KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/પ્રકરણ - ૨: અરુણાચલ : આધ્યાત્મિક સંરક્ષણ કક્ષSign in
કૃતજાતામાં (Krutajatanmam)

પ્રકરણ - ૨: અરુણાચલ : આધ્યાત્મિક સંરક્ષણ કક્ષ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

‘અક્ષરા મનામાલાઇ’ ગીતમાં મહાન એન્લાઈટેન્ડ માસ્ટર, ભગવાન રમણ મહર્ષિ અરૂણાચલ વિષે ગાય છે કે દિવ્ય પહાડ શિવની શક્તિનું સ્વરૂપ છે.

હે અરૂણાચલ ! મને કહે આપણાં બે ની વચ્ચે કોણ વધારે જ્ઞાની છે ? હું મારી જાતને તને સમર્પિત કરું છું. કોઈપણ જાતની ભૌતિક ઉપલબ્ધ વગર અથવા સ્વર્ગીય મૂલ્ય અને દિવ્ય વળતર રૂપે હું તને મેળવું છું. !

જેવી રીતે પાણીમાં બરફ ઓગળી જાય છે, એવી રીતે તું મને તારા સ્વરૂપમાં જે શુદ્ધ સ્વરૂપ છે તેમાં ઓગાળી દે.

અરૂણાચલની પૌરાણિક કથા : શિવ વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચેના વિખવાદનું નિરાકરણ કરે છે.

તિરૂવન્નામલાઈ નામનું નાનું શહેર, દક્ષિણ ભારતમાં તામીલનાડુ રાજ્યમાં આવેલું છે.

શુદ્ધ તામીલમાં તેને ‘થીરૂ અન્ના મલાઈ’ કહેવાય છે, જેનો મતલબ છે ‘પૂજ્ય આદરભાવ ધરાવતો અગમ્ય પહાડ’. આ શહેરને આવું નામ ઊંચા અને પ્રચંડ પહાડ, વધારે મધ્યમ કદનાં ટેકરા પર સ્થિત હોવાને કારણે નહીં પરંતુ તેનો આધ્યાત્મિક સૂચિતાર્થ છે કે આ જગ્યા આધ્યાત્મિક શોધખોળ કરનારાઓ માટે માન્યતા પ્રાપ્ત હતી એટલે આપવામાં આવ્યું છે સમગ્ર શહેર પહાડ અને ‘ગિરિવલમ’ આસપાસ વિકસ્યું છે. આ પહાડની આસપાસ પગપાળા પરિક્રમા કરવી એ પવિત્ર કાર્ય છે અને આધ્યાત્મિક મૂલ્ય વર્ધક છે.

સંસ્કૃતમાં આ પહાડને અરૂણાચલ કહેવાય છે. જેનો અર્થ થાય છે ‘પ્રભાતનો અચલ તારો’, સાદા નામમાં ‘લાલ પહાડ’ કહેવાય છે. શક્ય છે કે તેના માંથી કોણ વધારે મહાન છે, તેની ચર્ચામાં 'હિંદુ ધર્મના દિવ્ય દેવ મંડળમાં ત્રણ ભગવાનની એક ત્રિમૂર્તિમાં બ્રહ્મા અને વિષ્ણુ બે છે' તેઓ બન્ને આનો ઉકેલ લાવી શકતા નહોતા. ત્રિમૂર્તિમાંના ત્રીજા નવસર્જન કરનાર - શિવ સિવાય આ લડાઈનો ઉકેલ કોઈ લાવી શકે તેમ ન હતું.

આ બન્ને સામે શિવ તેમના વિશ્વસ્વરૂપે-બ્રહ્માંડીય સ્વરૂપે-ઉપસ્થિત થયા; પ્રકાશનાં પૂંજ રૂપે પ્રગટ થયા. પૂંજના બે છેડા તેમનું માથું અને પગ હતાં જે દેખાતા નહોતા. તેમણે બન્નેની સામે જોયું અને કહ્યું: તમારા બેમાંથી જે કોઈપણ મારા બંન્ને છેડા શોધી કાઢશે તે તમારામાંથી મહાન ગણાશે.

બ્રહ્માએ હંસનું સ્વરૂપ ધર્યું અને શિવના મસ્તક તરફ ઉડયા અને વિષ્ણુએ ભૂંડનું રૂપ ધારણ કર્યું શિવના પગ શોધવા માટે પૃથ્વીમાં દર કોતરવા લાગ્યા. એમણે ઘણાં બધા યુગો સુધી શોધખોળ કરી. અનંત પ્રયાસો પછી વિષ્ણુને લાગ્યું કે તેઓ જે શોધે છે તેમાં સફળ નહીં થાય એટલે તેમણે શિવ સમક્ષ પોતાનો અહમ્ સમર્પિત કરી દેવાનું નક્કી કર્યું. તેમણે શિવને કહ્યું કે દિવ્ય સ્વરૂપની મર્યાદા શોધવાનો ઘમંડ ભર્યો પ્રયત્ન કરવા બદલ ક્ષમા કરી દો. શિવે તેમની પ્રામાણિકતા બદલ આશીર્વાદ આપ્યાં. બ્રહ્મા તેમની નિષ્ફળતા સ્વીકારી શક્યા નહીં. ઉપર તરફ ઉડતી વખતે તેમણે એક ફૂલને નીચે પડતા જોયું અને ફૂલને પૂછ્યું કે તું ક્યાંથી આવી રહ્યું છે. ફૂલે કહ્યું કે તે શિવના કાન પાછળથી પડી નીચે આવી રહ્યું છે. બ્રહ્માએ પૂછ્યું. ‘તું કેટલા સમયથી મુસાફરી કરી રહ્યું છે ?' ફૂલે જવાબ આપ્યો, ‘હું બ્રહ્માના ચાર યુગોથી નીચે પડી રહ્યું છું !' બ્રહ્મા અચંબામાં પડી ગયા અને તેમને ભાન થયું કે શિવનું મસ્તક શોધી કાઢવાની કોઈ આશા નથી, પરંતુ હજુ પણ તેઓ પોતાની હાર સ્વીકારવા તૈયાર નહોતા.

બ્રહ્માએ નક્કી કર્યું કે તેઓ શિવને તેમના કાન પાછળથી ફૂલ મળ્યું છે,

સૂચિતાર્થ શિવ થાય છે. સત્ય એ છે કે, લીંગ, સર્જન અને નવસર્જનની ક્રિયા દર્શાવે છે. જે જન્મ, મરણ અને પુનર્જન્મનું વર્તુળ છે. માટે લીંગ સ્ત્રી અને પુરુષને એક સૂત્રીત કરે છે. તે શિવ અને શક્તિ, કુદરત અને શક્તિને અભિવ્યક્ત કરે છે.

શિલ્પ સ્વરૂપમાં લીંગ પુરુષ અને સ્ત્રીના જનનાંગોનું, ત્રિમૂર્તિના બીજા બે રૂપો સર્જક બ્રહ્મા અને પાલન કરનાર વિષ્ણુની ગુપ્ત એકસૂત્રતાનું સંયોગીકરણ છે. અમુક જગ્યાઓમાં લીંગ સ્વરૂપમાં શિવને પ્રકાશ અથવા અગ્નિ જેવી અનંત શક્તિ તરીકે જોવામાં આવે છે.

