Books / Meditation Is for You

1. Meditation Is for You

ધ્યાનની પદ્ધતિઓ

  • પદ્ધતિઓ વિષે
  • અહં બ્રહ્માસ્મિ
  • આત્મસ્કૃરણ
  • ચિદ્દાકાશ ધ્યાન
  • જયોતિસ્તંભ
  • ત્યજી દો ક્રિયાઓ !
  • રોકો આવેશને !
  • કામ હરણ
  • કૃષ્ણવેણુ
  • પ્રાણ સ્તમ્ભન
  • પ્રાણ શુદ્ધિ
  • પ્રતિબિંબ ધ્યાન
  • શક્તિધારણા
  • શક્તિસ્તમ્ભ
  • સૃક્ષ્મ શરીર ધ્યાન
  • સૂર્યધ્યાન
  • યંત્રધ્યાન
  • નિત્યધ્યાન

ધ્યાન કોઈપણ સમયે – કોઈપણ સ્થળે

  • અચલ ધ્યાન
  • આનંદ ધ્યાન
  • અણિમા ધ્યાન
  • હાસ્ય ધ્યાન
  • મૌન બિંદ્
  • પ્રત્યાહાર ધ્યાન
  • સ્ફર્નિબાણ

પાંચ – મિનિટની તાજગીદાયક પદ્ધતિઓ

  • આત્યંતિક ઉચ્છૂવાસ

  • કરતલ ક્રિયા (પામિંગ)

  • અવયવોનું શિથિલીકરણ (રીલેક્સેશન)

સાત – દિવસનું ચક્ર ક્રિયા સત્ર

  • ચક્રો શું છે ?

  • આનંદ સ્કૂરણા ધ્યાન

  • દુ:ખહરણા ધ્યાન

  • નિર્ભય ધ્યાન

  • મણિપુરકા શુદ્ધિ ક્રિયા

  • મહામંત્ર ધ્યાન

  • શક્તિસાગર ધ્યાન

  • દિવ્ય નેત્ર ધ્યાન

  • સહસ્ત્રારા ધ્યાન

એક પ્રબુદ્ધ વચોવૃદ્ધ જૈન ગુરુ, વનમાં એક નાનીશી ઝૂંપડીમાં એકાંકી રહેતા હતા.

એક દિવસ ઉનાળાની બળબળતી બપોરે, ત્યાંથી પસાર થતા એક સજ્જને ગુરુને એમની ઝૂંપડીની બહાર લાકડું કાપતા જોયા. તેઓ આગઝરતા સૂર્યના તાપમાં પરસેવાથી નીતરી રહ્યા હતા.

"ગુરુદેવ, સૂર્ચના આવા ધોમધમતા તડકામાં આપ બહાર કેમ છો ?" - તે માણસે પૂછ્ણું.

"કારણ કે તે છે." ગુરુએ સ્વાભાવિક પ્રત્યુત્તર આપ્યો.

"જી હા, ગુરુદેવ, સૂર્ય તો છે ! પણ આપ આવી ગરમીમાં શા માટે કામ કરો છો ?"

"કારણ કે હું અહીં છું." ગુરુએ ઉત્તર આપ્યો.

પ્રારંભિક પ્રશ્નો

ધ્યાન શા માટે ?

સુંદર શરૂઆત માટે યોગ્ય પ્રશ્ન !

ધ્યાન શા માટે ?

આપણા જીવનમાં ધ્યાનની શું ખરેખર આવશ્યકતા છે ?

એક પ્રશ્ન પૂછું, "તમે શા માટે આ પુસ્તક વાંચો છો ?"

આ ક્ષણે તમે બીજું કોઈ પણ પુસ્તક વાંચી શક્યા હોત, તમે 'આ' પુસ્તકની જ પસંદગી કરી છે.

તમારું આ આચરણ દર્શાવે છે કે તમારી અંદર–આપણામાંના દરેકની અંદર ધ્યાનની આવશ્યકતા ધરમુળથી જ છે.

તમારા જીવનનું અંતિમ ધ્યેય શું છે ?

વધારે કમાવું ?

સદાને માટે યુવાન, સ્વસ્થ અને સુંદર રહેવું ?

ચિરકાળ ટકી રહે. એવા ખબ સારા સંબંધો જોઈએ છે ?

તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવો છે ?

આ યાદીનો કોઈ અંત નથી. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક ધ્યેય હોય જ છે.

પણ દરેકે દરેક ધ્યેય – વિના અપવાદ, એક જ વસ્તુ તરફ દોરી જાય છે : અને તે છે પરમ આનંદની ઝંખના.

કોઈપણ વ્યક્તિ એવી હોઈ શકે જે આ વાત સાથે સંમત ન થાય ? કોઈ એમ કહી શકે કે 'મને આનંદમાં કોઈ રસ નથી ? મને સુખી થવાની, આનંદસભર થવાની પડી નથી ?'

આપણામાંની દરેક વ્યક્તિ આનંદ અને માત્ર આનંદની જ શોધમાં છે. ગમે તેવી બૌદ્ધિક કે સુફિયાણી પરિભાષામાં આપણે તેને વ્યક્ત કરીએ, પણ આપણે બધા આનંદની શોધમાં જ છીએ.

માત્ર આપણી શોધના માર્ગો, ઉપાયો, સાધનો જુદાં જુદાં છે.

ધન દ્વારા, સત્તા દ્વારા, સંબંધો દ્વારા - આપણા રોજિંદા જીવનના સર્વ રમુજી અને દુ:ખ પ્રસંગો દ્વારા, આપણે આનંદને શોધીએ છીએ. એ જ આપણા જીવનનું એક માત્ર પ્રેરક બળ છે !

જો આપણે સમગ્ર જીવન દરમ્યાન આનંદને શોધી રહ્યા છીએ, તો આજ સુધી આપણે તેને કેમ મેળવી શક્યા નથી ?

કારણ કે આપણે અભાનપણે શોધી રહ્યા છીએ. આપણામાંના ૯૯ ટકા લોકોને તો એ ખ્યાલ જ નથી કે આનંદ જ આપણું ખરું ધ્યેય છે.

આપણામાંના મોટાભાગના લોકોને એટલો જ ખ્યાલ છે કે આપણા જીવનમાં કંઈક ખૂટે છે, કોઈક એવો ખાલીપો છે, જે આપણે ધનથી, સંબંધોથી કે માલ-મિલકતથી ભરી શકતા નથી.

મને કહો, તમે બાહ્ય દુનિયામાંથી એવું શું મેળવ્યું છે, જે કાયમ માટે ટકી રહે ?

હજુ પણ આપણી શોધ ચાલુ જ છે.

અને કારણ કે આપણે અજાણ છીએ, તેથી આપણે આપણી જાતની બહાર શોધ કરીએ છીએ. આપણે દ્દુનિયામાં સર્વત્ર એવું કંઈક શોધી રહ્યા છીએ, જે પહેલેથી જ આપણી અંદર છે ! તમે માનો કે ન માનો, આનંદ આપણો જન્મસિદ્ધ હક્ક છે !

આનંદ આપણો મૂળભૂત સ્વભાવ છે ! એક નાનકડી વાર્તા :

એક સાંજે, કુંવર કુલજીત પોતાના ઘરની સામેના આંગણામાં કંઈક શોધી રહ્યો હતો. જયારે તેની પત્નીએ પૂછ્યું, "'શું શોધો છો ?'' ત્યારે તેણે કહ્યું, ''મારો સિક્કો પડી ગયો છે.'' તેની પત્ની પણ શોધવા માંડી. થોડી જ વારમાં બીજા લોકો પણ એકઠા થયા અને બધા જ પડોશીઓ ખોવાયેલા સિક્કાને શોધવામાં લાગી ગયા.

એકાએક એક યુવાને કુલજીતને પૂછયું, ''ચોક્કસ કઈ જગ્યાએ તમારો સિક્કો પડી ગયો છે ? આપણને હજુ સુધી મળ્યો કેમ નહિ ?"

"ઓહ !" ફુલજીતે કહ્યું, "સિક્કો તો ઘરમાં ખોવાયો છે."

"તો પછી તમે અહીં શા માટે સિક્કો શોધો છો ?" યુવાને નવાઈથી પૂછવું. "સમસ્યા એ છે", કુલજીતે ઉત્તર આપ્યો, "મારા ઘરની અંદર દીવો નથી. અહીં શેરીનો દીવો તો છે. તેના પ્રકાશમાં આપણે શોધી શકીએ !"

આપણે આપણા જીવનમાં બરાબર આવું જ કરતા હોઈએ છીએ ! આપણે આપણા પ્રશ્નોના ઉકેલ ખોટી જગ્યાએ શોધવામાં નિષ્ણાંત છીએ ! આપણે આપણને સર્વત્ર શોધીએ છીએ - ધનમાં, સત્તામાં, સંબંધોમાં, વિચારસરણીઓમાં - પણ સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થતી દિશામાં, આપણી અંદરની તરફ વળતાં નથી.

તમે સિક્કો તમારા પોતાના ઘરની અંદર જ ખોયો છે, એનો બોધ થવો એ જાણકારીનું પ્રથમ પગથિયું છે. પછી તમે સ્વયં તેને શેરીઓમાં શોધવાનું છોડી દેશો !

ધ્યાન એ બીજું કશું જ નથી, પણ તમારી અંદર પહેલેથી જ રહેલા આનંદની ઉપસ્થિતિની શોધ માટેની પૂર્વ તૈયારી છે.

જે ક્ષણે તમે આનંદને શેરીઓમાં શોધવાની પ્રક્રિયાની નિરર્થકતા સમજી જાવ છો, તે જ ક્ષણે, સ્વાભાવિક જ તમે ધ્યાન માટે પરિપક્વ થઈ જાવ છો.

આનંદની સ્થિતિનો ચોક્કસ અર્થ શો છે ? આપણને માત્ર ધ્યાન દ્વારા જ શું તેની અનુભૃતિ થઈ શકે ?

સેંકડો રીતે આનંદ વિષે સમજણ આપી શકાય, પણ તમે તેને એક જ રીતે સમજી શકો છો – તેનો અનુભવ કરીને !

ઠીક છે. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ.

આપણે સહુએ જીવનમાં અતિશય સુખની ક્ષણો અનુભવી છે – પણ એ માટે હંમેશા કંઈક કારણ હોય છે.

હાડમારીની પેલે પાર લઈ જાય છે. જયારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમે તમારા દેહની, તમારા અહંની સંકચિત મર્યાદાઓને વીંધીને વિકાસ પામો છો. એકવાર તમે સર્વ સાથે એકાત્મભાવ અનુભવો છો, ત્યારે તમે સ્વાભાવિક જ રોજિંદા સુખ અને દુ:ખના આકર્ષણને ખંખેરી નાખો છો. બૌદ્ધિક રીતે આ કલ્પના સમજવી મુશ્કેલ છે. પણ ખરા દિલના ધ્યાનથી તમને અનુભવ થશે, તમને આનંદની ઝાંખી થશે. પછી તમને સમજાશે.

આપણા રોજિંદા જીવનમાં આપણે કદી. આનંદનો અનુભવ કર્યો નથી. આપણને એ પણ ખબર નથી કે 'અકારણ સુખ' શક્ય છે. તો પછી આપણને સહૂને આનંદ માટેનો ઉત્કંઠા શા માટે છે ?

તમને ઉત્કંઠા છે, કારણ કે એ જ તમારું મૂળ સ્વરૂપ છે. હું તમને સમજાવું : તૈત્તરીય ઉપનિષદમાં એક સુંદર શ્લોક છે જેમાં કહ્યું છે; એતાસુ આત્મનાહા આકાશસ્યા સંભૂતા: આકાશાત્ વાયુ:, વાયોર અગ્નિ: અગ્નિર્ આ૫: આ૫: પુથ્વી: પૂથ્વીયોર્ ઓષધઃ…..

આ શ્લોક આપણને દર્શાવે છે કે સમગ્ર વિશ્વ, પાંચ મુખ્ય તત્ત્વોમાંથી સર્જાયું છે – એ પાંચ તત્ત્વો છે – પૂથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. માનવ પણ આ જ પાંચ તત્ત્વોમાંથી સર્જાયો છે, એથી જ એને હંમેશ

બરાર ને ?

તમને સુખની અનુભૃતિ થાય છે, કારણ કે તમને નોકરીમાં બઢતી મળી છે, તમને સુખ થાય છે, કારણ તમે કોઈક રોગમાંથી સાજા થયા છો. તમે સુખી છો, કારણ તમે એક નવી કાર ખરીદી છે. (અથવા તો, તમારા પાડોશીની નવી કાર તેને તકલીફો આપે છે !)

જયારે તમે સુખની અનુભૂતિ કરો છો, ત્યારે તમને લાગે છે કે તમારા સુખને કોઈ આંચ નહિ આપી શકે. પણ તે જ દિવસે, તમારા પતિ કે પત્ની સાથે ઝગડો થાય, તો તમને એવું લાગવા માંડે છે કે તમારૂં જીવન દુ:ખ સિવાય કશું જ નથી ! વાસ્તવમાં બધાં જ સુખો, ખુશીઓ અંતે દુઃખ તરફ દોરી જાય છે. સુખની સ્થિતિ કાયમ ટકતી નથી – અને જયારે તેમાં પરિવર્તન થાય છે કે, તેનો અંત આવે છે, ત્યારે તમે કષ્ટ અનુભવો છો. માત્ર અકારણ અનુભવાતું સુખ જ કાયમી છે. કારણ તેને કોઈનં પણ અવલંબન નથી, તે કોઈના પર આધારિત નથી.

'આનંદ' શબ્દનો અર્થ જ એ છે કે 'જે કદી ઘટતો નથી, જે કદી ખોવાતો નથી.'

આનંદ એ સુખનો સમાનાર્થી શબ્દ નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનો અર્થ જ આવો છે – 'જે કદી ઘટતો નથી, ખોવાતો નથી.'

આનંદ એ ખુશી નથી. આનંદ એ નીરવ અને પ્રશાંત સ્થિતિ છે, જેને તમે સુખ અને દુ:ખથી પર થયા પછી અનુભવો છો. તે એવી સ્થિતિ છે, જ્યાં સુખ અને દ્દ્રઃખ તમને અસર કરી શકતાં નથી. તમે કહી શકો છો કે, 'આનંદ એક નિત્ય અને અકારણ શાંતિની સ્થિતિ છે.'

એવું નથી કે તમે માત્ર ધ્યાન દ્વારા જ આનંદની અનુભૂતિ કરી શકો છો. પણ ધ્યાન નિષ્ફળ ન જાય તેવો માર્ગ છે. ધ્યાન તમને રોજિંદા જીવનની આ પાંચ તત્ત્વો સાથે લયમાં રહેવાની ઊંડી એષણા છે, પોતાના મૂળ ઉદ્દભવ સ્થાન, પ્રકૃતિના આ પાંચ તત્ત્વો તરફ તેને પાછા ફરવું છે. એ વિવિધ રીતે આ પાંચ મુખ્ય તત્ત્વો - શક્તિઓ સાથે હલ બેસાડવાનો પ્રયત્ન કરે છે. મૂર્તિપૂજા દ્વારા એ પૂથ્વી તત્ત્વ સાથે મેળ બેસાડવાની કોશિષ કરે છે. પવિત્ર નદીઓમાં ડૂબકી મારીને એ જળ તત્ત્વ સાથે મળ બેસાડવાનો યત્ન કરે છે. હોમ અને યોગ દ્વારા એ અગ્નિ તત્ત્વ સાથે પ્રસાદ લે છે અને મંત્રોચાર દ્વારા વાયુ સાથે સંબંધ બાંધે છે. આ બધી રીતે, આ બધી પદ્ધતિઓ દ્વારા એ આ પંચતત્ત્વો સાથે પોતાનો લય બેસાડે છે, પણ આ બધી બાહ્ય રીતોથી લયબદ્ધતા ના આવે. તેની તો અંતરથી અનુભૃતિ થવી જોઈએ. ધ્યાન એવી પદ્ધતિ છે જેના દ્વારા આપણે આકાશ તત્ત્વ સાથે આપણો મેળ બેસાડી શકીએ છીએ. જયારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, ત્યારે આપણે સર્કિટ પૂરી કરીએ છીએ. આપણા અને આપણા ઉદ્દભવ સ્થાન વચ્ચેની ખૂટતી કડી મળી જાય છે. આપણે આપણા ઉદ્દભવ સ્થાન પ્રતિ પાછા ફરીએ છીએ. આપણે પૂર્વ થયા, સલામત થયા, એવી લાગણી અનુભવીએ છીએ. આથી જ ધ્યાન આપણને આનંદ ક્ષેત્રમાં લઈ જાય છે.

એથી આનંદ માટેની એષણા બીજું કંઈ નથી, પણ માત્ર આપણી સ્વાભાવિક સ્થિતિ પ્રતિ પાછા ફરવાની ઉત્કંઠા છે અને માટે જ તમે એનાથી જ્ઞાત હો કે ન હો, આપણામાંની દરેક વ્યક્તિના અંતઃકરણમાં ધ્યાન માટેની તીવ્ર ઈચ્છા છે જ .

ધ્યાન ખરેખર હકીકતમાં શું છે ?

ધ્યાનની ઘણી વ્યાખ્યાઓ છે.

જુદાં જુદાં ગુરુઓએ પોતાના અનુભવ પ્રમાણે અથવા તો પોતાના શ્રોતાઓની આવશ્યકતા પ્રમાણે તેનો અર્થ ઘટાવ્યો છે.

ધ્યાન પ્રાર્થના છે.

ધ્યાન એક એવી પ્રક્રિયા છે, જે આપણને આપણી અંદર રહેલા અમૃલ્ય ભંડારને શોધવામાં સહાય કરે છે.

ધ્યાન એવી શાસ્ત્રીય પદ્ધતિ છે, જે તમને બ્રહ્માંડની શક્તિ સાથે જોડાવામાં મદદ કરે છે.

આ બધા જ સાચા છે.

અને હું તમને કહું છું - ધ્યાન એ કેવળ આ ક્ષણે આનંદપૂર્ણ બનવું એ જ છે ! જ્યારે તમે વર્તમાન ક્ષણે શાંતિ અનુભવતા હો, ત્યારે તમે ધ્યાનની સ્થિતિમાં જ હો છો. તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી.

શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?

તમારે ધ્યાન શીખવાનું નથી.

તમે ધ્યાની છો જ !

તમારા જીવનની એવી કોઈ ક્ષણ યાદ કરો, જયારે તમે અતિ સૌંદર્યનો અનુભવ કર્યો હોય.

પર્વતની પાછળથી એકાએક ઊંગી નીકળતો સૂર્ય કે પછી જીવનમાં તમે પ્રથમ વાર જ અત્યંત સુંદર સંગીત સાંભળ્યું હોય.

આવી ક્ષણે એકાએક તમે સંપર્ણ સ્તબ્ધ, નિઃશબ્દ બની જાવ છો.

આપણે સહુએ આવી ક્ષણો નથી અનુભવી ?

આવી ક્ષણે પેલા સૌંદર્યની ઉપસ્થિતિમાં તમે કંઈ વિચારી શકતા નથી. તમે એ સૌંદર્યની અનુભૃતિ કરતાં કેવળ શાંત બની જાઓ છો, બસ એટલું જ.

એ ક્ષણ ધ્યાન છે.

થોડી જ ક્ષણો પછી તમારો ગણગણાટ શરૂ થાય છે. તમારૂં મન કહે છે : 'આ ખરેખર સુંદર સર્યોદય છે.'

તમારૂં મન એ સંગીતની, તમે અગાઉ સાંભળેલા સંગીત સાથે સરખામણી કરવા લાગે છે. એનો અર્થ થયો કે તમે ધ્યાનમાંથી વિચલિત થયા છો.

ધ્યાન બીજું કશું જ નથી, પણ એ શાંત, આનંદપપૂર્ણ સ્થિતિમાં ટકી રહેવું છે. તમે આ સ્થિતિ શીખી શકતા નથી. તમે માત્ર એને અનુભવી શકો છો.

સ્પષ્ટતાથી સમજો, ધ્યાન એ કંઈ કરવાની વસ્તુ નથી.

તમે ધ્યાન 'કરી' ન શકો.

ધ્યાન એક એવી સ્થિતિ છે, જેમાં તમે જયારે બધાં જ કાર્યો, બધી જ ક્રિયાઓ ખંખેરી નાખો છો, ત્યારે તે ખીલી ઊઠે છે.

માત્ર શારીરિક ક્રિયાઓ નહિ. વિચાર કરવો એ પણ એક ક્રિયા જ છે.

ધ્યાન એ છે - જે બધી જ ક્રિયાઓ, બધા જ વિચારો, બધાં જ કાર્યો, બધી જ લાગણીઓ ખંખેરી નાખ્યા પછી, જે શેષ રહે છે.

કેવળ હોવું એ જ ધ્યાન છે.

વાર્તામાંના ઝેન ગુરુની જેમ, ધ્યાન અવરોધ વગર વર્તમાન ક્ષણને અનુભવવાની બાબત છે.

એ જ રીતે આનંદ સખત મહેનત કરીને પ્રાપ્ત થતું પરિણામ નથી. તમે આનંદ પ્રાપ્ત નથી કરતા ! તમે આનંદમાં માત્ર તણાવમુક્ત થઈ શકો છો.

તો પછી આપણને ધ્યાનની શાસ્ત્રીય પદ્ધતિઓની શી જરૂર છે ?

મેડિટેશનની પદ્ધતિઓ તમને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે નથી. એ તમને સ્મરણ કરાવવા માટે છે.

હું તમને અચાનક કહું, 'આનંદમાં સરી જાઓ !' – શું એ શક્ય છે ?

તમે એ વાત જાણતાં નથી કે આનંદ તમારી સ્વાભાવિક સ્થિતિ છે.

અને જયારે તમે એને જાણતાં નથી, ત્યારે ધ્યાન પ્રક્રિયા તમારે માટે મૂંઝવણભરી અને ભય ઉપજાવનારી પણ બની શકે છે.

ધ્યાનમાં પ્રવેશવું એ કિનારા વગરના સમુદ્રમાં ઝંપલાવવા જેવું છે.

જયારે તમે તરતાં શીખી રહ્યા હો, ત્યારે તમે તમારી મેળે સાગરમાં પ્રવેશ કરશો ?

ના !

તમને સમુદ્રની સપાટી પર રાખવા માટે રબ્બરની હવા ભરેલી રીંગ (બોયું) જોઈએ. એ જ રીતે, જયારે તમે ધ્યાનમાં પ્રવેશો, ત્યારે તમારે શું કરવું જોઈએુ, એ સમજવા માટે પદ્ધતિ જોઈએ, તમને ધ્યાનનો તમારા માટેનો સૌથી સ્વાભાવિક માર્ગ જોઈએ.

ધ્યાનની પદ્ધતિઓ, એ બીજું કંઈ નથી, પણ રબ્બરની હવા ભરેલી રીંગો જ છે. એક વખત ધ્યાન તમારા જીવનનો માર્ગ થઈ જશે, પછી તમે વિધિપર્વકની પદ્ધતિઓ સાહજિકતાથી જ છોડી દેશો !

મારે પ્રતિદિન કેટલા કલાક ધ્યાન ધરવું જોઈએ ?

કેટલા કલાક એવો પ્રશ્ન જ નથી !

મેં કહ્યું તેમ, ધ્યાન કોઈ એવી બાબત નથી જે તમારા જીવનમાં ઉમેરવામાં આવે. કોઈ એમ પૃછે 'મારે દરરોજ કેટલી વખત શ્વાસ લેવો જોઈએ ?' એ પ્રશ્ન જેવો આ પ્રશ્ન છે.

તમે એમ ન કહી શકો 'હું દરરોજ આટલા કલાક ધ્યાનમાં રહીશ અને બાકીના સમયમાં હું અત્યારે જે કરું છૂં તે કરતો રહીશ !'

ધ્યાનને જરૂર છે તમારી અંદર અસાધારણ પરિવર્તનની.

ધ્યાન તમારી સમગ્ર જીવન પદ્ધતિમાં સંપૂર્ણ પરિવર્તન છે.

એ માટેનું બીજ તમારી અંદર છે જ, પરંતુ વૃક્ષને ઊગવા માટે અને ખીલવા માટે પ્રથમ બીજને ફાટીને અંકૂરીત થવું જોઈએ !

તમારે તમને પોતાને ફાટવા દેવા જોઈએ. જયારે તમે ખરા દિલથી ધ્યાનની પ્રેક્ટીસ શરૂ કરશો, ત્યારે જાતે જ એમ થશે. પરંતુ ફાટવા માટેની, સંપૂર્ણ રીતે પરિવર્તિત થવાની ઈચ્છા તમારી અંદર હોવી જોઈએ.

ધ્યાન એ પુર્નજન્મથી સહેજ પણ ઊણું નથી ! તમારામાં મૃત્યુનો - તમારા પોતાના મૃત્યુનો ! સામનો કરવાની અને તદ્દન નવી જ વ્યક્તિ તરીકે પુર્નજન્મ પામવાની હિંમત હોવી જોઈએ.

ધ્યાનના કયા કયા લાભો છે ?

ધ્યાનમાં તમારામાં પરિવર્તન લાવવાની શક્તિ રહેલી છે. - શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક !

શારીરિક કક્ષાએ ધ્યાનથી થતા લાભો પ્રચલિત છે.

ધ્યાન દ્વારા, તમે તમારા લોહીના દબાણને (બ્લડ પ્રેશર) અને મધુ પ્રમેહ (ડાયાબિટીસ)ને નિયમનમાં રાખી શકો છો. તમે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. ધ્યાન દ્વારા દીર્ઘકાલીન રોગો – જેવા કે ચર્મરોગ, અસ્થમા, સંધિવાને મટાડી શકો છો. ધ્યાનમાં પ્રભાવમાંથી કોઈ જ રોગ છટકી શકતો નથી. અલબત્ત, ધ્યાન ઔષધોપચારનું પરક છે, તેનો વિકલ્પ નથી.

માનસિક કક્ષાએ ધ્યાન વિચારોની સ્પષ્ટતા અને શબ્દાંકનની શક્તિ વધારે છે. વિચારો વચ્ચેનો ગાળો લંબાય છે. ધ્યાન એકાગ્રતા અને સ્મરણશક્તિ વધારવાનો સચોટ માર્ગ છે. સૌથી અગત્યનું એ છે કે, ધ્યાન તમને બુદ્ધિમાંથી પ્રબુદ્ધતા તરફ દોરી જાય છે. પ્રબુદ્ધતા બીજું કર્શું જ નથી, પરંતુ એ પરિસ્થિતિને સર્જનાત્મક અને રચનાત્મક રીતે પ્રતિભાવ આપવા માટેની શક્તિ છે. તમે આ કળા શીખી શકતા નથી, પરંતુ ધ્યાનની સાથે તે કુદરતી રીતે જ ખીલે છે.

તમે નાનાં નાનાં કાર્યોથી શરૂઆત કરો. તમે જમતા હો, ચાલતા હો કે વાસણ ધોતા હો, ત્યારે પણ એકાગ્ર રહેવાનો પ્રયત્ન કરો. એક વખત તમે આ રીતે કરી શકો, પછી વધુ જટિલ કાર્યો તરફ વળી શકો છો.

બાહ્ય દેષ્ટિએ તમે તમારું જીવન સામાન્ય રીતે જીવી રહ્યા છો. વસ્તુતઃ તમે તમારા જીવનને વધુ સારી રીતે જીવી શકો છો. - કારણ હવે તમારી પાસે વધારે સ્પષ્ટતા, વધારે ઉત્કટતા છે. તમે વધુ જાણકાર બનશો, વધુ સર્જનશીલ બનશો. છતાં આંતરિક રીતે, તમે ગાઢ, ખલેલ વગરની શાંતિ અનુભવશો.

કારણ કે તમે હવે કશું જ કરતા નથી – તમે માત્ર નિરીક્ષણ કરો છો.

ધ્યાનનું સમગ્ર રહસ્ય આ જ છે – દષ્ટા બનવું, તમારા પોતાનાં કાર્યોના અને લાગણીઓના સાક્ષી બનવું.

જયારે તમે તમારી પોતાની પ્રવૃત્તિઓના સાક્ષી બનશો. ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારી અંદર કોઈક છે જેમાં પરિવર્તન થતું નથી, જેને ક્રોધ આવતો નથી, જેને અફસોસ થતો નથી, જેને ધન, સહીસલામતી કે કીર્તિની પડી નથી.

વાસ્તવમાં એ તમે છો.

અને જે બાકીનું છે. એ તમારી આસપાસ તમે સર્જેલું તમારું વ્યક્તિત્વ છે.

એક વખત તમને જ્ઞાત થાય કે જે કાર્ય કરે છે એ 'તમે' નથી, જે ક્રોધ કરે છે, દુભાય છે કે નિરાશ થાય છે એ 'તમે' નથી, ત્યારે તમે મુક્તિનો અસાધારણ ભાવ અનુભવશો.

ધ્યાન દ્વારા આવું બનશે.

ધ્યાન તમને અંતિમ મુક્તિ બક્ષે છે - મુક્તિ તમારી જાતથી, તમે તમારા માટે સર્જેલા તમારા વ્યક્તિત્વના બંધનોમાંથી.

ધ્યાનના આધ્યાત્મિક લાભો તો ગણ્યા ગણાય નહિ તેટલા છે ! ધ્યાન તમને બ્રહ્માંડની અનંત શક્તિના સીધા સંપર્કમાં ગોઠવી દે છે. દિવ્યતા. જે આપણા સહુમાં સુષુપ્ત અવસ્થામાં છે, ધ્યાન તેની શોધ માટેના દ્વાર ખોલી આપે છે. ધ્યાનનું વર્ણન શબ્દોથી પર છે. તેના લાભો અનુભવવાના હોય, સમજાવવાના ન હોય !

જો ધ્યાન, ચોવીસ કલાક ચાલતી પ્રક્રિયા છે, તો જીવન વ્યવહાર શી રીતે ચાલે ? જો હું હંમેશા 'કેવળ મારા હોવાપણાં' પર એકાગ્ર રહું, તો હું મારા કોઈપણ કામો કેવી રીતે કરી શકું ?

ધ્યાન ક્રિયા વિરોધી નથી !

તમે એક વખત તમારા 'સ્વ'માં ખલેલ પામ્યા વગર રહેવાનું કૌશલ્ય ખીલી લો, પછી તમે એ જ સ્થિતિમાં રહીને ગમે તેટલા કાર્યો કરી શકો છો, બાહ્ય ક્રિયા કે ક્રિયાનો અભાવ અપ્રસ્તુત છે.

આ પ્રક્રિયાના બે પગથિયાં છે.

પ્રથમ તમારે તમારા આંતરિક અસ્તિત્વના સંપર્કમાં રહેવાનું છે. તમને એ જ્ઞાન થવું જોઈએ કે આવું કંઈક છે. કેવળ અસ્તિત્વની સ્થિતિને માણતાં શીખો. પ્રારંભમાં તમે જયારે ધ્યાન ધરવા બેસો, ત્યારે દરરોજ માત્ર અડધો કલાક કે એક કલાક આ રીતે કરો.

એક વખત તમને આ સ્થિતિ અનુકુળ થઈ જાય, પછી વિધિપૂર્વકના ધ્યાનના સમય સિવાયના સમયમાં પણ પ્રયત્નપૃર્વક તેને વિસ્તારો.

ધ્યાન તરફ આગળ વધવાનો ખારો માર્ગ કયો છે ?

સરસ પ્રશ્ન છે.

પહેલી વાત એ કે, તમે એ તરફ ખરા દિલથી વળો.

ધ્યાનમાં માનો કે ન માનો એવું કશું જ હું તમને કહેતો નથી.

હું તમને નથી કહેતો કે તેમાં શ્રદ્ધા રાખો.

હ્યું તમને વિશ્વાસ રાખવાનું કહ્યું છું.

શ્રદ્ધા એટલે કશાકને માટે તૈયાર કરેલી માન્યતા. વિશ્વાસ એટલે, પ્રયોગો માટેની મોકળાશ.

આથી ધ્યાનને એક તક આપો. તમારા મનને ખુલ્લું રાખો.

ઉત્સાહી બનો, મનને હચમચાવી દે એવી ઘટના માટે તૈયાર રહો ! બીજું, આશાવાદી બનીને આગળ વધો.

આનંદની સ્થિતિ એ કંઈ યોગીઓ કે સંન્યાસીઓનો ઈજારો નથી.

આનંદ એ સંપૂર્ણતયા તમે સિદ્ધ કરી શકો તેવું ધ્યેય છે. – પછી ભલે તમે ધ્યાનથી તદ્દન અપરિચિત હો.

હું તમને કહું છું, ધ્યાન માટે કોઈ પૂર્વયોગ્યતાની આવશ્યકતા નથી.

એક વખત એક માણસ મહાન આધ્યાત્મિક ગુરુ શ્રી રમણ મહર્ષિ પાસે ગયો અને પૃછ્યું ,

"ભગવન્ ! આધ્યાત્મિક જીવન માટે મારામાં યોગ્યતા છે ?"

રમણ મહર્ષિએ પ્રશ્નાત્મક પ્રત્યુત્તર આપ્યો : "તમે જીવતા છો ?" માણસ ચમક્યો.

"હાસ્તો !"

"એટલું જ પૂરતું છે." રમણ મહર્ષિએ ઉત્તર આપ્યો : "તમારામાં આધ્યાત્મિકતા માટે પહેલેથી જ જરૂરી યોગ્યતા છે."

માત્ર જીવંત હોવું એ જ આધ્યાત્મિકતા માટેની યોગ્યતા છે !

જયારે દિવ્યતત્ત્વ તમારા પર કોઈ બંધનો લાદતું નથી. ત્યારે તમે તમારા પોતાના પર શા માટે બંધનો લાદો છો ? તમે પ્રારંભ કરતાં પહેલાં આટલું સ્પષ્ટ સમજી લો : તમારી સામે એક નિશ્ચિત ધ્યેય છે અને તમે ત્યાં સુધી પહોંચવાના જ છો.

ત્રીજું, હળવાશ અનુભવો !

ધ્યાન એક મોટો રોમાંચક અનુભવ છે. ખરેખર તો એ તમારા જીવનનો સૌથી મોટો પ્રયોગ છે. ધ્યાન માટે ગંભીર બનવું એ તો સમગ્ર ઉદ્દેશ કે હેતુ જ ચુકી જવા જેવું છે. આધ્યાત્મિકતા કોઈ ગંભીર કાર્યક્ષેત્ર નથી. ધ્યાન એવું સમજવા માટે છે કે જીવન બીજૂં કશું નથી માત્ર દિવ્ય લીલા છે. તો પછી તેમાં ગંભીર થઈ જવા જેવું શું છે ?

ધ્યાનનો ઉત્સવ કરો.

માત્ર આનંદ માણો.

ચોથું, ધીરજ રાખો.

તમારા ધ્યાનની પ્રથમ બેઠકમાં જ દિવ્યતત્ત્વ તમારા પર વરસી પડવાનું નથી !

ધ્યાન શરૂ કરતાંની સાથે જ પરિણામની ચિંતા કરવાનું શરૂ ના કરો.

એક નાનકડી વાર્તા :

ત્રણ વાંદરાઓને એક વખત પાકી રસીલી કેરી મળી.

અન્ય વાનરોની જેમ તેઓ થોડીવાર કેરી માટે ઝઘડ્યા. પછી, કોઈક કારણસર, તેમને ક્ષણિક સ્પષ્ટતા, પ્રબુદ્ધતાનો અનુભવ થયો.

તેમણે ઝઘડવાને બદલે બુદ્ધિપૂર્વક કંઈક કરવાનો નિર્ણય લીધો.

અત્યારે કેરી ખાઈ જવાને બદલે, તેમણે કેરી વાવવાનું નક્કી કર્યું. એક વખત ગોટલીને અંકુર ફટે અને આંબો થાય, તો ત્રણેયને પર્યાપ્ત અને પુષ્કળ કેરીઓ મળે.

દરેક વાનરે આંબાના છોડની સંભાળ રાખવાની કામગીરીનો એકેક ભાગ ઉપાડી લેવાનો નિર્ણય કર્યો.

પ્રથમ વાનરે કહ્યું : "હું છોડને દરરોજ પાણી પાઈશ."

બીજાએ કહ્યું : ''હું માટીને કસદાર રાખીશ, ખાતર નાખીશ અને છોડ સરસ રીતે ઊગે તેની કાળજી રાખીશ."

ત્રીજા વાનરે કહ્યું : ''હું કાળજીપૂર્વક છોડની રખેવાળી કરીશ અને ખરાબ હવામાન અને પ્રાણીઓથી તેનું રક્ષણ કરીશ. "

એક મહિનો પસાર થઈ ગયો. બીજો ગયો. ત્રીજો ગયો. બીજમાંથી છોડ ઊગવાનાં કોઈ ચિહ્નો દેખાયાં નહિ.

આથી ત્રણેય વાનરોએ દરેકે લીધેલી જવાબદારી અને તેના અમલીકરણની ચર્ચા કરવા એક તાકીદની મિટિંગ બોલાવી.

પ્રથમ વાનરે જાહેરાત કરી : ''મેં આપેલા વચન પ્રમાણે હું પ્રતિદિન બીજને પાણી પીવડાવું છ્રું.''

બીજા વાનરે બૂમ પાડી : "મેં આપેલા વચન પ્રમાણે હું ખાતર નાખું છું અને માટીને કસદાર બનાવું છું."

ત્રીજા વાનરે કહ્યું : ''મારા વચન પ્રમાણે બીજની ખુબ જ કાળજીપૂર્વક ચોકી કરું છું. એટલૂં જ નહિ, હું પ્રતિદિન બીજને બહાર કાઢીને જોઉં છૂં કે અંકૂર ફટચો કે નહિ !"

માટે પ્રથમ જ સત્રમાં કોઈ ચમત્કારની અપેક્ષા ન રાખો. ધ્યાનની પ્રક્રિયાને તમારી અંદર વિકસવા થોડો સમય આપો ! જો તમે તાત્કાલિક પરિણામનો લોભ રાખો છો, તો તમે એ પ્રક્રિયાને તમારી અંદર સ્થિર થતાં રોકો છો. તમે આખી પ્રક્રિયાને અવરોધો છો, ધીરજ રાખો !

પાંચમું, એકાંત ને માણો.

શક્ય હોય ત્યાં સુધી અંતર્મુખ સ્થિતિને જાળવી રાખો. એકાંતમાં રહો, દરરોજ થોડો સમય મૌન ધારણ કરો. આંતરિક વાતાવરણને અનુભવવાનો તમારી જાતને અવસર આપો. જ્યારે ધ્યાન તમારા જીવનનો હિસ્સો બની જાય, ત્યારે આપોઆપ આ સ્થિતિ વિકસિત થાય છે. પણ પ્રારંભ કરનારાઓએ સભાનપણે આ સ્થિતિ જાળવી રાખવી પડશે.

ધ્યાનની કેટલીક શાસ્ત્રીય પદ્ધતિઓ છે. તેમાંથી મારે માટે કઈ યોગ્ય છે, તેનો મને શી રીતે ખ્યાલ આવે ?

પરિણામોને અનુસરો !

જો કોઈ પદ્ધતિ તમને સ્પર્શે છે, તો તેને બસ અજમાવો.

તમારી બધી જ શક્તિ તમારા પ્રયત્નની પાછળ લગાડી દો. એ જરૂર તમને ઉપયોગી થશે જ, એવી દઢ માન્યતા સાથે અત્યંત સરહદયતાથી તેને અજમાવો. થોડા જ દિવસમાં તમને ખ્યાલ આવી જશે કે એ તમારે માટેની યોગ્યત પદ્ધતિ છે કે નહિ.

મારું તમને સૂચન છે કે, શરૂઆતમાં તમે બેઠકની પદ્ધતિ કરતં 'ક્રિયા'ની પ્રેક્ટીસ કરો. કારણ કે અત્યારની ઘડીએ તમારી અંદર ઘણી જ હલચલ છે. જો તમે સ્થિર બેસીને નિરીક્ષણ કરશો, તો તમે તમારી અંદરની અસાધારણ હલચલને જ જોશો.

આથી જયારે તમે માત્ર ધ્યાન તરફ વળી રહ્યા છો, ત્યારે 'ક્રિયાની' પદ્ધતિ પસંદ કરો – કારણ કે આ પદ્ધતિઓ શુદ્ધિકારક છે, સફાઈ કરનારી છે. આ પદ્ધતિઓ બાહ્ય દેષ્ટિએ ક્રિયાશીલ છે, પણ આંતરિક દેષ્ટિએ તમને સુમેળ અને શાંતિનો અનુભવ કરાવશે.

એક વખત તમે ધ્યાનમાં સ્થિર થઈ જાઓ, એક વખત તમે તમારા બધા જૂના અવરોધોની સફાઈ કરી નાંખો, પછી તમે તમારી પસંદગીની કોઈપણ પદ્ધતિને અજમાવી શકો છો.

તમે પદ્ધતિની, યોગ્યતા શી રીતે ચકાસી શકો છો ?

જો કોઈ પદ્ધતિ તમને તમે વધુ તણાવમુક્ત, વધુ એકાગ્ર, વધુ સંવેદનશીલ છો, એવું અનુભવવામાં મદદરૂપ લાગે તો તે ઉપોયગી છે. જો એ તમને વધુ આનંદપૂર્ણ બનાવે, તમને વિકસવામાં સહાયક બને, વધુ શક્તિમાન છો, એવો અનુભવ કરાવે, તો તે પદ્ધતિ તમને ઉપયોગી છે.

જો તમને લાગે કે એ કામની નથી, તો એને તજી દો અને બીજી પદ્ધતિ શરૂ કરો. પણ ધીરજ રાખો ! ઉતાવળમાં, પરિણામનો લાભ રાખીને સંપૂર્ણ રીતે ઉપયોગી પદ્ધતિ છોડીના દો.

મોટા ભાગે, તમે પહેલી પાંચમી આઠ પદ્ધતિઓ પસંદ કરો. તેમાંથી એકાદ તો તમારે માટે યોગ્ય હશે જ.

તેને ખોળી કાઢો.

તેને સતત ચાલુ રાખો.

ધ્યાનમાં પ્રવેશ

ધ્યાન તમારા માટે જ છે.

હોઈએ છીએ. આ છાપ આપણી પોતાની નથી. સામાન્ય રીતે, હંમેશા અન્ય લોકોના આપણા વિષેના અભિપ્રાયોમાંથી આપણે આપણાં વિષેની છાપ ઊભી કરી હોય છે. આપણે આપણાં શરીર વિષે કઈ કેટલીય ધ્યાન તમને તમારી અંદરની તરફ દોરી જતો માર્ગ છે. પરંત્ર્ અંદરની નકારાત્મક લાગણીઓ ધરાવતા હોઈએ છીએ. કદાચ તમે એથી અજાણ હશો, પણ તમે તમારા સુષુસ્ત મનમાં તમારા દેહ વિષેની ઊંડી નકારાત્મક લાગણીઓ ધરાવતા હો છો.

જવલ્લે જ હું કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો છૂં, જે પોતાના શરીર વિષે સંપૂર્ણતયા સ્વસ્થ હોવાની લાગણી ધરાવતો હોય. પોતાનું શરીર સ્વસ્થ છે. એવી ભાવનાથી એવું કલ્પી લેવાની જરૂર નથી કે તમારા શરીરને લગતી સર્વ બાબતો સરસ છે. એનો અર્થ એટલો જ છે કે તમારૂં શરીર જેવું છે, તેવું તમારે માટે આરામદાયક છે.

