1. Guaranteed Solutions
મેડિટેશન (Meditation) વડે બિમારી દૂર કરવી
સ્વામીજીના બિમારી દૂર કરનાર દિવ્ય સ્પર્શથી વિવિધ પ્રકાર ની શારીરિક અને માનસિક બિમારીથી પીડાતા લાખો લોકોને રાહત મળી છે.
તેમની માંદગી દ્દર કરવાની આનંદા હીલીંગ ના મૃળ મેડિટેશન અને દિવ્ય શક્તિને અસ્વસ્થ શરીરમાં પ્રવાહીત કરવાની રીતમાં રહેલાં છે.
સ્વામીજી લોકોને ફક્ત સાજા જ કરતાં નથી, પરંતુ જે લોકોની ઇચ્છા હોય તેમને હીલર્સ (healers) પણ બનાવે છે. આજે. માનવતાને મોટા પાયા પર આ દિવ્ય સેવાનો લાભ ઘણાં બધા હીલર્સો હીલીંગ (healing centers) સેન્ટરોમાં પૂરો પાડી રહ્યા છે.
મેડિટેશન (Meditation)
સ્વામીજી કહે છે, ''મેડિટેશન આપણો સાચો સ્વભાવ છે. જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ સમાજ અને રાજય તેના ઉપર પોતાની અસર પાડીને (Social conditioning) મેડિટેશનની શુધ્ધતાનો નાશ કરી નાખે છે. પરિણામે જે બાળક આ દુનિયામાં સંપૂર્ણ નિર્દોષતા અને આનંદની મસ્તી સાથે આવે છે, તે તણાવો અને ખળભળાટ થી ટુકડાઓમાં વિભાજીત થઇ જાય છે.
સ્વામીજીની સંપૂર્ણ તર્ક શુદ્ધ, વૈજ્ઞાનિક અને વારંવારના પરીક્ષણોમાં સાચી સાબિત થયેલી પધ્ધતિઓ ચાલુ રાખીને, માણસને તેની મૂળભૂત જાત (સ્વ - inner self) સાથે જોડાવવામાં મદદ કરે છે.
મેડિટેશન પ્રોગ્રામો : (Meditation Programs)
અત્યારે નીચે મુજબના મેડિટેશન પ્રોગ્રામો ઉપલબ્ધ છે.
આનંદા સ્કુરણા પ્રોગ્રામ (Ananda Spurana Program - ASP) અથવા જીવન દિવ્યાનંદ પ્રોગ્રામ (Life Bliss Program - LBP) જે માણસના શરીરમાં આવેલાં સાત મુખ્ય ચક્રો અથવા શક્તિકેન્દ્રો (Energy Centers) ઉપર કામ કરે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્ક્રૂરણા પ્રોગ્રામ (THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM Spurama Program - NSP) જે આપણાં સાત શક્તિ સ્વરૂપ શરીરો પર કામ કરે છે.
આરોગ્ય સ્ક્રૂરણા પ્રોગ્રામ (Arogya Spurana Program) જે આપણું શરીર, મન અને આત્માને શુધ્ધ કરે છે અને આપણી અંદર હકારાત્મક સ્વસ્થતાનો ફરીથી સંગ્રહ કરે છે.
જ્ઞાન ધ્યાન આંદોલન (The Gnana Dhan Movement)
સ્વામીજી કહે છે; " યુવાનોને મેડિટેશન અને આનંદપૂર્વક જીવતાં શીખવવું તે તમે જે આપી શકો છો તેવી મહાનમાં મહાન ભેટ છે. તમે જો તેને દાનમાં ખોરાક આપશો, તો તમે તેની થોડા કલાકની જરૂરીયાત પૂરી કરો છો. જો તમે શિક્ષણ આપો છો, તો તમે માણસ પોતાના માટે જીવનભર પોતાનો ખોરાક જાતે કમાઇ શકે તેમાં મદદ કરો છો. જો તમે 'સ્વ'નું જ્ઞાન અને ડહાપણ આપો છો, તો માણસ એક જીવનમાં જાણીને જેટલું મેળવી શકે તેનાં કરતાં ઘણું બધુ વધારે મેળવી આપવામાં મદદ રૂપ થાવ છો"
જ્ઞાનધ્યાન આંદોલન (The Gnana Dhan Movement) યુવાનોને આનદપૂર્ણ જીવનનો રસ્તો બતાવવા માટે વ્યાખ્યાનો અને મેડિટેશનનાં સાધનો નિઃશુલ્ક આપે છે. વિદ્યાર્થીઓનો ASP મેડિટેશન પ્રોગ્રામ ખાસ યુવાનો માટે જ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્વામીજીના મત પ્રમાણે, યુવાનોને જયારે મેડિટેશન શીખવવામાં આવે છે ત્યારે. સંગ્રહીત નકારાત્મકતાનો નાશ થાય છે, ગુનાખોરીનું પ્રમાણ ઘટી જાય છે અને દેશોનો વિકાસ ખીલી શકે છે. જ્ઞાનધ્યાન આંદોલન (The Gnana Dhan Movement) એકલા દક્ષિણ ભારતમાંજ એક લાખ યવાનોને સ્પર્શી ગયું છે .
સત્સંગ (Satsang)
સ્વામીજી દુનિયાભરમાં યુવાનો અને વયસ્કોના સમારંભોમાં, વધારે સારી સમજણ અને જીવનની સમસ્યાના ઉકેલ માટે વ્યાખ્યાનો આપે છે.
તેઓ દ્વનિયાભરના રેડિયો અને ટેલિવિઝન પરની જીવંત મુલાકાતોમાં જીવનના દરેક ક્ષેત્રમાંથી આવેલા લોકોના સવાલોના તરત જ સ્પષ્ટતા થઇ જાય તે રીતે જવાબો આાપે છે. તેઓ કહે છે. "બૃદ્ધિપર્વક ની સમજણ સાથેનું મેડિટેશન તમને એકસત્રતાના વિજ્ઞાનના સપર હાઇવેપર જવા માટે ઉત્તેજીત કરે છે. માણસે શરીર. મન અને આત્માની અજાયબ વિલક્ષણતાને સમજવા માટે અંતર્યાત્રા પર નીકળી પડવું જોઇએ.
સ્વામીજી પોતાનો સંદેશ માનવ જાતમાં મોટે પાયે ફેલાવવા માટે પોતે જ લોકોને આચાર્ય (શિક્ષક) બનવા માટે તાલિમ આપે છે.
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા (Science And Spirituality
પૂર્વના રહસ્યવાદની પધ્ધતિઓ અને આધુનિક પશ્ચિમી તર્કની સિસ્ટમ વચ્ચે માણસ જાતની વિશ્રદ્ધ સમજણ માટે સ્વામીજી એક સેતુ બની ગયા છે.
જુન ૨૦૦૫ માં ૬ અમેરિકન એસોસીએશન ઓફ ફીઝીસાયન્સ ઓફ હિન્દુ ઓરીજીન (The American Association of Physicians of Hindu Origin - AAPI) નું ૨૩મં સંમેલન ય.એસ.એ નાં ટેકસાસ રાજયના દ્યુસ્ટન શહેરમાં ભરાયું હતું. તેમાં સ્વામીજી માનનીય મહેમાન હતા. જેમાં તેમણે 'યોગા ધ ઇન્ટીગ્રેટ સાયન્સ ઓફ બોડી, માઇન્ડ, વર્બલાઇઝેશન સ્પીરીટ' (શરીર, મન અને આત્માનું એકસત્રી વિજ્ઞાન) ઉપર શ્રેણી બધ્ધ વ્યાખ્યાનો આપ્યા હતા.
સ્વામીજી દનિયાના વૈજ્ઞાનિકો સાથે મળીને અસાધારણ રહસ્યો ની નોંધણી અને વિશ્લેષણ ઉપર કામ કરે છે. તબીબી વિજ્ઞાનીઓના મંડળે જે કહ્યું છે તેમાંથી થોડાં અવતરણ :
જેમ્સ એલ. હોલ સેન્ટર ફોર માઇન્ડ, બોડી એન્ડ સ્પીરીટ ઇન્ટીગ્રીસ જ્રામ થોર્પે રીહેબીલેશન સેન્ટર એન્ડ ધ PET સેન્ટર ઓફ ઓકલોહામા, યુ.એસ.એ.ના (Oklahoma, USA) ડોક્ટરો કહે છે, "સ્વામીજી ઉપર અમે કરેલા પ્રયોગોના પરિણામો, મગજ ઉપર થતાં સંશોધનોના પુસ્તકમાં એક નવું
પાનું ઉમેરે છે. તેમાંથી અમને સતત એવી નિશાનીઓ મળી છે કે, મન શરીરને સાજુ કરવાનું પસંદ કરી શકે છે. અમે અત્યારે લોકોની જાતે જ સાજા થવાની ક્ષમતાઓ અને શક્યતાઓ તપાસી રહ્યાં છીએ. જે માણસ જાત માટે ફાયદાકારક હશે, હૃદયરોગ, કેન્સર, સંધીવા, દારૂની આદત જેવા બીજાં ઘણા રોગોની તીવ્રતામાં ઘટાડો કરીને તેને સંપૂર્ણ નાબુદ કરવાની ક્ષમતા સુધી પહોંચવાની શરૂઆત ની શક્યતા દેખાય છે."
ડો. કોલીન્સ, આગળ પડતાં સંશોધક અને પ્રેક્ટીસીંગ ન્યુરો ફીડ બેક ઇન સેન્ટલ્યુઇસ યુ.એસ.એ કહે છે; "દુનિયા આ માનવા તૈયાર થશે નહીં ! આ અત્યંત અસાધારણ છે. સ્વામીજીની જાગ્રત અવસ્થામાં તેમનાં મગજમાં થતી રાસાયણીક પ્રક્રિયાઓ પરનાં અમારાં તારણોથી, અમારી ન્યુરોલોજી સિસ્ટમ પર મેડિટેશનથી થતા ફાયદાની અમારી સમજણ પર એક નવું પ્રક્રરણ લખાશે."
ડો. જુઆન એકોસ્ટા - પુરકવૈદી ફ્રોમ સાઉન્ડ હેલ્થ ડીઝાઇન્સ, LLC વીચીતા, KS યુ.એસ.એ આફટર એન EEG (ઇલેકટ્રો એન્સેફેલોગ્રાફી)કર્યા પછી કહે છે "સ્વામીજી સાથેના સેશન પછી અમે સ્વામીજીના વૈજ્ઞાનિક પરીક્ષણો બાદ તેમના તરફ ઉત્સાહપૂર્વક નજર માંડી રહ્યા છીએ, જેથી તેમની મહાન આધ્યાત્મિક ભેટનું તટસ્થ મૂલ્યાંકન કરીને આજના કટોકટીના સમયમાં ગ્રહોની જેમ દૂર ફરી રહેલી સાજા થવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપી શકાય"
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ફાઉન્ડેશન (The The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam Foundation)
જાન્યુઆરી ૨૦૦૩ માં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ફાઉન્ડેશનનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર અને આશ્રમ 'ધ્યાનપીટ્ટમ' (Dhyanapeetam)ની સ્થાપના થઇ. તે બેંગલોરના સીમાડે બીદડી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પુરીમાં આવેલું છે.
બીદડીમાં નીચી ટેકરીઓની વચ્ચે ૨૦ એકર જમીનમાં ફેલાયેલ ધ્યાનપીટ્ટમ (Dhyanapeetam) આશ્રમ, સ્વામીજીની પારંપરિક સાદગી અને આધુનિક સગવડો થી તૈયાર થયેલો છે.
આશ્રમનું શક્તિ રહ્યુરણનું સ્થાન તેમાં આવેલ ૩૦૦ વરસ જૂનું વડલાનું ૫વિત્ર ઝાડ છે. તેની નીચે ભગવાન 'આનંદા ઇશ્વર' (Ananda Eashwar) (ભગવાન દક્ષિણામૂર્તિ આદિગુરુ)ની મૃર્તિ પ્રતિષ્ઠિત છે. સ્વામીજી આ પવિત્ર વડલાના વૃક્ષ નીચે બેસીને પૂજા કરતા હતા ત્યારે તેમને અચાનક પ્રેરણા થઇ કે આ વૃક્ષ આશ્રમનો માર્ગદર્શક આત્મા છે અને તેની નીચે ઘેરાયેલી જગ્યામાં સાજા કરવાની શક્તિના તરંગો વહ્યા કરે છે.
અસ્વીકાર
આ પુસ્તક એ સૌ કોઈના માટે છે, જેમને તેમનાં શરીરના મુખ્ય શક્તિ કેન્દ્રોને સમજવામાં રસ હોય. એ જાણવું હોય કે આ કેન્દ્રો તેમની રોજીદી કાર્ય સિધ્ધિ પર કઈ રીતે અસર કરે છે. આ પુસ્તક 'ચક્ર શક્તિ સ્કૂરણા' ઉપર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પ્રોગ્રામો જેવાં કે, લાઈફ બ્લીસ પ્રોગ્નામ (LBP) અને આનંદ સ્ફરણા પ્રોગ્રામો (ASP) માં અપાયેલ વ્યાખ્યાનો પર આધારીત છે. મનની પરિપૂર્તિ માટે અને જે લોકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હોય તેમના માટે છે. તેમને જે મેડિટેશનની પધ્ધતિઓ શીખવી છે તેને આમાં વિગતવાર સામેલ કરવામાં આવેલ છે. આ પધતિઓનો ઉપયોગ ફકત ધ્યાન પીઠમૂના નીમાયેલ, આચાર્યોની વ્યક્તિગત દેખરેખ એ સૂચનાઓ પછી જ કરવો જોઈએ. પહેલી વખત વાંચનાર કે જેણે આ કોર્સમાંથી એક પણ કોર્સમાં હિસ્સો ન લીધો હોય તેઓ પોતે આ પધ્ધતિ અપનાવવાનો પ્રયત્ન ન કરે તે હિતાવહ છે. જો કોઈ વ્યક્તિ LBP અથવા ASP માં ભાગ લીધા વગર જ, આ પધ્ધતિઓનો ઉપયોગ કરશે, તો તે તેમના પોતાના જોખમે કર્યું ગણાશે. લેખક અથવા ધ્યાન પીઠમુ તેના પરિણામો માટે જવાબદાર નથી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
(આનંદ સ્ફરણા પ્રોગ્રામ અને લાઈફ બ્લીસ પ્રોગ્રામના ચક્ર મેડિટેશન પ્રોગ્રામ વખતે અપાયેલ વ્યાખ્યાનોમાંથી લેવામાં આવેલ છે.)
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ......
પહેલી જાન્યુઆરી ૧૯૭૮ના રોજ દક્ષિણ ભારતમાં તામિલનાડુના થીરૂવન્નામલાઈ શહેરમાં જન્મ થયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્વયં પ્રેરિત ગુરુ છે. નાની ઉંમરથી વરસો સુધી ફકત અંતિમ સત્યનો અનુભવ કરવા માટે, તેમણે દુ:ખો સહન કરીને તપ કરવાના સતત પ્રયાસો ચાલુ રાખ્યા. તેઓ ભારત દેશ અને નેપાળના મહાન ગુરુઓ પાસે શિક્ષણ મેળવવા માટે ચારે દિશામાં પરિવ્રમણ કર્યું. ૨૨ વરસની ઉંમરે તેમને પરમ જ્ઞાનનો, જાગતતાનો સાક્ષાત્કાર થયો.
ત્યારે તેઓ અંતિમ દિવ્યતામાં પ્રવેશ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બન્યા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ફાઉન્ડેશન તેમની વિશ્વ વ્યાપી મેડિટેશન ચળવળ છે. જેનું મુખ્ય કેન્દ્ર ધ્યાન પીઠમ્ ભિંદાડી (બેંગ્લોર, ભારત)માં છે. અને પશ્ચિમમાં લોસએન્જલસ (L.A.), યુ.એસ.એ.માં છે. તે દુનિયાના ૨૦ દેશોમાં ૮૦૦ કેન્દ્રો ચલાવે છે અને વ્યક્તિનું પરિવર્તન કરીને માનવજાતનું પરિવર્તન કરવાના એકધારા વ્યવસ્થિત પ્રયત્ન કરે છે.
માસ્ટરના વ્યવહારૂ મુદ્દાઓની સચોટ સજાવટ તથા સરળ અને સંચાલન શક્તિથી ભરપૂર મેડિટેશન પધ્તતિઓ, દરેક વ્યક્તિને શારીરિક, માનસિક અને અધ્યાત્મિક સ્તરે ખીલવામાં મદદ કરે છે. આનંદ સેવકો તરીકે હજારો સ્વયં સેવકો દ્દુનિયાભરમાં મિશનને ટેકો આપવા માટે કાર્યરત છે.
આધુનિક પશ્ચિમિ તર્ક અને પુરાવાઓ અને પ્રાચીન રહસ્યવાદની સિસ્ટમને સાથે જોડવા માટે માસ્ટર પોતાની જાતને જીવંત પ્રયોગશાળા તરીકે રજૂ કરીને, દુનિયાના વૈજ્ઞાનિકો સાથે કામ કરી રહ્યા છે. માનવજાતના ફાયદા માટે તેઓ આ રીતે વિજ્ઞાન અને અધ્યાત્મક વચ્ચે સેતુ બનાવી રહ્યા છે.
પારસ્પરિક અસર
હું તમને સૌને પ્રેમ અને સન્માનથી આવકારું છું.
તમે બધા અહીં કંઈક અપેક્ષા, આશા લઈને અને તમારા જ્ઞાનમાં વધારો કરવા આવ્યા છો. જીવનનું નવું દર્શન કરવા અને સમજવા, કે જીદગીને વધારે સારી રીતે કઈ રીતે જીવી શકાય, તે જાણવા અહીં આવ્યા છો. આપણે મુખ્ય વિષય પર આવીએ એ પહેલાં હું તમને થોડી બાબતો જણાવવા માંગ્ છૂં. જેથી તમે મારી સાથે રહીને, તેમાંથી વધુમાં વધુ ફાયદો મેળવી શકો.
તમે ઘણી બધી જગ્યાએ ગયા હશો, ઘણાં બધાં વ્યાખ્યાનો સાંભળ્યા હશે. અહીં આવતાં પહેલાં બીજી ઘણી બધી પધ્ધતિઓનો અમલ કર્યો હશે. આ બધું બરાબર છે. ફકત એક વાત; તમે જયારે અહીં છો, ત્યાં સુધી સંપૂર્ણપણે અહીં જ રહો. બસ
આ પહેલાં બીજી જગ્યાએથી જે પણ જ્ઞાન મેળવ્યું હોય તેને પાછળ છોડી દો. પછી જ અહીં આવો. તમે બહારનું બોર્ડ જોયું હશે, તે કહે છે કે; "તમારાં જૂતાં અને મગજ બહાર મુકીને આવો." તમને કદાચ નવાઈ લાગી હશે કે આનો મતલબ શૂં છે? તેનો મતલબ છે, તમે જયારે બહાર જૂતાં ઉતરતા હો, ત્યારે જ નક્કી કરો કે મગજને પણ અહીં જ મૂકીને અંદર જવાનું છે. અત્યાર સુધીમાં જે જ્ઞાન ભેગું કર્યું છે, તેને તમારા જૂતાંની બાજુમાં મુકીને અંદર આવો. તમે જયારે બહાર જશો ત્યારે તેને સાથે લઈ જઈ શકશો. તેની ચિંતા કરવાની જરૂર નથી. બીજું કોઈ તમારા મગજ લઈને ચાલ્યું નહીં જાય. તે સંપૂર્ણ સલામત રહેશે.
કદાચ લોકો તમારા જૂતાં લઈ જઈ શકે, પરંતુ મગજને અડકી પણ નહીં શકે. આ બાબતની હું તમને ગેરટી આપું છં. ! લોકો પોતાનાં મગજને સંભાળી શકતા નથી, એમાં તમારૂં મગજ લઈ જઈ પ્રયોગો શું કરવાના !
તમે જયારે કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર ખાલી મનથી આવો છો. ત્યારે જ હું જે કંઇ કહીશ તેને પરેપુરું ગ્રહણ કરી શકશો. જો તમે તમારૂં જ્ઞાન લઈને આવશો, તો હું જે કંઈ કહીશ તેના દરેક શબ્દોને તમે જે જાણો છો, જે તમે પહેલાં બીજા કોઈ પાસેથી જે સાંભળું છે, તેની સાથે સરખાવ્યા કરશો અને તમે હું જે કહેવા માંગુ છું તે ચુકી જશો.
તમે મને તોજ ગ્રહણ કરી શકો, જો તમારામાં થોડી જગ્યા હોય. જો તમે પેહેલીથી પરેપુરા ભરેલા હો તો તમે મને ગ્રહણ ન કરી શકો.
એક નાની વાર્તા :-
પશ્ચિમના એક ભણેલા પ્રોફેસર પૂર્વમાં જાપાનમાં એક ઝેન માસ્ટરને મળવા ગયાં. પ્રોફેસર ખૂબ જ ભાગેલા હતા. અને ઘણા બધા વિષયોમાં શોધખોળો કરી હતી. તે થોડું અધ્યાત્મનું જ્ઞાન મેળવવા, તેના પોતાના થોડા મુદ્દાઓ પર ચર્ચા કરવા અને અધ્યાત્મને વધારે સારી રીતે સમજવા માટે માસ્ટર પાસે ગયા હતા.
મ્રોફેસર જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મળવા આવ્યા ત્યારે તેણે જોયું કે માસ્ટર કિટલીમાં ચા ઉકાળી રહ્યા છે. ગુરુએ તેને જોયા અને બેસવાનો ઈશારો કર્યો અને ચા ઉકાળવાનું ચાલુ રાખ્યું.
પ્રોફેસર નીચે બેઠા. થોડા વખત પછી તેણે પોતાના ભૂતકાળની વાતો કરવા માંડી. તે કેટલું ભણ્યા છે. તેણે કેટલી શોધો કરી છે. દુનિયામાં તેણે કેટલી મુસાફરી કરી છે. અલગ અલગ લોકો સાથેના તેના અનૂભવો, વિવિધ વિષયો પરના તેના વિચારો અને ઘણુ બધું.
માસ્ટરએ ચા ઉકાળી લીધી અને બન્ને વચ્ચે બે કપ મૂક્યા.
તેમણે પ્રોફેસરના કપમાં ચા રેડવાનું શરૂ કર્યું. તેણે ચા રેડવાનું ચાલુ રાખ્યું, કપ છલકાઈને ચા બહાર વહેવા લાગી અને ટેબલ પર પ્રસરવા લાગી.
પ્રોફેસર જે બની રહ્યું હતું તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે પોતાની જાતને વધારે વખત રોકી શક્યા નહીં, તેશે ચીસ પાડી; "માસ્ટર તમે આ શું કરી રહ્યા છો ? ચા રેડવાનું બંધ કરો. કપ છલકાઈને ચા બહાર ડોળાઈ રહી છે"!
માસ્ટરએ ચા રેડવાનું બંધ કર્યું અને શાંતિથી કહ્યું; "જેમ તમે ઉભરાઈ રહ્યા છો તેમજ !" પ્રોફેસરને ઝટકો લાગ્યો. પણ માસ્ટર શું કહેવા માંગે છે તે સમજી ગયા. પ્રોફેસર ચાના કપની જેમજ છલોછલ ભરેલા હતા, કે જેમાં વધારે કશું ભરી શકાય તેમ નહોતું. ગુરુએ તેને કશું પણ સમજાવ્યું હોત, તો તે છલકાઈ ને બહાર નીકળી ગયું હોત. તેની અંદર ન જાત. પ્રોફેસર માસ્ટરના એક જ શબ્દ 'તમારા જેમ જ' થી સમજી ગયા, કે આનો મતલબ શું હતો, માસ્ટર તેને શું કહેવા માંગતા હતા !
તેથી તમે પણ સમજી જાવ. જો તમારે મારો અનુભવ કરવો હોય, તમે જે મેળવવા માટે સમય કાઢીને અહીં આવ્યા છો તે મેળવવું હોય, તો ફકત ચાના "ખાલી કપની જેમ" અહીં રહો. સંપૂર્ણ ખુલ્લા અને ગ્રહણકર્તા બનીને રહો. બાળક જેવા નિખાલસ અને જીજ્ઞાસુ બની હો. સ્પન્જની જેમ, જે બધું જ શોષી લેવા તૈયાર હોય છે. આટલું પુરતું છે બસ.
જ્ઞાન ત્રણ પ્રકારનું હોય છે. પહેલું બુદ્ધિથી મેળવેલું મગજમાં રહેલું જ્ઞાન, તેના માટે તમને ફકત મગજની જરૂર પડે છે. બીજા કશાની નહીં, જો તમે સચેત હો અને યાદ શક્તિ સારી હોય તો તે આના માટે પુરતું છે. જો તમે સારી રીતે તર્ક કરી શકો અને થોડું સામાન્ય જ્ઞાન હોય જેથી બાબતોને જોડી અને સમજી શકો એટલું પુરતું છે. આ એ જ્ઞાન છે, જે તમે તમારી સ્ક્રલમાં અને પુસ્તકોમાંથી મેળવો છો. ગણિત અને વિજ્ઞાન શીખવા માટે તમારૂં મગજ પરતું છે. તમે મહાન ગણિતજ્ઞ કે મહાન વૈજ્ઞાનિક બની શકો છો.
બીજા પ્રકારનું જ્ઞાન, હૃદયનું જ્ઞાન છે. આમાં તમારે તમારા મગજની સાથે હૃદયને પણ સાકળવું પડે છે. કલા, સંગીત, કવિતા, નૃત્ય આ બધું આ પ્રકારમાં આવે છે. આ બધા માટે તમે ફકત તમારૂં મગજ વાપરી શકો નહીં; તમે જો ફકત મગજનો જ ઉપયોગ કરશો તો આમાંનુ કર્શું જ થશે નહીં; તમારે ચિત્રો દોરવા માટે, કવિતા લખવા માટે, ગાવા માટે, ભાવના- લાગણીની જરૂર પડે છે.
આ બધાં સર્જન છે. તમારા હૃદયમાંથી નીકળેલા સર્જનો. તમારા હૃદયના અનુભવો છે. કોઈ પણ પ્રકારની લાગણી વગર તમે કવિતા લખી શકો ? કોઈ ચિત્રકાર ફકત મગજનો ઉપયોગ કરીને ચિત્રોનું સર્જન કરી શકે ? ના. તેણે તેના હૃદયને તેમાં સાંકળવું પડે અને પછી જ કલાનો પ્રવાહ બહાર આવે.
અમુક મુદ્દાઓ કે પધ્ધતિઓ કવિતા લખવા કે ચિત્રો દોરવા માટે મગજથી શીખી શકો, પરંતુ છેલ્લે ખરી કળા તો તમારા હૃદયમાંથી જ આવે છે. તમને કોઈ કવિતા લખતા કે ચિત્રો દોરતાં શીખવી શકે નહીં. તેઓ અમુક ચોક્કસ પધ્ધતિઓ શીખવી શકે. બસ પછી તમારે ઉત્કૃષ્ટ કલા તો તમારી અંદરથી જાતે જ બહાર લાવવી પડે.
ત્રીજા પ્રકારનું જ્ઞાન છે આધ્યાત્મિક જ્ઞાન; આ જ્ઞાન નથી મગજનું કે નથી હૃદયનું. પરંતુ તમારી જાતનું, તમારા અસ્તિત્વનું જ્ઞાન છે. હકીકતમાં આપણે તને જ્ઞાન પણ ન કહી શકીએ. એ ફકત તર્કથી પર એવી સમજણ છે. તેને શીખવી કે મેળવી શકાય નહીં. એ ફકત આપણી જાત સાથેના આપણા ઊંડા આંતરિક સહવાસથી થાય છે.
હું હંમેશા લોકોને કહું છું; હું તમને આધ્યાત્મિકતા શીખવી શકું નહીં. પરંતુ તમે શીખી શકો ! તમે માસ્ટરના શબ્દો અને આત્મિક સ્તરના સંસર્ગમાંથી શક્તિની જેમ ગ્રહણ કરી શકો. માસ્ટરના શબ્દો પાછળ જે શક્તિ છે, તેને જો તમે તમારામાં પ્રવેશવા દો, તો તે તમારી જાતમાં આંતરિક સ્તર સુધી સોંસરવા ઉતરી જાય છે. જે તમારામાં સંપૂર્ણ પરિવર્તન લાવે છે. આવું ફકત મગજમાંથી નીકળતા શબ્દો અને હૃદયની લાગણીઓથી બની શકે નહીં"
હું જ્યારે વાત કરૂં છું ત્યારે હું મારા અંતિમ સત્યમાંથી વાત કરું છું. મારા સમગ્ર અસ્તિત્વમાંથી વાત કરું છું. તમે જયારે સાંભળો ત્યારે સમગ્રપણે સાંભળો. તમારી પૂરેપૂરી જાતથી સાંભળો. ફકત પછી જ તમે મારા અનુભવોની ઝાંખી પ્રાપ્ત કરી શકો. હું અહીં તમને ફકત શબ્દો આપતો નથી. હું તમને શબ્દોથી ઉપર લઇ જાવ છું. જો તમે અહીં મારી સાથે તીવ્ર જાગૃતતા અને શાંતિ સાથે હશો, તો તમે શબ્દોની પાર જઈ શકશો અને તમારી આંતરિક જાતની ઝાંખી કરી શકશો.
ચાલો. આપણે બેઠક વ્યવસ્થામાં થોડો ફેરફાર કરીએ. તમે જયારે બેસો ત્યારે તમારા સંબંધી, મિત્રો કે જેને તમે જાણતા હો તેવા લોકો સાથે ન બેસતાં. તમે જેને વધારે ન જાણતા હો તેવી વ્યક્તિની બાજુમાં બેસો. તમે જો જાણીતી વ્યક્તિ પાસે બેસશો, તો હું જ્યારે બોલતો હોઈશ, ત્યારે એક બીજાની સામું જોશો અથવા શબ્દોની આપ લે કરતા રહેશો. જો તમે અજ્રણાની બાજુમાં બેસશો, તો એકલા રહીને પણ મને વધારે સમજી શકશો.
એક વાત સમજીલો. મારા વ્યાખ્યાનો દરમ્યાન હું આ હંમેશા કહું છું જ્યારે આપણું સેશન ચાલુ હશે ત્યારે આખારૂમમાં શક્તિ પ્રવાહના સુંદર તરંગો પેદા થશે. તમારી અને મારી વચ્ચે શક્તિનું ગાઢ આદાનન્પ્રદાન ચાલતું હશે. પ્લીઝ મોડા આવીને તેમા ખલેલ પહોંચાડતા નહીં. પ્રવાહ તુટી જશે.
આ તમે હાઈવે ૫૨ સરળતાથી જઈ રહ્યા હો, અને વચ્ચે સ્પીડ બ્રેકર આવી જાય તેના જેવું છે. સ્પીડ બ્રેકર એક નાની એવી અડચણ છે, પણ તેને પાર કરવા માટે તમારે એકદમ ધીમા પડી જવું પડે છે. અને પાર કર્યા પછી ફરીથી સ્પીડ પકડવી પડે છે. સરળતાથી ચાલતો પ્રવાહ અટકી પડે છે.
મહેરબાની કરીને તમારા મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દો. આજના જમાનામાં તે બીજા સામાન્ય સ્પીડ બ્રેકર છે; હકીકતમાં તે આખી મુસાફરીને ઉછળ ફદવાળી બનાવી દે છે. એક સ્પીડ બ્રેકર પછી, બીજું આવ્યા જ કરે છે ! મને ખાતરી છે, અહીં જેટલા હાજર છે તે બધાની પાસે સેલ ફોન હશે.
તમે જયારે અહીં હો, ત્યારે તમારે અતિ ગંભીર અને ભારે બની જવાની જરૂર નથી. ખુલ્લા મનથી અને હળવાશથી, ખરા મનથી સાંભળો. એવી અપેક્ષા ન રાખો કે પહેલાં સેશનમાં જ તમને પરમાત્માનો અનુભવ થઇ જશે! હળવા અને સરળ મૂડમાં કોઈ પણ જાતની અપેક્ષા વગર, તમે હું જે આપવાનો છું તેને વધારે સ્વીકારી શકશો. ಗಾ
જો તમે પૂર્વગ્રહયુક્ત અને અપેક્ષાઓથી ભરેલા મગજ સાથે આવ્યા હશો તો તમે ફકત તમારી અપેક્ષાઓ વિશે જ વિચારતા રહેશો. તમે અહીં તમારી અપેક્ષાઓ પ્રત્યે ધ્યાન આપવા માટે નહીં, પણ હું જે કહેવાનો છૂં તે સાંભળવા માટે આવ્યા છો.
બીજી વાત : તમે જયાં સુધી અહીં હો ત્યાં સુધી તમારા બધા સામાજીક અહમું છોડીને એક સામાન્ય વ્યક્તિ તરીકે રહેજો. કારણ કે તમારી જાત પર પ્રયોગ કરીને તમારો અહમુ ઓળાળવા માટે, તમારા ભ્રમનું નિરસન કરવા માટે, તમે અસ્તિત્વનોજ એક હિસ્સો છો તે સમજવા માટે અને તમારા હોવાપણાનો અનુભવ કરવા માટે આશ્રમ અને માસ્ટરની હાજરી ઉત્તમ પ્રયોગ શાળા છે.
જો તમે સમાજમાં કોઈ મોટી હસ્તી હો, તો પણ અહીં એક સામાન્ય વ્યક્તિ બની રહો. અને બધા સાથે તમારા હૃદયથી હળી ભળી જાવ. ફકત મારા શબ્દો જ નહીં, આદાન-પ્રદાનની એક એક ક્ષણ, અહીં છો ત્યાં સુધીની દરેક ક્ષણ તમારા પરિવર્તનનું કારણ બની શકે છે. તમારે ફકત જાગૃત રહેવાનું છે. બસ !
એક નાની વાર્તા :
એક એન્લાઈટેન્ડ બુધ્ધિસ્ટ ઝેન સંત હતા.
એક દિવસ જાપાનના ગર્વનર તેની મુલાકાતે આવ્યા.
ગવર્નરે પોતાનું વિઝીટીંગ કાર્ડ અંદર સંત પાસે મોકલ્યું. તેના હેડીંગમાં મોટા અક્ષરે છાપ્યું હતું. ઝેક-આન-જાપાનના ગવર્નર. સંતે કાર્ડ ઉપર નજર કરી અને કહ્યું; "આ મૂર્ખનું મારે કંઈજ કામ નથી તેને આજ મિનિટે આશ્રમ છોડીને ચાલ્યા જવાનું કહો." જયારે કોઈના અહમુને તોડવો હોય, તેના મગજને ઝટકો મારવો હોય, ત્યારે ઝેન માસ્ટરો અતિ નિષ્ઠર બની શકતા હોય છે. તેઓ અતિ કઠોર શબ્દો વાપરતા ક્યારેય અચકાતાં નથી. તેમના શબ્દો પાછળ રહેલી શક્તિ વ્યક્તિને ભેદી નાંખે છે અને તેનું પરિવર્તન કરી દે છે.
સંતનો શિષ્ય બહાર આવ્યો અને વગર્નરને તેનું કાર્ડ પાછૂં આપતાં, સંતના શબ્દો કહી સંભળાવ્યા.
ગવર્નર કાર્ડ જોયું અને સમજી ગયા. તે જ્ઞાની વ્યક્તિ હતા. ફકત બુધ્ધિશાળી નહીં, જ્ઞાની પણ હતાં. જયારે સંતે સંદેશો અને કાર્ડ પાછા આપ્યાં કે તરત જ તેના મનમાં શબ્દો ઝબક્યા 'જાપાનનો ગવર્નર'. તેમણે તરતજ તે શબ્દો પર પેન ઘસીને ભૂંસી નાંખ્યા અને શિષ્ય સાથે કાર્ડ અંદર સંત પાસે પાછું મોકલ્યું.
સંતે કાર્ડ જોયું અને કહ્યું "તેને અંદર મોકલો" ! આપણાં બધાં જ ઇલ્કાબો, ઓળખાણો અને લેબલો સમાજે આપણા પર ચોંટાડેલાં હોય છે. અને આપણે એવું સમજવા માંડીએ છીએ કે આપણે ખરેખર એજ છીએ. આપણે વારવાર ભૂલી જઈએ છીએ કે આપણે હકીકતમાં આપણી અંદર જે છે, તે છીએ. લેબલો નથી. આ લેબલોથી આપણને મહાનતાનો અનુભવ થાય છે. પરંતુ તમે આ લેબલોથી માસ્ટર સાથે કામ પાડી શકો નહીં. આ લેબલો સાથે તમે તમારા ખરા અસ્તિત્વને ક્યારેય ઓળખી શકો નહીં.
ગવર્નરે જે કંઇપણ કર્યું તેને ખોર્ટું કહી શકાય નહીં. સમાજ સાથે કામ પાડવા માટે કદાચ એ સાચો રસ્તો હોઈ શકે.
સમાજની ઔપચારિકતા માટે એ જરૂરી પણ હોઈ શકે. પરંતુ માસ્ટર પાસે જવા માટે એ યોગ્ય રસ્તો નથી.
માટે જ્યારે તમે અંદર આવો. ત્યારે તમારી ગવર્નરશીપ બહાર છોડતા આવજો ! નહીંતર તમે ઘણું બધું ચુકી જશો. અહીં માસ્ટર અને કંઇક મેળવવાનો પ્રયાસ કરનાર વચ્ચે કંઈક પ્રકાશિત થાય છે. આપણે આપણી આંતરિક દુનિયાનું કંઇક વહેંચવા જઈ રહ્યા છીએ. આ જયારે બનતું હશે એ વખતે બહારની દુનિયાએ આપેલા લેખલો અડચણો બને છે. આપણાં વ્યક્તિત્વને ભૂલી જવું એજ આધ્યાત્મિકતા છે. કારણ કે વ્યક્તિત્વ સામાજીક છે. અહીં આપણે-આપણું આપણાં પણું શોધવા, આપણો મુળસ્વભાવ, આપણી એકાત્મતા, જે આપણે માતાના ગર્ભમાં અનુભવતા હતા તે અસ્તિત્વ સાથેનો આપણો સંબંધ-શોધવા માટે અને તેનો ઉત્સવ મનાવવા માટે આવ્યા છીએ.
માટે વિશ્વાસ રાખો, અંધશ્રધ્ધા નહીં. હું જે કહું છું તેને અનુમાન તરીકે લો, તમારા જવનમાં અમલમાં મૂકો અને જુઓ તે કામ કરે છે કે નહીં. સફરજન સ્વાદીષ્ટ છે કે નહીં તે તમારે માની લેવાની કે શકા કરવાની જરૂર નથી. મોંમા ટુકડો મૃકીને ચાવી લો. તમે જાણી જશો !
આપણા પ્રચીન ઋષિઓએ કહ્યું છે; માણસનો સાચો સ્વભાવ દિવ્ય આનંદ રૂપ છે. પુથ્વી પર વરસોથી ઘણાં ગુરુઓ થતાં આવ્યા છે. પછી તે બુધ્ધ હોય, ઈસ્રુખ્રિસ્ત હોય. કુષ્ણ હોય કે મહાવીર હોય, તેમના બધાનો સંદેશ મૂળભૂત રીતે એક જ હતો. તેમણે બધાએ કહ્યું છે; માણસનો સાચો સ્વભાવ દિવ્ય આનંદ છે. અને તેથીજ એમણે આ મળતત્વ સાથે ફરીથી જોડાવાની પોતાની પધ્ધતિઓ આપેલી છે.
તેમની અભિવ્યક્તિ અલગ હોઈ શકે. પરંતુ તેમનો સંદેશ એક સરખો જ હતો. અલબત્ત એ જુદી વાત છે કે દરેક વખતે વારવાર લોકો ગુરુઓનો સંદેશ ચકી જાય છે. કારણ કે લોકો ગુરુના વ્યક્તિત્વને જ દઢ પણે વળગી રહે છે. તેમના સંદેશને નહીં. પૃથ્વી પર ધર્મના નામે થઇ રહેલી લડાઇઓ અને વિચિત્ર કલ્પનાઓનું મુળભૃત કારણ આ છે.
ગમે તે હોય, બધા જ ગુરુઓનો એક જ સંદેશ છે, કે માણસનો મુળભૃત સ્વભાવ આનંદ છે. અને દરેક મનુષ્યના પ્રયાસો, આ દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાનાં હોય છે. જે તેની અંદર જ છે. પરંતુ સમય જતાં, સામાજિક અભિસંધાન અને વિક્ષેપોને લીધે, માણસ પોતાનો મૂળભૂત હેતુ ભૂલી જઈને, બહારની દુનિયાની ભૌતિક ચીજોમાં, નામોમાં, સ્વરૂપોમાં, સમાજે આપેલાં લેબલોમાં, કારકીર્દી અને બીજી બધી બધી બધી બાબતોમાંથી દિવ્ય આનંદ શોધવાનો પ્રયાસ કરે છે.
એક નાની વાર્તા :
એક વધ્ધ માણસ પોતાના કૃટુંબ સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયો. ફિલ્મ હજી શરૂ જ થઇ હતી. ત્યાં જ એકા એક વૃધ્ધ માણસ જમીન પર અંધારામાં આમ તેમ ફાંફા મારવા માંડ્યો.
તેની બાજુમાં બેઠેલી તેની પૌત્રી એ ચીડાઈને પૂછયું; "તમે જમીન પર શૂં કરી રહ્યા છો ?"
વૃધ્ધે જવાબ આપ્યો; "ડીયર મારૂં ચ્યુઈંગ ગમ ખોવાઈ ગયું છે. તે નીચે પડી ગયું છે."
છોકરી ઉશ્કેરાઈ ગઈ અને કહ્યું: "દાદા હશે, હવે તેને પડતું મુકો. આપણે બીજાં વધારે ચ્યુઈંગ ગમ ખરીદી લેશું. હવે ફિલ્મ જુઓ."
વૃધ્ધ માણસે કહ્યું: "મારે એજ ચ્યર્ઈગ ગમ જોઈએ છે."
છોકરીએ કહ્યું; "દાદા નાના બાળકની જેમ વર્તન ન કરો. આપણને વધારે ચ્યુઈંગ ગમ મળશે."
દાદાએ કહ્યું; ''પણ બેટા મારા દાંત પણ એ ચ્યુંઈગ ગમ સાથે જ ચોટેલા છે.''
તમે જોયું આપણને જોઈએ છે કંઇક બીજું અને આપણે કંઈક બીજા જ નામે તેને મેળવવાનો પ્રયાસ કરીએ છીએ! અને અંતે દનિયાની બધી જ બહારની ચીજો મેળવી લીધા પછી આપણને ખબર પડે છે. કે આપણી અંદર તો શન્યતા જ છે. ખાલી પણું છે. આપણામાં હજી પણ કોઈ ચોક્કસ ઝંખના બાકી છે. આ ઝંખના છે. કારણ કે આપણે બધા દિવ્ય આનંદની શોધમાં છીએ. પરંતુ આપણે તેને બીજી વસ્તુઓમાં શોધીએ છીએ. એથી આપણે ક્યારેય પર્ણતાનો અનભવ કરી શકતાં નથી. આ ઝંખના આપણી જાતનો પોકાર છે.
આપણે આપણી આંતરિક જાતને સંપૂર્ણપણે અવગણીએ છીએ. કારણ કે આપણે પૂરેપૂરા બહારની દુનિયાથી જકડાઈ ગયા છીએ. આપણે આપણી જાતમાં કેન્દ્રીત થવું જોઈએ. બહારની દુનિયામાં નાટકનું પાત્ર ભજવતા હોઈએ તે રીતે જીવવું જોઈએ. આને બદલે બહારની દુનિયા સાથે પરેપુરા એકરૂપ થઇ જઈએ છીએ અને આપણી અંદરના કેન્દ્રથી દૂર જતાં રહીએ છીએ .
આપણી જાતની અંદર પરેપુરા કેન્દ્રીત થયા વગર. આપણે પર્ણતાનો અનુભવ કરી શકીએ નહીં. બહારની દુનિયાની વસ્તુઓ પ્રાપ્ત કરીને આપણે ભરી શકીએ છીએ. પરંતુ પૂર્ણતા પ્રાપ્ત કરી શકીએ નહીં. જો આપણે પૂર્ણતા પ્રાપ્ત ન કરીએ તો, આપણી અંદર ઝંખના બાકી રહી જાય છે. અધુરપ રહી જાય છે. આપણે એવું વિચાર્યા કરીએ છીએ કે આપણામાં કંઈક ખૂટે છે. અને આપણે તેની બહારની દુનિયામાં શોધ ચાલુ કરી દઈએ છીએ. તમે જયારે સંપૂર્ણ જાગતતા સાથે તમારી અંદર કેન્દ્રીત હો છો, ત્યારે તમે બહારની દ્વનિયામાં કંઈપણ કરી રહ્યા હો, દરેક મિનિટે તમે સંપૂર્ણતાનો અનુભવ કરો છો. કારણ કે તમે બહાર જે કંઈ કરો છો, તેમાંથી પૂર્ણતા આવતી નથી, પરંતુ તે તમારી અંદરથી જ આવે છે.
તેથી ગુરુઓ જે કહેતા આવ્યા છે, તેમાં ખબ જ ઉડાણપૂર્વક દષ્ટિ કરવી જોઈએ. બધાં જ કહેવાતા, કંઈક મેળવવાના પ્રયાસ કરનારાઓ એ અત્યાર સુધીમાં થયેલા બધાજ ગુરુઓને કંઈપણ મેળવ્યા વગર જ ગુમાવી દીધાં છે. લોકો ગરુના શબ્દો અને તેમની પાછળ રહેલી શક્તિની એક ઝલક પણ મેળવી શક્યા નથી. બધા જ નિરંતર યાત્રા પર છે પરંતુ કર્શું આંતરિક મેળવી શક્યા નથી.
આ યાત્રાનો ખ્યાલ - "પુસ્તક ઉચકવાનો પ્રયાસ ચાલુ રાખવો. પણ ઊંચકવું નહીં" – તેના જેવો છે. માત્ર ઊંચકવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી કશું થઈ શકે ? કાંતો તેને ઊંચકી લો અથવા ન ઊંચકો. તમે પ્રયત્ન કઈ રીતે ચાલુ રાખી શકો ? તમે જયારે એમ કહો છો કે હું પ્રયત્ન કરું છું, ત્યારે તમે તમારી જાતને છેતરો છો. તમે બીજાને છેતરી શકો નહીં. કારણ કે તેઓ જાણે છે કે આ મુર્ખામી છે.
આ કંઈક આવું છે. જે લોકો પાસે પૈસા કમાવાની ક્ષમતા નથી હોતી, તેઓ એવો દાવો કરે છે કે અમે પ્રામાણિક છીએ એટલે પૈસા કમાઈ શકતા નથી. હકીકતમાં તેમની પાસે ક્ષમતા હોતી નથી. આજ સત્ય છે. પરંતુ તેઓ કારણો આપીને તેને ન્યાયી ઠરાવવા માંગે છે.
હકીકતમાં જયારે આપ્યાત્મિકતામાં છલાંગ મારવા શક્તિમાન નથી હોતા, અને એ જ સમયે આપણે એ પણ કબૂલ કરવા તૈયાર નથી હોતા, કે હું આ બાબતમાં હું કર્યું જાણતો નથી. આ હાલતમાં આપણા અહમુને જીવંત રાખવા માટે આપણે આપણી પોતાની ફિલોસોફી પેદા કરીએ છીએ અને ચારે બાજુ કહેતાં ફરીએ છીએ કે; "એન્લાઇટનમેન્ટ સિવાય આધ્યાત્મિકતા વિષે હ્યું જ જાણું છું !"
હું તમને કહું છું: સ્પષ્ટ વાસ્તવિકતા એ છે કે આપણે આધ્યાત્મિકતામાં એટલા ગરીબ છીએ કે પૂર્ણ પરિવર્તનનો િકમીયો પ્રવેશી શકતો નથી. પૂર્ણ પરિવર્તન થાય તો પ્રમાણિકતા અને સત્ય તેની પાછળ આપોઆપ આવે. પરંતુ આપણે તે જોઈતું નથી. આપણે મેળવવાનો પ્રયાસ કરવાના અહમુને, સત્ય અને આપણી વચ્ચેના પ્રતિક્રિયા અવરોધક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણી કારમાં જેવી રીતે શોક એબ્સોર્બસ હોય છે. જેથી આપણને રોડ ઉપર ઇજા ન થાય. તેવી રીતે આપણો અહમુ આપણને વાસ્તવિકતાથી દૂર રાખે છે. એ આપણી અને સત્યની વચ્ચે બફરનું કામ કરે છે. આ બફરની સગવડતાને લીધે આપણે મેળવવાના પ્રયાસમાં આખી જંદગી ખુશીથી પસાર કરી દઈએ દૂધી એ ..
થોડા દિવસો માટે હું જે કંઈ કહેવાનો છૂં તેને સંપૂર્ણ જાગૃતતાથી ફકત સાંભળજો અને પૂરી વાતમાં જે તાર પરોવાયેલો છે તેને પકડવાનો પ્રયત્ન કરજો. જો તમે આમ કરશો તો તમારી અંદર પૂર્ણ પરિવર્તન માટેની જગ્યા કરી શકશો. નહીંતર તમે ફકત શબ્દો ભેગા કરશો અને કાયમ માટે કશુંક મેળવવાનો પ્રયત્ન કર્યા કરશો. જો તમારી અંદર પૂર્ણ પરિવર્તન થઇ જાય છે, તો બધા જ શબ્દો નકામા બની જાય છે. અને પરિવર્તન તોજ શક્ય બને છે. જો તમે પર્ણ જાગૃતતાથી ધ્યાન આપો.
સ્પષ્ટ સમજીલો; આ હોલમાં તમે હજાર લોકો હો તો પણ હું 'તમારી' સાથે વાત કરી રહ્યો છું. જ્યારે હું કહ્યું છું તમે મારો મતલબ તમે જ છો. મારી પાસેનો તાર તમારા બધામાંથી પસાર થાય છે. તેથી તમે જો એવું વિચારશો કે હું બીજાઓને કહી રહ્યોં છૂં તો તમે આખી બાબત ચૂકી જશો.
આપણા બધાંમાં એક સમાન્ય ખાસિયત હોય છે. જયારે આપણે શરીરની તબિયત બાબત કંઇક સાંભળીએ છીએ, તો આપણે તરત જ વિચારવા માંડીએ છીએ કે આપણું સ્વાસ્થ્ય કેવું છે. આપણે વિચારએ છીએ કે જે લક્ષણોની ચર્ચા થઈ રહી છે તેમાંના કોઈ લક્ષણો આપણા શરીરમાં નથીને. જો હું ચામડી વિશે વાત કરીશ તો તરત જ તમારૂં ધ્યાન તમારી ચામડી પર જશે. જો હું હૃદયની વાત કરીશ તો તરત જ તમને હૃદયનો અને તેના ધબકારાનો અનુભવ થશે.
પરંતુ જયારે આપણે આધ્યાત્મિકતા વિશે કર્યું સાંભળીએ છીએ ત્યારે આપણે તરત જ બીજાઓ વિશે વિચારીએ છીએ, આપણું ફુટૂંબ, મિત્રો, પાડોશીઓ, ક્યારેય આપણી બાબતમાં વિચારતા નથી. સમસ્યા એ છે કે હું જે કંઈપણ કહીશ, તમે વિચારશો; "હું મારી જાતને સારી રીતે જાણું છૂં. આ સંદેશો તો મારા પતિ માટે છે. માસ્ટર આ એટલા માટે કહી રહ્યા છે કે મારો પતિ પોતાને બદલી શકે. હું આશા રાખું કે તેને માસ્ટરનો સંદેશ મળી ગયો હોય!"
જયારે હું ચિંતા વિશે વાત કરીશ કે તરત જ તમારા મનમાં વિચાર આવશે, મારી મમ્મી કેટલી ચિંતાઓ કર્યા કરે છે. તમે ભૂલી જાવ છો કે તમે કેટલી ચિંતામાં છો. હું તમને કહું છું, કારણ કે તમે પણ ચિંતા કરો છો. ઘણું કરીને તમારી મમ્મી તમારા કરતાં વધારે ચિંતા કરતાં હશે, પરંતુ મુદ્દો એ નથી.
સમજી લો. દરેક શબ્દ તમારા માટે જ છે. તે એક શક્તિશાળી તીરુની જેમ આવશે. તેનાથી યુક્તિ કરીને છટકી જવાની કોશિશ ન કરતાં. તેને અંદર ઉતારીને તમારૂં પૂર્ણ પરિવર્તન કરવા દો. માટે બીજા લોકો આને સમજી રહ્યાં છે કે નહીં તે જોવા માટે આજુ બાજુમાં ફાંફા ન મારતાં. જો તમે આમ કરશો તો તમને જે મળવાનું છે તેમાંથી ચૂકી જશો. તમે નહીં મેળવી શકો.
જો તમે તમારી જાત વિષે પૂરેપુરું જાણતાં હોત તો તમારામાં ચિંતાઓ, અસંતોષ, દુ:ખ, ભય, કામવાસના, ઈર્ષા, અહમું હોત જ નહીં. પરંતુ આ બધું તમારામાં છે જ. આ બધું છે એ વાત જ બતાવે છે કે તમે તમારી જાતને જાણતાં નથી.
સૌથી પહેલાં એ જાણો કે તમે જાણતાં નથી. પછી એટલી તો ખબર પડશે કે તમે જાણતાં નથી. જો તમને એ પણ ખબર ન હોય કે તમે જાણતા નથી, તો પછી તમે નથી જાણતાં તેની ખબર તમને કઈ રીતે પડે.
યસ ... ?
"પરંતુ માસ્ટર અમે અમારી જાતને જાણવાનો પ્રયાસ કરીએજ છીએ એટલે થોડું ઘણું તો જાણતા જ હશું."
મને એક વાત કહેવા દો. ગહન આધ્યાત્મિક અનુભવમાં કશું જાણવાનું હોતું નથી. એ પળનો અનુભવ હોય છે બસ! આપણી કહેવાતી જાણકારી, ફકત આપણી અંદર પૂરી જાણકારી મેળવવા માટેની જગ્યા પેદા કરવા માટેની હોય છે. પરંતુ અંતે ગહન રીતે જોતાં આપણે જાણતાં કે અજ્રાણતાં કર્ણું જ હોતાં નથી. પરંતુ આપણે જેમ જેમ વધારે જાણતા જઈએ તેમ તેમ આપણે સ્પષ્ટ થતાં જઈએ છીએ કે આપણે કશું જ જાણતા નથી ! બસ આટલું પુરતું છે ! તે આપણને અંતિમ સત્ય જાણવા માટે પ્રેરણા આપશે.
ભગવદ્દ ગીતાનો પહેલો અધ્યાય 'અર્જુન વિષાદ યોગ' નો છે. જે અર્જુનના ઘેરા શોકનો યોગ છે. તેમાં બધો સમય અર્જુન બોલ્યા કરે છે અને કૃષ્ણ શાંત રહે છે. અંતે જ્યારે અર્જુન પોતાની જાતનું સમર્પણ કરે છે કે; "હું કશું જ જાણતો નથી !" એ વખતે એ હકીકતમાં કૃષ્ણનો સંદેશો સ્વીકારવા તૈયાર થયો હોય છે.
આમતો અર્જ્યન અને કૃષ્ણ બચપણના મિત્રો હતાં, તેમણે ઘણી બધી સાથે માણી હશે. પરંતુ એ વખતે ક્યારેય અર્જુનને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું નહોતું.
શા માટે ?
કારણ કે અર્જુન અત્યાર સુધી ગીતાને સ્વીકારી શકે એટલે તૈયાર થયો નહોતો. પરંતુ એ જ્યારે કહે છે કે; "હું કશું જ જાણતો નથી'' ત્યારે જ ગીતાને સ્વીકારવાની, સમજવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે.
પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું આ પહેલું પગથીયું છે.
યસ ...કોઈ પ્રશ્ન પૂછવાનો છે ... ?
હું તમને કહી દઉં મને પ્રશ્નો પૂછવામાં બિલકુલ સંકોચ ન રાખતાં. હું મારા તરફથી આને કોઈ ધાર્મિક વ્યાખ્યાન બનાવવા નથી માંગતો. માટે મહેરબાની કરીને પ્રશ્નો પૂછો અને મારી વચ્ચે વાતચીતનું આદાન-પ્રદાન જેટલું વધારે થશે તેટલું વધારે સારૂં છે. તમે તમારી મુંઝવણો રજુ કરો અને હું તેની સ્પષ્ટતાઓ આપવાનો પ્રયત્ન કરીશ. એક વધારે વાત, તમે જયારે પ્રશ્ન પછો ત્યારે મને ખાતરી હોવી જોઈએ કે તમે ઊંધી ગયા નથી
એક નાની વાર્તા :
એક બસ ડ્રાઈવર અને એક મહાન ધર્મ ઉપદેશક મૃત્યુ પામ્યા અને યમ રાજાના દરબારમાં પહોંચ્યા. મૃત્યુનાં દેવનો દરબાર. પહેલાં બસ ડ્રાઈવરને તેણે જીવનમાં જે કર્મો કર્યા હતાં, તેના વિશે પૂછવામાં આવ્યું. તેનો રેકોર્ડ તપાસવામાં આવ્યો.
પછી તેને સોનાની ચાવી અને નોકર ચાકર આપીને એક વૈભવશાળી રૂમમાં મોકલી દેવામાં આવ્યો.
ધર્મોપદેશક પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો અને આ બધું જોઈ રહ્યો હતો. તેણે મનમાં વિચાર્યું; " જો એક બસ ડ્રાઈવર જેવા માણસને સોનાની ચાવી અને આટલો બધો વૈભવ આપવામાં આવ્યો છે તો મને તો તેનાથી ઘણું બધું વધારે મળશે.''
એણે તો આખી જીંદગી ભગવાન વિષે લોકોને ઉપદેશ આપ્યો છે. ઉપદેશકનો વારો આવ્યો, તેના કર્મોનો રેકોર્ડ યમરાજને આપવામાં આવ્યો.
રેકોર્ડ તપાસીને ફેંસલો સંભળાવવામાં આવ્યો. તેને નરકમાં મોકલી દો. ઉપદેશક ખૂબજ ગુસ્સે થઈ ગયો.તે ચુકાદો માનીજ શકતો નહોતો.
તેણે આવો ચુકાદો આપવા પાછળનું કારણ જાણવા માંગ્યું.
ભગવાન યમે જવાબ આપ્યો; "તમે આખી જીંદગી શું કર્યું તેનાથી અમને કોઈ મતલબ નથી. અમે તો તમે જે કર્યું હોય તેના પરિણામો જ જોઈએ છીએ. જ્યારે બસ રૂાઈવર બસ ચલાવતો ત્યારે એવી સરસ રીતે બસ ચલાવતો હતો કે તેના પેસેન્જરો ભગવાનનો આભાર માનતા હતા. તમે જયારે ઉપદેશ આપતા હતા ત્યારે તમે ભગવાન વિષે વાતો કરતા હતા અને જે લોકો તમારી સાથે હતા તે મોટા ભાગનો સમય ઉંધતા હતા."
માટે મહેરબાની કરીને અહીં હાજર અને જાગૃત રહો. તમારા માટે નહીં તો કંઇ નહીં, પણ મારા માટે જાગૃત રહો, જેથી મને યમરાજના દરબારમાં નર્ક ન મળે. જો તમે પ્રશ્નો તો દરેક બાબતને વધારે વ્યવહારૂં રીતે રજુ કરી શકાશે. જેથી તેને તમારી જીંદગીમાં સ્વીકારવા યોગ્ય બનાવી શકાશે.
તમારામાંથી કોઈક એવું વિચારતા હશે, કે જો પ્રશ્નો પૂછીશું તો મુર્બ જેવા લાગીશું. હું તમને કહી દઈ; "જો તમે પ્રશ્નો પૂછશો તો ફકત મૂર્ખ જેવા લાગશો. પરંતુ જો પ્રશ્ન નહીં પૂછો તો ખરેખર મૂર્ખજ રહેશો. માટે જો કોઈ એવી બાબત આવે કે તમે તેમાં સંમત નથી થતા, અથવા સમજી નથી શકતા તો તમારો હાથ ઊંચો કરો. અને સમજી લો …
યસ ... .
"માસ્ટર અમારે આ થોડા દિવસોમાં બધી જ નકારાત્મકતાઓનો નાશ કરી દેવો છે. અને પુનર્જન્મ થયો હોય એમ એક નવી જ વ્યક્તિ તરીકે બહાર આવવું છે."
સમજી લો : આ દુનિયામાં વિનાશ થઇ શકતો જ નથી. હંમેશા પરિવર્તન થાય છે. તમારી બધી જ નકારાત્મક લાગણીઓને તમે શુધ્ધ પ્રેમ અને જાગૃતતા જેવી લાગણીઓમાં પરિવર્તિત કરી શકો છો.
સમાજ હંમેશા તમને તમારી જાતનું વિભાજન અને વિનાશ કરવાનું શીખવે છે. એ તમને ક્યારેય એક સૂત્રી બનવાનું શીખવતો નથી. એ તમારી અંદર ફાચર મારીને તમને વિભાજીત કરી નાંખે છે. જેથી તે તમારા પર નિયંત્રણ કરી શકે. તે તમારી સાથે હંમેશા ઉંચા અને નીચાની ભાષામાં વાત કરે છે. તેથી જ તમારે વધારે સહન કરવું પડે છે.
એટલે આ બાબત તમને હંમેશા નીચા પણાની ભાવનામાં રાખે છે. તે તમને તમારી જાત સાથે જ લડતાં રાખે છે. તમે જો તમારી અંદરની જ અંધાધૂંધીમાં ફસાયેલાં રહો, તો જ સમાજ તમારા પર રાજ કરી શકે. એ પહેલાં તમે સારા નથી એવી ભાવના તમારામાં જગાવે છે અને પછી તેના ઉપાયો લઈને તમારી પાસે આવે છે. જેથી તમે આ પ્રકારની ભાષા બોલવા લાગો છો.
નાની વાર્તા :
એક માણસને સામાન્ય શરદી થઈ હતી.
તે ડોક્ટર પાસે ગયો. દવા માંગી.
એ ફકત એક સામાન્ય શરદી હતી. ડોક્ટરે તેને તપાસ્યો અને કહ્યું,"તમે કંઇ કરતા કેમ નથી. રાતના જરા બહાર જાવ અને ઠંડી હવા ખાવ. અને પછી અહીં આવજો."
દરદી ચોંકી ગયો. તેણે કહ્યું; "પણ ડોક્ટર હું તમે કહ્યું તેમ કરીશ તો મને ન્યુમોનીયા થઈ જશે.
ડૉક્ટરે કહ્યું; "એટલે જ તો કહું છૂં. હું ન્યુમોનિયા ચપટીમાં સાજો કરી શકું છૂં."
સમાજ તમને પહેલા કંઇક બનાવે છે અને પછી તેમાંથી નીકળવાનો રસ્તો શીખવે છે. હું તમને કહું છું, ઊચું કે નીચું કશું હોતું જ નથી. હોય છે ફકત પરિવર્તન. તમે જયારે જાગૃતતાપૂર્વક તમારી અંદર જોવાનું શરૂ કરો છો. તમારામાં પરિવર્તન થઈ જાય છે. ગુરુઓનો અભિગમ હંમેશા આ જ હોય છે. એ તમને તમારી જાતની અંદર જોવાનું શીખવે છે. એ તમને ક્યારેય વિભાજીત કરતાં નથી. એ તમારામાં એકત્વ લાવે છે.
એ તેમને ક્યારેય કહેતાં નથી કે તમે નકારાત્મકતા જેવું કશું હોતું જ નથી. તમે જેને હકારાત્મક અને નકારાત્મક કહો છો તે ફકત એક જ બાબતના બે અંતિમ છેડા છે. નકારાત્મકતા તમારી કઈ ભૌતિક વસ્તુ નથી કે જેને તમે બહાર ફેંકી શકો. જો તમારે બદલવું હોય તો એ બાબતના હકારાત્મક છેડા તરફ આગળ વધવું જોઈએ.
બસ .
મેં પહેલાં જેમ કહ્યું તેમ; જો તમે, અહીં જે બની રહ્યું છે તેમાં ખુલ્લા મનથી સ્વીકારવાની ભાવનાથી રહો તો જ પરિવર્તન શક્ય છે.
યસ ... ?
" માસ્ટર, અમે ઘણાં પુસ્તકોમાં વાચ્યું છે કે મન માયા અને ભ્રમ સિવાય કર્શું નથી અને આપણા બધા જ પ્રશ્નો ફકત આપણો ભ્રમ છે. મહેરબાની કરીને આપ આ બાબતમાં કશું કહેશો ?"
(માસ્ટર હસે છે) માયા વિષેનો પ્રખ્યાત પ્રશ્ન ફરી વધુ એક વખત પૂછાયો. પહેલાં એક બાબતનું ધ્યાન રાખો. ગુચવાડા ભરેલું વાંચીને તમારી જાતને ગુંચવણમાં ન નાખો. બીજી વાત બહુજ સ્પષ્ટતાથી સમજી લો; કે મન સાથે કશું જ સમજવાનું નથી. જીવનનું રહસ્ય તમારા મનથી સમજી શકાય નહીં. તમારા જીવનનો હેતુ તમે તમારા મનથી સમજી શકો નહીં. એટલા માટે તેઓ મન એક ભ્રમ છે તેમ કહે છે.
આપણા જીવનું રહસ્ય સમજવા માટેનું પહેલું પગથીયું જ "મન ને છોડી દેવાનું છે." જો તમે તમારા મનને રમવાની છૂટ આપશો તો તમે અત્યાર સુધી જે રમતા આવ્યા છો તે જ રમત રમ્યા કરશો. જન્મ જન્માંતર રમ્યા કરશો. તમારી આંતરીક તરસ છીપ્યા વગરની રહી જશે. ઘણું કરીને, કંઇક મેળવવાનો પ્રયાસ કરવાનો તમારો અહમૂ સંતોષાશે. પરંતુ તેનો કોઇ ઉપયોગ નથી. પરંતુ તમે તમારી અંદર ઊંડાણમાં વધારે ગુંચવાઇ જશો.
તમારા ઓપરેશનનું કેન્દ્ર મન પરથી ખસેડીને હૃદય તમારી મૂળ જાત, તમારા અસ્તિત્વ તરફ લઇ જ્રવ. જો તમે તમારા મનને કેન્દ્રમાં રાખીને કામ લેવાનું ચાલુ રાખશો, તો સવાલો આવ્યા જ કરશે. સવાલોથી તમે જાણી નહીં. રૂકત જાગૃતતાથી જ જાણી શકો.
જો તમે હૃદયથી કામ લેશો તો તમારામાં જાગૃતતા અને સમજણ પેદા થશે અને –ઓટો મેટીક– આપોઆપ તમારા સવાલો ઓગળવા માંડશે. જેવી રીતે સૂર્યોદય થતાંની સાથે જ અંધારૂં સરળતાથી અદેશ્વ થઇ જાય છે. જ્યારે તમારામાં જાગતતા આવશે એટલે સમજણ આવશે અને સવાલો ઓગળી જશે.
સવાલ ઊભો થાય તો પણ તે પહેલાં જ તમે બાબતોને સમજવાનું શરૂ કરી દેશો. અને એ રીતે પ્રશ્નો ઓગળી જશે. આ સમજવું જરા મુશ્કેલ છે. પરંતુ તમને તેનો એક વખત અનુભવ થશે એટલે તમે સમજી જશો કે હું જેને જાગૃતતા કહું છૂં. તેનો મતલબ શું છે. પ્રશ્નો અદેશ્ય થઈ જશે અને તમે સમજણથી સતત ઢંકાયેલા રહેશો.
જો તમે આટલું સમજી જાવ તો તમારે માયા અથવા ભ્રમની ચિંતા કરવાની જરૂર નથી. મારા શબ્દોને બુધ્ધિથી સમજ્યા પછી, મેડિટેશન તમારામાં જાગૃતતામાં લાવવામાં ખૂબ જ મદદ કરે છે. આપણે માયા અને ભ્રમ વિષે કલાકો સુધી ચર્ચા કરી શકીશું, પરંતુ તેમાં તમે વધારે ગુંચવાઈ જશો.
પ્રશ્નનો ઉકેલ આપણને બુધ્ધિપૂર્વક જીવવામાં મદદ કરે છે. એ પુરતું છે. એક વાત હું કહીશ કે માયા અથવા બ્રમ આપણું મન જ પેદા કરે છે. એટલે હું કહ્યું છૂં કે મનને છોડી દો. બસ.
મેં પહેલા કહ્યું કે; આપણી અંદર દિવ્ય આનંદ સતત હોય છે. આ જ પાયાનું સત્ય છે. પરંતુ આપણે સતત એ આનંદ પ્રવાહને અટકાવી દેતાં હોઈએ છીએ. અને એજ આપણા જીવનની કરૂણતા છે. દિવ્ય આનંદ બહારથી મેળવીને તમારી જાતની અંદર નાંખી શકવાની બાબત નથી. એ તમારો મૂળભૂત સ્વભાવ છે. તમે જયારે આ દુનિયામાં આવ્યા ત્યારે દિવ્ય આનંદની સ્થિતિમાં જ હતા. જેમ જેમ સમાજ તમને શીખવતો ગયો તેમ તેમ તમે દિવ્યુઆનંદથી દુર ને દૂર જવામાં હોંશિયાર થતાં ગયા અને પછી એ આનંદ મેળવવા માટે તમે તેને બહારથી મેળવવાના રસ્તાઓ શોધવા લાગ્યા.
આ થોડા દિવસોમાં આપણે જાણવાના છીએ કે આપણી અંદર સતત સ્કૂરતા દિવ્ય આનંદને આપણે અટકાવીએ છીએ, તેને કેમ બંધુ કરવું. જ્યારે હું દિવ્ય આનંદની વાત કરું છું ત્યારે આપણે જે રોજીદા જીવનમાં સામાન્ય સુખ મેળવીએ છીએ તેની વાત નથી કરતો. આપણા જીવનમાં જે સામાન્ય સુખો આવે છે, તે તો બહાર કોઈક ખુશીના પ્રસંગો બને છે, જેવા કે કંઈક ભૌતિક ફાયદામાંથી, કંઈ ખુશીના સમાચાર થી, કંઈક સંબંધોમાંથી અને કોઈક વ્યક્તિ સાથે કંઇક કરવાથી આવે છે.
