દુઃખ શા માટે ?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
સુખ એ એક વિકલ્પ છે

પ્ર. સ્વામીજી, દુઃખ એ શું છે ? શું દુઃખ જીવનમાં આવશ્યક છે ?
એક સુંદર બૌદ્ધસૂત્ર છે :
નહિ દુઃખ, નહિ કારણ, નહિ અંત.
દુઃખ ખરેખર શું છે ?
આપણામાંના મોટા ભાગના લોકો તેમના જીવનમાં ક્યારેક તો દુઃખમાંથી પસાર થયા જ હોય છે.
ધારો કે હું તમને પૂછું કે દુઃખી થવાનું તમે શા માટે પસંદ કર્યું ? શું દુઃખી થવાનું જરૂરી હતું ?
મારો આ પ્રશ્ન તમને ચોક્કસ મૂર્ખાઈભર્યો લાગશે !
સ્વામીજી, કોઈ દુઃખી થવાનું પસંદ કરે ખરું ? તમે મને એવો વળતો પ્રશ્ન પૂછશો.
દુઃખ થાય છે, બસ ! એ મારા હાથની વાત નથી.
પણ સત્ય એ છે કે દુઃખ એ એક વિકલ્પ છે !
દુઃખ એ જીવનની અવસ્થા નથી; મનની સ્થિતિ છે.
એ એક આંતરીક ઘટના છે; બાહ્ય ઘટના નથી. કેટલીક પરિસ્થિતિમાં તમને દુઃખ ન થાય એ બનવાજોગ છે.
પરંતુ તમે પરિસ્થિતિને કેવી રીતે લો છો તેના પર એ નિર્ભર કરે છે. તમારું દુઃખ સાચું નથી એમ કહેવું એ અયોગ્ય અને અસત્ય ઠરશે, કારણ કે તમારી યાતના સાચી અને અનિવારણીય હતી. દુઃખી ન થવાનો વિકલ્પ તમે તમારી જાતને ક્યારેય આપ્યો જ નહિ, કારણ કે તમને ખબર જ નહોતી કે તેનો વિકલ્પ છે ખરો.
પણ હવે આ એક પ્રશ્નને સભાનતાથી વિચારી જુઓ.
તમે ક્યારે દુઃખી થાઓ છો ?
બીમાર પડો છો ત્યારે ? કે તમારા પાડોશીને ત્યાં નવી કાર આવે છે ત્યારે ? કે બીજાને ખાતર તમારો પ્રેમી કે મિત્ર તમને છોડી દે ત્યારે ?
ધારો કે તમે એક વાર મનમાં ગાંઠ વાળી કે કોઈ પણ જાતના ગુસ્સા કે ખીજ વિના મારે આ તમામ ઘટનાઓને સ્વીકારી લેવી છે તોપછી તમને દુઃખ લાગશે ?
તમારા પાડોશીએ નવી ગાડી લીધી એ વાત દુઃખદાયક નથી.
કોઈ નિકટની વ્યક્તિ વિદાય લે એ પળ ખરેખર દુઃખદાયક છે અને એ પ્રસંગને તમે ટાળી ન શકો.
પરંતુ એ ક્ષણનો સ્વીકાર કરીને તમે તમારા દુઃખને ઓછું જરૂર કરી શકો. દુઃખ એ હંમેશાં હંમેશાં વર્તમાનના વિરોધમાંથી જન્મે છે, માટે તમે યાતનાનો વિરોધ કરવાનો મૂકી દેશો તો યાતના નાશ પામી જશે !
એક માણસ બીજા માળની બારીએથી પડી ગયો અને ચમત્કારિક રીતે બચી ગયો. હૉસ્પિટલમાં તેને જોવા તેનો એક મિત્ર આવ્યો. શું પડવાથી બહુ પીડા થઈ ? મિત્રે વિનમ્રતાથી પૂછ્યું. અરે, પડવામાં કાંઈ જ પીડા નથી થઈ; પીડા તો જમીનનો સ્પર્શ થતાં થઈ, પેલાએ જવાબમાં કહ્યું.
જ્યાં સુધી તમે વહેતાં પૂરમાં રહો ત્યાં સુધી તમને દુઃખ નથી, સહેજે દુઃખ નથી. જે ક્ષણે તમે તમારા વિચારોને અને ધારણાઓને જીવનના માર્ગમાં વહેતાં મૂકશો એટલે એ વહેણમાં અવરોધો ઊભા થશે તેમ તમે દુઃખમાંથી છટકવા માટે બચાવનો પ્રયત્ન કરશો તો તમે એ દુઃખની ઘટના કરતાં પણ વધારે દુખી થશો.
મૃત્યુનો જ દાખલો લો ! મૃત્યુ એક ઘટના તરીકે તમને એક જ વાર દુઃખ પહોંચાડે છે પણ મૃત્યુનો ભય આખી જિંદગી તમારો પીછો કરે છે. મૃત્યુથી સતત ભાગવાનો પ્રયત્ન તમને મૃત્યુ કરતાં પણ વધારે દુઃખી કરે છે. દુઃખ ભાગ્યેજ અકસ્માત કે જીવલેણ રોગ જેવી બહુ મોટી ઘટનાથી ઉત્પન્ન થાય છે. જીવનમાં મોટા ભાગનાં દુઃખો રોજરોજના નાનામોટા ઝઘડા અને સંઘર્ષમાંથી જન્મે છે.