આપણે સહુ આપણા શરીર વિષે કોઈક છાપ, કોઈક વિચારો ધરાવતા

તમે જીવનભર એવું જ સાંભળતા આવ્યા છો કે 'તમારું શરીર તમારું દ્દશ્મન છે ! તમારૂં શરીર દુષ્ટ અને પાપી છે ! શરીરને રિબાવો, તેની ઉપેક્ષા કરો !' વિશેષ કરીને આધ્યાત્મિક માર્ગમાં શરીરને સિદ્ધિના માર્ગ પરના મોટામાં મોટા વિઘ્ન તરીકે રજૂ કરવામાં આવે છે.

આથી તમે તમારા શરીર પ્રત્યે અફદરતી તિરસ્કાર ધરાવતા થઈ જાઓ છો. આ બાબત તમારા સુષુપ્ત મનમાં ઊંડાં મૂળ નાખી દે છે. તમે એવું વિચારવા લાગો છો કે તમારું શરીર તમારી વિરૂદ્ધમાં વર્તી રહ્યું છે. પણ સત્ય એ છે કે આ શરીર – તમારૂં શરીર તમને આ સંસારની સરિતાને પાર કરાવનાર નૌકા છે ! તમારા શરીર વગર શું તમે આ દ્વનિયામાં હલનચલન કરી શકો છો ? તમારું શરીર સારા સ્વરૂપમાં ન હોય, તો શું તમે ધ્યાન કે આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં કાર્ય કરી શકો છો ? તમારી આંખો અને તમારા

મગજની સહાય વિના તમે આ પુસ્તક પણ વાંચી શકો ખરા ?

તરફ વળવા માટે, તમારે પ્રથમ બહારથી પ્રારંભ કરવાનો છે. હાલમાં, તમે કાંઠા પર છો. પાણી અતિશય ઠંડૂ તો નથીને એ ચકાસવા તમે તમારો એક અંગૃઠો તેમાં બોળો છો !

ઘણા લોકો મારી પાસે આવે છે અને કહે છે, "સ્વામીજી, હું આધ્યાત્મિકતા વિષે ખાસ કશું જાણતો નથી. મેં પહેલાં કદી ધ્યાન માટે પ્રયત્ન કર્યો નથી, શું હું તૈયાર છૂં ? મારે ક્યાંથી શરૂઆત કરવી ?''

હું તમને કહું : તમે અત્યારે જયાં છો, એ જ તમારે માટે ઉત્તમ સ્થાન છે !

અત્યારે તમારા પોતાના વિષે તમારી જે સમજ છે, તે તમારા શરીર, તમારી લાગણીઓ અને તમારા વિચારોની સાથે સંકળાયેલી છે. 'તમે' જે છો, એમ તમે વિચારો છો, એ તમારા શરીર, તમારી લાગણીઓ અને તમારા વિચારો સિવાય બીજું કશું જ નથી.

આથી ત્યાંથી જ પ્રારંભ કરો ! આ તદ્દન સરળ છે.

પ્રથમ ૫ગથિયું : તમારા શરીર ૫૨ કામ કરો

તમને તમારા શરીર વિષે શું લાગે છે ?

એ સાચું છે કે વ્યક્તિએ છેવટે શરીરની પેલે પાર જવાનું છે. પણ તમે તમારા શરીર સાથે લડીને એ કરી શકતા નથી. તમે તમારા શરીરને સમજીને, સ્વીકારીને, અને તેના પર કામ કરીને, તેને ધ્યાનને માટે યોગ્ય કરી શકો છો.

યાદ રાખો, ભૌતિક દષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ, શરીર ખુબ જ શક્તિશાળી સાધન છે. પણ એ જ તેની મર્યાદા છે. તે માત્ર સાધન છે. એ નથી સરસ કે નથી દુષ્ટ, નથી તમારૂં મિત્ર કે નથી તમારૂં દુશ્મન. તમારા શરીર દ્વારા જ તમે ભૌતિક વિશ્વમાં હલનચલન કરી શકો છો. અને એ જ શરીર દ્વારા તમે દિવ્યતત્ત્વ પ્રત્યે પ્રયાણ કરી શકો છો. એ માત્ર તમારા હાથનું ઓજાર છે.

આ ખ્યાલ સ્વીકારવો મુશ્કેલ છે ! કારણ કે તમે જીવનભર તમારા શરીર સાથે સંપૂર્ણ પણે એકાત્મતા અનુભવી છે. પણ આ એકાત્મ ભાવનો ભંગ કર્યા વગર, તમે કદી પણ તમારા શરીરથી આગળ જઈ શકો નહિ.

આથી પહેલું પગલું એ છે કે તમે તમારા શરીર પ્રત્યે લક્ષ આપવા લાગો. જો તમારું શરીર સરખી રીતે ચાલતું નહિ હોય તો તમે કદી ધ્યાનમાં પ્રવેશ નહીં કરી શકો. તમારા શરીર પ્રત્યે તમને જે કોઈ નકારાત્મક (કે પછી હકારાત્મક પણ) લાગણીઓ હોય તેને ખંખેરી નાખો ! તેને બસ તજી દો.

શરીરને 'શુદ્ધ' કરવું એ પ્રથમ પગલું છે.

શરીરને 'શુદ્ધ' કરવાનો શો અર્થ છે ? આપણને સહુને શરીરમાં ખલેલ પડતી હોય છે, શક્તિના અવરોધો હોય છે, પૂર્વગ્રહો હોય છે – આ બધું આપણી શારીરિક તંત્રનો હિસ્સો છે.

આ અવરોધોને અને ખલેલોને દર કરવાં એ શરીરની શુદ્ધિનો માર્ગ છે. આપણા શરીરમાં શક્તિના અવરોધો અને ગરબડ કઈ રીતે નિર્માણ થાય છે ? આપણે બાળપણથી જ આપણી કુદરતી લાગણીઓને દબાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સમાજમાં આપણે હંમેશા આપણી ઈચ્છા મુજબ આપણી જાતને અભિવ્યક્ત કરી શકતા નથી.

દા.ત., જ્યારે તમને ક્રોધ આવે છે, ત્યારે શરીર તરત જ લડવા માટેનું રસાયણ ઉત્પન્ન કરે છે. કોઈ માણસ પર હુમલો કરવા માટે આવશ્યક શક્તિનું ઉત્પાદન કરે છે. કારણ કે બધા જ પ્રાણીઓ માટે ક્રોધ એ ટકી રહેવા માટેનું જરૂરી ઓજાર છે. શરીર તમને બીજાની સાથે લડવા માટે તૈયાર કરે છે. પણ આપણા સંસ્કારી સમાજમાં આપણે હંમેશા આપણા ક્રોધને વ્યક્ત કરી શકતા નથી. સામેની વ્યક્તિ એવી હોય જેનાથી તમે ડરતા હો – તમારા શેઠ, તમારી પત્ની !! આથી જે શક્તિ નિર્માણ થઈ હોય, તે વપરાયા વગર પડી રહે છે. આ વધારાની શક્તિ તમારા શરીરમાં નિષ્ક્રીય થઈને પડી રહે છે અને તમારા શક્તિના પ્રવાહમાં ખલેલ પહોંચાડે છે.

બધી જ લાગણીઓ - એષણા, ભય, શોક - સાથે આમ જ બનત્તુ હોય છે.

મોટે ભાગે તમે તમારી જાતને વ્યક્ત કરતાં ભય અનુભવો છો. તમે તમારા શરીર માટેના ઉત્કટ ભય અને અને અનાસ્થામાં જીવો છો. તમે માનો છો કે તમારૂં શરીર સંસ્કૃતિની ભાષા જાણતું નથી. તેને સમાજના નિયમો માન્ય નથી. તમે જો તમારા શરીરને છૂટું મૂકી દો, તો કોણ જાણે શુંનું શું થઈ જશે ? તમારું શરીર શું કરશે તે કોણ જાણે છે ? આથી તમારે કાબૂ રાખવાનો છે, તમારે દમન કરવાનું છે.

જયારે તમે સતત તમારી લાગણીઓને દબાવી દો છો. ત્યારે એ તમારા શરીરમાં માત્ર અવરોધો જ નથી સર્જતી, પણ અંતે માનસિક રોગો તરફ દોરી જાય છે. દા.ત., ક્રોધને સતત દબાવ્યા કરવાથી હિસ્ટિરિયા થાય છે.

એ જ રીતે, માનસિક હરકતો શારીરિક રોગ તરીકે દેખાડે છે. દમનને કારણે માત્ર હૃદયના રોગૌ કે માઈગ્રેઈન્સ જ નહિં, પણ ચામડીના રોગો અને આંતરડામાં ચાંદા પણ થાય છે. તાજેતરના સંશોધનો બતાવે છે કે ૮૦ ટકાથી વધુ રોગો શારીરિક – માનસિક (સાયકોસોમેટિક) પ્રકારના હોય છે. એટલે કે આપણી શારીરિક અને માનસિક સ્થિતિ આ રોગો માટે જવાબદાર છે.

આગળ ઉપર આ પુસ્તકમાં તમારા શરીરમાંના બધા જ અવરોધો અને દમનોમાંથી મુક્ત થવાની ધ્યાનની પદ્ધતિઓ આપવામાં આવી છે.

એક વખત તમે આ અવરોધોમાંથી મુક્ત થઈ જાવ, પછી તમે જાતે જ જોઈ શકશો કે તમારૂં શરીર કુદરતી રીતે જ સોળે કળાએ ખીલી ઊઠશે. તમારું શરીર વધારે સુંદર, વધારે દિવ્ય દેખાશે. તમારું શરીર એ 'તમે' નથી, પણ તમારૂં શરીર તમારા આધાર માટે છે. તમારા શરીર સાથે સુંદર મૈત્રીભર્યો સંબંધ કેળવો. માત્ર આપણી દબાવી દીધેલી લાગણીઓ જ નહિં, પણ આપણી ફુટેવો પણ શરીરમાં નુકસાન પહોંચાડે છે. શરીર માત્ર ભૌતિક યંત્ર છે. સ્વાભાવિક જ, તમે જેવી રીતે ખાઓ, ઊંઘો, વ્યાયામ કરો અને આરામ કરો, તેની તેના પર અસર પડશે જ. હું જેમ હંમેશા કહું છું, તમારા બધા રોગો તમારા મહેમાનો છે ! તમે તમારા શરીર પ્રત્યેની બેકાળજીથી રોગોને તમારા માથા પર નિમંત્રો છો.

દા.ત., જ્યારે તમે કંઈક મસાલેદાર ખાવ છો, ત્યારે તમારી આંખોમાંથી પાણી પડવા લાગે છે. તમારું શરીર વિરોધ નોંધાવે છે. હું આને નહીં પચાવી શકું, ૫ણ તમે એનું સાંભળો છો ખરા ? ના… !

જયારે તમે મધરાત સુધી ટી.વી. જોતા રહો છો, તમારું આખું શરીરતંત્ર બૂમો પાડે છે, 'મને વિશ્રાન્તિ જોઈએ છે !' પણ હંમેશની જેમ તમે શરીરને અવગણો છો..

આટલું સ્પષ્ટતાથી સમજી લો : તમારા શરીરને એનું પોતાનું શાણપણ છે. તમારો તમારી શારીરિક સમજશક્તિની સાથે મેળ બેસતો નથી. તમારું શરીર તમને અવિરત સૂચનાઓ આપે છે, પરંતુ તમારી પાસે એ સૂચનાઓ સમજવાની સમજણશક્તિ નથી.

આપણે શા માટે ખાઈએ છીએ ?

તદ્દન સરળ ખુલાસો છે, શક્તિ મેળવવા.

પણ શું તમારો ખોરાક તમને સશક્ત બનાવે છે ? ભોજન પછી તમને શક્તિ લાગે છે કે નિદ્રા આવે છે ? આપણામાંના મોટા ભાગના લોકોને નિદ્રા આવે છે !

કારણ કે આપણી ખોરાકની પસંદગી નબળી છે અને બીજું કારણ એ છે કે આપણું ઉદર આપણને કહે કે 'હું ભરાઈ ગયું છું.' પછી પણ આપણે ખાવાનું ચાલુ રાખીએ છીએ. આપણે કોઈપણ વસ્તુ અને દરેક વસ્તુ પેટમાં પધરાવીએ છીએ. આપણે ખોરાકને આપણા શરીરતંત્રમાં ફેંકીએ છીએ, જાણે કે આપણું પેટ કચરાનો ડબ્બો ન હોય ! આપણે આપણે પેટને કચરાપેટી જ સમજીએ છીએ. દરેક ભોજન વખતે આપણે આપણા પાચનતંત્રનો બોજો વધારીએ છીએ. ત્યારબાદ આપણને જમ્યા પછી સ્ફર્તિ ન લાગે એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી !

જયારે આપણે વધુ પડતું ખાઈએ, જ્યારે આપણે પૂરતો વ્યાયામ ન કરીએ - ત્યારે આપણને સુસ્તી લાગે છે. સસ્ત શરીર ધ્યાન માટે બિલકુલ લાયક નથી. એટલું જ નહિ, જયારે શક્તિની કક્ષા નીચી હોય છે, ત્યારે રોગો બહુ સહેલાઈથી આપણા શરીર પર હુમલો કરે છે.

વ્યાયામ તમને વિકસવામાં સહાય કરે છે. જયારે તમે વ્યાયામ કરો છો, ત્યારે તમારા શરીરનો પ્રત્યેક જીવંત કોષ વિકસે છે. જયારે તમારાં ફેફસાં પ્રાણવાયુથી ભરાયા હોય છે, ત્યારે ઉચ્છૂવાસમાં કાર્બનવાયુની સાથે ઘણી અશુદ્ધિઓ પણ બહાર ફેંકાય છે.

આપણી જીવનશૈલીમાં, આપણને વ્યાયામ માટે કે વિશ્રાન્તિ માટે સમય નથી.

આપણે જેને વિશ્રાન્તિ કહીએ છીએ. એ સાચી વિશ્રાન્તી નથી. આપણામાંના કેટલા સવારે જાગે છે ત્યારે સ્કૂર્તિ અને આનંદ અનુભવે છે ? જો તમે સરખી રીતે આરામ કર્યો હોય, તો દરેક સવારે તમારે નત્ય કરતાં કરતાં સ્નાનગહમાં જવું જોઈએ. એને બદલે, સવારે જયારે એલાર્મ વાગે છે ત્યારે તમે શું કરો છો ? એલાર્મ બંધ કરીને પાછા સુઈ જાઓ છો !

સાચી ઊંઘ એ છે, જેમાં તમારું શરીર સંપૂર્ણરીતે આરામ કરતું હોય, તેના બધા જ તણાવોમાંથી તે મુક્ત હોય, જયારે તમારું તંત્ર સમારકામ અને જાળવણીનું કાર્ય કરી શકતું હોય. આપણે કેટલી વખત ગાઢ, ખલેલ વગરની, સ્વપ્ન વગરની નિદ્રાનો આનંદ અનુભવીએ છીએ ? ભાગ્યે જ ! પણ સ્પષ્ટ સમજી લો, તે દિવસોએ જ તમે સાચી ઊંઘ લીધી છે !

તમને આશ્ચર્ય થતું હશે કે, આ બધી બાબતોને ધ્યાન સાથે શી નિસ્બત છે. આપણે આ વિષે ચર્ચા કરીએ છીએ તેનાં બે કારણો છે. પહેલું કારણ એ છે કે, શારીરિક દષ્ટિએ કાર્યક્ષમ શરીર તમને ગહન ધ્યાનમાં પ્રવેશ કરવામાં સહાયક બને છે. પરંતુ વધારે મહત્ત્વનું એ છે કે, ધ્યાનની પ્રેક્ટિસ પોતે જ તમને આરામ મેળવવામાં મદદ કરે છે. આપણે એ પદ્ધતિઓ જોઈશું, જે તમારી નિદ્રાની ગુણવત્તા વધારે છે. જ્યારે તમારી નિદ્રાની ગુણવત્તા વધે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી જાગૃતિના સમયની ઉત્પાદકતા વધે છે.

પગથિયું બીજું : તમારા વિચારો પર કામ કરો

આપણા જીવનની સૌથી તરંગી વસ્તુ વિચારો છે !

મોટે ભાગે આપણો આપણા વિચારો પર કાબૂ હોતો નથી. આપણા વિચારો આપણને પોતાની ઈચ્છા મુજબ દોરી જાય છે. તમે જો તમારા અસંબદ્ધ વિચારોને શબ્દો દ્વારા વ્યક્ત કરવા માંડો, તો તમે તમારા પોતાના શબ્દો સાંભળતાં શરમ અનુભવશો ! કારણ કે આપણા વિચારોને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી હોતો, વર્તમાન સાથે કંઈ લાગતું વળગતું નથી હોતું, અને તેનું કોઈ તાત્પર્ય નથી હોતું. છતાં આપણે આપણા જીવનને આ વિચારોને હવાલે કરી દઈએ છીએ. આપણે આ વિચારોથી જ જીવીએ છીએ !

એક નાનકડી વાર્તા :

એક રાજ્યમાં એક એવો પ્રાજ્ઞ પૂરૂષ હતો, જે ભવિષ્ય ભાખી શકતો હતો. એક દિવસ, ત્યાંના રાજાએ એના વિષે સાંભળ્યું અને તેની કસોટી લેવાનો નિર્ણય લીધો. રાજા પ્રાજ્ષ પૂરૂષને રાજ્યના સૌથી વ્યક્ત બંદર પર લઈ ગયો, જ્યાં રોજના હજારો વહાણ આવતાં-જતાં હતાં.

રાજાએ પૂછ્યું : "તમે મને કહી શકશો કે આજે આ બંદર પરથી કેટલા વહાણ નીકળશે ?" ડાહ્યા માણસે પ્રત્યુત્તર આપ્યો, "માત્ર ત્રણ મહારાજ ! અને માત્ર આજે જ નહિ. દરરોજ માત્ર ત્રણ જ વહાણ આ બંદરમાં આવે છે અને આ બંદર છોડી જાય છે."

"તમે કહેવા શું માંગો છો ? એ ત્રણ વહાણો ક્યા છે ?" રાજાએ આશ્ચર્યચકિત થઈને પૃછયું.

ડાહ્યા માણસે જવાબ આપ્યો, "ધન, સત્તા અને કામવાસના, મહારાજ ! બધાં જ મનુષ્યો - તમારા સહિત - આ ત્રણ વાહનો પર જ પોતાના જીવનને હંકારે છે !"

આ સત્ય છે. જીવનના મોટા ભાગના સમયમાં આપણે ધન, સત્તા અને કામવાસના વિષે જ વિચારતા હોઈએ છીએ. આપણે આપણા વિચારોને વિવિધ નામો આપી શકીએ છીએ. પણ અંતે તો તે આ ત્રણમાંથી એક વસ્તુમાં જ પરિણમે છે. અહીં કામ એટલે માત્ર કામવાસના જ નહિ, પરંતુ કોઈપણ પ્રકારનો સ્વેચ્છાચાર.

તમે જો કોઈ કાર્યાલયમાં કામ કરતા હશો, તો તે ધન અને સત્તા માટે.

તમે એક દિવસ રજા લો છો, તો તમારા વિચારો મોજમઝા પ્રત્યે કેન્દ્રિત થતા હોય છે.

જરા ગંભીરતાથી વિચારો : તમે આખો વ ખત શાના વિચાર કરતા હો દળે ?

એ ચોક્કસ આ ત્રણ બાબતોમાંથી એકના વિષે જ હશે.

તમે કેટલીવાર સત્ય, સૌંદર્ય અને ભલાઈ વિષે વિચારો છો ?

"શી જરૂર છે આના વિષે વિચારવાની ?" તમને થશે. "શું મારું જીવન સત્ય કે સૌંદર્ય પર આધાર રાખે છે ? હું કેટલા પૈસા બનાવી શકું છું અને હું કેટલી સત્તા ધરાવું છૂં, એના પર મારું જીવન અવલંબે છે."

પરંતુ તમારા જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ વિચારોમાં છે. જયારે તમે અવિરતપણે કોઈ વસ્ત્ પ્રત્યે પ્રતિભાવ વ્યક્ત કરો છો, ત્યારે તે માત્ર તમારા મનની સ્થિતિમાં જ નહિ, પરંતુ તમારા જીવનની સ્થિતિમાં પણ પરિવર્તન લાવી શકે છે. જયારે તમે સૌંદર્ય વિષે સતત વિચારો છો, ત્યારે તમારું જીવન વધારે સુંદર બને છે.

સૌથી અગત્યનું એ છે કે, તમારા મનમાં કયા વિચારો પ્રવેશે છે અને કયા વિચારો છોડી જાય છે, તેના પ્રત્યે સજાગ રહો. અત્યારે તમારૂં મન બધા વિચારો માટે મુક્ત છે. કોઈપણ વિચાર પ્રવેશ કરવા માટે, વધુમાન્ન વધુ સ્થાન પર કબજો જમાવવા માટે, બીજા વિચારો સાથે લડી લેવા માટે, અને ફાવે ત્યાં સુધી ટકી રહેવા માટે, અને મન ફાવે તેમ દોડી જવા માટે મુક્ત છે. તમારા મનમાં પ્રવેશતા અને તમારા જીવન પર અસર પાડતા વિચારો પર તમારો કાબૂ નથી.

તમારા વિચારોનું માત્ર નિરીક્ષણ કરો.

જયારે કોઈ એક પ્રકારના વિચારો તમારામાં પ્રવેશ કરે છે, ત્યારે શું બને છે તેનું નિરીક્ષણ કરો.

તમે જોશો કે જયારે ક્રોધ, કામ કે લોભને લગતા વિચારો તમારા મનમાં પ્રવેશે છે, ત્યારે એ તમારા તંત્રમાં અસુવિધા ઊભી કરે છે. જયારે તમારો અહં જાગૃત થાય છે, ત્યારે તમે અસ્વસ્થતા અન્ન્ભવો છો. તમને આનંદસભર અને શાંતિપર્ણ લાગણીઓનો અનુભવ કરાવતા ક્યા વિચારો તમને છોડી જાય છે એ જુઓ. એ વિચારોને જાળવી રાખો અને બાકીનાને ફગાવી દો !

તમે તમારા મનના ચોકીદાર બનો. વિચારોના પ્રવાહને ઓળખો. તમારા વિચારો સાથે તમે કેટલું ઘનિષ્ઠ તાદાત્મ્ય અનુભવો છો એ જુઓ. તમે જોશો કે તમારા ગહનતમ સુષુપ્ત મનમાંથી તમારા વિચારો ઉદ્દભવે છે. તમે તમારા સુષ્પપ્ત મનના વિચારોમાં પરિવર્તન લાવી શકો. તો તમે તમારા જાગૃત જીવનના પ્રવાહને પરિવર્તિત કરી શકો છો.

આટલું કરવાનો પ્રયત્ન કરો : જો તમે તમારા ચેતનમય જીવનના કોઈ પાસામાં પરિવર્તન લાવવા ઈચ્છા હો તો - ઉદાહરણ તરીકે તમે તમારા ક્રોધ કે પૂર્વગ્રહમાંથી છૂટવા માગતા હો તો - માત્ર તમારા મનને સૂતા પહેલાં એ પરિવર્તન લાવવાની સૂચના આપો.

તમને એ જોઈને આશ્ચર્ય થશે કે, તમારા સુષુપ્ત મનને વારંવાર અપાતી સૂચનાથી, તમારૂં ચેતનમય જીવન પણ એ જ દિશામાં બદલાશે !

પગથિયું ત્રીજૂં : તમારી લાગણીઓ પર કામ કરો

તમારી લાગણીઓ તમારા વિશ્વનું સર્જન કરે છે.

તમે માનો કે ન માનો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે સહુ પરમાત્મા દળે !

તમે તમારી ભાવનાઓ અને લાગણીઓમાંથી તમારું વિશ્વ રચો છો.

આ વાત સ્પષ્ટતાથી સમજી લો : તમારી ચેતનાની જે કક્ષા હશે, તેવી જ ગુણવત્તાવાળું તમારું જીવન બનશે !

જયારે તમારી ભાવના સ્પષ્ટ અને હકારાત્મક હોય, ત્યારે આખું વિશ્વ તમારે માટે એક સુંદર સ્થાન બની રહે છે. અસ્તિત્વ તમારા પર આશીર્વાદ વરસાવે છે. જયારે તમે પ્રેમસભર હો છો. ત્યારે તમને સર્વત્ર પ્રેમ દેખાશે. જ્યારે તમે તિરસ્કારથી ભરેલા હશો, ત્યારે તમને કેવળ ધિક્કાર જ પ્રાપ્ત થશે.

આ કોઈ નીતિવિષયક વાર્તા નથી. આ જ સત્ય છે. આપણે આપણી મર્યાદિત સમજશક્તિને કારણે એ સમજી શકતા નથી. આપણે સર્વત્ર તેનાં કારણો શોધવા માંડીએ છીએ. સત્ય એ છે કે, આપણામાંનો દરેક જણ, પોતાના જીવનની ગુણવત્તા માટે સો એ સો ટકા પોતે જ જવાબદાર છે.

જયારે તમે તમારી લાગણીઓ પર કામ કરવા માંડશો, ત્યારે તમને જાતે જ સમજાશે કે આ કેટલું સત્ય છે !

આપણી લાગણીઓ આપણા પર કેટલી ઊંડી અસર કરે છે, એનો આપણને ખ્યાલ નથી આવતો હકીકતમાં આપણે એમ માનીએ છીએ કે, આપણી બધી જ પ્રવૃત્તિઓ પર આપણા મનનો કાબૂ છે. આપણા નિર્ણયો લેવા માટે આપણે આપણી બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીએ છીએ = પણ સત્ય એ છે કે, તમારા જીવનનો બહુ મોટો હિસ્સો તમારી લાગણીઓનું પરિણામ છે.

તમારી લાગણીઓ સાથે કામ કરવાના ત્રણ પગથિયાં છે.

(ક) તમારી સૌથી ઉત્કટ લાગણીઓને ઓળખો :

તમને કઈ બાબત કાર્યરત રાખે છે ?

તમારી કઈ લાગણીઓ તમારાં કાર્યો પર કાબૂ રાખે છે ?

શું તમારું જીવન જોરદાર વિરોધ, આક્રમકતા અને ક્રોધની આસપાસ ઘૂમે છે ?

તમારે માટે શું વધારે મહત્ત્વનું છે - પ્રેમ કે સંઘર્ષ ? તમે તમારી જાત પ્રત્યે પ્રામાણિક બનો !

સૌથી પ્રથમ તમારે તમારી લાગણીઓને ઓળખવી જોઈએ. અન્યથા તમે તેમાં પરિવર્તન શી રીતે લાવશો ?

ઘણીવાર, એવું બને છે કે લોકો વિરોધી વાતાવરણમાં જીવતા હોય છે, તેમને નકારાત્મક લાગણીઓ પ્રત્યે આકર્ષણ રહે છે. તેઓને તેની જરૂર છે; તેમને માટે એ જીવન ટકાવી રાખવાની વાત છે. તેમને તેમની બધી શક્તિ નકારાત્મક લાગણીઓમાંથી જ મળે છે. સંશોધનો દ્વારા એવું પુરવાર થયું છે કે, યુદ્ધના સમયે ગુન્હાખોરી અને આત્મહત્યાનો દર અતિશય નીચો જતો રહે છે. કારણ કે હવે લોકોને પોતાની નકારાત્મક લાગણીઓને જાહેરમાં વ્યક્ત કરવાની મુક્ત ભૂમિકા મળી ગઈ છે. એથી તેમણે ખાનગીમાં ગુન્હા કરવાની જરૂર નથી પડતી !

હિટલરે પણ કહ્યું છે કે, જો તમે તમારા દેશને શક્તિશાળી બનાવવા માગતા હો, તો દુશ્મનો ઊભા કરો ! ખરેખર વાસ્તવિક શત્રુઓ ના હોય તો પણ ! તેઓ માત્ર કાલ્પનિક શત્રુઓ પણ હોઈ શકે. જ્યાં સુધી લોકો વિરોધી પરિસ્થિતિમાં હોય, ત્યાં સુધી તેમને લાગે છે કે તેઓ ખૂબ

શક્તિશાળી છે. જયારે તેઓ બળવો કરે છે. ત્યારે તેઓ પોતાને શક્તિશાળી મહેસસ કરે છે. આપણી બધી જ શક્તિઓ નકારાત્મકતા તરફ વાળવામાં આવી છે.

હતાશા બીજું કંઈ જ નથી, પણ આપણા તરફ પાછો વળેલો આપણો ક્રોધ છે. જ્યારે તમે તે લાગણીને વ્યક્ત કરો છો, ત્યારે તે ક્રોધ રૂપે દેખાય છે. જ્યારે તમે તેને દબાવી દો છો, ત્યારે તે હતાશામાં પરિણમે છે. પણ બંશ્વે એક સરખી નકારાત્મક શક્તિ જ છે.

જયારે આપણે આપણી નકારાત્મક લાગણીઓ પર એકાગ્ર થઈએ છીએ, જયારે આપણે જુદાપણાની વૃત્તિને પોષીએ છીએ, જયારે આપણે 'હું વિરૂદ્ધ તેઓ'નો ભાવ ઊભો કરીએ છીએ, ત્યારે આપણો અહં બહુ શક્તિશાળી લાગે છે. એથી જ આપણામાંના ઘણાને એવી પરિસ્થિતિ ગમે છે, જેમાં આપણે લડાયક સ્થિતિમાં હોઈએ.

હકારાત્મક, મૂદુ લાગણીઓ આપણને અસલામત બનાવે છે. પ્રેમ. આનંદ, કરૂણા – આ મનની નાજુક સ્થિતિ છે. જ્યારે આપણે આ લાગણીઓ અનુભવીએ છીએ, ત્યારે આપણી અને વિશ્વ વચ્ચેની ભેદરેખા નબળી પડી જાય છે. અહંભાવની શક્તિ ઘટી જાય છે.

એથી જ આપણે આ લાગણીઓથી ડરીએ છીએ. અંદરથી અભાનપણે આપણે પ્રેમથી ડરીએ છીએ કારણ કે પ્રેમમાં અહંભાવને સમર્પિત કરી દેવો પડે છે.

પરંતુ આધ્યાત્મિકતા બીજુ કશું જ નથી, એ માત્ર અહંભાવ તજવાની એક પ્રક્રિયા છે. જો તમે પ્રેમ કરતાં પણ ડરતા હશો – કારણ કે એ તમને નમ્ર બનાવે છે – તો તમે ધ્યાનમાં અતર્મુખ કેમ થશો ?

(ખ) તમારી હકારાત્મક લાગણીઓ પ્રત્યે કેન્દ્રિત થાવ

સામાન્ય રીતે તમારો દિવસ કેવો હોય છે ? સહેજ વિચારો.

દિવસ દરમ્યાન તમારામાં વિવિધ લાગણીઓ ઉભરાય છે. તમે જયારે જાગો છો, ત્યારે તમને આનંદ થાય છે - અથવા ઓછામાં ઓછૂં તમે સામાન્ય સ્થિતિ અનુભવો છો. પછી તમારી પત્ની કૉફી લઈને પ્રવેશે છે, અને તેને નીચે મૂકતાં થોડી કૉફી તેનાથી ઢોઢાઈ જાય છે – અને તમે તરત જ ગુસ્સે થાઓ છો.

સવારનો સરસ મજાનો નાસ્તો પતાવ્યા પછી, તમે ફરીથી સારા મિજાજમાં આવી જાઓ છો. પછી કામ પર જતાં રસ્તામાં તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ છો – અને જાણે 'કોઈને મારી નાખું !' એવી લાગણી તમને થાય છે. ઓફ્સિમાં તમારો પ્રોજેક્ટ બરાબર આગળ વધતો નથી - ફરીથી તમને તણાવનો અનુભવ થાય છે અને આમ ને આમ ચાલ્યા કરે છે.

દર મિનિટે તમારી લાગણીઓ તમારા પર ભારે આક્રમણ કરે છે. તમે લાગણીઓના ઉતાર-ચઢાવમાં તમારૂં જીવન જીવી રહ્યા છો. આમ તમે ક્યાં સુધી ટકી શકો ? સદ્‌ભાગ્યે, આપણા લાગણીઓનાં સર્વ અનુભવો ખરાબ નથી હોતા. આપણાંમાના મોટાભાગના માટે દિવસ દરમ્યાન એવી કેટલીક ક્ષણો હોય છે, જયારે આપણે શાંત, આનંદમય અને ધ્યાનસ્થ હોઈએ છીએ.

આ રોજની, સરળ બાબત હોઈ શકે.

તમારા બગીચામાં ચાના ઘૂંટડા ભરવા.

શાવરમાં નહાવું.

સંગીત સાંભળવું.

તમારાં બાળકો સાથે રમવું.

પ્રતિદિન, આપણાંમાના દરેક માટે આવી ક્ષણો હોય છે. પણ આપણાંમાના કેટલા આવી ક્ષણો પર લક્ષ કેન્દ્રિત કરે છે ?

જયારે કોઈ આપણને પૂછે છે, 'તમારો દિવસ કેવો રહ્યો ?' ત્યારે આપણને ઢોળાએલી કૉફી, ટ્રાફિક અને અધુરો રહેલો પ્રોજેક્ટ જ યાદ આવે છે.

એક બદલાવ માટે રોજ હકારાત્મકતા અનુભવો અને હકારાત્મક લાગણીઓ ઉપર શા માટે લક્ષ ન ઠેરવવું ?

આ પ્રયોગ કરી જુઓ.

૨૪ કલાક માટે, તે દિવસે બનેલી માત્ર સારી બાબતોને જ અવિરત સ્મરણમાં લાવો. નાની નાની બાબતો માટે પણ અહોભાવ અનુભવો : સારું થયું કે કામ પર ગયો ત્યારે વરસાદ નહોતો આવ્યો. બગીચામાં ગલગોટાના ફલો ખીલી રહ્યાં છે. તમારા ઘરની કામવાળીએ રજા ન લીધી એ માટે આભારની લાગણી અનુભવો. આપણે આવી બાબતો ભૂલી જઈએ છીએ છીએ ! પણ જે દિવસે ઘરકામવાળી બાઈ ન આવે, તેને આપણે કદી ભલતા નથી – પણ જયારે આવે છે, ત્યારે આપણે તેની નોંધ લઈએ છીએ ખરા ? મનોમન તેનો આભાર માનીએ છીએ ખરા ?

એટલે હું જ્યારે તમને કહું છૂં કે, 'દરેક હકારાત્મક બાબતને યાદ કરો', ત્યારે ખરેખર એ કરો. સંપૂર્ણ નિષ્ઠા સાથે કરો ! માત્ર ૨૪ કલાક ! તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે, એ તમે જાતે જોઈ શકશો. એક વખત તમે હકારાત્મક લાગણીઓ સાથે રહેવાના આનંદનો આસ્વાદ લેશો, પછી તમે કદી ફરીથી હતાશામાં ગરકાવ નહીં થાવ.

આ મજાક માટેનો પરિશ્રમ નથી. આ જીવનમાં ટકી રહેવા માટેની તરકીબ છે. તમે તમારા જીવન પ્રત્યે પથ્થરો ફેંકશો, તો તમારું જીવન પણ તમારા પ્રત્યે સામા પથ્થરો ફેંકશે. જો તમે પુષ્પો દ્વારા જીવનનું અભિવાદન કરશો, તો તમને બદલામાં પુષ્પો મળશે. પછી તમને ધ્યાનની પદ્ધતિ મળશે, જેનું લક્ષ જીવનને કૃતજ્ઞતાપૂર્વક આવકારવાનું હશે.

(ગ) તમારી નકારાત્મક લાગણીઓનું પરિવર્તન કરતાં શીખો

તમે કદાચ મને પૂછશો, આખા દિવસ દરમ્યાન જે નકારાત્મક લાગણીઓનો અનુભવ થયો હોય તેનું શું થશે ? તમે હકારાત્મક લાગણીઓના સ્મરણ પ્રત્યે જ લક્ષ રાખશો, તો પણ તમારા તંત્રમાં નકારાત્મક લાગણીઓ હજુ રહેવાની જ ! અને તે બધો જ સમય વધતી જ રહેશે.

તમે તમારા તંત્રમાંથી જૂના અવરોધોને ધ્યાન દ્વારા દૂર કરી શકો છો -પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે નવા અવરોધો ઊભા થતા ન રહે ! પ્રતિપળ તમારે નવા સંયોગોનો સામનો કરવાનો હોય છે. ઉદાહરણ તરીકે, એવા લોકો હોય છે, કે જે તમને વારંવાર ગુસ્સે કરે. તમારા શરીરતંત્રમાં પરિભ્રમણ કરતી તે વધારાની શક્તિનું તમે શું કરશો ?

તમારી નકારાત્મક શક્તિનું હકારાત્મક શક્તિમાં પરિવર્તન કરવાનું શીખી જાવ. યાદ રાખો; શક્તિ તટસ્થ છે. ક્રોધ સારો પણ નથી, ખરાબ પણ નથી. કામવાસના નથી સારી, નથી ખરાબ. આ બધા માત્ર શક્તિનાં સ્વરૂપો છે. તમે એનો રચનાત્મક ઉપયોગ કરો છો કે વિનાશાત્મક, એ તમારા પર નિર્ભર કરે છે. એક છરી બાળકના હાથમાં વિનાશક બની શકે છે. પણ એક સર્જન ડૉક્ટરના હાથમાં તે જીવનદાતા બની શકે છે. તમે એ જ શક્તિને સંપૂર્ણતયા જુદા જ પરિણામો લાવવા માટે ઉપયોગમાં

લઈ શકો છો. તમે જો તમારી શક્તિને યોગ્ય પ્રવાહમાં વાળવાનું શીખી લો, તો તમે ક્રોધને સ્થાને સર્જનશીલતાને મૂકી શકો છો. સર્જનાત્મક રીતે જીવતાં શીખો. તમારી શક્તિને કળા તરફ, સંગીત તરફ, રમતગમત તરફ વાળો.

ચિત્રકામ કરવાનું શીખો.

કોઈ રમત રમો.

શોખ કેળવો.

નાચો.

ક્રોધની જેમ આ પણ શક્તિને બીજે વાળવા માટેની પગદંડી છે !

તફાવત એટલો જ છે કે, આ સર્જનાત્મક પગદંડીઓ છે. તમારા જીવનને નવી દિશા આપો. તમારા સામાન્ય જીવનને સર્જનશીલતાનું પરિમાણ આપો. આ રીતે તમારી બધી વિધ્વંસક શક્તિ, સર્જનશક્તિમાં પરિવર્તિત થશે અને એ પણ હકારાત્મક પરિણામો સાથે.

જયારે તમે તમારી હકારાત્મક લાગણીઓ પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરવાનો પ્રારંભ કરશો, ત્યારે તમે જોશો કે તમારું જીવન વિના પ્રયત્ને વધારે સારું થવાની દિશામાં પરિવર્તન પામે છે. જયારે તમને પ્રેમની લાગણી થશે ત્યારે, તમે પ્રેમ આપશો અને તમે પ્રેમ પામશો.

આ એક સુંદર ઘટનાચક્ર છે. અનુભવ વગર આ માનવું અશક્ય છે. પણ ખરેખર એમ જ બને છે.

એવું નહીં ધારતા કે તમને જન્મથી જ આવું વલણ મળે. એવું ના કહેતા, અરે પેલો માણસ કેવો નસીબદાર છે ? એ હંમેશાં પોતાના ચહેરા ધ્યાન તમારા માટે જ છે.

પર સ્મિત સાથે જ હરતો ફરતો હોય છે. હું જ માત્ર બધા તણાવમાં જીવું છું !

હકારાત્મક વલણ એવી બાબત છે, જે કેવળી શકાય છે. જયારે તમે આનંદથી ભરેલા હશો, ત્યારે દુ:ખ તમારાથી ડરશે ! ક્રોધ તમને સ્પર્શી નહિ શકે. તમે જયારે તમારી અંદર આનંદની પરિસ્થિતિ સર્જી શકો, ત્યારે જ તમે ધ્યાનમાં પ્રગતિ કરી શકો.

પ્રેમ, હાસ્ય અને કૃતજ્ઞતા દ્વારા તમારા જીવનને પરિવર્તિત કરો.

જીવનને ઉત્સવમાં ફેરવી નાખો.

ત્યાર પછી જ જીવન ધ્યાન બની શકે છે.

ધ્યાનમય જીવન તરફ

લોકો મને પૂછે છે – "તપ શું છે ? ધ્યાનમાં તપ જરૂરી છે ?"

હું તમને જે કહી રહ્યો છૂં, એ તપ સિવાય બીજું કશું જ નથી !

તમારા શરીર ૫૨. વિચારો ૫૨ લાગણીઓ ૫૨ કામ કરવું એ = તપ નહિંત તો બીજું શું છે ?

તપનો અર્થ એવો નથી કે. પર્વતો પર જવું અને આધ્યાત્મિક પ્રવૃતિઓ કરવા માંડવી અને બધા પ્રકારના કર્મકાંડો કરવા મંડી પડવું !

તપનો અર્થ એવો નથી કે અન્નવસ્ત્ર વગર રહેવું, કે અંધારી ગુફામા રહેવું, કે પછી શરીરને ગમે તેમ કરીને રીબાવવું. જયારે તમે તમારા શરીરને કોઈપણ રીતે વંચિત રાખો છો, ત્યારે ધ્યાન કરતાં, વંચિત વસ્તુઓ પ્રત્યે લક્ષ કેન્દ્રિત થવાનો હંમેશા ભય હોય જ છે. જો હું તમને માત્ર ૨૪ કલાક અન્ન વગર રહેવાનું કહું, તો તમે ખોરાક લેવાનો બંધ કરશો પણ તમે ખોરાકનું ધ્યાન ધરવા લાગશો. તમે ખોરાક સિવાય બીજા કશાનો વિચાર જ નહિ કરી શકો. સાચા ઉપવાસનો અર્થ એ નથી કે, તમે જે ખોરાક ખાધો નથી તેનું જ ધ્યાન ધર્યા કરો. પણ સાચો ઉપવાસ એ છે કે તમને ખોરાક વિષેનું તદ્દન વિસ્મરણ થાય. પણ બહુ ઓછા લોકો આ ભેદ સમજે છે. એથી જ ત્યાગનો માર્ગ દરેકને માટે નથી.

અલબત્ત, આ બધા શરીરને સંભાળવાના વિવિધ માર્ગો છે, વિવિધ પ્રકાર છે. કેટલાક ધ્યાનઓ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા શરીરને શિસ્તમાં લાવવાનો માર્ગ અપનાવે છે. પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ એ જ માર્ગ અનુસરે.

એક નાનકડી વાર્તા :

એક યોગીએ કઠોર તપશ્ચર્યાની વિધિઓમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પર્વતો પર ઘણાં વર્ષો વિતાવ્યાં. તેણે જટિલ કર્મકાંડો અને મંત્રોમાં પ્રવિણતા મેળવી. ૫વિત્ર ગ્રંથો વાંચ્યા અને ચિંતનમાં અગણિત કલાકો પસાર કર્યા. પંદર વર્ષ પછી જ્યારે એને લાગ્યું કે એની તપશ્ચર્યા પૂરી થઈ છે, ત્યારે તે લોકોને તેમના જીવનમાં આધ્યાત્મિકતાનું શું મહત્ત્વ છે એ સમજાવવા નીચે સપાટ પ્રદેશમાં આવ્યા. એ એક શહેરમાં આવ્યા કે તરત જ એમના આગમનના સમાચાર ફેલાઈ ગયા અને તેમને એક આધ્યાત્મિક સંમેલનમાં આવવાનું આમંત્રણ મળ્યું. અન્ય આમંત્રિતોમાં એક યુવાન માસ્ટર હતો, જે તપની પારંપરિક વિધિઓમાં માનતો ન હતો.