આ પ્રકારનું સુખ પુરેપુરું આપણી આજૂબાજુના સંજ્રેગો અને લોકો પર આધારીત હોય છે. અને આ પ્રકારનું સુખ આપણને ઉદાસી તરફ પણ દોરી જાય છે. કારણ કે લોકો અને સંજોગો બદલાતા રહે છે. તે ક્યારેય એક સરખા રહેતાં નથી. તેમનું વર્તન અલગ અલગ સમયે અલગ અલગ હોય છે અને જયારે તેમનું વર્તન બદલાય છે, ત્યારે આપણાં સુખ પર તેની અસર પડે છે.
આપણે જે દિવ્ય આનંદની, નિત્ય આનંદની વાત કરીએ છીએ એ તો અલગ છે. એ પૂરેપૂરી તમારી જાતની અંદરની સ્થિતિ છે. જેને બહારની દુનિયાના બનાવોની કોઈ જ અસર થતી નથી. એ તમારી કાયમી મૂળભૂત સ્થિતિ છે. અને તમે જયારે તેને મેળવી લો છો ત્યારે તમે દુનિયાને ફક્ત સાક્ષી ભાવથી જોતા થઈ જાવ છો. તમે દિવ્ય આનંદિત બનીને ફકત નિરીક્ષણ કર્તા બની જાવ છો. તમે આનંદ ગુમાવ્યા વગર સંપૂર્ણ એકરૂપ થઈને તમે ભાગ લો છો.
એક નાની વાર્તા :
એક કુટુંબમાં એક વૃધ્ધ માણસ હતો. જે કોઈપણ વાતે ક્યારેય ખુશ થતો નહોતો. તેનું ફુટુંબ તેને ઉત્સાહમાં રાખવા માટે ગમે તેટલું કરે તો પણ તે ચીડીયો અને દુરાગ્રહી જ રહેતો હતો.
તેના છોકરાઓ અને પોત્રીઓ બધાં જ મળીને તેને ખુશ કરવાની મહેનત કરવા લાગ્યાં. પરંતુ તે તેવો જ રહ્યો.
એકાએક એક દિવસ, રાતોરાત તે ખૂબ જ માયાળુ અને ખૂબજ આનંદિત બની ગયો.
તેનું કુટુંબ આ અચાનક થયેલું પરિવર્તન જોઈને આંચકો ખાઈ ગયું. તેની એક પુત્રી હિંમતવાળી હતી. તેણે જઈને પૂછપું; "દાદાજી તમે એકાએક બદલાઈ કઈ રીતે ગયા ?"
વૃધ્ધ માણસે જવાબ આપ્યો; "મનને ખૂશ રાખવા માટે મેં આખી જીદગી થઈ શકે તેટલા બધા જ પ્રયત્નો કર્યા. પરંતુ હું તેમાં ક્યારેય સફળ થયો નહીં. તેથી હવે મેં નક્કી કરી નાખ્યું છે મારે તેની સાથે જ ખુશ રહેવું.''
દરેક બાબત આપણા મનની જ નીપજ છે. આપણે મનની મદદથી જ આપણી અંદરથી જ સ્કુરતા દિવ્ય આનંદને અટકાવી દીધો છે. આપણે દિવ્ય આનંદ બહારથી ક્યારેય મેળવી શકીએ નહીં. એ આપણી અંદર પહેલેથી જ છે આપણે ફકત અંદર તપાસ કરવાની છે. બસ આટલું જ.
સમજીલો; એક બ્રહ્માંડીય જાગૃતતા છે, જે આખા બ્રહ્માંડને ભરી દે છે અને એક વ્યક્તિગત જાગતતા છે જે આપણને ભરી દે છે. આપણાં હોવાનો મૂળભૂત હેતુ આ બન્નેની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો છે. જયારે આ સંબંધ સ્થાપિત થઈ જાય છે, ત્યારે માણસ એન્લાઈટેન્ડ થઈ ગયો, અથવા આત્મ સાક્ષાત્કાર થઇ ગયો, અથવા તે અનંત આનંદમાં છે, અથવા નિત્યાનંદમાં છે, તેમ રહેવાય છે. નિત્યાનંદ એટલે જેનો ક્યારેય અંત ન આવે તેવો 'દિવ્ય આનંદ.' બધાં લેક્ચરો સાંભળીને અને મેડિટેશનની પધ્ધતિઓનો અમલ કરીને આપણે આ સંબંધ બાબતમાં વધુ ને વધુ જાગત થતા જઈએ છીએ અને વધારે જાગૃતતાથી અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા પ્રયાસોનો આ મૂળભૂત હેત છે.
હું હંમેશા કહું છું ; લોકો બે પ્રકારના હોય છે. એક જે બીજાઓ સાથે લડીને જીતે છે અને બીજા પોતાની જાત સાથે લડીને જીતે છે. બીજા સાથે લડવું સહેલું છે. એ કોઈ મોટી વાત નથી. પરંતુ તમારી જાત લડવું અતિ મુશ્કેલ છે. તમારામાં જ્યારે હિંમત હોય ત્યારે જ તમે તમારી જાત સાથે લડો છો. તમે ખરેખર જે નથી તેનો તમે નાશ કરી દો છો અને દિવ્ય આનંદની જેમ ઉભરી આવો છો. ખીલી ઉઠો છો.
માણસ માટે સૌથી મોટો પડકાર તેની આ આંતરિક ક્ષમતાનો અનુભવ કરવાનો છે. અને એ ત્યારે જ શક્ય બને છે, જ્યારે તે બહારનો વધારે કચરો અંદર ભેગો કર્યા વગર પોતાની અંદર જઈને વારવાર તેને શુધ્ધ કરવાનો પ્રયત્ન ચાલ રાખે છે. જેથી તે જ્ઞાની બની જાય.
હકીકતમાં 'સ્વામી' શબ્દનો અર્થ થાય છે જેણે પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કર્યો છે. આ દુનિયામાં આપણી બધી જ મુશ્કેલીઓનું કારણ એ છે કે આપણે આપણી ક્ષમતાને ઓળખી શકતા નથી. એક કહેવત છે કે સિંહને જો સિંહ બનવા દેવામાં ન આવે તો તે શિયાળ બની જાય છે. જો આપણને આપણી મુળભૃત સાચી શક્તિની સમજણ ન હોય તો આપણે તેને ખોટે રસ્તે વેડફી નાંખીએ છીએ. પહેલા પોતાની જાતને બરબાદ કરીએ છીએ અને પછી બીજાને બરબાદ કરીએ છીએ.
માટે આપણી અંદર જે સર્જનાત્મક શક્તિ છે તેને આપમેળે બહાર વહેવા દેવી જોઈએ. સમાજ આપણને તેમ કરવા દે છે, તે એક બાબત છે અને તેને વ્યકત કરવાની પધ્ધતિઓ પણ જાણવી જોઈએ. સ્વામીનો અર્થ છે જેણે પોતાની સંપૂર્ણ શક્તિને જાણી છે. અને તે પોતે જેમ છે તેમ જ તેની જાતે જ વ્યક્ત કરે છે. તે પોતાની જાત સાથે સંપૂર્ણ પણે લયમાં છે. દિવ્ય આનંદમાં છે !
તમારી અંદર પ્રચંડ ક્ષમતા છે. માનસ શાસ્ત્રીઓ અને ગુરુઓએ વારંવાર કહ્યું છે કે માણસતેની સંપૂર્ણ ક્ષમતાથી જવતો નથી. આપણે ક્યાં ચૂકી જઈએ છીએ ? આપણે ક્યાં ચોટી ગયા છીએ ? આપણે શા માટે આપણી સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરતા નથી ?
આપણે આ માટે જુનું જતું કરવાની હિંમત અને તલસ્પર્શી નિરીક્ષણ કરવાની જરૂર છે બસ. આ પછી આપણે બધાંજ પ્રશ્નોના જવાબો મેળવી શકીશું. તમે જયારે સહૃદયતાથી તલસ્પર્શી નિરીક્ષણ કરવાનું શરૂ કરો છો ત્યારે તમને જાગતતાનો અનુભવ થાય છે. આ બાબત તમારી અંદરથી ખીલવવા માટેની જગ્યા ખોલી નાંખે છે.
તમે જયારે અંદરથી ખીલી ઉઠો છો, ત્યારે તમે રાજા બની જાવ છો. તમે પછી પૃથ્વી પર ભગવાનની જેમ જીવી શકો છો. લોકો પાસે બધી જ સુવિધાઓ, પૈસા, જ્ઞાન અને બીજું ઘણું હોઈ શકે છે. પરંતુ જો તેમણે તેમની પોતાની અંદર જગ્યા પ્રાપ્ત નહીં કરી હોય તો તેઓ ભિખારી જ રહે છે. તમારી જાતને મેળવવી તે જ ખરી સમુધ્ધિ છે. આતંરિક શ્રીમંતાઈ એજ ખરી શ્રીમંતાઈ છે.
આપણે બહાર જે કંઇ બને છે તેની સાથે એટલા બધા બંધાઈ ગયા છીએ કે આપણે આપણી આંતરિક જાતની સંપૂર્ણ અવગણના કરી છે. આપણો બહારની દુનિયાના સાહસોમાં એટલાં બધાં ગુચવાંઇ ગયા છે કે આપણે આપણી અંદરની દુનિયાના અદુભૂત સાહસને ચૂકી જઈએ છીએ. મહાન ઋષિઓ એ અને ગુરુઓ એ જે અનુભવો કર્યા છે, તે આપણે ચૂકી જઈએ છીએ. આ અનુભવ હું તમારા બધા સાથે વહેચવાનો છું.
યસ ... તમે કંઇ પૂછવા માંગો છો ?
"માસ્ટર તમે આધ્યાત્મિકતાની ટૂંકમાં વ્યાખ્યા શું આપો છો ?
આધ્યાત્મિકતા તમારામાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સુંવાળા આંતર માનવીય સંબંધો અને ખેલદિલીપૂર્વક પ્રતિભાવ આપવાની ક્ષમતા, જેને હું જવાબદારી કહું છું. આ ચાર બાબતો તમારામાં પૂર્ણ રીતે ખીલે એના સિવાય આધ્યાત્મિકતા બીજું કર્શું નથી
પહેલું : શારીરિક સ્વાસ્થ્ય એટલે રોગ મુક્ત રહેવું. તમે જ્યારે ડૉક્ટર પાસે જાવ ત્યારે તે કહે કે તમે શારીરિક રીતે સ્વસ્થ દ્છો .
બીજું : માનસિક સ્વાસ્થ્ય એટલે આપણા અર્ધજાગૃત મનમાં પડેલી નકારાત્મક વિચાર સરણીની ઊંડી છાપો અને ચિંતાઓ, દુઃખ, ઈર્ષા, અસંતોષ, અહમુ, કામ વાસના વગેરે બાબતોથી મુક્તિ.
ત્રીજૂં : તમારી આજુબાજૂના બધા જ લોકો સાથે સુંવાળા અને માયાળુ સંબંધો હોવા. તમારા બધા સાથે ઉષ્માભર્યા સંબંધો હોય એટલું જ પુરતું નથી. પરંતુ તમે કોઈપણ પ્રકારની વ્યક્તિ સાથે કોઇપણ જાતની ચર્ચા કોઈપણ જાતના દબાણ અથવા દુ:ખ અનુભવ્યા વગર કરી શકવા જોઈએ. જો તમે માનસિક દબાણ અથવા દુ:ખનો અનુભવ કરો છો, તો તેનો અર્થ એ છે કે તમારી અંદર કંઇક અવરોધ છે. માનસિક સ્વાસ્થ્યમાં કંઈક ખામી છે.
ચોથું : ખેલદિલી પૂર્વકના વર્તનની ક્ષમતા. જેને હું જવાબદારી કહું છું. જ્યારે તમે કોઈ જવાબદારી લેવા તૈયાર થાવ છો, તમે જ્યારે ખેલદિલી પૂર્વક કોઈપણ બાબતને હા કહો છો, તમે હા કહેતાંની ક્ષણે જ વિકસો છો અને તેને ભરી દેવા માટે તમારા માંથી શક્તિનો ધોધ છૂટે છે. અલબત્ત તમે જેને માટે હા કહી હોય તેના માટે આ શક્તિનો ઉપયોગ કરવો કે નહીં તે તમારા પર છે. તમે જ્યારે આવું કરવાનું ચાલુ રાખો છો ત્યારે તમે વધુને વધુ વિકસો છો.
જો આ ચાર બાબતો તમારામાં ખીલતી હોય તો તમે આધ્યત્મિક છો. પછી તમે કોઈપણ ધંધામાં હો અથવા તમે પરણેલા હો કે કુંવારા, તમે જૂવાન હો કે વૃધ્ધ કે પછી ગમે તે હો, એ અગત્યનું નથી.
યસ ...
"માસ્ટર તમે શાકાહારી ખોરાક લેવો કે માંસાહારી આ બાબતમાં શું કહો છો ?"
પહેલું, બધાને માંસાહાર ન કરવો જોઈએ તેવું કહેતા ન ફરો. આ બાબતમાં તમારી જાતને સાંકળીને મુશ્કેલીમાં મુકવાની જરૂર નથી. તમે સમજો, અમુક મુદાઓને તાર્કીક દલીલોથી ઉકેલી શકતા નથી. જો તમે કોઈને કહેશો કે માંસાહાર ન કરવો જોઈએ, તો તે કહેશે જેમ પ્રાણીઓમાં જીવ છે તેમ વનસ્પતિમા પણ જીવ છે જ. તમે વનસ્પતિ શું કામ ખાવ છો ? તમે તેને શું કહેશો ? આ વિષયનો કોઈજ અંત નથી.
હું આટલું કહી શકું; હું શુધ્ધ શાકાહરી છું. હું શાકાહારી ખોરાક લઉં છૂં. કારણ કે તે મારા શરીર માટે સાતુકૂળ છે. એવા ઘણાં એન્લાઈટેન્ડ ગુરુઓ થઈ જેઓ માંસાહારી હતાં. અલબત્ત જયારે કોઈ એન્લાઈટેન્ડ ગુરુ જયારે કોઈ અમુક બાબત કરે ત્યારે આપણે તેનો ન્યાય તોળવા ન બેસવું જોઇએ. કારણ કે તેમનાં કાર્યોની સ્પષ્ટતા, આપણાં સામાન્ય શબ્દકોષથી થઈ શકતી નથી. આપણે એનો ખોટો અર્થ કરીને આખી બાબતને ચૂકી જતાં જોઈએ છીએ.
ફકત એક જ વાત ધ્યાનમાં રાખો કે લોકોનું તેમની ખાવાની બાબતનાં પાયા પર, તેમનું ગુણ દોષમાં વર્ણન ન કરો. અને કોઈને માંસાહાર છોડી દેવા માટે દબાણ ન કરો.
એક વાર્તા :
ભારતમાં જયારે નવું નવું ટેલિવિઝન આવ્યું હતું. ત્યારે એક ભિક્ષુક ગૂહમાં નવું ટી.વી. મૂકવામાં આવ્યું. એક જણ સિવાય બધા જ ટી.વી.ના પ્રોગ્રામો જોતાં હતા. જે માણસ ટી.વી. નહોતો જોતો તેણે જઈને ભિક્ષુકગુહના પ્રમુખને ફરિયાદ કરી કે બધા લોકો કલાકો સુધી ટી.વી. જ જોતાં રહે છે.
ફરિયાદની થોડા મિનિટો પછી પ્રમુખે તેને કહ્યું; "તું પણ આવતીકાલથી ટી. વી. જોવાનું શરૂ કરી દે." પેલો માણસ આઘાત પામી ગયો અને એને પૂછૂયું, તમે આવું કેમ કહ્યું.
પ્રમુખે જવાબ આપ્યો; "ટી.વી. જોવાથી દૂર રહેવું તને ગમતું નથી, તેથી પેલા લોકો પર તું ચીડાય છે. તને જોવાની ઈચ્છા તો છે જ. પણ તું જોતો નથી કારણ કે તારે એવું મન મનાવવું છે કે તું અંદરથી ખૂબ જ મજબૂત છે. પરંતુ આ દબાણ તને તે લોકો સામે ફરિયાદનું કારણ આપે છે."
જયારે તમે માંસાહારથી દૂર ન રહી શકતા હો ત્યારે જ તમે બીજાને શાકાહારી બનવાની ફરજ પાડો છો. જ્યારે તમે કોઈપણ કામ સંપૂર્ણ પણે કરતાં હો, છો ત્યારે તમે તે કામ કરવા માટે બીજાને દબાણ ક્યારેય નહીં કરો. પરંતુ તમે જયારે તેને અર્ધ મને અથવા શંકાથી કરો છો ત્યારે જ તમે બીજા લોકોને પણ તેમાં ખેંચો છો. આ તમે અમુક બાબતમાં પૂરેપુરા છો કે નથી તેનું માપ છે. તમે જયારે પરેપુરા એકરૂપ હો છો, ત્યારે તમે બીજા વગર પણ સંપૂર્ણ હો છો. અને તેથી તમે બીજાને મુશ્કેલીમાં મુકશો નહીં. તમે તેમની રીતે સ્વતંત્ર રહેવા દેશો.
હકીકતમાં હું એ કહેવા માંગુ છું; કે જે લોકો દિવસમાં એક કલાક માટે માંસાહારી ખોરાક લે છે, તેઓ શાકાહારી ખોરાક ખાઈને ચોવીસ કલાક માંસાહાર વિષે વિચારનારાં કરતાં સારા છે !
એક વાર્તા :
એક ઝેન ગુરુ તેના શિષ્ય સાથે નગર તરફ આવી રહ્યાં હતાં. રસ્તામાં એક નદી આવી જેમાં પૂર આવ્યું હતું. કિનારે એક રૂપાળી સ્ત્રી ઉભી હતી.
પેલી સ્ત્રીએ જ્યારે આ ગુરુ શિષ્યને જોયાં, ત્યારે તેમને નદી પાર કરવામાં મદદ કરવા વિનંતી કરી.
ગુરુએ સ્ત્રીને ઊંચકી લીધી અને નદી પાર કરાવી અને તેને ત્યાં છોડીને પાછા આવી ગયા.
શિષ્ય એ જે જોયું તેનાથી તેના મનમાં હલચલ મચી ગઈ. તેણે જે જોયું તેનાથી તેના મનમાં તે બળવા લાગ્યો. તેઓ
ચાલવા લાગ્યા અને નગર નજીક જ હતું. શિષ્ય પેલી વાત સહન કરી શક્યો નહીં તેણે જ લીધું. "ગરુજી તમારા જેવા મહા ગુરુએ એક રૂપાળી સ્ત્રીને સ્પર્શ કર્યો અને ઊંચકી લીધી ?"
ગુરુએ જવાબ આપ્યો; ''મેં તો તેને ત્યાં જ ઘણી પાછળ છોડી દીધી છે પણ તું હજી તેને લઈને શું કામ ફરી રહ્યો છે ?''
ગુરુઓ હંમેશા જે પૂછનાર છે તેને જવાબ આપે છે. પ્રશ્નને નહીં. આ વાર્તામાં ગુરુ પોતાની ઉચ્ચકક્ષા બતાવવા માટે તેને સમજાવી શક્યા હોત કે મેં જેને ઉંચકી હતી તે સ્ત્રી હતી કે પુરુષ એ મારા માટે મહત્વનું નહોતું. પરંતુ ગુરુએ તેના શિષ્યને સમજાવી દીધો કે ખોટ તેના મનમાં હતી, મારા કામમાં નહીં.
જો તમને એમ લાગતું હોય કે તમે માંસાહારને અંતરની ઝંખના સાથે નથી છોડી શકતા, તો જયાં સુધી તે આપોઆપ ન છૂટી જાય ત્યાં સુધી ખાવ. ધ્યાનમાં રાખો આમ કહીને હું માંસાહારની વકીલાત નથી કરતો. મારા શરીર અને મનને શાકાહારી ખોરાક અનુકળ આવે છે અને હું ખાવ છે. જો તમે મારૂં અનુકરણ કરવા માંગતા હો તો શાકાહારી બની જાવ. બસ !
પરંત છોડી દીધા પછી તેના માટે ઝંખના ન કરો. અને બીજાને છોડવા માટે દબાણ પણ ન કરો. આપણે બધા શાકાહાર જેવી નાની બાબતોને મોટો મુદ્દો બનાવીને ભેગા થઈને કલાકો સુધી તેની ચર્ચા કરીએ છીએ. આ જ સમસ્યા છે.
આમાં ત્રણ બાબતો છે જેમાં તમે પડી શકો છો.
પહેલી : માંસાહાર કરવો નહીં અને તેને વિષે વિચારવું નહીં. બીજી : કરવો અને ભૂલી જવું. અને ત્રીજી : પોતે માંસાહાર કરવો નહીં,અને તેને નીતિ બ્રષ્ટ સમજવું અને આસપાસ બીજા લોકોને ન ખાવા માટે દબાણ કરવું ! મહેરબાની કરીને ત્રીજી બાબતમાં ન પડો. બસ આટલું પુરતું છે !
યસ...
"માસ્ટર, જ્યારે હું કઈક સારૂં કરવા માંગું છું. દા.ત. જયારે હું બસમાં મુસાફરી કરતો હોઉં અને કોઈ વૃધ્ધ માણસને ઉભેલો જોઉં તો મને તેમને મારી જગ્યા આપી દેવાની ઈચ્છા થાય છે. પણ હું તેનાથી વિરુધ્ધનો નિર્ણય લઉં છું. હું વિચારું છૂં કે મારે પછી છેક છેલ્લે સુધી ઉભા રહેવું પડશે. આવી જ રીતે મને જયારે ધુમ્રપાન કરવાનું મન થાય છે, ત્યારે મારી અંદરથી એક તલપ લાગે છે અને હું એવું વિચારીને કરૂં છું કે એક સીગરેટથી મને કશું નુકશાન થવાનું નથી. હું મારી જાતને નિયંત્રિત કરીને જે સાચું છે તે કેમ કરી શકતો નથી ?"
તમે જયારે મનમાં કંઇક લો છો. ત્યારે તે તમને બહારથી કહેવામાં આવેલું હોય છે. તમે તેના ફાયદાઓ સ્પષ્ટ અને ગહનતાથી જોઈ શક્તા નથી. તમે તેને બુધ્ધિના સ્તર સુધી સમજી પણ શકો છો. તમે જયારે તમારી જાતે અંદરથી કંઇક અનુભવો છો, ત્યારે તે તમારી પોતાની સમજણ બની જાય છે. તેથી તમે તેની બાજુમાં કોઈપણ મુશ્કેલી વગર ઊભા રહી જાવ છો.
સીગારેટ અંદર તમારી એક રૂપ થઈ છે. તમે જાતે તેનો અનુભવ કર્યો છે. બીજા કોઈના ઉપદેશથી નહીં. તે તમારો પોતાનો અનુભવ છે. જેથી તમારૂં હૃદય તે સ્વીકારે છે.
પરંતુ બસ માં પોતાની સીટ બીજાને આપી દેવાથી જે ખુશી મળે છે તેનો અનુભવ તમે ઊંડાણથી કર્યો નથી. બસમાં વૃધ્ધ માણસને સીટ આપવી તે સારૂં છે. તે તમે લોકો પાસેથી સાંભળ્યું છે બસ ! બહુ બહુ તો તમે સામાજીક રીતે ભાતનું અનુકરણ કર્યાનો સંતોષ અનુભવશો. બસ ! સીગારેટની બાબતમાં તમે પોતે જ એક અનુભવ બની ગયા છો.
જે અનુભવ તમારી અંદર આત્મસાત ન થયો હોય તે તમને ખેંચી કે સ્પર્શી શકે નહીં. જો તમને બીજા માણસને મદદ કરવાથી હકીકતમાં આનંદ મળ્યો હોત તો તમે વૃધ્ધ માણસને સીટ આપી દીધી હોત.
સાચો અનુભવ બતાવવા માટે મેડિટેશન જ સાચો રસ્તો છે. જયારે આપણે મેડિટેશન કરીએ છીએ ત્યારે પથ્થર જેવું હૃદય ખીલી જાય છે અને રૂ જેવું નરમ બની જાય છે. અને આપણને બીજાને મદદ કરવાની ઈચ્છા થાય છે. અત્યારે આપણે ક્યાંક વાચ્યું છે અથવા વડીલોએ કહ્યું છે, કે વડિલોને બસમાં બેસવાની જગ્યા કરી આપવી જોઈએ બસ ! અટલૂં જ. નહીતર શું બનવું જોઈએ. પેલી મદદ કરવાની લાગણી ઉત્કટ બનીને આપણી અંદરથી બહાર આવવી જોઈએ અને આપણે મદદ કરવી જોઈએ.
જો તમારી અંદર મેડિટેશન થયું હોય તોજ તમારા જીવનનો રસ્તો લાગણી ભર્યો બને. નહીંતર તે ફકત ઉપરનો જ રહી જાય છે. ઉપદેશને મનમાંથી હૃદયમાં ઉતારવા માટે ડ્રીલીંગ મશીનની જરૂર પડે છે. એ મશીન છે મેડિટેશન. પછી ન્યાય, પ્રામાણિકતા અને આવા બધા જ સદ્દગુણો જે આપણને શીખવવામાં આવે છે. તે આપણી જીવન શૈલી બની જાય છે અને તમે જયારે તેને અમલમાં મુકો છો ત્યારે તેના રસનો અનુભવ થાય છે.
નહીતર આ બધા સદ્ગુણો અનુભવનું જ્ઞાન બનવાને બદલે માત્ર જાણકારી રહી જાય છે.
આજે બપોર પછી આપણે જયારે ખરા વિષય પર આવીશું ત્યારે તમે સાચું શું છે તે જાણવા છતાં અણજાતાં જ કેમ વિરુધ્ધ વર્તન કરો છો તે બાબતમાં વિગતવાર જવાબ મળશે. આભાર.
ઓળખાણ
ઓલ રાઈટ હવે આપણે મુખ્ય વિષય પર આવીએ છીએ :
તમારે આ ચક્ર મેડિટેશન પ્રોગ્રામમાં ભાગ શું કામ લેવો જોઈએ ?
એમાં તમારા માટે શું છે ? હું આ સેશનમાં તમને તેના જવાબો આપીશ. એ માટે સૌથી પહેલાં આપણું મન કઇ રીતે કામ કરે છે, તેનું વિશ્લેષણ કરવું જોઈએ. મન એક જ એવી બાબત છે, જે તમારાપણું અને તમારી વચ્ચે ઊભું છે. તમે તમારા મનને છોડી શકો તો તમે એન્લાઈટેન્ડ થઈ શકો. આત્મ સાક્ષાત્કાર કરી શકો !
મન કેવી રીતે કામ કરે છે ? અહીં જે આકૃતિ આપેલી છે તેની સામે નજર કરો. તેમાં બતાવ્યું છે કે આંખમાંથી જે માહિતી અંદર આવે છે, પછી તેની શું પ્રક્રિયા થાય છે. હકીકતમાં આંખમાંથી જ નહીં પણ આપણી પાંચેય ઈન્દ્રીઓમાંથી આવતી માહિતીની વાત છે. પાંચેય ઇન્દ્રીયો જેવીકે નાક, કાન, જીભ, સ્પર્શ અને આંખ. દાખલા તરીકે આપણે અત્યારે આંખ તરફ જોઈ રહ્યા છીએ. હું તમને સમજાવું છું.
તમે જયારે કંઈક જુઓ છો, સૌથી પહેલાં આંખ તેને જુએ છે. સંસ્કૃતમાં તેને ચક્ષુ કહેવાય છે. તે આંખે જોયેલી
માહિતીની છાપ અંદર મોકલે છે. એ ડીઝીટલ સીંગલ પ્રોસેસર જેવું છે. DSP સંદેશો અથવા તો જે અંદર આવ્યું તેને ચક્ષ જેતે ફાઈલમાં મોકલે છે. આપણી પાંચેય ઇન્દ્રીયો દ્વારા આવતી માહિતીનું આ રીતે રૂપાંતરણ થાય છે. ફકત આંખ માટે જ નહીં. આવું બધી જ ઇન્દ્રિયો માટે બને છે.
પછી તે ફાઈલ જ્યાં યાદો સંગ્રહાયેલી છે તેમાં જાય છે. આ ભાગને આપણે ચિત્ત કહીએ છીએ. ત્યાં આ ફાઈલ પર થોડું કામ થાય છે. દા.ત. તમે હમણાં મને જુઓ તેનું ચક્ષુ દ્વારા ફાઈલ બનવાની પ્રક્રિયા થાય છે. પછી તેને ચિત્તમાં મોકલવામાં આવે છે. પછી અંદર રહેલી યાદો તે માહિતીનું પૂથક્કકરણ કરે છે. તે પ્રક્રિયા કરીને આ પ્રાણી નથી. આ છોડ નથી. આ ખડક નથી. આ પ્રક્રિયા ચિત્તમાં થાય છે.
પછી તે ફાઈલ મનમાં જાય છે. જેને સંસ્કૃતમાં માનસ કહે છે. મન તે ફાઈલ ઓળખવાનું કામ કરે છે. તે કહે છે. આ માણસ છે. માણસ કલાસ લઈ રહ્યો છે. મન ફેંસલો કરે છે. પછી આખી ફાઈલ પરિમાણ સાથે અહમ્ તરફ કુદકો મારે છે અને તમારો અહમ્ તેનાં ભૂતકાળના અનુભવના આધારે તમારી હવે પછીની પ્રક્રિયાનો નિર્ણય કરે છે. જો તમને આવાજ કલાસનો ભૂતકાળમાં અનુભવ થયો હશે તો, યોગ અથવા મેડિટેશનના, અને જો એ તમારા માટે બરાબર હશે, તો તમે વિચારશોકે તે તમને મદદરૂપ થયા હતા. તો તમે અહીં બેસી રહેવાનું નક્કી કરશો. નહીંતર તમે વિચારશો અહીંથી જતું રહેવું તમારા માટે સારૂં છે.
આ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરો. તમે મને જુઓ છો. આંખો એ માહિતી ચક્ષમાં મોકલે છે. ચક્ષ તેનું ડીઝીટલ સંદેશોમાં રૂપાંતર ણ કરે છે. યાદો ફાઈલમાંથી વધારાના ભાગને છૂટા પાડે છે. આ નથી… પછી મન ફાઈલની ઓળખાણ કરે છે. પછી આખી ફાઈલ પરિણામના રૂપમાં અહમ્ તરફ છલાંગ મારે છે. અહીં તમે તમારા ભૂતકાળના અનુભવને આધારે નિર્ણય લો છો. અહીં બેસવું કે હોલ છોડીને જતું રહેવું.
આપણે મન અને આંખની વચ્ચેની પ્રક્રિયાને ટી.પી. કરીશું. ટી.પી. એટલે ટાઈમ ટેકન ફોર ધ પ્રોસેસ બીટવીન ધ આઈ એન્ડ ધ માઈન્ડ (આંખ અને મન વચ્ચેની પ્રક્રિયામાં ગાલેલો સમય) મન અને આંખ વચ્ચેની આ પ્રક્રિયા જાગૃત અને બુધ્ધિ ગમ્ય છે. તમે પ્રક્રિયા બાબતમાં પૂરેપુરા જાગૃત છો. તે તમારી જાગૃતતામાં જ બને છે.
હવે મન અને અહમ્ વચ્ચેના પરિમાણનો ફુદકો મોટે ભાગે અજાગૃત હોય છે. આ જ સમયમાં જયારે હકીકતમાં ખરો નિર્ણય થાય છે, તેમાં તમે જાણતા નથી. તે તમારી અજાગૃતતામાં બને છે. આ સમયને આપણે ટી. ક્યૂ. કહીશું. આ સમય દરમ્યાન તમે જે નિર્ણય લો છો તે અતાર્કિક જ હોય છે. તમે તમારા વિચારોની તાર્કિક પ્રક્રિયાની વિરુધમાં નિર્ણય લો છો. તમે ઝડપી અને અતાર્કિક નિર્ણય લો છો.
આવું કેમ બને છે ! તમે અજાણતાં જ નિર્ણય કરો છો અને પછી પાછળથી દ્વઃખી થાવ છો. આવું બનવાનું કારણ એ છે કે અજાગ્રત વિસ્તાર નકારાત્મક યાદો અને અશાંતિથી ભરેલો હોય છે. આપણી બધી જ ભૂતકાળની યાદો જે ને આપણે સંસ્કૃતમાં 'સંસ્કાર' કહીએ છીએ, તમારી બધી જૂની ભૂતકાળની વિચારસરણીઓ આ વિસ્તારમાં ફાઈલોનો રૂપમાં ભરેલી હોય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ સંગ્રહાયેલી યાદોનો નિર્દેશ કરવા માટે એન્ગ્રામ્સ (કોતરાયેલી છાપો) શબ્દ વપરાય છે. આ વિસ્તારમાં ઘણી બધી ફાઈલો સંગ્રહાયેલી હોય છે. એકબીજાં વચ્ચે કોઈપણ સંબંધ ન હોય તો પણ આ યાદો, અને બનાવો અહીં સંગ્રહાયેલાં હોય છે.
જયારે ફાઈલ પરિમાણ સાથે આ વિસ્તારમાં છલાંગ મારે છે, ત્યારે ત્યાં ઘણી વિગતો સંગ્રહાયેલી હોય છે. જે
તમારી અંદર ખબજ અશાંતિનું કારણ બને છે. જેથી પેલી ફાઈલ યોગ્ય નિર્યણ લેવા માટે અહમ્ સુધી બરાબર પહોંચી શકતી નથી. આ સંગ્રહાયેલા એન્ગ્રામ્સ અંદર આપેલી માહિતી ઉપર કામ કરવાનું શરૂ કરી દે છે અને પોતે સવાર થઈ જાય છે અને નિર્ણય પ્રક્રિયામાં પાયમાલીનું કારણ બને છે.
પરિણામે અહમ્ સ્વાભાવિક વૃત્તિના સ્તરે ઝડપી અને અવિચારી નિર્ણય લઈને ફાઈલ પાછી મોકલી આપે છે. આ બધું અભાનતામાં ઝબકારામાં બની જાય છે.
દાખલા તરીકે તમે જે વિગતો મેળવી છે તેના આધારે તમે જાણો છો કે ધુમ્રપાન કરવું તબિયતને હાનિકારક છે. એ તમારા શરીર અથવા મન માટે સારૂં નથી. તમે જયાં સુધી ટી.પી. લેવલ પર હો છો, ત્યાં સુધી આ નિર્ણયને વળગી રહો છો. પરંતુ મન જેવો અહમ્ તરફ છલાંગ લગાવે છે. તરત જ કોતરાયેલી છાપો તમને ધુમ્રપાન કરવાની સૂચના આપે છે. તમે ફકત ધુમ્રપાનનો નિર્ણય કરો છો. જાગત પ્રક્રિયા કહે છે. આ તબિયત માટે સારૂં નથી. પરંતુ અજાગૃત પ્રક્રિયા કહે છે… હકીકતમાં કહેતી પણ નથી. તે નિર્ણય જ લઈ લે છે. અને તમે તે પ્રમાણે જ કરો છો. આ ચોખ્ખો સ્વાભાવિક વૃત્તિને સ્તરે લેવાયેલા નિર્ણય છે.
આ અજાગ્રત વિસ્તાર ખૂબજ શક્તિશાળી હોય છે. તેનો ત્રણ રીતે ઉપયોગ કરી શકાય છે. સ્વાભાવિક વૃત્તિના સ્તરે, બુદ્ધિના સ્તરે, અથવા અંતઃસ્ફરણાના સ્તરે. આ અજાગ્રત વિસ્તાર નકારાત્મકતા અને અશાંત યાદોથી વધારે પડતો ભરાયેલો હોય છે. તે સ્વાભાવિક વૃત્તિના સ્તરે કામ કરે છે. જે આપણે હમણાં જોયું. તમે આ સ્તરે જ અભાન પણે જ નિર્ણયો લો છો.
તમે જયારે સ્વાભાવિક વૃત્તિના સ્તરે હો છો ત્યારે તમારા મોટા ભાગના નિર્ણયોનો અંત દુઃખમાં આવે છે. તમને નવાઈ લાગે છે. મેં આમ શા માટે કર્યું ? મારે આવું ન કરવું જોઈએ. મેં આવું કેમ બનવા દીધું ? મેં આવા નિર્ણય કેમ લીધો ? આવું બને છે. કારણ કે અજાગ્રત ભાગ સ્વાભાવિક વૃત્તિના સ્તરે કામ કરે છે. આ સ્તરે તમે બાબતોને અતાર્કિક રીતે સાંકળો છો અને અજાણતાં જ પરિણામમાં કૂદકો મારો છે.
દાખલા તરીકે કોઈ સફેદ કપડાં પહેરેલી વ્યક્તિએ તમને હેરાન કરેલા હોય. જે ક્ષણે તમે કોઈને સફેદ કપડાંમાં જુઓ છો, ભૂતકાળ યાદ તરત જ તમારી જાણ બહાર ઉપર આવે છે અને તમે ગુસ્સે થઈ જાવ છો. આ સ્વાભાવિક વૃત્તિનું સ્તર છે. તમારા જાગૃત મન વગર, તમે સમજી પણ શકો તે પહેલાં જ આ બની જાય છે.
જયારે ટી. ક્યૂ., ટી.પી. કરતાં ઓછો હોય છે, જયારે આંખ અને મન વચ્ચે ચક્ષુમાં આવેલી આકૃતિ પર પ્રક્રિયા કરવામાં અહમ્ સુધી જઈને પાછા આવવાની પ્રક્રિયામાં ઓછો સમય લાગ્યો હોય છે. ત્યારે તમે સ્વાભાવિક વૃત્તિના સ્તર પર હો છો. પરિણામ સાથે છલાંગ મારવામાં સમય લીધો હોતો નથી. ફાઈલ જેવી અજાગૃત વિસ્તારમાં આવે છે, તરત જ નિર્ણય લેવાઈ જાય છે. તમે ટી. ક્યૂ. ને સમય આપ્યા વગર જ સતતુ નિર્ણયો પસાર કરતા જાવ છો. તમારો આ અભાન વિસ્તાર યાદોની ફાઈલોથી વધારે પડતો ભરાયેલો હોય છે. તમે જ્યારે આ રીતે કામ કરો છો ત્યારે તમને થાકનો અનુભવ થાય છે.
આ કંઈક આવું છે. જયારે તમારી હાર્ડડિસ્ક રીસોલ્યુશન ફોટાઓથી પૂરેપૂરી ભરાઈ ગઈ હોય છે. ત્યારે તેમાં વધારે કામ કરવાનો અવકાશ રહેતો નથી ખરૂ ને ? આવી જ રીતે તમારો અજાગ્રત વિસ્તાર ભૂતકાળની વિચાર શૈલીઓ અને યાદોની ફાઈલોથી પૂરેપૂરો ભરાયેલો હોય છે ત્યારે તે બિન કાર્યક્ષમ બની જાય છે. અને છીછરાં અતાર્કિક નિર્ણયો લે છે . ર ર બીજું બુધ્ધિનું સ્તર છે. આ સ્તરે ટી. ક્યૂ. અને ટી.પી. સરખાં હોય છે. અહીં તમે જાગત હો છો. તમે બુધ્ધિ ગમ્ય અને તાર્કિક નિર્ણયો લો છો. પરંતુ તેમાં કોઈ વધારાની શક્તિ અથવા ઉત્સાહ હોતો નથી. તમે એ વખતે પૂરાં જાગૃત હો છો બસ. તમે સર્જનાત્મક, કંઈક નવું શોધવાવાળા હોતા નથી. તમે કોઈ મોટાં પગલાં ભરતાં નથી. તમારો વિકાસ થતો નથી. તમે એક વિશ્વાસુ નોકર જેવા હો છો. આઈનસ્ટાઇને કહ્યું છે; "બુધ્ધિ એક વિશ્વાસ્ત્ર નોકર છે. તમે આખી જીંદગી નોકર રહી શકો છો." પરંતુ તમારાથી કંઈ વધારે કે મોટું કાર્ય થઈ શકતું નથી.
આ સ્તરે તમે બસ માહિતી ભેગી કરો છો. તેના પર પ્રક્રિયા કરો છો. તમે એક કોમ્પ્યુટર કરતાં વધારે કશું જ નથી થઇ શકતાં. જ્યારે તમારો આ જાગૃત વિસ્તાર બુધ્ધિના સ્તરે હોય છે ત્યારે ટી.ક્યું અને ટી.પી. સરખા સ્તરે હોય છે. તમે અવિચારી, અને અશાંતી ભરાયેલા અજાગૃત વિસ્તારથી નિર્ણય લેતાં નથી; તમે જીગૃતિ અને તાર્કિક રીતે નિર્ણયો લો છો.
જયારે તમે બુધ્ધિના સ્તરે હો છો ત્યારે તમે થાકેલાં નથી હોતાં અને સ્કૂર્તિથી ઉભરાતાં પણ નથી હોતાં. તમે વચ્ચેના સ્તરે હો છો. – આ વિસ્તાર ઉપર તમે તમારી પૂરી ક્ષમતાનો ટોચ સુધી ઉપયોગ કરી શકતાં નથી.
પછીનું સ્તર છે ; અંતઃસ્કૂરણાનું સ્તર; જ્યાં તમે તમારી સમગ્ર ક્ષમતાનો સાક્ષાત્કાર કરી શકો છો. જો તમે ગહન શાંતિ અને જાગૃતતાને અજાગૃત વિસ્તારમાં તરબોળી શકો અને તમારી છપાયેલી યાદોની ફાઈલને શાંતિ અને જાગૂતતાથી હટાવી શકો, તો તમે અંતઃસ્ફરણાના સ્તરે પહોંચી શકો છો.
જો તમે અજાગૃત વિસ્તારને યાદોથી મુકત અને ખાલી કરીને આનંદિત કરી શકો, જો તમે દરકે ક્ષણે તમારા ભૂતકાળના બોજા વગર તાજા અને જીવંત બની શકો; આ યાદોની કોતરણીના બોજા વગરના બની શકો, તો તમારી મૂળભૂત શક્તિ તેના શુધ્ધ સ્વરૂપે વ્યક્ત થાય છે. જયારે આ બને છે, ત્યારે તમે કહી શકો, કે તમારી પ્રજ્ઞા ટોચ પર છે. તમે સર્વોચ્ચ જ્ઞાનની ટોચ પર છો. કારણ કે શક્તિ પ્રજ્ઞા છે. જ્યારે આવું બને છે ત્યારે તમે અંતઃ સ્કૂરણાની શક્તિથી નિર્ણયો લઇ શકો છો, પછી તમે પ્રચંડ સ્પષ્ટતા સાથે હો છો.
તમે જ્યારે અંતઃસ્કુરણાના સ્તરે હો છો ત્યારે ટી. ક્યુ., ટી. પી. કરતાં મોટો બની જાય છે અને તમે તમારી અંતઃસ્કુરણાની શક્તિથી નિર્ણયો લો છો. તમારી ગહન જાગ્રતતા અને શાંતિથી, દિવ્ય આનંદથી નિર્ણય લો છો.
આ બાબત ખૂબ જ ગહન સમજણ માંગે છે. તમારે આખા વિજ્ઞાન માં ગહનતાથી ઊંડા ઉતરવું પડે છે. પછી જ તમે હું જે અર્થમાં અંતઃસ્ફૂરણાની શક્તિની વાત કરૂં છું, તે સમજી શકશો. અંતઃસ્ફૂરણા એટલે એવું કંઇક જે તમારી બુધ્ધિ કરતાં પણ ઉપરના સ્તરે બને છે.
અંતઃસ્ક્રૂરણા શું છે ?
હું તમને સમજાવું ; તમને ખબર પડે છે કે અમુક બાબત ચોક્કસ સારી છે અને તમને લાગે છે કે તમારામાં એ કરવાની શક્તિ પણ છે, પરંતુ તમે તે કરી શકતા નથી. તમે એ બાબતને પૂર્ણ કરવા માટે તમને દોરી જાય તે પગલાં તમે જાણતા નથી. પરંતુ તમે ચોક્કસ પણે જાણો છો કે તેનું પરિણામ અને તમારો નિર્ણય સાચો છે. આ અંતઃસ્ફૂરણા છે.
જયારે પણ તમે કોઈ બાબતની અગ્રતા નક્કી ન હોય તેવી પરિસ્થિતિનો સામનો કરતા હો છો. ત્યારે તમને આ અંતઃસ્કુરણાની શક્તિની જરૂર પડે છે. જ્યારે તમારી પાસે ઓછામાં ઓછી વિગતો હોય અથવા તમારી પાસે ઘણી બધી પસંદગીઓ હોય અને આ પરિસ્થિતિમાં શું કરવું તે તમે નક્કી કરી શકતા ન હો. ત્યારે આવા સંજોગોમાં અંતઃસ્કૃરણાંની શક્તિ તમને મદદ કરે છે. આવા સંજોગોમાં જ નહીં પણ જો તમે તમારી જાતને સતત આ સપાટીએ વિકસતી રાખી શકો, તો તમે દરેક ક્ષણે વર્તમાનમાં રહી શકો છો અને એજ રીતે ભવિષ્યની ક્ષણોને પણ જન્મ આપી શકો છો.
જો તમે હમણાં જે કહી રહ્યો છું તેને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો, જો તમે થોડી મિનિટો તમારી જાત સાથે બેસીને; તમારી સંગ્રહાયેલી, અંકિત થયેલી યાદો તમારા વિનાશનું કારણ બનીને તમારા પર બોજારૂપ બને છે તેનો અનુભવ કરો; જો તમે હું જે કહી રહ્યો છૂં તેની અંદરનું સત્ય જોઈ શકો; તો તમે ધીરે ધીરે આ વિષયક્ર માંથી નીકળવાનું કૌશલ્ય પ્રાપ્ત કરી શકો છો અને તમારી જાતનો ઊંચો વિકાસ કરી શકો છો.
અંત:સ્ફૂરણા બાબતમાં એક વધારે વાતઃ તે તમને ફકત નિર્ણય લેવાની શક્તિ જ નથી આપતી તેને અમલમાં મુકવાની શક્તિ પણ આપે છે. જ્યારે લોકોને હું આ કહું છું ત્યારે મને પૂછે છે; "માસ્ટર અમને કેમ ખબર પડે કે અમને અંતઃસ્કૂરણા થઈ છે, કે બુધ્ધિથી વિચારીએ છીએ." હું તમને કહું છું; "તમે સ્પષ્ટ બની જાવ છો. જો તમે ગુંચવાઈ જાવ છો; તમે બુધ્ધિથી વિચારો તો, એ ગુંચવણ જ કહે છે કે તે બુધ્ધિની બાબત છે. જ્યારે તમને અંત:સ્ફૂરણા હોય છે, ત્યારે તમે પૂરા આત્મવિશ્વાસુ અને શક્તિથી છલોછલ હો છો. જ્યાં ગુંચવણને જગ્યા જ હોતી નથી.
અંતઃસ્ક્રૂરણાની સાથે જ તમારી અંદર જે અગાધ ક્ષમતાની શક્તિ છે, તેને છૂટો દોર મળી જાય છે. તમે ખૂલી જાવ છો. અને શક્તિ વ્યક્ત થવા માંડે છે. મને બીજા દિવસે લેસર અને મેસરના ક્ષેત્રમાં નોબેલ ઈનામ મેળવનાર ડૉ. ચાર્લ્સ ટાઉન્સ સાથે જમવાની તક મળી હતી. મેં તેમને પૂછવું; "આ કેવી રીતે બન્યું ?" તમે આ કઈ રીતે કરી શક્યા?" તેમણે સરસ રીતે જવાબ આપ્યો. તેમણે કહ્યું; "હું વોશિંગટન ડીસીના બગીચામાં બેઠો હતો. અને એકાએક મારામાં કંઈ બન્યું. અંતિમ પરિણામ મારા મનમાં આવ્યું. અને મેં તરત જ કાગળ ઉપર લખી લીધું. મને પછી ખ્યાલ આવ્યો કે એક મુશ્કેલી છે - પરિણામ મારી પાસે હતું. પણ તે મેળવવાના પગલાં મને ખબર નહોતી. હું તેને કોઈ સામે રજુ કરી શરૂં તેમ નહોતો. કારણ કે હું માત્ર પરિણામ જાણતો હતો. પછી જયારે હું શાંતિથી બેઠો ત્યારે હું તાર્કિક પગલાં મેળવી શક્યો."
ફકત ચાર્લ્સ ટાઉન નહીં. આઇન્સ્ટાઈન પણ કહે છે; "મારી સાથે જે કંઇ નવું બન્યું તે બુધ્યિમાંથી નથી આવ્યું પરંતુ અતઃસ્ક્રરણાથી આવ્યું છે." તે ખૂબ જ સુંદર રીતે વર્ણવે છે; "અંતર્જ્ઞાનથી ભરેલું મન પરમાત્માની દૈવી ભેટ છે. અને બુધ્ધિશાળી મન વિશ્વાસુ નોકર છે.'' આપણે એવો સમાજ બનાવ્યો છે જે નોકરનું સન્માન કરે છે અને ભેટને ભૃલી જાય છે.
આપણે માનીએ કે ન માનીએ અથવા સ્વીકારએ કે ન સ્વીકારીએ. આપણી અંદર અંતર્જ્ઞાન - અંતઃસ્ફૂરણા હોય છે. અલબત્ત આઈન્સ્ટાઈન પણ તેને ભેટ કહે છે. કારણ કે તેને ખબર નહોતી કે તે સતત હોય જ છે. જ્યારે તે બન્યું ત્યારે એને ખાત્રી નહોતી, કે હવે બનશે અથવા નહીં બને. પરંતુ યોગીઓ, મહાન રહસ્યવાદીઓ અને મને ફરી વખત કહેવા દો, કે તમે પણ તેના માટે ખબ જ સારી રીતે કામ કરી શકો છો. અને તમે પણ સતત તે તમારી સાથે જ છે. તેની ખાત્રી રાખી શકો છો. તમારે એવું વિચારવાની જરૂર નથી કે અંતર્જ્ઞાન ભેટમાં મળે છે. તે તમારા જીવનનો હિસ્સો બની શકે છે.
જયારે તમારી અંદર અંતર્જ્ઞાન જાગે છે; ત્યારે તમારૂં સમગ્ર અસ્તિત્વ એક સૂત્રી બની જાય છે. તમે તમારી ક્ષમતાની ટોચ પર હો છો. કંઇક ખીલી ઉઠી છે. તમે તેને દિવ્ય પ્રેરણા અથવા અંતર્જ્ઞાન ગમે તે કહી શકો છો. યોગીઓએ વારંવાર કહ્યું છે; કે આ વિજ્ઞાન જ છે. જો તમે આ અંતર્જ્ઞાન અથવા આ શક્તિ, કે જે તમારી અંદર સતત હાજર હોય છે. તેની સાથે તમારી જાતને સતત લયમાં રાખી શકો, તો તમારા રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકો છો.
અંતઃસ્કુરણા-અંતર્જ્ઞાન તમારી જાતની આંતરિક શક્તિ છે. જયારે તમારા અજાગ્રત સ્તરમાંથી આ શુધ્ધશક્તિ બહાર આવવાની શરૂ થાય છે, ત્યારે તે તમને શારીરિક, માનસિક અને લાગણી તંત્રના સ્તરે સંપૂર્ણ સ્વસ્થ બનાવી દે છે. સ્વસ્થ બનાવવા ઉપરાંત તે તમારી હતાશા, તણાવ ઓછો કરી નાંખે છે અને ખેલદિલીપૂર્વક નિર્ણયો લેવામાં મદદ કરે છે.
ખેલદિલીને, તમે જે વિગતો ભેગી કરી હોય તેની સાથે કશું જ લાગતું વળગતું નથી; ખેલદીલીને ભેગી થયેલી વિગતો સાથે યોગ્ય પ્રક્રિયા કરવાની હોય છે.
આ જ વિગતો, આજ માહિતી પર, ઘણી રીતે પ્રક્રિયા કરી શકાય છે. તમે બુધ્ધિની ઉપર ઊંચે જઈને આ વિગતો પર અંતર્જ્ઞાનથી સંપૂર્ણ પ્રક્રિયા કરીને પરિણામ મેળવી શકો છો.
આપણે આ અંતર્જ્ઞાનની શક્તિ માટે આપણી જાતને અમુક પધ્ધતિઓ અને રીતોથી તૈયાર કરી શકીએ છીએ, લયમાં રાખી શકીએ છીએ .
આ પધ્ધતિઓને આપણે મેડિટેશન કહીએ છીએ. પૂર્વમાં તેને માટે ધ્યાન (મેડિટેશન) શબ્દ વાપરીએ છીએ. આપણી અંદર રહેલી દિવ્ય શક્તિ સાથે આપણી જાતને લયમાં રાખવી. તે આપણને તેનો અનુભવ કરવા માટે સતત વારંવાર આમંત્રણ આપે છે.
જયારે તમને સમય મળે; બસ, તમારી જાત સાથે બેસો અને નિરીક્ષણ કરો… આપણે હંમેશા બીજા લોકોને મુલાકાત આપવા તૈયાર હોઈએ છીએ. પરંતુ આપણી જાત નહીં ! જો તમે બસ તમારી જાત સાથે બેસશો તો તમે હંમેશા જોઈ શકશો કે તમારી જાતનો અમુક ભાગ કંઇક વ્યક્ત કરવા માંગે છે. કંઈક વધારે કરવા માંગે છે. પરંતુ આપણે આપણી જાતને તે ભાગને ક્યારેય વ્યક્ત થવાની તક કે સમય આપતાં જ નથી. આપણે બુધ્ધિથી જકડાઈ ગયેલાં છીએ. આપણે વિચારીએ છીએ કે આપણી બુધ્ધિ જ બધું છે. પરંતુ યોગીઓએ વારવાર સાખત કર્યું છે કે બ઼ધ્ધિ કરતાં પણ વધારે બીજું કંઇક શક્ય છે.
આ મેડિટેશન કેમ્પ; મન કઈ રીતે કામ કરે છે, આપણા અજાગ્રત ભાગમાં ઊંડાણમાં અંકિત થયેલી યાદોના બોજાને કઈ રીતે દૂર કરવો; ફરી વખત બોજો થતો કઇ રીતે અટકાવવો અને અંદર રહેલી છુપી શક્તિને કઈ રીતે બહાર લાવીને, આપણે સ્વાભાવિક વૃત્તિથી, બુધ્ધિમાં અને બુધ્ધિથી અંતર્જ્ઞાનમાં જઈ શકીએ ; જેથી આપણે જાતના ગુલામ નહીં પણ માલિક બનીને જીવી શકીએ તે શીખવે છે.
આ પ્રોગ્રામ તમારી બધી જ લાગણીઓ પર પ્રકાશ પાડશે અને તમારૂં મન કઈ રીતે કામ કરે છે તે સમજવામાં મદદ કરશે. તે તમને બતાવે છે કે તમે કઈ રીતે લાગણીઓ પેદા કરો છે અને કઈ રીતે તેના ગુલામ બનો છો. તે તમને બતાવશે કે તમારી લાગણીઓ તમારા સારા શારીરિક અને માનસિક સ્વસ્થ્યને કેવી રીતે સીધી અસર કરે છે.
(સ્વામીજી ચાર્ટ તરફ નિર્દેશ કરે છે)
અહીં આપેલા ચાર્ટ પર એક નજર નાંખો. અહીં તમે માનવ શરીરનું ચિત્ર જુઓ છો. જેના પર સાત ચિન્હો દોરેલા છે. તમે બધાં જ જોઈ શકો છો ? હા. માનવ શરીરમાં આવેલી આ સાત નિશાનીઓ સાત 'ચક્રો' છે.
ચક્રો આપણા શરીરમાં છપાયેલા શક્તિના કેન્દ્રો છે.
આપણે જેમ વિચારીએ છીએ તેમ આપણું એક જ શરીર નથી. આપણે સાત શરીરો છે. શક્તિ સ્વરૂપ શરીરો. હું અત્યારે તમને પહેલાં ત્રણ શરીરો વિષે સમજાવીશ.
પહેલું શરીર :- એક જેમાં તમે અહીં આવ્યા છો, જેમાં તમે હરોફરો છો, લખો છો - આને ભૌતિક અથવા જાગ્રત શરીર કહેવાય છે.
બીજું શરીર :- 'સૂક્ષ્મ શરીર' છે - સ્વપ્ન શરીર, જેનો ઉપયોગ આપણે સ્વપ્રની સ્થિતિમાં કરીએ છીએ. આ શરીરથી તમે તમારા સ્વપ્નોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા રહો છો. સ્વપ્નમાં તમે તમારી જાતને વિવિધ જગ્યામાં જોઈ શકો છો. ખરૂં ને ? અમુક વખતે તો તમે જાગ્રત અવસ્થામાં ક્યારેય ન જોઈ હોય, તેવી જગ્યામાં તમને જોઈ શકો છો.
ત્રીજું શરીર:- 'કારણ શરીર' છે. કારણ રૂપ શરીર જેનો ઉપયોગ તમે ગહન ઊંઘમાં હો છો ત્યારે કરો છો. આ શરીર ફરી શકતું નથી.
હવે, પાછળનાં બંને શરીરો, ભૌતિક શરીરને સાત કેન્દ્રો પર મળે છે. આ સાત કેન્દ્રો ચક્રો તરીકે ઓળખાય છે. આપણા શરીરમાં સાત મુખ્ય ચક્રો છે. શરીરમાં બીજા પણ ઘણાં ગૌણ ચક્રો છે, પરંતુ આ સાત આપણી શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે જવાબદાર છે.
આ ચક્રો, પ્રાચીન વૈદિક સમયમાં શોધવામાં આવ્યા હતા. હકીકતમાં ઘણાં બધાં આધ્યાત્મિક મંત્રોમાં તમે આ ચક્રોનો ઉલ્લેખ ઘણી વખત થયેલો જોશો. આધુનિક વિજ્ઞાને આજે સાબિત કર્યું છે, કે ચક્રોની જગ્યાએ ગ્રંથિઓ આવેલી છે અને તે ચોક્કસ ચક્રો સાથે સંબંધિત છે. આ સાત ચક્રો ગ્રંથિઓને શક્તિ પૂરી પાડે છે.
આ સાત ચક્રો આપણી શારીરિક, માનસિક અને સંવેદનાત્મક પ્રવૃત્તિઓને ગહન રીતે પ્રભાવિત કરે છે. તેમનામાં પ્રચંડ શક્તિ છે. તે શક્તિના કેન્દ્રો છે અને જો તેને શુધ્ધ અને ઉત્તેજીત રાખી શકાય તો તે આપણને ઉર્મિલ અને સ્વસ્થ જીવન જીવવાનું બળ પુરું પાડે છે.
આપણી બધી જ અસ્વસ્થતાનું કારણ આમાંના કોઈ એક ચક્રનું અસંતુલન હોય છે. કારણ કે આપણું શરીર અને મન આપણી આંતરિક જાગૃતતામાં ખૂબ જ ઊંડાણથી જોડાયેલાં છે. આ ચક્રોને સ્વસ્થ હાલતમાં રાખવાથી આપણે આપણી અંદર શારીરિક અને માનસિક સ્તરે પૂર્ણ પરિવર્તન થયેલું અનુભવી શકીએ છીએ.
એક નાની વાર્તા :
પહેલાં વિશ્વ યુધ્ધ પછી એશિયામાં દૂરના એક અંતરિયાળ અને પછાત આદિવાસી વિસ્તારમાં સૈનિકો એક વિમાન છોડીને જતાં રહ્યાં. આદિવાસી લોકોએ પોતાના જીવનમાં ક્યારેય વિમાન જોયું જ ન હતું. એટલે ત્યાં મોટું ટોળું ભેગું થઈ ગયું અને પુષ્કળ ઉશ્કેરાટ અને મુંઝવણ ભરી ધાંધલ ધમાલ કરવા માંડ્યું. તે લોકો નવાઈ પામી ગયા હતા કે, આ શું હોઈ શકે? અને બધા જ તેને માટે પોતાના અભિપ્રાયો આપવા માંડ્યા.
છેલ્લે તેઓ એવા નિષ્કર્ષ પરિણામ પર આવ્યા કે તેને પૈડાં છે. માટે તે બળદગાડું હોવું જોઈએ.
નવા બળદગાડાના સમાચાર ગામમાં ફેલાઈ ગયા.
ગામમાં ઉત્સાહનું વાતાવરણ બની ગયું અને તેમણે વિમાનને બળદો સાથે જોડી દીધું અને બળદગાડાં તરીકે ચલાવવા માંડ્યા.
અમુક અઠવાડીયા પછી શહેરમાં ભણતો આદિવાસી યુવાન ગામમાં પાછો આવ્યો અને વિમાનને જોયું.
તે અંદર ગયો અને બરાબર તપાસ કરી, તેણે તેની અંદરના બધા જ ગિયર અને યાંત્રિક રચના જોઈ. એણે બધી જ ચાંપો અને લીવરને એક પછી એક આમ તેમ ફેરવીને દબાવી જોયાં.
એકાએક મશીન ચાલુ થઈ ગયું. એણે મેદાન પર થોડાં અંતર માટે પ્લેનને ટ્રેકટરની જેમ ચલાવી જોયું. ગામવાસીઓ આ જોઈને આઘાત પામી ગયા. યુવાને શહેરમાં ટ્રેક્ટરને કામ કરતાં જોયા હતા. એણે લોકેને જાહેર કર્યું કે આ બળદગાડું નથી પણ એક પ્રકારનું ટ્રેક્ટર છે.
ત્યાં ફરી વખત મોટી ઉજવણી થઈ અને પ્લેનનો ટ્રેક્ટર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું !
છ મહિના પસાર થઈ ગયા. એક નિવૃત્ત લશ્કરી અધિકારી ગામમાં આવ્યો. તેણે પ્લેનને ટ્રેક્ટર તરીકે વપરતું જોઈને તે ચકિત થઈ ગયો ?
તેણે ગામવાસીઓને કહ્યું ; કે આ ટ્રેક્ટર નથી પરંતુ વિમાન છે અને હકીકતમાં તે હવામાં ઉડી શકે છે.
ગામવાસીઓ એ તેની વાત માનવાનો ઇન્કાર કરી દીધો.
તેમણે એક જ વસ્તુને ઉડતી જોઈ હતી, અને તે હતાં પક્ષીઓ.
આર્મી ઓફિસર પ્લેનમાં બેઠો અને તેને થોડી વાર ઉડાડ્યું અને જમીન પર ઉતાર્યું.
ગામવાસીઓ આઘાતથી મૃઢ થઈ ગયા! દિગ્મુઢ થઈ ગયા!
ત્યાર ૫છી જ તેઓ પ્લેનની સાચી ક્ષમતાને જાણી શક્યા.
માણસ એક અદૃભૂત રચના છે. મારો ઈશારો ઉડવા સાથે છે. પરંતુ આપણે આપણી સાચી ક્ષમતાને જ્રાણતા નથી. આપણને આપણી જાતની ખૂબ જ મર્યાદિત જાણકારી છે. આપણામાંના મોટાભાગના તેને સ્વાભાવિક વૃત્તિની સ્થિતિમાં બળદગાડાંની જેમ વાપરીએ છીએ અને લાગણીઓને શરણે ચાલ્યા જઈએ છીએ.
આપણામાંના જે લોકો પોતાની જાતને ઘર, કાર, ધંધો અને બીજી પાયાની જરૂરીયાતો જેવી બહારની બાબતો સાથે જોતરી દે છે, અને તેનાથી આગળ વધારે કશું જોતાં નથી, તેઓ તેમની જાતનો ઉપયોગ બળદગાડાં તરીકે કરે છે. તેઓ બસ, સ્વાભાવિક વૃત્તિના સ્તરે જ કામ કરે છે અને તેમનાં અજાગ્રત મનમાં વધારે પડતો બોજો કાયમ લદાયેલો રહે છે.
આપણામાંના જે લોકો કોઈ વધારાની પ્રવૃત્તિ જેવી કે, કલા, સર્જનાત્મકતા, દર્શન (ફિલોસોફી) અને તેના જેવી બાબતો સાથે જોડાયેલા હોય, તેઓ તેમના શરીરનો ઉપયોગ ટ્રેક્ટર તરીકે કરે છે. તેમને ચોક્કસ અમુક સંતોષ મળે છે. એક કવિ કવિતાનું સર્જન કરીને જેટલો આનંદ મેળવે છે. તે સ્ત્રી બાળકને જન્મ આપીને જે આનંદ મેળવે છે તેનાં કરતાં વધારે હોય છે. સ્ત્રીના ગર્ભાશય પેટમાં આવેલું છે, તેમ કવિના કિસ્સામાં તે સ્થાન હૃદયમાં આવેલું છે તેથી તેને વધારે સંતોષ મળે છે. આ લોકો બુધ્ધિના સ્તરે પોતાની જાતનો ઉપયોગ કરી શકે છે.
અને છેલ્લે, જે માણસ આધ્યાત્મિકતાંમાં પ્રવેશ કરીને સાચા જ્ઞાન માટે તરસ પેદા કરે છે અને તેને ભાન થાય છે કે પોતાના શારીરિક સ્વરૂપમાં પ્રચંડ અને અંતિમ શક્તિનું અસ્તિત્વ છે ત્યારે તે તેના શરીરનો વિમાન તરીકે ઉપયોગ કરે છે. એન્લાઈટેન્ડ માસ્ટર્સ-આત્મ સાક્ષાત્કાર કરેલા ગુરુઓ પોતાના શરીરનો વિમાન તરીકે ઉપયોગ કરે છે તેઓ દરેક સમયે ખૂબજ ઉર્મિશીલ હોય છે. તેઓ બળદગાડું અને ટ્રેક્ટરની બધી જ અતિ દુ:ખી અવસ્થામાંથી ઉપર જઇને બસ ઉડે છે ! તેઓ પોતાની જાતનનો ઉપયોગ અંતર્જ્ઞાનના સ્તરે કરે છે.
વિમાન બનવા માટે આપણે શું કરવું જોઈએ ? ગામવાસીઓ અને આર્મી ઓફિસર વચ્ચે શું ફરક હતો ? વિમાન તો એનું એજ હતું. તેમાં કર્ણું ઉમેરવામાં નહોતું આવ્યું કે કશું જ ખસેડવામાં નહોતું આવ્યું. તેમાં કોઈ ભૌતિક ફેરફાર કરવામાં આવ્યા નહોતા. હું સાચું કહું છું ? તો પછી ફરક શું હતો ? મને કહો ? (એક સ્ત્રી જવાબ આપે છે.)
"જ્ઞાન સ્વામીજી ?"
હા, જ્ઞાન. વિમાનની યાંત્રિક રચનાનું સાચું જ્ઞાન. ગામવાસીઓ એ નહોતા જાણતાં કે આ ઉપકરણમાં એવી યાંત્રિક રચના છે કે તેને યોગ્ય રીતે ચલાવવાથી તે હવામાં ઉડી શકે છે. જયારે આર્મી ઓફિસર આ જાણતો હતો. બસ. આવી રીતે આપણી અંદર ગીયર્સ અને રચનાઓ છે. જેને ચક્રો કહેવામાં આવે છે. તે અમર્યાદ શક્તિના કેન્દ્રો છે. અને જયારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે આપણને વિમાનની જેવી સફર કરાવે છે. જે લોકોને આ ચક્રો વિષે જ્ઞાન નથી હોતું તે સતત જમીન પર જ ચાલ્યા કરે છે. જ્યારે ગુરુઓ તેનો ઉપયોગ કરી જાણે છે અને બસ ઉડે છે !
જયારે આપણે ચક્રો પાછળનું વિજ્ઞાન જાણી લઈએ, ત્યારે આપણાં ગહન અજાગ્રત સ્તર વિશે જાગૃત થઈ જઈએ છીએ. એક વખત આપણે સમજી જઈએ તો આપણે અજાગ્રત પર પડેલા બોજામાંથી મુક્ત થઈ જઈએ છીએ અને આપણી જાતની વધારે ઉંચી દિશાઓ તરફ આગળ વધવાનું શરૂ કરી દઈએ છીએ.
આ ચક્રો આપણા શરીરમાં સ્થૂળ રૂપે અસ્તિત્વ ધરાવતાં નથી. તે આધ્યાત્મિક નિરૂપણ છે. કારણ કે તેના સંબંધ 'ઓરા' સાથે છે. ભૌતિક શરીર સાથે નથી. કિર્લીયન ફોટોગ્રાફીથી તેની છાપ મેળવી શકાય છે. જેણે તેનું આધ્યાત્મિક અસ્તિત્વ સાબિત કર્યું છે.
એ સાબિત થઈ ચૂક્યું છે ;કે જયારે વ્યક્તિ કોઈ ચોક્કસ નકારાત્મક લાગણીઓથી જકડાયેલી હોય છે. ત્યારે તે લાગણી સાથે સંબંધિત ચક્ર સંક્રેચાઈને કોટનાં બટન જેટલું નાનું થઈ જાય છે. તે એકદમ નાનું થઈ જાય છે. પરંતુ જયારે તે જ વ્યક્તિ હકારાત્મક લાગણીઓ અનુભવતી હોય છે, ત્યારે તે ચક્ર વિસ્તરીને ગાડાનાં પૈડા જેટલું મોટું થઈ જાય છે. આપણી લાગણીઓની આપણા શક્તિ કેન્દ્રો પર, આપણા ચક્રો પર આવી અસર થાય છે.
આપણી નકારાત્મક લાગણીઓ આપણા ચક્રોમાંથી નીકળતી શક્તિના પ્રવાહને રોકી દે છે અને આપણે તેનાથી બિલકુલ અજાણ હોઈએ છીએ.
એક વાત સમજી લો; માણસને જમીન પર રગડતો કીડો બનવા માટે બનાવવામાં આવ્યો નથી. તેને હવામાં ઉડવા માટે બનાવવામાં આવ્યો છે. ઉડવાનું વિજ્ઞાન ચક્રોને કઈ રીતે ચલાવવાં તેના સિવાય બીજું કર્યું જ નથી, આપણી લાગણીઓને કેમ સંભાળવી એ જ વિજ્ઞાન છે. જો તમે શરીરના સાતે ચક્રોનો ઉપયોગ કેમ કરવો તે શીખી જાવ, તો બસ. તે પુરતું છે.
