1. Uncommon Answers to Common Questions
"આ દ્રુનિયામાં દુઃખ (Pain) સૌથી વધારે બિહામણી બાબત છે"
"દરેક સજીવ એક બાબતથી ડરે છે અને તે દુ:ખ, પીડા, વ્યથા, વેદના જો તમે ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે લોકો મોત કરતા પણ તેમને મૃત્યુ સમયે જે શારીરિક અને માનસિક ચાતનામાંથી પસાર થવું પડે છે તેના દ્રુ:ખથી વધારે ડર્ટ છે.
ઘણાં ગરીબીથી ડરે છે. અમુક સંબંદ્યોથી ડરે છે અને અમુક રોગોથી ડરદે છે. પરંતુ ડરતું મૂળ કારણ દુ:ખ છે, પીડા છે, ઘણાં એવા છે કે ગંભીર રોગો પણ તેમને દુ:ખી નથી કરી શકતા અને ક્યારેક આપણે સાદા માથાના દુ:ખાવાને પણ અવગણી શકતા નથી."
પ્રકરણ-૧ દ્દઃખમાંથી પરમઆનંદ તરફ
દુ:ખ (Pain) શું છે ?
આપણે આ બાબતનો તલસ્પર્શી, ઊંડાણથી અભ્યાસ કરીએ.
દુ:ખ શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક હોઈ શકે.
શારીરિક પીડાની આપણે બહુ ચિંતા કરતા નથી. એક રીતે તો પીડા આપણા શરીરની મૂળભૂત જરૂરિયાત છે. જરા કલ્પના કરો કે, જો આપણને કોઈ શારીરિક પીડા ન હોય તો આપણે આપણા વાળને જે રીતે જુદી જુદી રીતે સંવારીએ છીએ તે જ રીતે ચહેરાથી લઈને શરીરના દરેક અંગને સંવારતા હોત ખરા ? અત્યારની યૂવા પેઢીની વાત જવા દો ! મજાક બાજુ પર રાખી દ્દઃખ એક એવી બાબત છે કે આપણને એકસૂત્રી માનવ બનાવે છે.
આપણે માનીએ છીએ કે આપણે આપણાં સમગ્ર શરીરથી જીવી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં તેમ નથી. આપણે માત્ર શરીરના ઉપરના ભાગમાં જ જીવીએ છીએ. મારી આ વાતને સારી રીતે સમજવા માટે પ્રયોગ કરો. આંખો બંધ કરો અને મનમાં તમારી જાતની કલ્પના કરો. તમારું નામ બોલો. શરીરના કયા ભાગે તમારા મગજને સંદેશો મોકલ્યો ? ચોક્કસપણે તમારા ચહેરા અને ઉપરના અંગોએ. બરાબર ? શરીરના નીચેના ભાગોએ તો નહીં જ મોકલ્યો હોય ? આ બતાવે છે કે આપણે શરીરના દરેકે દરેક કોષો અને અંગોમાં જીવતા નથી હોતા. આપણા મન બાબતમાં પણ આવી જ ખાસિયત છે. ઉપરના અંગો પ્રભાવી છે અને હુકમ કરે છે. નીચેનો ભાગ તેનું પાલન કરે છે. તમારું ધ્યાન જે અંગો પર વધુ કેન્દ્રિત થાય છે, ત્યાં તમારી જાણ બહાર જ તમારી જીવન શક્તિનો
પ્રવાહ શરીરના તે અંગો તરફ જ વધુ રહે છે. જરા તમારા ગાલને સ્પર્શ કરો. કેટલા કોમળ અને જીવંત લાગે છે. હવે તમારા પગને સ્પર્શો. ગાલ જેવી જ કોમળતા લાગે છે ? ધ્યાનમાં રાખો કે તમે તમારા ગાલ જેટલા તમારા પગમાં જીવંત નથી. આવું કેમ થાય છે ? માનવું મુશ્કેલ છે છતાં પણ આવું એટલા માટે થાય છે કે પગ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તેટલું થતું નથી. જ્યારે ચહેરા ઉપર આપણું ધ્યાન સૌથી વધારે હોય છે.
મન દુ:ખ (Pain) ઉપર કાબુ મેળવી શકે ?
માનસિક અને ભાવનાત્મક સ્તર ઉપર દુ:ખ, આપણે જે નિર્ણયો લઈએ છીએ તેનું પરિણામ છે. દ્દઃખ હંમેશા વર્તમાન ક્ષણની પ્રતિક્રિયામાંથી જન્મે છે. (અર્થપૂર્ણ રીતે) દરેક સમયે તમે જે દુ:ખના અનુભવો કરો છો, તે તે દ્દ્રઃખ તેના થોડા અવશેષો તેની પાછળ છોડતું જાય છે, જે તમારા શરીરમાં જમા થયા કરે છે. દિવસે દિવસે જમા થઈને વધતું ગયેલું દુ:ખ તમારી આસપાસ એક નકારાત્મક શક્તિનું ક્ષેત્ર વર્તુળ ઊભું કરે છે. જેને આપણે દ્દ્રઃખશરીર (Pain Body) કહી શકીએ. આ દ્દ્રઃખશરીર જ આપણાં દુ:ખની દરેક ભાતોનું નિયમન કરે છે.
વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે, કે આપણી ભાવનાત્મક અસમતુલા, આપણા ભૌતિક શરીરમાં અવ્યવસ્થા પેદા કરે છે. દા.ત., સેક્સ માણવાની ઈચ્છાનું દમન કરવાથી કમરનો દુ:ખાવો થાય છે અથવા આપણે જયારે ઘણી બધી જવાબદારીઓ એક સાથે ઉઠાવવાના વિચારો સુદ્ધા કરીએ ત્યારે ખભામાં દ્વઃખાવો થાય છે.
ખીચોખીચ ભરાયેલી બસમાં તમે વિવિધ જાતના લોકો વચ્ચે ઊભા હો છો, ત્યારે તમે મનથી તમારી જાતે કોઈને સ્પર્શતા નથી. તમારું સભાન મન જાણી જોઈને તમને એવું કરવા જ નહીં દે. તેથી તમે જાતને અંદરથી વધુને વધુ સંકોચીને ઊભા રહેશો.
કલકત્તામાં બે નાના આશ્રમ હતા. જેના પ્રમુખોને આપસમાં એકબીજા સાથે બિલકુલ સારા સંબંધો નહોતા. એક દિવસ એક સરકારી અધિકારી એક આશ્રમમાં રહેવા આવ્યો. આ આશ્રમના પ્રમુખને તેણે બીજા આશ્રમના પ્રમુખને મળવા જવા પોતાની સાથે આવવા કહ્યું. સ્વાભાવિક રીતે જ આ પ્રમુખ ખૂબ જ માનસિક એક તણાવ અનુભવવા લાગ્યા એમને ત્યાં જવું પણ નહોતું અને ના નાની પણ પાડી શકાય તેમ નહોતી ! અચાનક પ્રમુખ સાહેબને એવો વાર્તા તાવ ચઢી ગયો કે તેઓ રૂમની બહાર નીકળી શકવાને પણ શક્તિમાન ન રહ્યા. આ મેં મારી આંખોએ જોયું છે. જેવો પેલો સરકારી અધિકારી ચાલ્યો ગયો કે તરત જ પ્રમુખનો તાવ ઉતરી ગયો. શરીરનું તાપમાન સામાન્ય થઈ ગયું.
રવિવારની રજા પછી સોમવારની સવારે કામની શરૂઆત કરવાની હોય ત્યારે જરા અઘરું નથી લાગતું ? અરે બાળકોને પણ તેમને ન ગમતું કામ કરાવવાનું દબાણ કરીએ છીએ ત્યારે તે શારીરિક નબળાઈના લક્ષણો અનુભવે છે, જેમ કે સ્કૂલે ન જવું હોય તો ઘણીવાર તેમને તાવ આવી જાય છે. આવી જાતની બધી બિમારીઓ અણગમાને કારણે મન અને શરીરના વિરૂદ્ધ દિશાના ખેંચાણને લીધે પેદા થાય છે. આવા સમયે તમે તમારી જાત સાથે સહજ સુમેળ નથી અનુભવતા અને આ સહજ સુમેળનો અભાવ એટલે જ રોગ કહેવાય.
એક દિવસ એક રૂઢિયુસ્ત ફૂટુંબના સોહામણા યુવકને તેના માતા-પિતા અમારા હીલીંગ સેન્ટરમાં લાવ્યા. તેની સમસ્યા એ હતી કે યુવકને અચાનક દેખાતું બંધ થઈ ગયું હતું. તેના મા-બાપે રડતાં રડતાં તેમની આપવીતી સંભળાવી કે તેમનો દીકરો તદ્દન તંદુરસ્ત હતો પણ એક અઠવાડિયાં પહેલા જ એકાએક તેને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. બધા મેડીકલ રિપોર્ટ
પ્રમાણે આંખમાં કોઈપણ પ્રકારની તકલીફ કે ખામી નથી. પરંતુ તેને કશું જ દુખાતું નથી. આવું કેમ બને ?
તે યુવકનું એનર્જી લેવલ તપાસ્યા પછી મેં તેના મા-બાપને કહ્યું કે; આ યુવકને થોડો સમય મારી સાથે એકલો રહેવા દો. તે યુવકને મારી સાથે એકાંતમાં વાત કરવાની તક મળી એટલે તેણે પોતાના દિલનો ઉભરો મારી સમક્ષ ઠાલવી દીધો. વાત એમ હતી કે "યુવક એક યુવતિના ગળાડુબ પ્રેમમાં હતો. પણ તેના મા-બાપે તે યુવતિને જોવાની સખત મનાઈ કરી હતી" તરત જ મને આ સમસ્યાનું મૂળ સમજાઈ ગયું. મેં તે યુવકને ત્રણ દિવસ સુધી એ યુવતિના ફોટા સામે સતત જોયા કરીને ધ્યાન કરવાની સલાહ આપી. તેના મા-બાપને તો એક આધ્યાત્મિક માણસે સમસ્યાનો આવો ઉપાય આપ્યો તે બદલ ખૂબ માનસિક ધક્કો લાગ્યો. પણ આ યુક્તિ કામ કરી ગઈ. ફક્ત ત્રણ દિવસમાં જ આ યુવકે તેની સંપૂર્ણ દેષ્ટિ પાછી મેળવી.
આવું કેમ બન્યું ?
પેલા યુવકને જેને જોવાની અદમ્ય ઇચ્છા હતી. તેના તરફ નહીં જોવાની ફરજ પાડવામાં આવી ત્યારે તેના આઘાતમાં, તેના અર્ધજાગૂત મને કંઈ જ નહીં જોવાનું નક્કી કરી લીધું. આમ તેનું આંધળાપણું ઊંડાણમાં ગહન રીતે માનસિક હતું., ઈન્દ્રિયો પર કાબુ મેળવવાની મન પાસે કેવી અદ્દભુત શક્તિ છે ?!! ખરેખર મન જ સર્વસ્વ છે. પુરાણમાં એક જગ્યાએ દર્શાવ્યું છે કે રાધા અને કૃષ્ણના જન્મ સમયમાં થોડીક ક્ષણોનો જ આંતરો હતો. રાધા બધી રીતે બધા સામાન્ય બાળક જેવી જ હતી સિવાય કે એ તેની આંખો નહોતી ખોલતી. થોડા દિવસો પછી રાધાની માતા નાનકડી રાધાને લઈને કૃષ્ણના ઘરે બાળકૃષ્ણને જોવા ગઈ. જેવી રાધા કૃષ્ણની સમક્ષ આવી કે તરત જ રાધાએ આંખો ખોલી નાંખી.
કહેવાય છે કે રાધા જયારે મોટી થઈ ત્યારે તેને તેની સખીએ આ બાબતમાં પૂછ્યું તો રાધાએ કહ્યું 'આ દ્દુનિયામાં બીજું જોવા જેવું છે પણ શું ? મેં કૃષ્ણ માટે જ જન્મ લીધો છે અને સૌ પ્રથમ મને કૃષ્ણ દર્શન જ થાય તે માટે જયાં સુધી મને કૃષ્ણ સમક્ષ ન લઈ ગયા ત્યાં સુધી મેં આંખો ન ખોલી. મેં રાહ જોઈ.
આ માત્ર એક વાર્તા હોઈ શકે પરંતુ તે શરીર ઉપર મનની શક્તિના અદુભૂત કાબુ વિશે ઘણું બધું કહી જાય છે.
હકીકતમાં આપણે એવું કહી શકીએ કે દુઃખ, પીડા, દર્દ એ આપણા શરીર દ્વારા મનને લખાયેલો માંગણીપત્ર છે. જેમાં ઉલ્લેખ છે કે "મહેરબાની કરીને મારા તરફ થોડું ધ્યાન (Attention) આપો. કારણ કે તમારૂં ધ્યાન (Attention) એજ તમારી શક્તિ છે. જ્યાં તમે તમારૂં ધ્યાન કેન્દ્રિત કરશો ત્યાં તમારી જીવન શક્તિનો પ્રવાહ વહેવા માંડશે અને એ દિશામાં જ તમારો વિકાસ થશે."
તમે જાતે જ તમારા ઉપર આવવા માટે દ્વુઃખને આમંત્રણ આપો છો !
જો લોકોને એવું કહેવામાં આવે કે આ બધા દુ: ખોને તમે માનનીય મહેમાનની જેમ આમંત્રણ આપીને જાતે જ વહોરી લીધાં છે, તો આ વાત માનવા તૈયાર નહીં થાય ! દુ:ખોને વળી કોઈ આમંત્રણ આપતું હશે ?
| નિત્તી મુદલીયાર એક રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યાં જઈને ઈડલી, ઢોંસા, જલેબી અને બીજું ઘણું બધું ખૂબ ખૂબ મંગાવે છે. એક મોજથી જમી લીધા પછી એ વેઈટરને ઈશારો કરીને કહે છે, હવે નાની કશું જ ન લાવતો. પરંતુ વેઈટર એક કાગળની સફેદ સ્લીપ લઈને વાર્તા આવે છે. નિત્તી ભોળપણથી એ સ્લીપ જુએ છે અને પૃછે છે "આ શું છે ? મેં તો તમને હવે કંઈ જ નહીં લાવવાનું કહ્યું હતું ! આ તું શું લઈ આવ્યો ?'' આપણા રોજીદા જીવનમાં આપણે બિલકલ આવું જ કરતા હોઈએ છીએ. આપણી કુટેવો અને સતત તણાવ ભરી જીવન પદ્ધતિની સાથે સાથે આપણે દુ:ખને પણ આમંત્રણ આપી દર્ઈએ છીએ. અને તેના વિશે બધું ભૂલી જઈએ છીએ. પછી જયારે કોઈ રોગ આપણા શરીર પર સામ્રાજય જમાવે ત્યારે આપણે ફરિયાદો કરીએ છીએ. અરે કેટલીકવાર માંદા પડવામાં આપણને મજા પણ આવે છે. આ વાત કોઈ સ્વીકારશે નહીં પરંતુ જેવી રીતે શરીરનું કોઈ અંગ તેના તરફ એટેન્શન ખેંચવા માટે કોઈ રોગ ઉત્પન્ન કરે છે, એવી જ રીતે બીજાનું ધ્યાન તમારા તરફ ખેંચાય તે માટે મન તમને માંદા પાડે છે. આ ભાગ-દોડના જમાનામાં એકબીજા પર ધ્યાન આપવાની કોને પડી હોય છે ? સિવાય કે તેઓ ભિમાર પડે. એટેન્શન એક મળભૃત જરૂરિયાત છે મનોવૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે માણસ ખોરાક વગર નેવું દિવસ સુધી જીવી શકે છે પણ જો કોઈ બીજું તેના તરફ ધ્યાન (અટેન્શન) ન આપે તો માત્ર ચૌદ દિવસમાં જ તેની માનસિક વ્યવસ્થા ગુમાવી દે છે કારણ કે અટેન્શન એક શક્તિ છે. એ જીવન શક્તિનો પ્રવાહ છે. આપણે તેનાથી અજાણ છીએ. અસભાનપણે જ આપણને કોઈનું ધ્યાન આપણા તરફ વાળવા માટેનું એવું ગાંડપણ ઉપડે છે કે તે મેળવવા માટે આપણી અંદર એક નીચી શક્તિનો સેતુ ઊભો કરીએ છીએ અને ખુશીથી સામાન્ય શરદીથી લઈને કેન્સર સુધીના રોગોની તકલીફ સહન કરવા તૈયાર થઈ જઈએ છીએ.
મોટાભાગના સંબંધોમાં પણ બંન્ને પક્ષો મોટે ભાગે એકબીજા તરફ અટેન્શન અપાય તેની જ અપેક્ષા રાખતા હોય છે. એકબીજા સામે અટેન્શનના
ભીક્ષાપાત્રો લંબાવીને ભીખ ભાંગવા તૈયાર ઊભા હોય છે. તમને લાગે છે કે ભીખારીઓ વચ્ચે ક્યારેય હકારાત્મક અને સંપર્ણ સંતુષ્ઠ સંબંધ હોઈ શકે ? તમને જો રોગોમાંથી ખરેખર મુક્તિ જોઈતી હોય તો અટેન્શનની ભીખ માંગવાનું છોડો. આપણી અંદર આપણી જાણ બહાર બનતું આ એક એવું મનોવૈજ્ઞાનિક રહસ્યમય ભીખારીપણું છે કે શારીરિક ભીખારીપણાં કરતાં પણ અનેક ગણું નુકસાનકારક છે.
જિંદગી આપણને ઘણી બધી બાબતો શીખવે છે. તેને સમજવી એ આપણી પોતાની જવાબદારી છે. પરંતુ આપણે સતત અજાગ્રત અવસ્થાના સ્તર પર જીવીએ છીએ. આપણને ભાન જ નથી કે આપણે આપણી જાત પર કેવી કેવી બાબતોને આમંત્રી રહ્યા છીએ.
આ બાબત હું તમને નાની વાત દ્વારા સમજાવું.
મોટી કંપનીમાં કામ કરતો એન્જિનીયર રોજ પોતાના ટીફીનમાં એકનું એક જ ખાવાનું લાવતો હતો. અને રોજ ખાતી વખતે ફરિયાદ કરતો કે, આ ખાવાનું, આ વાનગી મને જરાય પસંદ નથી પણ મારે રોજ ખાવી પડે છે. તેના મિત્રો રોજ એમનું ખાવાનું આ ભાઈ સાથે વહેંચીને ખાતા હતા. તેની ફરિયાદ રોજની થઈ ગઈ હતી. એટલે તેના એક મિત્રે સલાહ આપી કે : "ભાઈ તું તારી પત્નીને કાંઈ બીજું નવું ખાવાનું બનાવવાનું કેમ કહેતો નથી ? એણે તારી પસંદ નાપસંદનું ધ્યાન રાખવું જોઈએ કે નહીં ?''
પેલા ભાઈએ આશ્ચર્યથી કહ્યું ''કોણ પત્ની ? હું તો કુંવારો છું મારું ખાવાનું હું મારી જાતે જ બનાવું છૂં.''
આ વાત તમને હાસ્યાસ્પદ લાગશે. પણ હકીકત એ છે કે આપણે બધા આપણી જિંદગી કાંઈક આવી જ રીતે જીવતા હોઈએ છીએ. આપણે
અજાણતાં જ આપત્તિઓને આમંત્રીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ. પેઈનકીલર (દર્દશામક દવાઓ) દવાઓનો આશરો લઈએ છીએ. આપણા માટે શરમજનક હકીકત તો એ છે કે, આપણે એકના એક રોગોના વારંવાર ભોગ બનતા રહીએ છીએ. તો પણ આપણને એની પરવા નથી હોતી. કારણ કે આપણને ખબર જ નથી કે સમસ્યાનું મુળ આપણી પોતાની અંદર જ છે. આપણે આપણા દ્દ:ખો માટે હંમેશા બીજાને જ જવાબદાર ઠરાવતા રહીએ છીએ.
દુઃખનો ઈલાજ શું છે ?
જો દુ:ખનું કારણ બેધ્યાનપણું હોય એટલે કે અટેન્શનની ગેરહાજરી હોય, તો તેના પ્રત્યે જાગત રહેવું. આનો એક બહુ જ સુંદર અને સરળ ઉપાય છે. જાતે જ સાજા થવાની ધ્યાનની પદ્ધતિ (Self healing Meditation Teachnique) જે તમારા સમગ્ર ધ્યાનને રોગગ્રસ્ત અંગમાં કેન્દ્રિત કરે છે. તમને જયારે કોઈ દ્દઃખાવો થાય ત્યારે એ ટેકનીક અપનાવી શકો છો. દર્દશામક દવાઓ કરતાં આ અવશ્ય સારો ઉપાય છે કારણ કે પેઈનકીલર દવાઓની આડઅસરો ઘણી વખત ખરેખરા દુઃખાવા કરતાંય વધારે ખતરનાક હોય છે.
ધ્યાન (Meditation) :
એક અંધારા ઓરડામાં પીઠ ફર્શ પર રાખીને ચત્તા સુઈ જાવ. જાગૃત રહીને તમારા આખા શરીરને ભૂલી જવા પ્રયત્ન કરો. તમારૂં સમગ્ર ધ્યાન તમારા દુ:ખતા અંગ પર જ કેન્દ્રિત કરો. તમે જયારે તમારા પીડીત અંગનો અનુભવ કરતા હો ત્યારે ઈરાદાપૂર્વક તમારા મનમાંથી 'પીડા' શબ્દને કાઢી નાંખો. તમારું મન સતત તમને એ પીડાને યાદ કરાવશે પણ બસ, સ્વીચ ઓફ કરીદો. ખુલ્લા મન સાથે તમારામાં ઊંડાણનો અનુભવ કરો. મનને મુક્તપણે વિહરવા દો. તમારી અંદર જે ચાલી રહ્યું છે તેને ફક્ત જોયા
કરો. તમને અનુભૂતિ થશે કે તમારું મન પીડાનો અતિરેક કરતું હતું. તમારી સમગ્ર જાગૂત ચેતનાને પીડિત અંગના કેન્દ્રમાં લઈ જાવ. તરત જ પીડાનો વિસ્તાર સંકોચાવા લાગશે અને છેલ્લે પીડાનું એક નાનું બિંદુ જ રહી જશે. આ બિંદ્દ પર સંપર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તમે અનુભવશો કે પીડા અદેશ્ય થઈ ગઈ છે અને પરમ આનંદની અનુભૂતિ થઈ રહી છે. પરમ સુખની અનુભૂતિ થઈ રહી છે. કારણ કે સુખ અને દ્વઃખ મૃળભૃત રીતે તો એક જ છે. આ બંન્ને એક જ સંવેદનાના અલગ અલગ નામ છે.
આપણને બધાને અનુભવ છે કે અમુક વાત આપણો મિત્ર કે પરિચિત વ્યક્તિ કહેશે તો ખોટું નહીં લાગે, પણ જો એજ વાત કોઈ અજાણી વ્યક્તિ કહેશે તો આપણને તેને મારવાનું મન થશે.
તમારા અનુભવની સચ્ચાઈને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે દુ:ખનું અસ્તિત્વ જ નથી. દુ:ખ એક નકારાત્મક હયાતી છે. જેવી રીતે અંધકાર પ્રકાશની ગેરહાજરી છે. પ્રકાશની હાજરીથી અંધકાર આપોઆપ દર થઈ જાય છે. આવી જ રીતે જયારે દુ:ખ, પીડા ઉપર, તમારી જાગૃતતાની શક્તિ (Energy of awareness) કેન્દ્રિત થાય છે, ત્યારે દુ:ખ આપોઆપ દર થઈ જાય છે. આ ધ્યાન કેન્દ્રિત કરવાની પદ્ધતિથી કોઈપણ દુ:ખને પરમ સુખમાં, સંપૂર્ણ આનંદમાં રૂપાંતરિક કરી શકાય છે. હું તમને સૌને આ પદ્ધતિનો અનુભવ લેવા આમંત્રણ આપું છૂં. તમે જયારે મેડિટેશન દ્વારા તમારા દુ:ખમાં પ્રવેશ કરો છો ત્યારે દુ:ખ જ તમારા પરમ આનંદનું દ્વાર બની જાય છે. તમને અહેસાસ થશે કે દ્દઃખ મારા પરમ આનંદનું દ્વાર બની શકે છે.
દ્દઃખ અમુલ્ય બોધ બની શકે છે !
એક ઉદાહરણથી સમજીએ.
બે માણસો-એક જ્ઞાની અને એક સામાન્ય – બંજ્ઞે એક અંધારી અમાસની
વાદળઘેરી રાત્રે જંગલમાં પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક આકાશમાં મોટો વીજળીનો કડાકો થયો.
સામાન્ય માણસ બીકનો માર્યો ધ્રુજવા લાગ્યો. ભયંકર તોફાન આવશે તો ? તે મંઝવણમાં પડી ગયો કે તે આગળ ચાલી શકશે ? કે પછી તેણે કોઈ સલામત જગ્યા શોધીને તોફાન શમી જાય ત્યાં સુધી રોકાઈ રહેવું જોઈએ ? તે વિચારવા લાગ્યો કે મારે આવી મુસાફરી કરવાનો નિર્ણય કરવો જ નહોતો જોઈતો. તે પોતાની જાતને મૂર્ખ અને કમનસીબ માનીને કોસવા માંડ્યો. બીજા શબ્દોમાં કહીએ તો એ દુ:ખી દ્વ:ખી થઈ ગયો.
બીજી બાજુ પેલા જ્ઞાનીએ વીજળીના ઝબકારાના પ્રકાશમાં જોઈ લીધું કે, પોતે જે દિશામાં, જે રસ્તે જઈ રહ્યો છે તે બરાબર છે કે નહીં ? તેને ખાત્રી થઈ કે તે યોગ્ય રસ્તે જઈ રહ્યો છે. તેણે વીજળીનો આભાર માન્યો અને પોતાના રસ્તે આગળ વધી ગયો.
દ્દઃખ પણ વીજળીના ઝબકારા જેવું છે. તેના થવા ન થવા પર તમારો કોઈ જ કાબુ નથી. તમારી પાસે બે જ રસ્તા છે, કાં તો તેને સહન કરો અથવા તેમાંથી બોધ લો. શું કરવું તે સંપૂર્ણપણે તમારા પર જ નિર્ભર છે. તમને સમજાશે કે તમારી સુખદ કે દ્દઃખદ પરિસ્થિતિ માટે ફક્ત તમે જ જવાબદાર છો અને તમે જ તેનો ઉકેલ લાવી શકો.
તમે જયારે તમારી પીડાનું ગહનતાથી નિરીક્ષણ કરશો ત્યારે તમારી આંતરિક નિખાલસતા ઉપર આવશે. તમે જાગૂત થશો કે, તમે પોતે શરીર માત્ર નથી. તમારા પોતાના સ્વને કોઈપણ દ્દ્રઃખ સ્પર્શી શકતું નથી. તમારો આત્મા આ બધાથી પર છે. એક વખત તમને ખાત્રી થઈ જાય કે તમે દુ:ખથી પર છો પછી તમે દુ:ખને દુ:ખને દુ:ખ અતિતમાં (One Who has gone bevond suuffering) રૂપાંતર કરી શકો છો. તમે જયારે શરીરના બંધનથી મુક્તિનો અનુભવ કરો છો ત્યારે જે શરીરને તમે સાથે રાખીને ફરો છો,
તે તમને આધ્યાત્મિક વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો તેવું લાગશે. પછી તમે આ વિશ્વમાં આત્મા બનીને વિહાર કરો છો. તમે અનુભવો છો કે ભૌતિક વિશ્વ ઓગળી રહ્યું છે. તમે એક બીજી જ દુનિયામાં વિચરણ કરી રહ્યા છો જેમાં છે માત્ર, કોઈની સાથે સરખામણી જ ન થઈ શકે તેવી સુંદરતા, નિખાલસતા, પરમ આનંદ અને પરમ અનુકંપા !!!
ગીતામાં કહ્યું છે કે :
"સમ દુ:ખ સૂખ: સ્વસ્થ: સમલોષ્ટાશ્મકાંચનઃ તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિન્દાત્મ સંસ્તુતિ: ।"
(અર્થાતૂ જે વ્યક્તિ પોતાનામાં, કાર્યમાં સ્થિર થઈ જાય છે તેને માટે આનંદ અને શોક સરખાં જ છે. માટીનું ઢેફું, પથ્થર કે સોનાના ટ્રકડાનું મુલ્ય તેને માટે એક સરખું જ છે, તે ડહાપણથી ભરેલો છે તે આનંદ અને દુ:ખને એક સરખી રીતે આવકારે છે. અને તે દોષારોપણ કરવું કે વખાણ કરવા બંન્ને બાબતને એક સરખી જ જુએ છે.)
જ્ઞાન અને ધ્યાન, જાગૃતતા અને મહાવરા સાથે દુ:ખ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, પરમસુખમાં પ્રવેશવાનું ભવ્ય અને જાદ્દુઈ પ્રવેશ દ્વાર બની શકે છે.
મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે.
પ્રશ્ન : જ્યારે કોઈ મારું અપમાન કરે છે ત્યારે મને ખૂબ જ ઠેસ પહોંચે છે અને હું જલ્દી ગુસ્સે થઈ જાવું છું. આને હું કઈ રીતે નિવારી શકું ?
તમારે તેને શા માટે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ? દુઃખ, ગુસ્સો, માનહાનિ ને દબાવવાનો પ્રયાસ કરશો તો તે દૂર નહીં થાય પરંતુ દમિત અવસ્થામાં તમારી સિસ્ટમમાં કાયમ રહેશે. દમન કરેલી લાગણીઓ ઘણીવાર ખૂબ જ ભયંકર હોય છે. થોડો ગુસ્સો, થોડું મનદ્દ્રઃખ ભેગા થતાં થતાં સમય જતાં પ્રબળ બનતાં જાય છે. જે છેવટે તમને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે. તેની અવગણના ન કરો, તેને તરછોડો નહીં. તમારી જાત પ્રત્યે સહાનુભૂતિ પણ ન બતાવો અને જે વ્યક્તિએ તમને ઠેસ પહોંચાડી છે તેને પ્રતિક્રિયા પણ ન આપો. બસ તમારી લાગણીઓને ફક્ત તમારી સિસ્ટમમાં વિહરતી જોયા કરો. થોડો સમય લાગશે, કદાચ થોડા કલાકો, થોડા દિવસો, પણ પછી તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેવું રૂપાંતર તમારામાં થશે. લાગણી આખરે તો એક શક્તિ છે. પ્રચંડ શક્તિ છે. આટલી બધી કાચી શક્તિ તમારી સિસ્ટમમાં ક્યાં સુધી પરિભ્રમણ કરતી ફરી શકે ? જે ક્ષણે તમે દ્વઃખને અવગણ્યા વગર, જેવું છે તેવું સ્વીકારી લો છો, જીવનમાં તેની ભૂમિકાને સ્વીકારી લો છો, કે તરત જ દુ:ખના બધા જ ગુણોમાં પરિવર્તન આવી જાય છે. જે ગુસ્સો અને દ્દ્રઃખની લાગણી તમે સહન કરતા હતા તેનું પ્રેમ અને પરમ આનંદમાં રૂપાંતરણ થઈ જાય છે.
આ અનુકંપા છે. શાંતિ શક્તિ છે. જે આપણા બધામાં વહી રહી છે. જે કુરુપતાને સુંદરતામાં ફેરવે છે. અને અનુકંપા તેનું પોતાનું ઈનામ લાવે જ છે.
પ્રશ્ન : શું દુનિયાના દ્વઃખ અને દર્દને દૂર કરવાનો ચેતનાની જાગૃતતા જ એકમાત્ર રસ્તો છે ?
હું પહેલાં એક વાતનો ખુલાસો કરી દઉં. ચેતનાની જાગૃતતા, દર્દ અને દ્દઃખથી દૂર ભાગવાનો રસ્તો નથી. અલબત્ત તે દ્વઃખના સ્વભાવના ઊંડાણમાંથી સમજે છે. "હું શું કામ દુઃખી છૂં ? મારી અંદર એવું શું છે જે દુઃખનું કારણ બને છે ?" આ બાબતને ગહનતાથી વિસ્તૃત રીતે સમજવાનો રસ્તો છે.
તીવ્ર આંતરિક શુદ્ધતાથી દુ:ખના સ્વભાવ અને કારણને જોવાથી તે આપોઆપ અદેશ્ય થઈ જાય છે. કારણ કે હવે દ્દઃખને ત્યાં રહેવાનું કોઈ કારણ જ નથી. અને આ અહેસાસ જ તમને પરમ આનંદના સ્તર પર લઈ જાય છે. જે ચેતનાની જાગૃતિનું સ્તર છે.
ચેતનાની જાગૃતિ તમને જીવનમાં પહેલીવાર એ સત્યનું ભાન કરાવશે કે અત્યાર સુધી જે સુખ ભોગવ્યું તે સાચું સુખ નહોતું. મુક્તિ તમારા પર સાચા આનંદ અને વાસ્તવિક લાગણીના તરંગોનાં ઉછાળાનો વરસાદ વરસાવે છે. તે તમને પરમ સુખ, સુખની પરાકાષ્ઠાનો સાચો સ્વાદ ચખાડે છે.
પરંતુ એટલું યાદ રાખો કે, જ્યાં સુધી તમે દ્વઃખના વર્તુળની અવરોધક દિવાલને તોડશો નહીં - સંપૂર્ણ જવાબદારીથી દુ:ખથી આરપાર નજર નહીં નાંખો, ત્યાં સુધી તમે આમાંનું કશું જ અનુભવી નહીં શકો. મુક્તિ દુ:ખમાંથી બહાર આવવાનો સરળ રસ્તો નથી. માટે તમારે દુ:ખનો અને તેના અનુભવોનો આભાર માનવો પડે છે. કારણ કે દુ:ખ, પરમ આનંદ પામવા માટેનું, મુક્તિ માટેનું ઉદ્દીપક છે.
તમને ખાત્રી છે કે તમારી ક્યાંય ભૂલ નથી ? પ્રેમ હંમેશા દ્દઃખો લઈને જ આવે છે. તેવું લાગવાનું કારણ એ છે કે પ્રેમીઓ હંમેશા એકબીજાને પોતપોતાની ઊંચી અપેક્ષાઓના સોનાના પીંજરામાં કેદ કરી દે છે. પરંતુ સાચોપ્યાર બંધનમાં ક્યારેય ખીલી શકે નહીં. તમે તમારા પ્રેમીને બંધનમાં રાખો અને પછી તે પણ વખતોવખત તમને બંધનમાં રાખે, અંતે બંન્નેને એવી લાગણી થવા માંડે કે આ પ્રેમ એક દ્દુ:ખી અવસ્થા છે. આના કરતાં તો પ્રેમ ન કરવો એ જ બહેતર છે. પરંતુ તમે એક વખત પ્રેમથી મોં ફેરવી લો પછી દ્દનિયામાં બીજું છે પણ શું ?
પ્રેમ, આનંદ અને સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર બની શકે છે. અથવા નરકનું દ્વાર પણ બની શકે છે. પ્રેમને તમે દ્દઃખના અર્થમાં અનુભવો તેનો મતલબ એ છે કે, તમે પ્રેમનો મૂળભૂત અર્થ ભૂલી ગયા છો.
એક કહેવત છે કે, "જો તમે કોઈને ચાહો છો તો તેને સ્વતંત્ર રહેવા દો. જો તે તમારા પ્રેમમાં હશે, તો તમારી પાસે આવશે જ. જો તે પાછો ન આવે તો તેનો અર્થ જ એ છે કે તે તમારો ક્યારેય નહોતો."
આ વાતને અનુસરી જો જો. માત્ર તમારા પ્રેમીના સંબંધમાં જ નહીં પરંતુ કોઈપણ સંબંધોમાં, પછી તમે નહીં કહો કે પ્રેમ અને દુ:ખ સાથે સાથે જ આવે છે.
પ્રશ્ન : અમે ભારતમાં કર્મના સિદ્ધાંત સાથે ઉછર્યા છીએ. જેમાં કર્મનું ફળ ભોગવવું જ પડે છે. શું આપણા જીવનમાં કર્મોનું ફળ ભોગવવું જરૂરી છે ?
આપણે શરૂઆતમાં સમજી લીધું કે, ભોગવવું એ જીવનની સ્થિતિ નથી. તે મનની સ્થિતિ છે. એ તમારા જીવનની ઘટના નથી. તમે કોઈપણ ઘટનાને આપેલી પ્રતિક્રિયા છે. તમે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં શું સહન
માનવું મુશ્કેલ લાગે છે ને ? આવું જરૂર બનશે ! તમે જાતે તેનો અનુભવ નહીં કરો, ત્યાં સુધી જ તમને મુશ્કેલ લાગશે. તમારી જાતને એક તક આપી જૂઓ ?
પ્રશ્ન : પ્રેમ અને પીડા હંમેશા સાથેને સાથે જ કેમ હોય છે ? મારા સંબંધોમાં મારા સાથીદારને હું ઘણી સ્વતંત્રતા આપવાનો પ્રયત્ન કરું છું. પરંતુ અંતે સહન કરવાનું માટે જ આવે છે. મારો ઉપયોગ થાય છે તેવું લાગે છે. આવું કેમ ?
પહેલી વાત તો એ કે, તમે જેને ચાહો છો તેને "સ્વતંત્રતાની છટ આપવાની" તમારી વાત ખોટી નથી લાગતી ? પ્રેમનો પર્યાય જ પૂર્ણ સ્વતંત્રતા છે. પ્રેમનો અર્થ જ એ છે કે બિનશરતી પૂરેપૂરું આપવું તમે જયારે કહો છો કે; હું જેને ચાહું છું તેને અમુક પ્રમાણમાં સ્વતંત્રતા આપું છું. તમને જેટલી યોગ્ય લાગે તેટલી. એનો મતલબ એ થયો કે તમે પ્રેમને બાંધીને, તમારી પાસે રાખીને તમે અમુક જથ્થામાં આપો છો.
તમારા સાથી પ્રત્યે અધિકારની, કબજાની લાગણી હોવી તે કુદરતી વાત છે. તે તમારા અહમુને કારણે છે. તમારો સાથી તમારાથી થોડો સમય દૂર રહે, થોડું અંતર રાખવાની જરૂર પડે તે કલ્પના જ દુ:ખકારક છે બરાબરને ? તમે તેને આવી છટ આપવાનો પ્રયત્ન પણ કરો છો પણ તમને એવું લાગે છે કે તમારી લાગણીઓનો ગેરઉપયોગ થાય છે. પ્રામાણિકપણે તમે ક્યારેય એવું સ્વીકારી શકો નહીં કે, તે તમે આપેલી છૂટનો ઉપયોગ પોતાને માટે બીજાની સાથે રહેવા માટે કરે, ખરું ?