યોગી પ્રવેશ્યા, કે તરત જ યુવાન એમની દિશામાં ફર્યો અને કંઈક કઠોર વચનો કહ્યાં.

યોગીને આશ્ચર્ય થયું કે એ યુવાનના શબ્દો સાંભળીને પોતાની અંદર ક્રોધનું મોજું ઉભરી રહ્યું હતું. આટલાં વર્ષો પછી, આટલા બધા પ્રયત્નો પછી પણ... ! કોઈક અજાણી વ્યક્તિના થોડાક શબ્દોથી, ક્રોધ તેનું કદરૂપું મસ્તક ફરીથી ઊંચકવા લાગ્યો !

કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર, યોગી પાછા ફરી ગયા અને શાંતિથી ખંડની બહાર નીકળી ગયા. જ્યારે કોઈકે દોડીને માફી માગી અને પાછા આવવા વિનંતી કરી ત્યારે યોગીએ જવાબ આપ્યો : "મને ખ્યાલ આવ્યો છે કે મારી તપશ્ચર્યા હજુ અધુરી છે. હું હજુ એક શિખાવ જ છું. મારે મારું કાર્ય શરૂ કરવા હવે અહીંથી નીકળી જવું જોઈએ. હું જયારે ખરા અર્થમાં તૈયાર થઈ જશઈ, ત્યારે પાછો આવીશ."

તમારા શરીરની, વિચારોની, લાગણીઓની શુદ્ધતા કરવી, એ જ સૌથી મોટું તપ છે. અને આ તપ તમે અત્યારે જ કરી શકો છો, તમે જયાં ઊભા છો ત્યાં જ કરી શકો છો. આ બધું ધ્યાનનો યોગ્ય પાયો નાખવા માટે, ભૂમિકા તૈયાર કરવા માટે છે.

જાગૃતતા એ જ ચાવી છે.

મેં તમને કહ્યું છે, 'તમારા શરીર પ્રત્યે સતત નજર રાખો, તમારા વિચારો પ્રત્યે નજર રાખો, તમારી લાગણીઓ પ્રત્યે નજર રાખો.'

બીજા શબ્દોમાં કહ્યું તો : 'જાગૃત રહો.'

જાગૃતતા ધ્યાનનો પાયો છે, ધ્યાનનું કેન્દ્ર છે, ધ્યાનનું ધ્યેય છે. જાગૃતતા જ તમારો મુખ્ય ચાવીરૂપ શબ્દ છે.

ભલે કોઈ પણ પદ્ધતિ અપનાવો, કોઈપણ ધર્મ પાળતા હો, અધ્યાત્મની કોઈપણ શાખાને અનુસરતા હો - જાગૃતતા પર જ લક્ષ કેન્દ્રિત કરવાનું હોય છે. આ પુસ્તકમાં દર્શાવેલી પ્રત્યેક પદ્ધતિનું આ સામાન્ય સૂત્ર છે.

જયારે તમે કોઈપણ વસ્તુ પર નજર રાખો છો, ત્યારે તેના સાક્ષી બની જાઓ છો, તમે બહારની વ્યક્તિ બની જાઓ છો. તમે જે વસ્તુનું નિરીક્ષણ કરતા હો છો, તેની સાથેની તમારી એકરૂપતા છૂટી જાય છે. ધીમે ધીમે તમે એ જોઈ શકો છો કે, એ કોઈક તમારા પોતાનાથી બહારની વસ્તુ છે.

તમારું શરીર, તમારું મન, તમારા વિચારો વિષે જાગૃત બનતાં જ, તમે તેનાથી મુક્ત બની જાઓ છો.

તમારી પ્રજ્ઞાને જગાડો, તમારા ચૈતન્યને જગાડો.

તમે જાણે કોઈ બહારની વ્યક્તિ છો, એમ તમે તમારા શરીરની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરો, અને તમે તમારા શરીરને ખંખેરી નાખશો.

તમારા અર્થહીન, ગતિશીલ વિચારોનું નિરીક્ષણ કરો, અને તમે તમે તમારા વિચારો સાથેની એકરૂપતાને છોડી દેશો.

તમારી ચંચળ, ક્ષણે ક્ષણે બદલાતી લાગણીઓનું નિરીક્ષણ કરો, અને તમને સમજાશે કે તમારી લાગણીઓ એ તમે નથી.

માત્ર તમારી ગહન જાગૃતતા દ્વારા તમે મુક્ત થઈ શકો છો.

જીવનમાં ધ્યાન'થી 'ધ્યાનમાં જીવન' સૂધી

અત્યારે તમે પ્રારંભિક તબક્કામાં છો. અત્યારે તમે હજુ ધ્યાન વિષે જાણકારી મેળવી રહ્યા છો.

એથી તમે પૂછો છો, ''હું મારી જીવન પદ્ધતિમાં ધ્યાનનો સમાવેશ શી રીતે કરી શરૂં ? મારે કેટલા કલાક પ્રેક્ટીસ કરવી જોઈએ ? મારે માટે કઈ પદ્ધતિ યોગ્ય છે ?''

આ તબક્કે આ પ્રશ્નો તદ્દન યોગ્ય છે.

શરૂઆતમાં તમે જીવનમાં ધ્યાનની પ્રેક્ટીસ કરશો.

તમારે તમારી જીવન પદ્ધતિમાં ધ્યાનને સભાનતાપર્વક દાખલ કરવાનું છે. એક પદ્ધતિ પસંદ કરો અને દરરોજ અડધો કે એક કલાક પ્રેક્ટીસ કરો. તમને કેવું લાગે છે તે જૂઓ. જો તમે એક પદ્ધતિનો આનંદ માણવા લાગો, તો ઓછામાં ઓછા દસ દિવસ, પરિણામની અપેક્ષા વગર, તેને વળગી રહો. જો કોઈ પદ્ધતિ તમને સ્પર્શી ગઈ હોય, તો તે કોઈક રીતે પણ તમારામાં પરિવર્તન ના લાવે એવું નહીં બને. ક્યારેક આ પરિવર્તન સુક્ષ્મ હોઈ શકે અને ક્યારેક તમારા કરતાં બીજાઓ તમારા પરિવર્તનને વધારે સારી રીતે જોઈ શકશે.

ઘણીવાર લોકો મારી પાસે આવે છે અને કહે છે, "સ્વામીજી, મેં આ ધ્યાનની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી લોકો મને કહે છે કે મારા ચહેરા પર ચમક છે અને હું વધારે સ્ફર્તિવાળો અને હકારાત્મક અભિગમવાળો બની ગયો છું !''

આથી કોઈક કક્ષાએ કંઈક પરિવર્તન ચોક્કસ થાય જ છે. તમને પરિણામોનો સીધો અનુભવ ન થાય, તો ધીરજ ન ગુમાવો. ધીરજનાં ફળ મીઠાં છે !

ધીમે ધીમે તમે નવી પદ્ધતિઓની પાછળ પડવાનું છોડી દેશો. તમને એકાદ કે થોડીક એવી પદ્ધતિઓ મળશે કે જે તમને અનુકુળ હશે અને તમે તેની પરિપાટીમાં સ્થિર થશો. હાલમાં આ પદ્ધતિઓ હજુ નવી છે, એટલે તમને ઉત્તેજિત કરશે અને તમારું મન તમને ફરતી ફરતી પદ્ધતિઓ અજમાવવાનું કહેશે. એ મીઠાઈની દુકાનમાં જવા જેવું છે, જ્યાં ઘણી બધી વાનગીઓ છે, અને તમે નક્કી નથી કરી શકતા કે તમારે કઈ વાનગી ખાવી છે !

તમારા મનને રોકો નહિ. તમારું મન જે પદ્ધતિને અજમાવવાનું કહે એને અજમાવો અને તમે જે કંઈ અજમાવો એ પૂરા દિલથી અજમાવો. તમારા

અખતરામાં તમારી પૂરી તાકાતને કામે લગાડી દો, તમારા પૂર્ણ ઉત્સાહને એમાં જોડી દો. દરેક પદ્ધતિ પર એવી રીતે કામ કરો, દરેક પદ્ધતિને એવી રીતે અપનાવો, જાણે કે એ એક માત્ર પદ્ધતિ જ ઉપલબ્ધ છે. લોભી ન થાવ, ધીરજ ન ગુમાવો. અન્યથા તમે ધ્યાનની કલ્પના સાથે માત્ર દેખાડો કરતા રહેશો અને તમે કદી ધ્યાનના આત્માનો અનુભવ નહિ લઈ શકો.

અને કેવળ એક જ અનુભવ પર્યાપ્ત છે !

ધ્યાનના આનંદની એક ઝાંખીથી જ તમને ધ્યાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થશે.

પછી તમે મને નહિ પૂછો કે તમારે કેટલા કલાક ધ્યાન ધરવું જોઈએ. તમે જયારે સવારે જાગશો, ત્યારે તમારા મનમાં પ્રથમ વિચાર ધ્યાન માટેનો જ હશે. તમે જયારે સ્નાન કરશો, જયારે વસ્ત્રો પરિધાન કરશો, જયારે ભોજન લેશો, ત્યારે તમે દરેક ક્રિયા એટલી કાળજીપૂર્વક કરશો કે, તમારી દરેક ક્રિયા, દરેક ક્ષણ, ધ્યાન સાથે જીવંત બની જશે. ધ્યાનાવસ્થા તમારા જીવનની સ્વાભાવિક સ્થિતિ બની રહેશે. તમે 'ધ્યાનમાં જીવન' જીવતા થઈ જશો.

હું ઈચ્છૂં છૂં કે, તમે આ સ્થિતિ પ્રાપ્ત કરો.

પણ અલબત્ત, એ સહેલું નથી. પ્રથમ, તમારે ધ્યાનના ખ્યાલથી ટેવાવું પડશે.

તમારે દરરોજ થોડો સમય ધ્યાનની પ્રેક્ટિસ કરવી ૫૩શે અને ૫છી એ લાગણી દિવસના બાકીના ભાગમાં વિસ્તારવી પડશે.

આ પુસ્તકમાં તમને ધ્યાનની પદ્ધતિના બંગ્ને પ્રકારના સંગ્રહો મળશે :

બેઠક પદ્ધતિઓ, જેની તમે નિશ્ચિત સમયગાળા માટે અને દિવસમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં પ્રેક્ટિસ કરશો.

કોઈપણ સમયે, કોઈપણ સ્થળે – પદ્ધતિઓ, જેની તમે એમ જ પ્રેક્ટિસ કરી શકો છો – કોઈપણ સમયે, કોઈપણ સ્થળે ! તમે જયારે કામ પર જતી વખતે ગાડી ચલાવતા હો. તમારાં કપડાંની ઈસ્ત્રી કરતાં હો, તમારા શયનખંડથી રસોડા તરફ જતા હો, ત્યારે પણ - તમે આ પદ્ધતિની પ્રેક્ટીસ કરી શકો છો.

તમને ગમે તો, બે-એક બેઠક પદ્ધતિ અને એક કોઈપણ સમયે – કોઈપણ સ્થળની પદ્ધતિ, દસ દિવસ માટે પસંદ કરો. એક સાથે ઘણી બધી પદ્ધતિઓ ન અજમાવો.

તમે એમાંથી એકને પણ ન્યાય નહિ આપી શકો.

કોઈપણ સમય - કોઈપણ સ્થળ પદ્ધતિ, જીવનને ધ્યાનમાં પરિવર્તિત કરવાનું પ્રથમ પગલું છે.

ચેતવણી

તમે જયારે ધ્યાનની પ્રેક્ટિસનો આરંભ કરશો, ત્યારે તમે તમારા શરીરમાં અને માનસિક સ્થિતિમાં અસામાન્ય ફેરફાર જોશો. અણધાર્યા અનુભવો માટે તૈયાર થઈ જાવ. યાદ રાખો, ધ્યાન અને શુદ્ધિની પ્રક્રિયા છે. તમે તમારા સમગ્ર જીવનના બધા દબાણો અને અવરોધોને બહાર ફેંકો છો અને તમારા શરીરમાં શક્તિનો પ્રવાહ વહેવડાવો છો, જેની આજ સુધી તમને આદત નથી. તમે આસપાસ કુદકા મારશો, ચક્કર-ચક્કર ઘૂમશો,

ચીસો પાડશો, તમે એવું એવું કરશો, જે તમે ઘણાં બધાં લાંબા સમયથી કર્યું નહિ હોય ! તમારા જીવનતંત્રને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમય લાગે છે.

પ્રારંભમાં કદાચ તમને શરીરમાં અતિશય ગરમીનો અનુભવ થશે. માથાનો દુ:ખાવો થશે, આંગળીઓમાં અને ટેરવાઓમાં કંઈ ભોંકાતું હોય એવી લાગણીનો અનુભવ થશે. શક્તિના અચાનક ધસારાને કારણે આ બધું થાય છે. તમારામાંના કેટલાક દ્દુખાવો, અનિદ્રા અને હતાશથી પિડાશો. આ થોડા સમય માટે જ છે. ધ્યાન ચાલુ રાખો અને એ બધું અદેશ્ય થઈ જશે.

જો તમે કોઈ ગંભીર માંદગીથી પિડાતા હો અથવા એક પદ્ધતિ તમને સતત મુશ્કેલીમાં મૂકતી હોય, તો ડૉક્ટરની સલાહ લો અથવા તો પદ્ધતિ તજી દો.

પણ આ બધી અસ્વસ્થાઓને કારણે બીજી પદ્ધતિઓ અજમાવવાનું છોડી ન દો ! કેવળ આગળ વધો અને ધ્યાનમાં ડુબી જાઓ.

તમે જોશો કે તમારી નજર સામે જ તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે.

પરિવર્તનો જે તમે જોશો

ધ્યાનની સાથે તમે બીજી શાની નોંધ લેશો ?

પ્રથમ જયારે શારીરિક લક્ષણો શાંત થઈ જાય છે, ત્યાર પછી તમે પોતે વધુ ગહન અને વધુ સમય ટકી રહે એવાં પરિવર્તનો જોશો. આ રાસાયણિક

ફેરફારો છે, જે ઉલટાવી ના શકાય એવા છે. એક વખત તમે ધ્યાનના હાર્દને સ્પર્શી લો, પછી તમારૂં જીવન કદી ફરીથી પહેલાંનાં જેવું નહિ થઈ જાય.

તમે ખરેખર ધ્યાનનો સ્પર્શ મેળવ્યો છે એની તમને શી રીતે ખબર પડશે ? તમારામાં થતા ફેરફારોને તમે જ શોધી લો !

કેવળ સ્વતંત્રતા

તમને જે એક મહત્ત્વના ફેરફારનો અનુભવ થશે, તે છે સ્વતંત્રતાની ચોક્કસ પ્રકારની લાગણીનો.

સ્વતંત્રતા શા માટે ? સ્વતંત્રતા સાથે શું લાગે-વળગે ? આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણે સ્વતંત્રતા શોધીએ છીએ. આપણે તે હાંસલ કરીએ કે ન કરીએ. પરંતુ આપણામાંનો દરેક સ્વતંત્રતાની શોધમા છે. ધ્યાન બીજું કશું જ નથી, પણ સ્વતંત્રતા માટેની ગંભીર શોધ છે. આપણે સાંભળ્યું છે કે ધ્યાન સ્વતંત્રતા અપાવે છે, એથી આપણે મુક્ત થવા માટે ધ્યાન તરફ વળીએ છીએ.

પરંતુ આપણે 'ફ્રીડમ' શબ્દને 'સમજવામાં' ભૂલ કરીએ છીએ. આપણે આપણા, સામાન્ય રોજિંદા જીવનમાં જે શોધીએ છીએ, તે કાં તો, 'અમુક માટેની સ્વતંત્રતા' અથવા 'અમુકમાંથી સ્વતંત્રતા' હોય છે.

અમુક માટેની સ્વતંત્રતા – આપણે ઈચ્છીએ તે બધું કરવા માટે, મેળવવા માટે અને હોવા માટે – આપણને યોગ્ય લાગે, તે રીતે જીવન માટેની સ્વતંત્રતા છે.

અમુકમાંથી સ્વતંત્રતા – રોગ, ચિંતા, ક્રોધ, તણાવ, લઘુતાગ્રંથિ, પીડા – આ બધી બાબતો જેનાથી આપણને ડર લાગે છે, જેને આપણે ધિક્કારીએ છીએ, તેમાંથી સ્વતંત્રતા - મુક્તિ.

આપણી બધી જ પ્રવૃત્તિઓમાં, આપણને આ બે બાબત - અમુક માટે સ્વતંત્રતા અથવા અમુકમાંથી સ્વતંત્રતા પ્રવૃત્ત કરે છે. કંઈક સારું મેળવવાની લાલસા અથવા ખરાબ વસ્તુનો ભય.

આપણા સમગ્ર જીવનને, લાલસા અને ભયના આ દોરડાં કાબુમાં રાખે છે. પણ જયારે તમે આ બે દોરડાંના કાબૂમાં હો છો, ત્યારે તમને જેની ઝંખના છે, એ સ્વતંત્રતા ક્યાં છે ?

થોડા દિવસ પહેલાં, ક્યારેક જ આવતો એક ભક્ત, જે કલાકાર પણ છે, એ મારી સાથે વાત કરતો હતો. એ મને કહેતો હતો કે એ શા માટે ધ્યાનને ધિક્કારતો હતો.

"સ્વામીજી, હું આ બધા નિયમો અને શિસ્તને ધિક્કારું છૂં. હું મારી ઈચ્છા પ્રમાણે મારી રીતે જીવવા માટે સ્વતંત્ર રહેવા માગું છૂં. જૂઓ, હું સવારે દસ વાગે ઊઠું છું. સૌથી પહેલાં કૉફી લઉં છું, પછી જયારે મને મન થાય ત્યારે તરવા જાઉં છું, વગેરે, વગેરે...''

અને પોતાની આખા દિવસની દિનચર્યા મને કહી સંભળાવી.

પછી મેં તેને પૂછયું : "જો તમને કોઈ છ વાગે જગાડે તો શું થાય ? અથવા તો જો એક સવારે કૉફી તમારી પથારી પાસે ન પહોંચે તો શું થાય ? ''

"અરે ! તો તો હું ગાંડો થઈ જાઉ", એણે હસતાં હસતાં કહ્યું.

"અને જો વરસાદ વરસતો હોય અને તમે તરવા ન જઈ શકો તો ?" મેં પૂધ્‍છયું.

"છટ્ર, એ તો ગંદી બાબત છે. હું જો તરવા ન જાઉં, તો ખરેખર મારો આખો દિવસ ગંદો જાય."

પછી મેં તેને પૂછ્છ્યું.

"જો તમારી સ્વતંત્રતા આટલી બધી શરતો પર નિર્ભર હોય, તો તમે ખરેખર સ્વતંત્ર છો ખરાં ?"

ખરા અર્થમાં સ્વતંત્ર હોવું એટલે કોઈપણ સંજોગોમાં સ્વતંત્ર રહેવું.

એને જ હું સ્વતંત્રતા કહું છું. નહિ કે, અમુક માટે સ્વતંત્રતા અથવા અમુકમાંથી સ્વતંત્રતા. સંપૂર્ષપણે વર્તમાન ક્ષણમાં જ જીવવું એ જ કેવળ સ્વતંત્રતા છે. તમે આ સ્વતંત્રતાનો અનુભવ ત્યારે જ કરી શકો છો, જયારે તમે લાલસાથી કે ભયથી, ભવિષ્યની આશાથી કે ભૂતકાળના પસ્તાવાથી બંધાયેલા ન હો. જે સ્વતંત્રતા કોઈપણ બાહ્ય સંજોગો પર નિર્ભર ન હોય, એ જ માત્ર સાચી સ્વતંત્રતા છે. ધ્યાન દ્વારા તમે આ વતંત્રતાનો અનુભવ કરી શકો છો.

અકારણ પ્રેમ

ધ્યાનની સાથે. તમે એક આશ્ચર્યકારક બાબતનો અનુભવ કરવાનું શરૂ કરશો અને તે છે પ્રેમ !

લોકો બધા જ પ્રકારના ચમત્કારો માટે તૈયાર હોય છે. તેઓ પોતાના માનીતા દેવતાઓનાં દર્શન પામવા તૈયાર છે, અને કેવી કેવી બાબતો

માટે તૈયાર હોય છે. પણ તેઓ પ્રેમના ચમત્કાર માટે ઓછામાં ઓછા તૈયાર હોય છે !

ધ્યાનમાં ઊતર્યા પછી કેટલો બધો પ્રેમ ઉભરાય છે અને તમારા અસ્તિત્વને તરબોળ કરે છે, એ જાણીને તમને આશ્ચર્ય થશે. ધ્યાન દ્વારા તમે જાગૃતિનો અનુભવ કરશો, તમારા અસ્તિત્વના કોઈક એવા સ્તરનો અનુભવ કરશો, જેનો તમને આ પહેલાં ક્યારેય પરિચય નહીં થયો હોય. તમે તમારા આનંદમાં તમને મળતી દરેક વ્યક્તિને સહભાગી બનાવવા ઈચ્છશો ! આ આનંદ તમારી અંદરથી પ્રેમ સ્વરૂપે ઉત્મરાશે.

અને સ્વતંત્રતાની જેમ જ, આ પ્રેમ, તમે આજ સુધીમાં અનુભવેલા પ્રેમ કરતાં જુદા જ પ્રકારનો હશે.

આપણે આખા જીવન દરમ્યાન સ્વાર્થથી ભરેલાં અલ્પ પ્રેમની લેવડ-દેવડ જ કરી છે. આપણે આપણાં સમગ્ર જીવન દરમ્યાન પ્રેમ કર્યા છે અને પ્રેમ પામ્યા છીએ, પણ તે કોઈક કારણ માટે, જાણતાં કે અજાણતાં તમે કોઈક કારણસર જ પ્રેમ કરો છો. તમારા સૌથી ઘનિષ્ઠ સંબંધોમાં પણ - પતિ, પત્ની, મા-બાપ અને બાળકની સાથે પણ - પ્રેમ કરવા માટે કોઈક છુપાએલું કારણ હોય છે. આપણો પ્રેમ દૃષિત પ્રેમ છે, તે ઈર્ષા અને માલિકીપણાને કારણે નાશ પામે છે.

કોઈપણ કારણ વિના પ્રેમ હોવો, એટલે શું ? એ તમે ધ્યાન દ્વારા તમારા જીવનમાં પ્રથમ વાર જ સમજાશે. પ્રથમ વખત જ તમે બદલામાં કંઈપણ મેળવવાની આશા સાથે પ્રેમ નહિ આપતા હો. તમે પ્રેમ આપશો, કારણ કે તમારી પાસે આપવા માટે પુષ્કળ પ્રેમ છે. જે રીતે ફલ પોતાની સુગંધ ચારે બાજુ ફેલાવે છે, અથવા તો જેમ વરસાદી વાદળ પૃથ્વી પર વરસે છે, એવી જ રીતે તમે વિશ્વ પર પ્રેમ વરસાવશો.

તમે પ્રેમ કરશો, કારણ કે તમારાથી પ્રેમ કર્યા વગર રહી શકાતું નહિ હોય !

અસીમ આનંદ

ધ્યાન દ્વારા જીવન એક આનંદ બની જાય છે, જેને માટે કોઈ જ કારણ હોતું નથી.

જયારે આનંદ થવા માટે કોઈ કારણ હોય છે, ત્યારે વહેલો કે મોડો તે આનંદ દ્રઃખને લાવશે જ.

તમને સરસ ભોજન મળ્યું હોવાને કારણે તમને સુખ લાગતું હોય, તો તમને ફરીથી જયારે ભૂખ લાગશે, ત્યારે તમારી હાલત દયાજનક થઈ જશે. વાત ખતમ ! તમે કોઈકના પ્રેમમાં પડ્યા છો, માટે તમને સુખ લાગતું હોય, તો જયારે તમારી વચ્ચે પ્રથમ કલહ થશે, ત્યારે તમે ઉદાસ બનવાના જ છો અને એવું ના માનતા કે તમારી બાબતમાં એવું નહિ બને ! દરેકના જીવનમાં આમ થાય છે. જીવનનો આ નિયમ છે.

બધી જ ખુશીઓ જયારે તે ખલાસ થઈ જાય છે, ત્યારે તે દુ:ખ પ્રત્વે દોરી જાય છે. માટે જ પ્રાચીન ભારતમાં, સુખ અને દુ:ખ બંશ્રેનો ઉલ્લેખ કરવા માટે એક જ શબ્દ હતો : અને તે હતો 'દુઃખ' !

પરંતુ ધ્યાન દ્વારા અનુભવાતા આનંદમાં ખલેલ પડતી નથી, તેમાં ખલેલ પાડી શકાતી નથી. તમે સાજા હો કે માંદા હો – આનંદ એવો ને એવો જ રહેશે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય કે હિમવર્ષા હોય, આનંદ એવો જ રહે છે. ના તો તમારી પોતાની પરિસ્થિતિ કે ના તો બાહ્ય સંજોગો,

તેમાં ફેરફાર લાવી શકે છે ! બહારના સંજોગો જેમાં પરિવર્તન ના લાવી શકે, એવા આનંદનો તમને જયારે અનુભવ થાય, ત્યારે સમજી લેવાનું કે તમે ગહન રીતે અંતર્મુખ થઈ રહ્યા છો.

બુદ્ધિની જાગૃતિ

જીવનમાં હંમેશા પરિવર્તન આવ્યા જ કરે છે. બુદ્ધિ બીજું કંઈ નથી, પણ પ્રતિપળે જીવનને પ્રતિસાદ આપવાની ક્ષમતા છે. જીવન આપણી સામે જે પડકારો ફેંકે છે, તેના પ્રત્યેની જાગતતા છે ! બુદ્ધિ એટલે પરિસ્થિતિથી સજાગ હોવું, દરેક ક્ષણની જરૂરિયાત પ્રમાણે આપણા પ્રતિસાદમાં પરિવર્તન લાવવાની ક્ષમતા હોવી. જયારે તમને તમારા પોતાનામાં વિશ્વાસ ન હોય, ત્યારે તમારે સમાજે, કાયદાએ અને ધર્મોએ નક્કી કરેલા નિયમો અને બંધનો પર અવલંબિત રહેવું પડે છે.

બુદ્ધિશાળી મનુષ્ય ધાર્મિક ગ્રંથોના આધાર વગર જીવી શકે છે. તેને તેની જરૂર નથી હોતી. એ પોતાના પર જ, પોતાની આંતરસૂઝ પર જ આધાર રાખે છે. તમારી જવાબદારી તમે તમારા પોતાના પર લો, એ જ બુદ્ધિ છે.

આપણે જન્મજાત બુદ્ધિશાળી છીએ – પણ સમાજ આપણા કરતાં વધારે ચાલાક છે ! બાળપણથી જ, જ્યારે આપણે આપણી બુદ્ધિ પર આધાર રાખવા હજુ તૈયાર થયા ન હોઈએ, ત્યારથી જ સમાજ આપણા પર તેના નિયમો લાદી દે છે. એ આપણી બુદ્ધિની આસપાસ દિવાલ ચણી નાંખે છે. આપણી શક્તિને તે કુદરતી રીતે વહેતી રોકે છે. અંતે બુદ્ધિ બીજું કશું જ નથી, પણ આ સાંકળોમાંથી મુક્ત થવાની ક્ષમતા છે.

ધ્યાન આપણી બુદ્ધિને જાગૃત કરવાનો ખાત્રીપૂર્વકનો માર્ગ છે - કારણ કે તેને બાંધનાર સાંકળો તમારા મનમાં જ છે. ધ્યાન દ્વારા તમે મનથી પર, તમારા 'સ્વ'માં પહોંચો છો. 'સ્વ'માં કોઈ નિયમો નથી. તમે તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર થઈ જાઓ છો. આથી જ ધ્યાન દ્વારા તમને એકાએક તમારી આસપાસના વાતાવરણ સાથે ફાવટ આવી જાય છે. નવી પરિસ્થિતિઓનો મુકાબલો કરવામાં તમે અતિ સરળતાપૂર્વક સમર્થ છો, એનો તમને ખ્યાલ આવે છે. તમે તમારી સ્વયંસ્કૃર્તિને ફરીથી શોધી લો છો.

અંતર્જ્ઞાનનું ખીલવું

આપણે સામાન્ય અર્થમાં ઉપયોગ કરીએ છીએ, તે અર્થમાં અંતર્જ્ઞાન નથી. તેમ છતાં તમારામાંના કેટલાક વધારે શારીરિક સંવેદનશીલતા વિકસાવશે, દષ્ટિ પ્રાપ્ત કરશે વગેરે તે મહત્ત્વનું નથી. વિકાસની પ્રક્રિયાની આ આડપેદાશ છે. પોતાની જાતને સમજવા માટે અને તેને પરિપૂર્ણ કરવા માટેની સ્પષ્ટ સમજ એ જ અંતર્જ્ઞાન છે.

આપણે વિવિધ પ્રકારનાં મહોરાં પહેરીને આપણું જીવન વિતાવીએ છીએ. દરેક પાત્ર માટે, દરેક પ્રસંગ માટે, આપણે એક મહોરું રાખીએ છીએ - માતા, પિતા, પતિ, પત્ની, ડૉક્ટર, ગુહિણી, બોસ, સામાજિક - આ યાદીનો કોઈ અંત નથી ! સમાજે આપણા પર લાદેલા પાત્રો પ્રમાણે આપણે જીવીએ છીએ અને વિચારીએ છીએ. આ પાત્રો જ આપણું વ્યક્તિત્વ બની જાય છે.

ધ્યાન દ્વારા આપણે અતર્મૃખ બનીએ છીએ. આપણે આપણી પોતાની જાતની બહાર જીવવા લાગીએ છીએ. આપણે અખંડ બની જઈએ છીએ. આપણે વ્યક્તિગતતા તરફ જઈએ છીએ.

તમારું વ્યક્તિત્વ બદલાઈ શકે છે, પણ તમારી વ્યક્તિગતતા બદલી શકાતી નથી. દરેક વ્યક્તિ વિશિષ્ટ છે. ધ્યાન દ્વારા તમે તમારા પોતાની વ્યક્તિગતતાના સંપર્કમાં આવો છો. સ્વાભાવિક જ, તમે એ દિશામાં આગળ વધો છો, જે તમને વ્યક્ત કરે છે, જે તમને અંતિમ અર્થમાં પરિપૂર્ણ કરે છે. આ છે કાર્યરત અંતર્જ્ઞાન.

તમારા માર્ગ પરનાં કંટકો

તમારા માર્ગમાં ખરેખરું એક જ વિઘ્ન છે : અહમું. જે કોઈ બીજા પ્રક્રો ઊભા થાય, જે કોઈ સમસ્યાઓનો તમારે સામનો કરવો પડે, એ બધા અહમૂના જ વિવિધ સ્વરૂપો છે.

અહમ્ શું છે ?

અહમુ બીજું કર્યું જ નથી, પણ તમારો તમારા વિષેનો ખ્યાલ છે, તમારા વિષેના વિચારો અને અભિપ્રાયોનો સંગ્રહ છે. સ્પષ્ટ સમજી લો : અહમુ બીજું કંઈ નથી ૫ણ વિચારોનો સંગ્રહ છે ! એ કાલ્પનિક બાબત છે. અહમુને કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી. છતાં આ જ અહમુ છે, જે તમારા જીવનનું નિયંત્રણ કરે છે. તમારામાં અલગતાનો ભાવ ઉત્પન્ન કરનાર અહમુ જ છે.

જન્મ સમયે એ તમને તમારી માતાથી વિખૂટા પાડે છે. જન્મની ક્ષણ સુધી કોઈ જ અહમુ નથી હોતો. કોઈ સીમા નથી હોતી. બાળક કેવળ માનો જ એક અંશ હોય છે.

જન્મની ક્ષણે જ્યારે નાળ કાપવામાં આવે છે, ત્યારે બાળક, પહેલી જ વખત, પોતાની સીમાને સમજવા લાગે છે.

જન્મ પછીના પહેલા જ વર્ષમાં, અહમ્ તમારા વિષેનું અને દુનિયા વિષેનું ચિત્ર ખડું કરે છે.

તમારા 'હું' અને 'મારું'ના ભાવ માટે અહમ્ જ જવાબદાર છે.

તમારા સમગ્ર જીવન દરમ્યાન અહંભાવ તમને 'હું' વિરૂદ્ધ 'તેઓ'ની સ્થિતિમાં તમને મૂકે છે, એ તમને તમારા માતા – પિતાથી, મિત્રો અને અજાણ્યાઓથી, કુદરતથી, સમગ્ર અસ્તિત્વથી જુદા પાડે છે.

જયારે પણ તમે 'હું' શબ્દનો ઉપયોગ કરો છો, ત્યારે તમે અસ્તિત્વથી છટા પડી જાઓ છો. ખરેખર તમે છટા પડી શકતા નથી, કારણ કે તમે અસ્તિત્વના જ અંતર્ગત અંશ છો – પણ તમારા મનમાં તમે છૂટા પડી જાઓ છો. તમે તમારે માટે એવા વિશ્વની રચના કરો છો, જેમાં તમે બધાંથી જુદા છો. આ વિશ્વ માત્ર તમારા મનમાં જ અસ્તિત્વ ધરાવે છે - એ માત્ર માનસિક ખ્યાલ છે - પણ આપણે આ ખ્યાલને આપણી બધી જ ક્રિયાઓ પર શાસન ચલાવવા દઈએ છીએ.

તમે હંમેશા લોકોને કહેતાં સાંભળ્યા છે – 'આપણા બધાં દુઃખોનું મૂળ કારણ આપણો અહમ્ છે.'

કારણ કે અહમ્ શત્રુતા અને ઘર્ષણમાં સમૃદ્ધ બને છે. જે કોઈ વાતાવરણ તાપ જન્માવે છે, એ અહમુને જીવંત રહેવા માટેની ભૂમિકા બને છે. અહમુ તમારી પોતાની કલ્પનાનું ફળ હોય, તો પણ એ કપટી પ્રાણી છે.

પોતે જીવંત રહેવા માટે, અહમુ હકીકતનું વિકૃત વૃત્તાન્ત રજૂ કરે છે, જેમાં બધી જ બાબતો અસંવાદિતાની સ્થિતિમાં હોય છે.

તમારા પોતાના જીવન પ્રત્યે દરષ્ટિ નાંખો.

જયારે પણ તમે દ્વઃખ, ક્રોધ, ઈર્ષા અનુભવો – ત્યારે હંમેશાં તે કોઈકથી જુદા પડ્યાની લાગણીનું, એકલતાની ભાવનાનું કે છેતરાયા હોવાની ભાવનાનું પરિણામ હોય છે. આપત્તિના સમયમાં, તમે સાવ એકલા છો એવી લાગણી અનુભવો છો.

આનંદના સમયે, સ્વાભાવિક જ તમે તમારી આસપાસની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ સાથે જોડાયેલા છો, એવી લાગણી અનુભવો છો. જયારે તમે આનંદમાં હો, સુખી હો, હસતા હો - આવા સમયે તમારો અહમુ તદ્દન નબળો હોય છે.

તમારા વર્તમાન જીવનમાં, આવી ક્ષણોનો તમારો અનુભવ બહુ અલ્પ સમયનો હશે. પણ ધ્યાન તમને ૫૨મ આનંદની કાયમી સ્થિતિમાં લઈ જાય છે. ધ્યાન સમગ્ર અસ્તિત્વની સાથે સુમેળ સાધવાની પ્રક્રિયા છે. ધ્યાનમાં જુદાઈને કોઈ જ સ્થાન નથી, અહમુને કોઈ જ સ્થાન નથી.

એક વખત તમને બધા સાથેની કાયમી સંવાદિતા સમજાઈ જાય, એક વખત તમને સમગ્ર અસ્તિત્વના ગહન આંતરસંબંધો સમજાઈ જાય, પછી અહમુને જાળવી રાખવાની શી જરૂર છે ? અહમૂ દુનિયા સામેનું

તમારું બખ્તર છે. અહમ્ યુદ્ધ વખતની તમારી ઢાલ છે. જો બધું જ શાંતિમય હોય, બધું જ સુસંગત હોય – તો પછી બખ્તર કે ઢાલની શી જરૂર છે ?

આથી જ તમને ધ્યાન વધારે અઘરૂં લાગે છે. ધ્યાન તદ્દન સરળ વસ્તુ છે. કેવળ શાંતિથી બેસવાનું છે અને તમારા શ્વાસનું નિરીક્ષણ કરવાનું છે. ખરેખર તો ધ્યાન શીખવવાની કે શીખવાની જરૂર જ નથી. ધ્યાન બસ થઈ જવું જોઈએ.

પણ થોડી મિનિટો માટે સ્થિર બેસવું, એ પણ વાસ્તવિકતાની ઝાંખી મેળવવા જેવું છે. જો થોડી ક્ષણો માટે તમે શાંત બેસી શકો, તમારા દોડધામ કરતા વિચારોને શાંત કરી દો,

બસ 'સ્વ'માં હોવું – આટલું જ તમને સત્ય સમજાવવા માટે પર્યાપ્ત છે અને એક વખત સત્ય જાણી લીધું, પછી તમારા અહમ્ માટે સ્થાન જ ક્યાં છે ? અહમ્ તજી દેવો જ પડશે. તમે સ્વાભાવિક રીતે જ તજી દેશો.

માટે જ અહમ્ ધ્યાન સાથે આટલા આકરા ઘર્ષણમાં ઉતરે છે. ધ્યાન અહમ્ના મૃત્યુ કરતાં સહેજ પણ ઓછૂં નથી !

આથી સૌથી મોટી સમસ્યા અહમુના જોરદાર વિરોધ સામે જાગૂત રહેવાની જરૂર છે. જ્યારે તમે ધ્યાન ધરતા હશો, ત્યારે અમારો અહમ્ હજારો પ્રશ્નો લઈને આગળ આવશે. શંકા અહમુનું સૌથી ઘાતક હથિયાર છે !

અહમ્ સતત તમારા મનમાં શંકાઓ અને પ્રશ્નોનું નિર્માણ કરશે.

પ્રારંભમાં એ તમને ચિંતિત કરશે

શું હું ખરેખર ધ્યાન ધરી શકું ? મારી પીઠની તકલીફ સાથે શું હું આટલા બધા કલાક બેસી શરૂં ?

શું ખરેખર આ મારે માટેનો માર્ગ છે ? હું તેમાં ખૂબ જ ઊંડો ઊતરી જઈશ તો શું થશે ? મારા કુટુંબનું શું થશે ? શું મારા મિત્રો મને મૃર્ખ ગણશે ? શું હું ખરેખર મૃર્ખ છૂં ? જો તમે કોઈ ગુરૂની સાથે રહીને કામ કરતા હશો, તો એ ગુરૂની વિરૂદ્ધ પણ શંકાઓ ઊભી કરશે. શું ગર ખરેખર વિશ્વાસપાત્ર છે ? કઈ પદ્ધતિ મારે માટે યોગ્ય છે એ તે જાણે છે ? મને ધ્યાન શીખવવાનો એમનો હેતુ શો છે ? શું આ કોઈક જાતની વર્શીકરણ વિદ્યા છે ? આથી જો આવા પ્રકારના પ્રશ્નો તમારા મનમાં ઊઠે, તો ચિંતા ના કરો : પ્રશ્નોને કેવળ તજી દો અને ધ્યાન ચાલુ રાખો. આવા પ્રશ્નો ઊઠવા માટે પોતાને દોષી ન માનો. આવા પ્રશ્નો સ્વાભાવિક જ દરેકના મનમાં ઊઠે છે.

અને આ પ્રશ્નો સાથે ઝઝુમો નહિ. અહમુ સાથે ઝઝુમવાની ભૂલ ન કરો ! કારણ કે અહમ્ કેવળ કાલ્પનિક છે. તેનું કોઈ હકારાત્મક અસ્તિત્વ નથી. અહમ્ બીજું કશું નથી, પણ જાગૃતતાનો અભાવ છે.

જેમ અંધકાર પ્રકાશનો અભાવ છે, તેમ અહમ્ જાગૃતતાના અભાવની સ્થિતિ છે.

જો તમે અંધારા ઓરડામાં હો તો રૂમને પ્રકાશિત કરવા તમે અંધકાર સાથે લડીને તેને બહાર કાઢી શકો ? અંધકારની સાથે લડવાનો કોઈ અર્થ છે ખરો ? તમારે કેવળ અંધકારને અવગણવાનો છે, અને અંદર એક દીવડો લાવવાનો છે. અંધકાર જાતે જ અદેશ્ય થઈ જશે. એ જ રીતે અહમુ સાથે લડવામાં તમારી શક્તિ બરબાદ ન કરો. ધ્યાનમાં જાગૃતતા લાવવામાં એકાગ્રતા કેળવો. ધીરે ધીરે પ્રશ્નો પોતાની જાતે જ ઓગળી જશે.

અહમુનો સૌથી મોટો પ્રવક્તા મન છે.

શરીરની જેમ જ મન પણ તમારા હાથમાંનું સાધન બની જવું જોઈએ.

મન અદ્દભૂત, પ્રચંડ શક્તિશાળી સાધન છે. તે સર્જનાત્મકતાનો ચમત્કાર છે.

સૃષ્ટિની રચનાની એ ઉત્તમ કૃતિ છે. અને એ સામાજિક આવશ્યકતા છે - મન વગર આપણે આ દુનિયામાં જીવી ન શકીએ.

પણ આપણે ભૂલી જઈએ છીએ કે, મન માત્ર એક સાધન છે – આપણે મનનું સાધન બની જઈએ છીએ ! આપણે મનનાં સંપૂર્ણ કાબૂમાં છીએ.

વાસ્તવિકતાથી આપણને જૂદા પાડવાની મનની સૌથી મોટી યુક્તિ છે. ભાષાનો ઉપયોગ.

વાસ્તવિકતાથી આપણને જુદા પાડનાર શબ્દો છે. આપણે કંઈ પણ જોઈએ કે તરત તેને શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ. જ્યારે તમે એક પુષ્પને જુઓ છો, ત્યારે તમે પોતાને કહો છો, 'આ એક ફૂલ છે.' આપણે આપણા જીવનને શબ્દો દ્વારા, અમૂર્ત કલ્પનાઓ દ્વારા આત્મસાતુ કરીએ છીએ. પરંતુ શબ્દો એ અનુભવ નથી ! 'પુષ્પ' શબ્દ, પુષ્પ નથી. 'પ્રેમ' શબ્દ,

પ્રેમ નથી. 'પ્રબુદ્ધતા' શબ્દ એ પ્રબુદ્ધતા નથી. શબ્દો તમારી અને વાસ્તવિકતાની વચ્ચે વાડ ઊભી કરે છે.

ધ્યાનને શબ્દોની જરૂર નથી. ધ્યાન વાસ્તવિકતાનો સીધો અનુભવ છે.

પણ મનમાં સતત શબ્દોની ગપસપ ચલાવ્યા જ કરે છે. મન તમને એક પણ ક્ષણ માટે તણાવમુક્ત થવા દેતું નથી. મન સતત વિચારો, કલ્પનાઓ, અભિપ્રાયો, રચ્યા જ કરે છે. એ વાસ્તવિકતાને વિકૃત કરવા શબ્દોનો ઉપયોગ કરે છે.

તમે તમારા મનને કેવી રીતે કાબૂમાં રાખશો ?