તિરૂવન્નામલાઈમાં આવેલ અરૂણાચલેશ્વરનું મંદિર ભારતનું શિવનું સૌથી મોટું મંદિર છે. તે દક્ષિણ ભારતમાં આવેલ પાંચ પવિત્ર લીંગોમાંનું એક છે. અહીં શિવની અગ્નિ તત્વ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, પંચમહાભૂતના એક તત્વરૂપે - આ પાંચ મૂળભૂત અનંત તત્વો છે: પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ. બીજા શિવ મંદિરોમાં તેમની પૂજા વિવિધ રૂપે થાય છે; આકાશ સ્વરૂપે ચિદામ્બરમ્, હવા રૂપે કાલાહસ્તી, પૃથ્વીરૂપે કાંચીપુરમ અને પાણી રૂપે તિરૂવન્નાઈક્કવલ. એવું પણ માનવામાં આવે છે કે અહીં અરૂણાચલમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે શિવ તેમના અર્ધાંગીની પાર્વતી સામે પ્રકાશના પૂંજ રૂપે પ્રગટ થયા અને પાર્વતીએ તેમને પોતાની સાથે જોડાઈને એક થઈ જવા માટે પ્રાર્થના કરી.

તામીલમાં લગભગ ૭ મી સદીમાં તામીલ સંત થીરૂજ્ઞાના સામ્બન્દાર દ્વારા અરૂણાચલનું મંદિર કવિના સ્વરૂપે ગવાઈ રહ્યું છે. અને એવું માનવામાં આવે છે કે તેનું અસ્તિત્વ ઘણાં સમય પહેલાંથી હતું. તે ત્રણ શિલ્પ શૈલીઓનું સંયોજન છે.

અંદરનું પવિત્ર સ્થળ અને પ્રાંગણ ૯મી સદીના ચોલા સજાની શૈલીમાં બાંધવામાં આવ્યા છે. ૧૧મી સદીના ચોલા રાજાઓએ તેમાં વધારાના પ્રકારા (પ્રાંગણ) અને ગોપુરમ્ (પ્રવેશ ટાવર) ઉમેર્યા હતા. જેમાં સાથે ભવ્ય કોતરણી કરાવી હતી. ત્રીજું પ્રકારા (પ્રાંગણ) અને ભવ્ય ૧૪ માળનો મિનારો ૧૫ સદીની વિજયનગરમ્ શૈલીમાંથી લીધા છે, જે રાજા ક્રીષ્ણદેવરાયે શરૂ કરી હતી. પછીના સમયમાં તેમાં ઘણાં વધારા કરવામાં આવ્યા હતા તેમાં (સાત પ્રાંગણ છે), જે મૂળ ચોલા બાંધકામ શૈલી સાથે સંપૂર્ણ સંવાદીતામાં છે. જે મંદિરને દ્રાવિડીયન બાંધકામ શૈલીમાં સૌથી સુંદર નમૂના તરીકે સ્થાપિત કરે છે.

ભારતના દક્ષિણ ભાગોમાં શહેરી આયોજનની પરંપરાગત શૈલીમાં, મંદિર મુખ્ય કેન્દ્ર હોય છે. જેમ કે પશ્ચિમમાં જૂના શહેરોમાં ચર્ચ અને નવા શહેરોમાં ટાઉન હોલ હોય છે. મંદિરો નકશામાં હંમેશા મોટેભાગે ચોરસ અથવા સમચોરસ આકારમાં બીજા ઘણાં ચોરસો અને સમચોરસોને એકબીજાના આધાર તરીકે કદ પ્રમાણે ગોઠવીને બનાવેલાં હતા. દક્ષિણ ભારતમાંના ઘણાં મોટા મંદિરો ઘણાં એકરોમાં ફેલાયેલા છે, તિરૂવન્નામલાઈનું મંદિર લગભગ ૨૦ એકરમાં ફેલાયેલું છે.

મંદિરના મધ્યભાગમાં મુખ્ય દેવ અથવા દેવીનું પવિત્ર સ્થાનક હોય છે, જેને ગર્ભગૃહ કહેવામાં આવે છે. દરેક મંદિરોને ઊંચી દિવાલો, ચારેય બાજુએ ઊંચા મિનારા હોય છે અને વિશાળ ખુલ્લા રસ્તાઓ હોય છે. જે મંદિરની ચારે બાજુએ સીમાઓ બનાવતા હોય છે. જેમ જેમ શહેર વિકસતું ગયું તેમ તેમ આ ચારેય મુખ્ય રસ્તાઓની આસપાસ વધતું ગયું. ફરીથી સમાંતર માર્ગો, ચોરસની અંદર ચોરસ, જેવી રીતે ન્યુયોર્કનું આયોજન ફરતાં જાળાંની ઢબથી થયું છે.

અમારામાંના અમુકને ૨૦૦૫ના ડિસેમ્બરમાં જે દિવસે હિંદુ વૈદિક કેલેન્ડર મુજબ નિત્યાનંદનો જન્મ દિવસ આવે છે, તે નિમિત્તે તેમની સાથે તિરૂવન્નામાલાઈની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. વહેલી સવારે જ્યારે શહેર હજુ જાગવાની તૈયારી કરી રહ્યું હતું એ સમયે અમે મંદિરની આસપાસ પરિક્રમા કરી હતી. માસ્ટરે હિંદુ પરંપરા મુજબ પવિત્ર સ્થાનોમાં પગરખાં પહેરીને ન જવું જોઈએ એવું કહ્યું હતું, એટલે અમે માસ્ટરની હાજરીમાં એ પવિત્ર સ્થાનની પવિત્રતામાં સૂર્યસ્નાનનો આનંદ ખુલ્લા પગે માણ્યો હતો. એ દિવસે અમને જીંદગીમાં ભાગ્યે જ મળે એવી તક માસ્ટર સાથે મંદિરમાં ગાળવા મળી હતી. જ્યાં તેઓ ઉછર્યા હતા અને જે જગ્યાને તેઓ ખૂબ જ ચાહતા હતા.

અરુણાચલના જીવંત માસ્ટર: ભગવાન શ્રી રમણ મહર્ષિ

વર્તમાન સમયમાં તિરૂવન્નામલાઈ, મહાન સંતોમાંના એક અને આધુનિક ભારતના એન્લાઈટેન્ડ માસ્ટર ભગવાનશ્રી રમણ મહર્ષિના સંદર્ભમાં ખૂબ જાણીતું છે. રમણ જ્યારે સોળ વરસના હતા ત્યારે અહીં આવ્યા હતા અને પોતાના સ્થૂળ દેહના અંત સુધી પવિત્ર અરુણાચલની હાજરીમાં જ જીવ્યા હતા. મૌન સંત તરીકે જાણીતા રમણ એન્લાઈટેન્મેન્ટના સંદેશનું આદાન પ્રદાન સ્વ-તપાસની પદ્ધતિથી કરતા હતા. માટે તેમણે ક્યારેય અરૂણાચલથી બહાર પરિભ્રમણ કર્યું નહોતું અને ખૂબ જ ઓછું બોલ્યા છે, તેમના કૃપાળુ અને ચમત્કારિક વ્યક્તિત્વ સાથે નિર્મળ શક્તિનો પ્રવાહ પ્રસર્યા કરતો હતો, જે હજારો લોકોને તિરૂવન્ના મલાઈ તરફ ખેંચી લાવતો હતો.