કેટલાંય ઘરોમાં ત્રીસત્રીસ વર્ષનાં લગ્ન પછી પણ પતિ અને પત્ની એ જ નાનીમોટી વાત પર દરરોજ ઝઘડતા જોવા મળે છે ! નથી તેઓ પોતાનું વર્તન બદલી શકતાં કે નથી તેઓ એકબીજાનાં વર્તનને સાંખી કે સ્વીકારી શકતાં. આનું જ નામ છે સંસાર. તમારી પોતાની રહેણીકરણી તમને કેટલું દુઃખ આપે છે તે તમે જાણતા નથી કે તમે તેને વશમાં રાખી શકતા નથી.
ભાવનાત્મક રીતે બીજા લોકો પાસેથી કે બાહ્ય પ્રસંગોમાં વધારે પડતી અપેક્ષા રાખવાથી દુઃખ થાય છે, પણ બીજા પર તમારો અંકુશ કેટલો ?
તમે જ તમારા પ્રેરણાસ્રોત બનો. તમારાં સુખને બીજાને ત્યાં ગીરવી ન મૂકો. એક વાત યાદ રાખો કે તમારા પોતાના સુખ માટે તમે જ સો ટકા જવાબદાર છો. તમારી મૂક સંમતિ વિના કોઈ વ્યક્તિ કે વસ્તુ તમને દુખી કરી શકે નહિ ! તમને પ્રેરણા આપવા માટે આ કેવળ ઠાલા શબ્દો નથી. આ એક સીધુંસાદુ સત્ય છે.
તમારા પોતાના અનુભવોને જોવાની આદત પાડવાનો પ્રયત્ન કરો. અમુક પરિસ્થિતિમાં તમને કોણ દુખી કરે છે અને તે બાબતે તમે કાંઈ કરી શકો છો ? જો કરી શકતા હો તો કરો.
જો પરિસ્થિતિ તમારી અંકુશ બહાર હોય તો આ બેમાંથી કોઈ એક પ્રતિક્રિયા આપી શકો. (અ.) તમારી જાતને દુઃખી થવા દો. (બ.) પરિસ્થિતિને સ્વીકારી તમારા જીવન સાથે સાનુકૂળ થઈ જાઓ.
પસંદગી તમારી છે !
એક નાનકડી વાર્તા :
શ્રી રામકૃષ્ણ જીવનનાં અંતિમ વર્ષોમાં કૅન્સરથી પીડાતા હતા. તેમ છતાં તેમનું સામાન્ય જીવન યથાવત હતું શારીરિક દૃષ્ટિએ રોગ સાથે રોજની લડત હતી પણ ગુરુના અંતરમાં શાંતિ હતી.
એક દિવસ એક શિષ્યે તેમને લાગણીથી પૂછ્યું,
આ રીતે તમારા ચહેરા પર સ્મિત કેવી રીતે આવી શકે છે ? આટલાં બધાં દુઃખને તમે કઈ રીતે સહન કરી શકો છો ? કેવું દુઃખ ? શ્રી રામકૃષ્ણે તેને વળતો પ્રશ્ન પૂછ્યો. દુઃખ છે પણ દુઃખનું અનુસંધાન નથી; દુઃખની પીડા નથી. દુઃખમુક્ત હોવું એનો અર્થ દુઃખ છે જ નહિ એમ નથી. આજ સુધી કૅન્સર માટે, ભૂખમરા માટે કે ફર્નિચર સાથે તમારો અંગૂઠો ન અથડાય એ માટે કોઈ ઉપાય શોધાયો નથી. દુઃખની તમારા પર અસર ન થવા દેવી કે દુઃખને કોઈ પ્રતિભાવ ન આપવો એમાં સ્વતંત્રતા રહેલી છે. તમે મને પૂછો છો - શું દુઃખ જરૂરી છે ? હા, અમુક રીતે. કારણ કે જીવનવિકાસ માટે દુઃખ એક અસરકારક ઉદ્દીપકનું કામ કરે છે. જેમ છોડ ઊગે કે ખીલે તે પહેલાં બીજમાંથી ફણગો ફૂટે છે તેમ તીવ્ર દુઃખ તમારા અહંકારને છિન્નભિન્ન કરી નાખે છે અને ઈશ્વર સમક્ષ તમને ખુલ્લા મૂકી દે છે. ચીલાચાલુ વિચારો છિન્નભિન્ન થઈ જાય પછી વસ્તુને યથાવતા જોવાનું તમે શરૂ કરો છો; વસ્તુને તેના સાચા સ્વરૂપમાં જોવાની શરૂઆત કરો છો. દુઃખ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે. દુઃખ તમારો ઉપયોગ કરે તે પહેલાં દુઃખનો ઉપયોગ કેમ કરવો તેમાં સાચી પરિપક્વતા રહેલી છે. એક નાનકડી વાર્તા : એક જ્ઞાની અને એક સામાન્ય માણસ અમાસના અંધારામાં રસ્તો કાપી રહ્યા હતા. અચાનક આકાશમાં વીજળીનો ઝબકાર થયો. પેલો સામાન્ય માણસ તો ભયથી ધ્રૂજવા માંડ્યો. આંધી ! તેનું મન અસમંજસમાં પડી ગયું. આગળ ચાલું કે આંધી શમી જાય ત્યાં સુધી સલામત જગ્યા શોધી રોકાઈ જાઉં ? તેને મનમાં વિચાર આવ્યો કે હું આજે બહાર ન નીકળ્યો હોત તો સારું થાત. પોતાને મૂર્ખ અને કમનસીબ કહીને શાપ વરસાવવા લાગ્યો. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ દુઃખમાં માથાબૂડ ડૂબી ગયો ! બીજી બાજુ જ્ઞાનીએ વીજળીના ઝબકારમાં રસ્તાને સ્પષ્ટ રીતે જોઈ લીધો. હવે તેને ખાતરી થઈ ગઈ કે તે યોગ્ય દિશામાં જ આગળ વધી રહ્યો છે. આ મદદ માટે તેણે વીજળીનો આભાર માન્યો, કારણ કે તે વીજળીના પ્રકાશમાં માર્ગને સારી રીતે જોઈ શક્યો અને તે માર્ગે આગળ ચાલી શક્યો.