"દરેક વખતે જયારે જ્યારે હું મારા સાથીને સંબંધોમાં છટ આપું છું ત્યારે મારો ગેરલાભ લે છે." આ બાબતને આ રીતે સામાન્ય નિયમ બનાવવાની ભૃલ ન કરતાં.
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
તમે ક્યારે સહન કરો છો ? તમે ક્યારે માંદા પડો છો ? તમારો પડોશી નવી કાર ખરીદે છે, ત્યારે તમને શું થાય છે ? તમારા પુરુષમિત્ર / સ્ત્રીમિત્ર કોઈ બીજા માટે ક્યારે તમને છોડી દે છે ?
હવે ધારો કે તમે આવી પરિસ્થિતિઓને ગુસ્સો કે દ્દ્રઃખ કર્યાં વગર જેમ છે તેમ સ્વીકારી લો છો. તો હવે તમારે પહેલાં જેટલું સહન કરવું પડશે ? તમારો પાડોશી નવી કાર લાવે તેમાં સ્વાભાવિક રીતે જ તમારે માટે દ્દઃખી થવા જેવું કશું જ નથી. અરે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે જે દ્દઃખ થાય તેને તમે નકારી ન શકો.
દરેક પરિસ્થિતિને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર તે ક્ષણના અનિવાર્યપણાને સ્વીકારી લો. આવકારો. તમને જે દૂ.ખ પહોંચાડે છે, તે તમારા અનુભવ પ્રત્યેની નકારાત્મક પ્રતિક્રિયા છે. આપણી શાંત અનુમતિ વગર આપણને કોઈ દ્દઃખ પહોંચાડી શકે નહીં.
તમારા પોતાના અનુભવોના ન્યાયાધીશ બન્યા વગર માત્ર સાક્ષી બની રહેવાની ટેવ કેળવો. તમને દુ:ખ પહોંચાડનાર કારણને સૌ પ્રથમ સ્પષ્ટતાથી સમજી લો. તે ખુલ્લું કે દેખીતું હોય કે રહસ્યમય. આવું કરવાની ક્ષમતા એક-બે દિવસમાં નહીં આવે. પરંતુ નિયમિત પ્રેક્ટિસ કરવાથી થોડા સમયમાં આવી જશે.
દ્ધુઃખ સહન કરવાના છૂપાયેલા કારણોમાંથી મુખ્ય કારણ એ છે કે "કદાચ તમને તેમાં મજા આવતી હોય !"
દાખલા તરીકે તમે માંદા પડો તો તમને એક ફાયદો થાય છે, કે બધાંનું તમારા તરફ ધ્યાન ખેંચાય છે. બધા જ તમારી કાળજી રાખે છે. જે માટે તમે તરસતા હો છો. તપાસ કરો કે તમારા પર કે બીજા પર આવતું દુઃખ તમને આનંદ કેમ આપે છે. સહન કર્યા વગર જ આવો આનંદ આપે તેવી કોઈ બીજી ચેનલ હોઈ શકે ? જરૂર છે !
પગથીયું પહેલું : જાગૃત બનો !
റ്റു
પગથીયું બીજું : પરિસ્થિતિને અત્યારે જેવી છે તેવી જ કોઈપણ પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપ્યા વગર સંપૂર્ણપણે સ્વીકારી લો. જાગતપણે સ્વીકાર કરો. (Awareness with acceptance)
સવાલનો બીજો ભાગ છે. શું કર્મનું ફળ ભોગવવું જરૂરી છે ?
હા. એક રીતે તે જરૂરી છે. કારણ કે દ્દઃખ આપણા વિકાસ માટેનું શક્તિશાળી ઉદ્દીપક છે. જેવી રીતે બીજમાંથી વૃક્ષ બનીને વિકસવા અને ખીલવા માટે બીજનું ફાટવું જરૂરી છે. અતિશય દ્દ્ર:ખ તમારા અહમ્ને તોડી નાંખે છે. તમને જીવન પ્રત્યે ખુલ્લા અને તેને સમજવા શક્તિમાન બનાવે છે. તમારી વિચારસરણી બદલાય છે અને તમે દરેક બાબતને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોવાનું શરૂ કરો છો. તમે દુ:ખ અને તમારી જાત વચ્ચેના રહસ્યને ઓળખતા થાવ છો કે, એ 'તમારું' દુ:ખ નથી પરંતુ તમારા માટે અતિ જરૂરી એવું કંઈક છે. હકીકતમાં એ તમે ચોક્કસ પરિસ્થિતિને આપવા પસંદ કરેલી પ્રતિક્રિયાનો પડઘો, પત્યુત્તર, જવાબ છે. એક વખત જો આ તમને સમજાઈ જાય તો પછી તમે વધારે વખત દ્દ્રઃખી કઈ રીતે રહી શકો ? તમે જયારે જાગૃતપણે દ્દઃખનો સ્વીકાર કરો છો ત્યારે તમે તેમાંથી ખરેખર બહાર નીકળી જાવ છો !
દ્દ્રઃખ એ આનંદ પામવાની જરૂરી ચાવી નથી, પરંતુ જો તમે તેમાંથી બરાબર બોધ લીધો હશે તો દુઃખની અવાસ્તવિકતા તરફ તમારી આંખો ચોક્કસ ખોલી નાંખશે, એ તમને શીખવે છે કે દુ:ખ સહન કરવું કેટલું બિનજરૂરી છે. આ વાતને "હું દ્વઃખ સહન કરવું જરૂરી છે" એ અર્થમાં કહું છું.
પ્રશ્ન : તમે કહો છો કે દ્દુ:ખને છોડી દેવાથી પરમ આનંદ આવે છે. પરંતુ તે આનંદ જયારે શમી જાય છે. ત્યારે તે એટલું જ દુ:ખ આપે છે. હું દુ:ખમાંથી આનંદ તરફ કેવી રીતે આગળ વધી શકું ?
તમારે સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે દુ:ખ અને આનંદ એકબીજાના વિરોધી નથી. આનંદને દુ:ખ સાથે કશું જ લેવાદેવા નથી. આનંદ એ દુ:ખના સામા છેડાનો શબ્દ છે. જેમકે બીજા વિરોધી શબ્દો હોય છે. એક બીજા વગર તેમનું અસ્તિત્વ જ શક્ય નથી. તેઓ એકબીજાના પૂરક છે. તમે તદ્દન સાચા છો. તમે દુ:ખ વગર આનંદ માણી જ ન શકો. દુ:ખના અનુભવ વગર તમે પરમસુખના અનુભવને કઈ રીતે સમજી શકો ? ભારતીય પ્રાચીન ધર્મગ્રંથોમાં સૂચક રીતે જ આનંદ અને દુ:ખ બંન્ને માટે સહન કરવું, એક જ શબ્દ વાપરેલા છે. કારણ કે બંન્નેનું અંતિમ સ્વરૂપ એક જ છે. તમે જયારે દુ:ખ અને સુખ બંન્નેના વિચારોથી ઉપર ઊઠો છો, ત્યારે પરમ આનંદની અનુભૂતિ થાય છે. માટે દુ:ખ અને સુખના ભાવો શમી જાય, તમને હેરાન કરવાનું બંધ કરે, અંદર બધું જ શાંત થઈ જાય, પછી જે આંતરિક અનુભૂતિ થાય તે જ ખરૂં પરમ સુખ છે. પરમઆનંદ છે. આતો સુખ અને દુ:ખ બંન્નેથી પર છે. એ તો સંપૂર્ણ સંવાદિતા છે. અલૌકિક આંતરિક શાંતિ છે !
હું શું કહેવા માંગું છું તે સમજાય છે ને ?
હમણાં આખી દુનિયામાં એક વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું કે માનવજાતિ માટે સોથી વધુ દુ:ખદાયક અને ઘાતક બિમારી કઈ હોય છે ?
ઘણાનું માનવું હતું કે તે એઈડસ હોઈ શકે, બીજાને લાગતું હતું કે કેન્સર હોઈ શકે, અને હજી પણ ઘણા એવી કલ્પના કરતા હતા કે ટી.બી. સૌથી ઘાતક છે.
પરંતુ આ સર્વેક્ષણનું પરિણામ જોઈને દુનિયા દંગ થઈ ગઈ. આ સદીની સોથી દ્વાતક બિમારી ઉપરનામાંથી એકપણ નહોતી. એ હતી…. !
હતાશા !!
આપણે ચિંતા શું કામ કરીએ છીએ ?
ધ્યાનથી સાંભળો. પ્રશ્ન મેં પૂછયો તે નથી. "તમને શાની ચિંતા થાય છે ?'' આ સવાલનો જવાબ તો દસ વરસનું બાળક પણ આપી શકે છે.
આપણી પાસે ચિંતા કરાવતી બાબતોનું લીસ્ટ તૈયાર જ હોય છે. પૈસા, કામકાજ, સંબંધો, બિમારીઓ વગેરે વગેરે, આ સૂર્યની નીચે જેટલી પણ બાબતો છે તેમાંથી કોઈપણ બાબત ચિંતાનું ઉદ્દુભવ સ્થાન બની શકે. વિચિત્ર બાબત તે છે કે અમુક લોકો માટે વિરોધી કારણો પણ ચિંતાના સ્ત્રોત બની શકે છે. જ્યારે બે વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે એકે કહ્યું – "મારે છોકરાં નથી તે મારી સમસ્યા છે" બીજાએ કહ્યું કે "મારા છોકરાં મારી સમસ્યા છે'' પૈસા હોવા અને પૈસા ન હોવાં બંન્ને બાબતો સમસ્યા હોઈ શકે છે. ઘણા લોકોને કશી જ ચિંતા નથી તેની ચિંતા હોય છે ! ઘણા નિવૃત્ત લોકો મારી પાસે આવીને કહે છે. મારે કશું કરવાનું નથી અને મારી ચિંતા કરવાવાળું કોઈ નથી. અમારે જીવીને શું કામ છે !!
આપણે બધાં, અલગ સંસ્કૃતિ, અલગ આર્થિક પરિસ્થિતિ અને અલગ વયજૂથમાંથી છીએ. પરતુ આપણે બધાને એક સરખી ચિંતા હોય છે. ચિંતા માટે જો બહારના પરિબળો જવાબદાર હોય તો બધાને એક જ રીતે શા માટે સહન કરવું પડે ?
ના. ચિંતાનું સાચું કારણ આપણી અંદર જ ઊંડાણમાં રહેલું છે. તમારી ચિંતાનો ઊંડાણથી અભ્યાસ કરો. તમને ખ્યાલ આવશે કે ચિંતા પણ બીજા દુ:ખોની જેમ જ આપણા જીવનની બહારની ઘટના નથી. પરિસ્થિતિ ચિંતા
પેદા કરતી નથી. પરંતુ તમે તેને જે રીતે પ્રતિક્રિયા આપવાનું પસંદ કરો છો તે પ્રતિક્રિયા ચિંતા પેદા કરે છે.
ધારો કે તમારો મિત્ર ખૂબ જ સરસ નોકરીમાં જોડાય છે.
આ ઘટનાને બે રીતે લઈ શકાય. તમે વિચારી શકો "વાહ તેને સરસ નોકરી મળી છે" અથવા તમે વિચારી શકો, "અરે ભગવાન તેને તો સરસ નોકરી મળી ગઈ ! મારું શું ? હું શું કરું ? મારી પત્ની શું કહેશે ? મારે કોઈ બીજી નોકરીની શોધ ચાલુ કરી દેવી જોઈએ ? જો મને સારી નોકરી નહીં મળે તો શું થશે ? મારા માટે જીવનમાં કશું સારૂં કેમ બનતું જ નથી ?"
તમે જોયું તમારી જાણ બહાર જ ચિંતા પરિસ્થિતિમાં કેવી રીતે દાખલ થઈ ગઈ ? હકીકતમાં તમારા મિત્રને સારી નોકરી મળે તેમાં તમારે દુ:ખી થવાનું કોઈ કારણ જ નથી. ચિંતા એટલે બહારના ચોકઠાઓ અને સંદર્ભોની વિર્રદ્ધમાં સતત તપાસવું. દા.ત., "મારો પડોશી જે કરે છે તેવું હું કરું છું ?" "મારા બોસ પર મારી સારી છાપ પડી છે ?" "મારા બાળકો શું વિચારશે ?''
ચિંતા જરૂરીયાત બની શકે છે !
આપણી જાતને બહારના પ્રમાણપત્રની જરૂરિયાત કેમ પડે છે ?
દુ:ખદ સત્ય એ છે કે ઘણા લાંબા સમયથી આપણે જાતનો વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. આપણે સ્વકેન્દ્રી બની ગયા છીએ. અંતર્મખી થઈ ગયા છીએ. તમે ક્યારેય નાના બાળકને લોકો તેના માટે શું વિચારશે તેવી ચિંતા કરતું જોયું છે ? પરંત્ આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ, તેમ તેમ સમાજ સતત આવા વિચારો આપણા મગજમાં ઠાલવતો જાય છે. બીજાના વિચારો અને મતો સાથે સરખામણી કરીને આપણી
જાતનું મૂલ્યાંકન કરવાનું આપણને સમાજ શીખવે છે. મા-બાપ. શિક્ષકો. મિત્રો ઘણીવાર અજાણ્યાઓ પણ, પરિણામે આપણે જાતમાં ઓછૂં અને ઓછૂં માનવાનું શરૂ કરી દઈએ છીએ. આપણને એવું લાગે છે કે, બહારના આધાર વગર, સમાજની માન્યતા વગર, આપણી દઢ માન્યતા અને આપણાં કાર્યો, આપણો આત્મવિશ્વાસ તરત જ ધરાશયી થઈ જશે ! તૂટી પડશે !
તમે જયારે કોઈ બાબતમાં ચિંતિત હો છો ત્યારે તમને તમારા માપદંડ સામે કોઈ ચોક્કસ મુદ્દો કે તેને લગતી માહિતી માટે ટેકો મળશે એવું લાગે છે. આથી ચિંતા તમને તમારા કેન્દ્રનો, તમારા જીવનની દિશાનો અહેસાસ કરાવે છે. ચિંતા વગર તમને એવું લાગશે કે જવા માટે કોઈ દિશા જ નથી. વિચારવા માટે કોઈ ધીરજ નથી. આ કારણે જ આપણામાંથી મોટાભાગના હકીકતમાં તેમની ચિંતાઓના પ્રેમમાં હોય છે.
લોકો મારી પાસે આવીને કહે છે, " મારો ધંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. ગયા મહીને મારે મોટું નુકસાન ભોગવવું પડ્યું. અને હું જાણું છું કે આવતા મહિને પણ હાલત વધારે બગડશે.''
તેથી હું તમને પૂછું છું ''જો તમે આવું જોઈ શકો છો તો તમે અત્યારે જ તમારો ધંધો બંધ કેમ કરી દેતા નથી ?"
અને તે તરત જ બચાવ કરશે, "શું ? પછી હું બીજું શું કરું ?"
હકીકતમાં તે એવું માને છે કે ''પછી હું કઈ બાબતની ચિંતા કરીશ ?''
ચિંતા કરવાનું જો કાંઈ કારણ ન હોય તો તમારો અહમ તેના અસ્તિત્વનું બંધન ખોઈ નાંખે છે. તેના અસ્તિત્વનું કારણ. સાંકળ જ તૂટી જાય છે. માટે જ તમે દુ:ખમાં, ચિંતામાં રહેવાની દિશા પસંદ કરો છો. તમે તેની વિરુદ્ધ આનંદ તરફ જઈ શકતા નથી. કારણ કે ત્યાં તમે કશું જ નથી.
પરમ આનંદની અનુભૂતિ માટે સૌ પ્રથમ તમારે તમારા અહમુનો ત્યાગ કરવો પડે છે. તમે તે કરવા તૈયાર છો ? ના. તમે બધી જ ઉપાધીઓ લેવા તૈયાર છો પણ તમારા અહમ્ને છોડી શકતા નથી. તેથી તમે ચિંતા કરવાના કારણો શોધ્યા કરો છો. આપણામાંના મોટાભાગનાને એ ચિંતા છે કે, તેના સિવાયના બધા જ સુખી છે. તે એક જ સુખી નથી. પરંતુ મજાની વાત એ છે કે દરેકે દરેક વ્યક્તિ પોતાના માટે આવું જ અનુભવે છે. આ કઈ રીતે શક્ય બને ?
એક રાજ્યના રાજાને જાણવા મળ્યું કે તેના રાજયના બધા જ નાગરિકો હતાશામાં છે કારણ કે તેમાંના દરેકને એવું લાગે છે કે તેમને માટે યોગ્ય હોવી જોઈએ તેના કરતાં વધારે ચિંતાનો બોજ તેમના પર આવે છે. તેના સિવાયના બીજાને વધારાની કોઈ ચિંતા જ નથી. તેથી રાજાએ ચિંતાઓ આપસમાં બદલી લેવાની ઓફર કરી. જ્યાં લોકો પોતાની મોટી ચિંતા આપીને, બીજાની નાની ચિંતા લઈ શકે. મોટી વિશાળ જગ્યા પસંદ કરીને એક મહાકાય વાસણ મૂકવામાં આવ્યું. જેમાં દરેક વ્યક્તિ પોતાની મોટી ચિંતા નાંખી શકે અને બીજાઓને નાંખેલી, તેને નાની લાગતી ચિંતા પસંદ કરીને લઈ શકે. આ પ્રસંગે આખું રાજ્ય એકઠ્ઠું થઈ ગયું. નિયમ પ્રમાણે પ્રસંગને ખુલ્લો મુકવામાં આવ્યો. આશ્ચર્યજનક રીતે એકપણ વ્યક્તિ પોતાની જાણીતી ચિંતા ફેંકીને બીજા અજાણ્યાની ચિંતા પોતાના માથા પર લેવા આગળ આવી નહીં !
મન ચિંતાનું માલિક છે !
ચિંતાને સરળતાથી સમજવા માટે આગળ વધતાં પહેલાં, આપણે ચિંતામાં હોઈએ છીએ ત્યારે આપણી અંદર શું બને છે તે સમજી લેવું જરૂરી છે. તમે જયારે કોઈપણ બાબતની ચિંતા કરતા હો, ત્યારે ફક્ત તમારા મનનું નિરીક્ષણ કરો. શું થઈ રહ્યું છે ? તમે જોશો કે તમારા મનમાં વિચારોનો
પ્રવાહ સતત વહી રહ્યો છે. મોટાભાગે નકારાત્મક અને એકબીજા સાથે બિલફુલ સંકળાયા વગરનો.
હકીકતમાં આપણે બે પ્રકારની બોલી માણીએ છીએ. બહાર બોલવું અને અંદર બોલીવું. સામાન્ય રીતે બીજા લોકો સાથે બોલવાને આપણે બોલી-વાચા કહીએ છીએ. પરંતુ આપણે અંદર મનમાં અવાજ વગર સતત વાર્તાલાપ કરતા હોઈએ છીએ તેનું શું ? આપણી રજા વગર, આપણા મનમાં સતત ચાલતો બેકાબુ બડબડાટ મનની ભેટ છે બધી જ ચિંતાઓનું ઉદ્દભવસ્થાન છે. આ અંદરનો બડબડાટ જ તમારો ખરો માલિક છે.
આ આંતરિક લવારીમાં સ્થિરતા નથી, ક્યારેય એક ક્ષણનો પણ વિરામ નથી. એ એક ગાંડપણ જેવું છે. ઘણીવાર બીજા સાથે બોલવાનું એટલે ચાલુ રાખીએ છીએ કે આપણી જાતની અંદરના બડબડાટથી છટકારો મળે. એટલા માટે જ દુનિયામાં આટલું બધું બોલવાનું ચાલુ રહે છે. આ આંતરિક લવારીનો શું અર્થ છે ? તે સમજવું એટલું સરળ નથી.
આ પ્રયોગ અજમાવી જુઓ
આંખો બંધ કરીને બેસી જાવ. કોઈપણ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરો. તમે જોશો કે થોડીક જ ક્ષણોમાં તમારા મનમાં વિચારોનો સતત પ્રવાહ ચાલુ છે. તમારા મનમાં જે કોઈ વિચાર આવે તે પ્રમાણિક પણે લખી નાંખો. આવું પાંચ મિનિટ સુધી કરો. હવે તમે જે લખ્યું છે તે વાંચી જાવ .
વાંચીને આંચકો લાગ્યો ને ? આ તમારી આંતરિક લવારીની નોંધ છે. તમારા વિચારો કેટલા અસ્તવ્યસ્ત છે ? અપ્રસ્તુત, વિરોધાભાસી અને ચોક્કસ વ્યાખ્યા ન આપી શકાય તેવા. હવે તમે જોયું ને તમારા મગજમાં કેવું સર્જેલું-ધજેલું પાગલખાનું ચાલી રહ્યું છે ? આ જ તમારા મનનો સાચો સ્વભાવ છે. આ બેકાબુ વિચારોનો પ્રવાહ, આ જ ગાંડપણની અભિવ્યક્તિ. આ એ જ મન છે જેને વિશ્વાસે તમારૂં જીવન ચાલે છે. આ મને જ તમારી બધી જ ચિંતાઓની શોધ કરી છે. આ એ જ મન છે. જે તમારૂં જીવન જીવે છે. તમે આટલું સમજી લીધું હશે, તો ચિંતામાંથી છ્રુટકારો મેળવવા છલાંગ મારી દેશો.
| નિત્તી મુદલીયારે નવી કાર ખરીદી અને પહેલીવાર સવારી કરીને બહાર નીકળ્યો. તે શહેરમાં માઈલોના માઈલો આગળ જતો જ રહ્યો. લોકો પ્રશંસાથી તેને જોઈ રહ્યા હતા. પરંતુ નિત્તી ક્રોધિત ચિંતામાં હતો. જેવો તે નીચે ઉતર્યો. તેને ભાન થયું કે. કાર ચલાવવા બાબતમાં તે બ્ધું જ જાણે છે સિવાય કે તેને અટકાવવી. ઊભી રાખવી.
એક નાની વાર્તા
બધા નસીબદાર હતા કે કાર ઝાડ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. બાજુમાંથી પસાર થતાં માણસે નિત્તીને પૂછયું : "તમને શું તકલીફ છે ? શું તમને કાર ચલાવતા નથી આવડતું ?"
નીત્તિએ ચીસ પાડીને ઉદ્ધાતાઈથી કહ્યું : "અલબત્ત મને કાર ચલાવતાં આવડે છે. માત્ર હું તેને કઈ રીતે અટકાવવી તે નથી જાણતો."
હકીકતમાં નિત્તી કાર નહોતો ચલાવતો પણ કાર તેને ચલાવી રહી હતી. કાર કાબુમાં હતી, પરંતુ તે નહોતો. કાર ચલાવવી એટલે આપણી ઈચ્છા મુજબ તેને ગતિમાં રાખવી અને અટકાવવી. નહીં કે કારની ઈચ્છા મુજબ.
આવી જ રીતે આપણે આપણા મનને ચલાવી રહ્યા છીએ. પરંતુ કેમ અટકાવવું તે જાણતા નથી. માત્ર થોડી પળો માટે આંતરિક બબડાટને અટકાવવાની કોશિશ કરી જુઓ. અટકાવી શક્યા ? તમે જયારે તેને અટકાવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે વિચારોનો પ્રવાહ વધારે બેકાબુ બની જાય છે. આ એવું છે કે તમે સીટબેલ્ટ સાથે બંધાયેલા છો અને તમારું વાહન તેની મરજી મુજબ ગમે તે દિશામાં જવા માટે મુક્ત છે. અરે. શારીરિક અકસ્માત વખતે આપણે આપણા શરીરને જિંદગીને ઢીલી છોડીએ છીએ. પરંતુ જયારે આપણે આપણા આંતરિક બબડાટના ગુલામ બની જઈએ છીએ, ત્યારે જિંદગીભર તે ચલાવે તેમજ ચાલવું પડે છે. અને તે આપણને જિંદગીભર ગાંડાની જેમ ચલાવ્યે રાખે છે. કોઈ હેતુ વગર, જાગૃતતા વગર. અરે તેનું પરિણામ શું આવશે તે સમજવા દીધા વગર જ ચલાવ્યે રાખે છે.
ચિંતા હતાશા ક્યારે બની જાય છે ?
હતાશા (ડિપ્રેશન) વારંવાર ઉથલો મારતી અસાધ્ય ચિંતાઓનું મનોવૈજ્ઞાનિક નામ છે.
વારંવાર ઉથલો મારતી ચિંતા એટલે શું ?
મન અદ્દ્ભુત રેકોર્ડીંગ સિસ્ટમ છે. તે તમારા નકારાત્મક વિચારો, પૂર્વગ્રહો, ચિંતાઓનો સંગ્રહ કરે છે. તમે તમારા મનને જે કાંઈ શીખવો છો તે શીખે છે અને વિશ્વાસપૂર્વક પુનરાવર્તન કરે છે. તેથી જુઓ કે તમે તમારા મનને શું કહો છો ?
ધારો કે તમે ધંધામાં નિષ્ફળ ગયા છો. તે હાલાકીમાં વધારો કરવા માટે, આજ અરસામાં તમારા લગ્ન તૃટી જાય છે. મોટેભાગે એવી શક્યતા છે કે, આ સ્થિતિમાં તમે એવું માનવા લાગો છો કે, તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. જેથી તમે જેને પણ સ્પર્શો છો તેમાં નિષ્ફળતા મળે છે. વારંવાર આ નકારાત્મક વિચારનું પુનરાવર્તન તમારા મનમાં થવાથી તે તમારી સ્મૃતિમાં ઊંડા મૂળીયા મૂકી દે છે. અને જેમ સમય પસાર થાય છે, મન ઓટોમેટીક તમે જે અંદર મોકલ્યું છે, તે પ્રમાણે વર્તન કરવા માંડે છે. આ સિવાયની બીજી પરિસ્થિતિઓમાં પણ તમારી રજા કે જાણ બહાર જ નકારાત્મક રીતે વર્તવા માંડે છે. આ પછી તમારા મનની આદત બની જાય છે જેને પરિણામે તમારી અંદર ગંભીર લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે.
જેવી રીતે ખાવાની ખરાબ આદતો તમારા શરીરમાં ચરબી જમા કરે છે અથવા લોહીની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા કરે છે, તેવી જ રીતે સતત ચિંતાઓ તમારી અંદર લઘુતાગ્રંથિ પેદા કરે છે. અને જેમ કોલેસ્ટ્રોલ તમારી ધમનીઓમાં ગઠ્ઠા પેદા કરીને તેને જામ કરી દે છે, તેવી જ રીતે હતાશા (ડીપ્રેશન) તમારી અંદરના શક્તિના સ્ત્રોતને જામ કરી દે છે. અટકાવી દે છે. ડીપ્રેશન એ તદ્દન નિરાશાનો તબક્કો છે. તે એવો તબક્કો છે કે જેમાં આપણે આપણો કાબુ અધમતાને સોંપી દઈએ છીએ.
આપણે જ આ હાલતનું સર્જન કર્યું છે.
શારીરિક સ્તર ૫૨ ચિંતા હોજરીમાં બેચેનીરૂપે સ્પષ્ટરૂપે તરત જ પ્રગટ થાય છે. (યાદ કરો પરીક્ષા વખતે કે નોકરીના ઈન્ટરવ્યુ વખતે તમારે કેટલા વખત બાથરૂમ જવું પડે છે ?) આ સ્વાભાવિક છે કારણ ચિંતા મણિપુરકા ચક્ર સાથે સંકળાયેલ છે, જે પેડ્ડમાં આવેલું છે. આ ચક્રની શક્તિ. કે જે પાચન અને ઉત્સર્ગ તંત્રને કાબુમાં રાખે છે. તે સતત ચિંતાને કારણે જામ થઈ જાય છે.
ચિંતા ઉપર વિજય કેમ મેળવવો ?
ચિંતાને સમજયા માટે આપણે આપણાં મનના સ્વભાવમાં ઊંડાણથી નજર કરવી જોઈએ. ચિંતાનો રસ્તો મનમાં છે. અને ફક્ત મન દ્વારા જ આપણે ચિંતામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકીએ. છતાં આપણે તેનાં જવાબો બીજી જગ્યાએ શોધતાં હોઈએ છીએ. બહારની પરિસ્થિતિઓમાં, બહારના સંજોગોમાં. આપણે આપણી જાતને કહીએ છીએ કે "જો મારી પાસે પૂરતા પૈસા હોત તો મારે ચિંતાનું કોઈ કારણ ન હોત." "જો હું વધારે સારા દેખાવવાળો/વાળી હોત.", વગેરે વગેરે… હકીકતમાં આ નિરર્થક માનસિક કસરત છે.
એક સાંજે નિત્તી મુદલીયાર તેના મકાનનાં આંગણામાં કંઈક શોધી રહ્યો હતો. જયારે તેની પત્નીએ તે બાબતમાં પૃછયું ત્યારે તેણે કહ્યું કે - "તેનાથી એક સિક્કો પડી ગયો છે." તેની પત્ની પણ સિક્કો શોધવામાં મદદ કરવામાં જોડાઈ. થોડીવારમાં તેના પડોશીઓ પણ ભેગા થયા અને તેને સિક્કો શોધવામાં મદદ કરવા લાગ્યા. પરંતુ સિક્કો મળ્યો જ નહીં. અચાનક એક યુવાને નિત્તીને એક પદ્ધપું; "નિત્તી સિક્કો ચોક્કસ કઈ જગ્યાએ પડી ગયો છે ?" નાની આપણે અર્ધો કલાકથી શોધીએ છીએ મળતો જ નથી. નિત્તીએ વાર્તા કહ્યું - ''સિક્કો ઘરની અંદર ૫૩ી ગયો છે.''
યુવાને નવાઈ પામીને કહ્યું 'તો પછી આપણે તેને આંગણામાં કેમ શોધીએ છીએ ?'' નિત્તીએ કહ્યું – ''મારા ઘરની અંદર લાઈટ નથી. અહીં બહાર સ્ટ્રીટ લેમ્પનું અજવાળું તો પડે છે ! આપણે તેના અજવાળામાં સિક્કો શોધી શકીએ. ''
નવાઈ લાગીને ? આપણે પણ ચિંતામાંથી બહાર નીકળવા માટે તેનું મૂળ અને તેનાં કારણો સુધી જવાને બદલે બહારની બીજી બાબતોને જ જવાબદાર ગણીએ છીએને !
એક વખત તમારી સમજમાં આવી જાય કે મન કઈ રીતે કામ કરે છે તો આ બાબત સરળ બની જાય. એક જ ચાવી દરવાજાનું તાળું ખોલવા અને બંધ કરવામાં કામ આવી જાય. તમારા મનમાં રમતા શબ્દો વડે જ તમે હતાશામાં ઊંડા ઊતરી શકો અથવા પરમ આનંદ તરફ ઊંચે ઊઠી શકો.
ચિંતા સામે ટક્કર લેવાનો સરળ મંત્ર છે : સતત હકારાત્મક વિચારસરણી.
સચેત રહો અને જયારે પણ તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે ત્યારે તેમાં હકારાત્મક વિચારો મોકલવાનું શરૂ કરી દો. જો કે આ એટલું સરળ કામ નથી. શરૂઆતમાં જયારે તમે હકારાત્મક શબ્દો ગણગણશો ત્યારે તમારું મન (જે નકારાત્મક પ્રત્યાઘાત આપવા ટેવાયેલું છે) સરળતાથી આ શબ્દો શીખશે નહીં. તમારા મનનો કોઈ નાનો ખૂણો તેનો પ્રતિકાર કરવાનું ચાલુ રાખશે, "તને એવું લાગે છે કે હું થોડા હકારાત્મક શબ્દો જેવું બની શકું ? શું હું મૂર્ખ છૂં ? મને તો નથી લાગતું"
પરંતુ ધીરે ધીરે સતત હકારાત્મક વિચારોથી તમે તમારા મનની ગુણવત્તામાં સુધારો કરી શકો છો. તમારા માનસિક પ્રોગ્રામિંગને તમે જ સંપર્ણપણે બદલી શકો છો. આખરે તમે જ તો તેને ટ્રેઈન કર્યું છે. તમે જાણો છો કે તે કેવી રીતે કરવું. તો હવે તે કરો જ.
તમે જયારે જોશો કે થોડા શબ્દોથી જ ચિંતાને પેદા કરી શકાય છે અને ભગાડી પણ શકાય છે. તમે અનુભવશો કે ચિંતા કેટલી અવાસ્તવિક હતી. મનના આંતરિક બબડાટમાંથી થોડી ક્ષણોની જાગૃતિ, થોડી જ જીવંતતાથી બહાર આવી શકાય છે. ચિંતા કેટલી બિનજરૂરી છે તેનું ભાન થતાં જ કુદરતી રીતે જ મણીપુરકા ચક્રની તિજોરીનાં તાળાં ખુલી જાય છે અને એક એવા સ્તરે પહોંચી જવાય છે કે, જયાં સુખ કે દ્વુઃખ ખલેલ પહોંચાડી શકતાં નથી.
એ સ્તર છે પરમ આનંદ ! પરમ સુખ ! જ્ઞાન અને ધ્યાન સાથે, જાગૃતતા અને મહાવરા સાથે, દુ:ખ જ તમને નિત્યાનંદ, અનંત સુખના દરવાજા સુધી દોરી જાય છે.
મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે.
પ્રશ્ચ : બીજાઓ સાથે સરખામણી કરીને મારી જાતને દ્વઃખી થતાં કઈ રીતે રોકી શકં ?
આખરે તમને એટલો અહેસાસ તો થયો કે સરખામણી જ દ્દ:ખ લાવે છે. ખરેખર સારી શરૂઆત છે.
ભગવાન બુદ્ધે પ્રભાવશાળી અર્થવાળું એક વિધાન કર્યું છે. તેઓ કહે છે - "સંબંધો સિવાય કોઈનું અસ્તિત્વ નથી" દરેક બાબત એકબીજા સાથે સંબંધિત છે, અને કોઈક બીજા સાથે તે ફક્ત સંબંધોમાંથી તેના અર્થો કાઢે છે.
તમે તમારી જાતની સરખામણી કરવા માટે કયા કયા શબ્દો વાપરો છો ?
સુંદર, પૈસાદાર, હોંશિયાર, યુવાન અને વગેરે વગેરે
હવે તમે કલ્પના કરો કે તમે એક એવા ગ્રહ ઉપર છો કે, જયાં તમારા સિવાય બીજું કોઈ રહેતું નથી. ૫છી તમે સુંદર કે કદરૂપા હશો ? ઊંચા કે નીચા હશો ? તવંગર કે ગરીબ હશો ? સરખામણી વગર આ શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે છે. કારણ કે સરખામણી ફક્ત શબ્દો વડે કરાયેલી વ્યવસ્થિત કલ્પના છે. તેમનું ખરેખરું કોઈ અસ્તિત્વ જ નથી.
આ અજમાવી જુઓ : થોડી ક્ષણો માટે તમારી આંખો બંધ કરી દો. તમે દ્દનિયામાં સાવ એકલા જ છો એવી કલ્પના કરો તમને અંદરથી એવું લાગે છે કે, તમે રૂપાળા કે કદરૂપા છો ? મૂર્ખ અથવા સમજદાર છો ? તો પછી આ બાબતો ક્યાં છે ? ફક્ત તમારું અસ્તિત્વ રહે છે. તમારૂં હોવાપણું (તમે જેવા છો તેવા જ) જ રહે છે કારણ કે આ જ સત્ય છે. વાસ્તવિકતા છે.
બીજા કોઈ સાથે આપણી જાતની સરખામણી કરવી તે મૂર્ખતા છે, કારણ કે તમે ક્યારેય બીજા કોઈ બની શકો નહીં અને બીજું કોઈ તમે બની શકે નહીં. તમારી આસપાસ નજર કરો, આબેહુબ તમારા જેવું જ આજુબાજુમાં બીજું કોઈ છે ? તમે જોઈ નથી શકતા કે તમે કેટલા વિશિષ્ટ, અસાધારણ છો ?
એવું કહેવાય છે કે એક વખત એક ઝેન ગુરુને તેના શિષ્યે સવાલ કર્યો, "ગુરુજી મને કહો, હું બુદ્ધ જેવો ક્યારે બનીશ ?" જવાબમાં ગુરુએ અતિક્રોધિત થઈને શિષ્યના ચહેરાપર એક તમાચો મારી દીધો. શા માટે ? શું તેના શિષ્યની માંગણી અતિશય વધારે હતી ? ના. ગુરુએ કહ્યું – "તું જ બુદ્ધ છે." અત્યારે તમે જેવા છો તેવા થવા કઈ રીતે ઈચ્છા શકો ? તમે તમારી પોતાની જાતથી એટલા બધા દર રહ્યા છો કે, તમે ખરેખર કેટલા અસાધારણ છો, તે તમે ભલી ગયા છો. તમે જુઓ છો કે દરેક વ્યક્તિ ખૂબ જ ભિન્ન છે, સમાનતાનો સંદર્ભ જ ક્યાં છે ? માટે સરખામણી કરવાનો અભિગમ છોડી દો. યાદ રાખો તમે ખરેખર વિશિષ્ટ છો. જેવા બીજાં બધાં જ અસામાન્ય છે.
પ્રશ્ન : મને હમણાં ખૂબ જ અદ્દ્ભુત સાથીદાર મળેલ છે. પરંતુ આ સંબંધ એટલો બધો સારો છે કે મને ખૂબ જ ચિંતા થાય છે તેનો અંત તો નહીં આવી જાય ને ?
સંબંધ એટલો સારો છે કે અંત આવી જશે ? આ ઊંચાઈ પર ખરેખર આ ચિંતા છે ? તમારી પાસે ચિંતા કરવા જેવું કશું જ ન હોવું, છતાં ચિંતા થતી તે મનની એક હલકી કક્ષાની રમત છે. મન તમને ક્યારેય વર્તમાનમાં રીલેક્સ થવા દેતું નથી. તે તમારા પર ભૂતકાળ અને ભવિષ્યકાળ બોજારૂપે લાદયા કરે છે. પરંતુ પ્રેમ કરવો એટલે જ ભૂતકાળ અને ભવિષ્યકાળને ભૂલી જવો. વર્તમાનના આનંદમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવું.
તમારા ડરનું સાચું કારણ તપાસો.
તમારી સાથે કંઈક અતિસુંદર બનવાનું છે. એટલું સુંદર કે તમે ક્યારેય તેના માટે અપેક્ષા નહીં રાખી હોય ! તેથી એ પૂરું થઈ જશે એવો ભય તમને સતાવી રહ્યો છે, કે જ્યારે તમારો સાથી વધારે સુંદર, વધારે પ્રતિભાશાળી, વધારે પૈસાદાર પાત્ર ને શોધવા જશે તો ? હું એને તેમ કરતાં કઈ રીતે અટકાવીશ ? તે મને છોડી જશે તો શૂં થશે ?