જેવી રીતે ક્લીનીકલ ઇન્ક્યુબેટર નવજાત બાળકનું રક્ષણ કરે છે, તેવી જ રીતે આ એન્લાઈટેન્ડ હસ્તીઓને આધ્યાત્મિક ઢાલની જરૂર પડે છે. જેથી કોઈપણ ભંગાણ પાડનારી બાબતોથી બચીને તેમની ઉચ્ચ સ્થિતિ સુધી વિકસી શકે. આ ઈન્ક્યુબેટર ખાત્રી આપે છે કે તેમાં આત્મા, શક્ય એટલી માનવીય લાક્ષણિકતાઓ વગર શુધ્ધતાની નજીક રહી શકે છે. જેથી એન્લાઈટેન્ડ હસ્તી તેના માનવીય સ્વરૂપમાં રહી શકે અને છતાં પણ તેની શુદ્ધ ગુણવત્તા પણ જાળવી શકે. અરુણાચલ એન્લાઈટેન્ડ હસ્તીઓ માટે આવું ઈન્ક્યુબેટર બનીને સેવા આપે છે, જેથી તેઓ પૃથ્વી પર અવતરી શકે.

રામકૃષ્ણ પરમ હંસ કહે છે, ‘સેંકડો માખીઓ ગાય ઉપર આખો દિવસ ટોળે વળે છે. પરંતુ એ માત્ર તેનું લોહી જ પીવે છે; જ્યારે વાછરડું કદાચ દિવસમાં બે જ વખત આવે છે અને સીધું જ માતાના આંચળોને વળગે છે અને દૂધ પીવે છે અને પાછું વળી જાય છે.’ એન્લાઈટેન્ડ માસ્ટરો પેલા વાછરડાં જેવા છે, જે અરુણાચલમાં રહેલા આધ્યાત્મિક દૂધને પીવા માટે આવે છે.

તિરૂવન્નામલાઈએ વારંવાર એન્લાઈટેન્ડ માસ્ટરોને જન્મ આપ્યો છે. જેમણે દુનિયાના લાખો આધ્યાત્મિક શોધખોળ કરનારાઓના જીવનને સ્પર્શ્યા છે અને તેમનું રૂપાંતરણ કર્યું છે.

એન્લાઈટેન્ડ માસ્ટરોને શા માટે દફનાવવામાં આવે છે, તેમનો અગ્નિ સંસ્કાર કેમ કરવામાં આવતો નથી.

અરૂણાચલ આધ્યાત્મિક મનોમંથન કરનાર રહ્યો છે. જેણે હજારો વર્ષોથી ઘણાં એન્લાઈટેન્ડ માસ્ટરોને પોષણ આપ્યું છે. તેની પાસે ભગવાન શિવનું પોતાનું જ પ્રતિનિધિત્વ કરનાર મહાન એન્લાઈટેન્ડ માસ્ટર અરુણાગિરી જેમાં શુદ્ધિ કરણની વિધિઓ સામેલ હતી, તે પ્રક્રિયા શબમાં રહેલી યાદોને દૂર કરવાની ચોકસાઈ હતી. આવી ક્રિયાઓની ગેરહાજરીમાં, જે લાંબો સમય અનુસરવામાં ના આવી હોય, તો શરીર જમીનમાં કોહવાઈને ઓગળી ગયા પછી પણ યાદો રહી જવાની શક્યતાઓ છે. આ અગોચર યાદોની હાજરીને કોઈ ભૂતો અથવા પ્રેતાત્માઓ તરીકે ઓળખાવે છે. અમુક લોકોની લાગણીઓ, જેઓ આ અગોચર સંવેદનો તરફ વધારે લાગણીશીલ હોય તેમની અનુભૂતિ સાચી હોય છે; તેમનો અનુભવ ભ્રમ નથી હોતો. આપણે માનીએ કે ના માનીએ, સમજીએ કે ના સમજીએ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ, આપણા મૃત્યુ પછી પણ યાદો બચી જાય છે અને લાંબા સમય સુધી રહે છે.

એન્લાઇટેન્ડ માસ્ટરોના કિસ્સાઓમાં તેમની યાદો ખૂબ જ શક્તિશાળી હોય છે અને મૂલ્યવર્ધક હોય છે. તેઓ તેમની પાછળ તેમનાં શરીરમાં શક્તિનો પ્રચંડ જથ્થો છોડી જાય છે. હિંદુઓ માને છે કે તેમના શરીરને જીવસમાધી કહેવાતા જીવંત ખાડામાં યોગ્ય સ્થિતિઓમાં દફનાવવામાં આવે તો તે એન્લાઇટેન્ડ માસ્ટરની આ શક્તિને સંગ્રહી રાખે છે. મહાન માસ્ટરોની જીવસમાધિ બેસુમાર શક્તિશાળી હોય છે; તે શુદ્ધ શક્તિ છે; તે ન્યુક્લીઅર રિએક્ટર બરાબર છે. નિત્યાનંદ કહે છે કે તેમના વ્યક્તિગત અનુભવમાં તેમણે માસ્ટરોની આવી પાંચ જીવસમાધિઓ જોઈ છે કે જેઓ હમણાં સુધી ભારતમાં જીવતા હતાં. મંત્રાલયમાં રાઘવેન્દ્ર સ્વામી, શીરડીમાં સાંઈબાબા, તિરૂવન્નામલાઈમાં ભગવાન રમણ મહર્ષિ, નેરૂરમાં સદાશિવ બ્રહ્મેન્દ્ર અને યુએસએના લાસ એન્જલસની નજીકમાં પરમહંસ યોગાનંદ. નથી, કારણ કે તે બધાં જ એક સરખાં વસ્ત્રો ધારણ કરે છે ! અહીં વસતા માસ્ટરોની સાદાઈની આ મહાનતા છે.

આ ભવ્યમંદિર તેના લોકોને હિંદુધર્મની ઓળખ, તેની દિવાલો અને શિખરો પર આ મંદિર અને શહેરની આસપાસ બનેલી ધાર્મિક વાર્તાઓ અને પૌરાણિક કથાઓની કોતરણી દ્વારા કરાવે છે. અરુણાચલ ટેકરી સતત શક્તિના તરંગો પ્રવાહિત કરે છે અને આધ્યાત્મિક પરિપૂર્ણતા પૂરા પાડે છે. જીવંત માસ્ટરો, જે અહીં હંમેશા હાજર હોય છે તેઓ મંદિર અને ટેકરી વચ્ચેના સેતુ જેવા છે.

