પરમહંસ નિત્યાનંદા
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

પરમહંસ નિત્યાનંદા આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા નિત્યાનંદા રોજીંદા તણાવ જેવી વ્યવહારુ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.
નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારતના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે નિત્યાનંદાએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.
વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા નિત્યાનંદા વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.
ભારતમાં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ નિત્યાનંદા ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.
આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