પરંતુ તમે ગમે તેટલી ચિંતા કરો. જે બનવાનું છે તેને તમે કોઈપણ રીતે અટકાવી શકો તેમ છો ? તમે તમારા સાથીદાર પર માલિકીહક્ક ન રાખો. તમને ખબર નથી એનું મન ક્યારે બદલાઈ જાય. અરે તમે પોતે તમારા મનને પણ નથી સમજી શકતા !
તમે સંજોગો પર કાબુ મેળવી શકશો, એવી કલ્પના કરવી ચોખ્ખી મૃર્ખતા છે. સંબંધો ઉપર વધુ સખત બંધન બાંધવાની કોશિશ કરવી તે સંબંધોનો જલ્દી નાશ કરવાનો ચોક્કસ રસ્તો છે. આખરે બધી જ અસલામતીની ભાવના આપણી જાત પરના વિશ્વાસની ખામીમાંથી ઉદ્દભવે છે. પ્રેમમાં તમારી જાતમાં બસ વિશ્વાસ કરવાનો હોય છે. ફક્ત. પછી જ તમે તમારા સાથીદાર પર અને તમારા સંબંધો પર વિશ્વાસ કરી શકો છો. આમાં બીજો કોઈ રસ્તો જ નથી.
અલબત તમારા સંબંધો કેટલા લાંબા ચાલશે તેની કોઈ ખાત્રી આપી શકે નહીં. તમને પણ એ શા માટે જોઈએ છે ? પરિવર્તન એ જીવનનો સ્વભાવ છે. આજે સંબંધો છે તે ખૂબ જ સુંદર છે. બસ આટલો સ્વીકાર કરી લો. છતાં આવતી કાલ કદાચ આવી ન પણ હોય. શું આજના દિવસનો આનંદ માણવા માટે આ એક જ કારણ પૂરતું નથી ? જ્યારે સંબંધો પુરા થઈ જશે ત્યારે દુ:ખ માણવાનો ઘણો સમય હશે.
અને નિર્ભેળ સત્ય એ છે કે, તમે સંપૂર્ણપણે પ્રેમમાં હશો, તમારા સમગ્રપણાથી પ્રેમમાં હશો તો, સંબંધો કદાચ લાંબા નહીં ચાલે તો ગુનાહિત ભાવના જ તમારી જાત માટે, ખૂબ જ સામાન્ય અને ખૂબ જ ગંભીર સજા છે. જે તમે તમારી જાતને કરી શકો છો. મોટે ભાગે લોકો નાના અને ઘણા સમય પહેલાં ભૂલાઈ ગયેલાં પાપોની બિનજરૂરી સજા પોતાની જાતને આપતા હોય છે. જે તમે અત્યારે કરી રહ્યા છો. સત્ય એ છે કે તમે જયારે ગુનાહિત ભાવના છોડી દો છો, એજ વખતે પાપ પણ છોડી દો છો. પ્રેમમાં ખોવાઈને કોઈ સ્ત્રી રંડીબાજી કરતી હોય તો, બિલફુલ પાપી નથી. તે ફક્ત પ્રેમિકા છે.
હકીકતમાં સ્વર્ગ અને નર્ક આપણી માનસિક સ્થિતિ છે. તમે તેને બ્રહ્માંડના નકશામાં ક્યાંય શોધી નહીં શકો-તેનું અસ્તિત્વ માત્ર તમારા મનમાં છે, અને ચિંતા અને ગુનાહિતભાવના નરકમાં દાખલ થવાનો ખાત્રીબંધ રસ્તો છે. અમુક મર્યાદામાં ગુનાહિત ભાવના ઉપયોગી પણ છે. આ હાલતમાં તમને એકની એક ભૂલ બીજી વખત કરતાં રોકે છે. જો તમને તમારો બોધ મળી ગયો હોય, તો તમે ગુનાહિત ભાવનાને છોડી દો. જે ભૂલો થઈ ગઈ છે, તેની ચિંતા કરવાની જરૂર નથી. ભૂતકાળ ને ન ભૂલવો તેનાથી મોટું કોઈ પાપ નથી.
પ્રશ્ચ : આ મુક્તિના (Enlightenment) મુદ્દાની મને ચિંતા થાય છે. શું હું આ બાબતમાં યોગ્ય રસ્તે છૂં ?
જો તમે મુક્તિ માટે કાર્યરત હો. અને તે બાબતની ચિંતા થતી હોય તો અંતે તમને કશું જ મળશે નહીં. મુક્તિ તરફનો અભિગમ એટલે જ તે બાબતમાં બધું જ ભૂલી જવું. જો કે તે ભૂલી જવું એટલું સહેલું નથી. પરંતુ તમે જયારે મંઝીલ તરફ જ સખત ધ્યાન આપો છો, ત્યારે મુસાફરીનો આનંદ ગુમાવી દો છો. વર્તમાન ક્ષણને સમર્પિત થઈ જાવ, અને ભવિષ્યને તેની પોતાની કાળજી જાતે લેવા દો.
પણ તમને દુ:ખ નહીં થાય. પ્રેમ જતો ન રહે તે માટે ડરવું તે. જીવન જીવવાથી ડરવા જેવું મુર્ખતાભર્યું કામ છે. કારણ કે ક્યારેક તો તમારે મરવાનું જ છે.
પ્રશ્ન : હું મારી જાતને સારા માણસમાં બદલવાની કોશિશ કરી રહ્યો છૂં છતાં મારે મારા ભૂતકાળના પાપોની સજા ભોગવવી પડશે એવી ચિંતા મને સતાવે છે. શું કરું ?
આપણને આપણા પાપોની સજા કોઈ કરતું નથી. ખરું જોતાં આપણે પોતે જ તેનાથી દંડીત થઈએ છીએ. પાપ હંમેશા પોતાની સજા સાથે લઈને જ આવે છે. પરંતુ આપણે તે બાબતમાં જાગૃત હોતા નથી. હકીકતમાં પાપની કબૂલાત કરવી તે સજા ભોગવવામાં ઢીલ કરવા સિવાય કશું જ નથી. એ માત્ર પોતાની જાતને અધિયારો આપવાની વાત છે કે, પાપ અત્યારે કર્યું છે, સજા પછી ક્યારેક મળશે. કદાચ જજમેન્ટના દિવસે. અથવા કદાચ કયામતના દિવસે, કે પછી બીજા જન્મમાં.
હું ચોરી કે ખૂન બાબતની વાત કરતો નથી. મારા માટે અજાગૃત, અભાન અવસ્થામાં કરેલી કોઈપણ ક્રિયા પાપ છે. અરે આપણું જમવાનું પણ પાપ છે. અને સ્વાભાવિક જ લાંબા સમયે તેની સજા લાવે જ છે. તમે જયારે ગુસ્સે થાવ છો, તમે જ્યારે ઈર્ષાખોર બનો છો, અથવા બદલાની ભાવનાવાળા બનો છો, ત્યારે તમે તમારી જાત પર હિંસા આચરો છો. ત્યારે તમારી આંતરિક સ્થિતિ સંવાદિતામાંથી બહાર નીકળી જાય છે. તમારી શાંતિ હણાય જાય છે. થોડી ક્ષણોનો ગુસ્સો પણ તમારી આંતરિક સિસ્ટમને ઝેરી બનાવી દે છે. અને તમારો મૂળભૂત લય, સંવાદિતા પ્રાપ્ત કરવામાં કલાકો કે દિવસો નીકળી જાય છે. આ તમારૂં પાપ છે અને જે તમે ભોગવો છો.
મુક્તિની ચિંતા એટલે આપણા અહમ્નો મોટો ઢંઢેરો પીટવો. તેથી ભ્રમમાં ન પડો, તેનાથી તમે પાછા તમારી મંઝિલથી દૂર થઈ જશો. તમે જયારે અહમ્ વિનાની સ્થિતિમાં હો છો, ફક્ત ત્યારે જ મુક્તિ થાય છે. જાગૃતતા આવે છે. તમે તેને આવકારવા તૈયાર હો છો. મુક્તિ એ કોઈ અભિવ્યક્તિ નથી. એ એવું કંઈક નથી, જેને ઉશ્કેરાટ અને પ્રયાસોથી મેળવી શકાય. હકીકતમાં તમે જયારે તમારી જાતની સુસંગતતામાં હો છો, સહજ, કુદરતી, પ્રયાસ વિહિન અને તૈયાર હો છો, આ સમયે જ તમે ઉત્તમ સાધના કરી શકો છો. ફક્ત આનંદ જ કરો.
જે કાંઈ પ્રમાણિકતાથી આપી શકાય તે સત્ય છે.
જેને સુંદર શબ્દોમાં સજાવેલું છોય, આધ્યાત્મિક ભાષાથી શણગારેલું હોય તે અર્ધસત્ય છે. અર્ધસત્ય, અસત્ય કરતાં પણ અતિ ખતરનાક છે.
જ્યારે કોઈ વ્યક્તિ અસત્યનો અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ અંતિમ પરનો હોય છે અને હંમેશા તેવો જ રહે છે. પરંતુ સત્યની અલગ અલગ અલગ અભિવ્યક્તિઓ ઘણી બધી ગુંચવણો પેદા કરે છે, તે વિવિધ પદ્ધતિઓમાં ખૂબ જ મોટું અંતર પેદા કરે છે.
પ્રકરણ-૩ નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
ઊંડાણથી તમે જોશો તો ખ્યાલ આવશે કે, આધ્યાત્મિક ક્ષેત્રમાં જેટલા વિરોધાભાસો છે તેટલા, નથી વિજ્ઞાનમાં, નથી ગણિતમાં, નથી તર્કશાસ્ત્રમાં, નથી ઈતિહાસમાં, નથી ભૂગોળશાસ્ત્રમાં, હકીકતમાં બીજા કોઈક્ષેત્રમાં નથી. બીજા ક્ષેત્રોમાં દરેક બાબતોને એક વાક્ય અથવા એક લયમાં રજૂ કરવામાં આવે છે. હકીકતો અને આંકડાઓ બહુ ઓછા હોય છે. પરંતુ મુખ્ય દોરી, મુખ્ય વિચાર એક સરખો હોય છે. વિજ્ઞાનમાં તમને એક વૈજ્ઞાનિક અને બીજા વૈજ્ઞાનિક વચ્ચે વધારે વિરોધાભાસ નહીં જોવા મળે. ગણિતમાં પણ નહીં જોવા મળે. આધ્યાત્મિક ક્ષેત્ર જેટલા વિરોધાભાસો તમને બીજા કોઈપણ ક્ષેત્રમાં નહીં જોવા મળે. આધ્યાત્મિક ક્ષેત્રમાં જો તમારી પાસે વિરોધાભાસો નહીં હોય તો, તે નવાઈની બાબત લાગશે. એક સુંદર કહેવત છે કે, જો બે જ્ઞાની માણસો એક જેવી જ વાત કહેશે તો, બે ઋષિઓ એકબીજાનો વિરોધ નહીં કરે તો, તમારે ચોક્કસ સમજવું કે બેમાંથી એક નકલી છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં આટલા બધા વિરોધાભાસ કેમ છે ? આટલી બધી નવી નવી ફિલોસોફીઓ કેમ છે ? દરેક માણસને આવું લાગે છે. ખાસ કરીને હિંદ્દ ધર્મમાં, એટલા બધા વાદો છે, ઘણા બધા સંપ્રદાયો છે, ઘણાં બધાં દેવતાઓ છે, શું કામ ? કારણ કે જ્યાં સ્વતંત્રતા હોય ત્યાં વિવિધતા હોવાની જ.
પશ્ચિમી સમાજમાં પુષ્કળ સામાજિક સ્વતંત્રતા છે એવું કહેવાય છે, કે તેઓ ત્રણ મહિને એકવાર તેમની કાર, હાઉસ (ઘર) અને પત્ની બદલે છે. ત્રણે નિયમિત ત્રણ મહિને એકવાર બદલાય છે. એ લોકો પાસે બાહ્ય દુનિયામાં, સામાજિક બંધારણમાં અદ્દ્ભૂત સ્વતંત્રતા છે. પરંતુ તેમની
દરેકે દરેક વ્યક્તિ પોતાનો અનુભવ અલગ રીતે વ્યક્ત કરે છે. દાખલા તરીકે. પતંજલિ કહે છે કે - મસ્તકમાં આવેલું ચક્ર, મુગુટ, સહસ્ત્રાર છે સામાન્ય રીતે જેનો અર્થ છે, હજાર પાંખડીઓવાળું કમળ પરંતુ જો તમે માણસની ખોપરીને ખોલશો, તો તેમાં તમને હજાર પાંખડીવાળું કમળ મળશે ? નહીં જ મળે. (અમુક મસ્તકમાં તમને કાદવ ભરેલો મળશે જેમાં કમળ ઉગે છે. કમળ નહીં મળે.) તો પછી પતંજલિ હજાર પાંખડીવાળા કમળની વાત શું કામ કરે છે ? મગજમાં જયારે શક્તિનો પ્રવાહ પહોંચે છે, ત્યારે જે અનુભવ થાય છે તેની તે આધ્યાત્મિક અભિવ્યક્તિ છે મગજમાં જયારે શક્તિ પહોંચે છે, મુગટના કેન્દ્રમાં ત્યારે હજારો પાંખડીઓવાળું કમળ ખીલતું હોય તેવો અનુભવ થાય છે. તમારી જાત તેની પોતાની ભવ્યતા આ રીતે વ્યક્ત કરે છે. આ ભૌતિક ઉદાહરણ દ્વારા આધ્યાત્મિક અભિવ્યક્તિ છે. રજુઆત છે. પરંતુ અપરિપક્વ વ્યક્તિ આ વાત સાંભળે છે ત્યારે તેને ભૌતિક બાબત સમજી લે છે. જેથી ખરેખર જે બને છે તે અલગ છે અને ખરેખર જે સમજવામાં આવ્યું છે તે અલગ છે. કોઈ જ્યારે પોતાના આધ્યાત્મિક અનુભવને સામાન્ય ભાષામાં વ્યક્ત કરવા માંગે છે ત્યારે ભાષાકીય શબ્દો અનુભવ સાથે તાલ મેળવી શકતા નથી. અને તેની રજૂઆતને બગાડી નાંખે છે.
એક જીજ્ઞાસુ અને પોતાની જાતને મુક્ત માનતો ઝેન ગુરુ પાસે ગયો અને પૂછ્યું; "મુક્ત માણસ બોલે છે ?" ગુરુ એ જવાબ આપો; "ના મુક્ત વ્યક્તિ ક્યારે બોલી શકતી નથી. આ ઘટના ક્યારેય શબ્દોમાં વ્યક્ત થઈ શકે જ નહીં. તેથી મુક્ત વ્યક્તિ ક્યારેય બોલતી નથી અને જો તે બોલે છે તો ખાત્રી સાથે તે મુક્ત નથી. "
માણસે પછી પૂછચું; "તો શું મુક્ત વ્યક્તિ ચ્યુપ રહે છે ? મૌન રહે છે ?"
ગુરુએ કહ્યું; મુક્ત માણસ ક્યારેય ચૂપ રહેતો નથી. જો તે મૌન રહે તો સ્પષ્ટ છે કે તે મુક્ત નથી. કારણ કે તમે મુક્તિને કબજામાં રાખી
આંતરિક દ્દુનિયામાં સ્વતંત્રતા નથી. તેમની આંતરિક દ્રનિયાને લાગે વળગે છે ત્યાં તેમને ચોક્કસ માન્યતા અને ચોક્કસ વિશ્વાસ તેમની ગળશ્યુથીમાં આપવામાં આવે છે. તેમણે તે પીવુ જ પડે છે. પછી તેને પચાવી જવું કે વોમિટ કરી નાખવું તે તેમની જવાબદારી છે. પશ્ચિમી સિસ્ટમમાં તેમને આંતરિક દ્વનિયામાં આઝાદી નથી. તેથી જ ત્યાં ઘણા બધા વાદો, સંપ્રદાયો કે વિવિધ ધર્મપૃજાની પ્રણાલીઓ પેદા નથી થઈ. બજારમાં ઢગલાબંધ ભગવાનો લવાતા નથી. પરંત્ર પૂર્વમાં આપણને આંતરિક દ્રનિયામાં અસાધારણ આઝાદી છે. કોઈપણ કોઈની પણ આંતરિક દુનિયામાં પ્રવેશી શકે છે, થોડી તપાસ કરો, નોંધો પ્રગટ કરો અને દુનિયામાં નવી ફિલોસોફી લાવો ! પૃથ્વી પર નવો ભગવાન લાવો માણસજાત માટે નવી વિચારધારા લાવો. જેવી બહારની દુનિયાની વાત આવે, સમાજની વાત આવે, આપણને સ્વતંત્રતા નથી. પરંતુ આંતરિક દુનિયામાં સ્વતંત્રતા છે. આટલા માટે જ આપણે ત્યાં આટલા બધાં સંપ્રદાયો, વાદો, પૂજાવિધિઓ અને ગુરુઓ છે. વિવેકાનંદે ખૂબ જ સુંદર રીતે કહ્યું છે કે - "કોઈપણ ક્ષેત્રમાં વિકાસ સાધવા માટે આઝાદી પાયાની શરત છે.'' પૂર્વમાં અંતરના વિજ્ઞાનમાં દાખલ થવા માટે સંપૂર્ણ આઝાદી છે.
પશ્ચિમમાં જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક બને, તો સંસ્થાએ તેને સાધુ જાહેર કરવો પડે છે. સંસ્થા નક્કી કરે છે કે તે સંત છે કે નહીં. પૂર્વમાં આવી કોઈ બાબતની જરૂર જ નથી. ત્યાં જો કોઈ માણસને એમ લાગે કે હું સાધુ બની ગયો છું, તો દ્દનિયાને સરળતાથી જાહેર કરી શકે છે કે હું સંત છૂં. પૂર્વમાં બાબતો તદ્દન અલગ છે. અહીં આપણને ઘણા ફિલોસોફરો, ઘણી બધી વિવિધતાઓ, ઘણા બધા ગુરુઓ અને ઘણા બધા રસ્તાઓ જોવા મળે છે. જેમાં સત્યને વ્યક્ત કરી શકાય છે. દરેકે દરેક ગુરુ અને દરેકે દરેક રસ્તાઓ તમને નિર્ભેળ સત્ય તરફ દોરી જાય છે. અલબત્ત જેટલા વિશ્વાસો, શ્રદ્ધા હશે તેટલા જ રસ્તાઓ પણ અસ્તિત્વમાં હશે. રામકુષ્ણ સુંદર રીતે કહે છે કે – 'યથોમત તતોપથ' જેટલી શ્રદ્ધા તેટલા રસ્તા.
શકો, કાબુમાં રાખી શકો તો જ તમે ચૃપ રહી શકો. તમે ક્યારેય તેને કાબુમાં રાખી શકો નહીં, માત્ર મુક્તિ તમને કાબુમાં રાખી શકે. જો તમે કોઈ વસ્તુનો કબજો કરી શકો તો તમે તેને ઓશિકા નીચે દબાવી શકો અથવા તમારી તિજોરીમાં મૂકી શકો અને ચ્યુપ રહી શકો. પરંતુ જયારે મુક્તિ, પરમાત્મા તમારો કબજો લે, ત્યારે તમે ક્યારેય ચૃપ ન રહી શકો. તો જો કોઈ વ્યક્તિ ચૂપ રહે છે તો મુક્ત ચોક્કસ નથી.
જીજ્ઞાસ માણસ સ્વાભાવિક રીતે જ ગુંચવણમાં પડી ગયો. પછયું: "આમા સત્ય શું છે.'' તમે કહો છો મુક્ત ગુરુ ક્યારે બોલતો નથી, વળી પાછા કહો છો કે તે ક્યારે ચૂપ રહી શકતો નથી, તો સત્ય શું છે ? તે શું કહે છે ?
ગુરુએ સુંદરતાથી કહ્યું; "તે ગાય છે" મુક્તિને વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો છે ગાવું. તે પોલા વાંસ જેવો બની જાય છે. દિવ્ય શક્તિ તેનો વાંસળી તરીકે ઉપયોગ કરે છે અને સુરમાં પોતાની સુંદરતા અભિવ્યક્ત કરે છે. આ માધ્યમથી આધ્યાત્મિકતા, વાસ્તવિકતા, રજ થાય છે.
'ગાવું' શબ્દનો અર્થ શું છે ? ગાવું શબ્દનો અર્થ છે શરીરની અભિવ્યક્તિની શારીરિક ભાષા, માત્ર શરીરની ભાષાથી જ તમે મુક્તિને અભિવ્યક્ત કરી શકો. તેને શબ્દોમાં કહી શકાય નહીં, કે તેને મૌનથી પણ વ્યક્ત કરી શકાય નહીં. મૌખિક મૌન કંઈક મૃત્યું જેવું છે. ગાવું તે પણ મૌન જેવું જ છે પરંતુ તે સૌંદર્યથી ભરપૂર છે. લયબદ્ધ ડોલન છે, નૃત્ય છે. જયારે મૌન શક્તિ સાથે ડોલે છે. જયારે તે તેની પરમ સીમાપર વ્યક્ત થાય છે ત્યારે તે ગાવું બની જાય છે. જે શબ્દો પણ નથી અને મૌન પણ નથી. મૌન નકારાત્મકતા છે. શબ્દ વિહિનતા, અવાજ વિહિનતા મૌન હકારાત્મકતામાં ગાવું છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મુક્ત થઈ જાય છે ત્યારે તેનું ચાલવું પણ નત્ય બની જાય છે. તેનું દરેક હલન-ચલન
પ્રેમની અભિવ્યક્તિ બની જાય છે. તેનું આખું અસ્તિત્વ ગાય છે, તેમાંથી પરમ સુખના ઝરણાં વહે છે. આનંદનો પ્રવાહ વહે છે, સરળ સત્યને વ્યક્ત કરવા માટેનો આ અને આ જ માત્ર એક માર્ગ છે. તે સત્ય હોતું નથી ખરેખર ગુરુ સત્ય વ્યક્ત કરતા હોય છે પણ તમે તેને ગ્રહણ કરતા નથી. વચ્ચે કંઈક એવું બને છે. કંઈક ખોવાઈ જાય છે કારણ કે ગુરુ અલગ કક્ષાએથી બોલે છે અને તમે વિચારસરણીની અલગ કક્ષાએથી સાંભળો છો. આવી અલગ અલગ કક્ષાઓ વચ્ચે શું આદાન-પ્રદાન થઈ શકે ? એક વાત બની શકે તમે તેની બોડી લેંગ્વેજ, શરીરની ભાષામાંથી જ ગ્રહણ કરી શકો. તમે તેની હાજરીમાંથી. હોવાપણામાંથી કંઈક પ્રાપ્ત કરી શકો. આજે એકમાત્ર સત્ય છે જે ગુરુ સાથે બની શકે છે. માટે જ હું કહું છું, "સરળ સત્ય સીધા રસ્તે" સરળ સય, ગુરુની હાજરીમાં વીજળીના ઝબકારાની જેમ તમારી પાસે આવી શકે છે. એક વખત એક રાજાએ જૈન ગુરુને ધર્મ શું છે ? તેના વિશે બોલવા માટે પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું, ગુરુ આવ્યા, મંચ પર બેઠા, બસ તે બેઠા જ રહ્યા. બેઠા જ રહ્યા અને છેલ્લે ઊભા થઈને બહાર જતાં રહ્યાં.
આશ્ચર્યચકિત રાજાએ ગ્રુરુના શિષ્યને પૂછયું; ''શું થયું ? તમારા ગુરુ કશું બોલ્યા જ નહીં, તે આવ્યા, બેઠા અને જતા રહ્યાં !"
શિષ્યે જવાબ આપ્યો, "અરે ! શું કહો છો. આનાથી વધારે સુંદર રીતે તે ક્યારેય બોલ્યા જ નથી. જે સમજાવવું જરૂરી હતું તે તેમણે અદભૂત રીતે સમજાવી દીધું છે.''
રાજાએ પૃછયું; "તમારા કહેવાનો મતલબ શું છે ? તો પછી તેઓ અહીં શા માટે આવ્યા ? આવું તો તેઓ પોતાના મઠમાં પણ કરી શક્યા હોત ! કશૂં જ ના બોલવા માટે તેમને અહીં સુધી લાંબા થવાની શું જરૂર હતી ? ''
શિષ્યે છટાદાર વાણીમાં જવાબ આપ્યો; "તેમને જે વહેંચવાનું હતું તે બોલીને વ્યક્ત થાય તેમ નથી. પરંતુ તે આપી શકાય છે. માત્ર તેમના શરીરની ભાષાથી, તેમના અસ્તિત્વથી, તેમની હાજરીથી, તે જે રીતે વ્યક્ત થઈ શકે છે તે શબ્દોથી ઘણું જ ઉપર છે."
ગુરુની હાજરીમાં કંઈક બને છે. કંઈક એવી ઘટના ઘટે છે. જો તમે તેને તમારા આંતરિક મૌનથી સાંભળો તો જ સાંભળી શકો છો. જો તમે તમારા મનથી સાંભળશો તો, તમારા મનનાં આંતરિક બબડાટથી ધ્યાન આપશો તો તમે માત્ર શબ્દો જ ગ્રહણ કરી શકશો, મારો સંદેશો નહીં.
જો તમે મારા શબ્દો જ ગ્રહણ કરીને પ્રત્યુત્તર આપશો તો કહેશો, "વાહ આ સ્વામીજી કેવા સરસ વક્તા છે. કેવા સરસ શબ્દોથી બોલે છે !" વગેરે વગેરે....
અથવા તમે એવું વિચારીને મારા શબ્દોનો પ્રતિકાર કરશો કે "તેઓ જે કહે છે તે શબ્દોમાં હું માનતો નથી. હું જે અનુભવું છું તે તદ્દન ભિન્ન છે."
તો તમે મારા શબ્દો ગ્રહણ કરો છો અથવા તેનો પ્રતિકાર કરો છો. જો તમે તમારા મગજથી, તમારી બુદ્ધિથી કરતા હશો તો, ઉપરની બેમાંથી એક વાત બનશે અથવા તમે મારી હાજરીનો પરેપૂરો મતલબ ચુકી ગયા છો. ગ્રહણ કરવાની અને નકારવાની પ્રક્રિયામાં, હું જે કહેવા માંગું છું તે તમને સંભળાતું નથી. તમે જયારે ગ્રહણ કરો છો, ત્યારે તમે મારૂં એક વિધાન ચૂકી ગયા છો અને જયારે પ્રતિકાર કરો છો ત્યારે મારા બે થી ત્રણ સારા વિધાનો ચૂકી જાવ છો. તેથી તમે જે સાથે લઈ જાવ છો તે સંપર્ણ સત્ય હોતું નથી. તમે જે લઈ જાવ છો તે સમગ્ર હોતું નથી. તમે જયારે સમગ્ર લઈ જાવ છો. ત્યારે તમે પવિત્ર સત્ય લઈ જાવ છો. જે સંપૂર્ણ હોય છે. પરિપૂર્ણ હોય છે. પવિત્ર હોય છે.
જો તમે તમારા મગજથી સાંભળશો તો તમે ગ્રહણ કરશો અથવા નકારશો. બેમાંથી એકેય વાત તમને મદદ નહીં કરે: સિવાય કે તમે તમારી જાતના પૂરા ખુલ્લાપણા સાથે બેસો છો. જો તમે તમારી અંદર સતત ચાલી રહેલો બડબડાટ છોડી દો છો. તો તમે એવું કંઈક સાંભળી શકશો જે શાબ્દિક પરિભાષાથી પર છે. તમે જોશો કે તમારી અંદર કંઈક બની રહ્યું છે. મારી હાજરી જે રીતે તમારું રૂપાંતરણ કરી શકે તે રીતે મારા શબ્દો કરી શકે નહી. પછી તમે જે ગ્રહણ કરો છો તેને જ હું સરળ સત્ય કહું છું, તે તમને કેસેટો અને વિડીયો પ્રવચનોમાં નહીં મળે. તે તમને પુસ્તકોમાંથી નહીં મળે. તે તમને માત્ર ગુરુ દ્વારા જ આપી શકાય છે. સીધા રસ્તે સીધું.
હકીકતમાં તમે વેદો, બાઈકલ કે કુરાનમાંથી સરળ સત્ય મેળવી શકો નહીં. હકીકતમાં જયારે એ ગુરુઓ બોલે છે ત્યારે તમને કોઈ સમજણ આપવા અથવા તમારું જ્ઞાન વધારવા બોલતા નથી. તેમનો સમગ્ર હેતુ જ અલગ હોય છે. તેઓ એટલા માટે બોલે છે કે, તમે બોલવાનું છોડી દો. હું એટલા માટે બોલું છૂં કે તમે બોલવાનું બંધ કરી દો. તમે જો બોલવાનું બંધ કરશો તો જ, તમારી અને મારી વચ્ચે કંઈક બનશે, કંઈક રાસાયણિક પ્રક્રિયા. અલબત્ત સાચો શબ્દ કિમીયો છે. કંઈક કિમીયો બને છે. (કિમીયો એટલે હલકી ધાતુનું સોનામા પરિવર્તન કરવાની વિદ્યા) કંઈક પ્રકારનું પ્રવહન શરૂ થશે. આ જ વાસ્તવિક સત્ય છે. કારણ કે સંદેશ જેવો છે તે જ સ્વરૂપમાં સ્વીકારવા તમે શક્તિમાન નથી. આપણે થોડા શબ્દોનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે તમારુ મન થોડું બાજુ પર રહે. તમારા મગજને કામે લાગેલું રાખી શકાય જયારે તમારું મન શબ્દોમાં લાગેલું હોય છે ત્યારે તમારી જાત (તમારૂં હોવાપણું) હું જે આપું છું તે સ્વીકારવા ખુલી જાય છે. સરળ સત્યને આગળ પસાર કરી શકાય છે. વાસ્તવિકતાને આગળ પસાર કરી શકાય છે અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તમારી જાતમાં દાખલ થઈ શકે છે. માટે ફક્ત તમારા મનને છોડી દો, તમારી અંદરના
બડબડાટને છોડી દો અને જુઓ અત્યારે તમારી અંદરના શરીરની અંદર શું થઈ રહ્યું છે.
આપણા બે શરીરો છે. એક બહારનું શરીર જે અહીંયા બેઠું છે. બીજું આંતરિક શરીર જે અહીયા બેઠં પણ હોઈ શકે અને ન પણ બેઠું હોય. ફક્ત તમારા આંતરિક શરીરમાં શું થઈ રહ્યું છે તેનો અનુભવ કરો. ફક્ત તમારા આંતરિક શરીરને તમારા બહારના શરીરમાં મુકી દો અને તમારા બાહ્ય શરીરમાં આંતરિક શરીરની હાજરી અનુભવો. બસ આટલું પરતું છે. તમે તમારા ગુરુની શારીરિક ભાષામાંથી શીખવા માંડશો. જો તમારું બાહ્ય શરીર જ અહીંયા હાજર હશે તો તમે મારા શબ્દોમાંથી શીખશો. જો તમારું આંતરિક શરીર પણ અહીં હાજર હશે તો તમે મારા શરીરની ભાષા (બોડી લેંગ્વેજ)માંથી શીખશો. મારા શબ્દોમાંથી તમે જે કંઈ મેળવશો તે અર્ધસત્ય હશે. મારી શારીરિક ભાષામાંથી તમે જે કંઈ શીખશો. જે કંઈ મેળવશો એ સરળ સત્ય છે. અત્યારે પણ જે રીતે તમે મને સાંભળી રહ્યા છો. આપણી વચ્ચે કંઈ પ્રકાશિત થઈ રહ્યું છે. ફક્ત આ આધ્યાત્મિક અનુભવ તમારી જાતને થવા દો. અને તમને સરળ નિર્ભેળ સત્ય મળી જ ગયું છે. સીધે સીધું ...
આભાર....
થોડી મિનિટો માટે હું તમારી લાગણીઓમાં ભાગીદાર થઈશ. તમારા સવાલોના જવાબો આપીને અથવા તમારા જવાબોના સવાલો પછીને -ગમે તે રીતે હું તમારી સાથે થોડી મિનિટો ગાળીશ.
હું જયારે હોલમાં દાખલ થયો ત્યારે કોઈએ મને કહ્યું કે; "સ્વામીજી માણસોનું જૂથ ખૂબ નાનું છે.''
હું ખરેખર ખુબ જ ખૂશ થયો. જયારે પણ હું નાના સમૃહ સાથે બેસું છૂં ત્યારે મને ભરપૂર સંતોષ થાય છે કે ખરેખર મેં કંઈક વહેંચ્યું. રાજકીય મિટીંગો માટે તમારે મોટો સમૃહ જોઈએ. આધ્યાત્મિક મિટીંગો માટે તમારે માત્ર સમૃહ જોઈએ, સંખ્યા કેટલી છે તે જરૂરી નથી.
ઓ. કે. પહેલો પ્રશ્ન.
પ્રશ્ન-૧ : વહાલા સ્વામીજી, આપણે દ્વનિયામાં છીએ કે દ્વુનિયા આપણી અંદર છે ?
નથી તમે દુનિયામાં કે નથી દુનિયા તમારામાં, તમે દુનિયામાં છો એ વિચાર જ તમને ભૌતિકવાદી બનાવે છે. દુનિયા તમારામાં છે એ વિચાર તમને આધ્યાત્મિકવાદી બનાવે છે. બંશ્રે વિચારો છે. મહેરબાની કરીને પહેલાં એકદમ સ્પષ્ટ બનો કે તમે દુનિયામાં છો. તો તમે ભૌતિકવાદી બનો. તમે દુનિયા પાછળ દોડો તો માત્ર તેની જ પાછળ દોડો, તમારે તે મેળવવી છે. તમારે તેના પર કબજો મેળવવો છે. જો તમે વિચારો છો કે દુનિયા તમારી અંદર છે. તો તમારા અસ્તિત્વ પાછળ, તમારી જાત પાછળ દોડો. તમારે તેનો કબજો મેળવવો છે. દોડવાનું સરપ્યું જ છે. બસ થોડું અંદરની તરફ ફંટાય છે, આધ્યાત્મિક પ્રગતિ માટે દોડવું અથવા કોઈ આધ્યાત્મિક અનુભવ માટે દોડવું, આપણે તેને રહસ્યની ફેરી કરવી કહીએ છીએ. પરમાત્માના સાક્ષાત્કાર માટે દોડવું એ પણ એક જાતના રહસ્ય વેપાર સિવાય બીજું કશું જ નથી. હકીકતમાં બંત્રે માનસિક કલ્પના જ છે. બંશ્વે વિચારો જ છે. જ્યારે તમે સમજી ગયા છો કે બંશ્રે વિચારો જ છે તો તમે ખરેખર તમારી સાથે આધ્યાત્મિક અનુભવ થવા દેશો અને જે શબ્દોથી કરી શકાય નહીં.
એક દાખલો :
ગંગા નદીની વાત કરીએ. ધારો કે વાંસની નાની લાકડી ગંગામાં તરી રહી છે. એ વાંસને વચ્ચે રાખવામાં આવે અને જો તમે એમ વિચારો કે ગંગા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. જમણી બાજુ અને ડાબી બાજુ. શું આ સાચું હશે ? તમે કહી શકશો કે ગંગાના બે ભાગ પડી ગયા છે.
ના હકીકતમાં ગંગા ક્યારેય વહેંચાતી નથી. તેના ભાગ પડતા નથી. કારણ કે તમે વાંસને વચ્ચે રાખીને તમારી સમજણ માટે ગંગાના ડાબો અને જમણો બે ભાગ પાડ્યા છે. તમે લેબલ માર્યું છે કે આ જમણી બાજુની ગંગા અને આ ડાબી બાજુની ગંગા. આ રીતે જ, આપણી ઉપયોગિતા માટે આપણે એકને શરીર કહીએ છીએ અને એકને દ્રુનિયા કહીએ છીએ. એ માત્ર નામકરણ છે. લેબલ છે.
જરા અંદર, તમારી જાતની અંદર જુઓ. હું અંદર જોવાનું શું કામ કહું છું ? તમે જાણો છો કે ઘણા લાંબા સમયથી તમે બહાર જ જોઈ રહ્યા છો. આ જ કારણ છે કે હું તમને અંદર જોવાનું કહું છું. તમે જયારે અંદરની તરફ નજર કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે ત્યાં ખરેખર આ કે પેલા વચ્ચે સીમા રેખા નથી. તમારી અને દુનિયા વચ્ચે કોઈ સીમા રેખા નથી. જો તમે સીમારેખા છે એવું દઢ પણે સમજશો તો તમે દુનિયામાં છો. અને જો બીજી સીમારેખાને દઢપણે માનશો તો દુનિયા તમારામાં છે એવું અનુભવશો. જે લોકો દ્વનિયામાં છે, દુનિયાદારી લોકો અને કહેવાતા ભૌતિકવાદીઓ, તેઓ કહે છે; "અમે દુનિયામાં છીએ" જે લોકો પોતાની આંખો બંધ કરીને ગુફામાં બેસી ગયા છે. હિમાલયમાં જતા રહ્યા છે તેઓ કહે છે; "દૂનિયા અમારી અંદર છે" પરંતુ બંને માત્ર વિચાર વિભાવનાઓ છે. વિચાર કલ્પનાઓ છે. તમે નથી જોઈ શકતા કે આવું જ છે. તમે આ હદને, સીમાને દઢપણે માનશો તો તમે દુનિયામાં છો અને પેલી હદને દઢપણે માનશો તો દ્દનિયા તમારી અંદર છે. બસ આ જ છે.
એક વખત તમે બંજ્ઞે વિચાર વિભાવનાઓ છોડી દેશો પછી બસ ફક્ત તમે જ છો. નિર્ભેળ, સરળ અને તમે જયાં પણ છો આનંદપપુર્ણ છો. સામાન્ય રીતે મહાન સંતો મુક્ત લોકો તમને શીખવે છે કે દુનિયા તમારામાં જ છે. તમે જાણો છો કે એ લોકો તમને આવું કેમ સમજાવે છે ? કારણ કે તમે દુનિયામાં છો એવા વિચારના પહેલેથી જ બંધાણી,
વ્યસની થઈ ગયા છો. તમને એ વિચારમાંથી બહાર લાવવા માટે તે લોકો તમને એવું સમજાવે છે કે દ્દુનિયા તમારી અંદર જ છે. હકીકતમાં તમારા પગામાંથી કાંટો કાઢવા માટે તમારે બીજા કાંટાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ એક વખત કાંટો નીકળી જાય પછી બંન્ને કાંટાને ફેંકી દેવા જરૂરી છે. પહેલેથી તમારા મનમાં જે ખ્યાલ તીક્ષ્ણ રીતે ઘૂસી ગયેલો છે તેને કાઢવા માટે દુનિયા તમારી અંદર છે તેવાં ખ્યાલનો કાંટા તરીકે ઉપયોગ જરૂરી છે. આખરી તબક્કે બંન્ને માનસિક ખ્યાલો છે. જયારે તમે આ સીમા રેખાઓને પડતી મુકો છો ત્યારે જ તમને વાસ્તવિકતા સમજાય છે. સત્ય સમજાય છે. તેને આ કે તે ખ્યાલ વડે રજૂ કરી શકાય નહીં, વ્યક્ત કરી શકાય નહીં.