માણસે પોતાની શારીરિક ઉંમર પ્રમાણે શક્ય હોય તેટલા બધા જ અનુભવોમાંથી પસાર થવું જરૂરી છે. શક્ય હોય તેટલી ભૂલો કરવી જરૂરી છે. આમ કરીને અનુભવી અને પરિપક્વ બનવું જરૂરી છે.
આ કંઇક આવું છે:
આપણે જયારે મીણબત્તીની જયોતને સ્પર્શીએ છીએ ત્યારે દાઝીએ છીએ અને શીખીએ છીએ કે: મીણબત્તીની જયોત દઝાડે છે. પછી આપણે સ્ટવની આગને સ્પર્શીએ છીએ અને શીખીએ છીએ કે સ્ટવની આગ દઝાડે છે. પછી આપણે સીગારેટની ટોચને અડીએ છીએ તો તે ૫ણ દઝાડે છે.
પછી સળગતા કોલસાને અડીએ છીએ અને શીખીએ છીએ; તે પણ દઝાડે છે.
આવી રીતે આપણે વિવિધ પ્રકારની આગને સ્પર્શીને શીખીએ છીએ કે દરેક પ્રકારની આગ દઝાડે છે. આવી રીતે શીખતાં શીખતાં સ્મશાનની ચિતા પર બળી જવાનો આપણો સમય ખે. આને આપણે જીવનના અનુભવો કહીએ છીએ. આપણે અનુભવથી શીખવું કહીએ છીએ. શારીરિક ઉંમર સાથે જ્ઞાન ગ્રહણ કરવું. તમે આખી જીદગી પાઠો શીખતા રહો છો. ઉંમર વધતી જાય તેમ ડગલે ડગલે.
બીજી રીતે જોઈએ તો, પહેલી વખત જ આગને સ્પર્શીને જો તમે જાણી જાવ કે અગ્નિ બધાં જ સ્વરૂપોમાં દઝાડે છે તો તમે જ્ઞાની છો. આમાં શીખવા માટે ઉંમરની જરૂર પડતી નથી. તેમાં ફકત જ્ઞાનની જરૂર પડે છે. આ તમારી માનસિક ઉંમર બતાવે છે. તેથી આપણે કહીએ છીએ કે ડહાપણને ઉંમર સાથે લેવા દેવા નથી. તે ફકત તમે કેટલા બુધ્ધિશાળી છો તેનો સવાલ છે. તમે તમારી આંતરિક બુધ્ધિને દરેક બાબતોને સમજવા માટે શિક્ષણ આપીને કઈ રીતે વિકસાવી છે તેની વાત છે.
હું તમને તમારી પોતાની જીંદગીમાં બનતી બાબતો થી સમજાવું છું.
વિદ્યાર્થી જીવનમાં તમે કોલેજમાં હો છો ત્યારે એવું અનુભવો છો કે તમને જયારે નોકરી મળી જશે ત્યારે તમે સુખી હશો.
એક વખત નોકરી મળી ગયા પછી ગમે તેમ પણ તમને લાગે છેકે તમે જેવા સુખની અપેક્ષા કરી હતી તેવું આ સુખ નથી. પરંતુ તમે તમારી જાતને એમ કહીને સાંત્વના આપો છો કે તમે જ્યારે લગ્ન કરશો ત્યારે સુખી થશો.
લગ્ન પછી તમને એવું લાગે છે કે બાળકો થશે પછી સુખી થશું.
તમે, એક પછી એક ઈચ્છા તમને સુખ આપશે એમ વિચારીને સતત તેની પાછળ દોડતા રહો છો. અને આ રીતે જીવનના અંત સુધી દોડતા રહો છો. અને તમને ભાન થાય છે કે તમારી એક પણ ઇચ્છાએ તમને સાચું સુખ આપ્યું જ નથી. અને તમે આધ્યાત્મિકતા અને મેડિટેશન તરફ વળો છો. આ દરેક સામાન્ય માણસની જીદગી છે. જે શારીરિક ઉંમર સાથે શીખતો જાય છે .
જે માણસની માનસિક વય પહેલેથી જ વધારે હોય છે. જે પોતાના જ્ઞાનથી શીખે છે. તે તેની પહેલી ઈચ્છાના અનુભવથી જ શીખી જાય છે કે કોઈપણ ઇચ્છાની બહારથી કરેલી પરિપૂર્તિ તેને સાચું સુખ આપતી નથી; શારીરિક ઉંમર અને માનસિક ઉંમર વચ્ચે આ તફાવત હોય છે. તે આખી બાબતને બરાબર જૂએ છે અને તેનું વિશ્લેષણ કરે છે. તે જાણી લે છે કે સંપૂર્ણ સંતોષ અંદરથી આવે છે. બહારની દુનિયાની વસ્તુઓમાંથી નહીં.
આવું જ્ઞાન મેળવવા માટે વૃધ્ધ થવાની જરૂર નથી. તમારે વર્તમાનમાં રહેવાની જરૂર છે. બસ, તમે જ્યારે વર્તમાનમાં
હો છો. ત્યારે અસ્તિત્વ પોતે જ તમને શીખવે છે. આપણું અસ્તિત્વ જ મહાન ગુરુ છે. આપણે જયારે વર્તમાનમાં હોતા નથી, જ્યારે આપણે કાયમ ભૂતકાળ અને ભવિષ્ય પાછળ દોડતા હોઈએ છીએ, આ વખતે જ આપણો પોતાનો શીખવાનો સમય હોય છે. આટલું જ.
આપણે આપણાં ભૂતકાળના મહાન ગુરુઓ, મહાવીર, બુધ્ધ, શંકરાચાર્ય, રમણ મહર્ષિ, ગાંધી અને વિવેકાનંદ જેવા એન્લાઈટેન્ડ લોકો કે; જેમણે ભારત ના ઈતિહાસનું સર્જન કર્યું છે. તેમના જીવન પર નજર કરીશું તો આપણને જણાશે કે તેઓ ખૂબ જ નાની ઉંમરમાં એન્લાઈટેન્ડ થઈ ગયા હતા. માટે સમજી લો કે આધ્યાત્મિકતા અને શીખવાને ઉમર સાથે સંબંધ નથી.
એટલે જ કહેવાય છે કે, તમે જેવા છો, તેટલી ઉંમરના છો. તેનો અર્થ એ છે કે તમારી માનસિક ઉંમર જેટલી છે તેટલી ઉમરના તમે છો. તમે જેટલા પરિપક્વ છો, તેટલી તમારી ઉંમર છે. નહીં કે તમારી શારીરિક ઉંમર જેટલા. તમે ૭૦ વરસના વધ્ધ હોઈ શકો છો. પણ તમારી સમજણ ૨૦ વર્ષની ઉંમર જેટલી પણ હોઈ શકે. અથવા તમે ૧૮ વર્ષના હો, ૫ણ તમારી પરિપક્વતા અને સમજણ ૮૦ વરસની ઉંમર જેટલી હોઈ શકે. માટે મહેરબાની કરીને મારી શારીરિક ઉંમર વધારે છે માટે હું મહાન છૂં તેવો દાવો કરતા નહીં.
એક નાની વાર્તા :
શ્રી રામકુષ્ણ પાસેથી દિક્ષીત થયેલા સ્વામી બ્રહ્માનંદની એક સુંદર વાર્તા : એક ભક્ત તેમની પાસે આવ્યો અને કિંમતી ધાબળો તેમના ચરણે ધર્યો. સ્વામિ બ્રહ્માનંદ કર્શું જ બોલ્યા નહીં. તેઓ શું બની રહ્યું છે તેનું શાંતિથી નિરીક્ષણ કરતા રહ્યા.
અમુક કલાકો પસાર થયા પછી એક ચોર ત્યાં આવ્યો, તેણે ધાબળાને ચાંલ્લો કર્યો, માસ્ટર પાસે આવ્યો અને ધાબળો લઈને જતો રહ્યો.
આ વખતે પણ માસ્ટરે પહેલાંની જેમ શાંતિથી નિરીક્ષણ કર્યું, કોઈપણ પ્રતિક્રિયા કરી નહીં !
ધાબળો મળવાથી કે જતો રહેવાથી તેમનામાં કશોજ ફરક પડ્યો નહોતો.
આવી જ એક વાર્તા ભગવાન રમણ મહર્ષિની છે.
એક દિવસ થોડા ચોર તેમના આશ્રમમાં દાખલ થયાર થોડું ઘણું જે મળ્યું તે ભેગું કર્યું અને જતાં પહેલાં મહર્ષિને જોરથી મુક્કો પણ મારતા ગયા. કહેવાય છે કે; આ બધું છતાં ભગવાને કોઈ પ્રતિક્રિયા ન આપી અને તેમના શ્વાસોશ્વાસની ગતિમાં પણ આ બનાવથી સહેજ પણ ફરક ન પડ્યો. આખા બનાવ દરમ્યાન તેઓ અદ્લ્પ્ત રીતે અલિપ્ત રહ્યા હતાં.
આપણે જયારે ફકત દ્રષ્ટા બની જઈએ છીએ ત્યારે આપણું મન આપણાં હાથનું સાધન બની જાય છે. પછી આપણે તેનો ઉપયોગ આપણી ઇચ્છા પ્રમાણે કરી શકીએ છીએ. નહીંતર આપણું મન આપણને તેનું ગુલામ બનાવી દે છે. જો તમે તમારા મનનો ઉપયોગ તમારી મરજી પ્રમાણે કરી શકો, તો તમે તેને છોડી દેતાં શીખી જાવ છો ? અને તમે ગુરુ બની જાવ છો .
માટે આપણે આ થોડા દિવસોમાં આપણી લાગણીઓ સાથે કઈ રીતે કામ લેવું અને આપણા જીવનના દ્રષ્ટા કઈ રીતે બનવું, તે આપણે જોઈશું. આપણી જાતને આપણી અંદર કઈ રીતે કેન્દ્રીત કરવી, અને આપણા સીમાક્ષેત્રમાં કોઈપણ જાતની દખલ હોય, તેમ કઇ રીતે ગોઠવવી તે પણ જોઈશું. આપણે જોઈશું કે આપણાં મનને કેવી રીતે ગોઠવવું, જેથી આપણી યાદોથી અંકિત થયેલો અજાગ્રત ભાગ કે જે આપણી નિર્ણય પ્રક્રિયા માટે જવાબદાર છે. તેનાથી મુક્ત થઈ શકીએ. આપણી અંદરની અંતઃસ્ફરણાની શક્તિનો ઉપયોગ કેમ કરવો તે જોઈશું. અજ્રાગ્રતમાંથી જાગૃતતા અને ત્યાંથી સર્વોચ્ચ જાગ્રતતામાં કેમ જવું તે જોઈશું. સ્વાભાવિક વૃત્તિથી બુધ્ધિ તરફ અને ત્યાંથી પ્રજ્ઞા - અંતરસ્ફરણા,-અંતર્જ્ઞાન તરફ કેમ જવું તે જોઈશું. આપણી અંદરથી દિવ્ય આનંદનો ફુવારો કઈ રીતે બહાર લાવવો તે જોઈશું.
આપણે બીજા સેશનમાં મળીશું . આભાર
પ્રકરણ - ૩ : બીજાનું આપણી તરફ ધ્યાન ખેંચવાની જરૂરીયાત છોડી દેવી.
આપણે હવે 'અનાહત ચક્ર'માં દાખલ થઈશું. આ ચક્ર હૃદયના વિસ્તારમાં આવેલું છે.
સંસ્કૃતમાં 'અનાહત' નો અર્થ થાય છે 'જેનું સર્જન કરી શકાય નહીં'
તમે જયારે બીજા તમારી તરફ ધ્યાન કેન્દ્રીત કરે તેવું ઇચ્છો અને બીજાઓ પાસેથી પ્રેમની અપેક્ષા રાખો છો, ત્યારે આ ચક્ર બંધ થઈ બીડાઈ જાય છે, અને તમે જયારે કોઈપણ જાતની અપેક્ષા વગર નિસ્વાર્થ પ્રેમ વ્યક્ત કરો છો, ત્યારે તે ખીલી ઉઠે છે!
(તિબેટના બૌધ્ધોની પધ્ધતિ - મહામંત્ર મેડિટેશન)
'અનાહત ચક્ર'નો સંબંધ પ્રેમ, સંવેદના અને તેના જેવી બીજી લાગણીઓ સાથે હોય છે. આપણે જયારે આપણી જાતમાંથી પ્રેમને પ્રવાહિત કરવાને બદલે, બીજાઓ સતત આપણાં તરફ ધ્યાન આપે તેવી અપેક્ષાઓ રાખીએ છીએ, ત્યારે 'અનાહત ચક્ર' બંધ થઈ જાય છે. બીડાઈ જાય છે. તેનો ગહન મતલબ છે કે 'જેનું સર્જન થઈ શક્તું નથી.' ઇશારો કરે છે કે સાચો પ્રેમ બહાર પેદા કરીને આપણી અંદર મુકી શકાતો નથી. તે ફકત તમારી અંદર બની શકે છે. બસ. એ ત્યારે જ બને છે. જયારે તમારી અંદર ગહન જાગૃતતાનો પ્રવેશ થાય છે.
જયારે સાચો પ્રેમ ઉત્પન્ન થાય છે, ત્યારે આપણી તરફ ધ્યાન આપે તેવી અપેલાઓ છોડી દઈએ છીએ અને આપણી જાત જ શક્તિનો સ્ત્રોત બની જાય છે.
કોઈ આપણી તરફ ધ્યાન આપે તેવી અપેક્ષા રાખવી એટલે શું ?
તમે જોઈ શકો છો. આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઇ પણ વિચારીએ છીએ. તેના માટે આપણે અજ્રગત પણે આપણી આસપાસના લોકો પાસે સંમતિ અને પ્રમાણની માંગણી કરીએ છીએ. આપણે બધાં બીજા બધાં પાસેથી સારૂં નામ કમાવા માટે ખૂબ જ આતુર હોઈએ. આપણે કદાચ આ દેખીતી રીતે નહીં કરતાં હોઈએ, પરંતુ જોતમે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશો તો ખ્યાલ આવશે કે, જો તમારી આપપાસના લોકો તમારી કદર ના કરે અને તમારૂં સમર્થન કરતું પ્રમાણપત્ર નહીં આપે, તો તમે ખુશ નહીં રહી શકો. આ પ્રમાણપત્ર, આ સંમતિને ધ્યાન ખેંચવાની અપેક્ષા કહેવાય છે.
આપણી ૮૦% સમસ્યાઓ આમાંથી પેદા થાય છે. જો તમે શાંતિથી બેસીને એક કાગળ પર તમારી બીજાનું ધ્યાન ખેંચાય તેવી જરૂરીયાતો વિષે લખશો તો તમને ખ્યાલ આવશે કે, દિવસમાં તમે સારૂં નામ મેળવવા માટે, સમાજમાં તમારી આબરૂ જાળવી રાખવા માટે કેટલું બધું કરો છો.
તમારા બધા જ પ્રયાસો, પ્રવૃત્તિઓ, તમારી આસપાસના લોકો પાસેથી પ્રમાણપત્ર મેળવવા માટેની હોય છે. એક મોટા રજીસ્ટરમાં તમે ખાનાં બનાવો છો. સારો પિતા – તમારા બાળકો માટે બધું જ કરો છો અને તેમની પાસે સારા પિતા તરીકેના ખાનામાં તેમની સહીની અપેક્ષા રાખો છો ! પછી, તમે પત્નિ, તમારો બોસ, તમારા મિત્રો પાસે જાવ છો, સારો કર્મચારી, સારો મિત્ર વગેરે… અને તેઓ તેમાં સહી કરે તેની રાહ જુઓ છો. તમે બધો જ સમય સહી કરવા માટે વિનંતીઓ કરતા રહો છો. બસ.
અલબત્ત, આ બધા લોકો પણ તમારી પાસે સહી કરાવવા આવે છે ! અને તમારે પણ તમને લાગુ પડતાં ખાનામાં સહી કરવાની જરૂર પડે છે. આપણામાંના દરેક સતત સહી ઝૂંબેશમાં લાગેલા હોઈએ છીએ. આપણને સમાજ પાસેથી જેટલાં મળે તેટલાં સારા અભિપ્રાયો ભેગાં કરવા હોય છે અને આપણી જાત અને સમાજ સામે આપણે આપણી કિંમત સાબિત કરવી હોય છે.
આપણી આસપાસના લોકોના અભિપ્રાયો માટે આપણે આટલા ચિંતિત શા માટે હોઈએ છીએ ? શા માટે આપણે આપણી તાકાતનું મુલ્યાંકન જાતે નથી કરતાં અને આપણું કામ ચાલુ નથી રાખતાં ? આપણે શા માટે બીજામાંથી તાકાત મેળવીએ છીએ ? આ બધું બે કારણો થી બને છે. એક આપણે આપણી જાત વિષે કશું જ જાણતાં નથી. આપણે આપણી જાતને ફકત બીજાએ આપણને આપેલા અભિપ્રાયોથી જ જાણીએ છીએ. ફકત બીજાઓના પ્રમાણપત્રોથી ! બીજું : જયારે બીજા આપણને તેમનું ધ્યાન અને સંમતિ આપે છે, ત્યારે તેઓ હકીકતમાં આપણને આગળ વધવાની શક્તિ આપે છે. ધ્યાન શક્તિ છે ! તેથી જ તેઓ જયારે આપણને મહત્વ આપે છે, ત્યારે આપણે ઉત્તેજિત થઇ જઈએ છીએ.
કોઇપણ સ્વરૂપનું એટેન્શન આપણા માટે જરૂરી હોય છે. મોટાભાગના ઘરોમાં સાસુ-વહુ સતત ઝઘડતા રહેતાં હોય છે. તેઓ સતત, ગરીબ ભિયારો પુરુષ; પછી તે પુત્ર હોય કે પતિ હોય-તેને એક બીજાની વિરુધ્ધ ફરિયાદો કરતી હોય છે. પરંતુ બેમાંથી એક જયારે થોડા દિવસ માટે બહાર ગામ જાય છે. ત્યારે શું થાય છે ? બીજું પહેલાંની ગેરહાજરી અનુભવવાની શરૂ કરે છે. તેઓ કાયમ ઝઘડતાં રહેતાં એવાં છતાં એકબીજાની ગેરહાજરીમાં એક-બીજા વિના એકલતા અનુભવે છે !
આવું કેમ બને છે ? જ્યારે તેઓ બધી વખત લડતાં રહેતાં હોય છે, ત્યારે તેઓ પોતાના તરફ બીજાનું ધ્યાન ખેંચી શકતા હોય છે. એવું ન માનતા કે ફકત હકારાત્મક ધ્યાન જ શક્તિ પેદા કરે છે ! કોઇપણ સ્વરૂપનું ધ્યાન શક્તિ પેદા કરે છે. તેઓ બન્ને જણાં અભાનતામાં જ એ ધ્યાનનો લડતી વખતે આનંદ લેતાં હોય છે. પરંતુ તેઓ એક બીજાની એકલતામાં પ્રેમની ઓછપ અનુભવે છે. તેઓ એવું કહે છે કે તેઓ પ્રેમને લીધે એકબીજાની ગેરહાજરીમાં દ્દ્ર:ખ અનુભવે છે!
ચોક્કસ આ પૂર્ણ પણે શક્ય છે. પરંતુ હું તમને એ સમજાવવા માંગુ છૂં કે ધ્યાન એક શક્તિ છે. એ રહસ્યમય રીતે આપણામાં શક્તિ પેદા કરે છે. અને આપણે આ વાતથી બિલકુલ અજાણ હોઈએ છીએ. જુઓ અને સમજો. જયારે આપણને 'કંઈક' જોઈએ છે ત્યારે એ 'કંઈક' પ્રેમ નહીં, પણ કોઈકનું ધ્યાન જોઈતું હોય છે. તમને પ્રેમની જરૂર નથી. તમે પોતે જ પ્રેમ છો. તેથી તમે જયારે કહો છો કે તમને પ્રેમ જોઈએ છે. તમે જયારે કહો છો કે કોઇ તમને પ્રેમ કરે, ત્યારે તમને હકીકતમાં બીજાના ધ્યાનની જરૂર હોય છે. પ્રેમની નહીં.
લોકો મારી પાસે આવીને કહે છે કે અમારાં છોકરી અમારી વૃધ્ધ ઉંમરે અમને પ્રેમ કરતાં નથી. હકીકતમાં તેમના કહેવાનો અર્થ શું હોય છે.? એજ કે તેમના સંતાનો તેમનું ધ્યાન નથી રાખતાં, તેમની વૃધ્ધ ઉંમરે જે શક્તિ જોઈએ તે એમને નથી મળતી.
હકીકતમાં જોવા જઈએ તો આપણી ઉંમર વધવાની સાથે આપણે વધારે ને વધારે આપણી જાતમાં કેન્દ્રીત થવું જોઈએ અને આપણી વધતી સંવેદનાથી આપણી અંદર રહેલી આપણી મૂળભૂત અસ્તિત્વની શક્તિ પણ વધવી જોઈએ. પરંતુ શું બને છે? આપણે આખી જીદગી બીજાનું ધ્યાન અને શક્તિના આધારે જવ્યા હોઈએ છીએ. કારણ કે આપણે માનીએ છીએ, કે પ્રેમ માત્ર સંબંધોમાં જ અસ્તિત્વ ધરાવે છે કારણ કે આપણે આપણી અંદર રહેલી સંવેદનશીલતા અને જાગૃતતાથી નથી જવતાં, માટે જ્યારે આપણે વૃધ્ધ થઈએ છીએ, ત્યારે પ્રેમની કમી અનુભવીએ છીએ. જે બહારથી મળતો હતો અથવા તો ધ્યાન જે બહારથી આવતું હતું. તમારૂં કુટુંબ બીજી બાબતોમાં તેમના કામમાં રોકાઈ જાય છે. તેથી તેઓ પહેલાંની જેમ તમારી સાથે વાતોનું આદાન- પ્રદાન કરી શકતું નથી. તેથી ઉંમરની ફરીયાદ કરવાનું શરૂ કરી દો છો.
તમે હકીકતમાં ફરીયાદ કરો છો, કારણ કે તમારા કહેવાતા અનુભવોને તમે સમજયા નથી હોતાં અને તમારામાં એટલી જાગૃતતા નથી હોતી. તમારી શક્તિનો સ્ત્રોત તમારી અંદર જ પડેલો છે. બહાર ક્યાંય બીજે નહીં. માટે જ વધતી ઉંમરની સાથે જીંદગી વધારે શક્તિ અને આનંદ સાથે જીવવાને બદલે ઘટતી જતી શક્તિથી જીવો છો. તમારી શક્તિનો સ્ત્રોત તમારી આસપાસના લોકો હોય છે જે તમને પહલાંની જેમ વધારે શક્તિ આપતાં નથી.
તમે જયારે શક્તિ માટે બહારના સ્ત્રોતો પર આધારીત હો છો, ત્યારે તમે માનસિક વિકલાંગ હો છો. તમને જયારે શારીરિક આધારની જરૂર હોય ત્યારે તમે શારીરિક વિકલાંગ હો છો, તેવી જ રીતે તમને જ્યારે માનસિક આધારની જરૂર પડે છે ત્યારે તમે માનસિક વિકલાંગ છો. બસ.
તમે જયારે શારીરિક વિકલાંગ હો છો, ત્યારે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે તમે વિકલાંગ છો. પરંતુ માનસિક વિકલાંગ હો છો, ત્યારે તમે જાણતા પણ નથી કે તમે વિકલાંગ છો ! એ બાબતે જાગૃત પણ હોતા નથી. તમે જ્યારે તેને જાણતાં જ નથી. તેથી તેની અસરમાંથી કેમ બહાર આવવું તે પણ જાણતાં નથી. જયારે તેની અસરો થાય છે અથવા રોગ થાય છે ત્યારે તમને નવાઈ લાગે છે કે આના કારણો શું હશે.
તમે બાળકોને પત્તાં સાથે રમતાં રમતાં, તેનો મહેલ બનાવતાં જોયા હશે. તેઓ એક ચોક્કસ ખૂણા પ્રમાણે પત્તાં ગોઠવે છે. અને એક પર એક પત્તાંના થર ગોઠવીને પિરામીડ આકારનો મહેલ બનાવે છે. તે જોવામાં ખુબ જ સુંદર લાગે છે. પરંતુ જો તમે મહેલમાંથી કોઈપણ એક પત્તું પણ ખસેડી લો કે તરત જ આખો મહેલ તૂટી પડે છે ! મહેલ જેટલો વધારે ઉંચો બનાવ્યો હશે, તેટલી તેની તૂટી પડવાની શક્યતાઓ વધારે.
આવી જ રીતે આપણે આપણાં માટે, લોકોના અભિપ્રાયોના આધારે, પત્તાનાં મહેલની જેમ આપણી છબી બનાવીએ છીએ. આપણે આપણાં પિતા, માતા, બોય ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, શિક્ષક, મિત્રો અને સમાજ પાસેથી પ્રમાણપત્રો ભેગાં કરીને તેને ગોઠવીને આપણી છબીનો સુંદર મહેલ તૈયાર કરીએ છીએ. છબી ખુબ જ સુંદર લાગે છે અને આપણને ખુશીનો અનુભવ થાય છે.
પરંતુ એક વ્યક્તિ પણ પોતે આપેલું સર્ટિફિકેટ પાછું ખેંચી લે અથવા સહીને ભૂંસી નાંખે. પછી શું બને છે ? મહેલ તૂટી પડે છે ! તમારી જાત માટે તમે દુ:ખી થઇ જાવ છો. તમે હતાશ થઇ જ્રવ છો. તમને લાગે છે કે આખી દ્દનિયાનો અંત આવી ગયો છે.
તમે જોયું બાળકોની રમતમાં તો બાળકો અંતે પોતાના પતાં થી જ રમે છે. પરંતુ આપણે આપણો મહેલ બીજાનાં પત્તાઓથી બનાવીએ છીએ. બીજાના પ્રમાણપત્રોથી બનાવીએ છીએ ! આપણું આપણા મહેલ ઉપર નિયંત્રણ હોતું નથી. કારણ કે બીજા લોકોના સર્ટિફિકેટોથી બનેલો છો !
આથી આપણે શું કરીએ છીએ ? આપણે મહેલને ટકાવી રાખવા. તેનું રક્ષણ કરવા. સખત મહેનત કરવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે એવી રીતે વર્તવાનું શરૂ કરી દઈએ છીએ કે લોકો તેમણે આપેલાં પ્રમાણપત્રો પાછાં ન ખેંચી લે. આપણે લોકોની મંજૂરીની મહોર મેળવવા માટે દરેક બાબત કરવાનું શરૂ કરી દઈએ છીએ, કારણ કે તેમની મંજૂરી જ આપણી જીવન શક્તિ બની ગઇ હોય છે.
એક નાની વાર્તા :
એક સ્ત્રી તેના પતિ સાથે ખરીદી કરવા ગઈ. તેને પોતાના માટે એક કોટ ખરીદવો હતો.
બન્ને ઘણી દૂકાનોમાં ફર્યા. પરંત્ર સ્ત્રીને જેવો જોઈતો હતો તેવો કોટ ન મળ્યો પતિ થાકી ગયો તેણે પૂછ્યું, "ડાર્લિંગ તું જાણે છે કે ખરેખર તારે કેવો કોટ ખરીદવો છે ?"
પત્નિએ જવાબ આપ્યો; "ચોક્કસ, ડીયર મારે ડ્રોપ-ડેડ કોટ ખરીદવો છે."
પતિ સમજી શક્યો નહીં કે તેણી શું કહેવા માંગે છે. તેણે પૂછ્યું; "આ ડ્રોપ ડેડ કોટ શું છે ?"
પત્નિએ જવાબ આપ્યો: "જયારે લોકો જોશે ત્યારે તેઓ ડોપ ડેડ થઈ જશે."
આપણે હંમેશા લોકો પાસેથી પ્રમાણપત્રો ભેગા કરવામાં લાગેલા રહીએ છીએ ! આપણી બધી જ પ્રવત્તિઓ લોકો શું કહેશે; લોકો કેવી પ્રતિક્રિયા આપશે; અભાન પણે તેને સંબંધિત જ હોય છે.
દાખલા તરીકે એક બેગ તમને તમારા બજેટમાં મળે છે તેની ઘણી ઊપયોગીતા પણ છે. પરંતુ અભાન પણે તમે મનમાં જૂઓ છો કે જયારે એ બેગ લઇને તમે જતાં હશો ત્યારે લોકો તેના માટે શું વિચારશે; પછી તમે નક્કી કરશો કે મારા હાથમાં આ બેગ લોકોને એટલી બધી સારી નહીં લાગે. તમે બીજી શોધવાની શરૂ કરો છો ! પરંતુ તમે એ કબૂલ નહીં કરો કે તમે પ્રમાણપત્રની શોધ કરો છો. કારણ આ પ્રક્રિયા તમારી જાણ બહાર તમારી અંદર બને છે!
આપણે મોટે ભાગે કાનખજૂરા જેવા બની ગયા છીએ. કાન ખજૂરાને ચાલવા માટે ૧૦૦ પગની જરૂર પડે છે. આવી જ રીતે આપણી જીંદગી આગળ ચલાવવા માટે આપણને વારંવાર લોકોના પ્રમાણપત્રોની જરૂર પડે છે. કાન ખજૂરાનો એક પગ બરાબર નહીં હોય તો શું થશે ? કાન ખજૂરો નિરાધાર થઈને ત્યાં જ પડી રહેશે. આપણી સાથે પણ શું થાય છે ? એકાદ સર્ટિફિકેટ પણ મેળવવામાં નિષ્ફળ જઈએ તો, આપણે હતાશ થઈ જઈએ છીએ.
જો આપણે આટલાં બધા બીજા ઉપર જ આધારિત હોઈએ, તો આપણી હતાશ થઈ જવાની શક્યતા અતિશય વધી જાય છે. જે લોકો હતાશાથી પીડાય છે, તે લોકો હકીકતમાં કોઈ તેમના પ્રત્યે ધ્યાન આપે તેની જરૂરીયાતથી પીડાતા હોય છે. કંઇક એવું બને કે તેમના તરફ પુરતું ધ્યાન ન અપાય, ત્યારે આ લોકો એવી સ્થિતિ સાથે કામ પાડી શકતાં નથી. આપણને હતાશ કરી દેવા માટે બસ એક શબ્દ જ પૂરતો છે. પરંતુ આપણી હતાશાનું સાયું કારણ આપણે જાણતાં નથી. તેથી આપણે શૂં કરીએ છીએ ? હતાશામાંથી બહાર આવવા માટે આપણે દવાઓ લેવાનું ચાલુ કરી દર્દએ છીએ .
તે તમને કઈ રીતે સાજા કરે ? હતાશાનું કારણ તમારી અંદર છે અને તમે બહારની દવાની મદદ લો છો. હતાશ થઈને લોકો જયારે મારી પાસે આવે છે ત્યારે હું તેમને સરળ મહામંત્ર મેડિટેશન કરવાનું કહું છું અને ધીમે ધીમે દવાઓ બંધ કરી દેવાનું કહું છું.
આ લોકોને બતાવવાની જરૂર છે કે શક્તિનો સ્ત્રોત તમારી અંદર જ છે અને મેડિટેશન તેમને એ બતાવી શકે છે.
તેઓ જેટલી દિલની સચ્ચાઈથી મેડિટેશન કરે છે. તેના આધારે સરળતાથી તેઓ તેમની અંદરની શક્તિનો તેટલો ઉપયોગ કરી શકે છે. એ સમજી જવાની જરૂર છે કે દવાઓ તેમને વધારે નિસ્તેજ બનાવે છે.
હું તમને કહી દઉં; તમે શક્તિ બહારથી મેળવો છો. ત્યારે તે તમારા પર પાયમાલી નોતરે છે. તમે માત્ર એક કઠપૂતળી બની જાવ છો.
હું તમને એક વાર્તા કહું છૂં : હકીકતમાં શિકાગો યુનિવર્સિટીમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ઘણીબધી વ્યક્તિઓ પર.
એક યુવાન, તંદુરસ્ત અને બુધ્ધિશાળી માણસ પોતાના કામ પર જવા માટે તૈયાર થઇ ગયો છે. તેની પત્ની તેની સાથે ધ્યાનથી જૂએ છે અને કહે છે; "તમે થાકેલા દેખાવ છો. તમારી તબિયતતો સારી છેને ?" માણસ ઉશ્કેરાટ અનુભવે છે અને પત્નીને કહે છે; "આવી કલ્પનાઓ કરવાનું બંધ કર". અને ઓફિસ જવા નીકળે છે.
જેવો તે ગેરેજમાંથી કાર બહાર કાઢે છે, તેનો પડોશી તેની સામે જોઈ રહ્યો છે, "તારી તબિયત સારી છે ને ? તું નબળો દેખાય છે !"
માણસ આ વખતે નવાઈ પામે છે અને તેને કહે છે; "હું બરાબર છું". અને કાર બહાર હંકારી જાય છે. તે ઓફિસમાં દાખલ થાય છે. રીસેપ્સનીસ્ટ તેના તરફ ચિંતા ભરી નજરથી જુએ છે અને કહે છે; "સર તમે ભિમાર લાગો છો, તમે ઓફિસ શું કામ આવ્યા ?"
માણસ જવાબ આપે છે: "મને લાગે છે કે મને સારૂં છે જોઈએ શું થાય છે. અને તે પોતાની કેળિનમાં જતો રહે છે. તે પોતાનું કામ ચાલુ કરે છે અને તેનો સહકર્મચારી અંદર આવે છે અને આશ્ચર્યથી બોલી ઉઠે છે; "એય તું આટલો ઢીલો કેમ દેખાય છે ? તને તાવ કે એવું કંઇક છે કે શું ?"
હવે માણસ માટે આ ઘણું વધારે થઈ જાય છે. તેને ભિમાર હોવાનો અને અસ્વસ્થતાનો અનુભવ થવા માડે છે. થોડીવાર પછી તેનો બોસ તેને બોલાવે છે, અને તે અંદર જાય છે. બોસ તેના તરફ એક નજર નાંખીને કહે છે; "તારી તબિયત ખરેખર સારી નથી લાગતી. તને લાગે છે કે તું આખો દિવસ કામ કરી શકીશ ? તું ડૉક્ટરને કેમ નથી બતાવતો ?"
બસ આ માણસ માટે આટલું પુરતું હતું. તેને હવે ખરેખર માંદગીનો અનુભવ થવા લાગે છે. તે કહે છે કે મારે ઘરે જવું છે અને જતો રહે છે. તેની કારમાં જેવો તે ઘરે પહોંચે છે. તેને લાગે છે કે તેનું ટેમ્પરેચર વધી રહ્યું છે.
તે જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેને પાછો આવેલો જોઈને તેની પત્નીને નવાઈ લાગે છે. તે તેની પાસે આવીને કપાળ પર હાથ મૂકે છે, તેને ખબર પડે છે કે તેના પતિને તાવ આવ્યો છે !
જે માણસ સવારે તંદુરસ્ત અને ખુશ હતો, તે બપોર પછી ભિમાર થઈ ગયો ! અને તે કેવી રીતે બિમાર થઈ ગયો?
ફકત લોકો એ તેને કહ્યું કે તું બિમાર છે ! લોકો એ તેને વારવાર કહ્યું કે તું બિમાર છે. અને શું બન્યું ? તે ખરેખર બિમાર થઈ ગયો ! આ પ્રયોગ અગિયાર લોકો પર કરવામાં આવ્યો હતો અને અગિયારે અગિયાર માણસો ભિમાર પડી ગયા હતા.
તમારી અંદરની તમારી શક્તિમાં તમે જયારે કેન્દ્રીત નથી હોતાં, ત્યારે આવું જ બને છે. તમે બહારના અભિપ્રાયોથી ઉપર નીચે જાવ છો. પરંતુ જયારે આપણી જાતમાં કેન્દ્રીત હોઈએ, ત્યારે બહારની કોઈ બાબત આપણને હલાવી શકતી નથી.
આપણે વખાણ અને પ્રમાણપત્રો મેળવવા માટે જ સતત બધી બાબતો કરતાં હોઈએ છીએ. પરંતુ આપણે તે પ્રેમ અને ફરજના નામે કરીએ છીએ. લોકો મને કહે છે; "માસ્ટર અમે આ બધું વખાણ કે પ્રમાણપત્ર માટે નથી કરતા; અમે કરીએ છીએ કારણ કે એ અમારી ફરજ છે."
સ્પષ્ટતાથી સમજી લો, તમે જે ક્ષણે દાવો કે તમે ફરજ નિભાવો છો; તમે એ કરો છો, કારણ કે જો તમે ફરજ નહીં નિભાવો તો તમારા લોકો તમને પ્રમાણપત્રો આપતાં અટકી જશે. તમારા લોકો; તમે જયાં સુધી તમારી પાસેથી રાખેલી તેમની નાનામાં નાની અપેક્ષાઓ પુરી કરતાં રહેશો, ત્યાં સુધી જ તમને પ્રમાણપત્ર આપશે. તમે જે કરી રહ્યા છો, તેમાં તમારી એક નાનકડી ભૂલ થશે પછી તમે જોઈ શકશો કે, તમારા તરફના તેમનાં સંબંધોમાં તરત જ ફરક પડી જશે. તમે આ જાણો છો અને તેથી જ તમે તમારી ફરજ નીભાવો છો.
તમે કહેશો; "માસ્ટર હું તેનો પિતા છું. તેમની જરૂરીયાતો હું પૂરી નહીં કરૂં તો કોણ કરશે ?" જુઓ તમે સમજવાનો પ્રયત્ન કરો. હું એમ નથી કહેવા માંગતો કે તમે તેમને માટે કશું જ ન કરો. તમે તેમને જન્મ આપ્યો છે. તેઓ જયાં સુધી પોતાના પગ પર ઊભા રહીને પોતાના માટે બધું કરી શકે નહીં, ત્યાં સુધી તમારે તેમની જરૂરીયાતો પૂરી કરવી જોઈએ. પરંતુ તમે શું કરો છો ? સામે તેઓ કંઈક કરે, તેવી અપેક્ષાઓ રાખો છો. જે કંઈ પણ કરો તે અપેક્ષાઓ વગર કરો. તેને ફકત કર્મ રહેવા દો. જે તમારી અંદરના પ્રેમની શક્તિની અભિવ્યક્તિ બની જાય.
હવે તમે એમ કહેશો કે અમે કોઈ જ અપેક્ષાથી કરતાં નથી. પરંતુ જયારે તમને પારસ્પરિક કર્તવ્યમાં સામી તરફથી થોડી ખામી દેખાય છે, ત્યારે તમે જાણો છો શું થાય છે; તમારી અંદર તપાવ પેદા થાય છે. તમારી અંદર ખળભળાટ પેદા થાય છે. તમે અસ્વસ્થ બની જાવ છો, તેનું તમે નિરીક્ષણ કરી શકો છો. આ ખળભળાટ, આ તપાવ, આ અસ્વસ્થતા, તમે જયારે ફરજ નિભાવતા હતા, ત્યારે જે અપેક્ષાઓ તમારી અંદર હતી તેને કારણે હોય છે. દરેક વ્યક્તિએ એની માત્રામાં અને પ્રમાણમાં ફરક હોઈ શકે, પરંતુ આ સ્થિતિમાં આવું અમુક પ્રમાણમાં થાય જ છે.
આનો મતલબ છેઃ આવું જયારે થાય જ છે, ત્યારે તમે જે કંઈક કરો છો તે ફકત તમારી અંદર રહેલા પ્રેમની શક્તિની અભિવ્યક્તિ માટે નથી કરતાં; તમે પ્રમાણમાં ઓછું, તમે ફરજ અથવા કહેવાતા પ્રેમથી કરો છો. આ તમારા મૂળભૂત અસ્તિત્વની શક્તિ કે જે તમારી અંદર છે તેની અભિવ્યક્તિ નથી, પરંતુ એ ફકત બહારની દ્રુનિયાની લેવડ-દેવડ હોય છે. બસ.
ભગવદ્ ગીતામાં ખૂબ જ સુંદર રીતે કહ્યું છે કે :
कર્મण्येवाधिकारस्ते मा फलेषु कदाचन:
આનો અર્થ થાય છે: તમારે માત્ર કર્મ કરવાનું છે. ફળની આશા રાખવાની નથી. તમારે આ રીતે કર્મ કરવાની જરૂર છે. કારણ કે તમારામાં અમર્યાદ પ્રેમની શક્તિ રહેલી છે. તમે કોઈપણ કારણ કે અપેક્ષા વગર એ શક્તિને બહાર વહેવા દો. તમે જયારે આ સ્થિતિમાં હો છો, ત્યારે તમને ફળની ચિંતા હોતી નથી.
હું જ્યારે કહું છું કે તમે ફળની ચિંતાના બોજ વગરના હો છો. ત્યારે મારો કહેવાનો અર્થ એ નથી કે હતાશ કે શૂન્ય થઈને ચિંતા વગરના હો છો. મારો કહેવાનો અર્થ એ છે કે, તમે સતત હરતા ફરતાં તમારી અંદરની દિવ્ય શક્તિની અભિવ્યક્તિ એવી રીતે કરતાં રહો છો કે, તમે ફળની અપેક્ષા કરવાનું જાણતા જ નથી, બસ. તેથી આપણે એવું પણ નથી કહેતાં કે ફળની આશા ન રાખો. તમે બસ આનંદ પૂર્વક વહેતા રહો છો. આટલું જ. અને આ વહેતી શક્તિ જ સાચો પ્રેમ છે.
જયારે તમે બીજા લોકો પાસે અપેક્ષા રાખો છો, ત્યારે તેનો કોઈ અંત હોતો નથી. અને મને કહેવા દો. તમારી આસપાસના બધાં જ લોકોને સંતોષવા તે અતિ મૂશ્કેલ કામ છે. તમને એવું લાગે છે કે, તમે બધાં જ લોકોને સંતોષ આપી શકો ? કાયમ માટે ? ક્યારેય નહીં !
એક પતિ પત્નિ તેમનાં લગ્નની પચાસમી વર્ષ ગાંઠ ઉજવી રહ્યાં હતાં.
આ પ્રસંગ માટે પત્નીએ પતિને બે શર્ટ ભેટમાં આપ્યા.
પતિ ખબ જ લાગણીવશ બની ગયો. અને કહ્યું કે આજે આપણે ઘરે રસોઈ કરવાને બદલે ડીનર માટે બહાર જઈશું તે નાહી ધોઈને તાજો-માજો થઈ ગયો અને પત્નીને ખુશ કરવા માટે પત્નીએ આપેલાં શર્ટમાંથી એક પહેરીને રૂમની બહાર આવ્યો .
જેવો તે બહાર આવ્યો, તેની પત્નીએ તેની તરફ જોયું અને મુસ્કુરાઈ. પરંતુ તરત જ તેના હાવભાવ બદલી ગયા અને કહ્યું; "કેમ બીજું શર્ટ સારૂં નથી એમને ?"
બીજાને સંપૂર્ણ પણે ખૂશ રાખવા તે શક્ય નથી. સૌથી પહેલાં તમે તમારી જાતને સંતોષ આપો. તમને તમારી અંદર પરિપૂર્ણતા લાગવી જોઈએ. આટલું પુરતું છે. અને આ પૂર્ણતાને આસપાસના લોકો સાથે કશું જ લાગતું વળગતું ન હોવું જોઈએ. તમારી અંદરની શક્તિને બહાર આવવા દો; બહારના લોકોની અને શરતોની પરવા કર્યા વગર. આટલું બસ છે.
બીજાઓ માટે કંઈક કરવું સારૂં છે; બીજાઓ તરફ ધ્યાન આપવું, બીજાને માન આપવું સારૂં છે. પરંતુ તે ગહન શક્તિશાળી પ્રેમથી થવું જોઈએ; ડરથી નહીં; એ લોકો તેમણે આપેલાં પ્રમાણપત્રો પાછાં લઈ લેશે તે બીકથી નહીં. બીજાના અભિપ્રાયો માટે એટલા બધા આધારીત ન બની જાવ, કે તે લોકો જ તમારા જીવનનું કેન્દ્ર બની જાય. બીજાને તમારી શક્તિનો સ્ત્રોત ન બનાવો. તમારા માનસિક અસ્તિત્વ માટે બીજા પર આધાર ન રાખો.
તમારા સુખ માટે તમે જયારે બીજા પર આધારીત હો છો, ત્યારે તમે તમારા જીવનું નિયંત્રણ બીજાને સોંપી દો છો. તમારી શક્તિ અને પ્રેરણાંના સ્ત્રોત તમે પોતે જ બનો. સ્પષ્ટ સમજણ પર આવી જાવ કે જ્યારે આપણું કેન્દ્ર બીજા પાસે હોય છે, ત્યારે સાચો આનંદ મેળવવો શક્ય જ નથી. જો તમે આ સમજી જાવ તો, અર્ધાથી વધારે સમસ્યાઓનો ઉકેલ આવી જાય.
મેં તમને પહેલાં કહ્યું તેમ તમે તમારી જાત વિશે કર્શું જાણતા નથી. એટલે તમે જવાબ માટે સમાજ તરફ વળો છો. અને સમાજ ખૂશીથી તમારા પર લેબલ મારે છે; તમે સારા પિતા છો, તમે સુંદર દેખાવ છો, તમે નિષ્ફળ છો, અને બીજું શું શું નહીં.
જેવી રીતે યોગ્ય સરનામા વગરના પાર્સલને સિક્કા મારી મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવામાં આવે છે, તેમ આપણે સમાજમાં ક્યાંય રોકાવાના સ્થાન વગર, આ બધી જગ્યાએ સિક્કા મરાવતાં રહીએ છીએ.
આપણે આપણી અંદર સ્થિત નથી. આપણે જાણતાં જ નથી કે આપણે ફકત લેબલો નથી. પરંતુ પાર્સલની અંદર જે માલ છે તે છીએ. આપણે આ જાણતાં નથી, માટે આપણે રસ્તો મેળવવા સોસાયટીના, સમાજના સિક્કા ઉપર આધાર રાખીએ છીએ. ધીરે ધીરે આપણે સંપૂર્ણપણે ભૂલી જઇએ છીએ કે, આપણે અંદર નો માલ છીએ નહીં કે લેબલ. આ રીતે આપણે આપણી અંદરની મૂળભૂત શક્તિથી વિખૂટા પડી જઈએ છીએ.
જયારે 'અનાહત ચક્ર' ખૂલી જાય છે, ત્યારે અંદર રહેલી મૂળભૂત શક્તિ પ્રગટે છે અને બહાર પ્રસરે છે. અને તમારી અંદરથી કોઈપણ અપેક્ષાઓ વગરના પ્રેમનો પ્રવાહ, આનંદનો પ્રવાહ દરેકે દરેક તરફ, દરેક વસ્તુ તરફ, સમગ્ર વિશ્વ તરફ વહેવા માંડે છે.
માનવ જાત માટેનું એક મહાન પુસ્તક છે 'બ્રહ્મસૂત્ર'.
દ્દુનિયાની ફિલોસોફીનું તે બેજોડ પુસ્તક છે. જેમાંથી બીજી બધી જ ફિલોસોફીઓ આવેલી છે : તે પુસ્તકોમાંનું શ્રેષ્ઠ પુસ્તક છે.
આ પુસ્તક ભારતના મહાન જ્ઞાની વેદ વ્યાસે લખેલું છે.
આ એન્લાઈટેન્ડ ગુરુએ આ પુસ્તક તેના એક શિષ્ય વાયસ્પતિ મિશ્રાને આપીને તેના પર વિવેચના કરીને તેનો અહેવાલ તૈયાર કરવાનું કહ્યું, એ જ વખતે ગુરુએ તેની દિકરી બામતિના તેની સાથે કરાવી આપ્યા, અને તરત જ મૃત્યુ પામ્યા.
વાચસ્પતિ મિશ્રાએ તરત જ પૂરી ગંભીરતાથી પોતાને સોંપાયેલું કામ શરૂ કરી દીધું.
તે સતત લખવામાં જ રોકાયેલો રહેવા માંડ્યો. તેને માટે આ કામ તીવ્ર લાગણી ભર્યું બની તે કામ મેડિટેશનમાં ફેરવાઈ ગયું .
તે મહીનાઓ સુધી લખતો રહ્યો, મહીનાઓ વરસોમાં ફેરવાતાં ગયા અને વરસો દસકામાં ફેરવાઈ ગયા.
અંતે તેણે એ મહાન પુસ્તક પુરુ કર્યું. ફકત પુસ્તકનું નામ-શિર્ષક આપવાનું બાકી રહ્યું. તેણે પોતાના કામમાંથી ઉચે જો યું .
તેણે જોયું એક મોટી ઉંમરની સ્ત્રી તેની બાજુમાં દિવો લઈને ઊભી રહી હતી.
વાચસ્પતિ મિશ્રાને નવાઈ લાગી. તેણે સ્ત્રીને પૂછયું; "તમે કોણ છો ?"
સ્ત્રીએ જવાબ આપ્યો; "તમે મારી બાબતમાં ચિંતા ન કરો, તમારૂં કામ ચાલુ રાખો."
તેણે કહ્યું; "પુસ્તક પૂરું થઇ ગયું છે. મને કહો તમે કોણ છો ?"
સ્ત્રીએ કહ્યું; "હું તમારી પત્ની છ્રું."
વાચસ્પતિ મિશ્રા શું બની ગયું છે, તે વિચારીને આઘાત પામી ગયો.
તે પોતાની પત્નીનો વિચાર કર્યા વગર જ ત્રીસ વરસ સુધી લખતો જ રહ્યો હતો. તે પોતે આ વાત માની શકતો નહોતો.
તે રડી પડ્યો; "આ બધું તેં મને એક પણ વખત યાદ કેમ ન અપાવ્યું !?"
"શા માટે ? તમે પુસ્તકમાં પૂરેપૂરા ડૂબી ગયા હતા. મને તમને ખલેલ પહોંચડવાનું યોગ્ય ન લાગ્યું" સ્ત્રીએ શાંતીથી જવાબ આપ્યો.
વાચસ્પતિ મિશ્રાએ કહ્યું; "તેં માણસ જાત માટે, તારી આખી જીંદગીનું બલિદાન આપી દીધું છે હું તેના બદલામાં તારે માટે શું કરું ?''
બામતીએ જવાબ આપ્યો; "તમારી સેવા મારો આનંદ બની ગયો હતો. તમે જ્યારે આ મહાન પુસ્તક લખતાં હતાં, અને એ વખતે મને તમારી સેવા કરવાનો અધિકાર મળ્યો છે, તેને માટે મને ગૌરવનો અનુભવ થાય છે. મારે વધારે કશું જ જોઈતું નથી.'' વાચસ્પતિ મિશ્રાની આંખમાં આનંદના આંસુ વહેવા લાગ્યા.
તેણે તેની પત્નીને મહાન રીતે બિરદાવીને અંજલિ આપી. તેણે આખું પુસ્તક પત્નીના કામને અર્પણ કરી દીધું. અને તેનું શિર્ષક આપ્યું. 'બામતી'.
તેની નિસ્વાર્થ ભક્તિ અને પ્રેમને કારણે બામતી અમર બની ગઈ. તે તેની જાતમાં જ સંપૂર્ણ હતી. એવું નહોતું કે તે તેના પતિને ખલેલ પહોંચાડવા નહોતી માંગતી. તેને જરૂર જ નહોતી ! આ બે બાબત વચ્ચે બહુ મોટો ફરક છે. મોટા ભાગે આપણને બીજાના ધ્યાનની જરૂર હોય જ છે, પરંતુ આપણે શાંતિ રાખીએ છીએ, વિચારીએ છીએ કે સામેની વ્યક્તિને ખલેલ ન પહોંચાડવી જોઈએ અથવા આપણે તેને માટે ન્યૂસન્સ ન બનવું જોઈએ.
પરંતુ આપણે અહીં એવી વ્યક્તિની વાત કરીએ છીએ કે, જેને પોતાના તરફ કોઈ ધ્યાન આપે તેની જરૂર જ નથી. અને આ જ ફરક છે ! તેણીને ક્યારેય એવું ન લાગ્યું કે તેની જુવાની વેડફાઈ રહી છે; તે કોઈ સમાધાન કરતી નહોતી. તે ફકત તેની સ્વાભાવિક, કુદરતી જાત જ બની રહી. બસ અને એ જ એના માટે પૂરતું હતું. તેને પતિને ખલેલ ન પહોંચાડવા માટે કોઈ મુશ્કેલી, મહેનત કે પોતાની જાત સાથે સમાધાન નહોતું કરવું પડ્યું. તે પોતાની આંતરિક શક્તિમાં જ એટલી બધી કેન્દ્રીત હતી કે, તેને બીજી બધી બાબતોની જરૂરત જ નહોતી.
બામતી મૃત્યુ પામ્યા પછી આજ પણ જીવી રહી છે. જ્યારે આપણે બધાં જીવતા હોવાં છતાં દરેક મિનિટે મરતાં રહીએ છીએ. આજે આપણા ઘરમાં આપણે શાંતિથી અર્ધો કલાક છાપું પણ વાંચી શકીએ છીએ ?
તમારી પત્ની અર્ધો કલાક શાંતિથી તેની ટી.વી. સિરીયલ જોઈ શકે છે ? તમે જયારે છાપું વાંચતા હશો ત્યારે એજ ગઈકાલે ઘરમાં બનેલી બધી જ બાબતો તમને કહેવાનું શરૂ કરી દેશે અને તમને ફરીયાદ કરશે કે તેના પર પુરું ધ્યાન નથી આપતાં. એ કહેશે; તમે તો બધો સમય છાપમાંજ ઘુસી જાવ છો.
અને જ્યારે તમારી પત્ની ખરેખર તેને ખબ જ ગમતી ટી.વી. સીરીયલ જોતી હશે. એજ વખતે તમને ભૃખ લાગશે અને તમે તેને ખાવાનું પીરસવાનું કહેશો. તમે ટી.વી. વાળાને ખોટા સમયે સીરીયલો પ્રસારીત કરવા માટે ગાળો ભાંડશો. આ પ્રકારની દલીલો ઘરમાં કાયમ ચાલ્યા કરે છે.
એક માણસ તેની પત્ની સાથે એક રેસ્ટોરંટમાં બેઠો હતો.
તેમણે જમવાનો ઓર્ડર આપ્યો અને આવે તેની રાહ જોઈ રહ્યા હતાં.
પત્નીએ ફરીયાદ કરી; ડિયર આપણે અહીં આવ્યા ત્યારથી તમે આ છાપું જ વાંચી રહ્યા છો.
પતિએ માફી માંગી; "સોરી ડિયર, અને તેણે વેઈટરને ઈશારો કર્યો; પ્લીઝ મને બીજૂં છાપું આપો."
તમે જોયું આપણે બધા સતત બીજાનું આપણાં તરફ ધ્યાન ખેંચવામાં જ પ્રવૃત્ત હોઈએ છીએ. આપણાં જીવનમાં પેદા થતાં ગુસ્સો, અસ્વસ્થતા અને હતાશાનું આ મળ કારણ છે.
આપણે માગવાનું બંધ કરીને આપવાની શરૂઆત કરવાની જરૂર છે. આપણે બહારથી શક્તિ માંગવાને બદલે, આપણી અંદરની શક્તિને બહાર પ્રસારિત કરવાની જરૂર છે. પરંતુ આપણે એ જાણતાં નથી કે આપણી જાત ઉપરથી બીજા ઉપર ધ્યાન કેવી રીતે લઈ જવું. આપણે બીજાનાં ધ્યાનનું કેન્દ્ર છીએ, એ રીતે જોવા ટેવાયેલાં છીએ. આપણે બહારની દુનિયા તરફ આપણું ધ્યાન પ્રસારિત કરવું શરૂ કરવું જોઈએ. આ કેવી રીતે કરવું ?
હું ઈચ્છૂં છૂં કે, હવે પછીના થોડા દિવસો સુધી તમે બધાં આ એક નાની પ્રવૃત્તિ કરો. અહીં હાજર છે તેમાંથી તમારી જાતિનો જ એક સાથીદાર પસંદ કરી લો. તે સાથીદાર પર જ સંપર્ણ ધ્યાન આપો. તમારો પહેલો ઈરાદો બીજી વ્યક્તિને હંમેશા વધુમાં વધુ અનુકળ બનવાનો હોવો જોઈએ. તમારે હંમેશા એજ જોવાનું છે કે તમારો સાથી હંમેશા ખુશ અને સુખ ચેનમાં રહે. આ માટે તેને કંઇ વધારેની જરૂર હોય તો તે શોધી કાઢો. નાસ્તાની પ્લેટ કે જમવાનું પણ તમારા માટે પહેલાં ઝડપી લેતાં પહેલાં તમારા સાથીને આપો અને પછી જ તમે લો. તમારા રૂમમાં ગરમ પાણી ન આવતું હોય, તો તેના રૂમમાં પણ આવે છે કે નહીં તે જૂઓ અને પહેલાં તેના માટે વ્યવસ્થા કરી આપો.
અને હા. તમારે સાથીદાર તમારા મિત્રો કે સંબંધીઓમાંથી પસંદ કરવાનો નથી. એવો સાથી પણ પસંદ કરવાનો નથી, જેની સાથે તમે ભવિષ્યમાં મળવા માટે સરનામાની આપ લે કરી શકો. જેની સાથે પણ તમે મિત્રતા કેળવી લો. બસ, એકદમ અજાણી વ્યક્તિને સાથી તરીકે પસંદ કરો. કોઈપણ જાતના આગળ પાછળના ધ્યેય વિના પસંદ કરી લો.
મોટે ભાગે આપણે આખી જીદગી આપણી જ ચિંતા કરતા હોઈએ છીએ. વધુમાં વધુ આપણે નજીકના કુટુંબીઓની ચિતા કરતાં હોઈએ છીએ, અને એ એટલા માટે કે આપણે તેને આપણી ફરજ સમજીએ છીએ. અને આપણે સમજીએ છીએ કે આ પ્રેમ છે ! આ કસરત દરમ્યાન તમને એ જાણવા મળશે કે નિસ્વાર્થ પ્રેમ શું હોય છે! એ નિસ્વાર્થ છે, કારણ કે તમે તમારા સાથી પ્રત્યે કોઈ જ અપેક્ષા રાખતાં નથી.
(શિબિરમાં ભાગ લેનારાઓ સાથીદાર પસંદ કરી લે છે અને બાજુબાજુમાં બેસી જાય છે)
સાચો પ્રેમ એટલો ગહન, એટલો શક્તિશાળી હોય છે કે, તમે જયાં સુધી તેનો અનુભવ ના કરો ત્યાં સુધી તમે તેને જાણી શકતાં નથી. પ્રેમ શક્તિની અભિવ્યક્તિ છે.
પ્રેમનો ધંધો કરી શકાતો નથી. મને એક વાત કહો – તમે જે લોકોને પહેલી વખત જ મળતા હો તેને પ્રેમ કરી શકો ? "ના માસ્ટર !"
"શા માટે નહીં ?"
"જયારે આપણે તેને જાણતાં જ ન હોઈએ, તેને આપણે પ્રેમ કેમ કરી શકીએ ?"'
બરાબર છે. તમે આજ વિચારો છો. હું તમને થોડી બુધ્ધિ પૂર્વકની સમજણ અને મેડિટેશન વિષે જણાવું છું. જેથી તમારાં મનમાં ઉતરી શકે કે તમે આસાનીથી કોઈપણ કારણ વગર પ્રેમ કરી શકો છો ! તમે રસ્તા પરના ઝાડોને પ્રેમ કરી શકો છો. તમે તેને આલિંગીને, વહાલ કરીને તમારી અંદરથી શક્તિના પ્રવાહનો અનુભવ કરી શકો છો. તમે રસ્તા પર પસાર થતાં લોકો ને જાણતાં પણના હો, છતાં પ્રેમ કરી શકો છો ! પ્રેમ એ તમારો મૂળભૂત સ્વભાવ છે! તમે શોધીને બહારથી લાવેલો ગુણ નથી.
આજે પ્રેમનો જેટલો ખોટો અર્થ સમજવામાં આવે છે, તેટલો બીજી કોઈ બાબતમાં સમજવામાં આવતો નથી. આજે પ્રેમ એક ધંધાદારી વ્યવહાર સિવાય બીજું કર્યું જ નથી. જો તમને કોઈ તમારા વિશે સારૂં સારૂં કહેશે, તો તમે તેને પ્રેમ કરશો, બીજા દિવસે તેને તમારામાં એ બાબતની ખામી દેખાશે અને તે કંઈક કહેશે, તો તરત જ તમારો પ્રેમ ઓછો થઈ જશે. અથવા મોટે ભાગે તમે તેને નફરત કરવા લાગશો.
અરે, તમે તમારા જીવનનો મિત્ર, કે જેની સાથે રોજ કોમ્પ્યુટર પર ગપસપ કરતાં રહો છો. જે તમારી જીંદગીનો એક ભાગ બની ગયો હોય છે; તે જયારે, તમે તેની સાથે સંમત ન હો તેવું કંઈક કહી દે છે તો તરત જ તમને એ એટલો અંગત નથી લાગતો. તમે પહેલાં તેની સાથે જે તીવ્ર લાગણીથી ગપસપ કરતાં હતાં, તે સ્તરે પહોંચવા માટે તમને ઘણો સમય લાગે છે. આ વખતે તમારો પ્રેમ ક્યાં હોય છે ? તેશે તેટલા સમય પુરતું સહન કર્યું હોય છે !
આવી રમતો તમે રમ્યા કરો છે : એવી રમત જેમાં એક બીજાની વચ્ચે પ્રેમ અને નફરત થતી રહે છે. અને આ પ્રેમ નફરતના સંબંધો સાચો પ્રેમ નથી જ. સ્પષ્ટ રીતે સમજી લો. એ માત્ર, આપણે સામી વ્યક્તિને અથવા પરિસ્થિતિ ને આપેલી પ્રતિક્રિયા છે. બસ આટલું જ. આને આપણે પ્રેમ કહીએ છીએ. એ ફકત શરતી પ્રેમ છે. બસ.
સાચો પ્રેમ સ્થૂળ હેતુ ને જાણતો જ નથી. હેતુ હોય કે ન હોય. એ બસ હોય છે ! સાચો પ્રેમ પોતે જ પદાર્થ છે. તે કોઈ હેતુ જોતો જ નથી. તમે પદાર્થ છો અને તમે જ પ્રેમ બની ગયા છો. બસ. જે કોઈ પણ તેના સંપર્કમાં આવે છે તે તેનો અનુભવ કરે છે. જેવી રીતે નદીનો પ્રવાહ કુદરતી જ વહ્યા કરે છે અને લોકો તેનો વિવિધ જગ્યાએ એક સરખો આનંદ માણી શકે છે. તેવી જ રીતે વ્યક્તિની અંદરથી પ્રેમનો પ્રવાહ વહેતો રહે છે અને તેની આસપાસના લોકો તેનો અનુભવ કરી શકે છે.
સાચા પ્રેમમાં ક્યારેય કોઈપણ પ્રકારની શરતો માટે જગ્યા હોતી જ નથી. તમારી અંદરની શક્તિ એની મેળે જ પ્રેમ સ્વરૂપે છલકાઈને વ્યક્ત થવી જોઈએ. અને પછી જ તમે સંબંધોની મર્યાદાઓ ઓળંગીને, પૂર્ણ પણે સુંદર રીતે પ્રેમ સ્વરૂપે વ્યક્ત થાવ છો. તમને સમજાય છે ?
અને એક વધારે વાત : આપણે પ્રેમ અને માન વચ્ચે ગુંચવાઈ જઈએ છીએ. જ્યારે તમે સમગ્ર પણે પ્રેમ કરો છો. ત્યારે તમે એવું કશું જ નથી કરતાં, જે અપમાન જેવું લાગે. તમે માન બાબતમાં બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે, જ્યારે અમુક લોકો અમુક બાબત કરે છે ત્યારે તે તદ્દન સામાન્ય લાગે છે, જયારે આવું બીજી કોઈ વ્યક્તિ કરે છે તો, તે અપમાન જનક લાગે છે. વ્યક્તિની કંઇપણ કરવા માટે તેની પાછળ રહેલી શક્તિ, માન અને અપમાનનું કારણ બનતી હોય છે.
જયારે તમારી પાછળ સમગ્ર શક્તિ હોય, ત્યારે તમે કંઈપણ સફળતા પૂર્વક કરી શકો છો. જયારે તમે તમારી જાત વિષે ચોક્કસ નથી હોતાં, ત્યારે તમે માન અપમાનના સવાલોમાં જકડાઈ જાવ છો. હું તમને ઉધ્ધત બનવાનું નથી કહેતો. જયારે તમે પ્રેમથી થનગનતા હો છો, રણકતા હો છો, ત્યારે તમારા શરીરની અભિવ્યક્તિ જ એવી હોય છે કે તમે ક્યારેય ઉધ્ધત દેખાવ જ નહીં.
પરંતુ તમે જયારે પ્રેમને બદલે માન અપમાનમાં પકડાવ છો, ત્યારે તમે આખી વાત ચૂકી જાવ છો. પછી પ્રેમ કરવાને બદલે દંભ કરવાનું શરૂ કરો છો અને જ્યારે તમે દંભી હો છો ત્યારે તમે સમગ્ર હોતાં નથી.
તમે જયારે માનમાં કેન્દ્રીત થાવ છો, ત્યારે તમે દંભી હો છો, કારણ કે માન સામાજીક બાબત છે અને તેની વ્યાખ્યા બદલાતી રહે છે. પરંતુ જો તમે પ્રેમમાં કેન્દ્રીત હો છો, પછી આદરભાવ, માન એક આનંદપુર્ણ વધારાની અભિવ્યક્તિ બની જાય છે. માટે તમારી જાતને પ્રેમમાં કેન્દ્રીત કરો અને આદરભાવ આપોઆપ વ્યક્ત થવા માંડશે.
યાદ રાખો : આદરભાવ મૂત બાબત છે. પ્રેમ જીવંત છે. આદરભાવ, અંતર વધારે છે. પ્રેમમાં દૂરનજીક જેવું કશું હોતું જ નથી.
લોકોને ભગવાન માટે આદરભાવ અને ભય રાખવા માટે પ્રશિક્ષિત કરી દેવાયાં છે. તેમને ભગવાનને પ્રેમ કરવાનું ક્યારેય શીખવવામાં જ નથી આવ્યું. તેમને મંદિરોમાં મૂર્તિને હાથ પણ લગાવવા દેવામાં આવતો નથી. તેમની પાસે મૂર્તિથી દૂર રહીને વાંકા વળીને આદરભાવ વ્યક્ત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તમને ભગવાન બાબતમાં સાવધાન રહેવાનું શીખવી દેવામાં આવ્યું છે. સમજી લો : બાળકને સૌથી પહેલી વાત એ શીખવવી જોઈએ કે ભગવાન પ્રેમ છે.
જો તમે ભગવાનને ભેટી ન શકો, અપનાવી ન શકો, તો પછી અપનાવવા જેવું કશું બાકી રહેતું જ નથી. કારણકે ભગવાન બધું જ છે ! તમે જ્યારે તમારા બાળકને શીખવો છો કે ભગવાનને આલિંગન ન કરાય, ત્યારે હકીકતમાં તમે તને એ શીખવો છો કે ભગવાન બાકીના બીજા બધાંથી અલગ છે. ભગવાનને પાયામાં ધકેલી દઈને તમે તમારી જાતને આખા બ્રહ્માંડના અસિત્વથી અલગ કરી નાંખો છો. તમે બધું જ ગુમાવી દો છો ! ચુકી જાવ છો !
અમુક પ્રમાણમાં આદરભાવ રાખો અને જ્યારે જરૂર પડે, ત્યારે બુધ્ધિપૂર્વક તેનો સમાજમાં ઉપયોગ કરો. બસ. આટલું પુરતું છે. અને આ પ્રકારનો આદરભાવ ગહન જાગતતા અને બુધ્ધિથી આવે છે. એ તમને તમારા કેન્દ્રમાંથી ચલિત નહીં કરે. એ તમારો પ્રેમ ઓછો થવાનું કારણ નહીં બને. એ કેવળ બુધ્ધિપૂર્વકનું કાર્ય હશે. બસ.
એક નાની વાર્તા :
એક માતા તેની બાળકી સાથે સામાજિક પ્રસંગમાં ગઈ.
Part 2: Guaranteed Solutions
કોઈ કારણસર બાળકી તેનાથી છૂટી પડી ગઈ અને બન્ને ટોળામાં અલગ થઈ ગયા.
માતા એકદમ હેબતાઈ ગઈ અને ચારેબાજુ બાળકીને શોધવા માંડી.
એકાએક તેની પાછળ તેને અવાજ સંભળાયો; "મારીયા !" તે પાછળ ફરી તો તેની બાળકી જ હતી.
તે તેની પાસે દોડી ગઈ. તેને બાથમાં લઈ લીધી અને પૂછ્યું: "પણ તેં મને મમ્મી કહીને બૂમ પાડવાને બદલે મારીયા કહીને કેમ બૂમ પાડી ?''
બાળકીએ જવાબ આપ્યો; "તેનાથી કંઇ ફાયદો ન થાત. અહીં ચારે બાજૂ ઘણી બધી મમ્મીઓ છે !"
બાળકો હજ પણ પોતાની જાતમાં કેન્દ્રીત હોય છે અને તેઓ આપણાં કરતાં વધારે જીવત અને સચેત હોય છે. તેમની નિખાલસતા, તેમનો પ્રેમ, તેમની શારીરિક અભિવ્યક્તિ, તેમનાં વતી બોલતાં હોય છે. તેમના શબ્દો નહીં. એટલા માટે, તેઓ જે કંઈ કહે છે અથવા કરે છે એ ઉધ્ધત નથી લાગતું. તેઓ સરળતાથી અસ્તિત્વને માણે છે. એક વખત આપણું મન સામાજીક બાબતોથી ટેવાઈ જાય પછી નિખાલસતા અદેશ્ય થઈ જાય છે; પછી આપણે મિથ્યા આડંબર અને શબ્દોથી કામ લેતા થઇ જઈએ છીએ. કારણ કે આપણે સમગ્ર અને નિખાલસ કેમ બનવું તે ભૂલી ગયાં હોઈએ છીએ.
જ્યારે પ્રેમ કરજ બની જાય છે. ત્યારે એ બોજ બની જાય છે. અને જ્યારે એ બોજ બની જાય છે: પછી તમે તેને ઉત્સવની જેમ માણી શકતા નથી, તમે દબાણમાં હો છો. મા-બાપ બાળકોને કારણોથી પ્રેમ કરવાનું શીખવે છે. નાની ઉંમરથી જ કારણો સાથે જ પ્રેમ શીખવવામાં આવે છે.