મેં જેમ અહમ વિષે કહ્યું તેમ - મન સાથે લડો નહિ. તમે તમારા મનની સાથે ઝઝૂમવાથી કશું જ મેળવવાના નથી. અરેખર તો તમે ઝઝૂમી શકતા જ નથી - કારણ કે ઝઝૂમવાનું કામ મનનું જ છે ! એથી મનનો એક અંશ મનના બીજા અંશ સામે ઝઝૂમે એવું થાય. એને બદલે તમે તમારા મનની પ્રવૃત્તિઓના સાક્ષી બનો. આ કંઈ સહેલું નથી. ખાસ કરીને આ માર્ગ પર, મન બહ્ય ખતરનાક સાથી છે ! પ્રારંભમાં તમારા મનમાં એ બધા જ પ્રકારના ભય અને શંકાઓ જગાડશે. જયારે તમે તમારા વિચારોના સાક્ષી બનવાનો પ્રયત્ન શરૂ કરશો, ત્યારે એ તમને ખાતરી કરાવશે કે, તમે સાક્ષી બની રહ્યા છો. પણ જો મન તમને આ વાત કહેશે તો, તેનો ર્થ એ થયો કે મન અત્યારે કામ કરી રહ્યું છે. જો તમે ખરેખરી રીતે સાક્ષી બનીને જોતા હશો, તો કોઈ અભિપ્રાયો, નિર્ણયો કે એવો ખ્યાલ પણ નહિ રહે, કે 'આ વિચારો છે અને હ્યું તેને સાક્ષીભાવે જોઉં ધ્હ્રું.'

પણ બહુ સ્પષ્ટતાથી સમજો : મન તમારો શત્રુ નથી. વિચારવામાં કશું જ ખોટું નથી. બીજી કોઈપણ પ્રક્રિયાની જેમ આ એક પ્રક્રિયા જ છે.

તમારી જાતને લડવાની સ્થિતિમાં ન મૂકો. કેવળ તમારા મનના તમે નિરીક્ષક બનો, તમારા વિચારોના નિરીક્ષક બનો. તમારા મનની રમતનો આનંદ માણો !

તમે જેમ જેમ તમારા વિચારોનું અવલોકન કરશો, તેમ તેમ, તમે જોશો કે તે વધુ ને વધુ ધીમે વહેવા લાગશે. જ્યારે તમારી જાગતતા વધારે ગહન બને છે, ત્યારે એ પ્રવાહમાં પડતા અવકાશથી તમે જ્ઞાત થશો. એ અવકાશનો તમે ઝબકારા જેવો અનુભવ કરશો, તેની ઝાંખી કરશો અને પછી તેનો લોપ કરશો. એ અવકાશમાં તમને સુંદર નીરવતાનો અનુભવ થશે.

ધીરે ધીરે આ મધ્યાંતરો વારંવાર થવા લાગશે. આ અનુભવને પણ વળગી ન રહેશો. મધ્યાંતરોની પ્રતિક્ષા ન કરશો. જયારે મધ્યાંતરો વિશાળ બનશે, ત્યારે તમે અતિશય સ્પષ્ટતાપૂર્વ માત્ર બાહ્ય દુનિયા જ નહિં, પણ તમારા આંતરિક વિશ્વને પણ જોઈ શકશો.

આ અ-મનનો અનુભવ છે.

એમ ન માનશો કે તમારે માટે આ વધું પડતું છે.

તમે ખરા દિલથી સમગ્રતાથી પ્રેક્ટિસ કરશો, ત્યારે તે બનશે જ.

સમય કાઢો

ચોક્કસ પણે નક્કી કરો કે દરરોજ, ઓછામાં ઓછો અડધો કલાક

ધ્યાન માટે ફાળવવો. તમે કોઈપણ સમયે – કોઈપણ સ્થળના ધ્યાનની પ્રેક્ટિસની યોજના કરો, તો પણ અડધો કલાકની બેઠક-પદ્ધતિને સામેલ કરો. પ્રારંભમાં તમારે ધ્યાનમાં શિસ્ત કેળવવાની રહેશે. તેમ જ સભાનતાપૂર્વક, ધ્યાનની પ્રેક્ટિસ માટે નિશ્ચિત વાતાવરણમાં, પ્રેક્ટિસ કરવાની રહેશે.

આ સમય દરમ્યાન તમને ખલેલ ન પડે એની ખાતરી કરી લો. કોઈપણ કામ માટેની મુલાકાત ન સ્વીકારો. તમારા ફુટુંબ અને મિત્રોને જાણ હોવી જોઈએ કે, આ સમય દરમ્યાન તમે એકલા રહો એ બહુ અગત્યનું છે. દરરોજનો એક જ સમય નિશ્ચિત કરવો એ હિતાવહ છે. શરીર અને મન બહુ જલ્દીથી નિત્યક્રમથી ટેવાઈ જાય છે. તમે જો દરરોજ નિશ્ચિત સમયે અભ્યાસ કરશો, તો તમે જોશો કે તે નિશ્ચિત સમયે તમે વધારે સરળતાથી ધ્યાનમાં સરી જશો.

સ્થળ તૈયાર કરો

ધ્યાન માટે સ્વચ્છ, ધાંધલ વગરનું શાંત સ્થળ પસંદ કરો. શક્ય હોય તો, તમારા ઘરમાં ધ્યાન ખંડ તરીકે એક ઓરડો ફાળવો. જો તમારા ઘરમાં પહેલેથી જ પ્રાર્થનાખંડ હોય તો, તે આદર્શ સ્થળ બની રહેશે. જે સ્થળ ભક્તિ કે ધ્યાન માટે પહેલેથી જ વપરાયું હોય, તેમાં શક્તિની કક્ષા ઘણી ઊંચી હોય છે, જે તમને ધ્યાનમાં ઘણી મદદરૂપ થશે. એક જ સ્થળે રોજ ધ્યાન ધરવું વધારે સારું છે. જો એ સ્થાન બંધ ઓરડો હોય, તો તેમાં

પરતો સૂર્યપ્રકાશ અને મોટી હવાબારી હોય એવી ખાતરી કરો. જો તમે બહાર ખુલ્લામાં, ધારો કે બગીચામાં ધ્યાન ધરતા હો, તો એટલી ખાતરી કરો કે એ અંગત માલિકીની જગ્યા હોય, જયાં બગીચાના ઘોંઘાટથી ખલેલ ન પહોંચે.

સ્વસ્થ રહો

તમે શારીરિક દષ્ટિએ સ્વસ્થ નહિ હો, તો કોઈપણ રીતે ધ્યાન નહિ ધરી શકો.

ધ્યાનને માટે દેહને ભૂલી જવાનો છે. અને જો તમારું શરીર તમને પીડા આપતું હોય, તો તમે તેને ભૂલીને તેનાથી પર કેવી રીતે જઈ શકો ?

ઘણી પદ્ધતિઓમાં તમારે જમીન પર પલાંઠી વાળીને બેસવાનું હોય છે. જો તમને એવી ટેવ ન હોય, તો ખુરશીનો ઉપયોગ કરો. સૂઈને કરવાની પદ્ધતિમાં ખુલ્લી જમીન પર ન સૂઓ. ગાલીચો, ગોદડી કે ચટાઈ વાપરો.

ભોજન લીધા પછી ઓછામાં ઓછા બે કલાક વીત્યા હોવા જોઈએ.

શરૂઆતમાં તમને ધ્યાન દરમ્યાન નિદ્મા આવશે. આ તમોગુણ છે, જે તમારા શરીરતંત્ર પર જુલમ કરે છે. નિદ્રા સામે લડવાનો પ્રયત્ન ન કરો - તેમાં છેવટે તમે ન તો સૂઈ શકશો કે ન તો ધ્યાન ધરી શકશો. અને નિદ્રા આવે, એથી તમે તમને દોષી ન ગણો. જો તમને નિદ્રા આવે તો બસ, સૂઈ જાવ. જયારે તમારી નિદ્રા પૂરી થાય, ત્યારે તમે ઊઠીને ધ્યાન ધરી શકો છો. એટલું બસ છે.

પ્રશ્ન : ધ્યાન પણ એક ક્રિયા નથી ?

શરૂઆતમાં એ ક્રિયા છે. માત્ર શાંતિથી બેસી રહેવું એ પણ કાર્ય છે. તમારા શ્વાસને તમે નિહાળો એ પણ એક ક્રિયા જ છે.

હકીકતમાં, શરૂઆતમાં ધ્યાન અન્ય કંઈ લાગવા કરતાં કાર્ય જેવું લાગશે - કારણ કે તમે એવું કરી રહ્યા છો, જે તમારે માટે સ્વાભાવિક નથી.

જયારે તમે સંપૂર્ણ રીતે સ્વાભાવિક હોય એવું કંઈક કરતા હો - દા.ત., કેવળ બેસવાનું - એ તમારા પર ઔપચારિક રીતે લાદવામાં આવ્યું હોય, તો તમને એ પરિશ્રમ જેવું લાગશે.

શું તમે જાણો છો કે 'કેવળ બેઠક' નામની એક ઝેન ધ્યાન પદ્ધતિ છે ?

પરંતુ તેમાં પણ સહભાગી થનારે તે પામવા માટે ઝઝૂમવું પડે છે !

હા, પ્રારંભમાં એ ચોક્કસ પરિશ્રમ છે. પરંતુ ગહન અર્થમાં ધ્યાન એ કરવાની બાબત નથી – કારણ કે જયારે તમે તે યોગ્ય માર્ગે કરો છો, જયારે તમે ખરેખર ધ્યાન ધરવામાં સફળ થાઓ છો, ત્યારે બધા જ પરિશ્રમો અદેશ્ય થઈ જાય છે. જ્યારે તમે સંપૂર્ણતયા તણાવમુક્ત થાવ છો, જયારે તમે પરિણામો મેળવવાના પ્રયત્નો છોડી દો છો, જયારે તમે ધ્યાનને કેવળ માણો છો, ત્યારે ધીમે ધીમે તમે ધ્યાન ધરી રહ્યા છો એ બાબતથી પણ અજ્ઞાત હશો. પછી ધ્યાન એ કરવાની બાબત નહિ રહે !

ધ્યાનની પદ્ધતિઓ

આનંદ નટન-નર્તન

પદ્ધતિ વિષે

નત્ય એ ધ્યાનનું શક્તિશાળી સ્વરૂપ છે !

પદ્ધતિસરનું નૃત્ય અને મુક્ત નૃત્ય બંન્ને ધ્યાનની પદ્ધતિ બની શકે છે. મુક્ત નૃત્ય પણ બહુ મહત્ત્વની શુદ્ધિકારક પદ્ધતિ છે. અહીં કલ્પના એ છે કે, તમારી જાતને તમે નૃત્યમાં ખોઈ નાખો. એક નિપુણ નર્તક પદ્ધતિસરના નૃત્યમાં પણ આમ કરી શકે છે. કારણ કે પછી તે નૃત્યના નિયમો માટે સજાગ નથી રહેતો. જેવી રીતે આપણે વ્યાકરણને અવરોધ માન્યા વગર શુદ્ધ ભાષા બોલીએ છીએ, તેવી જ રીતે નિપુણ નર્તક, નૃત્યનું સ્વરૂપ ઔપચારિક હોય, તો પણ સ્વાભાવિકતાથી નૃત્ય કરે છે. પણ જો તમે શિખાઉ હો, તો 'મુક્ત નૃત્ય'ને જ માણવું એ તમારે માટે વધારે સારું છે. અન્યથા તમને નિયમોનું બંધન રહેશે.

સચનાઓ

મુક્ત નર્તનો અર્થ છે, તેમાં પગલાંની વિશિષ્ટ ગતિ નથી, નિયમો નથી, કંઈ જ નથી. તમારા શરીરને જે રીતે આનંદ થાય એ રીતે ફરો. નૃત્યને મુક્તપણે વહેવા દો. ક્રિયારત થાવ, જાતે જ આનંદ માણો. નૃત્યની અદ્દભુત શક્તિનો ભાગ બની જાઓ.

મુક્ત નૃત્યના બે તબક્કાઓ છે : નર્તન અને વિશ્રાન્તિ નર્તન (૨૧ મિનિટ)

અહીં આપેલી ધ્યાનની પદ્ધતિઓમાંથી બધી જ પદ્ધતિઓનું મેં નિર્માણ કર્યું નથી. એ પદ્ધતિઓ મેં પ્રાચીન પવિત્ર ગ્રંથોમાંથી મેળવી છે. અને જેઓ પ્રેરણા મેળવવા માટે વિશ્વના એક છેડેથી બીજા છેડા સુધી પ્રાચીન આધ્યાત્મિક પરંપરા તરફ વળ્યા છે, એવા મહાન આધ્યાત્મિક આચાર્યો અને ગુરૂઓના વ્યાખ્યાનોમાંથી મેળવી છે. ઘણી પદ્ધતિઓમાં મેં મારા અનુભવના આધારે ફેરફાર કર્યો છે. કેટલીકનું મેં નિર્માણ કર્યું છે, અને કેટલીક બીજાની લઈને જેમની તેમ જ રજૂ કરવામાં આવી છે.

ઘણી પદ્ધતિઓમાં ઉદ્દભવ સ્થાન શોધવા મુશ્કેલ છે. એથી એ પદ્ધતિઓ કોઈની નથી અને તેના પર કોઈનો ઈજારો નથી.

સત્ય એ છે કે કોઈ સાચા ગુરૂને પદ્ધતિના નામ સાથે કંઈ લાગતું વળગતું નથી. એ પદ્ધતિ તમને મદદરૂપ થાય છે કે કેમ એટલા પૂરતો જ એમને તેમાં રસ છે. આથી કેવળ પદ્ધતિને માણો, અને અન્ય જે કોઈ એને માણી શકે એને એ આપો.

ધ્યાનની સુગંધને પ્રસરાવો !

તમારી આંખો બંધ કરો અને નૃત્યનો આરંભ કરો. ૫ગલાંની રીત વિષે બોજો ન રાખો. તમારા શરીરને ઢીલું છોડી દો.

તમે કેવા દેખાઓ છો, તમારાં વસ્ત્રો કેવાં દેખાય છે, તેની સાથે નિસ્બત ન રાખો. કોઈ તમારા પર નજર રાખતું નથી. આ કંઈ તમારૂં જાહેર પ્રદર્શન નથી.

જયારે તમે નૃત્ય કરતાં રહેશો, ત્યારે તમને થાક નહિ લાગે. તમારી અંદર વધુને વધુ શક્તિ ધસારો કરશે, અને તમે નૃત્ય ચાલુ જ રાખશો. જેમ જેમ વધારે નૃત્ય કરશો, તેમ તેમ તમે વધારે શક્તિશાળી બનશો. આ અન્ય ધ્યાનથી જુદું જ છે; અહીં નૃત્ય અને નર્તકથી સભાન ન રહો. અતિ ગહન રીતે નૃત્યમાં પ્રવેશો. બને તેટલી વધુ ઝડપથી અને શક્ય તેટલી મુક્ત રીતે નૃત્ય કરો. તમારી જાતને સંપૂર્ણરીતે ભૂલી જાઓ. તમે જ નૃત્ય બની જાઓ.

સ્થિરતા (૧૦ મિનિટ)

૪૫ મિનિટને અંતે મોટી ઝાલર વાગશે. તમે જ્યાં હો ત્યાં, જે સ્થિતિમાં હો, તે સ્થિતિમાં જમીન પર ઢળી પડો. કેવળ પડી રહો ! શાંત અને સ્થિર થઈ જાવ. ઉત્તેજિત ગતિમાંથી અચાનક

સ્થિરતાનો એકાએક ફેરફાર થતાં તમે એકાદ ક્ષણ માટે ખાલીપો અનુભવશો. તમારા મનમાં કોઈ જ વિચારો નહિ હોય; કેવળ નીરવતા. થોડી જ ક્ષણોમાં, વિચારો પાછા આવવા લાગશે. શાંતિથી વિચારોનું નિરીક્ષણ કરો. તેની સામે લડો નહિ, તેની અંદર ખોવાઈ ન જાઓ. માત્ર સભાન રહો. તમારી અંદરની કાયમી શાંતિ સાથે સભાન રહો. પ્રગાઢ આંતરિક શાંતિ, જે વિચારો પાછા આવ્યા પછી પણ ટકી રહેશે. આ શાંતિ, આ નીરવતાને આખા દિવસ દરમ્યાન તમારી સાથે રાખો, તમારી નિદ્રામાં પણ તેને સાથે રાખો. તમે જાગશો ત્યારે તમે નવા જ, તાજગીભર્યા લાગશો.

આ ધ્યાન વિષે

આ કઠિન પણ સુંદર ધ્યાન છે. બધું જ સમાવી લેવાનું ધ્યાન છે. સામાન્ય રીતે ધ્યાનની આપણી બધી પદ્ધતિઓ કંઈક નકારવા પર આધારિત છે. હું શરીર નથી, હું મન નથી. અહીં સાવ ઊંધુ છે – આમાં દરેકનો સમાવેશ કરીએ છીએ, અને છેવટે નિર્ણય લઈએ છીએ, હું બધું જ છું.

સૂચનાઓ

આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો. જે કંઈ તમારી અંદર અને તમારી બહાર છે, તેનાથી સભાન રહો.

તમારા પોતાનાથી શરૂ કરો. તમારા શરીરથી, તમારા મનથી, તમારા વિચારોથી, તમારા તમારી લાગણીઓમાંથી વાકેફ થાઓ. એ બધાનો તમારી અંદર સમાવેશ કરો. એકાગ્ર થયા વગર વહેતા રહો, તમારા શ્વાસથી વાકેફ થાઓ. એ બધાનો તમારી

અંદર સમાવેશ કરો. તમારા શરીરના પ્રવાહી રૂપથી વાકેફ રહો. તમે માનો છો. એટલું શરીર અક્કડ નથી !

જયારે તમારી આંખો બંધ થશે, ત્યારે તમને જાણ થશે કે, તમારું શરીર સક્ષ્મ રીતે આકાર બદલે છે. સ્વરૂપ બદલે છે. વજનમાં ભારે બની જાય છે, હલકું બની જાય છે. વિસ્તાર પામે છે. સંકોચાય છે. કેવળ આપણાં તેના વિષેના વિચારો અચલ રહે છે. તેને લીધે જ આ ફેરફારો આપણા લક્ષમાં આવતાં નથી.

અનેકવાર સભાનપણે આપણું લક્ષ તેના તરફ જાય છે. જયારે તમે વિરોધના વાતાવરણમાં હો, તમને ભય લાગતો હોય, જુદા કે એકલવાયા હો એવી લાગણી થતી હોય, ત્યારે તમને સંકોચાઈ ગયા હો, તેવી લાગણી થતી હોય છે. જયારે તમે આનંદમાં હો, પ્રેમસભર હો, વહેતા રહેતા હો, ત્યારે તમને લાગે છે કે જાણે તમે આખા ઓરડાને ભરી દો છો. જયારે તમે બધામાં સામેલ હો છો, ત્યારે તમને લાગે છે કે તમે વિસ્તરી રહ્યા છો.

તમારા અસ્તિત્વમાં બધાનો સમાવેશ કરો. એવું ન રહેશો કે 'હું નથી.' એના કરતાં એમ કહો કે 'હું છું.' ધીરે ધીરે તમને એવું લાગવા લાગશે કે, તમારી અંદર કોઈ કેન્દ્ર નથી. કેન્દ્ર વગર અહમ્ સ્થિર થઈને કેમ રહી શકે ? અહમુને જુદાપણાંના ભાવની આવશ્યકતા છે. બધુ જ સમાવી લેવાના ભાવમાં અહમુને સ્થાન જ ક્યાં છે ?

અહમુ જતો રહેતાં માત્ર ચેતના રહે છે. એવી ચેતના, જે આકાશને તમારામાં સમાવવા માટે વિસ્તરે છે, જે આકાશ તમારો અંશ બની જાય છે. તે સૂર્યોદયનો સમાવેશ કરે છે, જે તમારી અંદર થઈ રહ્યો છે. પ્રભાતના પરિમલનો સમાવેશ કરે છે, જે પણ તમે જ છો. તમે જોશો કે તમારી

અંદર પવન વાય છે. વૃક્ષો અને ખડકો, તારાઓ, જેને તમે જોઈ પણ શકતા નથી, એ બધાં જ તમારી અંદર છે. એ ગજબનો અનુભવ છે. એ અનુભવ લીધા વગર, તમે દરેક વસ્તુના પરસ્પર સંકળાયેલા સંબંધના ભાવને કેવી રીતે સમજી શકશો ?

તમારી સીમાઓ હંમેશા ઘણી જ મર્યાદિત રહી છે - હવે તે સમગ્ર અસ્તિત્વને સમાવીને વિસ્તરી રહી છે !

પદ્ધતિ વિષે

પરાપૂર્વકાળથી એમ કહેવામાં આવે છે, 'તમારી આંખો બંધ કરો, અને તમારા સાચા સ્વરૂપને અંદર જુઓ.' 'વિજ્ઞાન ભૈરવ તંત્ર' જે ધ્યાનની પદ્ધતિઓનો પ્રાચીન ખજાનો છે, તેમાં શિવે દેવીને તદ્દન આ જ સૂચના આપી છે.

આંખો બે પ્રકારનું કાર્ય કરે છે. જ્યારે તે ખુલ્લી હોય છે, ત્યારે તે આખી દ્દનિયાના સમાચારો લાવનાર સંદેશવાહક છે. જ્યારે તમે તેને બંધ કરો છો, ત્યારે એ તમને તમારી અંદરના વિશ્વનું દર્શન કરાવે છે.

પરંતુ આંખો બંધ કરવાનો અર્થ એવો નથી કે, તમારે માત્ર તમારી પાંપણો બંધ કરવી. જયારે આપણને આંખો બંધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે આપણે સામાન્ય રીતે માત્ર પાંપણો જ બંધ કરીએ છીએ. આપણે બંધ કરેલી આંખની પાંપણોની પાછળ, આપણે બહારની દુનિયાના માનસિક ચિત્રો જોવાનું ચાલુ રાખીએ છીએ. આપણે બહારનું ટી.વી. બંધ કરી દઈએ છીએ અને અંદરનું ટી.વી. ચાલુ રાખીએ છીએ ! ખરા અર્થમાં આપણી આંખો કદી બંધ થતી જ નથી હોતી.

આંખોના હલન-ચલનને સ્થિર કરવા માટે એક બહુ જ અસરકારક માર્ગ છે. કેવળ કલ્પના કરો કે તમારી આંખોના ડોળા પથ્થર બની ગયા છે ! તમારી આંખોના ડોળાને સ્થાને તમારી પાસે મૂદ્દ ગોળ પથ્થરના બે નાના ગોળા છે ! માનસિક રીતે એવી કલ્પના કરો. જે ક્ષણે તમે આમ કરશો, તે જ ક્ષણે તમે જોશો કે માત્ર તમારી આંખોનું હલનચલન જ સ્થિર નથી થયું, પણ તમારા વિચારો પણ સ્થિર થઈ ગયા છે. જ્યારે તમારી આંખોનું હલનચલન બંધ થશે, ત્યારે તમારા વિચારો તદ્દન ધીમા પડી જશે.

સૂચનાઓ

તમારી આંખો બંધ કરો અને એવી કલ્પના કરો કે તમારી આંખોના ડોળા પથ્થર થઈ ગયા છે.

કંઈ જ કરો નહિ, માત્ર પ્રયત્ન કરો, અને તે જ સ્થિતિમાં રહો. આ સહેલું નથી. તમે આ સ્થિતિમાં થોડીક પળો માટે રહી શકો, એવી સ્થિતિ આવતાં પહેલાં કેટલાય સપ્તાહો સુધી પ્રેક્ટિસ કરવી પડશે. પણ એ પરિશ્રમ કરવા જેવો છે કારણ કે પ્રથમ વખત જ તમે તમારી અંદર નિહાળતા હશો.

તમે તમારા શરીરને અંદરથી ક્યારેય જોયું જ નથી.

હવે તમારા દરેક અવયવને અંદરથી નિહાળો. જયારે તમે તમારા હાથ હલાવો છો, ત્યારે તમે માત્ર તેની બાહ્ય બાજુથી જ વાકેફ છો. હવે અંદરની બાજુથી પણ વાકેફ બનો. તમારા શરીરની અંદરના ભાગમાં પસાર થાવ.

તમારી આંગળીના ટેરવાથી શરૂ કરો. ખૂબ જ ગહન રીતે તેનાથી વાકેફ થાવ. માત્ર આંગળીના ટેરવાથી – બીજા કશાથી નહિ – વાકેફ રહો પણ ધીરેથી ઉપરની બાજુએ, તમારા હાથ તરફ આગળ વધો. દરેક અવયવ પાસે જાવ. દરેક અવયવથી વાકેફ થાવ. સંપર્ણતયા દરેક અવયવમાં પ્રવેશો. તમે તમારા શરીરના દરેક ભાગમાં જોરદાર સંવેદનશીલતા અનુભવશો.

જયારે તમે અંદરથી તમારા શરીરનો અનુભવ કરશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે શરીર નથી. તમે શરીરના સાક્ષી છો, પછી તમે કેવી રીતે શરીર હોઈ શકો ? તમે શરીર છો, એવા ભયમાંથી તમે મુક્ત થશો. તમે તમારા શરીર સાથેની એકરૂપતા તોડી નાખશો.

હવે તમે વધારે ઊંડા, તમારા મનના ઉંડાણ તરફ આગળ વધશો. તમારા મનને અંદરથી જોવા લાગો. આ સરળ નથી. શરૂઆતમાં તમે જે બધું જોશો તે તમારૂં મસ્તક હશે. પણ એ તમારું મન નથી. તમારૂં મન તમારા મગજથી ભિન્ન છે. તમે સામાન્ય રીતે તમારા મન તરીકે શાની કલ્પના કરો છો તેનો વિચાર કરો. તેને બહારથી જુઓ. હવે પ્રક્રિયાને ઉલટાવો. મનમાં પ્રવેશો અને તેને અંદરથી જોવાનો પ્રયત્ન કરો.

પ્રેક્ટિસથી તમે આ કરી શકશો. તમારા શરીરની જેમ, તમે જોશો કે તમે તમારા મનથી ભિન્ન છો. તમે સાક્ષી છો.

જો તમે તમારૂં શરીર નથી, તમે તમારૂં મન નથી – તો તમે કોણ છો ?

તમે એ બંન્નેના સાક્ષી છો. એ તમારું સાચું સ્વત્વ છે. તમે તમારા સાચા સ્વત્વના સાક્ષી ન બની શકો, કારણ કે તમે તેની બહાર નથી. જેના તમે સાક્ષી નથી બની શકતા, એ તમે છો.

આ પદ્ધતિઓ સાથે ધીરજ રાખો, તાત્કાલિક પરિણામોની અપેક્ષા ન રાખો. પ્રથમ દિવસે ચમત્કારો તમારા પર કદી પડવાના નથી ! નિરાશ ન થાઓ. જયારે અનુભવ થશે, ત્યારે બધા જ પરિશ્રમો મૃલ્યવાન સાબિત થશે. એ તમારી અંદર કાયમી પરિવર્તન લાવશે.

તેને માટે તૈયાર રહો !

પદ્ધતિ વિષે

પ્રતિપળે આપણાં પોતાનાથી વાકેફ રહેવાની આ પદ્ધતિ છે. મૃળમાં 'વિજ્ઞાન ભૈરવ તંત્ર'ની આ પદ્ધતિને પશ્ચિમમાં મહાન ગુરૂ ગુર્જીએફે લોકપ્રિય બનાવી.

સુચનાઓ

આપણે આપણાં પોતાનાથી વાકેફ થવાની સ્થિતિને થોડીક ક્ષણોથી વધારે સમય જાળવી ન શકીએ. પછી આપણે ભૂલી જઈએ છીએ. તમે એમ

માનો છો કે તમને યાદ છે, પણ તમારા મને નવા વિચાર તરફ કૂદકો મારી જ દીધો હોય છે.

જાતનું સ્મરણ, એ વિચારવાની બાબત નથી; એ માત્ર જાગૃતતા છે.

જો તમે વિચારો કે, હું છું, તો તમે મૂળ મુદ્દો ચૂકી ગયા છો. આપણે સામાન્ય રીતે - હું છું, હું છું, હું છું, એવું વારંવાર કહેતાં ધ્યાન પૂરું કરીએ છીએ. શબ્દો એ અનુભવ નથી. શબ્દાંકન ન કરો. એવી લાગણી અનુભવો કે હું છૂં. તેના વિષે વિચાર ન કરો.

જયારે તમે ચાલતાં હો, ત્યારે એક ક્ષણ માટે ચાલતાં અટકી જાઓ. અને વાકેફ થાઓ કે તમે છો. આ જાગૃતતાને તમારી સાથે રાખો. ખ્યાલ રાખો કે તમે તમારા ચહેરા પર સૂર્યને અનુભવો છો, તમારા વાળમાં પવનને અનુભવો છો. જે અનુભવ લઈ રહ્યું છે, તેનાથી જાગૃત થાવ. હું છું એવી લાગણી અનુભવો. એક ક્ષણ માટે તમે તમારા પોતાનામાં પાછા ફેંકાઈ જશો ! તમે ગહન શાંતિની, વાસ્તવિકતાની એક ઝલક અનુભવશો. આને શબ્દોમાં સમજાવી શકાય નહિ. તમારે તેનો અનુભવ કરવાનો હોય. તમે કોઈ વસ્તુને સ્પર્શ કરો, તો સ્પર્શની માત્ર સંવેદના અનુભવો.

જયારે કોઈક તમને સ્પર્શ કરે, ત્યારે સ્પર્શની સંવેદના અનુભવો. જેનો સ્પર્શ થઈ રહ્યો છે, તેની સંવેદના અનુભવો. તમારી ચેતના વધારે તીવ્ર બને છે. આ જાગૃતતાને હંમેશા તમારી સાથે રાખો. આ છે, કોઈપણ સમયે – કોઈપણ સ્થાનની પદ્ધતિનું ધ્યાન.

વસ્તુતઃ તેને પૂરા સમયનું ધ્યાન બનાવો.

ધ્યાન વિષે

આકાશ પર ધ્યાન, એ શૂન્યનું ધ્યાન છે. સ્વચ્છ ભૂરૂં આકાશ સદંતર ખાલી છે. તેના પર ધ્યાન ધરવું એટલે સ્પષ્ટતામાં પ્રવેશવું.

સૂચનાઓ

એવો દિવસ પસંદ કરો, જ્યારે આકાશ તદ્દન ભરું, વાદળ વગરનું અને વિશાળ હોય. શાંત સ્થળે, માત્ર તમારી પીઠ પર સૂતા રહો અને આકાશ તરફ જોવાનું શરૂ કરો.

મટફું મારશો – તમારી આંખોમાંથી પાણી વહેવા લાગે તો પણ. બસ, એકીટસે જોતા જ રહો. તમારી આંખોમાં પીડા થશે; પીડાને અવગણો. એક વખત આંસુઓથી આંખો ચોખ્ખી થઈ જશે. પછી એકીટસે જોવાનું વધારે સરળ થશે. આકાશ વિષે વિચારવા ન માંડો ! એવું વિચારવાનું શરૂ ન કરો કે આકાશ કેટલું અદ્દ્ભુત અને ભૂરું દેખાય છે. જે ક્ષણે તમે એવું વિચારવાનું શરૂ કરશો, તમે તમારી જાતને આકાશથી ભિત્ર કરી નાંખશો. આકાશ વિષે વિચારવાનું તમારું કામ નથી. તમારે માત્ર આકાશમાં પ્રવેશવાનું છે.

માત્ર જોવાથી, આકાશની શુદ્ધતાની સંવેદના અનુભવો, ભૂરા આકાશની પવિત્રતાથી જાગૃત રહો. તે શુદ્ધતામાં પ્રવેશો. આકાશમાં ઊંડે સુધી પ્રવેશો. આકાશમાં ઊંડે ને ઊંડે સુધી જોયા કરો, જાણે કે તેના વધુને વધુ ઊંડાણમાં તમે કંઈક શોધી રહ્યા છો.

તમે તેની સાથે એકરૂપ બની જાવ ત્યાં સુધી એકીટસે જોયા જ કરો. તમે વિચારો કે તમે તેની સાથે એક થયા છો ! તમને તમારી મેળે ખબર પડશે કે તમે તેની સાથે એક થઈ ગયા છો. આમ છતાં એક કલાક કે એથી વધુ સમય પણ લાગે. થોભો નહિ, તમારા લક્ષને ભટકવા ન દો. તમારી આંખોને પ્રકાશ પરથી ખસેડો નહિ. હવે તમારી આંખો બંધ કરો. જો એકાત્મતા થઈ હશે, તો આકાશ તમારી અંદર છે એવી લાગણી અનુભવશો. તમારું મન ખરી ૫ડશે, તમારા વિચારો ખરી ૫ડશે. આ આકાશમાં જ રહો.

શરૂઆતમાં, આ થોડી ક્ષણો માટે જ થશે. પણ પ્રેક્ટિસથી તમે આ સ્થિતિને વધુને વધુ સમયગાળા માટે અનુભવશો. તમારી અંદરના સ્વચ્છ આકાશને લીધે, તમને મનના અભાવનો અનુભવ થશે.

અ-મનનો અનુભવ થશે.

પદ્ધતિ વિષે

આ ધ્યાન તમારા હૃદયના કેન્દ્રને ખોલવા માટેના માર્ગોમાંનો એક માર્ગ છે. હૃદય એવું દ્વાર છે, જેના દ્વારા તમે વાસ્તવિકતામાં પ્રવેશી શકો છો. જો તમે રોજિંદા વ્યવહારમાં મગજનો વધુ ઉપયોગ કરતા હો, જો તમે લાગણી કરતાં બુદ્ધિ પર વધારે મદાર રાખતા હો, તો આ ધ્યાન તમને વિશેષ ઉપયોગી છે. ખરેખર તો આપણામાંના મોટા ભાગના મગજનો જ વધુ ઉપયોગ કરતા હોય છે.

લાગણીપ્રધાન લોકો આજની દ્વનિયામાં લાંબો સમય ટકી શકતા નથી. આપણે બધાએ આપણા મનને મજબૂત કરી નાંખ્યું છે. આપણાં હૃદયનું કેન્દ્ર નબળું છે, કારણ કે આપણે તેને પૂરતા પ્રમાણમાં કામ કરવાની તક આપતા નથી. આપણે હૃદયથી પ્રવત્તિઓ ચલાવતા નથી, આપણે હૃદયથી કામ લેતાં નથી.

તમે વિશ્વને તમારા હૃદયથી જોવાનો પ્રયત્ન કરો, તમને વિશ્વમાં એકતા જોવા મળશે. મન અંતરાયો ઊભા કરે છે, હૃદય અંતરાયો દૃર કરે છે. હૃદયના કેન્દ્રને ક્રિયાશીલ કરવાથી, સ્વાભાવિક જ, તમારા જીવનમાં પ્રેમનો પ્રવાહ સર્જાય છે.

સૂચનાઓ

સરળ, છતાં પણ વિચિત્ર !

તમારે માત્ર આટલું જ કરવાનું છે : એવી કલ્પના કરો કે તમે મસ્તક વગરના છો ! આ મજાક નથી; આ કઠની પદ્ધતિ છે.

ચાલો, બેસી જાઓ, એવી લાગણી અનુભવો કે તમારે મસ્તક નથી.

એવું અનુભવો કે તમારું માથું અદેશ્ય થઈ ગયું છે.

તમારી બધી જ એકાગ્રતા હવે હૃદય પર છે.

શરૂઆતમાં એ માત્ર આડંબર હશે; તમે અસામાન્ય છો અને મૂળથી છટા પડી ગયા છો, એવો અનુભવ થશે.

તમે પૃછશો – મારી બધી જ્ઞાનેન્દ્રિયોનું શું થશે ? હું કેવી રીતે જોઈશ, સાંભળીશ અને બોલીશ ?

તમારી જ્ઞાનેન્દ્રિયો ગૂમ નથી થવાની. તે માત્ર હૃદયપ્રવેશમાં સરી ગઈ છે.

જેવી રીતે અંધજનો 'જોવા' માટે પોતાના હાથનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે તમે તમારા હૃદયનો ઉપયોગ કરશો. તમે તમારા હૃદયથી, તમારા હૃદયમાંથી જોશો.

પ્રયત્ન કરો.

તમે એ કરી શકો છો.

અરિસાની સામે ઊભા રહો અને તમારી આંખોમાં ઊંડાણથી જૂઓ. એવી લાગણી અનુભવો જાણે કે તમે હૃદયથી જોઈ રહ્યા છો.

તમારી દરેક ક્રિયાને હૃદયના કાબૂમાં રહેવા દો. તમારી ક્રિયાઓમાં પ્રેમની લાગણી અનુભવો .

ધીમે ધીમે તમે, હૃદયના કેન્દ્રને ખીલતું, ખરાં અર્થમાં ખીલતું હોવાની લાગણી અનુભવશો. તમે અંદરની બાજુએ ખિલાવટની લાગણી અનુભવશો. તમે પ્રેમના પ્રવાહની લાગણી અનુભવશો.

તમે જોશો કે તમારી પ્રત્યેક ક્રિયા વધુ પ્રેમાળ બની જશે. એથી જ, જયારે કોઈ પ્રેમમાં પડ્યું હોય છે, ત્યારે આપણે કહીએ છીએ – તેણે પોતાનું ભેજું ગુમાવી નાખ્યું છે ! જ્યારે ત મે પ્રેમમાં રહેતા હો છો, જ્યારે તમારા હૃદયનું કેન્દ્ર ઉભરાય છે, ત્યારે તમે ખરેખર તમારું મગજ ગુમાવી દો છો. ત્યારે તમારી ક્રિયાઓ પર મસ્તકનો કાબૂ રહેતો નથી.

આ ધ્યાન માટે કોઈ નિશ્ચિત સમયગાળો નથી. તમને જયારે ધ્યાન કરવા માટે આંતરિક દબાણ આવે ત્યારે કરો. અને તમને ધ્યાન કરવાની લાગણી થયા જ કરશે. જેમ જેમ તમે આ ધ્યાનની પ્રેક્ટિસ કરતા રહેશો, તેમ તેમ તમને લાગશે કે, તમે વધુને વધુ પ્રેમાળ બનતા જાવ છો. તમારા સંબંધો નાટ્યાત્મક રીતે સુધરી જશે. વિશ્વમાં તમને સંવાદિતા દેખાવા લાગશે. તમે પરમાત્મા તરફ એક ડગલું આગળ વધશો.

ધ્યાન વિષે

આ પદ્ધતિ 'વિજ્ઞાન ભૈરવ તંત્ર'માંથી લેવામાં આવી છે. તે કહે છે : 'એવું વિચારો કે તમારૂં સત્ય એક કેન્દ્રમાંથી બીજા કેન્દ્ર તરફ ઉપર ઊઠે છે, તમારી કરોડ સુધી ઉપર આવે છે, અને તેથી તમારામાં 'જીવંતતા'નો ઉદય થાય છે.

તમારું શરીર અને તમારું મન, એ બંન્નેનો પાયો કરોડ છે. તમારું શરીર અને તમારું મન બંશ્વેનાં મુળ કરોડમાં છે. તમારી ઉંમર તમારી કરોડ પર આધાર રાખે છે. જો તમારી કરોડ વળી શકે એવી હોય, તો તમે યુવાન છો, જો તમારી કરોડ અક્કડ હોય, તો તમે વૃદ્ધ છો !

સાત મુખ્ય ચક્રો, અથવા શક્તિકેન્દ્રો, શરીરની લંબાઈની સાથે આવેલા છે.

કરોડના પાયામાં નીચેના છેડે મૂલાધાર ચક્ર, સેક્સનું કેન્દ્ર છે. માથાની ટોચ પર સહસ્રાર ચક્ર છે, જે આપણને પરમાત્મા તરફ ખુલ્લા કરે છે.

કરોડરજ્જ્ શક્તિનો માર્ગ છે. આ ધ્યાનમાં તમે તમારી શક્તિને મૂલાધાર ચક્રથી ઉપરની તરફ સહસ્રાર ચક્ર સુધી લઈ જશો.

આ ગતિ સહેલાઈથી થતી નથી, કારણ કે આ ગુરૂત્વાકર્ષણથી વિરૂદ્ધની ગતિ છે ! તમારી શક્તિને નીચેની તરફ ગતિ કરવાનું સહેલું છે. હકીકતમાં આપણી ૮૦ ટકા શક્તિ મલાધાર ચક્રમાં પડી હોય છે. એ વજન જેવું છે, જે તમને જમીન તરફ ખેંચી રહ્યું છે. તમે એ નોંધ્યું નથી કે તમારી પીઠનાં નીચલા ભાગને કેવું ભારેપણું લાગે છે ?

જયારે આ શક્તિને ઉપરની બાજુએ લાવવામાં આવે છે, અને સહક્ષાર ચક્ર દ્વારા તેને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તમે ગજબની ભારવિહીનતાની, સ્વતંત્રતાની લાગણી અનુભવો છો. તમને દિવ્ય આનંદનો આસ્વાદ મળશે.

સૂચનાઓ

આંખો બંધ કરીને, કરોડને ટક્રાર રાખીને અનુકૂળ સ્થિતિમાં બેસો.

હવે તમે તમારા વિષે એવી કલ્પના કરો કે તમે પ્રકાશના બનેલા છો. આ માત્ર કલ્પના

નથી. તમે પ્રકાશ છો જ, બધું જ પ્રકાશ છે. તમે પોતે શક્તિ છો, એ રીતે વિચારવાનો તમને મહાવરો નથી, તમને તમારી જાતને કેવળ ભૌતિક પદાર્થ તરીકે જોવાની જ ટેવ છે.

કલ્પના કરો કે તમે પ્રકાશનો સ્તંભ છો.

હવે તમારૂં લક્ષ સેક્સ કેન્દ્ર તરફ લઈ જાઓ. એવી લાગણી અનુભવો કે આ કેન્દ્ર, પ્રકાશના દડાની જેમ ચળકતું અને જીવંત બની ગયું છે. હવે, કલ્પના કરો કે પ્રકાશ ઉપર તરફ, તમારી નાભીના કેન્દ્ર સુધી આવે છે. તમે એવું અનુભવશો કે તમારી અંદર હંફ ઉપર તરફ ગતિ કરે છે. આ ખરેખરી હુંફ છે ! જયારે નાભી પ્રકાશનો ઉજ્જવળ ગોળો, પ્રકાશનું ઉદ્દભવ સ્થાન બની જાય, ૫છી ઉપર તરફ જવાનું શરૂ કરો.

તમારા હૃદયના કેન્દ્ર સુધી પ્રકાશ ઉપર તરફ ગતિ કરે છે. એવી લાગણી અનુભવો. તમારા હૃદયમાં પ્રકાશ અને હૂંફનો અનુભવ કરો. તમારા શ્વાસોચ્છુશ્વાસ ઊંડા બને છે, અને હૃદયના ધબકારા તણાવમુક્ત થઈ ગયા છે, એવી લાગણી અનુભવો. ભ્રમરનાં ચક્ર સુધી - બંજ્ઞે ભ્રમરની વચ્ચેનો ભાગ છે, ત્યાં સુધી શક્તિ ગતિ કરે છે, એવી કલ્પના કરો. સમગ્ર પ્રદેશ પ્રકાશથી ઘેરાયેલો અનુભવો. ધીમે ધીમે સહસ્રાર ચક્ર જે તમારા મસ્તકનાં મથાળે આવેલું શક્તિનું ક્ષેત્ર છે ત્યાં જાઓ.