ગંગામાંથી તમે પેલો વાંસ ખસેડી લો પછી તમે કહી શકશો કે ગંગા એક બની ગઈ ? ના. કારણ કે એ તો પહેલેથી આખી હતી. એકનું મહત્ત્વ ત્યાં સુધી જ રહે છે જયારે તમે કહો છો કે બે છે. જો ત્યાં બે જ ન હોય તો, તમે કઈ રીતે કહી શકો 'એક' છે ? તમને સ્પષ્ટતા થઈ ગઈ એક શબ્દ ત્યાં સુધી જ રહી શકે છે જયાં સુધી બે શબ્દ રહે છે. જયારે બે શબ્દ અદેશ્ય થઈ જાય છે. આ એક છે તેમ કઈ રીતે કહી શકો ? ના, આટલા માટે જ ઋષિમુનિઓએ આ ફિલોસોફીને 'અદ્વેત' કહી છે.
દ્વેત એટલે જોડફં. પરંતુ અદ્વેતને તમે એક ન કહી શકો. કારણ કે જો કહો તો ત્યાં બીજાની હાજરી છે તેમ સાબિત થાય જે અદ્વેતમાં આવતું નથી. અદ્વેતને માત્ર 'જોડકાં' નથી ના અર્થમાં લઈ શકાય, તેને ક્યારેય એક તરીકે વ્યક્ત ન કરી શકાય તેને માત્ર ક્યાંય અલગતા નથી એ રીતે વ્યક્ત કરી શકાય દ્વેત એટલે અલગપણું. અદ્વેત એટલે અલગ નહીં. બસ આટલું જ.
જો તમે એમ કહો કે તમે દુનિયામાં છો તો તમે અલગતા વ્યક્ત કરો છો. જો તમે એમ કહો કે દુનિયા તમારામાં છે તો પણ તમે એ જ કહો
સમજી શકો છો. 'ચક્ર' કઈ રીતે કામ કરે છે તે સમજી શકો છો, શક્તિના કેન્દ્રને કઈ રીતે ખોલી શકાય તે પણ સમજી શકો છો. દા.ત., 'મણિ પુરક ચક્ર' દૂંટીનું કેદ્ર, હતાશા, ડીપ્રેસન સાથે આટલું નજીકથી કેમ સંકળાયેલું છે ? ધીરજ ન રાખી શકાય, સહન ન થઈ શકે તેવા કોઈ સમાચાર તમે જયારે પણ સાંભળો છો ત્યારે તેની સૌથી પહેલી અસર હોજરી પર થાય છે. તમને પેટમાં ગરબડ થશે અથવા ઝાડા થઈ જશે તમને ક્યારેય આવો અનુભવ થયો છે ? આપણે હંમેશા કહીએ છીએ "હું આ પચાવી નહીં શકું" માત્ર ઈંગ્લીશમાં જ નહીં પણ દરેક ભાષામાં સહન ન થાય તેવી વાત માટે આ વાક્ય પ્રયોગ કરવામાં આવે છે. 'અનાહત ચક્ર' પ્રેમ સાથે સંબંધિત છે. પ્રેમ અને હૃદય આ બંન્ને શબ્દો બધી ભાષામાં સમાનાર્થી છે. એવું નથી દરેક ભાષાઓ એક જ વખતે ઉદ્દભવી હોય. એવું નથી ભગવાને ભાષાની સી.ડી. (C.D.) બનાવી હોય અને દરેક દેશોમાં પાર્સલો મોકલી દીધાં હોય. તામિલ દક્ષિણ ભારતમાં, હિન્દી ઉત્તર ભારતમાં, ઈંગ્લીશ ઈંગ્લૅન્ડમાં. દરેક આ ભાષા અલગ જગ્યાએ અલગ સમયે ઉદ્દભવી છે. વિકસી છે. પરંતુ તમે જોશો કે દરેક ભાષામાં પ્રેમ અને હૃદયને સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે. આ બતાવે છે કે તમારી જાત અને તમારી લાગણીઓ, સંવેદનાઓની વચ્ચે ગહન સંબંધ અસ્તિત્વ ધરાવે છે. 'અનાહત ચક્ર' હૃદયનું કેન્દ્ર, પ્રેમની શક્તિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તમે જો જાણતા હો કે લાગણીઓને કઈ રીતે સંભાળવી, તો આ સમજણથી ૫૦% સમસ્યાનું સમાધાન થઈ જાય છે. અને તે લાગણીના ચક્રને જાગૃત કરવાથી બીજા ૫૦%નું સમાધાન થઈ જાય છે. પુષ્કતા શક્તિ પેદા કરે છે અને શક્તિ પુજ્ઞતા પેદા કરે છે. દડો ફરે છે અને તમે પરમાનંદનો નિત્યાનંદનો અનુભવ કરો છો. થોડા સમયમાં જ દરેક ચક્રને સારી રીતે સમજવા માટે આપણી બેઠક થશે. પુષ્નતા મનના જાગૃત ભાગને સાફ કરે છે. ધ્યાન (મેડિટેશન) અજાગૃત ભાગને સાફ કરે છે. જ્યારે મનના બંન્ને ભાગ સાફ થઈ જશે ત્યારે તમે તમારી જાતનું સંપૂર્ણ રૂપાંતર થયેલું જોશો. તમારી અંદર કઈક અદ્દુભૂત ખીલેલું જોશો.
છો. જો તમને એક વખત અનુભવ થઈ જાય કે બેમાંથી એક પણ સત્ય નથી, તો જ તમે સત્યનો અનુભવ કરી શકો. સત્યને અલગતાપણાથી વ્યક્ત ન કરી શકાય, ફક્ત અદ્વૈતથી વ્યક્ત કરી શકાય.
પ્રશ્ન-૨ : વ્હાલા સ્વામીજી. આ પ્રોગ્રામમાં ધ્યાનની સાથે કુંડલીની જાગત કરવાની વિધિનો પણ પરિચય કરાવવામાં આવશે ?
અલબત્ત બે દિવસ પછી આપણે કુંડલીની શક્તિને ખૂબ જ સલામત અને વ્યવહારીક રીતે જાગૃત કરી શકાય તે બાબત શીખવાના જ છીએ.
જિંદગીમાંથી સર્વોત્તમ મેળવવા માટે, આનંદપૂર્ણ જીવન માટે, પરમ સુખી જીવન માટે, આધ્યાત્મિક જીવન માટે, વાસ્તવિક જિંદગીમાં બે બાબતો જરૂરી છે. એક તમારી જાત, તમારા અસ્તિત્વને સમજવાની પુખ્રતા અને બીજું મેડિટેશન (ધ્યાન). સમજણ તમારા જાગત મનને સાફ કરે છે. ધ્યાન તમારા અજાગૃત મનને સાફ કરે છે. ઘણી બધી બાબતો એવી છે કે ફક્ત સમજણથી જ અનુસરી શકાય નહીં. દરેક વ્યક્તિ સમજે છે કે ધ્રુમપાન તબિયત માટે ન્નુકશાનકારક છે. સિગારેટની જાહેરાતના દરેક બોર્ડ પર કાનૂની ચેતવણી આપેલી હોય છે. તેઓ કયા શબ્દો વાપરે છે ? ''સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.'' આપણે બધા જાણીએ છીએ. પરંતુ લોકો સહન કરે જ છે. આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી. શા માટે ? અમુક જગ્યાએ ફક્ત બુદ્ધિ-યુક્ત સમજણ જ પુરતી નથી હોતી. તેથી આપણને મનનાં અજાગૃત વિભાગમાંથી શક્તિના પ્રવાહની જરૂર પડે છે.
મનના જાગત ભાગને બૃદ્ધિની, સમજણની પુષ્નતાથી સાફ કરી શકાય છે. અલબત્ત પચાસ ટકા સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિથી મેળવી શકાય છે. આપણી આનંદપૂર્ણ જિંદગીમાં બુદ્ધિ ભાગ નથી ભજવતી એમ ન કહી શકાય. તેનું પોતાનું સ્થાન અને અગત્યતા છે જ. પરંતુ એ પૂરતું નથી. તે સંપૂર્ણ વિકલ્પ નથી. જો બૌદ્ધિક સ્પષ્ટતા હોય તો તમે દરેકે દરેક 'ચક્ર'ને
તેથી જ આ પ્રોગ્રામને હું 'આનંદ સ્કૂરણા' કહું છૂં. સ્કૂરણા એટલે ખીલવું. આપણી જાતમાં પરમ આનંદની સ્ફરણા સતત થતી રહે છે. ફક્ત આપણે અંદર નજર નથી કરતા. અંદર શું બની રહ્યું છે તે આપણે જોતા નથી. બસ અંદર નજર કરો. તમને દેખાશે. આ આનંદ સ્ફરણા, આ પરમ સુખનું ખીલવું .
પ્રશ્ર-૩ : વ્હાલા સ્વામીજી મને કઈ રીતે જાણવા મળે કે હું આધ્યાત્મિક જાગૃતતા માટે યોગ્ય છૂં કે નહીં ?
સુંદર પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ અધ્યાત્મની શરૂઆત કરવા માટે અથવા આધ્યાત્મિક જાગૃતિ માટે યોગ્ય છે કે નહીં તેવો ખ્યાલ ધર્મગુરુઓએ પેદા કર્યો છે. તમે જીવંત છો એટલું જ પરતું છે. તમે આધ્યાત્મિકતા તરફ જાગત છો એ જ તમારી યોગ્યતા છે. પદવી છે.
એક વ્યક્તિ રમણ મહર્ષિ પાસે ગઈ અને પછ્છયું; ''ભગવાન હું આધ્યાત્મિક પ્રોગ્રામો માટે યોગ્ય છું ? હું આધ્યાત્મિક ક્ષેત્ર માટે લાયક છું ?"
રમણ મહત્વિએ પૂછતું; "તમે જીવંત છો ?"
અનુયાયીએ કહ્યું: "અલબત્ત, હા." "તો તમે પરતા યોગ્ય છો"; રમણ મહર્ષિએ કહ્યું.
કહેવાતા ધર્મગુરુઓ લોકોનું શોષણ કરવા માટે આવા ખ્યાલોનું સર્જન કરે છે. તમે જાણો છો, જો તમને ગુનાહિત ભાવમાં ન રાખવામાં આવે, નીસરણીના નીચેના પગથીયે ન રાખવામાં આવે તો તમે શરણાગતિ સ્વીકારો નહીં. માત્ર લોકોનું શોષણ કરવા માટે જ યોગ્યતાનો ખ્યાલ પેદા કરવામાં આવ્યો છે. આ યોગ્યતાના ગોરખધંધાઓ સમજણ અને આધ્યાત્મિકતાને મારી નાંખી છે.
સાચું કહેવા દો. તમે એવી કોઈ વ્યક્તિને નહીં શોધી શકો જે પોતાને યોગ્ય સમજતી હોય. હજારો વરસના મહાવરા પછી પણ તમને એવું લાગે
છે કે તમે યોગ્ય છો કે નહીં. હું નથી જાણતો શું કામ ! કારણ કે તમારા ઉપર ગુનાહિત ભાવ લાદી દેવામાં આવ્યો છે. સ્પષ્ટતા કરવા દો, ફક્ત મુંબઈ શહેરમાં જ નહીં. તમે ગમે ત્યાં રહેતા હો તમે યોગ્ય જ છો. જો તમે વિચારો કે તમે જીવિત છો એ જ પૂરતું છે. તમે યોગ્ય જ છો. યોગ્યતાનો ખ્યાલ તમારૂં માનસિક શોષણ કરવા માટે લાવવામાં આવ્યો છે.
ઝેન બદ્ધિઝમમાંથી એક સંદર વાર્તા :
એક માણસ ઝેન ગુરુ પાસે આવો જ પ્રશ્ન લઈને ગયો. "ગુરુજી હું આધ્યાત્મિક પ્રગતિ માટે યોગ્ય છૂં ? મને એવું લાગે છે કે તેમાં ઘણાં બધાં અવરોધો છે.''
ગુરુએ જવાબ આપ્યો; "આ શબ્દ 'અવરોધ' જ એક અવરોધક છે બીજું કશું જ નથી."
આધ્યાત્મિક જીવનમાં 'અવરોધ' શબ્દ જ અવરોધક છે કારણ કે દરેક વ્યક્તિ દિવ્ય જીવનની ક્ષમતા ધરાવે છે. જ્યારે વ્યક્તિ પહેલેથી જ દિવ્ય જીવનની ક્ષમતાવાળો હોય તો તમે કઈ રીતે કહી શકો કે તેને બીજી યોગ્યતાની જરૂરિયાત છે ? આ બધા નિયમો વ્યક્તિને ગુનાહિત ભાવમાં રાખવા માટે બનાવવામાં આવ્યા છે, એક પગથીયું નીચે રાખવા માટે. નહીંતર યોગ્યતા જેવું કશું હોતું જ નથી. જો તમને કોઈ યોગ્યતાની જરૂર હોય તો પછી આધ્યાત્મિકતાનો અર્થ જ શું છે ? એક વ્યક્તિ મારી પાસે આવી અને કહ્યું; "સ્વામીજી મેં ક્યારેય 'આયામ અને નિયમ પાળ્યા નથી.' પતંજલિની યોગ પદ્ધતિમાં પહેલું પગથિયું 'આયામ' છે. આયામ એટલે – બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્થેય. આ પાંચ મહાન વ્રતો છે. જે તમારે પાળવા જોઈએ અને પછી જ તમે યોગ્ય માટે યોગ્ય ગણાવ."
એક વ્યક્તિ આવી અને પૂછયું; "સ્વામીજી હું આ પાંચમાંથી એક પણ બાબત પાળતો નથી, હું યોગ્યમાં કઈ રીતે દાખલ થઈ શકું ?"
મેં કહ્યું; "જો તમે આ પાંચેય બાબતોનું પાલન કરતા હો તમારે યોગની જરૂરિયાત જ નથી ?''
પુષ્નતા અને મેડિટેશન એકબીજાને મદદ કરે છે. પુજ્ઞતા તમને શક્તિ આપે છે અને શક્તિ તમને પુજ્ઞતા આપે છે. સૌથી પહેલા તમે જ્યાં છો જેવા છો ત્યાંથી જ શરૂઆત કરી દો. તમે જોશો કે દડો આપોઆપ ફરવા માંડશે.
પ્રશ્ર-૪ : વ્હાલા સ્વામીજી "હું છું, એટલે હું વિચારું છું" આ સત્ય છે ?
ઉપરનો જ પ્રશ્ન બીજી રીતે સામેની બાજુએથી પુછાયો. જેમ કે જુનો શરાબ નવી બોટલમાં.
એકદમ સ્પષ્ટતાથી સમજી લો. તમે 'હું વિચારું છૂં.' તેમ પણ ન કહી શકો, કે 'હું છૂં' તેમ પણ ન કહી શકો. તમે વિચારતા પણ નથી અને તમે પણ નથી. હું તમને આ જ જવાબ બીજી રીતે આપું છું. જો તમે વિચારતા હો તો તમે હોવા જોઈએ, તમારું અસ્તિત્વ હોવું જોઈએ. જો તમે અસ્તિત્વ છો, તો તમે વિચારી ન શકો. જો તમે વિચારો છો. તમારૂં અસ્તિત્વ હોવું જ જોઈએ. હકીકતમાં આ ખુબ જ જટિલ ગુંચવણભર્યો પ્રશ્ન છે. પહેલાના પ્રશ્ન જેવો જ. હું દુનિયામાં છૂં કે દુનિયા મારામાં છે. બે શક્યતા છે. આપણે છીએ અને વિચારી રહ્યા છીએ. અથવા આપણે વિચારીએ છીએ અને પછી છીએ. જુઓ આ એક સીમા વિહિનતા જેવું છે. તમારે ફરી વખત એક બિંદુ પર ઊભા રહેવું પડશે. તમારે ગંગામાં જમણી બાજુ નહાવું છે કે ડાબી બાજુ નહાવું છે. તમે ડાબે કે જમણે ક્યાંય નથી ! તમે ગંગામાં જ છો. એક વખત તમને સમજાઈ જાય કે હોવું અને વિચારવું અલગ નથી. પછી તમે જોશો કે સીમા, હદ ક્યાંય નથી. આજે રાજ મને રસ્તામાં ગાડીમાં પૂછતો હતો કે; "પદાર્થ અને શક્તિનું સાથે અસ્તિત્વ હોઈ શકે ?" મેં કહ્યું ના, એ દ્રવ્ય નથી. ફક્ત શક્તિ દ્રવ્ય છે. અને જો ફક્ત શક્તિ જ હોય તો તમે 'શક્તિ' શબ્દ શેના માટે વાપરી શકો ? જો ત્યાં કંઈક કહેવાતાં દ્રવ્ય જેવું જ હોય તો તમે શક્તિ
અને દ્રવ્ય શબ્દ વાપરી શકો છો. જો એક જ બાબત હોય તો તમે દ્રવ્ય અથવા શક્તિ કઈ રીતે કહી શકો ? તેના જેવું જ છે, જેમ કે ત્યાં 'બે વસ્તુઓ' નથી. વિચારવું અને હોવું. ત્યાં ફક્ત એક જ બાબત છે. પરંતુ તમે સીમારેખા દોરો છો. કારણ કે આપણને સરહદો વગર ફાવતું નથી. સીધું જ ગણિત છે. કોઈપણ બાબતને ટુકડાઓમાં કાપી નાખવી. વસ્તુઓનું ટૂકડાઓમાં વિભાજન કર્યા વગર તમે તેને સમજી શકતા નથી. કોઈપણ બાબતને લેબલ લગાવીને તેને વધારે બુદ્ધિયુક્ત બનાવીને તેને લોજીકલ બનાવીને સમજવાનો આ એક રસ્તો છે. માટે તમે તમારી ઉપયોગીતા માટે ડાબી બાજુની ગંગા છે અને જમણી બાજુની ગંગા છે એવું કહો છો, પરંતુ હકીકતમાં બે ગંગાઓ ક્યાં છે ? માત્ર સરખામણીની વાસ્તવિકતામાં જમણી અને ડાબી બાજુ અસ્તિત્વમાં છે. અસ્તિત્વમી વાસ્તવિકતામાં બે ગંગા નથી. આ પણ એવું જ છે. ફક્ત સરખામણીની વાસ્તવિકતામાં 'વિચારવું' અને 'હોવું' અસ્તિત્વ ધરાવે છે. હકીકતમાં વાસ્તવિક અસ્તિત્વમાં, તમે છો. બસ એટલું જ માત્ર. 'અસ્તિત્વ' શબ્દ નીકળી જાય છે. 'વિચારવું' અને 'હોવું' માં કોઈ તફાવત નથી. તમે જો સીમારેખા બનાવો તો પછી તમે અહીં વિચારો છો અને પછી તેના પર તમે છો. પરંતુ વાસ્તવમાં કોઈ સીમા રેખા નથી. તમે કહી શકશો કે અહીં સુધી 'હોવાની' હદ છે અને પછી 'વિચારવા'ની હદ છે ? આવી બે વસ્તુઓ છે જ નહીં. શિવ અને શક્તિ જેવું કંઈ જ નથી. ફક્ત એક જ બાબત છે શક્તિ. જો એક જ રસ્તો છે તો 'શક્તિ' શબ્દ ઉચ્ચારવો જ ન જોઈએ. તમે જેટલી વધારે ચિંતા કરો છો કે તમે વિચારો છો એટલે તમે છો એટલા જ તમે છો, અથવા તમે વિચારો છો એટલે તમે છો તમે ગુંચવણમાં પડી જશો. બંને ફક્ત શબ્દો છે જેની સાથે આપણે રમીએ છીએ. રમત માટે એ બરાબર છે, પરંતુ વાસ્તવિક જીવન માટે નથી. તમે ક્યારેય રમકડાંના પ્લેનમાં મુસાફરી કરો છો ? જો તમે પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે કે તમે ક્યાં ઊતરો છો ? શબ્દો સાથે પણ આવું જ છે. રમવા માટે ખૂબ સારા છે. પરંતુ જો તમે તેને ગંભીરતાથી લેશો તો તે તમને ક્યાંય નહીં લઈ જાય.
નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
પ્રશ્ન-૫ : વ્હાલા સ્વામીજી આધ્યાત્મિકતાના નામ પર આટલી બધી હિંસા કેમ થાય છે ?
લડાઈઓ અને હિંસા આધ્યાત્મિકતાના કારણેનથી થતી ધર્મોને કારણે થાય છે જ્યાં આધ્યાત્મિકતા જીવંત હોય ત્યાં લડાઈ ન હોય. જયારે બાહ્ય ધાર્મિક ક્રિયાઓ જ મહત્ત્વની બની જાય છે, સમસ્યાઓ શરૂર થઈ જાય છે. જો તમે ગીતાને મહત્ત્વ આપશો તો કોઈ સમસ્યા નહીં થાય. પણ તમે જયારે કૃષ્ણને મહત્ત્વ આપો છો. ત્યારે સમસ્યા શરૂ થાય છે. પરંત ગીતાને સમજવા માટે તમારે કૃષ્ણને પણ થોડું મહત્ત્વ આપવું પડે છે. શરૂઆત કૃષ્ણ સાથે કરવી તે એકદમ બરાબર છે. પરંતુ જો તમે અંતપણ કૃષ્ણ જ સાથે લાવો તો ચોક્કસ ક્યાંક સમસ્યા છે. આ ઘણું મજાનું છે. ચર્ચમાં જન્મ લેવો સારો છે, પરંતુ ત્યાં મરવાનું નહીં. તમે ધર્મથી શરૂઆત કરી શકો, પરંતુ જો તમે ઉપર જાવ, આગળ જાવ તો પછી ત્યાં આવા બધા ઝઘડા નહીં હોય. તમે 'અયોધ્યા' શબ્દનો અર્થ જાણો છો ? તે 'અયોધિ'માંથી આવે છે. જ્યાં યુદ્ધ નથી, લડાઈ નથી. જયાં યુદ્ધ થતાં નથી તે 'અયોધિ'. રામે 'અયોધિ'નો ખ્યાલ આપ્યો છે. મને લાગે છે કે તેમણે શાંતિપૂર્ણ, આનંદપૂર્ણ સ્વર્ગની કલ્પના કરી હશે. આજ કારણ છે કે તેમણે તે જગ્યાનું નામ 'અયોધિ' આપ્યું છે. યુદ્ધોથી પર, ઝઘડાથી પર, ગરબડોથી પર. આપણે રામને પકડીએ છીએ પણ તેમની દર્ષ્ટિને ભૂલી જઈએ છીએ. અહીંથી જ સમસ્યાની શરૂઆત થાય છે. આપણે તેમને પકડી રાખીએ છીએ. તેમની દરષ્ટિને નહીં. આપણે જ્યારે બાઈબલને બદલે ઈસુને ૫કડીએ છીએ ત્યારે જ સમસ્યા શરૂ થાય છે.
એક સૂંદર નાની વાર્તા છે : બનારસમાં ગંગાના કિનારે રામનો એક ભક્ત રહેતો હતો. તે રોજ સવારે નિયમિત તુલસી રામાયણનું ગાન કરતો હતો. તેની પાસે રામાયણની એક જ નકલ હતી તેને આખી રામાયણ મોઢે હતી. તે સતત રામનામનો જાપ કર્યા કરતો હતો અને તેમાં તેને આનંદ આવતો હતો. તે પરમાનંદમાં જ રહેતો હતો, તે વિસ્તારમાં તે ખૂબ જ લોકપ્રિય હતો. લોકો તેની પાસે આનંદપૂર્ણ પરમાનંદ જીવનનો આશીર્વાદ લેવા જતા હતા હતા.
એક દિવસ એક ભિખારી તેની પાસે આવ્યો અને પૃછ્યું : "સાહેબ મેં છેલ્લા ત્રણ દિવસથી કશું જ ખાધું નથી. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો.'' એક મુક્ત વ્યક્તિ, તેનું મન કરૂણાથી ભરાઈ ગયું કોઈ વ્યક્તિને ત્રણ દિવસથી ખાવાનું નથી મળ્યું તે વાત તે સહન ન કરી શક્યો. તે ખુબ જ દૃ:ખી થઈ ગયો. સામાન્ય માણસ માત્ર સહાનુભતિ અનુભવી શકે. પરંતુ રાુરુઓ ને કંઈક એવું બને છે, જેને ઈમ્પથી (સામી વ્યક્તિ જેટલું જ દુ:ખ થવું) કહેવાય છે. તેમને બીજાઓની લાગણીઓનો સંપૂર્ણ અનુભવ પોતાનામાં થાય છે. અને તેમનો પ્રત્યુત્તર બીજાને ઊંચે ઉઠાવે છે. તમે જયારે સામાન્ય માણસ સામે બીજાનું દ્વ:ખ વ્યક્ત કરો છો, ત્યારે તે તમને તેના દુ:ખમાં ઘસડી જાય છે. તમેતેની સમસ્યાઓના પ્રેમમાં પડી જાવ છો. તમે તેના સ્તર સુધી નીચે ઉતરી જાવ છો. અને તેના દ્દ્રઃખનો એક ભાગ બની જાવ છો. પરંતુ ગુરુઓ તેમને પ્રેમથી ઊંચે ઊઠાવે છે.
પેલો રામભક્ત ભૂખ્યા માણસનું દ્વઃખ સહન કરી શક્યો નહીં. તેની પાસે તુલસી રામાયણ સિવાય કશું જ નહોતું. તેણે તે પુસ્તક ભીખારીને આપીને કહ્યું; "પ્લીઝ આ પુસ્તક લઈ જાવ, બજારમા જઈને કહો કે આ પુસ્તક મારું છે, મેં તમને આ પુસ્તક આપ્યું છે. આ સાંભળીને બજારમાં લોકો ખૂબ જ પૈસા આપીને પુસ્તક ખરીદી લેશે. એ પૈસામાંથી તમારા માટે ખાવાનું ખરીદી લેજો.'' જે પુસ્તકની એ રોજ પૂજા કરતો હતો, જે પુસ્તકને તેણે બીજા લોકો સામે ક્યારેય ખોલ્યું નહોતું તે તેની પોતાની જાત જેવું, જીવ જેવું હતું. તે પુસ્તક તેણે એમ કહીને આપી દીધું કે; "પુસ્તક લઈ જાવ, બજારમાં વેચી દો, તમને પૈસા મળશે. એ પૈસાથી તમે ભોજન કરી લો."
િભિખારી જતો રહ્યો ત્યાર પછી પેલા ભક્તે રામને પ્રાર્થના કરી: "હે રામ મેં તમારા શબ્દોને આપી દીધા છે. તમારા શબ્દોનું માન રાખવા માટે."
રામની ફિલોસોફી શું છે ? 'આપવા' સિવાય બીજી કોઈ નહીં. સંપૂર્ણ ત્યાગ. સર્વસ્વનું સમર્પણ.
"'મેં તમારા શબ્દોનું માન રાખવા તમારા શબ્દો આપી દીધા છે." તમે જયારે માત્ર શબ્દો રાખવા માટે શબ્દો આપી દો છો ત્યારે, ત્યાં ઝઘડો, મારામારી, હિંસા હોતા જ નથી. તમે જયારે શબ્દોને પકડી રાખવાને બદલે તેના ભાવ પકડીને વર્તન કરો છો ત્યારે કુદરતી રીતે જ એકતા. શાંતિ, સંવાદિતા, અને પરમસુખનો અનુભવ થાય છે. શબ્દોના ભાવને જીવનમાં ઉતરવાને બદલે તેને પુસ્તકોમાં પકડી રાખવાથી જ સમસ્યા શરૂ થાય છે. જો તમે શબ્દો રાખવા માટે શબ્દો છોડી દેવા તૈયાર હો તો, કોઈ સમસ્યા ઊભી નહીં થાય. સમસ્યાનું અસ્તિત્વ જ નહીં હોય. આ જ એક અને એક માત્ર ઉકેલ છે. તમારી શક્તિને જીવનને સમજવામાં અને વિકાસ કરવામાં લગાડો. બાહ્ય ધાર્મિક ક્રિયાઓ અને સ્વરૂપોનું કોઈ જ મહત્ત્વ નથી.
પ્રશ્ર-૬ : વ્હાલા સ્વામીજી. તમે ચક્રો અને મંત્રો વિશે થોડું સમજાવશો ?
તમે બે બાબતો વિશે પૂછયું છે. ચક્રો અને મંત્રો.
પહેલા ચક્રો વિશે સમજાવું છું. ચક્રો તમારી અંદર રહેલા શક્તિના રહસ્યમય કેન્દ્રો છે. અલબત્ત તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. તેને કાર્યરત કરીને તમે રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો. આ સાત શક્તિ કેન્દ્રો તમારી શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, સંવેદનાત્મક અને આધ્યાત્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.
દા.ત., તમારી હોજરી બગડી છે. અને તમને કોઈ સારા સમાચાર મળે છે. તમે તેનો આનંદ માણવાના મૂડમાં નહીં હો. તમે તેને માણી નહીં શકો. પરંતુ જો તમારી હોજરી રીલેક્સ હશે, તમે તમારી જાતમાં હળવાશ અનુભવતા હશો અને તમે કોઈ ખરાબ સમાચાર સાંભળશો અથવા કોઈ ભુલ કરશે તો તમે તેને હળવાશથી લેશો. તમે તેને માફ કરી દેશો. આ ચક્રો તમારી શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, સંવેદનાત્મક અને આધ્યાત્મિક વર્તણુંકો અને પ્રક્રિયાઓનું ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે તેમાં ખલેલ પહોંચે છે, જયારે તે તમારી સિસ્ટમ સાથે લયમાં નથી હોતા, ત્યારે તમને રોગો થાય છે. જયારે તે તમારી જાત સાથે 'ડીસ– ઈઝ' હોય છે ત્યારે તમને 'ડીસીઝ' થાય છે. જો આ ચક્રોને યોગ્ય રીતે, યોગ્ય પદ્ધતિથી કાર્યરત કરવામાં આવે તો તમે રોગથી મુક્ત થઈ જાવ છો. તમે ફક્ત રોગોથી મુક્ત જ નથી થતાં પરંતુ તમે ખરેખર ખુબ જ સ્વસ્થ પણ રહો છો.
જયારે આપણે કોઈપણ રોગથી પીડિત નથી હોતા, ત્યારે પણ આપણે ભાગ્યે જ સંપર્ણ સ્વસ્થતાનો અનુભવ કરીએ છીએ. તમે સંપર્ણ સ્વસ્થ છો કે નહીં તેનો માપદંડ શું છે ? વહેલી સવારે જેવા તમે પથારીમાંથી ઊઠો ત્યારે તમે પથારીથી બાથરૂમ સુધીના તમારા પગલાંનું નિરીક્ષણ કરજો. જો તે માત્ર ચાલવાને બદલે નૃત્ય કરતા હોય તો તમે સંપૂર્ણ સ્વસ્થ છો. પથારીથી બાથરૂમ સુધીની ચાલ, નૃત્ય જેવી હોવી જોઈએ. તમે સુંદર - સ્વસ્થ છો, તમે આનંદપૂર્ણ છો કે નહીં તે માપવાનો આ સમય છે. આ જ સમય છે જ્યારે તમે અજાગ્રતતામાંથી બહાર આવો છો, તમે કોણ છો – કેવા છો ? તે માપવાનો આજ સમય છે.
પ્રાણીઓ જયારે સવારે જાગે ત્યારે તેમનું નિરીક્ષણ કરજો. પક્ષીઓ કોઈપણ કારણ વગર આનદિત કીલકીલાટ કરે છે. વાદજરડાંઓ તમને બાંધેલા દોરડાથી છટા થવા માટે ફદાફદ કરે છે. બિલાડી કોઈપણ કારણ વગર આમતેમ આંટા મારે છે. માણસ જાત જ એક એવું પ્રાણી છે જે પડખું ફેરવે છે અને પાછૂં ઊંઘી જાય છે ! માણસ જાત એ એલાર્મ વાગતાં સાંભળીને જાગે છે એલાર્મ પાછો બંધ કરે છે અને ઊંઘી જાય છે. માણસ જાત જ માત્ર એવું પ્રાણી છે કે જેણે કુદરતથી, અસ્તિત્વથી પોતાની જાતને વિખુટી પાડી દીધી છે.
એક વખત એક આધેડ વયના પુરુષને કોઈ કારણસર પોતાની પત્નીથી છૂટકારો મેળવવો હતો. તેની પત્ની પાસે બિલાડી હતી અને પેલો માણસ બંશ્રેથી છટકારો મેળવવા માંગતો હતો. તેણે વિચાર્યું કે બિલાડીથી શરૂઆત કરું. તે બિલાડીને પકડીને અમુક માઈલ દૂર એક અજાણી જગ્યામાં મૂકી આવ્યો અને પાછો ઘરે આવવા નીકળ્યો. તે જયારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે બિલાડી તો ત્યાં તેની રાહ જોઈને ઊભી છે. બીજે દિવસે તે િબિલાડીને શહેરની બીજી બાજુ ૨૦ માઈલ દુર મુકી આવ્યો. કલાક પછી જોયું તો બિલાડી ઘરના દરવાજા પાસે ઊભી હતી.
ત્રીજા દિવસે તે ખરેખર ચીડાઈ ગયો, ડિસ્ટર્બ થઈ ગયો. તેણે બિલાડીને પકડીને કંતાનના કોથળામાં પૂરી દીધી અને ગાડીને ડાબી, જમણી, દક્ષિણ, પશ્ચિમ, આ રસ્તે, પેલા રસ્તે આમતેમ આડી અવળી બે-ત્રણ કલાક ફેરવીને એ એક જંગલ જેવી જગ્યાએ પહોંચ્યો, જેથી બિલાડી ક્યારેય ઘરનો રસ્તો શોધી શકે નહી. તેણે વિચાર્યું આને અહીં છોડી દઉ. આ જ ઉત્તમ જગ્યા છે કારણ કે મને પોતાને જ ખબર નહોતી કે આસપાસમાં આવી જગ્યા છે. માટે બિલાડીને ક્યારેય રસ્તો નહીં મળે. તેણે કંતાન કોથળો ત્યાં ખોલીને છોડી દીધો અને પાછો ઘરે આવી ગયો.
પાછા ફરતી વખતે તેણે રસ્તામાંથી પોતાની પત્નીને મોબાઈલ કર્યો; "ડીયર, બિલાડી ઘરમાં છે ?"
પત્નીને કહ્યું; "હા, બિલાડી અહીં જ છે."
પુરૂષે પૂછ્યું; "'પ્લીઝ બિલાડી પાસેથી ગમે તેમ કરીને ઘરનો રસ્તો જાણી લે ને, હું ભૂલો પડી ગયો છૂં. તે મને રસ્તો બતાવી શકશે.''
માણસ જાત જ એક એવું પ્રાણી છે જેણે કુદરત સાથેનું અનુસંધાન ખોઈ દીધું છે સાથે સાથે તેનો રસ્તો પણ ભૃલી ગયો છે.
માટે તમે સવારમાં ઊઠતાં જ તમારી ચાલને નૃત્ય કરતી જુઓ, તો તમે તમારો રસ્તો નથી ભૂલ્યા. તમે સ્વસ્થ જીવન જીવી રહ્યા છો. ચક્રોને જાગૃત કરવાથી માત્ર રોગોથી મુક્ત જ નથી થવાતું, એ તમને સ્વસ્થ જીવનની ઝાંખી પણ કરાવે છે. આપણામાંના મોટા ભાગના લોકો સ્વસ્થતાના સ્તરે સ્પર્શતા જ નથી. આપણે જન્મથી આંધળા માણસ જેવા છીએ, કે જે જાણતો જ નથી કે તેણે શું ગુમાવ્યું છે ? આપણે ક્યારેય નહીં સમજી શકીએ કે સંપૂર્ણ સ્વસ્થતાનો અનુભવ કેવો હોય છે ? કારણ કે આપણે તે ખૂબ જ નાની ઉંમરમાં ગુમાવી દીધા છે. માટે તમે જયારે આ ચક્રોમાં પ્રવેશ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે અત્યાર સુધી તમે ખરેખર શું ગુમાવ્યું છે. આ ચક્રોની પાયાની ઓળખાણ છે.
હવે મંત્રો વિષે. ક્યારે એવું ન વિચારો કે શબ્દો ફક્ત શબ્દો જ છે. સ્પષ્ટતાથી સમજી લો ક્યારેય એવું ન વિચારો કે શબ્દો ફક્ત શબ્દો જ છે. તે પણ શક્તિનું સ્વરૂપ છે. દાખલા તરીકે હું 'ગાય' શબ્દ ઉચ્ચારું છૂં. તરત જ તમારા મનમાં, ચાર પગ, પંછડી, બે શિંગડા, બે કાન અને બીજૂં આખ્યું ચિત્ર ઉપજશે. હું સાચો છૂં ? તરત જ, ફક્ત અવાજથી જ તમારા મનમાં એક સ્વરૂપ પેદા થયું. તમે અવાજ વગર, શબ્દ વગર એ સ્વરૂપની કલ્પના કરવાની કોશિશ કરો, કદાચ તે ગાય નહીં હોય. તમે અવાજ વગર, શબ્દ વગર કોઈપણ બાબતને કલ્પનામાં જોતાની કોશિશ કરો. તમે ક્યારેય નહી જોઈ શકો. આ કલ્પના દેષ્ટિને ઈચ્છા શક્તિ કહેવાય છે.
તમારી સિસ્ટમમાં ત્રણ પ્રકારની શક્તિઓ છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. બીજી બે શક્તિઓ માટે 'ઇચ્છા શક્તિ' પાયાની ધાતુ છે. આ પાયાની ધાતુમાંથી સોનું બનાવી શકાય છે. ઈચ્છા શક્તિ કાચી શક્તિ છે, અપક્વ શક્તિ છે. જેમાંથી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો વિકાસ થાય છે. ઈચ્છાશક્તિ જયારે ચોવીસ કેરેટ સોનું હોય છે ત્યારે તે જ્ઞાન શક્તિ હોય છે. જ્યારે તે અઢાર કેરેટ સોનું હોય છે ત્યારે તે ઈચ્છાશક્તિ છે. બાવીસ કેરેટ સોનું એટલે ક્રિયા શક્તિ અને ચોવીસ કેરેટ સોનું એટલે જ્ઞાન શક્તિ. પરંત્ કાચી ધાતુ પાયાની વસ્તુ છે. જે કલ્પના કરવાની ક્ષમતા છે, માટે કલ્પના દર્ષ્ટિની ક્ષમતા અને શબ્દો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. કાચી ધાતુમાં મંત્રો ઉછેરવા એટલે કાચી ધાતુંનું શુદ્ધિકરણ કરીને શુદ્ધ સોનું બનાવવું.