આપણે તેને ક્યારેય દુનિયાને ચાહવાનું શીખવીએ છીએ ? પરંતુ આપણે તેને આપણા સંબંધીઓને જ ચાહવાનું શીખવીએ છીએ. તેમને આપણને ચાહવાનું શીખવીએ છીએ. તેને જે કોઈપણ રસ્તે ઉપયોગી થઈ શકે તેમ હોય, તેવાં લોકો ને જ ચાહવાનું શીખવીએ છીએ.
જો તમે તેમને ફુદરતને ચાહવાનું, સ્વીકારવાનું શીખવો છો, તો તમે તેમનામાં સાચા પ્રેમનું બીજ રોપો છો. તમારે બાળકની અંદર સાચું બીજ રોપીને, પ્રેમ પૂરેપુરો ખીલી શકે તેવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. અહીં તમને મેડિટેશન મદદ કરે છે. મેડિટેશન બીજ રોપવામાં અને તેને ખીલવા માટેનું સુંદર વાતાવરણ બનાવવામાં મદદ છે. બહારથી કર્શું લાદી શકાતું નથી. જે ક્ષણે તમે બહારથી લાદવાની કોશિશ કરો છો, તે જ વખતે કાં તો એ પ્રતિકાર કરશે અથવા ફરજ બની જશે. એક બોજો બની જશે.
આપણે બધા સામાન્ય રીતે જેને પ્રેમ કહીએ છીએ, તે ફકત મનોવૈજ્ઞાનિક ગુલામી છે. તમે પ્રેમના નામે વ્યક્તિને ગુલામ બનાવો છો. અને તે અમુક ચોક્કસ રીતે જ વર્તવા માટે મજબુર બની જવાનો અનુભવ કરે છે. શારીરિક ગુલામીમાં તમને એટલી તો ખબર જ હોય છે કે તમે ગુલામ બનાવાયા છે. પરંતુ મનોવૈજ્ઞાનિક ગુલામી એટલી બધી છેતરામણી છે કે, જ્યાં સુધી તમે એવી કોઈ પરિસ્થિતિમાંથી પસારના થાવ અને તેને સમજવા જેટલા પરિપકવ ન હો, ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે તમને ગુલામ બનાવવામાં આવ્યા છે.
આપણા બધામાં આટલી બધી દોષ ભાવના છે, એવું તમે શા માટે વિચારો છો ? એ છે કારણ કે આપણે જેને પ્રેમ તરીકે જાણીએ છીએ તે હંમેશા દોષિત થઇને આવે છે. જયારે પ્રેમ સમગ્ર હોય છે: જયારે પ્રેમ તમારી હોવાપણાની શક્તિમાંથી આવે છે, ત્યારે એ દોષાભાવના લાવતો નથી. તમને હંમેશા ગુનાહિત ભાવના થાય છે. કારણ કે તમે હંમેશા એવું અનુભવો છો કે, તમે પૂરેપૂરો પ્રેમ નથી અનુભવ્યો, તમે ક્યાંક પ્રેમમાં નિષ્ફળ ગયા છો. અને તમને શા માટે પુરેપુરા પ્રેમનો અનુભવ નથી થયો ? કારણ કે તમને ફકત સામાન્ય પ્રેમ જ શીખવવામાં આવ્યો છે. સમગ્ર પ્રેમ ક્યારેય નહીં.
એક નાની વાર્તા :
સ્કૂલના શિક્ષક ભાગાકારના દાખલા શીખવી રહ્યા હતા.
શિક્ષકે એક છોકરાને પૂછ્યું; "જો એક કેક હોય અને આપણે તેના પાંચ ટ્રકડા કરીએ અને કુટુંબના દરેક વ્યક્તિને વહેંચી દઈએ તો તને કેકના કેટલા ટૂકડા મળશે ?"
છોકરાંએ જવાબ આપ્યો; "પાંચમાંથી બે "
શિક્ષકે પૂછયું; ''કેવી રીતે ? તું ભાગાકાર બરાબર શીખ્યો નથી ?''
છોકારાએ જવાબ આપ્યો; "મેમ્ મને જો કેક ગમતી હશે તો મારી મમ્મી તેનો ભાગ મને આપી દેશે."
તમે જોયું. મા તેનાં બાળકો માટે ભોગ આપવા માંગે છે. બરાબર છે. પરંતુ ભોગ આપવાનો જે અભિગમ છે. એ આપણે જે વાત કરી રહ્યા છીએ તે વિષે છે. તેમણે તે ફકત પોતાની અંદરથી ઉભરાઈને આપવું જોઈએ. નહીં કે કોઈ છપી અપેક્ષાઓ રાખીને. જો તેમણે આંતરીક છલકાયેલ પ્રેમના ઉભરાથી આપ્યું હશે. તો આ પ્રસંગ તેમનાં મનમાં ક્યારેય રેકોર્ડ નહીં થાય અને કદાચ રેકોર્ડ થયો હશે. તો પણ કોઈપણ સંજોગોમાં વળતો બદલો લેવાના ભાવથી સપાટી પર આવશે નહીં. ફકત જ્યારે તેઓ આ બધું ફરજથી બંધાયેલા પ્રેમથી કરે છે. ત્યારે જ તેમનું મન આવા પ્રંસગો રેકોર્ડ કરે છે અને જરૂર પડે પાછા યાદ કરે છે.
સામાન્ય પ્રેમ હંમેશા અપેક્ષાઓ સાથે વિક્સે છે. આનો કોઈ ઇન્કાર કરી શકે નહીં. છતાં પણ દરેક જણ આ બાબતનો પૂરા આવેશથી ઇન્કાર કરવાનો પ્રયત્ન કરશે. અપેક્ષાઓ પ્રેમની સાથે એટલી બધી વણાઈ ગઈ છે, કે તેને સમજવું અતિ મુશ્કેલ છે. અને જયારે કોઈ આવું કહે, ત્યારે એ માનવું પણ અતિ મુશ્કેલ થઈ જાય છે.
હકીકતમાં જ્યાં સુધી બધું બરાબર સરળતાથી ચાલતું હોય, ત્યાં સુધી આ વાત માનવી ખુબ જ મુશ્કેલ છે. પરંતુ આપણે ઘણાં કિસ્સાઓમાં સાંભળીએ છીએ કે, છોકરો કે છોકરીને સાદા કારણસર ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે ! તેઓએ પોતાની જ્ઞાતિની બહાર લગ્ન કર્યા હોય છે અથવા બે ફુટુંબો વચ્ચે વેરઝેર હોય અને તેમના છોકરાં-છોકરીએ લગ્ન કર્યા હોય.
આ સમયે તેમનો પ્રેમ ક્યાં અદ્રશ્ય થઈ જાય છે ? આવો કોઈ પ્રસંગ બન્યા પહેલાં, તેજ છોકરો-છોકરી પોતાના કુટંબને અતિશય વહાલાં હોય છે. કહેવાતો પ્રેમ પરાકાષ્ઠા પર હોય છે. એકાએક શું થાય છે ? શા માટે તે અદ્રશ્ય થઈ જાય છે? જો એ સાચો પ્રેમ હતો, તો તે એકાએક અદેશ્વ કેમ થઈ ગયો ? આવી પ્રતિક્રિયા સાચો પ્રેમ ક્યારેય નથી કરતો. સાચો પ્રેમ ક્યારેય બીજી બાબતો સાથે સંકળાયેલો હોતો નથી. કારણ કે બીજી કોઈ વાત તેના પ્રવાહને રોકી શકતી નથી ! તે કાર્ય કારણના ચક્રથી બંધાયેલો નથી.
તમે કુટુંબની સુકોમળ બાબતો પર પણ ગહન જાગૃતતાથી જોશો, તો તમને સમજાશે કે તમારો પ્રેમ કેટલો બંધાયેલો
છે. તમારા જીવનની થોડી બાબતોને ફકત ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ તમારું કુટુંબ કેવી પ્રતિક્રિયા વ્યક્ત કરે છે.
તમે તમારાં બાળકોને જયાં સુધી પ્રેમને નામે બધું પુરું પાડો છો, ત્યાં સુધી જ તેઓ પ્રેમના નામે તમારાથી વિરુધ્ધ નથી જતાં. જ્યાં સુધી તમે એકબીજાને તમને અયોગ્ય લાગે તેવી રીતે ધર્ષણમાં નથી આવતાં, ત્યાં સુધી જ કહેવાતો પ્રેમ ટકે છે. જો તમારામાંથી કોઈ પક્ષ અપેક્ષાની વિરુધ્ધમાં વર્તન કરે, તો પ્રેમનો મૂડ તરત જ બદલાઈ જાય છે. આખી સુગંધ બદલાઈ જાય છે. તેને માટે વધારે સમય અથવા પ્રયાસો કરવાની જરૂર પડતી નથી, કારણ કે એ કુદરતી સુગંધ નથી એ કૃત્રિમ સુગંધ છે, ક્રત્રિમ રંગોની સાથે !
જે પ્રેમ સતત ભયમાં રહેતો હોય, તે સાચો પ્રેમ નથી. અને ગોઠવણી કરેલું કંઈ પણ ક્યારેય સમગ્ર હોતું નથી. એક હોતું નથી. એક જેવું દેખાય છે પણ હોતું નથી. અને કંઈક જયારે સમગ્ર ન હોય ત્યારે તે સતત અલગ પડી જવાના ભય નીચે જ રહે છે. પ્રેમમાં ઉજવણીની જરૂર છે. ફરજની નહીં.
હું તમને કહું છું : જો તમે સમગ્ર પણે પ્રેમ કર્યો હશે, તો તમને ક્યારેય ગુનાહિત ભાવ નહીં જાગે; જ્યારે કોઈ મૃત્યુ પામશે ત્યારે ઉદાસી નહીં આવે. હા, શારીરિક સ્તરે જૂદાપણું તમને જરૂર ઉદાસ બનાવશે. પરંતુ તેઓ જીવતાં હતા ત્યારનું બધું જ ગુમાવી દીધું છે તેવો ભાવ ક્યારેય નહીં જાગે. જ્યારે હું સમગ્ર પ્રેમ, પૂર્ણ પ્રેમ કહ્યું છું ત્યારે મારો એ કહેવાનો અર્થ નથી કે તમે તેમની બધી જ અપેક્ષાઓ પરિપૂર્ણ કરી દીધી છે. મારો કહેવાનો મતલબ એ છે કે, તમે તમારી જાતમાં સારી રીતે કેન્દ્રીત રહીને તેમના તરફ તમારો શક્તિશાળી પ્રેમનો પ્રવાહ વહાવ્યો છે. તેઓ અસ્તિત્વનો એક ભાગ છે. એ દષ્ટિએ તેમને સમજીને, આદર કરીને પૂર્ણ પ્રેમ આપ્યો છે.
જો તમે આવી રીતે પ્રેમ કર્યો હશે, તો તમે તેમને આનંદથી ભરપૂર અનુભવ્યા હશે. અને તેઓ જયારે જતા રહેશે ત્યારે તમને કોઇ પણ દોષની લાગણી નહીં થાય. ફુટુંબ હંમેશા તમારામાં દોષિત ભાવ પેદા કરે છે, કારણકે તે તમારૂં નિયંત્રણ કરી શકે. આપણી ઘણી બધી દબાયેલી લાગણીઓ કે જેને તમે પૂરેપૂરી વ્યક્ત ન કરી શક્યા હો, તેના અતિ દબાણ સિવાય, દોષ ભાવના બીજું કશું જ નથી. દોષભાવનાને તમારો કબજો ક્યારેય ન લેવા દો.
હું એ નથી કહેતો કે, તમારા મનમાં જે આવે તે બધું જ કરો અને તેના માટે દોષ ભાવના ન અનુભવો. તમારે તમારી અંદરના કેન્દ્રમાંથી ગહન જાગૃતતા અને સમજણ સાથે પૂર્ણપણે જીવવું જોઈએ. પછી ત્યાં દોષ ભાવના માટે અવકાશ જ નહીં હોય. બસ આટલું જ.
સાચો પ્રેમ હંમેશા કોઈપણ પરવા કર્યા વગર જ આપે છે. અને માંગવાનું તે જાણતો જ નથી. તે ફકત આપવાનુંજ જાણે છે. એને ક્યારેય પેદા કરી શકાતો નથી. આ કંઇક આવું છે : તમે પ્લાસ્ટીકનું ગુલાબ બનાવી શકો. પરંતુ તેમાં સાચા ગુલાબની સુગંધ હશે ? ના ! આવી જ રીતે સાચો પ્રેમ ક્યારેય બનાવી શકતો નથી. તમે તમારી રોજેદી જુંદગીમાં જે કહેવાતો પ્રેમ કરો છો તે સૂગંધ વગરના ગુલાબ જેવો છે. તે સાચા જેવો દેખાય છે. પરંતુ તેમાં સુગંધ નથી.
સાચા ગુલાબને વિકસવા માટે તમારે યોગ્ય વાતાવરણ પેદા કરવું પડે, યોગ્ય ખેડાણવાળી જમીન જોઈએ, યોગ્ય પ્રમાણમાં પાણી જોઈએ, વગેરે. અને પછી તે આપો આપ પોતાની જાતે વિકસશે. આની જેમજ સાચા પ્રેમને વિકસવા માટે, તમારે તમારી અંદર જાગૃતતા, સ્પષ્ટતા અને ગહન સમજણ કેળવવી જોઈએ. અને તમારી અંદરથી પ્રેમ ખીલી ઉઠ્ઠશે.
એક કોલેજના મેળાવડામાં મને એક છોકરીએ પૂછ્યું; "માસ્ટર તમે પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે સન્યાસી બની ગયા છો ? ''
મેં તે છોકરીને કહ્યું; " મારા સન્યાસી બનાવાનું કારણ પ્રેમની સફળતા હતું !" પ્રેમની નિષ્ફળતા ફકત દેવદાસ પેદા કરી શકે, 'સન્યાસી' નહીં. તમે જયારે આખી દુનિયાને ચાહી શકો, ત્યારે જ સન્યાસી બની શકો. આખી દુનિયાને ચાહવી એજ સાચો પ્રેમ છે.
સાચો પ્રેમ સંબંધોને જાણતો નથી. ફકત સામાન્ય પ્રેમ જ સંબંધોને જાણે છે. તમે તમારા પિતાને પ્રેમ કરો છો. કારણ કે તે તમારી જરૂરીયાતો પૂરી પાડે છે. તમે તમારી માતાને પ્રેમ કરો છો કારણ કે તે તમારી કાળજી લે છે. તમે તમારા બોયફ્રેન્ડને ચાહો છો, કારણ કે તે તમને માનસિક આનંદ આપે છે. સામાન્ય પ્રેમ માટે આવા વિવિધ કારણો હોય છે.
સાચો પ્રેમ આવો હોતો નથી. એ એમ નથી કહેતો કે: "આ મારા પિતા છે માટે તેમને પ્રેમ કરવો જ જોઈએ. સાચો પ્રેમ તો દરેક જણ અને દરેક વસ્તુને સતત પ્રેમ કરવાનું જ જાણે છે. બસ. આટલું જ. સામાન્ય પ્રેમમાં સફળતા અને નિષ્ફળતા હોય છે. સાચા પ્રેમમાં સફળતા અથવા નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી. એ ફકત 'હોય છે.' બસ. આ શોધી કાઢવા માં જ સફળતા છે !
લોકો વિચારે છે કે, જયારે તમારે કશું કરવાનું નથી રહેતો. ત્યારે પ્રેમ નથી રહેતો. ત્યારે તમે સન્યાસી બની જાવ છો. સન્યાસીઓ હતાશાથી બધું ત્યાગી દે છે એવું માનવામાં આવે છે. હું તમને કહું : જયારે હું લોકોને આવું વિચારતા અને કહેતાં સાંભળું છું ત્યારે મને એ લોકો માટે ખુબ જ દુ:ખ થાય છે. તેઓ ખરેખર કેટલા અજ્ઞાની છે. અને પોતાના અજ્ઞાનને લીધે કેવા ચુકાદા આપે છે. સન્યાસ અંતિમ લગ્ન છે ! સમગ્ર દિવ્યતા સાથે કરેલા લગ્ન!
સાચો સન્યાસી એટલો બધો પ્રેમાળ અને કરૂણામય હોય છે કે, કહેવાય છે કે એ જયારે ચાલે છે, ત્યારે ઘાસ પણ મરતું નથી. આ કોઈ વાર્તા નથી. આ સત્ય છે. સાચો સન્યાસી સમગ્ર અસ્તિત્વ તરફ સતત પ્રેમ અને કરૂણા વહાવતો રહે છે. સન્યાસી જાણે છે કે, પ્રાર્થના જ પ્રેમ છે અને પ્રેમ એજ પ્રાર્થના છે.
એક નાની વાર્તા : (Part 2)
તમે જયારે સાચો પ્રેમ શોધો છો, ત્યારે તમારી પ્રાર્થના તેની અભિવ્યક્તિ બની જાય છે. મીરાંના ભજનો શું છે? એ મીરાંની બહાર આવેલી પ્રેમ વર્ષા છે. મીરાં ભારતની એન્લાઈટેન્ડ સ્ત્રી છે. તે સમગ્ર અસ્તિત્વ સાથે ઝણઝણી ઉઠી. અને તેનામાંથી પ્રેમના ફવારા છૂટવા માંડ્યા. માટે જ મીરાંના ભજનો આજે પણ આટલાં પ્રખ્યાત છે. તેની પાછળની શક્તિ ક્યારેય ઝાંખી નહીં પડે. કારણ કે એ સમગ્ર બ્રહ્માંડની શક્તિ છે. સામાન્ય પ્રેમનો અનુભવ આટલા બધાં વરસો સુધી આટલા બધાં લોકો કરી શકતા નથી. ફકત શુધ્ધ પવિત્ર પ્રેમ જ આવી શક્તિ પ્રસરવી શકે છે.
અને મીરાં માટે તેનાં ભજનો તેની પ્રાર્થના હતી. તમે જયારે સાચો પ્રેમ પ્રાપ્ત કરી લો છો, ત્યારે કોઈ બીજો રસ્તો હોતો જ નથી. પ્રાર્થના પ્રેમ બની જાય છે. અને સાચો પ્રેમ માંગવાનું જાણતો જ નથી. તે ફકત પૂર્ણ પણે વહેવાનું જ જાણે છે. તમે જ્યારે તમારી પ્રાર્થનામાં માંગવાનું બંધ કરી દો છો; તમે સાચો પ્રેમ શોધી લીધો છે.
સામાન્ય પ્રેમ જેને તમે જાણો છો તે માત્ર મોહ છે ; ફકત હોર્મોન્સનો ત્રાસ છે. તમારા હોર્મોન્સ મનમાંથી બહાર ધક્કો મારે છે બસ. તમારી મનોવૈજ્ઞાનિક છાપને સંતોષ આપનારૂં બહાર તમને કોઈક જોઈએ છે. એવું કોઈક જે તમને મનોવૈજ્ઞાનિક ટેકો આપી શકે. તમને આધાર માટે કોઈનો ખભો બે મિનિટ માટે જોઈએ છે.
તમારી જરૂરીયાતોનું ધ્યાન રાખે એવું તમને કોઈક જોઈએ છીએ. તમે પડી ગયા હો, ત્યારે તમને કોઈ બળ આપીને ઊભા કરે તેવું કોઈ જોઈએ છીએ. તમારી ચિંતાઓ ઓછી કરે અને તમારા તરફ સહાનુભૂતિથી વર્તે એવું તમને કોઈક જોઈએ છીએ. કોઈ તમારા માટે આવું કરે તેને તમે પ્રેમ કહો છો. સાચો પ્રેમ સ્વરૂપો અને નામોથી પર હોય છે. તે શરીર અને મનથી પર હોય છે. આ બધી બાબતોથી પર થઇને જે વ્યક્તિ આખા વિશ્વને ચાહી શકે, તે જ સન્યાસી બની શકે, વિવેકાનંદ બની શકે !
વિવેકાનંદના જીવનમાંથી એક વાર્તા :
એક રાતે વિવેકાનંદ વહેલી સવારે બે વાગ્યે જાગી ગયા અને તેમના શિષ્યોને પણ જગાડ્યા.
તેમના શિષ્યો વ્યગ્ર બની ગયા અને શું બન્યું છે તે જાણવા માટે બેચેન થઈ ગયા.
વિવિકાનંદે કહ્યું કે દુનિયાના કોઈભાગમાં ભયંકર કુદરતી હોનારત થઈ રહી છે. જેને કારણે મારા શરીરમાં સખત દ્દઃખાવો થઈ રહ્યો છે.
બીજા દિવસે સવારના અખબારોમાં સમાચાર આવ્યાં કે, રાતના બે વાગ્યે ક્યૂબામાં વિનાશકારી ધરતીકંપ થયો છે જેને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા છે.
એ એટલા બધા ઉર્મિલ હતા કે હજારો માઈલ દૂર દુનિયાના ખૂણામાં થયેલી કુદરતી હોનારતની તેમના પર અસર થઈ હતી ! તમે વિચારી શકો છો સામાન્ય માણસ આટલો સેન્સીટીવ, સંવેદનશીલ ઉર્મિલ હોઈ શકે! અરે આપપો પાડોશી બિમાર પડી ગયો હશે તો એની અસર પણ આપણા પર નહીં થાય !
એક વાર્તા :
એક માણસે તેના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને કહ્યું; "તમે મારા ઘરે વિઝિટે આવો. મને લાગે છે કે તમારે મારી પત્નીનું ચેક-અપ કરવું ૫ડશે.''
ડોક્ટરે પૂછ્યું; "શા માટે ? શું તેની તબિયત બરાબર નથી ?"
માણસે જવાબ આપ્યો; "મને એવું લાગે છે. ડોક્ટર ગઈકાલે સવારે તે તેના રોજિંદા સમયે ઊઠી ગઈ, સ્નાન કર્યું, રસોઈ બનાવી, બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલ્યા, કામવાળી નહોતી આવી એટલે આપ્યું ઘર સાફ કર્યું, અમારા બધાંના કપડાં ધોયાં, સ્કુલેથી બાળકોને લઈ આવી, તેમને હોમવર્ક કરાવ્યું અને સૂઈ ગઈ. તે ફરીયાદ કરતી હતી કે થાકી ગઈ છે. લાગે છે કે તેને ચેક-અપની જરૂર છે."
આપણે એટલા બધાં લાગણીહીન બની ગયા છીએ કે જે વ્યક્તિ આપણી સાથે ચોવીસ કલાક અને ૩૬૫ દિવસ રહે છે તેની સાથે પણ આપણે એકટપ નથી. આપણે ઘણાં બધાં વધારે લાગણીશીલ અને જીવંત બનવાની જરૂર છે. જયારે તમે પોતે જ પ્રેમ બની જાવ છો, ત્યારે એ આપોઆપ બની જાય છે. તમને કોઈએ કશું કહેવાની જરૂર પડતી નથી, તમે સરળતાથી બધું અનુભવો છો અને તેમને મદદ કરો છો. તમારા માટે આ ખબ જ સ્વાભાવિક બાબત બની જાય છે.
અલબત્ત એવા લોકો હોય છે, જે બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે જ બધાં વલખાં મારતા હોય છે કે, માંદા
પડવાનો દંભ પણ કરતાં હોય છે. એમના માટે કશું જ કરવાની જરૂર નથી. હું જે લાગણીની વાત કરૂં છું તેને માટે તમારે સમગ્ર અસ્તિત્વ સાથે એકરૂપ થવું પડે છે, જોડાવું પડે છે. અને તેમાં લાગણીશીલતા તમારો સામુહિક જાગૃતતા સાથેનો સદ્દગ્રહણ બની ગયો હોવો જોઈએ.
વિવેકાનંદ સાથે જે બન્યું તે સહાનુભૂતિની પરાકાષ્ઠાની પરાનુભૂતિ હતી. ખ્યાલ રાખો. તે સહાનુભૂતિ જ નહોતી. તે પરાનુભૂતિ હતી. સહાનુભૂતિ ઘણો જ છીછરો શબ્દ છે. સહાનુભૂતિ તો આપણે બધાં જ દર્શાવી શકીએ છીએ. જયારે કોઈ આવીને તેનું દુ:ખ તમારી સમક્ષ વ્યક્ત કરે છે, ત્યારે તમે તેના દુ:ખમાં સંમત થાવ છો જ. આ સહાનુભૂતિ છે !જો તમને કોઈ કહે કે તેનો પતિ ઘણો બિમાર છે. તમે તેને કહેશો, ''ઓહ ! કેટલી ખરાબ વાત છે. તમને ખૂબ જ દ્વઃખ થતું હશે. ચિંતા ન કરો, બધું જ બરાબર થઈ જશે." સહાનુભૂતિના નામ પર, આપણે તેના દુ:ખમાં સહમત થઇએ છીએ અને તે આપણને બદલમાં કહે છે કે આપણે તેમના પ્રત્યે ઘણી કાળજી અને પ્રેમ રાખીએ છીએ.
હકીકતમાં, આપણે જયારે તેમને કહીએ છીએ કે તમે ખૂબ જ દુ:ખી છો, ત્યારે તેમને સારૂં લાગે છે. અને તેથી તે આપણને પ્રેમ કરે છે; આમાં તેમને તેમની અંદરનો અહમ્ ધક્કો મારે છે. તેમને સારૂં લાગે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે તેઓ કેટલી બધી ચિંતાઓ વચ્ચે કામ કરી રહ્યા છે. આને સમાજ સહાનુભૃતિ કહે છે.
મહાન ગુરુઓ જે અનુભવે છે તે ક્યારેય આવી સહાનુભૂતિ નથી હોતી. બીજાનું દ્વઃખ જયારે તમારી જાતમાં પીડા પેદા કરે છે ત્યારે સહાનુભૂતિની પરાકાષા હોય છે. પરાનુભૂતિ હોય છે. આમાં વ્યક્તિએ તેનું દુઃખ કહેવાની જરૂર પડતી નથી. પરંતુ તમે સરળતાથી તમારી અંદરની મૂળભૂત શક્તિથી જાણીને તેના દુ:ખનો અનુભવ કરો છો.
ગુરુઓ તમારી સાથે એકરૂપ હોય છે કારણ કે તેઓ પૂરા અસ્તિત્વ સાથે એકરૂપ હોય છે; ફકત તમને એ અલગ દેખાય છે. તેઓ તમારી સાથે એકરૂપ હોવાથી તમારૂં દ્દઃખ તેઓ પોતાના હૃદયમાં અનુભવે છે. તેઓ બીજો કોઈ રસ્તો જાણતા નથી. અને ગમે તેટલાં દુ:ખો આવે તેને સ્વીકારવાની તેમનામાં ક્ષમતા પણ હોય છે.
સામાન્ય પ્રેમ બાળકને જન્મ આપે છે, જ્યારે સાચો પ્રેમ તમારી સાચી જાતને જન્મ આપે છે. તમે તમારી જાતને નવો જન્મ આપી શકો છો. પૂર્ણ પરિવર્તન લાવી શકો છો. સામાન્ય કીડો જે રીતે પતંગિયામાં પરિવર્તિત થાય છે. માણસ એવી જ રીતે સાચા આત્મા તરીકે પ્રગટ થાય છે. તમારી અંદર સુષુપ્ત પડેલી પ્રેમ રૂપી શક્તિ જાગૃત થઈ જાય છે .
વિવેકાનંદ જયારે કહે છે; "જાગો અને ઉભા થાવ !" એનો મતલબ શું એમ છે કે આપણે સૂઈ રહ્યા છીએ ? અલબત્ત આપણે ઊંઘી જ રહ્યા છીએ. અને જાણતા પણ નથી કે આપણે ઊંધમાં છીએ. આવી જ ઊંધમાં આપણે અભિપ્રાયો આપીએ છીએ. ચર્ચાઓ કરીએ છીએ. દોષારોપણ કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણે જાગતાં છીએ, અને ચર્ચા-દોષારોપણ કરીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે, પ્રેમ અને બીજી દરેક બાબતમાં બધું જ જાણીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે જાણીએ છીએ તેજ સાચો પ્રેમ છે.
એક માણસને એક શ્રીમંત કાકી હતી જેની તે નિયમિત મુલાકાત લેતો હતો.
તેની નજર કાકીની મિલકત પર હતી. તેથી તે તેને દરેક વાતે ખુશ કરવાનો પ્રયત્ન કરતો હતો.
કાકી પાસે બે બિલાડીઓ હતી, જે તેને અતિશય પ્રિય હતી.
પેલો માણસ કાકીનું દિલ જીતવા માટે બિલાડીઓની પૂરી શ્રધ્ધાથી કાળજી લેતો હતો.
તેના મનમાં છૂપી ઈચ્છા હતી કે કાકી જ્યારે વિલ કરશે ત્યારે મિલ્કત તેના નામે કરી જશે.
તે દરરોજ આવતો, બિલાડીઓને દૂધ પાતો. તેની સાથે રમતો, તેની કાળજી લેવામાં ઘણો બધો સમય ત્યાં વિતાવતો અને પાછો ચાલ્યો જતો .
તે જે રીતે બિલાડીઓની કાળજી રાખતો હતો, તે જોઈને વૃધ્ધ કાકી ખુબ જ ખુશ હતી.
એકાએક તે ગુજરી ગઈ. પેલા માણસને બન્ને બિલાડીઓ વારસામાં આપતી ગઈ.
કાકીએ જોયું કે, આને બન્ને બિલાડીઓ ખૂબ જ વહાલી છે. એટલે એ તેને વારસામાં આપતી ગઈ !
તમે કલ્પના કરી શકો છો કે પેલા માણસની હાલત શું થઈ હશે ! તેણે પ્રેમ કરવામાં જે આટલા બધા મહિના વડેફી નાખ્યાં, તે બદલ તેણે ભયંકર યાતનાનો અનુભવ કર્યો હશે ! તેણે પોતાને છેતરવામાં આવ્યો છે તેવું અનુભવ્યું હશે! તે ગુસ્સો અને અસ્વસ્થતાથી સળગી ગયો હશે !
સામાન્ય પ્રેમમાં તમને છેતરાયાની ભાવના થવાની બધી જ શક્યતાઓ છે. લોકો માલ મિલકત માટે, કોઈ તેમના માટે કંઇક કરે તેના માટે, તેઓ જયારે મુશ્કેલીમાં હોય ત્યારે સલાહના શબ્દો માટે, લોકોના એવા ભૂલાઈ ગયેલા રસ્તાઓ માટે, જેનો પોતે ઉપયોગ કરી શકે, અને બીજા ઘણાં બધાં માટે પ્રેમ કરતાં હોય છે. પ્રેમ હંમેશા કારણો સાથે આવતો હોય છે. અપેક્ષાઓ સાથે આવતો હોય છે.
પરંતુ લોકો આ વાતને હકીકત તરીકે ક્યારેય નહીં સ્વીકારે. લોકો નહીં સ્વીકારે, કારણ કે તેઓ પોતે જ પોતાનાં સામાન્ય પ્રેમથી ભ્રમિત હોય છે. તેઓ વિચારે છે કે, પ્રેમ આવી રીતે જ થાય છે. અને તેઓ વિચારે છે કે, પોતે ખૂબ જ પ્રેમાળ છે. અને હું સરળતાથી તેમના કહેવાતા પ્રેમને નીચે લાવી દઉં છૂં.
તમે જો શાંતિથી બેસીને પ્રામાણિકતાથી વિચારશો, તો તમને સમજાશે કે હૂં જે કંઈ કહ્યું છું. તમારી જાતની પ્રામાણિકતાથી ચકાસણી કરો. તમે જાણી જશો. બેસીને મનમાં કલ્પના ચિત્ર જુઓ કે તમારા પિતા, માતા અથવા બહેન તમારી સાથે ખરાબ રીતે વર્તે છે. બસ આટલું જ. પછી તમને સમજાશે કે હું શું કહું છું.
આપણને બધાંને બધો જ સમય, બીજા પાસેથી કંઈક જોઈએ છે, તેથી આપણે તેમની પાસેથી તે સરળતાથી કઈ રીતે મેળવી શકાય તેના રસ્તા શોધતાં હોઈએ છીએ. આ સરળ રસ્તાને આપણે પ્રેમ કહીએ છીએ. એવું ના વિચારતા કે આપણે ખાલી ભૌતિક સંપત્તિ માટે જ આવું કરીએ છીએ. તમે જયારે કોઈ ચોક્કસ પ્રકારના વર્તનની અપેલા રાખો છો અને તમે તેમની સાથે તે પ્રમાણે વર્તન કરો છો. ત્યાં સુધી બન્ને એક બીજા સાથે આ રીતે વર્તવાનું ચાલુ રાખો છો. તમે એકબીજાને પ્રેમ કરો છો. બે માંથી એક જો ક્યાંક ચૂકી જાય છે, તમારો પ્રેમ એ વખતે તેટલા સમય પૂરતો ગાયબ થઈ જાય છે.
દાખલા તરીકે, તમે બધાં જ કહો છો કે તમે મને ખૂબ જ ચાહો છો. તમારા દરેકના મનમાં મારે તમારી સાથે કઈ
રીતે વર્તવું તેનો એક વિયાર હશે. હું સરળતાથી તમારા દરેકના વિચારની અપેક્ષા પ્રમાણે દરેક સાથે વર્તી રહ્યો છું. જે અત્યારે હકીકતમાં કરી રહ્યો છું. હવે શું બને છે ? હું એક વખત તમારી સાથે હસું નહીં અથવા તમારા વિચારોની ફ્રેમમાં ન બેસે તેવું કંઈક કહી દઉં, તમે તરત જ વિચારવાનું શરૂ કરી દેશો કે, હું તમને ચાહતો નથી. થોડી ક્ષણો માટે મારા તરફ તમે પ્રેમનો અભાવ અનુભવશો.
તમે વિચારવાનું શરૂ કરશો, કદાચ હું એટલો પ્રેમાળ નથી. થોડી ક્ષણો માટે તમે જેને પ્રેમનો વ્યવહાર કહો છો તે ખોરવાય છે. મેં જે બાબતે તમને કંઈ કહ્યું હશે, તમારી તે બાબતમાં તમે વિચારવાનું શરૂ કરી દેશો. અથવા હું તમારી સામે હસ્યો કેમ નહીં તે વિચારશો.
હું કદાચ કોઈ બીજા સાથે વાત કરી રહ્યો હોઉં અથવા કદાચ એમ જ હું તમારી સામે હસ્યો ન હોઉં. તમારા અહમ્ને જરા સ્થિર-ઠરીઠામ કરવા ન હસ્યો હોઉં બસ. પરંતુ તમે આખી રમત ચૂકી જાવ છો. અને તમારી પ્રેમની ડીક્ષનેરી પ્રમાણે મારા વર્તનનો અર્થ બેસાડવા લાગી જાવ છો. શુ બનશે ? તમે ઉંડા દુઃખમાં સરી પડશો.
તમે આવી રીતે પ્રેમને ગુંચવી નાંખો છો. મારો પ્રેમ જયારે તમારી તરફ આવે છે, ત્યારે તેમાં કોઈ ગુંચવણો ઉમેરાતી નથી, કારણ કે પરમાત્માની કૃપાથી હું સામાન્ય પ્રેમથી પર છૂં. કલ્પના કરો કે તમે લોકો આપસમાં આવી રીતે વિચારતા હશો ત્યારે શું થતું હશે ? ત્યાં સંપૂર્ણ અંધાધુધી હશે ! ત્યાં તમે સરળતાથી નીચા પ્રેમમાંથી ઉંચા પ્રેમમાં અને ઉચામાંથી નીચા પ્રેમમાં ફર્યા કરતા હશો. બસ.
તમે તમારી લાગણીઓ બાબતમાં એકબીજાના ખૂબ જ આધારીત બની ગયા છો. ખાસ કરીને પ્રેમમાં. તમારાં એકબીજા પર આધારીત બની જવાનાં કારણો છુપાં અને નિર્ણાયક હોય છે તમે તેને જાણી શકો ત્યાં સુધીમાં તમારા પ્રેમને તે ખંડિત કરી નાંખે છે. જો તમે ફકત કોઈપણ કારણ વગર પ્રેમ કરી શકો, તે શુધ્ધ પ્રેમ હોય છે. બસ. આટલું જ. શુધ્ધ પ્રેમ બીજી કોઈ પણ બાબત પર આધારીત હોતો નથી. તે ફકત તમારી જાત પર જ આધારીત હોય છે. સ્પષ્ટતાથી સમજી લો.
લોકો મને કહે છે; ''માસ્ટર, અમે અમારાં બાળકોને પ્રેમ કરીએ છીએ.''
આ પ્રેમ જયારે તેનાં તોફાની વર્તન સામે મૂકવામાં આવે છે, ત્યારે આપણે કેટલી બધી વખત તેમને ખખડાવીએ છીએ ? કેટલી વખત શાપ આપીએ છીએ, અપશબ્દો બોલીએ છીએ ? એક સ્ત્રી મને આશ્રમમાં કહેતી હતી; "મારી માતા મારાં બાળકો જો સારૂં વર્તન કરે તો તોજ તેને પ્રેમ કરે છે. મારી માતા તેની બહેનપણીઓને બતાવવા માટે તેનાં પૌત્ર પાત્રીએને સાથે લઈ જાય છે. એ બાળકો ત્યાં જ્યારે ભાગદોડ મચાવે છે ત્યારે આવીને મને ઝાટકી નાંખે છે !''
તમે જયારે બાળકોને જૂઓ છો ત્યારે તેની નિર્દોષતાથી તેના તરફ ખેંચાવ છો. તે એક બાબત છે. બીજી બાબત છે; તે તમારા ગર્વને, તમારો અહમ્ પોષવા માટે બળ આપે છે. તમે જૂઓ છો તે તમારૂં સર્જન છે. અલબત્ત તમે તેની જરૂરીયાતો પૂરી કરીને તેમને ખુશ રાખો છો. પરંતુ હું એ કહેવા માંગુ છું કે આ પ્રેમ પણ અમુક મર્યાદાઓ અને અગત્યતાઓ સાથે જ આવે છે. તે બાળકો સાથે કરવાની રીત કરતાં તદ્દન વિપરીત છે.
એક નાની વાર્તા :
એક માણસ રોડ ઉપર કોન્ક્રીટનું સ્તર બનાવી રહ્યો હતો.
એવો હજુ સ્તર બનાવવાનું પુરુ કર્યું હતું, ત્યાંજ બાજુમાંથી આવેલું બાળકોનું એક ટોળું તેણે બનાવેલા રોડ ઉપર દોડ્યું. અને સ્તર પર પગલાં પડી ગયાં.
માણસ ખૂબ જ ગુસ્સે થઇ ગયો, અને બાળકોને ગાળો દેવા માંડ્યો.
તેના મિત્રે તેને પૂછયું; "એય શું બાબત છે ? તને તો બાળક ખૂબ જ ગમે છે."
માણસે જવાબ આપ્યો; ''હા મને ગમે છે, પરંતુ કોન્ક્રીટ ના રોડ ઉપર નહીં.''
સામાન્ય પ્રેમ હંમેશા કોઈક શરતો સાથે આવે છે. અમુક સ્થાપિત હિતો સાથે આવે છે. કાંઈક સુંદર છાપ સાથે આવે છે. હ્રં આ કહેવા માંગુ છું. આપણે લોકોને નામ, જગ્યા, મૂડ અને પરિસ્થિતિ પ્રમાણે ચાહીએ છીએ. એ ખૂબજ હેતુલક્ષી હોય છે.
બીજી તરફ ગુરુઓનો પ્રેમ શુધ્ધ, સાચો હોય છે. તે કોઈપણ સવાલો પૂછયા વિન્તાજ વરસતો રહે છે. તે કોઈ નામ, જગ્યા, મૂડ અથવા પરિસ્થિતિને જાણતો નથી. ગુરુના મુખમાંથી બોલાયેલો દરેક શબ્દ તમારા તરફનો પ્રેમ હોય છે. તમારા પોતાના વિકાસ માટ., ગુરુની દરેક ક્રિયા પ્રેમથી ભરેલી હોય છે. ગુરુની એક જ સ્વાભાવિક લાગણી હોય છે. પ્રેમ. તેમનામાં બીજી જે લાગણીઓ હોય છે,તે તમે જે ભાષા જાણો છો, તે ભાષામાં તમને સમજાવવા માટેનો સદ્દભાવ હોય છે.
મારા શિષ્યોને હું હંમેશા કહું છું; "હું તમારી સાથે ચાલાકી વાપરૂ છૂં ત્યારે, કરણામય હોઉં છું અને જ્યારે તમને ધમકાવું છં. ત્યારે તમને શીખવતો હોઉં છં. ગમે તે રસ્તે પણ તમે વિકસો ! અમુક વખતે હું મારી કરવા ખૂબ જ પ્રેમાળ રીતે વ્યક્ત કરૂં છું, જેથી હું તમને મારી પરિવર્તન કરાવતી આંગળીઓથી વધારે સારો ધાટ આપી શકું તેવા બનો; જેથી તમે વધારે પૂર્ણ પરિવર્તિત થઈ શકો. અમુક વખતે હું તમારા પર કટાક્ષો ફેંકીને પ્રેમ વ્યક્ત કરૂં છું જેથી તમે આંચકા સાથે, ધક્કા સાથે ગહન જાગતતામાં પ્રવેશી શકો. બન્ને કિસ્સાઓમાં તમારા પ્રત્યેનો શુધ્ધ પ્રેમ જ કારણરૂપ હોય છે.
ગુરુ અસીમ પ્રેમનો મહાસાગર હોય છે. તે ફકત આપવાનું જ જાણે છે. તે પોતે જ સ્વયંભૂ અસ્તિત્વ હોય છે. તમે જો તેમની પાસે એક નાનું પ્યાલું લઈને જશો તો તે, ખ્યાલું ભરીને તમને પાછૂં આપશે. તમે જો મોટું પીપડું લઈને જશો તે પીપડું ભરી આપશે. આ બધું જ તમે કેટલા તરસ્યા છો તેની પર આધાર રાખે છે: બસ. તમે જેટલા તરસ્યા હો અને જેટલું મોટું પાત્રુ લઈને જાવ, તે ભરી દે છે.
તમે જયારે અલગ અલગ માપના પાત્રો લઈને તેની પાસે જતાં હો છો, ત્યારે એ તમારી અચોક્કસતા પર પોતાના મનમાં હસતા હોય છે. તમારા મનની રમત તરફ, તમારા તર્કો તરફ, તમારી સ્થિતિઓ ઉપર, જે તમે તેમની સામે રજુ કરો છો !
જુઓ સ્પષ્ટતાથી સમજી લો ઃ હું તમને કોઈ ભગવાન અથવા કોઈ ગુરુને પ્રેમ કરવાનું કહેતો નથી. તમે ભગવાનને જાણતાં પણ નથી. પછી તમે તેને પ્રેમ કઈ રીતે કરી શકો ? તમે જેને જોયો જ ન હોય તેને પ્રેમ કરવો તમારે માટે ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ તમે જેને જુઓ છો, તે બધાને પ્રેમ કરી છો. ખરું કે નહીં ? તમે પ્રાણીઓને પ્રેમ કરી શકો છો. વનસ્પતિને પ્રેમ કરી શકો છો. લોકોને અને બીજી બધી બાબતોને કરી શકો છો. કોઈપણ જાતના કારણ વગર માત્ર પ્રેમના આનંદ ખાતર પ્રેમ કરો.
માત્ર તેમની સાથે ગાઢ જોડાણનો અનુભવ કરો. અને તેમને પ્રેમ કરો. એક વખત તમે આવું કરવાનું શરૂ કરશો, એટલે તમારામાં અસ્તિત્વ પ્રત્યે શ્રધ્ધા વિકસશે. કારણ કે અસ્તિત્વ આ બધી જ વસ્તુઓમાંથી પસાર થતો સામાન્ય તાર છે. શ્રધ્ધા એવી બાબત છે જેને તમારા ઉપર લાદી શકાય નહીં. જો તમારા પર તેને લાદવામાં આવશે, તો તમે તેનો પ્રતિકાર કરશો. તમને તે ત્રાસદાયક લાગશે અને તમારામાં શ્રધ્ધાની વિરૂધ્ધ અણગમો પેદા કરશે. તમને એવું લાગે છે કે તમને કોઈ બહારની બાબત પ્રત્યે આધારીત બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ શ્રધ્ધા જ્યારે તમારો પોતાનો અનુભવ બની જાય છે ત્યારે એ સંપર્ણ અલગ વાત હોય છે.
જયારે આવી શ્રધ્ધા પેદા થાય છે, ત્યારે ધીમે તમને અસ્તિત્વ પ્રત્યે, ભગવાન પ્રત્યે અથવા જીવનની શક્તિ પ્રત્યે કે બધી જ વસ્તુઓનો જે સામાન્ય તાર છે, તેના પ્રત્યે તમને પ્રેમ થવા લાગે છે. પછી જ સમગ્ર અસ્તિત્વ તરફ તમારો પ્રેમ વહેવા લાગે છે. અને તમારી અંદર સાચો ધર્મ મૂળીયાં નાંખે છે. એ છે સમગ્ર અસ્તિત્વ પ્રત્યે લાગણી ભરી આભારવશતા, અથવા કૃતજ્ઞતા અને પ્રેમનો ધર્મ.
કૃતજ્ઞતા અને પ્રેમ વચ્ચે ગાઢ સંબંધ છે. તમે જયારે તમારી જાતના તળીયેથી કૃતજ્ઞતાનો અનુભવ કરો છો, ત્યારે તમારી અંદર ફકત પ્રેમ જ હોય છે. બીજું કર્યું જ નહીં. આ છે સાચા પ્રેમનો અનુભવ કરવા માટેનું પહેલું પગથિયું.
કૃતજ્ઞતાનો અનુભવ કરવાનો હોય છે. તમારી સીસ્ટમમાં જયાં સુધી અસંતોષની ભાવના હશે, ત્યાં સુધી તમે પ્રેમ બની શકતાં નથી. કૃતજ્ઞતા અને પ્રેમ એકસાથે ચાલે છે. આપણે જયારે છેલ્લું ચક્ર, સહસ્ત્રાર ચક્ર વિશે વાત કરીશું, ત્યારે કૃતજ્ઞતા વિશે ઉંડાણપૂર્વક વાત કરીશું.
જ્યારે લોકોને હું આ બધું કહું છું, ત્યારે તેઓ મને કહે છે; "માસ્ટર હું આખી દ્રનિયાને ચાહું છં. એક નાની કીડીને પણ ઈજા પહોંચાડતો નથી …."
આ બધું કહીને તમે તમારી જાતને છેતરવા શું કામ માંગો છો ? તમે તમારા પાડોશીને પૂરાહૃદયથી ચાહી શકો છો? હું કહ્યું છું ; લોકો માટે આખી દુનિયાને પ્રેમ કરીએ છીએ તેમ બોલવું સહેલું છે. કારણ કે એમાં તમને કશું વાસ્તવિક રીતે સાબિત કરવાનું હોતું નથી !
તેઓ કહેતા ફરે છે કે, અમે દુનિયાને પ્રેમ કરીએ છીએ, અને ત્યાં જ રહે છે ! તે બતાવવા માટે તેમને કંઇ ખાસ કરવાનું હોતું નથી. વિશ્વ આખરે સાબિત ન કરી શકાય એટલું અસીમ છે; એ કશુંક નિરાળુ ભાવાત્મક છે; એ સ્પષ્ટ રીતે વ્યક્ત થતું નથી.
પરંતુ તમે જયારે કહો છો કે, તમે તમારા પડોશીને પ્રેમ કરો છો. સમસ્યા શરૂ થઈ જાય છે ! તમારે રોજ તેના ચહેરો જોવાનો હોય છે. તેને તમે પ્રેમ કરો છો એ માટે કંઇ સાબિત થઇ શકે તેવું કરવું પડે છે. પછી એજ સમસ્યા બની જાય છે !
અને તમે કીડીને ઈજા નથી પહોંચતા તે બદલ કેટલી મહાનતા અનુભવો છો ? કીડી તમને અથવા તમારી મિલકતને નુકસાન કરવા શક્તિશાળી છે ? તે તમારા પ્રેમની પરીક્ષા કરી શકે છે ? એ બિચારી આંખથી દેખતી પણ નથી. અને તમે મારી પાસે તેના વિશે વાત કરો છો. આ મજાક લાગે છે ! નથી લાગતી ? હું એક કીડીને પણ ઈજા નથી પહોંચાડતો એવો દાવો કરવો ! આ બધા સત્યમાંથી છટકી જવાના રસ્તા છે.
એક વાત સમજવાનો પ્રયત્ન કરો. તમારો પ્રકૃતિદત્ત સ્વભાવ પ્રેમ છે. પ્રેમ સનાતન છે. બીજી બધી જ લાગણીઓ તો આવે છે અને જાય છે. બસ આટલું જ. તમે એવું વિચારો છો કે બીજી બધી જ લાગણીઓ સાચી છે. અને તે જ પ્રેમનો નાશ કરે છે. પ્રેમનો ક્યારેય નાશ થતો નથી. જો પ્રેમનો નાશ થઈ શકતો હોત તો તે જમાનાઓ પહેલાં જ લુપ્ત થઈ ગયો હોત.
તમે જયારે ખરેખર પ્રેમમાં હો છો. ત્યારે વિરોધી લાગણીઓ તમારા મનમાં પ્રવેશી શકતી નથી. એ સરળતાથી બહાર વહી જાય છે. ઓરડામાં તેજસ્વી પ્રકાશ હોય તો તેની અંદર અંધારું લાવી શકાય ? ના. ફકત તમે જયારે પ્રકાશને ઝાંખો કરો છો, ત્યારે જ અંધારૂં પ્રવેશી શકે છે. આવી જ રીતે તમે જયારે પ્રેમથી છલોછલ હો છો, ત્યારે તેમાં બીજી લાગણીઓ પ્રવેશી શકે જ નહીં. અને આ 'અનાહત ચક્ર' તમને પ્રેમથી છલોછલ કરી શકે છે. કારણ કે છલકાતી, શક્તિની સ્કૂરણા કરતી, પ્રેમ એક અદ્દ્ભૂત શક્તિ છે.
તમને અનુભવ થયો હશે, તમે જયારે કંઇક અત્યંત લાગણીવશ બનીને કરતા હો છો, ત્યારે તમે તમારી જાતને ભૂલી જાવ છો. તમારા જીવનમાં તમે આવો અનુભવ ઘણી વખત કર્યો હશે. પછી તે ગમે તે કરતાં હો, પછી તે સાદું રંગકામ હોય અથવા ચિત્રકામ હોય અથવા વાંચન હોય … અથવા કોઈપણ બાબત હોય. તમે જયારે તેમાં જ ઊંડા ઉતરી જાવ છો, ત્યારે તમે તમારી જાતને ભૂલી જાવ છો. જયારે તમને ખૂબ જ માથું દ્વઃખતું હોય; ત્યારે કંઇક તમને મનગમતું કાર્ય પૂરી લાગણીથી, ગહનતાથી કરવા લાગી જાવ, તમારો માથાનો દુ:ખાવો ગાયબ થઈ જશે.
તમે જોશો કે તમે સતત જયારે માથાના દ્વઃખાવા તરફ જ ધ્યાન આપો છો, ત્યારે દ્વઃખાવો તમને સતત ચિંતા કરાવે છે. જે ક્ષણે તમે કોઈક બીજી બાબતમાં ગહનતાથી ખૂંપી જાવ છો, અને તમારા માથાના દુ:ખાવા તરફની જાગૃતતા છોડી દો છો, તમારૂં માથું સરળતાથી દુ:ખતું બંધ થઈ જાય છે. તમે જયારે ફકત તમારા માથાને યાદ કરો છો, ત્યારે જ તમને દ્વઃખાવો થાય છે. તમે જયારે કોઈ લાગણીમાં ઊંડા ખૂંપી જાવ છો, ત્યારે એજ લાગણી રહે છે અને તમારૂં અસ્તિત્વ ત્યાં જ અટકી જાય છે. આપણે જેને સંપૂર્ણતા કહીએ છીએ એ આ અર્થમાં.
તમારી જાતને ભૂલી જવાની, અદ્રશ્ય થઈ જવાનો, અનુભવ થોડી સેંકડો માટેનો હોઈ શકે છે. પરંતુ જો દરેક બાબત ગહન લાગણીશીલતા અને સમગ્ર બની જાય છે, તો આ અનુભવ તમે લાંબા સમય સુધી પણ કરી શકો છો! પછી તમે તમારી ઇચ્છાને તમારી મરજી પ્રમાણે ચાલુ બંધ કરી શકો છો. તમે બહાર જે કામ કરી રહ્યા હો છો તેનાથી તમે સ્વતંત્ર બની જાવ છો.
આવી જ રીતે તમે જ્યારે પ્રેમની ટોચ પર હો છો, ત્યારે તમને તમારી જાતનો અનુભવ થતો નથી. તમારાપણાંનો અનુભવ થતો નથી. ત્યારે તમારી આસપાસની દરેક બાબત અને દરેક વ્યક્તિ તરફ તમારામાંથી આપો આપ્ય પ્રેમનો પ્રવાહ વહેવા માંડે છે. તમે તમારી આસપાસની ખૂબ જ મોટી જવાબદારી ઉઠાવી લો છો. આ જવાબદારી લોકોની સેવા કરવાના તમારા અહમ્ માંથી નથી આવતી, પરંતુ તમારી આંતરિક શક્તિમાંથી જે ધોધનો પ્રવાહ છટે છે તેમાંથી આવે છે.
પ્રેમ અને જવાબદારી હંમેશા સાથે ચાલે છે. તમે જયારે પૂર્ણપણે ચાહો છો, ત્યારે જે હોય તેની સંપૂર્ણ જવાબદારી લઈ લો છો. લોકો એવું વિચારે છે કે સન્યાસીઓ જવાબદારીથી ભાગી છૂટેલાં હોય છે. મને કહેવા દો; તમે જયારે તમારા પોતાના કુટુંબની જવાબદારીમાંથી અવકાશ મેળવો છો, ત્યારે જ તમે વધારે મોટા કુટુંબની જવાબદારી ઉઠાવી શકો છો. પૂરી માનવજાતની, જે તમારા પોતાના કુટુંબ કરતાં લાખો ગણું મોટું કુટુંબ છે; તેની જવાબદારી ઉઠાવી શકો છો. લોકો આ વાત સમજતાં નથી અને દોષારોપણ કર્યા કરે છે.
તમે જેટલી વધારે જવાબદારી ઉઠાવો છો. એટલાં તમે વધારે વિસ્તરો છો. જવાબદારી કંઈક એવી બાબત છે કે જેને ખભા ઉછાળીને સરળતાથી ખંખેરી શકાય છે. પરંતુ જો તમે તેને ખંખેરી ન નાંખો અને તમારા ખભા પર જ ઉઠાવી રાખો તો, તમે વિસ્તરો છો અને તમારી અંદરથી આપોઆપ દિવ્ય શક્તિનો પ્રવાહ વહેવા લાગે છે. અને તમે જયારે આ શક્તિના પ્રવાહને છલકાઈને બહાર આવતો અનુભવો છો. ત્યારે અને વધારે જવાબદારીઓ ઉઠાવી શકો છો. હું મારા હીલર્સને તેમની મીટીંગમાં આજ કહું છું, કે તેમની આસપાસના સહન કરતાં અને દુ:ખી લોકોની જેટલી વધારે લઈ શકાય તેટલી વધારે જવાબદારી લઈને તેમને સાજા કરવાનો પ્રયત્ન કરો.
તમે જયારે એવું અનુભવશો કે તમારી આસપાસના દ્વઃખો માટે તમે જવાબદાર છો, ત્યારે તમે આપોઆપ એક યા બીજા રસ્તે તેને ઓછૂં કરવાનો પ્રયત્ન કરશો. મોટેભાગે લોકો એવું જ વિયારતા હોય છે કે તેઓ પોતાના ફુટુંબ માટે કરે છે તેટલું પુરતું છે. આ સંકોચાવાનો રસ્તો છે. વિસ્તરણનો નહીં. તમારે વિકસવા માટે વિસ્તરવું પડે છે.
તમે જયારે જવાબદારી સાથે ઊભા થાવ છો ,ત્યારે તમારી અંદરથી શક્તિ પ્રસારીત કરી શકો છો. તમે જયારે જવાબદારી ઉઠાવો છો, ત્યારે તમારા દ્વારા આપોઆપ અસ્તિત્વનો ઘોઘ વહે છે. લોકો કહેશે; "માસ્ટર હું મારા કુટુંબને યોગ્ય રીતે નિભાવી શકું તોય ઘણું છે." હું કહું છું : આ તમારી જાતની આસપાસ એક મર્યાદાની દિવાલ બાંધવાનું બહાનું છે; તમારી જાતને સંકોચવાનો રસ્તો છે." તમે બૌધ્ધ ધર્મની પ્રખ્યાત લીટીઓ સાંભળી હશે.
बौद्धं शरणं गच्छामि । धम्मं शरणं गच्छामि । संघं शरणं गच्छामि ॥
બુધ્ધમ્ શરણુમ ગચ્છામિ ધમ્મમુ શરણુમ ગચ્છામિ સંઘમુ શરણુમ ગચ્છામિ તેનો અર્થ છે : હું બુધ્ધને શરણે જાવ છું : હું ધર્મના શરણે જાવ છું; બુધ્ધના ઉપદેશના શરણે જાવ છ્રું : હું બુધ્ધે પેદા કરેલી સંસ્થાના શરણે જાવ છૂં.
બુધ્ધના અથવા કોઈ ગુરુના શરણમાં જવું ખૂબ જ સહેલું છે. તમારે તેના માટે કંઈ વધારે પડતું કરવું પડતું નથી. ગુરુઓ તેમની દિવ્યતાના, સદભાવના ગુણ માટે ખૂબ જ પ્રલોભક હોય છે. તેથી તેઓ તમને શરણમાં લેવા માટે તમારી પાસેથી કશું વધારે લેતાં નથી. લોકો મને જોતાંની સાથે જ કહે છે ; તે લોકોને મારામાં ચોક્કસ શ્રધ્ધા અને માન્યતા હોય છે - અમને શરણમાં લઈ લો. હું તેમને કહું છું આ કોઈ મોટી વાત નથી ! મારી અંદરથી બહાર વિસ્તરવાની અસ્તિત્વની શક્તિ તમને મારા તરફ ખેંચી લાવે છે. બસ આટલું જ !
પછીનું વિધાન છે : બુધ્ધના ઉપદેશના શરણે જાવ છું. આ પહેલાં કરતાં થોડું મુશ્કેલ છે. કારણ કે જે ક્ષણે તમે આ કહો છો, તમારે તેનોં અમલ કરવાનું શરૂ કરવું પડે છે ! દાખલા તરીકે હું તમને કહું દિવ્ય આનંદ મય બનો. આ મારો ઉપદેશ છે. પછી તમે શું કહેશો ?" ના ના માસ્ટર આ વ્યવહારૂ નથી …." સાફ સમજી લો. હું કકત વ્યવહારૂ જંદગી વિશે કર્શું જાણતો નથી. ના તમે ખોટા છો. હું એન્લાઈટેન્ડ છું અને કહેવાતી વ્યવહારૂ બાબતો જ કહું છું. તમે વિચારવાનું શરૂ કરી દો છો.
હું ફકત એવી જ બાબતો માટે કહું છુ ; જે તમારી રોજીદી જીદગીમાં બની શકે છે. હું જ્યારે કહું છું કે દિવ્ય આનંદ મય બનો, ત્યારે હું તમારી સાથે મારો અનુભવ વહેંચી રહ્યો છું. હું ફકત ઉપદેશના શબ્દો જ નથી કહેતો. પહેલાં આ વાત સમજી લો. જયારે હું દિવ્ય આનંદમય બનવાનું કહું છું, ત્યારે હું જે અનુભવી રહ્યો છું તે તરફ તમને લઇ જઈ રહ્યો છું. અને એ સંપૂર્ણ પણે વ્યવહારૂ છે. કારણ કે હું તમારી સામે જીવતો જ હાજર છું.
આગળ વધીએ, ત્રીજી લીટી કહે છે હું બુધ્ધે પેદા કરેલી સંસ્થાના શરણમાં જ્ઞવ છું. અહીં જ મુખ્ય મુશ્કેલી ઊભી થાય છે. આ માટે વ્યક્તિએ પોતાના માથે જબરદસ્ત જવાબદારી ઉપાડવાની જરૂર પડે છે.
સમજી ગયા : ગુરુઓ પોતાના શરીર કરતાં પોતે જાતે સ્વીકારેલા જીવન ધ્યેયમાં વધારે જીવતાં હોય છે. તેમના શરીરમાં ફકત ૩૦% શક્તિ હોય છે. બાકીની ૭૦% શક્તિ તેમના ધ્યેય અને ઉપદેશમાં હોય છે. આ જવાબદારી સાથે તેઓ જીવતા હોય છે.
હું લોકોને હંમેશા કહું છું : હું મારી શક્તિ હું જે ખોરાક લઉં છૂં તેમાંથી નથી મેળવતો, હું મારી શક્તિ મારા જીવન ધ્યેયમાંથી, મારી ચળવળમાંથી મેળવું છું.
ગુરુઓ ક્યારેય પોતાની અતુપ્ત વાસનાઓ પૂરી કરવાં માટે અથવા તેમનાં કર્મોને લીધે જન્મ નથી લેતાં. કારણ કે તેમને કોઈ કર્મ બંધનો હોતાં જ નથી. તેઓ નિર્ભેળ કરૂણા, શુધ્ધ પ્રેમથી લોકોમાં દિવ્યતાની જયોત પ્રગટાવવા માટે જન્મ લે છે. ગુરુઓની લાંબી આવરદા તેમનાં મિશનની તીવ્રતા અને ઝડપ માટે દઢનિશ્ચથી હોય છે. અને તેમનો જન્મ લેવાનો આજ મુખ્ય હેતુ હોય છે.
ગુરુઓ તેમના શરીર કરતાં તેમના શબ્દો અને તેમની ચળવળમાં વધારે જીવતાં હોય છે. આટલા માટે હું હંમેશા કહું છું; મારા સ્વરૂપને છોડી દો અને મારી અંદરની શક્તિ સાથે લાગણીશીલ બનો.
પરંતુ તમે શું કરો છો ? તમે હંમેશા મારી કોણી પકડી રાખવાની કોશિશ કરો છો ! મારૂં કાર્ય હકીકતમાં જે તમારૂં જ કાર્ય છે, તે કરવાને બદલે મારો છેડો પકડીને મારા શરીર સાથે રહેવા માટે પાછળ પાછળ ફર્યા કરો છો. હું જે કહેવા માંગુ છૂં તે તમે ક્યારેય સમજતા નથી.
આ સમજી લો કે તમે જયારે દિવ્ય હેતુ માટે કામ કરો છો ત્યારે તમે બે બાબતો કરતાં હો છો. પહેલી છે : તમારા પોતાનાં આધ્યાત્મિક ઉત્કર્ષ માટે મેડિટેશન અને બીજી જવાબદારી સાથે સમાજ સેવા. બીજી તો ફકત આપોઆપ થતી પેદાશ છે. તમે જયારે કામ કરતાં હો છો, ત્યારે તમારામાં જે પરિવર્તન આવે છે, તેથી હકીકતમાં મારૂં જે કામ છે, તમે તે જ કરો છો.
મારૂં કામ તમને સતત પરિવર્તન કરવાનું છે અને તે વિવિધ રસ્તે બનતું રહે છે. તેમાંનો એક રસ્તો એ છે કે તમે મારા મિશનનું કામ કરો. હું જે કહેવા માંગુ છૂં, તે તમને સમજાય છે ?
માટે આનંદથી જવાબદારી ઉઠાવી લો ! તમે જયારે ઉપલક દષ્ટિએ ઊંચી જવાબદારીઓનો સામનો કરો છો, ત્યારે પણ તમે સંમતિસૂચક તમારૂં માથું નમાવો છો. કોઈપણ પ્રકારના પ્રતિકાર વગર માથું નમાવવું પણ પુરતું છે. બાકીની સંભાળ અસ્તિત્વ પોતે જ લે છે.
તમે પ્રખ્યાત હિન્દુ મીઠાઈ મૈસુર પાકનું નામ સાંભળ્યું છે ? તે દેખાવમાં ભારે લાગે છે પણ મોંમા મકતાંની સાથે જ ઓગળી જાય છે. અને નવી શક્તિનો સ્ત્રોત ખુલી જાય છે. આવી જ રીતે તમે જયારે કોઈ જવાબદારી સ્વીકારવા સંમત થાવ છો કે, તરત જ તેને પાર પાડવા માટેની શક્તિ તમારામાંથી પેદા થાય છે. જવાબદારી ઉપાડવાની દરેક ક્રિયા તેને માટે જરૂરી શક્તિ તમારામાંથી બહાર લાવે છે. આજ તમારા અસ્તિત્વની પ્રેમશક્તિ છે. જેને તમારે તમારી અંદર શોધવાની છે.
જવાબદારી ઉઠાવવા માટે તમારે સમગ્ર અસ્તિત્વને ભેદભાવ વગર પ્રેમ કરવાની જરૂર હોય છે. જ્યારે તમે ભેદભાવ વગર પ્રેમ કરો છો, ત્યારે તમે ભેદભાવ વગર જ જવાબદારી ઉઠાવી શકો છો. જવાબદારી ખેલદિલીપૂર્વક પ્રતિભાવ આપવા સિવાય બીજું કર્યું નથી. જયારે તમે, વિચાર્યા વગર, તમારી અંદરની ખેલદિલીથી. કોઈપણ બાબતને પ્રતિભાવ આપી શકો છો; ત્યારે તમે પહોંચી ગયા છો ! સફળ થઈ ગયા છો !
યસ ... હજુ કોઈ પ્રશ્ન છે ? "માસ્ટર હું પ્રેમાળ બનવા માગું છું, પરંતુ હું જતું કરી શકતો નથી …."
સંપૂર્ણ પ્રેમાળ બનવું એ અહમુ માટે બહુ મોટો પડકાર છે. સંપૂર્ણ પ્રેમાળ બનવું, એટલે સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપ બની જવું. અહમુ માટે આ મહાન મુશ્કેલી છે. તમે અત્યારે ટૂકડાઓમાં વહેંચાયેલા છો. તમે જયારે વિભાજીત હો છો ત્યારે તમે વિવિધ ટૂકડા સાથે રમો છો. અને છટકી જાવ છો. બસ. આટલૂં જ. પ્રેમાળ બનવાનો અર્થ છે, એકસૂત્રી બનવું. અખંડ બનવું. તમે જયારે એકસૂત્રી બનો છો, અખંડ બનો છો, ત્યારે તમે પૂર્ણતાથી વિકસો દર્શો.
પરંતુ અખંડ બનવા માટે તમારે મરીને નવો જન્મ લેવો પડે છે. તમે વિશાળ સ્વસંત્રતાનો અનુભવ કરશો, તમારી જાતને અંદરથી મુક્ત થયેલી અનુભવશો. તમારે જતું કરવાની હિંમત કેળવીને પ્રેમાળ બનવાની જરૂર છે. પ્રથમ પગલાં માટે તમે ગહનતાથી અંદરથી જ્ઞગૃત થઈ જાવ : પછી તે આપોઆપ બનશે. જાગૂતતા તાળું ખોલવાની ચાવી છે.
સમજી ગયા. તમે જ્યારે નામ અને સ્વરૂપથી પર થઈને પ્રેમાળ બનો છો. ત્યારે કર્શું જ ગુમાવતાં નથી સિવાય કે; તમે જે નથી. તમારો જે બ્રમ છે તેને જ ગુમાવો છો. અને તમે જે મેળવો છે. તે તમારી વાસ્તવિકતા છે. માટે જયારે તમારી જાતને સમગ્રમાં ઓગાળો ત્યારે ડરો નહીં અને પૂરી શ્રધ્ધા રાખો.
સંપૂર્ણ અસ્તિત્વ અને તમારી વચ્ચેની એકરૂપતાને ક્યારેય અવગણો નહીં. બસ, જતું કરો અને તમારી અંદર થતાં પરિવર્તનનું નિરીક્ષણ કરો. પછી તમને ખ્યાલ આવશે કે તમે કેવી મૂર્ખતાથી તમારા અહમુને પકડીને બેઠાં હતાં; પછી તમને ખ્યાલ આવશે કે તમે અહમૂના મહોરાં પાછળ હતાં ત્યારે તમે કેટલું બધું ગુમાવી દીધું છે.
અને સમજી લો. સાચો પ્રેમ ક્યારેય ગણતરીઓ કરતો નથી. મગજ ગણતરીઓ કરે છે. હૃદય ગણતરીઓ કરતું નથી. આ જ સમય છે, તમારે મગજમાંથી હૃદય તરફ જતાં રહેવાનો. તમે તમારા મનને પુરતું સાંભળી લીધું છે. અત્યારે જ નક્કી કરો, અને હવેથી હૃદયને સાંભળો. પછી તમે દિલગીર નહીં હો. તમે જયારે તમારા હૃદય સાથે જીવતા હશો, ત્યારે તમને કોઈ બાબત દિલગીર બનાવી નહીં શકે. કારણ કે તમે એટલી પૂર્ણતા સાથે જીવો છો એટલી સમગ્રતાથી જીવો, છો કે અધૂરપનો અહેસાસ થતો જ નથી. અને દિલગીરીને અવકાશ હોતો નથી.
તમે તમારા મનને સાથે રાખીને પ્રેમનો અનુભવ ક્યારેય કરી શકો નહીં. તમે ફકત હૃદયથી જ તેનો અનુભવ કરી શકો. પ્રેમનો અનુભવ તમારી જાતના મૂળભૂત કેન્દ્રમાં થવો જોઈએ. તમારી જાતનું કેન્દ્ર પૂર્ણપણે શાંત હોય છે; તે કોઈ શબ્દો કે વિચારોને જાણતું નથી. કોઈ વિચાર તેને ભેદીને તેમાંથી સોંસરવો નીકળી શકતો નથી. તે પ્રેમની ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજતું નથી.