દુઃખ પણ વીજળીના ઝબકાર જેવું જ છે. તેના અસ્તિત્વ પર તમારો કોઈ અંકુશ નથી પણ તેનાથી દુઃખી થવું કે તેમાંથી કંઈક શીખવું એ તમારા પર નિર્ભર છે.
તમે દુઃખને માણો છો ?
દુઃખની પાછળ એક અત્યંત ઊંડું રહસ્ય છૂપાયેલું છે : તમે દુઃખને માણી શકો છો. માંદા પડવું એ પણ સુખનું કારણ બની શકે. જો માંદગી દ્વારા તમે શરીરની કાળજી અને ધ્યાન લેતાં થાઓ તો !
એક નાનકડી વાર્તા :
એક માણસ એક બહુ મોટી કંપનીમાં કામ કરતો હતો. દરરોજ બપોરના ભોજન માટે તે એક જ વાનગી લઈ આવતો. દરરોજ તે ફરિયાદ કરતો કે આ વાનગી તેને સહેજ પણ ભાવતી નથી. તેના મિત્રો તેની સાથે આ વાનગી દરરોજ ખાતા હતા. રોજ તેની ફરિયાદ સાંભળી તેના દુઃખ પર દયા ખાઈને તેના મિત્રોએ આખરે તેને સલાહ આપી કે તારી ભાવતી વાનગી બનાવે એમ તારી પત્નીને કેમ નથી કહેતો ? આ વાનગી તને નથી ભાવતી તેની જાણ તારી પત્નીને નથી ?
શું, પત્ની ? તે માણસે આશ્ચર્યથી જવાબ આપ્યો.
હું તો કુંવારો છું અને મારું ખાવાનું હું પોતે જ બનાવું છું
આવી કેટલીય ફરિયાદો તમે સૂક્ષ્મ રીતે કર્યા કરતા હો છો. એની ખબર તમને ક્યારેય હોય છે ? અન્યની સહાનુભૂતિ મેળવવા તમે જાણીબુઝીને તમારાં માટે દુઃખ ઊભું કરો છો. દા. ત. કોઈની સાથે ઝઘડો થયો હોય ત્યારે તેનો બદલો લેવા તમે જમ્યા વગર ચાલી નીકળો છો.
તમારી જાતનું પરીક્ષણ કરો. શા માટે પોતાને કે બીજાને દુઃખ આપવામાં તમને આનંદ આવે છે?
શું દુઃખ આપ્યા વિના આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો જ નથી ? તમારી જરૂરિયાતને સંતોષવા કોઈ સકારાત્મક માર્ગ છે ? હોય તો જાણી રાખો - આ છે પ્રથમ પગલું
‘અહીં’ અને ‘વર્તમાન’ એ બંનેનો સંપૂર્ણપણે સ્વીકાર આ છે બીજું પગલું
સ્વીકાર સાથે જાગૃતિ. - દુઃખમાંથી બહાર નીકળવાનો આ જ એક માર્ગ છે.
તમારી પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે કોઈ પગલાં લેવાની જરૂર જ નથી એમ હું કહેવા નથી માગતો.
જરૂરી તમામ પગલાં લો પણ પરિસ્થિતિને તમારા પર હાવી થવા ન દો.
પ્રતિક્રિયા નહિ - ફક્ત ક્રિયા જ.

જીવનનો મૂળ સ્રોત એક જ છે ?
આપણે સૌ ગૂઢ રીતે
એકબીજાથી જોડાયેલા છીએ ?
અ-મન સ્થિતિ જેવી કોઈ ખરેખર વસ્તુ છે ખરી ?
(અમેરિકન ન્યૂરોલોજીસ્ટોએ સ્વામીજીની વિજ્ઞાનને પડકારરૂપ ન્યૂરોલોજીકલ સિસ્ટમ અંગે કરેલ સંશોધનનો અહેવાલ)

માનવજાતિ માટે જે વિષયનું શાશ્વત મૂલ્ય છે એ વિષય અંગે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સદીઓથી ગજગ્રાહ ચાલી રહ્યો છે.
અધ્યાત્મ ગુરુઓ એમ કહે છે કે અ-મનની સ્થિતિ એ એક સાચી ઘટના છે. એ સ્થિતિનો સંપૂર્ણ સાક્ષાત્કાર એ જીવનનું પરમ લક્ષ્ય છે. વિજ્ઞાનસમાજ કોઈ પણ જાતના નક્કર પુરાવા આ વાત સ્વીકારવા તૈયાર ન થાય એ તદ્દન સ્વાભાવિક વાત છે.