ભીતરી વિજ્ઞાનનો સિધ્ધાંત, તેનું અમલીકરણ અને તેનો અમલ કરનાર વિજ્ઞાનીઓ - આ ત્રણેય બાબતો અહીં એક જ સમય અને જગ્યાએ બને છે ! ટેકરી ભીતરી વિજ્ઞાનના સિધ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે - શાસ્ત્રો અથવા પવિત્ર ગ્રંથો આ જ્ઞાન પુરું પાડે છે. મંદિર તેના અમલનું પ્રતિનિધિત્વ કરે છે - સ્તોત્ર અથવા ભક્તિગીતો જે ભગવાનના ગુણગાન ગાય છે તે તેમની લાગણીઓને અનુસરે છે તેમને ભક્તિભાવ તરફ વાળે છે. જીવંત માસ્ટરો વૈજ્ઞાનિકો છે જે સૂત્ર ઉપલબ્ધ કરાવે છે અથવા અર્થસભર સુવાક્યોના સ્વરૂપે રહસ્યમય પધ્ધતિઓ આપે છે, જે સીધી જ મૂળભૂત ‘સ્વ’ ના સ્તરે કામ કરે છે; તેઓ એવા વૈજ્ઞાનિકો છે, જેઓ આપણને સિધ્ધાંતો પાછળના ડહાપણની સમજણ સુધી દોરી જાય છે, એવું સમયાતીતજ્ઞાન જેનો અરૂણાચલ ટેકરીમાં ભંડાર ભરેલો છે તે આપણને એવા માર્ગે દોરી જાય છે જે માર્ગ જે પોતે જ દિવ્ય અસ્તિત્વ છે એવા અરૂણાચલેશ્વરની ભક્તિનો માર્ગ. પ્રાણીઓ-જળચર અને ભૂચરનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો વરાહ અવતાર છે. જંગલી સૂવરનો અવતાર જે સસ્તન પ્રાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ચોથો છે. નરસિંહાવતાર - અર્ધમનુષ્ય અને અર્ધસિંહનું સ્વરૂપ, જે માનવ સ્વરૂપમાં અડધે પહોંચ્યાની નિશાનીરૂપે છે. પાંચમો અવતાર છે, વામન અવતાર. બાકીના પાંચઅવતારે માનવ સ્વરૂપે છે. પરશુરામ (સામાજિક ઝુંબેશ ઉપાડનાર), રામ (નૈતિક મર્યાદા પુરુષ), કૃષ્ણા (સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતના), અને બુદ્ધ (એવા માસ્ટર જેમણે આધ્યાત્મિકતાને સામાન્ય જગત સુધી પહોંચાડી) દસમો અવતાર કલ્કી, તે વિનાશક યોદ્ધો હશે અને સમયનો નવો યુગ શરૂ થવા માટે અવકાશનું સર્જન કરશે, જે હવે પછી પૃથ્વી પર આવશે.

જે અવતારોએ માનવ સ્વરૂપોમાં અવતાર લીધો છે તેમાંથી ભગવાન કૃષ્ણને સંપૂર્ણ અવતાર અથવા પૂર્ણાવતાર રૂપે સ્વીકારવામાં આવે છે. તેને ભગવદ્ ગીતાનાં કહેનાર તરીકે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. હિંદુઓ, મહાભારતને પાંચમા વેદ તરીકે સ્વીકારે છે, જે ચાર વેદો - એન્લાઈટેન્ડ ઋષિઓએ કહેલ જ્ઞાનના પુસ્તકોથી પર છે. ભગવદ્ ગીતા, જે મહાભારતનો ભાગ છે, તે ભગવાન કૃષ્ણા અથવા શ્રેષ્ઠ ચેતનામય શક્તિ અને પાંડવપુત્ર અર્જુન, જેને કૃષ્ણ પોતાનો મિત્ર અને શિષ્ય માને છે, તેમની વચ્ચેનો સંવાદ છે. આ સંવાદમાં કૃષ્ણ, અર્જુનને તેના દુનિયાદારીની દ્વિધાઓના પ્રશ્નોના ઉત્તરરૂપે ભગવદ્ગીતા સંભળાવે છે.

અર્જુન રણભૂમિની વચ્ચે દ્વિધામાં મુકાયો હતો, જ્યાં તેને તેના પિતરાઈ ભાઈઓ સગાઓ અને ગુરુઓ સામે વિનાશક યુદ્ધ કરવાનું હતું. અર્જુન સંશયમાં હતો કે જેને ચાહે છે અને માન આપે છે તેમની સામે લડવું કે હાર સ્વીકારી લઈને શરણાગતિ માંગવી અને દૂર ચાલ્યા જવું. કૃષ્ણ તેને શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ તે સમજાવે છે. કૃષ્ણનો અર્જુન યુગ લાખો વરસોનો છે. (આપણે અત્યારે કલિયુગમાં છીએ - આ વર્તુળના ચોથા ભાગમાં)

અવતારોનો ખ્યાલ હિંદુ પુરાણોની આસ્થાનો ભાગ છે, અને આપણી પાસે બુદ્ધ સિવાય બીજા કોઈ માટે મજબૂત ઐતિહાસિક પુરાવાઓ નથી. કૃષ્ણ અને પરશુરામ ૫૦૦૦ વરસ પહેલાં દ્વાપર યુગમાં જીવ્યા હતા એવું ધારવામાં આવે છે અને રામ ઘણાં વહેલાં ત્રેતા યુગમાં જીવ્યા હતા એવું મનાય છે. તેમ છતાં એવા બીજા ઘણાં મહાન આત્માઓ છે, જેમના માટે ઐતિહાસિક સાબિતીઓ છે અને હિંદુ માન્યતા પ્રણાલીમાં અવતારો તરીકે પૂજવામાં આવે છે. નજીકના સમયમાં જૈનધર્મની સ્થાપના કરનાર મહાવીર, હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપનાર અને ‘અદ્વૈત’ના ખ્યાલની ચર્ચા કરનાર આદિ શંકરાચાર્ય, ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ સંત ચૈતન્ય મહાપ્રભુ, નજીકના સમય પહેલાં જ કલકત્તાની બાજુમાં રહેનાર અને જેમના શિષ્ય વિવેકાનંદ જેમણે તેમનો સંદેશો દરિયાપાર ફેલાવ્યો એવા એન્લાઈટેન્ડ માસ્ટર રામ કૃષ્ણ પરમહંસ, શિરડીના સાંઈબાબા જે મૂળ મુસ્લિમ હતાં, પરંતુ મુસ્લિમો અને હિંદુઓ એક સરખી રીતે તેમને પૂજે છે, અને આપણે આ પુસ્તકમાં અગાઉ જેમના વિષે વાત કરી તે તિરૂવન્નામલાઈના ભગવાન રમણ મહર્ષિ વગેરે બીજા ઘણાં અવતારો ભારતમાં પૂજાય છે.

રામકૃષ્ણા પરમહંસ આપણને આ વાર્તા કહે છે;

ત્રણ માણસો આમતેમ રખડતા રખડતા એક ઊંચી દિવાલથી ઘેરાયેલા બગીચા પાસે પહોંચ્યા. તેમાંના એક જણે કૂદકો માર્યો અને ઘણાં બધા ફળોવાળા ઝાડોનો બગીચો જોયો. તે કોઈપણ ધમાલ કર્યા વગર ફળોનો આનંદ લેવા માટે અંદર કૂદી પડ્યો. તેણે જે જોયું હતું એ તેના મિત્રોને કરુણા, અને દરેક લોકો પોતાની ભીતરમાં છુપાયેલી દિવ્યતા નિહાળી શકે એ માટેની કરુણા.

