1. Open the Door... Let the Breeze in!
તમે ખાલી થાઓ
એક પ્રચલિત ઝેન કથા છે :
રેક પ્રચલિત ઝેન કથા છે :
એક દિવસ એક મશહર અધ્યાપક કેટલીક તાત્ત્વિક ગૂંચવણના સ્પષ્ટીકરણ માટે મહાન ઝેન ગુરૂ નાનસેન પાસે ગયા. ગુરૂ વનમાં એક કુટિરમાં રહેતા હતા. લાંબી મજલ કાપીને એ અધ્યાપક ગુરૂને મળવા હાજર થઈ ગયા.
અધ્યાપકે કૃટિરમાં પ્રવેશ કર્યો ત્યારે ગુરૂ ચા બનાવવા માટે પાણી ઉકાળી રહ્યા હતા. અધ્યાપકનું મસ્તિષ્ક નાનસેનને પૃછવા માટેના પ્રશ્નોથી તર હતું. તેમણે તરત જ પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી દીધી.
થોભો, ગુરૂએ કહ્યું, પહેલાં આપણે ચા પીએ.
પણ અધ્યાપક એકદમ અધીરા થઈ ગયા હતા. તેમને પોતાના પ્રક્નોના ઉત્તર જોઈતા હતા અને સાથે સાથે નાનસેન સમક્ષ પોતાના જ્ઞાનનો દેખાવ કરવો હતો.
નાનસેન ચા ગાળતા હતા અને અધ્યાપકે તો આ સિદ્ધાંત અને પેલી ફિલસૂફી વિશે બોલવાનું ચાલુ કરી દીધું. પોતાના પ્રતિભાવ અને અભિપ્રાય રજૂ કરવાની અને નાનસેનનું મંતવ્ય પૂછવાની તેમણે શરૂઆત કરી દીધી.
આખરે નાનસેનની ચા તૈયાર થઈ ગઈ. તેઓ ચાની કિટલી અને બે કપ લાવ્યા. એક કપ અધ્યાપક પાસે મૂક્યો.
"ગુરૂજી, આપ મારા પ્રશ્નોના ઉત્તર ક્યારે આપશો ? મારે આપની પાસેથી ઘણું બધું શીખવાનું છે," અધ્યાપક વિનમ્રતાપૂર્વક બોલ્યા.
જવાબમાં નાનસેને અધ્યાપકના કપમાં શાંતિથી ચા રેડવાની શરૂઆત કરી. કપમાંથી ચા ઢોળાવા લાગી ત્યાં સુધી તેઓ ચા રેડતાં જ રહ્યા. સામાન્ય રીતે ઝેન ગુરૂઓની છાપ ધુની કે તરંગીની ગણાય છે, પણ આ તો હદ થઈ ગઈ.
''અરે ! આપ શૂં કરી રહ્યા છો ? શું તમને દેખાતું નથી કે કપમાં હવે વધારે ચા સમાઈ શકે એમ નથી ? કપ પૂરેપૂરો ભરેલો છે," અધ્યાપકે ચકિત થઈને કહ્યું.
નાનસેને સ્મિત વેર્યું અને બોલ્યા, ''એમ ! તો પછી તમે તમારો કપ ખાલી કેમ ન કર્યો ?'' ઝેન ગરુઓ મોટેભાગે અવળવાણી બોલતા હોય છે. અધ્યાપક બુદ્ધિશાળી હતા. તેથી તેમને ગૂરૂની વાત સમજાઈ ગઈ.
જે કપની નાનસેન વાત કરી રહ્યા હતા તે કપ અધ્યાપક સ્વયં હતા. અધ્યાપક વિચારોથી, ઉછીની ફિલસૂફીથી, પ્રાપ્ત જ્ઞાનથી એટલા છલોછલ ભરેલા હતા કે નાનસેન તેમને કોઈ પણ રીતે કાંઈ પણ શીખવી શકે એ માટે સહેજ પણ જગ્યા રહી નહોતી
કઈક નવું શીખતા પહેલાં તમારે તમારો કપ ખાલી કરવો જ પડે !
તમારો કપ ખાલી કરો' એ દ્વારા ગૂરૂનો કહેવાનો ભાવાર્થ શું હતો ?
આપણે બધા જીવનમાં તમામ બોરિયાંબિસ્તરાં સાથે લઈને ફરીએ છીએ. આપણાં ઘર. આપણી ધનસંપત્તિ, આપણાં પ્રમાણપત્રો – આ તમામ બાહ્ય ભૌતિક બિસ્તરાંને તો આપણે જોઈ શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ !
જો હવે હું તમને એમ કહૂં કે તમારા જીવનમાંથી તમામ બોરિયાંબિસ્તરાં ખાલી કરો તો હું શું કહેવા માગું છું તેનો ખ્યાલ તમને આવી જ ગયો હશે.
પણ જે બોરિયાંબિસ્તરાં તમે તમારી અંદર લઈને ફરો છો અને જેની તમને જાણ પણ નથી તેનું શું ?
મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બધા જ આપણા અંગત ખયાલો અને જીવનની કિલસૂફીથી છલોછલ ભરેલા છીએ.
જગતના દરેક વિષય અંગે આપણા પૂર્વગ્રહિત વિચારો છે. આપણને શૂં કામ લાગશે અને શું નહિ લાગે એ વિશે આપણે નિર્ણય લઈ ચૂક્યા છીએ.
આપણી પોતાની સમસ્યાઓને બાદ કરતાં જગતની દરેક સમસ્યા માટે આપણી પાસે ઉકેલો છે; જોકે, આપણે એ વાત ક્યારેય કબૂલ કરતા નથી.
તદપરાંત આપણે કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે શીખીએ છીએ, કેવી રીતે કામ કરીએ છીએ - એ તમામ વસ્તુ પર આપણા પોતાના ભય અને સ્મૃતિ તેનો ભાગ ભજવે છે.
અન્ય શબ્દોમાં કહીએ તો આપણે આપણી જાતને એટલી બધી છલોછલ ભરી દીધી છે કે હવે કાંઈ પણ નવું શીખવા માટે 'વધારે જગ્યા બચી જ નથી !'
તેમ છતાં તમે આ વાંચી રહ્યા છો તેનો સ્વાભાવિક અર્થ એ થાય કે કંઈક નવું જાણવં એ તમારું લક્ષ્ય હોવું જોઈએ. જાણવા યોગ્ય બધી જ વસ્તુ તમે જાણો છો એની તમને સંપર્ણ ખાતરી હોય અને તે છતાં જો કેવળ જિજ્ઞાસાથી જ તમે આ વાંચતા હો તો પણ કાંઈ વાંધો નહિ અને તમે જે સ્થિતિમાં હાલ છો તેમાં જ રહીને આગળ વધો અને વાંચતા રહો. અલબત્ત તમારું લક્ષ્ય કંઈક શીખવા માટે હોય, મારી સાથે જેટલો સમય વીતાવ્યો તેમાંથી કંઈક પ્રાપ્ત કરવા માટે હોય તો હું તમને નિવેદન કરૂં છૂં :
તમારા કપને ખાલી કરી નાખો.
બીજી એક લઘુકથા : એ કથા તમને સાચા વિદ્યાર્થીના મનોવલણની વાત કરે છે. ઓસ્પેન્સ્ક નામે એક મેધાવી ગણિતજ્ઞ કંઈક શીખવા માટે ફિલસફ ગર્જક પાસે આવ્યા. અધ્યાપક અને ઝેન ગરુનાં દર્ષ્ટાંતની જેમ ઓસ્પેન્સિકને પણ કેટલીક શંકાઓનું ગર્જક પાસેથી સમાધાન જોઈતું હતું.
અતિ બુદ્ધિમાન અને સફળ લોકોના મનમાં જ હંમેશા આવી શંકાઓ ઊઠતી હોય છે. કકડીને ભૂખ લાગી હોય ત્યારે માણસને અધ્યાત્મ વિશે વિચારવાનાં ઈચ્છા કે વલણ હોતાં નથી. તે જ પ્રમાણે ધનસંપત્તિથી, જ્ઞાનથી અને સફળતાથી તમારા કપને છલકાવી દીધો હોય પછી મનમાં એમ થાય છે કે જીવનમાં કંઈક ખટે છે, કોઈક સ્વાદ કે રસ ખટે છે અને ત્યાર પછી જ માણસ અધ્યાત્મ તરફ વળે છે.
ઓસ્પેન્સ્ક ગુર્જેક પાસે આવ્યા ત્યારે તેઓ સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ હતા. ગણિતના વિષયમાં તેમણે ચીલો ચાતરે તેવું કામ કર્યું હતું. તેથી સ્વાભાવિક છે કે તેમને જ્ઞાનનું અહંયૂ હોય. તે સમયે ગુર્જફને તો સમાજમાં ભાગ્યે જ કોઈ જાણતું હતું. તેમ છતાં ગુર્જેક પાસે કંઈક એવું તત્ત્વ છે, તેમની પાસેથી કંઈક જાણવા જેવું છે એ વાત સમજી શકે એટલી વિચક્ષણતા પણ ઓસ્પેન્સિકમાં હતી. તેમને અહેસાસ થયો કે ગુર્જફ પાસેથી કંઈક જાણવા જેવું છે, તેમની પાસેથી ખરેખર કંઈક શીખવા જેવું છે.
તેથી તેઓ ગુર્જફ પાસે આવ્યા અને કહ્યું, ''ગુરૂજી, આપ તો કેટલાંય વિષયોમાં પારંગત છો. મને તમારી પાસેથી એ વિષયોનું ઘણું બધું જ્ઞાન મળી શકે તેમ છે. તમે મને એ જ્ઞાન આપશો ?''
'ચોક્કસ,' ગર્જેફે કહ્યું. વિદ્યાર્થી સાથે કામ પાર પાડવાની તેમની પાસે અનોખી રીત હતી. તેમની રીત ઝેન ગૂરૂ જેવી નહોતી.
તેમણે ઓસ્પેન્સ્કને ફક્ત એટલૂં જ કહ્યું કે હું તને શીખવવાની શરૂઆત કરૂં તે પહેલાં તને જે વિષયોનું જ્ઞાન છે તેની એક યાદી તું કેમ તૈયાર નથી કરતો ? પહેલાં એ કામ પતાવી લે ને ! તું જાણે છે એ વિષયોની ચર્ચામાં મારે ખોટો સમય બરબાદ ન કરવો પડે અને તને જે વિષયોનું જ્ઞાન મેળવવું છે એના પર જ હું ધ્યાન કેન્દ્રિત કરી શકું.
એક કાગળ અને પેન્સિલ લઈને ઓસ્પેન્સ્કિ બાજુના ખંડમાં ગયા અને યાદી તૈયાર કરવા બેઠા.
ઓસ્પેન્સ્ક પછીથી પોતાનાં સંસ્મરણોમાં લખે છે :
ત્યાં બેઠા પછી પહેલી વાર મને અહેસાસ થયો કે એવા એક પણ વિષયનું જ્ઞાન મારી પાસે નથી, જેની હૂં યાદી બનાવી શકું. જે વિષય અંગેની સંપૂર્ણ જાણકારીની મને ખાતરી ન હોય એ વિષયનું નામ હું યાદીમાં કેવી રીતે લખી શકું ? ગુર્જેકનો મુકાબલો કરી શકે એનો તો સવાલ જ નહોતો. એ મહા પંડિત હતા. યાદીમાં ઉલ્લેખ કરેલા વિષય પર મને તેઓ પ્રશ્ન પૂછે અને હૂં કદાચ તેનો ઉત્તર ન આપી શકું તો ? જેમ જેમ આવા વિચારો આવતા ગયા તેમ તેમ મને મનમાં ખાતરી થતી ગઈ કે હં કોઈ પણ વિષયને ઊંડાણપર્વક અને સાચા અર્થમાં જાણતો જ નથી. જીવનમાં મને પહેલી વાર અહેસાસ થયો કે વાસ્તવમાં હું કાંઈ જ જાણતો નથી.
૪૫ મિનિટ પછી ઓસ્પેન્સ્ક ગુર્જક્ પાસે આવ્યા. એક પણ હરફ ઉચ્ચાર્યા વિના તેમણે ગર્જદ્રનાં ચરણોમાં પેલો ખાલી કાગળ મુકી દીધો.
ગુર્જક સ્મિત સાથે ઓસ્પેન્સ્કને ભેટી પડયા અને કહ્યું,
હવે એમ લાગે છે કે તેં જાણવાની શરૂઆત કરી છે.. .. .. !
તમે કાંઈ જ જાણતા નથી એ હકીકત જાણવી એ જ જ્ઞાનની શરૂઆત છે.
તમે કાંઈ જ જાણતા નથી એ વાત જ્યારે તમે જાણો ત્યારે તમને એટલું તો જ્ઞાન છે કે તમે જાણતા નથી.
તમે જાણતા નથી એ વાતની જો તમને ખબર જ નથી તો તમને એટલું પણ જ્ઞાન નથી કે તમે જાણતા નથી
- બસ, તમામ તકલીફોનું મૂળ અહીં જ છે.
હું તમને 'ખાલી થાઓ' એમ કહું છું ત્યારે ખાલીપણાના બે પ્રકારની વાત કરૂં છું :
- ૧. નકારાત્મક. નિષ્ઠિય ખાલીપણું એ ખાલીપણું તમે અનુભવો છો પણ તેનું નિયંત્રણ કરી શકતા નથી. એ ખાલીપણું તમને કોઈને કોઈ રીતે ખાલી થઈ ગયાની અને કંઈક ખટતું હોવાની પ્રતીતિ કરાવે છે.
- ર. સકારાત્મક, આનંદદાયક અને સદ્વિય ખાલીપણું જીવનમાં સંપર્ણપણે બિનજરૂરી એવી દરેક વસ્તુને બહાર ફેંકી દેવાથી જે ખાલીપો જન્મે છે તે છે સકારાત્મક ખાલીપણું. એકલતા અને એકાકીપણા વચ્ચેના તફાવત જેવો જ આ તફાવત છે.
તમે ખાલી થાઓ
પહેલા પ્રકારનું ખાલીપણું તમે બધાયે કોઈને કોઈ સમયે અનભવ્યું જ હશે. હકીકતમાં કેટલાક લોકો માટે તો આ એક સ્થાયીભાવ છે: રોજિંદા જીવનની મનઃસ્થિતિ છે.
સમાજ અને પ્રસારમાધ્યમ પણ આ જ પ્રકારના ખાલીપણા પર પ્રહાર કરે છે. તમારા જીવનમાં ઊંડા ઉતરવા માટે આ એક સૌથી સરળ માર્ગ છે, કારણ કે એ તમારા જીવનની સૌથી નબળી કડી છે. બજારમાં દરેક બ્રાન્ડ સામાન્ય રીતે આ જ સિદ્ધાંત પર ચાલે છે : તેમની વિશિષ્ટ બ્રાન્ડની વસ્તુ તમારી પાસે ન હોય તો તમારું જીવન અમુક રીતે ઓછું સમુદ્ર, અમુક રીતે અપૂર્ણ અને ખાલી ગણાય એવી લાગણી તેઓ તમારા મનમાં જન્માવે છે.
વેચાણની ભાષામાં એક સૂત્ર છે : 'જરૂરિયાતનું નિર્માણ કરો / કૃત્રિમ જરૂરિયાત ઊભી કરો'
કલ્પના કરો : પોતાની બ્રાન્ડના વેચાણ માટે તમારામાં જરૂરિયાત ઊભી કરવી એ તેમનું સૌથી પહેલું કામ છે. જે વસ્તુની તમને હાલ કોઈ જ જરૂર નથી તે વસ્તુની કૃત્રિમ જરૂરિયાત તમારા મનમાં ઊભી કરીને તેમની બ્રાન્ડમાં તેને જડબેસલાક બેસારી દે છે.
આ કામ વ્યવસાયીઓ ઔપચારિક રીતે કરે છે અને તે જ કામ સમાજ અનૌપચારિક રીતે કરે છે. જો તમારા જીવનસાથી (પતિ / પત્ની) બરાબર ન હોય. જો તમને જરૂરી સંખ્યામાં સંતાનો ન હોય અથવા તમારી પાસે અમુક પ્રકારની નોકરી ન હોય તો સમાજ તમને કંઈક ખૂટતું હોવાનો અહેસાસ કરાવે છે. અને એ રીતે તમારામાં ખાલીપણાની લાગણી જન્માવે છે.
એક લઘુકથા :
શિવપુરાણમાં શિવ અને બ્રહ્મકપાલની કથા છે. બ્રહ્મકપાલ એટલે ખોપરી. શિવજી સન્યાસીના વેશમાં પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે બ્રહ્મકપાલનો ભિક્ષાપાત્ર તરીકે ઉપયોગ કરવાની તેમને ફરજ પાડવામાં આવી. બ્રહ્મકપાલની એક વિચિત્ર અને વિસ્મયકારી વાત એ હતી કે લોકો એ પાત્રમાં જે કંઈ ભિક્ષા મૂકે એટલે તરત જ એ ખાલી થાઓ
િભક્ષાને સ્વાહા કરી જતં. શિવજી એ પાત્ર ભરવાના ગમે તેટલા પ્રયાસ કરે પણ એ િભક્ષાપાત્ર હંમેશા ખાલી જ રહેતં.
આ બ્રહ્મકપાલ આપણા સૌની ભીતર છે.
આખી જિંદગી આપણે આપણી અંદરના ખાલીપણાને સંપત્તિથી, જ્ઞાનથી અને સંબંધોથી સતત ભરવાનો પ્રયાસ કર્યા કરીએ છીએ.
પણ બ્લૅકહોલમાં જે કાંઈ નાખો તે બધું સ્વાહા થઈ જાય છે અને છતાં મર્ખની જેમ આપણે તેમાં વધારે ને વધારે નાખતા જ જઈએ છીએ. આપણા ખાલીપાને ભરવા વધારે ને વધારે રોકાણ કરીએ છીએ અને છેવટે આપણે સફળતાથી ઉભરાઈ જઈએ છીએ, પણ તે છતાં 'હજી કાંઈક ખૂટે છે' એ લાગણી આપણા મનમાં રહે જ છે.
હું બંગાળમાં પરિવ્રાજક હતો ત્યારે એક વાર રસ્તાની એક બાજુ એક સ્ત્રી શિંગ વેચતી હતી. શિંગ માપવા માટે તે એક નાનકડી ટીપરીનો ઉપયોગ કરતી હતી. ગ્રાહક શિંગ ખરીદવા આવે એટલે ટીપરી શિંગદાણાથી એટલી છલોછલ ભરી દે કે ગ્રાહકની થેલીમાં નાખવા જતાં શિંગદાણા નીચે વેરાઈ જતા, પણ શિંગદાણા ગ્રાહકની થેલીમાં ઠલવાઈ ગયા પછી જાદુઈ રીતે ઓછા થઈ જતા હતા એ જોઈને મને નવાઈ લાગી. તેની યુક્તિને સમજતાં મને થોડી વાર લાગી. તેની ટીપરીના તળિયામાં જ કંઈક ગરબડ હતી. તેથી ટીપરી બહારથી ભરેલી લાગે પણ અંદરથી થોડી ખાલી હોય.
કોઈ તેને પકડી પાડે તે પહેલાં કેટલા ગ્રાહકોને આ રીતે યુક્તિથી છેતરતી રહેશે ? મને પ્રશ્ન થાય છે કે દરેક વખતે અને દરેક વ્યક્તિ પર તમારી આવી યુક્તિ કે છેતરપીડી ક્યાં સુધી ચાલે ?
ખાસ કરીને આવી યુક્તિ કે છેતરપીડી ગુરૂ પાસે તો ન જ ચાલી શકે.
તમે ઝીણવટથી જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે કે નાનસેન અને ગર્જફ એ બંનેએ પોતાના શિષ્યો પર તદ્દન અલગ અલગ રીત અજમાવી. નાનસેને અધ્યાપકને પ્રતીતિ કરાવી કે તમે અંદરથી છલોછલ ભરેલા છો, જ્યારે ગુર્જેફે ઓસ્પેન્સ્કને તેમની અંદર રહેલા ખાલીપણાનો અહેસાસ કરાવ્યો.
વસ્તત: બંને ગુરુઓ એક જ વાત કરી રહ્યા હતા, કારણ કે ભરેલું હોવું કે ખાલી હોવું એ બેમાં ખરેખર તો કોઈ ફરક નથી. પેલી શિંગ વેચનાર સ્ત્રીની જેમ અંદર રહેલા ખાલીપાને ઢાંકી દેવા માટે આપણે પર્ણતાની કૃત્રિમ લાગણીનું નિર્માણ કરીએ છીએ.
આથી ગુરૂનું કામ બંમણું થઈ જાય.
કેટલાંય વર્ષોથી તમે જે કચરો ભેગો કર્યો છે તેને સૌથી પહેલાં મારે બહાર કાઢવો પડશે. ત્યાર પછી તમારામાં સાચા અર્થમાં ખાલીપો, સકારાત્મક ખાલીપો ઉત્પન્ન કરવો પડશે. આ રીતે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે તમને તૈયાર કરવા પડશે.
જોકે ખાલી થવું એ એટલું આસાન નથી !
ખાલી થવું એ વિશ્વની સૌથી ભયભીત કરનારી વસ્તુ છે.
તમારી પૂર્ણતા પર જ તમારૂં અહમ્ પાંગરે છે. જે કોઈ વસ્તુ તમને કંઈક હોવાનો અહેસાસ કરાવે છે તેને તમારૂં અહમ્ સતત વળગી રહે છે. તો પછી તમે કેવી રીતે અહંશુન્ય બની શકો ? અહંશૂન્ય બનવાની વાત તમારું અહમ્ ક્યારેય સાંખી નહિ શકે !
પણ આ ભારથી હળવા થવું એ જ મહત્તમ ચમત્કાર છે !
તમારો કપ ખાલી કરો એમ હું કહું છૂં ત્યારે મારો કહેવાનો ભાવાર્થ એ નથી કે તમે અત્યાર સુધી જે જ્ઞાન સંપાદન કર્યું છે તેને તમે બહાર ફેંકી દો. ખરેખર તમારા જીવનમાં જ્ઞાનની એક ચોક્કસ ભૂમિકા છે. તમે જે પ્રકારની જીવનશૈલીને અનુસરી રહ્યા છો તેને માટે જ્ઞાન મહત્ત્વનું છે.
પણ હવે તમે એક અલગ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છો.
તેથી હું એમ કહું છું કે તમે તમારી ટેવો, તમારા પૂર્વગ્રહો, તમારા પૂર્વનિર્ધારિત વિચારોને
એક બાજુ મૂકી દો. હું તમને સંવેદનશીલ બનવાનું અને ગ્રાહ્ય બનવાનું કહું છું. તમે મારી વાત માનો જ એવું પણ હું તમને નથી કહેતો. બસ, મનને સંપૂર્ણપણે ખુલ્લું રાખો અને ખુલ્લી આંખે જુઓ. દરેક પળ જ્ઞાન મેળવવા માટેની એક સુંદર તકમાં પલટાઈ જશે.
તમે ખાલી થાઓ
તમારી સાચી ક્ષમતાને શોધો
સન ૨૦૦૪ માં મૂળ હિન્દુ વૈજ્ઞાની ડૉ. રૂસી તાલ્યારખાને ન્યૂક્લિયર ફયુઝનમાં એક આશ્ચર્યજનક શોધની જાહેરાત કરી. એ શોધને તેમણે કળશમાં સૂર્ય બનાવવો એ નામ આપ્યું.
આ ડેસ્કટૉપ પ્રયોગમાં તદ્દન પ્રાથમિક સાધનસામગ્રીનો ઉપયોગ કરીને એ વિજ્ઞાની અને તેમના સાથીઓ ન્યુક્લિયર ફયૃઝન કરવામાં અને સર્યમાં નિર્માણ થતી ઉર્જા સાથે સરખાવી શકાય તેવી ઉર્જાનું નિર્માણ કરવામાં સફળ થયા ! કળશમાં સૂર્યનું 'નિર્માણ કરવું' એ માની શકાય તેવી વાત નથી, પણ એ શક્ય બન્યું છે. તેથી આપણે પણ કળશમાં સૂર્ય છીએ એ વાતની આપણને નવાઈ લાગવી જોઈએ નહિ.
પાંચથી છ ફૂટ કદના શરીરમાં સમાયેલા અને ત્રણ પરિમાણોની સીમામાં રહેતા એવા તમે તમારી પોતાની શારીરિક, માનસિક કે આધ્યાત્મિક ક્ષમતાને તમે જાણતા જ નથી.
તમે સુપરઈન્ટેલિજન્સનો એક અદ્દભુત ચમત્કાર છો અને એ ચમત્કારનું નિર્માણ કરવાનું ટેકનોલોજી ક્યારેય વિચારી પણ ન શકે.
તમારું શરીર પચાસ ટ્રીલીઅન કોષોનું બનેલું છે, જે સંપૂર્ણ સંવાદિતાથી કામ કરી રહ્યું છે.
તમારું મગજ દસ હજાર મિલિયન જ્ઞાનતંતુઓ (ન્યૂરોન્સ) નું એક તંત્ર છે, જે કલાકના બસો માઈલની ગતિએ માહિતીનું પ્રસારણ કરે છે.
તમારી આંખો રંગોની સોળ મિલિયન છાયાઓનો ભેદ પારખી શકે છે.
દરરોજ કોઈ પણ સૂચના વિના કે વિશ્રામ વિના તમારા હૃદયનો પંપ તમારા શરીરના દરેક ખૂણામાં લિટરના લિટર લોહી પહોંચાડે છે.
તમારું ડીએનએ. બુદ્ધિનું વહન કરે છે. ક્યા કોષનો સ્નાયુમાં, લોહીમાં કે ચામડીમાં વિકાસ થાય એનો આદેશ બદ્ધિ આપે છે.
તેમ છતાં તમને મનમાં શંકા જાગે છે કે મારા પેટની ગરબડ આપોઆપ સારી થઈ જશે કે પછી મારે ડૉક્ટર પાસે જવું જોઈએ ?
ન્યરોવિજ્ઞાનીઓ જણાવે છે કે સામાન્ય માણસ તેના મગજનો ૮ થી ૧૨% કરતાં વધારે ઉપયોગ કરતો નથી.
આઈન્સ્ટાઈને કે લિયોનાર્ડો દ વિન્સીએ પણ ૨૦ થી ૨૫ % કરતાં વધારે બદ્ધિશક્તિનો ઉપયોગ કર્યો નથી.
કોઈ પણ IQ ટેસ્ટ તમારી બુદ્ધિની સાચી ક્ષમતાને માપી શકે નહિ. IQ ટેસ્ટસ કેવળ જાગત પ્રદ્ધિયાને માપી શકે પણ મોટા ભાગની તમારી માનસિક પ્રદ્ધિયાઓ તો અચેતન હોય છે. તમારું અચેતન મન વિપૂલ માહિતીનો સંચય કરે છે, જેની તમને જાણ પણ હોતી નથી.
દા. ત. શું તમે કહી શકો કે આગામી દસ દિવસમાં ધરતીકંપ થવાનો છે ? ગયા અઠવાડિયે વાતચીત થઈ હતી. તેને તમે અક્ષરશ: યાદ રાખી શક્યા છો ? આજે સવારે ઑફિસે જતાં રસ્તામાં તમે કેટલાં વૃક્ષો કે વીજળીના થાંભલાઓ પાસેથી પસાર થયા હતા તે તમે કહી શકો ?
નહિ જ વળી !
જોકે સંમોહન અવસ્થામાં કે પછી અચેતન મનને જાગત કરે એવી કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં તમે આ બધું જ અક્ષરશ: કહી શકો એ શક્ય છે.
મોટે ભાગે દરેક વ્યક્તિ કહી શકે !
આપણે ચેતન મનના વિકાસ માટે આપણું ધ્યાન એટલું બધું કેન્દ્રિત કર્યું છે. કે આપણે અચેતન મન અને નૈસર્ગિક પ્રેરણા સાથે સ્પર્શ તદ્દન ખોઈ બેઠા છીએ. બ્રહ્માંડ સાથેના આપણા ગઢ સંપર્કને આપણે વિસરી ગયા છીએ.
નૈસર્ગિક પ્રેરણા એટલે આપણા અચેતન મનમાં સંગ્રહાયેલું બ્રહ્માંડનું સામૂહિક જ્ઞાન;
કળશમાં સર્ય
એથી વિશેષ કાંઈ નહિ. આના વર્ણન માટે ૨૦ મી સદીના મનોવૈજ્ઞાનિક કાર્લ હ્યુંગે 'સામહિક ચેતના' એ શબ્દપ્રયોગનું સૂચન કર્યું છે.
તમને ખબર હોય કે ન હોય. તમે માનો કે ન માનો. તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ બ્રહ્માંડની એક એક વસ્ત સાથે આપણે સૌ જોડાયેલા છીએ. એક જ પૈડાના અલગ આરાની જેમ ઉપરથી આપણને આપણી અલગ ઓળખાણ છે એવું જરૂર લાગે છે પણ જેમ જેમ ઊંડા ઊતરતાં જઈએ એટલે ખ્યાલ આવતો જાય છે કે એ બધાનું કેન્દ્ર બિંદ એક જ છે.
સીઆઈએના પૂછતાછ નિષ્ણાત ક્લિવ બેકસ્ટરે એક પ્રયોગ કર્યો છે, જે સૌની આંખ ખોલી નાખે એવો છે.
વિવિધ વિદ્યત્કીય ઉદ્દીપન પ્રત્યે છોડવાઓની પ્રતિક્રિયાની ચકાસણી કરવાના એક પ્રયાસ રૂપે બેકસ્ટરે એક પ્રયોગ કર્યો. તેમની ઑફિસમાં છોડવાનું એક કૂંડું હતું. તેમણે તેને lie detector મશીન સાથે જોડી દીધું. આ મશીન આપણા શરીરમાં થતાં વિદ્યત્કીય ફેરફારોને ગ્રાફ પર નોંધે છે. (જેમ ઈસીજી મશીન આપણા હૃદયની ક્રિયામાં થતાં ફેરફારોને નોંધે છે.)
નબળાં ઉદ્દીપન પ્રત્યે તે છોડવાએ કોઈ જ પ્રતિક્રિયા દર્શાવી નહિ એટલે તે છોડવાના એકાદ પાંદડાંને બાળવાનો પ્રયાસ કરવાનું બેકસ્ટરે મનોમન નક્કી કર્યું. જે પળે તેમના મનમાં આ વિચાર સ્ફર્યો બરાબર તે જ પળે તે છોડવાની આઘાતજનક પ્રતિક્રિયા ગ્રાફ પર નોંધાઈ !
દિગ્મુઢ બેકસ્ટરે અન્ય છોડવાઓ પર આ પ્રયોગનું પુનરાવર્તન કર્યું અને તેમને જાણવા મળ્યું કે જે છોડવાને હાનિ પહોંચાડવાનું તેઓ વિચારી રહ્યા હતા. એ છોડવાની સાથે ખંડના તમામ છોડવાઓની એવી જ પ્રતિક્રિયા વત્તેઓછે અંશે ગ્રાફ પર નોંધાઈ ! પછીથી તેમણે શોધ્યું કે છોડવાઓ તેમનો અવાજ અને ખંડમાં તેમની હાજરી એ બંને પ્રત્યે સંવેદનશીલ હતા.
આ પ્રયોગે ટેલિપથી કરતાં પણ કાંઈક વિશેષ ચમત્કારિક વાત પુરવાર કરી હતી. ટેલિપથી એ ઇન્દ્રિયોના માધ્યમ વિના એક મગજથી બીજા મગજમાં અજ્ઞાત રીતે માહિતીનું પ્રસારણ કરે છે.
આ પ્રયોગે દર્શાવ્યું કે દરેક કોષ પાસે અન્ય કોષ સુધી પહોંચવાની અને તેની સાથે વાત કરવાની ક્ષમતા છે. મૃત્યુની અણી પર હોય તે કોષ પોતાની ડરની લાગણી અન્ય કોષોને જણાવી શકે છે અને અન્ય કોષો તેને માટે સહાનુભૂતિની 'લાગણી' અનુભવી શકે છે.
દરેક કોષ પાસે બુદ્ધિ અને સહાનુભૂતિ છે. આમ આ વૈશ્વિક જ્ઞાન સૌને માટે ઉપલબ્ધ છે
આપણામાંના દરેકને પોતાના જીવનના કોઈ ને કોઈ સમયે ગૂઢ એકતાનો અનુભવ થયો હોય છે.
એ ગૂઢ અનુભવ પ્રકૃતિનાં અનુપમ સૌંદર્યનો, ગહન પ્રેમનો, પ્રાર્થનાની કોઈ સુંદર ક્ષણનો હોઈ શકે – આપણને સૌને ક્યારેક એવો અહેસાસ થાય છે કે આપણે શરીર કરતાં પણ કાંઈક વિશેષ છીએ. સૃષ્ટિની તમામ વસ્તુ સાથે આપણો ગાઢ સંબંધ છે.
પણ અહમ્ની વાડ તોડીએ તો આ વાત સહેજે સમજાય
દરેક વસ્ત આપણાથી અલગ હોય એવી રીતે આપણે જોઈએ છીએ અને તેથી જ અહંકારને સંસાર ડરામણો લાગે છે. જ્ઞાનની છલાંગ મારતાં આપણને એટલો ડર લાગે છે કે સમગ્ર જીવન આપણી સાચી ક્ષમતાને શોધ્યા વિના જ જીવી જઈએ છીએ અને એમ ને એમ મૃત્યુ પણ પામીએ છીએ.
'અંધ માણસ અને લાકડી' ની વાર્તા સાંભળી છે ?
એક કાબેલ ડૉક્ટરે અંધ માણસના ઈલાજની ચમત્કારિક વાત કહી.
એક વાર ઑપરેશન થઈ જશે પછી તું જોઈ શકીશ અને ત્યાર પછી તું તારી લાકડી ફેંકી શકીશ, ડૉક્ટરે તેને જણાવ્યું.
ડૉક્ટર, હું તમારી વાત સમજી શકતો નથી, અંધ માણસે કહ્યું.
ઓપરેશન પછી હું જોઈ શકીશ એ વાત સાથે તો હું સંમત છું પણ લાકડી વિના હું કેવી રીતે ચાલી શકીશ ?
કળશમાં સર્ય
જ્યાં સુધી જોવાની શરૂઆત ન કરો ત્યાં સુધી તમને ખબર કેવી રીતે પડે કે તમને લાકડીની જરૂર નથી ? આપણને અંતદષ્ટિ કરતાં ડર લાગે છે. જ્યાં સુધી આ ડરને કાઢી ન નાખીએ ત્યાં સુધી આપણને કેમ ખબર પડે કે આપણે ખરેખર અત્યંત શક્તિશાળી છીએ.
અંતર્દષ્ટિની આ પ્રદ્રિયા એટલે ધ્યાન. બ્રહ્માંડનાં જ્ઞાન અને અસીમ શક્તિને નિયંત્રણ કરવાની પ્રક્રિયા એટલે ધ્યાન.
જુઓ, આ કાંઈ સંદિગ્ધ તાત્ત્વિક વિધાન નથી ! દરેક જીવવિજ્ઞાની આ વાત સાથે સહમત થશે કે જીવરસાયણતંત્રમાં વૃક્ષ, પશુ, સર્ય, તમે સૌ સમાયેલાં છો અને આખો વખત તે તેમના પર્યાવરણ સાથે વાતો કરે છે.
એકતાનું એક અદશ્ય જાળું છે, જે તમામ જીવનને એક વિશાળ સ્વયં સંચાલિત તંત્રમાં જોડી રાખે છે. આ જોડવાનું કાર્ય બદ્ધિ વડે સંપન્ન થાય છે અને તે બદ્ધિ બહારથી ઉછીની લીધેલી વસ્ત નથી. જેમ આપણામાં બદ્ધિ રહેલી છે તેમ છોડવાઓમાં અને અણુઓમાં પણ બદ્ધિ રહેલી છે.
આ છે જીવનનું રહસ્ય !
આપણે બદ્ધિમાં કે ચેતનામાં જીવીએ છીએ. આપણી આસપાસ ચેતના પથરાયેલી છે. આપણે ચેતના છીએ. આપણે એટલે વૈશ્વિક ચેતનાનો અંશમાત્ર. વિશ્વની ચેતના સાથે આપણું ઘનિષ્ઠ જોડાણ છે એટલું જ્ઞાન થાય પછી સહેજે ડર નહિ લાગે. જેમ માછલી સમદ્રને શોધવા નીકળે છે તેમ આપણે ઈશ્વરને આપણી બહાર શોધવા નીકળી પડીએ છીએ, પણ એક વાત આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કેવળ માછલી જ નહિ પરંત સમદ્ર, પાણી, ખારાશ અને જીવન પણ છીએ !
વાહ, હવે મને દેખાય છે !
થી થોડા મહિના પહેલાં એક ભાઈ તેમના ચૌદ વર્ષના દીકરાને લઈને મારી પાસે આવ્યા. શાળાના એક વિદ્યાર્થીને તેણે કાચના ટૂકડાથી બુરી રીતે ઈજા પહોંચાડી હતી. તેથી તેને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.
મેં બાળકને પૃછયું, બેટા, તેં આવું શા માટે કર્યું ? મારી કલ્પનામાં ક્યારેય ન આવે એવો જવાબ તે બાળકે આપ્યો.
તેણે કહ્યું, મને કંટાળો આવતો હતો.
તમે પણ ન કલ્પી શકો !
ચૌદ વર્ષની નાની વયમાં સામાન્ય જીવનમાં પ્રાપ્ત થઈ શકે એ તમામ વસ્તૃથી તે એટલો બધો કંટાળી ગયો હતો કે હવે તેના જીવનમાં એક જ વસ્તુની ખોજ બાકી હતી અને એ હતી હિંસા !
અતિશય કંટાળો એ આધુનિક યુગનો એક વિશિષ્ટ રોગ છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં તો તે 'કંટાળો' શબ્દનો અર્થ સમજતો થઈ જાય છે.
આનો અર્થ શું થાય ? બાળક પાંચેક વર્ષનું થાય એટલામાં તેણે મનગમતાં દરેક કામ કરી લીધાં હોય છે અને દરેક વસ્તુ તેણે જોઈ લીધી હોય છે !
હતાશા, દોડધામ અને તણાવની સાથે કંટાળો આપણી આધુનિક જીવનશૈલીની જ દેન છે. આ વિશિષ્ટ લક્ષણ શહેરના શ્રીમંતોમાં અને બુદ્ધિમાનોમાં ખાસ જોવા મળે દે.