શક્તિ તમારા સહસ્રાર ચક્ર સુધી પહોંચે, ત્યાં સુધીમાં તમને ઘણાં વિચિત્ર અનુભવો થશે. તમને ચક્કર આવતાં હોય તેવું, કે ઘેન ચડે તેવું લાગશે. તમારા મગજને આટલી બધી શક્તિ સંભાળવાની ટેવ નથી. ક્યારેક જો મસ્તક તરફ ઘણી બધી શક્તિ ગતિ, કરે તો મગજમાં રફોટ થયો હોય એવી લાગણી અનુભવાય. ડરો નહિં. જો તમને ચક્કર આવતા હોય, તમે પડી જતાં હો, તો તમારી જાતને પડવા દો. જો તમને એવું પણ લાગતું હોય કે, તમે બેભાન થઈ જશો, તો પણ ચિંતા ન કરો. આ યોગ તંદ્રાના નામથી ઓળખાતી અતિગાઢ નિદ્રા છે. ઘણાં ધ્યાનીઓને આ સ્થિતિનો અનુભવ થાય છે. અને તેનાથી ડરવાં જેવું કશું જ નથી. તમે અડધા કલાકમાં તમારી મૂળ સામાન્ય સ્થિતિમાં આવી જશો.

જયારે શક્તિ મસ્તક સુધી પહોંચે છે, ત્યારે તમારું આખું મસ્તક હંકાળું બની જાય છે, તમારૂં મસ્તક પ્રકાશનો ગોળો બની જાય છે.

હવે, આ શક્તિને બ્રહ્માંડમાં છુટી કરી દો. તમારું મસ્તક એક પુષ્પ-સુંદર કમળનું પુષ્પ બની ગયું છે એવું અનુભવો. ફૂલને ધીરે ધીરે ખીલવા દો, અને તેની શક્તિને બ્રહ્માંડમાં છોડી દો.

સાવધાન : ક્યારેય ધ્યાનને અધરું છોડશો નહીં. તમે પ્રારંભ કરો, એ પહેલા એટલી ખાત્રી કરો કે ઓછામાં ઓછા બે કલાક સુધી કોઈ તમને ખલેલ ના પહોંચાડે. ધ્યાન દરમ્યાન થનારી બધી જ ખલેલોને અવગણો. જો તમે ઊઠી જાવ અને અધવચ્ચે ધ્યાન છોડી દો, તો શક્તિ તે વિશિષ્ટ કેન્દ્રમાં જામી જશે અને શારીરિક કે માનસિક સમસ્યા ઊભી કરશે.

આ ધ્યાન તમારી કામવાસનાની શક્તિને આધ્યાત્મિક શક્તિમાં પરિવર્તિત કરવાનો સુંદર માર્ગ છે. તમે જયારે આની નિયમિત પ્રેક્ટિસ કરશો ત્યારે તમે જોશો, કે ધીરે ધીરે તમારી કામેચ્છા શાંત થઈ જશે. આખો દિવસ તમે વધુને વધુ પ્રાર્થનામય છો, એવી લાગણી અનુભવશો. તમારા મસ્તક તરફ જતી આટલી બધી શક્તિથી તમે વધારે ક્રિયાશીલ બનશો. અને તમે વધારે દક્ષતાથી કાર્ય કરશો અને સૌથી અગત્યનું એ કે તમે આનંદની શાશ્વત સ્થિતિમાં હશો.

રોકો એ ક્રિયા !

ધ્યાન વિષે

આપણું જીવન કરવું, મેળવવું અને હોવું, ના ધ્ર્વવોની વચ્ચે ઝોલાં ખાય છે. જીવનમાં આપણે હંમેશને માટે 'કરવા' પર એકાગ્ર થઈએ છીએ.

જેની સાથે તમે સંપૂર્ણરીતે સંકળાયેલા હો, તેવી ક્રિયામાંથી જયારે તમે એકાએક અટકો છો ! ત્યારે એ આઘાતથી શાંતિમાં ગરકાવ થઈ જાવ છો – એ ૫ળે તમે તમારા સ્વ ઉપર પાછા ફેંકાવો છો.

સૂચનાઓ

આ મેડિટેશન એકલા અથવા જૂથમાં કરી શકાય છે. એક વ્યક્તિને સાથે રાખવાની જે અટકી જાવ ! કહી શકે. પરંતુ આ હુકમ ઘણી બધી વખત આપવો જોઈએ, અથવા તમારે સતત તેના માટે તૈયાર રહેવું પડે. તમે ચાલતાં હો, વાતો કરતાં હો, કામ કરતાં હો, નૃત્ય કરતાં હો - જ્યારે તમે હુકમ સાંભળો, ત્યારે તમે સ્થિર થઈ જાવ. બસ, ક્રિયા અટકાવી દો અને પૂતળું બની જાવ. જો તમારો એક હાથ ઊપર હોય, તમારું મોં ખુલ્લાં હોય, તો એમ જ બસ, પૂતળું બની જાવ. આ પૂરી સહૃદયતાથી કરો. વધારે અનુકૂળ સ્થિતિમાં જવાનો સહેજ પણ પ્રયત્ન ના કરો. પૂતળું બનવામાં એક ક્ષણનો વિલંબ પણ ઘણો વિલંબ છે.

તમે આ રમત પોતે પણ તમારી જાત સાથે રમી શકો છો. જયારે તમે દોડતાં હો, નહાતાં હો, ચા પીતાં હો - તમારી જાતને હુકમ આપો અટકી જા ! અને અટકી જવાનો પ્રયત્ન ના કરો, બસ, અટકી

આપણે અસ્વસ્થ થઈને એક પ્રવૃત્તિથી બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ છીએ. આખા જીવન દરમ્યાન આપણે કંઈ પણ કર, કર જ કરીએ છીએ. આપણે કામ કરીએ છીએ, વાતો કરીએ છીએ, સંબંધોમાં સંકળાઈએ છીએ, હલનચલન કરીએ છીએ. આયોજન કરીએ છીએ, શારીરિક રીતે અને માનસિક રીતે આપણે અવિરત કંઈ ને કંઈ કરતાં જ હોઈએ છીએ.

આપણે શા માટે કરીએ છીએ ? કારણ કે, આપણે મેળવવામાં જકડાયા છીએ. આપણે હંમેશા વધુને વધુ માલિકી ધરાવવા પ્રયત્ન કરીએ છીએ. મેળવવાથી આપણે બહુ સમર્થ હોવાની લાગણી અનુભવીએ છીએ. એથી આપણે વધારે ધન, વધારે પ્રતિષ્ઠા, વધારે મિત્રો, વધારે સ્ત્રીભિત્રો, વધારે પ્રમાણપત્રો, વધારે તંદ્દરસ્તી, વધારે સૌંદર્ય, વધારે જ્ઞાન મેળવવા પ્રયત્ન કરીએ છીએ.

કરવા અને મેળવવાની વચ્ચે, આપણને એ ખ્યાલ પણ નથી રહેતો કે આપણે હોવાને ભૂલી ગયા છીએ. સત્ય એ છે કે હોવું, એ કરવું અને મેળવવુંની પહેલાં આવે છે. પણ આપણે એ હાર્દને સ્પર્શયા તે વાતને બહુ વખત વીતી ગયો છે.

અટકો ! એ બીજી પદ્ધતિ વિજ્ઞાન ભૈરવ તંત્રમાંથી લીધી છે અને ગુર્જીએફે તેને લોકપ્રિય બનાવી છે.

આ પદ્ધતિ સરળ છે : તેમાં આવશ્યકતા એટલી જ છે, કે તમે જે કંઈ કરતા હો. તેમાં વચ્ચેથી એકા એક અટકી જવાનું ! તમને એ ખ્યાલ ન હોવો જોઈએ કે તમે અટકી જવાના છો. એથી વધારે સારૂં એ છે કે કોઈક બીજી વ્યક્તિ જ દિવસ દરમ્યાન તમારા પર નજર રાખે અને પોતાની ઈચ્છા પ્રમાણે માત્ર ચીસ નાંખે રોકો. આ થોડેઘણે અંશે સ્ટેચ્યુની રમત રમવા જેવું છે !

એકાએક આવેશ આવે ત્યારે અટકી જાઓ.

જયારે તમે ગુસ્સામાં હો, એટલો ગુસ્સો કે તમને કોઈને મારવાનું મન થાય, કે કંઈક તોડફોડ કરવાનું મન થાય – બસ અટકી જાઓ. જો તમે એકાએક તમારા બાળકને, તમારી પત્નીને, તમારા મિત્રને જુઓ અને તમને એને ભેટવાનું

જ્યારે તમે અટકી જાઓ છો ત્યારે શું થાય છે. તમારા શરીરની બહાર તમારી જે શક્તિ વહેતી હતી, તમારા લક્ષના પાત્ર તરફ વહેતી હતી - જયારે તમે વાતો કરતા હો, ચાલતા હો, ત્યારે તમારું લક્ષ, તમારી શક્તિ બહારની બાજુએ અન્ય વિષયો તરફ, અન્ય લોકો તરફ વહે છે. તમારૂં લક્ષ તમારી શક્તિ છે. જ્યારે તમે એ શક્તિને બહાર જતાં પ્રવાહને અચાનક રોકો છો, ત્યારે એ શક્તિનું શું થાય છે ? એ તમારી અંદર પાછી આવે છે. તમારી શક્તિ, તમારું ધ્યાન એકાએક અંદરની તરફ ગતિ કરે છે. ફરીથી એકવાર તમે તમારા શાંત કેન્દ્રમાં ફેંકાઈ જાઓ છો. એકવાર તમને આ કેન્દ્રની ઝાંખી થઈ જાય, પછી તમે ફરીથી તમારી જાતને એ પ્રવૃત્તિમાં ખોવાવા દેશો નહીં. જયારે તમે આ કરી રહ્યા હશો, ત્યારે પણ તમે સતત તમારા 'સ્વ'થી વાકેફ હશો. તમે તમારી આંતરિક શાંતિના સંપર્કમાં આવશો, ત્યારે તમને એ જાણ થશે, કે બધી જ પ્રવૃત્તિઓ માત્ર સપાટી પરની લહેરો છે. આજ કાયમી ધ્યાનની મનઃસ્થિતિ છે.

ધ્યાન તમારા માટે જ છે.

જાવ. તમે જ્યારે ક્રિયામાં સંપૂર્ણપણે ડૂબેલા હો, અને એકા એક અટકી જાવ છો, ત્યારે દરેક અટકાવ તમને અસંતુલનમાં ફેંકે છે. તમે તમારા કેન્દ્રમાં ફેંકાવ છો, તમે શાંતિની ક્ષણોનો અનુભવ કરો છો ! ધ્યાનની ક્ષણનો અનુભવ કરો છો.

ધ્યાન અને સચનાઓ

રોકો, એ માત્ર શારીરિક પ્રવૃત્તિ પૂરતું જ નથી, તમે એટલી જ સરળતાથી આવેશને, ઈચ્છાને, અનિચ્છાએ થતી પ્રવૃત્તિ કે લાગણીને પણ રોકી શકો છો.

તમને કંઈ કરવાનો આવેશ આવે કે તરત તેને રોકો. જયારે તમે દુ:ખી હો, અને રડતા જ હો, રડતા જ હો, તો એ રૂદનની વચ્ચે તમારી જાતને આજ્ઞા કરો - ચુપ રહે ! તમને નવાઈ લાગશે કે તમે કેટલી સહેલાઈથી રડતાં બંધ થઈ જાઓ છો, તમે અટકી જાઓ છો. બસ એટલું જ.

છીંક આવતી હોય, એ ગમે તેવી કાબુમાં ન આવે એવી હોય, રોકી શકાય એવી ન હોય, તો પણ તેને અધવચ્ચે રોકી શકો છો.

આ પણ રોકો પદ્ધતિ છે ! પણ તફાવત એ છે કે તમે તમારી પ્રવૃત્તિ આવેશની અધવચ્ચે કે અચાનક અટકાવતાં નથી. અહીં તમે આવેશને કે ઈચ્છાઓને ધીમે ધીમે સંયમિત રીતે રોકવાની પ્રેક્ટિસ કરશો.

જયારે ઈચ્છા ઉદ્દૂભવે, ત્યારે ઈચ્છાને બારીકાઈથી ચકાસો. ચિંતનશીલ બનો. ઈચ્છાનો તેની પૂરી તાકાતમાં સામનો કરો.

તમે આ આવેશ, આ ઈચ્છાને જાગૃતતાથી અનુભવો. પછી એકાએક તેને ત્યજી દો, બસ ત્યજી દો.

ધારો કે તમે એક સુંદર સ્ત્રીને જુઓ છો અને તમારા મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. તમારી ઈચ્છાને ચકાસો, એ ક્ષણે તમને શું થઈ રહ્યું છે, તેના તરફ લક્ષ આપો. તમારૂં શરીર કેવી ઉષ્ણતા, કેવી ધ્રુજારી અનુભવે છે, તેનાથી જાગૃત થાઓ. તમારા તબકારા વધી રહ્યા છે. તમે સ્પષ્ટતાથી વિચારી શકતા નથી, તેનાથી વાકેફ થાઓ. ઈચ્છાએ તમારા પર કેવો કાબૂ જમાવી દીધો છે, એની નોંધ લો. તમારું પોતાનું કે તમારી ઈચ્છાનું મૂલ્યાંકન ન કરો; તમારી જાતને એવું ન કહો કે આ ખરાબ ઈચ્છા છે. કોઈ અભિપ્રાય ન આપો. માત્ર તેના સાક્ષી બનો.

પછી અચાનક ઈચ્છાને ત્યજી દો.

એ શક્ય છે !

તમે સરળતાથી તેને છોડી શકો છો.

સ્પષ્ટતાપૂર્વક સમજી લો : તમે ઈચ્છાનું દમન કરતા નથી ! ઈચ્છાને દબાવો નહિ. દમન જ મોટા ભાગની આપણી માનસિક સમસ્યાઓનું મૂળ કારણ છે.

એવું ન વિચારો કે હું કેવી રીતે છોડું ? જયારે તમે આવેશની સામે લડો, આવેશને દબાવો, ત્યારે જ તે વધુ મજબૂત બને છે.

જયારે તમે અમુક બાબત વિષે પૂરેપુરો વિચાર કર્યો હોય છે, ત્યારે તેને છોડી દેવાનું તદ્દન સહેલું થઈ જાય છે.

જે ક્ષણે તમે કહો છો કે 'હું છોડું છૂં', તમે તેનાથી જુદા થઈ જાવ છો. તમે સાક્ષી બની જાઓ છો. તમે તમારા શરીરને ઈચ્છાથી ભરેલું જુઓ છો. તમારા મનને ઈચ્છાથી ભરેલું જુઓ છો – પણ તમે એ નથી. એ ક્ષણે તમે જાગૃત થાવ છો કે આમાંના કોઈ તમે નથી. ફરી એકવાર તમે તમારા 'સ્વ' પર પાછા ફેંકાઈ જાઓ છો.

વ્યસનોમાંથી તમારી જાતને મુક્ત કરવા માટે ધ્યાનની આ ખૂબ સુંદર પદ્ધતિ છે. આપણે એવા ચેઈન સ્મોકર - સતત ધુધ્રપાન કરનારા, દારૂડિયાઓ, વ્યભિચારીઓ વિષે સાંભળ્યું છે કે એક દિવસ અચાનક

ધ્યાનની પદ્ધતિઓ

તેમણે પોતાના વ્યસનો ત્યજી દીધાં છે. અને ફરીથી કદી તેના તરફ પાછા ફર્યા નથી. તેઓ એ તે છોડવાનો પ્રયત્ન નહોતો કર્યો, બસ છોડી દીધું એટલું જ !

આ ધ્યાનથી માત્ર ક્રિયા જ નહિ, તેની તલપ પણ આપોઆપ છૂટી જાય છે. તમારે તમારા વ્યસનની સામે ઝઝૂમવું નથી પડતું. કારણ કે ઈચ્છા જ નથી રહેતી !

ધ્યાન અને સૂચનાઓ

આ સુંદર 'શન્યાવકાશ' ધ્યાન છે. તમારી અંદર જે કંઈ છે, તેને બહાર કાઢીને ખાલી થઈ જવાની પદ્ધતિ છે, જેથી બ્રહ્માંડની શક્તિને તમે તમારી અંદર અવકારી શકો.

કોઈ શાંત નીરવ જગ્યામાં બેસો. કેવળ તમારા શરીરથી જાગૃત રહો. તમારા શરીર સાથે સંપૂર્ણરીતે આરામની સ્થિતિમાં છો એવી લાગણી અનુભવો.

હવે એવી કલ્પના કરો કે તમારૂં શરીર વાંસ બની ગયું છે ! પોલાણવાળો વાંસ બની જાઓ. તદ્દન આરામમાં રહો. તમારૂં આખું શરીર તમારી ત્વચા, તમારૂં માંસ, તમારા હાડકાં, આ વાંસના જ અંશ છે. આ ખાલી જગ્યામાં કંઈ જ નથી, છે માત્ર શન્યાવકાશ, પોલાણ. નીરવતા.

તમારા મનને પણ નિષ્ક્રીય શૂન્યાવકાશ રહેવા દો. કોઈ અનુભવની રાહ ન જુઓ, માત્ર બની રહો.

એકાએક, તમે જોશો કે તમારી અંદર શક્તિ રેડાઈ રહી છે. આ ગુપ્ત, કોઈકથી જ સમજાય એવા વિચારો નથી ! એ સંપૂર્ણપણે વ્યવહારૂં પદ્ધતિઓ છે. તમને એ વિચિત્ર લાગી શકે છે, કારણ કે તમે આ દિશામાં પહેલાં કદી નિરીક્ષણ કર્યું જ નથી. કેવળ પ્રયત્ન કરો અને જાતે જ અનુભવ કરો. જયારે તમે તમારી જાતને પોલી કરો છો, જ્યારે તમે વિરોધ કરતાં નથી, ત્યારે દિવ્ય શક્તિનો પ્રવાહ તમારી અંદર વહેવા લાગે છે. તમે દિવ્ય સંગીત માટેની વાંસળી બની જાઓ છો. તમારે કશું જ કરવાની જરૂર નથી. તમારે કેવળ પોલા બની જવાનું છે. આ સહેલું નથી. તમને હંમેશા કંઈક હોવાની, કંઈક બની રહેવાની આદત પડી ગઈ છે. પોલા બનવા માટે ખૂબ જ પ્રેમ, ખૂબ જ શ્રદ્ધાની જરૂર છે. તમે જો કોઈ ગુરૂ સાથે કામ કરી રહ્યા હો, તો પોલી બંસી બની જાઓ, જેને તમારા ગુરૂ વગાડી શકે. પોતાની જાતને પ્રેમથી સોંપી દેવી એ ગહન દિવ્ય શક્તિને સોંપવા કરતાં વધારે સહેલું છે. શરૂઆતમાં તમે પોલો વાંસ હશો, પછી એવો સમય આવશે, જ્યારે વાંસ પોતે પણ અદેશ્ય થઈ જશે. પછી તમે જ નહિ હો.

આ પ્રક્રિયા લાંબો સમય લઈ શકે છે, પરંતુ તેના પરિણામો આશ્ચર્યજન્તક હોય છે. જેમાં તમે તમારી જાતને પણ ગુમાવી દો છો, ત્યારે તમને એવી લાગણી થાય છે કે તમે સર્વવ્યાપી ચેતના સાથે એક થઈ ગયા છો.

ચેતના સાથે એક થઈ ગયા છો.

પદ્ધતિ વિષે

આ પદ્ધતિ વિપસ્સનામાંથી લીધી છે.

શ્વાસનું અવિરત નિરીક્ષણ કરવું, એ આ ધ્યાનનું મૂળ સત્વ છે. અન્ય કોઈપણ ધ્યાન કરતાં, આ ધ્યાને ઘણાં વધારે લોકોને એનલાઈટેન્મેન્ટ તરફ દોર્યા છે.

વિપસ્સના તદ્દન સરળ અને સૌથી કઠિન પદ્ધતિ છે : જાગૃતતામાં વૃદ્ધિ કરનારી.

સૂચનાઓ

વિપસ્સના કરવાની ત્રણ રીતો છે :

(ક) તમારું શરીર, તમારી ક્રિયાઓ, તમારું મન, તમારૂં હૃદય… આ બધા વિષેની ગહન જાગૃતતા.

તમે જયારે ચાલતા હો, તમારો હાથ હલાવતા હો, સ્મિત કરતા હો, ત્યારે જાગૃતતા સાથે કરો. સંપૂર્ણપણે જાણી લો કે એ સર્વ ક્રિયા કરનાર તમે છો. સચેત રહો. એક પણ ક્ષણ અભાનપણામાં વીતવી ન જોઈએ. એવી એક ૫ણ ક્રિયા ન થવી જોઈએ, જેની તમે નોંધ ન લીધી હોય.

તમારા શરીરની જેમ તમારા મન અને હૃદયનું નિરૂક્ષણ કરો. તમારા હૃદયમાં ઉત્પન્ન થતી દરેક ભાવનાથી જાગૃત રહો. તમારા મનમાં આવતા અને જતા દરેક વિચારથી જાગૃત રહો. કોઈ જ અભિપ્રાય ન બાંધો, કશાનું મૂલ્યાંકન ન કરો - માત્ર સાક્ષી બની રહો.

(ખ) બીજી રીત છે, તમારા શ્વાસોચ્છશ્વાસનું નિરીક્ષણ કરવું. દરેક શ્વાસ લેતી વખતે અને ઉચ્છૂવાસ બહાર કાઢતી વખતે તમારું પેટ ઊંચું થાય છે અને નીચું થાય છે, તેવી લાગણી અનુભવો, નાભિ, તમારી જીવનશક્તિનું ઉદ્દભવસ્થાન છે, જે તમારા પેટના વિસ્તારમાં આવેલું છે. એથી જયારે તમે તમારી નાભિ તરફ લક્ષ આપો છો, ત્યારે તમે તમારા શરીરમાંની જીવનશક્તિના પ્રવાહથી જાગૃત થાવ છો. તમે જેમ જેમ તમારા પેટ વિષે વધુને વધુ જાગૃત થાવ છો, તેમ તેમ તમે જોશો કે તમારૂં હૃહૃદય અને મન શાંત થઈ જાય છે.

આ પેટમાંથી શ્વાસોચ્છુશ્વાસની સ્વાભાવિક અને તણાવરહિત રીત છે. આ પ્રમાણે શ્વાસ કઈ રીતે લેવો એ આપણે ભૂલી ગયા છીએ. નાનાં બાળકો પેટથી શ્વાસ લે છે. ક્યારેક ગાઢ નિદ્રામાં આપણે પણ પેટથી શ્વાસોચ્છ્શ્વાસ લેવાની પદ્ધતિ પર પાછા ફરીએ છીએ.

(ગ) વિપસ્સનાનું ત્રીજું સ્વરૂપ છે, શરીરમાં પ્રવેશતા શ્વાસનું, નસકોરાં પાસે નિરીક્ષણ કરવું. નસકોરામાંની ઠંડી હવાથી જાગૃત થાવ. જે સરળતાથી હવા નસકોરામાં પ્રવેશે છે અને તેમાંથી બહાર નીકળે છે તેનો અનુભવ કરો.

તમે વિપસ્સનાના બે કે ત્રણ પ્રકારો પણ સાંકળી શકો છો, પણ જે કંઈ પ્રયાસ વગર થઈ શકે, ફક્ત એટલું જ કરો.

વિપસ્સનાની પ્રેક્ટિસ બેસીને કે ચાલતાં ચાલતાં એમ બંને રીતે થઈ શકે છે. બેસીને.

સમયગાળો : ૪૫ મિનિટ + ૧૫ મિનિટનો આરામ

કરોડ ટટ્ટાર રાખીને, માથું સીધું રાખી, આરામદાયક સ્થિતિમાં બેસો. તમારી આંખો બંધ કરો અને સ્વાભાવિક શ્વાસોચ્છૃશ્વાસ લો. તમારી બેઠક સ્થિતિ બદલ્યા વગર સ્થિર રહો.

શ્વાસ લેતાં અને છોડતાં પેટના ચડાવ-ઉતારનું નિરીક્ષણ કરો. શ્વાસ પર એકાગ્ર ન થાવ. માત્ર નિરીક્ષણ કરો. જો તમને બીજા વિચારો, લાગણીઓ કે શારીરિક સંવેદનાઓ ઊભી થતી લાગે, તો એને આવવા દો. તેના પણ સાક્ષી બનો અને પાછા શ્વાસનું નિરીક્ષણ કરવા લાગો.

આમાં નિરીક્ષણ કરવાની પ્રક્રિયા મહત્ત્વની છે. તમે જેનું નિરીક્ષણ કરો છો તે નહિ. દરેક વસ્તુના સાક્ષી બનો !

(૪૫ મિનિટ પછી નિરીક્ષણ કરવાનું છોડી દો. કેવળ બધું જ છોડી દો, રીલેક્સ થઈ જાવ અને જવા દો.)

ચાલતાં ચાલતાં

સમયગાળો : ૨૦ મિનિટ + ૧૦ મિનિટનો આરામ

અહીં તમારી સમગ્ર જાગૃતતા, જમીનને સ્પર્શ કરતા તમારા પગ પર છે.

તમે વર્તુળમાં અથવા તો સીધા ૧૫ ડગલાં આગળ જઈને પાછા વળો તેમ ચાલી શકો છો.

તમે આ પ્રેક્ટિસ તમારા ઘરમાં કેવળ એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતાં, કે બગીચામાં પણ કરી શકો છો.

આંખો ઢળેલી અને થોડાક ડગલાં આગળની ભૂમિ પર એકાગ્ર હોવી જોઈએ. જેવી રીતે બેસીએ ધ્યાન કરતી વખતે તમે તમારા પેટનું નિરીક્ષણ કરો છો, તેવી જ રીતે અહીં, દરેક પગના જમીન સાથેના સંપર્કનું નિરીક્ષણ કરો અને તેનાથી જાગૃત થાઓ. જો બીજા વિચારો કે સંવેદનો આવે, તો તેને આવવા દો. કોઈપણ વસ્તુને લક્ષ હટાવનાર તરીકે જોવાની નથી. જયારે બીજા વિચારો કે સંવેદનોનું નિરીક્ષણ પૂરું થાય, ત્યારે પાછા પગનું નિરીક્ષણ શરૂ કરો.

ધ્યાન વિષે

આ પદ્ધતિ ઊંડા અને પૂર્ણ ઉચ્છવાસ પર લક્ષ એકાગ્ર કરે છે. સમગ્ર જીવન દરમ્યાન આપણે શ્વાસ અંદર લેવા પર લક્ષ કેન્દ્રિત કરીએ છીએ. શ્વાસ અંદર લેવો એ જીવન છે, અને શ્વાસ બહાર કાઢવો એ મૃત્યુ છે. જીવન એ તણાવ છે, પરિશ્રમ છે. મૃત્યુ તણાવમુક્તિ છે.

આપણા મૃત્યુના ભયને કારણે, આપણે શ્વાસ બહાર કાઢતાં પણ ડરીએ છીએ !

હંમેશા શ્વાસ અંદર લેવા પર જ ભાર મુકવામાં આવે છે; શ્વાસ બહાર નીકળે છે, કારણ કે આપણે નિરૂપાય છીએ.

સંશોધન દર્શાવે છે કે, આપણે ઉચ્છવાસમાં હવાને પરતી બહાર કાઢતાં નથી. જયારે તમે શ્વાસ બહાર કાઢો છો, ત્યારે ફેફસાની છ હજાર હવાની કોથળીઓમાં માત્ર ૨૦૦૦ જ ખાલી થાય છે, બાકીની ૪૦૦૦ હજાર વાસી હવાથી ભરેલી રહે છે. એ ઝેરી હવા તમારી છાતીમાં પડી રહીને રોગો ઉત્પન્ન કરે છે, બેચેની ઉત્પન્ન કરે છે.

આ ધ્યાનમાં તમે શ્વાસ અંદર લેવાનું બંધ કરો – લેવાતા શ્વાસ પર લક્ષ ન દો અને તમારું લક્ષ ઉચ્છવાસ પર કેન્દ્રિત કરો. તમને વિરૂદ્ધ પરિણામોનો અનુભવ થશે. તમને ઉચ્છુવાસના પૂર્ણ ખાલીપણાનો અનુભવ થશે.

સુચનાઓ

આ પદ્ધતિમાં તમારે શાંતિથી, આહ અક્ષર જેના અંતે આવે એવા શબ્દને એક જ સૂરમાં બોલવાનો છે. એ ગમે તે શબ્દ હોઈ શકે. શાંતિથી કરો અને શબ્દના અંતિમ અક્ષર આહ પર લક્ષ કેન્દ્રિત કરો. આહ દ્વારા તમે પૂર્ણ રીતે ખાલી થઈ જશો. તમારો પરેપુરો શ્વાસ બહાર નીકળી આવશે. કેવળ એક ક્ષણ માટે તમે શ્વાસ અંદર લેતા નથી. તમને મૃત્યુની એક ક્ષણનો અનુભવ થશે.

આપણે જન્મ્યા તે શ્વાસોચ્છ્રુશ્વાસ કરીએ છીએ – પણ આપણે આ ક્ષણનો, આવા અવકાશનો અનુભવ કર્યો નથી. જયારે તમને ભાન થાય છે, ત્યારે તમે તમારા પોતાના મૃત્યુના સાક્ષી બની જાવ છો. તમને એ ખ્યાલ આવે છે કે તમે તમારા શ્વાસથી ઉપર જઈ શકો છો.

આપણે બધો સમય મૃત્યુ વિષે સાંભળીએ છીએ, મૃત્યુને જોઈએ છીએ – પણ આપણે કદી એવી કલ્પના કરતાં નથી કે આપણું પણ મૃત્યુ થઈ શકે છે. છતાં દરેક વખતે, જયારે તમે ઉચ્છૂવાસ બહાર કાઢો છો, ત્યારે તમારું શરીરતંત્ર છાનુંમાનું મૃત્યુની તૈયારી કરી રહ્યું છે ! તમારૂં તંત્ર મૃત્યુની સ્થિતિને સ્વીકારે છે.

જ્યારે તમે શ્વાસથી તમારી જાતને ખાલી કરો છો, ત્યારે તમે તમારી જાતને જીવનથી ખાલી કરો છો - તેનાથી બધા તણાવો, દુ:ખો, વિચારો અને ઈચ્છાઓ ખાલી કરો છો. એ તણાવમુક્તિની સર્વોચ્ચ ક્ષણ છે. ક્યારેક આપણે અજાણતાં આમ કરતા હોઈએ છીએ. જયારે આપણે ઉત્તેજિત કે ઉદ્ધિગ્ન હોઈએ અને આપણે તણાવમુક્ત થવું હોય, ત્યારે આપણે ઊંડો નિસાસો નાખીએ છીએ. આવા નિસાસા પછી એવી એકાદ ક્ષણ વીતે છે, જયારે તમે અંદર શ્વ્સ લેતા નથી, તમે કેવળ ખાલી રહો છો. એ ક્ષણે ખૂબ જ શાંતિની લાગણીનો અનુભવ થાય છે.

કેવળ એ ક્ષણે, જયારે તમે જીવન સાથે, કરવું અને મેળવવું, સાથે સંકળાયેલા નથી, ત્યારે તે બધાની પાછળનો 'સ્વ' પ્રગટ થાય છે. તમને તેની ઝાંખી જાય છે. એક વખત તમે એને અનુભવો, પછી તમે એને ભૂલી શકતા નથી. આટલી સામાન્ય પ્રેક્ટિસ, છતાં તેની કેવી કાયમી અસર ! તમે જયારે આ ધ્યાન ચાલુ રાખશો, ત્યારે તમે વધારે તણાવમુક્ત, વધારે શાંત થઈ જશો. ચિંતા તમને સહેલાઈથી સ્પર્શી નહિ શકે. બાહ્ય સંયોગો ગમે તેવા હોય, તમને પોતાને ખ્યાલ આવશે કે તમે વધારે સરળતાથી મુકાબલો કરી શકો છો. એક વખત તમે ગહન જાગૃતતાથી મૃત્યુની ક્ષણની ઝાંખી કરી હોય, ૫છી જીવનના પ્રશ્નો તમારા પર કેવી રીતે સવાર થઈ જાય ?

પદ્ધતિ વિષે

તમે હંમેશા બહાર તરફ વહ્યા કરો છો. તમારી શક્તિઓ હંમેશા બહારની દુનિયા પર કેન્દ્રિત થાય છે. જ્યારે તમે કોઈક વસ્તુ સામે જુઓ છો, ત્યારે તમારી ચેતના તેના તરફ વહેવા લાગે છે. તમારી એકાગ્રતા કદી તમારા પોતાના તરફ નથી હોતી. એ હંમેશા તમારા લક્ષના વિષય તરફ હોય છે. બધી જ ક્ષણોએ, આપણે આપણી બહારની બાજુએ રહેલી કોઈ વસ્તુથી સભાન હોઈએ છીએ.

જયારે આપણે કોઈ વસ્તુ માટે અતિશય સભાન થઈએ - સુંદર સૂર્યાસ્ત, સુંદર સંગીત - ત્યારે આપણે સંપૂર્ણ રીતે તેમાં ખોવાઈ જઈએ છીએ. આ ગજબનો અનુભવ છે - પણ આ સભાનતા છે. સભાનતામાં વ્યક્તિ માત્ર વિષય પૂરતો જ સજાગ નથી, પણ એ કર્તા વિષે પણ સજાગ છે. તમે જેના તરફ જોઈ રહ્યા હો એનાથી જ નહિ; પણ જોનાર વિષે પણ સજાગ બનો છો - અને એ જોનાર છો, 'તમે પોતે.'

સામાન્ય રીતે તમારી શક્તિ હંમેશા બહારની તરફ, બહારની ઘટનાઓ તરફ વહેતી હોય છે. તાઓપંથના અનુભવ પ્રમાણે આ શક્તિ બહારની દુનિયામાં વેડફી નાંખવા કરતા, તમે તેને પાછી તમારા તરફ વાળી શકો છો.

સૂચનાઓ

પૂર્ણ કદના અરીસા સામે ઊભા રહો અને તમારી પોતાની સામે જુઓ. બહારની બાજુથી તમારા પોતાના તરફ પુષ્ટિ દેષ્ટિ નાંખો. તમે કર્તા છો, અને અરીસામાંનું તમારું પ્રતિબિંબ તમારા લક્ષનો વિષય છે. તમારી શક્તિ પ્રતિબિંબ તમને જોઈ રહ્યું છે. શરૂઆતમાં આ ડરામણું લાગશે. તમારા પ્રતિબિંબ વિષે આ રીતે તમે વિચાર્યું જ નથી. કોઈક તમારૂં નિરીક્ષણ કરી રહ્યું છે, એ રીતે વિચારવાની તમને ટેવ નથી.

આ લાગણી તમને અજાણી અને ડરામણી લાગે, તો પણ એ ચાલુ રાખો. બહુ જ થોડી ક્ષણોમાં તમને બહુ મોટો ફેરફાર લાગશે. પ્રતિબિંબમાંથી શક્તિ તમારી તરફ વહેવા લાગી છે ! એવું તમે અનુભવવા માંડશો. આ ખરેખર તમને ડરામણું, અસ્વસ્થ કરનારૂં હશે. આખા જીવન દરમ્યાન તમને બર્હિમુખ રહેવાની આદત છે, શક્તિના પ્રવાહને બહારની બાજુની દિશામાં વહેતો જોવાની આદત છે. અચાનક આવું અનુભવવું તમારા માટે આઘાતજનક છે. પણ તમે ચોક્કસ આ પ્રવાહની અનુભૂતિ લેશો. કારણ કે તમે હવે સર્કિટ બંધ કરી દીધી છે. શક્તિની સર્કિટ બંધ કરીને, તમે ખાત્રી કરી દીધી છે કે હવે શક્તિ નકામી વહી જતી નથી, એ તમારી તરફ પાછી વહેવા લાગે છે. તમે તમારી પોતાની શક્તિ તમારી જાત માટે જાળવી રહ્યા છો.

વિષય તરફ વહેતી હોય એવી લાગણી તમે અનુભવશો. બહારથી તમારી આંખો તરફ જુઓ તમે જોઈ રહ્યા છો. અને પ્રતિબિંબ જોવાઈ રહ્યું છે.

હવે પાત્રોને (કર્તા અને વિષય)ને ઉલટાવવાની કલ્પના કરો ! એવી કલ્પના કરવાનો પ્રયત્ન કરો કે

થોડા દિવસ માટે આ પદ્ધતિની પ્રેક્ટિસ કરો, અને તમે ચોક્કસ પરિવર્તન અનુભવશો. તેમ વધુ શક્તિશાળી બનશો, વધુ જીવંત થશો, તમે વધુ કેન્દ્રિત થશો, વધુ શાંતિ અનુભવશો.

તમે આખો દિવસ આ પ્રેક્ટિસ કરી શકો છો – માત્ર તમારી પોતાની સાથે જ નહિ, તમે જેના પર એકાગ્ર થાવ એવી કોઈ પણ વસ્તુ પર. જયારે તમે તમારી શક્તિ અમુક બાબત તરફ વહેવા દીધી હોય, ત્યારે એવી કલ્પના કરો કે એ બાબત તમારી શક્તિ તમારા તરફ પાછી આપી રહી છે. એ નિર્જીવ વસ્તુ હોય તો પણ વાંધો નહિ. તમે એવી લાગણી અનુભવશો કે એ શક્તિ તમારા તરફ પાછી ફરી રહી છે, અને તમને ફરીથી યુવાન બનાવે છે, અને તમને ફરીથી નવજીવન આપે છે.

ધ્યાન વિષે

આ શબ્દાતીત સુંદર ધ્યાન છે. એ ધ્યાન કરતાં પ્રાર્થના જેવું વધુ છે.

આ ધ્યાન તમને સમગ્ર અસ્તિત્વની શક્તિના સીધા સંપર્કમાં મૂકી દે છે. રાતે સૂતાં પહેલાં એની પ્રેક્ટિસ કરવી વધારે શ્રેષ્ઠ છે. જો તમે દિવસે કરો, તો પૂરું થયાં પછી ૧૫ મિનિટ આરામ કરો, જેથી શક્તિ તમારી અંદર આત્મસાત્ થઈ જાય, અન્યથા તમે પછીથી કલાકો સુધી મૂધ્ધિત દશામાં રહેશો.

સૂચનાઓ

ઠંડકવાળો, ઓછો પ્રકાશિત અને પૂરતી હવા બારીઓવાળો ઓરડો પસંદ કરો.

જમીન ૫૨ ઘૂંટણીએ બેસો, તમને વધુ આરામદાયક લાગે તો શેત્રંજીનો ઉપયોગ કરો. તમારા ઘૂંટણો પર તમે ઉભા રહો અને તમારી બંગ્રે ભૂજાઓને આકાશ તરફ ઊંચી કરો. તમારા ચહેરાને આકાશ તરફ ઊંચો કરો અને રાહ જુઓ.

એક ક્ષણમાં તમને લાગશે કે અસ્તિત્વની શક્તિ તમારામાં વહી રહી છે. તેનો વિરોધ ના કરો. શક્તિને તમારી અંદર પ્રવેશવા દો. તમારી ભૂજાઓમાં તમને ધ્રુજારીની લાગણી થશે, પછી ધીરે ધીરે તમારૂં આખું શરીર ધ્રુજવા લાગશે અને શક્તિથી ઝૂલી જશે. હલન-ચલન થવા દો.

તમે જેમ જેમ શક્તિનો આસ્વાદ લેશો, તેમ તેમ તમે એવું બિંદ્દ બની જશો, જ્યાં પથ્વી અને સ્વર્ગ એકબીજામાં ભળી જાય છે. જાણે તમારું શરીર જ ન હોય તેમ, તમે તરતાં હો એવો અનુભવ કરવા લાગશો.

જયારે તમે સંપર્ણ રીતે તરબોળ થયા છો એમ લાગે, ત્યારે નીચા નમો અને ધરતીને ચુંબન કરો. હથેળી નીચેની બાજુ રહે એ રીતે તમારા બંશ્રે હાથ ધરતી પર મૂકો. ધરતીને તમારો બધો જ પ્રેમ આપો.

ધ્યાન તમારા માટે જ છે.

તમારા હોઠ અને હથેળીમાંથી પ્રેમ વહી રહ્યો છે, એવો અનુભવ કરો. દૈવી શક્તિને પૂથ્વીમાં લઈ જવાનું માત્ર સાધન બની રહો.

આ પ્રમાણે સાત વખત કરો. દરેક વખતે સાત મુખ્ય ચક્રોમાંથી એક-એક ચક્ર શક્તિશાળી બને છે. જો તમે સાતથી વધુ વખત કરશો, તો તમને લાગશે તમે વધુ પડતી શક્તિ મેળવી છે અને તમે બેચેન બની જશો.

જયારે તમે તમારી પ્રાર્થના પુરી કરો, ત્યારે પ્રાર્થનામય સ્થિતિમાં સુઈ જાઓ. એ શક્તિમાં પડી રહો, અને એ શક્તિમાં સુઈ જાઓ. તમે જયારે જાગશો, ત્યારે તમને તાજગી લાગશે અને જીવનશક્તિનો ફરીથી સંચાર થતો લાગશે.

પદ્ધતિ વિષે

ઈસ્લામની એક શાખા - સુફીવાદમાંથી લીધેલી આ પ્રાચીન અને શક્તિશાળી પદ્ધતિ છે.

સૌથી વધુમાં વધુ સરળતાથી થઈ શકે તેવી આ પદ્ધતિ છે. તમારે ફક્ત ફરવાનું છે – ગોળ-ગોળ ફર્યા જ કરો – જેમ નાનપણમાં તમે ફરતા હતા તેમ.

ગોળ ઘૂમવું એ કેન્દ્ર સ્થાને રહેવાની જોરદાર પદ્ધતિ છે.

આ પદ્ધતિ વિષેની સુંદર બાબત એ છે કે, તમારું શરીર ગોળ-ગોળ ધ્રમતું હશે - પણ તમારું આંતરિક અસ્તિત્વ હલ્યા વગર, ફરતાં ચક્રના સ્થિર કેન્દ્રની જેમ કેન્દ્રમાં જ સ્થિર રહેશે.

ધ્યાનની પહેલાનાં ત્રણ કલાકમાં કશું જ ખાવાનું કે પીવાનું નહિ.

ધ્યાનના બે તબક્કા છે : ગોળ-ગોળ ઘૂમવાનું અને આરામ

ગોળ ઘૂમવાનું સામાન્ય રીતે ઘડિયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં હોય છે, અને તેમાં હથેળી ઉપરની બાજુએ રહે એવી રીતે જમણો હાથ ઉપર લેવાનો હોય છે, અને હથેળી નીચેની બાજુએ રહે, એવી રીતે ડાબો હાથ નીચો રાખવાનો હોય છે. જો તમને ઘડિયાળના કાંટાથી વિરૂદ્ધ દિશામાં ફાવતું ન હોય, તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરો.

ગોળ ફરવાની પ્રેક્ટીસ તમને અસુખ ન થાય ત્યાં સુધી, કલાકો સુધી કરી શકો છો. પણ 'વમળની શક્તિ'નો અનુભવ કરવા તમને ઓછામાં ઓછો એક કલાક ઘૂમવા માટે જોઈશે. ધીમે ધીમે ઘુમવાથી પ્રારંભ કરો. તમારા આખા શરીરને મૂદ્દ અને અવિરોધી બનવા દો.

તમે જેમ જેમ ઘૂમતા જશો, તેમ તેમ પસાર થતી વસ્તુની છાપો અસ્પષ્ટ થતી જશે. તેમને એમ જ પસાર થવા દો. કોઈપણ બાબત પર એકાગ્રતા ન લાવો - એથી તમને ચક્કર આવશે, ઉલકા આવશે.