આપણી સદીમાં પહેલી વાર વિજ્ઞાને નક્કર તબીબી પુરાવા સાથે સુપરનોર્મલ અને પેરાનોર્મલ બાબતોમાં ઊંડા ઊતરી એક આશાસ્પદ ચાવી શોધી છે. જે સિદ્ધિ સામાન્ય મનુષ્ય માટે દીવાસ્વપ્ન જેવી જણાય તે સિદ્ધિનાં આશીર્વાદ આધ્યાત્મિક રીતે ઉન્નત વ્યક્તિમાં છે તે આ ચાવી વડે જાણી શકાય છે.
માર્ચ, ૨૦૦૪ માં જીવનના આ અતિ આવશ્યક પ્રશ્નોના જવાબ શોધવાની આશા સાથે આ ઓકલેહોમ (અમેરિકા) ના ટોચના ન્યૂરોલોજીસ્ટની એક ટીમે સ્વામીજીની વિજ્ઞાનને પડકારરૂપ ન્યૂરોલોજી સિસ્ટમ પર પથદર્શક અને વ્યાપક વૈજ્ઞાનિક સંશોધન કર્યું. ટીમનો પ્રાથમિક સંશોધન અહેવાલ પછીના પાના પર આપવામાં આવ્યો છે. આ અહેવાલનું મહત્ત્વ કેવળ વિશ્વના તબીબી પરિવાર માટે જ નહિ, પણ (આપણામાંની દરેક વ્યક્તિના મનમાં ઊઠતા એ જ સવાલોકોણ માને છે છતાં નથી માનતા, કોણ જાણે છે છતાં નથી જાણતા ?) સમગ્ર માનવજાતિ માટે તેમજ આ માર્ગહીન માર્ગ અર્થાત્ સૃષ્ટિ પરના સાહસિક સહપ્રવાસીઓ માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.
A Mind Matters Column™ યોગીનું મન
- આર. મુરલી કૃષ્ણ, એમ. ડી. અધ્યક્ષ : સીઓઓ, ઈન્ટેગ્રીસ મૅન્ટલ હેલ્થ ઍન્ડ જેમ્સ એલ. હૉલ, જુનિયર સેન્ટર ફૉર માઈન્ડ, બોડી ઍન્ડ સ્પિરિટ

મન એની વિશેષ મહત્તા છે.
પરમહંસ શ્રી નિત્યાનંદ સ્વામી - ખભા સુધી લાંબા કાળા વાળ, સ્વસ્થ અને સુઘડ, દેખાવડા અને વિનમ્ર, અતિશય જિજ્ઞાસા અને ખુલ્લી કિતાબ જેવી રહેણીકરણી - આ યુવાન કોઈ સામાન્ય અમેરિકન કૉલેજ વિદ્યાર્થી જેવા જ લાગે. ફરક એટલો કે અમેરિકન કૉલેજ વિદ્યાર્થી ભગવા વસ્ત્ર અને પાઘ ધારણ ન કરે, તેણે આધ્યાત્મિક સાક્ષાત્કાર કર્યો ન હોય અને વિશ્વના ખૂણેખૂણે અસંખ્ય લોકો તેને ગુરુ, યોગી અને દિવ્ય ઉપચારક તરીકે પૂજતા ન હોય !
યોગી ? યોગી શબ્દ સ્વામી માટે એકદમ સુસંગત છે. પ્રચલિત સંસ્કૃતિ જણાવે છે કે યોગીઓને ઈશ્વર સાથે સીધો સંબંધ હોય છે. કોઈ અકળ કે અપરિમિત સાધન દ્વારા યોગીઓ પરમ સત્ કે સત્યમાં ઊંડા ઉતરી શકે છે. યોગી નામ જીભ પર લો એટલે એક પ્રસન્ન, ઉન્નત વિચારો અને આંતર્પ્રજ્ઞાથી સજ્જ વ્યક્તિની છબી મનમાં તરત ઉપસી આવે. યોગીના સાન્નિધ્યમાં શાંતિ મળે છે અને લોકોના ઈલાજ થાય છે.
આ છે દક્ષિણ ભારતના ૨૭ વર્ષના એક સ્વામીનું યથોચિત વર્ણન. તબીબી સારવારથી સાજા થઈ શક્યા ન હોય એવા હજારો લોકો દર વર્ષે બિમારી અને તકલીફમાં રાહત અને શાંતિ મેળવવા તેમની પાસે આવે છે. સ્વામીનો પૂર્વાશ્રમ તેમને એક યોગીની શાન આપે તેવો છે. તેમણે કિશોરવયે ગૃહત્યાગ કર્યો, ભારતભરના આશ્રમોની મુલાકાત લીધી, તત્વજ્ઞાનમાં નિમગ્ન થયા, વિપુલ વાંચન કર્યું અને ધ્યાનની કળામાં પારંગત થયા.
તાજેતરમાં વિશ્વયાત્રા દરમિયાન તેઓ ઑકલેહૉમ શહેરમાં આવ્યા. તે વખતે મેં
તેમને પૂછ્યું, આધુનિક તબીબી વિજ્ઞાનની કેટલીક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મારે તમારી ધ્યાનાવસ્થા દરમિયાન તમારા મગજનું નિરીક્ષણ કરવું છે. તે માટે મને સંમતિ આપશો ? મારો મુખ્ય ઉદ્દેશ હતો : યોગાવસ્થાને સમજવી, તેનું મૂલ્યમાપ કરવું અને એ અવસ્થા દરમિયાન જે કાંઈ બને તેનાં રહસ્યને પ્રગટ કરવું. સ્વામીજીના મતે “ધ્યાનને વૈજ્ઞાનિક આધાર છે.” તેથી તેમણે મને રાજી થઈને એ માટે સંમતિ આપી.