મેં તે છોકરાને પૂછયૂં, તને કંટાળો કેમ આવ્યો ? તને કંટાળો કેમ આવી શકે ? જીવનની ઉપેક્ષા કરવાની અપૂર્વ ક્ષમતા હોય તેને જ કંટાળો આવી શકે. કંટાળો મનુષ્યને બેશુદ્ધ કરનારી (એનેસ્થેટિક) દવા છે, જે સૂંઘવાથી જીવન પ્રત્યે મનુષ્ય જડ કે સંવેદનશન્ય થઈ જાય છે.
વાહ, હવે મને દેખાય છે !
સૃષ્ટિ તમને જીવનથી ધબકતી લાગશે. જો તમે આંખ ખોલીને જોશો તો ! તમે ક્યારેય નોંધ્યું છે કે અત્યંત જોખમકારક ક્ષણે સમય થંભી જત્તો હોય તેવું લાગે છે ?
ધારો કે તમે પડી ગયા હો કે મોટર અકસ્માત થયો હોય. આવા અતીતના કોઈ પ્રસંગને યાદ કરો તો જરૂર લાગશે કે તે વખતે સમય કેટલો ધીમી ગતિએ પસાર થતો હતો. તેનું કારણ એ કે તે સમયે મનની તમામ વૃત્તિઓ તેમાં સંપર્ણપણે પરોવાઈ ગઈ હતી ! એનો અર્થ એ કે તે સમયે તમે સો ટકા જાગ્રત હતા - એ ક્ષણના સંપૂર્ણ જાણકાર હતા. અને એ જ ક્ષણે તમે ખરેખર જીવ્યા હતા એમ કહેવાય. આ જ રીતે મન સંપર્ણપણે જાગ્રત કે ખુલ્લું હોય ત્યારે એમ લાગશે કે દરેક ક્ષણે કંઈક નવું, કંઈક તાજગીપૂર્ણ અને કંઈક રસપ્રદ બની રહ્યું છે. બાકી તો આપણને સામાન્ય જીવનક્રમમાં ખબર પણ પડતી નથી કે દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા વર્ષોમાં પસાર થતા જાય છે. અલબત્ત અઠવાડિયાના અંતે રજા ગાળવા બહારગામ જાઓ એ બે દિવસ કાયમ માટે લંબાય છે એમ લાગે છે ! આ રીતે દરેક ક્ષણને સંપર્ણપણે જીવીએ તો જીવનમાંથી રસને પૂરેપૂરો નિચોવીને માણી શકીએ. પરંતુ આજે તો આપણે રસને જ રેંકી દઈએ છીએ. જીવનમાં દરેક બિંદુને, દરેક ક્ષણને કેમ માણવી એની આપણને ગતાગમ જ નથી.
સત્ય એ છે કે જીવનને જેમ છે તેમ જોવાનું આપણે ભૂલી ગયા છીએ. આપણી આસપાસની દરેક વસ્તુને આપણી અંગત ઇચ્છાઓ, આદતો અને ભયના રંગીન કાચમાંથી જોઈએ છીએ. આજે ક્વોન્ટમ ફિઝિક્સ એટલી હદે જઈને કહે છે કે જેને આપણે સત્ય કહીએ છીએ એ કેવળ મનઘડત વાત છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ તેને માયા કે ભ્રમ કહે છે. માયા એટલે લોભ અને ભયથી થતું વાસ્તવિકતાનું ધુંધળું દર્શન.
આપણા સમયમાં બીજી પણ એક આનંદમારક વસ્તુ છે : બૌદ્ધિકજ્ઞાન આપણું જીવન વધુ પડતું બુદ્ધિપરાયણ થઈ ગયું છે. આપણે બુદ્ધિથી વધારે પડતું અને અનુભવથી બહુ ઓછું જીવીએ છીએ. ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે કે અતિ બુદ્ધિશાળી લોકો જીવનમાં બહુ જલદીથી કંટાળી જતા હોય છે અથવા એમ કહી શકીએ કે જ્ઞાનથી એ લોકો એટલા અંધ બની જાય છે કે દરેક વસ્તુને માણવાને બદલે તેમાંથી સિદ્ધાંત તારવવાનો જ પ્રયાસ કરતા હોય છે. આ રીતે જ્ઞાન જીવનને હંમેશાં જાણકારી અને અપેક્ષાના ડબ્બામાં જડબેસલાક બંધ કરી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે જોવા ધારીએ તે જ આપણે જોઈએ છીએ. પછી જીવન આટલું બધું કંટાળાજનક લાગે તેમાં નવાઈ શી ?
હું અહીં જ્ઞાનને વખોડવા માગતો નથી. રોજિંદા જીવનને આગળ વધારવા માટે જ્ઞાન આવશ્યક છે. વળી કંટાળો આવે તેમાં પણ કશું જ ખોટું નથી. ક્યારેક કંટાળો આવે એ તદ્દન સામાન્ય વાત છે. મેં આગળ કહ્યું તે પ્રમાણે કંટાળો એ શ્રેષ્ઠતર બુદ્ધિની નિશાની છે. તમે કંટાળેલી ભેંસ ક્યારેય જોઈ છે ? તેથી કંટાળો આવે તો મનમાં અપરાધભાવ ન લાવશો !
હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે જ્ઞાનને જાણકારીનો કે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો પર્યાય માનશો નહિ. બૌદ્ધિક અભિગમ તમને જીવનના રોજબરોજનાં આશ્ચર્યો પ્રતિ અંધ ન બનાવી દે તેનો ખાસ ખ્યાલ રાખજો.
પ્રત્યેક ક્ષણ સભાનતાથી જીવો. એનો અર્થ એ નથી કે જીવનમાં કાંઈક વિશિષ્ટ કરવાની જરૂર છે. જીવનમાં કોઈ અકસ્માત થાય કે જીવનની કદર કરવા માટે લાંબો સમય રજા લઈ બહારગામ જવું પડે તેની પણ કોઈ જરૂર નથી.
એકદમ સ્પષ્ટ રહો. જવા માટે એવી કોઈ અગમ જગ્યા છે જ નહિ. કરવા માટે એવાં કોઈ વિશિષ્ટ કાર્યો છે જ નહિ. જીવનને કઈ દૃષ્ટિએ જોવું એ તમે પોતે જ પસંદ કરો એની અહીં વાત છે.
મને આ પ્રશ્ન પૂછશો નહિ કે મારું જીવન તદ્દન સામાન્ય છે, એકદમ કંટાળાજનક છે, આવા જીવનમાં તે વળી આશ્ચર્યપૂર્વક નોંધવા જેવું શું હોય ? તમને નવાઈ લાગશે પણ તમારા રોજિંદા જીવનમાં પણ સંપૂર્ણ જાગૃતિ શક્ય છે.
એક લઘુકથા :
એક ડાહ્યા માણસને ગામના રસ્તે જતાં એક વૃદ્ધ સ્ત્રીનો ભેટો થયો. બકરીઓને ચરાવીને તે ઘેર પાછી ફરી રહી હતી. નદીમાંથી ભરેલા પાણીનો ઘડો તેના માથા પર હતો અને તેનું તે સંતુલન જાળવી રહી હતી.
આ વૃદ્ધ સ્ત્રીને સલાહ આપવાનો વિચાર પેલા ડાહ્યા માણસના મનમાં આવ્યો. માજી, સંસારની માયામાં હજી પણ આમ ગૂંથાયેલાં છો ? આ ઉંમરે તો બધાં કામ એકબાજુ મૂકીને મનને પ્રભૂમાં વાળવું જોઈએ !
કોણે કહ્યું મારૂં ધ્યાન પ્રભૂમાં નથી ? પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. તમારી સાથે વાત કરતી હોઉં કે બકરીઓ ચરાવતી હોઉં ત્યારે મારું ધ્યાન માથા પર મુકેલા પાણીના ઘડાનું સંતુલન જાળવવા પર હોય છે તેમ ઘરની તમામ ફરજ બજાવું છું ત્યારે મારું ધ્યાન પ્રભૂમાં જ હોય છે.
રોજિંદા જીવનમાં સતત આવી જાગૃતિ રાખીએ તો પ્રત્યેક દિવસ એક નવો ચમત્કાર છે એમ લાગવા માંડશે.
કંટાળો એ નિરુત્સાહની નિશાની નથી. તમે તમારી ક્ષમતા અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરતા નથી તેની નિશાની છે. કુદરતે મનુષ્યને અખૂટ શક્તિની ભેટ આપી છે, પણ એ શક્તિનો ઉપયોગ કેમ કરવો તેની આપણને ગતાગમ નથી. એ શક્તિને સુંદર કાર્યોમાં એટલે કે સર્જનાત્મકતામાં, ઉત્પાદનશક્તિમાં, પ્રેમમાં કે જાગૃતિમાં આપણે વાળતા નથી.
શક્તિને યોગ્ય દિશામાં ન વાળવી તે એક પાપ છે. તમારા શરીરની અંદર અખૂટ શક્તિ પરિભ્રમણ કરી રહી છે. તેનો ઉપયોગ નહિ કરો તો આળસ, પ્રમાદ અને તમસમાં પડી જશો. અને છેવટે હતાશા અને કંટાળો આવશે.
આ કંટાળો જ બાળકોને મજાકમાં એકબીજાને હાનિ પહોંચાડવાનું કામ કરવા પ્રેરે છે. થોડી જ વારમાં બાળકો રમકડાંથી કંટાળી જાય છે. બાળકોની જેમ આપણે પણ કાયમ કંટાળેલા હોઈએ છીએ. મનને ગમી જાય એવું કાંઈ નવું આપણે હંમેશાં શોધતા ફરીએ છીએ. આ એક કારણસર કોઈ પણ નવું ઉત્પાદન બજારમાં મુકવામાં આવે તો તેને ખરીદનારા મળી જ રહે છે. લક્ષ્યાંક બજારમાં વર્તમાન વસ્તુઓથી કંટાળેલા લોકોની સંખ્યા કેટલી છે તેના પર નવા ઉત્પાદનની સફળતાને સીધો સંબંધ છે.
કેવળ ચીજવસ્તુઓ સાથે જ નહિ, પરંતુ લોકો સાથે પણ આપણે આવો જ ખિલવાડ કરીએ છીએ. લગભગ દરેક વ્યક્તિની એક સામાન્ય ફરિયાદ હોય છે કે જગતમાં સૌથી વધારે કંટાળાજનક જો કોઈ હોય તો તે છે તેમના મિત્રો અને તેમનો પરિવાર. તેથી નવા મિત્રો, નવો પાડોશ, નવું ક્લબ, નવા પુરુષ / સ્ત્રી મિત્ર તરફ આપણે હંમેશાં વળવું પડે છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં લોકોને દર ત્રણ મહિને એકાદ વાર કાર અને સ્ત્રીમિત્ર બદલવાની જરૂર જણાય છે !
આપણે પહેલાં આપણી આસપાસની પરિસ્થિતિથી, પછી એકબીજાથી અને છેવટે આપણી જાતથી પણ કંટાળી જઈએ છીએ. સત્ય એ છે કે આપણને આપણી પોતાની જાત એટલી બધી કંટાળાજનક લાગે છે કે ફક્ત પાંચ મિનિટ પણ આપણે આપણી જાત સાથે એકલાં રહી શકતા નથી. આપણે કેટલા બધા અરસિક છીએ એ જાણવા – જોવાનો જાણે આપણને ડર ન લાગતો હોય !
સામાજીકિકરણ એ એક પ્રકારની પલાયનવૃત્તિ છે, પોતાની જાતથી દૂર ભાગવાની એ એક રીત છે.
એક વાત બરાબર સમજો : જીવન કંટાળાજનક નથી પણ મન કંટાળાજનક છે. વિશ્વનું સારું કે ખરાબ પ્રતિબિંબ પાડનાર કેવળ મન છે. તેથી મનરૂપી અરીસા પર ધૂળ બાજી ગઈ હોય તો પછી વિશ્વ સ્વચ્છ અને તાજગીપૂર્ણ ક્યાંથી લાગવાનું ?
તમને જીવન પ્રત્યે લાગણીશૂન્ય કે અસંવેદનશીલ બનાવનાર મન જ છે. મનનો સ્વભાવ એવો છે કે તે કોઈ પણ વસ્તુ સાથે જલદીથી ટેવાઈ જાય અને એક વાર કોઈ પણ વસ્તુથી ટેવાઈ જઈએ તેને જેમ છે તેમ સ્વીકારી લઈએ છીએ. તેથી તમારા જ બાગનાં ફૂલ તમને બીજી વાર દૃષ્ટિ કરવા યોગ્ય ક્યારેય લાગતાં નથી. તમારી પત્ની તમને બહારની સ્ત્રી જેવી રસિક ક્યારેય લાગતી નથી.
તેથી આજે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો : બાગમાં કે ગલીમાં આંટો મારવા નીકળો અને જુઓ કે તમારા મન આજ સુધી કેટકેટલી વસ્તુઓની નોંધ લેવાનું ચૂકી ગયું હતું ? કેટલા છોડ ખીલવાની તૈયારીમાં છે ? ક્યા રંગો છે ? કેટલાં ઘરના હમણાં રંગરોગાન થયાં છે ? ક્યા અવાજો તમારા કાને અથડાય છે ?
ચાલો ત્યારે દરેક ડગનો ખ્યાલ રાખો.
તમારા ચહેરા પર પડતાં સૂર્યનાં કિરણોનો, તમારી ચામડીને સ્પર્શ કરતાં પવનનો ખ્યાલ રાખો.
સંપૂર્ણ જાગૃતિ સાથે ચાલો.
તો આજ સુધી કેટકેટલી ચીજવસ્તુઓ જોવાનું ચૂકી ગયા હતા એ ખ્યાલ આવશે અને એ જાણીને તમને આશ્ચર્ય થશે. જીવન આવી એક અમૂલી ભેટ છે, પણ તેને અમુક ચોક્કસ રીતે જોવાનો આપણો સ્વભાવ પડી ગયો છે. જીવન નવીન, વૈવિધ્યપૂર્ણ અને પરિવર્તનશીલ છે એ રીતે જોવાની દૃષ્ટિ કેળવશું તો જીવનમાં કંટાળો આવે એ શક્ય જ ક્યાં છે ?
સજાગતા એ ધ્યાનની મહત્ત્વપૂર્ણ ટેકનિક છે.
જ્યારે સજાગતામાં જીવો ત્યારે મનને વાત કરવાની કોઈ પણ તક આપશો નહિ. સંપૂર્ણપણે વર્તમાનમાં પ્રવેશ કરશો તો મન તમારા પર અતીત કે ભાવિનો બોજ લાદી શકશે નહિ.
ન અતીતનાં સંસ્મરણો; ન ભાવિની યોજનાઓ. કેવળ વર્તમાન ક્ષણની જ સંપૂર્ણ સજાગતા. સજાગતાથી જ અ-મનના અનુભવના અતલ ઊંડાણમાં ઊતરી શકાય. સજાગતાથી બોધિજ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
એક વાર કોઈએ બુદ્ધને પૂછ્યું,
આપની અપૂર્વ સિદ્ધિ વિશે અમે ખૂબ સાંભળ્યું છે.
વાહ, હવે મને દેખાય છે !
શું આપ ભગવાન છો ?
ના, બુદ્ધે જવાબ આપ્યો.
તો પછી આપ અવતાર છો ?
ના. હું અવતાર પણ નથી.
તો આપ કોણ છો ?
ના.
તો પછી જાદુગર કે કીમિયાગર ?
હું જાગ્રત છું, બુદ્ધે જવાબ આપ્યો.
તો પછી આપ અવતાર (ઇશ્વરના) છો ?
જાગવું એટલે મુક્ત થવું. અજ્ઞાનથી દુ:ખ કે શોકથી અને કંટાળાથી મુક્ત થવું.
જાગૃતિથી તમે તમારા જીવનને નિત્ય એક ચમત્કારરૂપે જોઈ શકશો.
કેવળ જાગૃતિથી તમે તમારા વિશ્વનું સર્વાંગી રૂપાંતર કરી શકશો.
અહોભાવ કે અદ્દભુત આશ્ચર્યની ભાવના અમૂલી છે. જીવનમાં તેને જાળવી રાખજો.
જ્યોતિષશાસ્ત્ર અને તેની પેલે પાર
જ્યોતિષશાસ્ત્રને વૈજ્ઞાનિક આધાર ખરો ?
જ્યોતિષવિજ્ઞાન એક પેચીદો વિષય છે. એ વિષયમાં માનનારા અને ન માનનારાઓની સંખ્યા લગભગ સમાન છે.
ન માનનારાઓને એ દર્શાવવું જરૂરી છે કે જ્યોતિષ એક સિદ્ધ વિજ્ઞાન છે. માનનારાઓને ખાતરી કરાવવાની જરૂર છે કે જ્યોતિષ એ કાંઈ અંતિમ કે સર્વોપરી વિજ્ઞાન નથી - જ્યોતિષશાસ્ત્રની અંગમવાણીની પેલે પાર એક માર્ગ છે.
અહીં હું આ બંને માન્યતા વિશે ચર્ચા કરીશ.
પ્રાચીન સમયથી બેબોલોનિયન, ગ્રીક, રોમન, અરબ અને ભારતીય - વિશ્વની આવી કેટલીય સંસ્કૃતિમાં જ્યોતિષવિદ્યાનું અતિશય મહત્ત્વ હતું.
અવકાશીય પદાર્થો જીવન અને પૃથ્વી પરની ઘટનાને અસર કરે છે – આ છે જ્યોતિષશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત.
આ ખરેખર સત્ય છે.
પૃથ્વી કાંઈ અલગ ગ્રહ નથી. આપણને ખ્યાલ હોય કે ન હોય પણ આપણે સૌ અવકાશયાત્રીઓ છીએ ! બહાર અવકાશમાં ઘટતી ઘટનાઓની આપણા જીવન પર ચોક્કસ અસર પડે છે.
પણ કેવી રીતે ?
સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહોને પોતપોતાના ચુંબકીયક્ષેત્ર, ગુરુત્વાકર્ષણબળ અને કિરણોત્સર્ગ હોય છે. એ તમામની પૃથ્વી પરના જીવનલય પર અસર પડે છે.
આપણા રોજબરોજના જીવન પર સૂર્ય અને ચંદ્રની કેટલી અસર છે એ આપણે સૌ જાણીએ છીએ. જેમકે સૂર્યના સ્થાન અનુસાર દરરોજ આપણા શરીરના તાપમાનમાં, હૃદયના ધબકાર વગેરેમાં થતા ફેરફારનો આપણને અનુભવ થાય છે.
પૂર્ણમાસીના દિવસે ગાંડપણના કિસ્સાઓમાં વધારો થયાના પુરાવા વિશ્વભરમાં ઉપલબ્ધ છે. વાસ્તવમાં 'લ્યૂનેટિક' (ગાંડો) શબ્દ 'લ્યૂના' (ચંદ્ર) પરથી ઊતરી આવ્યો છે.
પ્રયોગોએ પુરવાર કર્યું છે કે આ કેવળ માન્યતા જ નથી; હકીકત છે. અમેરિકન ઈન્સ્ટિટયટ ઓફ મૅડિકલ ક્લાઈમેટોલોજી પાસે અસંખ્ય આંકડાકીય પુરાવા છે કે બેકામ ગાડી ચલાવવી, આગ ચાંપવી, ખૂન કરવાં જેવા પાગલ વર્તનના કિસ્સાઓ પૂર્ણચંદ્રના સંબંધ છે: તે મૃત્યુના સમયને પણ પ્રભાવિત કરે છે. આ હકીકત જર્મનીમાં પ્રયોગકારોએ પુરવાર કરી છે.
આપણે એ પણ જોયું છે કે સૂર્યની જ્વાળા કે સૂર્ય પર કોઈ પણ પ્રકારનો ખળભળાટ થાય એ દરમિયાન ગાંડાની હૉસ્પિટલમાં તેજીથી ભરતી થાય છે.
જો સૂર્ય અને ચંદ્ર આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિતિને આટલી પ્રબળ રીતે અસર કરી શકતા હોય તો પછી ગ્રહો પણ અસર કરી શકે એ વાતમાં શંકા શાને ?
રાસાયણિક બંધારણની પરિભાષામાં કહીએ તો મનુષ્ય અને ગ્રહો એક જ પદાર્થમાંથી બનેલા છે. તેથી અન્ય ગ્રહોને કારણે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં ફેરફારો થાય તે પ્રત્યે સ્વાભાવિક છે કે આપણી પણ પ્રતિક્રિયા હોવાની જ !
આ પ્રતિક્રિયા રોજરોજ થાય તે સમજવું સરળ છે, પરંતુ "ગ્રહોની આપણા પર દૂરગામી અસર પણ થઈ શકે છે." આ હકીકત પર જ્યોતિષની ભવિષ્યવાણીનો આધાર છે.
જ્યોતિષની ભવિષ્યવાણી પૂર્વમાં ખૂબ પ્રચલિત છે. ખાસ કરીને ભારતમાં લગભગ દરેક હિંદુ પાસે પોતાની કુંડળી હોય છે. બાળક જન્મે એટલે તરત તેની કુંડળી તૈયાર કરાવવામાં આવે છે. કુંડળીમાં તેના જીવનના સારા કે માઠા સમયની, ક્યો વ્યવસાય કરશે, લગ્ન ક્યારે થશે જેવી અનેક બાબતો અંગે ભવિષ્યવાણી ભાખેલી હોય છે.
અમુક લોકો ગ્રહોની આપણા પર અસર થાય છે એ વાત સાથે સહમત છે, પણ એ અસરોની પહેલેથી આગાહી કરી શકાય છે તે વાત તેઓ માનવા તૈયાર નથી. તેઓની દલીલ છે કે જન્મ સમયે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ હોય તેના આધારે જાતકના વ્યવસાય કે લગ્ન વિશે કેવી રીતે જાણી શકાય ?
પણ પ્રયોગોએ આ હકીકત પુરવાર કરી છે !
સ્ટ્રાસબર્ગમાં મનોશારીરિક પ્રયોગશાળામાં પ્રયોગકાર માઈકલ ગોક્વેલીને ૧૦૬૪ વિખ્યાત ડૉક્ટરોનું પરીક્ષણ કર્યું. તેમાં તેને જોવા મળ્યું કે મોટાભાગના ડૉક્ટરોનો જન્મ મંગળ કે શનિના ઉદય સમયે થયો હતો. આ પરિણામ ધાર્યા કરતાં હજારગણા અપેક્ષા મુજબના હતા !
અન્ય એક પ્રયોગમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વર્નન ક્લાર્કે અલગ અલગ વ્યવસાયમાં કામ કરતાં અસંખ્ય લોકોની કુંડળીઓ ભેગી કરી.
આ કુંડળીઓ તેમણે વીસ જુદા જુદા જ્યોતિષીઓને આપી અને કુંડળીઓના આધારે તેમનો વ્યવસાય જણાવવાનું કહ્યું. વીસમાંથી સત્તર જ્યોતિષીઓએ તેમના વ્યવસાય અંગે સચોટ આગાહી કરી. તેમની આગાહી અટકળ કે અનુમાન કરતાં સોગણી વધારે ચોક્કસાઈવાળી હતી !
આ કસોટીનું દરેક વખતે વધારે કડકાઈથી ક્લાર્કે પૂનરાવર્તન કર્યું. તેમ છતાં એટલાં જ આશ્ચર્યકારક પરિણામ મળ્યાં !
પ્રાચીન સમયથી ભારતમાં જ્યોતિષનો ઉપયોગ ખાસ આ કામ માટે એટલે કે જાતક જીવનમાં ક્યા માર્ગને અનુસરશે તેનો નિર્ણય કરવા માટે થતો હતો.
બાળક ગુરુકુળ (શાળા) માં પ્રવેશે એટલે જયોતિષી તેની કુંડળી પરથી દર્શાવે કે તેનું વ્યક્તિત્વ કેવું છે, તેનું માનસિક વલણ કેવું છે, તેની સ્વાભાવિક રૂચિ શેમાં છે વગેરે.
તે પ્રમાણે તેને શાસ્ત્રનું અધ્યયન, યુદ્ધની કલા, વ્યાવસાયિક કલાકૌશલ કે તેની રૂચિને અનુરૂપ ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવતી – આને લીધે ભારતમાં જ્યોતિષ બહુ પ્રચલિત બન્યું હતું
આ પ્રકારની આગાહી શક્ય કેવી રીતે છે ?
જેમ ચંદ્રની પ્રવૃત્તિ અમુક અંશે આપણા મનોભાવ નક્કી કરે છે તેમ ચંદ્ર અને ગ્રહોની અસર બાળકના જન્મ પહેલાં પણ તેના પર પડે છે. અમુક તરંગ લંબાઈના કિરણોત્સર્ગ મગજના અમુક વિસ્તારને ઉદ્દીપ્ત કરી શકે છે. તે પરથી બાળક ગણિતમાં આગળ વધશે કે કલામાં રૂચિ રાખશે વગેરે બાબતો નક્કી થાય છે. તેથી આપણને જો જાણ હોય કે બાળકના વિકાસ સમયે ક્યા ગ્રહો સક્રિય હતા તો તેના ભાવિનો નિર્ણય આપણે ચોકસાઈપૂર્વક કરી શકીએ. તમારી સમજણ માટે આ એક પાયાનો ખુલાસો અહીં કર્યો છે.
તદ્દપરાંત બીજી એક વાત એ કે બધા જ પદાર્થો એક જ મૂળભૂત દ્રવ્યોના બનેલા છે. આ મૂળભૂત દ્રવ્યો ગ્રહ, વૃક્ષ કે મનુષ્યમાં સમાન રીતે વર્તે છે. જેમ ક્વોન્ટમ મિકેનીક્સે પુરવાર કર્યું છે કે પદાર્થને પણ એક પ્રકારની તરંગગતિ હોય છે. તેથી દરેક ગ્રહને એક વિશિષ્ટ તરંગગતિ હોય છે. જુદી જુદી તરંગ લંબાઈના બે તરંગો (જુદા જુદા ગ્રહોના) એકબીજાને મળે અને એકબીજા પર ગોઠવાય ત્યારે કેટલાક 'ઉચ્ચબિંદુઓ' જોવા મળશે. (આ ઉચ્ચબિંદુઓ દરમિયાન તરંગો સંવાદિતામાં હોય છે અને તેમના ગુણોમાં વધારો થતો હોય છે.) અને કેટલાક 'નિમ્નબિંદુઓ' પણ જોવા મળશે (નિમ્નબિંદ્રુઓ દરમિયાન તરંગો એકબીજાની અસરનો છેદ ઉડાડી દે છે). આ રીતે વિવિધ ગ્રહોની સંયુક્ત અસરની ગણતરી કરવામાં આવે છે.
કારણ કે તરંગોનો પૂનરાવર્તન ક્રમ નિયમિત હોય છે. સંવાદિતા અને વિચ્છેદનો અવધિકાળ પણ નિયમિત અંતરે થાય છે. આ હકીકતના આધારે જ્યોતિષીઓ તમારા જીવનમાં ઉતારચડાવની આગાહી કરી શકે છે.
જ્યોતિષના પાયામાં જાદુ નથી; ગણિત છે.
જ્યોતિષ એક સમીકરણ છે. તેમાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની સ્થિતિને ચલિતભાવ (Variables) તરીકે જોઈ શકાય, તેમની આ સ્થિતિ અને અસરના આધારે સૂક્ષ્મ ગણતરી કરીને નિષ્ણાત જ્યોતિષીઓ ચકાસણી કરી શકાય એવાં પરિણામો ચોક્કસપણે મેળવી શકે છે.
અન્ય માહિતીની જેમ જ્યોતિષની વિગતોનું પણ આંકડાકીય દૃષ્ટિએ પૃથક્કરણ અને ક્વોન્ટિફીકેશન થઈ શકે.
પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે અસંખ્ય ચલિતભાવમાંથી મળતી વિગતોને જોડવી પડે, તેનું મહત્વ જાણવું જોઈએ અને ખૂબ મહેનત કરીને અનેક પ્રકારના અવળા ક્રમમાં ગણતરી કરીએ તો જ પરિણામ મળે. ગ્રહોની વ્યક્તિગત અને સંયુક્ત અસરને પણ ધ્યાનમાં લેવી પડે. તદપરાંત ગ્રહોનો કેવળ આપણા પર જ નહિ પરંતુ એકબીજા પર પણ પ્રભાવ રહ્યો છે.
આ એક અતિ કઠીન કામ છે. તેથી આજકાલ મોટાભાગના જયોતિષીઓ થોડાઘણા મૂળભૂત ચલિતભાવનો જ ઉપયોગ કરે છે. તેને કારણે અનિશ્ચિત પરિણામો મળે છે. વળી આ પરિણામો વિશે વિવિધ અર્થઘટનો થઈ શકે છે, જે સમગ્ર જયોતિષવિજ્ઞાનની વિશ્વસનીયતાને ઘટાડે છે. આ તમામ કારણોને લીધે જ્યોતિષશાસ્ત્રની એક પ્રતિષ્ઠિત વિજ્ઞાન તરીકે ગણના થતી નથી.
હું અહીં જ્યોતિષને સાચું કે ગલત પુરવાર કરવા માગતો નથી.
હું કેવળ તેના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માગું છું.
તમારા પર થતી ગ્રહોની અસરનો જ્યોતિષ તમને સાચો ખ્યાલ આપી શકે, એ તમને જીવનમાં આવનાર સમસ્યાનો નિર્દેશ કરી શકે, પણ તેનો ઉકેલ કે ઉપાય દર્શાવી શકે નહિ.
ધ્યાન તમને સમસ્યાનો ઉકેલ દર્શાવી શકે.
ધ્યાન એ સૂર્ય, ગ્રહો અને તમને સૌને માર્ગદર્શન આપનાર વૈશ્વિક શક્તિ સાથે જોડનાર એક માર્ગ છે.
વૈશ્વિક શક્તિ સાથે સંવાદિતાથી કામ કરશો તો આ અસરોથી તમને સ્વાભાવિકપણે વધારે સારું રક્ષણ મળશે. જેમ વરસાદમાં બહાર નીકળે તેને શરદી થવાની શક્યતા તો છે જ પણ રૅઈનકોટ પહેરે તો તેને સંરક્ષણ અવશ્ય મળે.
પૂર્ણમાસીના દિવસે શું દરેક વ્યક્તિ પાગલ થાય છે ?
નહિ જ વળી ! જેનું મન અસંતુલિત હોય તેને જ પૂર્ણમાસીનો ચંદ્ર અવળી અસર કરે છે. તમારી મનઃસ્થિતિ સ્થિર હોય તો આવા કોઈ ઘટકો તમને અસર કરતા નથી. ધ્યાન કેવળ આધ્યાત્મિક રીતે જ નહિ, પણ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તમને મજબૂત બનાવે છે.
ધ્યાનથી તમે જયોતિષવિદ્યાની પેલે પાર જઈ શકો.
તમારી ફરજ બજાવતા રહો !
કર્તવ્ય વિરુદ્ધ જવાબદારી
એક પ્રાચીન ભારતીય કથા છે :
એક વાર એક રાજા શિકાર માટે વનમાં જવા નીકળ્યા. અચાનક તેમના કાન વાંસળીના મધુર સ્વરો પડયા અને રાજા મંત્રમૃગ્ધ થઈ ગયા.
આ સંગીતના સૂર ક્યાંથી આવે છે તે જાણવા રાજા ચાલી નીકળ્યા. એવામાં તેમણે જોયું કે એક માણસ કૃટિરની બહાર બેસીને નદી અને પવનને સંભળાવવા માટે વાંસળી વગાડતો હતો.
રાજાએ તે માણસને પ્રશ્ન કર્યો, તું વાંસળી અદ્દભૂત વગાડે છે. તને વાંસળી વગાડતાં કોણે શું શીખવ્યું ?
ઓહ, કોઈએ નહિ ! તે માણસે સ્મિત વેરતાં કહ્યું. અહીં બેસું અને પ્રકૃતિનાં અનુપમ દશ્યો નિહાળું એટલે ગીત આપોઆપ સરી પડે છે. નિજાનંદને વ્યક્ત કરવાની મારી આ અનોખી રીત છે.
રાજા પ્રભાવિત થઈ ગયા. તેમના રાજમહેલમાં કોઈ સંગીતકાર આટલું સુંદર વગાડી શકતો નહોતો. રાજાએ નક્કી કર્યું કે આ માણસને મારી સાથે રાજમહેલમાં લઈ જવો એ એક સારો વિચાર કહેવાય.
એ માણસના વિરોધ છતાં રાજા તેને મહેલમાં લઈ આવ્યા. આહૂલાદક સંગીતથી રાજાનું મનોરંજન કરવું એ તેનું અહીં એક માત્ર કર્તવ્ય હતું. રાજવી ઉદ્યાનને બદલે રાજમહેલના એક ઉત્તમ ખંડમાં તેના રહેવાની વ્યવસ્થા કરી.
બીજે દિવસે વહેલી સવારે રાજા ઊઠયા અને પેલા માણસને ઉદ્યાનમાં બોલાવ્યો. ચાલ, એક ગીત સંભળાવ ! રાજાએ આદેશ આપ્યો.
રાજાની આજ્ઞાને માથે ચડાવી તેણે વાંસળીના સૂર છેડવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમાંથી સંગીત વહ્યું જ નહિ !
રાજા સ્તૂબ્ધ થઈ ગયા.
શું વાત છે ? શું આ રાજવી ઉદ્યાનમાં સૌંદર્યની કમી છે ? શું અહીં તને સંગીતની પ્રેરણા મળતી નથી ? રાજાએ પૂછ્યું.
ના. જહાંપનાહ ! ઉદ્યાન સુંદર છે પણ મારા સંગીત અને ઉદ્યાનની સુંદરતા એ બે વચ્ચે તાલમેલ જામતો નથી, એ માણસે દ્રુખી થઈને કહ્યું.
શા માટે ? રાજાએ પૂછ્યું.
કારણ કે ગઈ કાલે સંગીત નિજાનંદ માટે હતું આજે તે મારૂં કર્તવ્ય બની ગયું છે !
કરજ ખરેખર એક આપત્તિજનક શબ્દ છે!
આનંદને દઃખમાં પલટી નાખવાની આટલી ભયંકર ક્ષમતા બીજા કોઈ શબ્દ પાસે નથી.
ફરજ આજના આપણા યુગનો પ્રાયઃ સૌથી નિંદનીય શબ્દ હશે.
સભ્યતાના ઇતિહાસમાં જોઈએ તો દરેકને પોતાની ફરજ બજાવવાના મહત્વ અંગે એટલં બધું કહેવાયું છે અને લખાયું છે કે હવે એ પૂછવાનો સમય આવ્યો છે : ખરેખર આપણી ફરજ શું છે ?
ફરજ એટલે ખોટા કારણ માટે સાચું કામ કરવું.
મલ્યની ભાવના આપણા પર બહારથી લાદવામાં આવે ત્યારે કરજની શરૂઆત થાય છે. જ્યારે તમે સાચી વસ્તુ આનંદ અને સંતોષના ભાવ વિના કરો છો એમ તમને લાગે તો તેનો સામાન્ય અર્થ એ થાય કે તમે કેવળ ફરજ અદા કરો છો. 'દરેકે પોતાની ફરજ બજાવવી જોઈએ' એ વિચારની વિરૂદ્ધ દરેક વ્યક્તિ છૂપી રીતે બંડ કરે છે એ નિરપવાદ વાત છે.
પણ ફરજ બેધારી તલવાર છે !
કેવળ ફરજને ખાતર ફરજ અદા કરશો તો અંતે તમને અણગમાની અને નિરાશાની લાગણીનો અનુભવ થશે, પણ જો ફરજ નહિ બજાવો તો તમને અપરાધભાવ થશે ! બંને રીતે ફરજ તમને આનંદની કોઈ તક આપતી નથી.
ફરજની જાળમાં આપણે ફસાઈ ગયા છીએ એવું ક્યારે લાગે ? દ:ખદ સત્ય એ છે કે આપણામાંના ઘણાખરા લોકોમાં જીવન પોતાની શરત પ્રમાણે જીવવાની હિંમત જ હોતી નથી. તેથી આપણે સામાજિક, નૈતિક, કાનુની – આવી કેટલીય સંસ્થાઓનો આશ્રય શોધીએ છીએ. પણ એક વાત આપણે ભલી જઈએ છીએ કે જીવનમાં કોઈ જ વસ્તુ મફત મળતી નથી ! બદલામાં આ સંસ્થાઓ આપણા પર ફરજો લાદે છે. આખરે આપણા નિયંત્રણો હંમેશાં બીજાના જ હાથમાં હોય છે ! પણ આપણે એટલી ગાઢ સુષુપ્તિમાં જીવીએ છીએ કે આપણે ફરજની જાળમાં ફસાઈ ગયા છીએ તેની ખબર પણ પડતી નથી.
એક માણસ સંન્યાસ લેવા માટે બુદ્ધ પાસે આવ્યો. બુદ્ધના શિષ્ય બનવાની તેની ઇચ્છા હતી.
બુદ્ધે સ્મિત સાથે તેને કહ્યું, ભલે, હું તારો સ્વીકાર કરીશ પણ એક શરતે. પહેલાં તું તારા મિત્રો અને તારા પરિવારની હત્યા કર અને પછી મારી પાસે આવ.
એ માણસ ડઘાઈ ગયો. બુદ્ધ કહેવા શું માગતા હતા ?
શું બુદ્ધ પેલા માણસને તેના પરિવાર અને મિત્રોની શારીરિક હત્યા કરવાનું કહેવા માગતા હતા ?
ના ! તેમનું કહેવાનું તાત્પર્ય એ હતું કે જા. તારી અંદર સમાજના અવાજો રહેલા છે, જે તને સતત સૂચનાઓ આપે છે અને ખલેલ પહોંચાડે છે તેની હત્યા કર. હકીકતમાં નહિ પણ માનસિક રીતે તેમની હત્યા કર. તારા જીવન પર તેની અસર છે તેને તું દૂર કર.
તમારા જીવનને નજીકથી જુઓ.