પહેલી પંદર મિનિટ, ખૂબ જ ધીમે ઘૂમો. પછીની ત્રીસ મિનિટમાં ઝડપ વધારો. ૪૫ મિનિટ પછી, તમને લાગશે કે ઘૂમવાની ક્રિયાએ તમને સંપૂર્ણ રીતે ઝડપી લીધા છે.

ગોળ ઘૂમવું

ધ્યાન તમારા માટે જ છે.

વર્તુળના પરીઘ પર ક્રિયા અને ગતિ હશે, પરંતુ કેન્દ્રમાં ચોક્કસ પ્રકારની સ્થિરતા હશે. તમને લાગશે કે તમે આ આખી ક્રિયાના સાક્ષી છો, તેના સહભાગી નથી.

આરામ

જ્યારે તમે ખુબ જ ઝડપથી ઘૂમતા હો છો, ત્યારે તમે સીધા ઊભા પણ નહિ રહી શકો, ત્યારે તમારૂં શરીર પોતાની મેળે જ પડી જશે. પડવા માટેનું

આયોજન ન કરો. જો તમારું શરીર પોચું અને મૂદુ હશે તો તમને ઈજા નહીં થાય.

તમે પડો, કે તરત જ તમારા પેટ પર સૂઈ જાવ, જેથી તમારી નાભિ પૃથ્વીના સંપર્કમાં આવે. એવી લાગણી અનુભવો કે તમારું શરીર ધરતી સાથે એકરૂપ થઈ ગયું છે.

તમારી આંખો બંધ રાખો. ઓછામાં ઓછી પંદર મિનિટ માટે એ જ સ્થિતિમાં નિષ્ક્રિય અને શાંત પડી રહો.

આ ધ્યાન ૫છી, થોડા કલાક માટે શાંત અને ધ્યાનમય રહો. કેટલાક લોકોને ઊલટી થતી હોય એવો અન્નુભવ થશે. થોડા દિવસોમાં આ અદેશ્ય થઈ જશે અને જો એ ચાલુ રહે, તો ધ્યાન બંધ કરો.

ધ્યાન વિષે

આ પદ્ધતિ તમારી પોતાની અલૌકિક હાજરી પ્રત્યે જાગૃત થવાનો રસ્તો છે.

તમને જો પામિંગ કરવાની ટેવ હશે, તો તમને આ ધ્યાનની પ્રેક્ટિસ કરવાનું વધારે સહેલું થશે.

આપણે સૌને સાત શરીર હોય છે, અને દરેક શરીરનો ઉપયોગ દિવ્યતત્ત્વ તરફના દ્વાર તરીકે થઈ શકે છે. ભૌતિક શરીરથી તદ્દન નજીક, અલૌકિક શરીરને ઓળખવું સૌથી સહેલું છે. કારણ કે તે ભૌતિક શરીરની બહાર લગોલગ જ હોય છે. અલૌકિક શરીર તમારા ભૌતિક શરીરની આરપાર માર્ગ કરે છે અને કોચલાની જેમ તેની પેલે પાર વિસ્તરે છે.

સૂચનાઓ

જયારે તમે પામિંગની પ્રેક્ટિસ કરો છો, ત્યારે કેટલીકવાર તમને લાગે છે કે તમે વજનહીન થઈ ગયા છો, તમે ઊડવા માટે તૈયાર છો. તમે અન્ય પ્રકારની પદ્ધતિથી ધ્યાનની પ્રેક્ટિસ કરતા હો, ત્યારે પણ તમને આવી લાગણી થઈ શકે છે.

જયારે તમને આવું લાગે, કે તરત જ તમારી આંખો બંધ કરો અને તમારા શરીર વિષે સભાન થાવ.

તમારા સ્વરૂપથી વાકેફ થાઓ. આંખો બંધ કરીને, તમારા શરીરના એક પછી એક ભાગ તરફ ફરીને શરીરના દરેક ભાગના સ્વરૂપનો ખ્યાલ મેળવો. તમારી આંગળીઓના, હાથના, ભૂજાના સ્વરૂપને અનુભવો. તમારા પગ, તમારું ધડ, તમારું માથુ - તેને અનુભવો. તમારા આખા શરીરના સ્વરૂપથી વાકેફ થાવ. જયારે તમે તમારા સ્વરૂપનો અનુભવ લેશો, ત્યારે તે તમને તમારી સામે દેખાશે. ધીરે ધીરે, તમને ખ્યાલ

આવશે કે તમારા શરીરની ફરતે આકાશી રંગનો પ્રકાશ છે. આ પ્રકાશ ફેલાતો જશે, તમારા ભૌતિક શરીરની આસપાસની ઓરામાં વૃદ્ધિ થશે.

શરૂઆતમાં આંખો બંધ કરીને આનો અભ્યાસ કરો. જયારે તમે તમારી ઓરાને સારી રીતે જોઈ શકો, ત્યારે તમે ખુલ્લી આંખે પ્રયત્ન કરી શકો છો.

તદ્દન અંધારા ઓરડાને પસંદ કરો. રાત્રે પ્રેક્ટિસ કરો એ વધારે ઈચ્છનીય છે. જ્યારે તમે બંધ આંખે પ્રકાશ જોવા લાગો, ત્યારે ધીમેથી તમારી આંખો ખોલો. તમારા ભૌતિક શરીરની આસપાસ તમે એ જ આકાશી રંગના પ્રકાશને જોશો ! પ્રથમ જ વખત તમે તમારા અલૌકિક-ઈથરિક શરીરને જોશો. આપણે આપણા જીવનમાં ઘણી વખત આ શરીરનો અનુભવ કરીએ છીએ. પણ આપણે એ વિષે અભાન હોઈએ છીએ. જયારે તમે અજાણી વ્યક્તિઓથી ભરેલા ઓરડામાં પ્રવેશો છો કે મિત્રોથી ભરેલા ઓરડામાં પ્રવેશો છો, ત્યારે તમારી આંખે પાટા બાંધ્યા હોય, તો પણ તમે સહેલાઈથી તફાવત કહી શકો છો. જયારે કોઈ વ્યક્તિ તમારા તરફ વિરોધની લાગણી અનુભવે છે, ત્યારે તેનું ઈથરિક શરીર તમારા શરીરથી દર સંકોચાઈ જાય છે.

જયારે તમે ક્રોધની, વ્યાકુળતાની કે ઉદાસીનતાની લાગણી અનુભવો છો, ત્યારે તમને સંકોચાવાની લાગણી થાય છે. આ તમારું ઈથરિક શરીર છે, જે સંકોચાય છે, જયારે તમે કોઈ પ્રિય વ્યક્તિને મળો છો, ત્યારે બંનેને એવું લાગે છે, જાણે કે બંજ્ઞે એકબીજા તરફ વહો છો. એ તમારું ઈથરિક શરીર વિસ્તાર પામે છે. તેનાથી વાકેફ રહ્યા વિના, આપણે કોઈ પરિસ્થિતિનું મૃલ્યાંકન કરવા માટે, કે એકબીજા સાથે સંપર્ક સાધવા માટે આપણા અલૌકિક-ઈથરિક શરીરના સંકેતોનો ઉપયોગ કરીએ છીએ.

જયારે તમે તમારી ઓરા જુઓ, ત્યારે કંઈ જ ન કરો. કેવળ બેસો અને નિરીક્ષણ કરો. તમે જયારે નિરીક્ષણ કરી રહ્યા હશો. ત્યારે પણ ઓરા વિસ્તારવા માંડશે. એ મોટો ને મોટો થતો જશે. જયારે તમે કંઈ જ કરતા નથી. ત્યારે તમારી શક્તિ બહારની તરફ જતી નથી. એ તમારા અલૌકિક શરીરમાં એકઠી થાય છે.

જેમ જેમ તમારી ઓરા શક્તિશાળી બને, તેમ તેમ તમે શાંતિના ઊંડા ભાવને અનુભવવા લાગશો. તમે શાંતિ અનુભવશો. જયારે તમે અવારનવાર આ ધ્યાનની પ્રેક્ટિસ કરશો ત્યારે આ શાંતિનો ભાવ તમારો કાયમી અનુભવ બની રહેશે.

ધ્યાન વિષે

પ્રકાશ ઉપરનું ધ્યાન તમને ધ્યાનના સર્વોત્તમ સુંદર અનુભવો કરાવશે જયારે તમે પ્રકાશનું ધ્યાન ધરશો, ત્યારે સર્વવ્યાપી, જોરદાર શક્તિ સાથે તમે લયમાં આવશો. જે પ્રવાહ જીવનને ટકાવી રાખે છે, તેનો તમે એક ભાગ બની જશો.

સૂચનાઓ

સમય : ૨૧ મિનિટ

આ ધ્યાનની પ્રેક્ટિસ સવારે કરો. સર્યોદય થતાં જ. સર્વ સજીવ જંતુઓ શક્તિ મેળવવા સૂર્ય તરફ વળે છે. આ મહાન જુવાળનો અંશ બની જાવ.

તમે સવારે ઊઠો, કે તરત જ તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. પથારીમાં પડ્યા પડ્યા જ તમારી આંખો બંધ કરો અને અંદર શ્વાસ લો. તમે જયારે શ્વાસ અંદર લેતા હો, ત્યારે કલ્પના કરો કે મસ્તક દ્વારા સોનેરી પ્રકાશ તમારી અંદર રેડાઈ રહ્યો છે. પ્રકાશ તમારી અંદર, નીચે તમારા પગની, આંગળીના ટેરવા સુધી રેડાય છે ! એવું ન વિચારો કે આ કેવળ તમારી કલ્પના છે. તમે જેવી કલ્પના કરશો એવું જ બનશે. શક્તિ વાસ્તવિક રીતે તમારામાં વહે છે.

જયારે તમે ઉચ્છૂવાસ બહાર કાઢો, ત્યારે એથી ઉલટી કલ્પના કરો. ગાઢ અંધકાર તમારા પગની આંગળીના ટેરવામાંથી ઉપર ચડીને, તમારા મસ્તક સુધી આવે છે એવી કલ્પના કરો. અંધકાર તમારા મસ્તક દ્વારા બહાર નીકળી જાય છે.

સોનેરી પ્રકાશ, એ સશક્ત કરતી અને ટકાવી રાખતી પુરૂષશક્તિ છે. અંધકાર શાંત કરતી માદાશક્તિ છે.

તમે રાત્રે પથારીમાં જતાં પહેલાં પ્રેક્ટિસ કરી શકો છો. જો એ કરતાં કરતાં તમે ઊંઘી જાઓ, તો એ એક સુંદર અનુભવ બની શકે છે.

બેથી ત્રણ મહિના આ ચાલુ રાખો અને તમને તમારામાં ઘણાં પરિવર્તનો દેખાશે.

તમારી કામશક્તિ (મૂલાધાર શક્તિ)ના ઉર્ધ્વીકરણ માટે આ પદ્ધતિ ઘણી મહત્ત્વની છે. તમારી પીઠનો નીચલો ભાગ, કે જયાં હંમેશાં ભારીપણું લાગે છે, તેનાથી તમે મુક્ત થયા છો એવું લાગશે.

ધ્યાન વિષે

જયારે તમે કોઈપણ વસ્તુ પર ધ્યાન ધરો છો, ત્યારે તમારી અને તે વસ્તુની વચ્ચે ધીરે ધીરે શક્તિનું એક વર્તુળ રચાય છે.

યંત્રો અથવા શક્તિ, એ તાત્ત્વિક રીતે ધાતુ, લાકડું કે કાગળ પર દોરેલી ભૌમિતિક આકૃતિઓ છે. પ્રારંભના ગ્રંથોમાં 'યત્રોનો' ઉલ્લેખ બ્રહ્માંડની સંરચનાના રેખાકૃતિમય નિરૂપણ તરીકે થયો છે. જેવી રીતે પિરામીડ જેવી સંરચના શક્તિને શોષી લેવા માટે અને જાળવી રાખવા પ્રખ્યાત છે, તેવી જ રીતે 'યંત્રોની' પણ વિશિષ્ટ ભૌતિક સંરચના છે, જે લાંબા સમય સુધી શક્તિનો સંગ્રહ કરી શકે છે.

જયારે આધ્યાત્મિક વિકાસ પામેલી વ્યક્તિ યંત્ર પર ધ્યાન ધરે છે, ત્યારે તે ઉપચારાત્મક શક્તિને યંત્રમાં સંક્રમિત કરે છે. પછી યંત્ર બેટરીની જેમ. આ ઉપચારાત્મક શક્તિનો સંગ્રહ કરે છે. જ્યારે કોઈ રોગથી પીડાતી વ્યક્તિ તે જ યંત્ર પર ધ્યાન ધરે છે, ત્યારે તે શક્તિ તેનામાં સંક્રમિત થાય છે, અને તે આધ્યાત્મિક ઊર્મિની ઝાંખી અનુભવે છે, કે જેણે પેલા ભૌમિતિક સ્વરૂપને પ્રથમ જન્મ આપ્યો હતો.

સમય : ૨૧ મિનિટ

ચક્રો શરીરની શક્તિના ભવ્ય પ્રવેશ દ્વારો હોવાથી, આપણે ચક્રો દ્વારા અતિઝડપથી અને સૌથી વધુ અસરકારક રીતે શક્તિને શોષી શકીએ છીએ. ચક્રો દ્વારા થતા ઉપચારની સુવિધા માટે આ ધ્યાન ઉપચારક યંત્રનો ઉપયોગ કરે છે.

તમને જયાં સમસ્યા થતી લાગતી હોય એ ચક્ર પર એકાગ્ર થાવ. ઉપચારક યંત્ર પર તમારી આંખોને સતત રાખીને, એવી કલ્પના કરવાનો પ્રયત્ન કરો, કે તમે તે ચક્રમાંથી એ યંત્રને જોઈ રહ્યા છો. એ ચક્રમાંથી તમે તમારા લક્ષને એ યંત્ર તરફ એકાગ્ર કરો. કલ્પના કરો કે એ યંત્રમાંથી શક્તિ તમારા તરફ વહી રહી છે.

તમારી અને યંત્રની વચ્ચે શક્તિનું વર્તુળ રચો. પ્રવાહનો અનુભવ કરો.

આ પ્રમાણે ૧૧ મિનિટ કરો.

પછી, તમારી આંખો બંધ કરો અને એવી કલ્પના કરો કે તે ચક્રના બિંદુ પર એ યંત્ર તમારા શરીરમાં પ્રવેશ્યું છે.

યંત્રને એ બિંદુ પર ટકી રહેવા દો. તેની શક્તિને તમારા સમગ્ર શરીરમાં વહેવા દો. પીડાતી ઈન્દ્રિય કે અવયવની આરપાર ઉપચાર શક્તિ વહે છે તેનો અનુભવ કરો. આ પ્રમાણે ૧૦ મિનિટ કરો.

તમે ઈચ્છો તો આ વર્તુળ ફરીથી રચી શકો દળે.

આ ધ્યાનને ૨૧ દિવસ સુધી ચાલુ રાખો.

નિત્યધ્યાન

આપણા વિચારોનું અસ્તિત્વ ફક્ત સપાટી પરનું જ છે. ઉઠતા પરપોટા જેવું .

વિચારોને એક બીજા સાથે જોડ્યા સિવાય ઉઠવા દેવા અને મરવા દેવાની પ્રક્રિયાનો અર્થ છે, તેની પકડમાંથી મુક્ત થવું. જ્યાં સુધી આ કુદરતી પ્રક્રિયા બનવા દેવામાં આવે છે, ત્યાં સુધી બધુ બરાબર હોય છે. પરંતુ આપણે શું કરીએ છીએ, આપણાં આ વિચારોને કોઈ ઉદ્દેશ વિના એકબીજા સાથે જોડીને તેનો શાફટ બનાવવાનું શરૂ કરીએ છીએ. આવું કરીને સપાટી પરની અને પકડ મુક્ત પ્રક્રિયાને સપાટીની અંદર એકબીજા સાથે સાંકળી દઈએ છીએ. અહીં જ સમગ્ર સમસ્યાની શરૂઆત થાય છે. જયાં સુધી દરેક વિચારોને અલગ અલગ ઉઠવા દેવામાં અને મરવા દેવામાં આવે, ત્યાં સુધી આપણે શારીરિક અને માનસિક રીતે ગમે તેટલો ભાર સહન કરી શકીએ છીએ. અને આપણી જાગૃતતા હળવી અને દિવ્ય આનંદમય રહે છે. એક વખત આપણે વિચારોને જોડવાનું શરૂ કરીએ, આપણી જાગૃતતામાં દ્વઃખ પેદા થાય છે અને આપણને બોજારૂપ લાગે છે, જે આપણી જાતને નુકસાન કરવાનું શરૂ કરે છે. ચિંતા, વાસના, અસંતોષ, ઈર્ષા, ભય, અહમુ અને બીજાનું ધ્યાન ખેંચવાની જરૂરિયાત જેવી બધી જ લાગણીઓ શું છે ? આપણે સ્વતંત્ર બનાવો વચ્ચે, સ્વતંત્ર વિચારો વચ્ચે જોડાણો શોધી કાઢીએ છીએ અને આપણી જાત માટે એક ખ્યાલો પેદા કરીએ છીએ અને આપણી જાતને તે ખ્યાલોની સાથે જોડી દઈએ છીએ. તેમાંથી એક કાલ્પનિક શાફટ બનાવીએ છીએ અને તેના કારણે દુ:ખી થઈએ દઈએ.

આ એ લાગણીઓ છે, જે ધાર્મિક યુદ્ધો, સામાજિક સંઘર્ષો અથવા રાજકીય અશાંતિઓના હિંસક સ્વરૂપોનું સર્જન કરે છે. આ બધા જ પ્રકારની હિંસાનો પાયો અથવા મુળ આપણી લાગણીઓ છે અને આપણી લાગણીઓ,

નિત્ય ધ્યાન શા માટે ?

લાગણીઓ અને વિચારો આપણાં અભિગમને અને આપણા મનના સ્વરૂપને જન્મ આપે છે. લાગણીઓ અને વિચારોના ખેલને સમજી લેવો. તે મનની પાર જવાનું પહેલું અને અંતિમ પગલું છે. નિત્ય ધ્યાન ૩૫ િમનિટનું મેડિટેશન છે. મનની પકડમાંથી છટીને તેની પાર જવા માટે પરમહંસજીએ તેને ડિઝાઈન કર્યું છે. મનુષ્ય તેના મુળભૂત સ્વભાવથી મનની પકડમાંથી મુક્ત અને દિવ્ય આનંદમય છે. પકડ મુક્ત હોવું એટલે શું ?

આપણી અંદર ઉદ્દભવતો દરેક વિચાર એક પરપોટા જેવો હોય છે જે બંધાય છે, ઉપર આવે છે અને મૃત્યુ પામે છે. બીજો વિચાર આવતા પહેલા, દરેક વિચાર સ્વતંત્ર રીતે ઉપર આવે છે અને મૃત્યુ પામે છે. દા.ત., તમે ખુરશીમાં બેઠા છો અને એકાએક ઊભા થઈ જાવ છો. જે ક્ષણે તમે ઊભા થવાનું નક્કી કરો છે. એજ ક્ષણે બેસી રહેવાનો વિચાર છોડી ગયો હોય છે. જો તમે તમારા કોમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો અને તેને બંધ કરવાનું નક્કી કરો છો, એ ક્ષણે તમે કામ કરવા માંગો છો. એ વિચાર મરી ગયો હોય છે માટે દરેક વિચાર અલગ હોય છે અને ક્રમવાર આવે છે. એક પછી, બીજો પછીનો વિચાર આવે તે પહેલા એક વિચાર મરી જતો હોય છે આ જ આપણો સાચો સ્વભાવ છે.

આપણો સાચો સ્વભાવ પસાર થતી દરેક ક્ષણે વિચારોનો પરિત્યાગ કરવાનો છે. દરેક વિચારને પરપોટાની જેમ ફુલવા દેવાનો અને ફાટી જવા દેવાનો અને પછીના વિચારને ઉઠવા દેવાનો છે.

આપણી કાલ્પનિક શાફટ બનાવવાની અને તેને શક્તિશાળી બનાવીને આપણાં પર કામ કરવા દેવાની આપણી આદત છે.

આમ શાફટ બનાવતી વખતે ચાવીરૂપ બાબત એ છે કે, આપણે એવા વિચારો પસંદ કરીએ છીએ જે આપણને દુ:ખ અથવા આનંદ આપે. આપણે આનંદદાયક શાફટ બનાવવા માટે આનંદના વિચારો પકડીએ છીએ અથવા નકારાત્મક વિચારો પકડીએ છીએ અને તેને જોડીને દુ:ખનો શાફટ બનાવીએ છીએ. આપણે વારાફરતી દુ:ખ અને આનંદનો શાફટ બનાવીએ છીએ અને આ બે લાગણીઓ વચ્ચે ફંગોળાયા કરીએ છીએ, ઝૂલ્યા કરીએ છીએ. આ ૫કડમાંથી મુક્ત થવું, એજ દિવ્ય આનંદમય જીવનની ગુરૂચાવી છે.

જો તમે ઊંડાણપૂર્વક વિશ્વેષણ કરશો તો તમે સમજી શકશો કે આપણે આપણા વિચારોનો પરિત્યાગ કરવાને બદલે તેને કેવી રીતે જોડીએ છીએ અને કેવી રીતે આપણાં માટે દુ:ખ પેદા કરીએ છીએ. મન જ આ બધું જોડાણ શોધી કાઢે છે. હકીકતમાં આપણાં વિચારો વચ્ચે કોઈ જોડાણ હોતું નથી.

બધો જ સમય શબ્દો અને વિચારોને પોષણ આપવા માટે આપણને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. માટે જ આપણે આ શાફટ પેદા કરીએ છીએ. આપણે શબ્દોને પોષણ આપીએ છીએ, કારણ કે હંમેશા ભય અથવા સ્વાર્થથી કામ લઈએ છીએ. ભય અથવા સ્વાર્થથી આપણે આપણા વિચારો વચ્ચે જોડાણ પેદા કરીએ છીએ. આપણે આ પ્રક્રિયાને છોડી દેવાથી ડરીએ છીએ, કારણ કે આપણે છોડી દઈએ, તો પછી પકડી રાખવા માટે આપણી પાસે કશું જ રહેતું નથી. આપણે શાફટ વગરની પકડ મુક્ત મનની સ્થિતિનો ક્યારેય અનુભવ કર્યો જ નથી કે જયાં ફક્ત માત્ર પરપોટા જેવા વિચારો જ છે.

પકડ મુક્ત સ્થિતિમાં, ભય અથવા સ્વાર્થને સ્થાન જ નથી. તમે માત્ર ‘હો’ છો. બસ આટલું જ. આ એ સ્થિતિ છે જેનો આપણે ભાગ્યે જ અનુભવ કર્યો છે. કારણ કે આપણે વિચારોના જાણીતા શાફટથી ટેવાઈ ગયા છીએ.

એક નાની વાર્તા :

આંખના નિષ્ણાંત એક આંધળા માણસની સારવાર કરી રહ્યા હતા. તેમણે તેને ખાત્રી આપી “એક વખત હું તમારી આંખનું ઓપરેશન કરી દઈશ, તમને તમારી દષ્ટિ પાછી મળી જશે અને તમે તમારી લાકડી ફેંકી દેશો.”

આંધળા માણસે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે ડરવા લાગ્યો. તેણે ડૉક્ટરને પૂછ્યું “હું સમજી ગયો કે મને મારી દેષ્ટિ મળી જશે, પરંતુ હું મારી લાકડી વગર ચાલી કેવી રીતે શકીશ ?”

માણસ લાકડી સાથે ચાલવા માટે એટલો બધો ટેવાઈ ગયો હતો કે તે દૃષ્ટિ પાછી મળી ગયા પછી તેને તેની લાકડીની જરૂર જ નથી પડવાની, તેટલું પણ સમજી શકતો નહોતો ! આવી જ રીતે જયારે આપણે પકડ મુક્ત સ્થિતિમાં દિવ્ય આનંદથી જીવી શકીએ છીએ, ત્યારે આપણને નવાઈ લાગે છે કે વિચારોના શાફટની પકડ વગર કેવી રીતે જીવી શકાય, આપણે તેને કોઈક અનિવાર્ય બાબત તરીકે જોઈએ છીએ. આ સમગ્ર બાબત કેવી કપોડકલ્પિત છે તે જોવામાં નિષ્ફળ જઈએ છીએ. આપણું મન કલ્પિત છે. આપણે તેને અધિકાર સંપન્ન કર્યું છે અને પછી તેના ગુલામ બની ગયા છીએ. આ માનસિક ગુલામી સિવાય બીજું કશું જ નથી. માત્ર તમારી અંદર ઉઠતાં વિચારોનું નિરીક્ષણ કરો. સ્પષ્ટતાથી જુઓ કે દરેક વિચાર કેવી રીતે ઉઠે છે અને મૃત્યુ પામે છે અને પછી બીજો વિચાર આવે છે. તીવ્રતાથી નિરીક્ષણ કરો કે તમે આપોઆપ આ વિચારોને કેવી રીતે જોડી

મેડિટેશન તમારા શરીર, વિચારો, લાગણીઓને શુદ્ધ કરે છે અને તેના સાચા અનુભવોનો પાયો નાંખે છે. આ માણસને પોતાના મનની પકડમાંથી મુક્ત થઈને અનંત દિવ્ય આનંદ સાથે જોડવાનો સીધો રસ્તો છે. નિત્ય ધ્યાન એવી પદ્ધતિ છે જે તમારા માટે જરૂરી એવું તમારા શરીરનું સંતુલન આપે છે અને તમારા શરીર, મન અને આત્મા સાથે સંપૂર્ણ લયબદ્ધતા લાવે છે. તમને આંતરિક પ્રજ્ઞાના શક્તિશાળી ચાલક બળથી સજ્જ કરીને આંતરિક અને બાહ્ય દુનિયામાં ઊંચે ચડાવે છે.

આ માર્ગદર્શિત ૩૫ મિનિટની મેડિટેશન પદ્ધતિ છે અને પાંચ પગથિયામાં સરખે ભાગે વહેંચાયેલી છે. મહેરબાની કરીને સૂચનાઓ ધ્યાનથી સાંભળો.

સૂચનાઓ :

પગથિયું-૧ :

નીચે નરમ તકીયો અથવા ગોળ વિંટાયેલો ટર્કીશ ટુવાલ ગોઠવી શકો છો, તમારૂં માથું, ગરદન અને કરોડ સીધી લાઈનમાં રહે તે રીતે આરામદાયક રીતે બેસો. હવે તમારી આંખો બંધ કરો અને ૭ મિનિટ સુધી અંધાધુધ શ્વાસોચ્છૃશ્વાસ લો.

પગથિયું-૨ :

વજાસનમાં જ બેસી રહો. તમારી આંગળીઓથી ‘ચીનમુદ્રા’ બનાવો. તમારા હાથ ગોઠણ પર ગોઠવો.

દો છો અને ખ્યાલો પેદા કરો છો. આ ખ્યાલો તમારા પર કેવી રીતે રમત કરે છે. તેનું નિરીક્ષણ કરો. તમે સમજી જશો કે તમે આવી કલ્પના કેવી રીતે પેદા કરી છે. વિચારોને જોડવા એ જ મૂળભૂત પાપ છે. પકડમુક્ત રીતે જીવવું એ દિવ્ય આનંદમય જીવનનો એક માત્ર રસ્તો છે. માત્ર નક્કી કરો કે તમે કોઈપણ બે વિચારોને જોડશો નહીં, તમે કોઈપણ વિચાર અથવા બનાવ પર કોઈપણ ચુકાદો આપશો નહીં. જે ક્ષણે તમને લાગે કે તમે તમારી જાતને જોડી રહ્યા છો, તેની પકડમાંથી મુક્ત થઈ જાવ. આ પદ્ધતિ યાદ રાખો અને દરેક વખતે પકડ મુક્ત બનવાનું ચાલુ રાખો. તમારા મનની ગોઠવણમાં આપો આપ પરિવર્તન થઈ જશે.

તમે જયારે પકડ મુક્ત રીતે કામ કરો છો, ત્યારે તમે જોશો કે તમારી ક્ષમતા વિસ્તરી રહી છે, તમે કોઈપણ જાતના તણાવમાં આવ્યા વગર, ઘણી બધી વધારે જવાબદારી લઈ શકશો. તમને દુ:ખ અને આનંદ વચ્ચે ઝુલવાનો અનુભવ નહીં થાય. તમે દરેક વખતે દિવ્ય આનંદમાં જ હશો.

પકડ મુક્ત બનવાનો અર્થ એ નથી કે તમારે અતડા બની જવાનું છે અને તમારી આસપાસની પરિસ્થિતિ અને લોકો પ્રત્યે ઠંડા બની જવાનું છે. માત્ર તમારા વિચારોને એક બીજા સાથે જોડો નહીં અને શાફટ બનાવવાની પ્રક્રિયા બંધ કરી દો. બસ આટલું જ.

યાદ રાખો કે તમે ફદરતી રીતે જ સ્વભાવથી જ પકડ મુક્ત અને સુંદર છો, આટલું પુરતું છે. તમે તમારી જાત માટે અને બીજા લોકો માટે દુ:ખો પેદા કરવાનું બંધ કરી દેશો. નિત્યધ્યાન તમારા શરીરમાં આવેલા જીવનાવશ્યક ચક્રોને શુદ્ધ કરીને શક્તિશાળી બનાવે છે જે તમારી લાગણીઓના ઝૂલવા માટે અને સંગ્રહાયેલી નકારાત્મકતા માટે જવાબદાર છે. તે તેમની તમારા તંત્રમાં રહેલી આંતરિક પ્રજ્ઞામાં તીવ્ર જાગૃતતા લાવે છે. જે તમારી ચેતનામાં વિસ્ફોટ કરીને તમને અખંડ જીવન તરફ દોરી જાય છે.

  • હથેળીઓને ઉપર તરફ ખુલ્લી રાખો. મોટી આંગળીઓના ઉપરના ટેરવાને અંગુઠાના ઉપરના ટેરવા પર ગોઠવો. જેથી એક વર્તુળ બનશે. બાકી ત્રણ આંગળીઓ બાવડાં અને હાથનો પંજો રીલેક્સ રહેશે. હવે ૭ મિનિટ સુધી હમીંગ કરો. પગથિયું-૩ :

હવે જો તમે ઈચ્છો તો પલોઠીવાળીને બેસી શકો છો અથવા તમને અનુકળ હોય તો વજાસનમાં બેસી રહો અને ૭ મિનિટ સુધી તમારી જાગૃતતાને મૂલાધાર ચક્રથી શરૂ કરીને સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જાવ.

મૂલાધાર ચક્ર - કરોડનો પાયાનો છેડો

  • સ્વાધિષ્ઠાન ચક્ર મૂલાધારથી બે ઈંચ ઉપર
  • મણિપૂરકા ચક્ર નાભિ વિસ્તારનાં કેન્દ્રમાં
  • અનાહતા ચક્ર હૃદય વિસ્તારનાં કેન્દ્રમાં

વિશુદ્ધિ ચક્ર - ગળા વિસ્તારના કેન્દ્રમાં

આજ્ઞા ચક્ર – આંખના બંને ભવોની વચ્ચે

સહસ્ત્રાર ચક્ર – મસ્તકની ટોચ પર

  • (એ) ચક્ર શુદ્ધ છે.
  • (બી) ચક્ર શાંતિથી ભરેલું છે.
  • (સ્તી) ચક્ર દિવ્ય આનંદથી છલકાઈ રહ્યું છે.
  • ({l) ચક્ર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના કિરણો તરંગીત કરી રહ્યું છે.

૫ગથિયું-૪ :

  • ૭ મિનિટ માટે પકડ મુક્ત સ્થિતિમાં બસ શાંતિમાં રહો.

પગથિયું–૫ :

છેલ્લી ૭ મિનિટ માટે તમે બેસી રહો અને ગુરૂ પુજા મંત્રનો જાપ કરો અથવા કેસેટ પર ચાલી રહેલા મંત્ર જાપ સાથે ઝૂલો અને અસ્તિત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને માસ્ટર કે જે અસ્તિત્વની શક્તિનું સ્વરૂપ છે, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારી પૂરી જાતથી કૃતજ્ઞતા વ્યક્ત કરો.

ક્નેઈપણ સમયે - કોઈપણ સ્થળે ધ્યાન

ખાતાં, સૂતાં, ચાલતાં, કામ કરતાં – દરેક પળે તમે તમારા રોજિંદા જીવનને આધ્યાત્મિક પ્રેક્ટિસમાં પરિવર્તિત કરી શકો છો.

જો તમે જાગૂતતાથી પ્રેક્ટિસ કરો, તો કાર ચલાવવી, સંગીત સાંભળવું, રમવું અને બાગ કામ કરવું, એ ક્રિયાઓ પણ ધ્યાનની શક્તિશાળી પદ્ધતિ બની શકે છે. આપણામાંની દરેક વ્યક્તિ જે કરે છે. એવી રોજની સાધારણમાં સાધારણ ક્રિયાઓ અહીં રજૂ કરી છે અને તેની સાથે તે ક્રિયાઓને સરળ અને પરિપૂર્ણ કરનાર રોજિંદા ધ્યાનમાં પરિવર્તિત કરવાની સૂચનાઓ અહીં આપી છે.

ધ્યાન વિષે

આ ધ્યાન ઝેનમાંથી લેવામાં આવ્યું છે. ઝેન - ઝાઝેન શબ્દનો અર્થ છે, કેવળ બેસવું. આ ધ્યાન કઠિન છે. કંઈ જ ન કરતાં, કેવળ બેસી રહેવું, સૌથી અઘરૂં છે. માત્ર બેસી રહેવું તમારા મનને તદ્દન છટુટું મૂકી દેવા જેવું છે. તમારું મન આ પદ્ધતિની સામે બધા પ્રકારની દલીલો, કારણો, બહાનાઓને લઈને આગળ આવશે. એ તમને એવું સમજાવવાનો પ્રયત્ન કરશે, કે આ કેવળ સમયનો દુવ્યુય છે. જો તમે વળગી રહેશો, તો મન નિદ્રાવશ થતું લાગશે, દિવાસ્વપ્ન જોશે, કે તેને ભ્રમણા થતી હોય એમ લાગશે.

આ ધ્યાનનો સમગ્ર હેતુ એ છે કે મનને જોઈએ તે બધી યુક્તિઓ અજમાવવા દેવી. કારણ કે એક દિવસ મન પોતે તમારી સાથે રમવાથી કંટાળી જશે, એક દિવસ મનને ભાન થશે. કે હવે એ પોતાની યક્તિઓ દ્વારા તમને કાબૂમાં રાખી શકે તેમ નથી.

પછી મન પોતાની મેળે અનુઝપ થઈ જશે.

સચનાઓ

તમે ક્યાંય પણ બેસી શકો છો. પણ ત્યાં કોઈ ખલેલ પહોંચે એવું નથી એની ખાત્રી કરો. જો બહુ હલન-ચલન હશે, તો તમને ખલેલ થશે અને તમારું લક્ષ અન્યત્ર ખેંચાશે. પ્રકૃતિનું નિરીક્ષણ કરવું એ સારૂં છે. ઘરની અંદર પણ તમે બારીમાંથી આકાશનું નિરીક્ષણ કરી શકો છો. તમે સરળ સફેદ દિવાલની સામે બેસી શકો છો. અથવા તો કેવળ ઓરડાના ખૂણાની સામે બેસો અને એ ખૂણાનું નિરીક્ષણ કરો.

કોઈપણ વસ્તુ પર તમારૂં લક્ષ કેન્દ્રિત ન કરો. તમારી આંખોને અર્ધી ખુલ્લી અને ક્યાંય એકાગ્ર ન થાય એ રીતે રાખો. તમારું લક્ષ વિસ્તરેલું રાખો. તમારી દેષ્ટિને થોડા અંતર પર મૂદુતાથી ટેકવો. આ તમને તણાવમુક્ત કરશે.

તમારા શ્વાસોચ્છ્શ્વાસને આરામથી કુદરતી રીતે ચાલવા દો.

તમે એવી આરામદાયક શારીરિક સ્થિતિ શોધો, જે માટે તમને ખાત્રી હોય કે તમે ઓછામાં ઓછો અર્ધો કલાક હલ્યા વગર રહી શકો. જરૂર હોય તો ચદ્દાઈ અને તકીયાનો ઉપયોગ કરો. જ્યારે શરીર હલન-ચલન કરતું નથી, ત્યારે મન પણ સ્થિર થઈ જાય છે.

ધ્યાન તમારા માટે જ છે.

તમારી કરોડને ટફાર રાખો, જરૂર હોય તો આધાર લો. પણ તેના વિના ટફાર બેસવાનો પ્રયત્ન કરો.

અંગુઠાના સ્પર્શ દ્વારા વર્તુળાકાર બને, એ રીતે એક હથેળીને બીજી હથેળીમાં મુકો .

સાવધ અને સજાગ રહો. તમારા લક્ષને કોઈક ખાસ વસ્તુ પર એકાગ્ર થવા ન દેતા, બાહ્ય પ્રભાવને સ્વીકારવા તૈયાર રહો. વર્તમાન લક્ષમાં, પસાર થતી દરેક ક્ષણોમાં જ હાજર રહો.

શરૂઆતમાં કઈ કર્યા વગર માત્ર બેસી રહેવાનું કઠિન લાગશે. પણ થોડા જ દિવસમાં તમે આમાં ગજબનો આનંદ મેળવવા માંડશો. તમે ખરેખર એવી લાગણી અનુભવવા લાગશો કે મનના સ્તરો એકપછી એક ખરી રહ્યાં છે.

અને અંતે, અક દિવસ એવી ક્ષણ આવશે જયારે મન સંપૂર્ણ પણે ખરી પડશે. તમને અ-મનની સ્થિતિની ઝાંખી થશે.

પદ્ધતિ વિષે

સુફી સિદ્ધપુરૃષ અબદ્દલ્લા પરથી આ ધ્યાનનું નામ પડ્યું છે. અબદ્દલ્લા તેના હરહંમેશ હસતા ચહેરાને લીધે પ્રખ્યાત હતા. એમ કહેવાય છે કે એ મરણ પથારી એ હતા, ત્યારે પણ અબદ્દલ્લા હસતાં હતા. છેવટે તેમના શિષ્યોમાંથી કેટલાંકથી રહેવાયું નહિ; તેમણે તેમને પૂછયું : “મૃત્યુની બાબતમાં આટલું બધું રમુજી શું હતું ?”

ત્યારે અબદ્દલ્લાએ તેને પોતાના ગુરૂએ શીખવેલું રહસ્ય કહ્યું, તેણે કહ્યું, “યાદ રાખો કે તમારું સુખ હંમેશા તમારા હાથમાં જ હોય છે. તમારું સુખ ૧૦૦ ટકા તમારી પોતાની જ પસંદગી છે. પ્રતિદિન જીવન, તમને સુખી અથવા દુ:ખી થવાની તક આપે છે. શું પસંદ કરવું એ તમારા પર નિર્ભર છે.”

સૂચનાઓ

આના કરતાં, ધ્યાનની વધુ સરળ પદ્ધતિ હોઈ જ ન શકે ! પણ તેની સરળતાથી છેતરાઈ ન જશો; એ ખરેખર કામ આવતી, સૌથી સરળ પાયાની પદ્ધતિ છે.

દરરોજ સવારે, તમે જાગો કે તરત જ, તમારી આંખો ખોલો એ પહેલાં જ, પથારીમાં બેસી જાઓ .

તમે તમને તમારા નામથી બોલાવો.

તમારી જાતને પૂછો, ''આજે તું શાની પસંદગી કરવાનો છે ? તારે સુખી થવું છે, કે દ્દઃખી થવું છે ?"

સ્વાભાવિક જ છે, કે તમે સવારના પહોરમાં, દુ:ખને પસંદ કરવાના નથી જ ! એથી તમારું મન કહેશે, "હું સુખ પસંદ કરું છું."

પછી પત્યત્તર આપો. "તો સુખી થાઓ ! બસ એટલું જ !"

એ આટલું સરળ છે ! જયારે પ્રતિદિન તમારી સામે એ સત્ય આવશે, કે તમારું સુખ અને તમારું દુ:ખ સમગ્રપણે તમારા જ હાથમાં છે, ત્યારે

તરફ ખેંચી રહ્યું છે. જયારે તમે સુખી હો છો, ત્યારે તમે હળવાશ અનુભવો છો, અને તમને લાગે છે કે જાણે તમે હવામાં ચાલી રહ્યા છો ! કારણ કે, જયારે તમે ખુશ હો છો, ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો, મનને ભૂલી જાઓ છો. કોઈપણ પ્રકારના પ્રયત્નો વગર જ તમે તમારી જાતને હળવી અનુભવો છો. પણ સામાન્ય જીવનમાં, બાહ્ય સંજોગો તમારા પર કાબૂ ધરાવે છે. આ ધ્યાનમાં આપણે આપણી ઈચ્છા મુજબ હળવાશની લાગણીનું નિર્માણ કરતાં શીખીએ છીએ.

કોઈપણ સ્થળે બેસીને, તમે વજનહીન છો એવું વિચારવાનું શરૂ કરો.

તમારી કરોડ ટફાર રાખો અને આંખો બંધ રાખો. જયારે તમારી કરોડ ટક્રાર હશે, ત્યારે જ તમે વજનહીનતાના ભાવનો અનુભવ કરવા લાગશો.

તમે કઈ રીતે ખાત્રી કરશો કે તમારી કરોડ સીધી છે ?

ટક્રાર બેસો અને ધીમેથી તમારી આખી કરોડને આગળ પાછળ હલાવો, મૂદ્દતાપૂર્વક સહેજ જ ઝૂલો. એક બિંદ્દ પર, તમને વધારે અનુક્રૂળતા લાગશે. આ બિંદ્દને કેન્દ્ર તરીકે લઈને તમારી કરોડને ડાબી - જમણી બાજુ ફેરવો. એકાએક તમને એવી સ્થિતિનો અનુભવ થશે, જયારે તમને હળવાશ

તમે બહારના સંજોગો પર દોષ ઢોળવાનું છોડી દેશો. તમે સુખી થવાનું વલણ વિકસાવશો - બાહ્ય સંજોગોને કારણે નહિ, તે હોય કે નહિ. પણ તેઓની દરકાર કર્યા વિના તમે સુખી છો, કારણ કે તમે સુખી છો, બસ એટલું જ.

ધ્યાન વિષે

તમે એ નોંધ્યું છે કે બીજા દિવસો કરતાં, અમુક દિવસોએ તમને તમારું વજન વધારે લાગે છે ? હકીકતમાં, તમને જે ભાર લાગે છે, તે તમારા શરીરનો છે, તમારો નહિ. તમે વજનહીન છો. શરીર સાથેની સતત એકાત્મતાને લીધે, આપણે તે આપણું છે, એવું વિચારીએ છીએ.

તમારું શરીર પદાર્થ છે, એટલે સ્વાભાવિક જ તેને વજન હોય !

તમે જો કાળજીપર્વક જોશો, તો તમને ખ્યાલ આવશે કે જયારે વ્યક્તિ સતી હોય, કે બેભાન હોય, ત્યારે એ જાગત હોય એના કરતાં વધારે વજનવાળી હોય છે. જ્યારે તમારી ચેતના જીવંત હોય, ત્યારે તમારે તમારે તમારે વજન ઓછૂં હોય છે. તમે ઓછા વજનવાળા છો, એવી માત્ર લાગણી અનુભવતાં નથી, તમે ઓછા વજનવાળા થઈ જાઓ છો.