ઑકલેહોમ શહેરના સર્વશ્રેષ્ઠ અને અનુભવી ડૉક્ટરો, ન્યૂરોલોજીસ્ટો અને સંશોધકોની એક ટીમે આ કામ હાથ ધર્યું. જિમ થોર્પે રિહેબિલિટેશન સેંટર ન્યૂરોસાઈકોલોજી વિભાગના ડૉક્ટરો ફૉરડાઈસ, રૂવે અને હિગ્ગીસ તેમજ ઑકલેહોમના પેટ સેંટરના ડૉક્ટર ચેકોએ સ્વામીની ધ્યાનપ્રક્રિયાની સંપૂર્ણ દેખરેખનું કામ સંભાળ્યું. સામાન્ય રીતે દર્દીઓ પર વાપરવામાં આવતી ટેકનોલોજીનો ઉપયોગ આ ડૉક્ટરોએ સ્વામી પર કર્યો હતો. એ ટેકનોલોજીથી મેળવેલા ફોટાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી તેઓ જાણી શકે છે કે દર્દી સામાન્ય છે કે અસામાન્ય.
સ્વામીજીનું પરીક્ષણ કર્યા પછી શું પરિણામો આવ્યાં ? નિર્ણાયત્મકરૂપે સામાન્ય નહિ !
મગજની પ્રવૃત્તિનું ચિત્રિકરણ :
સ્વામીજીના મગજનું સૌથી પહેલું ચિત્ર (ફોટા દ્વારા નિરીક્ષણ) અમે પોસિટ્રોન એમિસન ટોમોગ્રાફી (પેટ) ની પદ્ધતિથી મેળવ્યું. ક્ષ-કિરણો, સીટી સ્કેન કે એમઆરઆઈ જેવી ચીલાચાલુ ચિકિત્સા ટેકનિક દ્વારા શરીરના આવશ્યક ભાગ કે શરીરરચનાના ફોટા આપણને મળે છે, પણ તેના કરતાં પેટ એ તદ્દન અલગ ટેકનિક છે. એ ટેકનિક આપણને કોષોની રાસાયણિક પ્રક્રિયા દ્વારા થતી મગજની કામગીરીના ફોટા પાડે છે. આ ટેકનિકમાં સૌથી પહેલાં રેડિયોએક્ટિવ પેટ ટ્રેસર પર ગ્લુકોઝનો એક પદાર્થ ચોંટાડવામાં આવે છે. ત્યારપછી પેટસ્કેનર રાસાયણિક રીતે સક્રિય
મગજના વિસ્તારના ઈચ્છે ત્યારે ફોટા પાડે છે. ધ્યાનની પ્રાથમિક અવસ્થા, જાગૃત અને સજાગ અવસ્થા અને ગાઢ સમાધિ અવસ્થા દરમિયાન સ્વામીના મગજના સૌથી સક્રિય વિસ્તારને આ પદ્ધતિ દ્વારા શોધી કાઢવાનો હતો.
પેટસ્કેન ટેસ્ટના પરિણામો ચોંકાવનારાં હતાં. સ્વામીના મગજના અગ્રભાગમાં પ્રવૃત્તિ સાર્થક રીતે વધારે પ્રમાણમાં હતી અને તે પણ ધ્યાનની પ્રાથમિક અવસ્થા દરમિયાન. આ પ્રવૃત્તિનું સ્તર કોઈ પણ સ્થિતિમાં સામાન્ય માણસનું હોય તેના કરતાં અનેકગણું વધારે હતું. એક વાત યાદ રાખીએ કે મગજનો અગ્રભાગ બુદ્ધિ, ધ્યાન, ડહાપણ અને નિર્ણય સાથે સંકળાયેલો છે.
હવે અમે સ્વામીને ધ્યાનના ઊંડાણમાં જવાનું કહ્યું તો અમને બે વધારે નોંધનીય પરિણામો મળ્યાં
એક, સ્વામીના મગજનો વર્ચસ્વ ધરાવતો ગોળાર્ધ ૯૦% વધારે બંધ હતો. જાણે બાંધીચીંધીને એ ભાગ વેકેશન ગાળવા ગયો ન હોય ! એ વિસ્તાર મૌન અને સ્થિર, સંપૂર્ણ શાંતિમય......
આ સ્થિતિ સ્વામીએ સ્વેચ્છાથી કે સંકલ્પથી નિર્માણ કરી હતી. સ્વામીના ઊંડા ધ્યાનનું બીજું આશ્ચર્યજનક પાસું એ હતું કે મગજના મધ્ય અગ્ર વિસ્તારનો નીચલો ભાગ પૂર્ણ રીતે પ્રકાશમાન જોવા મળ્યો. આ વિસ્તારને આપણે 'ત્રીજા નેત્ર' ના ગૂઢ પ્રતિષ્ઠિત સ્થાન સાથે સરખાવી શકાય.
પછીથી અમે સ્વામીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મગજનો એ વિસ્તાર પ્રકાશમાન હતો ત્યારે તેઓ 'ત્રીજું નેત્ર' ખોલી રહ્યા હતા.