કેટકેટલા માણસો તમારા મસ્તિષ્કની અંદર બેસીને તમારે શું કરવું, કેમ જીવવું તે વિશે સૂચનાઓ આપતા રહે છે ? કેટલાય માણસો તમને કહે છે કે તમારે માટે શું સાચું છે અને શું ખોટું છે ? તમારા જીવનનું નિયમન ક્યા લોકો કરે છે ? તમારા માતાપિતા. તમારા સંતાનો. તમારા જીવનસાથી. તમારા મિત્રો. અપરિચિતો. સમાજ. કાયદો. નીતિવિષયક તમે જેટલાં પુસ્તકો વાંચ્યાં છે તેનાં તમામ લેખકો, જેટલી કથાઓ સાંભળી છે તેના તમામ કથાકારો !
જગતમાં કેટલાય લોકો એવું કહેનારા છે કે તમારે શેનો ત્યાગ કરવો અને કોને માટે ત્યાગ કરવો : તમારા કુટુંબ માટે, સંતાનો માટે, સમાજ માટે, તમારી માતૃભૂમિ માટે, ફિલસૂફી માટે, ઇશ્વર માટે.. ... ... !
હત્યા કરવી એ મારી ફરજ છે એવું દરેક દેશભક્ત વિચારે છે. પૃથ્વી પરના તમામ યહૂદીઓને મારી નાખવા તેને હિટલર પોતાની પવિત્ર ફરજ ગણતો હતો.
કાંઈ નહિ તો છેવટે યુદ્ધમાં તો લોકો ફરજને ખાતર દુશ્મનોની હત્યા કરતા હોય છે. તમે તમારી જાતને મારો છો !
આ એક પ્રશ્ન તમે તમારી જાતને સભાનપણે પૂછો : હું મારી ફરજ અદા કરું છું તેની પાછળ ખરાં કારણો કયાં છે ?
કોઈને રાજી કરવાની ઇચ્છા ?
અમાન્યતાનો / અસ્વીકારનો ડર ?
અપરાધની ભાવના ?
નૈતિક રીતે ચડિયાતા હોવાનું અહમ્ ?
છેલ્લાં પાંચ વરસથી તમે જે કરજો બજાવી રહ્યા છો તેની એક યાદી તૈયાર કરો. હમણાં જે કરજો બજાવી રહ્યા છો તેની નીચે નિશાની કરો.
તમારી જાતને પૂછો, શું એ યોગ્ય હતી ? શું ફરજ બજાવવાથી તમને વધારે સંતોષ અને આનંદની લાગણી થઈ હતી ? કે પછી તમારા મનમાં અસ્પષ્ટ અણગમાનો ભાવ જાગ્યો હતો ?
હવે આ કરો. આ મહત્વનું છે.
દરેક વખતે કોઈને માટે કંઈક કરવાથી તમને અતિશય આનંદ થયો હોય તેની એક નોંધ તૈયાર કરો.
એ ક્યા પ્રસંગ હતા ? એ ક્યા લોકો હતા ?
જ્યારે તમે અતિશય નિષ્કામભાવે કોઈ કર્મ કર્યું હોય – જ્યારે તમે સ્વેચ્છાએ તમારા ધ્યાનને તમારા તરફથી બીજા તરફ વાળ્યું હોય એ કયો સમય હતો ? એ કદાચ તમારી પ્રેયસી, તમારા સંતાન કે તમારા શ્રેષ્ઠ મિત્ર પણ હોઈ શકે.
જે કર્મ પ્રેમથી કરવામાં આવે તેમાં ક્યારેય રોષ કે અણગમાની લાગણી હોતી નથી. આ એક નિર્વિવાદ હકીકત છે. તેમાં ફરજનો બોજ પણ હોતો નથી. પ્રેમ એ કર્તવ્યની કેદમાંથી મુક્ત કરવાની ચાવી છે !
આ કોઈ નૈતિક વિધાન નથી.
તમે માનો કે ન માનો, તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ આપણે સૌ એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલા છીએ.
જેમ પૃથ્વીના પર્યાવરણ તંત્રમાં દરેક જીવંત વસ્તુ (ઑર્ગેનિઝમ) ભૌતિક સ્તરે એકબીજાથી જોડાયેલી છે તેમ આપણી જાણકારી વિના આપણે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છીએ.
આ છે આપણા જીવનની વાસ્તવિકતા.
આ હકીકતને ઓળખવી એ પરિપક્વતાની નિશાની છે.
અન્ય માટે પ્રેમ અનુભવીએ ત્યારે આ છલાંગ સહેજે જ જાગૃતિ તરફ હોય છે. !
લોકો મારી આગળ ફરજ વિશે વાત કરે છે ત્યારે હું તેમને કહું છું,
તમે જે કરી રહ્યા છો તે તો બરાબર છે.
પણ તેની પાછળનું કારણ ખોટું છે !
સભાનતા વિના જીવો પણ આંત સ્કૂરણા વિના નહિ.
તમારા ડર પર વિશ્વાસ ન મૂકો. તમારી બુદ્ધિનો વિશ્વાસ કરો.
ભય કે અપરાધ વિના પણ તમે યોગ્ય માર્ગે આપોઆપ ટકી રહેશો. તમે મને કદાચ પૂછશો, હું જેને પ્રેમ કરું છું તેમના પ્રત્યે જ મારી મોટા ભાગની ફરજો હોય છે તેમ છતાં હું આટલી બધી માનસિક તાણ કેમ અનુભવું છું ? કારણ કે રોજિંદા જીવનની ખેંચતાણમાં તમે' પ્રેમનું લક્ષ્ય ક્યાંક ખોઈ બેઠા છો ! જવાબદારીની સ્વાભાવિક ભાવના અને કર્તવ્યની બળજબરીપૂર્વકની ભાવના એ બંનેની અદલાબદલી થઈ ગઈ છે.
જવાબદારી અને કર્તવ્ય વચ્ચે બહુ મોટો તફાવત છે.
જવાબદારીનો શાબ્દિક અર્થ છે પ્રતિભાવ આપવાની ક્ષમતા. જવાબદારી એટલે અન્યની જરૂરિયાત પ્રત્યે તત્કાળ પ્રતિભાવ આપવાની ક્ષમતા.
અપરિચિત વ્યક્તિને બચાવવા સળગતા ઘરમાં દોડી જવાની પ્રેરણાને જવાબદારી કહે છે. કર્તવ્યની ભાવનાથી આ કામ સંપન્ન થયું ન હોત !
જવાબદારી પ્રેમમાંથી સહજ સ્ફૂરે છે. તમે બીજા કરતાં અલગ નથી એ જાણો એટલે તમારામાં જવાબદારી જન્મે છે.
એ ઊંડી સમજણમાંથી જન્મે છે :
તમે છો, માટે હું છું.
એક વાર જવાબદારીની ભાવના જન્મશે એટલે ફરજ શબ્દ આપોઆપ અદશ્ય થઈ જશે.
Part 2: Open the Door... Let the Breeze in!
દરેક વ્યક્તિ જાણે છે ... !
તમારી બુદ્ધિનો વિશ્વાસ કરો
થોડાં દિવસ પહેલાં મેં એક લોકપ્રિય ગિયર બ્રાન્ડ રમતની જાહેરખબર જોઈ. એ ચિત્રમાં દર્શાવ્યું હતું કે એક માણસ એ રમતની હરીફાઈમાં ભાગ લેવા માટે સખત મહેનત કરીને પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો. મથાળે લખ્યું હતું : શરીર તમને થોભો એમ કહે તો તમે શરીરને ચુપ થા એમ કહો. તમે કેટલી વાર તમારા શરીરને ચૂપ થવાનું કહો છો ? મારું અનુમાન છે કે મોટે ભાગે ! સવારમાં જાગ્યા તે ક્ષણથી જ તમારા શરીર સાથે આ ગજગ્રાહ શરૂ થઈ જાય છે. તમને ખ્યાલ છે કે મનુષ્ય જ એક એવું પ્રાણી છે જેને સવારે ઊઠવા માટે ઍલાર્મ ક્લોકની જરૂર પડે છે, કારણ કે પ્રકૃતિના લયથી તેનો તાર તદ્દન તૂટી ગયો છે. ઊઠો એટલે હજી વધારે સૂવા માટે શરીર બૃમો પાડે છે. આગલી રાતનો થાક હજી ઉતર્યો નથી, પણ આજે સોમવારની સવાર છે. તેથી શરીરને ચૂપ થવાનું કહો છો. ઓફિસમાં કમ્પ્યુટર સાથે કલાકો ગાળ્યા પછી આંખો સૂકાઈ ગઈ છે, પણ પ્રકલ્પનો અહેવાલ પૂરો કરવાનું કામ હજી બાકી છે. તેથી શરીરને શું કહેશો ? બસ, ચૂપ ! પાર્ટીમાં વધારે પડતું ખાઓ કે પીઓ, મોડી રાત સુધી ટીવી જોયા કરો, શરીરમાં
ઠીક ન હોય તો પણ કામ ઢસડયા કરો – આમ સતત શરીરની ચેતવણીઓની તમે ઉપેક્ષા કરી રહ્યા છો.
આજકાલ આપણે શરીરને ચૂપ થઇ જવાનું કહેવામાં અભિમાન લઈએ છીએ. દૂષિત હવાથી આપણા ફેફસાં પર, મસાલેદાર અને સ્વાસ્થ્યને નૂકસાન કરે એવા આહારથી પેટ પર અને મદ્યપાનથી આપણા જઠર પર બોજો નાખતાં જ જઈએ છીએ. ધીરેધીરે આપણું શરીર અમુક અંશે સંવેદનશન્ય થઈ જાય છે અને અંતે તે આ બોજને સહી લેવાનું શીખી જાય છે. તેને કારણે આપણી સહિષ્ણતાનો આંક દરરોજ ઊંચો થતો
દરેક વ્યક્તિ જાણે છે.
જાય છે. નશા માટે વધારે પ્રમાણમાં દારૂની અને દુઃખની લાગણીને દૂર કરવા માટે વધારે માત્રામાં પૅઈન કિલરની જરૂર પડે છે.
શરીર અને મન એ બંનેનો એકબીજા પર કેટલો ઊંડો પ્રભાવ છે એ હકીકત જો જાણતા હોત તો આપણે જરૂર આપણા શરીરની સારી કાળજી લેત ! આપણા શરીર પાસે અદ્દભુત બુદ્ધિ છે, જેને પ્રાપ્ત કરતાં ઉત્ક્રાન્તિના ૬૦૦ અબજ વર્ષો લાગ્યાં છે.
સામાન્ય રીતે જેને આપણે જાગૃત કે સજાગ પ્રક્રિયા કહીએ છીએ તેનું નિયંત્રણ કેન્દ્રવર્તી જ્ઞાનતંત્ર (ચેતાતંત્ર) એટલે કે મગજ અને કરોડરજ્જુ કરે છે. સજાગ પ્રક્રિયામાં સ્વૈચ્છિક ક્રિયાઓ, ચિંતન વગેરેનો સમાવેશ થાય છે.
પણ આ સજાગ પ્રક્રિયાઓ તો શરીરમાં ચાલી રહેલી અસંખ્ય ક્રિયાઓમાંનો બહુ થોડો હિસ્સો છે. મોટા ભાગની પ્રક્રિયાઓ અચેતન હોય છે, જેનું નિયમન મોટે ભાગે સ્વયંસંચાલિત જ્ઞાનતંત્ર દ્વારા થાય છે. જેમકે, શ્વાસ લેવો, ખોરાકનું પાચન થવું, ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવવું - આ તમામ અચેતન પ્રક્રિયાઓ આપણા
નિયંત્રણ કે આપણી જાણ વગર સુંદર રીતે ચાલ્યા કરે છે. કલ્પના કરી જુઓ કે આપણા શરીરને દોડાવવા માટે આપણે ચિંતા કરવી પડતી હોત તો બીજું કોઈ કામ આપણે ક્યારેય કરી શકત નહિ, પણ આ બધું થાય છે કેવી રીતે ?
આ છે શારીરિક બુદ્ધિનો ચમત્કાર.
તમારા શરીરનું જરા નિરીક્ષણ કરો !
શરીરના દરેક કોષ પાસે પોતાની આગવી કામગીરી બજાવવા માટે બુદ્ધિની દેન છે. શરીરને ચૅપ લાગે અને તેના જોખમની જાણકારી થાય તે પહેલાં જ લોહીના સફેદ કણો આપોઆપ કાર્યાન્વિત થઈ જાય છે.
પરંતુ દુઃખદ સત્ય એ છે કે આપણા શરીરનાં ડહાપણ કે બુદ્ધિમાં આપણને વિશ્વાસ રહ્યો નથી !
થોડી શરદી થાય કે જરા માથું દુખે એવું લાગે કે એટલે તરત જ આપણે ગોળી ગળીએ દળીએ,
પણ શા માટે ? શું તમે દરરોજ જોતાં નથી કે એક વિશાળ ઔદ્યોગિક પ્લાન્ટની જેમ તમારું શરીર કામથી ધમધમે છે ? શરીર સ્વયં એક પર્યાવરણતંત્ર છે. તમારું શરીર ખોરાક પચાવી શકે, લોહી પહોંચાડી શકે અને ચૅપની સામે નિયમિતરીતે લડત
આપી શકે તો શું માથાના દુખાવાને તે ન મટાડી શકે ? ડીએનએનું વિશ્વ જટિલ છે અને આશ્ચર્યકારક પણ છે. એ વિશ્વમાં ડોકિયં કરશો તો જણાશે કે તમારી ભાવનાઓ, તમારી સ્મૃતિઓ અને તમારા અભિપ્રાયોનું નિયંત્રણ દૃઢપણે તમારા શરીર દ્વારા જ થાય છે ! ડીએનએ આપણા જૅનેટિક કૉડના વાહકો છે. શરીરનાં વિશિષ્ટ લક્ષણોની જ નહિ પણ માનસિક સ્થિતિની બ્લૂપ્રિન્ટ પણ તેની પાસે છે. જેનેટિસિસ્ટ કહે છે, પ્રત્યેક વ્યક્તિનું વિશ્વ માટેનું દર્શન વિશિષ્ટ હોય છે અને તે ડીએનએ નિર્માણ કરે છે.
કેવળ શરીરનો જ મન પર પ્રભાવ છે એવું નથી, મનનો પણ શરીર પર અદ્દભુત પ્રભાવ છે.
રોગમાંથી સાજા થઈ ગયા પછી કે ડ્રગના વ્યસનમાંથી પુનર્વસન થયા પછી પણ વ્યક્તિના શરીરમાં તે રોગની કેટલીક સ્મૃતિનું વહન થતું હોય છે. બસ તે જ પ્રમાણે જો તમે સતત ચિંતા કરતા રહો તો ચિંતાને કારણે ઊભી થતી નકારાત્મકતા તમારા શરીરમાં વધારે દૃઢ થતી જાય છે. આને જ આપણે હતાશા કહીએ છીએ. હતાશ વ્યક્તિ પોતે શા માટે હતાશ છે તે કહી શકતી નથી. સમસ્યા ઉકેલાઈ ગયા પછી પણ સમસ્યા સાથે જોડાયેલી માનસિક તાણ લાંબો સમય સુધી સ્મૃતિમાં રહે છે. અને શારીરિક તેમજ માનસિક શક્તિમાં અવરોધરૂપ બની રહે છે.
કેવળ હતાશા જ નહિ પણ લગભગ દરેક રોગ શરીર અને મન બંનેથી સમાન રીતે પ્રભાવિત હોય છે.
હકીકતમાં ૮૫ % થી વધારે રોગોનું સ્વરૂપ મનોશારીરિક પ્રકારનું હોય છે. આપણા વિચારની અસર કેવળ માથાના દુખાવા કે હૃદયરોગ પર જ નહિ પરંતુ પેપ્ટિક અલ્સર, ત્વચા અને શ્વસનતંત્રની ઍલર્જી તેમજ કૅન્સર પર પણ થાય છે.
મન પાસે શારીરિક તકલીકોનાં કારણ અને સારવાર બંને માટે અકલ્પ્ય શક્તિ રહેલી છે.
અમુક છોડની ઍલર્જી ધરાવતાં લોકો પર જાપાનમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગમાં ભાગ લેનાર તમામની આંખે પટ્ટી બાંધી દીધી. ત્યારપછી જુદાજુદા છોડવાઓનાં પાંદડાંઓ તેમની ચામડી પર મુકવામાં આવ્યાં. દરેક પાંદડું મુક્તી વખતે સંશોધકો તેમને જણાવતા ગયા કે એ ક્યા છોડનું પાંદડં છે.
નવાઈની વાત એ કે વાસ્તવમાં છોડના સ્પર્શથી નહિ પણ છોડના નામના ઉલ્લેખ માત્રથી તેમને ઍલર્જી થતી હતી એ સંશોધકોએ નોંધ્યું. ત્યારપછી ઍલર્જી કરે એવું પાંદડું તેમની ચામડી પર મૂકીને તેમને એમ કહેવામાં આવ્યું કે આ પાંદડાં નિર્દોષ છે. ત્યારે દરદીને એલર્જી ન થઈ. બીજી બાજુ નિર્દોષ પાંદડું તેમની ચામડી પર મૂકીને તેમને કહેવામાં આવ્યું કે આ પાંદડું ઍલર્જી કરે એવું છે. આ સાંભળીને તરત જ દરદીની ચામડી પર લાલ ચકામાં ઊઠી નીકળ્યાં.
આથીયે વધારે આશ્ચર્યકારક પ્રયોગ મનોવૈજ્ઞાનિક ડેનિયલ ગોલમૅને બહમુખી વ્યક્તિત્વ ધરાવતાં એક છોકરા પર કર્યો. આ પ્રયોગ દરમિયાન તેમને જાણવા મળ્યું કે જે સમયે જે વ્યક્તિત્વનું તેનામાં પ્રભુત્વ હોય તેના આધારે તે છોકરાની ઍલર્જીને ખોલબંધ કરી શકાતી હતી !
અમુક વ્યક્તિત્વને અનુરૂપ શરીરને ઍલર્જીક થવાનો કે ન થવાનોં આદેશ આ મન જ આપે છે.
આધુનિક તબીબી વિજ્ઞાન વિવિધ પરિસ્થિતિમાં મગજમાં થતાં રાસાયણિક પરિવર્તનોને શોધવા માટે પેટ સ્કેન નામની ટેકનિકનો ઉપયોગ કરે છે. આ ટેકનિકની મદદથી સંશોધકોએ શોધ્યું છે કે જ્યારે તમે એક અલગ સ્મૃતિને યાદ કરો કે તીવ્ર લાગણી અનુભવો ત્યારે તમારા મગજમાં એક અલગ પ્રકારની રાસાયણિક પૅટર્ન શરૂ થઈ જાય છે.
એટલું જ નહિ પણ એ વિશેના સમાચાર તરત જ તમારા સમગ્ર શરીરમાં પ્રસરી
જાય છે. આનંદ. ક્રોધ કે દુઃખની લાગણી તમે અનુભવો કે તરત જ તેનો સંકેત તમારા શરીરના દરેક કોષને પહોંચી જાય છે.
તેથી તમારું શરીર તે ક્ષણે તમે જે વિચારી રહ્યા છો તેનું જ ખરેખર પરિવર્તિત પ્રતિબિંબ છે !
મનોશારીરિક રોગો આપણને એ દર્શાવે છે કે અચેતન મન આપણી ચેતન ક્રિયાઓનું કેવી રીતે નિયંત્રણ કરે છે. જ્યારે ધ્યાન આપણને એ શીખવે છે કે અચેતન પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં ચેતન મનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આ માટે યોગ અને ઝેનમાં કેટલીક ટેકનિક છે. એ ટેકનિક દ્વારા નાડીના ધબકારનો પ્રવેગ. પાચન, ચયાપચય, શરીરનું તાપમાન તેમજ દુ:ખની સંવેદનાને તમે સભાનપણે નિયંત્રણમાં લાવી શકો !
વાસ્તવમાં આ તમામ વસ્તુઓમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. તેમ છતાં આપણને તેમાં ચમત્કાર જેવું લાગે છે. કારણ કે શરીર અને મન વચ્ચે ગાઢ સંબંધ છે એ હકીકતથી આપણે અજ્ઞાત છીએ.
શરીર અને મન એક જ આત્માની અભિવ્યક્તિ છે. એ બંને સ્વતંત્રપણે કામ કરતાં નથી અને કરી શકતા નથી. બંનેનો એકસરખો આદર ન કરીએ તો આપણં વ્યક્તિત્વ ક્યારેય પૂર્ણ અને અખંડ બની ન શકે.
આજની આધુનિક સંસ્કૃતિમાં આપણે આપણા શરીરના ભોગે મનનો વિકાસ કરી રહ્યા છીએ. નૃવંશશાસ્ત્રીનું એમ કહેવું છે કે આજથી થોડા શતકો પછી આપણે વિરાટ મગજ અને અવિકસિત શરીર ધરાવતાં પ્રાણીમાં ફેરવાઈ જઈશું, કારણ કે શરીરના એક જ ભાગનો એટલે કે મગજનો જ આપણે સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છીએ !
શરીરની નિંદા કરવી એ કાંઈ આધુનિક સમસ્યા નથી. પ્રાચીન સમયથી શરીરને અતિ સ્થૂળ પદાર્થ કહીને તેની આપણે નિંદા કરતાં આવ્યા છીએ. આપણે હંમેશાં શરીરને દોષ દઈએ છીએ કે તે આપણને ખલેલ પહોંચાડે છે, માયામાં લપેટે છે, જગતનાં પ્રલોભનો તરફ ખેંચી જાય છે.
પ્રાચીન સમયથી યોગીમુનિઓ કહેતા આવ્યા છે કે અધ્યાત્મપ્રાપ્તિ માટે શરીરની ઉપેક્ષા જરૂરી છે. તેથી તેઓ શરીરને ત્રાસ આપતા, શરીરને કષ્ટ દેતા અને સતત
એક વાતનું રટણ કર્યા કરતા કે, હું દેહ નથી, હું દેહ નથી,
જોકે આ એક માર્ગ છે પણ એ જૂજ લોકોને કામ લાગે તેવો માર્ગ છે.
મારું કહેવું એમ છે કે શરીરમાંથી પસાર થઈને અધ્યાત્મમાર્ગે જઈ શકાય છે. શરીર એ નાવ છે, સંસારરૂપી નદી પાર કરવા તે કામ લાગે છે. તેથી તમારી નાવમાં છિદ્ર હશે કે નાવ ખોડખાંપણવાળી હશે તો તમે નદી કેવી રીતે પાર કરી શકશો ? તેથી કહું છું કે શરીરનો અનાદર કરશો તો શરીરની પેલે પાર કેમ જઈ શકશો ? માટે શરીર સાથે ગાઢ પ્રેમ કેળવો.
શ્રીરામકૃષ્ણ પરમહંસે એક સુંદર વાત કહી છે :
માયાની નદીને પાર કરવાના બે માર્ગ છે.
એક રીત છે, બધી તાકાત ભેગી કરો અને પછી સામે પાર જવા માટે મોટી છલાંગ ભરો. બીજી રીત છે, માયા સમક્ષ બે હાથ જોડીને ઊભા રહો અને વિનમ્રભાવે અરજ કરો,
"હે માયા ! કૃપા કરીને મને પાર ઉતારો !"
આ છે આદર અને વિનમ્રતાનો માર્ગ.
તમારા શરીર સાથે શાંતિ અને સાનુકૂળતા રાખો.
શરીરનું નિયંત્રણ કરવાના વિચારને જ છોડી દો.
તમારા શરીરમાં ડહાપણ છે. એ વાત પર વિશ્વાસ રાખો.
મનમાં સ્પષ્ટતા અને કરુણાના ભાવ સાથે શરીરને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરશો તો આગળ માર્ગ આપોઆપ દેખાશે.
ઊઠો અને ઝૂમો
જીવનમાં સહજ બનો
ખ્યાત ઝેન ગૂરૂ બૅન્કેઈ જાપાનમાં પરિભ્રમણ કરતાં એક નવા શહેરમાં આવી પહોંચે છે.
(મેં વાર્તાઓ હંમેશાં ઝેનમાંથી લીધી છે. કારણ કે અન્ય કોઈ ધર્મમાં જીવનનો આટલી સુંદર રીતે સ્વીકાર થયો નથી. આટલા સન્માન, હિંમત અને વિનોદ સાથે જીવનને આત્મસાત્ કર્યું નથી.
ઝેન એ જીવન સાથેનું એક પ્રેમપ્રકરણ છે !)
ગર શહેરમાં છે એ સમાચાર મળે એટલે લોકો તેમને મળવા આવે છે અને કહે છે, પ્રાણપ્યારા ગરૂં, અમે આપને વિશે ખબર સાંભળ્યું છે ! અમે સાંભળ્યું છે કે આપના સાન્નિધ્યમાં લોકોને અતિશય આનંદનો, ચમત્કારિક રીતે રોગમુક્ત થયાનો અને તેમની ઇચ્છાઓ ફળીભૃત થયાનો અનુભવ થાય છે. એવું ક્યું વિશિષ્ટ ધ્યાન છે જે દ્વારા આપને આવી અદ્દભૃત સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?
ઝેન ગરૂ ફક્ત એટલું જ બોલ્યા, મને ભૂખ લાગે છે ત્યારે જમું છું, ઊંઘ આવે છે ત્યારે સૂઈ જાઉ છું. બસ, આ છે મારા વિશિષ્ટ ધ્યાનની ટેકનિક.
સામાન્ય રીતે ઝેન ગુરૂઓ આવી વાણી ઉચ્ચારતા હોય છે. અત્યારે તમે એ સાંભળીને અસમંજસમાં પડી ગયા છો ને ?
તેમ તેમને સાંભળીને લોકો અસમંજસમાં પડી જાય છે. જીવનમાં આહાર અને નિદ્રા એ બે કરતાં વધારે સરળ ક્રિયા કઈ હોઈ શકે ? ખાવું અને સૂવું આ બે ક્રિયા મનુષ્ય આખી જિંદગી કરતા જ હોય છે તો પછી મહાન ઝેન ગુરુ આવી સાદીસીધી વાતને ધ્યાનની એક મહાન ટેકનિક દર્શાવે એ ખરેખર નવાઈ લાગે તેવી વાત છે ! તેથી લોકો આ વાતનો ખુલાસો માગે છે.
ઊઠો અને ઝૂમો
ગર તેમને વળતો એક સવાલ પૂછે છે, શું તમને કકડીને ભૂખ લાગે ત્યારે જ તમે ખાઓ છો ? શું ઊંઘ આવે ત્યારે જ સુઓ છો ?
સામાન્ય રીતે આપણે ક્યારે જમીએ છીએ ?
સવારે જમવાનું તૈયાર થઈ જાય ત્યારે ? આપણને સમય હોય ત્યારે ? કે પછી ઘડિયાળ કહે ત્યારે ?
વર્તનની એક ચોક્કસ પૅટર્ન તૈયાર કરીને તે જ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ અને તે વાતની આપણને જાણ પણ હોતી નથી. આહાર અને નિદ્રા જેવા સામાન્ય વ્યક્તિગત કામો પણ આપણે તૈયાર કરેલા સમયપત્રક પ્રમાણે જ કરીએ છીએ. વર્તનની આ પૅટર્નને આપણે આદત કહેશું કે બીજું કાંઈ ?
આજે કેટલાય લોકો દિવસની શરૂઆત ચા કે કૉફીના પ્યાલા વિના કરી શકતા નથી ? સવારમાં સૌથી પહેલાં ચાનો પ્યાલો ન મળે તો માથું દુખવા માંડે અને દિવસ પસાર થાય નહિ. આપણને સૌને આપણી મનગમતી આદતો હોય છે, જેને આપણે 'આપણી આદતો' કહીએ છીએ તે વાસ્તવમાં આપણી માલિક છે.
જ્યારે આ આદતને આપણે ઘેલછા કે અતિશયોક્તિ સુધી ઘસડી જઈએ ત્યારે તેનું વળગણ આપણા જીવનને બરબાદ કરી શકે. 'આદતના વળગાડ' ને મનોચિકિત્સા-વિજ્ઞાનમાં ઓબ્સ્સેસીવ કમ્પલસીવ ડિસઓર્ડર કહે છે. આ તકલીફ જેને થાય તે હાથ ધોવા, બારણાને તાળું બરાબર વાસ્યું છે કે નહિ જેવી તદ્દન સામાન્ય ક્રિયાઓનું સતત પુનરાવર્તન કર્યા કરતા હોય છે. જીવન જાણે આ કામ પર જ નિર્ભર હોય તેમ એ કામ વારંવાર કર્યા કરે છે ! બાહ્ય વાસ્તવિકતાનો જે લોકો અનાદર કરે છે તેમની આસપાસની પરિસ્થિતિમાં સહેજ પણ ફેરફાર કરશો તો તેઓ એકદમ વ્યગ્ર થઈ જશે. તેમને ઉશ્કેરવા હોય તો તેમના ઓરડાના ફર્નિચરની ફેરબદલી કરવા જેવું તદ્દન સામાન્ય કારણ પણ પર્યાપ્ત છે.
આ વર્તનને ગાંડપણમાં ખપાવીને હસી ન કાઢતા !
બહુ સ્પષ્ટપણે જુઓ : સામાન્ય અને વ્યગ્ર લોકોમાં ખાસ ફરક હોતો નથી – અમુક અંશે જ !
આદત મનુષ્યને બદલાતી વાસ્તવિકતા પ્રત્યે જડ કે સંવેદનશૃન્ય કરી મુકે છે. પ્રત્યેક ક્ષણે જીવન આપણા માટે પરિવર્તનની સુંદર તકનું નિર્માણ કરે છે, પણ આદત મુજબ કામ કરીને આપણે એ તમામ તક ખોઈ બેસીએ છીએ.
જીવનના સૌથી ખરૂપ સમયે પણ આપણે આપણી ટેવ મુજબ જ કામ કરતા રહીએ છીએ !
એક નાનકડી વાર્તા :
એક ખિસ્સાકાતર મરીને સ્વર્ગમાં ગયો. મોતીથી મઢેલા દ્વાર પાસે સંત પીટર પહેરો ભરી રહ્યા હતા.
તેમણે તેને રોક્યો અને યાદ દેવરાવ્યું કે તેં આખી જિંદગી લોકો સાથે ખૂબ છેતરપીડી કરી છે, એટલે તું નરકમાં જવાને જ લાયક છો.
પણ ખિસ્સાકાતરૂએ સંતની માફી માગી અને વચન આપ્યું કે હવે હું નવેસરથી જીવન જીવવાની શરૂઆત કરીશ.
આખરે સંત પીટરે તેના પર દયા કરી.
ભલે, તેમણે કંટાળીને તે માણસને કહ્યું, તું અંદર જા પણ મહેરબાની કરીને પેલા મારું પાકીટ પાછું આપીશ ?
米米米米米
આપણા સભ્ય સમાજમાં આપણે જીવનની એકરાગતા પર ખોટો ભાર મૂકીએ છીએ. સામાન્ય રીતે જીવનમાં એકરાગી હોવા પર લોકો ગર્વ અનુભવે છે ! છેલ્લાં ત્રીસ વર્ષથી હું એક જ સમયે ઊઠ્ઠું છું એવા બણગાં ફંકે છે. નાનપણથી સામ્યવાદી છું, નાસ્તિક છું એવી બડાઈ મારે છે.
પણ આવા એકમાર્ગી લોકો સૌથી કંટાળાજનક હોય છે. કોઈ વ્યક્તિ હંમેશાં એકમાર્ગી કે એકરાગી હોય તો તેનો બેમાંથી એક જ અર્થ થાય :
(અ) તે જન્મથી સંપર્ણ છે. તેથી જિંદગીમાં તેને કોઈ પણ વસ્તુ ક્યારેય બદલવાની જરૂર નથી. (બ) અહંકાર કે ભયને કારણે તે પોતાના જૂનવાણી વિચારોને વળગી રહે છે.
મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોવાનો દાવો કરી શકે ?
તેથી પરિવર્તનનો ડર એ જ એકમાર્ગી હોવાનું એક કારણ હોવું જોઈએ.
આદત એ જીવનની પરિચિત કે સ્વીકાર્ય જીવનશૈલીનો સંકેત કરે છે. આદત સલામતીનું પ્રતીક છે. તેથી જીવનના અંત સુધી આપણે આદતોને વળગી રહીએ છીએ !
આદતો અને માન્યતાઓ વિના જીવન જીવવા માટે અસાધારણ હિંમતની જરૂર છે. એનો અર્થ એ કે શું સાચું છે કે તમારે શું કરવું જોઈએ એ કહેવાની તમને કાંઈ જરૂર નથી, પણ આપણાથી ભૂલ થઈ જશે એ ડરના માર્યા આપણે આપણી સાહજિકતાને ખતમ કરી નાખીએ છીએ.
હું તમને પૂછું છું કે એક બાળક પણ નવાં ડગ માંડતાં ગભરાતું નથી તો તમે શા માટે ગભરાઓ છો ?
જીવનની ભરતી અને ઓટને ખુલ્લા દિલે સ્વીકારવામાં જ જીવનનો આનંદ રહ્યો છે. જીવન અસલામતી છે ! જીવનની અસલામતીના આનંદને લૂંટતાં શીખશો તો પછી જીવનનો ક્યારેય ડર નહિ લાગે.
જેમ મોટા થતાં જઈએ છીએ તેમ આપણે વધારે ને વધારે પરિવર્તનવિરોધી થતાં જઈએ છીએ. પરિવર્તન આપણા સત્ય અને અસત્ય વિશેના તેમજ આપણને શું કામ લાગશે અને શું નહિ લાગે તે વિશેના દઢ વિચારોની વિરૂદ્ધ જશે એવો ડર હોય છે.
જીવન મૂળભૂત રીતે સરળ છે. એ હકીકત આપણે ભૂલી જઈએ છીએ. જીવન વિરોધાભાસી લાગે છે. કારણ કે ગઈ કાલે જે કાંઈ શીખ્યા અને આવતી કાલ માટે જે યોજના ઘડી એ બંનેની આપણે વર્તમાન સાથે સતત સરખામણી કરીએ છીએ. પરિસ્થિતિને આપણી અપેક્ષાના બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ વિરોધાભાસ જોવા મળે છે.
એક વાર્તા :
એક ગામમાં બે સાધુ રહેતા હતા. એકને પોતાના તર્ક અને શાસ્ત્રજ્ઞાનનો અતિશય ગર્વ હતો. એ હંમેશાં તાત્ત્વિક વાતોનાં બણગાં ફંક્યા કરતા. બીજા સાધુ નિખાલસ અને આનંદી સ્વભાવના હતા. ગ્રામવાસીઓ સાથે હળીમળીને શાંતિમય જીવન ગજારતા હતા.
એક દિવસ બજારના રસ્તે બંનેનો ભેટો થઈ ગયો.
ક્યાં ચાલ્યા ? તાત્ત્વિક ચર્ચા શરૂ કરવાના ઈરાદાથી પહેલા સાધુએ આ પ્રશ્ન પૂછયો. ચરણ લઈ જાય ત્યાં ! બીજાએ આનંદપૂર્વક જવાબ આપ્યો.
પહેલા સાધુ તો અવાચક થઈ ગયા. તેમનો કહેવાનો ભાવાર્થ શું હતો ? શું તેમણે કોઈક તાત્ત્વિક કોયડો રજૂ કર્યો હતો ? તેમને મારે શું ઉત્તર આપવો ?
તે ઘરે ગયા અને આખો દિવસ પેલા સાધુના વાક્યનો અર્થ શોધવાના વિચારમાં ડૂબી ગયા. મહામુશ્કેલીએ એટલું જ ચત્તુરાઈભર્યું તેમણે એક પ્રતિવિધાન તૈયાર કર્યું. બીજે દિવસે તે જ રસ્તે વિજયી અદાથી પેલા સાધુને મળ્યા.
ક્યાં ચાલ્યા ? તેમણે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું.
પવન લઈ જાય ત્યાં ! તે સાધુએ મીઠાશથી જવાબ આપ્યો.
આ તો ભારે થઈ ! પહેલા સાધુ તો હેબત ખાઈ ગયા. તેઓ સંપૂર્ણ આયોજન સાથે પ્રતિવિધાન તૈયાર કરીને આવ્યા હતા અને આજે તો આ સાધુએ પોતાનું બયાન જ
ઊઠો અને ઝૂમો
બદલી નાખ્યું !
તેથી ઘરે પાછા ફર્યા અને આ નવા પડકારનો સામનો કરવાની તૈયારીમાં લાગી ગયા.
ત્રીજે દિવસે તે સાધુ ફરી મળ્યા ત્યારે તે જ પ્રશ્રનનું પુનરાવર્તન કર્યું,
ક્યાં ચાલ્યા ?
ઓહ, બજાર તરફ, થોડા શાકભાજી ખરીદવા છે ! તે સાધુએ હસીને જવાબ આપ્યો. જીવન આવું છે !
જીવનમાં જવાબ દરરોજ બદલાતા રહે છે. પરિવર્તન એ જીવનની એક માત્ર વાસ્તવિકતા છે.
તેથી ભાવિની યોજના તમે કેવી રીતે ઘડી શકો ?
ચીનના તાઓ ધર્મમાં - 'યીન - યાંગ' ના પ્રતીક દ્વારા જીવનની સુંદર રજૂઆત કરી છે. નકારાત્મક અને વિધેયાત્મક, તમસ અને જ્યોતિ, સંકોચન અને વિસ્તાર -જીવનના આ પરસ્પર વિરોધી સિદ્ધાંતોનું યીન અને યાંગ પ્રતિનિધિત્ત્વ કરે છે. યીન - યાંગ વિશે એક મજાની વાત એ છે કે
આ બંને વિરોધી પાસાં સતત એકબીજામાં વહેતાં રહે છે; પ્રત્વેક ક્ષણે બદલાતા રહે છે. યીન ઓછેવત્તે અંશે યાંગમાં અને યાંગ ઓછેવત્તે અંશે યીનમાં હંમેશાં રહેલું હોય છે. જીવન જેમ હંમેશાં પ્રવાહી છે તેમ યીન - યાંગ સદા પરિવર્તનશીલ છે.
વર્તનવાદી મનોવૈજ્ઞાનિકે કરેલા એક પ્રયોગમાં બે જૂથના લોકોને સંગીતની એક ધૂન સંભળાવી અને તેમને પોતપોતાની રીતે - નૃત્ય દ્વારા, સાથે ગાઈને, હસીને, આમતેમ હાથ હલાવીને કે કેવળ શાંતિથી બેસીને - પોતાના પ્રતિભાવો આપવાનું કહ્યું. બીજા જૂથના તમામ લોકોની આંખે પટ્ટી બાંધી હતી. આ એક જ તફાવત બંને જૂથ વચ્ચે હતો.