દરેક પેઢીઓમાં પૃથ્વી ઉપર અવતારો થયા છે અને તેમણે પોતે જે દિવ્ય આનંદનો સતત અનુભવ કર્યો છે તેની વહેંચણી કરી છે. તેમનું મિશન બીજા લોકો આવી જ દિવ્ય આનંદની સ્થિતિએ પહોંચી શકે તેમાં બીજા લોકોને મદદ કરવાનું હોય છે. આ એવી અનંત અને બિનશરતી કરુણા છે જે બીજી હસ્તીઓમાંથી અલગ અવતરે છે અને આધ્યાત્મિક રીતે વિકસે છે.

નિત્યાનંદ સરળતાથી સમજાવે છે.

એક સફેદ બોર્ડ લો, તેની સફેદ પૃષ્ઠભૂમિ બ્રહ્માંડીય શક્તિ છે. તેના પર વાદળી રંગની માર્કર પેનથી વર્તુળો દોરો. આ વર્તુળો જીવંત વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે; તમે જે વાદળી લીટીઓ દોરી છે તે શરીરો છે. હવે વર્તુળને ભૂંસી નાંખો. મૃત્યુ વખતે બરાબર આવું જ બને છે. શરીર ભૂંસાઈ જાય છે અને આત્મા બ્રહ્માંડીય શક્તિમાં એકરૂપ થઈ જાય છે.

સામાન્ય માણસોમાં, તેમની ઈચ્છાઓ અને વાસનાઓ વર્તુળની અંદર આછી ઝાંય બનાવે છે. પછી આત્મા માટે પૃષ્ઠભૂમિમાં રહેલી શક્તિમાં એકરૂપ થવું મુશ્કેલ બની જાય છે. મૃત્યુ સમયે શરીર છોડી રહેલા આત્મા પાસે તેની સાથે રહેલી વાસનાઓ અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાની ક્ષમતા છે. જેથી તેને બીજા શરીરની જરૂર પડે છે.

એન્લાઇટેન્ડ માસ્ટરોના કિસ્સામાં તેમને કોઈ ઈચ્છાઓ હોતી નથી; તેઓ અ-મનની સ્થિતિમાં હોય છે; તેમને વાસનાઓ હોતી નથી. તેમનો આત્મા વાસનાઓની ઝાંય વગરનો હોય છે, જે બ્રહ્માંડીય શક્તિમાં સહજ રીતે હોય છે. તેમનું ધ્યેય બાકીની માનવ જાતને એ શીખવવાનું હોય છે કે દરેક માણસ દિવ્ય છે અને અમુક પ્રયાસો સાથે દરેક માણસ દુનિયાના બંધનોમાંથી મુક્ત થઈને દિવ્યતામાં એકરૂપ થઈ શકે છે. દરેક અવતારો આ અનુભવ અલગ અલગ રીતે વ્યક્ત કરે છે.

અવતારો ચમત્કારો કરનારા નથી : અતીન્દ્રિય આવાગમન અને શક્તિ વડે ઉપચાર વૈજ્ઞાનિક છે.

માનવ સ્વરૂપમાં દરેક જીવંત અવતારોને આપણી જેવા બધા જ મનુષ્યોની જેમ જ અસ્તિત્વના બધા જ ભૌતિક નિયમો પાળવાના હોય છે. કૃષ્ણની દિવ્યતાને આપણામાંના કોઈએ જોઈ નથી, છતાં તેનું દર્શન કરવું અને તેને સ્વીકારવી સહેલી છે. જ્યારે આપણે જીવંત અવતારની આસપાસ રહેતા હોઈએ છીએ, છતાં તેમનાં ભૌતિક પાસાંઓ આપણાંથી અલગ નથી હોતા, આપણે તેમને ખાતાં અને સૂતાં જોઈ શકીએ છીએ, તેથી ઘણાંના મનમાં તેમની દિવ્યતા વિષે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.

અવતારો માત્ર લોકોની શંકાના વાદળાં વિખેરવા અને તેમની આધ્યાત્મિક પ્રગતિની ઝડપ વધારવા માટે, ક્યારેક જ કહેવાતા ‘ચમત્કારો’નો ઉપયોગ કરતા હોય છે. આધ્યાત્મિક હસ્તીઓના કહેવાતા પરાક્રમોથી સરેરાશ માણસનું અંજાઈ જવું સરળ છે. ઘણી વખત આ પરાક્રમો માનવામાં ના આવે તેવા, અતાર્કિક અને કુદરતના બધા જાણીતા નિયમોથી વિરોધાભાસી લાગે છે, કારણ કે આપણે આવા પરાક્રમો પાછળ કામ કરી રહેલા અગોચર નિયમોને જાણતા હોતા નથી. એટલે આપણે તેને દિવ્ય હસ્તીઓએ કરેલા કામોનું ચમત્કારો તરીકે વર્ગીકરણ કરવાનું વલણ ધરાવીએ છીએ. કુદરતમાં ક્યાંય પણ ચમત્કાર નથી, આ ચમત્કારો એવા કુદરતી નિયમોથી કામ કરે છે જે હજુ આપણા વૈજ્ઞાનિકો શોધી કે સમજી શક્યા નથી. અલબત્ત

સંદિગ્ધ વસ્તુ નથી જેને મગજમાં અમુક જગ્યાએ શોધી શકાય, એ જીવન બળ છે જે સમગ્ર શરીરમાં ફેલાયેલું છે. આપણા શરીરનો દરેક ભાગ મન જ છે. મન અને શરીર બન્ને અલગ અલગ બાબતો નથી, તેને મન-શરીર તરીકે સમજવું જોઈએ. આ જ્યારે સમજાઈ જાય છે, ત્યારે આધ્યાત્મિક અથવા શક્તિ વડે ઉપચાર થતો જોઈ અને તેમાં શંકા કરનાર ઘણાં લોકો તેમાં માનવાનું શરૂ કરી દે છે. એક યા બીજી રીતે બધી જ બીમારીઓ મનો-શારીરિક હોય છે, તેને મન-શરીરની સિસ્ટમમાં લાગેલા લાગણીજન્ય કે શારિરીક આઘાતોથી થયેલા શક્તિના અવરોધ અને ખલેલને શોધી શકાય છે. માટે જ મનનો ઉપચાર કરવાથી મનોશારીરિક બિમારીને દૂર કરી શકાય છે. આપણે સમજીએ છીએ કે શરીરની જેમ મન પદાર્થ નથી, તે શક્તિ છે. શરીર અને મનને શક્તિ અને પદાર્થની જેમ એકબીજામાં ફેરવી શકાય છે, હકીકતમાં એ બન્ને એક જ છે. બિમાર વ્યક્તિને મનની શક્તિથી સારવાર આપીને સાજી કરવાની વાત અવૈજ્ઞાનિક લાગે છે કારણ કે આ સત્ય હજી સમજાયેલું નથી. જો આપણે અત્યારના આધુનિક વિજ્ઞાનના લાભોને અનુસરીશું તો આ પ્રક્રિયા કેટલી વૈજ્ઞાનિક છે તે જરૂર સમજી શકીશું.

