કૃતજાતામાં (Krutajatanmam)
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
નિત્યાનંદ ગ્રંથ - ૧
કૃતજ્ઞતામાં
નિત્યાનંદના જીવનનો આ વૃત્તાંત પ્રેમ અને કૃતજ્ઞતાની મહેનત છે. માસ્ટરમાંથી પ્રવાહિત થયેલા શબ્દો છે. લખાણમાં આ શબ્દોને માત્ર કાગળ ઉપર ઉતારવામાં આવ્યા છે અથવા લેપટોપમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે મહર્ષિ વ્યાસે મહાન હિંદુ મહાકથા મહાભારત કહી હતી અને ભગવાન ગણેશે તેને અટક્યા વગર લખી હતી. નિત્યાનંદની જીવનકથામાં મહાભારતની જેમ, માસ્ટરના પોતાના વ્યાસ જેવા રૂપાંતરને લખવા માટે ગણેશજીની ખરેખર કોઈ જરૂર નથી. આજના આધુનિક સમયમાં અવાજ રેકોર્ડ કરતાં અને ઓળખનાં સોફ્ટવેર જેવાં સાધનો સરળતાથી આ કામ કરી શકે છે એ માસ્ટરની કરુણા અને પ્રેમ હતો કે તેમણે અમને આ સર્જનાત્મક પ્રક્રિયામાં નિમિત્ત અને ભાગીદાર બનવા દીધા. અમે અમારા પ્રિય માસ્ટરની અસીમ કરુણા માટે ગહન કૃતજ્ઞતાનો અનુભવ કરીએ છીએ. આ પ્રક્રિયા દરમ્યાન અમે જે ગ્રહણ કર્યું છે તે અમાપ છે તેને બીજી કોઈપણ રીતે મનમાં ઉતારી શકાયું ના હોત. આ પ્રક્રિયા ખરેખર ગહન ધ્યાનની હતી.
આ અદ્વિતીય માસ્ટરની જીવનકથાનો વૃત્તાંત છે તેમનું અભિવ્યક્ત થતું વ્યક્તિત્વ બધી જ રાષ્ટ્રીયતાઓ, સંસ્કૃતિઓ, રાજકીય જોડાણો અથવા સામાજિક સ્તરોથી ઉપરવટ છે. સૌથી વધુ અગત્યની રીતે તો આ એવા માસ્ટર છે, જે માસ્ટર તરીકે, મિત્ર તરીકે, માતા તરીકે, બાળક તરીકે, અથવા પ્રેમી તરીકે કોઈપણ સ્વરૂપમાં સર્વોત્કૃષ્ટ છે. તેઓ ઉલ્લાસી, નિત્ય પરિવર્તનશીલ છે અને આપણને પણ પરિવર્તનશીલ રાખે છે. તેઓ આપણી સાથે મૂર્તસ્વરૂપ અને તેમની અમૂર્ત શક્તિ સ્વરૂપે રહીને તેમના પ્રેમ,આનંદ,શક્તિ અને હાસ્યને વહેંચે છે. તેમની અપીલ વૈશ્વિક છે અને તેમનો સંદેશ સમયાતીત છે.
આ સમગ્ર ઓળખાણ દરમ્યાન માસ્ટરનું નામ નિત્યાનંદ તરીકે આવશે- શરૂઆતના-તેમના એન્લાઈટેન્મેન્ટ પૂર્વેના સમયગાળા દરમ્યાન તેમના વિષે વાત કરતી વખતે પણ નિત્યાનંદ તરીકે જ આવશે. આમ જાણી જોઈને કરેલું છે. હિંદુ શાસ્ત્રોના મત પ્રમાણે માસ્ટર દૈવી શક્તિ જેવી જ શક્તિ છે; હકીકતમાં તેઓ દૈવીશક્તિ કરતાં પણ મહાન છે.
હિંદુ શાસ્ત્રો કહે છે કે સર્જનહારે આપણા માટે કંઈપણ નક્કી કર્યું હોય, તેને માસ્ટરનો નાનો પગનો અંગુઠો પણ ભૂંસીને ફરી વખત લખી શકે છે. તેમને, એ દિવ્ય શક્તિને અમે નમન કરીએ છીએ !
