુંદર 'શન્યાવકાશ' ધ્યાન છે. તમારી અંદર જે કંઈ છે, તેને બહાર કાઢીને ખાલી થઈ જવાની પદ્ધતિ છે, જેથી બ્રહ્માંડની શક્તિને તમે તમારી અંદર અવકારી શકો.

કોઈ શાંત નીરવ જગ્યામાં બેસો. કેવળ તમારા શરીરથી જાગૃત રહો. તમારા શરીર સાથે સંપૂર્ણરીતે આરામની સ્થિતિમાં છો એવી લાગણી અનુભવો.

હવે એવી કલ્પના કરો કે તમારૂં શરીર વાંસ બની ગયું છે ! પોલાણવાળો વાંસ બની જાઓ. તદ્દન આરામમાં રહો. તમારૂં આખું શરીર તમારી ત્વચા, તમારૂં માંસ, તમારા હાડકાં, આ વાંસના જ અંશ છે. આ ખાલી જગ્યામાં કંઈ જ નથી, છે માત્ર શન્યાવકાશ, પોલાણ. નીરવતા.

તમારા મનને પણ નિષ્ક્રીય શૂન્યાવકાશ રહેવા દો. કોઈ અનુભવની રાહ ન જુઓ, માત્ર બની રહો.

એકાએક, તમે જોશો કે તમારી અંદર શક્તિ રેડાઈ રહી છે. આ ગુપ્ત, કોઈકથી જ સમજાય એવા વિચારો નથી ! એ સંપૂર્ણપણે વ્યવહારૂં પદ્ધતિઓ છે. તમને એ વિચિત્ર લાગી શકે છે, કારણ કે તમે આ દિશામાં પહેલાં કદી નિરીક્ષણ કર્યું જ નથી. કેવળ પ્રયત્ન કરો અને જાતે જ અનુભવ કરો. જયારે તમે તમારી જાતને પોલી કરો છો, જ્યારે તમે વિરોધ કરતાં નથી, ત્યારે દિવ્ય શક્તિનો પ્રવાહ તમારી અંદર વહેવા લાગે છે. તમે દિવ્ય સંગીત માટેની વાંસળી બની જાઓ છો. તમારે કશું જ કરવાની જરૂર નથી. તમારે કેવળ પોલા બની જવાનું છે. આ સહેલું નથી. તમને હંમેશા કંઈક હોવાની, કંઈક બની રહેવાની આદત પડી ગઈ છે. પોલા બનવા માટે ખૂબ જ પ્રેમ, ખૂબ જ શ્રદ્ધાની જરૂર છે. તમે જો કોઈ ગુરૂ સાથે કામ કરી રહ્યા હો, તો પોલી બંસી બની જાઓ, જેને તમારા ગુરૂ વગાડી શકે. પોતાની જાતને પ્રેમથી સોંપી દેવી એ ગહન દિવ્ય શક્તિને સોંપવા કરતાં વધારે સહેલું છે. શરૂઆતમાં તમે પોલો વાંસ હશો, પછી એવો સમય આવશે, જ્યારે વાંસ પોતે પણ અદેશ્ય થઈ જશે. પછી તમે જ નહિ હો.

આ પ્રક્રિયા લાંબો સમય લઈ શકે છે, પરંતુ તેના પરિણામો આશ્ચર્યજન્તક હોય છે. જેમાં તમે તમારી જાતને પણ ગુમાવી દો છો, ત્યારે તમને એવી લાગણી થાય છે કે તમે સર્વવ્યાપી ચેતના સાથે એક થઈ ગયા છો.

ચેતના સાથે એક થઈ ગયા છો.

પ્રાણ સ્તંભન

પદ્ધતિ વિષે

આ પદ્ધતિ વિપસ્સનામાંથી લીધી છે.

શ્વાસનું અવિરત નિરીક્ષણ કરવું, એ આ ધ્યાનનું મૂળ સત્વ છે. અન્ય કોઈપણ ધ્યાન કરતાં, આ ધ્યાને ઘણાં વધારે લોકોને એનલાઈટેન્મેન્ટ તરફ દોર્યા છે.

વિપસ્સના તદ્દન સરળ અને સૌથી કઠિન પદ્ધતિ છે : જાગૃતતામાં વૃદ્ધિ કરનારી.

સૂચનાઓ

વિપસ્સના કરવાની ત્રણ રીતો છે :

(ક) તમારું શરીર, તમારી ક્રિયાઓ, તમારું મન, તમારૂં હૃદય… આ બધા વિષેની ગહન જાગૃતતા.

તમે જયારે ચાલતા હો, તમારો હાથ હલાવતા હો, સ્મિત કરતા હો, ત્યારે જાગૂતતા સાથે કરો. સંપૂર્ણપણે જાણી લો કે એ સર્વ ક્રિયા કરનાર તમે છો. સચેત રહો. એક પણ ક્ષણ અભાનપણામાં વીતવી ન જોઈએ. એવી એક ૫ણ ક્રિયા ન થવી જોઈએ, જેની તમે નોંધ ન લીધી હોય.

તમારા શરીરની જેમ તમારા મન અને હૃદયનું નિરૂક્ષણ કરો. તમારા હૃદયમાં ઉત્પન્ન થતી દરેક ભાવનાથી જાગૃત રહો. તમારા મનમાં આવતા અને જતા દરેક વિચારથી જાગૃત રહો. કોઈ જ અભિપ્રાય ન બાંધો, કશાનું મૂલ્યાંકન ન કરો - માત્ર સાક્ષી બની રહો.