‘ધ બાયોલોજી ઓફ બિલિફ’ નામના તેમના માર્ગદર્શક પુસ્તકમાં ડૉ.બ્રુસ લિપ્ટન તેમના એક કોષીય સ્તર પરના અનુભવોનું સરળ અને સ્પષ્ટ વર્ણન કરે છે. આ પુસ્તકમાં કોષોના બંધારણ વડે થતા મનોશારીરિક વર્તનને સમજાવે છે. એક કોષ સાથેના સાદા પ્રયોગ દ્વારા બતાવે છે કે તે પોષક તત્ત્વોથી કેવી રીતે આકર્ષાય છે. જેથી તે તેની જાતે જ વૃદ્ધિની રીત-ભાતમાં આવી જાય અને ઝેરી તત્ત્વોથી કેવી રીતે પાછા હટી જાય છે, જેથી રક્ષણાત્મક સ્થિતિમાં આવી શકે. પછી તેઓ દર્શાવે છે કે કોષ એક જ સમયે વૃદ્ધિની સ્થિતિમાં અને રક્ષણાત્મક સ્થિતિમાં હોઈ શકે નહીં, તે બે માંથી કોઈપણ એકમાં જ રહી શકે છે. આ પાયાના વર્તનનો ઉપયોગ

માનવજાત કરી શકે તેમાં તેમને સહાયરૂપ થવા પર તેમનું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય છે. જે રીતે વૈજ્ઞાનિકો વિવિધ ઇન્દ્રિયગમ્ય ચીજોને ફરીથી ઉત્પાદિત કરવા માટે સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે, તેવી જ રીતે રહસ્યવાદીઓ ભીતરની દુનિયાના પોતાના અનુભવો ફરીથી કરવા માટેના સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે.

માસ્ટર આ સૂત્રોનો અમલ કરી શકે છે. માટે તેણે જે અનુભવ્યું હોય તેવું જ બીજા પણ અનુભવી શકે છે. જ્યારે અવતારો આવા અનુભવો સૂત્રો અથવા પધ્ધતિઓ વગર સીધા જ બીજા લોકોને કરાવી શકે છે. અવતારો તેમની દિવ્યતા માત્રથી લોકોને મુક્ત કરે છે.

હિંદુ પરંપરામાં યુગોથી મહાન માસ્ટરોએ આપણે દિવ્ય સ્વરૂપ નથી એવા ભ્રમમાંથી આપણને મુક્ત કરવા માટે વિવિધ રીતો અને પધ્ધતિઓ ઉજાગર કરી છે. એન્લાઇટેન્ડ માસ્ટર અને યોગ પધ્ધતિના પિતામહ મહર્ષિ પતંજલિએ પોતાના પુસ્તક 'યોગ સૂત્રો' માં, 'યોગ' અથવા વ્યક્તિનું દિવ્યતા સાથેના જોડાણ તરફ દોરી જતી આઠ પ્રક્રિયાઓનું સવિસ્તર વર્ણન કર્યું છે. આ આઠ પ્રક્રિયાઓ આ પ્રમાણે છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આધ્યાત્મિક ક્રાંતિમાટે હજારો વરસ પછી પણ આ પ્રક્રિયાઓ માન્ય છે. અમુક લોકો આજે જે આસનો અને પ્રાણાયામની જાણીતી પ્રક્રિયાઓ બાબતમાં જાગૃત થયા છે, તેનાં મૂળ પતંજલિની પ્રાચીન પધ્ધતિઓમાં છે.

બીજા મહાન માસ્ટરોએ અલગ રીતે સંપર્ક વ્યવહાર કર્યો છે અને ગાઢ ઐક્યની ભાવનાનો અનુભવ કર્યો છે. રામકૃષ્ણ પરમહંસે તેમના શિષ્યોને સ્પર્શથી એન્લાઇટ્મેન્ટથી દીક્ષીત કર્યા છે. રમણ મહર્ષિ એમના શિષ્યોને મૌન દ્વારા મુક્ત કરતા હતા. દિક્ષાની પ્રક્રિયા કે જેમાં માસ્ટરની દિવ્યતાનું

કહેવાય છે. પછી આવી વ્યક્તિ ક્યારેય જમીનને સ્પર્શ કરતી નથી; તેનો આત્મા દુનિયા દારીના જાળામાં ફસાય તે પહેલાં જ ઊંચે આકાશમાં વિહરવા લાગે છે. પરમહંસ જૂજ હસ્તીઓ જ હોય છે, જેમનું નિર્મળ ડહાપણ સખતમાં સખત કઠોર હૃદય અને મનને વીંધી નાંખે છે.

આવી હસ્તીઓમાં કુંડલિની શક્તિ હોય છે, જે બ્રહ્માંડીય શક્તિ છે. આ શક્તિ દરેક વ્યક્તિઓમાં મુલાધાર ચક્રમાં સંગ્રહાયેલી હોય છે અને વહ્યા કરતી હોય છે. પરમહંસોમાં આ શક્તિ બીજા સામાન્ય તરૂણોની જેમ ક્યારેય નીચે ઉતરતી નથી.

ચક્રો આપણા મન-શરીરની સિસ્ટમમાં આવેલાં છૂપાં શક્તિ કેન્દ્રો છે, જે આપણી લાગણીઓનું નિયમન કરે છે અને આવી રીતે આપણી ક્રિયાઓ ઉપર પ્રભાવ પાડે છે. આપણી અંદર સાત મુખ્ય ચક્રો હોય છે, તે કરોડરજ્જુના પાયામાં આવેલ મુલાધાર ચક્રથી શરૂ કરીને મસ્તકની ઉપર આવેલ સહસ્ત્રાર ચક્રસુધી આવેલાં હોય છે. સામાન્ય રીતે કુંડલિની શક્તિ, તરૂણાવસ્થા વખતે સંતાનોત્પત્તિની જરૂરીયાત માટેની ઈચ્છા પૂરી કરવા માટે જાતીય જાગૃતિ તરફ દોરી જાય છે. પરમહંસના કિસ્સાઓમાં, તરૂણાવસ્થા પહેલાં જ આધ્યાત્મિક જાગૃતિ પેદા થઈ જાય છે, જેથી કુંડલિની શક્તિ સ્થિરતા પૂર્વક નીચે તરફ વહેવાને બદલે ઉપર તરફ ખસે છે. જાતીય આનંદની ઈચ્છાની જગ્યા મુક્તિની પ્યાસ લઈ લે છે. પરમહંસમાં રહેલી શક્તિ શુધ્ધ, ભ્રષ્ટ થયા વગરની અને અસાધારણ હોય છે.