મંત્ર શબ્દમાં બે બાબતો છે : મનુ-ત્ર. મનનો અર્થ છે માણસ જાત, 'ત્ર'નો અર્થ જે રસ્તો બનાવે છે. માટે મંત્ર એ છે જે માણસને રસ્તો બતાવે છે. જે મનની બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. જે આપણને મનની બહાર લઈ જાય છે. મનની ઉપર લઈ જાય છે.
માટે માણસને દ્વુનિયાની બહાર લઈ જવાની પદ્ધતિ, ટેકૃનિક એટલે મંત્ર તમે એમ પણ કહી શકો કે, માણસને દુનિયાની બહાર લઈ જાય તે મંત્ર. તમારી જાતમાં મત્રોને સતત એવી રીતે ઉતારવામાં આવે છે. જેમ કાચી ધાતુંને શુદ્ધ કરવા માટે એસિડ (તેજાબ) ઉમેરવામાં આવે છે. જેમાંથી બાવીસ કેરેટ સોનું બને છે. તમે જો એ પદ્ધતિ સતત ચાલુ રાખો તો તેમાંથી ચોવીસ કેરેટ સોનું બને છે. માટે મંત્રો આધ્યાત્મિક ક્ષેત્રમાં દાખલ થવા માટેની શક્તિશાળી પદ્ધતિ છે. વાસ્તવિક જીવનમાં પ્રવેશવાની પાવરફલ ટેકનીક છે.
રોજેરોજની જિંદગીમાં જેને તમે જીવન કહો છો – મંત્રો જરૂરી છે. એવું જરૂરી નથી કે મંત્રો સંસ્કૃત ભાષામાં જ હોવા જોઈએ. તમે ઈંગ્લીશ મંત્રો પણ વાપરી શકો છો. જેમકે; આઈ મસ્ટ સકસીડ ઈન માય ઓફિસ, આઈ મસ્ટ કન્વીન્સ ધેટ પર્સન, આઈ મસ્ટ ફલોરીશ માય બિઝનેસ. તમે જો આ વાક્યો સભાનતામાં પણ પુનરાવર્તિત કરતા હો તો તે મંત્રો છે. એવું ન વિચારો કે ઓમ નમ: શિવાય અથવા હરિ ઓમ્ નમો: નારાયણ જ મત્રો છે. આ પ્રાચીન મંત્રો છે. આધુનિક મંત્રોમાં તમે સવારમાં ઉઠતાક્ષની સાથે જ બોલી શકો, "આજે મારે પેલા માણસ સાથે વાત કરીને ધંધો મેળવવો જ છે.'' આજે પેલી સાથે મળીને અમુક વાતનો ફેંસલો
કરવો જ છે. તમે જે કાંઈ ગણગણો છો તે મંત્ર બની જાય છે. કંઈક મેળવવાનો આ રસ્તો છે. તમને જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થાય છે તે પહેલા મંત્ર સ્વરૂપે હોય છે અને પછી જ વાસ્તવિક સ્વરૂપે બને છે. જો મંત્ર અભાન હોય તો, પરિણામ પણ અભાન હોય. જો મંત્ર સભાન હોય તો પરિણામ પણ સભાન હોય. જો તમે જાગૃતતાથી મંત્રોચ્ચાર કરશો તો તમે જાગૃત પરિણામોનો આનંદ મેળવી શકશો. જો મંત્ર અજાગૃતતામાં પુનરાવર્તન થશે તો તમને તેના હેતુ અને પરિણામની ખબર નહીં પડે. જયારે તેને જાગત રીતે ઉચ્ચારવામાં આવે છે, તેનું સતત રટણ કરવામાં આવે છે ત્યારે તમે તેના હેતુ માટે સ્પષ્ટ હો છો અને તમારે ક્યાં જવાનું છે ? શું જોઈએ છે ? તે ખબર હોય છે. અને તે તમને મળે છે. તમે જયારે સંપૂર્ણ સભાન અવસ્થામાં હો, તમારા મંત્રનાં બંધારણમાં પૂરેપૂરા સભાન હો, જાગૃત હો ત્યારે રસ્તો અને મંઝિલ એકદમ સ્પષ્ટ હોય છે અને તમે ત્યાં સરસ રીતે, સલામત રીતે, ચાલતા, ચાલતા નહીં પણ નૃત્ય કરતાં કરતાં પહોંચી જાવ છો. જો તમે અજાગ્રત હો. અભાન હો, તો તમે તમારા રસ્તા અને મંઝિલ પ્રત્યે સજાગ હોતા નથી તેથી કુદરતી રીતે જ તમે ઘસડાવ છો. જો તમે કારને કેવી રીતે બ્રેક મારવી, તેને કેવી રીતે અટકાવી તે જાણતા હો તો તમે કારને ચલાવો છો જો તમે તે જાણતા ન હો તો કાર તમને ચલાવે છે.
આપણે ધાર્મિક હોઈએ અથવા અધાર્મિક હોઈએ, આધ્યાત્મિક હોઈએ કે ભૌતિકવાદી હોઈએ. આપણે બધા જ સતત મંત્ર જાપ કરતાં હોઈએ છીએ. તમે બેધ્યાન પણે કે ધ્યાનથી સતત મંત્રો જપતા હો છો. આટલું બસ છે. જો તમારે સજાગ બનીને મંત્ર જાપ કરવો હોય તો તમારે જાણવું જોઈએ કે કારને કઈ રીતે અટકાવવી, અને તમે કારને ચલાવો છો. પરંતુ જો તમે મંત્રને તમારી પાસે જપ કરાવવા દેશો તો, જો તમે બેધ્યાનપણાની રીતે સતત ચાલતા દેશો તો, મંત્રો તમારી ક્રિયાઓનું નિયંત્રણ કરશે. કાર તમને ચલાવાતી હશે. જો તમે કાર ચલાવતા હશો તો તમને ખબર હશે કે તમે ક્યાં જઈ રહ્યા છો. જો કાર તમને ચલાવતી હશે કશું નક્કી નહીં કે તમે ક્યાં પહોંચશો.
આખા તળાવમાંથી પસાર થાય છે અને પોતાની અસર પેદા કરે છે.એક વાત છે કે પથ્થર થોડો મોટો હશે તો મોજાં મોટાં હશે, અને નાનો હશે તો નાનાં હશે. તેથી તમે જયારે કોઈ બાબતનું રટણ કરો છો, તમે કોઈના માટે પ્રાર્થના કરો છો ત્યારે તે તમારી જાત પર અને બીજાની જાત પર ચોક્કસ અસર કરે છે. તે પાણીમાં જે રીતે પથ્થર પ્રવેશે છે તેવી રીતે પ્રવેશ કરે છે; મંત્રને તમારા મનમાં નાંખવાથી તે તરંગો પેદા કરે છે, તે તમારી અને બીજાની સિસ્ટમ પર અસર પેદા કરે છે. તમે જયારે પથ્થર નાંખો છો ત્યારે તળાવના પરિધ પર જે થાય છે. તેવી જ અસર બીજાની જાત પર થશે. તળાવના કેન્દ્રમાં જે બને છે તે તમારી જાત પર બનશે. તેથી તમે જયારે બીજા માટે પ્રાર્થના કરો છો ત્યારે બીજા કરતાં તમારા પોતાના પર તેની વધારે અસર થાય છે. બીજાને અસર થાય છે. પણ તમે પરિણામ મેળવો છો. બીજાને પરિણામની અસર થાય છે. જયારે તમને પરિણામ પોતે મળે છે.
પ્રશ્ન-૮ : વ્હાલા સ્વામીજી, ચક્રોની અતિ સક્રિયતાની કોઈ આડ-અસર હોય છે ?
જો ચક્રોને યોગ્ય રીતો અને પદ્ધતિઓથી કાર્યાન્વિત કરવામાં આવે તો, સક્રિય કરવામાં આવે તો તે ફક્ત સારું સ્વાસ્થ્ય આપે છે. તેની કોઈ આડ-અસર થતી નથી. મેં જે ટેકનિકો વિકસાવી છે તે ફુલ-પ્રૂફ ટેકનિકો છે. કોઈપણ આડ-અસર વિનાની. તમે જો થોડી ખોટી રીતે અજમાવશો તો તમને પૂરી હકારાત્મક અસર નહીં થાય. બસ આટલું જ. તેની કોઈ આડઅસર નહીં થાય, બીજી અસર નહીં થાય. ટેકૃનિક યોગ્ય હોવી જોઈએ. કાર્યપદ્ધતિ બરાબર હોવી જોઈએ. જો તે બરાબર યોગ્ય હોય તો કોઈપણ સમસ્યા આવતી નથી.
બીજુ 'ચક્રો'ની બાબતમાં અતિ સક્રિયતા જેવું કશું હોતું નથી. જો ચક્ર વધારે સક્રિય હશે તો તમે તમારી જાગુતતામાં વિશાળતાનો અનુભવ કરશો. તે વધારે ને વધારે સારૂં કરશે. તમે 'અમૂત સાગર'માં ડૂબીને ક્યારેય
પ્રશ્ન-૭ : વ્હાલા સ્વામીજી. તમે કહો છો કે આપણે સમગ્રનો જ અંશ છીએ, પરંતુ હું મારી જાતને વ્યક્તિગત રીતે એકલી અને અલગ અનુભવું છું. તમે સમજાવશો ?
તમે ભલે વિચારો કે તમે સમગ્ર અસ્તિત્વથી અલગ છો, પરંતુ તમે નથી. તમે ચાહો કે ન ચાહો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે સમજો કે ન સમજો, તમે માનો કે ન માનો, તમે પરમાત્મા સાથે જોડાયેલા છો જ. તમે પરમાત્માના બાળક જેવા છો. તમારા ખોળામાં નાનું બાળક હોય, અને જો તે તમને મારે, લાતો મારે, મારતું જ રહે, છતાં તે તમારા ખોળામાં છે જ. આની જેમ જ તમે ઈન્કાર કરો તો પણ તમે ઈશ્વરતામાં છો જ. તમે નદીના પ્રવાહની દિશામાં તરો કે વિરૂદ્ધ દિશામાં તરો તમે નદીમાં જ છો. તમે વૈશ્વિક મન અને વૈશ્વિક જાગૃતતા સાથે સંકળાયેલા જ છો. દરેક મન ખૂબ જ નજીકની એકબીજા સાથે સંબંધિત છો. જો તમે બ્રહ્માંડીય જાગૃતતાનું વર્તુળ જોશો તો પરિઘ ઉપર ઘણાં બધાં બિદ્દુઓ છે. પરંતુ કેન્દ્રમાં તે દરેક દરેક જોડાયેલાં છે.
જો તમે કેન્દ્ર તરફ આગળ વધો છો તો તમારી અને બીજા બિંદ્દઓ વચ્ચેનું અંતર ઓછું અને ઓછું થતું જાય છે. અને જો તમે કેન્દ્રની બહાર તરફ આગળ વધો છો તો ત ત બીજાઓ વચ્ચેનું અંતર વધારે અને વધારે થતું જાય છે. જો તમે કેન્દ્ર તરફ ગતિ કરો છો તો તમે તમારા પડોશીઓની નજીક આવો છો, બીજાઓની નજીક આવો છો. તેથી તમે માનસિક સ્તરે માનો કે ન માનો પરંતુ હોવાપણાંના સ્તરે તમે બધા જ સાથે જોડાયેલા દછો.
તેથી કોઈ પણ બાબત જાગુતતાથી કરવામાં આવે તો મનમાં તરંગો પેદા થાય છે. જેમ કે તમે તળાવમાં એક નાનો પથ્થર ફેંકો છો. અને તરંગો પેદા થાય છે અને તળાવના કિનારે પહોંચે છે. તે મોજાંની જેમ વિસ્તરે છે. તમે જ્યારે તમારા જાગત મનમાં પથ્થરની જેમ મંત્ર નાખો છો. ત્યારે મનમાં તરગો પેદા થાય છે. તે તળાવના કિનારા સુધી વિસ્તરે છે. તે
મરી શકો નહીં. ક્યારેય નહીં. તમે વધારેને વધારે આનંદપૂર્ણ બનતા જશો. અતિ સક્રિયતા તમારી સિસ્ટમમાં બિમાર-અસર ઊપજાવતી નથી. જો ચક્રને વધારે ને વધારે સક્રિય કરવામાં આવે તો તે માત્ર સારું સ્વાસ્થ્ય જ પેદા કરે છે, આનંદપૂર્ણ સ્તર પેદા કરે છે. આધ્યાત્મિક અનુભવ કરાવે છે અને છેલ્લે મુક્તિ આપે છે. તે તમને ક્યારેય ડિસ્ટર્બ કરતી નથી. જો ચક્રની 'તમસ' સ્થિતિ હોય, આળસું પણું હોય, નિષ્ક્રીય હોય તો જ મુશ્કેલી પેદા થાય છે.
પ્રશ્ર-૯ : વ્હાલા સ્વામીજી, હું અત્યારે બીજા ગુરુજીને અનુસરી રહ્યો છૂં. શું તો પણ હું આ ધ્યાનની પદ્ધતિઓ અજમાવી શકું ?
એક બાબતમાં બરાબર સ્પષ્ટ બની જાવ. અજમાયશમાં ગુરુના બદલવાથી કોઈ ફરક પડતો નથી. મહેરબાની કરીને એકદમ સ્પષ્ટ સમજીલો કે, આ બે-દિવસનો કોર્સ કરવાથી ગુરુ બદલવાની જરૂર નથી. દરેક ગુરુ એક જ શક્તિના સ્વરૂપો હોય છે. તેથી હું લોકોને ક્યારેય ગુરુ બદલવાનું કહેતો નથી. શક્તિ એક જ છે. જે અલગ અલગ ચેનલમાંથી વહે છે.
લોકો આવી મને પૂછે છે. "સ્વામીજી, હું બીજા ધાર્મિક વ્યાખ્યાનોમાં હાજર રહી શકું ? હું બીજા ગુરુજીનો અનુયાયી બની શકું ?" ચોક્કસ બની શકો. આ એવું નથી કે હું તમને બીજાની દ્દુકાનમાંથી મારી પોતાની દ્વુકાનમાં લાવું. આધ્યાત્મિકતાને ધંધાદારી સ્તરે લાવી ન શકાય. તમારા કોઈપણ ગુરુ હોય. તમે ગમે તેના પ્રત્યે આકર્ષાયા હો, તમે જેની સાથે સંવાદિતા અનુભવતા હો, ટ્યુનીંગ અનુભવતા હો તે જ તમારા ગુરુ છે. તેજ તમારા માસ્ટર છે. સંપૂર્ણ રીતે સાચું છે. આ તમને મદદ કરશે. તમને પ્રેરણા આપશે. આ તમને તમારા પોતાના ગુરુને અનુસરવા જાગ્રત કરશે. હું તમને જે આપી રહ્યો છું તે ફક્ત શક્તિ અને પ્રેરણા છે. શક્તિ અને પ્રેરણા જે તમારા રસ્તામાં ખીલે, બસ આટલું જ. આમાં ક્યાંય ગુરુ બદલવાનું, વિશ્વાસ બદલવાનું, ધર્મ બદલવાનું કે તમારી આધ્યાત્મિક ચેનલ બદલવાનું આવતું જ નથી. તમને ફક્ત શક્તિ અને પ્રેરણા મળે છે.
અલબત્ત, 'કુંડલીની' ફક્ત ગુરુની શક્તિથી જ જાગ્રત થઈ શકે. અને એને હું ગુરુની દૈવીકૃપા નથી માનતો. એ ગુરુની શક્તિ દૈવી કુપા છે. ગુરુશક્તિ ! બધી જ ગુરુશક્તિઓ એક સરખી જ હોય છે. તેમાં માત્ર સ્વરૂપનો ફરક હોઈ શકે છે.
રામ અને કૃષ્ણમાં ક્યારેય કોઈ ઝઘડો નથી થયો. પરંત્ રામના વાંદરા અને કૃષ્ણની ગાયો એકબીજાની સાથે આજેય ઝઘડી રહ્યા છે ! તેથી આ ફક્ત આપણું અજ્ઞાન છે. જે આપણા 'ગુરુ બદલવા' વગેરે જેવા શબ્દો વિચારવા પ્રેરે છે. કશું જ બદલવાની જરૂર નથી. ફક્ત પ્રેરણા અને શક્તિ જાગત થવી જોઈએ. તેથી આ બે દિવસના કોર્સને શ્રિક્ષાસ બદલવા સાથે, માન્યતા બદલવા સાથે, ગુરુ બદલવા સાથે કે ધર્મ બદલવા સાથે કશું જ લાગતું વળગતું નથી.
હું વિચારું છૂં કે હવે બેઠક પુરી થવાનો સમય થઈ ગયો છે. છેલ્લો પ્રશ્ન. હું આ એક પ્રશ્નનો જવાબ આપીશ. પછી આપણી બેઠક પુરી કરીશું
પ્રશ્ન-૧૦ : વ્હાલા સ્વામીજી, બેઠકમાં ભાગ લેનારા અને સ્વયંસેવકોએ સફેદ વસ્ત્રો જ શું કામ પહેરવા જોઈએ ?
મન રંગોથી ગાઢ રીતે પ્રભાવિત થયેલું છે. પશ્ચિમમાં હમણાં એક નવી શોધ થઈ છે. નવી ઉપચાર પદ્ધતિ વિકસાવી છે જેને કલર થેરપી કહે છે. તમે જાણો છો ? જો તમારા બેડરૂમમાં લાલ રંગની લાઈટ મુકશો તો તમને સારી ઊંઘ નહીં આવે. જો આછી વાદળી લાઈટ હશે તો તમને સ્વપ્નવિહિન ઊંઘ આવી જશે. જો વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં તો આવે મન સફ્રિય બને છે. કદાચ એટલે જ ડિસ્કો લાઈટો વિવિધ રંગી રાખતા હશે !
ભારતમાં આપણે સદીઓથી કોઈ નામ આપ્યા વગર કલર થેરપીનો ઉપયોગ કરતાં આવ્યા છીએ. તમે જાણો છો, સફેદ કલરમાં આપણા મનમાં શાંતિ પેદા કરવાની શક્તિ રહેલી હોય છે અને સ્વીકારવાનું વલણ
હોય છે. જ્યારે સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બિનજરૂરી તરંગો, બિનજરૂરી વિચારો શાંત થઈ જાય છે. સફેદ હંમેશા આનંદિત મૂડ ઉત્પન્ન કરે છે. રિલેક્સેશનનો મૂડ પેદા કરે છે, સુખ અને લય, સંવાદિતા પેદા કરે છે. આ કારણે જ સફેદ રંગ ઉપર ભાર મૂકવામાં આવે છે. અલબત્ત તે ફરજિયાત નથી. હું કોઈ આગ્રહ રાખતો નથી. એ માત્ર એક સૂચન છે. જો કોઈને સફેદ રંગ સિવાયના કપડામાં આવવું હોય - અલબત્ત કોઈ કપડાં પહેરીએ તો એ પૂરતું છે ! એવું નથી કે અમે એમ કહીશું કે તમે સફેદ કપડાં નહી પહેરો તો આ કોર્સ નહીં કરવા દઈએ. આવું કશું જ નથી. જે કંઈ નિયમો અહીં આપવામાં આવે છે તે ફક્ત માર્ગદર્શન છે. વધારે સારું પરિણામ લાવવા માટેનું ફક્ત માર્ગદર્શન છે. બીજી બધી જવાબદારી તમારી છે. તમને માત્ર સાદી સમજણ આપવા માટે છે.
મને લાગે છે આ ચર્ચા પૂરી કરવાનો સમય થઈ ગયો છે.
મારો પ્રેમ અને આશીર્વાદ તમારી સાથે જ છે.
આભાર....
"આધ્યાત્મિકતા દરેકે દરેક સમય અને ઉંમર સાથે સુસંગત છે.
મેડિટેશન - ધ્યાન કોઈ ગુપ્ત કે ખાનગી વિદ્યા નથી જે માત્ર જ્ઞાનિઓ અને યોગીઓ જ કરી શકે. તેના વ્યવહારિક ફાયદા આપણા બદ્યા માટે છે. આપણી ઉંમર, સંસ્કૃતિ અથવા દાર્મ કોઈપણ હોચ, બદ્યા જ મેડિટેશન - ધ્યાન કરી શકે છે.
ધ્યાન ફક્કત આપણું સ્વારસ્થ્ય અને માનસિક વ્યવસ્થા જ વધારતું નથી, તે આપણને આપસના સંબંધોને વધારે સારી રીતે સમજવામાં પણ મદદ કરે છે. આ બધા ઉપરાંત તે આપણને આપણા કુદરતી દિવ્ય સ્વાભાવના પરિચયમાં લાવે છે. જે આપણે ભૂલી ગયા છીએ."
પ્રશ્ન : આજના સમાજને ધ્યાન કરવાથી કયા ક્યાયદા થઈ શકે ?
દરેક સમય અને ઉંમરે માણસ જાતને જીવનમાં કઈ બાબતની જરૂરત હોય છે ?
તાકાત અને શરીરની સ્વસ્થતા, મનનો જુસ્સો મનોબળ અને આત્મબળ.
શરીરનું બળ આપણને શારીરિક રોગોથી દૂર રાખે છે અને શરીરને એવી રીતે સાચવે છે કે આપણે કોઈપણ સમસ્યા વગર આપણી રોજીદી પ્રવૃત્તિઓ સારી રીતે કરી શકીએ.
મનોબળ આપણને શાંત અને સંતુલિત રાખે છે જેથી આપણને પૂર્ણ અને આનંદિત રીતે જીવન જીવવામાં મદદ મળે.
આત્મબળ આપણને આ બંનેની ઊપર લઈ જાય છે. આત્મબળથી કરૂણાની લાગણી પ્રગટે છે, ત્યાગનો જુસ્સો આવે છે અને જેથી સમાજની સેવા કરી શકાય. જેવી રીતે વ્યક્તિ માટે શરીરબળ અને મનોબળ ટકી રહેવાં જરૂરી છે તેવી જ રીતે સમાજ અને માણસ જાતની સ્વસ્થતા માટે આત્મબળ ટકી રહેવું જરૂરી છે.
ફક્ત શરીર બળથી માણસ ઠગ, ઉત્પાત મચાવનારો અને સમાજ માટે ઉપાધિકારક બની શકે છે. જો તેની પાસે આત્મબળ વિના શારીરિક અને માનસિક તાકાત હોય તો તે સમાજ માટે ભયંકર અને લુચ્ચો બની શકે છે. સમાજ માટે આપત્તિકારક બની શકે છે.
ફક્ત જયારે માણસમાં ત્રણે શક્તિઓ ભેગી થાય છે ત્યારે જ તે સંપૂર્ણ વ્યક્તિ તરીકે ખીલે છે. તે જે સમાજ અને દુનિયામાં રહે છે તેને માટે મિલકત બની જાય છે. મૂલ્યવાન બની જાય છે.
આ ત્રણે શક્તિઓના દ્વાર ખોલવાની એક જ ગુરુચાવી છે. ધ્યાન, પૂર્ણજાગ્રતતા.
હવે એ તો જાણીતું જ છે કે ધ્યાન શરીર માટે અદ્દુભૂત કામ કરે છે. ધ્યાનથી બી.પી, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને ઘણાં પ્રકારની માંદગીઓ સારી થઈ શકે છે. તેનો ઈલાજ થઈ શકે છે બધા જ પ્રકારના દુ:ખાવામાં થતા ધ્યાનના ફાયદાનો ઘણાં બધાએ અનુભવ કર્યો હશે. બુદ્ધિજીવીઓ પણ આ બાબતમાં સંમત થાય છે.
ધ્યાન તમારા 'ચક્રોને' નિર્મળ કરવામાં મદદ કરે છે. તમે જાણો છો કે તમારી શારીરિક, માનસિક અને લાગણી વિષયક પ્રક્રિયાઓને 'ચક્રો' નિયંત્રિત કરે છે. જ્યારે આ બધા ચક્રો એકબીજા સાથે લયબદ્ધતામાં હોય ત્યારે જ તમને સંપૂર્ણ શારીરિક સ્વસ્થતાનો અનુભવ થાય છે. ધ્યાનથી ચક્રો નિર્મળ થાય છે અને એક બીજા સાથે લયમાં રહીને તમારા શરીર અને મનને રોગમુક્ત રાખે છે.
માનસિક સ્તર પર ધ્યાન મનને ડિપ્રેશનથી મુક્ત રાખે છે. તેનાથી મનની ઉચ્ચકક્ષાની વિશુદ્ધતા મેળવવામાં મદદ મળે છે, સમાજન્ફ્રુટ્રંબના એક ભાગ તરીકે વ્યક્તિ તરીકે આપણું જીવન પૂર્ણ રીતે જીવવાનું માર્ગદર્શન મળે છે. ધ્યાન આપણને આપણો સમય અને શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. તેથી કુદરતી રીતે જ આપણા ભૌતિક સુખોમાં પણ વધારો થાય છે.
આજ રીતે ધ્યાન આપણી આત્મશક્તિ બહાર લાવે છે અને ગહનશાંતિનો અનુભવ કરવામાં મદદ કરે છે. આપણી અંદર જ્યારે 'આનંદ'ના ફુવારા
વહેતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે તે આનંદ સમાજમાં પણ ફેલાવીએ છીએ. જો આપણે પોતે જ દુ:ખના દરિયામાં ડબેલા હોઈએ તો દનિયાને આપણે શું કામમાં આવી શકીએ ? ધ્યાન એક એવો સ્ત્રોત છે આપણને શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને આત્મશક્તિ, આ ત્રણેય શક્તિઓ આપે છે.
શારીરિક, માનસિક અને સંવેદનાત્મક ત્રણે બાબતમાં ધ્યાન આપણને ફાયદાકારક છે. તે સારી કૌટુંબિક અને સામાજિક જિંદગી વધારે છે અને આ ઉપરાંત આપણને આધ્યાત્મિક જિંદગી તરફ દોરી જાય છે. આ એક એવું ડહાપણ, દક્ષતા છે, જે આપણા મહાન મુક્ત ગુરુઓએ સદીઓથી આપણા માટે ભેગું કરી રાખ્યું છે.
પ્રશ્ન : ઘણા બધા લોકો તમારી પાસે સાજા થવા આવે છે. ધ્યાન માટે નહીં.
બરાબર છે ! સાજા કરવા એ મારૂં વિઝીટીંગ કાર્ડ છે. મારો સાચો સંદેશો ધ્યાન છે. જયારે હું તમને એમ કહું કે ધ્યાન તમને પરમતામાં લઈ જાય છે. ત્યારે મારે અથવા તમારે કોઈ સાબિતીની જરૂર તો પડે જ ને ? ખરૂંને ! તેથી જ હું લોકોની ઉત્રતિ માટે તમને સાજા કરવાની રજુઆત કરૂં છું જ્યારે લોકો સાજા થઈ જવાનો ચમત્કાર જુએ છે, ત્યારે તેઓ મારી પાસે ખેંચાઈને આવે છે. આ રસ્તે બીજું વધારે શું જાણવા જેવું છે તે લોકો જાણવા માંગે છે. આના વગર લોકોને આધ્યાત્મિક જીવનમાં ખેંચી જવાનું સહેલું છે એવું તમને લાગે છે ? હજારો લોકો સાજા થવા માટે આવે છે તેમાંથી ગણ્યાં ગાંઠ્યાં લોકો પણ જો તેમની પોતાની જિંદગીમાં ધ્યાન અને આધ્યાત્મિકતા તરફ વળે તો પણ મારો હેતુ પાર પડે છે અને આવું બને છે. દરેક જગ્યાએ બને છે.
પ્રશ્ન : ઘણા બધા ગૂરુઓ ધ્યાન ઉપર ભાર મૂકે છે. તમારી કાર્યપદ્ધતિ કઈ રીતે ખાસ છે ? સ્પેશિયલ છે ?
હું એવું નથી માનતો કે, કોઈ ચોક્કસ કાર્યપદ્ધતિને સ્પેશિયલ કહેવી જરૂરી છે. હું લોકોની ઉત્રતિ માટે ધ્યાનનો સિદ્ધાંત રજૂ કરું છું. મને સાંભળ્યા પછી વધારે ને વધારે લોકો ધ્યાન કરવા લાગે છે. મારા માટે એ જ પુરતું છે. એ સારી નિશાની છે. પછી તે તેમને અનુકૂળ હોય તેવી ગમે તે રીતે કરે.
પરંતુ જો તમે મારી રીતો વિષે પૂછી રહ્યા છો, તો તમે તેને આપણી આંતરિક શક્તિઓનો રસ્તો છે તેમ કહી શકો છો. અંદર એક શક્તિ છે, જે પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલી છે, જે ગ્રહો, સૂર્ય અને ચંદ્રને કાર્યરત રાખે છે. આપણે પણ આ જ શક્તિનો હિસ્સો છીએ. પરંતુ આપણે તેનો પરિચય ભુલી ગયા છીએ. આ કાર્યપદ્ધતિ આપણને વૈશ્વિક શક્તિ સાથે સંવાદિતામાં, ટ્ય્ચુનીંગમાં રહેવામાં મદદ કરે છે.
પ્રશ્ન : ધ્યાનની ઘણી બધી કાર્યપદ્ધતિઓ છે. અમે ગુંચવણમાં પડી જઈએ છીએ. દરેક જૂથ તેની પોતાની ટેક્રનિક રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અમને કેવી રીતે ખબરપડે કે અમારા માટે કઈ પદ્ધતિ બરાબર છે ?
હું તમને સલાહ આપું છૂં કે તમે જેટલીના પરિચયમાં આવો તે બધીને એક વખત અજમાવી જોવી જોઈએ. જુઓ જેટલા પણ ધર્મોપદેશ કરે છે તેમની અંદર સત્યનો તણખો હોય જ છે. તેના વગર જાહેરમાં આવીને ગુરુ બનવું અશક્ય છે. પરંતુ અલગ અલગ ગુરુઓ સત્યનો બોધ અલગ અલગ રસ્તે આપે છે. અલગ અલગ લોકોના માનસિક લેવલ પણ અલગ અલગ હોય છે. કોઈનો મેળ કોઈ ગુરુ સાથે સરળતાથી થઈ જાય, કોઈકનો કોઈ બીજા સાથે. તેથી પદ્ધતિઓને અજમાવી જુઓ અને તપાસો. જે પદ્ધતિ તમને ગહન શાંતિ અને મનની મહાન નિર્મળતા આપે તેને અનુસરવાનું ચાલુ રાખો અને બાકીની ભલી જાવ .
પ્રશ્ન : આ દ્વનિયામાં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ હજુ સુધી નથી થયો. આધ્યાત્મિકતા તેને કઈ રીતે ઉકેલશે ?
સમસ્યા કોઈપણ હોય તમારે તેનો ઉકેલ લાવવાની શરૂઆત તો કરવી જ પડે. મહત્ત્વાકાંક્ષા અને વિશ્વાસ હોવો તે પહેલું પગથિયું છે.
પ્રશ્ન : હું અમારી વ્યક્તિગત સમસ્યાઓની વાત નથી કરતો, જથ્થાબંધ સામાજિક સમસ્યાઓનું શું ?
આધ્યાત્મિકતા કોઈ વ્યક્તિગત બાબત નથી. તેની સામાજિક સ્તર પર પણ દૂરગામી અને પ્રભાવી અસરો ચોક્કસ પડે છે. આધ્યાત્મિકતા ફક્ત 'ધ્યાન' નથી, તે અનુકંપા છે. સમાજની સેવા છે.
વિવેકાનંદે સુંદર રીતે કહ્યું છે; "આત્મનો મોક્ષાર્થમ્ જગત હિતાયચે". "મુક્ત થઈને તેનો ઉપયોગ માનવજાતિની સેવા કરવા માટે કરવો એ જ સાચી આધ્યાત્મિકતા છે." નહીંતર તે અપૂર્ણ આધ્યાત્મિકતા છે. જે અજ્ઞેયવાદ કરતાં પણ વધારે મુશ્કેલી પેદા કરે છે.
પ્રશ્ન : શું આધ્યાત્મિકતાનો અર્થ એવો છે કે કોઈ જ ઈચ્છાઓ ન હોવી ?
ના, તેની તરફ આ રીતે જોવું એ ખોટો રસ્તો છે. મારા અનુભવ પ્રમાણે તમારી ઈચ્છાઓને દબાવી દેવાને, ઓછી કરવાને બદલે, તમે તમારી આંતરિક શક્તિને વધારો. તમે તેનો ઉપયોગ કરીને તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો.
હંમેશા તમને સંતોષી રહેવાનું કહે છે. એક વાત સમજી લો. તમે સંતોષી રહેવાનું શીખી શકો નહીં. તમે તે વલણને પ્રાપ્ત કરી શકો નહીં. આધ્યાત્મિકતાના, ધ્યાનના પરિણામ સ્વરૂપ સંતોષ તમારી અંદરથી ખીલવો જોઈએ. ધ્યાન વડે તમે જીવનની ગહન સંતોષની લાગણી અનુભવો છો. જે તમને તમારી પાસે જે હોય તેનાથી સંતુષ્ટ બનાવે છે.
પ્રશ્ન : સમકાલીન સ્વામીઓની સરખામણીમાં તમે ખૂબ જ યુવાન દેખાવ છો. તમે માનો છો કે, તેનો ગેરફાયદો છે ?
ફાયદો અથવા ગેરફાયદો કશું જ નથી. હકીકતમાં લોકોને હું જે આપવા માટે રજૂ કરું છૂં તેમાં રસ છે. તમને બીજી કોઈ વિગતોમાંની અસર થતી નથી અને જ્યાં સુધી આધ્યાત્મિકતાને લાગે-વળગે છે ત્યાં સુધી ભૌતિક ઉંમરમાં અનુભવનું કોઈ મહત્ત્વ નથી.
જુઓ, અનુભવો બે પ્રકારના હોય છે - 'અનુભવ' અને 'અનુભૂતિ'.
'અનુભવ' આખી જિંદગી સુધી મેળવી શકાય છે. જેવી રીતે જીવનમાં ઘણા બધા પ્રકારની આગને સ્પર્શયા પછી શીખી શકાય છે કે આગ દઝાડે છે. પહેલા તમે સળગતા લાકડાને સ્પર્શો, તમે દાઝો છો. પછી ગેસ લાઈટને સ્પર્શો, તમે દાઝો છો, પછી કેરોસીનના દીવાને સ્પર્શવાનો પ્રયત્ન કરો છો તમે દાઝો છો, પછી સળગતી દિવાસળી - અને છેલ્લે તમને અહેસાસ થાય છે કે આગથી હંમેશા દઝાય છે. આ અનુભવ છે.
મારો અનુભવ 'અનુભૂતિ' છે. એને તમે સૌથી પહેલી આગના અનુભવથી જ શીખી જાવ છો કે બધી જ આગ આના જેવી હોય છે. બધી જ ઈચ્છાઓ આના જેવી હોય છે. આ છે આધ્યાત્મિકતામાં છલાંગ. આત્માનુંભૂતિમાં કદકો.
પ્રશ્ન : પરંત આધુનિક જમાનામાં ઘણી બધી ઈચ્છાઓ હોય છે. અપેક્ષાઓ હોય છે, અમે તેને ઓછી કઈ રીતે કરી શકીએ ?
ઈચ્છાઓ ઓછી કરવી એટલે જીવનની ભરપૂરતા કરવી. મેં કહ્યું તેમ અગત્યની બાબત એ છે કે ઈચ્છાઓ પુરી કરવા માટે આંતરિક શક્તિ પેદા કરવી જોઈએ. ઈચ્છાઓ હોવી તેમાં કશું જ ખોટું નથી. પરંત ઈચ્છાઓને પૂરી કરવા માટે તમારે સખત મહેનત કરવી જોઈએ. પછી તે ભૌતિક ઈચ્છાઓ હોય જેવી કે, તમારે મર્સિડીઝ બેન્ઝ કાર લેવી છે. કશું જ ખોટું નથી. ધ્યાન તમને ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ શક્તિ આપે છે.
પ્રશ્ન : પરંતુ સંતુષ્ટ અને ઈચ્છા-મુક્ત જીવન તરફ જવાને બદલે તમે તમારી ઈચ્છાઓને કઈ રીતે વધારતા જઈ શકો ?
ક્યારેય એવું ન વિચારો કે સંતુષ્ટ જીવન. આધ્યાત્મિક જીવન જેવું છે. 'સત્વ' અને 'તમસ' સપાટી પર બંશ્વે એક સરખાં લાગે છે. તમે એવું વિચારો છો કે કોઈ સાદાં કપડાં પહેરીને સાદડી પર બેસી ગયો છે માટે તે સાત્વિક અને સંતુષ્ટ છે ? તે માત્ર બાહ્ય દેખાવ હોઈ શકે ઢોંગ હોઈ શકે. એવું પણ બની શકે કે તેને જે જોઈએ છે તે મેળવવાની તેનામાં શક્તિ નથી માટે તે એવો રહે છે. ત્યાગવું અને સંતોષ એક સરખા નથી, ભલે સરખા દેખાય છે.
પ્રશ્ન : પરંતુ તમારી પાસે જે છે તેનાથી જ તમારુ મન સંતુષ્ટ હોય તો શું ?
આ પ્રકારનું મન આધ્યાત્મિકતાની બાય-પ્રોડક્ટ છે. તે તમને આધ્યાત્મિકતા તરફ લઈ જઈ શકે નહીં. તમે સંતોષી જીવનનું વલણ શીખીને આધ્યાત્મીકતા સુધી પહોંચી ગયા છો તેવું માની શકો નહીં. લોકો
જો તમે અનુભવોમાંથી આવશો તો, તેને માટે આખી જિંદગીની જરૂર પડશે. જ્યારે 'અનુભતિ' માટે પ્રજ્ઞાની જરૂર હોય છે. ઉંમરની નહીં.
તેથી મારે માટે ઉંમરથી કોઈ ફાયદો કે ગેરફાયદો નથી - બસ આટલું જ.
પ્રશ્ન : આખી દૂનિયામાં સમાજ માટે ખોટું કરનારાઓને ધ્યાન વડે સુધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. દા.ત., જેલોમાં વગેરે. તમે આ અભિગમ સાથે સંમત છો ?
ચોક્કસ, આપણે ચોક્કસપણે આ પ્રયત્નો કરવા જોઈએ. અત્યારની જેલોની હાલત એવી છે કે સો રૂપિયાની ચોરીના ગુનામાં જે માણસ જેલમાં જાય છે તે ત્યાંથી એવી ટ્રેનીંગ લઈને આવે છે જે લાખ રૂપિયાની ચોરી કરી શકે.