એટલા માટે જ દરેક ગુરુઓ વારવાર તમને કહે છે કે, તમારી જાતને શોધવા માટે તમારી અંદર જ ઊંડા ઉતરો. આ કેન્દ્ર જ તમારો સાચો સ્વભાવ છે. આ જ ખરા 'તમે' છો. પરંતુ તમે તમારી જાતને વિવિધ જગ્યાઓ અને સંબંધોમાં શોધો છો અને દરેક વખતે સતત ચૂકતા રહો છો. આ સમયે તમે અદંર જોયું છે, આ સમયે તમે બહાર જોવાનું બંધ કર્યું છે. અત્યાર સુધી તમે તમારી જાતને ખોટે માર્ગે દોરી છે. તે ઘણું છે. હવે આ સમયે જ સાચા રસ્તે આગળ વધો.
આપણે સતત પ્રેમ વિશે જ વાતો કરીએ છીએ, કારણ કે આપણે તેને ચૂકી ગયા છીએ; કારણ કે આપણને તેના સ્વાદની ખબર જ નથી. આ આવું છે : જયારે માણસ તરસ્યો હોય છે, ત્યારે બધો જ સમય પાણી વિશે જ વાતો કરે છે. તેનાં જ સ્વપ્ના જુએ છે. જે ક્ષણે તેની તરસ છીપી જશે, તે તેના વિશે વાત કરવાનું બંધ કરી દેશે. આપણે જતું કરીને સાચા પ્રેમનો અનુભવ લેવાની જરૂર છે. એ પ્રેમ, જે આપણને સમગ્ર સાથે એકટપ બનાવે છે. અને પછી આપણે તેના વિશે વાતો કરવાનું બંધ કરી દઈશું.
અસ્તિત્વ હાથ ફેલાવીને, તમારી આસપાસ ફરીવળીને, તમને તેની અંદર ઓગાળી દેવા માટે તમારી રાહ જોઈ રહ્યું છે. પરંતુ જો તમે જતું કરવા તૈયાર હો તો. ખુલ્લા હૃદયે જતું કરવાની હિંમત કરો. તમે અસ્તિત્વને મળીને તેમાં એકરૂપ બની જશો.
તમે જયારે અસ્તિત્વને પ્રેમપૂર્વક ભેટવા માટે તૈયાર હો છો, ત્યારે તમે ઉયા વિમાનમાં વિહાર કરતાં હો છો; પૂર્ણ જાગતતાના વિમાનમાં. તમે એવા અવકાશમાં પ્રવેશો છો, કે જેને તમે કદી જાણ્યું પણ નથી. અસ્તિત્વ સાથે તમે હંમેશા વિકસતા રહો છો.
પ્રેમ હકીકતમાં પૂર્ણ શરણાતિ છે. પરંતુ આપણામાંના મોટાભાગના માટે તે લડાઈ બની જાય છે. આપણે આપણી જાત સાથે લડીએ છીએ અને અસ્તિત્વ સાથે પણ લડીએ છીએ. હું જ્યારે શરણે થવાનું કહું છું, ત્યારે મારો હેતુ પરાણે માની લઈને શરણે થવાનો નથી. પરંતુ ગહન સમજણ સાથે શરણે થવાનો છે. તમે જ્યારે માની લઈને શરણે થાવ છો. ત્યારે તમે સમાધાન કરો છો. પ્રેમ ક્યારેય સમાધાન બની શકે નહીં. આ વાત સમજી લો, જે ક્ષણે તમે સમાધાન કરો છો, તમે પ્રેમ કરતાં નથી. તમે જ્યારે પૂરી સમજણપૂર્વક ઓગળી જાવ છો. ત્યારે તમે જ પ્રેમ બની જાવ છો.
તમે જ્યારે ગુરુ સાથે હો છો, ત્યારે પ્રેમ શોધવાની જીવનભરની તક હોય છે; તમારી પાસે મરીને પણ સાચા પ્રેમ સાથે પુનજીર્વિત થવાની તક હોય છે. ગુરુની હાજરીથી તમારી અંદર જે પ્રક્રિયા બને છે, તેનાથી તમે મરીને સાચા પ્રેમ સાથે નવો જન્મ લઈ શકો છો. આ માટે તમારે મરીને તેમનામાં ઓગળી જવાની જરૂર હોય છે. તમે જયારે આ માટે તૈયાર હો છો; તમારામાં આ કરવાની હિંમત હોય છે; તમે સંપૂર્ણ જાગૃતતામાં છલાંગ લગાવવા તૈયાર હો છો; ત્યારે ગુરુની હાજરીમાં પર્ણ પ્રેમ સાથે તમારો નવો જન્મ થાય છે.
પ્રેમ કોઈ પદાર્થ નથી; તે આત્મલક્ષી અનુભવ છે. જે તમે છો. તમે પ્રેમ બની જાવ છો. બસ, પછી તમે કોઈ પણ કારણ વગર પ્રેમ કરવાનું શરૂ કરો છો. તમે વૃક્ષોને, ધૃથ્વીને, સમગ્ર અસ્તિત્વને પ્રેમ કરો છો. તમારમાંથી બસ, પ્રેમ પ્રસારીત થયા કરે છે. પછી તમે સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપ બની જાવ છો. બધી જ સીમાઓ અદરય થઈ જાય છે. અને તમે અસ્તિત્વમાં ભળી જાવ છો.
તમે સમજો. તમે જયારે પ્રેમમાં વિકસો છો. ત્યારે તમે દરેક દરેક વ્યક્તિને સામેલ કરવાનું શીખી જાવ છો. તમે જ્યારે ગુરુને જુઓછો, ત્યારે સમજી શકો છો કે તેઓ કેટલા ઘેરાયેલા હોય છે. તે કોઈ વ્યક્તિને બાકાત રાખતા જ નથી. તે કોઈમાં અપૂર્ણતા જોતાં જ નથી. તેઓ શુધ્ધ પ્રેમ હોય છે. બસ. અને શુધ્ધ પ્રેમ અપૂર્ણતાઓ જોતો નથી.
અસ્તિત્વ શુધ્ધ પ્રેમ છે. અને સમાજ હંમેશા શુધ્ધ પ્રેમની વિરુધ્ધમાં હોય છે. ખૂબ ઊંડાણમાં હકીકતમાં સમાજ, અસ્તિત્વ અથવા ભગવાનની વિરુધ્ધમાં હોય છે. તેની બધી જ ભક્તિ માત્ર પાખંડ હોય છે. તે ભક્તિને નામે પોતાને છુપાવે છે. કોઈપણ બાબતને ઊંડાણ પૂર્વક ન અનુસરવા માટેનો સારામાં સારો રસ્તો તેની ભક્તિ શરૂ કરી દેવાનો છે ! સમાજ ભક્તિના નામે છટકીને ભાગી જાય છે. તમે જયારે ભક્તિ કરો છો ત્યારે તમારે બીજુ કર્યું કરવાની જરૂર રહેતી નથી ! લોકો તમને કોઈ તકલીફ નહીં પહોંચાડે, કારણ કે તમે ભક્તિ કરો છો ! પરંતુ તે વખતે તમારી અંદરની જગ્યામાં શું બનતું હોય છે ? કોઈ વિકાસ થતો નથી અને એ જેમ હતું તેમજ રહે છે.
જો તમે જતૂં કરશો અને દરેક વનસ્પતિ અને પ્રાણીઓને અસીમ પ્રેમ કરશો, તો સમાજ તમને સ્વીકારશે નહીં. તે કહેશે તમે પાગલ થઈ ગયા છો. સમાજ ફકત સામાજીક પ્રેમ, આપવા અને લેવાથી નિયંત્રિત થતો પ્રેમ, કારણોથી થતો પ્રેમ જ સ્વીકારશે.
એક નાની વાર્તા : (Part 3)
પરંતુ હું તમને કહું છું : છોડી ન દો. તમારા પૂરા હૃદયથી પ્રેમ કરવાનું ચાલુ રાખો. બધામાં અસ્તિત્વને જુઓ. વનસ્પતિને કોમળતાથી તમારામાં અનુભવો. પ્રાણીઓને તમારાં પોતાનાંજ છે તે રીતે જુઓ. દરેક માનવીને ભગવાનના અંશરૂપે જુઓ. આ જ સાચી ભક્તિ છે. મંદિરમાં ભગવાની ભક્તિ કરવી તો ખૂબજ સહેલી છે. દરેક બાબતને ભગવાન સ્વરૂપે જોવી તે જ સાચી ભક્તિ છે ! તમારા પાડોશીને પણ ભગવાનરૂપે જોવો તે સાચી ભક્તિ છે.
લોકો ક્યારેય કોઈ બાબતના મૂળ સુધી જતાં જ નથી, આજ સમસ્યા છે. ભગવાનનું મૂળ પ્રેમ છે. ભગવાનનું મૂળ તેને દરેક બાબતમાં રહેલો જોવો તે છે. લોકો મૂળ સુધી જતાં ડરે છે. અને તેથી તેઓ ઉપર છલ્લી બાબતોમાં પડી રહીને પોતાની જાતને છેતરે છે. તેમની જીંદગીનાં ચોક્કસ ખિદ્દુઓની બહાર જઈને વિસ્તરવાની તેમનામાં હિંમત નથી હોતી. આને લીધે જ તેઓ તેમને પોતાને પણ વિસ્તરવા નથી દેતાં. તેઓ તમને કહે છે કે; અમે શોધ્યું છે તેજ સત્ય છે. તેઓ તમને કહે છે; અમે જેટલું કહીએ છીએ તેને અનુસરો એટલું પૂરતું છે.
પ્રેમમાં અને દરેક બાબતમાં ઊંડાણમાં ઉતરવા માટે હિંમત જોઈએ. તમે જે કાંઇ જુઓ છો તે બધાની વચ્ચે તમને અસ્તિત્વનો એક જ સામાન્ય તાર દેખાશે. તમે આપોઆપ બધાંને કોઈપણ મુશ્કેલી વગર ચાહવા લાગશો. કારણ કે તમને દરેક બાબત અને દરેક વ્યક્તિમાં ફકત એક જ અસ્તિત્વ સંકળાયેલું દેખાય છે.
અલબત્ત તમારે તમારી અંદર આ પરિવર્તન થવા દેવું જોઈએ, ફકત પછી જ આવું બનશે. જો કોઈપણ ફરક પડે છે. તો તે તમારી જાગૃતતામાં પડે છે. પ્રેમ એક જ એવી બાબત છે કે જેમાં તમને, તમે અસ્તિત્વના જ એક ભાગ લાગો છો. તેવો અનુભવ કરાવે છે. પ્રદ
તમે વરસોના વરસો સુધી ભગવાન અને અસ્તિત્વની વાતો કરી શકેતુ તેનો હજુ પણ અનુભવ કરી શકતાં નથી. અલબત્ત તમારો અહમુ સુંદર અને મજબૂત બનશે. કારણકે તમને લાગશે કે તમે ભગવાન વિશે ઘણું બધું જ્રાપો છો. પરંતુ તમે અંદર જોશો, ત્યાં કોઈ ઠોસ અનુભવ નહીં હોય. અને તમને ઠોસ અનુભવ ના હોવાથી તમે શબ્દોમાં જકડાઈ જાવ છો. કારણ કે જો તમે વાત કરવાનું બંધ કરી દો, તો તમારી પાસે કશું જ બચતું નથી. તમને મજા આવતી નથી.
અસ્તિત્વ તરફ પ્રેમનો અનુભવ કરવા માંડો અને તમને તમારી દરેક નાની બાબતોમાં ભગવાનનો અનુભવ થવા માંડશે. કારણ કે અહીં તમે બધા હાજર છો. હું તમારા માટે જ કહું છું. જો તમે અહીં નહોત તો હું આ વડલાના ઝાડ સાથે વાત કરત. અને બીજા બધા છોડવાઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખત ! અહીંનું દરેક પાંદ્ડ્રું મારી સાથે વાત કરે છે અને આ જ સાચા પ્રેમની ભાષા છે !
લોકો તમને કહે છે કે તમે પ્રાણીઓની સુધરેલી આવૃત્તિ છો. સ્પષ્ટતાથી સમજી લો. પ્રાણીઓ નથી. આ પૂથ્વી પરનો અણુએ અણુ દિવ્યતાનો અંશ છે, અસ્તિત્વનો ભાગ છે. જો તમે આ સ્પષ્ટતાથી સમજી લો તો તમને તમારી આસપાસની બધી જ વસ્તુઓ પ્રત્યે લાગણી થવા માંડશે.
તમારા શરીરને પ્રેમની જરૂરીયાત નથી. પણ તમારી જાતને પ્રેમ એક એવું સાહસ છે, જેમાં તમે તમારૂં વિસર્જન કરવા જઇ રહ્યા છો. 'તમે' જ્યારે નથી હોતા ત્યારે પ્રેમ હોય છે. આપણામાં 'હું નથી' થવાની હિંમત નથી હોતી, તેથી આપણે 'હું' ને પકડી રાખીએ છીએ. જે આપણને જિન – શરતી પ્રેમ કરતાં રોકી રાખે છે.
જે લોકો વિસર્જીત થવાનું સાહસ કરે છે, સમગ્રનો અનુભવ કરવાનું સાહસ કરે છે, તેઓ ખૂબ જ બહાદુર છે. તમે જે સામાન્ય પ્રેમને જાણો છો, તે તો ફકત ચાર દિવાલ વચ્ચેની લડાઈ છે. તમે સંપૂર્ણ સલામત રહીને લડો છો. સાચો પ્રેમ તો, ખુલ્લી શેરીઓમાં, કડકડતી ઠંડીમાં લડીને જીતવું તે છે. તમે જયારે ચાર દિવાલોની વચ્ચે લડો છો, ત્યારે તમે સલામત જરૂર હો છો. પરંતુ તમે મરેલા હો છો. તમે જીવા હો છો. તમે જયારે ખુલ્લી શેરીઓમાં લડવા તૈયાર હો છો, ત્યારે તમે જીવનથી ભરપૂર અને જીવંત હો છો.
ફરી વખત સમજી લો. તમારે ખુલ્લામાં લડવાનો ડર રાખવાની જરૂર નથી. તમે જો એ સમજીને લડશો કે અસ્તિત્વની કરૂણામય આંખોની નીચે તમે લડી રહ્યા છો તો તમને ડર નહીં લાગે. કારણ કે જો તમે પડી જાવ છો, તો પણ તમે અસ્તિત્વના ખોળામાં જ પડો છો ! પરંતુ તમારી ઊભા થવાની અને લડવાની હિંમત હોવી જોઈએ. આ એક પગલું છે, જે તમે તમારા તરફથી ભરી શકો છો. પછી અસ્તિત્વ જ સંભાળી લેશે.
આવું બનશે. જો તમે જાણવા માટે ઉત્સુકતા કરતાં કંઇક થોડાં વધારે હશો. એકલી ઉત્સુકતા પુરતી નથી. જો તમે ફકત ઉત્સુક હશો. તમે આવશો, ખોટી પ્રણય ચેષ્ટા કરશો અને બહાર જતાં રહેશો. જો તમે ઉત્સુક કરતાં કંઈક વધારે હશો; જો તમારામાં એકાદ વખત પણ બળભળતી ઇચ્છા સપાટી પર આવી હશે; તો તમે સત્યને જાણવાનું અને અનુભવવાનું શરૂ કરી દેશો. જો તમે ફકત ઉત્સુક હશો, તો તમારામાં સાચી ભક્તિ અથવા સમર્પણ ભાવના નહીં હોય. જો ત્યાં આગ હશે, તો ત્યાં ભક્તિ અને સમર્પણ ભાવના તમને વારંવાર અહીં ખેંચી લાવશે.
તમે અહીંથી દૂર ભાગી જવાનો ગમે તેટલો પ્રયાસ કરશો, પણ તેમ નહીં કરી શકો, તમે મારાથી કદાચ થોડા દૂર રહી શકશો. પરંતુ તમારી અંદરની બળબળતી ઇચ્છા, તડપ તમને વારવાર મારા તરફ ખેંચી લાવશે. સાચો પ્રેમ શોધવા માટે તમારામાં તીવ્ર ઉત્કંઠા હોવી જોઈએ.
બદલામાં કંઈ મેળવવાની ભાવના વગર, જેટલો કરી શકો તેટલો પ્રેમ કરો. કારણ માટે પ્રેમ કરવો તે પ્રેમ નથી: તે ફકત ધંધાદારી સોદો છે. તમે જયારે કારણ વગર પ્રેમ કરી શકો છો, તમે જ્યારે તમારા રસ્તામાં કોઈપણ વસ્તુ કે કોઈપણ વ્યક્તિ આવે તેને પ્રેમ કરી શકો છો. ત્યારે તમે તમારી અંદરથી અદભૂત શક્તિ સુંદરતા બહાર વહેતી મૂકો છો. તમે શારીરિક રીતે સુંદર હો કે નહીં તમે અદુભૃત સુંદર દેખાવ છો.
એક વધારે વાત : એવું ન વિચારતા કે બિનશરતી પ્રેમ તમને વળતરમાં કશું જ નથી આપતો. તે તમને હજારો રસ્તેથી દરકે બાબત આપે છે. પરંતુ એ વસ્તુઓને તમારી તરફ આવતી જોઈને તમારી મોજુદગીને ખૂલવા દેવી જોઈએ. અને તેનાથી અલિપ્ત રહેવું જોઈએ. અને પ્રેમને ખાતર પણ સતત પ્રેમ કરવાનું ચાલુ રાખવું જોઈએ. તમારૂં જ્ઞાન તમને વસ્તુઓ મળતી બતાવશે અને એજ જ્ઞાન તેમાંથી અલિપ્ત રહેવામાં દિવ્ય આનંદ અપાવશે.
તમારા હૃદયમાં ક્રાંતિકારી ફેરફાર થશે અને તમે એક નવા જ વ્યક્તિ બની જશો. તમે તમારામાં ફેરફાર જોશો તેથી, બીજા લોકોમાં પણ ફેર પડેલો જોઈ શકશો. લોકોને તમારા પ્રત્યે નવા જ પ્રકારનું માન ઉપજરો. તેઓ જોશે કે તમે તેમની અંદર કંઇક ન સમજાય તે રીતે ખીલી રહ્યા છો. તમે જે શક્તિ પ્રસારીત કરો છો તેનો તેઓ અનુભવ કરી શકશે.
બિનશરતી પ્રેમ કરવા માટે તમારે મુક્ત રહેવું જરૂરી છે. તમે જયારે મુક્ત અને સ્વાધીન હો છો, ત્યારે તમે ચિંતા અને કારણ વગર પ્રેમ કરી શકો છો. સ્વતંત્રાનો મારો અર્થ શું છે ? જાતિ, સંપ્રદાય, ધર્મ, કુટુંબ સગા સંબંધીઓ અને એવી બીજી બધી બાબતોથી તમે બંધાયેલા ન હોવાં જોઈએ. કારણ કે તમે જો આ બધાથી બંધાયેલા રહેશો, તો તમારો પ્રેમ પણ બંધાયેલો રહેશે. અને બંધાયેલો પ્રેમ હોતો નથી. તમે મર્યાદાઓ સાથે કઈ રીતે પ્રેમ કરી શકો ? તે પ્રેમની મૂળભૂત વ્યાખ્યાથી વિરુધ્ધ છે.
હું એમ નથી કહેતો કે; તમારે તમારૂં ફરૂંબ, ધર્મ વગેરેને ભૂલી જવા જોઈએ. બસ, પ્રેમને આ બધાના સંદર્ભમાં ન જુઓ. બસ, આટલું જ. તમે જયારે પ્રેમ કરો, ત્યારે તમે સંપૂર્ણ મુક્ત થઈ ગયા છો તે રીતે પ્રેમ કરો. તમને મુક્ત થયાનો અનુભવ ક્યારે થાય છે ? જયારે તમે આ બધી જ વસ્તુઓથી મુક્ત હો છો; જયારે તમે તમારી ઓળખાળ કોઈ ચોક્કસ બાબત સાથે નથી આપતાં; તમે જયારે એવું વિચારો છો કે તમે સમગ્ર અસ્તિત્વ સાથે સંકળાયેલા છોઃ પછી તમે કોઈપણ સીમાઓ વગર પ્રેમ કરી શકો છો.
હું લોકોને હંમેશા કહું છું : જો તમે મારો પ્રેમ એક બીજામાં અનુભવી શકશો તો પછી તમને સાયા પ્રેમની ઝલક મળશે જ. કારણ કે મેં જેમ તમને કહ્યું કે મને પ્રેમ કરવો ખુબ જ સહેલો છે ! પરંતુ એવો જ પ્રેમ તમે અનુભવી શકો જેવો તમે મારા પ્રત્યે અનુભવો છો. અને એવો જ પ્રેમ બીજા ભક્તો સાથે પણ અનુભવી શકો, તો પછી તમે સાચા પ્રેમની દોરી પકડી લીધી છે. પછી તમે દરેક બાબતમાં સમગ્ર અસ્તિત્વને અનુભવવાનું શરૂ કરી દીધું છે; પછી ધીમે ધીમે તમે દરેકે દરેક બાબત અને દરેકે-દરેક વ્યક્તિને અસ્તિત્વના અંશ તરીકે સ્વીકારવા આગળ વધી રહ્યા છો.
યસ… આપણે હવે સરળ અને ખૂબ જ અસરકારક મેડિટેશન પધ્ધતિ કરવા જઈ રહ્યા છીએ જે મહામંત્ર મેડિટેશન કહેવાય છે તે અનાહતા ચક્ર માટે છે.
મહામંત્રા મેડિટેશન (Mahamantra Meditation)
(સમય : ૩૦ મિનિટ)
મહામંત્ર મેડિટેશન પ્રાચીન તિબેટીયન બૌધ્ધતિ છે. જે હૃદયના વિસ્તારમાં આવેલા 'અનાહતા ચક્ર'ને જાગૃત કરે છે. આ મેડિટેશનથી તમારૂં મન સ્થિર અને મજબૃત બને છે. તમારૂં મન હંમેશા વિચારોમાં આમથી તેમ ઝૂલતું રહે છે. આ મેડિટેશન તમને અન્મનની સ્થિતિમાં લઈ જાય છે. અને મનને સ્થિર કરે છે. આ (જંપીંગ બોર્ડ) કુદકો મારવાના પાટીયા પરથી અનંતતામાં છલાંગ મારવા જેવું છે.
આ મેડિટેશન તમારી અંદરથી શક્તિનો પ્રવાહ પેદા કરે છે. આ પધ્ધતિથી તમે તમારી અંદરની શક્તિથી છલોછલ થઈ જાવ છો જેથી તમે બીજા લોકો તમારી તરફ ધ્યાન આપે એવું ઇચ્છવાનું બંધ કરીને, તમારી છલકતી શક્તિથી બીજાને પ્રેમ આપવાનું શરૂ કરો છો. મેડિટેશન દરમ્યાન તમારી અંદર પેદા થયેલી શક્તિનો આ પધ્ધતિ સંગ્રહ કરવામાં મદદ કરે છે.
આ મેડિટેશન ભખ્યા પેટે અને વહેલી સવારે કરવું જોઈએ. અથવા જમ્યા પછી બે કલાક બાદ જ કરવું જોઈએ. તે એકલા અથવા જૂથમાં પણ કરી શકાય છે. જ્યારે જુથમાં કરવામાં આવે છે ત્યારે જે જગ્યામાં કરો છો તે જગ્યાને શક્તિના તરંગોથી ભરી દે છે.
હું તમને મહામંત્ર મેડિટેશનની પધ્ધતિ સમજાવું છૂં.
પલાંઠી વાળીને અનુકૂળ સ્થિતિમાં નીચે બેસો. તમારૂં માથું ગરદન અને કરોડરજજુ સીધી લીટીમાં રહેવાં જોઈએ. જે લોકો જમીન પર ન બેસી શકતા હોય, તેઓ ખુરશી પર બેસી શકે છે. રીલેક્સ થઈને આંખો બંધ કરી દો. આંખો બંધ થવા છતાં પણ પોપચાંની પાછળ આપણે કલ્પના ચિત્રો જોઈએ છીએ. તેને બંધ કરવા માટે એવી કલ્પના કરો કે આંખોના પોપચાં પથ્થર જેવાં થઈ ગયાં છે. માનસિક દબાણ આપીને તેને સખત બનાવી દો. પછી છાપો ભુંસાઈ જશે. આપણી આંખોનું હલનચલન આપણાં મનમાં ચાલતા વિચારો સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. તેથી જ તમને આંખના ડોળાઓને ફરતા બંધ કરી દેવાનું કહ્યું છે. તેને બંધ રાખવા માટે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. મેડિટેશનની ક્રિયા ચાલુ રાખો.
તમારા બન્ને હોઠ બંધ રાખો અને અંદરથી (Humming) હમમ …… નો અવાજ કરો. તમે એલ્યુમિનિયમના વાસણની અંદર મોં રાખીને અવાજ કરો, ત્યારે જેવો અવાજ આવે છે તેવો અવાજ હશે. ધ્યાન રાખો આ હમ … કે ઓમ ... નો ઉચ્ચાર નથી. આ ફકત હોઠ બંધ રાખીને મ... નો અવાજ છે. બીજો શાસ લો તે પહેલાં હમીંગ જેટલું લંબાવી શકાય તેટલું લંબાવવાનું છે. તે જેટલું ઉડાણથી, નાભિના કેન્દ્રથી કરી શકાય તેટલું અને જેટલું મોટેથી કરી શકાય તેટલું કરવાનું છે.
દરેક અવાજ પછી ઊંડો શ્વાસ લેવાનો પ્રયાસ ના કરો. શરીરને જયારે જરૂર પડશે ત્યારે તે પોતે જ શ્વાસ લઈ લેશે. બિલકુલ તણાવવમાં ન આવો. તમારી પૂરી જાત અને શક્તિ આ ધ્રુજારી પેદા કરવામાં લગાડી દો. ફકત હમીંગ બની રહો. તમારા પૂરા શરીરને હમીંગની ધ્રૂજારીથી ભરી દો. થોડા સમય પછી તમને લાગશે કે તમારા કોઈપણ પ્રયાસવગર હમીંગ ચાલી રહ્યું છે. અને તમે ફકત તેને સાંભળનાર બની ગયા છો.
૨૦ મિનિટ પછી હમીંગ અટાકવી દો. જો તમે કેસેટ સાંભળતા હશો તો તે તમને સ્ટોપ કહેશે તરત જ અટકી જાવ.
હમીંગ બંધ કર્યા પછી તમારી આંખો બંધ રહેવા દઈને, મુસ્કુરાતા ચહેરે, આનંદી મૂડમાં શાંતિથી નિષ્ક્રીય ૧૦ મિનિટ સુધી બેસી રહો. મનમાં જો કોઈ વિચાર આવે, તો ફકત તેને જેમ તમે ટી.વી. જુઓ છો તે રીતે જોતા રહો. તેનો કોઈ પ્રતિકાર ન કરો, અભિપ્રાય ન આપો. સાક્ષી બની રહો. શાંત અને આનંદપૂર્ણ બની રહો. આ સમય દરમ્યાન ૨૦ મિનિટ હમીંગ કરવાથી જે શક્તિ પેદા થઈ હશે તે તમારી અંદર પ્રવેશીને ખૂણે ખૂણાને પૂરેપૂરા શુધ્ધ કરી નાં ખશે .
(જુથમાં સંગીત સાથે પ્રેક્ટીસ કરવામાં આવે છે.)
ઓમ શાંતિ શાંતિ શાંતિ ધીમેથી, ખૂબજ ધીમેથી આંખો ખોલો. આ શાંતિ તમારી સાથે લઈ જાવ.
આપણે બીજી બેઠકમાં મળીશું
પ્રકરણ - ૪ ચિંતાઓ વગર જીવવં.
આપણે હવે બીજા 'ચક્ર' વિશે જાણવા જઈ રહ્યા છીએ. 'મણિપુરકા ચક્ર' તે નાભિના વિસ્તારમાં આવેલું છે.
સંસ્કૃતમાં 'મણિપુરકા' નો અર્થ થાય છે. 'રત્નોનું નગર'
આ ચક્ર સતત થતી ચિંતાઓથી બંધ થઈ જાય છે. અને જયારે તમે તમારી ચિંતા કરવાનું બંધ કરી દો છો, તે ખીલી જાય છે.
(મેડિટેશનની પધ્ધતિ : મણિપુરકા શુધ્ધિ ક્રિયા - (ખ્રિસ્તી પધ્ધતિ છે.)
આપણે ચિંતા શું છે તેનું વિશ્ર્લેષણ કરીશું.
કોણ કહેશે ચિંતા શું છે ?
(એક સ્ત્રી જવાબ આપે છે) માસ્ટર જ્યારે આપણે ધંધો અથવા તબિયત વગેરેની સમસ્યાઓ વિશે વિચારીએ છીએ, ત્યારે ચિંતામાં પડી જઈએ છીએ.
તમે ચિંતા થવાના કારણો કહો છો. હું તમને ચિંતાના કારણો વિશે નથી પૂછતો. હું તમને 'ચિંતા' શું છે તે પૂછું છું. જોહું તમને કારણો વિશે પૂછીશ તો આ બેઠક ક્યારેય પૂરી નહીં થાય !
તમે બધાજ એક લાંબી યાદી સાથે તૈયાર હશો.
માસ્ટર મારો ધંધો નબળો પડી ગયો છે ..... !
માસ્ટર મને ઘરમાં શાંતિ નથી ...... !
માસ્ટર મને એટલી બધી સમસ્યા છે કે તમે કલ્પના પણ ન કરી શકો …… !
મને બાળકો નથી તેની ચિંતા છે !
માસ્ટર મારા બાળકો મારી ચિંતા બની ગયા છે !
આપણને બધાને બધો જ સમય ઘણી બધી ચિંતાઓ હોય છે. અને જો આપણને કોઈ ચિંતા નહીં હોય, તો ચિંતા કેમ નથી તેની ચિંતા કરીશું ! આપણે અસલામતી અનુભવવા માંડીએ છીએ. તેથી આપણે શાની ચિંતા કરવી તે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ ! હું કહું છુ; આ હકીકત છે ! અમુક વૃધ્ધ નિવૃત્ત લોકો મારી પાસે આવીને કહે છે; "માસ્ટર અમારે શું કરવું તે જ સમજાતું નથી. અમારા છોકરાઓ પરણીને ઠરીઠામ થઈ ગયાં છે. તેઓ અમને કશું પૂછતાં જ નથી. અમે જાણતાં નથી અમારે શું કરવું, વિચારવા જેવું કર્યું જ નથી. જીવવા માટે કોઈ બાબત જ નથી. માસ્ટર અમે શાંતિથી મરવા માંગીએ છીએ."
તે લોકોને કોઈ ચિંતા નથી, તેથી શું કરવું તેની ખબર પડતી નથી ! એ લોકો પોતાના મનને કાર્યરત રાખવા માટે દે રે
પૂરી કોશિશ કરે છે. પરંતુ તેવું તેમને કશું મળતું નથી ! અને તેમના માટે આ નવું છે. કારણ કે તેઓ અત્યાર સુધી અમુક ચિંતાઓ કે બીજા કશાકમાં, એક અથવા બીજા વિચારોમાં સતત અટવાયેલાં રહ્યાં છે.
ચિતાની વ્યાખ્યા કરતાં પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું કે, આપણી ગમે તે સંસ્કૃતિ હોય, નાણાંકીય સ્થિતિ હોય, ઉંમર હોય અથવા બીજું કાંઈપણ હોય, આપણા બધામાં એક વાત સામાન્ય છે અને તે છે ચિંતા !
જો હું તમને પૂછીશ કે; તમે ચિંતા શું કામ કરો છો ? તો તમે ઘણાં બધાં કારણોની યાદી આપી દેશો. તમે હંમેશા એવું વિચારો છો, કે ચિંતા બહારની બાબતોને કારણે થાય છે. તમે હંમેશા બહારની દુનિયામાં, તમારી આસપાસના માણસો, ઉપર તમને ચિંતા કરાવવાનો આક્ષેપ મુકશો.
જરા વિચારો; જો ચિંતાનું કારણ બહારનું હોય તો કમ સે કમ એક વ્યક્તિ તો આ બધાં કારણોને દૂર કરીને ચિંતામુક્ત થઇ શક્યો હોત. દરેકને ચિંતાઓ હોય છે.
આનું કારણ એ છે કે, આપણે બધાં જ એવું વિચારીએ છીએ કે ચિંતાનું કારણ બહાર છે. હકીકતમાં ચિંતાનું કારણ આપણી અંદર જ ઉંડાણમાં પડેલું હોય છે. આ સત્ય છે. આ જ કારણે દરેકને એક યા બીજી ચિંતા દરેક સમયે રહે છે.
આપણે પ્રશ્ન પર પાછા આવીએ; ચિંતા શું છે ?
જો તમારી અંદર નજર કરશો તો તમને જણાશે કે ચિંતા પરિસ્થિતિને તમે આપેલા પ્રતિભાવ સિવાય બીજું કર્શું જ નથી. કોઈપણ પરિસ્થિતિ તમને ચિંતા કરાવશે કે નહીં, તેનો સંપૂર્ણ આધાર તમે પરિસ્થિતિ સામે કેવી પ્રતિક્રિયા કરવાનું પસંદ કરો છો તેના પર આધારીત હોય છે. અને ચિંતા તમારી અંદર ચાલતી કાયમી ગપશપ બની ગઈ છે, જે તમને કાયમ અસ્વસ્થ રાખે છે.
દાખલા તરીકે, ધારો કે તમારા મિત્રને નવી નોકરી મળે છે. અને તમારી પાસે આવીને ખૂબ જ ઉત્સાહથી તેને મળતાં પગાર અને બીજા ફાયદાઓની વાતો કરે છે. તમે શું પ્રતિક્રિયા આપશો ? અજાગૃતપૂર્વ તમારા મનમાં અર્થહીન બબડાટ ચાલુ થઇ છે.
તમે વિચારવા માંડશો, "અરે તેને નવી નોકરી મળી ગઈ. તે ઘણા બધા ફાયદા અને આનંદ ઉઠાવી રહ્યો છે. મારું શું ? મારી પત્ની જયારે મારા મિત્રને મળેલો પગાર અને ફાયદાઓ વિશે જાણશે ત્યારે શું કહેશે ? આ માણસને તેને ન મળવા દેવો એ જ સારૂં છે. નહીંતર હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. મારે બીજી સારી નોકરીની તપાસ ચાલુ કરી દેવી જોઈએ ? જો નહીં મળે તો શું થશે ? મારા માટે કોઈપણ રીતે, કંઈપણ સારૂં બનતું જ નથી.
આ ચિંતા છે !
તમે જયારે બહારના ચોકઠાંનો આશ્રય લઇને તેના સંદર્ભમાં સતત તમારી જાતને મૂલવો છો અને તે બાબતમાં તમારા મનમાં જે આંતરીક બબડાટ કાયમ ચાલ્યા કરે છે, તે ચિંતા છે. અને સમય જતાં તે તમારો સ્વભાવ બની જાય છે.
હું મારો પડોશી જેટલું કરે છે તેટલું કરી શકું છૂં ?
હું મારા બોસને પ્રભાવિત કઈ રીતે કરી શકું ?
મારા છોકરાંઓ શું વિચારશે ?
બધો જ સમય આપણને બીજાની મંજુરીની જરૂર પડે છે. પછી તે કુટંબ હોય, કામ હોય કે પછી સમાજ હોય. અને આપણી ચિંતાનો આ જ મોટો ભાગ હોય છે. આપણી આખી જીદગી, બીજા પાસેથી પ્રમાણપત્રો મેળવવાની પ્રવૃત્તિ સિવાય બીજું કશું જ નથી. જો બીજા લોકો તમને-સારો પતિ. સારો ધાડોશી વગેરે જેવાં પ્રમાણપત્રો આપવાનું ચાલુ ન રાખે, તો આપણને ચિંતા થવા લાગે છે કે આપણી જીંદગી નકામી થઈ ગઈ છે.
આપણે આપણું વ્યક્તિત્વ ફકત બીજાઓએ આપેલાં પ્રમાણપત્રોને આધારેજ ઘડીએ છીએ. આપણે બધાંગે આપણી જાતમાં વિશ્વાસ રાખવાનું બંધ કરી દીધું છે. અને આજ સૌથી મોટી સમસ્યા છે.
આપણે જયારે નાના બાળક હોઈએ છીએ. ત્યારે આપણે ખાપણી પોતાની જાતમાં જ કેન્દ્રીત હોઈએ છીએ. તમે ક્યારેય નાના બાળકને એવી ચિંતા કરતું જોયું છે. કે લોકો તેને માટે શું વિચારે છે ? ના ! બાળકને જોવું કેટલું આનંદદાયક છે ! કારણ કે તે ચિંતા મુક્ત હોય છે. અને એ જે કરતું હોય છે તે સમગ્રપણે કરતું હોય છે. કારણ કે તેના વિશે બીજા લોકો શું કહેશે તેની ચિંતા તેને હોતી નથી.
આપણે જેમ જેમ મોટાં થતાં જઈએ છીએ, સમાજ પોતાના વિચારો સતત આપણા મનમાં ભરતો જાય છે. સમાજ આપણને બીજાના અભિપ્રાયો અને વિચારની સાથે આપણી જાતની મુલવણી કરવાનું શીખવે છે. મા-બાપ, શિક્ષકો, મિત્રો અરે અજાણ્યા લોકો પણ સતત આપણને આવું શિક્ષણ આપતાં રહે છે. સમાજ આપણને આપણી દરેક પ્રક્રિયા અને શબ્દો માટે બીજાના પ્રમાણપત્રો અને ટેકા માટે આધારીત બનાવી દે છે. માટે જ આપણે સતત, બીજા લોકો આપણા માટે શું કહેશે તેની સદાય ચિંતા કર્યા કરીએ છીએ.
તમે જયારે કોઈ બાબતની ચિતા કરો છો, ત્યારે તમને લાગે છે કે તમે તમારી જાતને કોઈ ચોક્કસ, વિરોધી કામગીરી બાબતે મલવતા હો છો. તેથી ચિંતાઓ કરવાથી તમારા જીવનને દિશા મળે છે. ચિંતા વગર તમને અવું લાગે છે કે એવી કોઈ ધરી જતી રહી છે, જેની આસપાસ તમે ફરી શકો. માટે આપણે હકીકતમાં આપણી ચિંતાઓના પ્રેમમાં પડી જઈએ છીએ !
એક નાની વાર્તા :
ત્રણ માણસો એક ટાપૂ પર દ્દુ:ખી હાલતમાં રહેતા હતાં. તેઓ એ પણ જાણતા નહોતા કે તેઓ કેટલા વરસોથી અહીંયા જ છે.
ઓચિંતા જ કીનારે તેમણે એક બોટલ તણાઈને આવેલી જોઈ, તેમણે તરત જ તેને પકડી લીધી.
તેમણે તેના ઢાંકણા ઉપર હાથ ઘસ્યો અને એકાએક તેમાંથી એક જીન પ્રગટ થયો. તેઓ આધાત પામી ગયા.
જીને તેમને કહ્યું: "મને આ બોટલમાંથી મુક્ત કરવા બદલ આભાર, તમારામાંથી દરેક જણ પોતાની એક ઇચ્છા પ્રગટ કરી શકે છે. જેને હું પુરી કરી આપીશ."
ત્રણે જણ ખૂબ જ ઉત્સાહમાં આવીને ઉત્તેજીત થઇ ગયા. અને થોડી વાર વિચારવા લાગ્યા.
પહેલા માણસે કહ્યું; ''હું મારી પ્રેમીકા સાથે લગ્ન કરવા માંગુ છું અને ખુશીથી જીવવા માંગું છું.''
ହି ହି
જીને કહ્યું: "તારી ઈચ્છા પરી થશે."
પહેલો માણસ ટાપુ પરથી અદેશ્ય થઈ ગયો અને જીને બીજા માણસ સામે જોયું.
બીજા માણસે કહ્યું; "હું ખૂબ જ શ્રીમંત વેપારી બનવા માંગ છે."
જીને કહ્યું; "તારી ઈચ્છા પરી થશે."
બીજો માણસ અદદશ્ય થઈ ગયો. અને જીને ત્રીજા માણસને તેની ઈચ્છા પૂછી.
ત્રીજા માણસે કહ્યું; "મારા બે મિત્રો સાથે વરસો થી હું રહ્યો છૂં મને તેમની ખોટ સાલશે. મારે અહીં જ તેમની સાથે જ રહેવું છે."
જીને કહ્યું; "તેમજ થશે" જીન પેલા બે માણસોને પાછા બોલાવીને જે હાલતમાં ત્રણે હતા તે જ હાલતમાં ત્યાં છોડીને અદેશ્ય થઈ ગયો.
ટાપુ પર ઘણાં વરસ દૃ.ખી થયા પછી પણ માણસ નવી જીંદગી માટે તૈયાર નહોતો. તે ટાપુની જીદગી સાથે એટલો બધો બંધાઈ ગયો હતો ! હું જયારે, આપણે ચિંતાઓના પ્રેમમાં પડી ગયા છીએ, તેમ કહ્યું હ્યારે મારો કહેવાનો અર્થ આ હોય છે. આપણે ફરિયાદ કરીએ છીએ કે બહારની બાબતો આપણને દ્વુઃખી કરે છે. પરંતુ આપણે તેની સાથે જોડાઈ ગયા છીએ. હું જ્યારે કહું છું કે; તમે તમારી ચિંતાઓના પ્રેમમાં પડી ગયા છો, ત્યારે તમારા માનવામાં નથી આવતું. પરતું એ હકીકત છે.
લોકો આવીને મને કહે છે કે; "મારો ધંધો દિવસે દિવસે બગડતો જાય છે.માસ્ટર ! મેં ખૂબ જ મોટું નુકસાન સહન કર્યું છે. અને મને લાગે છે આવતા મહીને હજુ આનાથી વધારે ખરાબ હાલત થવાની છે."
હું તેમને પુછૂં છં; "તમે જયારે આ બધું જાણો છો, તો પછી અત્યારે જ ધંધો બંધ કેમ નથી કરી દેતાં ? તમારે શું કામ સહન કરવું જોઈએ ?"
પરંતુ તેમને આઘાત લાગે છે.
તેમને માનવામાં ન આવ્યું હોય તેમ પૃછે છે; "તમે કેવી વાત કરો છો માસ્ટર ? પછી હું શું કરીશ ?"
ચિતા કરવાનું કારણ ન હોય તો તમારો અહમ તેનું અસ્તિત્વ ગુમાવી દે છે. તેથી તમે દુ:ખી હાલતમાં રહેવાનું પસંદ કરો છો. તમે જયારે ચિંતામાં હો છો ત્યારે તમને એવું લાગે છે કે તમે કંઈક છો. તમને લાગે છે. તમે સ્થળ ૩૫ે અસ્તિત્વ ધરાવો છો. કારણ કે તમે ચિંતાઓના ઉકેલ લાવો છો અને સતત તેના વિશે વિચારો છો.
જેવા તમે આ સતત થતી ચિંતામાંથી મુક્ત હો છો ત્યારે તમે દિવ્ય આનંદમાં હો છો. પરંતુ આ સ્થિતિમાં તમે હોતાં જ નથી ! તમને કાર્યરત રાખવા માટે કોઈ બાબત હોતી જ નથી. કંઈ પણ ઉકેલવાનું હોતું જ નથી. તમને અસલામતી લાગે છે કે તમારૂં અસ્તિત્વ જ નથી. ચિંતા મુક્ત સ્થિતીનો આનંદ લેવા માટે તમારે તમારા સ્થૂળ અસ્તિત્વની ઇચ્છાને, અહમૂને ત્યાગવા પડે છે. અને ચિંતા બાબતમાં સૌથી પહેલાં એક વાત; ચિંતા, તમારા મનને ખોરાક આપવા માટે અને તેને કાર્યરત રાખવા માટે તમે પોતે લીધેલો નિર્ણય છે. અને આમાં સૌથી ઉપરની વાત; દરેક
વ્યક્તિ એમ જ વિચારે છે કે ફકત "તેને જ ઢગલા બંધ ચિતાઓ છે અને પોતે એકલો જ અતિશય દુ:ખી છે. જ્યારે બીજા બધાં જ ખુબ જ સુખી છે ! વિચિત્ર વાતતો એ છે કે દુનિયાની દરેક વ્યક્તિને એવું લાગે છે કે તે એકલો જ ખૂબ જ કમ નસીબ છે. દુ:ખી છે ! આ કેવી રીતે શક્ય બને ?
એક નાની વાર્તા :
એક રાજાને જાણવા મળ્યું કે તેના રાજ્યના બધાજ લોકો હતાશામાં ડૂબી ગયા છે. કારણ કે દરેક વ્યક્તિને એવું લાગે છે કે તેને સૌથી વધુ ચિંતા છે અને બીજા લોકને બિલકુલ ચિંતા નથી.
રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે લોકોએ પોતાની ચિંતાની અદલા બદલી કરી નાંખવી. પોતાની મોટી ચિંતાઓ આપી જવી અને બીજાની નાની ચિંતાઓ લઈ જવી. આ માટે એક દિવસ જાહેર કરવામાં આવ્યો.
એક મોટા મેદાનમાં ચિંતાઓ નાંખવા માટે મોટું વાસણ તૈયાર રાખવામાં આવ્યું. એવું જાહેર કરવામાં આવ્યું કે જેને પોતાની ચિંતા બદલવી હોય તે આ વાસણમાં પોતાની મોટી ચિંતા નાંખી દે અને તેને જે ગમે તે નાની ચિંતા તેમાંથી લઈ લે. શરત એટલી જ હતી કે જેટલી મોટી ચિંતાઓ નાંખે તેટલી નાની ચિંતાઓ તો લેવી જ.
આ પ્રસંગ માટે રાજ્યના બધા જ પ્રજાજનો ભેગા થઇ ગયા. અને એક બીજાની સાથે એક બીજાની ચિંતાઓ વિશે વાતો કરવા લાગ્યા.
લાંબો સમય પસાર થયા પછી જાહેર કરવામાં આવ્યું કે, સૌ પોતપોતાની મોટી ચિંતા વાસણમાં નાંખી દે અને નાની લાગે તે ચિંતા લઈ લે.
ઘણો સમય પસાર થઈ ગયો પણ એકેય વ્યક્તિ પોતાની ચિંતા વાસણમાં નાંખવા માટે આગળ વધી નહીં !
આપસમાં લાંબા સમયની ચર્ચા પછી દરેકને એવું લાગ્યું કે બીજાઓની ચિંતાઓ કરતાં તેમની પોતાની ચિંતાઓ વધારે સારી હતી !
હું તમને કહું છું. મોટા ભાગે આપણે હકીકતોનાં મૂળ સૂધી ગયા વગર જ હવામાં વાતો કરતાં હોઈએ છીએ. જો આપણે આપણી કહેવાતી ચિંતાઓના તળીયા સુધી તપાસીએ, તો આપણે સમજી શકીએ કે આપણે દરેક બાબતને અનેક ગણી મોટી બનાવી દઈએ છીએ. જે હકીકતમાં એટલી બધી ખરાબ હોતી નથી.
ચાલો આપણે હવે, તમે જયારે ચિંતા કરો છો ત્યારે હકીકતમાં તમારા મનમાં શું બને છે તેનું વિશ્વલેષણ કરીએ.
તમે જયારે કોઈ બાબતની ચિંતા કરતા હો ત્યારે તમારા મનનું નિરીક્ષણ કરજો.
તમને જણાશે કે તમારા મનમાં વિચારોનો પ્રવાહ સતત વહ્યા કરે છે. સંપૂર્ણ પણે એક બીજાથી સંબંધ વગરના વિચારો અને સામાન્ય રીતે નકારાત્મક વિચારો. તમારા મનમાં કરંટની જેમ નકારાત્મક અને એક પછી એક શબ્દોનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે.
તમે જો જો, આપણે બે પ્રકારની વાતચીત કરતાં હોઈએ છીએ. બહાર વાત કરવી અને મનમાં વાત કરવી.
બહાર વાત કરવી એટલે, આપણે જે બીજાઓ સાથે વાતોનું, વિચારોનું આદાન-પ્રદાન કરીએ છીએ તે, અંદર વાત કરવી એટલે આપણાં મનમાં આપણી સાથે વાતો કરીએ છીએ તે. હકીકતમાં આ અંદરની વાતચીતની પ્રક્રિયા સતત આપણી અંદર ચાલતી જ રહે છે. આ અંદરનો જે બબડાટ છે, તેને જ ચિંતા કહેવાય છે.
તમારા મનમાં સતત બેકાબુ બનીને ચાલી રહેલાં આંતરીક વાર્તાલાપ સિવાય, ચિંતા બીજું કર્યું જ નથી. આ બબડાટ તમારો ગુરુ બની ગયો છે. એણે તમારા પર કાબુ મેળવી લીધો છે. તે બધો જ સમય ચાલ્યા કરે છે.
બહાર તમે જે કાંઇ બોલો છો, તમે કાળજી પૂર્વક બોલો છો. કારણ કે જો તમે તેમ ન કરો તો સમાજને જવાબ દેવો પડે છે. ખરૂં કે નહીં ? પરંતુ તમારી અંદરની વાતચીતને કોઈ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. તમે જે શબ્દો બહાર બોલો છો તેની તીવ્રતા ઘટાડવા વોલ્યુમ સ્વીચ હોય છે. આ વેલ્યુમ સ્વીચ વગર શબ્દોને નિયંત્રિત કઈ રીતે કરી શકાય ?
તમે તમારી અંદર જે બોલો છો, તમે તેનું નિયંત્રણ કરતાં નથી, કારણ કે તમને તમારી જાત પ્રત્યે માન હોતું નથી. તમને જે મનમાં આવે તે તમે તમારી અંદર કહી દો છો. આપણે જમવાની થાળીમાં ક્યારેય કચરો ફેંકીએ છીએ ? ના, આપણે તેને કચરા ટોપલીમાં નાંખીએ છીએ. તમે બીજાની જમવાની થાળીનું ધ્યાન રાખો છો અને તમારી જાતને કચરા પેટી સમજો છો. આને લીધે જ તમને અપચો થઈ જાય છે.
બહારની વાતચીતમાં તો ક્યારેક અટકાવ પણ આવે છે. આ અંદર નો બબડાટ સતત ચાલ્યા જ કરે છે. એ તમને પાગલ બનાવી શકે છે ! હકીકતમાં ઘણીવાર બીજાઓ સાથે બહાર વાતો કરવાથી, તમે તમારા આંતરીક બડબડાટને લીધે પાગલ થવામાંથી બચી જાવ છો. આ કારણે જ દુનિયામાં આટલું બધું બોલવાનું વધી ગયું છે. લોકો શાંત રહેવાથી ડરે છે. કારણ કે તેમની અંદર પાગલખાનું હોય છે. તેથી લોકો ભેગાં થાય છે, સામાજીક બને છે. વાતો કરે છે અને તેમની જાતને રોકાયેલી રાખે છે.
આપણાં માટે આ આંતરીક બબડાટનો ચોક્કસ મતલબ શૂં છે ?
તમે જયારે એકલા હો, ત્યારે આ એક નાની કસરત કરજો. થોડી મિનિટો માટે તમારી આંખો બંધ કરીને બેસી જજો. પેન અને કાગળ સાથે રાખજો. તમારા મનને કોઈ વસ્તુ પર કેન્દ્રીત ન કરતાં. તમારા મનના ફકત સાક્ષી બની જજો. જો જો તમારા મનમાં શું થઈ રહ્યું છે. મોટેભાગે તમે જેવી આંખો બંધ કરશો, એટલે તરત જ તમે જોશો કે વિચારોનો પ્રવાહ સતત તમારા મનમાં વહી રહ્યો છે. તમારા મનમાં સતત પ્રવૃત્તિ યાલી રહી છે. જે જે વિચારો આવે તેને પ્રામાણિકતાથી લખતા જાવ. પાંચ મિનિટ માટે આ કરો.
હવે તમે કાગળ જે પર લખ્યું છે તે વાંચો. તમે આઘાત પામી જશો. તમે જે કંઇ કાગળ પર નોંધ્યું હશે તે તમારો આંતરીક બબડાટ છે. તમને વાંચતા જણાશે કે, તમારા વિચારો કેવા અસંબંધિત છે. કેટલા અપ્રસ્તુત છે ! એક ક્ષણ માટે તમે અહીં હશો, તો બીજી ક્ષણે અમેરીકા હશો. પછીની ક્ષણો તમારી ઓફિસમાં હશો તો; તો બીજી ક્ષણે વળી તમારા બાળકો વિશે વિચારતા હશો … ! તમારા મનની આ સ્થિતિ છે – આ બેકાબુ વિચારોનો પ્રવાહ- આ તમારૂં મન છે. જેને ભરોસે તમે જીવો છો ! આ મન જ તમારી બધી ચિંતાઓ પેદા કરે છે. જો તમે આટલું જ સમજી જાવ તો, તમારા આંતરીક બબડાટ અને ચિંતાનોમાંથી સ્વતંત્ર થવા માટેની છલાંગ લગાવી શકો છો.
એક નાની વાર્તા :
એક દિવસ રસ્તા પર એક અકસ્માત થઈ ગયો.
લોકો ભેગા થઈ ગયા. અને જોયું કે એક નવી કાર દિવાલ સાથે અથડાઈને છુંદો થઈ ગઈ હતી.
તેમણે ડ્રાઈવરને પૂછવું; "સાહેબ, જો તમને બરાબર ગાડી ચલાવતાં આવડતી નથી, તો પછી ગાડી શું કામ ચલાવો દળો?" "
માણસે જવાબ અપ્યો; "અલબત્તં મને ગાડી ચલાવતાં આવડે છે. મને ફકત તેને કેમ રોકવી તે નથી આવતું !"
માણસને ચલાવતા આવડતું હતું; પરંતુ રોકતા નહોતું આવડતું. તમે પણ વાહન ચલાવો છો. ૫ણ તમને રોકતાં નથી આવડતું. અને આ ખુબજ જોખમી બાબત છે. તમારૂં મન વાહન જેવું છે. તેને કેમ રોકવું તે તમને આવડતું નથી. તમારા આંતરીક બબડાટને રોકવાની કોશિશ કરો ફકત થોડી સેકંડો માટે ...
તમે રોકી શકો છો ?
તમે જયારે તેને રોકો છો ત્યારે વિચારો બેકાબુ બનીને વધારે પ્રમાણમાં ધસી આવે છે. કારણ કે તમારા મનમાં એક વધારાનો વિચાર ઉમેરાય છે. તમારે વિચારોને રોકવા છે !
તમે તમારા મનને ચલાવતાં નથી - તમારૂં મન તમને ચલાવે છે ?
ચિંતા ને સમજવા માટે આપણે આપણાં મનને ઊંડાણ પૂર્વક સમજવાની જરૂર પડે છે. ચિંતા મન દ્વારા થાય છે. મન દ્વારા જ તેને બહાર કાઢી શકાય છે. પરંતુ આપણે આનો જવાબ બીજી બધી જગ્યાઓ પર શોધીએ છીએ. આપણે ચિતાનું મૂળ આપણા મનમાં અંદર જઈને શોધવાને બદલે કાયમ બહાર જ શોધ્યા કરીએ છીએ. આપણે વિચારીએ છીએ; "જો મારી પાસે હજુ વધારે પૈસા હોત તો, મારી બધી ચિંતાઓ પુરી થઈ જાત ! જો મારો દેખાવ વધારે સુંદર હોત તો …. ! જો મારી પાસે વધારે સારી નોકરી હોત તો … ! જો … જો … જો … !
ચિંતાનો ઉકેલ બહારની બાબતોમાંથી ક્યારેય મળતો નથી. તે આપણી જાતની અંદરથી જ મળી શકે છે.
એક વાર્તા :
બધ્ધને દસ હજાર શિષ્યો હતા. જેમને તેઓ રોજ સવારમાં પ્રવચન આપતા હતા.
એક દિવસે બુધ્ધ મજબૂત રીતે ગાંઠ મારેલી એક દોરી લાવ્યા અને શિષ્યો સામે ધરીને કહ્યું; "તમારામાંથી કોઈ આ ગાંઠ ઉકેલી શકશે ?''
શિષ્યોએ આવીને ગાંઠને ખેંચી. દબાવી પણ તેને ખોલી શક્યા નહીં.
પછી એક બુધ્ધિશાળી શિષ્ય આવ્યો. ગાંઠનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને સરળતાથી ખોલી નાંખી.
તમારે ગાંઠનું નિરીક્ષણ કરવાનું છે કે તેને કઈ રીતે અને શું કામ મારવામાં આવી છે. અને એક વખત તમને ખ્યાલ આવી જાય, પછી તમારે ફક્ત ગાંઠ મારતી વખતે જે પ્રક્રિયા કરવામાં આવી હોય તેથી ઊંધી ક્રિયા કરવાની છે. તમે
સરળતાથી ગાંઠ ખોલી શકો છો. આવું કરવાને બદલે તમે તેને ખેંચો અને દબાવો, તો તમે ક્યારેય ગાંઠને ખોલી નહીં શકો. ઉપરથી તે વધારે મજબૂત બની જશે.
આપણી સમસ્યાઓ બાબતમાં આવું જ બને છે. તમે જે સમસ્યાઓ, રોગો, લાગણીઓમાંથી નીકળવા માટે મથો છો, એ બધી તમારી સિસ્ટમમાં પડેલી ગાંઠો સિવાય કશું જ નથી. એક બાબત તમે સ્પષ્ટતાથી સમજી જાવ કે આ ગાંઠો કઈ રીતે પેદા થઈ છે, તો પછી તેને ખોલવા માટેના યોગ્ય પગલાં તમે લઈ શકો છો.
ચિંતા 'મણિપૂરક' ચક્ર સાથે ગાઢ રીતે સંબંધિત છે. આ ચક્ર નાભિ વિસ્તારમાં આવેલું છે. નકારાત્મક વિચારો મણિપૂરક ચક્ર પર સીધો હુમલો કરે છે.
એક નાનું પરીક્ષણ કરજો. તમને જયારે એવું લાગે કે નકારાત્મક વિચારો આવવા લાગ્યા છે. તમે તેની અંદર જોજો તે ક્યાંથી ઉદ્દભવી રહ્યા છે. તમને ખ્યાલ આવશે કે તે હંમેશા નાભિમાંથી ઉદ્દભવે છે.
તમે જયારે પણ ચિંતા અનુભવો છો, જયારે એવી સ્થિતિ આવે છે કે જેને તમે સરળતાથી સંભાળી શકતાં નથી, ત્યારે તેની સૌથી પહેલી અસર તમારા નાભિ વિસ્તાર પર થાય છે. તમારી હોજરી પર થાય છે. તમને તમારી હોજરીમાં ભારનો અનુભવ થાય છે. માટે જ આપણે હંમેશા કહીએ છીએ; "હું આ પચાવી નહી શકું" મારાથી આ વાત હજમ નહીં થાય.'' આવી બાબતમાં દુનિયાની દરેક ભાષામાં આ જ અર્થમાં આ શબ્દો વ્યક્ત થાય છે. આ વૈશ્વિક છે. સતત થતી ચિંતા આપણું 'મણિપૂરક ચક્ર' બંધ કરી દે છે.
તો આ ચક્રને ખોલવાનો રસ્તો શું છે ? આપણે આ ચક્રને સારી સ્થિતિમાં કઈ રીતે રાખી શકાએ ? તમે શું વિચારો છો ? તમે મને કહો.
"માસ્ટર આપણે કોઈપણ પરિસ્થિતિમાં ચિંતા ન કરવી જોઈએ"
જરા તમારી જાતને ચિંતા ન કરવાનું કહેવાનો પ્રયત્ન કરો. શું થશે ? તમે એક વધારે ચિંતા પેદા કરશો, મારે ચિંતા નથી કરવી. ચિંતા અટકાવવાનું ક્યારેય ન કહો. તે બિલ્ફલ અશક્ય છે. એક જ વાત બની શકે, તમારી ચિંતાઓની ચિંતા કરવાનું છોડી દો !
ચિતાઓની ચિંતા ન કરવાનું કહેવાનો મારો મતલબ શું છે ? ચિંતાઓને ફકત જોયા કરો, તેનાથી વ્યગ્ર ન બની જાવ. તમે જયારે ચિંતાઓને વારંવાર દોહરાવો છો અને પછી તેની ચિંતામાં જ ધકેલાઈ જાવ છો, ત્યારે ચિંતા હકીકતમાં તેનાં મૂળીયા નાંખી દે છે. ચિંતાઓની ચિંતા કરવાનું કહેવાનો મારો મતલબ આ છે. બસ તેને થવા દો. તેને જીવન આપવાનું શરૂ ન કરો. તમે માંસ અને લોહી આપીને તેને ખોરાક પૂરો ન પાડો.
તમે જયારે તમારા મનને કાબુમાં રાખવાનું કહો છો, નકારાત્મક વિચારો નહીં કરવાનું કહો છો, ત્યારે, તે દોરીની ગાંઠને મજબૂત કરવા જેવું છે. તમારૂં મન વધારે તણાવગ્રસ્ત થઈ જાય છે અને સંકોયાઈ જાય છે. આ તમને ગાંઠ ખોલવામાં ક્યારેય કોઈપણ રીતે મદદરૂપ થઈ શકે નહીં.
તમે જયારે દમન કરો છો, ત્યારે આ દમિત થયેલી યાદો સીધી જ તમારા મણિપૂરક ચક્ર તરફ જાય છે. જયારે મણિપૂરક ચક્ર આવી યાદોથી ઝેરી થઈ જાય છે. ત્યારે તમારી ક્રિયાઓ અજાણતા જ આક્રમક બની જાય છે. જેમકે
કશુંક પકડીને ખેચવું. વસ્તુઓની તોડફોડ કરવી. તમારા શરીર સાથે ખરાબ વર્તન કરવું. તમારી જાત સાથે અને બીજા સાથે લડવું. વગેરે વગેરે.
આ બધી દમિત યાદોની અભિવ્યક્તિ છે. માટે જ લોકો કહે છે કે તેમનું પેટ ગસ્સાથી બળી રહ્યું છે. અથવા તમને પેટમાં ભારનો અનુભવ થાય છે. તમારી અંદર અતિશય પ્રમાણમાં દબાયેલો ગુસ્સો પડેલો છે. તેથી તમારામાં અતિશય પ્રમાણમાં નકારાત્મક્તા છે. જે વધારેને વધારે નકારાત્મતા પેદા કર્યા કરે છે.
નકારાત્મકતા શું છે ?
ધારોકે કોઈ કારણોસર તમે ધંધામાં નિષ્ફળ જાવ છો. તમે કેવી પ્રતિક્રાય કરશો ? તમે ધંધામાં નિષ્ફળ ગયા છો એટલે ઉદાસ બની જશો; ત્યાં સુધી બરાબર છે. તમે ત્યાંજ અટકી નહીં જાવ; તમે નાસીપાસ થઇ જાવ છો. ગુસ્સે થઈ જાવ છો અને બધા જ પ્રકારની વાતોને તમારા મગજમાં પ્રવેશવા દો છો.
આ મારો ખરાબ સમય ચાલી રહ્યો છે ! હું જે કંઇ પણ કરૂં છૂં, તેમાં નિષ્ફળ જ જાવ છું.! હું દરેક વખતે આવો કમનસીબ શા માટે હોઉં છૂં ? મારે શું કરવું જોઈએ ? અને આવું બધું ! આ જ નકારાત્મકતા છે; આજ ચિંતાનું મૂળ છે. આપણી ચિંતા બાબતની ૯૯% ચિંતાઓ ક્યારેય સાચી હોતી નથી. ૯૯% આપણી ચિંતાઓ સંપૂર્ણ પણે અકારણ હોય છે. ધીરેધીરે આ નકારાત્મક અભિગમ, આ નકારાત્મક આંતરીક બબડાટ તમારી જાતમાં કાયમી સ્થાન ગ્રહણ કરી લે છે અને પછી તમે જે કંઇપણ કરો છો, તેમાં નકારાત્મકતા જ જોતા થઈ જાવ છો. અને તમે તમારી અંદર મજબૂત થયેલી બાબતોથી બિલ્કુલ અજાણ હો છો. આ જ સૌથી મોટું જોખમ છે. હકીકતમાં તમારી સિસ્ટમની અંદર ઘર કરી ગયેલી આ બાબતમાંથી, તમને જાગૃત કરવા એ ઘણું કઠીન કામ છે. કારણ કે એ તમારો સ્વભાવ બની ગયો છે. તમે તેને તમારાથી અલગ જોઈ શકતાં નથી. તમે તેનો જ ભાગ બની ગયા દેશો.
આ નકારાત્મક અભિગમનું તબીબી નામ ડીપ્રેશન-હતાશા છે. અમુક લોકો ઓછાં હતાશ હોય છે, અમુક લોકો વધારે હતાશ હોય છે. બસ આટલું જ. તમે આ બબડાટને જેટલો વધારે તમારા પર સવાર થવા દો છો એટલા તમે વધારે હતાશ થાવ છો. જે લોકો ઓછાં હતાશામાં હોય છે, તેઓ એ વખતે તેનો ઓછો અનુભવ કરે છે અને જે લોકો વધારે પ્રમાણમાં હોય છે, તે વધારે અનુભવે છે. પરંતુ અનુભવતો બન્ને કરે જ છે.
માટે હતાશા કે નકારાત્મકતા, નકારાત્મક વિચારોના સંગ્રહ સિવાય કર્શું જ નથી. જે તમે તમારી જાત સાથે વાત કરવા માટે વાપરો છો. અને એક વખત તમે તમારા મનમાં આવા વિચારોને પ્રવેશવા દો છો પછી તે તમારી દરેક નાની નાની નિષ્ફળતાઓ સાથે આવવા લાગે છે. તે તમારા આ અભિગમને બળ પુરું પાડવાનું ચાલુ રાખે છે. આખરે ચિંતા બળવાન આદત છે.
પરંતુ તે પડેલી આદત છે. એટલે તમે તેને બીજી આદતોની જેમ જ લાત મારીને દૂર કરી શકો છો. પરંતુ તમે તેને
એક આદત તરીકે વિચારતા નથી: તમે એવું વિચારો છો કે એ મજબત અને ગંભીર વાસ્તવિકતા છે. આ જ સમસ્યા છે. એટલે જ તમે તેને લાત મારીને છોડી શક્તા નથી.
મન એક નોંધણી કરતું અદ્દભૂત યંત્ર છે. તે તમારા નકારાત્મક વિચારોની તરેહોનો સંગ્રહ કરે છે. તે તમારા ભૂતકાળના અનુભવોથી બંધાયેલી ગ્રંથિઓનો સંગ્રહ કરે છે. તમારી ચિંતાઓનો સંગ્રહ કરે છે. તમે મનને જે કંઈ શીખવો છો તેને તે શીખીને વફાદારીપૂર્વક પુનરાવર્તન કરે છે. આ રીતે તમે તમારી નકારાત્મક માનસિકતાનું સ્વરૂપ બનાવે છો. માટે તમારાં મનને કંઈપણ કહેતાં પહેલાં ખૂબ જ સાવચેત રહો. આપણે બીજાને કંઈપણ કહેતી વખતે ખૂબ જ સચેત રહીએ છીએ, પણ આપણી જાતની અંદર વાત કરતી વખતે ક્યારેય પુરૂં ધ્યાન નથી આપતાં.
જેવી રીતે ખાવાની નબળી આદતો તમારી ધમનીઓમાં કોલેસ્ટ્રોરોલ જમા થવાનું કારણ બને છે, તેવી જ રીત સતત થતી ચિંતા તમારી જાતમાં ચિંતાઓને કાયમ માટે મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોરોલ જે રીતે તમારી ધમનીઓમાં રૂકાવટ બને છે, તેવી જ રીતે ચિંતાઓ તમારી શક્તિને બહાર લાવવામાં રૂકાવટ બને છે.
અમુક સમય પછી ચિંતા તમારા સ્વભાવનો જ ભાગ બની જાય છે; તમારી અજાગ્રત ક્રિયા બની જાય છે. તમે જો ચિંતાનું કારણ દુર પણ કરી દો, તો પણ તમારો મૂડ નીચો રહે છે. શા માટે ? કારણ કે વરસોથી તમે અંદર દબાવી દીધેલી તમારી બધી જ ચિંતાઓ, તમારા બધો જ ગુસ્સો, તમારી જાતની અંદર અદ્રશ્ય સ્તરોમાં ત્યાં હજુ પડેલો હોય છે. ચિંતા પાણી ઉપર ઉઠતા તરંગો જેવી જ છે, જે સમયે-સમયે ઉપર ઉઠે છે. પરંતુ ડિપ્રેશન-હતાશા પોતે જ પાણી છે.
આપણે ડીપ્રેશન અથવા નકારાત્મકતામાંથી બહાર કઈ રીતે નીકળી શકીએ ? માત્ર સાવચેત અને જાગૃત બની જાવ. જેવા નકારાત્મક વિચારો સપાટી પર આવે કે તરત જ તેને માનસિક દાષ્ટિએ નકારાત્મક શબ્દો રૂપે, વિસર્જિત કરો અને વિખરાતા જુઓ. જો તમે આમ કરવાનું ચાલુ ચાલુ રાખશો તો તમારામાં નકારાત્મક ભાવ પેદા જ નહીં થવા દો. તમારા મનનું પ્રોગ્રામીંગ જુદ્દં જ બનશે. તે વધારે નકારાત્મક નહીં બને.
જો તમે આંતરીક બડબડાટની ઉપર થોડી સેકંડો માટે પણ જાવ છો. તો તમે વધારે જાગ્રત બનો છો. વધારે જીવંત બનો છો. એક વાત સમજીલો, ચિંતા અવાસ્તવિકતા છે. ભિન જરૂરી છે. 'મણિપૂરક ચક્ર'નો ભંડાર કુદરતી રીતે જ ખુલી જાય છે.
યસ ... તમારે કંઈ સ્પષ્ટતા જોઈએ છે. ?
"માસ્ટર વિચારો મનનો ભાગ છે અથવા તે મનની અભિવ્યક્તિ છે ?
તમારૂં મન અને તમારા વિચારો એક જ છે. મન અને વિચારો વચ્ચે કોઈ ફરક નથી. મન વિચાર છે અને વિચાર મન છે. મન વિચારોના સંગ્રહ સિવાય અને વિચારોના સતત ચાલતા પ્રવાહ સિવાય કશું જ નથી. વિચારો તમે તમારી જાત સાથે સતત શબ્દોમાં વાત કરો છો, તેનાથી વધારે કશું જ નથી.