કહેવાની જરૂર નથી કે પહેલા જૂથના એક પંચમાંશથી પણ ઓછા લોકોની પ્રતિક્રિયા સાહજિક હતી, જ્યારે બીજા જૂથની લગભગ દરેક વ્યક્તિની પ્રતિક્રિયા સહજ અને સ્વાભાવિક હતી. આપણો ઉછેર જ એવી રીતે થયો છે કે આપણને લોકો સમક્ષ મૂર્ખ બની જવાનો કે અસ્થાને હોવાનો કે સાંપ્રતથી વિરૃદ્ધ જવાનો એટલો બધો ડર લાગે છે કે કોઈ પણ ક્ષણે પૂર્વગ્રહ વિના પ્રતિક્રિયા આપવાની ક્ષમતા આપણે ખોઈ બેઠા દળીએ.
આજકાલ અનેક લોકો સહજ પ્રતિક્રિયાના મહત્ત્વ અંગે જાગૃત થતાં જાય છે, પણ રમજની વાત એ છે કે કેવી રીતે સાહજિક થવું એ વાતને જ આપણે છેક વિસરી ગયા છીએ.
'તમને ગમે તે કરો' એવું લખાણ લખેલા ટી શર્ટ પહેરીને ફરતા કિશોરો આજકાલ તમને દરેક જગ્યાએ જોવા મળશે, પણ હકીકતમાં તેઓ ગભરાયેલા છે, કારણ કે તેઓ સ્વીકૃત કર્મો કરતા નથી કે જીવનમાં બરાબર ગોઠવાયા નથી એ વાતથી તેઓ વાજ આવી ગયા છે !
હું તમને કહું છું કે સાહજિક થવા માટે તમારે કશું જ શીખવાની જરૂર નથી.
જીવનની એક એક ક્ષણને માણવાની આપણી પાસે જન્મદત્ત ક્ષમતા છે, પણ જીવનના માર્ગે અંગત આદતો અને સમાજના નિયમો વચ્ચે ક્યાંક એ ક્ષમતાને આપણે ખોઈ બેઠા છીએ અને દરેક પેઢી એ જ વર્તન બીજી પેઢી સાથે કરે છે.
બાળકોના સહજ વર્તનને તોડી પાડવાની આપણામાં ભયંકર તાકાત છે.
અત્યારે ગાવાનું નહિ, પપ્પા સૂતા છે !
ભીત પર ચિત્ર દોરવાનું તને કોણે કહ્યું હતું ?
જા, સૂવા જા, હમણાં જ !
શું આ બહાર રમવાનો વખત છે ?
બાળકો સાથે આપણે કેવો ખતરનાક વ્યવહાર કરી રહ્યા છીએ તેનો આપણને સહેજે
ઊઠો અને ઝૂમો
અંદાજ નથી !
એકદમ સ્પષ્ટ રહો :
સાહજિક થવું એનો અર્થ કાયદાકાનૂન વિના ઉદ્દંડપણે વર્તવું એ નથી.
એ કાંઈ સામાજિક જીવનના બુનિયાદી કાયદાઓને છિન્નભિન્ન કરવા માટેની સ્વતંત્રતા નથી.
સાહજિકતાનો અર્થ અરાજકતા કે સ્વચ્છંદિતા પણ નથી. સાહજિકતા કેળવવી એટલે આદતોને તિલાંજલિ આપી દેવી. પૂર્વગ્રહ મૂકી દેવા.
તમારા અતીત અને તમારા ભાવિના વિચારો છોડી દો. મનથી હળવાં થઈને અને આંખો ખુલ્લી રાખીને વર્તમાનને જુઓ. એક એક ક્ષણે જીવનની પ્રગટ થતી સમૃદ્ધિને આવકારો. પરિવર્તનને ગળે લગાડશો તો જીવન તમને ગળે લગાડશે.
શાંતિ જાળવો અને સાંભળો !
મારા જીવનને સારી રીતે નિહાળો. દિવસના કેટલા કલાક વાતો કરવામાં ગાળો છો ? અને દિવસના કેટલા કલાક સાંભળવામાં ગાળો છો ?
દિવસનો મોટો ભાગ આપણે વાતો કરતા હોઈએ છીએ અથવા વાતો કરવા આતુર હોઈએ છીએ !
તમે ક્યારેય નોંધ્યું છે કે સમગ્ર વાતચીતનો દોર પોતાના હાથમાં હોય એવું જૂથની દરેક વ્યક્તિ ઝંખતી હોય છે.
વાતો કર્યા કરવી એ વાતાવરણને અંકુશમાં રાખવાની એક રીત છે. મોટા ભાગના લોકો પોતાની સત્તાનો દેખાડો કરવા માટે વાતો કર્યા કરતા હોય છે. શું વાત કરે છે તેના કરતાં કેવી રીતે વાત કરે છે, ક્યાં સુધી વાત કરે છે, લોકોની વાતોને ક્યાં સુધી વશમાં રાખી શકે છે એનું મહત્ત્વ વિશેષ છે ! તેથી 'ચુપ બેસ !' એ શબ્દ કોઈ માણસનું અપમાન કરી ઉતારી પાડવા માટે છે એવું લાગે તેનું આશ્ચર્ય શાને ? તમને બોલવા દેવામાં ન આવે તો કોઈ મહત્ત્વની વસ્તુથી જાણે તમને વંચિત રાખવામાં આવ્યા હોય એમ લાગે છે.
કારણ કે દરેક વ્યક્તિ પોતાના વિચારો અને અભિપ્રાયો અન્ય વ્યક્તિ પાસે ઓકવાની સ્પર્ધા કરતા હોય છે. સંચાર માધ્યમ કે પુસ્તકોમાંથી ઉછીના અભિપ્રાયોનો એક ભંડાર આપણે તૈયાર કરીએ છીએ, પણ તે ભાગ્યે જ કોઈ સાંભળવા માટે ઉત્સુક હોય છે !
તમે ખાઓ પણ પચાવી ન શકો તો પછી શું થાય ? ઊલટી કરવી પડેને ! એ જ રીતે કોઈની ફિલસૂફી કે વિચારો તમે વાંચો પણ તેને પચાવો નહિ કે તે તમારો અંગત અનુભવ ન બને તો પછી અંતે ઊલટી કરીને તમે તેને બહાર જ કાઢવાના ને ! વાતો હંમેશાં આપણે બીજા લોકો સાથે નથી કરતા.
બીજા સાથે વાત ન કરતા હોઈએ ત્યારે આપણે પોતાની સાથે પણ વાત કરતા હોઈએ છીએ અને એ તો એથીયે વધુ ભયાનક છે.
જાગ્રત હોઈએ ત્યારે હર પળ આપણે બધા પોતાની જાત સાથે વાત કરતા હોઈએ છીએ. આપણી તમામ યોજનાઓ અને ચિંતાઓ એ વાસ્તવમાં શું છે ? પોતાની જાત સાથે વાતચીત જ ને !
પોતાની જાત સાથે વાત કરવી એટલે આંતરિક વાતચીત અથવા મનમાં સતત રમતા વિચારોનો પ્રવાહ, જે સતત તમને ખલેલ કરે છે; એથી વિશેષ શું ?
બાહ્ય વાતચીતમાં તો ક્યારેક પણ રૂકાવટ આવે, પણ અંતરમાં તો વાતચીત કોઈપણ પ્રકારની રૂકાવટ વિના સતત ચાલતી હોય છે, જે તમને ગાંડા કરી મૂકે.
બીજા સાથે વાતચીત કરવી એ ક્યારેક પોતાના જીવનમાંથી છટકવાનો માર્ગ છે; એ તમારી પોતાની અંદરની વાતચીતમાંથી ભાગી છટવાનો રસ્તો છે. કદાચ તેથી જ વિશ્વમાં આટલી બધી વાતો થતી હશે.
આજે વિશ્વમાં શ્રોતાઓની ભારે ખોટ છે.
એક દાયકા પૂર્વે બર્ટેન્ડ રસેલે અગમવાણી ઉચ્ચારી હતી કે સાંભળવું એ આપણા યુગનો સૌથી વધારે કમાણી કરી આપતો વ્યવસાય બની જશે અને ખરેખર એમ જ બન્યું ! આજે ખાસ કરીને પશ્ચિમમાં દરેક માણસ પાસે પોતાનો અંગત શ્રોતા હોય છે. આજે લોકો મનોચિકિત્સકો અને સલાહકારોને તગડી રકમ ચૂકવે છે એ પોતાની તકલીફોને દૂર કરવા માટે નહિ, પણ પોતાની વાતને સાંભળે તે માટે.
કારણ કે તેમની વાત સાંભળનારું છે કોણ ? આજે કોઈની વાત સાંભળવા માટે કે કોઈનું ધ્યાન રાખવા માટે કોઈને સમય જ ક્યાં છે ?
તમારું ધ્યાન (attention) એ તમારી શક્તિ છે !
પણ તમારી પોતાની એ શક્તિ એટલી ઓછી થઈ ગઈ છે કે એ તમારા પોતાના માટે
પણ પર્યાપ્ત નથી તો પછી તમે બીજાને શક્તિ કેવી રીતે આપશો ? કોઈ તમારી સાથે વાત કરતું હોય ત્યારે મોટે ભાગે તમે એની વાત સાંભળતા હોતા નથી. તમે સાંભળી શકતા હો તો તમારી આસપાસ હંમેશાં કેટલું બધું બોલાતું હોય છે !
આપણે હંમેશાં શબ્દ દ્વારા જ બોલીએ છીએ એવું નથી.
હકીકતમાં વાતચીત મોટે ભાગે સાંકેતિક હોય છે.
તમારી પત્ની સવારે તમારે માટે કૉફી લાવે ત્યારે તમે તેને સાંભળો.
તેના શબ્દોને જ નહિ, પણ તેની ક્રિયાને પણ સાંભળો.
શું તે ધડ દઈને કપ મૂકે છે ? તે તમને શું કહેવા માગે છે ?
ઘરમાં જ્યારે મહેમાન આવે ત્યારે તમારું બાળક ત્રાગાં કરે છે ?
તેનાં ત્રાગાંને નહિ પણ બાળકને સાંભળો. એ તમને કહેવા માગે છે કે તમારા વધારે સમયની અને ધ્યાનની મને જરૂર છે.
તમારું ધ્યાન પોતાના તરફ અબઘડી વાળવા માટે ત્રાગાં એ એક રીત છે.
તેની આ માંગણી માટે તમે કાંઈ કરી શકો ?
એક જાણીતા ઝેન કોયડામાં કહ્યું છે :
જંગલમાં વૃક્ષ પડી જાય અને ત્યાં તેને સાંભળનાર કોઈ ન હોય તો શું એ ઘોંઘાટ કરે છે ?
મારા એક કાર્યક્રમમાં એક પરેશાન યુવા માતા આવી હતી. તેણે પછીથી મને રમૂજમાં પૂછયું :
સ્વામીજી, શું જંગલમાં બાળક પડી જાય અને ત્યાં તેને સાંભળનાર કોઈ ન હોય તો એ બુમાબૂમ કરશે ?
હા હા ! આપણામાં અને બાળકોમાં કાંઈ તફાવત નથી ! આપણી વાતો, આપણી બુમાબુમ એ પણ લોકોનું ધ્યાન આકર્ષવા માટેની એક રીત છે. જો દરેક વ્યક્તિ સાંભળતાં શીખે તો બોલવાની જરૂર જ ન રહે !
બીજાને ન સાંભળો તો કાંઈ નહિ, પણ તમે પોતાને સાંભળો છો ખરા ?
દા. ત. તમારા પોતાના શરીરને સાંભળો છો ?
પાર્ટીમાં વધારે પડતું ખાઓ કે પીઓ ત્યારે શરીર બૂમ પાડીને તમને થોભી જવાનું કહે છે. મોડી રાત સુધી ટીવી જુઓ ત્યારે શરીર બૂમો પાડીને કહે છે, બસ, બહુ થયું. હવે મને આરામ જોઈએ છીએ ! વાસ્તવમાં તમામ રોગો એ શરીરનું ધ્યાન રાખો, શરીરની કાળજી રાખો એવી વિવિધ ચેતવણીઓ છે.
પણ શું તમે એ સાંભળો છો ?
કામ પરથી ઘેર પાછા ફરો ત્યારે ધડ દઈને દરવાજો બંધ કરો તે અવાજ તમને સંભળાય છે ? ફિલ્મ જોઈને તમે પાછા ફરો છો ત્યારે પણ તમારું એ જ વર્તન ? ધડ અવાજ એ તમારી નોકરી અંગેની ફરિયાદો વિશે ઘણું બધું કહી જાય છે, પણ એ પરિસ્થિતિ તમે કેવી રીતે બદલી શકો ? જ્યાં સુધી સાંભળો નહિ ત્યાં સુધી ખબર કેમ પડે કે કયાંક ખોટું થઈ રહ્યું છે ?
શ્રવણની વિનીત કલાને આપણે સૌ વિસરી ગયા છીએ.
સાંભળવું એટલે બીજાને અને પોતાને પણ સાંભળવું.
સાંભળવું એટલે અંતરના મૌન અને આસપાસના મૌનનું શ્રવણ કરવું.
આપણી સૌની વાતો એ રમ્ય, નીરવ સમુદ્રના તરંગો સમાન છે.
સમુદ્રનાં મોજાંના એ મૌનનું ક્યારેય શ્રવણ કર્યું છે ખરું ?
મૌનને સાંભળવા માટે જીવનમાં અવકાશ અને સમય કાઢવા પડે.
આ કામ માટે દરરોજ અમુક સમય ફાળવાની આદત પાડો.
તમારા મૌનમાં પ્રકૃતિના અવાજોને આવકારો.
કેવળ સાંભળવા ખાતર કે માહિતી મેળવવા ખાતર જ ન સાંભળો. બસ જાગ્રત રહો. મૌન માટે મનથી ખુલ્લા રહો.
શાંતિ જાળવો અને સાંભળો !
મૌનમાં સૌથી વધારે શીખવાનું મળે છે. જીવન, કાવ્ય અને પ્રકૃતિને કેવળ મૌનથી સાચી રીતે સમજી શકાય છે.
ઝેન ગૂરૂ બાશો એક હાઈકુમાં કહે છે :
શાંતિથી બેસી રહીએ અને કાંઈ ન કરીએ તો પણ તૃણ એની મેળે ઊગે છે.
અહીં મૌન એ નિષ્ક્રિય શાંતિ નથી, સકારાત્મક શ્રવણ છે.
ઐક્ય એ શાંતિ છે. સંવાદ અને ઐક્ય એ બંને વચ્ચે બહ મોટો તફાવત છે. આજના યુગમાં આપણે સંદેશવ્યવહારમાં વધારે ને વધારે કુશળ થતા જઈએ છીએ ! સંદેશવ્યવહાર એ શબ્દો અને પ્રવૃત્તિ દ્વારા માહિતી પહોંચાડવાનુંનું વિજ્ઞાન છે, જ્યારે ઐક્ય એ શક્તિનું શુદ્ધ રૂપાંતર છે; શક્તિ શબ્દાતીત છે. આજે આપણે ટેલિકોમ, મોબાઈલ નૅટવર્ક, ઈન્ટરનેટ વગેરે દ્વારા જટિલ સંદેશવ્યવહારમાં તો પારંગત થઈ ગયા છીએ, પણ એકબીજા સાથે હળીમળીને એક થવાની સરળ રીતને જાણતા નથી.
ઐક્ય એ ગુરૂની દેન છે.
તેને શબ્દોની આવશ્યકતા નથી.
વાસ્તવમાં મૌનનું શ્રવણ કરી શકો તો ગુરુ તમને વાણી કરતાં મૌન દ્વારા કંઈક વિશેષ કહી શકે છે.
જેમ પંખી અને પવનને સાંભળો તેમ ગુરૂને સાંભળો.
પંખીને સાંભળો છો ત્યારે માનવું કે ન માનવું એવો પ્રશ્ન ઊઠે છે ?
સ્વીકાર કે અસ્વીકાર એવો ભાવ થાય છે ?
એવું કાંઈ જ થતું નથી ! એ કોઈ વૈચારિક પ્રક્રિયા નથી એમ સમજીને જે કંઈ થાય છે તેને સહજપણે થવા દો છો.
તે જ રીતે ગુરૂને પણ ખુલ્લા મનથી અને ગ્રહણ કરવાની ભાવનાથી સાંભળશો તો ગુરુ સાથે આપોઆપ એકતા સાધી શકાશે.
દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં યુવા ગુરૂ અને તેમના શિષ્યો વચ્ચે એકતા દર્શાવતો એક શ્લોક છે :
ચિત્રં વટતરોર્મૂલે વૃદ્ધાઃ શિષ્યા ગુરુર્યુવા । ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યાસ્તુ છિન્નસંશયાઃ ॥
(વટવૃક્ષની નીચે તેઓ બેઠા છે: શિષ્યો વૃદ્ધ છે, કેવળ ગુરુ યુવાન છે ! ગુરુ કેવળ મૌનની ભાષા બોલે છે, પણ અહો ! શિષ્યોના સંશય આપોઆપ ઓગળી જાય છે.) આજ ખરું સાંનિધ્ય !
જ્યાં શ્રવણ સંપર્ણ હોય ત્યાં શબ્દોની જરૂર પડતી નથી.
એકતા સધાય ત્યારે શબ્દો આપોઆપ ખરી પડે છે.
મહાન બોધિધર્મ મરણપથારીએ હતા. સૌથી સારા શ્રોતા કોણ છે અને ગુરુ પાસેથી સૌથી વધારે જ્ઞાન કોણે પ્રાપ્ત કર્યું છે એ જાણવા માટે તેમણે પોતાના ચાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા.
તેમણે દરેકને એક જ પ્રશ્ન પૂછયો : સત્ય શું છે ?
પહેલા શિષ્યે કહ્યું, જે હકાર અને નકારની પેલે પાર છે તે જ સત્ય છે.
"તારી પાસે મારી ત્વચા છે," ગૂરૂએ તે શિષ્યને કહ્યું.
બીજા શિષ્યે કહ્યું, જેને એક વાર જોવાથી શાશ્વત દર્શન કહેવાય તે સત્ય છે.
"તારી પાસે મારું માંસ છે," ગુરૂએ કહ્યું.
જે કાંઈ સાંસારિક કે માયિક પદાર્થ છે તે સત્ય નથી, ત્રીજા શિષ્યે કહ્યું.
''તારી પાસે મારાં અસ્થિ છે,'' ગુરૂએ તે શિષ્યને કહ્યું.
ચોથો શિષ્ય કાંઈ જ બોલ્યો નહિ. ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યાની ઊંડી કૃતજ્ઞતા
પ્રભુને માર્ગે હસતાં હસતાં જાઓ !
દર્શાવવા તેણે ગુરુ સમક્ષ મસ્તક ઝૂકાવ્યું અને મૂર્તિમાં લીન થઈ ઊભો રહી ગયો. થોડી વાર પછી ગુરૂ બોલ્યા, ''મારી મજ્જા તારી પાસે છે.''
મૌન એ જ્ઞાનમાં ઊંડા ઉતરવાની એક સુંદર રીત છે.
મૌન ખરેખર ધ્યાનની એક મહાન ટેકનિક છે. મૌનમાં ઈલાજ કરવાની અને ફરી નવયૌવન આપવાની શક્તિ છે.
ઈશુના મતે મૌનથી તમને "જ્ઞાનાતીત" શાંતિ મળે છે.
લોકવાયકામાં કહેવાય છે : મધુર વાણી એ ચાંદી છે પણ મૌન એ સોનું છે. તેથી હવે વાત કરવા માટે મોં ખોલો તે પહેલાં તમારી જાતને પૂછજો, બોલવું એ મૌન કરતાં શું વધારે સારું છે ?
હાસ્યની અકલ્પનીય શક્તિ
એકલ્લી વાર તમે ખરેખર મન મૂકીને ક્યારે હસ્યા હતા ? એટલા આનંદ સાથે કે તમારી જાતને રોકી ન શકો અને પેટમાં વળ ચડે એટલું ખડખડાટ ક્યારે હસ્યા હતા ? કેમ હસવું તે આજે આપણે સાવ ભૂલી ગયા છીએ.
હાસ્ય એ સ્મિતનું જ વિસ્તારિત રૂપ છે; એ એક સામાજિક જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે હસીએ છીએ ખરા પરંતુ કોઈના પર હસીએ છીએ અથવા કેવળ ફરજ તરીકે હસીએ છીએ.
હસવાને બદલે આપણે ખિખિયાટા અને અર્ધહસ્ય જ કરતા હોઈએ છીએ. ઓફિસમાં માલિક એકાદ રમૂજી ટૂચકો કહે છે અને આખો સ્ટાફ ખડખડાટ હસવા માંડે છે, પણ એક યુવતી કંટાળેલી હોય તેમ શાંત બેઠી છે.
શું વાત છે ? તમે કેમ હસતાં નથી ? માલિક આશ્ચર્યથી પૂછે છે.
મને જરૂર લાગી નહિ, તે યુવતી જવાબ આપે છે. આવતા અઠવાડિયે હું ઑફિસ છોડી દેવાની છું.
રમૂજી ટૂચકાની નહિ, પણ અહીં આપણે હાસ્યની વાત કરીએ છીએ. હાસ્યમાં પ્રચંડ શક્તિ રહેલી છે, પણ તેનો કેમ ઉપયોગ કરવો તે આપણે ભૂલી ગયા છીએ.
હાસ્ય એ લોકો સાથે સંબંધ બાંધવાની એક શ્રેષ્ઠ રીત છે.
તમારી આસપાસ જુઓ. સ્માર્ટ માર્કેટિંગ એક્સપર્ટ્સ, ઉત્તમ વક્તાઓ અને સૌથી અસરકારક જાહેરખબરો - એ તમામ પોતાના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે હાસ્યનો ઉપયોગ કરે છે.
જ્યારે ટીમના લોકો સાથે હસવામાં નેતા પણ જોડાય ત્યારે બંને વચ્ચે રહેલી વાડ સહેલાઈથી તૂટે છે.
સત્ય એ છે કે કોઈ પણ વિચાર ગમે તેટલો ઉગ્ર મતવાદી હોય પણ જો તેની રજૂઆત રમૂજી રીતે કરવામાં આવે તો તે લોકોમાં જલદીથી સ્વીકાર્ય બને છે. એક કહેવત છે : માથા સુધી ભરેલી ચોખાની ગૂણમાં થોડા વધારે ચોખા ભરવા હોય તો તેને થોડીઘણી હલાવવી પડે તેમ ભારેખમ તત્ત્વજ્ઞાનના બોજ નીચે લોકો દબાઈ ગયા હોય (આપણે સૌ દબાયેલા છીએ તેમ) તેવે વખતે થોડુંઘણું હાસ્ય લોકોને 'હલાવવાનું' કામ કરે છે. હાસ્ય તેમના બંધ મનને ખોલે છે, જેથી નવા વિચારો મનની અંદર સરળતાથી ઠરીને ઠામ થઈ શકે.
પહેલાના જમાનામાં રાજાઓ અને પંડિતો હાસ્યના મહત્ત્વને સુપેરે જાણતા હતા. દરેક મહાન રાજા તેમના દરબારમાં એક લોકપ્રિય વિદૂષક રાખતા. તેનું સ્થાન રાજાના સૌથી કુશાગ્ર અને ડાહ્યા સલાહકાર તરીકેનું હતું. શેક્સપિયરનાં નાટકોમાં આવતા 'રાજદરબારના વિદૂષકો' તથા તેનાલી રામનું તથા બીરબલ જેવા આપણા હિન્દુ વિદૂષકો પાસે ગહન સત્યને સહાનુભૂતિપૂર્ણ હાસ્ય દ્વારા ખૂબસૂરતીથી રજૂ કરવાની એક વિશિષ્ટ કળા હતી.
જોકે, હસવાની અને આસપાસના લોકોને હસાવવાની સુંદર આવડત દરેક વ્યક્તિ પાસે હોતી નથી.
આપણાના મોટા ભાગના લોકો ખાસ કરીને અપરિચિતોની હાજરીમાં હસવાથી ડરતા હોય છે, કારણ કે હાસ્ય તમને ખુલ્લા પાડી દે છે.
હાસ્ય તમારી અંદર છૂપાયેલી નિર્દોષ અને નિર્બળ વ્યક્તિને ખૂલ્લી પાડી દે છે. જેમને હસવાનું મુશ્કેલ પડે છે તેમને અહેસાસ નથી કે જીવનની કેટલી મોટી અમૂલ્ય ભેટ તેઓ ખોઈ બેઠા.
મારૂં માનો, હસવાના વ્યવસાય જેવો બીજો કોઈ વ્યવસાય વધારે ગંભીર લેવા જેવો નથી. જીવનમાં હસી શકવું એ વાત અતિ ગંભીર છે !
રમૂજી ટચકામાં કહ્યું છે કે તમારી પોતાની સમસ્યાઓ પર હસતાં શીખો. તેથી હસવા
માટે તમારી પાસે કોઈક વિષય તો હંમેશાં રહેશે !
જે લોકો પોતાની જાત પર હસી શકે છે તે લોકો ધન્ય છે, કારણ કે અહંકારની પેલે પાર જવાનો રસ્તો તેમને મળી ગયો છે.
હાસ્ય એ તંદુરસ્તી કે વિપુલ શક્તિના ઉભરાથી વિશેષ કાંઈ નથી. તમારી જાત સાથે અને આસપાસના વાતાવરણ સાથે હળવાશ અનુભવો ત્યારે સ્વાભાવિકપણે હાસ્ય ખીલે છે. તેથી જ આનંદી અને હસમુખા લોકો સૌથી વધારે સર્જનાત્મક અને સહજ હોય છે.
બાળપણમાં મેં એક શેરીનાટક જોયું હતું તે મને અત્યારે યાદ આવે છે. ભારતમાં ગામડાંઓની શેરીમાં ભજવાતાં નાટકોનો વિષય મોટે ભાગે પ્રાચીન મહાકાવ્યોમાંથી લેવામાં આવે છે.
દ્રૌપદીવસ્ત્રહરણ એ મહાભારતનું સૌથી લોકપ્રિય ઉપાખ્યાન છે. ભર્યા રાજદરબારમાં દુષ્ટ દઃશાસન રાણી દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરે છે. ખલનાયકની કપટવિદ્યાથી દ્યુતની રમતમાં પોતાની પત્નીને હોડમાં હારી ગયા પછી દ્રૌપદીના પાંચે પતિઓ આ દશ્ય નિઃસહાયપણે જોઈ રહે છે. આખરે દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણને અરજ કરે છે અને શ્રીકૃષ્ણ તેના પર કૃપા વરસાવી સાડીઓનો અખૂટ ભંડાર પૂરો પાડે છે. ખલનાયક દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાના ગમે તેટલા પ્રયત્ન કરતો રહે છે, પણ વસ્ત્રો પૂરીને શ્રીકૃષ્ણ દ્રૌપદીના શીલની રક્ષા કરે છે. આ પ્રસંગનો ભાવાર્થ એ છે કે ઈશ્વરની કૃપા – આશીર્વાદથી દુષ્ટ ખલનાયકની હાર થાય છે. આ અતિ લોકપ્રિય પ્રસંગ અનેકવાર ભજવાયો હતો, પણ એક વાર એવું બન્યું કે શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર વ્યક્તિ હાજર રહી શકી નહિ. તેથી એક નવી વ્યક્તિને છેલ્લી ઘડીએ શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાનું હતું. ગામડાંઓમાં સ્ત્રી અને પુરુષ એ બંને પાત્રો પુરુષ જ ભજવે એ જૂની પ્રથા હતી. તે મુજબ દ્રૌપદીનું પાત્ર એક યુવાન છોકરો ભજવતો. ફેન્સી સાડીની નીચે તે હંમેશાં પૅન્ટ પહેરી રાખતો. જેવી ખલનાયકે દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચવાની શરૂઆત કરી કે એ દશ્ય જોઈને શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર
નવો છોકરો એકદમ હેબતાઈ ગયો અને પાર્શ્વભૂમિમાંથી વધારાની સાડીઓ પૂરવાનું મુખ્ય કામ ભૂલી ગયો. પરિણામે સ્તબ્ધ શ્રોતાગણ સામે પૂરી દસ સેકન્ડ ભરતકામવાળું બ્લાઉઝ અને ફાટેલા પૅન્ટ સાથે દ્રૌપદી ઊભી હતી. જોકે, સદ્દભાગ્યે દ્રૌપદીનું પાત્ર ભજવનાર છોકરો કેળવાયેલો હતો અને તેનામાં ભારે વિનોદવૃત્તિ હતી. શ્રોતાઓનો કોઈ પણ પ્રતિભાવ આવે તે પહેલાં જે તેણે ઘૂંટણિયે પડીને પ્રભુને અરજ કરી, હે હરિ ! નિર્બળના રખેવાળ, ભૂલોને ક્ષમા આપનાર, હે શરણાગત ! આપે મારું પુરુષમાં પરિવર્તન કરીને મુજ દ્રૌપદીના શીલની રક્ષા કરી માટે આપનો ખૂબ ખૂબ આભાર !
કહેવાની જરૂર નથી કે લોકોએ તાળીઓના ગડગડાટ અને હર્ષનાદ સાથે આ પ્રસંગનું અભિવાદન કર્યું. દ્રૌપદીવસ્ત્રહરણના આ પ્રસંગની આટલી પ્રશંસા આજ સુધી ક્યારેય થઈ નહોતી.
*****
ગંભીરતા ખરેખર એક રોગ છે.
બાળક ગંભીર હોય એવું તમે ક્યારેય જોયું છે ? કોઈ પણ પરિસ્થિતિમાંથી. ખાસ કરીને, ઘેર મહેમાન આવ્યા હોય ત્યારે કંઈક ને કંઈક રમુજ શોધી કાઢવાની આવડત બાળકમાં હોય છે ! પણ આપણને પુખ્ત વયના લોકોને બાળકની રમૂજ સમજાતી નથી એટલે આપણે તેને ચૂપ કહીને જબરદસ્તીથી હસતાં અટકાવીએ છીએ.
અને અહીંથી જ સમસ્યાની શરૂઆત થાય છે.
હસવું દબાવી દેવું એટલે રોગની શરૂઆત.
થોડા અઠવાડિયા પહેલાં એક ભાઈ તેમના કિશોર વયના દીકરાને લઈને આશ્રમમાં મારી પાસે આવ્યા.
તેમનો દીકરો ભયંકર હતાશાથી પીડાતો હતો. પંદર વરસની ઉંમરમાં તો તે છોકરો ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો હતો.
હતાશા આપણી સદીની એક વિશિષ્ટ દેન છે. બીજા કોઈ યુગમાં કે સમયમાં તમને તંદુરસ્ત યુવા સ્ત્રીપુરુષો જીવનથી આટલાં બધાં ત્રસ્ત થઈને આત્મહત્યા કરવા પ્રેરાયા હોય એવું જોવા નહિ મળે. પેલા છોકરાના પિતાએ શક્ય એટલા તમામ ઉપાયો અજમાવી જોયા હતા પણ વ્યર્થ. એ છોકરાના ઈલાજ માટે તેણે મને અરજ કરી. મેં તેના પિતાને કહ્યું, તમારા દીકરાને થોડા દિવસ માટે અહીં આશ્રમમાં મારીં પાસે મૂકી જાઓ. દરરોજ તે છોકરા સાથે હું થોડો સમય રમૂજની આપલેમાં ગાળવા લાગ્યો ! રમૂજી ટૂચકાઓની ચોપડીઓ મેં તેને વાંચવા આપી. આશ્રમમાં બધે ફરવાનું કહ્યું. આશ્રમવાસીઓ સાથે હળવામળવાનું કહ્યું. દરરોજ અમે ભેગાં મળીએ એટલે અમારું અનૌપચારિક "હાસ્યસત્ર" શરૂ થાય. દસ દિવસમાં તે છોકરો હતાશામાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો. આ ખરેખર શક્ય બન્યું ! હાસ્યનું ચિકિત્સામૂલ્ય બહું મોટું છે ! આજે સમગ્ર વિશ્વમાં તબીબો અને મનોચિકિત્સકો રોગની સારવાર માટે હાસ્યચિકિત્સાપદ્ધતિને સ્વીકારે છે. વિશ્વના ખૂણેખૂણે મશરૂમના ટોપની જેમ 'હાસ્યક્લબ' વધતાં જાય છે. તે આ વાતનો બોલતો પુરાવો છે !
હાસ્યની અસર હેઠળ આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ જેનાથી શરીરમાં સકારાત્મક સ્પંદનો પેદાં થાય છે, પેટ હળવું થાય છે અને પાચનક્રિયા સુધરે છે. નાભિની આસપાસનો વિસ્તાર એ ચિંતા અને હતાશાનું સ્થાન છે. નાભિમાં રહેલા સૂક્ષ્મ ઉર્જાચક્રને મણિપુરચક્ર કહે છે. હાસ્ય તેને વિશુદ્ધ કરે છે. રૂઢ થઈ ગયેલા માનસિક દબાવને મુક્ત કરવાની શક્તિ હસવાની એક તદ્દન સામાન્ય ક્રિયામાં રહેલી છે. હાસ્ય એક નૈસર્ગિક ઉપચાર શક્તિ છે. કુદરતે આપણને તેની ભેટ આપી છે. હાસ્યથી સ્વાસ્થ્ય સિવાયના પણ બીજા અનેક લાભો થાય છે.
હાસ્ય એક સિદ્ધ ધ્યાન ટેકનિક છે.
હકીકતમાં ઝેન આશ્રમોમાં તમામ ભિક્ષુકોએ દરરોજ થોડો સમય હાસ્ય માટે ફાળવવાનું ફરજિયાત છે.
એક નાની વાર્તા :
'સાચા અધ્યાત્મની પરિભાષા' એ વિષય પર બૌદ્ધ ભિક્ષુકોની એક પરિષદ ભરાઈ હતી. દરેક ભિક્ષુકે મંચ પર જઈ એટલું લાંબુંલચક ભાષણ આપ્યું કે તમામ શ્રોતાઓ ઊંઘી ગયા. છેલ્લે એક ઝેન ભિક્ષુકનો બોલવાનો વારો આવ્યો.
તમે વિચારો. તેણે શું કર્યું હશે ?
તેણે કેવળ હસવાની શરૂઆત કરી !
હસવાનું, પોતાનું સમગ્ર શરીરતંત્ર હસવામાં ખળભળી ઊઠે તે રીતે હસવાનું તેમણે શરૂ કર્યું.
હાસ્ય છેક નાભિમાંથી આવતું હતું. હાસ્યથી શરીર પણ તેમના કાબૂમાં રહ્યું નહોતું. ચેપી રોગની જેમ હાસ્યનું મોજું આખરે સૌ શ્રોતાજનોમાં ફરી વળ્યું થોડી જ વારમાં ખંડમાં બેઠેલા તમામ શ્રોતાજનો હસવા લાગ્યા, શા માટે હસી રહ્યા છે તેની જાણકારી વિના.
કોઈ પણ જાતની જાણકારી વિના આટલા બધા ભિક્ષુકોના એકસામટા હસવાના અવાજથી ખંડમાં સકારાત્મક ઉર્જાનું મોટું મોજું ફરી વળ્યું. ભિક્ષુકો એક ઉન્નત સ્થિતિએ પહોંચી ગયા. એ ક્ષણે હાસ્યથી તેમને અ-મનની સ્થિતિની અનુભૂતિ થઈ. તે પછી ઝેન ભિક્ષુકે ઉદ્દઘોષ કર્યો, ''આ છે સાચી આધ્યાત્મિકતા'' હાસ્ય એ સર્વોચ્ચ આધ્યાત્મિક ગુણ છે. એ તમને બોધિજ્ઞાન તરફ લઈ જઈ શકે છે. હકીકતમાં હાસ્ય બોધિજ્ઞાન તરફ લઈ જતો રાજમાર્ગ છે.
હાસ્ય એ સાંસારિક શક્તિને આપણા જીવનની અસીમ શક્તિ સાથે જોડતો સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે.
તેથી સદા હસતા રહો !
તમારી જેવું બીજું કોઈ નથી !
એમ કહો, પણ ઈર્ષ્યા ન કરો
ેન . સ્વામીજી, બીજા સાથે મારી સરખામણી કરીને દુ:ખી થવાનું હું ક્યારે બંધ કરી શકે ?
ચાલો. તમને એટલું તો જ્ઞાન થયું કે સરખામણી જ દુ:ખને નોતરે છે. આ સારી શરૂઆત કહેવાય. આનો ઉત્તર હું એક વાર્તા દ્વારા આપવા માગું છું :
તમારા જેવો જ એક પ્રશ્ન લઈને એક માણસ તેના આધ્યાત્મિક ગુરુ પાસે આવ્યો. તે જ્ઞાની ગુરૂ તેને બગીચામાં લઈ ગયા. ત્યાં ગુલાબનો છોડ અને કાંટાળો છોડ બંને એકબીજાની આજૂબાજુ ઊગી રહ્યા હતા.
ગુરૂએ કહ્યું, આ તમારા ગુરૂ છે. આ બંને ગુરુ પાસેથી તમને જરૂરી જ્ઞાન મળશે. પેલો માણસ આશ્ચર્ય પામી ગયો.
ગુરૂજી, આપ શું કહેવા માગો છો ? તેણે પૂછયું :
છેલ્લા પાંચ વર્ષથી ગૂલાબનો છોડ અને કાંટાળો છોડ એકબીજાની અડોઅડ છે પણ મેં આજ સુધી ક્યારેય સાંભળ્યું નથી કે ગુલાબના છોડે એવી ફરિયાદ કરી હોય કે મારે કાંટાળો છોડ બનવું હતું અને કાંટાળા છોડે એવી ફરિયાદ કરી હોય કે મારે ગુલાબનો છોડ બનવું છે.
બંને છોડે કોઈ પણ જાતની ફરિયાદ કે સરખામણી વિના પોતાની વાસ્તવિકતા સ્વીકારી લીધી છે.
તેમ તમે પણ તમારી જાતને જેમ છે તેમ સ્વીકારી લો.
ત્યારે જ તમે સંપૂર્ણ અને અખંડ બની શકશો.
તમે સ્વયં સંપૂર્ણ અને વિશિષ્ટ છો એ રીતે તમારી જાતને જોતાં થશો તો સરખામણીની જરૂર જ નહિ રહે.