આંતરિક અને વૈશ્વિક જ્ઞાન સાથે સંકળાયેલા તેમજ સ્પષ્ટતા અને શાંતિનું સ્થાન ગણાતા 'ત્રીજા નેત્ર' ને કેટલાય લોકો આત્માનું સ્થાન ગણે છે. આત્મા અને સૃષ્ટિનાં રહસ્યોમાં ઊંડા ઉતરવા માટે એ વિસ્તારને ખોલી શકાય છે. ઊંડી ધ્યાનાવસ્થા દરમિયાન ઈશ્વર સાથે વાતચીત કરવા માટે આ સ્થાન મહત્ત્વનું છે. શું અમને પરિણામ દ્વારા આ હકીકત છે એ સંકેત આપવામાં આવ્યો હતો?
પેટસ્કેન દ્વારા મગજનો જે વિસ્તાર અમારી સમક્ષ પ્રગટ થયો તેને હું ‘ડી-સ્પૉટ’ કહું છું. ‘ડી’ નો અર્થ ડિલાઈટ (આનંદ), ધ ડિવાઈન (દિવ્ય ઈશ્વર) કે ડોપામાઈન (એક રસાયણ જેના દ્વારા શરીરમાં સુખનો અનુભવ થાય છે.) એવો અર્થ તમે કરી શકો. આ સમગ્ર પ્રક્રિયાનો પ્રાથમિક સંકેત એ હતો કે ધ્યાનથી આ વિસ્તારને ઉદ્દીપ્ત કરી શકાય છે.
મગજના તરંગોને માપીએ :
સ્વામીના મગજનું નિરીક્ષણ કરવા માટે અમે બીજી એક પદ્ધતિનો ઉપયોગ કર્યો તે પદ્ધતિ ક્વોન્ટિટેટીવ ઈલેક્ટ્રોએન્સિફેલોગ્રાફી કે QEEG તરીકે ઓળખાય છે. મગજની વિદ્યુતકીય પૅટર્નના કદ માપવાનું કામ આ QEEG પદ્ધતિ કરે છે. સામાન્ય રીતે મગજની વિદ્યુતકીય પૅટર્નને મગજના તરંગ કે મોજાં કહીએ છીએ.
મગજના તરંગોની ચાર પ્રકારની લંબાઈ છે. દરેક તરંગની ઝડપ જુદી જુદી હોય છે અને તે મનની જુદી જુદી સ્થિતિ સાથે જોડાયેલા હોય છે. દા. ત. બેટા મગજતરંગો કદમાં નાના અને ઝડપી હોય છે. તે મનની જાગ્રત અને સભાન સ્થિતિ સાથે સંકળાયેલા છે. આલ્ફા મગજતરંગો કદમાં મોટા અને તેની ઝડપ ધીમી હોય છે. તેનો સંબંધ શ્રેય અને કલ્યાણની ભાવના સાથે છે. થેટા તરંગોનો સંબંધ નિદ્રાની નજીકની જાગ્રત અવસ્થા સાથે છે. આ અવસ્થા કોઈ પણ પ્રકારના સક્રિય વિચાર વિનાની, શાંત અને ગંભીર છે.
દિવસ દરમિયાન મોટા ભાગના લોકો ચારે પ્રકારના મગજના તરંગોનો અનુભવ કરે છે પણ એક લંબાઈમાંથી બીજામાં સરળતાથી જવું એ તેમના વશમાં હોતું નથી.
QEEG પદ્ધતિથી અમે જોઈ શક્યા કે મગજના તરંગો પર સ્વામીનું સંપૂર્ણ નિયંત્રણ છે. ઊંડા ધ્યાનમાં તેમનું મગજ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં સરળતાથી બદલાતું જાય છે. જાણે કોઈ કુશળ પિયાનોવાદક પિયોનોની ચાવી સરળતાથી ફેરવતો ન હોય ! ન કોઈ આનાકાની, ન કોઈ પીછેહઠ, બસ એક તરંગમાંથી બીજા તરંગમાં સતત વહેતો રસાળ પ્રવાહ ! QEEG રંગની જેમ મગજના તરંગોની લંબાઈ દર્શાવે છે. મેઘધનુષ્યની અંદર એક રંગ પરથી બીજા રંગ પર સ્વામીજી જાણે તરતાં હોય એવું અમે જોયું.
નિર્ણયો :
મગજ એ શરીરનું સૌથી જટિલ અંગ છે. તેમાં ૧૦૦ બિલિયન કરતાં પણ વધારે ન્યૂરોન છે. પ્રત્યેક ન્યૂરોન આશરે દસ હજાર અન્ય ન્યૂરોન સાથે રાસાયણિક અને વિદ્યુતકીય વાતચીત કરતા હોય છે. તેની માહિતી પહોંચાડવાની ક્ષમતા આશ્ચર્યજનક છે.
એક વાત અહીં નોંધનીય છે કે મગજની આ જટિલતા સ્વામીને તેમની મગજની પ્રવૃત્તિની આડે આવી શકતી નથી. સ્વામીનું મન (તેમના વિચારો, ભાવનાઓ અને બુદ્ધિ) તેમના મગજનું નિયંત્રણ કરે છે. તેઓ તેમના મગજની કામગીરી અને તેમના મગજના તરંગોને પાણીના રેલાની જેમ આસાનીથી બદલી શકે છે.યોગીના મનની અંદર અમે જે પ્રવાસ કર્યો તેનાથી સવાલોના જવાબો આપવાને બદલે કેટલાક પેચીદા પ્રશ્નો વધુ અભ્યાસ માટે ઊભા થયા.
લોકોના જીવનમાં શાંતિ અને સંતુલન લાવવા માટે એવી કોઈ ટેકનિક છે જે આપણે શીખી શકીએ અને શીખવાડી પણ શકીએ ?