તમે જયારે ચિંતામાં હો, ત્યારે તમારી જાતને તેનાં ઉડાંણ સુધી પ્રવેશવા દો, પૂરી સ્પષ્ટતા અને સ્વીકાર સાથે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તેમાં પ્રવેશો. યાદ રાખો સ્વીકાર વાંઝીયો હોતો નથી. સ્વીકાર એક મહાન મેડિટેશન પધ્ધતિ છે. સ્વીકાર પુષ્કળ શક્તિ છૂટી કરે છે, તમને ખૂબ જ સ્પષ્ટતા અને સ્વાધીનતા આપે છે.
તમે જયારે તમારી ચિંતાઓનો સ્વીકાર કરો છો, તેના ઊંડાણમાં પ્રવેશો છો, ત્યારે તમે અદભૂત સમજણ પર આવો છો કે ચિંતાઓ માત્ર તમારી જ પેદાશ છે. તમે એ જાણી શકો છો કે તમારૂં મન કેવી રમત રમીને તમારા તણાવનું, ટેન્શનનું કારણ બને છે.
આ હું જ્યારે કહું છું, ત્યારે તમે ફકત તેને બુધ્ધિપૂર્વક સમજો છો. જ્યારે એ તમારો પોતાનો અનુભવ બની જાય છે. તમારામાં સ્પષ્ટતા આવે છે, ત્યારે તમે ચિંતાઓથી પર થઈ જાવ છો. પછી હતાશા તમને સ્પર્શી શક્તી નથી. તમે દુ:ખમાંથી બહાર આવી જાવ છો.
એક નાની વાર્તા :
હું જયારે કલકત્તામાં હતો અને 'ઈશાવાસ્ય ઉપનિષદ' પર વ્યાખ્યાનો આપતો હતો, ત્યારે એક માણસ મને મળવા આવ્યો. તેણે કહ્યું: "માસ્ટર મને એક સમસ્યા છે. હું રાતના ઊંધી શકતો નથી કારણ કે હું જે વિસ્તારમાં રહું છું. ત્યાં પુષ્કળ કુતરાંઓ છે. આખીરાત તેઓ ભસ્યા કરે છે. સવાર સુધી ભસવાનું ચાલુ રાખે છે. આમેય મને ઊંઘ ઓછી આવે છે અને આ ભસવાના અવાજોને લીધે હું બિલકુલ આરામ કરી શકતો નથી.
મેં તેને ક્હ્યું; "ઘરે જાવ અને આજે રાત્રે હું તેમ કરો. તમે જયારે ભસવાનું સાંભળો, ત્યારે ગુસ્સો બિલકુલ છોડી દેજો, તમારા મનમાં જે નકારાત્મક લાગણી પેદા થાય તેને પણ છોડી દેજો. કોઈપણ જાતનો પ્રતિકાર કર્યા વગર માત્ર ભસવાનો અવાજ સાંભળજો. તમારી જાતને કહેજો કુતરાં ભસે છે બસ, આટલું જ. તમારી જાતને પ્રતિક્રિયા કરવા ન દેતા. સમસ્યા ભસવામાં નથી પરંતુ તમે જે પ્રતિક્રિયા કરો છો તેમાં છે."
માણસ પોતાના ઘરે જતો રહ્યો, અને મેં જે કહ્યું તે પ્રમાણે કર્યું. થોડા દિવસ પછી તે મારી પાસે આવ્યો અને કહ્યું; "માસ્ટર તમે જે કહ્યું તે પ્રમાણે મેં પ્રતિકાર કરવાનુ બંધ કરી દીધું. 'હરામી કૃતરાઓ મારી ઉધ કેવી રીતે બગાડી શકે!' તેવૂં વિચારવાનું બંધ કરી દીધું. ધીરે ધીરે મેં મારા વિચારોને બદલવાની કોશિશ કરી :
કૂતરાઓ ભસે છે તે મારી ઊંઘ બગાડે છે … '
'કૂતરાઓ ભસે છે … '
'અમુક પ્રાણીઓ અમુક પ્રકારનો અવાજ કરે છે … '
સમય પસાર થતાં જ હું આ વાક્ય પર આવી ગયો. મને ઊંઘ આવી રહી છે. ગમે તેમ પણ મને આજકાલ અદ્વનૂત ઊંઘ આવે છે. આભાર માસ્ટર !"
આ તમારી સાથે પણ બની શકે છે. જો તમે તમારી નકારાત્મકતાને છોડવાનું જાણતા હો. જો નકારાત્મક પ્રતિક્રિયા આપવાનું છોડી શકતા હો, તો કોઈપણ પરિસ્થિતિની સાથે કામ પાડીને તેનો ઉકેલ લાવી શકાય છે. 'મણિપૂર્ટક ચક્ર' ને ખોલવાની આ ચાવી છે.
પરંતુ મન હંમેશા બંધાવા માટે આતુર હોય છે, આંતરિક બબડાટની સાથે ગોઠવાઈ જવા તૈયાર હોય છે. ચિંતાનું આ પાયાનું કામ છે. મન હંમેશા દરેક વસ્તુની ક્રોપી બની જાય છે. તેને હંમેશા ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યની સરખામણી જોઈએ છે. અને આ સરખામણી, આ ચુકાદાઓ જ ચિંતાને જન્મ આપે છે.
ચિંતાઓ આપણાં મનની જાણીતી તરેહોનાં રહેઠાણ સિવાય કશું જ નથી. આ તરેહોને માનસશાસ્ત્રના ક્ષેત્રમાં અંકીત કોતરણીઓ કહે છે. આ કોતરણીઓ ભૂતકાળની યાદોના સિક્કાઓ છે. વિચારો આપણી અંદર રહેલો વર્તમાન અને ભવિષ્યની અનિચ્છનીય ક્રિયાઓનો સ્ત્રોત છે. આ સંગ્રહાયેલ કોતરણી ને કારણે જ આપણે વર્તમાનને અતાર્કિક પ્રતિક્રિયાઓ આપીએ છીએ .
આપણે દરેક ક્ષણને જેવી છે તેવી કેમ નથી લઈ શકતા ? આપણે ભૂતકાળ અને ભવિષ્યની ક્ષણોને જોડીને જ આપણો આખરી મત કેમ બાંધીએ છીએ ? શા માટે મન જે દરેક વસ્તુઓ જુએ છે તેમાં મળતા પણું જોવા માંગે છે? અને તેમાં એ જ્યારે નિષ્ફળ જાય છે, ત્યારે તેને માટે પચાવવું કેમ મુશ્કેલ બની જાય છે ? આવું બનવાનું કારણ એ છે કે, તમે દરેક બાબતને તમારી અંદરના માનસ નક્શા પ્રમાણે જ જુઓ છો. તમારી અંદર કોતરાયેલી નક્શી પ્રમાણે જુઓ છો અને જયારે તેમાં નિષ્ફળતા મળે છે, ત્યારે તમે ચિંતામાં આવી જાવ છો.
તમે મને ક્યારેય ચિંતા કરતો જોયો છે ? તમારા માંના કેટલાએ મને પૂછવું કે હું કાયમ આવો આનંદિત અને નિશ્ચિત કેમ રહુ છું. હું તમને કહું છું : હું બસ આ ક્ષણમાં જીવું છું. બસ આટલું જ. ભૂતકાળને મારા મનમાં સંદર્ભ માટે લઈને ફરતો નથી. હું બસ આવા પ્રકારના સંદર્ભોથી મારા મનનો બોજ વધારતો નથી. હું મારી સ્વયં સ્હરણાથી કામ કરૂં છું. જુની ઘરેડમાંથી નહીં.
હું વહેતી નદી જેવો છું. તમારામાંથી ઘણાં મારી સાથે હશો ત્યારે હિમાલયમાંથી પ્રવાહિત થતી ગંગાને જોઈ છે. એ અતિ સુંદર છે. તે અમુક ચોક્કસ જગ્યા પર શાંત દેખાય છે, તો ક્યાંક તોફાની દેખાય છે, ક્યાંક રફ્દીક જેવી નિર્મળ દેખાય છે તો બીજી જગ્યાએ ડહોળી દેખાય છે. જેવો માણસ તેની સામે આવે છે તેવો અનુભવ તેને થાય છે.
બે વ્યક્તિઓ તેની સામે જઈને અનુભવની નોંધોની સરખામણી કરી શકે ? કેવું મૂર્ખતાભર્યું લાગે ? નદી બસ અસ્તિત્વનું સંગીત બનીને વહ્યા કરે છે. બસ ! હું ગંગા જેવો છું. હું કોઈપણ યોજના વગર વહ્યા કરૂં છું. સ્વયં સ્કૂરણાથી, ચિંતા વગર, અસ્તિત્વ જ મહાન યોજનાકાર છે.
મારી આ સ્વયં સ્ફરણાને લીધે લોકો મારી ટીકા કરે છે કે હું પરસ્પર વિરોધી વાતો કરૂં છૂં. અહીં તમે બધાં છો, તેમાંથી કેટલાએ મારા કહેવાતા વિરોધાભાસી જેવા શબ્દો વિશે, વર્તન વિશે ફરિયાદ કરી છે ? હાથ ઊંચો કરો !
(લાંબો સમય પસાર થાય છે થોડા લોકો કરે છે.) જોયું મને ખાત્રી છે કે તમારામાંના દરેકના મનમાં આવો વિચાર અમુક મુદ્દા પર આવ્યો જ હોવો જોઈએ. પરંતુ જેમનામાં હિંમત હતી તેમણે તેના હાથ ઊંચા કર્યા.
ગંગા વિસંવાદી છે તેવું તમે કહી શકો ? તમે આવું કહી શકો કે ગંગા એ અમુક ચોક્કસ પ્રકારે જ વહેવું જઈએ ? ના ! નદી આ રીતે વહે છે બસ, આટલું જ; તમે તેની ટીકા કરી શકો નહીં. આવી જ રીતે હું વહ્યા કરૂં છું અને તમે મને વિસંવાદી કહી શકો નહીં. હું ક્ષણે-ક્ષણે જીવું છું. જ્યારે તમે આગળ પાછળની ક્ષણોને જોડીને, ગુંચવીને જીવો છો. પરીણામ શું આવે છે ? તમને ભારનો અને ચિંતાનો અનુભવ થાય છે.
તમે જયારે ઘણી બધી ક્ષણોનો ભાર ઉપાડો છો તો તે ભારે ન લાગે ? આવી જ રીતે જો એક જ ક્ષણમાં હોતો હળવાશ ન લાગે ? તમારી બધી ચિંતાઓનું કારણ તમે ભૂતકાળની ઘરેડને વર્તમાન સાથે, ભવિષ્યની ક્ષણો સાથે જોડી દો છો, તે છે. આ બધી પ્રક્રિયામાં તમે વર્તમાન ચૂકી જાવ છો, હકીકતમાં જે તમારા માટે ભેટ હોય છે. તમે સતત ભૂતકાળ
અને ભવિષ્યને ખાતર વર્તમાન ચકી જાવ છો. અંતે ભૂતકાળ અને ભવિષ્યકાળ જ રહે છે, તમારો વર્તમાન કાળ રહેતો નથી.
ચિંતાના પ્રવાહની આ તરેહોના પ્રવાહો તમારા મનને ટેકો આપતું તત્વ બની જાય છે.
એક નાની વાર્તા :
બે મિત્રો એક નવી બહાર પડેલી ફિલ્મ જોવા થિયેટરમાં ગયા.
બેમાંથી એક જણાએ જોયું કે, તેનો મિત્ર વારંવાર ઘડીયાળ સામે જોયા કરે છે.
તેણે તેને હળવેથી પૂછયું, "તને ફિલ્મમાં મજા નથી આવતી ?"
મિત્રે જવાબ આપ્યો; " આવે છે, હું તો માત્ર મજા કરવામાં હવે કેટલો વધારે સમય બાકી રહ્યો છે, તેનો વિચાર કરૂં છું."
હકીકતમાં આપણામાંના મોટાભાગના આવા જ છીએ. આપણે ચિંતાથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે, જો કોઈપણ ચિંતા ન હોય તો, આપણને ચિંતાવગરનો સમય કેટલો ચાલશે, તેની ચિંતા થાય છે ! આપણે જયારે મજા કરતાં હોઈએ છીએ, ત્યારે આપણે વિચારતા હોઈ છીએ કે હવે મજા કરવાનો કેટલો સમય બાકી રહ્યો છે. પછી આપણે ક્યારેય મજા કઈ રીતે કરી શકીએ ? જયારે તમે સતત આ રીતે જ વિચારો છો, ત્યારે તમે તમારી જાતને બધો સમય ભવિષ્યમાં જ રાખો છો. જયારે તમે ભવિષ્યની ક્ષણને આનંદ માટે પડકવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે વર્તમાન ક્ષણનો આનંદ ગુમાવી દીધો હોય છે !
હું જે કહેવાનો પ્રયત્ન કરૂં છૂં તે તમને સમજાય છે ?
જો તમે તમારી જાતનું અને તમારા ફ્રટુંબના બીજા સભ્યોનું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરશો તો, તમને હું જે કહ્યું છું, તેનું તમે નિરીક્ષણ કરી શકશો.
દરેક વ્યક્તિ જયારે ચિંતા ગ્રસ્ત હોય છે, ત્યારે તે પોતાને મહત્વની અને સર્જક સમજતી હોય છે. હકીકતમાં જેમ ચિંતા વધારે હોય તેમ વ્યક્તિને પોતાની જાત માટે વધારે સારૂં લાગે છે. કારણ કે આટલી બધી ચિંતાઓને સંભાળી શકવાનો તેના અહમને સંતોષ મળે છે. આટલા માટે જ તમે જયારે તમારી ચિંતા બાબતમાં બીજા સાથે વાતો કરો છો ત્યારે તરત જ કહેશો; "અરે આતો કંઈ નથી, મારી સમસ્યાઓ તો તમને ખ્યાલ આવશે કે તે કેવી ભયંકર છે." આવું એટલા માટે બને છે કે, લોકો મોટી ચિંતાઓ ઉઠાવીને પોતાની જાતને મહાન સમજે છે.
સતત ચિંતાઓ વિશે વિચારવાથી શું બને છે ? કશું જ નહીં. તમારી દસ ચિંતાઓ પછીની અગિયારમી ચિંતા હતાશા લાવે છે. બસ આટલું જ.
આપણે કામ કરતી વખતે પણ ચિંતા કરતાં હોઈએ છીએ. સ્પષ્ટતાથી સમજીલો. જ્યાં ચિંતા હોય છે, ત્યાં કામ થતું નથી. અને જ્યારે ખરેખર કામ થાય છે, ત્યારે ચિંતા હોતી નથી. જયાં ચિંતા હોય છે ત્યાં સર્જનાત્મકતા હોતી નથી. અને જયાં સર્જનાત્મકતા હોય છે ત્યાં કોઈ ચિંતા હોઈ શકે જ નહીં. સર્જનાત્મકતા સાચી ભક્તિ છે. તમે જ્યારે સર્જન કરતાં હો છો, ત્યારે તમે ભગવાનની નજીક હો છો. સર્જનાત્મકતા હૃદયમાંથી આવે છે. ચિંતા મનમાંથી આવે છે.
તમે ભૂતકાળની પાછળ દોડો છો અને ભવિષ્યનું વિચાર્યા કરવામાં તમારો વર્તમાન ચૂકી જાવ છો. ભૂતકાળને છોડીને વર્તમાન જીવવું એ જ આધ્યાત્મિકતા છે. અત્યારે તમે ભૂતકાળના બોજથી ભરાયેલા છો. તમારો બોજો દરરોજ વધતો જાય છે. આને લીધે તમારી જાતને બોજથી દબાઈ ગયેલી અનુભવો છો.
ભૂતકાળના બોજામાંથી કેમ મુક્ત થવું તે તમે જાણતા નથી. તમે ફકત તેને લઈને કેમ ફરવું તે જ જાણો છો. તમને લાગે છે કે તમારે તેને લઈને જ ફરવાનું છે. સમાજે તમને આ શીખવી દીધું છે. જો તમે તેને છોડી દેવાની કોશિશ કરશો તો તમે ગુનાહિત ભાવના અનુભવશો, એવું તમને શીખવી દેવાયું છે.
સમાજ તમને કહે છે કે જો તમે ભૂતકાળને છોડી દેશો તો મહાન નહીં રહો. હું તમને કહ્યું છું, આ તદન મુર્ખામી ભર્યું છે. તમારે તમારો ભૂતકાળ સાથે લઈને જીવવાની કોઈ જ જરૂર નથી. જે લોકો તમને આવું કહે છે, તેઓ એ જાણતાં નથી કે, તમારે અસ્તિત્વ પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવવાની, અને દરેકને તેનો અંશ માનવાની બાબત છે. નહીં કે ભૂતકાળના બનાવોને માથે લઈને અલગતા અનુભવવાની.
તમે જયારે ભૂતકાળ છોડી દો છો, ત્યારે વર્તમાન તમને આશ્ચર્યજનક લાગે છે. સમાજે તમને હમેશા વર્તમાનને ભૂતકાળની જેમ માણતા શીખવ્યું છે. વર્તમાનને વર્તમાનની જેમ ક્યારેય નહીં. તે તમને દરેક બાબતને ભૂતકાળ બનાવીને આનંદ માણવાનું શીખવે છે.
મેં લોકોને પોતાની સાથે કેમેરા અને વિડિયો કેમેરા લઈને રજાઓ ગાળવાં જતાં જોયા છે. તેઓ તેમની આસપાસ ફેલાયેલા અદ્દભૂત કુદરતી સૌંદર્યને માણવાને બદલે, આ બધાં દ્રશ્યોને તેમના કેમેરામાં ઝડપવા માં જ અટવાયેલા જ રહે છે.
પછી તેઓ ઘરે જશે, ફીલ્મા ને ધોશે, ચાર દિવાલોની વચ્ચે સોફા અને ફોટામાં અથવા વિડિયોમાં પેલાં કુદરતી દ્રશ્યોનો આનંદ માણશે. તેઓ અસલ વસ્તુ ચૂકી ગયા હોય છે બસ. અને આ બધા ફોટોગ્રાક્સ કુટુંબી જનો અને મિત્રોને બતાવીને કહ્યા કરશે કે અમે આટલી જગ્યાઓની મુલાકાત લીધી છે ! પરંતુ તેઓ જયારે ખરેખર તે જગ્યાઓ પર હોય છે, ત્યારે ક્યારેય તેનો આનંદ ઉઠાવતાં નથી ! તેઓ બધું જ ગુમાવી દે છે.
તમે પરિવર્તનને ભૂતકાળ બનાવીને પછી જ તેનો આનંદ લો છો. માટે જ લોકો કહે છે; '' એ અમારા સોનેરી દિવસો હતા. " હકીકતમાં તે દિવસો દરમ્યાન એ વખતે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ સોનેરી દિવસો છે. એ વખતે તમે કહેતાં હશો કે આના પહેલાંના દિવસો 'સ્રોનેરી' હતાં. બસ આટલું ! આવી રીતે તમારી ચિંતાઓથી તમે તમારી જાતને છેતરો છો.
તમે વર્તમાનની સુંદરતા સંપૂર્ણ પણે ગુમાવી દો છો. તમે જયારે વર્તમાન સાથે તાલમાં, લયમાં હો છો ત્યારે દરેક ક્ષણ ઉત્સવ બની જાય છે અને તમારે આનંદ મેળવવા માટે ભૂતકાળના બનાવોને યાદ કરવાની જરૂર પડતી નથી. જ્યારે દરેક ક્ષણ ઉત્સવ હોય છે, ત્યારે તમે સતત વર્તમાનમાં રહો છો, કારણ કે તમે દરેક ક્ષણનો આનંદ ઉઠાવા છો. તમે આનંદ માટે ક્યારેય ભૂતકાળ પાસે જતાં નથી.
ચિંતાઓ માટે ભૂતકાળનું વિશ્વેષણ કરવું એ સમય નો બગાડ છે. કારણ કે દરેક ક્ષણે તમે નવી વ્યક્તિ હો છો ! દરેક ક્ષણે તમે વિસ્તરો છો; દરેક ક્ષણે તમે ઊપર ઉઠતા હો છો. તમે આખા અસ્તિત્વનો હિસ્સો છો અને અસ્તિત્વ
દરેક ક્ષણે બદલાય છે. પછી તમે ઉપર ઉઠેલી બુધ્ધિથી ભૂતકાળનું વિશ્વેષણ કઈ રીતે કરી શકો ? એ બિલકુલ અપ્રસ્તુત છે.
આગળ વધેલી બુધ્ધિથી ભૂતકાળનું ક્યારેય વિશ્લેષણ ન કરો. એ મુર્ખતા ભર્યું કામ છે. એ તમને વધારે ચિંતા અને દોષની ભાવના તરફ દોરી જાય છે. દરેક ક્ષણે તમે મૃત્યુ પામો છો અને નવી વ્યક્તિ બનો છો. આ સત્ય છે. જરા સમજવાની કોશિશ કરો.
તમે ક્યારેય કોઈ ભેંસ અથવા ગાયને ચિંતા કરતી જોઈ છે ? તમે કોઈ છોડને ચિંતા કરતો જોયો છે ? શું તેઓ ચિંતાઓ વગર જીવતા નથી ? પછી તમે ચિંતા શું કામ કરો છો ? હું તમને કહું છું; "ચિંતા માણસની તદ્દન બિન સર્જનાત્મક આદત છે. ચિંતાઓ તમારી અંદર સતત બબડાટના સ્વરૂપે પેદા થયા કરે છે અને તમને બિન સર્જનાત્મકમાં ડુબેલાં રાખે છે.
તમારી બધી જ ચિંતાઓ, તમે જે ભાષા જાણો છો તેના શબ્દોના સંગ્રહ સિવાય કશું જ નથી. અને તે તમારામાં વધારે ગુંચવણો અને ખોટા અર્થઘટનોનું કારણ બને છે. શબ્દો જ દરેક ગેરસમજનું મૂળ કારણ છે. પરંતુ કરવું શું? આપણે માત્ર શબ્દોથી જ વાતચીત કરવાનું જાણીએ છીએ.
હું લોકોને હંમેશા કહું છું; "હું કહું છું કંઈક અને તમે સમજો છો કંઈક બીજૂં" અને અહીં જ સમસ્યા શરૂ થાય છે. દરેક પોતાનો શબ્દકોષ (ડિક્રશનેરી) લઈને ફરે છે. તેમની રીતે શબ્દોનું અર્થઘટન કર્યા કરે છે.
એક નાની વાર્તા :
એક માણસે તેની પત્નીને કહ્યું; "તને ખબર છે. એવું કહેવાય છે કે રંગ કરવાની પીંછીઓ બનાવવા માટે દસ વરસે ૫૦૦૦ ઊંટોનો ઉપયોગ થાય છે."
પત્નીએ કહ્યું; ''હે ભગવાન ! તો પછી એ લોકો પ્રાણીઓ પાસે બીજું શું કરાવતા હશે તે તો કલ્પના બહારની વાત છે."
પતિ કંઈક કહે કહે છે અને પત્ની કંઈક બીજું જ સમજે છે. આપણે બધાં મોટે ભાગે આવું જ કરીએ છીએ. માટે જ કહુ છું, શબ્દો ગુંચવાડો છે. પરંતુ દુ:ખની વાત એ છે કે માણસ ફકત શબ્દોથી વાત કરવાનું જ જાણે છે. તે શબ્દોમાં, વધારેને વધારે શબ્દોમાં પકડાતો જાય છે.
તમે જો જો, શબ્દો હંમેશા બીજાં વધારે શબ્દો પેદા કરે છે. પરંતુ બે શબ્દોની વચ્ચે એક અવકાશ, શાંતિ હોય છે. એક નાની જગ્યા, જેને આપણે ધ્યાનમાં લઈ શકતા નથી. આ એવો અવકાશ છે. જેના માટે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણને હકીકતમાં જે જોઈએ છે, તે આ અવકાશમાં રહેલું હોય છે.
આ અવકાશ એટલો સૂક્ષ્મ છે કે આપણે આખો દિવસ તેમાંથી પસાર થઈએ છીએ, છતાં પણ તેના આનંદની ઉપેક્ષા કરીએ છીએ. જ્યારે હું વાતો કરૂં છું, ત્યારે તમે તમારા આંતરીક બબડાટનો વધારે અનુભવ કરતાં નથી કારણકે તમે મારા વ્યાખ્યાનમાં અત્યંત તલ્લીન હો છો. તમે જયારે મારા શબ્દોમાં ખૂબ જ તન્મય હો છો, ત્યારે હું વચ્ચે થોડો અવકાશ અને શાંતિ આપું છું અને એ અવકાશ વચ્ચેની શાંતિ તમે જે માટે અહીં આવ્યા છો તેનો ઉકેલ આપે છે.
અમુક વખત મારાં વ્યાખ્યાનમાં હું વાતો કરતી વખતે લાંબો અવકાશ આપું છું. હું આ અવકાશ આપું છું, જેથી તમે ગ્રહણ કરી શકો અને શાંતિના સાક્ષી બની શકો, જે તમારી અંદર જાગ્રતતા વધારવામાં મદદ કરે છે. પરંત્ નિરપવાદ શું બને છે ? જે ક્ષણે હું અવકાશ આપું છું, લોકો બેચેન બનવાનું શરૂ કરી દે છે. તેઓ બેચેનીથી પોતાની વસ્તુઓની ચિંતા કરવાનું શરૂ કરી દે છે અથવા આજુબાજુ જોઈને વાતો કરવાનું શરૂ કરી દે છે. ફરી શબ્દો ભેગા કરવા માંડે છે.
સાચી શાંતિ ફકત પૂર્ણ જ્રગ્રતતા સાથે પ્રવાહીત થાય છે. બીજું કશું જ નહીં. આમાં માત્ર તમારૂં મોં બંધ રાખવાનું નથી. જો તમને આ શાંતિ, અને જાગૃતતાની ઝલક મળી જાય, તો તમે સમજી જશો કે બધો સમય હું શું કહી રહ્યો છું.
હવે તમારૂં મન પૂછવાનું શરૂ કરશે; "હું આંતરીક બબડાટ અને વિચારોને બંધ કઈ રીતે કરી શકું ? હું સાચી શાંતિનો અનુભવ કઈ રીતે કરી શકું ?" આવા વિચારો તમારા મનમાં ખટકવા માંડશે અને તે એક વધારાની ચિંતા બની જશે !
જુઓ સમજવાનો પ્રયત્ન કરો : તમે ક્યારેય વિચારવાનું બંધ કરી શકો નહીં. તમારે વિચારવાનું બંધ કરવું છે. એ પણ એક બીજો વિચાર જ છે ! જો તમે બળપૂર્વક એકાદ ક્ષણ માટે શાંત રહેવાની કોશિશ કરશો તો, તે આપપો જે મેળવવી છે તે શાંતિ નહીં હોય, તે પરાણે લાવેલી મૃત શાંતિ હશે. આપણે જે શાંતિ પ્રાપ્ત કરવી છે, તે તરંગીત અને દિવ્ય આનંદવાળી શાંતિ-અસ્તિત્વની શાંતિ છે.
આ માટે શું કરવાની જરૂર છે ? માત્ર મનનું નિરીક્ષણ કરો. બસ આટલું જ. નિરીક્ષક બની જાવ. કોઈપણ ચૂકાદો ન આપો; કોઈપણ વિચારનો પ્રતિકાર ન કરો. ભગવાને આપેલી ભેટ હોય તે રીતે આભારવશતાની લાગણીથી તેનું નિરીક્ષણ કરો. આ આંતરીક શાંતિ તરફનું આ પહેલું પગલું છે.
ધીરે-ધીરે તમારી જાગતતા વધતી જશે અને એ તમને તમારી જાતમાં કેન્દ્રિત કરશે અને તમારી અંદર શાંતિનો વધારો કરશે. હું જ્યારે કહ્યું છે કે શાંતિમાં વધારો થશે ત્યારે મારો કહેવાનો અર્થ છે, તમારો આંતરીક બબડાટ ઘટતો જશે અને તમે વધારે નિરીક્ષણ કરતાં જશો. આ વધેલી શાંતિ સાથે તમારી જાગૃતતા વધશે અને તમારી અંદર એક વર્તુળાકાર પ્રક્રિયા શરૂ થઈ જશે.
આ જાગૃતતા સાથે તમે તમારી આસપાસની સુંદરતાની મજા લઈ શકશો. એવું નથી કે સુંદરતા એકાએક આવી ગઈ છે. તે તો હંમેશા ત્યાં હતી જ ! પરંતુ તમે તે માટે જાગૃત નહોતા. તમે તમારી અંદર એટલા બધાં રોકાયેલા હતા કે તમને તે દેખાતી નહોતી. હવે તમારી જાગૃતતા સાથે તમે તેને ઉત્સવની જેમ માણી શકો છો ! એકાએક કુદરત તમારી તરફ તેની સમગ્ર ભવ્યતા સાથે ખીલવાનું શરૂ કરી દે છે. તમારૂં આંતરિક પરિવર્તન થાય છે. અને જયારે આ બને છે; બહારની દ્દુનિયા આપો આપ પરિવર્તિત થઈ જાય છે !
તમે જ્યારે જાગૃતતામાં શીખો છો, ત્યારે તમે તમારા મનનાં પૂરેપૂરા શાણપણનો ઉપયોગ કરો છો. મન તમારૂં કહ્યાગરૂં આવશ્યક સાધન બની જાય છે. તમને જયારે ઈચ્છા થાય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. એ તમારૂં જોખમી દુશ્મન મટીને વિશ્વાસુ મિત્ર બની જાય છે.
જયારે તમારો આંતરીક બબડાટ ઘટી જ્યારે તમારો ટી.પી.એસ. અથવા એક સેકંડમાં આવતા વિચારોનો
દર. એક સેકંડ માટે અટકી જાય છે. ત્યારે તમે એ સેકંડ પરતા પરેપરા વર્તમાનમાં હો છો. તમે તમારો ભૂતકાળ અને ભવિષ્યનો રસ્તો ખુલ્લી કિતાબની જેમ જોઈ શકો છો. જયારે તમારો આંતરીક બબડાટ ઊંચો હોય છે, ત્યારે તમે બધો જ સમય કાંતો ભૂતકાળમાં હો છો અથવા ભવિષ્યમાં હો છો. વર્તમાનમાં ક્યારેય નથી હોતા.
ભવિષ્ય અને ભૂતકાળનો માર્ગ સ્પષ્ટ જોઈ શકવો એટલે શું, તે હું તમને સમજાવું છું; ક્યારેક તમને આ અનુભવ થયો હશે : તમે જયારે કોઈ પ્રવચન અથવા પાર્ટી અથવા કોઈ બીજી જગ્યાએ જાવ છો અને અચાનક જાણે ક્યાંથી તમને એવું લાગે છે. કે આવું જ દેશ્ય પહેલાં પણ બની ગયું છે. આવો જ વાર્તાલાપ, જગ્યા, આ જગ્યાની થોડી રસવાળી બાબતો, આ બધું પહેલાં તમે જેમ જોયું હોય તેમ એ દેશ્ય ફરી વખત તમારા મનમાં ઉપસી આવે છે. તમને આંચકો લગી જાય છે. અથવા તમારા મનમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ વિશે વિચાર આવે છે, એવો કોઈ મિત્ર કે જેનો ઘણાં સમયથી સંપર્ક નથી થયો. અને એ જ વખતે તમારા પર તેનો ફોન આવે છે. તમે હવે પછીની થોડી ક્ષણોમાં શું બનશે તે જાણી શકો છો. આવું બને છે ત્યારે તમને નવાઈ લાગે છે. આ થોડી પળો દરમ્યાન તમે પૂરેપુરા વર્તમાનમાં હો છો. ગમે તેમ પણ આકસ્મિક જ તમે વર્તમાનમાં આવી જાવ છો.
તમે ગંભીરતાથી ક્યારેય વર્તમાનમાં હોતા નથી. તમે હંમેશા ભૂતકાળ અથવા ભવિષ્યમાં હો છો. તમે વર્તમાનને સ્પર્યા વગર જ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ફર્યા કરો છો. આ સત્ય છે. પરંતુ આકસ્મિક જ તમારા વિચારો ધીમા પડી જાય છે અને એક સેકંડ માટે તમે વર્તમાનમાં આવી જાવ છો.
તમે જયારે એક સેકંડ માટે સંપૂર્ણ વર્તમાનમાં હો છો, ત્યારે તમારો ભૂતકાળ અને ભવિષ્ય તમારા માટે પારદર્શક બની જાય છે. એટલે તમને આવી અંતઃસ્ફરણાઓ થાય છે.
તમે જુઓ છો; આપણું વિચારવાનું ક્યારેય સ્પષ્ટ હોતું નથી. એ માત્ર એકબીજા સાથે જોડાયેલું હોય છે. આ સાચું વિચારવાનું નથી.
હું તમને સમજાવું છું; જોડાયેલું વિચારવાનું એટલે શું.
તમે સવારમાં ઉઠો છો અને તમારા બગીચામાં એક ખીલેલું ગુલાબ જુઓ છો. તરત જ તમારૂં મન ભૂતકાળમાં તમને ક્યારેય કોઈએ ગુલાબ આપ્યું હશે ત્યાં પહોંચી જશે; તમારું મન તમે એ વખતે ફલને જે પ્રતિક્રિયા આપી હશે તેમાં અથવા પેલી વ્યક્તિ વિચારવા માંડશો. પછી તે વ્યક્તિ સાથે થયેલી ઘટનાઓ વિચારવા માંડશો. અને શું બને છે? તમારી સામે જે ગુલાબ ખીલેલું છે, તેની મજા લેવાનું તમે ચૂકી જાવ છો !
આવી રીતે તમે ભૂતકાળ પાછળ દોડો છો અને વર્તમાનને ગુમાવી દો છો. હું તમને 'જોડાવુ' શબ્દ આ અર્થમાં કહું છૂં. તમારા મનની હાલની ગોઠવણીનો આ સ્વભાવ છે. જ્યાં સુધી તમારા મનની ગોઠવણી આ રીતની રહે છે, ત્યાં સુધી તમે સતત ભૂતકાળ અથવા ભવિષ્યની પાછળ શબ્દો પેદા કર્યા કરો છો. તમારી અંદર વધારે ને વધાર શબ્દો પેદા થયા કરે છે.
ગુરુઓ હંમેશા વર્તમાનમાં જીવે છે. આટલા માટે તેમની સામે ભૂતકાળ અને ભવિષ્યનો વિશાળ દરિયો ખુલી ગયો હોય છે. તમારા માટે આવું આકસ્મિક જ ક્યારેક એક સેકંડ માટે બને છે. ત્યારે તમે ચોંકી જાવ છો! તમે અજાગૃત પણે જીવાથી એટલા બધાં ટેવાઈ ગયા છો કે તમે જયારે એક ઝાટકા સાથે જાગૃતતામાં આવી જાવ છો, ત્યારે તમારા માટે આ વાસ્તવિકતા ઘણી બધી વધારે થઈ જાય છે.
તમે વર્તમાનમાં અથવા વાસ્તવિકતામાં કેટલો સમય રહો છો, તેમાં તમારો ટીપીએસ મુખ્ય ભાગ ભજવે છે. તમારો ટીપીએસ જયારે વધારે હોય છે, ત્યારે તમે અજાગૃતતામાં જીવો છો. તમે વાસ્તવિકતામાં ફેંકાવા માટે ઘણા દૂર હો છો.
સમજીલો : તમે જે કરો છો તેજ તમારા માટે બોલશે. તમારું બોલવું તમારે માટે કશું જ નહીં કરે. પછી તમે તે બહાર બોલો કે તમારી અંદર બોલો. તેનાથી કોઈ ફરક પડતો નથી. માત્ર જાગૃતતા લાવો અને આપોઆપ બોલવાનું અટકી જશે.
લોકો મને કહે છે; "માસ્ટર અમે વેકેશન માણવા ગયા અને તે નરકમાં ફેરવાઈ ગયું." હું તમને કહું છું. નરક તમારી અંદર છે, જેને તમે તમારી સાથે દરેક જગ્યાએ લઈ જાવ છો. તમે જ્યાં જશો ત્યાં તમને એ ચોક્કસ દેખાવાનું જ! તમે જયારે જીવતા હો છો, ત્યારે બીજાને નરકમાં નાંખો છો અને જયારે મરો છો ત્યારે તમને નરક મળે છે. તમે જયાં પણ જાવ છો, તમારે તમારા નરકને સાથે લઈ જવું છે. તમને નરકથી એટલો બધો લગાવ થઈ ગયો છે કે, તમને કોઇ સ્વર્ગ બતાવે તો પણ તમને ત્યાં મજા નહીં આવે !
એક નાની વાર્તા :
એક દિવસ ત્રણ માછીમારો માછલીઓ વેચવા ગયા. તે દિવસે તેમને ખૂબ જ મોડું થઈ ગયું, એટલે તેમણે રસ્તામાં કોઈક ઘરમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું.
તેઓ એક સ્ત્રીના ઘરમાં દાખલ થયા. તે સ્ત્રી પોતાના જીવન નિર્વાહ માટે જસ્મીનના ફૂલોનો વેપાર કરતી હતી. માછીમારોએ તે સ્ત્રીને તેના ઘરમાં એક રાત રોકાવા દેવા માટેની વિનંતી કરી.
સ્ત્રીએ હા પાડી. એટલે પેલા ત્રણે જણાં તેમને ફાળવેલા રૂમમાં સુવા માટે ગયા.
આખું ઘર જસ્મીનના ફૂલોની સૂગંધથી ભરાયેલું હતું.
માછીમારોએ ઘણી બધી કોશિશ કરી પણ, એ લોકોને કેમેય કરીને ઉંઘ ન આવી.
તે લોકો આમ-તેમ પડખાં ફેરવી રહ્યા હતાં. શું કરવું તેની તે લોકોને ખબર પડતી નહોતી.
પછી એકાએક ત્રણમાંનો એક માછીમાર ઉભો થયો, બહાર ગયો અને તેમની માછલીઓ ભરવાની ટોપલીઓ લઈ આવ્યો, અને તેમના માથા નીચે મૂકી દીધી. તરત તેઓ ઘરસઘાટ ઊંઘી ગયા !
આપણે જયાં પણ જઈએ છીએ, ત્યાં આપણી ચિંતાઓને સાથે લઇને જઈએ છીએ અને તેને પોષણ આપવાનું આપણને સારૂં લાગે છે. અને આપણે ફરીયાદ પણ કરીએ છીએ કે, આપણને હંમેશા ખૂબ જ ચિંતાઓ રહે છે. આપણે અમુક વસ્તુમાંથી મુક્ત થવા ઇચ્છીએ છીએ, પરંતુ આપણે આપણમાં પરિવર્તન લાવીને તેમાંથી મુક્ત થવાનું ઇચ્છતા નથી. આ રીતે આપણી અંદર કેટલો બધો વિરોધાભાસ હોય છે.
ગમે તે હોય, આમાંથી આપણે મુક્ત કઈ રીતે થઈ શકીએ ? આપણો અભિગમ કેવો હોવો જોઈએ ?
કેવી રીતે મુક્ત થવું અને તમારો અભિગમ કેવો હોવો જોઈએ; આ બન્ને સવાલોનો ફકત એક જ જવાબ છે. તમે જે કંઈપણ કરો, તેમાં તમે આનંદનો અનુભવ કરી શકવા જોઈએ બસ. આટલું જ. તમારી અંદરનો અવકાશ અથવા તમારી જાગૃતતા જ તમારા જીવત્તા નક્કી કરે છે. આ અવકાશ-જગ્યા હંમેશા શુધ્ધ અને આનંદિત હોવી જોઈએ.
એ સાબિત થઈ ચક્યું છે કે. એક વૈજ્ઞાનિક જયારે પ્રયોગ કરતો હોય છે, ત્યારે તેની જાગતતા જ મુખ્ય ભાગ ભજવે છે. નિરીક્ષણોથી એવું પણ જાણવા મળ્યું છે કે, આવી જ બાહ્ય પરિસ્થિતિનું નિર્માણ કરીને બીજા વૈજ્ઞાનિક પાસે તે જ પ્રયોગ કરાવવાથી પરિણામોમાં ફરક આવ્યો હતો. તેમણે સાભિત કર્યું છે કે, આપણા આંતરીક વિચારો આપણી ક્રિયાઓનું અને તેનાં પરિણામોનું નિયંત્રણ કરે છે.
હું તમને હવે કહું છું; "આનંદ અથવા દિવ્ય આનંદ ભવિષ્યને આકર્ષે છે." આ મહાન સત્ય છે. તમે જયારે આનંદથી ઉભરાતા હો છો, ત્યારે અસ્તિત્વ તમારા પર વરસી પડે છે અને ભૌતિક સંપત્તિનો પ્રવાહ તમારા તરફ વહેવા લાગે છે. હંમેશા આભારવશતાની લાગણી સાથે રહો. બાકીનુ બધું આપોઆપ બન્યા કરશે.
માત્ર એટલું જ નક્કી કરો કે, કોઈપણ બાબતમાં દ્વઃખ અનુભવવું નથી. મનમાં જો કોઈ ચિંતા, દોષભાવના અથવા દુ:ખી બનાવ આવેતો તેની સામે જુઓ, સાક્ષી બની જાવ, મુસ્કુરાવ અને કહો; "નહીં, તું મને અસર કરી શકશે નહીં. તું શું કરીશ ?'' સરળતાથી તેની સામે જૂઓ અને પ્રણામ કહી દો. આપોઆપ જ તે બનાવ અથવા દોષભાવના તમને કોઈ જ અસર નહીં કરે. તમારી ઉપર તે હમલો નહીં કરી શકે આમ કરીને તમે દ્વઃખની અવગણના કરો છો. હું તમને તેનાથી દૂર ભાગી જવાનું નથી કહેતો. હું તમને એટલું જ કહું છું, તેની સામે જુઓ અને કહી દો આ મુદ્દો બરાબર સમજાઈ ગયો.
જો તમે આ વિચારોને દબાવવાનો પ્રયત્ન કરશો તો તે હુમલો કરવાનો લાગ જોઈને તમારા મનમાં પાછળના ભાગામાં છપાઈ રહીને પડ્યા રહેશે. વિચારોને એટલું કહો કે તમે શક્તિ વગરના છો. તમે જોશો કે તે આપોઆપ અદ્રશ્ય થઈ જશે. તે સમજશે કે તમને ઈજા પહોંચાડવામાં કંઇ માલ નથી. અને તે અદેશ્ય થઈ જશે !
હંમેશા યાદ રાખો : તમને તમારા મન, શરીર અથવા આત્મામાંથી જો કોઈ તાકાત આપી શકે તો તે ફકત આધ્યાત્મિકતા જ આપી શકે. અને એ તમને આપોઆપ પરમ આનંદ તરફ લઈ જાય છે. તમને જે કોઈ બાબત નબળાં પાડે, તે આધ્યાત્મિકત નથી અને તેથી તેની પાછળ ન પડો. આ નિયમને અફર પણે અનુસરો. ક્યારેય ન ભૂલો કે દિવ્ય આનંદ જ તમારો સ્વભાવ છે.
અને એક વધારે વાત : તમે જયારે કોઈપણ સુંદર વસ્તુ જુઓ ત્યારે, તમારી જૂની વિચાર તરેહો સાથે સરખાવીને ઠંડા પ્રેક્ષક બની રહેવાને બદલે, તેનો સંપૂર્ણ અનુભવ કરો. તમે સૂર્યોદય અને સૂર્યાસ્તને આશ્રમમાં થવા બીજે ક્યાંય તમારી જગ્યામાં જોયા છે ? તમે ક્યારેય આકાશમાં પ્રકાશના કિરણોનું રંગોમાં સુંદરતાથી થતું પરિવર્તન એકાગ્રતાથી નિહાળ્યું છે ? મોટાભાગનાં આપણે જાણતા નથી કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, અથવા સરળતાથી કહી દઈએ છીએ, "હા સૂર્ય આથમી રહ્યો છે; તેથી શું; તે તો દરરોજ એની રીતે આથમે જ છે."
હું તમને કહું છું ; જ્ઞાન તમારી નિખાલસતાને ખતમ કરી નાંખે છે અને તમારા માટે જીવન ફીક્ફું બની જાય છે. નહીંતર તમે જયારે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત જુઓ ત્યારે તે તમારૂં મેડિટેશન બની જાય છે. તેની તરફ તમારા ભૌતિક
જ્ઞાનથી જોવાને બદલે, જો તમે તેનો ભાગ બની જાવ; તેમાં એકરૂપ થઇ જાવ, તો તમે જોશો કે તમે પણ આ ઉત્સવની ઉજવણી કરી રહેલાં અસ્તિત્વનો જ એક અંશ છો. પરંતુ આપણે કહેવાતા 'જ્ઞાનને' કારણે ફિક્કાં પડી ગયાં છીએ અને આપણું આ અજ્ઞાન પણ શબ્દોનો સંગ્રહ અને આપણો આંતરીક બબડાટ તથા ચિંતા સિવાય કશું જ નથી. આપણે ઘણાં બધાં શબ્દોનો સંગ્રહ કર્યો છે અને આપણે તેની સાથે જ જીવીએ છીએ. માટે જ આપણને કોઈ બાબત વિસ્મય પમાડતી નથી. અરે ભગવાન પણ જો તમારી પાસે આવીને કહે કે હું ભગવાન છૂં તો તમે કહેશો; ''તેથી શું ?" તમારા કહેવાતા જ્ઞાનના કારણે તમે દરેક બાબતને એમને એમજ મળી છે તેવું સમજી લો છો. કિંમત વગરની સમજી લો છો.
તમારા કહેવાતા જ્ઞાનને કારણે તમે સંપૂર્ણ અસ્તિત્વને આ રીતે જ સમજો છો અને આ રીતે તમે સમગ્ર અસ્તિત્વને ચૂકી જાવ છો. તમે દુનિયાદારીની વસ્તુઓ પાછળ દોડ્યા કરો છો, જે તમને ફકત વધુને વધુ લાલસાઓ-તૃષ્ણાઓ અને ભય આપે છે. આ વસ્તુઓ પછી તમને ફરીથી તમારી મૂળ જાતથી અલગ કરી દે છે; તે તમને તમારી અંદર જોવાને બદલે બહાર જોવા માટે પ્રેરે છે; તે તમને તમારી આંતરીક તાકાત પર આધારિત કરવાને બદલે બહારની દુનિયાની ચીજો પર આધારીત કરી દે છે; તે તમને દિવ્ય આનંદમાં કાયમ માટે કેન્દ્રીત કરવાને બદલે, આનંદ અને હતાશાની વચ્ચે વારાફરતી ઝુલતા કરી દે છે.
તમને એવું લાગવા માંડે છે કે, બહારની દુનિયા જ સર્વસ્વ છે અને વધારે મોડું થાય તે પહેલાં તમારે દોડીને તેને પકડી લેવી જોઈએ. માટે જ તમે હંમેશા ઉતાવળમાં હો છો, તમારી અંદર હંમેશા બબડાટ ચાલુ રહે છે. આ કારણે જ તમે ઉંદરડાની જેમ દોડવાની હરીફાઈમાં હો છો. આથી જ તમે હંમેશા ભવિષ્યમાં જીવો છો, વર્તમાનમાં ક્યારેય નહીં.
જ્ઞાન ફકત માહિતીઓ, હકીકતો અને આંકડાઓ જ છે; તે સંપૂર્ણ પણે મૃત છે. જ્ઞાન ભેગું કરો, પરંતુ તેને કોઈપણ કાળે તમારૂં નિયંત્રણ ન કરવા દો. શીખવાનું ચાલુ રાખવું એ અલગ બાબત છે અને જીવનને જીવન તરીકે જોવું બીજી બાબત છે. મન જે કંઇ જુએ છે, તેની માહિતી ભેગી કરીને તેમાંથી તારણો તારવે છે, સારાંશો કાઢે છે અને ચુકાદાઓ આપે છે. તમે વધુ ને વધુ શબ્દો ભેગા કરવા માંગો છો, બસ આટલું જ : પરંતુ આનો ઉપયોગ શૂં ?
હું થોડા ભક્તોને લઈને મથુરા ગયો હતો. ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. તે ખૂબ સુંદર જગ્યા હતી. કૃષ્ણના દિવસોનો અનુભવ કરતાં અમે યમુના નદીમાં બેઠા હતાં. ખૂબ જ બુધ્ધિશાળી લોકાના જૂથ સાથે મારો દિવ્ય આનંદ હું વહેંચી રહ્યો હતો. હું કૃષ્ણની રાસલીલાની જગ્યા બતાવી રહ્યો હતો. હું એટલો ઉર્મિલ થઈ ગયો હતો કે ન પૂછો વાત. અને મારા ભક્તો મને કહી રહ્યા હતા કે આ જગ્યાની ટાઈલ્સ હમણાં જ બદલાવી હોય તેવી નવી લાગે છે ! હું આઘાત પામી ગયો મેં તેમને કહ્યું, આના કરતાં હું ઓછા જ્ઞાની એવા લોકોને સાથે આવ્યો હોત તો હું મારી ઉર્મિલતાના તરંગોની વહેંચણી તેમની સાથે જરૂર કરી શકત.
જ્ઞાન અંતે મરેલું જ હોય છે. ગમે તેમ લોકો માણસની કિંમત આંકવા માટે જ્ઞાનનો ઉપયોગ કરે છે. તમારી પાસે જેટલું વધારે જ્ઞાન હશે એટલું તમને વધારે માન મળશે.
જ્ઞાનથી તમે સતત મન સાથે જ જીવો છો. તમારા મનથી ક્યારેય અસ્તિત્વને જાણી શકો નહીં. તમે અસ્તિત્વને ફકત તમારા હૃદયથી જ જાણી શકો. ફકત પ્રેમ દ્વારા જ તમે અસ્તિત્વને ઓળખી શકો અને મન પ્રેમને જાણતું નથી; ફકત હ્રદય જ પ્રેમને જાણે છે. મન હંમેશા ગણતરીવાળો પ્રેમ જાણે છે. જે પ્રેમ છે જ નહીં. તે તમારી જાતને સપાટી પરનો < 3
સંતોષ આપવા માટે તમે કરેલી બીજી ગણતરી છે.
આધ્યાત્મિકતા એટલે માણસ અને અસ્તિત્વ વચ્ચેની સંપૂર્ણ સંવાદિતા અને ગહન સંબંધની સમજૂતી. તમે જયારે આ સમજી જાવ છો અને તમારી બધી જ મથામણ છોડી દો છો, ત્યારે તમે નદીના પ્રવાહની જેમ વહેવા માંડો છો. નદી પોતાની યાત્રા પુરી કરીને મહાસાગરમાં વિલીન થઈ જાય છે. તમારે ફકત જતું કરવાની જરૂર છે.
હું એમ નથી કહેવા માંગતો કે, તમે એક ખૂણામાં બેસી જશો એટલે નદી જેવા બની જશો. ના ! તમારૂં કામ એવા અતૂટ નિર્ભય વિશ્વાસથી કરો અને એવું અનુભવતા રહીને કરો કે, જે શક્તિ આખા બ્રહ્માંડને સંભાળે છે, તે જ શક્તિ તમારો શ્વાસોશ્વાસ ચલાવે છે અને તે જ જીવન શક્તિ તમારી કાળજી લઈ રહી છે. આટલુ પુરતું છે.
માત્ર જવાબદારી ઉચ્ચ સત્તાને સોંપી દો અને રીલેક્સ થઈ જાવ. પછી તમે મહારાજાની જેમ જીવી શકશો. પછી તમે વહેતી નદીનું તાલબધ્ધ સંગીત સાંભળી શકશો. અસ્તિત્વમાં ભળી શકશો, તમારી અને અસ્તિત્વ વચ્ચે સંવાદિતા આવશે. તમારે આ સંવાદિતા સાથે તાલ મેળવવાની જરૂર છે. અને પછી તમારી બધી જ ચિંતાઓ અદ્રશ્ય થઈ જશે !
અલબત્ત અસ્તિત્વ તમારી સંભાળ લે છે તેની કોઈ સાબિતી નથી. અમુક બાબતોને સાબિત કરી શકાતી નથી. તમે સાબિત કરી શકો છો કે આ જ પૂર્વ દિશા છે ? ના ! તમે સૂર્યોદય અને સૂર્યાસ્તની વિલક્ષણતાને સાબિત કરી શકો? ના! તમે ફકત તેનો અનુભવ કરી શકો. તમે તેને જેમ સાબિત નથી કરી શકતાં, તેમ તેને અન્સાબિત પણ નથી કરી શકતા.
તમે વિજ્ઞાનથી સૂર્યને રોજ ઉગતો અને આથમતો અટકાવી શકો ?
સમજી ગયા ! અસ્તિત્વ એક બાબત એવી છે કે જે તર્કની બહાર છે. જો તમે અસ્તિત્વને તર્કથી સાબિત કરી શકો તો એનો અર્થ એ થયો કે તર્ક અસ્તિત્વ કરતાં મહાન છે. અને આવું ક્યારેય ન બની શકે !
એક માણસે મને પૂછ્યું; "માસ્ટર, આધ્યાત્મિક બનવા માટે મારે હિંદુ થવું જોઈએ ?" પ્રશ્ન સાંભળીને મને આંચકો લાગી ગયો. તમારે હિંદુ બનવાની જરૂર નથી. જુઓ ખૂબ જ સ્પષ્ટતાથી સમજીલો, તમારી સમજણ પર ગમે તેનો કાબુ હોય તેને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. આધ્યાત્મિકતાના ઘેરાવામાં બધું જ આવી જાય છે.
'હું આ છું, કે હું પેલો છું.' તમારાં આ બધા જ ચિન્હો છોડી દો. તમારી જીદગીને ખુલ્લી રાખો. આ જ આધ્યાત્મિકતાનો પાયો છે. આ કંઈક આવું છે : જે માણસ હંમેશા બંધીયાર રૂમમાં જ રહે છે, તે ખુલ્લી હવા અને તાજગી વિષે જાણતો નથી. તે હંમેશા વાડા બંધીના વિચારોવાળો હોય છે. એક વખત તમે જે ક્ષણે આવા બંધનો તમારા પર સ્વીકારો લો છો, પછી તમારી અંદરના અસીમ પ્રેમ અને કરૂણાને તમે જાણી શકતા નથી. તમે ફકત ચિંતા અને ફરિયાદ જ કર્યા કરો છો. તમે ખીલી શકતા નથી.
ભગવાન બુધ્ધને એક વખત કોઈ પુછયું કે, લોકો કરૂણા સભર ના હોય તેને કેવા પ્રકારનું નર્ક આપવું જોઈએ. તેમણે જવાબ આપ્યો; "તમે તેમને નર્કમાં મોકલી શકો નહીં, કારણ કે તેઓ પહેલેથી નર્કમાં જ હોય છે. તમે જ્યારે નર્કમાં હો છો, ત્યારે બીજા માટે નર્ક પેદા કરો છો. કારણ કે તમારી પાસે જે હોય તે જ તમે બીજાને આપી શકો.
એક નાની વાર્તા :
એક માતા અને પૂત્ર વચ્ચે ગરમાગરમ દલીલો ચાલતી હતી, અને માતાએ પૂછવું; "તારે મગજ જેવું કશું છે કે નહીં ?" પુત્ર હસવા માંડ્યો.
માતાએ પૂછયું કે તું કેમ હસે છે ?
પુત્રએ જવાબ આપ્યો; "જે તમારી પાસે નથી હોતું એના વિશે જ તમે બીજાને પૂછો છો ?"
આપણે જયારે અશાંત હોઈએ છીએ ત્યારે બીજાની શાંતિમાં ખલેલ પહોંચાડીએ છીએ. આપણા મનને આપણે વારંવાર ચકાસીને જોવું જોઈએ કે, એવી કઇ બાબત છે, જે મજા અથવા પરમ આનંદ આપી શકે. સ્પષ્ટતાથી સમજી લો. સુખ દિવ્ય આનંદ કરતાં અલગ છે. દિવ્ય આનંદ તમારી અંદરની અત્યંત લાગણવિશતાની અનુભૂતિ છે, જે તમને અસ્તિત્વના અલગ જ પ્રકારના અવકાશમાં મુસાફરીનો અનુભવ કરાવે છે. સુખ અથવા ખુશી મોટે ભાગે બહારની દુનિયાની વસ્તુઓ સાથે સંબંધિત હોય છે અને આપણા માટે સતત દુ:ખ પેદા કરે છે.
સુખ એ બીજા સાથે સંબંધિત છે. જયારે દિવ્ય આનંદ પોતે જ પરિપૂર્ણ છે. દિવ્ય આનંદ કંઈક એ છે કે જેને વિરુધ્ધની બાજૂ હોતી જ નથી. સુખ અને ખુશી લોલક જેવાં છે, જે ઝૂલીને સામેના છેડ જઈને પાછા આવવા બંધાયેલા છે. પરંતુ પરમ આનંદ લોલક નથી; તે ક્યારેય ઝૂલતો નથી, બસ તે માત્ર 'હોય છે'
વારંવાર તમારા મનને બારીકાઈથી તપાસો અને જાણો કે શું આનંદ આપે છે. પછી તેને અનુસરવાનું શરૂ કરો. એક વખત તમારી અંદરથી જ અવાજ આવશે કે તમે પરમ આનંદની લાગણી તરફ આગળ વધી રહ્યા છો: એક વખત તમારી જાતમાં શ્રધ્ધા બેસી જશે, એટલે તમે તમારા જીવનની બધી બાબતોને ફરી વખત ગોઠવશો અને તેને આ પરમ આનંદ તરફની તેજસ્વી દિશા આપશો. તમારી દરેક વિચાર પરમ આનંદનો અનુભવ કરવા માટેનાં હોવા જોઈએ. તમે અત્યારે શક્તિ ખર્ચો છો, પછી તમે તેને મેળવતા થઈ જશો. તમે હંમેશા શક્તિથી ઉભરાતા હશો.
અમુક લોકો કહે છે કે અમારે ચિંતાઓ છોડીને શાંતિથી જીવવું છે. તે લોકો જે શાંતિ વિશે વાત કરે છે તે જીવંત શાંતિ નથી. તે તો મૃત શાંતિ છે. તે તો જીવન વગરની અને નિષ્ક્રિય શાંતિ છે, જે જીવનની વિવિધ લાગણીઓને કઈ રીતે સંભાળવી તે નહીં જાણવાના પરિણામે આવે છે. આવી શાંતિ લોકો ઝંખે છે, કારણ કે જિંદગીને સંભાળવી તેમના માટે વધારે પડતું થઈ જાય છે. તે 'દ્રાક્ષ ખાટી' છે કહીને દૂર જતા રહેવા જેવી વાત છે.
સાચી શાંતિ તો તમારી અંદરથી આવે છે, જેને બહાર શું ચાલી રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે માત્ર તમારી જાતમાં ખુશ હો છો; તમે દરેક બાબત અને દરેક વ્યક્તિને એ રીતે જુઓ છો કે, એક તાજગી તમને ચૂમતી જાય છે અને પસાર થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ હોય તમારી શાંતિ તમારી સાથે જ રહે છે. લોકો કે સંજોગો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતાં નથી.
સાચી શાંતિ તમારી અંદરના દિવ્ય આનંદની અનુભૂતિ સિવાય બીજું કર્યું નથી. જયારે શાંતિ પરમ આનંદમાંથી જન્મે છે, ત્યારે તે તમને અને બીજાઓને શાંતિની સ્થિતિમાં રાખે છે. એક વખત તમને તમારી અંદર આ શાંતિ મળી જાય પછી, તમે ક્યારેય નહીં કહો કે "મને શાંતિથી જીવવા દો. શાંતિમાં છોડી દો." વગેરે વગેરે … જે ક્ષણોમાં તમે
આવી વાત કહો છો; એનો અર્થ એ છે કે તમે બીજાની કૃપાથી શાંતિ મેળવવાનો પ્રયત્ન કરો છો, જે ખરી શાંતિ જ નથી.
શાંતિ તમારી અંદર વિકાસ પામતું વિશ્વાસપાત્ર કેન્દ્ર છે, જે તમને હંમેશા તમારી જાત પ્રત્યે છે. બહાર ગમેતે બનશે તે એક બીજો બનાવ હશે. બસ આટલું જ. તેને તમારી શાંતિ સાથે ક્યારેય સંબંધ નહીં હોય. જે ક્ષણે તમે તેને તમારી શાંતિ સાથે સંબંધિત કરો છો ત્યારે સ્પષ્ટતાથી સમજી લો તમારી અંદર સાચી શાંતિ આવી નથી.
અમારી દર વરસની હિમાલયની સફરમાં, તેમાંના અમુક લોકો ત્યાંની મુશ્કેલીઓ અને શરીરને અનુકૂળ ન આવે તેવી પરિસ્થિતિઓની ફરીયાદ કરતાં હોય છે. ત્યારે હું લોકોને વારંવાર કહું છું કે હિમાલયમાં હોવું એ જ બહુ મોટા આશીર્વાદ છે, જે ઘણાં બધાં લોકોને મળતાં નથી, અને તમારે તેનો ફકત આનંદ ઉઠાવવો જોઈએ અને બાકી બીજુ બધું નજીવું સમજીને છોડી દેવું જોઈએ. ગમે તેમ પણ લોકો તરત જ વ્યગ્ર બની જાય છે અને આવી નજીવી બાબતોની વાતો કરવા લાગે છે.
આવા એક પ્રસંગે, તેમાંના જ બે યુવાન ભક્તોએ મને કહ્યું, "માસ્ટર આ લોકો મુશ્કેલીઓ વિષે વાતો કરે છે અને તેના વિષે ચિંતા ન કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અમને તો કોઈ મુશ્કેલી દેખાતી જ નથી ! અમે તો બધો સમય અમારી અંદર આનંદ જ કરીએ છીએ !" મારો કહેવાનો મતલબ આ જ છે. જ્યારે તમે તમારી જાત પ્રત્યે ખુશ હો છો ત્યારે ત્યાં 'મારી શાંતિ' કે 'તમારી શાંતિ' જેવી કોઈ વાત જ હોતી નથી. તે જે કંઇપણ હોય, પણ 'તે' છે. બસ આટલું જ. તમે અહીં છો, તેઓ ત્યાં છે, એકબીજા સાથે કશું જ સંકળાયેલું નથી બસ. આટલું જ. તમે માત્ર તમારી શાંતિ અને દિવ્ય આનંદની સ્થિતિમાં ચાલ્યા કરો.
ફરીયાદ ચિંતા સાથે સંબંધિત છે કારણ કે તમે અશાંત હો છો અને શબ્દોમાં જકડાયેલા હો છો. જો તમે, માત્ર પાણીનો એક નાનો જગ અને બે જોડી કપડાં સાથે હિમાલયમાં ફરતાં ભિક્ષુકોને જુઓ, તો તમને ખ્યાલ આવશે કે તમારે પણ આના કરતાં વધારાની બીજી કોઈ જરૂર નથી. તેના વિષે ફરિયાદ કરવા જેવું કશું જ નથી.
તમે ફરીયાદ શા માટે કરો છો ? હકીકતમાં જે લોકો ફરીયાદ કરે છે તેઓને ઘણીબધી વસ્તુઓ એમ જ મળી ગઈ હોય છે; તેઓ જાણતા નથી કે શું કરવું અને તેઓ ફરિયાદ કરે છે ! જો તમારી પાસે બધું પૂરતું હોય અને જીવવા માટે તમારે કોઈ સંઘર્ષ કરવો ન પડતો હોય, તો તમારી પાસે ફરિયાદ કરવાનો સમય હોય છે. પરંતુ જ્યારે તમારૂં જવન સંઘર્ષની ટોચ પર હોય છે ત્યારે તમે તમારા કામમાં એકાગ્ર બની જાવ છો અને ફરિયાદ કરતાં નથી. કારણ કે તમે જો ફરિયાદો કરવામાં રહેશો, તો તમારૂં કામ કોણ કરશે ?
હિમાલયમાં સૌથી વધુ મજબૃત હોય તે જ બચે છે. તમારે બધો વખત જાગ્રત અને સાવધાન રહેવું પડે છે. ત્યાંની ઊંચી ભેખડો ગમે ત્યારે તમારી ઉપર પડી શકે છે; એકાએક બરફ વર્ષા થાય છે અને જાણીતી કેડીઓને ઢાંકી દે છે; ખોરાક પાણી એકાએક ખૂબ જ ઓછાં કરી નાખવા પડે છે કારણ કે પૂરવઠો હોતો નથી અને આવી ઘણી બાબતો હોય છે.
આવા સંજોગોમાં તમારે ત્યાંના લોકોનું નિરીક્ષણ કરવું જોઈએ. એ લોકો ખૂબ જ નિખાલસ, નિર્દોષ અને ઉષ્મા ભર્યો આવકાર આપવાવાળાં હોય છે, જેઓ ક્યારેય ત્યાંની ફરીયાદ કરતાં નથી. તેમની પાસે ઘણું બધું શીખવાનું છે. તેઓ કોઈ બાબતને અજૂગતિ જોતાં જ નથી; તેઓ બસ ખુશીથી રહે છે. આટલું જ. તેમની આસપાસ જે બની રહ્યું હોય છે, તેની સાથે તેઓ પોતાની પ્રવૃત્તિઓને સરળતાથી ગોઠવી દે છે. તેઓ ચિંતા કરતા નથી.
અત્યારે તમારી પાસે જે કંઈ છે. તે લઈને તમે શા માટે નીકળી પડયા નથી ? જે લોકો ભારતમાં જન્મીને મોટાં થયા હોય છે, તેઓ જ્યારે અમેરિકા જઈને પાછા આવે છે, ત્યારે ભારતની પરિસ્થિતિઓ વિશે ફરીયાદો કરવાનું ચાલુ કરી દે છે; અહીંના બાથરૂમો વિષે, રસ્તાઓ વિષે, સગવડો વિષે, અને બીજું શું નહીં. આ બધું બતાવે છે કે તમે જે રીતે આ વ્યક્ત કરો છો, તે બતાવે છે કે તમે વધારે આંડબરી બનીને ફરીયાદો કરો છો. નહીંતર તો વિદેશમાં ફરીને આવવાથી તમારે વધારે વિશાળ મનના બનીને ખીલવું જોઈએ.
તમે જયારે ઊંડાણ પૂર્વક સમજણ કેળવો છો, ત્યારે તમે ફરીયાદો કરવાનું બંધ કરી દો છો. જ્યારે તમે સમજી જાવ છો કે, તમારી અંદર હોવા છતાં પણ તમે વરસી શકતાં નથી, પરંતુ અસ્તિત્વ દરેક માણસ અને દરેક વસ્તુ ઉપર પોતાની મહેરબાની વરસાવી રહ્યું છે, ત્યારે તમે ફરીયાદો કરવાનું છોડી દો છો. તમે ફરિયાદો કરો છો, કારણ કે તમને એવું લાગે છે કે, તમારી પાસે કશું કિંમતી છે, અને તે અસ્તિત્વે તમને આપેલું નથી.
ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો. કોઈપણ કિંમતી અથવા કિંમત વિનાનું હોતું નથી. કોઈપણ પાપી અથવા પૂષ્યશાળી નથી. બધું ફ્રદરત સાથેની સંવાદિતા અને સમજણ મુજબ લયમાં ચાલે છે અને તમને અસ્તિત્વના અને તેની ભેટોના સ્વીકારનારા બનાવે છે. આ પ્રકારની ઊંડી સમજણ તમને જાગ્રતતામાં ફેરવે છે.
જો તમે ખુલેલાં હો છો, અસ્તિત્વ વરસે છે. અસ્તિત્વ સતત સદાય વરસતું જ રહે છે. ફકત આપણે એ જાણતાં નથી તેનો સ્વીકાર કેવી રીતે કરવો. આપણે હંમેશા બીજી બાબતો તરફ જોતાં હોઈએ છીએ. આપણે 'મશ્ચિપૂરક ચક્ર' માં અતિશય દબાઈ ગયાં છીએ ! આપણે શબ્દો ભેગા કરવામાં જ અતિશય રોકાયેલા છીએ !
જ્યારે તમે તમારી જાત સાથે રહેવાનું શીખી લો છો, ત્યારે તમે અસ્તિત્વ સાથે ગાઢ સંપર્કમાં આવો છો. પરંતુ આપણે ક્યારેય આપણી જાત સાથે હોતાં નથી. આપણે બધો જ સમય લોકો સાથે, અવાજો સાથે હોઈએ. આપણે આપણી જાત સાથે રહેવામાં ખૂબ જ ભય અનુભવીએ છીએ. આપણે એકલા પડી જઈએ છીએ અને વિભાજીત થઈ જઈએ છીએ. આપણી સાથે હોઈએ છીએ, ત્યારે આપણે હતાશામાં જતાં રહીએ.
તમે તમારી માતાના ગર્ભમાં એકલાં જ હતાં. અને એજ તમારો સાચો સ્વભાવ છે. પરંત તે પછી શું બને છે? તમે વિચારવાનું શરૂ કરી દીધું છે. તમારે સુખી થવા માટે લોકોની જરૂર છે. તમે લોકો સાથે હસો છો, તમે લોકો સાથે રડો છો, તમે લોકો સાથે વાતો કરો છો, તમે લોકોને કારણે બધું જ સહન કરો છો અને બીજું શું નહીં. તમારી જાત સાથે કઈ રીતે ઉજવણી કરવી તે તમે જાણતા નથી.
જે ક્ષણે તમે તમારી જાતને એકલી અનુભવો છો; તમે તમારી અંદર વિભાજીત થવા લાગો છો, તમારો આંતરિક બબડાટ શરૂ થઈ જાય છે, તમારી ચિંતાઓ શરૂ થઈ જાય છે. તમે એવું વિચારવાનું શરૂ કરો છો કે અવાજ કેમ પેદા કરવો અથવા કોને બોલાવીને વાત કરવી અથવા કોની સાથે કોમ્પ્યુટર પર ગપસપ કરવી અને આવા પ્રકારની નકામી વાતો તરફ દોડો છો.
જો તમને બધો જ સમય લોકો અને અવાજ સાથે રહેવાની જરૂર પડતી હોય, તો તમે સ્પષ્ટ રીતે તમારી જાત સાથે રહેતાં ગભરાવ છો. તમે તમારી અંદર નજર કરતાં ગભરાવ છો. અને તેથી તમે બહાર જૂઓ છો. તમે જયારે
મેડિટેશન કરતાં થઈ જાવ છો, પછી તમને ખ્યાલ આવે છે કે તમારે સુખી થવા માટે સંબંધોની જરૂર નથી. તમારી જાત માટે તમે જ પૂરતાં છો. જયારે તમે તમારી જાત સાથે શક્તિથી રહી શકતાં નથી, ત્યારે તમે તમારી જાતના પરિધ ઉપર જ રહો છો, કહેવાતા સંબંધોથી જકડાયેલાં.