આ ક્ષેત્રમાં ધ્યાન ઘણું બધું કરી શકે છે – કારણ કે હકીકતમાં બદલાવ માણસની અંદરથી આવવો જોઈએ. સમાજમાં પરિવર્તન લાવતા પહેલાં દરેક વ્યક્તિ, દરેક ગુનેગારની અંદર પરિવર્તન થવું જોઈએ. ધ્યાન માત્ર વ્યક્તિને અંદરથી બદલતું જ નથી, તે સમાજમાંથી ગુનાઓનું પ્રમાણ પણ ચોક્કસપણે ઘટાડી શકે છે.
પ્રશ્ન : 'પુણ્ય' અને 'પાપ' શું છે ?
જેમાં પણ તમને પ્રેમનો અને આનંદનો અનુભવ થાય, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જેમાં તમને બીજા લોકો પ્રત્યે પ્રેમ અને અનુકંપાની લાગણી થાય એવી બધી જ બાબતો 'પુણ્ય' છે.
જે તમને બીજાથી અલગ પાડે, તમને દુ:ખી અને હતાશ બનાવે, તેવી બધી જ બાબતો 'પાપ' છે. આનંદ જ તમારો સાચો સ્વભાવ છે. તને કોઈ પણ બાબત તેનાથી દૂર લઈ જાય, જે કોઈ બાબત તમને હતાશામાં લઈ જાય, જે કાંઈ બાબત તમને તમારી જાત માટે દિલગીરી વ્યક્ત કરવાનું કારણ બને, કે બીજા માટે કારણ બને. આ બધી જ બાબતો 'પાપ' છે.
પ્રશ્ન : આધ્યાત્મિક બાબતોમાં આપણે બીજાઓના અભિપ્રાયોની ચિંતા કરવી જોઈએ કે નહીં ?
જયાં સુધી આપણે બીજા માટે ઊપાધીકારક બનીએ નહીં, જ્યાં સુધી આપણે તેમના જીવનમાં કોઈ ખલેલ પહોંચાડતા ના હોઈએ ત્યાં સુધી બીજાઓના અભિપ્રાય બાબત ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.
પ્રશ્ન : જે લોકો મુક્ત થઈ ગયા છે તે લોકો આશ્રમો શું કામ સ્થાપે દેવે ?
એક જમાનામાં આ રસ્તો એકલા જ કાપવામાં આવતો હતો. આજે હું માનું છૂં કે આનંદ અને તેના ફાયદાઓ બહાર ફેલાવવા જોઈએ. અલબત્ત તમે એમ કહી શકો કે આ સાચી આધ્યાત્મિકતા નથી. હું મારા ઊંડા વ્યક્તિગત અનુભવથી કહ્યું છૂં કે, જેમ વિવેકાનંદ કહે છે. સાચી આધ્યાત્મિકતા માત્ર મુક્ત થવું જ નથી પરંતુ મુક્તિના ફાયદા બધે ફેલાવવા તે જ સાચી આધ્યાત્મિકતા છે. જેને માટે મેં જન્મ લીધો છે ! એના માટે જે કાંઈપણ જરૂરી લાગે - આશ્રમ પણ મારે કરવું જરૂરી છે. તમે મને સમજી શકો દછો ?
પ્રશ્ન : શું આધુનિક સમયમાં આધ્યાત્મિક પ્રણાલી સુસંગત છે ?
તે બધા જ સમયમાં સુસંગત છે. આધ્યાત્મિક પ્રણાલી વગર આજે આપણો દેશ ક્યાં હોત ? સદીઓથી, સંસ્કૃત અને શાસ્ત્રો, ભરતનાટ્યમ્ અને કલાચાર, આયુર્વેદ અને સિદ્ધ. ધર્મ અને આધ્યાત્મિકતા, આપણો આ બધો જ વારસો આજ સુધી આવા આધ્યાત્મિક લોકોના હાથોમાં જ સચવાયેલો રહ્યો છે.
કરવાનું છે – તમારી ગેર સમજણો શોધીને અલગ કરવાની છે. તમારા ભતકાળના પર્વગ્રહોને દર કરવાના છે. તમને સાબિતીઓ આપવાની છે. વગેરે વગેરે. હં તમને નવો ધર્મ, કે જે સાચી આધ્યાત્મિકતા છે તે આપું તે પહેલાં મારે મારી લાયકાત સ્થાપવી પડે છે. આ એક ક્રમિક થતો બદલાવ છે પણ તે લાવવો જરૂરી છે. આધ્યાત્મિક વ્યક્તિઓ વિષેની આપણી સામાજિક વિભાવનાઓ બદલવી જોઈએ. નહીંતર ગુરૂઓને એવા દેશમાં પોતાનું ધ્યાન વાળવું પડશે જ્યાં લોકો ખુલ્લામને તેમનો સંદેશો સ્વીકારવા તૈયાર છે. જેનાથી હિન્દુ સમાજ અવનવી તરફ મળશે.
જૂઓ તમે પત્રકારો છો. તમે સંદેશો સમાજને પહોંચાડવાના છો. તમે તે પહોંચાડો તે પહેલાં હું તમને જે કહેવા માંગું છું તેની સ્પષ્ટતા ખુબ જ જરૂરી છે. હં જાણવા માંગું છૂં કે જે કહું છું તેમાં તમને વિશ્વાસ છે ? તે માનો છો, જો ના માનતા હો તો, સવાલો સવાલો પૂછો, મહેરબાની કરીને પૃદ્ધો.
ફક્ત તમારું મન ખુલ્લું રાખો. તમારા પૂર્વગ્રહો અને અગાઉથી જ તમારા મત મુજબના પરિણામ સાથે ન આવો.
ઓ.કે. તમને મારી વાત ગળે ઉતરે છે ? તમે સંમત છો ?
પ્રશ્ન : (એક પત્રકાર) "ના હું નથી. હું એક ગુરૂને શરણે ગયો હતો. પરંતુ કશું જ ના થયું"
"તમે સંપર્ણ શરણે થયા હતા ?"
પત્રકાર : ''વેલ. મેં મારાથી બને તેટલી શરણે થવાની કોશિશ કરી હતી.''
તમારે એક વાત સમજવાની જરૂર છે. તમે એમ કહો છો કે મેં મારાથી થાય તેટલી કોશિશ કરી હતી. એનો મતલબ છે કે પૂરી શરણાગતિ
જેમકે ભાગવત કહે છે. આ પૃથ્વીનું અસ્તિત્વ જ મુક્ત ગુરુઓને આભારી છે. તેમણે આ વિજ્ઞાન અને કળાના રક્ષણ માટે પોતાની જિંદગીઓ રેડી દીધી છે. આજે આ સંસ્કૃતિ પાસે જે પણ કાંઈ છે, સંસ્કૃતિને નામે તમે જેનો પણ આનંદ માણો છો, એ બધું જ તેઓની ભેટ છે. આ સદીમાં પણ, આપણે દૃષણોથી બચવાનું શીખીને પવિત્રતા જાળવીએ છીએ તે માટે તેઓનું શિક્ષણ જવાબદાર છે. માટે જ આધ્યાત્મિક પ્રણાલી બધા જ સમયમાં સુસંગત છે.
પ્રશ્ન : પરંતુ અમુક ભગવાધારીઓ સમાજને લૂંટે છે. આવા નુકસાનકારીઓને કારણે ભગવાધારીઓનું નામ બદનામ થયું…
ચાલો હું તમને એક સવાલ પૂછૂં; જયારે હર્ષદ મહેતાએ શેરબજારમાં ગોટાળો કરીને દેશના લાખો લોકોને છેતર્યા ત્યારે તેણે તો શર્ટ અને પેન્ટ પહેર્યા હતાં ? તમને યાદ છે ને ? આનો અર્થ એવો થાય, કે જે લોકો પેન્ટ શર્ટ પહેરે છે. તે બધા હર્ષદ મહેતા જ છે ? અને જો તમે એવું વિચારતા હો તો. તે કપડાં પહેરવાવાળાનો દોષ છે કે તમારી સમજણ શક્તિમાં દોષ છે ? સેંકડો ડૉક્ટરોને પબ્લીકને છેતરવા માટે પકડવામાં આવે છે તો શું તમે દરેક ડૉક્ટરને શંકાથી જોશો ? તમે ડૉક્ટરો પાસે જવાનું બંધ કરી દીધું છે ?
બહાર આવો. જૂની દલીલો ભૂલી જાવ. આ માત્ર છટકી જવા માટેનાં કારણો છે. તમારા અજ્ઞાનથી આધ્યાત્મિક ગુરૂઓને કશું નુકસાન થવાનું નથી. જો તમે મને ચૂકી જાવ છો, તો તમે મને ગુમાવો છો. બસ આટલું.
દુનિયાના દરેક ક્ષેત્રોમાં ઠગાઈ કરનારા તો હોવાના જ. આખી જાતને ઠગ જાહેર કરવાને બદલે. બુદ્ધિનો ઊપયોગ કરો, તપાસો અને યોગ્ય વ્યક્તિને પસંદ કરો. આવી ગેરસમજને કારણે ઘણી વખત સાચા ગુરૂઓને પણ ઓળખી નથી શકાતા. હવે જૂઓ મારે કેટલું સાફ-સફાઈનું કામ
આદર્શમાં માનતા હો, તો તમારે તમારા જીવનનું તેમાં રૂપાંતર કરી દેવું જોઈએ. ઉપરાંત તમે જે કાંઈ અનુભવો છો. તેને જીણવટપૂર્વક તપાસો કે તે સત્ય છે ? જે કોઈ તમારા જીવનમાં પરિવર્તન ન લાવે તે સત્ય ન હોઈ શકે. જો તે ખરેખર વાસ્તવિક સત્ય હોય તો તેના સ્પર્શ માત્રથી તમારા જીવનનું રૂપાંતરણ કરી શકે છે. જો તે તે તમારું અંદરથી પરેપૂરું રૂપાંતરણ ન કરે તો તેને છોડી દો. તેને પકડી ન રાખો અને ફરીયાદ ન કરો. એ આદર્શ એ વિચારધારા તમારા માટે નહોતી. બસ, આટલું જ.
પ્રશ્ન : ૧૯૭૦ સૂધી, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો, મંદિરો, ધાર્મિક પુસ્તકો, વગેરેને સાચવવા માટે ઘણી ધધી ધાર્મિક સંસ્થાઓ અતિશય સારી સેવાઓ આપતી હતી. પરંતુ તેમાં અતિશય ઘટાડો થઈ ગયો છે. આવું બહારના ખોટા હસ્તક્ષેપને કારણે થયું છે કે પછી બીજું કંઈ કારણ છે ?
ફરી વખત કહું છું, જ્યાં સુધી સમાજ અજ્ઞેયવાદમાં જકડાયેલો રહેશે ત્યાં સુધી ઘણાં બધાં લોકો આ સેવાઓને અસરકારક રીતે ઘટાડતા જ રહેશે. આ સિસ્ટમનો પ્રવાહ ખસેડવાને બદલે તે સિસ્ટમને જ ધરાશાયી કરી દેવી જોઈએ. હકીકતમાં તે પોતે જ સમાજ માટે ખૂબ જ ખરાબ બાબત છે. પરંતુ એ લોકોને તેનો અહેસાસ નથી.
હું જે કહેવા માંગું છૂં તેની વાસ્તવિકતાને સમજવાની કોશિશ કરો. તમે આ વિચારો આ લેખમાં વાપરો કે ન વાપરો, પરંતુ તેને અજમાવો અને તમારી જિંદગીમાં અનુસરો. આ વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે તમારી પેનનો ઉપયોગ કરો. એ તમારા ફાયદામાં છે અને તમારી ફરજ પણ.
થઈ નહોતી. જો ખરેખર શરણાગતિ થઈ હોય તો આ પ્રશ્ન, આ શંકા ઊભી જ ન થાત. આ ફક્ત મનની ગુંચવણ અને દંભ છૂપાવવાનો માત્ર રસ્તો છે.
આપણાં બધાના મનમાં ધર્મ બાબતમાં કંઈક સુંદર વિચાર સાચવી રાખેલો હોય છે, આપણે તેને આપણને જે રસ્તે મજા આવે તે રસ્તે લઈ જઈએ છીએ. ધર્મ એવી બાબત છે જેને તમારે તમારી આખી જિંદગી સૂધી તમારી સાથે લયમાં રાખવો પડે છે. એ કોઈ એક સમય અમુક સમય માટેનું મનોરંજન નથી.
સત્ય એ છે કે તમે તમારી જિંદગીને જે બાજુ લઈ જાવ છો તે તમારો સાચો ધર્મ છે. પછી તે પૈસા હોઈ શકે. સેક્સ હોઈ શકે. એ જ તમારો ધર્મ છે, એટલા માટે જ તમે આખી જિંદગી તેની વિચારધારા પ્રમાણે જીવતા હો છો.
તમને સમજણ પડે છે ? કોશિશ કરો અને શોધી કાઢો કે હકીકતમાં તમારો ધર્મ શું છે ? તમારી વિચારધારાને તમારી જિંદગીથી અલગ રાખવી તે દંભ છે. તમારો જે પણ ધર્મ હોય, તેને તમારે તમારી જિંદગીમાં પૂરેપૂરો જીવવો જોઈએ.
પ્રશ્ન : (પત્રકાર) "પરંતુ હું ખાસ એ ગુરુની વિચારધારામાં, આદર્શોમાં ખૂબ જ માનું છું છતાં -"
જોયું મેં કહ્યું જ તેમ ધર્મ તમારી માન્યતામાં રહેવાની કોઈ બાબત નથી. એ તમારા જીવનમાં ફેરવાઈ જવો જોઈએ. ધર્મને અને જિંદગીને અલગ રાખવી એ ગાંડપણ છે. આપણું જીવન દંભી બની જાય છે. તમે જીવનનાં કોઈ ચોક્કસ રસ્તાને માનતા હો અથવા કોઈ ચોક્કસ વિચારધારા કે
પ્રદક્ષિણા કરો. તો તે ખુશીથી કરશે. કારણ કે જટિલ કામો અહમુને ખૂબ જ વધારે સંતોષ આપે છે. પરંતુ મુક્ત ગુરૂઓને રીતો સાથે કંઈ લેવા-દેવા નથી, તેઓને માત્ર પરિણામ સાથે સંબંધ છે. તમે જયારે વિધિઓ કરો છો, ત્યારે તમારું મન તે પ્રવૃત્તિમાં રોકાયેલું રહે છે. એ સમયે તમારૂં આંતરિક મન મારા માટે ખુલ્લું હોય છે અને મારે તમને જે આપવું હોય તે આપી દઉં છું. આ એક રહસ્યમય પદ્ધતિ છે. જે મન ઈન્કાર કરે છે. જે મન પ્રશ્નો કરે છે તેને બીજી પ્રવૃત્તિમાં રોકી દેવામાં આવે છે. પછી મારો ખરો સંદેશ તમારી અંદર પ્રવેશે છે. અંતે આ રસ્તે પણ જો હું વધારે લોકોની અંદર પહોંચી શકતો હોઉં અને તેમને ફાયદો કરાવી શકતો હોઉં તો પદ્ધતિ થવા દો.
તમારી જાતે ધ્યાનમાં દાખલ થવા માટે તમારી પાસે ખૂબ જ વિકસિત મન જોઈએ. જેને માટે આખા સમાજના મનનું સ્તર વિકાસિત હોવું જરૂરી છે. પરંતુ એ થઈ રહ્યું છે. ધીરેથી પણ ચોક્કસ રીતે. આખી દુનિયામાં આ પરિવર્તન થઈ રહ્યું છે. ઓ.કે. મને લાગે છે કે આપણે સમયની બહાર જઈ રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન ?
પ્રશ્ન : આજની પેઢી માટે ધ્યાન જ વ્યવહારૂં વિકલ્પ છે ?
અલબત્ત, ખાસ કરીને આજના જમાનાને, જયાં ખૂબ જ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે, કૌટુંબિક સંબંધો તૂટી રહ્યા છે, ધ્યાન અદ્દ્ભુત કામ કરી શકે છે. અને તેમાં તમારે એટલો બધો સમય અને પરિશ્રમ આપવો પડતો નથી. આજના સમયમાં દરેક આધ્યાત્મિકતાની બાબતમાં ખૂબ જ ચિંતા કરવામાં રોકાયેલા છે. હું સમજું છું ? પરંતુ માત્ર રોજ અર્ધોકલાક તો ધ્યાન માટે આપો જ – કોઈપણ ધ્યાન સુંદર અને સારું છે. એવું જરૂરી નથી કે હું જે પદ્ધતિ શીખવું છૂં તે જ રીતે કરવું જરૂરી છે. તમને જે
પ્રશ્ન : અમે એવી વાતો સાંભળી છે કે ઘણા ગુરૂઓ વિવિધ ચમત્કારો કરે છે. જેમ કે તેઓ ભવિષ્ય ભાખી શકે છે. આવું કઈ રીતે બને છે ?
મને એક ઉદ્દાહરણ આપવા દો. ધારો કે તમે ટ્રાફિકથી ધમધમતા રોડની એક બાજુ ઊભા છો, તમે સામેની બાજુએ જુઓ છો. તમે ૨૦૦ મીટર સુધીના ટ્રાફિકનું હલનચલન જોઈ શકો છો. હવે ધારો કે તમે બાજુમાં આવેલા મકાનના ધાબા ઉપર ચડી જાવ છો. શું તમે ૨૦૦ મીટરથી વધારે લાંબા અંતર સુધીના ટ્રાફિકને નહીં જોઈ શકો ?
આ જ રીતે, સામાન્ય મન ભૂત અને ભવિષ્યને ખુબ જ મર્યાદિત સમજી શકે છે. પરંતુ ઊપર ઊઠેલી જાગૃતતા (જે માત્ર જીવનમુક્તિ પછી જ આવે છે) ભૂતકાળ અને ભવિષ્યકાળને અનંતતામાં જોઈ શકે છે. આ એક સાદી સરળ વસ્તુ છે. સત્ય હંમેશા સાદું સરળ જ હોય છે. એક જ વાત છે કે સામાન્ય મનમાં આવી વાતો ઉતરતી નથી. તેને તે ગ્રહણ કરી શકાતું નથી. જેથી તમને એ ચમત્કાર જેવું લાગે છે. 'જ્ઞાની'ઓ અને 'જ્ઞાનશક્તિ' માટે સમય અને સ્થળની કોઈ મર્યાદાઓ હોતી નથી. તેથી જ જે દેશમાં હું ક્યારેય ગયો નથી, તે દેશના મારા દર્દીઓ સાજા થઈ જાય છે. આખી દુનિયામાં જેમણે પહેલાં મને ક્યારેય જોયો નથી તે લોકો ધ્યાન વખતે મને તેમના મનમાં જુએ છે.
પ્રશ્ન : મુક્ત ગુરૂઓ પણ નીતિ-નિયમો શું કામ રજૂ કરે છે ?
માણસનું દુ:ખ એ છે કે જ્યારે મહાન સત્યોને સરળ રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. કારણ કે મન જટિલ છે. અને તેને જટિલ બાબતો જ ગમે છે.
જો હું લોકોને કહીશ કે તમે અર્ધો કલાક ધ્યાન કરો . માત્ર શાંતિથી બેઠા બેઠા. તેઓ નહીં કરે. પરંતુ જો હું એમ કહું કે પેલા મદિરની ૧૦૮
સૌથી વધુ અનુકૂળ હોય તેને અનુસરો, જેની પણ સાથે તમારો તાલમેળ બેસી જાય તમે લયમાં આવી જાવ તેને અનુસરો. તમે રૂપાંતરણ ચોક્કસ જોઈ શકશો. ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમે આ રસ્તે બીજા જે લોકો પાસે જશો તેમાં પણ પરિવર્તન લાવી શકશો અને આમ જ સમાજમાં પણ પરિવર્તન થશે.
આભાર...
પ્રેમ શું છે ?
ભૂલાવામાં પાડી દે તેવો સરળ પ્રશ્ન. પરંતુ જુઓ એ તમને કેટલા ઊંડાણમાં લઈ જાય છે.
સામાન્ય રીતે એવું જાણવામાં આવે છે કે પ્રેમ હોર્મોન્સનું તોફાન છે. તે લાલસા, ભય, ગુસ્સો અને ઈર્ષાને ખેંચવાનું અને ધક્કો મારવાનું કામ કરે છે. આ રીતનો પ્રેમ કરવો એટલે, હોર્મોન્સે અને મને પેદા કરેલી પાયમાલીના ભોગ બનવું. તે ખરેખર નર્ક જ હોઈ શકે !
પરંતુ આપણામાંના મોટાભાગના આખી જિંદગી પ્રેમને આપવાનું અને લેવાનું જે શીર્ષક આપ્યું છે જે ૫દવી આપી છે તેનાથી ઊપર પ્રેમ વિષે કલ્પના જ નથી કરી શકતા. પ્રેમનો સાચો અર્થ સમજવા માટે, પહેલાં આપણે માનસના સ્વભાવને સમજવો જોઈએ. માણસ બુન્દિ, લાગણી અને તે પોતે, એમ ત્રણ બાબતનું સંયોજન છે. અને સૌથી છેલ્લે હાર્દમાં, કેન્દ્રમાં 'આત્મા' છે અથવા 'સ્વ' છે, જે આ બધાથી પર છે.
જયારે 'આત્મા'નો પ્રકાશ બુદ્ધિ ઉપર પ્રવાહીત થાય છે ત્યારે બુદ્ધિમાંથી શક્તિનો ધોધ છૂટે છે અને તે બુદ્ધિ શક્તિમાં રૂપાંતરિક થાય છે. જયારે આત્મા, લાગણી દ્વારા કામ કરે છે ત્યારે લાગણીઓ શુદ્ધ થાય છે અને તે વિશ્વાસ રૂપે રજૂ થાય છે. જયારે 'આત્મા' 'સ્વ' ને સ્પર્શે છે ત્યારે 'સ્વ' પ્રેમ રૂપે વહે છે. પ્રેમ જાગૃતતાનું સંપૂર્ણ, પરમરૂપે ખીલવું છે. આપણને મળેલી તે પરમ શક્યતા છે.
"પ્રેમ એ છે જે બધી જ બાબતનું જોખમ ઊઠાવે છે, બધું જ આપે છે અને કશું જ માંગતો નથી."
આપણે બધા એક રીતે જ પ્રેમ કરીએ છીએ. અથવા પ્રેમના અલગ અલગ પ્રકારો હોય છે ?
પ્રેમ એક જ છે પરંતુ તેની અભિવ્યક્તિ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. બુદ્ધિ યુક્ત પ્રેમ મગજમાંથી આવે છે. જે મનની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આ પ્રેમ બધા કરતાં સૌથી વધુ ભ્રષ્ટ છે.
બુદ્ધિ પ્રેમને વેપાર તરીકે ગ્રહણ કરે છે. એક પ્રકારનો સોદો. તે સખત રીતે આપવામાં અને લેવામાં જ માને છે. તેનો અભિગમ ગણતરીપૂર્વકનો હોય છે. "આમાં મારૂં શું ? 'આમાં મને શું મળે ?' આ પ્રકારનો પ્રેમ હંમેશા, અપેક્ષાઓ, અધિકારપણું, ઈર્ષા અને હિંસામાં પરિણમે છે. આ પ્રકારનો પ્રેમ ક્યારેય પૂરેપૂરો સંપૂર્ણપણે આપનાર કે લેનાર બનતો નથી.''
ભાવનાત્મક, લાગણીશીલ પ્રેમ હૃદય દ્વારા વ્યક્ત થાય છે. તેથી તે પ્રેમનું વધારે શુદ્ધ રૂપ છે. અહીં સોદા ઉપર ભાર નથી મુકતો પરંતુ સંબંધ ઉપર ભાર મુકાય છે. આ પ્રેમ વિશ્વાસ કરે છે, વધારે પડતી અપેક્ષા રાખ્યા વગર જ આપે છે. આમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો પ્રેમ એની જાતે તેને જ ઊકેલી નાંખે છે. આ પ્રેમ મોટા પ્રમાણમાં આપનાર બને છે.
પ્રેમ જયારે 'સ્વ'માંથી વ્યક્ત થાય છે. ત્યાં આપવા લેવાનું કર્ણું હોતું જ નથી. ત્યાં બસ પ્રેમના કિરણોનું પ્રસારણ હોય છે. આ પ્રેમમાં દ્વુઃખ કે સમસ્યાઓ પેદા થતી નથી, કારણ કે તે બીજા ઉપર આધારિત નથી. હકીકતમાં તેને કોઈ પાત્રની જરૂર પડતી નથી. તે માત્ર કિરણોત્સર્ગ છે, ઊભરાવું છે. આ પ્રકારનો પ્રેમ આપનાર અને લેનાર બંન્નેને ખૂબ જ સુંદર રીતે રૂપાંતરિક કરે છે.
પ્રેમ જયારે બુદ્ધિમાંથી પ્રગટે છે. ત્યારે તેને 'પ્રેમમાં પડવું' કહેવાય છે. તે જયારે લાગણીમાંથી પ્રગટે છે ત્યારે 'પ્રેમમાં છૂ' તેમ કહી શકીએ. પ્રેમ જયારે 'સ્વ'માંથી પ્રગટે છે ત્યારે તેને 'પ્રેમમાં વિહરવું' કહેવાય છે !
અને ફક્ત એ પ્રેમ જ મૃલ્યવાન છે જે તમને ઉડવા માટે પાંખો આપી શકે .
સામાન્ય પ્રેમ અને દિવ્ય પ્રેમમાં શું ફરક છે ? શું બંન્ને એક સરખી બાબતની, શોધની અભિવ્યક્તિ છે ?
હું તેને ફક્ત બે પ્રકારનો પ્રેમ કહી શફું - 'વિભાજીત' પ્રેમ અને 'દિવ્ય' પ્રેમ.
સામાન્ય પ્રેમ વિભાજન કરે છે. દિવ્ય પ્રેમ જોડે છે.
સામાન્ય પ્રેમને સીમાઓ હોય છે. દિવ્ય પ્રેમ સીમાઓને ઓળખતો જ નથી.
પરંતુ હા, બંન્ને એક જ શોધની અભિવ્યક્તિ છે. બંન્ને પ્રેમમાં કોઈ પ્રકાર નથી પરંતુ સ્તરમાં. પ્રમાણમાં ફરક છે. જેમ જેમ સામાન્ય પ્રેમ બુદ્ધિથી 'સ્વ' તરફ વહે છે તેમ તેમ તે 'દિવ્ય' પ્રેમના ગુણોમાં ફેરવાતો જાય છે.
પરંતુ આપણા રોજબરોજના સંબંધોમાં કાયમ માલિકીભાવ કે ઈર્ષાનું અમુક તત્ત્વ હોતું નથી ?
ના. જો તેનું અસ્તિત્વ સંબંધોમાં હોય તો પછી તે સંબંધો પ્રેમના સંબંધો બિલકુલ હોતા નથી. તેમાં માત્ર અહમ્ સંતોષવા માટે પ્રેમની રમત હોય છે.
જો તમે પ્રેમમાં છો, તમે માલિકીભાવ ન રાખી શકો. અને જો આ ભાવ હોય તો તમે પ્રેમમાં નથી. કોઈ ફક્ત મિલકત ઉપર માલિકી રાખી શકે. કોઈ પણ 'સ્વ'ની માલિકી કઈ રીતે રાખી શકે ? આ પ્રકારનો અભિગમ રાખવા માત્રથી તમે શક્તિનું સ્તર ઘટાડી નાંખો છો. એના જથ્થાને મર્યાદિત કરી નાંખે છે. એ તો ઊંડે અંદર બેઠેલી વ્યક્તિનું અપમાન છે. તો પછી તમે તે વ્યક્તિ સાથે સંબંધમાં છો તેમ કઈ રીતે કહી શકાય ? કે તે વ્યક્તિ તમારી સાથે સંબંધિત છે તેમ કેમ કેમ કહી શકાય ?
આપણે તેને ભલે ગમે તેવું મોંઢું પહેરાવીએ, રૂપાળું નામ આપીએ પરંત્ મુળભૂત રીતે તે અભિગમ 'સ્વ'નું અપમાન છે. તેથી જ જ્યારે કોઈ વ્યક્તિ માલિકીભાવવાળી વ્યક્તિ સાથે સંબંધમાં હોય છે ત્યારે તે વહેલો કે મોડા તે સંબંધ તોડીને મુક્ત થવાનો પ્રયત્ન કરે જ છે.
ઈર્ષા પ્રેમની તદ્દન વિપરીત છે. ઈર્ષા, પ્રેમ-વિશ્વાસ અને બીજાની વફાદારીને દબાવવાની કોશિશ કરે છે. જે બાબત બીજા પાસેથી આનંદ સાથે અને સ્વેચ્છાએ ભેટમાં મળવી જોઈએ, તેને ઈર્ષા ઝંટવીને લેવાની કોશિશ કરે છે. પ્રેમ અને ઈર્ષા એક સાથે કઈ રીતે રહી શકે ?
માલિકીભાવ અને ઈર્ષા બંન્ને પેદા થવાનું મૂળભૂત કારણ છે ડર. અહમ્ કાયર છે ? તેને કાયમ ડર લાગે છે કે, મારી સત્તા બીજા પરથી જતી રહેશે તો ? તેથી તે બીજાને પકડી પોતાના પાંજરામાં પરી રાખવાની કોશિશ કરે છે. તે બીજા પાસેથી વફાદારીનો એવો કરાર માંગે છે કે જે રોજ રીન્યુ કરી શકાય. રોજે રોજ ચાલુ રાખી શકાય. આ તેની અંદર બેઠેલા ભયને છૂપાવવા માટેનું નાટક છે. આક્રમણનો દેખાવ છે.
પ્રેમ, ભયને જાણતો જ નથી. તે પ્રશ્નો પૂછતો જ નથી. તેને એટલો બધો વિશ્વાસ હોય છે કે ભય લાગતો જ નથી. તે તો સંપૂર્ણ સમર્પણ છે.
જયારે બે વ્યક્તિ સંપૂર્ણ પ્રેમમાં હોય છે, તેઓ એકબીજાને સમર્પિત નથી થતાં. પરંત તેઓ બંન્ને પ્રેમના પરમ. અનંત અનુભવને સમર્પિત હોય છે.
હકીકત પ્રેમ પોતે જ ગેરંટી છે. બાહેંધરી છે. જ્યાં કોઈ સલામતીની રક્ષાની જરૂર જ નથી. સાચું તો એ છે કે વિશ્વાસ જો હિંસક બને તો પણ પ્રેમ વીશ્વાસ કરે છે. તેને બીજું કશું આવડતું જ નથી. આ સિવાય બીજજી કોઈ પ્રતિક્રિયા કરવી તે બીજાની ખુશી, સુખનો નાશ કરવા જેવું છે અને જે ખરેખર પ્રેમમાં હોય તે આવું ક્યારે સહન કરી શકે નહીં. નિભાવી શકે નહીં ?
પ્રેમને ઈર્ષા અને માલિકીની ભાષા આવડતી જ નથી. પ્રેમ સંબંધોમાં આ બાબતોને વચ્ચે આવવા દેવી તે પ્રેમને મારી નાંખવાનો ખાત્રી ભર્યો રસ્તો છે. સાવચેત રહો !
માલિકીભાવ અને વફાદારીના આગ્રહ વગર, સંબંધો 'સ્વતંત્ર પ્રેમ' અને 'સ્વતંત્ર સેક્સ'માં ઉતરી નહીં જાય ?
ના. હકીકતમાં આનાથી તદ્દન વિપરિત બને છે.
માલિકી ભાવનાનું અસ્તિત્વ જ 'મુક્ત સેક્સ'માં પરિણમે છે. પ્રેમ જયારે બુદ્ધિથી લેવા અને આપવામાં આવે છે ત્યારે તે ગહન અસંતોષમાં પરિણમે છે. એ મહત્ત્વનું નથી, તમે તેનું ગમે તેટલું દમન કરો, ઉત્તમ પાત્ર મળતાંની સાથે જ મુક્ત સેક્સ બહાર આવે જ છે. આ પ્રકારનો પ્રેમ ક્યારેય આધ્યાત્મિકતા કે પ્રેમની સુંદરતા તરફ જઈ શકે જ નહીં. તેનું પરિણામ ફક્ત, વ્યુહરચના, શોષણ અને અંતે હતાશા જ હોય છે.
પ્રેમ જયારે લાગણીઓથી દોરવાયેલા હોય છે ત્યારે બંન્ને ખંકે ખાત્રો એકબીજાથી ભરપરતાનો અનુભવ કરે છે. ત્યાં કોઈ બાહ્ય સંતોષ માટે નજર દોડાવવી પડતી નથી. 'મુક્ત' સેક્સ મુક્ત થઈ જાય છે અને ફક્ત 'સેક્સ' જ રહે છે.
અને જયારે પ્રેમ 'સ્વ'માંથી બહાર વહેવા માંડે છે ત્યારે 'સેક્સ' પોતે જ અદેશ્ય થઈ જાય છે. બીજી વ્યક્તિ વગર પણ વ્યક્તિ અદ્દુભુત સંતોષનો અનુભવ કરે છે. ત્યાં પછી વ્યક્તિ પોતે જ પોતાની જાતથી એટલી ભરેલી હોય છે કે તેને 'સેક્સ'ની જરૂર જ પડતી નથી !
મુક્ત સેક્સ' જેવી શારીરિક ઈન્દ્રિયગમ્ય વાતો શરીરને કેમ ૫કડી રાખે છે ?
કોણે કહ્યું કે 'સેક્સ' શારીરિક ઈન્દ્રિયગમ્ય બાબત છે ? જો પ્રેમ અથવા સેક્સ માત્ર શરીરથી જ વ્યક્ત થઈ શકતાં હોત તો તમે અત્યાર સુધીમાં તેમાંથી એક ઝાટકે બહાર નીકળી ગયા હોત. તે મન દ્વારા જ વ્યક્ત થાય છે અને જયારે થાય છે ત્યારે જ મુશ્કેલી શરૂ થાય છે. હકીકતમાં આપણો ૯૦% સંભોગ માનસિક હોય છે. આ સાચું છે ! કેટલા લોકો પોતાની સાથે જે ભાગીદાર છે તેનાથી વધારે સારા ભાગીદારની કલ્પના કર્યા વગર જ સંભોગની ચરમસીમાનો આનંદ માણી શકે છે ? આનો મતલબ જ એ છે કે સેક્સ સંપૂર્ણ માનસિક કસરત છે.
જો તમે માનસિક રમત વગર જ સેક્સની ચરમ સીમા પર પહોંચી શકો. ફક્ત તમે અને તમારા ભાગીદાર, તમે સેક્સમાંથી મુક્ત થઈ જાવ છો.
આધ્યાત્મિકતા તરફ જવાની ઈચ્છાવાળાઓએ દ્વનિયાદારી પ્રેમ છોડી દેવો જોઈએ ?
તમારે દુનિયાદારી છોડી દેવી જોઈએ. પ્રેમ નહીં.
આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે 'દ્રુનિયાદારી પ્રેમ' જોડાણ, માલિકીભાવ, ઈર્ષા અને સ્વાર્થીપણાથી બદનામ થયેલો છે. તમારા પ્રેમમાં પ્રજ્ઞા કે સમજણ અને અનુકંપા લાવો.
પ્રેમને અજ્ઞાન અને અપેક્ષા જેવી અશુદ્ધિઓથી શુદ્ધ કરી દો. પછી જે પાછળ વધે છે એ જ સાચો પ્રેમ છે.
આવા પ્રેમથી તમે તમારા દ્રનિયાદારી સંબંધોને પણ પવિત્ર આધ્યાત્મિક ક્રિયાઓમાં રૂપાંતરિક કરી શકો છો.
તમે અમને પ્રેમ એક "ગુણવત્તા" વિરુદ્ધ "પ્રેમ એક જથ્થો" વિષે કહી રહ્યા હતા.
પ્રેમ જ્યારે ગણતરીથી આપવામાં આવે છે ત્યારે તે ગરીબની જેમ વ્યક્ત થાય છે તેમાં તમારી અપેક્ષાઓમાંથી સલામત રીતે કેટલી પૂરી થશે તેની ગણતરી હોય છે. આ પ્રકારનો પ્રેમ અમુક અપેક્ષાઓના પોટલાં સાથે આવે છે અને સાથે જ દુ:ખ અને હતાશા લાવે છે.
પરંતુ પ્રેમ જ્યારે તમારી જાતની ગુણવત્તા બની જાય છે ત્યારે તે સામે આવતા સૂર્ય પ્રકાશ જેવો હોય છે જેને કોઈ સ્વીકારનાર છે કે નહીં તેની પરવા નથી હોતી. તે તો અતૂટ પ્રવાહથી વહ્યા કરે છે. આ પ્રકારનો પ્રેમ એટલે જ તમારી જાતની. 'સ્વ'માંથી ખીલીને થતી અભિવ્યક્તિ છે. તે બધા માટે એકસરખો જ ફેલાય છે, વિસ્તરે છે, અને બધાંને કોઈપણ શરતો કે પ્રશ્નો વગર આવકારે છે.
સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ; 'દિવ્યતા' તરફના રસ્તે આપણે એકલાએ જ ચાલવાનું હોય છે. પરંત્ પ્રેમ દ્વારા બે વ્યક્તિઓ માટે એ રસ્તે એક સાથે ચાલવું શક્ય છે ?
દિવ્યતાના રસ્તે એકલા જ ચાલવું પડે. અમુક ચોક્કસ અંતરથી વધારે તમે સાથે ચાલી શકો નહીં. તમે જયારે તમારા પ્રેમીને સાથે લઈને ચાલો છો ત્યારે એ ચાલવું ખૂબ જ સુંદર બની જાય છે ! પરંતુ એક સમય એવો આવે છે, ત્યારે તમને સમજાય છે કે આ બિંદુથી આગળ બંન્વે જણાંએ એકલાં જ આગળ વધવું પડશે. દરેક વ્યક્તિ યુનિક છે, ખાસ છે. તે જ રીતે તેમનો રસ્તો પણ ખાસ હોય છે. જયારે આ સમજણ આવી જાય છે ત્યારે આપોઆપ સાથે ચાલવાનું છૂટી જાય છે. દિવ્યતા તરફની અંતિમ ઉડાન તો એકલાએ જ કરવાની હોય છે !
શું પ્રેમનો મતલબ એવો છે કે, બીજી વ્યક્તિને તે જેવી છે, તેવી તેની ભુલો અને અપર્ણતાઓ સાથે સ્વીકારી લેવી ?
આ શબ્દો, "બીજી વ્યક્તિને તેની બધી ભૂલો સાથે સ્વીકારવી…" આ એક પ્રકારનો આડકતરો આક્ષેપ નથી ?
તમે જયારે, વ્યક્તિ જેવી છે તેવી તમારી સામે હાજર થાય ત્યારે તમે એનો સ્વીકાર કરો છો ત્યારે જ એ વધારે પ્રેમ છે એમ લાગે ! આખું અસ્તિત્વ પરમાત્માની ભેટ છે. તેનો તેમની મહેરબાની ગણીને માનવતા સાથે સ્વીકાર કરો.