તમારા ‘સ્વ’ની સાચી હળવાશની સ્થિતિનો અનુભવ કરવા માટે, તમારે માત્ર શરીરની જ નહિ, પણ મનની પણ પેલે પાર જવાનું છે. કારણ મનને પણ ચોક્કસ વજન હોય છે. જયારે તમે દ્વઃખી હો છો, ત્યારે તમે શરીરનું વજન વધારે અનુભવો છો. તમને લાગે છે કે તમને કોઈ નીચેની ધ્યાન તમારા માટે જ છે.

લાગશે, લગભગ વજનહીન લાગશો. આ એ બિંદ્દ છે, જ્યાં ગુરૂત્વાકર્ષણનું કેન્દ્ર સૌથી ઓછું છે. આ બિંદ્દ પર તમારી કરોડ સંપર્ણ રીતે સીધી છે.

હવે, તમે વજનહીન છો એવી કલ્પના કરવાનું શરૂ કરો.

શરૂઆતમાં એ સહેલું નહિ હોય. તમે તમારા વજનને મહેસૂસ કર્યાર કરશો. પણ તમારી જાતને કહ્યા કરો કે તમે વજનહીન છો; વજનહીનતાનો ભાવ અનુભવો.

એકાએક, એવી ક્ષણ આવશે કે તમને લાગશે કે તમે વજનહીન છો અને આ સત્ય છે !

આ પોતાને વશીકરણ કરવાની રીત નથી, હકીકતમાં તમે જીવનભર એવી માયાજાળમાં જીવો છો કે તમારે વજન છે. તમે શરીરના વજનનો અનુભવ કરો છો, અને એ વજન તમારું છે એમ તમે કલ્પના કરો છો.

આ તમને પોતાને વશીકરણમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા છે.

વજનહીનતાનો ભાવ અનુભવ્યા કરો, અનુભવ્યા જ કરો.

જયારે તમે ધ્યાનમાં ઊંડા ઉતરો છો, ત્યારે તમે શરીર સાથેની એકરૂપતાને સંપર્ણ રીતે તોડી નાંખો છો. તમે શરીરની સીમાને તોડી નાંખો છો. તમારી પાસે અનંત શક્તિ છે. તમે અનંત અવકાશને આવરી શકો છો. પણ તમે તમને પોતાને શરીરના પાંજરામાં જકડી રાખ્યા છે. તમારી પીડાનું, તમારા દુ:ખનું, તમારા ભારીપણાનું મૂળ કારણ આ છે. જયારે તમને તેનું ભાન થાય છે, ત્યારે આપોઆપ તમને વજનહીનતાની લાગણી થાય છે.

જયારે તમે ધ્યાનમાં બહુ ઊંડા જાઓ છો, ત્યારે તમે તમારા શરીરને પણ તમારી સાથે લઈ જઈ શકો છો. માત્ર તમારી ચેતનાના બળથી તમારું શરીર ઊંચકાય છે, તે ગુરૂત્વાકર્ષણને પડકારે છે અને તમે હવામાં કોઈપણ ટેકા વીના ઉપર ચડવા લાગે છો. આ લેવિએશન હવામાં રહેવું તરીકે જાણીતું છે. એવા ઘણાં યોગીઓ અને યોગિનીઓ છે, જેઓ હવામાં અદ્વર રહી શકે છે.

વજનહીનતાનો અનુભવ કરવો એ શરીર અને મન બંન્નેમાંથી મુક્તિ મેળવવા સમાન છે. વજનહીનતાનો અનુભવ કરવો – ભલે એ થોડી ક્ષણો માટે, હોય પણ શુદ્ધ ચેતના બની જાઓ. આ પદ્ધતિમાં સંપૂર્ણ તણાવમુક્તિ છે, સંપૂર્ણપણે નવયૌવનની પ્રાપ્તિ છે.

પદ્ધતિ વિષે

તમે કેટલી વાર હસો છો ?

જયારે આપણે હસીએ છીએ, ત્યારે આપણને બીલકુલ ખબર નથી હોતી કે આપણે આધ્યાત્મિક પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ !

હાસ્ય, તમારાં મૂળ સ્રોત સાથે જોડાઈ રહેતો ખૂબ જ પરિચિત માર્ગ છે. અતિશય સરળ અને એટલો જ શક્તિમાન ! આ એક એવું ધ્યાન છે, જેની દરેક વ્યક્તિએ તેની જિંદગીમાં ક્યારેક પ્રેક્ટિસ કરી જ લીધી હોય છે.

હાસ્ય શક્તિનું ગજબનું ઉદ્દગમ સ્થાન છે. માત્ર હસો અને તમને લાગશે કે શક્તિ તેના ઉદ્દગમસ્થાનથી ધસી રહી છે અને તમને પ્રવાહિત કરે છે.

જયારે તમે હસો છો, ત્યારે તમે તમારી સીમાઓ ત્યજી દો છો. તમે તમારા અહમુને ગુમાવી દો છો, તમે હાસ્યના કબજામાં આવી જાવ છો.

રોજ સવારે જાગીને તરત જ

બાળકની જેમ શરીરને ખેંચીને

લંબાવો. ઊંઘમાંથી જાગીને આળસ

મરડતા બાળકોને તમે જોયાં છે ?

તમારા શરીરને ચારેય બાજુ ખેંચો.

સચનાઓ

વાળો અને ઘુમાવો આવી રીતે શરીરના દરેક સ્નાયુ ખેંચાતા હોવાનું અનુભવો.

પછી આંખો ખોલ્યા વગર, હસવાનું શરૂ કરો.

શરૂઆતમાં સહેજ પ્રયાસ કરવાનો રહેશે. પણ તરત જ તમારી અંદર ખરું હાસ્ય ઉદ્છળવા લાગશે. બીજું કંઈ નહિ પણ હસવા માટેના તમારા હાસ્યસ્પદ પ્રયત્નો તમને ખરેખર હસાવશે !

એક વખત હાસ્ય તમને કાબુમાં લઈલે. પછી ચાલવા દો. આ માટે કોઈ સમયગાળાની મર્યાદા નથી. તમે હસવાથી થાકી જાઓ ત્યાં સુધી હસ્યા કરો. તમે જેમ જેમ પ્રગતિ

અને તમે નોંધ કરી છે ? એક જ સમયે વિચારવું અને હસવું અશક્ય છે ? જયારે તમે હસતાં હો, હસતાં હો ત્યારે અચાનક, તમે એવી ક્ષણ અનુભવશો કે જ્યારે વિચાર કરવો શક્ય જ નથી. તમે અ-મનનો અનુભવ કરો છો ! હું જે હાસ્યની વાત કરું છું એ અદ્ટહાસ્ય જેવું હાસ્ય નથી. એ કટાક્ષયુક્ત અર્ધસ્મિત નથી, કે અર્ધહાસ્ય નથી. તે એક સુંદર પ્રસન્નચિત્ત હાસ્ય છે. એવું હાસ્ય છે, જે તમારા અસ્તિત્વને ભરી દે છે અને તમારામાંથી બહાર ઉભરાય છે. એ અકારણ હાસ્ય છે. હકીકતમાં તમે કોઈ કારણસર હસવાનું ચાલું કરો છો પણ એક વખત તમે શરૂ કરો, પછી હાસ્ય તમારા પર કબજો જમાવી દે છે ! પછી તમે હસો છો, કારણ કે કેવળ તમે હસો છો, એટલું જ. હાસ્યનો આનંદ તમને હસતાં રાખે છે. તમે તેનાથી વાકેફ પણ નથી.

જાપાની સંન્યાસી હોતે – ઈ હસતા બુદ્ધ તરીકે પ્રખ્યાત હતાં. એમનો સમગ્ર આધ્યાત્મિક સંદેશ એક જ ક્રિયામાં સમાવી શકાય અને તે છે – હાસ્ય ! એ સ્થળે સ્થળે ભટકતાં, જાહેર સ્થળોએ ઊભા રહેતા અને બસ, હસવાનું શરૂ કરતાં, ગર્જના સાથેનું હાસ્ય, પેટ પકડીને હસતાં. હાસ્યથી તેમનું આખું શરીર ધ્રુજતું. હાસ્ય એમનામાંથી ઉદ્દભવે અને શક્તિના વિશાળ મોજા રૂપે આસપાસ સર્વત્ર વિસ્તરતું અને એમનું હાસ્ય એવું પ્રભાવી હતું કે આખું ગામ એમની સાથે હસતું. આખું ગામ હાસ્યથી આશીર્વાદ પામતું. કોઈપણ પદ્ધતિ વીના, કોઈપણ પરિશ્રમ વીના, તેનાથી સભાન પણ થયા વીના, આખા ગામને મનના અભાવની સ્થિતિની ઝાંખી થતી.

હાસ્ય કેવી અદ્દભુત ધ્યાન પદ્ધતિ છે !

કરશો, તેમ તેમ તેમ તમે જોશો તમે વધુને વધુ સમય સુધી હાસ્યને ટકાવી શકો છો.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, જો કોઈ સતત ૪૫ મિનિટ સુધી હસી શકે, તો તે પ્રબુદ્ધ થઈ શકે ! માત્ર ૪૫ મિનિટ હસવાનું !

આથી શક્ય તેટલો વધારે સમય હસો. હસતા રહેવા માટેની શક્તિ તમારી અંદરથી ઉછળતી દેખાશે.

તમારું હાસ્ય પૂરું થયા પછી, ઘણાં લાંબા સમય સુધી હાસ્યના મોજા તમારી અંદર, તમારી સપાટીની નીચે જ ચાલુ રહેશે. સવારનું થોડી મિનિટોનું હાસ્ય તમારા આખા દિવસને પરિવર્તિત કરશે !

મૌન બિંદુ

પદ્ધતિ વિષે

આ શ્રવણ ધ્યાન છે. શ્રવણ ધ્યાન ક્રિયારહિત ધ્યાન છે. તમારે કશું જ કરવાનું નથી - માત્ર સાંભળો. માત્ર સાંભળવાથી પણ ઘણું ઘણું બની શકે છે !

આપણે હંમેશા અવાજના તાંડવમાં રહીએ છીએ. અવાજો હંમેશા આપણા તરફ આવતા હોય છે, આપણા પર તૃટી પડતા હોય છે, આપણા પર ફરી વળતાં હોય છે. આપણે તોફાનમાં ખોવાઈ જઈએ છીએ. પણ એ તોફાનના કેન્દ્રમાં શાંતિ હોય છે. જેને આપણે સાંભળી નથી. આ ધ્યાન આપણને અવાજના તોફાનના કેન્દ્રમાં રહેલી શાંતિથી જાગૃત કરાવે છે.

સૂચનાઓ

ક્યાંક, ગમે ત્યાં બેસી જાઓ વધુ ઘોંઘાટવાળું સ્થાન હોય તો વધારે સારું ! અવિરત અવાજવાળી જગ્યા. એ કદરતી અવાજ હોઈ શકે, નદીનો ખળખળાટ કે ધોધનો પછડાવો પ્રવાહ અથવા તો રેલ્વે સ્ટેશન કે બજારમાં પણ બેસી શકાય .

શાંતિથી બેસો. દરેક દિશામાંથી તમારા તરફ આવતા અવાજના મોંજાઓને અનુભવો. બધી જ દિશાઓમાંથી તમારા

તરફ વહેતા અવાજોની વચ્ચે, આ અવાજના તોફાનના કેન્દ્રમાં તમે પોતે છો, એવી લાગણી અનુભવો.

તમે કેન્દ્રમાં છો અને અવાજો તમારા તરફ વહી રહ્યા છે.

અનુભવો કે તમે જયાં છો ત્યાં, કેન્દ્રમાં કોઈ જ અવાજ નથી ! કેન્દ્રમાં સંપૂર્ણ શાંતિ છે. જો કેન્દ્રમાં અવાજ હોત, તો તમે બહારના અવાજ સાંભળી શક્યા ન હોત, અવાજો તમારામાં પ્રવેશે છે, તમને વીધે છે. પણ કેન્દ્રમાં તે અટકી જાય છે.

તમારી અંદર, એક એવું બિંદુ છે, જ્યાં બધા જ અવાજ અટકી જાય છે. આ એ કેન્દ્ર છે, જ્યાંથી દરેક અવાજ સંભળાય છે. એ કેન્દ્રને ખોળી કાઢો.

એકાએક, તમે તેને શોધી કાઢશો.

એકાએક તમારી જાગૃતતા અંદરની તરફ વળશે.

તમારી જાગૃતતા બહારની અવાજની દુનિયામાંથી ખસી જશે અને તમે કેન્દ્રમાં હશો, જયાં નીરવતા છે. એક એવું બિંદુ છે, ત્યાં અવાજ પ્રવેશી ન શકે. એ બિંદુ તમે છો.

એક વખત તમે એ નીરવતાને સાંભળશો, પછી તમને ફરીથી કદી અવાજથી કનડગત નહિ થાય, અવાજ તમને સ્પર્શી નહિ શકે.

આપણે હંમેશા માનીએ છીએ કે આપણે આપણા કાન દ્વારા અવાજો સાંભળીએ છીએ. આ પદ્ધતિથી તમે શોધી કાઢશો કે અવાજો કાન દ્વારા કે મસ્તક દ્વારા પણ સંભળાતા નથી. અવાજો હંમેશા નાભિના કેન્દ્રમાં સંભળાય છે ! એ જ અવાજનું કેન્દ્ર છે.

ઘોંઘાટને આટલું મહત્ત્વ શા માટે ? કારણ કે વધુ પડતા ઘોંધાટની એવી જ અસર છે, જે કાનને ડાટો દઈને બંધ કરવાથી થાય ! જયારે અવાજ સમજી ન શકાય એવો હોય, અવિરત હોય, જયારે તમે જુદા જુદા અવાજોનો તફાવત ન પારખી શકો, ત્યારે અવાજ પોતે જ અવરોધ બની જાય છે. તમે ગીતો સાથે આ પદ્ધતિનો પ્રયોગ ન કરી શકો - કારણ કે ગીતની ભાષા તમે સમજી શકશો, તમે અર્થ પર એકાગ્ર થશો, તમે તરત જ તમારા મસ્તકનો ઉપયોગ કરશો. એ સામાન્ય અવાજ હોવો જોઈએ.

અવાજની વચ્ચે તમારા કાનને તમારી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરો. એકાએક તમે નવો જ અવાજ સાંભળશો – મૌનનો અવાજ. આ નવો અવાજ, અવાજની અનુપસ્થિતિ છે. આવો ખરેખર અવાજ છે, અને તમે સહેલાઈથી એ સાંભળી શકો છો !

અવાજની સાથે, આપણે અવાજના ઉદ્દભવસ્થાન તરફ વહેવા લાગીએ છીએ; મૌનની સાથે આપણે આપણા પોતાના કેન્દ્રમાં, અંદરની બાજુએ વહેવા લાગીએ છીએ.

બહારની અવાજની દુનિયા અને કેન્દ્રનો મૌનનો અવાજ, આ બંન્નેને સાંભળતા શીખો. એકમાંથી બીજા તરફ વળો. બહારથી અંદર જાઓ અને ફરીથી પાછા ફરો. દરેક વખતે તમારી સમજણશક્તિની કુશાગ્રતા વૃદ્ધિ પામશે. અંદર અને બહારની વચ્ચે સરળતાથી વહેવાનું શીખો, અને તમે આ જે ખેલ છે તેને જોશો !

ધ્યાન વિષે

આ પદ્ધતિ બહારની દુનિયામાંથી આવતા સંકેતોને બંધ કરે છે. તમે દુનિયા વિષે જે કંઈ જાણકારી મેળવો છો, તે તમારી પાંચ ઈન્દ્રિયો દ્વારા મેળવો છો : દૃષ્ટિ, ધ્વનિ, સ્વાદ, ગંધ અને સ્પર્શ.

આ ધ્યાન, ઈન્દ્રિયો દ્વારા થતા બધા અનુભવોને નકારે છે. જ્યારે તમે તમારી જાતને દુનિયા માટે બંધ કરી દો છો, ત્યારે તમે તમારી જાતને તમારા શરીરથી પણ બંધ કરી દો છો. તમારી શક્તિ અંદરની તરફ પાછી ફરે છે.

સુચનાઓ

આ ધ્યાન કોઈપણ સ્થળે કોઈપણ સમયે કરી શકાય છે.

આ ક્ષણે તમે જયાં પણ હો, ત્યાં તમારી ઈન્દ્રિયો દ્વારા તમને મળતા સંકેતોની નોંધ લો. તમે બગીચામાં પુષ્પોને જોઈ શકો છો. તમે પક્ષીઓને ગાતાં સાંભળી શકો છો. તમે તમારા પગ પર સળવળતી કીડીને અનુભવી શકો છો.

તમારે શું કરવાનું છે ?

બસ, તમારી ઈન્દ્રિયોને બંધ કરી દો.

માત્ર કલ્પના કરો કે તમે અંધ થઈ ગયા છો. કલ્પના કરો કે તમે પક્ષીઓને સાંભળી શકતા નથી, કીડીના સળવળાટનો અનુભવ લઈ શકતા નથી. કલ્પના કરો કે તમે એક જડ મૂર્તિ બની ગયા છો, તમે બરફ જેવા ઠરી ગયા છો. કલ્પના કરો કે તમે બિલફુલ હલીચલી શકતા નથી.

આવી લાગણીના ઊંડાણમાં જાવ.

તમે આ કરી શકો છો !

કેવી રીતે ?

માત્ર એક ક્ષણ માટે શ્વાસ લેવાનું બંધ કરો, અને તમારી ઈન્દ્રિયો પોતાની જાતે જ બંધ થઈ જશે.

જયારે શ્વાસ અટકે છે. ત્યારે સંવેદના પણ અટકી જાય છે. તમારા શ્વાસને રૂંધી રાખો અને જુઓ, તમને તમારી ચામડી પર સળવળાટનો અનુભવ થાય છે ? અવાજો પણ દૂર દૂર જતા રહે છે. તમારું શરીર થીજી ગયું હોય એવું લાગે છે. તમે તમારા હાથને ઊંચો કરી શકતા નથી !

તણાવમ્પુક્તિ માટે આ ખૂબ જ સુંદર પદ્ધતિ છે.

જયારે તમે બહારની બાજુએ વહી શકતા નથી,જયરે તમે તમારી ઈન્દ્રિયો દ્વારા માહિતી મેળવી શકતા નથી, ત્યારે તમે તમારી જાત તરફ પાછા ફેંકાવ છો. તમે શાંતિનો ટાપુ બની જાઓ છો. આ શાંતિમાં તમને તમારું પોતાનું કેન્દ્ર મળશે.

હવે, તમે જયારે પણ બહાર જુઓ છો, જ્યારે પણ તમે સાંભળો છો, ત્યારે તમે તમારા કેન્દ્રના શાંત બિંદુમાંથી જ આ કરતા હશો અને એક વખત તમે આ કેન્દ્રને શોધી કાઢો, પછી તમે ફરીથી ક્યારેય ઈન્દ્રિયોના કોલાહલમાં ખોવાઈ નહીં જાવ.

તમારી પોતાની ઈચ્છાથી તમે તમારી ઈન્દ્રિયોને બંધ કરી શકશો, અને આમ તમે તમારી ઈન્દ્રિયોના સાક્ષી બની શકો છો.

પદ્ધતિ વિષે

જે ધ્યાનમાં કંઈક કરવાનું હોય, તે શરૂઆત કરનારાઓ માટે ઉત્તમ છે. સ્થિર બેસી રહેવા કરતાં, જયારે તમે કંઈ કરતા હો, ત્યારે જાગૃતતા જાળવી રાખવાનું વધારે સહેલું છે.

આ ગતિશીલ ધ્યાન છે, 'દોડતાં દોડતાં' ધ્યાન કરવાનું છે.

દોડવાનું શા માટે ?

જયારે તમે દોડતા હો છો, ત્યારે તમે સ્વાભાવિક જ સાવધ હો છો, જાગૃત હો છો. જ્યારે તમે દોડતાં હો છો, ત્યારે તમે શરીર, મન અને આત્માના સુંદર ઐક્યનો અનુભવ કરો છો. આ એવું છે, જાણે કે તમારી અંદરની દરેક વસ્તુ, એક જ ધ્યેય સાથે. એક બનીને કાર્ય કરે છે. જયારે તમે સ્થિર બેઠા હો છો, ત્યારે માત્ર તમારું શરીર જ સ્થિર બેસે છે, તમારું મન તો હજુ દોડ્યા જ કરે છે ! તમારું શરીર અને મન બે ભાગમાં વહેંચાઈ જાય છે. તમારું શરીર બેઠૂં છે, પણ મન તો પોતાના પ્રવાસે ઉપડી ગયું છે !

જયારે તમારું શરીર દોડે છે, ત્યારે ઉલટું જ થાય છે. જ્યારે તમે દોડો

છો, ત્યારે તમારું મન સ્થિર હોય છે. તમારું મન વાત કરવાનું બંધ કરી દે છે અને જયારે તમે દોડવાનું ચાલુ રાખો છો, ત્યારે થોડા જ સમયમાં, દોડ તમારા પર સવાર થઈ જાય છે. પછી શરીર કે મન કંઈ જ તમારું નથી. તમે તમારી દોડના બની જાવ છો. તમે જ દોડ બની જાવ છો.

સૂચનાઓ

દોડની શરૂઆત કરવા માટેનો સમય પસંદ કરો. વહેલું પ્રભાત ઉત્તમ છે. તેના પછી મોડી સાંજ પસંદ કરી શકાય. સુર્યોદય અને સુર્યાસ્ત એવા સમય છે, જ્યારે પ્રકૃતિની શક્તિને સ્વીકારવા તમારું શરીર વધુમાં વધુ ખુલ્લું હોય છે.

એવો માર્ગ પસંદ કરો, જે સારી રીતે સીધો અને સરળ હોય, બહુ કઠિન ન હોય, અને ત્યાં સારા પ્રમાણમાં શાંતિ અને નિર્જનતા હોય. એવો માર્ગ, જયાં તમે ધાર પરથી પડી જવાના ભય વગર, વાહનોની અવરજવરની નીચે ચગદાઈ જવાના ડર વગર, તમારા દોડવા પર એકાગ્ર થઈ શકો.

તમને દોડવાની ટેવ ન હોય તો ટૂંકા અંતરથી - અર્ધા માઈલથી શરૂઆત કરો.

તમે ધીમે ધીમે અંતર વધારી શકો છો.

ત્યાર પછી, કેવળ દોડો !

પેટમાંથી ઊંડા શ્વાસ લો. દરેક અવયવ સાથે દોડો. જયારે તમે થાકી જાઓ, ત્યારે તમારી જાતને ધકેલો નહિ, આરામ કરો અને આરામના સમયને માણો. તમારા બૂટ કાઢી

નાંખો, અને તમારા ખુલ્લા પગની નીચેની ધરતીનો અનુભવ કરો. જે એક શક્તિના ઉદ્દભવ સ્થાન સાથેનો આપણો સંપર્ક છૂટી ગયો છે, તે છે

ધરતીની શક્તિ - તેનું કારણ છે - સર્વત્ર કૃત્રિમ ફરસંબંધી અને આપણને ખુલ્લે પગે બહાર જવામાં મઝા નથી આવતી.

ભારતમાં ખુલ્લે પગે ચાલવું એ પવિત્ર વ્યાયામ ગણાય છે. એથી જ ઘણા પજાસ્થાનોમાં પગરખાં પહેરીને અંદર જવાતું નથી. આ સ્થળોની શક્તિ ગ્રહણ કરવા માટે આપણી બધી ઈન્દ્રિયોને ખુલ્લી રાખવી એ ઉત્તમ છે.

જો રસ્તો સારો હોય તો ખુલ્લા પગે દોડવું એ ગજબનો અનુભવ બની શકે છે. ઘાસ પર કે સમુદ્ર કિનારે પ્રયત્ન કરો. માત્ર પૃથ્વીના સંપર્કમાં હોવું, એ જ જીવનના ઉદ્દભવસ્થાન સાથે સંકળાયેલા રહેવા બરાબર છે.

કેન્દ્રિત થઈને રહેવાનો આ સુંદર માર્ગ છે.

મર્યાદા બહારની દોડમાં જકડાઈ ન જાઓ. તમારે માટે સમયમર્યાદા ન બાંધો, તમારી કાર્યસિદ્ધિને સુધારવાનો પ્રયત્ન ન કરો. વજન ઘટાડવા માટે ન દોડો ! અલબત્ત, જો તમારૂં વજન ઓછૂં થાય તો એ સારૂં

છે – પણ કોઈ કારણથી ન દોડો. બસ દોડો. જો ઘણા દિવસો સુધી દોડ્યા પછી, તમને લાગે કે આ ક્રિયા કંટાળાજનક બની ગઈ છે. તો તેને તજી દો અને બીજા ધ્યાન તરફ વળો. તરવાનો પ્રયત્ન કરો, નૃત્યનો પ્રયત્ન કરો, ફરી પાછા તમને મન થાય ત્યારે દોડવા તરફ પાછા ફરો.

ત્યારે અનુસરવાની જે પાયાની સૂચનાઓ છે, તે ઉપરાંત તમે તમારે માટે નિયમો ન બનાવો. નિયમો ધ્યાનના આનંદનો નાશ કરે છે.

પાંચ-મિનિટમાં સ્ફૂર્તિ આપનાર પદ્ધતિઓ

જ્યારે કામ કરતાં કરતાં તમને તણાવ લાગતો હોય, ત્યારે સામાન્ય રીતે તમે શું કરો છો ?

અથવા તો લાંબા દિવસને અંતે થાકી ગયા હો ત્યારે શું કરો છો ?

કૃપયા સિગારેટ તરફ ન વળો, કે ટી.વી. શરૂ ન કરો !

ધ્યાનનું નાનકડું સેશન થોડી જ મિનિટોમાં તમને તાજગી આપશે.

અહીં કેટલીક સહેલી પાંચ મિનિટની તાજગી આપનાર ક્રિયાઓ આપી છે, તમે, કામ પર અથવા ઘરમાં તેનો અખતરો કરી શકો છો.

ધ્યાન અને સૂચનાઓ

જયારે તમે તણાવમાં હો, ત્યારે આ ધ્યાન ચમત્કાર સર્જે છે.

ઊંડો ઉચ્છૂવાસથી પ્રારંભ કરો.

હંમેશા ઉચ્છૂવાસથી શરૂ કરો. ઊંડાણથી, પૂરી શક્તિથી ઉચ્છવાસ પર એકાગ્ર થાવ. જ્યારે તમે સંપૂર્ણપણે ઉચ્છૂવાસ બહાર કાઢી નાંખો, પછી તમારા પેટને અંદરની બાજુએ ખેંચો અને ફરીથી શ્વાસ અંદર લેતા પહેલાં ત્રણ સેકન્ડ થોભી જાવ.

પછી જેટલો ઊંડો લેવાય તેટલો ઊંડો શ્વાસ અંદર ખેંચો, ત્રણ સેકન્ડ માટે શ્વાસને રોકી રાખો, પછી શ્વાસ બહાર કાઢવાનું શરૂ કરો.

પછી ફરીથી શ્વાસ લો, અને બહાર કાઢો. તમારા શ્વાસોચ્છ્શ્વાસમાં તાલ મેળવો.

ધીમે ધીમે કરો, શ્વાસને તમારા શરીરમાં પૂરેપૂરો પ્રવેશવા દો અને પૂરેપૂરો બહાર નીકળવા દો.

જયારે તમે ઊંડાણથી ઉચ્છૂવાસ કાઢો છો, ત્યારે તમે તમારા શરીરમાંથી ઝેર પણ બહાર ફેંકો છો, તમે તણાવને બહાર ફેંકો છો, શ્વાસોચ્છૂશ્વાસના ૧૦-૧૨ વર્તુળ પછી, તમને લાગશે કે તમારો ભાર જતો રહ્યો છે અને તમે તણાવમાંથી મુક્ત થઈ ગયા છો !

ધ્યાન વિષે

આ પદ્ધતિ તમારી બંન્ને આંખોની ભ્રમરની વચ્ચે કપાળ પર આવેલા ચક્રને શક્તિ આપે છે,

આ મુખ્ય ચક્ર છે. આ ચક્ર ઈચ્છાનું અધિષ્ઠાન છે. જ્યારે એ ક્રિયાશીલ થાય છે, ત્યારે તમે સમજણશક્તિમાં અતિશય સ્પષ્ટતાનો અનુભવ કરો છો. તમારી વિચારશક્તિ અને નિર્ણયશક્તિ વૃદ્ધિ પામે છે. સૌથી મહત્ત્વનું એ છે કે તમારું ત્રીજું નેત્ર, એવું નેત્ર છે, જેના દ્વારા તમે અંદરની બાજુએ જોઈ શકો છો. તમે પ્રથમ વખત જ અંદર જોવાનો પ્રારંભ કરો છો.

સૂચનાઓ

આંખો બંધ કરીને આરામદાયક સ્થિતિમાં બેસો.

તમારી બંન્ને હથેળીઓને તમારી આંખો પાસે લાવો અને બહુ જ મૂદ્દતાથી તમારી આંખોના ડોળા પર મૂકો. તમારો સ્પર્શ પીંછાના સ્પર્શ જેવો હોવો જોઈએ. આંખો પર બિલ્કુલ દબાણ ન લાવો. શરૂઆતમાં અજાણતાં તમે દબાણ કરશો. ધીરે ધીરે આંખના ડોળા પરનું દબાણ ઓછૂં ને ઓછૂં કરતાં જાઓ.

આંખો દ્વારા શક્તિ બહારની તરફ વહે છે. એ બહુ સુક્ષ્મ શક્તિ છે. તમે શક્તિના પ્રવાહને તમારી અંદર પાછો વાળવા માટે આંખના ડોળાને સ્પર્શ કરો છો. જો તમે આંખના ડોળા પર દબાણ કરશો તો

આંખ તેનો સામનો કરશે. એવી રીતે સ્પર્શ કરો, જાણે તમે સ્પર્શ કરતા જ નથી !

જયારે તમે મુદ્દતાથી સ્પર્શ કરો છો, ત્યારે તમારા વિચારોપણ સ્થિર થઈ જાય છે. જયારે તમારી આંખોનું હલનચલન વધે છે. ત્યારે તમારા વિચારો પણ દોડવા લાગે છે. જયારે આંખો બંધ હોય છે, ત્યારે વિચારો થીજી જાય છે. આ તમારી જાણમાં આવ્યું છે ?

અતિશય મૂદ્દ સ્પર્શથી, તમે તરત જ શક્તિ ફરીથી અંદર પાછી આવતી અનુભવશો. જયારે શક્તિ પાછી ફરે છે, ત્યારે તમે તરત જ તમારા આખા ચહેરા પર, માથા પર તાજગી અને હળવાશ અનુભવો છો. શક્તિ તમારા આજ્ઞા ચક્રને પ્રહાર કરે છે. થોડી જ મિનિટોમાં, તમે તમને સ્વચ્છ અને તાજગીથી ભરેલા અનુભવશો.

જયારે તમે આ ધ્યાનને અર્ધા કલાક સુધી ચાલુ રાખો છો, ત્યારે શક્તિ નીચેની બાજુએ તમારા હૃદય સુધી જાય છે. તમારા હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. તમારું આખું શરીર આખું તણાવમુક્ત થઈ જાય છે.

તત્કાલ તણાવમુક્તિ માટે આ અતિ સુંદર પદ્ધતિ છે. તમારે ધ્યાનમાં પ્રવેશવાની પણ જરૂર નથી. કેવળ તમારી હથેળીઓને મૂદુતાપૂર્વક આંખના ડોળા પર મૂકવાથી, તમારી આંખોને તમે આરામ આપી શકો છો. જયારે જયારે તમારી આંખોને થાક લાગે, ટી.વી. કે કોમ્પ્યૂટરની સામે ઘણાં કલાકો ગાળ્યા હોય, ત્યારે આ પદ્ધતિનો અખતરો કરો.

તમે જયારે મહિનાઓ સુધી આ ધ્યાનની પ્રેક્ટિસ ચાલુ રાખો છો, ત્યારે તમે તમારા આજ્ઞા વિસ્તારમાં અને હૃદયના વિસ્તારમાં કાયમી શક્તિનો અનુભવ કરવા લાગશે. શરૂઆતમાં એ શક્તિનો માત્ર નાનકડો ટપકતો

રેલો જ હશે, પણ એક વર્ષના સમયગાળામાં તમે બધો સમય તમારી અંદર શક્તિના પ્રવાહનો અનુભવ કરશો.

આજ્ઞાચક્રની જાગૃતિની તમે હેતુની સ્પષ્ટતાનો અનુભવ કરશો. તમે તમારી પોતાની વાસ્તવિકતાથી અંદર જોવા લાગશો, અને હૃદયચક્ર ક્રિયાશીલ થવાથી, તમને તમારામાંથી પુષ્કળ પ્રેમ વહેતો લાગશે. તમે અસ્તિત્વ સાથે જોડાઈ ગયા છો એવું લાગશે.

સૂચના અને ધ્યાન

તત્કાલ તણાવમુસ્તિ માટે સૌથી ઝડપી અને સૌથી લોકપ્રિય પદ્ધતિઓમાંની આ એક છે. જો ખાનગી ધ્યાન ઉપલબ્ધ હોય, તો જમીન પર પડી રહીને આ પદ્ધતિની પ્રેક્ટિસ કરો.

તમારી આંખો બંધ કરો.

તમારા ઉદરમાંથી ખરેખરો ઊંડો શ્વાસ લો, તમારે તમારો શ્વાસ રોકી રાખવાનો છે, એથી શક્ય તેટલો વધારે ઉોંડો શ્વાસ લો.

તમારી અંદર શ્વાસને રોકીને એક પછી એક અવયવને જોરથી ભીડવાનું શરૂ કરો. પગની આંગળીના ટેરવાથી શરૂ કરો.

ટેરવાંને શક્ય તેટલા ખેંચો તેને ઢીલા પડવા ન દો. તમારા પગ અને પગની ઘૂંટી તરફ વળો, પછી ઉપર પગની પીંડી તરફ, તમારા ઘૂંટણો અને તમારા નિતંબ તરફ, જલદીથી ઉપર તરફ જાવ, કારણ કે તમે તમારા શ્વાસને એક મિનિટથી વધારે સમય માટે રોકી નહિ શકો.

હવે તમારી કમર અને ઉદર તરફ જાવ. તમારા પેટના સ્નાયુઓને શક્ય તેટલા તંગ કરો. સ્વાભાવિક જ તમારા સાથળના મૂળના સ્નાયુઓ પણ ખેંચાશે.

ઉપર તરફ તમારી છાતી અને પીઠ તરફ આગળ વધો. તમારી પીઠ પરની કરોડના એકેક મણકાને તંગ કરો. હાથની આંગળીઓથી શરૂ કરીને, તમારા બાવડાના સ્નાયુઓ સુધી તમારી ભુજાઓને તંગ કરો. તમારા ખભાના હાડકાના, ડોકના અને ગળાના સ્નાયુઓને તંગ કરો, પ્રયત્ન કરો અને ખાસ કરીને તમારી ડોકમાંના તણાવને જકડી રાખો.

તમારા ચહેરા તરફ જાવ.

તમે જાણો છો એના કરતાં વધારે સ્નાયુ તમારા ચહેરામાં છે.

તમારું મોઢૂં, નસકોરાં, આંખો, આંખની ભ્રમરો, કપાળ અને ગાલના સ્નાયુઓને તંગ કરો. તમારી આંખોની પાંપણ જોરથી બંધ કરો. તમારા દાંત ભીડો, તમારા ચહેરાને સતત દડા જેવો સજ્જડ કરો. યાદ રાખો કે આ સમય દરમ્યાન તમારા શરીરને ઢીલું પડવા દેવાનું નથી.

આ તણાવની સ્થિતિમાં જેટલો વધુ સમય રહી શકો એટલો સમય રહો. જયારે તમે તમારા શ્વાસને વધુ સમય પકડી રાખી શકો નહિ, ત્યારે એક જ મોટા ઉભરા સાથે શ્વાસને બહાર છોડી દો, અને સાથે સાથે તમારા અવયવો અને ચહેરાના સ્નાયુઓને તદ્દન ઢીલા છોડી દો. આ શારીરિક અને માનસિક તણાવમુક્તિની સ્થિતિમાં એક મિનિટ રહો.

આ પદ્ધતિ તમારા શરીર અને મન બંન્નેને તણાવમુક્ત કરે છે અને તમને બે જ મિનિટમાં તાજગી આપે છે. જો તમને સમય હોય તો આ પ્રક્રિયાનું ત્રણ વખત પુનરાવર્તન કરો.

સપ્ત દિવસીય ચક્ર ક્નર્યવાહી

ચક્રો શું છે ?

ચક્રો આપણા શરીરમાંના સૂક્ષ્મ શક્તિકેન્દ્રો છે. સાત મુખ્ય ચક્રો છે – મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્રાર. જો કે તેમને ભૌતિક સ્થિતિસ્થાન નથી, તો પણ આ શક્તિકેન્દ્રો શરીરની લંબાઈને સમાંતર ઉપસ્થિત છે. શરીરની મહત્ત્વની ગ્રંથીઓ સાથે અંદાજે મેળ બેસાડે છે, તેની પ્રવૃત્તિઓ પર પ્રભાવ પાડે છે. ચક્રો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગહન પ્રભાવ પાડે છે અને આપણા વિચારો અને લાગણીઓ પર અસર કરે છે.

ચક્રો બ્રહ્માંડની અમર્યાદ શક્તિની સીધી ચેનલો છે પણ નિરંકુશ જીવન પદ્ધતિ, તણાવ અને નકારાત્મક ભાવનાઓ, ચક્રોને બધ કરી દે છે, અથવા તો ખરાબ રીતે કાર્ય કરાવે છે. અજાણતાં જ આપણે આ શક્તિના અગત્યના ઉદ્દ્ભવસ્થાનોમાં અવરોધો ઉભા કરીએ છીએ.

શક્તિ સ્વાસ્થ્ય છે. આથી જ મોટાભાગના શારીરિક અને માનસિક રોગોને આંશિક રૂપે કે સંપૂર્ણતયા, કેવળ એ રોગને સંબંધિત ચક્રોને શુદ્ધ કરવાથી અને તેને શક્તિશાળી બનાવવાથી સજા કરી શકાય છે.

આનંદસ્ફૂરણા (Asp) કાર્યક્રમમાં શું થાય છે ?

આનંદસ્ફૂરણા કાર્યક્રમ (ASP) ધ્યાન દ્વારા ચક્રોને શુદ્ધ કરવા માટેનો બે દિવસનો સચોટ શિબિર છે. આ શિબિરમાં, તમે દરેક ચક્રની પ્રકૃતિ અને તેની ભૂમિકા વિષે શીખો છો અને તમારા સાત ચક્રોને શુદ્ધ કરવા માટે અને તેમને ફરીથી કાર્યરત બનાવવા માટે, તમને શક્તિશાળી અને વ્યવહારૂ ધ્યાનથી સાત પદ્ધતિઓ આપવામાં આવે છે.

આ બધાં જ ધ્યાનના પ્રકારની (સિવાય કે સ્વાધિષ્ઠાન ચક્ર માટેનું નિર્ભય ધ્યાન) તમે સપ્તાહમાં એક વખત મુક્ત રીતે પ્રેક્ટિસ કરી શકો છો અથવા તમને જે સૌથી વધુ ગમે એવી એક પદ્ધતિ પસંદ કરો (મહામંત્ર, દ્દઃખહરણ, મણિપૂરક શુદ્ધિક્રિયા પ્રારંભ કરનારા માટે સૌથી વધુ સહાયક થાય છે) અને તેને ૨૧ દિવસ ચાલુ રાખો. ૫છી તમે નવી પદ્ધતિ અપનાવી શકો છો. જયારે ખરાદિલથી આ પદ્ધતિઓની પ્રેક્ટિસ કરવામાં આવે છે, ત્યારે આ પદ્ધતિઓ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કક્ષાએ ચમત્કારો સર્જે છે.

દ્દુ:ખહરણા ધ્યાન (વિલક્ષણ કલ્પનાઓનો નાશ કરનાર)

ધ્યાનની આ પદ્ધતિ તમારી અંદર લાગણીઓને બહાર લાવશે.

(કુલ સમય : ૩૦ મિનિટ)

શ્વાસોચ્છશ્વાસ આપણા મગજ સાથે સંકળાયેલ છે. તમારા વિચારો શ્વાસોચ્છશ્વાસ હળવા હશે તમારા વિચારો ક્રોધયુક્ત હશે શ્વાસો ચ્છુ શ્વાસ તો પણ

એ પ્રમાણે હશે. ખાલી પેટે, સવારે આ પદ્ધતિનો અભ્યાસ તમે કરી શકો

છો. દુઃખહરણના ૨૧ દિવસો તમારા આખા વ્યક્તિત્વને બદલી નાખશે અને તમારા ચહેરા અને શરીરમાં એક પ્રકારની ચમક આવશે.

પ્રથમ સોપાન : ૧૦ મિનિટ

તમારી આંખો બંધ રાખી ઊભા રહો. ધ્યાનની પદ્ધતિના પહેલા સોપાનમાં તમારી માનસિક પદ્ધતિને ઊંડા શ્વાસો દ્વારા સંપૂર્ણપણે જાગ્રત કરવામાં આવે છે. આ શક્તિ તમારી બધી જ દબાએલ લાગણીઓને બરફની જેમ ઓગાળી દે છે. તમારું મોં બંધ કરીને નાક દ્વારા ઊંડા શ્વાસ લો. તમારા હાથ હલાવો, તમારા ઘૂંટણ વાળો, નીચા વળો અને પછી ઊભા થાવ. શ્વાસ લેતાં લેતાં તમારા ઘૂંટણથી વાળો, ઊભા થાવ, હાથ ઉપર-નીચે કરો અને એક પક્ષીની જેમ ઉડો.

હલન-ચલનની આ પ્રક્રિયા ધીમે ધીમે કરો અને ઊભા થતી વખતે શ્વાસ લો અને નીચા વળતી વખતે શ્વાસ બહાર કાઢો.

ઈચ્છા એક પ્રેરકશક્તિ

તમારી આંખો બંધ કરો અને શરીરના પ્રત્યેક અંગને ખેંચો પદછી હળવા કરો. એક અંગને ખેંચો, હળવો કરો પદછી બીજા અંગ પર જાવ. પંગના પંજાથી શરૂ

સુધી, ગળું અને ખભા, મોં અને અંતે માથા સુધી શરીરના બીજાં અંગો સુધી જાવ એ પહેલાં આગલાં અંગોને સંપર્ણપણે હળવા કરો. આ દસ

મિનિટ પૂરી થતાં તમે ભીતરથી સંપૂર્ણ હળવા થઈ ગયા હશો, સંપર્ણ શાંત અને સ્વસ્થ થઈ ગયા હશો.

ત્રીજું સોપાન : ૧૦ મિનિટ

તમારી આંખો બંધ કરી 'હું' કારનો જાપ કરો. જોરથી જાપ કરવાની જરૂર નથી. માત્ર હળવાશથી તેનો જાપ કરો. જાપ કરો ત્યારે તમારી ભીતર અને બહાર શું થાય છે તેને અનુભવો.

ધ્યાનની આ પદ્ધતિનાં પહેલાં બે સોપાન ત્રીજા સોપાનની તૈયારી માટે છે. ત્રીજૂં સોપાન જ સાચું ધ્યાન છે. તમે જયારે ત્રીજા ભાગમાં આવશો ત્યારે તમારું મન જાતે જ કોઈ પ્રયત્ન વિના શાંત થઈ ગયું હશે. મૌન તમારામાં બળજબરીથી લવાતું નથી તે તેની જાતે જ થાય છે.