પરમહંસ એવા આત્મા છે, જેમણે જીંદગીની શરૂઆતમાં જ બ્રહ્માંડના અનંત અને સુપ્રીમ સત્યની અનુભૂતિ કરી લીધી હોય છે. તેમની જીંદગીનો હેતુ, આ સત્યને બાકીની માનવજાતમાં પ્રસારવાનો અને બીજા લોકોને તેની ઝાંખી કરાવવામાં મદદ કરવાનો હોય છે.

પરમહંસ એન્લાઈટેન્ડ હોવા છતાં તેમને સંઘર્ષ કરવાની જરૂર શા માટે પડે છે ?

પરમહંસો પહેલેથી અનુભૂતિ થયેલ હસ્તીઓ હોય છે, તેમ છતાં તેમણે તેમના એન્લાઈટેનમેન્ટની પહેલાં સંઘર્ષ અને ઉગ્ર તપસ્યા શા માટે કરવાં પડે છે ? નિત્યાનંદના જીવન સંદર્ભમાં આપણા મનમાં આવો જ પ્રશ્ન ઉદ્ભવે છે. જો તેઓ જન્મથી જ એન્લાઈટેન્ડ હતા, તો પછી તેમને આવી પગપાળા પરિભ્રમણ કરવું, નાનામાં નાના માપ જેટલો ખોરાક લેવો અને ઘણી કસોટીઓમાંથી પસાર થવા જેવી ઉગ્ર તપસ્યાઓ કરવાની શી જરૂર હતી ?

નિત્યાનંદ તેમના દ્રષ્ટિકોણથી કહે છે કે તેમને કશું જ સહન કરવું પડ્યું નથી ! બીજા લોકોને એવું લાગે છે કે મેં ખૂબ જ સહન કર્યું છે અને આપણને પણ તેની એન્લાઈટેનમેન્ટની પ્રક્રિયાને અતિશય મુશ્કેલી ભરી હોય તેવી દેખાય છે. આપણે સમજી લેવાની જરૂર છે કે અવતારો આ પૃથ્વી પર સંપૂર્ણ એન્લાઈટેન્ડ જ આવે છે. તેમનામાં તેમના વર્તનને વ્યાખ્યાયિત કરવા માટેનાં ગુણો હોતા નથી. આપણું જીવન જેનાથી દોરવાય છે, તે ત્રણ ગુણો હોય છે; ‘સત્ત્વગુણ’ – આધ્યાત્મિક ક્રાંતિની સ્થિતિનો નિર્દેશ કરતી અને પરમ શાંતિની સ્થિતિ, ‘રજસ ગુણ’ – ભૌતિક ધ્યેયોની પ્રાપ્તિ માટેની આક્રમક સક્રિય સ્થિતિ, અને ‘તમસ ગુણ’ – પ્રમાદ, ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને નકારાત્મકતાની સ્થિતિ, જે વ્યક્તિને બિનઅસરકારકતા તરફ દોરી જાય છે.

એન્લાઈટેન્ડ હસ્તી આ ત્રણેય લાક્ષણિકતાઓથી પર હોય છે. તેમ છતાં માનવ સ્વરૂપમાં હોવાથી થોડા સત્ત્વગુણ સાથે જોડાયેલ હોય છે. સમય જતાં તે પોતાની આધ્યાત્મિક પ્રક્રિયા વડે આ સત્ત્વગુણને પણ બાળી નાંખે છે.

વાસના માનસિક વૃત્તિ છે જે ઇચ્છાઓ પેદા કરે છે, સંસ્કારો વિકસિત ઇચ્છાઓ છે, જે પૂર્તિ કરવા પ્રેરે છે અને કર્મો કરેલી પ્રક્રિયાઓ છે. આપણે વાસનાને બીજ, સંસ્કારોને છોડ અને કર્મોને પૂર્ણ વિકસિત વૃક્ષ, તેમના વિકાસક્રમ પ્રમાણે કહી શકીએ. જન્મોજન્મ જે સાથે આવે છે તે વાસના છે. મનોવૃત્તિ છે.

પરમહંસોને આ વાસના, સંસ્કારો અને કર્મો હોતાં નથી. કારણ કે તે તેમના પૂર્વજન્મમાં થયેલ એન્લાઇટ્ન્મેન્ટ સમયે નાશ પામ્યા હોય છે. તેમ છતાં આપણે પહેલાં જોયું તેમ, માનવ સ્વરૂપ પુનઃજન્મ લેવા માટે તેમનો આત્મા અમુક સૂક્ષ્મ ઇચ્છાઓ સાથે જોડાઈને આવે છે. આ ઇચ્છાઓ કારણ શરીરના સ્તરે પેદા થાય છે, જે આત્મા માટે ‘પાછા ના ફરવાનું બિંદુ’ છે. કારણ શરીરના સ્તર કોમાની સ્થિતિ છે. જેમાં શરીર લાંબા સમયગાળા સુધી રહી શકે છે. આત્મા જ્યાં સુધી આ સ્તર છોડે નહીં ત્યાં સુધી તેની પાસે શરીરમાં પાછા ફરવાનો વિકલ્પ હોય છે. આત્માના મૃત્યુ સુધીની નજીકની યાત્રાના અનુભવોનો આધાર આ બિંદુ સુધી હોય છે.

આ કારણ શરીરના સ્તરમાંથી ઉપર ઉઠીને પરમહંસની કોઈપણ ઇચ્છાની પરિપૂર્ણતા માટેની શક્તિ તે પોતાની સાથે લાવે છે. માટે જેવી આ ઇચ્છા અને વિચારો ઉદ્ભવે છે, તેવા જ તે પરિપૂર્ણ થઈ જાય છે. અને એક વખત તે પરિપૂર્ણ થઈ જાય, આ વિચારો સંપૂર્ણપણે છૂટી જાય છે; ઇચ્છાઓ મરી જાય છે; તેનું કોઈ વળગણ રહેતું નથી. દા.ત. પરમહંસને જમવાનો વિચાર આવ્યો. આ વિચાર તેની સાથે જ તેને માટે જરૂરી શક્તિ સાથે લાવે છે. પછી તે જમે છે. પછી વિચાર અદ્રશ્ય થઈ જાય છે. પછી ચાલવાનો વિચાર આવે છે. તે ચાલે છે. નિત્યાનંદ સાથે, તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક તપશ્ચર્યા વખતે આવું જ બન્યું હતું. વિચારો અને ક્રિયાઓ તેમની જાતે જ બને છે, વિચારો તેમની પોતાની પરિપૂર્ણ થવાની શક્તિ પોતાની સાથે જ લાવે છે અને પરિપૂર્ણતાની સાથે જ સંપૂર્ણપણે બુઝાઈ જાય છે.

પરમહંસોને ઈચ્છાઓ ઉછીની લેવી પડતી નથી. તેમની જરૂરિયાત અને ઈચ્છાઓ, પાયાની જરૂરિયાતો પૂરતી ખૂબ જ મર્યાદિત હોય છે. તેથી તેઓ શુદ્ધ અને પવિત્ર રહે છે. તેઓ, ભૌતિક અને ઈન્દ્રિયગમ્ય આનંદો ક્ષણિક અને ભ્રામક છે એવી સમજણ સાથે જ જન્મતા હોવાથી તેમને ભૌતિક આનંદોનું વળગણ હોતું જ નથી. તેઓ આવા વળાંકોની શોધ કરતા નથી કે તેના તરફ આકર્ષાતા નથી. તેમની આજુબાજુ જે બની રહ્યું હોય તે બાબતમાં તેઓ માત્ર સાક્ષી બને છે અને આગળનું કામ ચાલુ રાખે છે.