પ્રેમ પણ અહમ્ સંતોષવાની બાબત થઈ શકે ?
હા, તે જયારે બુદ્ધિમાંથી આવે છે ત્યારે. હકીકતમાં મોટાભાગના લોકો આપસના સંબંધોમાં કાં તો શોષણ કરતાં હોય છે અથવા તેમનું શોષણ થતું હોય છે. આ સમયમાં આપણે જેને પ્રેમ-તિરસ્કારના સંબંધો કહીએ છીએ તેના પાયામાં અહમ હોય છે. ઘણાં 'પ્રેમ સંબંધો'નો આ રીતે અંત આવે છે. કારણ કે તમારો ભાગીદાર અમુક મુદ્દા પર તમારો અહમ્ સતોષવાની ના પાડે છે અથવા અશક્તિમાન હોય છે.
પ્રેમમાં લોકો જેટલી પણ ફરીયાદો કરે છે તે બધી જ તેના અહમ્ને ઠેસ પહોંચી હોય તેની હોય છે. દા.ત., ''તે મારૂં સાંભળતી નથી.'' ''તે મને માન આપતો નથી.'' વગેરે વગેરે – આ તમારા ઘવાયેલા અહમ્ના બડબડાટ સિવાય કશું જ નથી.
આ યાદ રાખો, ઝઘડામાં અહમ્ પૂરી શક્તિ સાથે ઉછળે છે. ઝઘડો અલગ થવાની ભાવના પેદા કરે છે, મારી વિરૂદ્ધ, ''તેનું' "તેણીનું", "તેઓનું"ની ભાવના પેદા કરે છે અને આમાં અહમ્ વધારે તાકાતવાળો બનતો જાય છે. તમે જયારે નવા નવા પ્રેમમાં હો છો ત્યારે આપો આપ અનુભવની સુંદરતાનું શરણ લેવા તૈયાર હો છો. અહમ્ તમને ધક્કો મારવા પાછળના સ્તર પર બેસી જાય છે. પરંતુ પ્રેમ જયારે બુદ્ધિમાંથી આવવા માંડે છે ત્યારે આ ઊંચાઈ લાંબા સમય સુધી ટકાવી શકતો નથી. જેવા સંબંધો સામાન્ય બાબત બની જાય, કે તરત જ અહમ્ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે ઝઘડાની પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માંડે છે.
પ્રેમ-તિરસ્કારના સંબંધો એકલા રોમાન્સની બંધન મર્યાદામાં રહેતા નથી. મા-બાપ અને બાળકો વચ્ચે સતત અહમ્નો ટકરાવ ચાલતો હોય છે. કારણ કે મા-બાપો પોતાની જિંદગી બાળકો દ્વારા બીજી વખત જીવવાનો પ્રયત્ન કરતાં હોય છે અને બાળકો પોતાની સ્વતંત્રતા ઉપર લદાયેલા બંધન સામે બળવો કરે છે.
તમે શાંતિથી સાથે બેસીને આનંદ માણી શકો છો, તમે શબ્દોની ઉપર જઈને પણ આત્મૈક્યતા (આત્મિયતા)નો ભાવ અનુભવો છો ?
ગમે તે કારણ હોય તે વ્યક્તિને ગુમાવી દેવાનો ભય નથી લાગતો ? પડકારો અને વ્યગ્રતા તમારા પ્રેમને વધારે ખીલવવામાં મદદ કરે છે ?
આ બધા ઉપરાંત તે વ્યક્તિ પ્રત્યેની ચાહના કુદરતી રીતે જ આવે છે – જાણે કે એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ?
આ પ્રેમનું સત્વ છે. હકીકતમાં બધી જ ભ્રમણા લાગતી હોય તો પણ પ્રેમ ડર જેવી વાતને જાણતો જ નથી. તેથી તમે જયારે પ્રેમ કરો છો બસ પ્રેમ કરો. એવી રીતે કરો કે તે સત્ય જ છે અને ક્યારેય એવી ક્ષણ આવશે તમને લાગે કે તે ભ્રમ છે, તો તેનો સીધો મતલબ એ છે કે પ્રેમ પૂરો થઈ ગયો છે. અને તમારે ચાલતા થવાનો સમય થઈ ગયો છે.
જો સંબંધોમાં અણબનાવ થતો હોય તો તેને સુધારવાની કોશિશ કરવી સારી કે તેને છોડી દેવા જોઈએ ?
સરસ પ્રશ્ન છે.
પ્રેમ અતિ જોખમકારક રસ્તો છે.
ફક્ત જેમની પાસે અદૃભુત હિંમત હોય તેમણે જ એ રસ્તે પગ મૂકવો જોઈએ. આ રસ્તાના કોઈપણ વળાંક ઉપર આવનાર અતિ સુખ, અતિ દ્ધઃખ, અતિ સૌંદર્ય, અતિ મુશ્કેલીઓ અને અતિ સમજણ માટે તમારે તૈયાર રહેવું જોઈએ.
જો તમે તમારા સંબંધોમાં રહેલાં આ લક્ષણોને ઓળખી લો, તો તમારે સમજી જવાની જરૂર છે કે તમે જે અનુભવી રહ્યા છો તે પુત્ર પ્રેમ નથી. કહેવાય છે કે, સાચા પ્રેમને વિપરિત જેવું કશું હોતું નથી. તે ગમે તેવી બાબત હોય, તીરસ્કારમાં ફેરવાઈ શકતો નથી. હકીકતમાં તમે ખરેખર તો તમારી જાતનો મતલબ શોધી રહ્યા છો, જે બીજાની હાજરીમાં થોડા સમય માટે પૂરો થાય છે. સાવચેત રહો !
મને કેમ ખબર પડે કે હું જે પ્રેમનો અનુભવ કરી રહ્યો છું તે સાચો છે મોહ છે, છેતરામણો આભાસ છે.
પ્રેમ ક્યારેય છેતરામણો આભાસ હોતો નથી. સાચો જ હોય છે. તમે જયારે તમારી ખોટી લાગણીઓને પ્રેમનું લેબલ મારો છો ત્યારે તે માત્ર દેખાવનો રહી જાય છે. પ્રેમ એવી બાબત છે કે કોઈપણ વસ્તુથી તેનો નાશ થઈ શકે નહીં. ખાસ કરીને વાસ્તવિકતાથી ! હનીસુન પૂરું થતાંની સાથે જ જે બારીમાંથી બહાર ઉડી જાય તે પ્રેમ નથી. જો તમારો ભાગીદાર કોઈ બાબત પર ભાર મૂકે અથવા તે તમારી વર્ષગાંઠ ભૂલી જાય તો જે ઓછો થવા માંડે અથવા ઘટી જાય, તો ચોક્કસપણે પ્રેમ નથી. જો એ સતત વિશ્વાસ રાખે પછી ભલે તેનો ભાગીદાર વિશ્વાસ રાખવા લાયક ન હોય - તો તે ચોક્કસ પ્રેમ હોઈ શકે.
કોઈક માટે તમને પ્રેમ છે કે નહીં. તેની કેમ ખબર પડે ?
નીચેની બાબતો તપાસો.
તે વ્યક્તિની માત્ર હાજરીથી તમને આનંદનો અનુભવ થાય છે ? શાંતિ અનુભવો છો, તમને એવું લાગે છે કે તમે તમારી જાતમાં વધારે કેન્દ્રિત થાવ છો ?
જેવા ભાવની વિરુદ્ધમાં તમારા અહમુ દ્વારા પેદા થયેલી પરિસ્થિતિ છે જે પ્રેમની સાથે આવે છે. આ પરિસ્થિતિઓ સામે પ્રેમ અને કાળજીથી કામ લો.
જો તમારી અંદરથી જવાબ 'ના' આવે તો, શક્ય છે કે છોડી દેવાનો સમય આવી ગયો હોય. જ્યાં સાચા સંબંધોમાં બંન્ને એક-બીજામાં ભળી ન ગયા હોય. ઓતપ્રોત ન થઈ ગયા હોય. તે સંબંધો ચાલુ રાખવા બંત્રે માટે સારૂં નથી. પ્રેમ, કદાચ તમારા માટે બીજે હોઈ શકે, તેની શોધ ન કરો, માત્ર શક્યતાઓને ખુલ્લી રાખો, તે દરમિયાનમાં ઝઘડાને સંબંધોનો નાશ ન કરવા દો. કોઈની એવી ઈચ્છા નથી હોતી. એક વાત સ્વીકારો કે તમારે માટે આ વ્યક્તિ એવી નથી, જેની સાથેથી તમે ક્રોધ અને કડવાશ લઈને છટા પડો, આમ કરીને તમારી પોતાની પ્રેમ કરવાની ક્ષમતાનો નાશ ન કરો. કડવા થવાથી તમારે જ વધારે સહન કરવું પડશે. અને જેથી પ્રેમમાં તમારો વિશ્વાસ જાતે જ નાશ પામશે. અને આ ભયંકર બાબત કોઈની પણ સાથે બની શકે છે.
પ્રેમ અને દુ:ખ બંશ્વે સાથે જ કેમ ચાલે છે ?
આ બધા જ પ્રશ્નો એક જ દિશામાં ઈશારો કરે છે. જ્યાં સુધી ગણતરી હશે ત્યાં સુધી પ્રેમ દુ:ખમાં પરિણામવા બંધાયેલો છે.
આપણે એ સમજવા તૈયાર નથી કે સામાન્ય રીતે આપણી જાતમાં જે અમુક ખામીઓ હોય, અપૂર્ણતાઓ હોય તે પૂરી કરવા માટે આપણે બીજી વ્યક્તિ તરફ વળીએ છીએ, જયાં સુધી તે વ્યક્તિ આપણા અહમુનો આધાર લઈને અપૂર્ણતાઓ 'પૂર્ણ' કરે છે ત્યાં સુધી સંબંધો 'પ્રેમ' હોય છે. પરંતુ એક
હા, દરેક સંબંધોમાં અણબનાવ હોય જ છે. કારણ કે દરેક વ્યક્તિ ખાસ છે, વિશિષ્ટ છે, સ્પેશિયલ છે અને તેથી કોઈપણ ખાંચા ખૂંચા ન રહે તેવી રીતે બે વ્યક્તિત્વ એકબીજા સાથે બંધબેસતા થઈ શકતા નથી.
જો ઝઘડો હોય તો તેનાથી સંબંધો બગડી જશે એવી બીક રાખીને કાર્પેટ નીચે કચરાની જેમ ભેગો ન કરો. તેને અવગણવાને બદલે આટલું કરો. ઝઘડો થવા દો. તેનું પરિક્ષણ કરો. જુઓ કે તમે તેમાંથી શું શીખી શકો છો. તમારી અંદરનું એવું કંઈક જેને તમે જાહેર કરવા ન માગતા હો અને છૂપાવી રાખ્યું હોય તે બહાર આવીને ઝઘડાનું કારણ તો નથી બનતું ને ?
અંગત સંબંધોમાં જ તમે તમારી જાતને શોધી શકો. તમારો ભાગીદાર તો તમારા સાચા સ્વભાવનો ગુણધર્મ ને વધારીને દર્શાવનાર છે, તમારી ખરાબ બાબતોને અતિ સ્પષ્ટતાથી બતાવવાની બીજા કોની હિંમત ચાલે ? તેથી તમારા અણબનાવના સ્વભાવનું પરિક્ષણ કરો. એ પણ યાદ રાખો કે દરેક સંબંધોમાં સાથે રહેવાનો અને છટા પડવાનો સમય હોય જ છે. તમે બંશ્વે કેવા પ્રકારનો પ્રેમ વહેંચો છો ? તમે ખરેખર, સાચે જ, ચોક્કસ ખાત્રીપૂર્વક પ્રેમમાં છો ? તમે એકબીજા સાથે સંપૂર્ણ જાતથી જાત સાથે જોડાયેલા છો ? તો પછી કારણો અને દલીલો તરફ ના જૂઓ, પ્રક્રિયાને બુદ્ધિયુક્ત બનાવવાની કોશિશ ન કરો. આ પ્રશ્નને સીધી રીતે અંદરની તરફ વાળી દો. પૂરી પ્રામાણિકતા અને વિશ્વાસ સાથે. તમારો જવાબ આપોઆપ તમારી અંદરથી જ બહાર આવશે.
જો તમારો જવાબ હા હોય તો, સમજવું કે અણબનાવ તમારા સંબંધોમાં માત્ર સપાટી પરના પરપોટા જેવો છે. આ 'હું નથી', શરણાગતિ
સમય એવો આવે છે કે તે વ્યક્તિ આપણા અહમુને આપેલો ટેકો પાછો ખેંચી લે છે. ત્યારે, અપૂર્ણતા, ભય અને અસલામતીની દબાવી રાખેલી લાગણીઓને ફરીથી છૂટો દોર મળે છે. સ્પષ્ટ સમજી લો. દુઃખનું કારણ સંબંધો નથી. તે તો માત્ર તમારી અંદર જ પહેલેથી દમન થઈને પહેલા દ્દઃખને બહાર લાવે છે અને જ્યાં સુધી તમે તમારી જાતને પરિપૂર્ણ કરવા માટે બહારના સ્ત્રોતો શોધશો ત્યાં સુધી તમારી સાથે સતત આવું બનતું જ રહેવાનું.
તમારી જાતની અંદર કેન્દ્રિત થઈ પોતે જ પરિપૂર્ણ થવાનો પ્રયત્ન કરો. સંબંધોમાં તમે બીજાને શું આપી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તેમાંથી કંઈક મેળવવાની અપેક્ષા ના રાખો. એક રસ્તે અથવા બીજે રસ્તે આપણે બધા જ કોઈનું ધ્યાન આપણા તરફ ખેંચવા, કોઈનો પ્રેમ મેળવવા ભીખ માંગતા જ હોઈએ છીએ. પ્રેમનો પહેલો પાઠ એ છે કે પ્રેમ માંગવો નહીં. જયારે તમે પોતે જ ભીખારી હો તો બીજાને પ્રેમ કઈ રીતે આપી શકો ?
તમારો પ્રેમ પાછો મળે કે ન મળે ચિંતા ન કરો. પ્રેમ સાદો નથી. એ ભેટ છે ! જ્યારે વ્યક્તિની અંદરથી પ્રેમનો પ્રવાહ વહે છે ત્યારે તે, યોગ્ય વ્યક્તિ, યોગ્ય સ્થળ કે યોગ્ય સમયની રાહ જોતો નથી. તમે પ્રેમથી એટલા બધા છલકાઈ રહ્યા હો છો કે - જેવી રીતે પાણીથી ભરેલાં વાદળાંને વરસી પડવું પડે છે, ખીલેલા ફલને તેની સુગંધ ફેલાવી દેવી ૫ડે છે - તેવી જ રીતે તમારી અંદર ઉભરાતા પ્રેમને વહેંચી દેવાની ફરજ પડે છે. આ પ્રકારનો પ્રેમ લેનાર અને આપનાર બંશ્વેને પરમ આનંદમાં લઈ જાય છે. જયારે બંશ્વે 'મેળવવાની' ધરીમાંથી નીકળીને 'આપવાની' ધરી તરફ વળે છે ત્યારે પ્રેમ તમને દુ:ખની 'પર' લઈ જાય છે.
હા. અને ના.
સામાન્ય 'પ્રેમમાં પડવું' એક સ્વરૂપનાં ખ્યાલનું આક્રમણ છે. ગુરુ સાથે પ્રેમમાં ૫ડવું તે સ્વરૂપની બહાર જવા માટેનું પ્રાથમિક પગલું છે.
સામાન્ય રીતે તમે જયારે પ્રેમમાં પડો છો, ત્યારે ઘણી બધી રીતે 'પડો' છો. - કારણ કે માલિકી ભાવ, ઈર્ષા, પ્રભૂત્વ અને ગુસ્સો તેને ચોક્કસ અનુસરવાના જ. પ્રેમીઓ એકબીજાની સાથે હાઈડ એન્ડ સીકની રમત રમે છે. બંનેને એકબીજાની અપૂર્ણતાઓ પરી કરવાની જરૂર હોય છે. અહમુને પણ પોતાના પર કોઈની સત્તા હોય તેની સામે અણગમો છે. આ મનદ્દઃખ પોતે જ શારીરિક અથવા માનસિક હિંસાનું છપું રૂપ ધારણ કરે છે અને સામી વ્યક્તિને ઈજા પહોંચાડે છે.
ગુર સાથે એજ પ્રેમ અને એજ ડરનું અસ્તિત્વ હોય છે, પરંતુ ત્યાં કોઈ મધ્યમ માર્ગ નથી. તમારે પૂરેપૂરા 'પડવું' પડે છે – તમારે મગજ અને હૃદય બંનેમાંથી પડવું પડે છે ! ગૂર્ સંપૂર્ણ પ્રેમ ઓફર કરે છે અને સંપર્ણ શરણાગતિ માંગે છે. પ્રેમ અને શરણાગતિ બંશ્વેનો મતલબ જ અહમૂનું મૃત્યુ.
તમે જયારે ગુરૂ પાસે આવો છો ત્યારે તમારા અહસુને જીવીત રાખવા માટે, તમે છેતરપીંડી અને પ્રભુત્વની રમત રમી શકો નહીં. આ તમારા અહમુની અંતિમ પરીક્ષા હોય છે. ત્યાંથી ભાગી છટવાની તક મળતી નથી. તમારે ભય અને પ્રેમની વચ્ચે બેમાંથી એકની પસંદગી એક જ વાર અને છેલ્લી વખત કરી લેવી પડે છે. જો તમે તમારી જાતમાં ગુરૂને
તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા
સંપૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી આવકારો છો તો ગુરુની હાજરીની જયોતિ તમારા અહમ્ને બાળી નાંખે છે અને તમારી જાતનું રૂપાંતરણ કરી દે છે. ગુરુના હાથે તમે નવા જન્મનો અનુભવ કરો છો.
આટલા માટે જ ગુરુના પ્રેમમાં હોવું અદ્દ્ભુત ઉપર ઊઠતી લહેરોમાં પરિણામે છે. તમે તમારા પ્રેમમાં પડી શકો છો - પરંતુ હું તમને ક્યારેય પડેલા નહીં રહેવા દઉં. હું ખાત્રી આપું છું કે તમે પ્રેમમાં ઉપર અને ઉપર ઉઠતાં જશો !
પ્રકરણ-ક તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા
"તમને મારી હાજરીમાં તમારા પ્રશ્નો ઓગળી ગયા હોય તેવું કેમ લાગે છે !"
કારણ કે તમે જયારે મારી સાથે હો છો, ત્યારે તમે ઇરાદાપૂર્વક ખૂબ જ જાગૃત હો છો, તેથી પૂર્ટપૂરા હાજર હો છો. તેથી પશ્ચો ઊભા થવાની જગ્યા જ નથી રહેતી ! આખરે પ્રશ્નો, વર્તમાન પર લાદેલું, ભૂતકાળ અને ભવિષ્યકાળનું દ્વોખાબાજ ભારણ છે.
આટલા માટે તમે જયારે મારી સાથે હો છો. ત્યારે તમારી ઘણી બધી શંકાઓ અદ્શ્ય થઈ જાય છે અને આટલા માટે તો હું અહીંચા છું : તમારા પ્રશ્નો ઉકેલવા માટે નહીં પરંતુ તેમને વિલિન કરવા માટે !"
વ્હાલા સ્વામીજી, પોતાની જાતને જાણવા માટે દ્વનિયાનો ત્યાગ કરવો જરૂરી છે ?
પોતાની જાતને જાણવા માટે એક જ બાબતનો ત્યાગ ખૂબ જ જરૂરી છે તે છે : અજ્ઞાન
સ્વ-ની ઓળખાણને અને દુનિયાના ત્યાગને કશું જ લાગતું-વળગતું નથી. દુનિયાથી દૂર ભાગવું, તેને ૫કડી રાખવા કરતાં વધારે ખરાબ છે : આ બંશ્વે કિસ્સામાં સાબિત થાય છે કે દુનિયા તમારી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.
દુનિયાની વિમુખતા અને તેને વળગી રહેવું બંને અજ્ઞાનતાની પેદાશ છે. તે બંન્ને એક જ સિક્કાની બે બાજુ છે.
એક માણસ પહાડોની ગુફાઓમાં પણ સંસારને વળગી રહી શકે છે. સંન્યાસ લેવો એટલે દુનિયા છોડી દેવી એવું નથી, પરંતુ તેની સાથે વિમુખતા અને વળગણ બંશ્વેનો ત્યાગ કરવો. આજ દ્દનિયાને જયારે તમે અજ્ઞાનની અસ્પષ્ટતામાં જુઓ છો ત્યારે તે સંસાર છે અને જયારે પૂરી સ્વ-જાગૃતિના પ્રકાશમાં જુઓ છો ત્યારે તે સંન્યાસ બની જાય છે.
એ ખરૂં છે કે સંન્યાસીઓ હંમેશા સંસારને સ્પર્શયા વગર સરળ જીવન જીવતાં હોય છે. પરંતુ તેમના માટે દુનિયા વિમુખતા અને વળગણ કરવાની બાબત નથી. જ્યારે સ્વ-જાગૃતિ આવે છે, ત્યારે સહજ રીતે જ બધું છૂટી જાય છે.
સંન્યાસ તરફનું પહેલું પગલું, વળગણ અને વિમુખતાના તમારા અંદરના ઝઘડા મત્યે જાગૃત થવાનું છે. તમે જયારે તમારી અંદરના મૂળભૂત કેન્દ્ર માટે જાગૃત થઈ જાવ છો ત્યારે આ ઝઘડાથી દૂર હો છો, આપણે આંતરિક સ્વને કેન્દ્રને, હા અને ના, ના પ્રશ્નો સાથે બિલકુલ કશો જ સંબંધ નથી. લાગતું વળગતું નથી. આ તમારો 'સ્વ' છે જે સનાતન અને નિર્વિકાર છે. આ જાગુતતાની ઝળહળતી રોશનીમાં બધી જ બિનજરૂરી ફાલતું બાબતો, ઝાડ પરથી પાકેલું પાંદડું ખરી પડે તેવી રીતે ખરી પડે છે. પછી સંપૂર્ણ સાત્વિક રહે છે, જે સંન્યાસ છે.
ખરો સંન્યાસ એટલે તળાવમાં કમળની જેમ રહેવું, કાદવવાળા પાણીથી સંપૂર્ણ અલગ, અલિપ્ત, તેનાથી બિલફુલ ખરડાયા વગર.
એક ગુરુ અને તેનો શિષ્ય એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. ગામની હદ પાસે એક છીછરૂં નાળું આવ્યું જે સામાન્ય રીતે તરીને પાર કરી શકાય તેમ હતું. આ જ સમયે તેમણે જોયું કે ઉપરવાસમાં ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે નાળું ઉભરાઈને નાની નદી જેવું બની ગયું છે. એટલું ઊંડું કે તરીને સામે કિનારે જઈ શકાય નહીં.
શિષ્ય ગભરાયો અને ગુરુને પૂછયું; "ગુરુજી આપણે નદી પાર કરવી જોઈએ ?'' ગુરુએ પોતાની આંખમાં ચમકારો લાવીને જવાબ આપ્યો; "વત્સ, આપણે ચોક્કસ નદીપાર કરવી જોઈએ. પરંતુ એટલું યાદ રાખજે કે પગ ભીના ન થવા જોઈએ !'' આ સંન્યાસનો સાચો મતલબ છે. અર્થ છે. તમે જયારે સંસારની નદી પાર કરતા હો તે વખતે જો સંસાર તમને ભીંજવે નહીં તો તમને સંન્યાસ મળી ગયો.
વ્હાલા સ્વામીજી, આપણે અહમુને કઈ રીતે સમર્પિત કરી શકીએ ? હું સમર્પણ કરૂં છૂં તે પોતે જ, એક અહમૂ છે.
તમને એક સવાલ; તમે અહમનું સમર્પણ કઈ રીતે કરી શકો ? જયારે તેનું અસ્તિત્વ જ નથી !
ધારો કે તમે એક અંધારા ઓરડામાં બેઠા છો. તમારે અંધારું દુધ કરવું છે. પરંતુ તમે તેને ધક્કો મારીને બહાર કાઢી શકો ? તમે અંધારાને ઝઘડો કરીને બહાર જવાનું કહી શકો ? ના. તમે ગમે તેટલો સમય લડશો તમારી હાર થવાની જ છે. એ પણ એનાથી કે જેનું અસ્તિત્વ જ નથી !
અહમુ અંધારા જેવો છે તેનું કોઈ હકારાત્મક અસ્તિત્વ નથી. જેમ અંધારૂં ફક્ત પ્રકાશની ગેરહાજરી છે તેમજ અહમ્ પણ ફક્ત જાગૃતતાની ગેરહાજરી છે. અહમુને મારી નાંખવાની ગડમથલ કરવી, મહેનત કરવી તે રૂમમાંથી અંધારાને બહાર કાઢવાની મહેનત કરવા બરોબર છે. બળપૂર્વક અંધારાને બહાર કાઢી નાંખવાને બદલે, અંધારા સાથે કોઈપણ વ્યવહાર કરવાનું બંધ કરી દો. અને તેને બદલે તમારું ધ્યાન પ્રકાશ લાવવા પર કેન્દ્રિત કરો. ઓરડામાં એક નાનકડો દીવો લાવો અને તમે જોશો કે અંધારું તેની જાતે જ અદ્દશ્ય થઈ ગયું છે ! માટે જ હું કહું છું અહમુ બાબતમાં બધું જ ભૂલી જાવ, અને તેના બદલે તમારી જાતમાં જાગૃતતાનો દીવો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જયારે તમારી અંદરની જાગૃતતા દીવો બની જશે ત્યારે તમે જોશો કે અહમ્ છે જ નહીં.
અહમુ એક ભ્રમ છે. તમે અજાગત હો ત્યારે તમે તેને સમર્પિત કરી શકો નહીં. કારણ કે તમને ખબર નથી તે કેવી રીતે કરવું, અલબત્ત તમે જાગૃત હો તો પણ તેને સમર્પિત કરી શકો નહીં. કારણ કે પછી તમને અહેસાસ થાય છે કે સમર્પિત કરવા જેવું કશું છે જ નહીં !
અત્યાર સુધીમાં તમે જે સાંભળ્યું છે, વાંચ્યું છે, શીખવવામાં આવ્યું છે કે - 'અહમુને સમર્પિત કરો' આ સ્વ-ઓળખને કલંકિત કરવા કહેવાયું છે - તે એક તદ્દન વાહિયાત વિચાર છે. તે માત્ર ઉલ્ટે રસ્તે થઈ શકે, 'સ્વ-ઓળખ' થતાંની સાથે જ તમને અહમ્ જેવું કશું દેખાતું નથી. આ રીતે આપોઆપ સમર્પણ થઈ જાય છે.
ગમે તેમ, મને આનંદ થયો કે તમારી જાતની અંદરથી આવો પ્રશ્ન ઉઠ્યો. અહમ જ તમારા ઉશ્કેરાટ, દિલગીરીઓ, દુઃખો, ટેન્શન્સ વગેરેનું મળભત કારણ છે.
અહમું જ તમારા માટે નર્કનું દ્વાર છે. અહમુને છોડી દેવો છે તેવું સક્રિય રીતે માનવું, આ બોજા ઉપર સવાર થવું છે તેવો અનુભવ થવો એ જ જાગૂતતા તરફ જવાનું પગલું છે. આ બતાવે છે કે તમારી ઊંઘ ઉડી રહી છે !
સૌથી વ્હાલા સ્વામીજી, તમારી હાજરીમાં જયારે હોઉં છું ત્યારે બધા જ પ્રશ્નો વિલિન થઈ જાય છે અને લાગે છે કે, બધું જ શક્ય છે. પરંતુ જયારે હું તમારાથી દૂર હોઉં છું, ત્યારે બધી જ જૂની શંકાઓ ઘસડાઈને બહાર આવે છે. આવું કેમ બને છે અને આ માટે હું શું કરી શકું ?
મારી હાજરીમાં જો પ્રશ્નો પોતાની જાતે જ અદ્દશ્ય થઈ જતા હોય તો એ સમજવાનો સમય થઈ ગયો છે કે હકીકતમાં એ પ્રશ્નો હતા જ નહીં. એ માત્ર મનની રમત હતી. તમે જયારે મારી સાથે હો છો ત્યારે, મન તમારા પર વધારે નિયંત્રણ રાખી શકતું નથી - તમે સરળતાથી ધ્યાન તરફ વહી જાવ છો. તમે પ્રેમથી ભરાઈ જાવ છો. પ્રગાઢ શાંતિમાં હો છો. આ સ્થિતિમાં જો કોઈ પ્રશ્ન હોય તો તે તે તમારો સાચો પ્રશ્ન છે, જે સંપૂર્ણ રીતે તમારી સાથે હજુ સુધી રહેલો છે.
મારી હાજરીમાં તમે વધુ પડતા જાગૃત થઈ જાવ છો, તેથી સંપૂર્ણપણે વર્તમાનમાં હો છો. તેથી ત્યાં કોઈ પ્રશ્ન ઉઠવાની સંભાવના જ રહેતી નથી. તમે મારાથી દૂર હો છો ત્યારે તમારે તમારૂં મન તમારા પર ભૂતકાળ અને વર્તમાનકાળનો બોજો લાદવા માટે મુક્ત બની જાય છે – પછી તમારા પ્રશ્નો ગમે તે હોય પરંતુ ભતકાળ અને ભવિષ્યકાળ તમારા વર્તમાન પર રમત રમવા માંડે છે.
અહમું જેમ જ મનની સાથે લડવાની કે તેના પર કાબુ મેળવવાનો મુદ્દો જ નથી. તે મુદ્દા વગરની ગડમથલ છે, જેમાં તમારે ચોક્કસ ગુમાવવાનું જ છે, એટલી જાગુતતા જ પુરતી છે કે આ મનનો સ્વભાવ છે : તે આ સિવાય બીજી રીતે વર્તી શકતું નથી તે સ્વીકારી લેવું જોઈએ. તે ઉશ્કેરાટ, ગુંચવણો, શંકાઓ લાવવા બંધાયેલું છે. આ બાબતથી સભાન રહો એટલું પુરતું છે. મનની આ બુદ્ધિ વગરની પ્રવૃત્તિઓ માટે કોઈ ચુકાદો ન આપો. તમારા મન પર ગુસ્સો કરવો તે પણ શક્તિનો વ્યય છે. જેવા તમે મનની પ્રવૃત્તિઓના સાક્ષી બની જાવ છો, પછી ધીરેધીરે તમને સમજાય છે કે તમે મન નથી. તમે મન કરતાં કંઈક વધારે છે, તમે માત્ર નિહાળનાર છો. સાક્ષી છો. એક વખત મન પાસેથી તમારી શક્તિ ખેંચાઈ જશે પછી તે આગળ જઈ શકશે નહીં ! અને તમારા મનમાં જે વિચારોની અંધાધુંધી, અરાજકતા ફેલાયેલી છે તેની જગ્યાએ, મન નિર્મળ થઈ જશે, પ્રચંડ સભાનતા આવી જશે. આ ક્ષણે બધા જ પ્રશ્નો ઓગળી જાય છે અને મન રહેતું જ નથી !
તમે મારી હાજરીમાં તેની ઝાંખીનો અનુભવ કરો જ છો. અને હમણાં મેં જે કહ્યું, તે રસ્તો કાયમ તેની સાથે રહેવાનો છે. તમે જયારે મારી સાથે ન હો ત્યારે પણ ! આ ધીમી પ્રક્રિયા છે. તેને સમય આપો. તે બનશે.
વ્હાલા સ્વામીજી, તમે અમને કહ્યું કે, કુદરતી કામવાસનાઓનું દમન ના કરવું જોઈએ. પરંત્ આ કામવાસનાઓને છૂટથી માણવી તે બરાબર છે ?
આ પ્રશ્ન પણ 'સંસાર' અથવા તો 'સંન્યાસ'ના મુદ્દા તરફ જ દોરી જાય છે. આ રસ્તા પર તમારે સમયે સમયે, સારૂં/ખરાબ, સાચું/ખોટું, વળગણ/ વિમુખતા, દમન/ભોગવિલાસ જેવા દ્વંદોમાંથી પસાર થવું પડશે. હકીકતમાં તમારી જાતની અંદર આવા વિરોધાભાસોના ઝઘડા સતત ફંકાતા રહે છે. જ્યારે પણ આ દ્વંદ પેદા થાય ત્યારે આ સનાતન સત્ય યાદ કરો; અસ્તિત્વ વિરોધાભાસ વગરનું છે. ત્યાં વિરોધનું, સામી બાજુનું અસ્તિત્વ જ નથી. દમન અથવા ભોગવિલાસને મજબૂત રીતે પકડી રાખવું તે અજ્ઞાનતાની નિશાની છે. આખરમાં દમન પણ ભોગવિલાસની પ્રતિક્રિયા સિવાય બીજું કશું જ નથી. મૂળભૂત સત્વ એ છે કે માણસે પોતાના માનસિક વલણ પ્રત્યે જાગૃતતા કેળવવી જોઈએ. ગુસ્સાને ઓળખો, ઈર્ષાને ઓળખો, તૃષ્ણા અને લાલસાને ઓળખો. તેમને તાબે થવાની જરૂર નથી કે તેમનું દમન કરવાની જરૂર નથી. સરળતાથી તેને ઓળખવાની-જાણવાની કોશિષ કરો કે તે શા માટે છે. તેનાથી અંતર રાખો અને તમારી લાગણીઓ અજાણી હોય તેવી રીતે તેનું નિરીક્ષણ કરો. તમને નવાઈ લાગશે ! તમારા ટેકા વગર તેનું અસ્તિત્વ જ નથી, તે સરળતાથી ખરી પડે છે ! આમાં કોઈ બીજાનો અનુભવ તમારા માટે કાંઈ વધારે મતલબ રાખે નહીં. પરંતુ સતત મહાવરાથી તમે પોતે જ સત્યનો અનુભવ કરી શકો છો.
ફક્ત જાગૃતતા જ તમને આત્મજ્ઞાન આપી શકે અને આ દમન/ ભોગવિલાસ જેવા બધાં જ દ્વંદોમાંથી મુક્ત કરી શકે !
વ્હાલા સ્વામીજી, તમે કહો છો કે નાસ્તિકતા શીખવા માટે ખૂબ જ વિઘ્નરૂપ છે. પરંતુ તમે જ અમને અમારી શંકાઓ વ્યક્ત કરવાનો અનુરોધ કરો છો. શા માટે ?
તમે નાસ્તિક અથવા શંકા માટે પ્રશ્નો ઊભા કરી શકો ? પરંતુ આ બંત્રે વચ્ચેની, સિવાયની પણ એક દ્દુનિયા છે.
નાસ્તિકતા એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ કર્શું પણ માનવાનો ઈન્કાર કરી દે છે. એટલે જ નાસ્તિક ફક્ત તેને પોષણ મળે તે માટે દલીલો કરશે. આ અર્થમાં નાસ્તિકતાને પોતે જ એક અજાગૃત માન્યતા છે. એ કોઈપણ કે કંઈપણ માટે અગાઉથી જ આપેલું નકારાત્મક પરિણામ છે. નાસ્તિકતાને પોતાના અભિપ્રાયો કે વિચારધારા, આદર્શો હોતા નથી. તેની પાસે તમે કોઈપણ એક બાબત કે વિચાર રાખો તેના વિરૂદ્ધમાં તેની પાસે દલીલો હોય છે. તે વિચાર સામે કલાકો સુધી દલીલો કરી શકે છે અને તમે જો બીજો વિચાર રજૂ કરો છો તો તેની સામે પણ એ જ ઝનૃનથી દલીલો કરશે. હકીકતમાં તેણે પહેલેથી દરેક બાબતને 'ના' કહેવાનો અભિગમ નક્કી કરી લીધાં હોય છે. આ અર્થમાં નાસ્તિકતા શીખનાર માટે રસ્તાનો અંત કરી દે છે, કારણ કે આ અભિગમ સાથે કશે જ પહોંચી શકાય નહીં, નાસ્તિકે પોતાના પરિવર્તનની બધી જ શક્તિઓના રસ્તા બંધ કરી દીધા હોય છે.
શંકા, બીજે છેડે, ખુલ્લાપણું અને સ્વીકાર છે. શંકા એટલે 'હું જાણતો નથી પરંતુ હું શીખી શકું છૂં.' આ નિશાની શીખનારની યાત્રાની શરૂઆત કરવાની છે. શંકા જીજ્ઞાસુનો રસ્તો છે, તેની જીજ્ઞાસા સત્ય ગ્રહણ કરવાના રસ્તામાં આવતાં બધાં જ અસત્યોને દૂર કરવાની હોય છે. શંકાશીલ માણસ સન્માનપૂર્વક સાંભળે છે. ખુલ્લી અવજ્ઞા કે અનાદર સાથે નહીં. તે
શીખનારની વિનમ્રતા સાથે સાંભળે છે. તેનો અભિગમ 'હા'નો હોય છે તે વિશ્વાસ કરી શકાય તેવા અનુભવની રાહ જૂએ છે.
જયારે અતિ બુદ્ધિશાળી વ્યક્તિ નાસ્તિકતામાં ફેરવાય છે ત્યારે - તે ખૂબ જ ખતરનાક નિશાની છે - તે અહમ્ને પરિપૂર્ણ કરવા માટે બધા જ આદર્શોને, વિચારોને અસરકારક રીતે ખોટા ઠરાવી શકે છે. પરંતુ નાસ્તિક આખરે તો પોતાના જ સેતુઓને બાળી નાંખતો હોય છે. ખાસ કરીને તમે જયારે ગુરુ સામે નાસ્તિકતાનો અભિગમ અપનાવો છો ત્યારે ત્યાં પછી એવો કોઈ રસ્તો નથી જેના વડે હું તમારામાંથી પસાર થઈ શકું .
ડૉક્ટર પાસે ફક્ત તેણે લખેલા પ્રિન્સ્ક્રીપ્શનની દરેક ગોળીની કિંમત પૃછવા માટે જ જવાનો કોઈ મુદ્દો, મતલબ ખરો ?
તમે બધા જ પ્રકારના પ્રશ્નો પૂછો પરંતુ તે પહેલાં તમે કયા અભિગમથી પૂછો છો તેનું નિરીક્ષણ કરી લો !
વ્હાલા સ્વામીજી, તમે કહો છો કે પ્રેમમાં 'બધું જ' આપી દો. પરંતુ પ્રેમનો સ્વીકાર ના થાય અને બદલામાં પ્રેમ ન મળે તો ?