બુદ્ધ એક અતિ મહત્ત્વપૂર્ણ વિધાન કરે છે. તેઓ કહે છે : સંબંધ વિના કોઈ વસ્તુનું અસ્તિત્ત્વ નથી.
દરેક વસ્તુ સાપેક્ષ છે, અને અન્ય વસ્તુના સંદર્ભ તેને અર્થ પ્રાપ્ત થાય છે. અન્ય સાથે તમારી સરખામણી કરવા માટે ક્યા શબ્દો પ્રયોજો છો ? સુંદર. પામર. હોશિયાર. કમનસીબ. યુવાન. નિર્બળ વગેરે.
હવે કલ્પના કરો કે તમે કોઈ નવા ગ્રહ પર છો અને ત્યાં તમારા સિવાય બીજું કોઈ જ નથી. તોપછી તમે સુંદર કે કુરૂપ હોઈ શકો ? લાંબા કે ટૂંકા ? ગરીબ કે તવંગર ? સરખામણીની શક્યતા જ નથી. તેથી આ તમામ શબ્દો આપોઆપ તેમના અર્થ ખોઈ બેસે છે, કારણ કે આ શબ્દો કેવળ મનઘડંત વિચારો છે અને તેમનું ખરેખર કોઈ અસ્તિત્ત્વ જ નથી.
આ એક વાત અજમાવી જુઓ : થોડી ક્ષણ માટે આંખો બંધ કરો અને વિશ્વમાં તમે તદ્દન એકલા છો એવી કલ્પના કરો. હવે જુઓ. તમે સુંદર છો કે કુરૂપ, મૂર્ખ છો કે પંડિત એવો વિચાર આવે છે ખરો ? તોપછી આ સંકલ્પનાઓ ક્યાં રહેલી છે ? કેવળ તમારું જ અસ્તિત્ત્વ છે એ હકીકત બાકી રહે છે અને એ જ એક માત્ર સત્ય છે. તમારી જાતની અન્ય સાથે સરખામણી કરવી એ નરી મૂર્ખતા છે, કારણકે તમે અન્ય વ્યક્તિ ન હોઈ શકો અને અન્ય વ્યક્તિ તમે ન હોઈ શકે !
રમૂજની વાત એ છે કે આપણે આપણી સરખામણી ફળ, પશુ, પંખી કે પર્વત સાથે ક્યારેય કરતા નથી તોપછી અન્ય લોકો સાથે આપણી સરખામણી શા માટે કરવી જોઈએ ?
કોઈ ગાયક કોયલની ઈર્ષ્યા કરતો હોય કે કોઈ નર્તક મોરની ઈર્ષ્યા કરતો હોય એવા માણસના સંપર્કમાં આવવાનું મારે હજી સુધી બન્યું નથી !
પ્રકૃતિની તમામ સુંદર વસ્તુને જો આપણે આવકારી શકીએ અને તેને મનભરીને માણી શકીએ તોપછી એકબીજાની અનોખી સુંદરતાને કેમ ન માણી શકીએ ? અન્યની સુંદરતા, સંપત્તિ કે આવડતનો આપણને આટલો બધો ડર કેમ લાગે છે ?
સરખામણી કરવી એ વાત સમાજમાં રુઢ થઈ ગઈ છે. આપણો ઉછેર જ સ્પર્ધાત્મક વાતાવરણમાં થયો છે. તેથી હંમેશાં મનમાં એમ વિચારીએ છીએ કે જો બીજા પાસે વધારે હશે તો આપણે માટે ઓછું થઈ જશે.
દલાઈલામાએ જીવનનું સુંદર નિરીક્ષણ કરતાં કહ્યું છે :
મોટા ભાગની લોકો જગતમાં સુખ અત્યંત મર્યાદિત માત્રામાં ન હોય એવી રીતે વર્તે છે. કોઈને સુખી જોઈને આપણને મનમાં એમ થાય છે કે આપણા વ્યક્તિગત સુખનો હિસ્સો ઓછો થઈ ગયો. તેથી વીલું મોઢું કરીને જીવનમાં દુ:ખ અનુભવીએ છીએ. પણ એથી જુદી રીતે વિચારી જુઓ. કોઈને સુખ પ્રાપ્ત થાય ત્યારે તમારા મનમાં જો દરેક વખતે આનંદની લાગણી થશે તો જગતમાં કરોડગણી વસ્તી છે તો તમારો આનંદ પણ કરોડગણો થઈ જશે.
સરખામણી બે પ્રકારની હોઈ શકે : રચનાત્મક સરખામણી અને વિઘાતક સરખામણી. રચનાત્મક સરખામણી અનિવાર્ય અને ઈચ્છનીય છે.
વ્યવહાર દૃષ્ટિએ જોઈએ તો રચનાત્મક સરખામણી આપણું પોતાનું મૂલ્યમાપ કરવા માટે એક માપદંડ છે. એ તમને સુધરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે.
સરખામણી વિના તમે તમારી સાચી કદર કેવી રીતે કરી શકો ?
જીવનની વાસ્તવિકતાને સ્વીકારી ન શકીએ ત્યારે આપણે વિઘાતક સરખામણી કરીએ છીએ. તમે કાંઈ પણ કામ કરો તો તમારા કરતાં કોઈને કોઈ વ્યક્તિ તો ચોક્કસ સારી હોવાની જ ! નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમે વિશ્વના શ્રેષ્ઠ ગણિતજ્ઞ નથી, સૌથી ઝડપી દોડનાર નથી કે સૌથી નિપુણ ચિત્રકાર નથી. તો શું એનો અર્થ એવો થાય કે આ તમામ વસ્તુનો તમે ઓછો આસ્વાદ લો છો ?
તમારી ત્રૂટિ પર જ ધ્યાન આપશો તો તમારા પર લઘુતાગ્રંથિ સવાર થઈ જશે અને આવું કોઈ ઈચ્છે ખરા ?
તમારી આસપાસ નજર નાખો. તમે એવી કોઈ વ્યક્તિ જોઈ છે જે આબેહૂબ તમારા
જેવી જ હોય ? તમને દેખાતું નથી કે તમે બધાથી અલગ છો. તોપછી બીજા સાથે સરખામણી કરી શા માટે દ્રઃખી થાઓ છો ?
આનો સીધો અર્થ એ થાય કે તમે તમારી જોઈએ તેવી કદર કરતા નથી. એક નાની વાર્તા :
એક ઝેન ગુરૂ પાસે એક બુદ્ધિશાળી, ખંતીલો અને પ્રામાણિક શિષ્ય હતો. પણ એની એક જ તકલીફ હતી કે બોધિજ્ઞાનના વિકટ અને દીર્ઘ માર્ગે ચાલવામાં તેનામાં ધીરજનો અભાવ હતો.
રોજ ગૂર્ પાસે જાય અને પૂછે,
મને બસ એટલું જણાવો કે હું બુદ્ધ જેવો ક્યારે થઈશ ?
ગુરૂ કેવળ સ્મિત કરે પણ જવાબ ન આપે.
દિવસરાત કામ કર્યા પછી. ગરની આજ્ઞા અનુસાર દરેક વિધિનું પાલન કર્યા પછી પણ તેને તેના પ્રશ્નનો કોઈ જવાબ મળતો નહોતો. હવે આ શિષ્ય બોધિજ્ઞાનની પિપાસાથી પાગલ થઈ ગયો.
આખરે એક દિવસ તેણે નક્કી કર્યું કે આ ખોજ જ વૃથા છે. તે ગુરુ પાસે ગયો અને માગણી કરી :
હું આશ્રમ છોડીને જવા માગું છું, પણ તે પહેલાં મને એક વાત કહો કે શું
હું બુદ્ધ જેવો ક્યારેય થઈ શકીશ નહિ ?
જવાબમાં ગુરૂએ તેના ગાલ પર જોરથી એક તમાચો માર્યો.
અને તત્ક્ષણે તેનો મૂળભૂત સ્વભાવ જાગ્રત થયો.
તમાચો મારીને ગુરૂ તેને શું કહેવા માગતા હતા ?
વધારે પડતી આશા રાખવાને કારણે શું ગુરુ ગુસ્સે થયા હતા ?
ના. શિષ્યને જબરદસ્ત આંચકો આપીને ગૂરૂ તેને જણાવવા માગતા હતા કે તું બુદ્ધ જ છો ! તમે જે હો તે ફરી પાછું બનવાનું ?
આંતરિક અસ્તિત્ત્વ સાથે તમારો નાતો તૂટી ગયો છે અથવા તમે ભૂલી ગયા છો કે તમે વાસ્તવમાં અસાધારણ છો !
એક વાર આ સત્ય તમે જાણશો પછી સરખામણી કરવાની ઇચ્છા એની મેળે મરી જશે. -
અને તે છતાં પણ સરખામણી કરવા ઇચ્છતા હો તો એક વાત સમજી રાખો કે દરેક વ્યક્તિ એટલી અલગ છે કે એમાં સમાન બાબત ક્યાંથી દેખાવાની ?
માટે સરખામણી કરવાની વૃત્તિ છોડી દો.
યાદ રાખો કે તમે ખરેખર વિલક્ષણ છો - અન્યની જેમ જ !
પરંપરાના રહસ્ય પરથી પડદો ઊઠે છે.
ેને. સ્વામીજી, આપ મૂર્તિપૂજા સાથે સંમત છો ? સૌથી પહેલાં મનમાં એક વાતની સ્પષ્ટતા રાખો : જેને આપણે મૃતિપૃજા કહીએ છીએ એ મર્તિઓની પજા નથી ! એ મૂર્તિઓ દ્વારા પૂજા (ઈશ્વરની) છે.´
દેખીતી રીતે કોઈ પણ મૃર્તિપૂજક મૃર્તિની કે પૂતળાની પૂજા નથી કરતો. મૂર્તિ દ્વારા દષ્ટિગોચર ઈશ્વરની પૂજા કરે છે.
શું એ મૂર્ખાઈ છે ?
આ બાબતમાં આપણે થોડા ઊંડા ઉતરીએ.
આપણે જાણીએ છીએ કે સમગ્ર સૂષ્ટિનું ઉદ્દગમ એક જ છે.
વિશ્વની દરેક વસ્તુ એક જ કાચી સામગ્રીમાંથી બને છે અને દરેકની આંતરિક રચના સમાન છે. તેનું અંતર્ગત માળખું એકસરખું છે. તમને આ વાતનો કદાચ ખ્યાલ નહિ હોય, કારણ કે આપણે કેવળ બાહ્ય તફાવત જ જોતા હોઈએ છીએ. વિશ્વના એક અંશ તરીકે આપણે સૌ નાના અરીસા જેવા છીએ, જેમાં વિશ્વનાં સંરચના અને સંયોજનના આબેહૂબ પ્રતિબિંબ પડે છે.
આ વિચારને સ્પષ્ટપણે સમજો :
સૃષ્ટિમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે.
વિશ્વ એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મુખ્ય તત્ત્વોનું (પાંચ મુખ્ય શક્તિઓનું) બનેલું છે.
આ તમામ તત્ત્વો (સંસ્કૃતમાં તેને 'પંચ મહાભત' કહે છે.) એ વૈશ્વિક શક્તિ જેને. આપણે દિવ્ય, ઈશ્વર કે પરાશક્તિ કહીએ છીએ તેનાં જ વ્યક્ત ૩૫ છે. મનખ્ય સ્વયું (પિંડ કે આત્મા) વિશ્વ (બ્રહ્માંડ કે બ્રહ્મન) ના આ ગણોને પ્રતિબિંભિત કરે છે. મનષ્ય આ પાંચ મુખ્ય શક્તિમાંથી શક્તિ મેળવે છે, એ પણ આ પાંચ તત્ત્વોનો બનેલો છે. એ આ તત્ત્વોમાંથી બને છે, એમાં જીવે છે અને અંતે એ આ તત્ત્વોમાં મળી જાય છે.
મનૃષ્ય પોતાના મૂળ સ્થાન પર પાછા ફરવા, 'ઘેર પાછા ફરવા' આખી જિંદગી ઝંખ્યા કરે એ સ્વાભાવિક છે.
આ મૂળ શક્તિઓ સાથે મનુષ્ય પોતાની જાતનો સુમેળ સ્થાપવાનો પ્રયાસ કરે છે. મનૃષ્ય અને આ જીવનશક્તિઓ એ બંને વચ્ચે એકતા નિર્માણ કરવાની પ્રદ્ધિયાને ધર્મ કહે છે.
પુથ્વી તત્ત્વ એ વૈશ્વિક શક્તિનું સ્થ્રુળતમ રૂપ છે. મનુષ્યમાં, શરીર એ પૂથ્વી તત્ત્વનું પ્રતીક છે.
ઇશ્વર સાથે એકતા સ્થાપવાના પ્રથમ પગલાંરૂપે માણસ માટીની મર્તિઓને મનુષ્યાકારે બનાવીને પૂથ્વી તત્ત્વ સાથે અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરે છે. ઇશ્વર સાથે એકતા સ્થાપવા માટે મનુષ્યને આ 'રૂપ' કે 'આકાર'ની જરૂર પડે છે. આધ્યાત્મિક યાત્રામાં નવા પથિકને માટે ઇશ્વરને અમૂર્તરૂપે વિચારવું અતિશય દુષ્કર થઈ પડે છે.
પોતે સમજી શકે અને સંપર્ક સાધી શકે તે માટે ઇશ્વરને મૂર્તિનું રૂપ આપવામાં આવે છે. મૂર્તિ દ્વારા તે પોતાને પરિચિત હોય એ ભાષામાં વાતો કરીને ઇશ્વર સાથે એકતા સાધી શકે છે.
સેંકડો હિંદુ દેવતાઓ ઇશ્વરનાં જ રૂપો છે. કોઈ પણ વ્યક્તિ તેમની સાથે વાતો કરી શકે, પ્રાર્થના કરી શકે કે તેમની સાથે ક્રીડા કરી શકે, આશ્વાસન મેળવી શકે કે કૃતજ્ઞતા
પણ વ્યક્ત કરી શકે. ભક્તને સુખ આપવા ઇશ્વરનું અતિ આદરણીય અને અમૂર્ત રૂપ અર્ચારૂપે પૂથ્વી પર આવે છે.
સામાન્ય વ્યક્તિ માટે ઇશ્વરનું અમૂર્ત રૂપ એક ભીતિપ્રેરક વિચાર છે.
વધારે સક્ષ્મ અને ઊંડા ઉતરીએ તો બીજો એક સંદેશ પણ જાણવા મળશે કે તમારી સમક્ષ રહેલી મૂર્તિ ભલે મનુષ્યરૂપે હોય તો પણ તે દિવ્ય છે.
એ તમારા વિશે શું કહે છે ? તે વિશે વિચાર કરો !
તેથી અધ્યાત્મમાં 'પ્રથમ પગલા' રૂપે, સ્પ્રિંગીગ બૉડરૂપે મૂર્તિઓ અનિવાર્ય અને આવશ્યક છે.
જેમ આધ્યાત્મિક વિકાસ થતો જશે, જેમ ધ્યાનમાં ઊંડા ઉતરતા જશો તેમ તમારી નજર સમક્ષ ભૌતિક રૂપ ન હોવા છતાં તમે ઇશ્વર સાથે એકતા સાધી શકશો. જેમ બાળકો મોટા થઈ જાય પછી તેઓ ઢીંગલી સાથે રમવાનું છોડી દે છે તેમ સમય આવ્યે તમને મૂર્તિની જરૂર નહિ પડે. આ છે ધર્મનું પરમ લક્ષ્ય !
પ્ર. સ્વામીજી, આપ ભગવાં વસ્ત્રો કેમ ધારણ કરો છો ? આ એક પશ્ચનનો મારે દરરોજ ઓછામાં ઓછી દસ વાર જવાબ આપવો પડે છે ! ખાસ કરીને ભારતમાં ભગવો રંગ સનાતન સિંદુધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. મારાં ભગવાં વસ્ત્રો (વાસ્તવમાં તે આછા પીળા રંગનાં છે.) એ સંશયવાદીઓ, વિશેષે આધુનિક યુવાવર્ગને અનેક પ્રશ્નો પૂછવા માટે આકર્ષે છે. રંગચિકિત્સા નામનું એક નવું ક્ષેત્ર અસ્તિત્ત્વમાં આવ્યું છે. એ વિશે તમે સાંભળ્યું છે ?
રંગચિકિત્સા એક હકીકત પર આધારિત છે : રંગમાં સૂક્ષ્મ ગુણો રહેલા છે, જે તમારી મનની સ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે. તમને ખ્યાલ આવે કે ન આવે પણ જદા જુદા રંગો તમારામાં જુદા જુદા વિચારો અને ભાવનાઓ ઉત્પન્ન કરે છે.
આ હકીકત અંગે એક ચોક્કસ વૈજ્ઞાનિક ખુલાસો છે :
જેને આપણે વસ્તુનો રંગ કહીએ છીએ તે પ્રકાશની તરંગ લંબાઈ જ છે, જેને તે પરિવર્તિત કરે છે. આપણી પોતાની આસપાસ એક અદેશ્ય વિદ્યત્ ચુંબકીય ક્ષેત્ર છે. (તેને આપણે 'તેજોવલય' – Aura કે જીવનરસ દેહ – Plasma body કહીએ છીએ.) આપણું પોતાનું ચુંબકીય ક્ષેત્ર જદા જદા રંગના તરંગોને પ્રતિક્રિયા આપે છે અને તેનાથી પ્રવાહ કે રાસાયણિક પ્રદ્ધિયાનું નિર્માણ થાય છે. આ પ્રવાહ માટે આપણે 'સંવેદના' કે 'ભાવના' એવો અર્થપૂર્ણ શબ્દપ્રયોગ કરીએ છીએ. દા. ત. કોઈ એક રંગની તરંગ લંબાઈ અને વ્યક્તિના ક્ષેત્રની સમયાવધિ એ બંનેનો એકબીજા સાથે મેળ બેસે ત્યારે સુમેળ અને શાંતિની લાગણીનું નિર્માણ થાય છે.
અલગ અલગ લોકો રંગોને અલગ અલગ પ્રતિભાવ આપે છે. જોકે, તેમાં કેટલીક સામાન્ય સમાનતા દેખાય છે. બેસલમાં વિકસાવેલી લ્યૂશર કલર ટેસ્ટ જુદા જુદા પચીસ રંગોને નકશાથી દર્શાવે છે કે અમુક ચોક્કસ વ્યક્તિત્ત્વ ધરાવતા મોટા ભાગના લોકો સમાન રંગો પસંદ કરે છે.
આ પ્રતિભાવો કેવળ ભાવનાત્મક જ નથી. આપણે શરીરમાં પણ ફેરફારો જોઈ શકીએ છીએ. ઘણુંખરું શરીરમાં ફેરફાર થાય તે પરથી આપણે કહી શકીએ કે અમુક રંગ ખતરનાક, સુખદાયક કે શાંતિપ્રદ છે.
લોકોની સામે લાલ રંગ હોય ત્યારે તેમના શ્વાસ, હૃદયના ધબકાર અને લોહીનું દબાણ વધી જતું જોવામાં આવે છે. તેથી સ્વાભાવિક રીતે આપણે એમ વિચારીએ છીએ કે લાલ રંગ ઉત્તેજનાત્મક અને ખતરનાક છે.
નજર સમક્ષ શુદ્ધ વાદળી રંગ હોય ત્યારે શરીરની પ્રતિક્રિયા તદ્દન વિપરીત (લાલ
રંગથી) જોવા મળે છે. સામાન્ય અનુભવમાં વાદળી રંગ શાંતિકારક ગણાય છે. દરેક માતા જાણે કે બાળકને ઊંઘવાની તકલીફ હોય ત્યારે રૂમમાં વાદળી રંગનો નાઈટલૅમ્પ રાખવાથી બાળક (માતા) ને સારી ઊંઘ આવે છે.
આ રીતે અમુક રંગો પરંપરાગત રીતે અમુક ભાવના અને ગુણ સાથે જોડાયેલા છે. 'રંગચિકિત્સા' એ નામ આપ્યા વગર આપણે એ ચિકિત્સાપદ્ધતિનો સદીઓથી પ્રયોગ કરતા આવ્યા છીએ!
ભારતમાં આહારથી લઈને માનવસ્વભાવ સુધીની દરેક વસ્તુનું તેમના જન્મજાત ગણના આધારે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કર્યું છે : સાત્ત્વિક (શાંત), રાજસિક (સદ્રિય) અને તામસિક (નિષ્ઠિય). એ જ રીતે રંગોનું પણ ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય. દા. ત. લાલ રંગ રાજસિક છે. તે મગજમાં દ્વિયાને ઉત્તેજિત કરે છે. તેથી લાલ રંગ ભયસચક રંગ કહેવાય છે; પ્રેમનો રંગ પણ લાલ છે.
સફેદ સાત્ત્વિક રંગ છે..સફેદ વસ્ત્ર ધારણ કર્યાં હોય ત્યારે શક્તિનો સૂંદર પ્રવાહ વહે છે. સફેદ રંગ મનુષ્યને વધારે શાંત અને ગ્રાહ્ય બનાવે છે. માહિતીને સારી રીતે આત્મસાત કરવામાં સફેદ રંગ મદદરૂપ થાય છે. તેથી સમગ્ર વિશ્વમાં શાળાના ગણવેશ માટે સફેદ રંગને પસંદ કરવામાં આવે છે. તે જ પ્રમાણે ભગવા રંગમાં પણ શાંતિ નિર્માણ કરવાની શક્તિ રહેલી છે. એ તમારી જીવનશક્તિને ઉદ્દિપ્ત કરે છે અને પહેરનાર અને જોનાર બંનેના મનમાં ધ્યાનાવસ્થા જેવી શાંતિનું નિર્માણ કરે છે. અધ્યાત્મ ગુરૂઓ ભગવા રંગનાં વસ્ત્રો ધારણ કરે એવી એક સામાન્ય પ્રથાની પાછળ આ કારણ રહ્યું છે. જોકે એને હિંદુત્વ સાથે કોઈ સંબંધ નથી.
બિલકુલ સ્પષ્ટ રહો : જૂના વિધિવિધાનોમાં કોઈને કોઈ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. વિધિવિધાન અનેક પ્રબુદ્ધ ગુરુઓનાં તપ અને સદીઓના જ્ઞાનના સત્તવરૂપ છે. આજે વિધિવિધાનો તેમની વિશ્વસનીયતા ખોઈ બેઠાં છે, કારણ કે કાળાંતરે આપણે તેનો સાચો અર્થ જ ભૂલી ગયા છીએ. વિધિવિધાનનું બાહ્ય કોચલું રહી ગયું પણ તેનો
અંદરનો પ્રાણ ચાલ્યો ગયો છે.
આજે વિજ્ઞાન પણ સંમત થાય છે કે અમુક રંગ, અવાજ કે ક્રિયા એ આપણા મનની સ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે, મગજના ઇચ્છનીય ભાગને કાર્યાન્વિત કરી શકે છે અને આપણી ચેતનાનો વિસ્તાર પણ કરી શકે છે. કર્મકાંડ અને વિધિવિધાન પાછળ રહેલા વિજ્ઞાનને સમજી ન શકવાથી તેના મહત્ત્વનો અનાદર કરવો એટલે બૅક્ટેરિયાને તમે પોતે જોયા નથી તેથી તેના અસ્તિત્ત્વનો સ્વીકાર, કરવાની ના પાડવી એના જેવી વાત થઈ.
આજે તમને કર્મકાંડ ભલે અસંગત લાગે પણ તેની સાચી શક્તિને ક્યારેય ઊણી ન આંકતા. વિધિવિધાન યથાર્થ રીતે કરવામાં આવે તો મનુષ્યને પરિવર્તન અને જાગૃતિના એક અકલ્પનીય સ્તર સુધી લઈ જવાની તેનામાં અદ્દભુત શક્તિ રહેલી છે..
પરંપરા પરથી રહસ્યનો પડદો ઊઠે છે.
ે. સ્વામીજી, આધ્યાત્મિક જીવન જીવવા માટે શાકાહાર જરૂરી છે ? . હા !
હવે તમે વિચાર કરતા થઈ ગયા હશો કે શા માટે ?
મારા અંગત અનુભવના આધારે હૂં તમને કહી રહ્યો છૂં એમ કહીશ તો કદાચ તમને મારી વાત માનવામાં ન પણ આવે.
કારણ કે દરેક વસ્તુ માટે 'વૈજ્ઞાનિક પુરાવા' માગવાની આપણા મનને એક આદત પડી ગઈ છે. આઈન્સ્ટાઈનની 'દેશ-કાળ' ની સંકલ્પના હોય કે કવોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો હોય – આ તત્ત્વોને આપણા રોજિંદા જીવનમાં ક્યારેય જોયા નથી. (ક્યારેય
જોશું પણ નહિ.) તો પણ તેને સ્વીકારી લઈએ છીએ, કારણ કે પ્રયોગશાળામાં તે વિશે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સમર્થનમાં કેટલીક હકીકતને આંકડામાં
(જે કદાચ તમે સમજી ન પણ શકો) રજૂ કરવામાં આવી છે. તેથી આપણે માની લઈએ છીએ.
જોકે, વિશ્વનાં મહત્તમ સત્યોને વિજ્ઞાન પુરવાર કરી શકતું નથી : એ સત્યો વિજ્ઞાનથી પર છે.આઈન્સ્ટાઈન અને અત્યાધુનિક કવોન્ટમ ભૌતિકશાસ્ત્રીઓ પણ એ વાત સાથે સંમત થશે!
ચાલો અધ્યાત્મ જીવનમાં શાકાહારના લાભો વિશે મને વૈજ્ઞાનિક સ્પષ્ટતા કરવા દો. આ વાત સારી રીતે સમજવા માટે સૌથી પહેલાં માનવમગજ કઈ રીતે કામ કરે છે તે વિશે તમારે કંઈક જાણવું પડશે.
પ્રવૃત્તિને મગજ સૂક્ષ્મ વિદ્યત્વાહમાં નોંધે છે. મગજ માહિતી મેળવે છે કે અમુક
કામગીરી બજાવે છે ત્યારે તે વિવિધ લય અને પનરાવર્તનના નિયતક્રમમાં વિદ્યતપ્રવાહો પેદા કરે છે. આ પ્રવાહોને મગજના તરંગો કહેવામાં આવે છે.
વિવિધ પ્રવૃત્તિને સમાંતર ચાર પ્રકારના મૂળભૂત મગજના તરંગો છે.
ડેલ્ટા તરંગ (ગાઢ નિદ્રાવસ્થામાં ઉત્પત્ર થાય છે.), આલ્ફા તરંગ (ધ્યાનાવસ્થામાં ઉત્પન્ન થાય છે.), થેટા તરંગ (પ્રૂબળ લાગણીની અવસ્થામાં ઉત્પન્ન થાય છે.) અને બેટા તરંગ (જટિલ ગાણિતિક કે વિશ્ર્લેષણાત્મક કામ દરમિયાન મગજનો અગ્રભાગ કાર્યાન્વિત થાય ત્યારે ઉત્પન્ન થાય છે.)
આલ્ફા તરંગોથી શાંતિ, વિશ્રાંતિ અને સ્વસ્થ એકાગ્રતાની લાગણીનો અનુભવ થાય છે. આ પ્રકારની લાગણીનો અનુભવ એ ધ્યાન અને ટેલિપથીની ખાસ વિશેષતા છે. ધ્યાનની તમામ ટેકનિકો, સભાન કે અભાનપણે, મગજમાં આલ્ફા તરંગો પેદા થાય તે માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે.
આલ્ફા તરંગોની એક વિચિત્રતા એ છે કે જ્યારે મગજમાં આૅક્સિજનનો પરવઠો ઓછો હોય ત્યારે મગજ આ તરંગો ઉત્પત્ર કરે છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઑક્સિજનનો પરવઠો ઓછો હોય ત્યારે મગજની પ્રવૃત્તિ ઓછી થઈ જાય. પરંત હકીકત એ છે કે મગજમાં ઑક્સિજનનો પરવઠો ઓછો હોય તે સમય દરમિયાન મગજ વધારે કામ કરે છે. મગજમાં રહેલી રક્તવાહિની પહોળી થાય છે અને લોહીના વધારે પ્રવાહને અંદર આવવા દે છે. આથી આરામદાયક લાગણીનું નિર્માણ થાય છે. સાથે સાથે મગજ 'આરામદાયક' આલ્ફા તરંગો ઉત્પત્ર કરવાનું શરૂ કરી દે છે. .
તેથી આલ્ફા તરંગ નિર્માણ કરવા માટેની એક મુખ્ય શરત એ છે કે મગજના ઓક્સિજનના પુરવઠાને ઓછો કરવો. આ થઈ આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ તેનાથી વિપરીત વાત. તેનાથી મગજને કોઈ પણ રીતે અવળી અસર થતી નથી.
ફરી એક વાર કાંઈ જ રહસ્યમય કે ગૃઢ નથી !
હવે આહારના વિષય પર આવીએ.
અતિશય અમ્લતા એ માંસનો ગણધર્મ છે. તે લોહીમાં સીધં અમ્લતાનં પ્રમાણ વધારે છે. આને પહોંચી વળવા ફેફસાં ઓછા પ્રમાણમાં કાર્બનડાયોક્સાઈડ લે છે (એ પણ આમ્લિક છે.) અને વધારે પ્રમાણમાં ઑક્સિજન લે છે. તેથી મગજને પહોંચતાં લોહીમાં ઑક્સિજન વધારે અને કાર્બનડાયોક્સાઈડ ઓછો હોય છે.
એથી ઊલટું શાકભાજી લોહીની અમ્લતાને ઓછી કરે છે. લોહીમાં pH નું સંતુલન (ઍસિડ - આલ્કલી સંતલન) જાળવી રાખવા ફેફસાં વધારે આમ્લિક કાર્બનડાયોક્સાઈડ લે છે. તેથી મગજને પહોંચતાં લોહીમાં ઑક્સિજન ઓછો જોવા મળશે. આનાથી આલ્ફા તરંગો ઉત્પત્ર કરવા માટે મગજને માટે સંપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થાય છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં પણ મદદરૂપ થાય છે.
હવે તમને ખ્યાલ આવશે કે પ્રાચીન સમયમાં ઋષિમનિઓ શા માટે ઓક્સિજનનું સ્તર ઓછં હોય એવી વધારે ઊંચાઈએ ( દા.ત. હિમાલય) રહેવાનું પસંદ કરતા હતા.
જોકે, જજ લોકો શાકાહાર પાછળ રહેલા વિજ્ઞાનને જાણે છે અને જાણવાની જરૂર પણ નથી. શાકાહાર લેશો એટલે તમને આપોઆપ ફરક જોવા મળશે.
એક વાર નિયમિત ધ્યાન શરૂ કરશો એટલે શરીર ધીરે શદ્ધ થવા માંડશે અને તે વિશેષ ધ્યાનને યોગ્ય થતે જશે. પેંટમાં ગરબડ હોય ત્યારે ક્યો ખોરાક ન ખવાય તેની શરીરને ખબર પડે છે તેમ ધ્યાન માટે ક્યો આહાર બાધારૂપ છે તે તમને ખબર પડશે એટલે તમે તેને આપોઆપ છોડી દેશો.
પણ હું તમને કહું છું કે શાકાહાર તમારા પર બળજબરીથી ઠોકી બેસાડશો નહિ. તેમ કરવાથી દબાયેલી ઇચ્છાઓ વધારે પ્રબળ બનશે અને તેની અસરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે.
વધારે તકલીફ વિના આસાનીથી માંસાહાર છોડી શકતા હોત તો છોડી દો.
નહિતર આગળ વધો અને ચિંતા કે અપરાધભાવ વિના મજા માણો.
મહેરબાની કરીને એ માટે મનમાં અપરાધભાવ ન લાવશો !
કારણ કે માનસતંત્રમાં શક્તિને રૂંધવાનું સૌથી મોટૂં કારણ અપરાધભાવ છે અને એ માંસ કરતાં પણ વધારે નકસાન પહોંચાડી શકે છે.
તમારું શરીર એ માટે તૈયાર થશે તો એ આદત આપોઆપ છૂટી જશે.
પ્ર. સ્વાસ્થ્ય માટે ઉપવાસ ખરેખર લાભદાયી છે ?
હા.
ઉપવાસ યોગ્ય રીતે કરવામાં આવે તો એનાથી ચોક્કસ ફાયદો થાય છે.
દિવસેદિવસે આપણી આહારની ટેવો એટલી બગડતી જાય છે કે તેને લીધે આજે આપણને ઉપવાસનું મહત્ત્વ સૌથી વધારે જણાય છે !
એમ ન વિચારશો કે ઉપવાસની પાછળ કેવળ ધાર્મિક ઉદ્દેશ્ય હોય છે. આ બધી વિધિઓ પાછળ અમૂક ચોક્કસ વૈજ્ઞાનિક કારણો રહેલાં છે.
સંસ્કૃતમાં કહ્યું છે : 'અન્નમુ બ્રહ્મ્ય' – અન્ન દેવ છે.
અન્ન એ શક્તિ છે અને તે આપણા શરીરને ટકાવે છે. ભોજંન ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ.
પરંતુ સામાન્ય રીતે આપણે પેટ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ ? જે તે વસ્તુ પેટમાં હોમીએ છીએ !
મનુષ્ય સિવાય બીજું કોઈ પણ પ્રાણી બે કે ત્રણ પ્રકારના ખોરાકથી વધારે ખાતું નથી.
હકીકતમાં પાલતું પ્રાણી સિવાયનાં બીજાં પ્રાણીઓ તો આખી જિંદગી કેવળ એક જ પ્રકારનો ખોરાક લે છે. સિંહ કેવળ માંસ જ ખાય છે. હરણ કક્ત ઘાસ જ ખાય છે. એક જ ખોરાકમાંથી તેમનાં શરીરને જરૂરી પોષણ મળી રહે છે.
એટલં જ નહિ, દરેક પ્રાણી એક સમયે જરૂરિયાત પૂરતું જ ખાય છે, એથી સહેજે વધારે નહિ. 'ખાવાનો લોભ' એવી વાત પ્રાણીજગતમાં ક્યારેય સાંભળવામાં આવી નથી. શિશુને જુઓ. ગમે તેટલું દબાણ કરશો તો પણ તે જરૂરિયાત કરતાં એક પણ ટીપું વધારે દૂધ નહિ પીએ. જ્યારે પેટ આપણને ગમે તેટલાં ચેતવણીનાં સંકેતો આપ્યાં કરે પરંતુ આપણે તેને કાને ધરતાં જ નથી. તમામ પ્રકારનો ખોરાક અને જરૂરિયાત કરતાં પણ વધારે પેટમાં ઠાંસીઠાંસીને ભરીએ છીએ. પેટ જાણે ખોરાક ઠાલવવા માટેની કચરાપેટી ન હોય !
આહારનો હેતુ શું છે ? શરીરને તાકાત મળે.
પરંતુ સામાન્ય રીતે જમ્યા પછી આપણને તાકાતનો અનુભવ થાય છે ? ના ! મોટે ભાગે જમ્યા પછી આપણને આડે પડખે થવાની ઇચ્છા થાય છે. જમ્યા પછી ઊંઘ આવે છે એમ કહેવું એટલે સૂરજ ઊંગવાથી અંધકાર વધે છે એમ કહેવા બરાબર છે. એ તદ્દન અસ્વાભાવિક છે.
આપણે શું ખોટું કરી રહ્યા છીએ ?
ખોરાકથી આપણા પાચનતંત્રને રૂંધી નાખીએ છીએ !
આહારથી જેટલી શક્તિ છૂટી થાય છે તેના કરતાં પાચનક્રિયામાં શક્તિ વધારે વપરાય છે. આમ ખરેખર તો જમ્યા પછી શક્તિમાં ઘટાડો થાય છે !
શરીરની પાચનશક્તિ જઠરાગ્નિ તરીકે ઓળખાય છે - મૂળભૂત અગ્નિતત્ત્વ.
પંચમહાભૂત પૈકી અગ્નિ એ પદાર્થ અને શક્તિનું મિલનબિંદુ છે. અગ્નિમાં એટલું સામર્થ્ય છે કે તે પદાર્થનું શક્તિમાં રૂપાંતર કરે છે.
Part 3: Open the Door... Let the Breeze in!_Gujarati_part_3.md
સામાન્ય દિવસોમાં અતિશય અને અવિચારીપણે ખાઈને પેટમાં દાટો કરીએ ત્યારે જઠરાગ્નિની તમામ શક્તિ તે ખોરાકને પચાવવામાં અને શરીરમાં ફેલાયેલા ઝેરને દૂર કરવામાં જ ખર્ચાઈ જાય છે. આમ જઠરાગ્નિની શક્તિને કેવળ 'જાળવણી' ના કાર્યમાં જ રોકાઈ રહેવું પડે છે. આથી જઠરાગ્નિને તેની અન્ય મહત્ત્વપૂર્ણ ફરજો
બજાવવાની તક જ મળતી નથી.
જઠરાગ્નિ એ શરીરને શુદ્ધ કરનાર એક પરિબળ છે. ઉપવાસ કરીએ ત્યારે જઠરાગ્નિ શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને બાળી નાખે છે તેમજ શરીરમાં ભેગી થયેલી નકારાત્મક શક્તિને પણ દૂર કરી નાખે છે.
જેમ આહારની ખોટી આદતો ચરબીનું નિમિત્ત કારણ છે તેમ આપણી દબાયેલી લાગણીઓ સૂક્ષ્મ શરીર પર એક આવરણ ઊભું કરે છે. વર્ષો પછી જેમ કોલેસ્ટ્રોલ ધમનીને રૂંધી નાખે છે અને હૃદય સુધી વહેતા લોહીના પ્રવાહને અસ્તવ્યસ્ત કરી નાખે છે તેમ 'શક્તિના અવરોધો' શરીરમાં મુક્તપણે વહેતી શક્તિમાં વિક્ષેપ ઊભા કરે છે.
જે દિવસે પેટને આરામ આપીએ તે દિવસે શક્તિના અવરોધોને ઓગાળવા માટે અને નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં ફેરવી નાખવા માટે જઠરાગ્નિ ઉપલબ્ધ હોય છે.
એટલા માટે ઉપવાસને દિવસે મોટા ભાગે શરીરમાં હળવાશ અને સ્ફૂર્તિ લાગે છે; થાક નહિ !
પ્રયત્ન કરી જુઓ.