તમારો સૌથી પહેલાં તમારી જાત સાથે સંબંધ હોવો જોઈએ. જ્યારે આ સંબંધ મજબૂત અને સ્થિર હોય છે, ત્યારે બીજા સાથેના સંબંધો આકસ્મિક બની જાય છે. તમારે અત્યારે હવે પરિધ ઉપર રહીને કેન્દ્રની જેમ રહેવા માટે અને કેન્દ્રમાં રહીને પરિધ પર રહેવા માટે શું કરવાની જરૂર છે ? તમારે પરિસ્થિતિને ઉલ્ટી ફેરવવાની છે. આ માટે તમારે અંદરથી માપવાનું શરૂ કરવાનું છે. તમારે તમારી અંદર શાંતિ સ્થાપિત કરવની છે.
આ માટે તમારામાં તમારા મનની પાર જવાની હિંમત જોઈએ. તમે દરેક જણને મુલાકાત આપવા તૈયાર છો, પરંતુ તમારી જાતને નહીં. તમે બીજાને મુલાકાત આપો છો, કારણ કે તેથી તમારો અહમ પોષાય છે. તમે તમારી જાતને મુલાકાત નથી આપતાં, કારણ કે તમને ડર છે કે સત્ય બહાર આવી જશે અને તમે તેનો સામનો નહીં કરી શકો. તમે બધી જ ખોટી જગ્યાઓમાં પરમ આનંદની શોધ કરવામાં અનુકૂળતા અનુભવો છો અને એ તમને છેતરે છે. જો તમારે ખરેખર દિવ્ય આનંદ શોધવો હશે, તો તમે તે શોધી શકશો. પરંતુ તમારામાં હિંમત જોઈએ.
હકીકતમાં આપણે બધા એક જ ચીજની શોધમાં છીએ. તે છે દિવ્ય આનંદ પરંતુ આપણે બધાં તેને સતત ખોટી જગ્યાઓમાં શોધી રહ્યા છીએ. હું જો યુવાનોને પૂછીશ, તમને કઈ બાબતમાં સુખ મળે છે. તો તેઓ તરત જ કહેશે 'ડ્રગ્સમાં' તેઓ પણ પરમ આનંદની શોધમાં જ છે. ક્યારેય જેનો અંત ના આવે, તેવા દિવ્ય આનંદની શોધમાં. પરંતુ ખોટી દિશામાં !
આપણાં મૂળભૂત વિચાર તંત્રની જગ્યા નકારાત્મક વિચાર તરેહોએ લઈ લીધી છે અને તેથી આપણે આપણાં રસ્તાથી વિરુધ્ધ દિશામાં ઘણાં દૂર જતાં રહ્યાં છીએ. આપણી જીંદગી જેવી જોઈએ, તેના કરતાં બિલકુલ અલગ જ છે. ્રુગ્સ લેવાથી તમે દિવ્ય આનંદ મેળવી શકો ? ડ્રગ્સ લઈને તમે તમારી જાતથી ભાગી છટો છો અને પરિસ્થિતિને વહેલી કે મોડી વધારે ખરાબ કરી નાંખો છો અને તમારૂં સ્વાસ્થ્ય મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આખી બાબતમાં રહેલી મૃર્ખતા તો જુઓ !
આવા વિચારો તમને મૂર્ખતા પૂર્ણ લાગે છે, કે કારણ કે તે તમારાથી ખૂબ જ દૂર છે. એ તમારા જમીર પર ઘા કરે છે અને તમને ઈજા પહોંચાડે છે. પરંતુ સુખને શોધવા માટેની તમારી મરજી, તમારી પ્રવૃત્તિઓ પણ આના જેવી જ છે. પરંતુ અલગ પ્રમાણમાં. એટલી બધી જમીરના સ્તર સુધી નહીં. માટે એવું ન વિચારો કે ડ્રગ્સ લેનારા મૂર્ષ છે. તમને જયારે સમય મળે ત્યારે તમારા મનનું નિરીક્ષણ કરજો અને તમને સમજાઈ જશે હું ચું કહેવા માંગુ છું.
જાગૃતતાથી તમારી જાતની અંદર જુઓ અને મન કઈ રીતે કામ કરે છે, તેનું નિરીક્ષણ કરો, તમારી ચિંતાઓ કેવી રીતે મૂળીયા નાંખે છે તે જુઓ. આપણે બધાં જ શબ્દોનો સંગ્રહ કરીએ છીએ, અભિપ્રાયો બનાવીએ છીએ અને વારંવાર આજ તરેહો પર ચાલ્યા કરીએ છીએ.આવી રીતે ચિંતા મૂળીયાં નાંખે છે અને બળવાન બનતી જ્રાપ છે.
જ્યારે કોઈક દિવસ તમારો દિકરો મોડો ઘરે આવે છે, ત્યારે તમે અવું ધારી લો છો કે, ઘણું કરીને તે કોઈ ખરાબ સોબતમાં ચડી ગયો હશે, માટે જ તે મોડો આવે છે. તમારામાં આવી નોંધણી શરૂ થઈ જાય છે. બીજી વખત જયારે તેને ખરેખર તેના કલાસમાં મોડું થયું હશે, ત્યારે તમારી નોંધણી સપાટી પર આવશે અને તમે એવી જ પ્રતિક્રિયા આપશો. તમારી પ્રતિક્રિયા તમારા દીકરાને ફકત નાસીપાસ જ નથી કરતી, પરંતુ તેને મન માન્યું કરવા માટે બળ પુરું પાડે છે અને તે તમારી ખુલ્લી અવજ્ઞા કરવા માંડે છે. તમારે એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિ વિકસતી અને વહેતી હોય છે અને તમે તેને તમારી પોતાની કલ્પનાના ચોકઠાંમાં ઢાળવાની કોશિશ કરો તે તેને મદદરૂપ થતું નથી.
કલ્પનાઓ સાથે જીવવું સહેલું છે. પરંતુ હું તમે જે માનતા હો છો. તેમાં ૯૯% ખોટું હોય છે. તમને સમજાશે કે તમારી અને બીજી વ્યક્તિ વચ્ચે એક મોટો પડદો છે. તમે જો લીલા રંગના ચશ્મા પહેર્યા હશે તો તમને આખી દુનિયા લીલા રંગની દેખાય છે. બસ આટલું જ.
મોહમ્મદ નબી કહે છે; "તમે જયારે દ્દુનિયાને અમુક રીતે જુઓ છો, ત્યારે એ 'અમુક' તમે જ છો" તમે જયારે મને કોઈક બીજાની વાત અથવા ફરીયાદો કરો છો, ત્યારે તમારે કબુલવું જોઈએ કે તમે ચિંતામાં છો અને તેથી જ આ બધી વાત મને કહો છો, પરંતુ હકીકતમાં તમે તમારૂં જ મન સાફ રીતે બતાવતા હોય છો, કારણ કે તમે તે બાબતને એવી રીતે જ જૂઓ છો, જેવી તમારે તેને જોવી હોય છે. જેવી હોય તેવી ક્યારેય નહીં. જયારે તમે તમારે જોવું હોય તેવું જ જુઓ છો, ત્યારે તમે ઘણું બધું ગુમાવી દો છો.
હકીકતમાં શું બન્યું હોય છે. હું તમને સમજાવું છૂં :
થોડા વરસ પહેલાં હું એક ડ્રાઈવરને લઈને આશ્રમથી દરરોજ શહેરમાં જતો હતો.
એક દિવસ મારે એક ચોક્કસ શેરીમાં જવાનું હતું અને મે તે શેરીને યાદ કરીને ડ્રાઈવરને સૂચના આપી કે તે શેરીની બાજુમાં મસ્જીદ છે.
તેણે કહ્યું કે, ત્યાં એ વિસ્તારમાં મસ્જીદ છે જ નહીં.
મેં તેને મસ્જીદની બાજુની જાણીતી હોટેલનું નામ આપીને તેને યાદ અપવાવાની કોશિશ કરી, પરંતુ તે તેને ઓળખવામાં પણ નિષ્ફળ ગયો.
અને છેલ્લે મેં તેને કહ્યું કે તે વિસ્તારમાં એક હનુમાનજીનું મંદિર પણ હતું.
તેના ચહેરાપર તરત જ ચમક આવી ગઈ અને તેને તે જગ્યાનો ખ્યાલ આવી ગયો. પછી તે મને તે શેરીમાં લઈ ગયો અને મેં તેને પેલી મસ્જીદ બતાવી, જે બરાબર મંદિરની બાજુમાં જ હતી અને મંદીર કરતાં પાંચ ગણી મોટી.
તે આઘાત પામી ગયો !
એ રૂઢિયુસ્ય હિંદ્દ હતો. તેથી તેણે આટલા મહિનામાં ક્યારેય મસ્જીદ તરફ નજર નહોતી કરી. હું તમને કહું છું: ક્યારેય જીવનમાં કોઈપણ બાબતને જડપણે વળગી ન રહો અથવા અંધશ્રધ્ધાણુ ન બનો.
જરા નદી બાબતમાં વિચારો. તમે જયારે પહેલી વખત નદીમાં પગ મૂકો છો અને બહાર કાઢો છો અને ફરી વખત પાછો પગ અંદર મૂકો છો, ત્યારે શું એ જ નદી હોય છે ? ના ! નદીનો ચહેરો બદલાઈ ગયો હોય છે. એનું એ પાણી ત્યાં હોતું જ નથી, નવું પાણી આવી ગયું હોય છે. આવું હોય છે કે નહીં ?
માટે તમારી જાતને કોઈપણ બાબતથી ઓળખાવવાની મથામણ ન કરો. જીવન સતત બદલાતું રહે છે. તમારી સાંકડી માન્યતાઓને કારણે તમારો આધ્યાત્મિક વિકાસ બંધ પડી જાય છે. તમે આંખે ડાબલા બાંધેલા ઘોડા જેવા બની જાવ છો. જે રસ્તાને માત્ર મર્યાદિત જ જોઈ શકે છે. જીવનમાં વિશાળ દષ્ટિ હોવી જરૂરી છે.
આપણા વડવાઓએ આપણને ખોરાક તો પુષ્કળ આપ્યો છે, પરંતુ તેનો સ્વાદ લેવા માટે જીભ નથી આપી. આ જીંદગીનો આનંદ માણવો તે આપણાં ઉપર આધાર રાખે છે. બહારની દુનિયાની વસ્તુઓમાં નહીં. પરંતુ તમે તેનો કઈ રીતે આનંદ લો છો તે મહત્વની વાત છે. આ ખૂબ જ સ્પષ્ટતાથી સમજી જવાની જરૂર છે. જીવનને આનંદ પૂર્ણ બનાવવું કે દુ:ખી બનાવવું તે તમારા મનની સ્થિતિ પર જ આધારીત છે.
જો તમે તમારા મનની અત્યારની સ્થિતિમાં સંપૂર્ણ ખુશ હો તો તે બરાબર છે. પરંતુ જો તમને તેમાં થોડો ફેરફાર કરવાની જરૂર લાગતી હોય, તો ક્યાંક સમસ્યા છે. તમે ઘણી વખત છોડને વધીને ખીલવા માટે તેના સૂકાં પાડદાં, ડાંખળા કાપીને દુર કરવાનો પ્રયત્ન કરો છો. આવો છોડ જલ્દી વધે છે !
કાંતો તમે તમારા મનની હાલની પરિસ્થિતિમાં જીવો અથવા ખરાબ ભાગ કાઢી નાંખીને નવી સ્થિતિ બનાવો. તમે કપડાંને જે રીતે બીજો રંગ ચડાવો છો, તે રીતે તમારા મનની હાલની સ્થિતિ ઉપર બીજો રંગ ચડાવી શકો નહીં. તમે મનની સ્થિતિને છોડી શકો નહીં, તેમાં સંપૂર્ણ પરિવર્તન જ થવું જોઈએ, નહીંતર પાછા જુના રસ્તે લપસી પડવાનું જોખમ હંમેશા રહે છે.
જયારે તમારી મનઃસ્થિતિ સ્પષ્ટ હોય છે, તમને ક્યારેય ચિંતા થશે નહીં. તમે જ્યારે શબ્દો અને અટપટી વિચારો તરેહોથી ગુંચવાયેલા હો છો, ત્યારે જ હંમેશા તમને ચિંતા થાય છે. હું લોકોને હંમેશા કહું છું: તમે જયારે તમારી જાત બાબતમાં ચોક્કસ નથી હોતા, ત્યારે જ તમે ચિંતા કરવાં માંડો છો; કે ગ્રહો નડતાં હશે ! તમે વિશ્લેષણ કરવાનું શરૂ કરો છો. કયો ગ્રહ ક્યાં કેન્દ્રીત છે અને તે તમને કઈ રીતે નડે છે. હકીકતમાં સમસ્યા એ છે કે તમે જ તમારા કેન્દ્રમાં નથી.
તમારી પાસે સમય હોય ત્યારે તમારા મન ઉપર કામ કરજો. તેને જોઈને સાફસૂફ કરજો. આખરે તો તમે દિવસના ચોવીસ કલાક, તમે તમારા મન સાથે જ હો છો. હો છો કે નહીં ? તો પછી તેને સાફ શા માટે ના રાખવું ?
મેં એવા લોકોને જોયાં છે, જેમને પોતાના ઘર માટે ગૌરવ હોય છે. તેઓ વેક્યુમ ક્લીનર વાપરીને તેમના ઘરને ધુળ વગરનું ભિલકુલ ચોખ્ખું રાખે છે. તેઓ ધુળનો એક રજકણ પણ સહન કરી શકતાં નથી. તેઓ કારપેટને પણ એવી જ સાફ કરે છે. પરંતુ જે ઘરમાં તમે ચોવીસ કલાક રહો છો તેનું શું ? તમારૂં મન ? તમે તેની સાથે ચોવીસ કલાક હો છો; તમારો દરેક નાનો વિચાર કે ઝ્રિયા તેની સાથે સંકળાયેલી હોય છે.
તમે તમારા ઘરમાં શક્તિના તરંગો પેદા કરવા માટે વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈનો ઉપયોગ કરો છો. પરંતુ તમે એક વાત સમજતાં નથી; તમારે તમારા ઘરને સતત શક્તિથી ભરવું પડે છે, કારણ કે તમે તેને સતત નકારાત્મકતાથી ભર્યા કરો છો. આ સત્ય છે.
તમે જયારે તમારા ઘરને નકાત્મક વિચારો અને તમારી ચિંતાઓથી ભર્યા કરો છો, ત્યારે એ જગ્યા એજ નકારાત્મક વિચારો તમારી તરફ પાછા તરંગીત કરે છે અને પછી જે ક્ષણે દાખલ થાવ છો, તમે તે નકારાત્મક વિષ ચક્રમાં પકડાઈ જાવ છો.
ઘરમાં દાખલ થતાં પહેલાં તમે બિલ્ફલ બરાબર હતાં એવો અનુભવ તમને કેટલી વખત થયો છે ? જે ક્ષણે તમે ઘરમાં પગ મૂકો છે કે તરત જ તમે જાણીતી નકારાત્મક તરેહોની પકડમાં આવી ગયા હો તેવો અનુભવ કરો છો. આ બીજું કશું જ નથી પરંત તમારા પોતાના વિચારો છે. જેનાથી તમે તમારા ઘરને ભરી દીધું હોય છે. પછી તમે શું કરો છો? તમે ઘરની ગોઠવણી બદલવા માટે વાસ્તુશાસ્ત્રીને બોલાવો છો અથવા મંદિરના પૂજારીને બોલાવી યજ્ઞ કરાવો છો અને ઘરને પવિત્ર બનાવો છો અથવા તમારા ઘરને તમે ફેંગશૂઈના વિચારો પ્રમાણે ગોઠવો છો.
જયારે આ બાબતો પૂરી ગંભીરતાથી કરવામાં આવે છે, ત્યારે તમારા ઘરમાં તે ઉપયોગી થાય છે, પરંતુ તમારે એક વાત સમજી લેવી જોઈએ; આ બધી વધારાની રીતો છે. હકીકતમાંતમારે તમારી જાતને પવિત્ર કરવી જોઈએ અને મનની સ્થિતિને પરમ આનંદદાયક બનાવવી જોઈએ. જે આપોઆપ આનંદના કિરણો પ્રસરાવ્યા કરે અને જેમાં તમે રહો છો તે જગ્યાને આનંદથી ભરી દે.
એક માણસને પૂછવામાં આવ્યું કે તમારા ભૂતકાળ અને વર્તમાન કાળમાં શું ફરક છે.
માણસે જવાબ આપ્યો; "પહેલાં હું જમીન પર સાદડી પર પર બેસીને જમતો હતો. અત્યારે હું ટેબલ પર બેસીને જમું છું . ''
તમે જોયું તેના ભૂતકાળ અને વર્તમાનમાં તેનું મોઢું તો એજ હતું ને ! જો તમારામાં ધરમૂળથી પરિવર્તન ન આવે તો તમારા જીવનમાં આવો જ ફરક પડે છે. જેવી રીતે સુંદરતા જોનારની અને સ્વાદ ચાખનારની જીભમાં હોય છે, તેવી જ રીતે તમારી માનસિક સ્થિતિ તમારા જીવનની વ્યાખ્યા નક્કી કરે છે.
ઘણીવાર આપણે જાણતાં હોઈએ છીએ કે, આપણે બદલવાની જરૂર છે. પરંતુ આપણે પાછા આપણી અનુકુળ સ્થિતિમાં આવી જઈએ છીએ. આપણે પાછા એજ ચક્રમાં ફસાઈ જઈએ છીએ. આપણી એક બાજુ એમ કહે છે કે આપણે બદલાવું જોઈએ અને બીજી બાજુ તમને અજાણતાં જ તમારી જુની ઘરેડોમાં ફરીથી લઈ જાય છે. જો તમને બદલવા માટે ઘણી તકો આપવામાં આવી હોય, તો પણ તમને તમારી વર્તમાન સ્થિતિમાં છેતરાવાનું ગમે છે અને તમે તકને ગુમાવી દો છો.
તમારી આ માનસિક સ્થિતિ જ તમારી મજબૃત વાસ્તવિકતા બની જાય છે. તમે સરળતાથી તેને બહાર પ્રસાર્યા કરો છો.
તેને બદલવાનો પ્રયત્ન કરો. હું તમને કહું છું : જો તમે આવી જ માનસિક સ્થિતિમાં જીવશો તો તેમાં એક વધારે જોખમ પણ છે. તમારા બાળકો પણ તમારા માંથી આવી જ માનસિક સ્થિતિ ગ્રહણ કરી લે તેની પૂરી શક્યતા છે.
એક નાની વાર્તા :
એક પતિ-પત્ની બન્ને ખીસ્સા કાતરૂં હતાં.
તેઓ ઘણીવાર ચર્ચા કરતાં જો તેમને બાળક થશે તો, તે ખૂબ જ સમુધ્ધ બનશે !
તેમને એક બાળક થયું.
નવા જન્મેલા બાળકની જમણા હાથની મુફી સતત ભીડાયેલી હતી. તેઓ તેને ખોલી શક્યા નહીં. ડોક્ટરે પણ મુક્રી ખોલવા બધા જ પ્રયાસો કર્યા પરંતુ મૂકી ખુલી નહીં અને છેલ્લે ડોક્ટરે પોતાની સોનાની ચેન કાઢી બાળકની આંખ સામે ઝુલવી.
બાળકે ધીરેથી તેની મુક્રી ખોલી નાંખી, તો તેની અંદર નર્સની વીંટી હતી !
આ ફકત એક રમૂજ છે, પરંતુ માતા પિતા તરીકે તમારી જે માનસિકતા છે. તમારા બાળકોમાં આવે તેની પૂરી શક્યતા છે. માટે દરેક ક્ષણે તમારી જાગતતા અને સભાનતા ઉપર ધ્યાન આપતાં જાવ; તમારી અંદરનાં બબડાટને અને માન્યતાઓને સાફ કરતાં જાવ.
આપણે હંમેશા બાળકોને નિયંત્રિત કરીએ છીએ અને તેમને કઠપૂતળી બનાવી દઈએ છીએ. બાળકોમાં કુદરતી શક્તિ હોય છે. આપણે તે શક્તિને આપણાં ચોકઠામાં બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણાં માટે તેને સંભાળવાનું સહેલું બની જાય.
બે કતરા રોડ ઉપર ચાલી રહ્યા હતા.
એકે કહ્યું : "મારૂ નામ સેન્ડી છે. તારૂં નામ શું છે ?"
બીજાએ એક સેકન્ડ રોકાઈને કહ્યું; "મને લાગે છે મારૂં નામ 'નહીં.' 'નહીં.' રોજર છે."
આ કૃતરો જયારે કંઇક તોફાન કરતો ત્યારે તેનો માલિક તેને કહ્યા કરતો હતો, નહીં. રોજર. અને કૂતરો વિચારવા માંડ્યો કે મારૂં નામ જ, 'નહીં નહીં રોજર' છે. આ ક્રતરાની જેમજ બાળકો પણ આપણા શબ્દો અને આપણી શારીરિક ભાષાને શીખીને ગ્રહણ કરી લે છે. જ્યારે બાળકો ખૂબ મોટાં થઈ જાય છે અને જયારે કોઈ બાબતમાં ભટકવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ તરત જ તે ચોક્કસ બાબત માટેનાં આપણાં ભૂતકાળના શબ્દો અને ક્રિયાઓને યાદ કરે છે અને તેને આધારે તેનો નિર્ણય કરીને વર્તન કરે છે. માટે તમે જયારે તમારાં બાળકો સાથે હો, ત્યારે તમારે જાગત રહેવું જોઈએ અને તેમની બુધ્ધિને હંમેશા દબાવી દેવાને બદલે, જીવંત રાખવી જોઈએ.
માતાઓ હંમેશા આવું કરવાનો પ્રયત્ન કરતી હોય છે. દાખલા તરીકે, જો વરસાદ હશે તો તરત જ બાળકને કહેશે કે, અંદર આવી જાવ તમને શરદી થઇ જશે. જ્યારે આવા બનાવો વારંવાર બને છે, ત્યારે બાળકનું મન આપોઆપ તેના લયમાં આવી જાય છે અને તે જેવો વરસાદને જૂએ છે કે તરત જ શરદી થઈ જાય છે. અરે, પછી સામાન્ય ઝરમર થતી હોય તો પણ બાળક છીંકો ખાવાનું શરૂ કરી દે છે.
હું તમને કહું છું : હકીકતમાં માણસનું શરીર તીવ્ર બુધ્ધિશાળી હોય છે, પોતાની જાતે જ સુધારા કરે છે, આપોઆપ સાજા થવાનું તંત્ર ધરાવે છે. અહીં જ સમસ્યાઓ અને આપણી ચિંતાઓ શરૂ થાય છે.
એક ઊંટ તેના બચ્ચાને તેમની જાતિના શરીર વિષે સમજાવી રહ્યું હતું.
તેણે કહ્યું; "તને ખબર છે આપણને ખુંધ એટલા માટે હોય છે કે, આપણે તેમાં પાણીનો સંગ્રહ કરી શકીએ જેથી જયારે આપણે ઘણા દિવસો રણમાં રહેવું પડે ત્યારે તે કામ આવે.
બચ્ચાએ પૂછયું; "આપણી આંખોના પોપચાં આટલા લાંબા કેમ છે ?"
ઊંટે જવાબ આપ્યો; "રેતીના તોફાનોમાં આપણી આંખોનું રક્ષણ કરવા માટે."
પછી બચ્ચાએ પુછયું; "આપણા પગના તળીયા આટલા ગોળાકાર અને ઉપસેલા કેમ છે ?" ઊંટે જવાબ આપ્યો; "કારણ કે રણમાં ઝડપથી મુસાફરી કરી શકીએ." બચ્ચાએ પુછવું; "પિતાજી તો પછી આપણે અહીં પ્રાણી સંગ્રહાલયમાં શું કરી રહ્યા છીએ ?"
આપણા શરીરની સંરચના અતિ સુંદર કરવામાં આવી છે. જો આપણે તેને કુદરતી બુદ્ધિ પ્રમાણે ચાલવા દઈએ તો તે સરસ રીતે ગોઠવાઈ જાય છે. જે ક્ષણે તેના પર તમે તમારી શરતો લાદો છો કે મુશ્કેલીઓનો અનુભવ શરૂ થઈ જાય છે.
હિમાલયમાં સાધુઓ-ભિક્ષુકો ગુફાઓમાં રહેતાં હોય છે. તેઓ આપણાં બધાં કરતાં સૌથી વધુ તંદુરસ્ત લોકો હોય છે. સૂર્યનો તાપ હોય વરસાદ હોય તેઓ સરળતાથી જીવે છે: તેમના શરીરો પરિસ્થિતિઓ સાથે આપોઆપ ગોઠવાઈ જાય છે. આપણે માત્ર કુદરત પર અને તેની સાથે જોડાયેલી રોગ પ્રતિકારક શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ. પરંતુ ગમે તેમ કરીને આપણે તેના પર ચિંતાઓ, આપણી માનસિકતાઓ બેસાડ્યા કરીએ છીએ. આપણા બધા જ રોગોનું મૂળ કારણ આ જ છે.
એક ગુરુ જ તમને નવી માનસિકતા આપીને તમારો નવો જન્મ કરાવી શકે. આ કંઈક એવું છે કે જે ગુરુની હાજરીમાં સરળતાથી ગ્રહણ થઈ શકે છે. જ્યારે ગુરુની શક્તિ તમારામાં પ્રવાહિત થાય છે ત્યારે તમારી માનસિકતામાં પરિવર્તન આવે છે અને તમારો નવો જન્મ થાય છે. તમને જેના અસ્તિત્વની ક્યારેય જાણ જ નહોતી તેવા આકાશમાં તમે પ્રવેશ કરો છો.
તમે જયારે આ રીતે ફરી વખત જન્મો છો ત્યારે તમે બધી જ ચિંતાઓ બિમારીઓ અને બીજી લાગણીઓમાંથી મુક્ત થઈ જાવ છો અને આમાંનું ક્યારેક કંઈક બનશે તો પણ તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેવી સરળતાથી તેને સંભાળી શકશો. તમારી સાથે અને તમારી આસપાસ જે કંઈ બની રહ્યું હશે તેના તમે માત્ર નિરીક્ષક બની શકશો.
એક નાની વાર્તા : (Part 2)
જે હોટેલમાં અમારો મેડિટેશન પ્રોગ્રામ ચાલતો હતો ત્યાં બીજે દિવસે હું ટેલિવિઝન જોઈ રહ્યો હતો. એક હિન્દુ ચેનલ પર જુની હિન્દુ ફિલ્મનું યુગલ ગીત આવી રહ્યું હતું. હું મારા સેક્રેટરીને કહી રહ્યો હતો આ ચેનલો એવું બતાવે છે કે માણસની જાગૃતતામાં સહેજ પણ વિકાસ થયો નથી. તે મારા નિરીક્ષણ પર નવાઈ પામી ગયો અને મારી સાથે સંમત થઈ ગયો.
આવી જ રીતે ઘરેડ વારંવાર પુનરાવર્તિત થાય છે. જેમ કે પાંચ માણસો બંધરૂમમાં બોલને આમ તેમ લાતો મારી રહ્યા હોય છે. કમ સે કમ પશ્ચિમમાં તેઓ દરેક બાબતના અંતિમ સુધી લઈ જઈ વિસ્તારે છે અને પછી જ પાછા વળે છે. પશ્ચિમમાં ભલે જાગૃતતા ન હોય પણ સામાજિક બુદ્ધિ તો છે જ. જાણીતી પદ્ધતિઓનો જ વારંવાર ઉપયોગ કરવાથી આ બુદ્ધિ સંપૂર્ણ પણે મંદ થઈ જાય છે.
ચિંતાઓ આપણા મનમાં સંગ્રહાયેલી જાણીતી ઘરેડો સિવાય કશું જ નથી. જે વારંવાર આપણા ઉપર સવાર થઈ જવા તૈયાર હોય છે.
Part 3: Guaranteed Solutions
હું જ્યારે લોકોને આ વાત કરું છું ત્યારે તેઓ કહે છે; "માસ્ટર તમે જે કહો છો તે હું સમજી શકું છું પરંતુ હું તેના પર કાબુ રાખી શકતો નથી." હું કહું છું પહેલાં જરા શબ્દોને પૂરેપૂરા તમારી અંદર ઉતરી જવા માટે જગ્યા બનાવો; બસ. આટલું પરંતુ છે. આમાં તમને મેડિટેશન જ મદદ કરી શકે. હું હંમેશા મેડિટેશનના પ્રોગ્રામમાં તમને બહારની સમજણ આપું છૂં અને મેડિટેશન દ્વારા તમારી અંદર ઉતરીને કામ કરૂં છું.
પરંતુ લોકો મને કહે છે; "માસ્ટર અમારે અમારાં કામો કરવાના હોય છે બિલો ચૂકવવાના હોય છે લક્ષ્યો પાર પાડવાનાં હોય છે; પછી અમે મેડિટેશન કઈ રીતે કરી શકીએ ?'' હું તેમનો જવાબ એક સરળ મેડિટેશનની પદ્ધતિથી આપું છું; તમારી પાસે બિલો ચૂકવવાનો અથવા લક્ષ્યો પાર પાડવાનો સમય હોય કે ન હોય પરંતુ તમારી પાસે શ્વાસોશ્વાસ લેવાનો સમય ચોક્કસ હોય છે. નહીંતર તમે જીવી શકો જ નહીં ? હવે તમારી શ્વાસોશ્વાસની સાથે જાગૃતતાને ઉમેરી દો બસ. આટલું જ. ફકત તમારા શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરો. આ સરળમાં સરળ અને ખૂબ જ શક્તિશાળી મેડિટેશન છે જે તમે કરી શકો છો.
દરેક વખતે આ પદ્ધતિ યાદ રાખો અને અમલમાં મૂકો. એ તમારી આદત બની જશે. તમે જ્યારે તમારી જાગૃતતાને તમારા શ્વાસોશ્વાસ સાથે જોડો છો ત્યારે તમે વર્તમાન ક્ષણમાં હો છો. વર્તમાનમાં રહેવું તમને પરમ આનંદમાં લઈ જાય છે. 'હમણાં હોવું' એ પરમ આનંદમાં જીવવાનો સીધો રસ્તો છે. માત્ર અંદર આવતા અને બહાર જતા શ્વાસમાં તમારી જાગૃતતા ઉમેરો.
માટે પરમ આનંદ માટે તમારે કોઈ વધારાનો સમય ફાળવવાની જરૂર નથી. તમારે કોઈ મેડિટેશન કેમ્પ કે શાંત સ્થળે જવાની જરૂર નથી. તમે તમારી રોજીદી પ્રવૃત્તિઓ સાથે જ આ કરી શકો છો. તમે જેમ જેમ તમારી જાગૃતતા વધારતા જાવ છો તેમ તેમ તમારાં કામ વધારે અસરકારક રીતે પૂરાં થવા માંડે છે.
તમારી જાગૃતતામાં ફેરફાર કરવા સિવાય મેડિટેશન બીજું કર્યું જ નથી. આ તમારી જાતની અંદરની શક્તિને વાળવાની વાત છે. આ કોઈ પલાંઠી વાળીને ટ્ટાર થઈને ખૂણામાં બેસી જઈને મનને નિયંત્રિત કરવાની વાત નથી. જો તમે આવું કરવા જશો તો તમને ગરદન અને પીઠના દુ:ખાવા સિવાય બીજું કશું જ નહીં મળે ! તમને એક વધારાની ચિંતા થશે અને તમે એ રીતે બેસીને પણ મેડિટેશન નહીં કરો શકો.
મેડિટેશન કરવા માટે તમારે વર્તમાનમાં રહેવાનો અત્યારે અને અહીં જ પ્રયાસ કરવાનો છે. જ્યારે તમે વર્તમાનમાં હો છો ત્યારે તમે અસ્તિત્વનો અને તેના આનંદનો અનુભવ કરી શકો છો. તમે જયારે વર્તમાનમાં હો છો ત્યારે અસ્તિત્વ સાથે સંવાદિતામાં રહો છો. તમે જયારે વર્તમાનમાં હો છો ત્યારે ખુદ અસ્તિત્વ જ તમને શીખવે છે.
અસ્તિત્વ એ મહાન ગુરુ છે. એટલા માટે જ કહેવાય છે કે જિંદગી એક મહાન શિક્ષક છે. તમે જયારે તેને ચૂકી જાવ છો ત્યારે તમે શીખવા માટે તમારો મનગમતો સમય પસંદ કરો છો. તમે જયારે આમ કરો છો ત્યારે જિંદગી તમને આંચકાઓ આપે છે. જેથી તમે જાગી જાવ અને ઝડપથી શીખવા માંડો ! નહીંતર તમને શીખવા માટે જિંદગીઓ લાગે છે.
હવે જુઓ તમે ખેદ સાથે ભૂતકાળ પાછળ દોડી રહ્યા છો અથવા ઉત્કંઠા સાથે ભવિષ્ય પાછળ દોડી રહ્યા છો. આ ઘરેડના કારણે તમે તમારો વર્તમાન બરબાદ કરી રહ્યા છો. પછી શું બને છે; તમે ક્યારેય યોગ્ય રીતે કામ કરતાં નથી તમે માત્ર તમારા ભૂતકાળની યાદો અથવા ભવિષ્યની ઉત્કંઠાની પ્રતિક્રિયાઓ કરો છો. તમે જયારે માત્ર પ્રતિક્રિયા કરો છો ત્યારે તમે તમારી પૂરી ક્ષમતાનો ઉપયોગ કરતાં નથી. તમે માત્ર પ્રોગ્રામીંગ કરેલા રોબોટની જેમ વર્તન કરો છો; તમે તર્કને અનુસરો છો; તમારી પ્રજ્ઞા અને જાગતતાને નહીં.
તમારી ૮૦% શક્તિ ભૂતકાળ અને ભવિષ્યમાં બંધ રહી જાય છે અને વર્તમાન માટે ફકત ૨૦% બચે છે. માટે જ તમને એવું લાગે છે કે તમે નબળા અને શક્તિહીન છો. જાગૃતતા વધારવાની સાથે જ આ સ્થિતિ બદલી જાય છે અને જિંદગી ઊંચા આકાશમાં ઉડવા લાગે છે જે વધારે આનંદીત ઉત્તેજીત અને પરમ આનંદથી ભરપૂર હોય છે!
યસ ...
"માસ્ટર તમને એવું લાગે છે કે માત્ર અમારા શ્વાસોશ્વાસના સાક્ષી બની જવાથી અમે પરમ આનંદ પ્રાપ્ત કરી શકીએ દઈએ ?"
હા. તે અતિ શક્તિશાળી પદ્ધતિ છે. તમે જયારે તમારા શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરો છો ત્યારે તમારી જાગૃતતા તીવ્ર હોય છે અને તમારી જાણ બહાર એક પણ વિચાર છટકી શકતો નથી. જ્યારે દરેક વિચાર તમારી જાગૃતતામાંથી પસાર થવાનું શરૂ કરે છે ત્યારે તમે આપોઆપ તમારા માટે નકારાત્મક વિચારો પેદા કરતાં નથી.
તમારા વિચારોને સૂધારવા માટે તમારે સમય ખર્ચવો પડતો નથી; જાગૃતતા જ તમારૂં એ કામ કરી આપે છે. તમારી વિચારવાની સિસ્ટમ આપોઆપ નવી રીતે ઘડાય છે. જાગતતા તમારી વિચારધારાને હકારાત્મક શક્તિ તરફ પરિવર્તિત કરે છે.
હકીકતમાં આપણે એવું વિચારવા કેળવાયેલાં છીએ કે આપણે કામ કરીશું અને અમુક સ્વરૂપે દ્વઃખનો અનુભવ કરીશું તો જ આપણને સુખની કિંમત સમજાશે. તેથી આપણને દુ:ખ મળે ત્યાં સુધી આપણે દોડીએ છીએ; આપણે સીમાને અથડાઈએ ત્યાં સુધી દોડીએ છીએ. આપણે સીમાના ખ્યાલથી એટલા બધાં ટેવાઈ ગયા છીએ કે કોઈ આપણને કહે કે ત્યાં કોઈ વાડો કોઈ સીમા નથી તો આપણે તે માનવા તૈયાર થતાં નથી. આપણે દોડીએ છીએ વાડને અથડાઈએ છીએ અને પીડા વહોરી લઈએ છીએ. ૫છી અટકી જઈએ છીએ. પીડા અનુભવી લીધી તેના સંતોષ સાથે. પછી આપણને એવું લાગે છે કે આપણી ઈચ્છા પૂરી થઈ. આપણને હંમેશા એવું લાગે છે કે આપણે ઉશ્કેરાટ અને ચિંતાઓમાંથી પસાર 'થવું' જ જોઈએ જેથી પછી આપણે સૂખના વરસાદની કિંમતનો અનુભવ કરી શકીએ. આપણે દુ:ખ અને ચિંતાની અનંત તૈયારીમાં હોઈએ છીએ.
અને આમાં અમુક લોકો એવાં પણ હોય છે : જે પોતાને માટે ચિંતાઓ પેદા કરે છે અને પછી તેને ભૂલવા માટે દારૂ પીવે છે ! આજે આવી બાબત ખૂબ જ સામાન્ય છે. ડુક્કર કાદવની ગંધ સહન કરી શકતું નથી અને તેની પોતાની આદત પ્રમાણે તે નાક કાદવમાં જ બોળ્યા કરે છે. તમે એવું વિચારો છો કે દારૂ પીવાથી તમે તમારી બધી ચિંતાઓને મારીને હટાવી દીધી છે. પરંતુ વાસ્તવિકતામાં તમે તેની અંદર વધારે ઊંડા ઉતરી ગયા હો છો.
આપણને કંઇક જોઈએ છે પરંતુ આપણે આપણી જાત માટે વિરોધાભાસી પરિણામો પેદા કરીએ છીએ અને પછી આપણી જાત માટે ચિંતાઓ કરીએ છીએ.
એક નાની વાર્તા : એક માણસના ઘરે એક વણ નોતર્યો મુલાકાતી આવ્યો. માણસે તેની પત્ની કે જે રસોડામાં હતી તેને કર્કશ અવાજમાં બમ પાડીને મુલાકાતી માટે કોફી લાવવાનું કહ્યું. પત્નીએ એવા જ અવાજે અંદરથી કહ્યું કે ઘરમાં કોફી નથી અને કોફી ખરીદી લાવવાના પૈસા પણ નથી. પતિ ગુસ્સે થઈ ગયો અને તેની પત્નીને ધમકાવવા માંડ્યો અને છેલ્લે કોફી ન આપવા માટે તેને એક તમાચો મારી દીધો.
પત્નીએ રડવાનું શરૂ કરી દીધું.
મુલાકાતીએ જે બની રહ્યું હતું તે જોયું અને હળવેથી ઊભા થઈને બહાર જતો રહ્યો. પત્નીએ આંસુ લુછી નાંખ્યા અને પતિને ઠાવકાઈથી કહ્યું; "તમે જોયું ? મેં રડવાનો કેવો ઢોંગ કરીને પેલાને બહાર કાઢી મૂક્યો !" પતિએ જવાબ આપ્યો; ''એ તો મેં ગુસ્સે થવાનો ઢોંગ કરીને તને રડાવી !'' મુલાકાતી પાછો આવ્યો અને કહ્યું; " મેં પણ જતા રહેવાનો ઢોંગ કર્યો હતો અને હવે પાછો આવી ગયો છું."
આપણા વિચારો આપણાં શબ્દો કરતાં જુદા જ હોય છે અને આપણે જીવાતી જિંદગીને ગુમાવી દઈએ છીએ. રામકુષ્ણ કહે છે; "આપણા વિચારોને શબ્દો સાથે જોડવા તે પ્રાયશ્ચિત કરવા જેવું છે." પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે આપણા વિચારોને કાપકૃપ કરીને પછી શબ્દો તરીકે બહાર લાવીએ છીએ. શબ્દો બહાર આવે તે પહેલાં આપણાં મનમાં ઘણી બધી ગણતરીઓ થઈ જતી હોય છે. આપણો 'નફો અને નુકસાન' જોઈએ છીએ અને ભવિષ્યનું વિશ્લેષણ કરીને પછી જ વાત કરીએ છીએ. માટે આપણું વ્યક્તિત્વ ક્યારેય એક સૂત્રી હોતું નથી. અને આપણે ટુકડાઓમાં વિભાજીત રહીએ છીએ .
લોકો મને પૃછે છે કે તમે કોઈપણ તૈયારી વગર જ કલાકો સુધી વાતો કઈ રીતે કરી શકો છો. તમે જુઓ છો હું જે સત્ય છે તે જ કહું છું. ખેલદિલીપૂર્વક નિખાલસતાથી બસ. આટલું જ. મારે સત્યને વધારીને કહેવાની ચિંતા હોતી નથી. હૂં ક્યારેય મારા શબ્દોને સૂધારતો નથી. મારા માટે વિચારવું એ જ બોલવું છે. તમારા માટે પહેલાં વિચારવાનું બને છે પછી તેના પર કાપકુપ થાય છે અને પછી જ શબ્દો રૂપે વાતચીત થાય છે. આખી પ્રક્રિયામાં નિર્દોષતા ખોવાઈ જાય છે અને તમે ઘણાં બધાં શબ્દોમાં પકડાઇ જાવ છો.
તમે મને કલાકો સુધી સાંભળી શકો છો. કારણ કે હું નિખાલસતાથી વાત કરૂં છું. નહીંતર તમે અશાંત બની જતા હોત. હું તમને જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છૂં તે સાંભળતી વખતે તમે અશાંત નથી બની જતાં એ જ તમે અહીં ફકત સમય પસાર કરવા જ નથી આવ્યા તેની સાબિતી છે.
જયારે નિખાલસતા હોય છે ત્યારે તમે વિચાર્યા વગર જ પ્રવાહિત થયા કરો છો. નહીંતર તમે તમારી માનસિક સ્થિતિમાં જ નીરસ થઈને બંધાઈ જાવ છો.
તમે એક જ પાટા વાળા મનનાં બની જાવ છો.
એક નાની વાર્તા :
એક માણસ ઉંઘવાની સખત કોશિશ કરી રહ્યો હતો. પરંતુ તેને ઉંઘ નહોતી આવતી. કારણ કે પડોશીનાં કૂતરાં તીવ્રતાથી ભસતા રહેતાં હતાં.
આવું થોડી રાતો માટે ચાલતું રહ્યું.
છેલ્લે તેણે આ બાબતમાં મકાન માલિક સાથે વાત કરવાનું નક્કી કર્યું.
પડોશી ટસનો મસ ન થયો અને કહ્યું; "હું આ બાબતમાં કંઈ જ કરી શકું તેમ નથી. તમારો શું કરવાનો વિચાર છે ?" માણસે જવાબ આપ્યો; "સારું હું આજે રાત્રે તમારા કુતરાઓને મારા વાડામાં બાંધી દઈશ પછી જોજો તમને શું થાય છે.''
જરા વિચારો માણસે જે સૂચન કર્યું તે કેટલું મૂર્ખતાથી ભરેલું છે ! તે વારંવાર પેલી બાબતમાં મનના એક જ પાટાથી જઈ રહ્યો છે. તેને ઉકેલ કઈ રીતે મળવાનો ? તમે જયારે નિખાલસ હો છો ત્યારે તમને એક ક્ષણ માટે પણ પડકાર હોતો નથી. તમે તરત જ ઉકેલ પર આવી જાવ છો. તમારી પાંખો ફેલાવીને સરળતાથી નીચે આવી જાવ છો!
યસ ... કોઈ પ્રશ્ન ?
"માસ્ટર અમારી જિંદગીમાં આટલી બધી ચિંતાઓ અને તણાવોનું મૂળ કારણ શું છે ?
તમે જુઓ છો આપણા મનમાં દરેક બાબતમાં અમુક કલ્પના હોય છે. આપણી આસપાસના લોકો વિશે જ્યાં રહેતા હોઈએ તે જગ્યા વિષે ઊભી થતી પરિસ્થિતિઓ વિષે અને આપણે જેને અનુસરીએ છીએ તે જીવન શૈલી વિષે. આપણે સતત એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે દરેક બાબત આપણી કલ્પના પ્રમાણે બને પરંતુ વાસ્તવિકતા હંમેશા આ કલ્પનાઓ કરતાં જુદી હોય છે. આપણી કલ્પનાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર આપણા જીવનમાં તણાવો પેદા કરે છે.
આપણાં મનમાં આપણે એક કાલ્પનિક દુનિયા પેદા કરેલી છે અને તેને વાસ્તવિકતામાં ફેરવવાની સતત ઇચ્છા રાખીએ છીએ. જેટલી આપણી કલ્પનાશક્તિ વધારે મોટી હશે તેટલું વાસ્તવિકતા તરફનું અંતર વધશે અને આપણું ટેન્શન પણ એટલું જ વધશે.
આપણે દર વખતે એવું વિચારીએ છીએ કે આપણે આપણી કલ્પના પ્રમાણેની વાસ્તવિકતાના બિંદુ પર આવી ગયા છીએ. પરંતુ જ્યારે આપણને તે મળી જાય છે ત્યારે આપણી કલ્પના વધારે આગળ વધી ગઈ હોય છે અને તેથી આપણે ખરેખર તેને ક્યારેય મેળવી શકતાં નથી. આ બાબત આપણી અંદર અસ્વસ્થતા તણાવ અને ચિંતાઓ પેદા કરે છે.
હકીકત એ છે કે આપણે કલ્પનાઓ સાથે કામ કરીએ છીએ તેવું આપણે જાણતા પણ નથી. આપણી કલપનાઓએ એવું મજબત રૂપ ધારણ કરી લીધું હોય છે કે આપણે તેને કલ્પના તરીકે જોતાં જ નથી. આપણે તેમાં જકડાઈ ગયા હોઈએ છીએ. ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો: કોઈ બાબત માટે કામ કરવાથી તમારામાં તણાવ પેદા થતો હોય તો પછી તમે વાસ્તવિકતા માટે કામ કરતાં નથી તમે તમારા કલ્પનાના વિસ્તારમાં કામ કરતાં હો છો.
આપણી અપેક્ષાઓને બહારની દુનિયામાંથી પૂરી કરવાનો આપણે દરેક ક્ષણે પ્રયત્ન કરતાં રહીએ છીએ. લોકો જો આપણી કલ્પના પ્રમાણે પ્રતિક્રિયા અથવા પ્રતિભાવ ના આપે તો આપણે તૂટી પડીએ છીએ. નાનામાં નાની થી માંડીને મોટામાં મોટી બાબત માટે આપણી કલ્પના પ્રમાણેનું મેચીંગ શોધતા હોઈએ છીએ. આપણી અંદર આ એક અભાન પ્રક્રિયા બની ગઈ હોય છે તેથી આપણે ટેન્શનનું કારણ સમજી શકતાં નથી. કારણ આખી બાબતમાં રહસ્યમય રીતે ગુંથાઈ ગયું હોય છે જેથી તેને ઓળખી શકાતું નથી.
જો તમે હકીકતમાં આ મુદા પર તમારી જાગ્રતતા લાવો અને તમારી જાતનું થોડાં કલાકો માટે નિરીક્ષણ કરો તો તમે સમજી જશો કે તમારૂં આખું મન કેવી રીતે કામ કરે છે. માત્ર તમારા મનના નિરીક્ષક બની જવાનું નક્કી કરો અને તમારી આજુબાજુના લોકોનાં પણ તો તમે જાણી શકશો કે તમારૂં મન જે નાની નાની બાબતો જુએ છે અથવા કરે છે તેમાંથી સતત કેવી રીતે અપેક્ષાઓ પેદા કરે છે અને ક્યારેક તે વાસ્તવિકતા સાથે મેચ થાય છે અને ક્યારેક નથી થતી. અને જયારે આવું બને છે ત્યારે તમારી અંદર કેવી રીતે તણાવ અને ચિંતાઓ પેદા થાય છે. આ આખી બાબતને તમે પ્રવાહીત જાગ્રતતા સાથે જોશો તો તમે જોઈ શકશો કે તમારૂં મન કેવી રમતો રમીને તમારા માટે ટેન્શન પેદા કરે છે. એક વખત તમે નિરીક્ષક બની જશો તો તમારી ચિંતાઓ ખરી પડશે અને તમે બહારની દુનિયાના કોઈપણ બનાવોમાં ઊંડાણમા નહીં ઉતરો. તમે જયારે બહારની દુનિયા બનાવોમાં ઊંડા ઉતરો છો ત્યારે તમે તમારી અંદર માહિતીના શબ્દોનો ખડકલો કરો છો તેમાંથી નવી ચિંતાઓ પેદા થાય છે. અને એક વાત : તમે જયારે સમય પત્રક પ્રમાણે યોજના બનાવો છો અને વાસ્તવિતા મેળવવા માટે સમય બગાડચા વગર યોજના પ્રમાણે કામ કરો છો ત્યારે તમે વાસ્તવિકતાના રસ્તે હો છો. તમને કામ કરતાં ચિંતા વધારે થતી હોય અને ક્યાંય પહોંચતા ન હો તો પછી તમે એવા રસ્તે છો જ્યાં વાસ્તવિકતા અને તમારી વચ્ચે અંતર છે. આવા સમયે તમારે અંદર જોવું જોઈએ અને તમારા વિચારોને સીધા કરવા જોઈએ.
સમય પત્રક પ્રમાણે યોજના બનાવવી તે બરાબર છે પરંતુ તમારી યોજનાને કઈ રીતે અમલમાં મૂકવી તેના વિશે જ વિચાર્યા કરવું તે બરાબર નથી. આને મનોવૈજ્ઞાનિક યોજના કહેવામાં આવે છે જે ટેન્શન અને ચિંતાઓ પેદા કરે છે.
જો યોજના બનાવવા માટે તમને બે કલાક લાગતાં હોય તો તેનો અમલ કરવા માટે તમારી પાસે બાવીસ કલાક હોય છે. તો પછી યોજનાનો અમલ કેમ નથી થતો ? કારણ કે તમે બાકી વધેલા સમયમાંથી ૮૦% સમય યોજનાનો અમલ કેવી રીતે કરશો તેની ચિંતા કરવામાં બગાડી નાંખતા હો છો.
તમે જયારે વારંવાર યોજનાને તમારી અંદર જ પુનરાવર્તિત કર્યા કરો છો ત્યારે તમે તમારી અસરકારક શક્તિ તેમાં વહાવી દેતાં હો છો. યોજનાનો અમલ કરવામાં શક્તિ વાપરવાને બદલે તમે આ રીતે વેડફી નાંખો છો. પછી કામ કેવી રીતે થાય ?
એક વધારે વાત : તમે જો ખરેખર કામ પુરું જ કરવા માંગતા હો તો તમારે કોઈ પણ ચિંતા વગર કામ પર લાગી જવું જોઈએ. મને કહેવા દો. ટેન્શન અને ચિંતા હકીકતોથી ભાગી છૂટવાનાં બહાનાં છે. ટેન્શન અને ચિંતાના ખોટાં બહાનાં નીચે તમે જવાબદારીમાંથી ભાગી છૂટો છો.
દરેક સમસ્યાનો ઉકેલ તેના ગર્ભમાં રહેલો હોય છે. તમારે જો તેને ખરેખર ઉકેલવો હોય તો તમે તેને ઉકેલી શકો છો. તમારે ગહન જાગૃતતાથી સમસ્યાની અંદર તપાસ કરવી જોઈએ અને ઉકેલ આપોઆપ બહાર આવીને ઊભો રહેશે. પરંતુ તમે જયારે તેનો ઉકેલ લાવવા નથી માંગતા અને તેના વિશે વાતો જ કરવામાં તમને સારૂં લાગે છે. તમે તેના વિશે વાતો કરવાનું ચાલુ રાખો છો અને તેની આસપાસ ઘૂમ્યા કરો છો અને મહાનતા અનુભવો છો કે તમારે એ બાબતની કેટલી બધી ચિંતા છે.
જવાબદારીને ખભા પરથી ખંખેરી દેવાનો શ્રેષ્ઠ રસ્તો છે તેમાં છેતરામણાં મનથી ઉતરવું. ટેન્શન અને ચિંતાની સ્થિતિમાં. ઘણી વખત લોકોને હતાશાની દશામાં સારૂં લાગે છે કારણ કે તેમને કોઈ પણ જવાબદારીઓ ઉઠાવવી પડતી નથી. તેઓ સરળતાથી બધી જ જવાબદારીઓ માંથી મુક્ત થઈ શકે છે.
એક નાની વાર્તા :
લોકોને સાજા કરનાર -હીલર- તરીકે જાણીતો માણસ એક ગામની મુલાકાતે ગયો.
થોડીવારમાં જ તેની આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું.
તેણે સ્પોન્ડીલાઈસીસના ગંભીર દર્દથી પીડાતા એક માણસની ગરદન ઉપર સ્પર્શ કર્યો અને તરતજ તેનું દર્દ ગાયબ થઈ ગયું .
પછી તેણે એક માણસના માથા પર હાથ મૂક્યો અને તે માણસના માથાનો દ્વઃખાવો ક્ષણમાં જ જતો રહ્યો.
તે કાખઘોડી લઈને તેના ટેકે ઉભેલા એક માણસ તરફ આગળ વધ્યો. પરંતુ કાખઘોડીને આધારે ઉભો રહેલો માણસ દર ખસી ગયો અને કહ્યું: "મને અડતાં નહીં."
હીલર ગુંચવણમાં પડી ગયો અને પૂછયું શું કામ ન અડું.
પેલા માણસે કહ્યું; "મે હમણાં જ મારી અપંગતા માટેના વળતર માટે અરજી કરી છે."
આપણે આપણી સમસ્યાઓ વિશે અંતહીન વાતો કર્યા કરીએ છીએ, પરંતુ જયારે આપણને તેનો તરત ઉકેલ આવી જાય તેવો રસ્તો કોઈ બતાવે છે, તો તે આપણને સ્વીકારવો મુશ્કેલ લાગે છે ! આપણને જયારે કોઈ આવો રસ્તો બતાવે છે, ત્યારે આપણે તરત જ આપણી અંદર શૂન્યાવકાશ અનુભવીએ છીએ. આપણને લાગે છે કે પછી આપણાં માટે જિંદગીમાં બીજું કશું જ કરવાનું નહીં રહે. આપણે અતિશય હળવાશ અનુભવીએ છીએ ! આપણે જોઈએ છીએ કે જ્યારે સમસ્યા જ નહીં રહે તો આપણે યોગ્ય રીતે વિચારી જ શકીશું નહીં, કારણ કે આપણે આપણી સમસ્યાઓથી ઉપર ઉઠીને ક્યારેય વિચાર્યું જ નથી હોતું !
તમારા બધાં જ ટેન્શનો અને ચિંતાઓ તમારે માટે અનુકુળ વિસ્તારો છે, જેમાં તમે જવાબદારીઓથી તમારી જાતને છૂપાવી શકો છો. તમે જો ખરેખર કંઇ કરવા જ માંગો છો, તો પછી તમને તેમ કરતાં કોણ રોકે છે ? તમે શા માટે બિનઉત્પાદક ટેન્શન અને ચિંતામાં એકરૂપ થઈ જાવ છો ? તમે આ કરો જ છો અથવા નથી કરતાં, કારણ કે તમારી પાસે ઘણે બધો સમય હોય છે અથવા કારણ કે તમે વાસ્તવિકતામાંથી ભાગી છૂટવા માંગો છો અથવા તમે ઘણાં બધાં ટેન્શન અને ચિંતાઓ તમારા પર રાખવામાં ગહન મહાનતા અનુભવો છો. બસ આટલું જ.
માટે તમારી જીવન શૈલી વિષેની બધી જ કલ્પનાઓ છોડી દો અને વર્તમાન ક્ષણમાં જીવવાનું શરૂ કરી દો, અને બધું જ આપોઆપ બનવા માંડશે. યાદ રાખો તમે તમારા અનુકળ વિસ્તારમાં લાંબો સમય રહી નથી શકતા. આજે નહીં તો કાલે વાસ્તવિકતા તમને શોધી જ લેવાની છે. માટે જાગૃતતાથી જીવવાનું શરૂ કરો, જાગૃતતાથી નિર્ણયો લો અને જે નિર્ણયો લીધા હોય, તેની જવાબદારી ઉઠાવી લો.
બીજાના નિર્ણયો પ્રમાણે કરવું અને છેલ્લે તેમને દોષ આપવો ખૂબ જ સહેલો છે. આવું ક્યારેય ન કરો. આ સૌથી મૂર્ખતા પૂર્ણ અને કાયર વાત છે. ક્યારેય કોઈને પણ કોઈપણ બાબત માટે દોષ ન દો. યાદ રાખો તમે જયારે કોઈપણ બાબતને સંભાળી નથી શકતા, ત્યારે જ તેના માટે બીજાનો વાંક કાઢો છો.
યસ ...
"માસ્ટર આપણે હંમેશા રીલેક્સ કઈ રીતે રહી શકીએ ?"
જયારે તમારી જાગૃતતા હંમેશા સચેત હોય છે, ત્યારે તમે હંમેશા રીલેકસ હો છો. આ સ્થિતિ મેળવવા માટે મેડિટેશન તેની ચાવી છે. ઓછામાં ઓછૂં બુધ્ધિના સ્તરે, પહેલાં આ સમજી લો. પછી તમે ટુંકા ગાળા માટે હળવાશ અનુભવવાનું શરૂ કરશો. આ ગાળો પછી લંબાતો જશે અને અંતે તમે કાયમ માટે રીલેક્સ સ્થિતિમાં જ રહેશો.
હું લોકોને હંમેશા કહું છું : તમે એક સાચા ગુરુને શોધી કાઢો અને તે જયારે ઊંઘમાં હોય ત્યારે તેનું નિરીક્ષણ કરો. સાચા ગુરુ, જ્યારે ઊંઘમાં હશે ત્યારે તેનામાંથી બાળકો જેવી નિર્દોષતા બહાર ફેલાતી હશે. બીજી બાજુ સામાન્ય માણસ ઊંઘમાં હશે ત્યારે તણાવમાં ખેંચાયેલો લાગશે.
ગુરુ હંમેશા સર્વોચ્ચ જાગૃતતાની સ્થિતિમાં હોય છે અને તે ફકત તેના શરીરને રીલેક્સ કરવા જ ઉદ્યે છે. તમે જયારે સતત જાગૃતતામાં હો છો, ત્યારે તમે ક્યારેય તણાવમાં હોતાં નથી. ફકત તમે જ્યારે તમારી જાતને અજાગૃતતામાં પડવા દો છો, ભ્રમમાં પાડો છો, ત્યારે તમે તમારા જીવન માટે ટેન્શન પેદા કરો છો. કાયમ માટે રીલેક્સ રહેવાનો એક માત્ર રસ્તો છે, તમારી અંદર કે બહાર બનતી દરેક બાબત પ્રત્યે હંમેશા જાગૃત રહેવું.
જાગૃતતા સાથે રીલેક્સ થતાં શીખો. તમે જયારે ગુરુ સાથે હો છો ત્યારે જો તમારી જાતને રીલેક્સ થવા દો છો તો ગુરુ તમારી અંદર પ્રવેશે છે, તેની સ્થિતિ તમારામાં સોંસરવી પ્રવેશી જાય છે. જો તમે બંધ અને તણાયેલા હશો તો તે તમારામાં પ્રવેશી નહીં શકે.
'ઉપનિષદ' શબ્દનો અથ જ 'ગુરુના ચરણોમાં બેસવું' તેવો થાય છે જો તમે ગુરુના ચરણમાં રીલેક્સ થઈને ખુલ્લા મન સાથે બેસી શકતા હો, તો પછી તે તમારી અંદર પ્રવેશીને તેની બધી જ કરૂણા સાથે તમારી ઉપર કામ કરશે. પછી ત્યાં શબ્દોની જરૂર જ નહીં પડે. એ જ્યારે તમારી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરતાં હોય છે, ત્યારે તમને રોકાયેલાં રાખવા માટે શબ્દોનો ઉપયોગ કરે છે. ગુરુ તમને રીલેક્સ કેમ થવું તે શીખવી શકે છે.
તમે જયારે ગુરુની હાજરીમાં રીલેક્સ થાવ છો, ત્યારે હકીકતમાં તમે તમારા શરીરમાં ગોઠવાતા હો છો, તમે તમારી પાતોની નિજતામાં ગોઠવાતા હો છો, તમે તમારા પોતના વ્યક્તિત્વમાં રીલેક્સ થયાનો અનુભવ કરો છો. પછી તમારી અંદર કોઈ તિરાડ રહેતી નથી અને તમે એક સૂત્રી બની જાવ છો. માટે ગુરુની હાજરીમાં રીલેક્સ થવાની પ્રેક્ટીસ કરો.
રીલેક્સેશન માટે આજ ટૂંકામાં ટૂંકો અને અંતિમ રસ્તો છે. યસ ...
"માસ્ટર, તમે હંમેશા દિવ્ય આનંદ અનુભવો છો ? તમે ક્યારેય લાગણીઓમાં ઝૂલતા નથી ?"
('માસ્ટર હસે છે'…) હા. હું હમેશા દિવ્ય આનંદમાં રહું છું. ૨૪ x ૭ માં તમારી ભાષામાં ! આવું છે કારણ કે મારી જાતમાંથી અનેકતા અદેશ્વ થઈ છે. જ્યાં દિવ્ય આનંદ હોય ત્યાં અનેકતા હોતી નથી. ફકત જયારે અનેકતા અદ્દેશ્ય થઈ જાય છે ત્યારે જ દિવ્યુ આનંદ હોય છે.
મારી જાતમાં, કોઈ લાલસા અથવા ભય, મોત અથવા દ્વેષ અથવા કોઈપણ જાતની વિરોધાભાસી લાગણીઓ નથી. ફકત એક જ લાગણી છે દિવ્ય આનંદ ! હું જે કહું છું તેની સાથે જોડાવું તમારા માટે થોડું મુશ્કેલ છે સિવાય કે તમારા માટે એ અનુભવની સમજણ હોય. એ સિવાય આ સમજવું તમારા માટે મુશ્કેલ છે. તમે કદાચ બુધ્ધિના સ્તર પર તેને સમજી શકશો. અત્યાર પુરતું એટલું સમજી લો કે હું હંમેશા દિવ્ય આનંદમાં છું. બસ આટલું પુરતું છે !
સમજી લો : દિવ્ય આનંદ તરફનું પહેલું પગલું જોનાર, નિરીક્ષક, સાક્ષી બનવું તે છે. જિંદગીને નાટક જોતાં હો તે રીતે સરળતાથી જુઓ. તમે જયારે નિરીક્ષણ કરો છો, ત્યારે તમારું મન સ્થિર થઈ જાય છે. એ જયારે સ્થિર થઈ જાય છે, ત્યારે દોરી પકડાઈ જાય છે. તમે જ્યારે એ સ્થિરતાનો એક વખત પણ અનુભવ કરો છો, ત્યારે તમે દોરી ૫કડી લીધી હોય છે.
આ દોરી તમને સ્થિરતાનો સમય વધરાવામાં માર્ગદર્શક બને છે. આ સ્થિરતા તમારી ગુરુ છે. બહારના ગુરુ તમને તમારી અંદરના ગુરુને શોધવામાં મદદ કરે છે. બસ આટલું જ. તમે જ્યારે સ્થિરતાને શોધી લો છો, ત્યારે તમે સમજી જાવ છો કે, બધી જ લાગણીઓ ફકત મનની રમત જ છે.
સમજી લો; તમે ક્યારેય કોઈપણ લાગણીને સભાનનો કરીને છોડી શકો નહીં. તમે તેને છોડવાનો વધારે પ્રયત્ન કરશો તેટલાં તમે તેની સાથે વધારે બંધાતા જશો અને એ તમારા માટે ત્રાસ દાયક બની જશે. લાગણી તમને ઈજાગ્રસ્ત કરી દેશે. એક જ રસ્તો છે લાગણીઓનું નિરીક્ષણ કરવું. જેવું તમે તમારી લાગણીઓનું નિરીક્ષણ કરો છો કે તરત જ તમારી લાગણીઓ વચ્ચેનું અંતર વધવા માંડે છે.
અત્યારે તમે તમારી લાગણીઓની જાળમાં એટલા બધા ફસાયેલા છો કે તમે તેને તમારી જાતથી જુદી જોઈ શકતાં નથી. તમે જયારે નિરીક્ષણ શરૂ કરો છો તમે તમારી અને તમારી લાગણી વચ્ચે અંતર પેદા કરવાનું શરૂ કરો છો. ધીરે ધીરે અંતર વધતું જાય છે અને એક દિવસ એવો આવે છે કે દશ્યમાંથી જોનારો અદેશ્વ થઈ જાય છે.
પછી તમારે લાગણીઓને છોડવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. લાગણીઓ પોતે જ તમને સ્પર્શવાનું છોડી દે છે અને તમે તેનાથી મુક્તિ અનુભવો છો, છૂટકારો અનુભવો છો. તમે તેની સાથે વધારે સંબંધિત રહી શકતાં નથી. તે બસ તમારી જાતમાંથી અદેશ્વ થઈ જાય છે. તમારી અંદર જાગૃતતાનો બદલાવ આવે છે. પછી તમે નવી વ્યક્તિ બની જાવ છો.
તમે જયારે નિરીક્ષક બની જાવ છો, ત્યારે ત્યાં દુઃખ અથવા ચિંતાઓ માટે જગ્યા જ હોતી નથી. ત્યાં તમારી અંદર ફકત પ્રેમ જ હોય છે. પછી તમે પ્રેમના અસ્તિત્વનો અનુભવ કરો છો. અસ્તિત્વ તમારા પર દરેક મિનિટે અસીમ પ્રેમ વર્ષા કર્યા કરે છે.
એક નાની વાર્તા :
એક માણસ ખૂબ જ નબળા હૃદયનો છે તેવું બધાં જાણતાં હતા. તેનું ફટુંબ તેને કોઈ ઉગ્ર સમાચાર કહેતી વખતે ખૂબ જ કાળજી લેતું હતું. એક દિવસ તેમને જાણવા મળ્યું કે તેમના શ્રીમંત કાકા તેના માટે એક મિલિયન ડોલર મૃકીને મત્યુ પામ્યા છે.
તેઓ ખૂબ જ ઉત્તેજીત થઈ ગયા અને તેઓ એ નહોતા જાણતા કે આ સમાચાર પેલા માણસને કઈ રીતે આપવા. તેઓને ડર હતો કે આ સમાચાર સાંભળીને તે ઢળી પડશે.
કુટુંબના એક સભ્યે સૂચન કર્યું, "આપણે ફેમીલી ડોક્ટરને બોલાવી લઈએ તો સારૂં રહેશે.તેમને આ સંભાળી લેવાનું કહી દઈએ."
તેમણે ફેમીલી ડોકટરને બોલાવ્યા અને બધી બાબત કહી.
ડોક્ટરે કહ્યું: "ચિંતા ન કરો, હું સંભાળી લઈશ. તમે વિચારો છો એટલું એ મુશ્કેલ કામ નથી. ડોક્ટર તરત જ પેલા માણસના રૂમમાં ગયા અને તેની સાથે વાતો શરૂ કરી. તેણે ઈરાદા પર્વક પેલાને પછવું: "તમને જો એકા એક એમ કહેવામાં આવે કે તમને એક મીલીયન ડોલર રોકડા મળ્યા છે. તો તમે શું કરો ?"
માણસે જવાબ આપ્યો; "હું તેમાંથી અર્ધી રકમ તમને આપી દઉં ડોક્ટર."
ડોક્ટર ત્યાં જ ઢળી પડ્યા અને મરી ગયા.
આપણે બીજાની જીદગીને નાટકની જેમ જોવા માટે તૈયાર હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણી વાત આવે છે ત્યારે તે પચાવવી મુશ્કેલ બની જાય છે ! આપણે બીજાને સલાહ આપવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. મેં એક પુસ્તકમાં વાચ્યું છે : સલાહ એક એવી બાબત છે જે દરેકને આપવી ખૂબ જ ગમે છે. પરંતુ લેવા માટે કોઈ તૈયાર નથી હોતું !
તમે જયારે કમળ જેવા બની શકો છો - પાણીની અંદર રહેવા છતાંય ના ભીજાવું,- તમે જીદગીની રમત રમવાનું શીખી લીધું. એક વાત સમજી લો. અસ્તિત્વ જાતે જ વિવિધ રસ્તે વ્યક્ત થતું હોય છે. આપણી ભૂમિકા તેને સમજીને ગહન જાગૃતતા સાથે તેના પ્રવાહમાં વહેતા રહેવાની છે.
તમે જયારે સમજી લો છો કે, બધું જ સર્જન અસ્તિત્વના ઈશારે વહી રહ્યું છે. પછી તમે આપોઆપ તમારા ઉશ્કેરાટો અને ચિંતાઓ છોડી દો છો. તમારે એ સ્થિતિમાં પહોંચવું પડે છે, કે જ્યાં તમારા મુળભૂત 'હોવાપણાં'ને તમારી આજુબાજુ જે બની રહ્યું છે તે સ્પર્શી ન શકે. આવું બને છે જો તમે અનુભવથી સમજી જાવ કે અસ્તિત્વ સતત પરિવર્તનર્શાલ છે.
બહાર તમે જુદી લાગણીઓ વ્યક્ત કરતાં હો, પરંતુ તમારી અંદરની મૂળભૂત જાત તો સતત એજ જોઈ શકતી હોય છે કે બહારના બનાવો અસ્તિત્વની દોરીના મણકાની જેમ પસાર થઈ રહ્યાં છે. આ એ દોરી છે, જે તેમને એક સાથે રાખે છે. યસ ?
"પરંતુ માસ્ટર, અમે જાણી જોઈને ચિંતાઓ કરતાં નથી. પછી તમે એમ કહો છો કે અમે ચિંતાઓ જાતે જ અમારી ઉપર લઈ લઈએ છીએ ?''
ચિંતા તમારા મનની અજાગૃત સ્થિતિ બની ગઈ છે. તમારે એમાં કોઈ ઈરાદો મુકવાની જરૂર નથી. તે બસ 'છે'.
બસ. આટલું જ ! તમારે કોઈ જાગૃત પ્રયત્ન કરવો પડતો નથી, તે તમારામાં બધો સમય હોય જ છે.