કોઈ વિશિષ્ટ તાલીમ દ્વારા શું આપણે ઉપચારને ઝડપી બનાવી શકીએ અથવા ઉપચાર માટે યોગ્ય પ્રતિભાવ આપવામાં શું તે તાલીમ મદદરૂપ થઈ શકે ? શું એવી કોઈ ટેકનિક છે જે શીખીને આપણે આપણાં દુઃખને વશમાં રાખી શકીએ અને રોગના ક્રમને બદલી શકીએ ? જેને હું ડી-સ્પૉટ કહું છું તેને કાર્યાન્વિત કરી આપણે દિવ્યતા અને આનંદનો તત્કાળ અનુભવ કરી શકીએ ?
સ્વામીના મગજના અભ્યાસનાં આ પરિણામો મગજ અંગેનાં સંશોધનની વિશ્વ કિતાબમાં નવાં પૃષ્ઠો ઉમેરે છે. શરીરનો ઈલાજ કરવા માટે માનવમન એક વિકલ્પ છે એ સંકેતો આપણને મળતાં જ રહે છે. હવે આ ઉપચાર ક્ષમતા જે માનવજાતિ માટે અત્યંત લાભકારક છે તેને લોકો સમજે અને તેને શીખે એ આપણે જોવાનું છે. હૃદયરોગ, કૅન્સર, આર્થરાઈટિસ, મદ્યપાન અને આવા કેટલાય રોગોને આ ઉપચાર ક્ષમતાથી વધતાં અટકાવી શકાય છે અથવા તેનું પ્રમાણ ઓછું કરી શકાય છે. હવે એ વાત આપણે સમજતાં થયા છીએ.
સ્વામી એ ગૂઢવાદના અદૃશ્ય, પ્રાચીન વિશ્વ અને વિજ્ઞાન તેમજ શોધખોળનાં દૃશ્યમાન, આધુનિક વિશ્વ એ બંને વિશ્વ વચ્ચેનો એક સેતુ છે. મગજ વિશેનું સંશોધન વ્યાપક સ્તરે ચાલુ છે અને વિશેષ અભ્યાસ અર્થે ગૂઢવાદ વિષયને આપણે વિજ્ઞાનના ક્ષેત્રે સાર્થક રીતે લાવી શક્યા છીએ. તેથી આશા અને સ્વાસ્થ્યના માર્ગે ઝડપી પ્રગતિ થઈ રહી છે.
★★★★
OFFERINGS FROM DHYANAPEETAM
TITLES IN ENGLISH :
The Formless in Form A pictorial biography of Swamiji
The Gossip Of Nithyananda A collection of Swamiji's most memorable quotes
A Small Story... Swamiji's best-loved parables
The Many Moods of Swamiji Swamiji captured on camera
From Pain to Bliss Insights from Swamiji
From Worrying to Wondering Insights from Swamiji
Question + Swamiji = Answer! Your questions answered
The Simple Truth, Straightaway! A public address by Swamiji
Is Spirituality relevant in our time? A frank talk with the press
Om Mani Padme Hum 27 ways to approach the Master
Discovering Love Insights from Swamiji
Open the door... let the breeze in! Swamiji's practical guide to joyful living
Ananda Healing : Your shortcut to God! An introduction to healing initiation
A Garland of Memories Devotees' reminiscences of time spent with Swamiji
Voices of Gratitude Testimonials about healing miracles
Nithyasmaran A printed collection of devotional songs
Meditation is for you! An introduction to the science and art of meditation
Six Days to Total Transformation
Uncommon answers to common questions
TITLES IN TAMIL :
Nithyananda : Oru Arimugam
Nandri! Nandri! Nandri! [Testimonials]
Arivu Anubhavam Anubhooti
Yein Pada Poojai?
Pada Poojayin Mahatvam
ધ્યાનપીઠમ્ માં ઉપલબ્ધ સામગ્રીઓ
ઑડિયો કેસેટસ, ઑડિયો અને વીડિયો સીડી :
● સ્વામીની વાતો
● મંત્ર (નામજાપ ઉપચાર માટે)
● સંગીત
ધ્યાન અને નિત્ય ઉપયોગમાં આવતી સામગ્રી :
● લાલ સુખડની માળા
● સ્વામીજીની છબીવાળા પેન્ડન્ટસ
● રૂદ્રાક્ષ પેન્ડન્ટસ
● બ્રેસલેટસ
● વીંટી
● ઘડિયાળ
● વિભૂતિ (પવિત્ર ભસ્મ)
● કુમકુમ
● ટી શર્ટસ અને સાડી
● ફોટાઓ
● ટેબલક્લોક
● કી ચેઈન
● યંત્ર
● ધ્યાન માટે આસન
● ચેન્ટિંગ બૉક્સ
● કેલેન્ડર
વિશેષ માહિતી માટે સંપર્ક કરો : www.dhyanapeetam.org
ઉપચાર અને ધ્યાનના અભ્યાસક્રમો :
આનંદ સ્ફૂરણ કાર્યક્રમ (ASP- Anand Spuran Program) :
ઉપચાર અને ધ્યાનની બે દિવસની શિબિર : અસરકારક ધ્યાન ટેકનિક દ્વારા શરીરના સાત મુખ્ય ચક્રોને વિશુદ્ધ કરી કાર્યાન્વિત કરવા અંગેનો કાર્યક્રમ.