(ખ) બીજી રીત છે, તમારા શ્વાસોચ્છશ્વાસનું નિરીક્ષણ કરવું. દરેક શ્વાસ લેતી વખતે અને ઉચ્છૂવાસ બહાર કાઢતી વખતે તમારું પેટ ઊંચું થાય છે અને નીચું થાય છે, તેવી લાગણી અનુભવો, નાભિ, તમારી જીવનશક્તિનું ઉદ્દભવસ્થાન છે, જે તમારા પેટના વિસ્તારમાં આવેલું છે. એથી જયારે તમે તમારી નાભિ તરફ લક્ષ આપો છો, ત્યારે તમે તમારા શરીરમાંની જીવનશક્તિના પ્રવાહથી જાગૃત થાવ છો. તમે જેમ જેમ તમારા પેટ વિષે વધુને વધુ જાગૃત થાવ છો, તેમ તેમ તમે જોશો કે તમારૂં હૃહૃદય અને મન શાંત થઈ જાય છે.

આ પેટમાંથી શ્વાસોચ્છુશ્વાસની સ્વાભાવિક અને તણાવરહિત રીત છે. આ પ્રમાણે શ્વાસ કઈ રીતે લેવો એ આપણે ભૂલી ગયા છીએ. નાનાં બાળકો પેટથી શ્વાસ લે છે. ક્યારેક ગાઢ નિદ્રામાં આપણે પણ પેટથી શ્વાસોચ્છ્શ્વાસ લેવાની પદ્ધતિ પર પાછા ફરીએ છીએ.

(ગ) વિપસ્સનાનું ત્રીજું સ્વરૂપ છે, શરીરમાં પ્રવેશતા શ્વાસનું, નસકોરાં પાસે નિરીક્ષણ કરવું. નસકોરામાંની ઠંડી હવાથી જાગૃત થાવ. જે સરળતાથી હવા નસકોરામાં પ્રવેશે છે અને તેમાંથી બહાર નીકળે છે તેનો અનુભવ કરો.

તમે વિપસ્સનાના બે કે ત્રણ પ્રકારો પણ સાંકળી શકો છો, પણ જે કંઈ પ્રયાસ વગર થઈ શકે, ફક્ત એટલું જ કરો.

વિપસ્સનાની પ્રેક્ટિસ બેસીને કે ચાલતાં ચાલતાં એમ બંજ્ઞે રીતે થઈ શકે છે. બેસીને.

સમયગાળો : ૪૫ મિનિટ + ૧૫ મિનિટનો આરામ

કરોડ ટફાર રાખીને, માથું સીધું રાખી, આરામદાયક સ્થિતિમાં બેસો. તમારી આંખો બંધ કરો અને સ્વાભાવિક શ્વાસોચ્છૃશ્વાસ લો. તમારી બેઠક સ્થિતિ બદલ્યા વગર સ્થિર રહો.

શ્વાસ લેતાં અને છોડતાં પેટના ચડાવ-ઉતારનું નિરીક્ષણ કરો. શ્વાસ પર એકાગ્ર ન થાવ. માત્ર નિરીક્ષણ કરો. જો તમને બીજા વિચારો, લાગણીઓ કે શારીરિક સંવેદનાઓ ઊભી થતી લાગે, તો એને આવવા દો. તેના પણ સાક્ષી બનો અને પાછા શ્વાસનું નિરીક્ષણ કરવા લાગો.

આમાં નિરીક્ષણ કરવાની પ્રક્રિયા મહત્ત્વની છે. તમે જેનું નિરીક્ષણ કરો
છો તે નહિ. દરેક વસ્તુના સાક્ષી બનો !
(૪૫ મિનિટ પછી નિરીક્ષણ કરવાનું છોડી દો. કેવળ બધું જ છોડી દો,
રીલેક્સ થઈ જાવ અને જવા દો.)

ચાલતાં ચાલતાં

સમયગાળો : ૨૦ મિનિટ + ૧૦ મિનિટનો આરામ

અહીં તમારી સમગ્ર જાગૂતતા, જમીનને સ્પર્શ કરતા તમારા પગ પર છે.

તમે વર્તુળમાં અથવા તો સીધા ૧૫ ડગલાં આગળ જઈને પાછા વળો તેમ ચાલી શકો છો.

તમે આ પ્રેક્ટિસ તમારા ઘરમાં કેવળ એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતાં, કે બગીચામાં પણ કરી શકો છો.

આંખો ઢળેલી અને થોડાક ડગલાં આગળની ભૂમિ પર એકાગ્ર હોવી જોઈએ. જેવી રીતે બેસીએ ધ્યાન કરતી વખતે તમે તમારા પેટનું નિરીક્ષણ કરો છો, તેવી જ રીતે અહીં, દરેક પગના જમીન સાથેના સંપર્કનું નિરીક્ષણ કરો અને તેનાથી જાગૃત થાઓ. જો બીજા વિચારો કે સંવેદનો આવે, તો તેને આવવા દો. કોઈપણ વસ્તુને લક્ષ હટાવનાર તરીકે જોવાની નથી. જયારે બીજા વિચારો કે સંવેદનોનું નિરીક્ષણ પૂરું થાય, ત્યારે પાછા પગનું નિરીક્ષણ શરૂ કરો.