હકીકતમાં ઉપવાસને દિવસે ઈલાજ અને ધ્યાન એ બંનેનું પણ ખરેખર સારૂં પરિણામ જોવા મળે છે.
પરંતુ મધુપ્રમેહ કે અમ્લપિત્તના દર્દીએ ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટરની અવશ્ય સલાહ લેવી.
ફરી એક વાર કાંઈ જ રહસ્યમય કે ગૂઢ નથી !
અમુક દિવસે ઉપવાસ કરવો એ જરૂરી નથી. એ તો કેવળ સામાજિક રૂઢિ છે. જોકે, ચોક્કસ દિવસે ઉપવાસ કરવાની પ્રથાનું અનુસરણ કરવાથી જીવનમાં જાગરુકતા અને નિયમિતતા સહેલાઈથી આવે છે. (દા. ત. દર શુક્રવારે કે દર પૂર્ણિમાના દિવસે)
પખવાડિયામાં ઓછામાં ઓછો એક વાર ઉપવાસ કરવો એ શરીરશુદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. સંપૂર્ણ ઉપવાસ (કેવળ પાણી પીને) ઉત્તમ છે, પણ તેમ ન થઈ શકે તો ફળના રસ અને ફળના આહાર પર ઉપવાસ કરી જુઓ.
આ તમે ધારો છો એટલું અઘરું નથી. કકડીને ભૂખ લાગે તે પછીના થોડા કલાકમાં ભૂખ એની મેળે શમી જાય છે.
ચિંતા ન કરો. તમને કાંઈ નહિ થાય - તમે મરી નહિ જાઓ !
તમે જાણો છો, એક તંદુરસ્ત માણસ માત્ર પાણી પર ૯૦ દિવસ સુધી ટકી શકે છે; ૯૦ દિવસ સુધી ચાલે એટલી તાકાત આપણા શરીરમાં અનામત હોય છે. હું એટલું જ કહું છું, ૨૪ કલાક પૂરતો તમારા પેટને આરામ આપો !
કહો નહિ, મહેસૂસ કરો
મારો આભાર ! આ શબ્દપ્રયોગ તમે જિંદગી આખી કરો છો. બાળપણથી જ તમારો આભાર એમ કહેવાનું તમને શીખવવામાં આવ્યું છે. સમય જતાં બાળક પુખ્તવયનું થાય છે. પછી આ શબ્દપ્રયોગ તેના જીવનનો એક ભાગ બની જાય છે.
એક વ્યવસાયી ઢબે આ શબ્દનો આપણે યંત્રવત્ પ્રયોગ કરીએ છીએ. તમારો આભાર એ શબ્દોમાં કૃતજ્ઞતાની અપેક્ષિત લાગણી આપણને ભાગ્યે જ જોવા મળે છે.
વાસ્તવમાં આપણું આખું જીવન કૃતજ્ઞતાની વિરુદ્ધની લાગણી પર એટલે કે અપેક્ષા પર નિર્ભર છે.
સંબંધોમાં આપણે પ્રેમની અપેક્ષા રાખીએ છીએ. લોકોનું ધ્યાન આપણા તરફ કેન્દ્રિત થાય એવી સમાજ પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ. આપણે વધુ ને વધુ સારો દેખાવ કરીએ એવી પોતાનીં પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. જગતની કોઈ વ્યક્તિ આપણને ક્યારેય આપી ન શકે એવી દરેક વસ્તુની માગણી આપણે પરમાત્મા પાસે કરીએ છીએ.
આપણી પાસે જે કાંઈ છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કર્યા વિના આપણે હંમેશાં માગતાં જ રહીએ છીએ.
કૃતજ્ઞતા એ તમારા પર લાદેલી કોઈ નૈતિકતા નથી.
એ તમારા પોતાના સુખ માટે એક મૂળભૂત સિદ્ધાંત છે.
જ્યાં સુધી માગ્યા કરશો ત્યાં સૂધી તમે બાહ્ય પ્રસંગોના નિયંત્રણ હેઠળ રહેશો. કૃતજ્ઞતાપૂર્વક જીવશો તો કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ તમારા સુખને સ્પર્શ નહિ કરી શકે.
અપેક્ષા સાથે જીવશો તો અપેક્ષાઓ અને તેની પૂર્તિ એ બંને વચ્ચે જરૂર મોટી ખાઈ ઊભી થશે. એક ઇચ્છા સંતોષાશે એટલામાં બીજી દસ ઇચ્છાઓ ઉછળીને બહાર આવશે.
અલબત્ત, દરેકના જીવનમાં ઉતારચડાવ આવતાં જ હોય છે. કેટલીય ઇચ્છાઓ હંમેશાં અતૃપ્ત રહેતી હોય છે અને એ સ્વાભાવિક છે. સવાલ એ છે કે પ્યાલો અધુરો છે કે ભરેલો છે ? એને કેવી રીતે જોવો એ તમારી પસંદગીનો વિષય છે.
તમારી પાસે જે નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો જીવનમાં ખાલીપો લાગશે. 'મને જોઈએ છે…' આ શબ્દો બ્લૅક હોલ જેવા છે. એ તમારી પાસેની તમામ વસ્તુને ગળી જશે અને અંતે રહેશે ખાલીપો.
એક વાર એક માણસ રમણ મહર્ષિ પાસે આવ્યો અને કહ્યું,
ભગવન, મને શાંતિ જોઈએ છે !
રમણે જવાબ આપ્યો. તારા પોતાના વાક્યમાંથી 'મને' શબ્દ કાઢી નાખ, 'જોઈએ છે' શબ્દોને દૂર કર. પછી જે બાકી રહેશે તે છે શાંતિ !
અહમને દૂર કરો, અપેક્ષાને તિલાંજલી આપો – અને શાંતિ તમારી પાસે જ છે. તમે શિવ અને બ્રહ્મકપાલની વાર્તા સાંભળી છે. આ બ્રહ્મકપાલ આપણા સૌની અંદર રહેલો છે. એ આપણા અહમ્ સિવાય બીજું કાંઈ નથી. અહમ્ એવું છે કે જે દરેક વસ્તુને ગળી જાય છે.
અત્યારે તમને જે વસ્તુની ઇચ્છા થાય છે તેનો વિચાર કરો અને તેની એક યાદી તૈયાર કરો.
હવે તમારી પાસે જે વસ્તુ છે તેની એક યાદી બનાવો. કઈ યાદીથી તમને ખૂશી થાય છે અને કઈ યાદી તમને વ્યથિત કરી મૂકે છે ?
જવાબ સ્પષ્ટ છે.
તો કહો, તમારે કઈ યાદી પર ધ્યાન આપવું જોઈએ ?
પોતાના સુખને જાળવી રાખવાની સમજણ દરેક જીવંત વસ્તુમાં હોય છે. તોપછી
આભાર નહિ !
આપણી પાસે કેમ ન હોય ?
તમારા જીવનનો આધાર કેવળ માગણી પર હોય કે કૃતજ્ઞતાની લાગણી પર હોય એવું ઇચ્છો છો ? એ તમારા પર નિર્ભર કરે છે.
વિશ્વમાં બે પ્રકારના ધર્મ છે : પ્રાર્થના પર આધારિત અને કૃતજ્ઞતા પર આધારિત. બહજનસમાજ પ્રાર્થનાધર્મને અનુસરે છે. કૃતજ્ઞતાનો ધર્મ અમુક ચુનંદા વ્યક્તિ જ અનુસરી શકે છે.
પ્રાર્થનામાં યાચના અને અપેક્ષાનો ભાવ હોય છે અને કૃતજ્ઞતામાં અધ્યાત્મભાવ હોય છે.
સૂફી અને હસીડી સંપ્રદાયનો પણ આ જ સિદ્ધાંત છે. કૃતજ્ઞતાપૂર્વક જીવન જીવવું એ એક કળા છે. એ દરેક વસ્તુને પવિત્ર બનાવી દે છે. સૂફીઓ અને બાઉલો ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ગાન કરે છે અને નૃત્ય કરે છે. ગાયન અને નૃત્ય એ પ્રાર્થનાના જ રૂપ છે.
કૃતજ્ઞતા દર્શાવવી એનો અર્થ પૂજામાં કલાકો ગાળવા એવો નથી. કેવળ પ્રસન્ન રહો. જીવન ઇશ્વરની દેન છે એ વાતનું જાણપણું રાખો. આટલું પૂરતું છે. કૃતજ્ઞતા દર્શાવવી એ ફરજ કે વિધિ બની ગઈ છે. તેથી સાચી કૃત્તજ્ઞતા કેવી હોય તે આપણે ખરેખર ભૂલી ગયા છીએ. જિંદગી આખી તમને એક વાત શીખવવામાં આવી છે કે તમારા માતાપિતાના, તમારા શિક્ષકોના, મિત્રોના અને અપરિચિતોના આભારી રહો. આ એક આદત બની ગઈ છે. કૃતજ્ઞતાની સાચી લાગણી જાગે ત્યારે જ એ બંને વચ્ચેનો બહુ મોટો તફાવત સમજાય ! કૃતજ્ઞતા એ આનંદ અને અનુકંપામાંથી ઊઠતાં મોજાં છે. એ તમારા હૃદયમાંથી તમારી જાણ વિના વહે છે; તમે એને અટકાવી પણ શકતાં નથી !
આપણે કૃતજ્ઞતાની મીઠાશ માણી નથી. ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવો ત્યારે પરિતૃપ્તિની અદ્દભુત લાગણીનો અનુભવ થશે.
એક નાની વાર્તા :
સૂફી ગુરુ જુનૈદ દરરોજ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા ઈશ્વરને પાંચ વાર પ્રાર્થના કરતા. એક વાર જુનૈદ અને તેમના શિષ્યો જે ગામમાં કોઈ જ સૂફી ધર્મમાં માનતું નહોતું ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પહેલા ગામમાં લોકોએ તેમને ભિક્ષા આપવાની ના પાડી દીધી. આથી તે દિવસે તેમને ભૂખ્યા રહેવું પડ્યું. બીજે દિવસે પણ એમ જ બન્યું. ત્રીજે દિવસે જે ગામમાંથી પસાર થયા ત્યાં લોકોમાં તેમને માટે એટલા વેર અને વિરોધ હતા કે લાકડી અને પથ્થર મારીમારીને તેમને કાઢી મૂક્યા. તે રાત્રે રોજની જેમ જુનૈદે ઘંટણિયે પડી ઇશ્વરને પ્રાર્થના કરી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. આ જોઈએ તેમના કેટલાક શિષ્યો ગુસ્સે થઈ ગયા.
ગુરુજી, ત્રણ દિવસથી આપણે ખાધાપીધા વગર ભૂખે મરીએ છીએ. વળી આજે તો ગામના લોકોએ આપણને કૂતરાની જેમ હાંકી કાઢ્યા. શું એ માટે તમે ઇશ્વરનો આભાર માનો છો ? શિષ્યોએ ગુરુને પ્રશ્ન પૂછ્યો.
જુનૈદે જવાબ આપ્યો. કોઈ ખાસ કારણસર મેં ક્યારેય ઇશ્વરનો આભાર માન્યો નથી. કોઈ કારણસર હું ક્યારેય આભારવશ થયો નથી. તોપછી આજે હું આભારની લાગણી દર્શાવવાનું શા માટે બંધ કરું ? કૃતજ્ઞતાની લાગણી માટે મને કારણ કે નિમિત્તની જરૂર નથી. મારામાં કૃતજ્ઞતાનું ઝરણું આપોઆપ વહે છે.
જીવન એ ઇશ્વર પાસેથી મળેલી અમૂલી ભેટ છે. કૃતજ્ઞ થવા માટે જીવન એ જ પર્યાપ્ત કારણ છે. ઇશ્વર આપણા પર મહેર વર્ષાવે છે ! સૂર્યપ્રકાશ, ફળ, તમારું શરીર, તમારું જીવન – આમાનીં એક પણ વસ્તુ માટે તમે ક્યારેય માગણી કરી હતી ?
જીવન આપવાને લાયક બનવા માટે તમે ક્યારેય કઠોર પરિશ્રમ કર્યો હતો ? કોઈ એમ કહી શકશે કે ઇશ્વરના રસોડામાં કે બાગમાં થોડો સમય તેણે મહેનત કરી છે. તેથી ઇશ્વરે તેને આ જીવન બક્ષ્યું છે ? ના.
આભાર નહિ !
જીવન આપણને કેવળ ભેટરૂપે મળ્યું છે.
તેથી જ આપણે તેનું મૂલ્ય ઓછું આંકીએ છીએ, તેથી જ આપણે જીવનને હળવાશથી લઈએ છીએ.
શરૂઆતમાં બધા જ ધર્મોએ અને સંસ્કૃતિઓએ જીવન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ એ વાત પર ભાર મૂક્યો હતો, પણ ધીરેધીરે એ વાતને આપણે ભૂલી ગયા. ભારતમાં એક સૂત્ર છે : અન્નમ બ્રહ્મ (અન્ન દેવ છે.) ખ્રિસ્તીઓ અને યહૂદીઓ દરેક વખતે ભોજનની પહેલાં 'કૂપા' એમ બોલે છે, પણ ખરેખર કેટલી વાર કૃતજ્ઞતાની લાગણી આપણે મનમાં અનુભવીએ છીએ ? મોટે ભાગે આદતને કારણે આ શબ્દો બોલી નાખીએ છીએ.
મારા એક શિષ્યે મને આ સત્ય વાર્તા કહી હતી : આ વાત ખરેખર તેના જીવનમાં બની હતી. રોજ બપોરે જમવાના સમયે તે ઓફિસમાંથી પત્નીનો ફોન કરતો. છેલ્લે ફોન મૂકતાં પહેલાં તે હંમેશાં તેની પત્નીને કહેતો, હું તને ચાહું છું.
એક દિવસ બરાબર જમવાના સમયે તેના માલિકનો ફોન આવ્યો. ફોન પર વાત પૂરી થઈ અને રોજની ટેવ પ્રમાણે કાંઈ પણ વિચાર્યા વિના તે બોલી પડયો, હું તને ચાહું છું. !! કમનસીબે એની માલિક એ સ્ત્રી હતી.
પછી શું બન્યું હશે તે તમે કલ્પી શકશો.
શબ્દના અર્થનું અનુસંધાન કર્યા વિના કેવળ આદત પ્રમાણે જ કામ કરો તો આવું જ બને. જેમ પ્રેમની લાગણી વિના 'હું તને ચાહું છું' એ શબ્દો કહેવાની એક ટેવ પડી ગઈ હતી તેમ કૃતજ્ઞતાની સાચી લાગણી વિના આપણે પણ તમારો આભાર એમ કહીએ છીએ.
તંત્રવિજ્ઞાનમાં પ્રેમ કરતાં પહેલાં બે વ્યક્તિ એકબીજાની પૂજા કરે છે ! કારણ કે બે દિવ્ય શક્તિના મિલનમાં તેઓ પ્રવેશવાના છે. બંને આદર અને કૃતજ્ઞતાથી એકબીજાનું સ્વાગત કરે છે.
મૈથુન, પ્રેમ અને કરુણા વચ્ચે તફાવત છે. આ હકીકત સંબંધને લાગુ પડે છે અને
જીવન પ્રત્યે તમારૂં વલણ કેવું છે તેનું મૂલ્યાંકન પણ કરે છે.
આપ-લેના સંબંધમાં એકબીજા માટે આદર ન હોય અને કેવળ અપેક્ષાની જ ભાવના હોય તો તમારો જીવન સાથેનો સંબંધ મૈથુન જેવો ગણાય. એ ક્ષણજીવી આનંદ આપે પણ દીર્ઘકાલીન હતાશામાં જરૂર પરિણમવાનો.
આપ-લેની સંબંધમાં અપેક્ષાની સાથે આદરભાવ ભળે તો તેને પ્રેમ કહેવાય. આપણામાંના મોટા ભાગના લોકો આ રીતે જીવે છે. આપણે જીવનનો આદર કરીએ છીએ પણ આપણને જે જોઈએ છે તે જીવન પાસેથી ન મળે તો આપણને ઠેસ પહોંચે છે.
કરુણામાં કોઈ જ અપેક્ષા હોતી નથી - મુક્તમને અને રાજીખુશીથી કેવળ આપવાનું. કોઈ કદર કરશે કે નહિ તેનો સહેજ પણ વિચાર કર્યા વિના ફળ ચોમેર સુગંધ ફેલાવે છે તેમ કોઈ કદર કરે કે ન કરે એના વિચાર વિના કરુણાના પ્રવાહમાંથી પ્રેમનું ઝરણું વહે છે.
પરંતુ એમ ન વિચારશો કે અપેક્ષા વગર આપો તો તેનું તમને કાંઈ જ વળતર નહિ મળે ! વાત એનાથી વિપરીત છે. કૃતજ્ઞભાવે જીવન જીવશો તો જીવન તમને ધન્ય કરી દેશે.
કરુણામાં, તમે જે કાંઈ આપો તેનો સામી વ્યક્તિ સ્વીકાર કરે, સહભાગી થવામાં મદદ કરે અને પ્રેમનો બોજ હળવો કરે તે માટે તમે કૃતજ્ઞ થઈ જાઓ છો. આવો વિચાર તમે ક્યારેય કર્યો છે ? તમને કોઈ પ્રેમ ન કરે એ સ્વીકારવું ઘણું અઘરું છે, પણ તમને પ્રેમ કરવા ન દે એ તો તેથીય ખરાબ છે ! કોઈ પ્રેમનો બદલો ન વાળે એ તમે સાંખી શકો, પણ તમારા પ્રેમનો સ્વીકાર જ ન કરે એ તમે સાંખી શકો ? આપણે સૌ આપવા માટે જન્મ્યા છીએ; પણ આપણને તેનો ખ્યાલ જ નથી.
પશ્ચિમમાં કોઈએ ક્યારેય સાંભળ્યો ન હોય એવો એક સુંદર વિચાર આપણી પાસે છે. ભારતમાં આપનાર વ્યક્તિ 'તમારો આભાર' એમ કહે છે ! કારણ કે સામી વ્યક્તિએ તેને કંઈક આપવાની તક આપી, તમે આપેલી વસ્તુ તેણે
સ્વીકારી. ભારતમાં લેવું એ પાપ ગણાય છે; આપવું એ અધિકાર ગણાય છે. તેથી આપનાર વ્યક્તિ લેનારનો તમારા પર અનુગ્રહ કરીને તમારી વસ્તુ સ્વીકારી તે માટે આભાર માને છે, પણ આપવું અને લેવું નિરપેક્ષભાવે થાય તો બંને પવિત્ર કર્મ બને છે. શેક્સપિયરે કરુણા વિશે એક વાત બહુ સુંદર કહી છે : આપનાર અને લેનાર બંને ધન્ય છે.
કૃતજ્ઞતા એ ઇશ્વર સાથે અને વાસ્તવિકતા સાથે જીવંત સંપર્ક રાખવાની એક શ્રેષ્ઠ રીત છે.
જ્યારે કૃતજ્ઞતા સાથે તમે પ્રેમ કરો કે વહો ત્યારે ઈશ્વરની અદ્દભુત શક્તિ તમારામાં વહે છે એવો તમને અનુભવ થશે.
'તમારો આભાર' એમ ન કહો, તમે 'આભાર' બની જાઓ.
કૃતજ્ઞતા ન દર્શાવો, તમે સ્વયં કૃતજ્ઞતા બનો !
આ છે તથાતા – જીવન જે કાંઈ આપે તેનો આદર અને કૃતજ્ઞતા સાથે સ્વીકાર કરવો. કૃતજ્ઞતા એ આજીવન સુખનો સૌથી સરળ ઉપાય છે.
તમારો આભાર !
કર્મનો નિયમ સમજીએ
કર્મ એક પૌર્વાત્ય તાત્ત્વિક વિચાર છે. એ સૌથી વધારે પ્રસિદ્ધ છે, પરંતુ તે વિશેની જાણકારી બહુ અલ્પ છે.
કર્મ શું છે એ વિશે આજે પશ્ચિમમાં પણ લગભગ દરેકને સારો એવો ખ્યાલ છે (કે એમ વિચારે છે).
પણ આ પ્રકરણમાં કર્મ વિશે તાત્ત્વિક વિચારણા આપેલી છે એવી અપેક્ષાથી વાંચશો તો તમે કદાચ નિરાશ થશો !
કર્મ એક કાર્યકારણના નિયમથી વિશેષ કાંઈ નથી. જેમ ગુરત્વાકર્ષણ બળ કે વિદ્યુતબળ એક નિયમ છે તેમ કર્મ પણ પ્રકૃતિનો નિયમ છે.
જો તમે ઈંટ તમારા પગ પર ફેંકશો તો તમને નક્કી ઈજા થવાની. પણ શું તમે એમ વિચારો છો કે આ ઈજા એ ઈંટ ફેંકવા માટેની સજા છે ? ના !
આ કાર્યકારણ સંબંધ છે - સાવ સરળ વાત.
કર્મ પણ આ જ રીતે કામ કરે છે. પૂર્વે અમુક કામો કર્યાં તેનું સ્વાભાવિક પરિણામ એટલે કર્મ. જેમ બાઈબલમાં કહ્યું છે, જેવું વાવો તેવું લણો.
ફરક ફક્ત એટલો જ કે કર્મ એ એક પ્રકારની 'વિલંબિત અસર' છે.
કર્મ પણ જિંદગીના અંત સુધી કામ કરે છે. એનો અર્થ એ કે કારણનું અસ્તિત્ત્વ એક ભવમાં હોય પણ તેનું પરિણામ બીજા ભવમાં કદાચ ભોગવવું પડે. (અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઊઠે છે, શું ખરેખર પુનર્જન્મ હોય છે ? પણ આ પ્રશ્નની ચર્ચા ફરી કોઈ વાર કરીશું ! )
મનુષ્ય હોવાને કારણે પૂર્વ જન્મમાં બનેલાં કારણ આપણને યાદ ન હોય એ
સ્વાભાવિક છે. વળી આપણી દૃષ્ટિ મર્યાદિત હોવાને કારણે આપણે ફક્ત પરિણામને જ જોઈએ છીએ અને તેથી આ શા માટે બન્યું તે સમજી શકતા નથી.
પ્રાચીન સમયથી આપણી સમજણની બહાર હોય એવી કોઈ પણ વસ્તુ બને તો તેને આપણે ઇશ્વરે આપેલી સજા તરીકે ઘટાવીએ છીએ. આજે પણ કેટલીય સંસ્કૃતિઓમાં અતિવૃષ્ટિ અને ધરતીકંપ જેવી કુદરતી આફતોને દેવોએ કોપિત થઈને આપણને આપેલી સજા તરીકે જોઈએ છીએ.
આ રીતે કર્મને આપણે નૈતિક દષ્ટિકોણ આપ્યો છે. પૂર્વ જન્મના 'પાપ' ની સજા તરીકે કર્મનું નિરૂપણ કરવા માટે સમાજ સંપૂર્ણપણે જવાબદાર છે.
આમ જોવા જઈએ તો આ એક મનના સમાધાનની ટેકનિક છે. તમારી કમનસીબી માટે તમારા પોતાનાં જ કુકર્મ (પૂર્વ જન્મનાં) જવાબદાર છે એમ માની લો તો કમનસીબી સહી લેવાનું આસાન બની જાય છે.
પાપ અને સજાનો વિચાર પણ સમાજે જ ઘડયો છે, અમુક અંશે સમાજનું કામકાજ કુશળતાપૂર્વક ચાલે તે માટે. લોકોને સજાનો ડર ન હોય તો સમાજમાં અરાજકતા વ્યાપી જાય અને સમાજનું અધઃપતન થાય.
સત્ય એ છે કે આપણને આપણા પાપ માટે સજા નથી મળતી પણ આપણાં પાપ જ આપણને સજા આપે છે. દરેક પાપકર્મ પોતાની સાથે સજાને લઈને જ આવે છે. આ એક પૅકેજ ડીલ છે !
જેટલી વાર ગુસ્સે થાઓ ત્યારે તમારા શરીરનું નિરીક્ષણ કરો. તમારા નાડીના ધબકારા વધવા માંડે છે. બી.પી. ઊંચું થઈ જાય છે અને શરીરમાં તાણની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિમાંથી બહાર આવતાં કલાકો વીતી જાય છે. એટલું જ નહિ અંતે મનમાં અપરાધીભાવ પણ જન્મે છે. ગુસ્સે થવા માટે તમને સજા કરવા કોઈ બહારની વ્યક્તિની જરૂર પડતી નથી. તમારો ગુસ્સો જ તમને બરાબર સજા કરે છે. વધારે પડતું પીઓ તો યકૃતના રોગથી પીડાવું પડે. મદ્યપાન માટે સજા કોઈ બહારનું કર્મ એટલે શું ?
પરિબળ નથી કરતું પણ તમારી પીવાની આદત જ તમને સજા કરે છે, જો આને તમે સજા ગણો તો. અલબત્ત ડૉક્ટરની દૃષ્ટિએ આ રોગ એ મદ્યપાનનું જ પરિણામ છે.
કર્મ પણ આ જ રીતે કામ કરે છે પણ કર્મને સમજવામાં વધારે મુશ્કેલી પડે છે. તેનું કારણ એ છે કે કર્મ ઈંટના પડવાની જેમ કેવળ ભૌતિક સ્તરે જ કામ નથી કરતું. વ્યાપક અર્થમાં કર્મ ભૌતિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે કામ કરે છે.
ધારો કે તમે આ એક ભવમાં એકાદ ઇચ્છા પૂરી ન કરી શક્યા અથવા અમુક કામ અધવચ્ચેથી મૂકી દેવાની તમને ફરજ પડી – આ અતૃપ્ત ઇચ્છા કે અધુરું કામ તમારા જીવનમાં એક પ્રકારના ભાવનાત્મક કે ખાલીપાનું નિર્માણ કરે છે. એ ખાલીપો 'ખેંચવાના પરિબળ' (સક્શન ફૉર્સ) તરીકે કામ કરે છે અર્થાત્ એ અતૃપ્ત ઇચ્છા કે અધૂરાં કામને પૂરાં કરવા માટે એ તમને ભાવિ જીવન તરફ ખેંચે છે.
તેથી ભાવનાત્મ અને માનસિક સ્તરે, કર્મ એટલે તમામ અતૃપ્ત ઇચ્છાઓ અને અધુરાં કાર્યોનો સરવાળો - પૂર્વ જન્મનાં બિસ્ત્રાપોટલાં.
અને દરેક જીવનમાં તમે પૂર્વ જન્મનાં કર્મોને ખપાવો છો. એની સાથે હાલ તમારી પાસે બિસ્ત્રાપોટલાં છે તેમાં નવી ઇચ્છાઓ ઉમેરતા જાઓ છો. એ તમારા આગલા જીવનનાં કર્મો બનશે. આ રીતે કર્મ એ અનંત ચક્ર છે.
તોપછી કર્મમાંથી બહાર નીકળવાનો રસ્તો ક્યો ?
જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી તો કર્મમાંથી છૂટકારો નથી, કારણ કે જીવવું એટલે ઇચ્છા હોવી અને આપણે આપણી તમામ ઇચ્છાઓ એક જ ભવમાં પરી કરી શકવાનાં જ નથી.
જોકે, ચેતનાને જાગ્રત કરી કર્મની અસરને સાવ ઓછી કરી નાખવી એ તમારા હાથમાં છે. કર્મનું સાચું સ્વરૂપ અને કર્મની કામ કરવાની રીત આ બંને બરાબર સમજાઈ જાય તો આપણે એમાંથી માર્ગ કાઢી શકીએ.
શ્રી રામકૃષ્ણ પરમહંસ એક સુંદર વાર્તા દ્વારા બૌદ્ધિક સ્પષ્ટતા આપે છે : આ વિષય અંગે વાસ્તવિકતા કે અનુભવ પર આધારિત સ્પષ્ટતા કોઈ પણ વ્યક્તિ તમને આપી શકે નહિ. કેવળ બોધિજ્ઞાનથી આ વિષયનું સમાધાન મળી શકે, પણ એક વાર બોધિજ્ઞાન આવે પછી તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી, કારણ કે બોધિજ્ઞાન શબ્દાતીત છે.
ચાલો ફરી પાછા કર્મની વાર્તા તરફ વળીએ :
લાંબા દોરડાથી થાંભલા સાથે બાંધેલી ગાય જેવી આપણી સૌની સ્થિતિ છે. દોરડાની અંદરના પરિસરમાં ગાય બેસે છે. ઊભી રહે છે. ચરે છે અને જે ગમે તે કરે છે. આપણું પણ એવું જ છે. એક વાત સાચી છે કે કર્મ અમુક પ્રકારના બંધનને નિર્માણ કરે છે, જીવનને અમુક પ્રકારનું માર્ગદર્શન આપે છે અને અમુક રીતે કામ કરવા માટે આપણને ફરજ પાડે છે. આપણી પાસે સ્વતંત્રતા મર્યાદિત પ્રમાણમાં છે; બાકીનું બધું ઇશ્વરના હાથમાં છે. પરંત અહીં રામકૃષ્ણ એક વાત ઉમેરે છે કે જો સ્વતંત્રતાનો આપણે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ તો શક્ય છે કે ઇશ્વર આપણા દોરડાને થોડું લાંબુ કરે અથવા એ દોરડામાંથી આપણને મુક્ત પણ કરે. જોકે, બંધનમાં રહેવું છે કે મુક્ત થવા માટે કામ કરવું છે – પસંદગી તમારા હાથમાં છે.
કર્મ અને ધર્મ વચ્ચે ગાઢ સંબંધ છે.
ધર્મ શબ્દ વિશે પણ ઘણી ગેરસમજ રહેલી છે. સામાન્ય રીતે ધર્મનો અર્થ 'કર્તવ્ય' એવો કરવામાં આવે છે પણ એ તદ્દન ખોટું છે. એ ધર્મનું સામાજિક કે નૈતિક અર્થઘટન છે. ધર્મનો સૌથી નજીકનો પર્યાય શબ્દ 'મૂળભૂત સ્વભાવ' એ છે. દા. ત. અગ્નિનો ધર્મ (મૂળભૂત સ્વભાવ) બાળવું એ છે, પાણીનો ધર્મ ભીનું કરવું એ છે. પાણી બાળવાનો પ્રયત્ન કરે તો એ કશુંક અસ્વાભાવિક કે અઘટિત છે. જયાં સુધી ધર્મ પ્રમાણે કામ કરશો તો તમે કર્મને આકર્ષી નહિ શકો. સરળ ભાષામાં કહેવું હોય તો સ્વાભાવિક બનો. તમારા મૂળ સ્વભાવ પ્રમાણે કામ કરો.
વાત સરળ લાગે છે ને ? ના !
એમ કરવું અતિ મુશ્કેલ છે, કારણ કે આપણે આપણા મૂળભૂત સ્વભાવને ઓળખી જ શકતા નથી. જીવનમાં આપણી આસપાસની દરેક વ્યક્તિની ઇચ્છાઓ અને ચારિત્ર્યને આપણે અપનાવી લઈએ છીએ - અને અંતે ખરેખર આપણું શું છે અને ઉછીનું લીધેલું શું છે તેને ઓળખી શકતા નથી.
એ વાત આ પ્રમાણે છે : ધારો કે તમને ટીવીની જરૂર છે અને ટીવી ખરીદવા માટે સુપર માર્કેટ જાઓ છો. ત્યાં એક વ્યક્તિ વૉશિંગ મશીન ખરીદી રહી છે. બીજી વ્યક્તિ રેફ્રિજરેટર ખરીદી રહી છે અને ત્રીજી 'મ્યુઝિક સિસ્ટમ' ! આ જોઈને તમારું મન એ બધું જ ખરીદવા માટે લલચાય છે ! તમને ખ્યાલ પણ હોતો નથી કે આસપાસના લોકોની ઇચ્છાઓ તમે ઉછીની લીધી છે અને એક જ ભવમાં સેંકડો લોકો પાસેથી ઉછીની લીધેલી ઇચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નો કરો છો. આ તમારી સ્વાભાવિક ઇચ્છાઓ નથી; બીજાઓમાંથી ઉછીની લીધેલી ઇચ્છઓ છે. તેથી તે સહેજે કર્મને આકર્ષે છે.
આમ તમામ કર્મો અજ્ઞાનમાંથી જન્મે છે - તમારા મૂળ સ્વભાવના અજ્ઞાનમાંથી. અધ્યાત્મની પરિભાષામાં, તમારા જીવનમાં જે ગુણનું પ્રભૂત્વ હોય તે તમારાં કર્મનો નિર્ણય કરે છે.
આધ્યાત્મિકતા એ ચેતનાને જાગ્રત કરવાનું, તમારા સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનું વિજ્ઞાન છે.
તમારા સમગ્ર જીવનને ચેતનાને જાગ્રત કરવા તરફ વાળી દેશો તો તમે અજ્ઞાનની ચુંગાલમાં નહિ ફસાઓ.
તમારામાં જાગરૂકતા અને સ્પષ્ટતા હશે તો તમે તમારી મૂળ ઇચ્છાઓને અને સાચા સ્વરૂપને ઓળખી શકશો.
મૃત્યુની અંતઘડીએ આ જ્ઞાન ખુબ અગત્યનું છે.
કર્મ એટલે શું ?
યોગ અને ઝેનના મતે ધ્યાન એટલે મૃત્યુની અંતઘડી માટેની તૈયારી.
મૃત્યુ સમયે જાગૃતિની સ્થિતિમાં હશો તો આવતા જન્મમાં તમે જાગૃતિ સાથે પ્રવેશ કરશો; અજ્ઞાનમાં નહિ. જાગરૂકતા સાથે જીવનમાં પ્રવેશ કરશો તો નક્કી સમજો કે શક્ય એટલાં ઓછાં કર્મોનું નિર્માણ કરીને તમે તમારૂં જીવન જાગરૂકપણે જીવી શકશો.
તમામ કર્મો અજ્ઞાનતામાંથી જન્મે છે; તમારા મૂળ સ્વરૂપ વિશેના અજ્ઞાનમાંથી ! આ સત્ય છે.
મારી અંદર જાગૃતિનો વિસ્ફોટ થયો હતો તે અંગત અનુભવમાંથી હું આ વાત કહું છું.
ક્યારેક તમને પોતાને પણ આ જ્ઞાન થશે.
તમારી ચેતનાને જગાડવાનું પહેલું કદમ ઉઠાવો. એ તમને કર્મમાંથી મુક્ત કરશે.
તમારો મંત્ર કયો છે ?
શબ્દાતીત શક્તિ
પ્રશ્ન : સ્વામીજી, મંત્રમાં ખરેખર શક્તિ રહેલી છે ?
જવાબ : હા. મંત્ર (પવિત્ર નામજાપ) માં અદ્દભુત શક્તિ રહેલી છે, પણ લોકો વિચારે છે એવી નહિ.
મંત્ર શક્તિશાળી છે. તેનું કારણ એ નથી કે જ્ઞાન અને શક્તિના દેવને રીઝવી તેમની પાસેથી અનુગ્રહ પ્રાપ્ત કરી શકો.
મંત્ર અસરકારક છે, કારણ કે તેમાં ધ્વનિના ક્રમની કાળજીપૂર્વક ગોઠવણી છે – અને ધ્વનિ એ ઉર્જાનું એક શક્તિશાળી રૂપ છે.
આપણે જુદા જુદા અવાજો સાંભળીએ છીએ. એ વાસ્તવમાં અલગ અલગ સમયાંતરે આવતાં સ્પંદનો છે. આપણા કાન આ સ્પંદનોને પકડે છે અને મગજ તેનું ધ્વનિમાં રૂપાંતર કરે છે.
જ્યારે ધ્વનિનાં મોજાં નિયત ક્રમમાં એકબીજાને અનુસરે ત્યારે સંવાદિતાનું નિર્માણ થાય છે અને તેને આપણે સંગીત કહીએ છીએ, પણ ધ્વનિનાં મોજાંની એક અનિયમિત પૅટર્ન થાય તો તેને આપણે 'ઘોંઘાટ' કહીએ છીએ.
શબ્દો એ કેવળ અવાજ જ છે પણ તેને આપણે અર્થ આપ્યો છે. ઉર્જાના સ્તરે તે હજી પણ તરંગ કે સ્પંદન તરીકે જ કામ કરે છે. રંગની જેમ, વિવિધ સ્પંદનો પણ તમારામાં વિવિધ શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા ઉત્પન્ન કરી શકે છે, કારણ કે ધ્વનિમાં પ્રતિઘોષનો ગુણ રહેલો છે.
અમૂક સમયાવધિમાં પૂનરાવર્તિત થતાં અવાજનાં મોજાં મગજનાં મોજાંને મળે છે ત્યારે બંનેનું જોડાણ સંવાદી કે અસંવાદી અસર ઊભી કરી શકે છે અથવા એ જોડાણ મગજના જુદા જુદા જુદા વિસ્તારને કાર્યાન્વિત કરે છે કે તેને નિદ્રામાં મૂકી દે છે (નિષ્ક્રિય કરી મૂકે છે). આને લીધે શારીરિક કે ભાવનાત્મક બંને પ્રકારની અસર તમારા પર પડે છે.
તમે જાણો છો, જાપાનના સમરાઈ યોદ્ધાઓ આવી અસર ઊભી કરવા માટે 'રણહાક' અથવા કિઆઈનો ઉપયોગ કરે છે.
એક નાનકડી ચાવીમાં આ અવાજ ઉત્પન્ન કરવામાં આવે તો ધમનીના બીપીને ઓછું કરવાની અને દર્દમાં આંશિક લકવાની તત્કાળ અસર ઉત્પન્ન કરવાની તેમાં શક્તિ રહેલી છે. તે સાથે મગજના 'ભય' વિસ્તારને કાર્યાન્વિત કરી તે દુશ્મનના મનમાં રઘવાટ ઊભો કરે છે.
એકદમ સ્પષ્ટ રહો : શબ્દો કેવળ શબ્દો જ નથી. શબ્દો એ ધ્વનિશક્તિનું મૂર્ત સ્વરૂપ છે.
મંત્ર આ સિદ્ધાંત પર જ કામ કરે છે.
જો વિદ્યાર્થી સરસ્વતીસ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તે સારી રીતે અભ્યાસ કરી શકે છે એમ કહેવાય છે, પણ શા માટે ? શું સાક્ષાત્ સરસ્વતી (વિદ્યાદેવી) વિદ્યાર્થી સમક્ષ પ્રગટ થઈ પરીક્ષામાં પાસ થવાનું વરદાન આપે તે માટે ?