જો તમે ખરેખર પ્રેમમાં હો, તો તમે કુદરતી રીતે જ તમારું બધું જ આપી દેશો. પ્રેમ બિનશરતી ખીલે છે. પ્રેમમાં તમે સામી વ્યક્તિને બધું જોઈએ છે કે નહીં, તેવા પ્રશ્નો પૃછવા રોકાઈ શકો નહીં. હકીકતમાં બીજી વ્યક્તિની પાત્રતા તપાસવાની હોય. સામેથી બદલામાં કેટલું મળવાનું છે તેની ગણતરી કરવાની હોય તો તે વેપાર છે. સોદો છે. તે ધંધો બની જાય છે, પ્રેમ રહેતો નથી. સાચા પ્રેમમાં "મારે મારે મારે જાયું જ આપવું જોઈએ ?'' એવો પ્રશ્ન ક્યારેય પેદા જ થતો નથી !
ચાલો પ્રેમનો મુદ્દો સ્વીકારી લઈએ. મને કહો, "તમારૂં પ્રેમ કરવા માટેનું કારણ શું છે ?" શું પ્રેમ તમારા માટે એવી કામગીરી છે જેને માટે. તેની પ્રશંસા કરવી જોઈએ, તેને તાળીઓથી વધાવી લેવી જરૂરી છે ? શું તમે પ્રેમ કરો છો એટલું જ પૂરતું નથી ! બીજા વધારાના બદલાની અપેક્ષા રાખવી તેનો મતલબ છે તમે જેને ચાહો છો તેને તમારા નિયંત્રણમાં રાખો છો. તમે બદલામાં તેનો પ્રેમ નથી માંગતા તેની સ્વતંત્રતાનો ઈન્કાર કરો છો. આ કબજામાં રાખવાની ભાવના છે જેમાં તમે સામી વ્યક્તિને તમારી અપેક્ષાઓના પીંજરામાં કેદ કરવા માંગો છો. અને જો તમે આવું જ કરતા રહેશો તો, સમજી લો પ્રેમ ક્યારેય બંધનાવસ્થામાં પાંગરી શકે નહીં, ખીલી શકે નહિં.
ધ્યાનથી સાંભળો; પ્રેમ બે પ્રકારના હોય છે - પ્રેમ 'જથ્થામાં' અને પ્રેમ 'ગુણવત્તા'માં.
પ્રેમને જયારે જથ્થાની દષ્ટિએ જોવામાં આવે છે, ત્યારે તે એક પ્રકારના સ્વાર્થની આપ-લે હોય છે જે મોટાભાગના લોકો પોતાના જીવનમાં કરતા હોય છે. તમે પ્રેમના પાર્સલને સખતાઈથી પકડી રાખો છો અને અપેક્ષા રાખો છો કે સામેથી જો એ જ સાઈઝનું પાર્સલ મળે તો જ આપણે આપવું. જો તમારો ભાગીદાર તેનું પાર્સલ કોઈ બીજાને આપવાનું પસંદ કરે તો, અથવા માત્ર ખોલે અને પ્રેમ વિસ્તરે તો ત ત એ લાગે છે કે તેણે બેવફાઈ કરી છે અને તમને ગુસ્સો આવે છે. તમે બંજ્ઞે એકબીજા માટે જ બનાવાયા છો. વહેલા કે મોડા આ પ્રકારનો કરાર તમને રૂધામણમાં મુકીને હતાશામાં ધકેલે છે, નાસીપાસ કરી નાખે છે અને ગુસ્સામાં તમે તમારું પાર્સલ પાછૂં ખેંચી લો છો અને બીજા સાથે તેની અદલા-બદલી કરવા નીકળી પડો છો. અથવા તમારો ભાગીદાર આવું કરે છે. જાણીતી બાબત લાગે છે ને ? આવું બને છે ને ?
પરંતુ ભારતમાં મૂર્તિપૂજા સામાન્ય છે તેનું કારણ છે, તેમજ બીજે પૂર્વમાં પણ મર્તિપજા થાય છે તેનું કારણ છે. આધ્યાત્મિક યાત્રા શરૂ કરનારાઓ માટે શરૂઆતમાં અમૂર્ત ઈશ્વર, ૫૨માત્મા માટે સંમત થવું મુશ્કેલ હોય છે. પરંતુ તેને કોઈ ચોક્કસ સ્વરૂપ આપવાથી, તે સમજી શકે તેવી રીતે સ્પષ્ટ થાય છે, જેથી તે તેની સાથે સંબંધિત થઈ શકે. મૂર્તિ સમક્ષ તે પોતાની પરિચિત ભાષામાં ભક્તિ કરી શકે છે, વાતચીત કરી શકે છે. આપણા હજારો દેવી-દેવતાઓ ઈશ્વરીય અભિવ્યક્તિ સિવાય બીજું કશું નથી. આજે પણ કોઈપણ તેની સાથે વાતચીત કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે અથવા રમી શકે છે. દુ:ખમાં આશ્વાસન મેળવી શકે છે અથવા આભાર વ્યક્ત કરી શકે છે. કુદરતનાં બધાં જ ભયાનક અને વ્યાખ્યા ન થઈ શકે તેવાં, અસ્પષ્ટ પરમાત્માના સ્વભાવોની સમજી શકાય તેવી રીતે, આકૃતિઓનું રૂપ દેવતા સ્વરૂપે આપવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું હશે કે, સ્વરૂપ વગરનો પરમાત્મા, સામાન્ય મન માટે ખુબ જ બિહામણું સ્વરૂપ હશે.
ખૂબ જ ઊંડા રહસ્યના સ્તરે, એક સંદેશો ઉમેરવામાં આવ્યો છે કે તમારી સામે જે મૂર્તિ છે તે તમારા જેવી જ છે છતાં તે પરમાત્મા છે. તેઓ મારા માટે શું કહેશે ? તેના વિશે વિચારો.
જો તમે મૂર્તિપૂજક હો તો પણ, તમારી જાતને દોષિત ગણવાની જરૂર નથી. તમારી જાતનો વાંક કાઢવાની જરૂર નથી. તમે જેમ જેમ આધ્યાત્મિકતામાં વિકાસ પામતા જશો તેમ તેમ ઈશ્વરની મૃર્તિ સાથે જે રીતે વાત કરો છો, તે રીતે જ તેના વગર પણ પરમાત્મા સાથે વાત કરી શકશો. બાળકો જેવું છે. તેમ તેઓ મોટા થતાંની સાથે જ ઢીંગલીઓ અને રમકડાં સાથે રમવાનું છોડી દે છે. એમ જ તમે પણ, જ્યારે સમય આવશે ત્યારે તમારી જાતે જ મૂર્તિઓને છોડી દેશો. પરંતુ અત્યારે તમને
હવે એ પ્રેમ કે, જેના તરફ હું તમને આગળ લઈ જવા માંગું છું. તે પ્રેમ તમારી સંપૂર્ણ જાતનો, સંપૂર્ણ અસ્તિત્વનો અનુભવ છે. જે માત્ર જીવન જીવવા માટે તેની પોતાની જાતમાંથી વહેતું આનંદનું ઝરણું છે. તે આનંદની સુવાસ છે. જે ચારે બાજુ બિનશરતી ફેલાય છે. તેને કોઈ કારણની જરૂર નથી પડતી, તેને વળતી ભેટની જરૂર નથી હોતી. આ પ્રકારનો પ્રેમ સૂર્યપ્રકાશ અને વરસાદ જેવો છે; જે પોતાની જાતે જ બિનશરતી રીતે વરસ્યા કરે છે અને જે કોઈ તેના વિસ્તારમાં હોય તે તેની ગરમી અને તાજગીનો કોઈપણ પ્રશ્ન વિના અનુભવ કરી શકે છે. આ પ્રેમમાં ભરપૂરતા હોય છે. આ ફક્ત એવા પ્રકારનો પ્રેમ છે જેનો કોઈપણ ભય વિના, ગુનાહિત ભાવના વિના આનંદ માણી શકાય છે.
પ્રેમને તમારી ગુણવત્તા બનાવવા માટે, તમારે તમારી જાતનું સંપૂર્ણ સમર્પણ કરવાની તૈયારી હોવી જોઈએ. ફક્ત અહમ્ શૂન્ય સ્થિતિમાં જ આ પ્રેમ પાંગરી શકે છે, ઉદ્દભવી શકે છે. આ એટલું સરળ નથી પરંતુ તમે શરૂઆત તો કરી જ શકો છો. તમે તમારા અહમુને થોડો જતો કરશો તો તમે તરત જ પ્રેમ અને અનુકંપાને શોધી શકશો. તમે જેમ જેમ અહમુને વધારેને વધારે જતો કરશો તેમ તેમ તમે અવકાશમાં પ્રવેશવા લાગશો. તમારા સંબંધોમાં આને અજમાવી જુઓ. પ્રેમ બાબતમાં કાગનો વાઘ કરવાની જરૂર નથી. તમારા પ્રેમમાં એટલા બધા ગંભીર ન બનો. ફક્ત નિખાલસ બનો, સાચા બનો ! દિલની સચ્ચાઈવાળા બનો ! પ્રામાણિક બનો !
વ્હાલા સ્વામીજી, ભારતમાં અમે મૂર્તિપૂજા અને ધાર્મિક વિધિઓ વચ્ચે ઊછર્યા છીએ. તમે આમાં સંમત છો કે વિરૂદ્ધમાં છો ?
સૌથી પહેલાં, હું કોઈની પણ વિરૂદ્ધમાં નથી કે સંમત નથી. પછી તે મૂર્તિપૂજા હોય કે ધાર્મિક વિધિઓ હોય અથવા કંઈપણ હોય ?
જેમાં શ્રદ્ધા છે. તે દેવતાની પૂજામાં મન લાગતું હોય અને તમારો અર્થ નીકળતો હોય તો. તે પરી રીતે ચાલુ રાખો.
આધ્યાત્મિકતા વિશાળ કિનારા વગરનો મહાસાગર છે. તમે જ્યારે તરવાનું શીખતાં જ હો. ત્યારે લાઈફબોટ તમારો વિશ્વાસ વધારવામાં ચોક્કસ મદદ કરે છે. તમે અમુક વાતે ચોક્કસ હો છો કે કંઈક એવું છે કે તમને પડવા નહીં દે. તમે જયારે મજબૂત અને ખાત્રીવાળા બની જાવ છો ત્યારે સ્વાભાવિક જ તમે પકડેલા ટેકાને છોડી દો છો અને મુક્ત રીતે, નિર્ભય બનીને ઊંડા પાણીમાં પ્રવેશ કરી દો છો.
પૂજા વિધિઓ : વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે, ચોક્કસ પ્રકારના રંગો, અવાજો, ક્રિયાઓ માણસના મનની સ્થિતિ ઉપર ખૂબ જ ઊંડી અસર કરે છે. મગજના અમુક ઈચ્છિત ભાગોને કાર્યરત કરે છે અને તમારી સભાનતાને, જાગૃતતાને વધારે છે. આજકાલના સમયમાં પૃજાવિધિની વિશ્વસનીયતા ઓછી ઓછી થઈ ગઈ છે, કારણ કે, સદી ોનો સમય પસાર થઈ ગયો હોવાથી તેનો સાચો અર્થ લોકોએ ખોઈ દીધો છે. માત્ર તેનું ખોખું, કોચલું, નર્યો ક્રિયાકાંડ જ રહી ગયો છે. તેની અંદરનો આત્મા પાછળ છૂટી ગયો છે, અસ્મિતા છૂટી ગઈ છે. પરંતુ આજે તમારા માટે તે અસુસંગત લાગતી હોવા છતાં પણ પૃજા વિધિની કિંમત ઓછી ક્યારેય ન આંકતા, પૂજા વિધિઓ અસંખ્ય ઋષિ મુનિઓના સદીઓના તપ અને ડહાપણનો નિચોડ છે. તેને જયારે યોગ્ય રીતે કરવામાં આવે છે ત્યારે તે કલ્પનામાં પણ ન હોય તેવી જાગૃતતા અને પરિવર્તન લાવે છે.
આશ્રમમાં ઘણી વખત તમે મને પૂજા અને યોગ કરતો જૂઓ છો. હકીકત એ છે કે મારે માટે આનો અર્થ કશો જ નથી. મારે પરમાત્મા સાથે જોડાવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. હું તે મારા માણસો માટે કરું છું. હું
તમને તમારા જાણીતા વિસ્તારમાં ખેંચી શકું, એવી જગ્યા જયાં ત્યાં તમે સલામતી અને શાંતિનો, સ્વસ્થતાનો અનુભવ કરી શકો. આવું વાતાવરણ કે જે સદીઓથી ભક્તિ માટે પવિત્ર જાહેર થયેલું છે. તેમાં તમારા શ્રદ્ધેય દેવી દેવતાઓ આગળ માથું નમાવીને ખૂબ જ જાણીતા મંત્રોચ્ચાર સાંભળીને, તમારી અંદર શાંત મેડિટેશનની સ્થિતિ સ્વાભાવિક રીતે જ આવી જાય છે. આવા સમયે તમે મારી શક્તિને ગ્રહણ કરવા માટે, પુરેપુરા ખુલ્લા અને સમર્પિત હો છો. આ જ સમય હોય છે જયારે હું તમારા પર, તમારા જ્ઞાન અને પ્રતિકાર વગર, તમારા પર કામ કરી શકું. હવે તમે મને સમજી શકો છો ?
(અલબત્ત મેં ક્યારેય મારું બચપણ છોડી દીધું નથી. તેથી હું આ સુંદર ઢીંગલીઓ સાથે રમીને પૂરેપૂરો આનંદ મેળવું છૂં – પરંતુ તે બીજી બાબત છે.)
સ્વામીજી, કર્મ શું છે ?
કર્મ માટે તમને એક વિચાર આપું છું .
જયારે પણ કોઈ ક્રિયા થાય છે. પરંત પરી નથી થઈ, ત્યારે એક બળ છે જે તમને તે પૂરી કરવા માટે ધક્કો મારે છે. જેથી ક્રિયા, કામ પૂરું થઈ શકે. આ જે બળ છે તે કર્મ છે. તમે જે કાંઈપણ ચાહ્યું હોય, ઈચ્છયું હોય પરંતુ તેનો પૂરેપુરો અનુભવ ન થયો હોય, અનુભવ પૂરો કરવા માટે તે બાબત તમારી પાસે સતત વારંવાર કરવા માટે ખેંચે છે. તમે હકીકતમાં જ્યાં સુધી તે અનુભવ ન બની જાવ, ત્યાં સુધી તે કામનું, િક્રિયાનું પુનરાવર્તન કર્યા કરો છો. કારણ કે તમે પૂરેપૂરા તેવા થઈ ગયા હો છો. આ ક્રિયા પૂરી કરવા માટે તમે તમારાં શરીરમાં પ્રવેશો છો. આ પરિપૂર્ણતાના બદલામાં તમને આ બધી બાબતો, આ બધી 'મુશ્કેલીઓ' મળે છે.
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
હું 'કર્મ'ની આ રીતની સમજ આપું છૂં. બીજા બધા જ શબ્દો જેવા કે, "મારાં ખરાબ કર્મોને કારણે હું માંદો પડ્યો", "મારા સારાં કર્મો હશે કે હું સ્વામીજીને મળ્યો", આ બધી બાબતો આપણે પ્રસંગ બની ગયા પછી કહીએ છીએ. જે કંઈ બની જાય છે તેને આપણે 'કર્મ'નું નામ આપી દર્દએ દળીએ.
કર્મ શબ્દને ખુબ જ ખોટી રીતે સમજવામાં આવ્યો છે. હું તમને કર્મની સમજણ, આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે નથી આપતો. હું કર્મને નસીબ કે વિધાતા નથી માનતો. મારા અનુભવ પ્રમાણે વિધાતા જેવી કોઈ ચીજ નથી. અસ્તિત્વ દ્વારા ભવિષ્યને પૂરેપરું ખુલ્લું રાખવામાં આવ્યું છે. ભવિષ્ય આપણે નક્કી કરીએ છીએ.
રામક્રિષ્ણ એક સુંદર વાર્તા કહે છે : જે આ વિષયની બુદ્ધિયુક્ત સ્પષ્ટતા આપશે. અલબત્ત કોઈ તમને કર્મ બાબતની હકિકતમાં જેવી થઈ હોય તેવી જ જીવનની, અનુભતિની સ્પષ્ટતા કરી શકે નહીં. એ સ્પષ્ટતા માત્ર મુક્તિ સાથે જ આવે છે. અને તમે જયારે મુક્ત હો છો, ત્યારે તે અનુભતિને શબ્દોમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતાં નથી.
કર્મની વાર્તા પર આવીએ :
એક ગાય પાંચ મીટરના દોરડાથી ખીલા સાથે બંધાયેલી છે. આ પાંચ મીટરના પરીઘમાં તે બેસી શકે છે, ઊભી રહી શકે છે, ખાઈ શકે છે, તેને જે ગમે તે કરી શકે છે. આ પછીની આપણી જિંદગી પણ તેવી જ છે. આપણી પાસે મર્યાદિત સ્વતંત્રતા છે, બાકીનું બધું અસ્તિત્વ પાસે છે. પરંતુ રામક્રિષ્ણ ઉમેરે છે કે તે આપણે પાંચ મીટરની સ્વતંત્રતાનો 'બુદ્ધિપૂર્વક' ઉપયોગ કરીએ તો અસ્તિત્વ આપણું દોરડું લંબાવી દે તેવી શક્યતા છે. આપણને પરેપુરા સ્વતંત્ર પણ કરી શકે છે. તે ફક્ત આપણી અને ગુર પર આધારિત છે. જીવ અને શિવ પર આધારિત છે. પસંદગી તમારે કરવાની છે કે. બંધનમાં રહેવું છે અથવા મુક્તિ મેળવવા તરફ કામ કરવું છે.
એક વખત મને કોઈએ પૂછયું; "જો ગાય કરડવાનું શીખી લે અને દોરડાને કાપી નાંખે તો શું ?"
સૌથી પહેલાં, તમે જાણો છો દોરડું ક્યાં છે ? કયા ખીલા સાથે બંધાયેલું છે ? તે ક્યાં શરૂ થાય છે અને ક્યાં પરૂં થાય છે ? કાપશો ક્યાંથી ? કેવી રીતે કાપશો ? એક સામાન્ય ગાય તો દોરડાંને જોઈ શકે છે. આપણે લોકો તો જાણતા પણ નથી કે દોરડું ક્યાં અને શું છે ? માટે હું તમને જે કાંઈ આપી શરૂં છૂં તે તેની ઝાંખી છે. ઝબકારો છે, મારી અંદર પ્રવેશવાની પ્રેરણા છે, અનુભવમાં ઉતરવાનો ઈશારો છે.
વ્હાલા સ્વામીજી, અત્યાર સુધી મન ફક્ત અર્થહીન 'આંતરિક બડબડાટ' છે. શું પરમાત્મા તરફ આગળ વધવા માટે બુદ્ધિને છોડી દેવી જોઈએ ?
હું આ સવાલનો જવાબ આપી શકું તે પહેલા તમારે મનની કાર્યરીતિ, કામ કરવાની પદ્ધતિને સમજી લેવાની જરૂર છે. મન ચાર વિભાગોનું સંયોજન છે : માનસ (આ ભાગ બહારની માહિતીઓ ઈન્દ્રિયો વડે ગ્રહણ કરે છે.) ચિત્ત (યાદશક્તિ અથવા બ્રહ્માંડીય જ્ઞાનની નોંધ કરે છે) બુદ્ધિ (સમજણ, સભાનતા) અને અહંકાર (ઈગો). આ બધાની ઉપર આત્મા છે. (સ્વ) છે. બધી જ માહિતીઓ મનના આ વિભાગોમાંથી પસાર થાય છે.
દા.ત., તમે જયારે મેરીગોલ્ડને જુઓ છો, જે આ શાબ્દિક માહિતી છે - 'પીળું ફૂલ' તેને 'માનસ' આંખ દ્વારા મેળવે છે.
આ માહિતી ચિત્તમાં મોકલવામાં આવે છે, ત્યાં ભૂતકાળમાં જોયેલા બધાં જ ફલોની નોંધ છે તેની સામે સરખાવવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે આ ચોક્કસ ફૂલ પરિચિતોમાંનું એક છે.
પછી અહંકારનો વારો આવે છે. તેની પાસે પોતાને રસ પડતા અભિપ્રાયો આપવાનો અધિકાર છે. દા.ત., "મને આ ફૂલ ગમે છે." અથવા ''પડોશીના બગીચામાં સારાં મેરીગોલ્ડ છે. અથવા કંઈપણ. અહંકાર જેની માહિતીના આધારે આત્મા કાર્યપદ્ધતિ કરે છે." "ફૂલને પાણી પાવ." અથવા "બહાર ફેંકી દે."
આ વ્યવસ્થામાં કમનસીબ વાત એ છે કે, માહિતી આત્મા સુધી પહોંચે ત્યાં સુધીમાં અહંકારમાંથી ગળાઈ ગઈ હોય છે, તેથી તમે જે જૂઓ છો અને ક્રિયા કરો છો, તે વાસ્તવિક અથવા ખરી બાબત પર નથી હોતી. પરંતુ તે માહિતી અહંકાર તમને જે બતાવવા માંગે છે તેવી ભાંગફોડ કરેલી માહિતી પર કરતા હો છો. તમે અજ્ઞાન અને ગુંચવણમાં ન રહી જાવ તો જ નવાઈ લાગે અને આખરે તમે એવા અનુમાન પર આવી જાવ છો કે, મનનો આંતરિક બડબડાટ બધું જ કરી શકે છે.
જયારે બુદ્ધિ જાગૃત થાય છે ત્યારે અહમુ કુદરતી રીતે જ મૃત્યુ પામે છે. પછી પહેલી વખત પરિસ્થિતિ સીધી આત્માના નિયંત્રણમાં આવે છે. એ રાષ્ટ્રપતિ શાસન જેવું છે ? પ્રચંડ શક્તિનો સ્ત્રોત ખુલ્લો થઈ જાય છે અને વાપરવા માટે શક્ય બને છે. પછી માહિતી માત્ર પાંચ ઈન્દ્રિયો દ્વારા જ આવતી નથી. તેથી કરીને, માહિતી ઉપરની પ્રક્રિયા અને નિર્ણય ક્રિયા બેસુમાર ઝડપી અને આધારે અસરકારક બને છે. પરિણામે સામાન્ય આંખોને તે ચમત્કારીક લાગે છે. આ એવી સ્થિતિ છે જેમાં યોગીઓ હવામાં અદ્ધર રહી શકે છે અથવા કોઈપણ માધ્યમ વિના વસ્તુઓનું વહન કરી શકે છે અને આવા બીજા ચમત્કારો કરી શકે છે. આ જાદ્દુઈ સ્થિતિ છે જે પરમાત્માની સાથે, દિવ્યતાની સાથે લયમાં આવવાથી પ્રાપ્ત કરી શકાય છે.
તેથી તમે જોઈ શકો છો કે પરમાત્મા તરફ આગળ વધવા માટે, તમારે મન અથવા બુદ્ધિને છોડવાના નથી. પરંતુ ફક્ત અહમુને છોડવાનો છે. બાળકને બાથટબ સાથે જ ફેંકી દેવાની ભૂલ ન કરતાં ?
પરિશિષ્ટ
Instruction : This page 130 printed blank in the book
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારત દેશના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.
વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.
ભારતમાં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.
આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ
હીલીંગ, યુવાનો માટે વિનામૃલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ. વિનામલ્યે સારવાર અને આંખના ઓપરેશન. વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકુળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વર્ષીય કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ, યુએસએ સ્થિત "લાઈફ બ્લીસ ફાઉન્ડેશન" દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરિકા, યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યું જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોર્દ્ધ એ .
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.
આંતરિક ઉજાગરણ (Inner Awakening)
આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી 'માસ્ટર' કાર્યક્રમ છે. આ ૨૧ દિવસનું ઉર્જા ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કિમીયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઉર્જા ક્ષેત્ર, બીડદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam કહે છે,
Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિણામને પેદા કરવા માટે પ્રયોજેલ છે.
મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિણામને તમારામાં પેદા કરે છે.
દાખલા તરીકે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૧ (LBP-1) 'આનદપૂર્ણ જીવન' એ એક ભાગને પેદા કરવા પ્રયોજયો છે. લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨ (NSP) - 'મૃત્યુ સુંદર રીતે અનુભવવું' એ ભાગને પેદા કરવા પ્રયોજયો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ 'યોગી શરીર' માટે પ્રયોજયો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવન મુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.
એક પરિણામનો અનુભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઊંડા ઉતરવાની, કમભાગ્યે જીવન મુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવન મુક્તિની ઝલક આપે છે.
Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ નિત્યાનંદમ્ નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈક વધુ છે. જીવન મુક્તિના મારામાં છે તે બધા પરિમાણો તમારામાં પેદા કરે છે.
સંપૂર્ણ વસ્તુ તમને એક સાથે મળે છે.
જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણે જીવવું એજ જીવન મુક્તિ.
લાઈફ
પ્રબુદ્ધ ગુરૂની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનુભવ માટેનો આ એક નિવાસી એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્વારા તમારા 'સ્વ'ના ઊંડાણમાં લઈ જાય છે અને તમારા આંતરિક ક્ષમતાની ચરમસીમાએ લઈ જવામાં મદદ કરે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને મનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.
Lbeમાં તમે,
- જીવન મુક્તિના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનુભવશો.
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ પોતે આપેલ વાર્તાલા૫ અને ધ્યાન દ્વારા — પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત કરશો.
- પતંજલીના યોગસૂત્રને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ પ્રયોજેલા નિત્ય યોગ — પ્રબુદ્ધતા માટેના યોગ – ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને 'સ્વ'ને સયોજીને વધુ શક્તિ, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપે છે.
- 'આંતરિક ઉજાગરણ' કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેનો — ૨૧ દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટ્યુઅલ હીલીંગની દીક્ષા, વિ.નો સમાવેશ થાય છે.
- સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અગત્યના સ્થળોની યાત્રા કરી શકશો જેવાં કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નું જન્મ સ્થળ તિરુવજ્ઞમલાઈ, પતંજલીનું જન્મ સ્થળ ચિદંમ્બરમ્ વિ.
- મન-શરીર સયંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી --રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ. ચર્ચાઓ અને વાદવિવાદમાં ભાગ લેશો.
- જવાબદારીપૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને — બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
- બેંગલોર આશ્રમના રહસ્યવાદી વટવૃક્ષની આસપાસના ક્ષેત્રમાં -સતત આંતરિક હીલીંગ અનુભવશો.
- દિવસના બધા જમણ વખતે સાત્વિક આયુર્વેદિક ભોજન માણશો. --
વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.
કલ્પતર્
આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતર દ્વારા તમને મળશે :
- શક્તિ જિંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ.
- બુદ્ધિ જિંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બુદ્ધિ.
- યુક્તિ ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જૂઓ છો તે પોતે જ એક સતત બદલાતું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા.
- ભક્તિ શ્રદ્ધા, અવિચલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી.
- મુક્તિ આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ.
આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઉર્જાથી સજ્જ કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો દેશે.
લાઈક બ્લીસ પ્રોગ્રામ લેવલ-૧. આનંદ સ્કૂરણા પ્રોગ્રામ (LBP Level-1, ASP)
તમારામાં શક્તિ પ્રગટાવો.
તમારામાંના સાત મુખ્ય ચક્રો અથવા સૂક્ષ્મ ઉર્જા કેન્દ્રોને તણાવ મુક્ત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. એ તમારી લોભ, ભય, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરિયાત, તલાવ, અહમ અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બૌદ્ધિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્યક્રમ ભૌતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઈન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉકેલ છે. તમે કોઈ એક લાગણીમાંથી મુક્ત થાવ છો ત્યારે તેમને નવી દુનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખૂબ જ અસરકારક શિબિર છે.
મૃત્યુનું રહસ્યોદ્ધઘાટન
આ મેડિટેશન કાર્યક્રમ મૃત્યુની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવવાની કળા ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુનાહિત ભાવ, આનંદ, પીડા વગેરે આપણી સાથે વણાઈ ગયેલી અજાગૃત લાગણીઓથી જે
મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વયં સ્કુરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્વાર છે.
લાઈક Level-3, ATSP)
તમારા 'સ્વ' સાથે અનુસંધાન કરો.
આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપદ્ધતિનું સ્પષ્ટ રીતે વિશ્વલેષણ કરી, મનથી દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્ષણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.
તમારી ઉપાસના પૂર્ણ કરો.
આ કાર્યક્રમ બીજાઓ અને તમારા 'સ્વ' સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.
જીવન વિજ્ઞાનનો વિનામલ્ય નિવાસી કાર્યક્રમ
લાઈફ બ્લીસ ટેક્નોલોજી (LBT) એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારિત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારીરિક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે
કારીગરી શીખવવા માટે ડીઝાઈન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે
સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.
નિત્યાનંદમ્
સાધકો માટેનો મેડિટેશનનો ઉચ્ચતર કાર્યક્રમ આમાં માસ્ટરની હાજરી અને તીવ્ર શક્તિ ક્ષેત્રથી સાધક નિત્યાનંદની સ્થિતિમાં પહોંચી જાય છે એમાં મેડિટેશન, સેવા, માસ્ટરની હાજરીમાં બેસવું વિ. પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અનેક શારીરિક અને માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપનાર ઉર્જા આધારિત ઉપચારનું વિજ્ઞાન અને સેવા આપે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM લોકોને નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિમાં ઉપચારક બનવા માટે દિક્ષા આપે છે. આ દિશા પામેલા ઉપચારકો વિશ્વભરમાં દરરોજ નિઃશુલ્ક સેવા દ્વારા ઉપચાર આપે છે.
વિશ્વભરમાં મેડિટેશન અને વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં લોકોએ લાભ લીધો છે.
-
し નિત્યા ફીલીંગ : કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિ ૫૦૦૦ થી વધુ માન્યા હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ વ્યક્તિઓને માનસિક અને શારીરિક હિલીંગનો લાભ અપાય છે.
-
અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિરો દ્વારા દર અઠવાડીએ し મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી し અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, યોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સઘન તાલીમ લે છે. આ સાધકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.
-
નિત્ય ચોગ : મહર્ષિ પતંજલિના મુળ યોગ સૃત્રના આધારે . વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પદ્ધતિ શીખવાડાય છે.
-
મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વૈદિક મંદિરો し અને આરમો.
-
જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડિટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્યકારક પરિવર્તન જોવા મળ્યાં છે.
-
તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આયુર્વેદ, એક્યુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધું.
-
ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કૂલ માટે મકાનો, સ્કૂલ ગણવેશ, શૈક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામુલ્ય અપાય છે.
-
લાઈફ્ બ્લીસ ટેફ્નોલોજી : જીવન કળા અને આધ્યાત્મિક વિજ્ઞાન શીખવતો યુવાનો માટેનો બે વર્ષ / ત્રણ માસનો વિનામૃલ્યે કાર્યક્રમ
-
કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ કળા, સંઘ ભાવના પર કેન્દ્રિત કોર્પોરેટ કંપનીઓ માટે ખાસ કાર્યક્રમ. આમાં માઈક્રોસોફટ, એટીએન્ડટી, ક્વાલકોમ, જેપી મોરગન, મેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, AAPI વિ.નો સમાવેશ થાય છે.
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગુરૂકુળ : વૈદિક શિક્ષણ પદ્ધતિનો સમન્વય કરતી શિક્ષણનો આધુનિક વૈજ્ઞાનિક અભિગમ બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભય વગર ખીલવે છે અને રક્ષણ આપે છે.
-
નિલ્યાનંદા ઈન્સ્ટીટચૂટ ઓફ ટીચર્સ ટ્રેનિંગ : ત્રણસોથી વધુ શિક્ષકોને પરિવર્તનકારી મેડિટેશન પ્રોગ્રામ, ક્વોન્ટમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હેલ્થ અને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેક્ટીસ વિ. શીખવવાની ટ્રેનીંગ આપી છે.
-
મીડીચા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના પરિવર્તનકારી ઉપદેશોને લગતા લખાણો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પત્રો અને મેગેઝીનોમાં પ્રકાશિત કરાય છે.
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પબ્લીશર્સ : ૪૭૦૦ કલાકથી વધુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના વ્યાખ્યાનોને નકલ કરી, મઠારી અને પ્રકાશિત કરી પુસ્તક, DVD અને CD ના રૂપમાં સ્ટોરમાં ઉપલબ્ધ કર્યા છે.
-
લાઈક બ્લીસ ગેલેરીયા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના વ્યાખ્યાનોને રેકોર્ડીંગ અને પુસ્તકો તથા નિત્યા કિર્તનના ૨૭ ભાષાના રેકોર્ડીંગનું વિશ્વભરમાં સ્ટોર અને મોબાઈલ શોપ દ્વારા વેચાણ કરવામાં આવે છે.
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મેડિટેશન અને હિલીંગ કેન્દ્રો : વિશ્વભરમાં મેડિટેશન અને હીલીંગની સેવાઓ આપે છે.
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંગીત અકાદમી : સંગીત, નૃત્ય અને કલાના બીજા સ્વરૂપોનું શિક્ષણ અને પ્રોત્સાહન નાના અને મોટા સૌને માટે પ્રત્યક્ષ અથવા ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.
-
ચૂ-ટ્યૂબ ઉપર ફ્રી ઉપદેશો : થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઈથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાય છે.
-
વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાચ : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષયમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રયત્ન.
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM યુથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે શાંતિ અને જીવન મુક્તિના સહિયારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.
-
નિત્યા ધીર સેવા સેના : આનંદ સેવકનું આ સ્વૈચ્છિક જૂથ પોતાના રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ય કરે છે એ આપત્તિઓ વખતે પુનર્વસન માટે રાહત કાર્યો પણ કરે છે.
પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના દર્ષ્ટિવંત ઉપદેશો વિડીયો, ઓડીયો ટેપ, CD અને — પુસ્તકો વધુ ભાષાઓમાં
-
જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે ભજન કીર્તન. શરીર, મન અને આત્માના કાયાકલ્પ માટે.
-
મેડિટેશન અને યોગ માટે પુસ્તકો , કીટ અને CD ઉત્તેજનાપૂર્ણ જીવન શૈલી માટે મંત્રેલ માળાઓ, બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.
-
પુરૂષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્ચત્તર શક્તિ માટે રૂદ્રાક્ષના આભૂષણો .
-
સચોટ ઉકેલો
-
મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે.
-
જીવન મુક્તિ(THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો પ્રબોધ)
-
પરમાનંદ પૂર્ણ જીવનની ચાવીઓ
-
સામાન્ય સવાલોનાં અસમાન્ય જવાબો
-
Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM )
-
Don't Worry be Happy
-
Instant Tools for Blissful Living
-
◆ You can Heal
-
Follow Me In
-
The Door to Enlightenment
-
Songs of Eternity
-
You are no sinner
-
So you want to know the truth ?
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ના ૫૦૦ થી વધુ વ્યાખ્યાનો
http:// www.youtube.com / Lifeblissfoundation પર ઉપલબ્ધ છે.
"પ્રેમ એ છે જે બધી જ બાબતનું જોખમ ઊઠાવે છે, બધું જ આપે છે અને કશું જ માંગતો નથી."
"તમને મારી હાજરીમાં તમારા પ્રશ્નો ઓગળી ગયા હોય તેવું કેમ લાગે છે !"
કારણ કે તમે જયારે મારી સાથે હો છો, ત્યારે તમે ઇરાદાપૂર્વક ખૂબ જ જાગૃત હો છો, તેથી પૂરેપૂરા હાજર હો છો. તેથી પ્રશ્નો ઊભા થવાની જગ્યા જ નથી રહેતી ! આખરે પ્રશ્નો, વર્તમાન પર લાદેલું, ભૂતકાળ અને ભવિષ્યકાળનું દ્વોખાબાજ ભારણ છે.
આટલા માટે તમે જયારે મારી સાથે હો છો. ત્યારે તમારી ઘણી બધી શંકાઓ અદ્શ્ય થઈ જાય છે અને આટલા માટે તો હું અહીંચા છું : તમારા પ્રશ્નો ઉકેલવા માટે નહીં પરંતુ તેમને વિલિન કરવા માટે !"
आद्याज्य सवालोना અસ્તાભાન્ય જવાબો
દરેક સમયે પોતાના માટે બહારની મંજરી મેળવવાની જરૂરિયાત શા માટે ? દુ:ખદ સત્ય એ છે કે, આપણે બધાએ ઘણા લાંબા સમયથી આપણી પોતાની જાતમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. નાના બોળક તરીકે આપણે બધા આપણી જાતમાં જ કેન્દ્રિત હતા. તમે કોઈ નાનો બાળકને એવી ચિંતા કરતું જોયું છે કે મારા માટે લોકો શું વિચારતા હેશે ? પરંતુ જેમ જેમ આપણે મોટાં થતાં જઈએ છીએ, સમાજ આ વિચાર સતત આપણા મનમાં રમાડ્યા કરે છે. સમાજ આપણને બીજા લોકોના વિચારો અને અભિપ્રાયો પ્રમાણે આપણું મુલ્યાંકન કરવાનું શીખવે છે. મા-બાપ, શિક્ષકો, મિત્રો, અજાણ્યાઓ પણ. પરિણામે, આપણે આપણી જાતમાં ઓછું ને ઓછું માનતા થઈ જઈએ છીએ. બહારના ટેકા વગર, સામાજિક 'સર્ટિફીકેટ' વગર આપણી બધી જ પ્રતિતીઓ અને ક્રિયાઓ, આપણો આત્મવિશ્વાસ તરફ જ ધરાશયી થઈ જાય છે !
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
'સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો' આધુનિક સમયમાં પુરા જગતમાં સુખ માટે, તુટતા સંબંધોના કારણો સમજવા માટે સ્વામીજીના વિચારોનું સાર અવતરણ છે. જે આપણાં બધા માટે આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ સુસંગત છે.
સ્વામીજીએ પોતાની સરળ રીતથી સમજાવેલી આ વાતો ફક્ત આપણી આશાઓ અને સંઘર્ષોને જ વ્યક્ત નથી કરતી. પરંતુ તે વૈશ્વિક સમાજને આકાર આપતાં બળો તરફ પણ નિર્દેશ કરે છે.
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો, આજના સમયમાં આધ્યાત્મિકતાની જરૂરિયાતથી લઈને, તૂટતા સંબંધો તેમજ સુખ માટેની વૈશ્વિક શોધ પરના મદ્દાઓ વિષેના રવામીજીના વિચારોનો સાર છે.
વાતોનું આ સંકલન, સ્વામીજીની મોહક શેલીમાં કહેવાયું છે. જે ફક્ત આપણી વ્યક્તિગત આશાઓ અને સંઘર્ષોને જ પ્રતિભિતિત નથી કરતું, પરંતુ આજના આપતા પરિભળોના મુદ્દાઓ પર પણ નિર્દેશ કરે છે.