નિત્યાનંદ તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દરમ્યાન તેમના વિચારો અને ક્રિયાઓના સાક્ષી બની રહ્યા હતા. તેમણે માત્ર નિરીક્ષણ કર્યું હતું કે તેમના મન- શરીરમાં વિચારો ઉદ્ભવતા હતા અને પરિપૂર્ણ થઈ જતા હતા. ધારો કે તમે બપોરે જમવા ટેવાયેલા છો. બપોરે ભૂખ લાગે છે. પછી તમે બપોરે જમો છો અને ભૂખને સંતોષો છો. તમારો સંસ્કાર પરિપૂર્ણ થાય છે; તે બળી જાય છે. મોટે ભાગે આપણી સાથે એવું બને છે કે, વિચારો બીજા દ્વારા સીંચવામાં આવ્યા હોય છે; ઈચ્છાઓ આપણી પોતાની હોતી નથી, પરંતુ બીજા પાસેથી ઉછીની લીધેલી હોય છે. આપણે જમીએ છીએ કારણ કે આપણને જમવાનું કહેવામાં આવ્યું હોય છે અથવા જમવાનો સમય થઈ ગયો હોય છે. તેથી આ વિચારો અને ઈચ્છાઓ તેની પરિપૂર્તિ માટે જરૂરી શક્તિ સાથે લાવતા નથી. આપણે આ ઈચ્છાઓને આંશિક રૂપે જ સંતોષી શકીએ છીએ અને તેથી આપણી અંદર તેનું વળગણ રહ્યા કરે છે.

એન્લાઈટેન્ડ હસ્તીઓમાં, શરીરને જ્યારે ખરેખર ખોરાકની જરૂર પડે છે કર્યો ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ પૈસાને સ્પર્શ નહીં કરે.

એક વખત કલકત્તા પાસે, ટિકિટ ચેકરે નિત્યાનંદને ટિકિટ બતાવવા કહ્યું. ભાંગી તૂટી બંગાળી અને હિંદીમાં નિત્યાનંદે તેને પૂછ્યું, ‘ટિકિટ શું છે? હું બ્રહ્મ (બ્રહ્માંડીય શક્તિ) છું, તમે બ્રહ્મ છો. આ ટ્રેન બ્રહ્મ છે, અને ટિકિટ પણ બ્રહ્મ છે, પછી ટિકિટ શા માટે?’

આપણી સાથે આ બનાવનું વર્ણન કરતી વખતે માસ્ટર ખડખડાટ હસી પડે છે; તેમણે જે અંદાઝમાં (ટિકિટ ચેકરને પૂછ્યું; “કિ ટિકિટ? અહમ્ બ્રહ્મન્ ! આપ બ્રહ્મન્ ! ગડી બ્રહ્મન્ ! પર્ચી બ્રહ્મન્ ! કી ટિકિટ ? ”

ટિકિટ ચેકર તદ્દન ગૂંચવાઈ ગયો હતો. તેમ છતાં તે સારો માણસ હતો. તેણે ફરીથી ટિકિટ માટે ક્યારેય પૂછ્યું નહીં. ઉપરથી પછીના સ્ટેશને તેણે નિત્યાનંદને થોડો નાસ્તો લાવી આપ્યો હતો.

નિત્યાનંદ કહે છે કે ઉત્તર ભારતમાં મોટેભાગે ભગવાં કપડાંને સાચે જ માન આપવામાં આવે છે; ભગવાધારી વ્યક્તિને જમાડવી અને તેમની સંભાળ રાખવીએ પૂણ્યનું કામ છે, એવું લોકો માને છે. નિઃશંક, તાર્કિક દલીલો પણ છે કે ભિખારીઓ પણ ભગવા ધારણ કરીને આનો ગેરલાભ ઉઠાવે છે. પરંતુ આવી વૃત્તિ છે તો શું થયું ? જો કોઈ જરૂરીયાતમંદ હોય અને જો આપણી પાસે એટલી સગવડ હોય તો, તેમને પોષવા જોઈએ. ‘સ્વ’ માંથી પ્રવાહિત થતી આ સાચી દાન શીલતા છે, જ્યાં બદલામાં કશું જ મેળવવાની અપેક્ષા હોતી નથી. કેન્દ્રિત થયેલું હોય છે. આપણે બીજું ઘણું બધું કરતા હોઈએ છીએ; વાતો કરીએ છીએ; ટી.વી. જોઈએ છીએ; છાપું વાંચીએ છીએ. આમાંનું કશું ના કરતા હોઈએ તો દિવસ દરમ્યાન આપણે શું કર્યું અથવા, હવે શું કરવાનું છે, તેના માનસિક ચિત્રો જોતાં હોઈએ છીએ. આપણે જે પણ અને જેટલું પણ ખાઈએ છીએ, આપણે અજાગૃત રીતે ખાઈએ છીએ, અને અતૃપ્ત રહીએ છીએ. આપણે સંતોષ વગર, પરિતૃપ્તિ વગર, સંસ્કારોને ઓગાળ્યા વગર જ ખાઈએ છીએ.

હકીકતમાં આપણે જે કોઈપણ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોઈએ છીએ, ત્યારે આવું જ કરીએ છીએ. આપણે જ્યારે એક કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણું મન કોઈ બીજી જ વાતમાં રોકાયેલું હોય છે. આપણે કોઈ એક પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે કેન્દ્રિત થયા વિના જ એક સાથે ઘણું બધું કરતાં હોઈ છીએ.

એક વખત એન્લાઈટેન્ડ માસ્ટરને પૂછવામાં આવ્યું કે તમારી વચ્ચે અને સામાન્ય માણસ વચ્ચે શું ફરક હોય છે. તેમણે સરળતાથી કહ્યું. “હું જ્યારે જમું છું. ત્યારે જમું છું; જ્યારે ઊંઘું છું ત્યારે ઊંઘું છું. આ જ તફાવત છે.”

આપણું શરીર એટલી સુંદર સજીવરચના છે કે તે આપણી જાણ વગર પણ ઘણી બધી ગુંચવણીભરી પ્રક્રિયાઓ કરવા શક્તિમાન છે. આપણું શરીર આપણી જાણ બહાર જ આપણે ખાધેલા ખોરાકનું પાચન કરે છે. તેને બહારની ઉત્તેજનાની શા માટે જરૂર પડે ? આપણે આપણાં શરીરની અવગણના કરીને, તેની જરૂરીયાતો બાબતમાં અભાન રહીને ઉછીની લીધેલી આપણી ઈચ્છાઓ તેના પર બળજબરી લાદીએ છીએ,અને વિકટ પરિસ્થિત પેદા કરીએ છીએ. પરિણામે આપણે દુઃખી થઈએ છીએ.