હકીકત એ છે કે સરસ્વતીસ્તોત્રમાં બીજમંત્ર (પવિત્ર મંત્ર) છે. તેનો સતત જાપ કરવામાં આવે તો મગજનો જે વિસ્તાર સ્મરણશક્તિ અને એકાગ્રતાનું નિયંત્રણ કરે છે તે ઉદ્દીપ્ત થાય છે એવું પુરવાર થયું છે. તેથી આ મંત્રનો જાપ જાણે મગજના એ વિસ્તારને જોશ અને ગરમાટો આપવા માટે કસરત ન હોય ! તેથી સ્વાભાવિક છે કે વિદ્યાર્થી પુસ્તક હાથમાં લે તે પહેલાં જો આ મંત્રજાપ કરે તો તે વધારે સારી એકાગ્રતા રાખી પાઠને વધારે સારી રીતે યાદ રાખી શકે.
અનેન્ય ભક્તો ક્યારેક એવો દાવો કરે છે કે યોગ્ય મંત્રનો જાપ કરી તેઓ અમુક દેવને સાક્ષાત્ પ્રગટ કરી શકે છે.
અગ્નિને અર્ધ્ય આપી હું મહાયાગ કે હોમ કરું છું ત્યારે મને પણ ઘણીવાર આવો અનુભવ થયો છે.
વિધિપૂર્વક મંત્રોચ્ચારથી પવિત્ર અગ્નિદેવને આહ્યાન કરું ત્યારે યજ્ઞમાંથી સાક્ષાત્ અગ્નિદેવ પ્રગટ થાય છે.
આ તમને કદાચ ચમત્કાર જેવું લાગશે પણ તેની પાછળ એક સબળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.
તમે ટોનોસ્કોપ વિશે સાંભળ્યું છે ?
વીસમી સદીના ઉત્તરાર્ધમાં હૅન્સ જેશ્વી નામના સ્વિટ્ઝરલેન્ડના એક પ્રયોગકારે ટોનોસ્કોપ નામના એક ઉપકરણની શોધ કરી. આ ઉપકરણ ધ્વનિને ગ્રાફિક ડિઝાઈનમાં કે આકારમાં પરિવર્તિત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ આ ઉપકરણની અંદર જે શબ્દો બોલે તેનું એક ચિત્ર તે શબ્દોના ધ્વનિના આધારે નિર્માણ કરી શકે છે !
પ્રયોગકારોએ ટોનોસ્કોપની ચકાસણી કરી તો તેઓ નવાઈ પામી ગયા. તેમણે જોયું કે એક વ્યક્તિએ ટોનોસ્કોપમાં 'ઓહંહહ' એવો અવાજ કર્યો તો તેમાંથી એક સંપૂર્ણ વર્તુળ - 'o' જેવું ચિત્ર - 'ઓ' બહાર પડયું.
'ઓહંહહ' ના ધ્વનિથી જે સ્પંદનો ઊભાં થયાં તેની ગ્રાફિક ડિઝાઈનમાં રજુઆત કરી તો વર્તૃળ આકાર બન્યો, જે આપણે 'ઓ' અક્ષર લેખિત ભાષામાં વાપરીએ છીએ તેના જેવા હતો.
એનો એવો અર્થ થાય કે ધ્વનિ અને ધ્વનિનો આકાર એ બંને વચ્ચે એક ચોક્કસ સંબંધ છે. વિવિધ સ્પંદનો આપણી આંખ સમક્ષ અમુક રૂપે પ્રગટ થાય છે. હોમ કરતી વખતે અમુક મંત્રનો જાપ કરીએ ત્યારે અગ્નિમાં એક સ્પંદન ઊભું થાય છે અને તે મોજાં જેવો આકાર પકડે છે. આ આકારમાંથી પ્રાચીન હિંદુ ઋષિઓએ દેવનું અંદાજે ચિત્ર દોર્યું. તેથી સ્વાભાવિક છે કે ધ્વનિની એ જ શ્રેણીનો સંપૂર્ણપણે જાપ કોઈ કરે તો એક જ પ્રકારનું સ્પંદન તે ઊભું કરી શકે અંતે એક જ પ્રકારના રૂપ કે દેવતાનું અગ્નિમાં દર્શન થાય છે. કેટલી સરળ વાત !
મંત્ર આપણા પર અનેક સૂક્ષ્મ રીતે કામ કરે છે અને તેની આપણને જાણ પણ હોતી નથી. શક્તિના સ્તરે, મંત્ર 'ઉદ્દીપક' અથવા 'વિશુદ્ધક' તરીકે કામ કરે છે. આ વિચાર સમજવામાં થોડો અઘરો છે પણ મારા અનુભવ પરથી તમને કહી શકું કે એ વાત સાચી છે.
તમારા તંત્રમાં ત્રણ પ્રકારની શક્તિ રહેલી છે : ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ. ઇચ્છાશક્તિ એ 'પાયાની ધાતુ' છે. શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા તેમાંથી બીજી બે શક્તિનું નિર્માણ થઈ શકે છે.
તમારી શક્તિ (તમારું શક્તિક્ષેત્ર) માં મંત્રનાં સ્પંદનોનો ઉમેરો કરો તો તે શુદ્ધિકરણની પ્રક્રિયાથી ઇચ્છાશક્તિનું જ્ઞાનશક્તિમાં પરિવર્તન કરી શકે છે. મંત્ર શબ્દના બે અર્થ છે :
મન્ - ત્ર: મન્ એટલે માનવજાતિ, ત્ર એટલે જે માર્ગ દર્શાવે છે તે. તેથી મંત્ર એટલે જે માનવજાતિને માર્ગ દર્શાવે છે તે.
મનુ - ત્ર : મનુનો બીજો અર્થ છે મન અને ત્રનો અર્થ છે કે જે માર્ગ દર્શાવે છે તે. તેથી મનમાંથી બહાર નીકળવાનો જે માર્ગ દર્શાવે છે તે મંત્ર અથવા જે તમને મનમાંથી બહાર કાઢે તે મંત્ર.
જેમ કાચી સામગ્રીને શુદ્ધ કરવા તેના પર તેજાબ રેડવામાં આવે છે તેમ જીવનમાં સતત મંત્રજાપનો ઉમેરો કરવાથી તે ૨૨ કૅરેટનું સોનું બને છે. અને જો આ મંત્રજાપની પ્રક્રિયા સતત ચાલુ રાખો તો અંતે જીવન ૨૪ કૅરેટનું શુદ્ધ સોનું બનશે. મારા મતે અધ્યાત્મ જીવન એ સાચું જીવન છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે મંત્ર અસરકારક ટેકનિક છે.
જોકે, અધ્યાત્મજીવનમાં આપણે મંત્રનો ઉપયોગ કરતા જ નથી.
ધાર્મિક કે અધાર્મિક, આધ્યાત્મિક કે ભૌતિક લોકો પણ મંત્રજાપ તો કરતાં જ હોય છે. આપણા રોજબરોજના જીવનમાં કોઈ ને કોઈ મંત્રનો ઉપયોગ આપણે જાણ્યેઅજાણ્યે કરતા જ હોઈએ છીએ.
એ જરૂરી નથી કે મંત્ર સંસ્કૃત ભાષામાં હોવો જોઈએ ! એમ પણ વિચારતા નહિ કે મંત્ર એટલે 'ઓમ નમ : શિવાય' કે 'હરિ ઓમુ નમો : નારાયણ.' આજે તો સૌ અંગ્રેજી મંત્રો બોલે છે. દા. ત. હું જીતીશ જ ! મારી વાત સામી વ્યક્તિને ગળે ઉતારીને જ જંપીશ. મને પ્રેમ કરવા માટે હું તેને ફરજ પાડીશ જ ! આ મંત્રો ધ્વનિમાંથી શક્તિ નથી મેળવતા, પણ તમે જ આ મંત્રોમાં શક્તિ પૂરો છો.
પરંતુ મંત્રમાં રહેલી શક્તિનો તમને ખ્યાલ જ નથી.
એક લઘુ કથા :
એક વાર પૂર્વના એક લોકપ્રિય વક્તા 'મંત્રનું મહત્ત્વ' એ વિષય પર પશ્ચિમમાં પોતાનું વક્તવ્ય આપતા હતા. એક માણસ ઊભો થયો અને તેમને પડકાર કર્યો, હું આ બકવાસમાં માનતો નથી. શબ્દાવલીના રટણની આપણા પર અસર થતી હશે ? શું આપણે એટલા મૂર્ખ છીએ ?
વક્તાએ તેના પર વેધક દષ્ટિ કરી અને ત્રાડ પાડી, ચૂપ બેસ, મૂર્ખ, ગમાર ! મને પડકારવાની તારી આ હિંમત !
પ્રશ્ન પૂછનાર એકદમ ક્રોધે ભરાયો. ક્રોધથી તેનું શરીર કાંપવા લાગ્યું. પોલીસને ફરિયાદ કરીશ એવી ધમકી આપીને તે વક્તા પર ગાળો વરસાવા માંડયો વગેરે વગેરે.
જેવું તેનું બોલવાનું પૂરું થયું એટલે વક્તા ખડખડાટ હસી પડયા અને બોલ્યા, જો ભાઈ, એક અપરિચિત વ્યક્તિના બેચાર શબ્દોની તારા જાગ્રત મન પર આટલી ઘાતક અસર થઈ શકે તોપછી સકારાત્મક સૂત્રોનું જાગ્રતપણે સતત રટણ કરવામાં આવે તો તેની અચેતન મન પર અસર થઈ શકે એ વાતમાં શંકા શાને ? જે શબ્દોનું તમે સતત રટણ કરો, જે સંદેશ તમે અચેતન મનને આપ્યા કરો એ તમારા માટે મંત્ર બની રહેશે.
જે શબ્દોનું રટણ કરો એ બની જશે તમારો મંત્ર ! હકીકતમાં જીવનમાં કાંઈક પ્રાપ્ત કરો છો તે આ જ રીતે હોય છે. જીવનમાં ઇચ્છા સૌ પ્રથમ એક સંકલ્પ કે મંત્રરૂપે પ્રગટ થાય છે. સતત પ્રયત્નથી તમે એ ઇચ્છાને વાસ્તવિકતામાં પલટો છો.
પરંત એકદમ સ્પષ્ટ રહો : જો મંત્ર અજ્ઞાત હશે તો પરિણામ પણ અજ્ઞાત હશે; તમારા નિયંત્રણમાં નહિ. મંત્રનો જાપ જાગ્રતપણે કરશો કે તમારી શક્તિને કોઈ ઉદ્દેશ્ય તરફ વાળશો તો પરિણામ તમારી ઇચ્છા મુજબનું હશે.
મંત્ર જ્ઞાત છે કે અજ્ઞાત એ કેમ જાણી શકાય ?
રોજિંદા જીવનમાં કયાં પરિબળો તમારું વહન કરે છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરો. તમે જાણો છો કે એ કયાં પરિબળો છે અને એ તમારાં કર્મો પર કેવી રીતે અસર કરે છે ?
તમે જ્ઞાતપણે કોઈ માર્ગને અનુસરો છો ?
તમે સ્પષ્ટ છો ? શા માટે ?
જો તમારો મંત્ર અજ્ઞાત હોય એટલે કે સમજ્યા વિના કેવળ આદત પ્રમાણે કરતા હો તો પરિણામ પર તમારું નિયંત્રણ નહિ હોય. આ અજ્ઞાત નૈસર્ગિક પ્રેરણા તમને જ્યાં દોરી જાય ત્યાં તમારું જીવન ઘસડાતું જશે. મંત્રનો જાપ જ્ઞાતપણે કરવાનું નક્કી કરો તો ગાડી તમે ચલાવશો. પણ મંત્રને તમારું રટણ કરવા દેશો કે અજ્ઞાત પ્રક્રિયાને તમારી અંદર ચાલવા દેશો અને તમારા કર્મોનું નિયંત્રણ કરવા દેશો તો ગાડી તમને ચલાવશે !
તમે ગાડી ચલાવતા હો તો તમને ખબર હોવાની કે તમે ક્યાં જઈ રહ્યા છો પણ ગાડી તમને ચલાવતી હશે તો તમે ક્યાં પહોંચશો તેનો તમને ખ્યાલ પણ નહિ રહે !
તેથી તમારા મનને ચેતનાથી ભરી દો.
સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતા સાથે તમારો મંત્ર પસંદ કરો. માર્ગ અને મુકામ બંને સ્પષ્ટ બની જશે.
નૃત્ય કરતાં કરતાં તમારા મુકામ સુધી પહોંચી જશો.
આટલી બધી ઉતાવળ શાને ?
જીવનમાં ધીમાં ડગલાં ભરો.
એક વાર એક સામયિકમાં મેં એક જાહેરખબર જોઈ.
એ જાહેરખબર પેઈન કિલર - માથાના દુખાવા માટેની ગોળી કે એવી કોઈ વસ્તુની હતી :
જાહેરખબરમાં એક આધુનિક યુવતી વિશ્વાસપૂર્વક વાચક સામે સ્મિત કરી રહી હતી. જાહેરખબરમાં લખ્યું હતું :
| સવારે ૬.૦૦ વાગ્યે જાગો છો |
|---|
| સવારે ૮.૦૦ વાગ્યે બાળકો સાથે |
| સવારે ૯.૦૦ વાગ્યે ઑફિસ |
| સવારે ૧૧.૦૦ વાગ્યે મિટીંગ |
| બપોરે ૧.૦૦ વાગ્યે વ્યવસાયી લંચ |
| સાંજે ૬.૦૦ વાગ્યે ટ્રાફિક |
| સાંજે ૭.૦૦ વાગ્યે ખરીદી |
| રાત્રે ૮.૦૦ વાગ્યે મહેમાન |
| રાત્રે ૧૦.૦૦ વાગ્યે (ગોળીનું નામ) |
તે યુવતીનું સ્મિત જાણે કહી રહ્યું હતું કે જગતમાં દરરોજ સૂતા પહેલાં માથાના દુખાવા માટે એક ગોળી લેવી એ સ્વાભાવિક ગણાય. આ સંદેશ કેટલી સુંદર રીતેઆપ્યો છે ! આ પ્રકારનું જીવન ક્યાં દોરી જશે ? સવારથી રાત, એક દિવસથી બીજા દિવસ દોડયા કરવાનું ! પછી રોજ માથાનો દુખાવો થાય તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી !
અને સૌથી ખરાબ વાત એ છે કે જીવનની આ રફતાર હવે તદ્દન સામાન્ય અને સંપૂર્ણપણે સ્વીકાર્ય થઈ ગઈ છે. જીવનમાં દોડધામ કરવી કે મરણતોલ ઉતાવળ કરવી એ તદ્દન સામાન્ય થઈ ગયું છે.
રસ્તા પર થોડી વાર ઊભા રહો અને સિગ્નલ પાસે ટ્રાફિકનું નિરીક્ષણ કરો.
કોઈ ખાસ કારણ વિના દરેક વ્યક્તિ હૉર્ન મારવામાં વ્યસ્ત છે.
અને જે ક્ષણે લાઈટ બદલાય અને કમનસીબે એકાદ વ્યક્તિ પોતાની ગાડી તરત ચાલુ ન કરી શકે તો આવી જ બને ! સેંકડો લોકો શોર મચાવી તેને રસ્તા પર એકબાજુ તારવી દે.
ઉતાવળ એ આપણા યુગનો એક વિશિષ્ટ રોગ હોય એવું લાગે છે.
કામ વધારે ઝડપથી થઈ શકે એવાં મશીનો રોજ ને રોજ શોધાય છે. સૌથી ઝડપી કમ્પ્યુટરો હર પળે હજારો કામગીરી બજાવે છે.
અવાજની ગતિ કરતાં વધારે ઝડપથી સુપર સૉનિક જેટ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.
પૃથ્વી પર ગોઠવેલા સેટલાઈટ દ્વારા સંદેશવ્યવહારનું નૅટવર્ક વિશ્વના દરેક ખંડમાં માહિતી પ્રસારણનું કામ ગજબની ઝડપથી કરે છે.
એ કહે છે : અમારો સંદેશવ્યવહાર વિચારની ગતિએ થાય છે !
પણ આટલી ઉતાવળે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?
ક્યાં જવા માટે આટલું દોડી રહ્યા છીએ ?
સત્ય એ છે કે ક્યાંક જવા માટે અને ક્યાંકથી ભાગી છૂટવા માટે આપણે દોડીએ છીએ.
લોભ અને ભય આ બે મુખ્ય કારણોથી આપણે ખેંચાયા કરીએ છીએ. લોભ આપણને કહે છે : સમય નથી ! સાંઈઠથી સિત્તેર વર્ષની આયુષ્યમાં કેટલી બધી ઇચ્છઓ પૂરી કરવાની છે ! બની શકે એટલી વધારે વસ્તુ મેળવવાની છે. શક્ય એટલા વધારે અનુભવોનો સ્વાદ માણવાનો છે.
એક પ્રકારના વેરભાવથી જીવન જીવવાનું છે !
જેમ મરણપથારીએ પડેલો દર્દી જીવનના શેષ દિવસોમાં સુખ ભોગવી લેવાનું નક્કી કરે છે તેમ એક સુખથી બીજા સુખની પાછળ આપણે અંત વિનાની દોટ મૂકીએ છીએ.
પ્રસારમાધ્યમના નવા પ્રહારોની રોજ રોજ આપણા પર નવા પ્રહારો થયા કરે છે. કામ પર જાઓ ત્યારે રસ્તા પરની જાહેરખબર વાંચો. તેમાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે !
ઘેર પાછા આવો, ટીવી ચાલુ કરો અને જાહેરખબર જુઓ.
જાહેરખબરમાં રોજ શું આવે છે ? એ જ વાત !
આ રીતે દિવસમાં કલાકે કહેવામાં આવે છે કે એક નવું કામ, એક નવી ગાડી, એક નવી સ્ત્રીમિત્ર, એક નવું ઘર - તે વિના તમારું જીવન અધૂરું છે. આટલી બધી જરૂરી વસ્તુ મેળવવા માટે સમય ક્યાં છે ? તેથી દોડવાનું શરૂ કરીએ છીએ.
આપણે કમાવું પડે, આપણી જાતને પુરવાર કરવી પડે !
અને સમય એટલો થોડો છે કે આપણે અનેકવિધ જીવન જીવવા પડે છે.
એક દિવસમાં ૭૨ કલાક જેટલું કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ જાણે રાત થોડી ને વેશ ઝાઝા !
પણ શરીરની કેટલીક મર્યાદાઓ છે. તેથી એક દિવસમાં કેટલું કામ થઈ શકે ? એક સમયે આપણે એક જ જગ્યા પર હોઈ શકીએ. આપણે કદાચ એકસાથે ઘણાં બધાં કામ કરી શકીએ પણ તેથી વધારે તો નહિ જ.
આથી જીવનનો કેટલોક ભાગ આપણે મગજથી કે મનથી જીવવાનું શરૂ કરીએ છીએ.
આ છે આપણી જીવન જીવવાની અતિ આધુનિક પદ્ધતિ !
મનનો આનંદ એટલે વાસ્તવિક આનંદ વિનાનો આનંદ.
શહેરમાં મોડી રાતે ત્રણ કે ચાર વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતાં સૉફટવેર એન્જિનિયર પાસે પર્વતો અને સાગરતટ તેના કમ્પ્યૂટરના ડેસ્કટોપ પર ચિત્રરૂપે હોય છે; વાસ્તવમાં નહિ.
આંફિસમાં બેસીને એ પહાડોનાં સૌંદર્યને નિહાળે છે અને માણે છે, સાગરતટનાં મોજાંને સાંભળવાનો પ્રયત્ન કરે છે.
આને શું કહેવાય .. .. ? એને માટે એક શબ્દ છે .. .. અનેકવિધ કામો.
એન્જિનિયરના મતે એ અનેકવિધ કામો કરી રહ્યો છે. ઑફિસમાં કામ કરતાં એ સાગરતટની મોજ પણ માણે છે. કેવી સ્માર્ટ પસંદગી !
પણ દુખદ સત્ય એ છે કે ડેસ્કટોપ પર ચિત્ર જોવા એનો અર્થ એ કે તે માણસ પાસે રજા લેવાનો સમય જ નથી, કારણ કે તે કામમાં ખૂબ વ્યસ્ત છે, કંપનીના સૌથી નાના પ્રોજેક્ટ મૅનેજર બનવા માટે, ચમત્કારિક રીતે સમય કરતાં ખૂબ વહેલું પ્રમોશન મળે તે માટે તે કામમાં ગળાબૂડ ડૂબેલો છે.
સમય કરતાં વહેલાં કામો પતાવવાનું આપણને ઘેલું લાગ્યું છે.
આજે આપણે છ મહિનાના બાળકને કુદરતી હાજત માટે તાલીમ આપવાનો પ્રયાસ કરીએ છીએ !
આપણાં બાળકો સમય કરતાં જલદી મોટાં થઈ જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. પણ એ આપણી નરી મૂર્ખતા છે.
જેમ પહેલે જ વર્ષે આંબાના વૃક્ષને ફળ આવે એ અપેક્ષા મૂર્ખાઈ ભરી છે, કારણ કે આ વાત વૃક્ષના સ્વભાવ વિરૂદ્ધની છે.
આપણે આમ શા માટે કરીએ છીએ ?
પહેલાંના જમાનામાં જીવનની તમામ ઇચ્છાઓ સંતોષવા માટે એક આયખું પર્યાપ્ત છે એમ લાગતું હતું.
આખરે માણસને શું જોઈએ ? થોડુંઘણું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તે પિતાના ખેતરમાં ધંધે બેસવાનું ચાલુ કરી દેતો. તે લગ્ન કરતો. બાળકો થતાં, એ જ ગામમાં અને એ જ ઘરમાં આખું જીવન વીતાવતો. તેને ક્યાં ઉતાવળ હતી ?
અત્યારે જીવનમાં જે કાંઈ આપણી સમક્ષ આવે તે પ્રમાણે જીવન જીવીએ એટલી આપણામાં ધીરજ રહી નથી !
થોડાં અઠવાડિયાં પહેલાં એક યુવક મને મળવા આવ્યો. એ ત્રીસેક વર્ષનો હશે. એ ખાનગી કંપનીમાં કામ કરતો હતો.
તેણે મને કહ્યું,
સ્વામીજી, મેં તમામ વ્યવસ્થા કરી નાખી છે.
હું એક નવું ઘર બાંધવાનો છું અને તે માટે મેં પચીસ વર્ષની લૉન લીધી છે. લૉન ભરપાઈ થઈ જશે ત્યાં સુધીમાં મારી દીકરીનાં લગ્ન થઈ જશે અને તે તેના જીવનમાં સ્થિર થઈ જશે (એક નાની છોકરી તેનો હાથ પકડીને ઊભી હતી). મારો દીકરો નોકરીમાં સ્થિર થઈ જશે. (તેની પત્ની શિશુને તેડીને ઊભી હતી) ત્યાં સુધીમાં અત્યારે જે ઘર બાંધું છું તેના ભાવ સારી પેઠે વધી ગયા હશે એટલે એ ઘરને સારા ભાવે વેંચી શકીશ. મારી પત્ની સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેશે તેનાથી થોડો વધારે આર્થિક લાભ થશે. થોડાઘણા પૈસા પૌત્રો માટે રાખીને બાકીના પૈસાનું સારી જગ્યાએ રોકાણ કરીને તમારા આશ્રમમાં સ્થિર થઈશું. સ્વામીજી, અમે અહીં આશ્રમમાં ચોક્કસ આવશું. અમારું જીવન કેવળ આપને માટે છે ! કલ્પના કરો !
મારી સાથેની પાંચ મિનિટની વાતમાં તેણે જીવનનાં પચીસ વર્ષ પૂરાં કરી નાખ્યાં. એ
આટલી બધી ઉતાવળ શાને ?
એ એટલો ઉતાવળમાં હતો કે ભાવિ પચીસ વર્ષનો વિચાર કરીને અને તે માટે યોજનાઓ ઘડીને તેણે પચીસ વર્ષને નિચોવી લીધા હતા. હવે સુકાઈ ગયેલાં છોતરાં જેવું જીવન જીવવા સિવાય બાકી શું રહ્યું હતું ?
અને તે મને કહેતો હતો કે તેના જીવનનો એક માત્ર ધ્યેય કેવળ આધ્યાત્મિકતા છે - સિવાય આ રીતે જીવન જીવવા માટે તેને કર્તવ્ય બજાવવાની ફરજ પડતી હતી.
મને કહો, શું આ આધ્યાત્મિક જીવન જીવવાની રીત છે, જેમાં વર્તમાનને ભવિષ્યમાં ગીરવી મૂકવું પડે ?
લૉન અને ક્રેડિટ કાર્ડ એટલે આવતી કાલના જીવનને આજે જીવી લેવાનો પ્રયાસ કરવાની એક નવી રીત.
જે આપણે આવતી કાલે કમાવાના છીએ એ પૈસાનો ઉપયોગ આપણે આજે કરીએ છીએ !
હજી તો વર્તમાનમાં છીએ પણ આપણા ભવિષ્યને આજે જીવી લેવાનો પ્રયત્ન કરીએ છીએ.
શું એ શક્ય છે ? આ તો સમયનો ઊલટો ક્રમ કહેવાય. એ વિષયમાં આઈન્સ્ટાઈનને રસ પડે. આપણું જીવન ભાવિ તરફ સતત દોડે છે. આપણી પાસે જે કાંઈ ઉપલબ્ધ છે તે ક્યારેય પર્યાપ્ત નથી અને સારું નથી એમ મનમાં લાગ્યા જ કરે છે.
આ આપણા માટે એક નવી વાત છે, ખાસ કરીને પૂર્વના લોકો માટે. સદીઓથી આપણે વર્તમાન જીવનને એક 'વહેતા ઝરણા' ની જેમ જોતા આવ્યા છીએ. પુનર્જન્મનો અને જીવનમૃત્યુના ચક્રનો વિચાર આપણા મનમાં એટલો દઢ થઈ ગયો છે કે લોકો આ જ પ્રમાણે વિચારે છે,
આ જન્મમાં આપણી ઇચ્છાઓ પરિપૂર્ણ ન થાય તો શું થઈ ગયું ? બીજું જીવન તો હંમેશાં આપણી સામે છે જ ને !
વિજ્ઞાન અને ટેકનોલોજીની જેમ ઝડપ એ પણ પશ્ચિમની દેન છે.
તેનું સ્વાભાવિક કારણ એ છે કે પશ્ચિમના લોકો એક કરતાં વધારે જીવનમાં માનતા નથી.
હકીકતમાં ઝડપ એ વિજ્ઞાનની સકારાત્મક શાખાનું નકારાત્મક ખરતું પાન છે.
વિજ્ઞાન આપણને જીવન તેની પરાકાષ્ઠા સુધી જીવી શકીએ તેમાં મદદ કરે છે. ટેકનોલોજી આપણને જીવન પાસેથી સૌથી વધારે મેળવી શકવામાં મદદ કરે છે. મનોવિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો વિજ્ઞાન એ આપણી જાતનો બહિર્મુખી ભાગ છે. વિજ્ઞાન એ બહાર સર્પાકારે ઊઘડતી ચેતના છે. જ્ઞાનનો સંચય કરવો. પરિણામ મેળવવાં અને કામ ઝડપથી અને સારી રીતે કરવું એ વિજ્ઞાનનું લક્ષ્ય છે. વિજ્ઞાન વિના આપણે આજે પણ બળદગાડીના યુગમાં જ હોત !
પણ આજે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનનાં પરિણામો આપણને ગાંડી દોડધામ કરવા સુધી લઈ ગયાં છે.
આ સતત દોડધામ એ આપણી અંદર રહેલાં અશાંત મનનું પ્રતિબિંબ છે.
હકીકતમાં આપણી આંતરિક અશાંતિને કારણે આપણને દોડવાની ફરજ પડતી હોય તેવું લાગે છે. કશુંક મહત્ત્વનું ચૂકી ગયા હોઈએ એમ લાગે છે. એ શું છે તેની આપણને ખબર નથી, પણ તેને શોધવા માટે આપણે દોડધામ કરવાની છે.
એક કે બીજા સમયે મહત્ત્વની ટ્રેઈન કે બસ ચૂકી ગયા હો એવું સ્વપ્નું આપણામાંના કેટલાને આવ્યું છે ?
આ એક તદ્દન સામાન્ય સ્વપ્નું છે પણ એ અતિશય મહત્ત્વનું છે.
એ દર્શાવે છે કે મોટા ભાગના લોકો જીવનમાં કશુંક ખોઈ બેઠા છે એવા ડરમાં જીવે છે.
અંદરના ઊંડાણમાં આપણે મહેસૂસ કરીએ છીએ કે આપણે જીવનની ટ્રેઈન કોઈ રીતે ચૂકી ગયા છીએ.
પણ આ કેવી રીતે બન્યું એ આપણે સમજી શકતા નથી !
સ્વપ્નમાં છેક સુધી આપણને ઉતાવળ અને ઉતાવળ છે, સમયપત્રક જોયા કરીએ છીએ. યોજનાઓ ઘડીએ છીએ અને ઉતાવળ કરવા માટે એકબીજા સામે બૂમો પાડીએ છીએ. અંતે સ્ટેશન સુધી પહોંચીએ છીએ ત્યારે ટ્રેઈન છૂટી ગઈ હોય છે. બહુ મોડું થઈ ગયું હોય છે !
આજે પાંચ જુદી જુદી ટ્રેઈનો માટે આપણે એક સાથે બુકિંગ કરાવીએ છીએ – કેટલી બધી આગોતરી યોજનાઓ - છતાં એ બધું કોઈ રીતે છૂટી જતું હોય એમ લાગે છે. આપણા જીવનમાં પણ આમ જ બને છે.
આપણું વર્તન પણ એક બાળક જેવું છે. જુદા જુદા સ્વાદની દસ લોલીપોપ આપીને માત્ર પાંચ મિનિટમાં બધી પૂરી કરવાનું કહીએ ! લાલચથી દસેદસ લોલીપૉપને ચાટી શકીએ પણ એકેયનો સારી રીતે સ્વાદ લેવાનો સમય રહેતો નથી.
એક ક્ષણ માટે પાછા વળો અને ઝીણવટથી તપાસો કે છેલ્લાં પાંચ વર્ષમાં તમે કેવું જીવન જીવ્યા છો ?
ખરેખર જે કામ કરવા માગતા હતા તેને સમયના અભાવે કેટલી વાર છોડી દેવા પડયા ?
શું આ બધી દોડધામ જરૂરી હતી ?
એનો અર્થ એ નથી કે પૂર્વના દેશોમાં એક સામાન્ય પ્રથા છે તે પ્રમાણે ફિલસૂફીના અનાસક્તિભાવે જીવન જીવવું એ જ યોગ્ય છે !
એનો અર્થ એ પણ નથી કે જીવનને મુલતવી રાખવું
કેવળ વર્તમાનમાં જીવવું અને ભવિષ્યની તદ્દન ઉપેક્ષા કરવી એ શક્ય નથી. દરરોજ આપણને કામ હાથ ધરવાનું અને નિર્ણય લેવાનું કહેવામાં આવે છે. ચોક્કસ સીમારેખામાં આપણે જીવવાનું હોય છે. આગળનું વિચારવાનું હોય છે, આપણાં
સ્વપ્નાં પૂરાં કરવાનાં હોય છે.
સાચે જ આવતી કાલ માટે ખરેખર યોજના ઘડવી જ જોઈએ.
પણ વર્તમાનમાં જીવવાનું છે એ ભૂલી નહિ જતા !
હું એમ કહેવા માગું છું કે જાણપણું રાખીને જીવો.
સભાનપણે જીવો.
તમારા જીવનની દરેક પળે હાજર રહેતા શીખો.
જે ક્ષણે કાંઈ પણ કામ કરો તેને સંપૂર્ણપણે મન દઈને કરો.
દરેક કામ પર નજર રાખો.
ભલે એ રોજિંદ્ર કામ હોય પણ પહેલી જ વાર કરતા હો એ રીતે કરો. અલબત્ત એ સહેલું નથી. મોટે ભાગે આપણને રસ ન પડે એવાં કામો આપણે કરવાં પડે છે – જેને આપણે રસપ્રદ કહીએ એવાં નહિ ! સવારે નવ વાગ્યે ચિક્કાર ભીડવાળી બસમાં જવાનું, રાત્રે આઠ વાગ્યે જાહેરખબરમાં દર્શાવેલી સ્ત્રીની જેમ ઘરનાં કામો પૂરાં કરવાનાં. પણ કાંઈ વાંધો નહિ !
જે પણ કરો તે સંપૂર્ણપણે મન દઈને કરો.
મનમાં સ્પષ્ટપણે સમજી રાખો. આ વર્તમાનની વાસ્તવિકતા છે. તેમાંથી ભાગી છટાય નહિ.
તેથી એનો આનંદ લો, ડીશ ધોવાની હોય કે તેના જેવું જ બીજું કોઈ કામ હોય ! પથારીમાં ગાઢ નિદ્રામાં હો ત્યારે તમે ધારો તો પણ બે કલાક માટે દોડીને ભાવિમાં જઈ શકતા નથી માનસિક રીતે એમ થઈ શકે પણ શારીરિક રીતે તો તમે હતા ત્યાંના ત્યાં જ રહેવાના.
લાઓ ત્સુએ 'વેઈ–વૂ–વેઈ' નામનો એક સુંદર શબ્દપ્રયોગ કર્યો છે.
વેઈ-વૂ-વેઈ એટલે કર્મમાં અકર્મ.
ખરેખર એ જીવન જીવવાનો સૌથી આનંદદાયક માર્ગ હોવો જોઈએ !
વેઈ-વૂ-વેઈ એટલે દરેક કર્મમાં રમતાંરમતાં, સહજપણે અને સંપૂર્ણપણે પ્રવેશ કરવો. કર્મને ક્રીડામાં રૂપાંતર કરવાની આ એક સુંદર રીત છે. ક્યારેક વાર ડીશ ધોતાં તમને કંટાળો આવે તો તમારાં બાળકને બોલાવો અને તેને તક આપો.
બાળક એ કામ કેવી રીતે કરે છે તેનું નિરીક્ષણ કરો. તે ડીશ ધોવે છે ત્યારે તેના નાનકડા શરીરના દરેક કોષને કામે લગાડે છે. ડીશ ઉપર ઊઠતા સાબુના ફીણની દરેક ડિઝાઈનનો તે આનંદ લે છે. તેને કામ કરવાની કોઈ જ ઉતાવળ નથી અને આનાથી વિશેષ મહત્ત્વનું કામ તેની પાસે બીજું એકે નથી.
હકીકતમાં જે ક્ષણે બાળક જે કામ કરે છે તે તેના જીવનની સૌથી મહત્ત્વની બાબત હોય છે. આ છે વેઈ-વૂ-વેઈ.
તેથી વર્તમાન સાથેના આપણા આ સતત અસંતોષનું એક મુખ્ય કારણ એ છે કે એક જ આયખામાં બને તેટલું વધારે મેળવી લેવાનો લોભ.એ હંમેશાં આપણને દોડધામ કરાવે છે.
જોકે, લોભ એક માત્ર કારણ નથી ! આપણામાંના મોટા ભાગના લોકોને ક્યાંક અટકવું જોઈએ તે વાતનો ડર લાગતો હોય છે.
જીવનના આ બહારના વહેણને આટલું બધું વળગી રહેવાનું બીજું એક મુખ્ય કારણ ડર છે.
દોડધામ એ પોતાની જાતથી છટકવાનો એક માર્ગ છે.
અટકવું, થોભવું, એક ક્ષણ સ્થિર ઊભા રહેવું એટલે આપણા ગૂઢતમ આત્મા સાથે પ્રત્યક્ષ થવું. અંતરના મૌન અને શાંતિ સાથે મુખોમુખ થવાની આ વાત છે. બહારની દુનિયામાં ચાલતા સતત કોલાહલ સાથે આપણું મન ટેવાઈ ગયું છે. તેથી મૌનનો સાક્ષાત્કાર એક ભયંકર અનુભવ લાગે એ માની શકાય એવી વાત છે.
ગંભીર રીતે વિચાર કરીએ તો આપણામાંના કેટલા લોકોમાં પોતાની જાતનો સામનો કરવાની હિંમત છે ?
અંતદષ્ટિ કરવી એટલે સતત દોડધામ કર્યા પછી આપણે સહેજ પણ ખસ્યા નથી એ સત્ય શોધવાનું જોખમ ખેડવું.
આ એક કારણસર કેટલાય લોકો ધ્યાન કરતાં ડરે છે. તેઓ મારી પાસે આવીને કહે છે, સ્વામીજી, મનમાં શાંતિનો અનુભવ થાય તે માટે મારે શું કરવું જોઈએ ?
જો હું તેમને કોઈ મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા કરવાનું કહું તો તેઓ રાજીખુશીથી કરશે. અંતે આ પણ દોડતાં દોડતાં કરવાની જ વાત થઈને ! પરંતુ અરધો કલાક જ તેમને ધ્યાનમાં બેસવાનું કહ્યું તો તેમને ભારે પડી જાય.
ઝેનમાં એક સુંદર ધ્યાનપદ્ધતિ છે, જેનું નામ છે, 'કેવળ બેસીને',
'કેવળ બેસીને' – આ તે કેવું નામ !
આજે ઝેન એક માત્ર ધર્મ છે જે ખરેખર જીવંત છે. દરેક યુગ અને સમયની બદલાતી જરૂરિયાતો પ્રમાણે એ પણ બદલાતો રહે છે.
'કેવળ બેસીને' નામના ધ્યાનમાં લોકોને ખરેખર એ નામ પ્રમાણે જ કરવાનું હોય છે – સ્થિર બેસો અને કાંઈ જ ન કરો.
આમ તો દરેક પ્રકારના ધ્યાનમાં સ્થિર બેસી અને કાંઈ ન કરવા વિશેની વાત જ કહેલી છે, પરંતુ ઝેન ટેકનિક તે જ વાત આપણને જાગ્રતપણે કરવાનું કહે છે.
મોટા ભાગના લોકોને એ જ વાત અતિશય કઠિન લાગે છે. જિંદગી આખી આપણે કેટલી ભયંકર ઝડપથી ચાલતાં હોઈએ છીએ. તેથી અટકવા માટે એથીયે વધારે ભયંકર પુરુષાર્થ કરવો પડે,
કારણ કે અટકવું કે થોભવું એટલે આપણા જીવનને એક નવી દૃષ્ટિથી જોવું. ભૂલી ગયેલા આત્માના ફરી સંપર્કમાં આવવું અને રહેવું.