નિત્યાનંદના સમગ્ર જીવનનો મૂળભૂત આશય લોકોને આધ્યાત્મિકતાના ઉચ્ચતમ શિખર તરફ દોરી જવા, મનની રમતની પકડમાંથી મુક્ત કરવા અને તેના મૂળ સ્વ-સ્વરૂપમાં કેન્દ્રિત કરવાનો છે. તેમના જીવનની ઝાંખી પ્રસ્તુત કરતા આ ગ્રંથમાં આત્મસાક્ષાત્કારના એવા ઘણાં પ્રસંગો છે, જેણે ઘણાં લોકોના જીવન રૂપાંતરિત કર્યા છે અને પરિપૂર્ણતાનો અનુભવ કરાવ્યો છે અને હજુ પણ કરાવે છે. તેમના ઉપદેશો અને પધ્ધતિઓમાંથી પ્રેરણા મળે એ આશા સાથે આ રજૂ કરવામાં આવેલ છે. હકીકતમાં આ એવા સૂત્રો છે, જે વ્યક્તિને ‘નિત્યાનંદ’ ની સ્થિતિમાં - અનંતદિવ્ય આનંદની સ્થિતિમાં મૂકી દે છે.
માસ્ટરે કહ્યું છે :
એક વૈજ્ઞાનિક પોતે બહારની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જે છે, જેથી બીજા તેનું ફરીથી એવું જ સર્જન કરી શકે.
એક માસ્ટર પોતે અંદરની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જે છે, જેથી બીજા લોકો ફરીથી એવો જ અનુભવ કરી શકે.
નિત્યાનંદ ગ્રંથ - ૧
એક ક્રાંતિકારી માસ્ટર કે જે લાખો લોકોના જીવનને સ્પર્શે છે અને તેમનું રૂપાંતરણ કરે છે, તેમના પોતાના અંતિમ સત્યની અનુભૂતિમાંથી જીવનના ઉકેલોના સૂત્રો આપે છે, તેવા માસ્ટરના જીવનની ઝાંખી કરાવતી પુસ્તક શ્રેણીમાંથી આ પહેલું પુસ્તક વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
નિત્યાનંદની જીવનકથાના આ પહેલા પુસ્તકમાં તેમનો જન્મ અને બચપણને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક તેઓ જ્યારે સંન્યાસીનું જીવન જીવવા માટે ગૃહત્યાગ કરે છે, એ બિંદુ પર પૂરું થાય છે. હવે પછી આવનારા પુસ્તકોમાં તેમની ‘પરિવ્રજકા’ (પરિભ્રમણ)ની વિગતવાર માહિતી, તેમના એન્લાઈટેન્મેન્ટ અને તેના પછીનાં થોડાં વર્ષો જ્યારે તેમના મિશનનો જન્મ થયો, વગેરેને આવરી લેવામાં આવશે.
તેઓ કહે છે; “માસ્ટરની જીવન કથા વાંચવી અને સાંભળવી અમૂલ્ય મેડિટેશન છે, જે તમને શબ્દોની પાછળના ગહન અનુભવોમાં લઈ જઈ શકે છે.’’
જો તમે બાળક જેવું ખુલ્લું અને ઉત્સુક મન રાખી શકો, સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા વગર શબ્દોને તમારી જાતની અંદર પ્રવાહિત થવા દો, જો તમે ઉત્સુક બાળકની જેમ તમારી જાતને અનુભવ કરવા માટે ખુલવા દો, તો તમે જોઈ શકશો કે હવે પછીનાં પાનાંઓ તમારી પોતાની જાતની રોમાંચક શોધો છે.
અમે ઈચ્છીએ છીએ કે આ પુસ્તક, એન્લાઈટેન્ડ માસ્ટરની આ કથા વાંચકો માટે આંતરિક મૂળભૂત ‘સ્વ’ ની શોધખોળ કરવામાં અને તેમના પોતાના જીવન ઉદ્દેશ્ય વિષે જાગૃતતા પેદા કરવામાં પ્રેરણા સ્ત્રોત બની રહે.
- NAA