હળવાશની આ સ્થિતિમાં સ્મિતભર્યા ચહેરા અને આનંદની લાગણી સાથે રહો. આ સમય દરમ્યાન તમને ઘણા બધા અનુભવો થશે. તમે ટી.વી. જુઓ છો એમ એને જુઓ. તમારા મનના પ્રત્યેક વિચારોને જુઓ.

ચક્ર શુદ્ધિ : મુલાધાર ચક્રનું સ્થાન : કરોડના પાયામાં ચક્રને બંધ કરનાર : વિલક્ષણ કલ્પનાઓ અને અપેક્ષાઓ ચક્ર ખોલનાર : વાસ્તવિકતાની સમજણ મેડિટેશન પદ્ધતિ : ફલાર્ણવતંત્ર

દ્દ્રઃખહરણા મેડિટેશન માટેની સૂચનાઓ :

(કુલ સમય : ૩૦ મિનિટ)

આ મેડિટેશન પદ્ધતિને દુ:ખહરણા કહેવામાં આવે છે અને તેને 'કુલાર્ણવતંત્રમાંથી લેવામાં આવી છે. આ તમારી અંદર દમન થયેલી બધી જ લાગણીઓને બહાર કાઢી નાંખે છે, પહેલા ઘણાં માસ્ટરોએ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તેમાં ફુલ ૩૦ મિનિટનો સમય લાગે છે.

શ્વાસોચ્છુશ્વાસ બ્રહ્માંડ સાથેનો સેતુ છે. આ એ તંત્ર છે, જેનાથી તમે તમારા મન સાથે જીવો છો. જો તમારી વિચાર પ્રક્રિયા શાંત હશે, તો તમારા શ્વાસોચ્છુશ્વાસ રીલેક્સ હશે. જો તમારૂં વિચારવાનું આક્રમક હશે, તો તમારા શ્વાસોચ્છશ્વાસ પણ આક્રમક હશે. તમારા મન પર કાબુ મેળવવા માટે સૌ પ્રથમ તમારે તમારા શ્વાસોચ્છૂશ્વાસ પર કાબુ, મેળવવાની જરૂર પડે છે.

હાલની આપણી દમનની અવસ્થામાં, આપણે અર્ધજીવંત અને અર્ધમરેલા છીએ. મેડિટેશનના આ પહેલા ભાગમાં ઊંડા ક્રાસોચ્છુશ્વાસથી તમારા દમિત થયેલા લાગણી તંત્રને વલોવી નાંખવામાં આવે છે. વધારાનો ઓક્સિજન અંદર લઈને, તમારા મનના તંત્રને જીવંત બનાવી દેવામાં આવે છે; તમારા કોષોને વધારે શક્તિ મળે છે અને તે વધારે બાયોઈલેકટ્રીસીટી પેદા કરે છે, આ શક્તિ પીગળતા બરફની જેમ તમારી બધી જ દમન થયેલી લાગણીઓને ઓગાળી નાંખે છે. આ મુલાધાર ચક્રને વીઝણો નાંખવા જેવું છે.

આ મેડિટેશન તમારે ખાલી પેટે કરવું જોઈએ સવારે કરવું વધારે હિતાવહ છે. ૨૧ દિવસ દ્દુઃખ હરણા મેડિટેશન કરવાથી, તમારામાં સંપૂર્ણ પરિવર્તન આવી જશે અને તમારો ચહેરો તેજસ્વી બની જશે. આ મનોવૈજ્ઞાનિક

સ્થાન કરવા જેવું છે. તમે તમારી અંદર શાંતિનો અનુભવ કરી શકશો. જયારે તમે દુ:ખને મારી નાંખો છો. ત્યારે તમારી અંદર દિવ્ય આનંદ ખીલે છે અને તમારામાંથી સુંદર સુગંધ ફેલાય છે. આંખો બંધ કરીને ઊભા રહો. મોં બંધ રાખીને, માત્ર તમારા નાકથી જ લયબદ્ધ રીતે, ખૂબ જ ઉડિથી લાંબો શ્વાસ લો. બંન્ને હાથ પહોળા કરો. ધુંટણને અર્ધાવાળો અને પાછા ઊભા થાવ. જેવી રીતે પક્ષી ઉપર નીચે ઉડે, તે રીતે ઉપર નીચે થાવ. તમારા હાથ પક્ષીની પાંખની જેમ ઉપર નીચે થાશે આ તમારા શ્વાસો શ્વાસની સાથે તાલ બદ્ધ કરો. નીચે વળો ત્યારે શ્વાસ છોડો અને ઊભા થાવ ત્યારે શ્વાસ અંદર ભરો. આ હલનચલન આરામથી કરો અને સીધા થાવ ત્યારે શ્વાસ અંદર ભરો, ગોઠવણ વાંકા વળે ત્યારે શ્વાસ બહાર કાઢો. જો તમને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તમારાથી થાય તેટલું જ કરો. આવી જ રીતે સગર્ભા સ્ત્રીઓ અને બીજી શારીરિક બીમારીઓવાળા તેમનાથી શક્ય હોય તેટલું જ કરે આ ૧૦ મિનિટ સુધી કરો.

હવે પછીની ૧૦ મિનિટ સુધી, તમારી આંખો બંધ રાખો અને તમારા શરીરના દરેક ભાગને એક પછી એક, અવયવ પછી અવયવ, ખેંચો અને રીલેક્સ કરો; એક અવયવને તંગ અને રીલેક્સ કરો અને પછી આગળ વધો. તમારા પગના પંજાથી શરૂઆત કરો; પછી પીંડી; પછી જાંઘ; પછી હીપ્સ; પછી પેટ; પછી પાછળ પીઠનો નીચેનો ભાગ; પછી છાતી અને પીઠનો ઉપરનો ભાગ, પછી હાથના પંજાની આંગળીઓ અને બાવડાંથી ખભો; પછી ગરદન અને ખભા; પછી ચહેરો અને છેલ્લે મસ્તકના રનાયુઓ. બીજા ભાગ તરફ આગળ જતાં પહેલાં, પહેલા ભાગને તદ્દન રીલેક્સ કરી દો. આમાં તમારા શરીરના દરેક ભાગને એક સમાન કસરત મળે છે. આ ૧૦ મિનિટ પૂરી થશે ત્યાં સુધીમાં તમે તમારી અંદરથી પૂરેપૂરા ખાલી થઈ જશો. તમે ઠંડા, શાંત અને સ્વસ્થ બની જશે.

હવે પછીની ૧૦ મિનિટ માટે આંખો બંધ રાખીને નીચે બેસી જાવ અને 'હ' અવાજ કરો. માત્ર 'હકાર' મોટેથી અને ઊંડાણથી જપવાની જરૂર નથી. માત્ર રીલેક્સ રીતે 'હ'નો ઉચ્ચાર કરો, જયારે 'હ'નો જપ કરતા હો ત્યારે બસ, તમારી જાતની અંદર અને બહાર શું બની રહ્યું છે તેના સાક્ષી બની જાવ .

આ પદ્ધતિના પહેલા બે ભાગ હકીકતમાં આ ત્રીજા ભાગની પૂર્વ તૈયારી માટે છે જે ખરૂં મેડિટેશન છે. તમે જયારે ત્રીજા ભાગ પર આવશો, ત્યારે તમે જોશો કે તમારું મન કોઈપણ પ્રયાસ વિના જ શાંત બની જાય છે, આપોઆપ, શાંતિ તમારા પર બહારથી લાદી શકાતી નથી; તે ફક્ત પોતાની રીતે જ આવે છે. મુસ્કુરાતા ચહેરે અને રિલેક્સ સ્થિતિમાં, દિવ્ય આનંદના મૂડમાં આ રીતે રહો. આ સમય દરમ્યાન તમને ઘણાં અનુભવો થઈ શકે છે. તમે ટી.વી. જોતા હો, તે રીતે માત્ર તેનું નિરીક્ષણ કરો. તમારા મનનું એક વિચાર, પછી બીજા વિચાર પર નિરીક્ષણ કરો, મેડિટેશન દરમ્યાન 'મુલાધાર' પર તમારું ધ્યાન ક્યારેય પણ ના લઈ જાવ. જો તમારું ધ્યાન તેના પર જશે, તો તે વિલક્ષણ કલ્પનાઓ પેદા કરશે. જેને તમે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

(જૂથમાં દુ:ખહરણા મેડિટેશન કરવાનું હોય ત્યારે, સંગીત સાથે કરો)

(અંતમાં સ્વામીજી બોલે છે...)

ઓમ શાંતિ શાંતિ શાંતિ હી

ધીમેથી, ખૂબ જ શાંતિથી, તમારી આંખો ખોલી નાંખો, આ શાતિ અને શક્તિને તમારી સાથે લઈ જાવ. આપણે બીજી બીજી બેઠકમાં મળીશું. આભાર....

આ પદ્ધતિની કાર્યદક્ષતાની તમારે પરીક્ષા કરવી હોય તો જઈને તમારો ફોટો આજે પડાવી લો.

આ પદ્ધતિથી ૧૫ દિવસ ધ્યાન કર્યા પછી તમારો બીજો ફોટો પડાવીલો ને બંજ્ઞેની સરખામણી કરો.

હું ખાત્રી આપું છૂં તમારો ચહેરો સંપૂર્ણ જૂદો લાગશે. તમારી આંખો વધુ આનંદમય હશે. તમે ખૂબ ઉઘડી ગયા હશો. (વિકાસ પામ્યા હશો)

નિર્ભય ધ્યાન (અંધકાર મેડિટેશન)

ચક્ર શુદ્ધિ : સ્વાધિષ્ઠાન ચક્રનું સ્થાન : નાભિથી બે ઈંચ નીચે ચક્રને બંધ કરનાર : ભય, ખાસ કરીને મોતનો ભય ચક્રને ખોલનાર : ભયને સમજવો અને તેનો સામનો કરવો. મેડિટેશન પદ્ધતિ : વેદાન્તમાંથી

મેડિટેશન માટેની સૂચનાઓ :

(કુલ સમય : ૩૦ મિનિટ)

આધ્યાય THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની હાજરી વગર ક્યારે પણ કરવું નહિ.

'નિર્ભય ધ્યાન' મેડિટેશન પદ્ધતિ વેદાન્તમાંથી લેવામાં આવી છે.

આ મેડિટેશન તમને તમારા શરીરમાંથી બહાર નીકળવાનો અનુભવ આપે છે.

તમે અંધકારમાંથી જન્મ્યા હતા, જે તમારી માતાના ગર્ભાશયમાં હતો અને તમે એ પ્રેમાળ, કરૂણામય અંધકારમાં ઓગળી રહ્યા છો. (એક મિનિટ)

તમારી આસપાસ દરેક જગ્યાએ વ્યાપેલા અંધકારને ઊંડાણપૂર્વક તમારા શ્વાસમાં ભરો. જે અંધકારે તમારી ઓળખાણને અદેશ્વ કરી દીધી છે, તેને ઊંડાણથી તમારા શ્વાસમાં અંદર ખેંચી લો.

ધીમેથી ખૂબ જ ધીમેથી, તમારા શરીરને અંધકાર સાથે એકરૂપ થતું અનુભવો. (પાંચ મિનિટ)

ધીમેથી ખૂબ જ ધીમેથી, તમારું શરીર અંધકાર બની રહ્યું છે તેનો અનુભવ કરો. (પાંચ મિનિટ)

તમારા સમગ્ર શરીર સાથે, અંધકારને તમારા શ્વાસમાં અંદર લઈ લો. તમારા શરીરના દરેક કોષો સાથે અંધકારને તમારા શ્વાસમાં અંદર લઈ લો.

તમારી જાતને અનુભવવાનું શરૂ કરો. બેઠાં બેઠાં જ તમારા શરીરને ધીમેથી હલાવો. ઊભા થાવ અને ગુફામાંથી બહાર નીકળી જાવ. તમે ગાઢ જંગલમાંથી બહાર આવી રહ્યા છો.

તમે મેડિટેશન હોલમાં પાછા આવી રહ્યા છો. (ત્રણ મિનિટ)

ઓમ શાંતિ શાંતિ શાંતિ હી.....

આપણે હવે પછીના સેશન માટે મળીએ, ત્યાં સુધી આ શાંતિને તમારી સાથે લઈ જાવ. આભાર...

શરીરમાંથી બહાર નીકળવાનો અનુભવ અનુભવ. જ્યારે આ મેડિટેશન નિયમિત કરવામાં આવે છે, ત્યારે દરેક વખતે બ્રહ્માંડીય શક્તિ (કોસ્મીક એનર્જી) જે

અંધકારની શક્તિ છે અને દરેક જગ્યાએ વ્યાપેલી છે, તે તમારા શરીર અને મનને સતત મજબૂત અને શક્તિશાળી બનાવવાનું ચાલુ રાખે છે. તે 'સ્વાધિષ્ઠાન ચક્ર'ને પણ શક્તિશાળી બનાવે છે. આ ૩૦ મિનિટનું માર્ગદર્શિત મેડિટેશન છે. જમીન પર અનુકૃળ રીતે બેસી જાવ. જે લોકો જમીન પર બેસી ના શકતા હોય, તે લોકો ખુરશી પર બેસી શકે છે. માથું, ગરદન અને કરોડ સીધી લીટીમાં હોવા જોઈએ.

(હળવું સંગીત વાગે છે)

તમારી આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો. કલ્પના કરો કે, તમે ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા છો. હવે તમે જંગલના સૌથી ગાઢ વિસ્તારમાં ચાલી રહ્યા છો. તમે ઊંડી, અંધારી ગુફામાં બેસી જાવ છો. તમે તમારા શરીરને પણ જોઈ શકતા નથી. તમને માત્ર તમે ત્યાં હાજર છો, એટલી જ અનુભૂતિ થાય છે. એ સિવાયની તમારી બીજી કોઈ ઓળખાણ તમે જોઈ શકતા નથી.

તમે ગમે તેટલી કોશિશ કરો છો, પરંતુ તમે કશું જ જોઈ શકતા નથી. ગાઢ અંધકારમાં તમે કશું જ જોઈ શકતાં નથી. માત્ર તમને સ્પર્શથી જ ખ્યાલ આવે છે કે તમે ત્યાં છો… (એક મિનિટ)

મણિપુરકા શુદ્ધિ ક્રિયા (તણાવ મુક્તિ)

ચક્રશુદ્ધિ : મણિપુરકા

ચક્રનું સ્થાન : નાભિ વિસ્તારમાં

ચક્રને બંધ કરનાર : ચિંતા

ચક્રને ખોલનાર : હકારાત્મકતા

મેડિટેશન પદ્ધતિ : સૂફીઝમ અને ક્રિક્રધયાનીટી

મેડિટેશન માટેની સૂચનાઓ

(કુલ સમય : ૩૦ મિનિટ)

'મણિપૂરક શુદ્ધિ' ક્રિયા મેડિટેશન પદ્ધતિ પ્રાચીન ખ્રિસ્તી ધર્મમાંથી લેવામાં આવી છે. જે 'ગ્લાસા લોલીઆ' તરીકે જાણીતી છે. જેને પછીથી સફીઓએ 'ગિબ્બેરીષ' તરીકે અપનાવી હતી. આ પદ્ધતિ તમારા મનના ઊંડાણમાં પડેલી ઘરેડો અને ચિંતાની છાપોને ખાલી કરી નાંખે છે. તે તમારી દમન થયેલી બધી જ ચિંતાઓ અને

ગુસ્સાની લાગણીઓને સાફ કરી નાંખે છે. એક વખત તમે આ પદ્ધતિનો અમલ કરશો, પછી તમે તમારા 'મણિપુરકા' વિસ્તારને, નાભિ વિસ્તારને હલકો થઈ ગયેલો અનુભવશો. જે તમારી ચિંતાઓ અને મનની ગુંચવાયેલી ઘરેડોનો વિસ્તાર છે. આ મેડિટેશન કર્યા પછી નવી ચિંતાઓ

ભેગી નહિ કરવાનું અને તમારા 'મણિપુરકા' વિસ્તારમાં ફરીથી બોજ વધતો અટકાવવાનું તમારા પર નિર્ભર કરે છે.

આ પદ્ધતિનો ઉપયોગ ખાલી પેટે જ કરવો જોઈએ, અથવા જમ્યા પછી ઓછામાં ઓછા બે કલાક પછી કરવો જોઈએ, નહિતર તમને ઉલ્ટી થઈ જવાની શક્યતા રહે છે.

આંખો બંધ કરીને ઊભા રહો. તમારા 'મણિપુરક ચક્ર' પર ધ્યાન કેન્દ્રિત કરો અને જુઓ કે તે વિસ્તારમાં કેવો ભાર લાગે છે. તે તમારી બધી જ ચિંતાઓથી ભરેલો છે એક મિનિટ માટે તમારા ધ્યાનને મણિપુરકાચક્ર પર કેન્દ્રિત કરો. વિવિધ કારણોસર તમે ગોંધી રાખેલ ગુસ્સો અને ચિંતાઓને અનુભવવાનો પ્રયત્ન કરો.

હવે, નાભિ વિસ્તારમાંથી બિલ્કુલ અર્થ વગરના અવાજો કરવાનું શરૂ કરો, જેટલા મોટા અવાજો કરી શકો તેટલા મોટા અવાજ કરો. બૂમો પાડવા માટે શબ્દોનો ઉપયોગ ના કરો. જો તમે શબ્દોનો ઉપયોગ કરશો તો ફક્ત જાણીતી અને તાજી લાગણીઓ જ સપાટી પર આવશે, તેમજ શબ્દો બીજા વધારે શબ્દોને બહાર લાવશે, નહીં કે તેની

પાછળની લાગણીઓને તદ્દન અર્થ વગરની બૂમો પાડો, ગિબ્બેરિશની જેમ, ફક્ત આ અવાજો જ તમારા અર્ધ જાગૃતને ખુલ્લું કરશે, ફક્ત આ જ તમારી અંદર ઊંડાણમાં છૂપાયેલી લાગણીઓને ખુલ્લી કરશે. તમારા હાથને હવામાં ઉછાળો, બમો પાડો, ચીસો પાડો, જો આસું વહેવા માંડે, તો વહેવા દો.

તમારાથી જેટલું શક્ય હોય તેટલું વધારે આ બધું કરો, તમારી બધી જ નકારાત્મક અનુભૂતિઓને વોમિટ કરી નાંખો. પીડાદાયક અનુભવોને યાદ કરો, તેમાં સંકળાયેલ બધી વ્યક્તિઓને યાદ કરો અને આ બનાવોમાં સંકળાયેલ લાગણીઓનો અનુભવ કરો. બધી જ લાગણીઓને બહાર કાઢી નાંખો. સંપૂર્ણપણે તેમાં જ ખોવાઈ જાવ. બીજી કોઈપણ બાબત પર ધ્યાન ના આપો.

૨૦ મિનિટ પછી અટકી જાવ, આંખો બંધ રાખો. પછી ૧૦ મિનિટ માટે શાંતિમાં બેસી જાવ. માત્ર તમારા વિચારોના સાક્ષી બની જાવ. 'મણિપુરકા ચક્રમાં હળવાશનો અનુભવ કરો. તમે અનુભવશો કે તે એકદમ હળવું અને દિવ્ય આનંદમય થઈ ગયું છે તમે આખે આખા હળવાફૂલ અને મુક્ત બની ગયા છો.

(જૂથમાં કરતી વખતે સંગીત સાથે કરવું)

(અંતે સ્વામીજી બોલે છે…)

ઓમ શાંતિ શાંતિ શાંતિ હી

ધીમેથી, ખુબ જ ધીમે, તમારી આંખો ખોલી નાંખો, આપણે હવે પછીના સેશનમાં મળીશું. આભાર.....

મહામંત્ર ધ્યાન (આઘ ધ્વનિનું ઉચ્ચારણ)

ચક્ર શુદ્ધિ : અનાહતા ચક્રનું સ્થાન : હૃદય વિસ્તારમાં ચક્રને બંધ કરનાર : બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની જરૂરિયાત ચક્રને ખોલનાર : નિસ્વાર્થ પ્રેમ મેડિટેશન પદ્ધતિ : તિબેટિયન તંત્ર

મેડિટેશન માટેની સૂચનાઓ

(કુલ સમય : ૩૦ મિનિટ)

મહામંત્ર મેડિટેશન 'અનાહતા ચક્ર'ને જાગત કરવા માટેની પ્રાચીન તિબેટિયન બૌદ્ધ પદ્ધતિ છે. અનાહત ચક્રનું સ્થાન હૃદય વિસ્તારમાં આવેલું છે. આ મેડિટેશન તમારા મનને સ્થિર અને મજબૂત કરે છે. તમારૂં મન હંમેશા વિચારો સાથે વળગી રહે છે. આ

મેડિટેશન તમારા મનને સ્થિર કરીને અ-મનની સ્થિતિમાં લઈ જાય છે. આ જંપીંગ બોર્ડ પરથી અનંતમાં છલાંગ લગાવવા જેવું છે.

આ મેડિટેશન તમારી અંદર શુભ શક્તિનો પ્રવાહ પેદા કરશે. તે તમને શક્તિથી છલોછલ ભરી દેશે, જેથી તમારે બીજાનું ધ્યાન ખેંચવાની જરૂરિયાત નહીં રહે અને તમે તમારામાંથી ઉભરાતી શક્તિને પરિણામે

બીજા લોકોને શક્તિ અને પ્રેમ આપવાનું શરૂ કરશો તમે જયારે આ મેડિટેશન કરો ત્યારે તમારે તમારા ગળામાં તમારી માળા પહેરવી જોઈએ. મેડિટેશન દરમ્યાન પેદા થતી શક્તિનો તે સંગ્રહ કરશે. વહેલી સવારે, ખાલી પેટે કરવું વધારે સારું છે, અથવા જમ્યા પછી બે કલાક પછી પણ કરી શકાય છે. આ મેડિટેશન એકલા અથવા જૂથમાં કરી શકાય છે. જુથમાં જે જગ્યામાં આ મેડિટેશન થતું હોય તે જગ્યામાં પણ અસરકારક શક્તિના તરંગો ફેલાય છે.

હું તમને પદ્ધતિ સમજાવું છું :

અનુકુળ સ્થિતિમાં પલાઠીવાળીને નીચે બેસો. તમારૂં માથું, ગરદન અને કરોડ સીધી લીટીમાં રહેવા જોઈએ. તમારામાંથી જે નીચે ના બેસી શકતા હોય, તે ખુરશી પર બેસી શકે છે. રીલેક્સ થઈ જાવ અને આંખો બંધ કરી દો. આપણે આંખો બંધ કરી દઈએ પછી પણ આપણે પોપચાની પાછળ કલ્પના ચિત્રો અને છાપો જોતા હોઈએ છીએ. આ બધું બંધ કરવા માટે કલ્પના કરો કે, તમારી આંખોના ડોળા પથ્થર જેવા બની ગયા છે. માનસિક દબાણ આપીને તેને સખત બનાવી દો. પછી કલ્પનાઓ અદેશ્વ થઈ જશે. આપણી આંખોનું હલન-ચલન, આપણા મનમાં ચાલતા વિચારો સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલું છે, માટે જ તમારી આંખોના હલન-ચલનને સ્થગિત કરી દેવાનું કહ્યું છે. તેને સ્થગિત રાખવાની વધારે પડતી ચિંતા ના કરો. માત્ર મેડિટેશનની પ્રક્રિયા ચાલુ રાખો.

હોઠ બંધ રાખીને મ.....મ.... અવાજ કરો. ખૂબ જ અંદરથી, ધારો કે એલ્યુમિનિયમના ખાલી વાસણમાં મોં રાખીને તમારે હમીંગ કરવાનું હોય અને જેવો અવાજ પેદા થાય તેવો અવાજ પેદા કરો. ધ્યાનમાં રાખો કે આ અવાજ હમ્... કે ઓમ... નથી, તે બસ તમારા હોઠ બંધ રાખીને મ.... મ.... અવાજ કરવાનો છે. બીજો શ્વાસ અંદર લેવાનો થાય ત્યાં સુધી જેટલો લંબાવી શકાય તેટલો લંબાવીને કરવાનો છે. તે જેટલો ઊંડાણમાંથી થઈ શકે, તેટલો ઊંડાણમાંથી કરવાનો છે. નાભિ કેન્દ્રમાંથી આવવો જોઈએ અને જેટલો મોટો થાય તેટલો કરવાનો છે. દરેક મ…. મ…. પછી ઊંડો શ્વાસ લેવાનો પ્રયાસ ના કરો, શરીરને જયારે જરૂર પડશે ત્યારે તે પોતે જ શ્વાસ લઈ લેશે. તણાવમાં ના આવો. આ તરંગો પેદા કરવામાં તમારી આખી જાત અને સમગ્ર શક્તિને કામે લાગી જવા દો. હમીંગ ચાલી રહ્યું છે અને તમે માત્ર તેના સાક્ષી બનીને તેને જોઈ રહ્યા છો ! થોડા સમય પછી, તમને લાગશે કે તમારા કોઈપણ પ્રયાસ વગર હમીંગ ચાલી રહ્યું છે અને તમે માત્ર તેના સાક્ષી બનારા બની ગયા છો.

૨૦ મિનિટ પછી, હમીંગ બંધ કરી દો. જો તમે કેસેટ વગાડતા હશો તો તમને 'સ્ટોપ' સંભળાશે, તરત જ અટકી જાવ.

હમીંગ બંધ કર્યા પછી, તમારી આંખો બંધ રાખો અને ૧૦ મિનિટ સુધી શાંત અને નિષ્ક્રિય બેસી રહો. મુસ્કુરાતા ચહેરા સાથે દિવ્ય આનંદમય મૂડમાં રહો. મનમાં કોઈ વિચાર આવે તો, આવવા દો. બસ ટી.વી. જોતા હો તેવી રીતે તમારા મનનું અવલોકન કરો, કોઈપણ વિચારનો પ્રતિકાર ના કરો અને તેના પર કોઈ ચુકાદો ના આપો. શાંત અને આનંદમય રહો. આ સમય દરમ્યાન, ૨૦ મિનિટના હમીંગે જે શક્તિ પેદા કરી હશે, તે તમારી આખી જાતના ખૂણે ખૂણાને અંદરથી પૂરેપૂરા શુદ્ધ કરી નાંખશે. (મહામંત્ર મેડિટેશનની જૂથ પ્રેક્ટિસ સંગીત સાથે કરો)

(અંતે સ્વામીજી ઉચ્ચારે છે)

ઓમ શાંતિ શાંતિ શાંતિ હી

ધ્યાન તમારા માટે જ છે.

ધીમેથી, ખૂબ જ ધીમેથી, તમારી આંખો ખોલી નાંખો. આ શાંતિને તમારી સાથે લઈ જાવ. આપણે પછીની બેઠકમાં મળીશું. આભાર.....

શક્તિસાગર ધ્યાન (શક્તિનો મહાસાગર)

(કુલ સમય : ૩૦ મિનિટ)

'શક્તિ સાગર' મેડિટેશન ઝેન બુદ્ધિઝમમાંથી લેવામાં આવ્યું છે, જે તમને બ્રહ્માંડીય શક્તિ (કોસ્મીક એનર્જી)ને મેળવવામાં મદદ કરશે. આ મેડિટેશનની ચાવી, જયારે શરીર હલન-ચલન કરતું હોય ત્યારે મનને 'વિશુદ્ધ' પર સ્થિર રાખવું તે છે. તમે જયારે આ મેડિટેશન કરો છો. ત્યારે તમે સીધા જ બ્રહ્માંડીય શક્તિમાં પ્રવેશો છો.

આંખો બંધ કરીને તમારા ''વિશુદ્ધિ ચક્ર'' પર ધ્યાન કેન્દ્રિત કરો. ખુરશીની પાછળ અથવા કોઈ ટેકા સાથે ઊભા રહો. અને તેને પકડી રાખો. ધીમે ધીમે ઊભા જ ચાલવાનું શરૂ કરો, ખૂબ જ ધીમેથી શરૂ કરો. હવે ધીરે

ધીરે તમારી ચાલની ઝડપ વધારતાં જાવ. એ જ જગ્યાએ વધુને વધુ ઝડપથી ચાલવાનું રાખો. તમારી પૂરેપુરી ક્ષમતા તેમાં લગાવી દો. કોઈપણ જાતની પ્રતિકૂળતા વગર તમારી જાતને કોઈપણ સમયે વધારે પડતી ખેંચો નહીં. આ બધો જ સમય ધ્યાન 'વિશુદ્ધિ ચક્ર' પર જ કેન્દ્રિત રાખો. તમને લાગશે કે તેમાંથી ક્તિ બહાર આવી રહી છે. મહત્ત્વની બાબત એ છે કે એક વખત ઝડપ વધાર્યા પછી એકપણ બિંદ્ પર તેને ધીમી કરવાની નથી. ૨૦ મિનિટ ૫છી અટકી જાવ.

પછીથી ૧૦ મિનિટ માટે તમે જયાં છો, ત્યાં જ શાંતિથી બેસી રહો. તમારી આંખો બંધ રાખો અને તમારું ધ્યાન 'વિશુદ્ધિ ચક્ર' પર જ કેન્દ્રિત રાખો. તમે આ હલન-ચલન વખતે પેદા થયેલી શક્તિને તમારી અંદર શોષી લેશો.

આ મેડિટેશનની એક ચાવી છે, તે એ છે કે તમારું શરીર હલતું હોય ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન 'વિશુદ્ધિ ચક્ર' પર કેન્દ્રિત હોવું જોઈએ. તમે જયારે આમ કરો છો, ત્યારે બ્રહ્માંડિય શક્તિ તમારા 'વિશુદ્ધિ ચક્ર'માં થઈને તમારી અંદર પ્રવેશ કરે છે અને તમારા માટે પ્રચંડ ક્તિનો સ્ન્રોત બની જાય છે.

તમે આ મેડિટેશન કરતી વખતે તમારા ગળામાં તમારી માળા પહેરી શકો છો. એ મેડિટેશન દરમ્યાન પેદા થયેલી શક્તિનો સંગ્રહ કરવાનું કામ કરશે.

જૂથમાં શક્તિ સાગર મેડિટેશન કરવાનું હોય ત્યારે સંગીત સાથે કરવું.

અંતમાં માસ્ટરજી મંત્ર બોલે છે !

ઓમુ શાંતિ શાંતિ શાંતિ હી

ધીમેથી, ખૂબ જ ધીમેથી, તમારી આંખો ખોલી નાંખો. આપણે બીજી બેઠકમાં મળીશું. આભાર...

ચક્ર શુદ્ધિ : આજ્ઞા

ચક્રનું સ્થાન : આંખના ભવાંની વચ્ચે

ચક્રને બંધ કરનાર : ગંભીરતા

ચક્રને ખોલનાર : નિખાલસતા અને સરળતા

મેડિટેશન પદ્ધતિ : ઝોરોસ્ટીઆનીઝમ

મેડિટેશન માટેની સૂચનાઓ :

(કુલ સમય : ૩૦ મિનિટ)

'દિવ્ય નેત્ર' મેડિટેશન આજ્ઞાચક્રને જાગત કરવા માટે કરવામાં આવે છે. આજ્ઞા ચક્ર જાગૃત થવાથી તમે બ્રહ્માંડીય પ્રજ્ઞા સાથે જોડાવ ઝોરોસ્ટ્રીઆનીઝમમાંથી લેવામાં આવી છે. આ પદ્ધતિના બે ભાગ છે. પહેલામાં આજ્ઞાચક્રને શુદ્ધ કરવામાં આવે છે અને બીજામાં તેને શક્તિશાળી બનાવવામાં આવે છે. 'આજ્ઞાચક્ર' અથવા ત્રીજા નેત્રને માયા અને વાસનાનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે.

બનાવેલી હોય. આ માર્ગદર્શિત મેડિટેશન પદ્ધતિ છે. ધ્યાનથી મારી સચનાઓનું પાલન કરો.

આંખો બંધ કરીને પલોઠી વાળીને નીચે બેસી જાવ. જે લોકો નીચેના બેસી શકતા હોય તેઓ ખુરશી પર બેસી શકે છે.

(હળવું સંગીત વાગે છે)

તમારા આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો જાણે કે તમે તેની આરપાર નીકળી રહ્યા હો તે રીતે (૫ મિનિટ)

હવે આંખો ખોલી નાંખો અને ત્રીજી આંખમાંથી દીવાની જયોત સામે જુઓ. તમારી આંખો કદાચ ઝબકવા લાગશે અથવા બળશે અથવા આંસ્ વહેવા લાગશે. જે થાય તે બસ થવા દો. (૫ મિનિટ)

આંખો બંધ કરો ફરીથી આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરપાર જુઓ. (૫ મિનિટ) આંખો ખોલી નાંખો અને ત્રીજી આંખમાંથી દિવાની જયોત સામે જુઓ. (૫ મિનિટ)

આંખો બંધ કરો. આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત ના કરો. રીલેક્સ થઈ જાવ. (૫ મિનિટ) ઓમ શાંતિ શાંતિ શાંતિ હી

ધીરેથી, ખુબ જ ધીરેથી, તમારી આંખો ખોલી નાંખો. આપણે પછીની બેઠકમાં મળીશું. આભાર.....

સહસ્ત્રારા ધ્યાન (પ્રાર્થનાની જેમ કૃતજ્ઞતા વ્યક્ત કરવી)

ચક્ર શુદ્ધ : સહસ્ત્રતાર

ચક્રનું સ્થાન : મસ્તકની ટોચ પર

ચક્રને બંધ કરનાર : અસંતોષ

ચક્રને ખોલનાર : કૃતજ્ઞતા અને દિવ્ય આનંદ

મેડિટેશન પદ્ધતિ : સુફિઝમ

મેડિટેશન માટેની સૂચનાઓ :

(કુલ સમય : ૩૦ મિનિટ)

સીધા બેસો, ફૂલોને તમારા હાથમાં પકડી રાખો અને આંખો બંધ કરો. તમારા સહસ્ત્રાર ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા શરીરના બીજા બધા ભાગોને ભૂલી જાવ. ફક્ત તમારા મસ્તકની ટોચના કેન્દ્ર પર એકાગ્ર થાવ અને ત્યાં રીલેક્સ બની જાવ. મોં પર મુસ્કુરાહટ લાવો અને રીલેક્સ થઈ જાવ.

તમે આ શરીર આપવા માટે તમારી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારી માતાને યાદ કરો અને હૃદયની સમગ્ર લાટણીથી કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમને આ જીવન આપવા માટે તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરવા બદલ તમારા પિતા પ્રત્યે ખરા હૃદયની લાગણીથી કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તમને આવકારનારા ડૉક્ટરો અને નર્સો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમે જયાં જન્મ્યા અને તમે જે ઘરમાં રહો છો, તેને બાંધનાર બધા જ માણસો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમે જયારે નાના હતા, ત્યારે ખોરાક માટે, કપડાં માટે અને જિંદગીની બીજી સગવડતાઓ માટે જે લોકોએ કામ કર્યું છે, તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમને પ્રાથમિક શિક્ષણ આપનાર બધા જ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારા જુવાન વયના બધા જ મિત્રો કે જેમણે તમારી જિંદગીનો સુખી અને આનંદમય બનાવી છે અને તમારી સાથે તેમની નિખાલસતા અને ખુશી વહેંચી છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારા ભાઈઓ અને બહેનો તેમજ બીજા સંબંધીઓ કે જેમણે તમારો ઉદેર કર્યો છે અને કાળજી લીધી છે, એ બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. ઈરાદાપૂર્વક અથવા ઈરાદા વગર, જાણતાં અથવા અજાણતાં તમે તેમને કોઈપણ રીતે દુ:ખ પહોંચાડ્યું હોય તો તે બદલ તેમની માફી માંગો.

એ બધા જ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો, જેમણે તેમને વ્યાવસાયિક શિક્ષણ આપ્યું છે. તમને વ્યવસાયમાં ઊભા થવા માટે મદદ કરી છે. તમને તમારા પોતાના પગ પર ઊભા રહેવા માટે હિંમત આપી છે. તમને જયારે પણ નાણાકીય મદદની જરૂર પડી હોય, ત્યારે મદદ કરનાર બધા જ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

એ બધા જ ડૉક્ટરો અને નર્સો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો, જેમણે તમારી તબિયતની કાળજી રાખી છે અને જયારે પણ જરૂર પડી હોય ત્યારે તબીબી

સારવાર આપી છે. તમારા પતિ/પત્ની પ્રત્યે ખરા હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરો, જેમણે તમને તમારી જિંદગીમાં પ્રેમ અને સલામતી આપી છે. તેમણે તમને કોઈ કારણસર દ્દઃખવ્યા હોય, તો તેમને માફ કરી દો. તમે જાણતાં અથવા અજાણતાં તેમને કોઈ પ્રકારે દુ:ખ પહોંચાડ્યું હોય, તો તેમની માફી માંગો.

તમને આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે ઉત્સાહ અને પ્રેરણા આપનાર દરેક લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારી આખી જિંદગી દરમ્યાન એક યા બીજી રીતે તમને સેવા આપનાર બધા લોકો જેમકે દૂધવાળા, કરીયાણાવાળા, ધોબી, કચરો ભેગો કરનાર, તમારા નોકરો, ડ્રાઈવર જે બધાને તમે એમ જ એમ જ મળી ગયા છે, તેમ ગણ્યા છે તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

ઈરાદાપર્વક અથવા ઈરાદા વગર, જાણતાં-અજાણતાં તમે તેમને કોઈ દુ:ખ પહોંચાડ્યું હોય તો તે તે બદલ તેમની માફી માંગો.

તમારા દુશ્મનો કે જેમણે તમને દ્દુ:ખ આપીને મજબૂત બનાવ્યા છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમે તેમને કોઈ દુ:ખ પહોંચાડ્યું હોય, તો તે બદલ તેમની માફી માંગો. જે લોકો એ તમને શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે મદદ કરી હોય તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમને ઠીક લાગે તેટલો સમય લો, એ દરેકે દરેક વ્યક્તિને યાદ કરો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારું શરીર અને તેના દરેક ભાગ પ્રત્યે એક પછી એક કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારા મનની ચમત્કારિક રચના માટે તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારા જીવનમાં આ બધી જ બાબતો શક્ય બનાવવા માટે દિવ્યતા, સમગ્ર બ્રહ્માંડ, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમે બધાએ મારામાં વિશ્વાસ મૂકવો અને મને આ થોડા દિવસ સાંભળ્યો એ બદલ હું તમારા બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

હવે તમે આંખો ખોલી શકો છો અને સમગ્ર અસ્તિત્વ પ્રત્યે આ સફેદ વસ્ત્ર પર કૃતજ્ઞતાના ફૂલો અર્પણ કરો.

(ભેગા થયેલા દરેક એક પછી એક આગળ આવીને કૃતજ્ઞતાના ફલો અર્પણ કરે છે.)

…Rhrþü

Instruction : This page printed blank in the book

ધ્યાન તમારા માટે જ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારત દેશના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.

વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.

ભારતમાં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.

આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ હીલીંગ, યુવાનો માટે વિનામૃલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ. વિનામલ્યે સારવાર અને આંખના ઓપરેશન. વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકુળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વર્ષીય કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ, યુએસએ સ્થિત "લાઈફ બ્લીસ ફાઉન્ડેશન" દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરિકા, યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યું જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોર્દ્ધ એ .

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.

આંતરિક ઉજાગરણ (Inner Awakening)

Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિણામને પેદા કરવા માટે પ્રયોજેલ છે.

મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિણામને તમારામાં પેદા કરે છે.

(LBP-1)

(NSP)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે,

Inner Awakening

લાઈફ બ્લીસ એન્જીનીચરીંગ

(LBE)


LBEમાં તમે,

Quantum

કભતરુ

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૧, આનંદ સ્ક્રૂરણા પ્રોગ્રામ (LBP Level-1, ASP)

તમારામાં શક્તિ પ્રગટાવો.

લાઈફ Level-3, ATSP)

તમારા 'સ્વ' સાથે અનુસંધાન કરો.

લાઈફ Level-3, BSP) તમારી ઉપાસના પૂર્ણ કરો.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, નિત્યાનંદ સ્ક્રુરણા પ્રોગ્રામ (LBP Level-2, NSP)

મૃત્યુનું રહસ્યોદ્ધઘાટન

લાઈફ બ્લીસ ટેક્નોલોજી (LBT) જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ

(LBT)

Part 3: Meditation Is for You_Gujarati_part_3.md

નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :

  • અભદાન : O

  • નિત્યાનંદ સંપ્રદાચ અને તેની તાલીમ : o

  • નિત્ય યોગ : l

  • મંદિરો અને આશ્રમો : し

ધ્યાન તમારા માટે જ છે.
જેલમાં મેડીટેશન પ્રોગ્રામ :
Dતબીબી શિબિરો :
Cગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ :
Dલાઈફ બ્લીસ ટેક્નોલોજી :
bકોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ :

AAPI

  • નિત્યાનંદ ગુરૂકુળ : し

દે

  • નિત્યાનંદા ઈન્સ્ટીટચૂટ ઓફ ટીચર્સ ટ્રેનિંગ : し

શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?

તમારે ધ્યાન શીખવાનું નથી.

તમે ધ્યાની છો જ !

તમારા જીવનની એવી કોઈ ક્ષણ યાદ કરો, જ્યારે તમે સૌંદર્યનો અનુભવ કર્યો હોય. પર્વતની પાછળથી એકાએક ઊંગી નીકળતો સુર્ય કે પછી જીવનમાં તમે પ્રથમવાર જ અત્યંત સુંદર સંગીત સાંભળ્યું હોય.

આવી ક્ષણે એકાએક તમે સંપૂર્ણ સ્તબ્ધ, નિઃશબ્દ બની જાવ છો.

આપણે સહુએ આવી ક્ષણો નથી અનુભવી ?

આવી ક્ષાણે પેલા સૌંદર્યની ઉપસ્થિતિમાં તમે કંઈ વિચારી શકતા નથી. તમે એ સોંદર્યની અનુભૂતિ કરતાં કેવળ શાત બની જાઓ છો, બસ એટલું જ.

એ ક્ષણ ધ્યાન છે.

થોડી જ ક્ષણો પછી તમારો ગણગણાટ શરૂ થાય છે. તમારૂં મન કહે છે : 'આ ખરેખર સુંદર સૂર્યોદય છે.'

તમારૂં મન એ સંગીતની, તમે અગાઉ સાંભળેલા સંગીત સાથે સરખામણી કરવા લાગે છે. એનો અર્થ થયો કે તમે ધ્યાનમાંથી વિચલિત થયા છો.

ધ્યાન બીજૂં કશું જ નથી, પણ એ શાંત, આનંદપૂર્ણ સ્થિતિમાં ટકી રહેવું છે. તમે આ સ્થિતિ શીખી શકતા નથી. તમે માત્ર એને અનુભવી શકો છો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આપણી શતાબ્દીના ક્રાંતિકારી આધ્યાત્મિક મારટર છે. તેઓ મેડિટેશનની શક્તિથી દ્વનિયાનો ઉપચાર કરવાનું અભિમાન લઈને નીકળ્યા છે.

ધ્યાનપીઠમ રવામીજીની વિશ્વવ્યવ્યાપી ચળવળ છે, જે ભારતમાં, બેંગલોર નજીક, બિડાડીમાં આવેલી છે. તેમ છતાં સ્વામીજી હંમેશા તેમનો આધ્યાત્મિકતા અને દિવ્ય આનંદમચ જીવનનો સંદેશો લઈને દુનિયાભરના લોકો વરચે પરિભ્રમણ કરતા રહે છે.