આપણે શું કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ તેની ઝીણવટથી તપાસ કરવી. (કામ શરૂ કરવા માટેનાં મોટા ભાગનાં કારણો હવે નકામાં છે એવું આપણને જાણવા મળે તોપણ)
આ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી !
યાદ રાખો, સર્વશ્રેષ્ઠ ટ્રાન્સઅૅટલાન્ટિક જહાજો પણ એકધારા ઊડી શકતાં નથી; તેમાં પણ ફરી બળતણ નાખવું પડે છે.
એકધારી દોડધામ એ માનસિક રોગને આમંત્રણ આપવાનો એક નિશ્ચિત માર્ગ છે. અટકવું એ જ ઈલાજની પ્રક્રિયા છે. અટકીએ તો જ તમને તમામ દોડધામનો અર્થ સમજાશે.
આ રમૂજી પ્રયોગ તમારા પરિવાર કે મિત્ર આગળ અજમાવો; એકબીજાને કહો, 'થોભો' !
આ એક સુંદર ટેકનિક છે.
તમે અધવચ્ચે હો અને કોઈ બૂમ પાડીને કહે, 'થોભો' ! ત્યારે તમે અચાનક વર્તમાનમાં પાછા ફેંકાઓ છો.
આમ, દોડધામમાં એક અચાનક વિરામ આવે છે.
તમે જાગૃતિમાં એક છલાંગ ભરો છો; તમે વર્તમાનમાં પુનઃ પ્રવેશ કરો છો !
દુ:ખ શા માટે ?
સ્વામીજી, દુ:ખ એ શું છે ? શું દુ:ખ જીવનમાં આવશ્યક છે ? એક સુંદર બૌદ્ધસૂત્ર છે :
न हि दुःख, न हि कारण, न हि अन्त।
દુઃખ ખરેખર શું છે ?
આપણામાંના મોટા ભાગના લોકો તેમના જીવનમાં ક્યારેક તો દુ:ખમાંથી પસાર થયા જ હોય છે.
ધારો કે હું તમને પૂછું કે દુ:ખી થવાનું તમે શા માટે પસંદ કર્યું ? શું દુ:ખી થવાનું જરૂરી હતું ?
મારો આ પ્રશ્ન તમને ચોક્કસ મૂર્ખાઈભર્યો લાગશે !
સ્વામીજી, કોઈ દુ:ખી થવાનું પસંદ કરે ખરું ? તમે મને એવો વળતો પ્રશ્ન પૂછશો.
દુ:ખ થાય છે, બસ ! એ મારા હાથની વાત નથી.
પણ સત્ય એ છે કે દુ:ખ એ એક વિકલ્પ છે !
દુ:ખ એ જીવનની અવસ્થા નથી; મનની સ્થિતિ છે.
એ એક આંતરીક ઘટના છે; બાહ્ય ઘટના નથી. કેટલીક પરિસ્થિતિમાં તમને દુ:ખ ન થાય એ બનવાજોગ છે.
પરંતુ તમે પરિસ્થિતિને કેવી રીતે લો છો તેના પર એ નિર્ભર કરે છે. તમારું દુ:ખ સાચું નથી એમ કહેવું એ અયોગ્ય અને અસત્ય ઠરશે, કારણ કે તમારી યાતના સાચી અને અનિવારણીય હતી. દુ:ખી ન થવાનો વિકલ્પ તમે તમારી જાતને ક્યારેય આપ્યો જ નહિ, કારણ કે તમને ખબર જ નહોતી કે તેનો વિકલ્પ છે ખરો. પણ હવે આ એક પ્રશ્નને સભાનતાથી વિચારી જુઓ.
તમે ક્યારે દુ:ખી થાઓ છો ?
બીમાર પડો છો ત્યારે ? કે તમારા પાડોશીને ત્યાં નવી કાર આવે છે ત્યારે ? કે બીજાને ખાતર તમારો પ્રેમી કે મિત્ર તમને છોડી દે ત્યારે ?
ધારો કે તમે એક વાર મનમાં ગાંઠ વાળી કે કોઈ પણ જાતના ગુસ્સા કે ખીજ વિના મારે આ તમામ ઘટનાઓને સ્વીકારી લેવી છે તો પછી તમને દુ:ખ લાગશે ?
તમારા પાડોશીએ નવી ગાડી લીધી એ વાત દુ:ખદાયક નથી.
કોઈ નિકટની વ્યક્તિ વિદાય લે એ પળ ખરેખર દુઃખદાયક છે અને એ પ્રસંગને તમે ટાળી ન શકો.
પરંતુ એ ક્ષણનો સ્વીકાર કરીને તમે તમારા દુ:ખને ઓછું જરૂર કરી શકો. દુ:ખ એ હંમેશાં હંમેશાં વર્તમાનના વિરોધમાંથી જન્મે છે, માટે તમે યાતનાનો વિરોધ કરવાનો મૂકી દેશો તો યાતના નાશ પામી જશે !
એક માણસ બીજા માળની બારીએથી પડી ગયો અને ચમત્કારિક રીતે બચી ગયો. હૉસ્પિટલમાં તેને જોવા તેનો એક મિત્ર આવ્યો. શું પડવાથી બહ્યું ? મિત્રે વિનમ્રતાથી પૂછ્યું. અરે, પડવામાં કાંઈ જ પીડા નથી થઈ; પીડા તો જમીનનો સ્પર્શ થતાં થઈ, પેલાએ જવાબમાં કહ્યું.
જ્યાં સુધી તમે વહેતાં પ્રવાહમાં રહો ત્યાં સુધી તમને દુ:ખ નથી, સહેજે દુઃખ નથી. જે ક્ષણે તમે તમારા વિચારોને અને ધારણાઓને જીવનના માર્ગમાં વહેતાં મુકશો એટલે એ વહેણમાં અવરોધો ઊભા થશે તેમ તમે દુ:ખમાંથી છટકવા માટે બચાવનો પ્રયત્ન કરશો તો તમે એ દુ:ખની ઘટના કરતાં પણ વધારે દુખી થશો.
મૃત્યુનો જ દાખલો લો ! મૃત્યુ એક ઘટના તરીકે તમને એક જ વાર દુ:ખ પહોંચાડે છે પણ મૃત્યુનો ભય આખી જિંદગી તમારો પીછો કરે છે. મૃત્યુથી સતત ભાગવાનો પ્રયત્ન તમને મૃત્યુ કરતાં પણ વધારે દુ:ખી કરે છે. દુ:ખ ભાગ્યેજ અકસ્માત કે જીવલેણ રોગ જેવી બહુ મોટી ઘટનાથી ઉત્પન્ન થાય છે. જીવનમાં મોટા ભાગનાં દુ:ખો રોજરોજના નાનામોટા ઝઘડા અને સંઘર્ષમાંથી જન્મે છે.
દુ:ખ શા માટે ?
કેટલાંય ઘરોમાં ત્રીસત્રીસ વર્ષનાં લગ્ન પછી પણ પતિ અને પત્ની એ જ નાનીમોટી વાત પર દરરોજ ઝઘડતા જોવા મળે છે ! નથી તેઓ પોતાનું વર્તન બદલી શકતાં કે નથી તેઓ એકબીજાનાં વર્તનને સાંખી કે સ્વીકારી શકતાં. આનું જ નામ છે સંસાર. તમારી પોતાની રહેણીકરણી તમને કેટલું દુ:ખ આપે છે તે તમે જાણતા નથી કે તમે તેને વશમાં રાખી શકતા નથી.
ભાવનાત્મક રીતે બીજા લોકો પાસેથી કે બાહ્ય પ્રસંગોમાં વધારે પડતી અપેક્ષા રાખવાથી દુ:ખ થાય છે, પણ બીજા પર તમારો અંકુશ કેટલો ?
તમે જ તમારા પ્રેરણાસ્રોત બનો. તમારાં સુખને બીજાને ત્યાં ગીરવી ન મૂકો. એક વાત યાદ રાખો કે તમારા પોતાના સુખ માટે તમે જ સો ટકા જવાબદાર છો. તમારી મૂક સંમતિ વિના કોઈ વ્યક્તિ કે વસ્તુ તમને દુખી કરી શકે નહિ ! તમને પ્રેરણા આપવા માટે આ કેવળ ઠાલા શબ્દો નથી. આ એક સીધુંસાદું સત્ય છે.
તમારા પોતાના અનુભવોને જોવાની આદત પાડવાનો પ્રયત્ન કરો. અમુક પરિસ્થિતિમાં તમને કોણ દુખી કરે છે અને તે બાબતે તમે કાંઈ કરી શકો છો ? જો કરી શકતા હો તો કરો.
જો પરિસ્થિતિ તમારી અંકુશ બહાર હોય તો આ બેમાંથી કોઈ એક પ્રતિક્રિયા આપી શકો. (અ.) તમારી જાતને દુ:ખી થવા દો. (બ.) પરિસ્થિતિને સ્વીકારી તમારા જીવન સાથે સાનુકુળ થઈ જાઓ.
પસંદગી તમારી છે !
એક નાનકડી વાર્તા :
શ્રી રામકૃષ્ણ જીવનનાં અંતિમ વર્ષોમાં કૅન્સરથી પીડાતા હતા. તેમ છતાં તેમનું સામાન્ય જીવન યથાવત હતું શારીરિક દૃષ્ટિએ રોગ સાથે રોજની લડત હતી પણ ગુરુના અંતરમાં શાંતિ હતી.
એક દિવસ એક શિષ્યે તેમને લાગણીથી પૂછ્યું,
આ રીતે તમારા ચહેરા પર સ્મિત કેવી રીતે આવી શકે છે ? આટલાં બધાં દુ:ખને તમે કઈ રીતે સહન કરી શકો છો ? કેવું દુ:ખ ? શ્રી રામકુષ્ણે તેને વળતો પ્રશ્ન પૂછયો. દુ:ખ છે પણ દુ:ખનું અનુસંધાન નથી; દુ:ખની પીડા નથી. દુ:ખમુક્ત હોવું એનો અર્થ દુ:ખ છે જ નહિ એમ નથી. આજ સુધી કૅન્સર માટે, ભખમરા માટે કે ફર્નિચર સાથે તમારો અંગઠો ન અથડાય એ માટે કોઈ ઉપાય શોધાયો નથી. દુ:ખની તમારા પર અસર ન થવા દેવી કે દુ:ખને કોઈ પ્રતિભાવ ન આપવો એમાં સ્વતંત્રતા રહેલી છે.
તમે મને પૂછો છો – શું દુ:ખ જરૂરી છે ?
હા, અમુક રીતે.
કારણ કે જીવનવિકાસ માટે દ્દઃખ એક અસરકારક ઉદ્દીપકનું કામ કરે છે. જેમ છોડ ઊગે કે ખીલે તે પહેલાં બીજમાંથી ફણગો ફટે છે તેમ તીવ્ર દુ:ખ તમારા અહંકારને છિશ્વભિત્ર કરી નાખે છે અને ઇશ્વર સમક્ષ તમને ખુલ્લા મૂકી દે છે. ચીલાચાલુ વિચારો છિશ્વભિન્ન થઈ જાય પછી વસ્તુને યથાવતા જોવાનું તમે શરૂ કરો છો; વસ્તુને તેના સાચા સ્વરૂપમાં જોવાની શરૂઆત કરો છો.
દુઃખ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે. દ્દઃખ તમારો ઉપયોગ કરે તે પહેલાં દ્દઃખનો ઉપયોગ કેમ કરવો તેમાં સાચી પરિપક્વતા રહેલી છે.
એક નાનકડી વાર્તા :
એક જ્ઞાની અને એક સામાન્ય માણસ અમાસના અંધારામાં રસ્તો કાપી રહ્યા હતા. અચાનક આકાશમાં વીજળીનો ઝબકાર થયો.
પેલો સામાન્ય માણસ તો ભયથી ધ્રૂજવા માંડયો.
આંધી ! તેનું મન અસમંજસમાં પડી ગયું. આગળ ચાલું કે આંધી શમી જાય ત્યાં સુધી સલામત જગ્યા શોધી રોકાઈ જઉં ? તેને મનમાં વિચાર આવ્યો કે હૂં આજે
બહાર ન નીકળ્યો હોત તો સારૂં થાત. પોતાને મૂર્ખ અને કમનસીબ કહીને શાપ વરસાવા લાગ્યો. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ દૃ:ખમાં માથાબડ ડુબી ગયો ! બીજી બાજુ જ્ઞાનીએ વીજળીના ઝબકારમાં રસ્તાને સ્પષ્ટ રીતે જોઈ લીધો. હવે તેને ખાતરી થઈ ગઈ કે તે યોગ્ય દિશામાં જ આગળ વધી રહ્યો છે. આ મદદ માટે તેણે વીજળીનો આભાર માન્યો, કારણ કે તે વીજળીના પ્રકાશમાં માર્ગને સારી રીતે જોઈ શક્યો અને તે માર્ગે આગળ ચાલી શક્યો.
દુ:ખ પણ વીજળીના ઝબકાર જેવું જ છે. તેના અસ્તિત્ત્વ પર તમારો કોઈ અંક્શ નથી પણ તેનાથી દુ:ખી થવું કે તેમાંથી કંઈક શીખવું એ તમારા પર નિર્ભર છે.
તમે દઃખને માણો છો ?
દ:ખની પાછળ એક અત્યંત ઊંડું રહસ્ય છપાયેલું છે : તમે દ્દઃખને માણી શકો છો. માંદા પડવું એ પણ સુખનું કારણ બની શકે. જો માંદગી દ્વારા તમે શરીરની કાળજી અને ધ્યાન લેતાં થાઓ તો !
એક નાનકડી વાર્તા :
એક માણસ એક બહુ મોટી કંપનીમાં કામ કરતો હતો. દરરોજ બપોરના ભોજન માટે તે એક જ વાનગી લઈ આવતો. દરરોજ તે ફરિયાદ કરતો કે આ વાનગી તેને સહેજ પણ ભાવતી નથી. તેના મિત્રો તેની સાથે આ વાનગી દરરોજ ખાતા હતા. રોજ તેની ફરિયાદ સાંભળી તેના દ્રુઃખ પર દયા ખાઈને તેના મિત્રોએ આખરે તેને સલાહ આપી કે તારી ભાવતી વાનગી બનાવે એમ તારી પત્નીને કેમ નથી કહેતો ? આ વાનગી તને નથી ભાવતી તેની જાણ તારી પત્નીને નથી ?
શું, પત્ની ? તે માણસે આશ્ચર્યથી જવાબ આપ્યો.
હું તો કુંવારો છું અને મારું ખાવાનું હું પોતે જ બનાવું છું આવી કેટલીય ફરિયાદો તમે સૂક્ષ્મ રીતે કર્યા કરતા હો છો. એની ખબર તમને ક્યારેય હોય છે ? અન્યની સહાનુભૂતિ મેળવવા તમે જાણીબુઝીને તમારાં માટે દુઃખ ઊભૂં કરો છો. દા. ત. કોઈની સાથે ઝઘડો થયો હોય ત્યારે તેનો બદલો લેવા તમે જમ્યા વગર ચાલી નીકળો છો.
તમારી જાતનું પરીક્ષણ કરો. શા માટે પોતાને કે બીજાને દુ:ખ આપવામાં તમને આનંદ આવે છે ?
શું દ્દ્રઃખ આપ્યા વિના આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો જ નથી ? તમારી જરૂરિયાતને સંતોષવા કોઈ સકારાત્મક માર્ગ છે ? હોય તો જાણી રાખો – આ છે પ્રથમ પગલં
'અહીં' અને 'વર્તમાન' એ બંનેનો સંપૂર્ણપણે સ્વીકાર આ છે બીજું પગલું સ્વીકાર સાથે જાગૃતિ. – દુ:ખમાંથી બહાર નીકળવાનો આ જ એક માર્ગ છે. તમારી પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે કોઈ પગલાં લેવાની જરૂર જ નથી એમ હું કહેવા નથી માગતો.
જરૂરી તમામ પગલાં લો પણ પરિસ્થિતિને તમારા પર હાવી થવા ન દો. પ્રતિક્રિયા નહિ - ફક્ત ક્રિયા જં.
જીવનનો મૂળ સ્રોત એક જ છે ? આપણે સૌ ગૂઢ રીતે એકબીજાથી જોડાયેલા છીએ ?
અ-મન સ્થિતિ જેવી કોઈ ખરેખર વસ્તુ છે ખરી ?
(અમેરિકન ન્યૂરોલોજીસ્ટોએ સ્વામીજીની વિજ્ઞાનને પડકારરૂપ ન્યૂરોલોજીકલ સિસ્ટમ અંગે કરેલ સંશોધનનો અહેવાલ)
રેની નવજાતિ માટે જે વિષયનું શાશ્વત મૂલ્ય છે એ વિષય અંગે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સદીઓથી ગજગ્રાહ ચાલી રહ્યો છે.
અધ્યાત્મ ગુરુઓ એમ કહે છે કે અ-મનની સ્થિતિ એ એક સાચી ઘટના છે. એ સ્થિતિનો સંપૃણ સાક્ષાત્કાર એ જીવનનું પરમ લક્ષ્ય છે. વિજ્ઞાનસમાજ કોઈ પણ જાતના નક્કર પુરાવા આ વાત સ્વીકારવા તૈયાર ન થાય એ તદ્દન સ્વાભાવિક વાત છે.
આપણી સદીમાં પહેલી વાર વિજ્ઞાને નક્કર તબીબી પુરાવા સાથે સૂપરનોર્મલ અને પૅરાનોર્મલ બાબતોમાં ઊંડા ઊતરી એક આશાસ્પદ ચાવી શોધી છે. જે સિદ્ધિ સામાન્ય મનૃષ્ય માટે દીવાસ્વપ્ન જેવી જણાય તે સિદ્ધિનાં આશીર્વાદ આધ્યાત્મિક રીતે ઉત્તત વ્યક્તિમાં છે તે આ ચાવી વડે જાણી શકાય છે.
માર્ચ, ૨૦૦૪ માં જીવનના આ અતિ આવશ્યક પ્રુશ્વનોના જવાબ શોધવાની આશા સાથે આ ઓકલેહોમ (અમેરિકા) ના ટોચના ન્યૂરોલોજીસ્ટની એક ટીમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની વિજ્ઞાનને પડકારરૂપ ન્યુરોલોજી સિસ્ટમ પર પથદર્શક અને વ્યાપક વૈજ્ઞાનિક સંશોધન કર્યુ. ટીમનો પ્રાથમિક સંશોધન અહેવાલ પછીના પાના પર આપવામાં આવ્યો છે. આ અહેવાલનું મહત્ત્વ કેવળ વિશ્વના તબીબી પરિવાર માટે જ નહિ, પણ (આપણામાંની દરેક વ્યક્તિના મનમાં ઊઠતા એ જ સવાલો-કોણ માને છે છતાં નથી માનતા, કોણ જાણે છે છતાં નથી જાણતા ?) સમગ્ર માનવજાતિ માટે તેમજ આ માર્ગહીન માર્ગ અર્થાત્વ સૂષ્ટિ પરના સાહસિક સહપ્રવાસીઓ માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.
A Mind Matters ColumnTM યોગીનં મન - આર. મરલી ક્રષ્ણ, એમ. ડી. અધ્યક્ષ : સીઓઓ, ઈન્ટેગ્રીસ મૅન્ટલ હેલ્થ ઍન્ડ જેમ્સ એલ. હૉલ, જુનિયર સેન્ટર ફૉર માઈન્ડ, બોડી ઍન્ડ સ્પિરિટ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM – ખભા સુધી લાંબા કાળા વાળ, સ્વસ્થ અને સુઘડ, દેખાવડા અને વિનમ્ર, અતિશય જિજ્ઞાસા અને ખુલ્લી કિતાબ જેવી રહેણીકરણી – આ યુવાન કોઈ સામાન્ય અમેરિકન કૉલેજ વિદ્યાર્થી જેવા જ લાગે. ફરક એટલો કે અમેરિકન કૉલેજ વિદ્યાર્થી ભગવા વસ્ત્ર અને પાઘ ધારણ ન કરે, તેણે આધ્યાત્મિક સાક્ષાત્કાર કર્યો ન હોય અને વિશ્વના ખૂણેખૂણે અસંખ્ય લોકો તેને ગુરૂ, યોગી અને દિવ્ય ઉપચારક તરીકે પૂજતા ન હોય !
યોગી ? યોગી શબ્દ સ્વામી માટે એકદમ સૂસંગત છે. પ્રચલિત સંસ્કૃતિ જણાવે છે કે યોગીઓને ઇશ્વર સાથે સીધો સંબંધ હોય છે. કોઈ અકળ કે અપરિમિત સાધન દ્વારા યોગીઓ પરમ સત્ત્ર કે સત્યમાં ઊંડા ઉતરી શકે છે. યોગી નામ જીભ પર લો એટલે એક પ્રસન્ન, ઉત્રત વિચારો અને આંતર્પ્રજાથી સજ્જ વ્યક્તિની છબી મનમાં તરત ઉપસી આવે. યોગીના સાશિધ્યમાં શાંતિ મળે છે અને લોકોના ઈલાજ થાય છે.
આ છે દક્ષિણ ભારત ના ૨૭ વર્ષના એક સ્વામીનું યથોચિત વર્ણન. તબીબી સારવારથી સાજા થઈ શક્યા ન હોય એવા હજારો લોકો દર વર્ષે બિમારી અને તકલીફમાં રાહત અને શાંતિ મેળવવા તેમની પાસે આવે છે. સ્વામીનો પૂર્વાશ્રમ તેમને એક યોગીની શાન આપે તેવો છે. તેમણે કિશોરવયે ગૃહત્યાગ કર્યો, ભારતભરના આશ્રમોની મુલાકાત લીધી, તત્વજ્ઞાનમાં નિમગ્ન થયા, વિપુલ વાંચન કર્યું અને ધ્યાનની કળામાં પારંગત થયા.
તાજેતરમાં વિશ્વયાત્રા દરમિયાન તેઓ ઑકલેહોમ શહેરમાં આવ્યા. તે વખતે મેં
તેમને પૂછયું, આધુનિક તબીબી વિજ્ઞાનની કેટલીક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મારે તમારી ધ્યાનાવસ્થા દરમિયાન તમારા મગજનું નિરીક્ષણ કરવું છે. તે માટે મને સંમતિ આપશો ? મારો મુખ્ય ઉદ્દેશ હતો : યોગાવસ્થાને સમજવી, તેનું મલ્યમાપ કરવં અને એ અવસ્થા દરમિયાન જે કાંઈ બને તેનાં રહસ્યને પ્રગટ કરવં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મતે "ધ્યાનને વૈજ્ઞાનિક આધાર છે." તેથી તેમણે મને રાજી થઈને એ માટે સંમતિ આપી.
ઓકલેહોમ શહેરના સર્વશ્રેષ્ઠ અને અનભવી ડૉક્ટરો, ન્યરોલોજીસ્ટો અને સંશોધકોની એક ટીમે આ કામ હાથ ધર્યું. જિમ થોર્પે રિહેબિલિટેશન સૅન્ટર ન્યૂરોસાઈકોલોજી વિભાગના ડૉક્ટરો ફોરડાઈસ, રૂવે અને હિગ્ગીસ તેમજ ઑકલેહોમના પેટ સૅન્ટરના ડૉક્ટર ચેકોએ સ્વામીની ધ્યાનપ્રદ્વિયાની સંપૂર્ણ દેખરેખનું કામ સંભાળ્યું. સામાન્ય રીતે દર્દીઓ પર વાપરવામાં આવતી ટેકનોલોજીનો ઉપયોગ આ ડૉક્ટરોએ સ્વામી પર કર્યો હતો. એ ટેકનોલોજીથી મેળવેલા ફોટાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી તેઓ જાણી શકે છે કે ં દર્દી સામાન્ય છે કે અસામાન્ય.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું પરીક્ષણ કર્યા પછી શું પરિણામો આવ્યાં ? નિર્ણાયત્મકરૂપે સામાન્ય નહિ !
મગજની પ્રવૃત્તિનું ચિત્રિકરણ :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મગજનું સૌથી પહેલું ચિત્ર (ફોટા દ્વારા નિરીક્ષણ) અમે પોસિટ્રોન એમિસન ટોમોગ્રાફી (પેટ) ની પદ્ધતિથી મેળવ્યું. ક્ષ-કિરણો; સીટી સ્કૅન કે એમઆરઆઈ જેવી ચીલાચાલુ ચિકિત્સા ટેકનિક દ્વારા શરીરના આવશ્યક ભાગ કે શરીરરચનાના ફોટા આપણને મળે છે, પણ તેના કરતાં પેટ એ તદ્દન અલગ ટેકનિક છે. એ ટેકનિક આપણને કોષોની રાસાયણિક પ્રક્રિયા દ્વારા થતી મગજની કામગીરીના ફોટા પાડે છે. આ ટેકનિકમાં સૌથી પહેલાં રેડિયોએક્ટિવ પેટ ટ્રેસર પર ગ્લુકોઝનો એક પદાર્થ ચોંટાડવામાં આવે છે. ત્યારપછી પેટર્સ્કેનર રાસાયણિક રીતે સદિવ
મગજના વિસ્તારના ઇચ્છે ત્યારે ફોટા પાડે છે. ધ્યાનની પ્રાથમિક અવસ્થા, જાગૃત અને સજાગ અવસ્થા અને ગાઢ સમાધિ અવસ્થા દરમિયાન સ્વામીના મગજના સૌથી સહિય વિસ્તારને આ પદ્ધતિ દ્વારા શોધી કાઢવાનો હતો.
પેટર્કેન ટેસ્ટના પરિણામો ચોંકાવનારાં હતાં. સ્વામીના મગજના અગ્રભાગમાં પ્રવૃત્તિ સાર્થક રીતે વધારે પ્રમાણમાં હતી અને તે પણ ધ્યાનની પ્રાથમિક અવસ્થા દરમિયાન. આ પ્રવૃત્તિનું સ્તર કોઈ પણ સ્થિતિમાં સામાન્ય માણસનું હોય તેના કરતાં અનેકગણું વધારે હતું. એક વાત યાદ રાખીએ કે મગજનો અગ્રભાગ બુદ્ધિ, ધ્યાન, ડહાપણ અને નિર્ણય સાથે સંકળાયેલો છે.
હવે અમે સ્વામીને ધ્યાનના ઊંડાણમાં જવાનું કહ્યું તો અમને બે વધારે નોંધનીય પરિણામો મળ્યાં
એક, સ્વામીના મગજનો વર્ચસ્વ ધરાવતો ગોળાર્ધ ૯૦ % વધારે બંધ હતો. જાણે બાંધીચીધીને એ ભાગ વેકેશન ગાળવા ગયો ન હોય ! એ વિસ્તાર મૌન અને સ્થિર, સંપૂર્ણ શાંતિમય.......
આ સ્થિતિ સ્વામીએ સ્વેચ્છાથી કે સંકલ્પથી નિર્માણ કરી હતી. સ્વામીના ઊંડા ધ્યાનનું …બીજું ત્રમાક્ષર્મજન્તદન્પત્નન્નેન્હતું કેન્સમજન્મન્ય ચ્યુચ્યુઅગ્રવિસ્તારતો…નીયલોનવાયમાં સ્નર્થક રીતે પ્રકાશમાન જોવા મળ્યો. આ વિસ્તારને આપણે 'ત્રીજા નેત્ર' ના ગઢ પ્રતિષ્ઠિત સ્થાન સાથે સરખાવી શકાય.
પછીથી અમે સ્વામીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મગજનો એ વિસ્તાર પ્રકાશમાન હતો ત્યારે તેઓ 'ત્રીજું નેત્ર' ખોલી રહ્યા હતા. '
આંતરિક અને વૈશ્વિક જ્ઞાન સાથે સંકળાયેલા તેમજ સ્પષ્ટતા અને શાંતિનું સ્થાન ગણાતા 'ત્રીજા નેત્ર' ને કેટલાય લોકો આત્માનું સ્થાન ગણે છે. આત્મા અને સુષ્ટિનાં રહસ્યોમાં ઊંડા ઉતરવા માટે એ વિસ્તારને ખોલી શકાય છે. ઊંડી ધ્યાનાવસ્થા
Part 4: Open the Door... Let the Breeze in!_Gujarati_part_4.md
દરમિયાન ઇશ્વર સાથે વાતચીત કરવા માટે આ સ્થાન મહત્ત્વનું છે. શું અમને પરિણામ દ્વારા આ હકીકત છે એ સંકેત આપવામાં આવ્યો હતો ?
પેટર્કેન દ્વારા મગજનો જે વિસ્તાર અમારી સમક્ષ પ્રગટ થયો તેને હું 'ડી-સ્પૉટ' કહં છું. 'ડી' નો અર્થ ડિલાઈટ (આનંદ), ધ ડિવાઈન (દિવ્ય ઇશ્વર) કે ડોપામાઈન (એક રસાયણ જેના દ્વારા શરીરમાં સુખનો અનુભવ થાય છે.) એવો અર્થ તમે કરી શકો. આ સમગ્ર પ્રદ્વિયાનો પ્રાથમિક સંકેત એ હતો કે ધ્યાનથી આ વિસ્તારને ઉદ્દીપ્ત કરી શકાય છે.
મગજના તરંગોને માપીએ :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મગજનું નિરીક્ષણ કરવા માટે અમે બીજી એક પદ્ધતિનો ઉપયોગ કર્યો તે પદ્ધતિ ક્વોન્ટિટેટીવ ઈલેક્ટ્રોએન્સિફેલોગ્રાફી કે QEEG તરીકે ઓળખાય છે. મગજની વિદ્યુત્કીય પૅટર્નના કદ માપવાનું કામ આ QEEG પદ્ધતિ કરે છે. સામાન્ય રીતે મગજની વિદ્યુત્કીય પૅટર્નને મગજના તરંગ કે મોજાં કહીએ છીએ.
મગજના તરંગોની ચાર પ્રકારની લંબાઈ છે. દરેક તરંગની ઝડપ જુદી જુદી હોય છે અને તે મનની જુદી જુદી સ્થિતિ સાથે જોડાયેલા હોય છે. દા. ત. બેટા ાગજતરંગો કદમાં નાના અને ઝડપી હોય છે. તે મનની જાગ્રત અને સભાન સ્થિતિ ાથે સંકળાયેલા છે. આલ્ફા મગજતરુંગો કદમાં મોટા અને તેની ઝડપ ધીમી હોય છે. તેનો સંબંધ શ્રેય અને કલ્યાણની ભાવના સાથે છે. થેટા તરંગોનો સંબંધ નિદ્રાની નજીકની જાગ્રત અવસ્થા સાથે છે. આ અવસ્થા કોઈ પણ પ્રકારના સદ્રિય વિચાર વિનાની, શાંત અને ગંભીર છે.
દિવસ દરમિયાન મોટા ભાગના લોકો ચારે પ્રકારના મગજના તરંગોનો અનુભવ કરે છે પણ એક લંબાઈમાંથી બીજામાં સરળતાથી જવું એ તેમના વશમાં હોતું નથી. QEEG પદ્ધતિથી અમે જોઈ શક્યા કે મગજના તરંગો પર સ્વામીનું સંપૂર્ણ નિયંત્રાશ
છે. ઊંડા ધ્યાનમાં તેમનં મગજ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં સરળતાથી બદલાતું જાય છે. જાણે કોઈ કુશળ પિયાનોવાદક પિયોનોની ચાવી સરળતાથી ફેરવતો ન હોય ! ન કોઈ આનાકાની, ન કોઈ પીછેહઠ, બસ એક તરંગમાંથી બીજા તરંગમાં સતત વહેતો રસાળ પ્રવાહ ! QEEG રંગની જેમ મગજના તરંગોની લંબાઈ દર્શાવે છે. મેઘધનુષ્યની અંદર એક રંગ પરથી બીજા રંગ પર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જાણે તરતાં હોય એવું અમે જોયું.
નિર્ણયો :
મગજ એ શરીરનું સૌથી જટિલ અંગ છે. તેમાં ૧૦૦ બિલિયન કરતાં પણ વધારે ન્યૂરોન છે. પ્રત્યેક ન્યૂરોન આશરે દસ હજાર અન્ય ન્યૂરોન સાથે રાસાયણિક અને વિદ્યુત્કીય વાતચીત કરતા હોય છે. તેની માહિતી પહોંચાડવાની ક્ષમતા આશ્ચર્યજનક છે.
એક વાત અહીં નોંધનીય છે કે મગજની આ જટિલતા સ્વામીને તેમની મગજની પ્રવૃત્તિની આડે આવી શકતી નથી. સ્વામીનું મન (તેમના વિચારો, ભાવનાઓ અને બદ્ધિ) તેમના મગજનું નિયંત્રણ કરે છે. તેઓ તેમના મગજની કામગીરી અને તેમના મગજના તરંગોને પાણીના રેલાની જેમ આસાનીથી બદલી શકે છે.યોગીના મનની અંદર અમે જે પ્રવાસ કર્યો તેનાથી સવાલોના જવાબો આપવાને બદલે કેટલાક પેચીદા પ્રશ્નો વધુ અભ્યાસ માટે ઊભા થયા.
લોકોના જીવનમાં શાંતિ અને સંતુલન લાવવા માટે એવી કોઈ ટેકનિક છે જે આપણે શીખી શકીએ, અને શીખવાડી, પણ, શકીએ ? ****
કોઈ વિશિષ્ટ તાલીમ દ્વારા શું આપણે ઉપચારને ઝડપી બનાવી શકીએ અથવા ઉપચાર માટે યોગ્ય પ્રતિભાવ આપવામાં શું તે તાલીમ મદદરૂપ થઈ શકે ? શું એવી કોઈ ટેકનિક છે જે શીખીને આપણે આપણાં દુ:ખને વશમાં રાખી શકીએ અને રોગના ક્રમને બદલી શકીએ ?
જેને હું ડી-સ્પોટ કહું છું તેને કાર્યાન્વિત કરી આપણે દિવ્યતા અને આનંદનો તત્કાળ અનભવ કરી શકીએ ?
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મગજના અભ્યાસનાં આ પરિણામો મગજ અંગેનાં સંશોધનની વિશ્વ કિતાબમાં નવાં પૃષ્ઠો ઉમેરે છે. શરીરનો ઈલાજ કરવા માટે માનવમન એક વિકલ્પ છે એ સંકેતો આપણને મળતાં જ રહે છે. હવે આ ઉપચાર ક્ષમતા જે માનવજાતિ માટે અત્યંત લાભકારક છે તેને લોકો સમજે અને તેને શીખે એ આપણે જોવાનું છે. હૃદયરોગ, કૅન્સર, આર્થરાઈટિસ, મદ્યપાન અને આવા કેટલાય રોગોને આ ઉપચાર ક્ષમતાથી વધતાં અટકાવી શકાય છે અથવા તેનું પ્રમાણ ઓછ્યું કરી શકાય છે. હવે એ વાત આપણે સમજતાં થયા છીએ.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ ગૂઢવાદના અદેશ્ય, પ્રાચીન વિશ્વ અને વિજ્ઞાન તેમજ શોધખોળનાં દેશ્યમાન, આધુનિક વિશ્વ એ બંને વિશ્વ વચ્ચેનો એક સેતુ છે. મગજ વિશેનું સંશોધન વ્યાપક સ્તરે ચાલુ છે અને વિશેષ અભ્યાસ અર્થે ગૂઢવાદ વિષયને આપણે વિજ્ઞાનના ક્ષેત્રે સાર્થક રીતે લાવી શક્યા છીએ. તેથી આશા અને સ્વાસ્થ્યના માર્ગે ઝડપી પ્રગતિ થઈ રહી છે.
પરમહંસ શ્રી The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam સ્વામી
શં તમે પોતાને સાંભળો છો ?
કામ પરથી પાછા ફરો ત્યારે દરવાજો ધડ દઈને બંધ કરો છો તે અવાજ તમને સંભળાય છે ? ફિલ્મ જોઈને પાછા ફરો ત્યારે પણ એ જ વર્તન ? ધડ અવાજ એ તમારી નોકરીની પરિસ્થિતિ વિશે ઘણં બધં કહી જાય છે. પણ એ પરિસ્થિતિને તમે કેવી રીતે બદલી શકો ? - સ્વામીજી
સ્વામીજી : વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનો સેતુ
" અમે સ્વામીજીને ધ્યાનના ઊંડાણમાં જવાનું કહ્યું… (અને અમે જોયું) સ્વામીના મગજનો ૯૦ % કરતાં વધારે ભાગ બંધ હતો ! એ મૌન અને સ્થિર, સંપૂર્ણ શાંતિમય…. અને સ્વામીજીએ એ સ્થિતિ સંકલ્પથી નિર્માણ કરી હતી.''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના EEG કોટા દ્વારા અમે જોઈ શક્યા કે મગજના તરંગો પર સ્વામીનં સંપર્ણ છે. ઊંડા ધ્યાનમાં, તેમના મગજને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એક કશળ પિયાનોવાદક પિયાનોની ચાવી સરળતાથી ફેરવે તેમ બદલતા હતા. EEG રંગની જેમ મગજના તરંગોની લંબાઈ દર્શાવે છે. મેઘધનુષ્યની અંદર એક રંગ પરથી બીજા રંગ પર સ્વામીજી જાણે તરતાં હોય એવું અમે જોયું !
સ્વામીજીના મગજના અગ્રભાગમાં ચાલતી પ્રવત્તિનં સ્તર ….કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય માણસમાં હોય તેના કરતાં અનેકગણું વધારે હતું મગજનો અગ્રભાગ બુદ્ધિ, ધ્યાન, જ્ઞાન અને નિર્ણયની કામગીરી સાથે જોડાયેલો છે.
"સ્વામીજી એ ગઢવાદના અદેશ્ય, પ્રાચીન વિશ્વ અને વિજ્ઞાન તથા શોધખોળના દેશ્યમાન, આધનિક વિશ્વ એ બંને વચ્ચેનો એક સેતુ છે.''
(આંકલેહોમ, અમેરિકાના ન્યૂરોલોજીસ્ટની ટીમે રજુ કરેલ 'સ્વામીની વિજ્ઞાનને પડકારરૂપ ન્યૂરોલોજીકલ સિસ્ટમ અંગેના સંશોધન અહેવાલમાંથી ઉદ્ધત )