આનંદ ધ્યાન યોગ :
વિશેષ સંતોષકારક, તણાવમુક્ત અને આનંદમય જીવનમાર્ગનો પરિચય. વ્યવહારિક ધ્યાન ટેકનિક દ્વારા રોજિંદી જીવનશૈલીનો અધ્યાત્મ સાથે સુમેળ કરવા માટે સ્વામીજી પાસે અંગત તાલીમ પામેલા આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન.
શક્તિ સ્ફૂરણ કાર્યક્રમ (SSP - Shakti Spurana Program) :
પ્રવેશ ધોરણે એક દિવસની ધ્યાનશિબિર. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો પરિચય. દરેક શરીરની શક્તિને રોજિંદા જીવનમાં કામે લગાડવા અંગે માર્ગદર્શન.
નિત્યાનંદ સ્ફૂરણ કાર્યક્રમ (NSP- Nityanand Spurana Program) :
વિશિષ્ટ અભ્યાસ ધોરણે ચાર દિવસનો સ્વામીજી દ્વારા સંચાલિત અભ્યાસક્રમ. ASP અભ્યાસ કર્યો હોય તે જ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. ઊંડાણપૂર્વકના ધ્યાનસત્રમાં સાતે પ્રકારના શરીરનો વ્યવહારુ પરિચય.
ઉપચારકની દીક્ષા :
જેમણે ઓછામાં ઓછા બે ASP (અથવા એક NSP) અભ્યાસક્રમ કર્યા હોય એવા ચુનંદા નિષ્ઠાવાન સાધકો માટે આ ખાસ કાર્યક્રમ છે. આનંદ ઉપચારની પદ્ધતિ માટે સ્વામીજી તેમને અંગત રીતે દીક્ષા આપે છે, તૈયારી કરાવે છે. માઈગ્રેનથી કૅન્સર સુધીના રોગો સ્વામીજીની ઉપચારક શક્તિથી સારા થઈ ગયા છે. એ માટે સ્વામીજીને સહાયક થવા માટેની આ વિશિષ્ટ તાલીમ છે.

પરમહંસ શ્રી નિત્યાનંદ સ્વામી
શું તમે પોતાને સાંભળો છો ? કામ પરથી પાછા ફરો ત્યારે દરવાજો ધડ દઈને બંધ કરો છો તે અવાજ તમને સંભળાય છે ? ફિલ્મ જોઈને પાછા ફરો ત્યારે પણ એ જ વર્તન ? ધડ અવાજ એ તમારી નોકરીની પરિસ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે, પણ એ પરિસ્થિતિને તમે કેવી રીતે બદલી શકો ?
- સ્વામીજી
સ્વામીજી : વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનો સેતુ
" અમે સ્વામીજીને ધ્યાનના ઊંડાણમાં જવાનું કહ્યું... (અને અમે જોયું) સ્વામીના મગજનો ૯૦ % કરતાં વધારે ભાગ બંધ હતો ! એ મૌન અને સ્થિર, સંપૂર્ણ શાંતિમય.... અને સ્વામીજીએ એ સ્થિતિ સંકલ્પથી નિર્માણ કરી હતી."
સ્વામીજીના QEEG ફોટા દ્વારા અમે જોઈ શક્યા કે મગજના તરંગો પર સ્વામીનું સંપૂર્ણ નિયંત્રણ છે. ઊંડા ધ્યાનમાં, તેમના મગજને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એક કુશળ પિયાનોવાદક પિયાનોની ચાવી સરળતાથી ફેરવે તેમ બદલતા હતા. QEEG રંગની જેમ મગજના તરંગોની લંબાઈ દર્શાવે છે. મેઘધનુષ્યની અંદર એક રંગ પરથી બીજા રંગ પર સ્વામીજી જાણે તરતાં હોય એવું અમે જોયું !
સ્વામીજીના મગજના અગ્રભાગમાં ચાલતી પ્રવૃત્તિનું સ્તર....કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય માણસમાં હોય તેના કરતાં અનેકગણું વધારે હતું મગજનો અગ્રભાગ બુદ્ધિ, ધ્યાન, જ્ઞાન અને નિર્ણયની કામગીરી સાથે જોડાયેલો છે.
"સ્વામીજી એ ગૂઢવાદના અદૃશ્ય, પ્રાચીન વિશ્વ અને વિજ્ઞાન તથા શોધખોળના દશ્યમાન, આધુનિક વિશ્વ એ બંને વચ્ચેનો એક સેતુ છે."
(ઓંકલેહોમ, અમેરિકાના ન્યૂરોલોજીસ્ટની ટીમે રજૂ કરેલ ‘સ્વામીની વિજ્ઞાનને પડકારરૂપ ન્યૂરોલોજીકલ સિસ્ટમ અંગેના સંશોધન અહેવાલમાંથી ઉદ્ધત)
ધ્યાનપીઠમ્
(ધ્યાનપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ) નિત્યાનંદપુરી, કાલાગોપનહલ્લી, મૈસુર રૉડ, બિડાડી - ૫૬૨૧૦૯, જિ. બેંગલોર, કર્ણાટક, ભારત આશ્રમ : +૯૧-૮૦-૭૨૮૮૦૩૩/૪ સેક્રેટરી : ૩૭૮૦૩૪૪૪ સીટી સેંટર : ૯૧-૮૦-૫૬૬૯૧૮૪૪, ૫૬૭૦૩૪૪૪ email : [email protected] www.dhyanapeetam.org