એક નાની વાર્તા :
એક સ્ત્રીએ હોટેલના રિસેપ્શન ટેબલ પર ફોન કર્યો અને મદદ માટે ચીસ પાડી.
રિસેપ્સનીસ્ટ તેની રૂમમાં ગઈ.
સ્ત્રીએ રિસેપ્સનીસ્ટને ચીસ જેવા અવાજે કહ્યું; "સામેના રૂમની બારીમાંથી મને એક નગ્ન માણસ દેખાય છે." રિસેપ્સનિસ્ટે બારીમાંથી જોયું તો એક પુરુષના શરીરનો ખુલ્લો ભાગ દેખાતો હતો.
તેણીએ કહ્યું; "અરે તેના શરીરનો ફકત ઉપરનો ભાગ જ ખુલ્લો છે. તમે કઈ રીતે માની લીધું કે તે નગ્ન છે?" સ્ત્રીએ કહ્યું; "ટેબલ ઉપર ચડી જા અને પછી જો !
બધું જ બરાબર હોય તો પણ આપણે સર્ચ લાઈટ લઈને ચિંતાઓને શોધવા નીકળીએ છીએ ! આપણે આવું ઈચ્છાપૂર્વક ક્યારેય નથી કરતાં. આપણે હંમેશા સ્વાભાવિક જ આવું કરતાં હોઈએ છીએ. આજ સમસ્યા છે ! આપણા મનની સ્થિતિમાં ૧૮૦ ડીગ્રી બદલાવ લાવવાની જરૂર છે.
બીજી એક વાર્તા :
એક પોલિસ તેના રાતના રાઉન્ડમાં નીકળ્યો હતો તેણે ગલીની વચ્ચે એક મરેલી ગાયને જોઈ.
તેણે ગાયને બાજુની શેરીમાં ઠસડીને લઈ જવાનું શરૂ કર્યું.
ત્યાંથી પસાર થતાં એક માણસે તેને પૃછયું કે તમે ગાયને શેરીમાં ઢસડીને શું કામ લઈ જઈ રહ્યા છો.
પોલિસે જવાબ આપ્યો: "કાલે જ્યારે મારે આનો રીપોર્ટ લખાવવો હશે ત્યારે મને સહેલું પડશે કારણ કે હું બાજુની ગલીનું નામ જાણું છું.''
કારણ કે આપણે જાણતા નથી નિખાલસ કેમ બનવું તેથી આપણે હંમેશા ચિંતામાં હોઈએ છીએ. આપણી જીદગીની દરેક બાબતોને આપણા માનસિક ચોકઠાંમાં ફીટ કરવા માટે આપણે ગુંચવી નાંખીએ છીએ. આપણે એક પ્રવાહની જેમ વહેતાં નથી. તમે જ્યારે પ્રવાહની જેમ જીવો છો, ત્યારે તમારે જરવા પડતાં નથી. તમે ફકત આનંદ લો છો અને આગળ વધી જાવ છો.
દાખલા તરીકે, હું હમણા તમને કહું છું તમારે હંમેશા દિવ્યું જોઈએ, તમે તરત જ વિચારવાનું શરૂ કરી દેશો કે દિવ્ય આનંદમાં કઈ રીતે રહી શકાય ! તમે દરેક બાબતની શરૂઆત ચિંતાથી જ કરવાનું જાણો છો; આ જ સમસ્યા છે. માટે જ તમે જયારે મને કશુંક પુછો છો ત્યારે હું તમને સીધે સીધું અથવા ઘણા બધા શબ્દોમાં નથી કહેતો. હું બસ થોડા સૈધ્ધાંતિક વિધાનો કહું છું જેથી તમારૂં મન ચિંતાની કોઈ કેડી ન પકડી લે. પરંતુ એ જ વખતે તમને શક્તિ આપું છૂં કે જેથી તમે તેને સીધાં જ સમજણ સાથે તમારી અંદર ઉતારી શકો.
યસ ...
"માસ્ટર, અમારે જો ચિંતા કરવું શરૂ ન કરવાનું હોય તો, અત્યારે તમે જે કહો છો તેને અનુસરવાનું કઈ રીતે શરૂ કરવું જોઈએ."
બસ મારા શબ્દો પાછળની શક્તિ અને પ્રેરણાને તેના પર તમારૂં મગજ વાપર્યા વગર જ તમારી અંદર ઓગળી દો. અને વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દો. બસ આટલું જ. તમે તમારા મનને અંદર ઓગળી દો. અને વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દો.બસ આટલું જ. તમે જયારે મનને તેના પર વાપરો છો ત્યારે તેમાં તર્ક આવશે અને એક વખત તર્ક અંદર આવશે પછી મુશ્કેલી શરૂ થઈ જશે.
બસ મારા શબ્દોની પાછળની શક્તિને અનુભવો, હું જેને શાંતિ કહું છું - એવી શાંતિ કે જેમાં હંમેશા તમારી અંદર ઉતારવાનો પ્રયાસ કરૂં છું. આ શાંતિ અંતે તમારે જયાં જવાનું છે ત્યાં તમને લઈ જશે. ક્યારેય મારા શબ્દોના અર્થ કાઢવાનો પ્રયત્ન ન કરો.
ક્યારેય શબ્દો ભેગા ન કરો. ફકત બુધ્ધિજીવીઓ જ શબ્દો ભેગા કરે છે, વધારે ને વધારે શબ્દો, તેઓ શબ્દો ભેગાં કરીને વધારે ને વધારે ગુંચવણમાં પડે છે. તેઓ શબ્દો ભેગા કરીને એવું વિચારે છે આમાંથી અમુક બિંદુ પર તેમને અમુક સમય સ્પષ્ટતા મળી જશે, પરંતુ એવું ક્યારેય બનતું નથી.
તમે જુઓ છો હું જયારે બોલું છૂં તેને જયારે એક બીજા સાથે જોડવામાં આવે અને વિશ્લેષણ કરવામાં આવે તો વિરોધાભાસી લાગે છે, પરંતુ એ જે ક્ષણે બોલાયું હોય છે તે ક્ષણ માટે તે સંપૂર્ણ સત્ય હોય છે. હું જે કંઈપણ બોલું છૂં તે ક્ષણ માટે તે પૂર્ણ સત્ય હોય છે. હું તેજ બોલું છું. પરંતુ તમે મારા એકલા શબ્દોને આધારે જ અટકળો બાંધો છો. માટે તે ક્ષણ માટે બસ તેને પ્રશ્ન વગર સ્વીકારી લો. એ તમને અનુસરવા માટે શક્તિ અને બુધ્ધિ આપશે.
તમે જયારે સંપૂર્ણ શ્રધ્ધા સાથે ચાલો છો ત્યારે તમે ચિંતામાં ન હોઈ શકો. આ જ સાચી પ્રાર્થના છે. તમારી ચિંતાઓનો ઢગલો કરીને તેનો ઉકેલ માંગવો તે પ્રાર્થના નથી. પ્રાર્થના એટલે અસ્તિત્વમાં સંપૂર્ણ શ્રધ્ધા મુકવી અને તે તમારૂં કામ કરે તે અનુભવવું.
માટે તમારી બુધ્ધિ સાથે ન સાંભળો ગહન મેડિટેશન સાથે સાંભળતા શીખો તમારી લાગણી અથવા રસ્તા કોઈપણ હોય પરંતુ જે મુદ્દો કહું છું તે વખતે તેમાં જ ઊંડા ઉતરીને સાંભળો. આટલું પુરતું છે. તમે આપોઆપ શક્તિથી ભરાઈ જશો અને મજબૂત બનશો. આ બધાં છૂપાં રહસ્યો હું તમને આપી રહ્યો છું.
તમે જયારે મારા શબ્દોને પકડો છો ત્યારે તમને ચિંતા થાય છે કે તેને ભૂલી જશો. તમે તેનો ઉતારો કર્યા કરો છો. હું તમને કહુ છું. જે ક્ષણે તમે તેને ઉતારવામાં પડેલા હો છો તે ક્ષણમાં તમે આખી વાત ચૂકી જાવ છો. તમે મારા શબ્દોની પાછળની શક્તિ તમારી અંદર ઉતારી નથી શકતા કે નથી મારા શબ્દોને પૂરા ઉતારી શકતા. તમે અર્થહીન નોંધો લઈને ઘરે જશો અને થોડા દિવસ પછી તે નોંધપોથી પણ તમારા ઘરમાં ક્યાંક ખુણામાં પડી હશે. અમુક સમય પછી, તમે કદાચ તમને મળશે તો તેનું માથું અથવા પૂંછડાનું ઠેકાણું નહીં હોય. તે કંઇક આવું છે. તમે એક પુસ્તક વાંચ્યું છે અને તમારા હાથમાં તેના છેલ્લા બે જ પાનાં રહી ગયાં છે. ફકત બે જ પાનાથી તમે આખા પુસ્તકનું અવતરણ કરી શકો ? નહીં ! આવી જ રીતે તમે મારા થોડા શબ્દો ઉતારી લઈને આખી બાબતને ફરીથ ભેગી કરવાની કોશિશ ન કરો. હું જયારે વાત કરતો હોઉં ત્યારે બસ પૂરેપૂરા હાજર રહો. આટલું પુરતું છે.
મારા શબ્દો ભૂલી જવાની ચિંતા છોડી દો. તમે જો મને તમારી પૂરેપૂરી હાજરી આપશો તો મારા શબ્દ તમારી અંદર સોંસરવા ઉતરી જશે અને તેનું કામ કરશે. તમારૂં પરિવર્તન મહત્વનું છે મારા શબ્દો નહીં. તમારી સમગ્ર જાતથી મને સાંભળો, તમારા મનથી નહીં. તમે જયારે સમજી જશો અને તમારામાં પૂર્ણ પરિવર્તન આવી જશે. પછી તમે શબ્દો ક્યારેય નહીં ભૂલો. જો તમે ભૂલી જશો તો એનો અર્થ એ હશે કે તમે તેને સમજયા નથી.
ફકત મારા શબ્દો જ નહીં પરંતુ કોઈપણ બાબતને દઢપણે વળગી ના રહો. દરેક ક્ષણ ભતકાળ બની જાય છે. પછી શું કામ વળગવાનું ? વળગવાનું દુ:ખો ઉપર દુ:ખો જ લાવશે. ભવિષ્ય માટે વિચારવાનો પણ કોઈ મુદ્દો નથી. તે હજી આવવાનું છે માટે તમે શાનો વિચાર કરી રહ્યા છો ? ભવિષ્ય પણ વર્તમાનના સ્વરૂપમાં જ આવવાનું છે. માટે વર્તમાન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરો.
તમે જોયું તમે જયારે વર્તમાનમાં હો છો ત્યારે તમે કોઈ પસંદગીઓ કરતાં નથી. ચિંતા હંમેશા તમે પસંદગીઓ કરતા રહો છો તેના પાયામાંથી ઉભી થાય છે. વર્તમાનમાં તમે પૂરા અનુભવને પી જાવ છો, બસ બધી જ ચિંતાઓ અદ્રશ્ય થઈ જાય છે. તમે એટલા માટે પસંદગી કરો છો કે કોઈ બાબત મજબૂત અહમુની રમત સિવાય કશું જ નથી. આટલું સમજી લો .
લોકો મને પૂછે છે; "માસ્ટર, મને એવો ડર લાગે છે કે કદાચ એકાએક દુનિયાનો અંત આવી જશે."
દુનિયાનો અંત આવી જશે તો શું થશે ? જો દુનિયાનો અંત આવી જશે તમારી સાથે બધાનો અંત આવી જશે. કોઈના માટે કોઈ બાબતમાં ચિંતા કરવા જેવું રહેશે જ નહીં. તમે પહેલેથી જ ચિંતામાં છો કારણ કે દુનિયામાં કંઈ ચિંતા કરવા જેવું છે. હવે જો દુનિયાનો જ અંત આવી જવાનો હોય તો પછી ચિંતા કરવા જેવું કર્યું જ રહેતું નથી. રહે છે ? પરંતુ તમે તેના વિષે પણ ચિંતામાં છો !
જુઓ મન પોતે જ કેવું વિરોધાભાસી છે. ચિંતા કરવા જેવું કંઈ છે તેથી તમે ચિંતા કરો છો અને જો ચિંતા કરવા જેવું કર્યું રહેતું જ નથી તો તમે તેની ચિંતા કરો છો. જો તમે તમારી બધી ચિંતાઓમાં જાગૃતતાથી નજર કરો તો તમને સમજાશે કે તે તમારી અભાનતામાં તમારી ઉપર કેવી ચાલાકીથી રમત રમે છે.તમને જણાશે કે તમારી ચિંતાઓ પાયા વગરની અને ભ્રમિત છે. તમે તેને પકડીને ક્યારેય નીચે ફેંકી શકો નહીં કારણ કે તેને પાયો જ નથી. તેનું અસ્તિત્વ જ નથી.
હકીકતમાં તમારી બધી જ લાગણીઓ તમારી અભાનતાની રમત સિવાય કશું જ નથી. તમે જયારે સંપૂર્ણ જાગૃતતા સાથે જીવો છો ત્યારે લાગણીઓમાં ઝૂલતા નથી. માટે જ હું વારંવાર કહું છું તમારી જાતને જાગૃતતા સાથે પ્રવાહિત થવા દો, વહેવા દો.
તમે જોયું તમારી ચિંતાઓ, તમારા શબ્દો જ હકીકતમાં તમારી જીદગી બનાવે છે અથવા બગાડે છે. તેનામાં તમારી અને બીજાઓ ઉપર અસર કરવાની કેટલી બધી શક્તિ છે. દા.ત. હું જયારે 'ગાય' શબ્દ ઉચ્ચારું છૂં તરત જ શું બને છે ? ચાર પગ, બે શીંગડા અને એક પૂંછડીવાળું ચિત્ર તમારા મનમાં ઉપસે છે, બરાબર ? એક સાદા બે અક્ષરો તમારા મનમાં આખું ચિત્ર ઊભું કરી દે છે. શબ્દો આવા શક્તિશાળી હોય છે. જ્યારે આપણે શબ્દોનું માન નથી રાખતાં અને તેનો ઉપયોગ ખોટી રીતે કરીએ છીએ ત્યારે આપણી મુશ્કેલીઓને આમંત્રણ આપીએ છીએ.
એક નાની વાર્તા :
બિરબલ એક જાગ્રત ગુરુ, અને અકબર તેનો બાદશાહ બંને સાથે રસ્તા પર ચાલી રહ્યા હતા. તેઓ એક ચંદનના લાકડાંના વેપારી પાસેથી પસાર થયા અને તેમણે તેને જોયો. અકબરે બિરબલને કહ્યું; "મને સમજ નથી પડતી શું કામ, પણ મને આ માણસને ફાંસીએ ચડાવી દેવાની ઇચ્છા થાય છે."
એક મહીના પછી બંને પાછા એ જ ચંદનના લાકડાંના વેપારી પાસેથી પસાર થયા. આ વખતે અકબરે કહ્યું ; "આ વિચિત્ર બાબત છે પરંતુ આજે મને આ માણસને અમુક જાગીર ભેટમાં આપવાનું મન થાય છે. આવું કેમ થતું હશે?"
બિરબલે લાંબો સમય મુંગા રહ્યા પછી જવાબ આપ્યો; "એક મહીના પહેલા ચંદનના લાકડાના વેપારીનો ધંધો નબળો પડી ગયો હતો. અને જયારે તમને તેણે જોયા ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે જો તમે મરી જાવ તો તમારા દરબારીઓ આવીને તમારી અંતિમ ક્રિયા માટે બધા જ ચંદનના લાકડાં મોંઘા ભાવે ખરીદી લેશે. તેના મનમાંથી નકારાત્મક તરંગો બહાર ફેલાયા જેણે તમારા મનમાં તેના પ્રત્યે ધિક્કારની લાગણી પેદા કરી. મેં તરત જ બીજે દિવસે આપણા મહેલના ટેબલ ખુરશી બનાવવા માટે તેના બધા જ લાકડાં ખરીદી લીધાં, આજે તમને જોઈને તમારા પ્રત્યે તેના મનમાં ખૂબ જ આભારવશતાની લાગણી પેદા થઈ છે. અને આ હકારાત્મક તરંગો તમારી પાસે પહોંચ્યા અને તમને લાગ્યું આ માણસને જાગીર ભેટ આપવી જોઈએ !"
સમજાયું. વિચારો ખૂબ જ શક્તિશાળી હોય છે. માટે જ તમારે ચિંતા મુક્ત અને શુધ્ધ માનસિક હાલતમાં રહેવું જોઈએ.
યસ ... ?
"માસ્ટર પુસ્તકમાં કહે છે 'નાની બાબતો માટે પરસેવો ન પાડો.' પરંતુ નાની બાબતો પણ કામની હોય છે. ખરૂં કે નહીં માસ્ટર ?''
તમે જો બુધ્ધિની દષ્ટિએ જોશો તો તમે નાની બાબતો માટે પરસેવો ન પાડવો જોઇએ તે વાત યોગ્ય લાગશે.
એક નાની વાર્તા :
એક યુવાન માણસ તેના મિત્રને મળવા ગયો.
તેણે જોયું કે તેનો મિત્ર દિવાલ પરથી વોલ પેપર ઘસીને ઊખેડી રહ્યો હતો.
તેણે તેને પૂછયું; "તું દિવાલનો રંગ બદલવાનો છે ?"
મિત્રએ જવાબ આપ્યો; "ના, હું ઘર બદલવાનું છ્રું."
તમે જોયું તમે નાની બાબતોની ઉપેક્ષા કરી શકો નહીં. પરંતુ તમે એટલા બુધ્ધિશળી હોવા જોઈએ કે તેના પ્રત્યે જરૂર પૂરતું જ ધ્યાન આપો નહીંતર તમારે પરસેવો પાડવાનું શરૂ કરવું પડે છે. લોકો જ્યારે કહે કે નાની બાબતો પ્રત્યે ધ્યાન ન આપો, ત્યારેય તેમને સાંભળો નહીં. યાદ રાખો : એક નાનું કાણું મોટા વહાણને ડૂબાડી શકે છે. બસ એટલું સમજી લો કે તમારે તેની સાથે બુધ્ધિપૂર્વક કામ પાર પાડવાનું છે અને એ વખતે તમારે જાગત રહેવાનું છે.
સૌથી પહેલાં, તમારે જે તે કહેવાતી નાની બાબત વિષે સંપૂર્ણ પણે ખાતરી કરી લેવી જોઈએ. અને તે અગત્યની હોય તો પછી તમારામાં વિરોધાભાસ નહીં હોય અને આપોઆપ તેને પૂર્ણ કરવા માટેની તમારામાં શક્તિ આવશે. તમને જ્યારે સંપૂર્ણ ખાત્રી નહીં હોય તો તમારામાં પૂરી શક્તિ નહીં આવે અને તમે તમારી રીતે તે કરશો. એનો અર્થ એ થશે કે તમારી પાછળ તમારી બધી જ બુધ્ધિનો ટેકો નહોતો. કારણ કે બુધ્ધિ શક્તિ છે અને શક્તિ બુધ્ધિ છે.
જો તમે તેની પાછળ પરસેવો પાડી રહ્યા છો તો ક્યાંક કશુંક ખોરું છે. સ્પષ્ટતાથી સમજીલો, બધાં જ દ્દઃખો આપણાં વિરોધાભાસમાંથી ઊભાં થાય છે તમારે જે કરવાનું હોય તે બાબતમાં તમે પોતે જ જો સ્પષ્ટ ન હો તો તમે તે કરી શકતાં નથી. અને તમારી જાતમાં સ્પષ્ટતા લાવવા માટે તમારી બુધ્ધિને પોષણ આપીને ખીલવવી જોઇએ.
જયારે બુધ્ધિ ખીલીને સપાટી પર આવે છે, વિરોધાભાસો અદ્રશ્ય થઈ જાય છે અને તમે એક સૂત્રી બનવાનું શરૂ કરો છો. તમે જયારે એક સૂત્રી બનવા લાગો છો ત્યારે તમારી બુધ્ધિ વધારે વિકસે છે. તમારે આ વર્તુળમાં આવી જવાની જરૂર છે. આ વર્તુળ તમારી ચિંતાઓને પણ સાફ કરી નાંખે છે. ગુંચવાણોમાંથી મુક્તિ મેળવવાનો ફકત આ એક જ રસ્તો છે. બુધ્ધિ. જો તમે ખરેખર તમારો આંતરિક બબડાટ અને ચિંતાઓ છોડી દેવા માંગતા હો તો તમારે એક નાની કસરત કરવી જોઈએ.
તમને જે આનંદ આપતી હોય તે બધી જ બાબતોનો વિચાર કરો. તમારા મનને તૈયાર કરો કે તમે આ જ બધી બાબતોને વળગી રહેશો તે સિવાય કોઈપણ બાબત નહીં. બીજી કોઈપણ બાબત કરતાં આ બાબત તમને પુરતી શક્તિ આપશે. આનંદ આપતી બાબતો યાદ કરો અને પછી તેના વિશે ભૂલી જાવ. પ્રયત્ન કરો અને તમને લાગશ કે તમારામાં ઘણી બધી શક્તિ આવી ગઈ છે.
સમજાયું, તમે તમારી ચિંતાઓ વિશે વારંવાર વાતો કરીને તેને વધુને વધુ શક્તિ આપી દો છો. દા.ત. એક ગૂહથી જયારે ટેલિફોન ઉચકે છે, ત્યારે તેની બહેનપણીને કહેશે આજે કામ વાળી નથી આવી અને આ દિવસ માટે તે તેની હતાશા છે. જો તમે નોકરાણી ન આવવાથી ખરેખર હતાશ થયા હો અને તમારે તેમાંથી ખરેખર બહાર જ નીકળવું હોય તો પછી કામવાળીનો વિચાર છોડી દો અને બસ તમારી જાતે કામ કરવા માંડો ! તમને આ વધારે તાર્કિક નથી લાગતું ?
પરંતુ તમે શું કરો છો ? તમે તેના વિશે જ વાતો કરો છો અને ઇચ્છો છો કે તમારી બહેનપણી પણ તમારી હતાશાને પોષણ આપે. જો તેણી તમારા તરફ સહાનુભૂતિ નહીં બતાવે તો, અથવા એમ કહેશે કે જીવન આવું જ છે તારે આગળ જવું જોઈએ, પછી તમે તરત જ બીજી બહેનપણીને ફોન કરશો અને તેને કહેશો કે પેલી બહેનપણી કેટલી અવિચારી છે! જરા વિચારો ! જો તમારે ખરેખર જીવનમાં આગળ વધવું જ હોત તો તમે પેલી બેનપણીના શબ્દો પ્રમાણે કર્યું હોત. ખરૂં કે નહીં ?
જો તમારે ખરેખર હતાશામાંથી બહાર આવવું હોત અને જીવન આગળ ચલાવવું હોત તો તમે તે પ્રમાણે કરવા માટે ચોક્કસ તમારી બુધ્ધિ વાપરી હોત. પરંતુ તમે અલગ પ્રતિક્રિયા શા માટે આપો છો ? કારણ એ છે કે તમને તમારી ચિંતાઓમાં અનુકુળતા લાગ છે નહીં કે તેને દૂર કરવાનો રસ્તો શોધવામાં.
મેં તમને હમણાં જે નાની માનસિક કસરત કરવાનું કહ્યું તેને કરવાનું ચાલુ રાખશો તો તમે જોશો કે તમારી બધી જ ચિંતાઓ અદ્રશ્ય થઈ જાય છે અને સાથે તમે નવી માનસિક ગોઠવણ પણ મેળવો છો. તમારી અંદર શક્તિની લહેર આવતી જુઓ છો, કારણ કે તમે પહેલાં જે શક્તિ તમારી ચિંતાઓ કરવામાં ખર્ચી નાંખતા હતા તે એક્ષ્રિકુ
તમારી જાતની પ્રમાણિક તપાસ કરો અને શોધી કાઢો કે તમે છૂપી રીતે તમારી ચિંતાઓને પોષણ આપીને ઉછેરતાં નથી અને તમે પરિવર્તન માટે તૈયાર છો.
તમે જયારે તમારી ચિંતાઓ પાછળ જવાનું છોડી દો છો ત્યારે તમને દેખાય છે કે બીજા લોકો નિઃસહાય બનીને તે વર્તુળમાં કેવા સપડાયેલાં છે. તમે જોશો કે એ લોકો પોતાની ચિંતાઓને બીજા લોકો સાથે વાતો કરીને કેટલી મોટી બનાવી રહ્યાં છે. આ ચિંતાઓ વિશે વાતો કરવી તેને હું 'ચિંતાઓ કરવી' કહું છું. ફકત તમે જયારે આનું નિરીક્ષણ કરો છો, તરત જ તે અટકી જાય છે.
હું તમને ફરી વખત કહ્યું છું. હું તમને ચિંતાઓથી દૂર ભાગી જવાનું કહેતો નથી. હું કહું છું લોકો સાથે તેના વિષે વાતો કરીને તેને અનેક ગણી મોટી ન બનાવો. તેની પાછળ તમારી શક્તિ વાપરો નહીં. તેને બદલે સીધો તેનો સમાનો કરો. ચિંતાઓ અટકાવ માટે શું કરવું જોઈએ તે શોધો, સમય બગાડ્યા, વગર બસ. આટલું જ.
તમારી જાતને તપાસો કે તમે ચિંતામાં અનુકુળતા અનુભવ્યાનું શરૂ કર્યું છે કે નહીં; ચિંતા તમને નિમંત્રિત કરે છે કે તમે ચિંતાને નિયંત્રિત કરો છો તે જોવાનું આ માપ છે. જો વારંવાર ચિંતા વિશે વાતો કરવામાં તમને અનુકૂળતા લાગતી હોય તો ચિંતાઓ તમને નિયંત્રિત કરે છે, જો તમે તેને વળગી નથી રહેતાં અને સીધો જ તેનો યોગ્ય રીતે સામનો કરો છો તો તમે ચિંતાઓને નિયંત્રિત કરો છો !
યસ ....
''માસ્ટર, અગાઉ તમે દારૂ પીવા વિશે વાત કરી હતી. મારા પતિ હંમેશા એવું કહે છે કે તે ચિંતાઓ દૂર કરવા માટે પીવે છે. માટે શું કરવું જોઈએ ?"
મેં તમને કહ્યું તેમ આ એક સામાન્ય સમસ્યા છે. ગમે તેમ પણ જો તમારા પતિ અહીં હાજર હોત તો વધારે મદદ રૂપ થાત. જો તમે દારૂપીવાની આદતનું વિશ્લેષણ કરશો તો તમને સમજાશે કે તેમાં કેટલો વિરોધાભાસ છે. હું તમને સમજાવવાની કોશિશ કરૂં છૂં.
તમે મજા કરવા માટે પીવો છો, પરંતુ તમે અંતે કષ્ટદાયક રીતે દુ:ખી થાવ છો. તમે સામાજીક ગણાવ તે માટે પીવો છો, જેથી સમાજ તમારો સ્વીકાર કરે. પરંતુ તમે તો દલીલબાજ બની જાવ છો !
તમે સુધરેલા ગણાવ તે માટે પીવો છો. પરંતુ અંતે તમે સહન ન થઈ શકે તેવા બની જાવ છો.
તમે એટલા માટે પીવો છો કે તમારી બધી ચિંતાઓ ભૂલીને ઊંધી શકો, પરંતુ સવારે ઉઠો છો ત્યારે…. ? અતિશય થાકેલા લાગો છો !
તમે લાગણીઓના તરંગોનો ઉછાળો અનુભવવા માટે પીવો છો, પરંતુ અંતે તમે હતાશામાં સરી પડો છો !
તમે આત્મ વિશ્વાસનો અનુભવ કરવા માટે પીવો છો, પરંતુ અંતે તમને તમારી જાતનો જ ડર લાગે છે તમે વાર્તાવાપ સારી રીતે જાળવી શકાય તે માટે પીવો છો, પરંતુ અંતે તમે આડું અવળું અને અસંબધ્ધ બોલો છો.
તમે તમારી સમસ્યાઓને સુલઝી ગયેલી જોવા માટે પીવો છો પરંતુ અંતે તેનો ગુણાકાર થયેલો જુઓ છો. આ બધી જ સત્ય હકીકતો છે અને તમે તે મારાં કરતાં વધારે જાણો છો ! હવે મને પ્રામાણિકતાથી કહો; શું હકીકતમાં પીવાનો કોઈ અર્થ છે ? આવી જ રીતે તમે આ બાબતોમાં જ નહીં પરંતુ જીવનની દરેક બાબતોમાં વિરોધાભાસી હો છો. જો તમે શું કરવું છે તે સ્પષ્ટતાથી જાણતા હો એ તેને માટે તમારી શક્તિનું છેલ્લું બુંદ પણ ખર્ચી નાંખવા તૈયાર હો તો તમે સ્થિરતાથી આગળ વધી શકો છો અને આનંદનો અનુભ કરી શકો છો. પછી તમે ક્યારેય જાતે વિરોધાભાસી નહીં બનો.
તમે જયારે પણ પીવો, દરેક વખતે પૂરી જાગૃતતા સાથે પીવો. હું તમને સમજાવું છું : તમે જયારે પણ પીવા બેસો, દરેક વખતે સભાનતાથી પીવો, ધીરેથી તમારી દરેક હિલચાલનું ધ્યાનથી નિરીક્ષણ કરતાં જાવ. પીણાંના દરેક ટીપાંનો સ્વાદ લેતાં જાવ, તેની સામે તમારૂં શરીર શું મતિક્રિયા કરે છે તે જોતાં જાવ. તેને તીશ્વ જાગૃતતાથી ભરેલી પ્રક્રિયા બનાવી દો. હું તમને ખાત્રી આપું છું, જો તમે પીવાનું નક્કી કરો ત્યારે દરેક વખતે આ પ્રમાણે કરશો તો, તમારે આદત છોડવી નહીં પડે, આદત તમને છોડીને હંમેશા માટે જતી રહેશે.
કોઈપણ બાબતની આદત સભાનપણે અથવા યાંત્રિક રીતે થતી પ્રક્રિયા છે. દારૂ અને તમાકુ જ આદતો નથી. ધર્મ પણ એક આદત જ છે. લોકો અભાન પણે અને યાંત્રિક રીતે પાર્થના કરે છે. સામાન્ય રોજીદી બાબતોને અનુસરતા હોય તેમજ. તેઓ જો એક દિવસની પ્રાર્થના ચૂકી જશે તો તેઓ મુશ્કેલીમાં પડી જશે. તે લોકો માટે તે આદત છે. અને તેથી જયારે ચૂકી જવાય છે ત્યારે ઉશ્કેરાટ પેદા થાય છે. જેવી રીતે દારૂડિયાને સાંજે પીવાનું ન મળે તો રઘવાયો બની જાય છે. તેવી રીતે યાંત્રિક ધાર્મિક માણસ રોજીદી પ્રાર્થના ચુકી જાય છે ત્યારે ખાલીપણાનો અનુભવ કરે છે.
પૂર્ણ જાગ્રતતા સાથે કોઈ બાબત કરવી અને ડર વગર અને યાંત્રિક રીતે કોઈ બાબત કરવી તેની વચ્ચેનો ફરક સમજવો જોઈએ. આગળની રીતે જ કોઈપણ બાબતને કરવાથી તે તમને કોઈ પ્રકારના બંધનમાં નાંખતી નથી. તે તમને જગ્યા અને સમયમાં બાંધતી નથી. તમે ગુરુ થઈ જશો. પાછળની રીતે કોઈપણ બાબત કરવાથી તમે બંધાઈ જાવ છો અને તે દુ:ખનું કારણ બને છે. તમે તેના ગુલામ બની જાવ છો.
આદત છોડી દેવા માટે જાગ્રતતા સાથે વહેતા રહો; તે તમને સાચા રસ્તે પરિવર્તિત કરશે. યાદ રાખો : તમારે આદત છોડી દેવાની જરૂર છે એવું ક્યારેય ન વિચારો. જે કોઈ બાબતનો તમે પ્રતિકાર કરો છો તે બાબત દઢતાથી વળગી જાય છે. તમારે ફકત તેને ગહન જ્રગૃતતાથી પરિવર્તિત કરવી પડે છે. બસ આટલું જ. તમે જયારે પરિવર્તનની ભાષા સમજી જાવ છો ત્યારે તમે સાચા રસ્તે હો છો ; તમે ખુલ્લા પણાના માર્ગમાં હો છો.
લોકો મને કહે છે; "માસ્ટર, તમે બોલો છો તે ઘણું જ પ્રેરણાદાયી છે. હવે અમારે તેનો રોજંદી જંદગીમાં અમલ કરવા જોઈએ અને જોવું જોઈએ કે તે કામ કરે છે કે નહીં !
જુઓ સ્પષ્ટતાથી સમજી લો : હું હંમેશા કાર્યક્ષમ બાબતો જ કહું છું, જેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકાય. હું એવી વાત કરતો જ નથી જે રોજીદી જીદગીમાં ન કરી શકાય.
હકીકતમાં હું જે કંઈ કરી રહ્યો છું તે 'વેદાંત'નું પુનરાવર્તન છે. પરંતુ જુદા શબ્દોમાં, આધુનિક સંદર્ભ પ્રમાણે, જેથી તમને સાંભળવામાં અનુકુળ લાગે; જેથી તમને લાગે કે આ તમને જ લાગુ પડે છે; જેથી તમે તેનું અનુસરણ કરી શકો. અને તેમાં બીજી એક વાત છે : જો તમે આ વિચારો પુસ્તકમાં વાંચશો તો તે ફકત લખનારના મગજમાંથી તમારા મગજમાં આવશે. ત્યાં કોઈ અનુભવ કરવાની તક હોતી નથી. પરંતુ તમે જયારે એજ શબ્દો શુરુ પાસેથી સાંભળો છો, જ્યારે તે વ્યક્તિ પોતાના આત્માના અનુભવથી બોલતી હોય છે; ત્યારે તે તમારી અંદર ઊંડે સુધી પ્રવેશી જાય છે. પછી તમે તે તરફ સભાન હો અથવા ન હો.
સ્પષ્ટતાથી સમજી લો : હું તમારી સાથે મારા જ્ઞાનની વહેંચણી કરી રહ્યો નથી. હું તમારી સાથે મારો અનુભવ, મારી જંદગી વહેંચી રહ્યો છું. જયારે હું મારી જાતની અંદર થી બોલું છું ત્યારે તેને તમારી જાતને સ્પર્શવું પડે છે. તે તમારી જીદગીનું પરિવર્તન કરી દે છે. આમાં બીજો કોઈ રસ્તો નથી.
વિવેકાનંદ શિકાગામાં બોલ્યા હતાં : "મારા વહાલા અમેરિકન ભાઈઓ અને બહેનો …" ત્યારે આખું સભાગૃહ તેમનું અભિવાદન કરવા માટ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. એક મહીલાએ લખ્યું; "એ ફકત અભિવાદન જ નહોતું, તેમણે સમગ્ર દેશને જીતી લીધો હતો. અમને એવો અનુભવ થયો હતો કે જાણે અમારામાં, અમારી જાતમાંથી પ્રેમનો કરંટ પસાર થઈ રહ્યો છે … !'' મહિલાએ પછી વિવેકાનંદને પછવું હતું કે આવું કેમ બન્યુ હતું. અને તેમણે સરળતાથી જવાબ આપ્યો હતો: "કારણ કે એ મારા અંતરમાંથી આવ્યું હતું."
વિવેકાનંદ પોતાની જાતમાંથી બોલ્યા હતા. શબ્દો જયારે મગજમાંથી ઉદભવે છે ત્યારે તે બીજા માણસના મગજને સ્પર્શે છે અને તેને 'વાતચીત' કહેવાય છે. શબ્દો જયારે એક વ્યક્તિના હૃદયમાં ઉદભવે છે ત્યારે તે બીજી વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય છે અને તેને કહેવાય છે. 'લાગણીઓનું આદાર પ્રદાન' 'આત્મ્યૈક્યતા'. માત્ર વાતચીત પરતી નથી. આપણે લાગણીનું આદાર પ્રદાન કેમ થાય તે જાણવું જોઈએ. હવે હું તમને કહ્યું છું, હું મારા હૃદયના તળીયેથી વાત કરૂં છૂં તેથી તમે પરા હૃદયથી સાંભળો છો.
બોલનાર જયારે સમગ્રતાથી બોલે છે ત્યારે સાંભળનાર સમગ્રતાથી સાંભળવા માટે બંધાઈ જાય છે. તેની જીંદગી પરિવર્તન પામવા માટે બંધાઈ જાય છે. જો મારા શબ્દો તમારી જીંદગીને સ્પર્શતા ન હોય તો, ખૂબ સ્પષ્ટતાથી સમજી લો: મને બોલવાનો કોઈ અધિકાર નથી. તમને મારા અનુભવમાં શંકા કરવાની છટ છે. તમને એમ લાગે કે મારા શબ્દો તમારી જીદગીનું પરિવર્તન નહીં કરી શકે, તો તમારે દોષભાવના રાખવાની જરૂર નથી. આમાંથી બહાર નીકળી જાવ. પરંત હું તમને કહું છું; હું તમને ન સ્પર્શી જાવ તેવું બને જ નહીં !
જો તમે મને તમારા હૃદયથી સાંભળો છો તો તમે જોશો કે મારું શીખવેલું આપોઆપ સમય આવતાં તમારા જવનમાં કામ કરે છે જે શિક્ષક પોતાની જાત માટે જ અચોક્કસ હોય તેણે જ તેના શિખ્યોને કહેવું પડે છે કે પાછા જાવ અને મારા શબ્દોની પ્રેક્ટિસ કરીને આવો. જયારે સાચા ગરુ બોલે છે. બસ સાંભળવાનું આપોઆપ બને છે. સમગ્રતાથી સાંભળો, પરિવર્તન આપોઆપ બનશે.
'ચાંદોગ્ય ઉપનિષદ' સુંદર રીતે વર્ણન કરે છે :
ગુરુ શિષ્યો સામે નવ વખત પુનરાવર્તન કરે છે : 'ત ત્વમૂ અસિઃ' તમે તે છો. ફકત સાંભળવાથી, ફકત ગુરુ પાસેથી સાંભળવાથી, શિષ્યને આધ્યાત્મિક અનુભવ થઈ જાય છે ! જયારે ગુરુ અને શિષ્ય સમગ્રતાથી કામ કરે છે, ત્વારે જ આ શક્ય બને છે.
તમે જયારે ગુરુની આજુબાજુ હો છો ત્યારે શબ્દો જિલકુલ અપસ્તુત હોય છે. ફકત શાંતિમાં ગુરુની આસપાસ હોવું અને તેમને ગ્રહણ કરવા, એ જ તમારામાં હકીકતમાં પરિવર્તન લાવી શકે છે. પરંતુ કરવું શું ? તમે તમારા આંતરીક બબડાટમાં એટલા બધા જકડાઈ ગયા હો છો કે તમારી સૌસરવું ઉત્તરવું મારા માટે અશક્ય બની જાય છે, તેથી જ હું બોલું છું. હું શબ્દો બોલીને તમને શાંત કરૂં છં.
તમે શું એ વિચારો છો કે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ? કારણ કે જો હું નહીં બોલું તમે સતત તમારી અંદર તમારી જાત સાથે વાતો કરશો - ભૂતકાળની સમીક્ષા કરીને તેનું વિશ્લેષણ કરશો, ભવિષ્યની ચિંતા કરશો, તારણો કાઢશો, ચૂકાદાઓ આપશો, અભિપ્રાયો આપશો અને બીજું શું ર્યું નહીં; જો હું બોલું છૂં તો તમે મારા પ્રવાહને ચૂકી જવાના ડરથી પૂરી ઉત્સુક્તાથી મારા શબ્દો ગ્રહણ કરશો. અને હું આ સમયનો ફાયદો ઉઠાવીને તમારી અંદર પ્રવેશ કરૂં ધ્યું .
હું જ્યારે બોલતો હોઉં છું ત્યારે હકીકતમાં અંદર તદન શાંત હોઉં છું. તમે જો જો જ્યારે ગુરુ બોલે છે ત્યારે તે તેની અંદર જાતે જ શાંત હોય છે. અને એટલે જ એ ગુરુ છે ! પરંતું તમારા કિસ્સામાં, તમે શાંત હશો તો પણ તમારી અંદર તમારી જાત સાથે વાતો કરતાં હશો ! અંદરનો બબડાટ ત્યાંજ હશે. આ જ ફરક છે. તમારી શાંતિ તમારી અંદરથી ભાગી છૂટવા માટે સંભાળય નહીં તે રીતે તરફડતી હોય છે. તમારી અંદર, એક વિષયથી બીજા વિષય ઉપર, જેની વચ્ચે કર્ણું લેવા દેવા હોતું નથી, તમે વાંદરાની જેમ કુદાફદ કરતા રહો છો. તમારી અંદર આ પાગલ ખાનું ચાલતુંહોય છે અને તમે બહાર શાંત દેખાતા હો છો. બસ આટલું જ.
માટે પહેલા 'કેમ સાંભળવું તે જાણો.' તમારા મગજથી ન સાંભળો. તમારું સમગ્ર હોવા પણું મારી સામે ખોલી દો પૂરી શ્રધ્ધા અને સમર્પણથી સાંભળો. મારા શબ્દો લઈને ભાગી જવા માટે તરફડો નહીં; મને તમારી જાતમાં ઉમેરી દો. આ જ ઘણું પૂરતું છે. તમારી અંદરની મારી હાજરી જ કિમીયો કરશે.
યસ … આપણે હવે 'મણિપૂરક શુધ્ધિ ક્રિયા'નામની મેડિટેશન પધ્ધતિમાં પ્રવેશ કરીએ છીએ. જે 'મણિપૂરકચક્ર' ને સંપૂર્ણ શુધ્ધ કરે છે.
મણિપુરક શુધ્ધિ ક્રિયા :
(કુલ સમય : ૩૦ મિનિટ)
'મણપૂરક શુધ્ધિ ક્રિયા' પ્રાચીન ક્રિશ્ચિયન પધ્ધતિમાંથી લેવામાં આવી છે. જે તેમાં 'ગ્લાસા લોલીઆ'ના નામે ઓળખાય છે. આગળ જતાં સૂફીઓ એ તમને 'ગીબ્બેરીશ' તરીકે અપનાવી. આ પધ્ધતિ તમારી અંદર ઊંડાણમાં પડેલી નકારાત્મક માનસિક વિચારસરણીની છાપો અને ચિંતાઓ બહાર કાઢી નાંખે છે. તે તમારી અંદર દમન થઈને પડેલી લાગણીઓ અને ચિંતાઓ શુધ્ધ કરી દે છે. એક વખત તમે આ પધ્ધતિનો ઉપયોગ કરશો. પછી તમને તમારા નાભિ વિસ્તારમાં ખૂબ હળવાશ લાગશે. આ વિસ્તારમાં જ તમારી ચિંતાઓ અને ગુંચવાયેલી વિચારસરણીઓ દબાયેલી પડી હોય છે. આ મેડિટેશન કર્યા પછી નવી ચિંતાઓ ભેગા કરીને 'મણિપૂરક ચક્ર' ઉપર ફરીથી લાદવી કે નહી તે તમારા પર આધારીત છે.
આ પધ્ધતિનો ઉપયોગ હોજરી ખાલી હોય ત્યારે જ કરવો જોઈએ. અથવા જમ્યા પછી બે કલાક બાદ કરી શકાય; નહીંતર તમને વોમિટ થઈ શકે.
આંખો બંધ કરીને ઊભા રહો. તમારૂં ધ્યાન 'મુણિયૂરક ચક્ર' પર લઈ જાવ અને તે વિસ્તારમાં ભાર લાગી રહ્યો છે તેનો અનુભવ કરો. તે તમારી બધી ચિંતાઓથી ભરેલો છે. એક મિનિટ સુધી તમારૂં ધ્યાન 'મણિપૂરક ચક્ઢ' પર કેન્દ્રિત કરો. વિવિધ કારણોથી તમારી અંદર ગોંધાઈ રહેલી ચિંતાઓ અને ગુસ્સાનો અનુભવ કરો.
હવે નાભિના વિસ્તારમાંથી જેટલા મોટા અવાજે કરી શકો તેટલા મોટેથી નકામા અવાજો કરવાનું શરૂ કરો. બૂમો પાડવા માટે શબ્દોનો ઉપયોગ ન કરો. જો તમે શબ્દોનો ઉપયોગ કરશો તો ફકત જાણીતી અને સપાટી પરની લાગણીઓ જ સપાટી પર આવશે અને શબ્દો તેમની પાછળ રહેલી લાગણીઓ પર કામ કરવાને બદલે બીજા વધારે શબ્દો ઊભા કરશે. તદૂન સ્પષ્ટ લવારાની જેમ મોટેથી બુમો પાડો; ફકત આજ તમારી અંદરની અભાનતાને ખુલ્લી કરશે, ફકત આજ તમારી અંદર ઊંડાણમાં છૂપાઈને પડેલી લાગણીઓને ખુલ્લી કરશે. તમારા હાથ ઉછાળો, બૂમો પાડો, જો આંસુ આવે તો વહેવા દો.
આ બધું તમારી પૂરી તાકાતથી કરો, જેથી તમારી બધી નકારાત્મક લાગણીઓનું વોમિટ થઈ જાય. દુ:ખદાયક બનાવોને યાદ કરો. તેમાં સંડોવાયેલી વ્યક્તિને યાદ કરો અને તે બનાવો સાથે સંકળાયેલી લાગણીઓને યાદ કરો. બધી જ લાગણીઓને બહાર લાવો જે તમારી અંદર ભળી ગઈ છે. બીજી કોઈપણ બાબતમાં ધ્યાન ન આપો.
વીસ મીનિટ પછી અટકી જાવ. શાંતિથી દસ મિનિટ આંખો બંધ રાખીને બેસી રહો. તમારા વિચારોના ફકત સાક્ષી બની જાવ. તમારા મણિપૂરક વિસ્તારમાં હળવાશનો અનુભવ કરો. તમે જોશો કે તે વિસ્તાર એકદમ હળવો અને આનંદિત થઈ ગયો છે. તમારી આખી જાત એકદમ હળવી અને મુક્ત થઈ ગઈ છે.
(જૂથમાં આ પધ્ધતિનો ઉપયોગ સંગીત સાથે કરવો )
ઓમુ શાંતિ, શાંતિ, શાંતિ:
ધીરેથી ખૂબ જ ધીરેથી તમારી આંખો ખોલો. આપણે બીજી બેઠકમાં મળીશું. આભાર.
પ્રકરણ - ૫ વિચિત્ર-વિલક્ષણ કલ્પનાઓમાંથી બહાર આવવું.
આપણે હવે 'મૂલાધાર ચક્ર' વિશે વાત કરીશું જે કરોડરજ્જુના પાયામાં આવેલું છે.
સંસ્કૃતમાં મૂલાધાર નો અર્થ થાય છે 'અસ્તિત્વનું મૂળ અને પાયો : 'મૂલા' એટલે મૂળીયાં અને 'આધારા' એટલે પાયો.
આ ચક્ર વિચિત્રતાઓ અને કલ્પનાઓથી બંધ પડેલ્રું હોય છે. અને તમે જ્યારે વાસ્તવિકતાને આવકારો છો અને વિચિત્ર કલ્પનાઓ છોડી દો છો ત્યારે ખીલી ઉઠે છે.
( મેડિટેશન પધ્ધતિ : 'દુ:ખ હરણા મેડિટેશન' - ફુલ્લાર્ણવા તંત્રમાંથી લેવામાં આવી છે .)
'મુલાધાર ચક્ર' સેક્સ, વિચિત્ર વિલક્ષણતાઓ અને કલ્પનાઓ સાથે સંબંધિત હોય છે.
સેક્સ એક એવો વિષય છે જેના પર સૌથી વધારે બોલાયું છે, વિચારાયું છે. સૌથી વધારે ગેરસમજો, સૌથી વધારે ખોટા અર્થો અને સૌથી વધારે ગુંચવાયેલો જો કોઈ વિષય હોય તો તે છે સેક્સ ! આપણે કાંતો આ વિષયની ઉપેક્ષા કરીએ છીએ અથવા તો તેમાં રૂબી જઈએ છીએ. સેક્સ આપણાં અભાન મનના ઉડાણમાં સતત સળગતો રહે છે. અત્યાર સુધીમાં આપણને કોઈએ સેક્સના સત્ય વિષે જાગત કર્યા નથી.
બીજા બધા જ વિષય કરતાં સેક્સના વિષય પર સૌથી વધુ જાણકારીનો પ્રકાશ ફેંકવાની જરૂર છે. અને આ પ્રકાશ પરી જાગતતા સાથે ફેંકવાની જરૂર છે.
અત્યારે આપણી હાલત અમાસની અંધારી રાતોમાં જંગલમાં ભૂલા પડેલા માણસ જેવી છે. ક્યાંક એટલો મોટો ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે જેમાં આપણે પડવા માટે અટવાયા કરીએ છીએ. જે માણસ આ વિષયની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરે છે તે સંપૂર્ણ અજ્ઞાનમાં છે. તે એ પણ જાણતો નથી કે ખાડો ક્યાં છે ? પછી તે તેની ઉપેક્ષા કઈ રીતે કરી શકે?
જે માણસ આ વિષયમાં ઊંડે સુધી ડુબેલો છે તે ખાડાને જાણે છે, પરંતુ તેમાં સીધો ભૂસકો કઈ રીતે મારવો તે જોઈ શકતો નથી.
આ સિવાય બીજો કોઈ ઉકેલ હોઈ શકે ? શું કરવું જોઈએ ?
માણસે પહેલા ખાડો ક્યાં છે, તે જાણવું જોઈએ અને પછી યોગ્ય પગલાં લઈને તેની આજુબાજુ આંટો મારવો જોઈએ.
સેક્સના વિષયને હંમેશા કાર્પેટની નીચે સંતાડી દેવામાં આવે છે. આ કંઈ ધુમ્રપાનનો મુદ્દો છે ? વાલીઓ તેમના સંતાનો સાથે સેક્સની ચર્ચા નહીં કરે ! સૌથી પહેલા તો વાલીઓ પોતે જ આ વિષયની મહત્વની સાથી હકીકતો જાણતાં નથી ! કોઈપણ વિષયમાં તમારે તેના અધિકૃત જાણકાર માણસને પૂછવું જોઈએ, નહીંતર તમે સાચી સમજણ ચુકી જાવ છો અને તમે સાચી સમજણ ચુકી જાવ છો એટલે ગેરસમજ કરો છો.
એક સ્ત્રીને તેના પુત્રની સ્કુલ ટીચરનો પત્ર મળ્યો.
ટીચરે લખ્યું હતું કે છોકરો બોર્ડને બરાબર જોઈ શકતો નથી અને તેથી તે લખતો હોય છે ત્યારે ભૂલો કરે છે.
સ્ત્રી તાબડતોડ છોકરાને આંખના ડોક્ટર પાસે લઈ ગઈ.
ડોક્ટરે છોકરાને તપાસ્યો અને ચીઠ્ઠી લખી આપી.
તેમાં લખ્યું હતું. વાળ કપાવી નાંખો !
આપણને આ વાતનું હસવું આવે છે. પરંતુ આપણે આપણી જીંદગીમાં પણ જોઈશું તો, જો તમે પહેલી જ વખત કોઈ યોગ્ય વ્યક્તિ પાસે જશો તો તમે સાચો ઉકેલ મેળવી શકો તો ઠીક, નહીંતર તમે કહેવાતા જાણકારો પાસે ફર્યા કરશો અને તેમણે શીખવેલી નકામી રીતોનો અમલ કર્યા કરશો અને તમારી જીદગી વેડફી નાંખશો.
એના કરતાં પણ વધારે ખરાબ એ થશે કે તમે એ રીતો તમારી ભવિષ્યની પેઢીને પણ શીખવશો. આવી રીતે પ્રણાલિકાઓ પોતાનું સ્વરૂપ ઘડે છે. તમે જ્યારે પ્રણાલિકા પડવા દો છો ત્યાર પછી તેને તોડી તેમાંથી મુક્ત થવા માટે અગાધ બળની જરૂર પડે છે. કારણ કે વરસો જતાં પ્રણાલિકા જ સત્ય બની ગઈ હોય છે.
જ્યારે ગુરુ પ્રગટ થાય છે ત્યારે તેમનું પહેલું કામ તમારી કરેલી આવી બધી બાબતોને મીટાવવાનું હોય છે. ફકત પછી જ એ તમારામાં ઊતરવાનું શરૂ કરી શકે ! ફકત પછી જ એ તમને બતાવશે કે તમે હકીકતમાં શું છો. તેને માટે આ મશ્કેલ કામ હોય છે કારણ કે તમે તમારા પોતાના રસ્તે ખબ જ આગળ વધી ગયેલા હો છો. તમે એટલા બધા આગળ નીકળી ગયા હો છો કે તમને નવાઈ લાગે છે કે તમે ખોટા રસ્તે કઈ રીતે હોઈ શકો !
આપણે મૂળ વાત પર પાછા આવીએ : સેક્સ શું છે ?
સેક્સ પ્રચંડ સર્જનાત્મ શક્તિ છે. તે મેડિટેશન શક્તિ છે. આખી દુનિયા સેક્સની શક્તિમાંથી ઊભી થઈ છે.
આપણા પ્રાચીન ગુરુઓ, ઋષિઓએ આ વિષયમાં આપણને અતિશય સ્પષ્ટતા આપેલી છે. વાત્સાયન- જેમણે કામસૂત્ર-સેક્સના વિજ્ઞાન વિશે પુસ્તક લખ્યું છે તે સન્યાસી હતા તે તમે જાણો છો ? તેઓ અપરિણીત હતા ! બ્રહ્મચર્ય પાળતા હતા !
હકીકતમાં તેમણે 'કામસૂત્ર' તેમની પોતાની માતાને સંભળાવ્યું હતું.
તેમના આત્મ સાક્ષાત્કાર પછી; પૂર્ણ જાગૃતતા પ્રાપ્ત કર્યા પછી તેઓ એક દિવસ તેમની માતા પાસે પાછા આવ્યા.
તેમની માતાએ કહ્યુંકે જો તું પૂર્ણ જાગ્રત બની ગયો હો, તો તારી પાસે આ દુનિયાના કોઈ એક વિષયનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ.
તેઓ સંમત થયા, અને પૂછયું, એ તમને હું સંભળાવીશ તો ગમશે.
તેણીએ કહ્યું; ''તારી માતા તરીકે હું જાણું છૂં કે તું જન્મથી જ બ્રહ્મચારી છે. તું સેક્સના વિષય પર કશું જ જાણી શકે તેવી કોઈ તક નથી. તું મને આ બાબતમાં શું કહી શકીશ ?"
વાત્સાયન મુસ્કુરાયા અને કામસૂત્ર-સેક્સનું વિજ્ઞાન સંભળાવ્યું !
વાત્સાયનને એક વખત પૃછવામાં આવ્યુ; "આ વિષય પર બોલવાનો તમને કયો અધિકાર છે ?"
સ્વાભાવિક સવાલ છે. મને લાગે છે કે તમારામાંના ઘણા બધાં શાંતિથી પોતાના મનમાં મારા માટે પણ આજ સવાલ પદળતા હશે !
વાત્સાયને જે જવાબ આપ્યો તે આ હતો; "હું આજના જમાના પ્રમાણે તેનું રૂપાંતરણ કરૂં છું."
એક ઇલેક્ટ્રીકનો વાયર મેન તમારા ઘરમાં આવે છે ત્યારે તે જાણતો હોય છે કે દરેક રૂમની દરેક ઈલેક્ટ્રીક સ્વીચ ચાલુ બંધ કરતી વખત શું બન્યું હશે.
તે દિવાલની અંદર છૂપાયેલા પૂરા વાયરીંગને જાણતો હોય છે.
જો તેમાં ક્યાંય સમસ્યા હોય તો તે સમસ્યા ક્યાં છે તે માપી લે છે અને તેનો ઉકેલ આપે છે.
ખરૂં કે નહીં ?
તે ઈલેક્ટીસીટીનું વિજ્ઞાન જાણે છે.
બીજીબાજુ તમે આખો દિવસ આ બધી જ સ્વીચો ચાલુ બંધ કરતાં હો છો. પરંતુ સ્વીચોની પાછળ હકીકતમાં કેવી રચના છૂપાયેલી છે તેના વિષે તમે તદ્દન અજાણ હો છો ? હું સાચું કહ્યું ?
આપણામાંના મોટાભાગના સ્વીચોને ચાલુ-બંધ કરવા સિવાય કર્શું જ જાણતા નથી. માટે જ ક્યારેક આપણને ઈલેક્ટ્રીકનો કરંટ લાગી જાય છે ! સમજી ગયા : આપણે ભલે પિતા, માતા કે દાદા-દાદી હોઈએ પરંતુ અત્યાર સુધી સેક્સની બાબતમાં આપણે કશું જ જાણતા નથી.
આપણે બધા સતત હોમોન્સના ત્રાસ નીચે જીવીએ છીએ. ટેલિવિઝન અને બીજાં પ્રસાર માધ્યમો વાસનાને વિવિધરૂપે બતાવે છે અને આપણે તે જોઈને વિચારીએ છીએ આપણે સેક્સ અને પ્રેમ વિશે બધું જ જણીએ છીએ.
ફકત એક એન્લાઈટેન્ડ વ્યક્તિ જ તમને સેક્સનું વિજ્ઞાન કહી શકે.
ભારતની સમૃધ્ધિ અને જમીનોને વરસોથી લૂંટવામાં આવી છે. ભારત માટે આ કોઈ મહાન નુકસાન નહોતું અને તે દરેક આક્રમણો પછી સમાજ પાછો ઊભો થઈ ગયો હતો. છેલ્લે, આપણી 'ગુરુકુલ પધ્ધતિ', જના દિવસોમાં જે ગુરુના ચરણોમાં શીખવાની પધ્ધતિ હતી. તે લુપ્ત થઈ અને કામસૂત્ર-સેક્સનું વિજ્ઞાન બાળકોને શીખવવાનું બંધ થઇ ગયું. આ ભારતને લાગેલો દુર્ભાગ્ય પૂર્ણ ફટકો હતો. આના પછી લોકોએ સેક્સનો અર્થ સમજવાનું બંધ કરી દીધું અને વાસના અને કામની પાછળ દોડવાનું શરૂ કરી દીધું.
તમ બે માણસોને ચેસની રમત રમતાં જોયાં છે ? તમે જયારે તે બે જણની રમતનું નિરીક્ષણ કરતાં હો છો ત્યારે તમારી અંદર સાચી ચાલની સ્ફરણા થાય છે. પરંતુ ગમે તે કારણે પેલા બે રમનારાને સૂઝતી નથી ! તમારામાંના કેટલાં જણે આવું નિરીક્ષણ કર્યું છે ? આનું કારણ શું હોઈ શકે ? કોણ કહેશે ? કહો …
"કારણ કે આપણે રમતમાં સંકળાયેલા નથી હોતાં માસ્ટર ?"
યસ, આજ હકીકત છે, જે માણસ સાક્ષી ભાવે જોતો હોય છે તેના મન પર જીતવાનું દબાણ નથી હોતું. દબાણ અને તણાવ મનને નબળું કરી નાંખે છે. માટે જે માણસ રમતમાંથી બહાર નીકળી ગયો હોય છે, જે ફકત નિરીક્ષક હોય છે. તે જ તમને તેના વિષે સાચો વિચાર આપી શકે છે. ગુરુ તેમાંના એક છે. જે બધું જ જાણે છે. માટે જ દરેક વિચાર માટે અધિકારી વ્યક્તિ હોય છે.
તો સેક્સ શું છે ?
આજના વિજ્ઞાને સાબિત કર્યું છે કે કોઈ પુરુષ ૧૦૦% પુરુષ હોતો નથી અને કોઈપણ સ્ત્રી ૧૦૦% સ્ત્રી હોતી નથી. પુરુષ ૫૧% પુરુષ અને ૪૯% સ્ત્રી હોય છે. તેવી જ રીતે સ્ત્રી ૫૧% સ્ત્રી અને ૪૯% પુરુષ હોય છે. ફકત ૧૪નો ફરક હોય છે.
તમારો જન્મ તમારા પિતાનાં 'મૂલાધાર' અને તમારી માતાના 'મૂલાધાર'માંથી થયેલોછે. પછી તમે ફકત પુરુષ અથવા ફકત સ્ત્રી કઈ રીતે હોઈ શકો ? બન્નેના ગુણધર્મો તમારામાં આવે જ ! આવે કે નહીં ?
ભગવાન શિવનું અર્ધનારીશ્વરનું સ્વરૂપ આ પાયાના પ્રતિક રૂપે રજુ થયેલું છે. ભગવાને દેવી પાર્વતીને આ વિષય પર કહ્યું હતું. પાંચ હજાર વરસ પહેલાં નોંધાયેલા ઊંડ જ્ઞાનને આજે બાયોલોજીનું વિજ્ઞાન સમર્થન આપે છે.
સંપૂર્ણ બનવા માટે, અદ્વેત બનવા માટે, એક બનવા માટે, આપણે પુરુષત્વ અને સ્ત્રીત્વનો કે જે આપણી પ્રકૃતિનો ભાગ છે તેનો સ્વીકાર અને અભિવ્યક્તિ કરી શકીએ તે અનિવાર્ય પણે આવશ્યક છે.
પરંતુ ખરેખર આવું બને છે ? આપણને અભિવ્યક્તિની છૂટ છે ?
જન્મ થતાંની સાથે જ સમાજ તમારા પર સ્ત્રી અથવા પુરુષનું લેબલ મારી દે છે. અને તમે તમારા લેબલ પ્રમાણે વર્તન કરો તેવી અપેક્ષાની શરૂઆત કરી દે છે. છોકરાઓને તેના સ્ત્રીત્વવાળી બાજુની અભિવ્યક્તિ કરવા દેતાં નથી અને છોકરીઓને તેના પુરુષત્વ હિસ્સાની અભિવ્યક્તિ કરવા દેતાં નથી. તદન નાની ઉંમરથી જ આપપાા અર્ધા હિસ્સાને દબાવી દેવામાં આવે છે.
સાત વરસની ઉંમર સુધીમાં, જયાં સુધી સામાજીક શરતો એ તેના મૂળ વધારે ઊંડા ઉતર્યા નથી હોતાં, ત્યાં સુધી બાળક પુરુષ અથવા સ્ત્રી બનવા વિશે પુરું સભાન હોતું નથી. માટે જ નાના બાળકમાં પૂર્ણતાની લાગણી હોય છે. તે પોતાની અંદર કેન્દ્રીત અને સલામત હોય છે. તે જોવામાં અતિ સુંદર અને આનંદપૂર્ણ લાગે છે ! સાત વરસની આસપાસ બાળક સમાજના નિયંત્રણમાં આવે છે.
છોકરાને ઢીંગલીઓ અને રસોઈના સાધનો સાથે રમવા માટે પ્રોત્સાહીત કરાતો નથી. છોકરીને જયારે રેસીંગકાર અને રોકેટ સાથે રમવું હોય ત્યારે તેને એવું કરવાની છટ મળતી નથી. અને તેમનાં કપડાંના રંગો અને બીજી ચીજ વસ્તુઓ માટે પણ ભેદ રાખવામાં આવે છે. તમે છોકરા માટે વાદળી અને છોકરી માટે ગુલાબી રંગ પસંદ કરો છો. હું સાચો છૂં ને ?
પહેલાંના સમયમાં માતાપિતાની જવાબદારી ફકત બાળકોને જન્મ આપવાની હતી. બાળક ચાર વરસનું થાય એટલે તેઓ તેને ગુરુ પાસે ગુરુકુળમાં મૂકી આવતા હતાં. ગુરુકુળમાં બાળકોને ગાયત્રીમંત્ર- એવો મંત્ર કે જેનાથી બુધ્ધિની જ્યોત પ્રગટે - સાત વરસની ઉંમર સુધી શીખવવામાં આવતો. ચૌદ વરસની ઉંમર સુધીમાં તેમને જો કોઈ આધ્યાત્મિક અનુભવ થાય તો, તેમને બ્રહ્મસૂત્ર, જે દુનિયાની ફિલોસોફીનું મહાન પુસ્તક છે, શીખવવામાં આવતું. અને જો આધ્યાત્મિક અનુભવ ન થાય તો તેમને કામસૂત્ર-સેક્સનું વિજ્ઞાન શીખવવામાં આવતું. જેથી તેઓ ગુહસ્થ જીવનની કળા શીખતા હતા.જો તેઓ એકવીસ વરસની ઉંમર સુધીમાં એન્લાઈટેન્ડ થઈ જતાં, તો તેમને 'સન્યાસ'ની દીશા અપાતી હતી અને જો એન્લાઈટેન્ડ ન થાય તો તેમને 'યોગસૂત્ર' શીખવવામાં આવતું. આવી રીતે બાળકોને તેના પોતાના રસ્તે, ગુરુના પ્રેમ અને માર્ગદર્શન નીચે ખીલવા અને વિકસવા દેવાતા.
પરંતુ અત્યારે બાળકમાં એવી દમનકારી સ્થિતિ પેદા થાય છે કે તેના માટે તે ખૂબ જ નુકસાનકારક છે. બાળકોને સમાજ જેની મંજૂરી નથી આપતો તે હિસ્સાને દબાવી દેવો પડે છે. આપણને તેનો ખ્યાલ નથી હોતો, પરંતુ ધાળક માટે તે સમયગાળો અતિશય ત્રાસદાયક હોય છે. તેને એકાએક એવું લાગે છે કે તે મૂળીયામાંથી ઉખડી રહ્યું છે, તેની જાતના અર્ધા હિસ્સાને કાપી નાંખવામાં આવી રહ્યો છે. તે આ દબાવી દીધેલા હિસ્સાને બહાર શોધવા માંડે છે.
તમે સમજો : માણસનો મૂળભૂત સ્વભાવ પરિપૂર્ણતા છે. તે પૂર્ણતામાંથી આવે છે અને તેમાં જ રહેવા માંગે છે માટે તે અભાન પણે જ પોતાના ખોવાયેલા ભાગની શોધે ચાલુ કરી દે છે. તે બહાર પોતાના ખોવાયેલા અર્ધા હિસ્સાની પ્રતિકૃતિની શોધ શરૂ કરી દે છે. છોકરો છોકરીની હાજરી શોધ છે અને છોકરી છોકરાની હાજરી શોધે છે.
અને અહીં જ સેક્સનો આખો ખ્યાલ શરૂ થાય છે. આવી રીતે સેક્સનો વિચાર મૂળીયાં મૂકે છે.
સાત વરસથી ચૌદ વરસ વચ્ચેના સમયગાળામાં બાળક માતાપિતાના સહવાસમાં હોય છે તેથી બાળક આદર્શ યુરુષ અને આદર્શ સ્ત્રી કેવાં હોવા જોઈએ તેની કલ્પનાઓ તેમાંથી બનાવે છે. છોકરાને તેના વ્યક્તિત્વનો દબાયેલો ભાગ તેની માતામાં દેખાય છે અને છોકરીને તેના પિતાની છબીમાં.
માટે જ દરેક છોકરાની પહેલી હિરોઈન તેની માં હોય છે અને છોકરી માટે પહેલો હીરો તેના પિતા હોય છે. આ વણલખ્યો કાયદો છે ! સીગ્મંડ ફોઈડની મનોવિજ્ઞાનની થીયરીમાં આવતી, કહેવાતી ઓડીપસ અને ઓફેલીયા ગ્રંથીઓની પાછળ આ અર્ધા હિસ્સાની શોધની તરસ હોય છે. છોકરો પોતાની માતાએ જે રીતે તેની સંભાળ રાખી હોય તેવી જ સંભાળની અપેક્ષા તેની પત્ની પાસે રાખે છે અને છોકરીએ તેના પિતા પાસેથી જે સલામતી અને ખાત્રીનો આનંદ મેળવ્યો હોય તેની અપેક્ષા તેના પતિ પાસે રાખે છે.
છટાછેડા અથવા મત્યને કારણે જે બાળકને તેના માતા અથવા પિતા ગુમાવવા પડ્યા હોય તે બાળક અપર્ણતાની લાગણી અનુભવે છે. કારણ કે માતા પિતાની તેમના પર પડેલી છાપો સૌથી પહેલી અને ખૂબ જ ઊંડી હોય છે. તમે જુવાન થઈ ગયા પછી તમારે માતા પિતા સાથે ગમે તેટલા મતભેદ હોય તો પણ, તમારી અંદર તમારી જાત પર પડેલી તેમની છાપોને તમે ખસેડી શકતા નથી, ભૂંસી શકતા નથી.
ચૌદ વરસની ઉંમરે બાળક શારીરીક રીતે પુખ્ત બની જાય છે. સ્વાભાવિક જ સમાજ તેમને માતાપિતા સાથેનો પહેલાં જેવો વિરુધ્ધ જાતિ મત્યેનો સહવાસ મંજૂર રાખતો નથી અને તેમની પ્રવૃત્તિઓને પણ તેમની પ્રત્યક્ષ જાતિ તરફ વાળવામાં આવે છે. આ ઉપરાંત તેઓ પોતાના માતાપિતા સાથે વધારે સમય પણ ગાળતાં નથી.
માટે ચૌદ વરસની ઉંમરે પણ શોધ ચાલુ રહે છે, પરંતુ હવે તે બહારની દુનિયામાં ચાલે છે. આજના જમાનામાં આવું ચૌદ વરસ પહેલાં જ શરૂ થઈ જાય છે. બાળકો ટેલિવિઝન અને ઇન્ટરનેટને કારણે નાની ઉંમરમાંજ વધારે ખૂલી જાય છે. તેથી જ તેઓ માનસિક રીતે વધારે ઝડપથી વિકસી જાય છે. આ તંદ્દરસ્ત નિશાની નથી. ગમે તે હોય ચૌદ વરસની ઉંમરથી બહારની દનિયામાં શોધ શરૂ થઈ જાય છે.
બાળકો હવે તેમની કલ્પનાઓ બહારની વ્યક્તિઓ અને પ્રસાર માધ્યમોમાંથી ભેગી કરે છે. પ્રસાર માધ્યમો આ બાબત બરાબર જાણે છે. માટે જ તમે જુઓ છો કે દરેક પ્રકારની જાહેરાતોમાં સેક્સને પદર્શીત કરાય છે આકર્ષક સ્ત્રી અથવા પુરુષ દરેક ઉત્પાદનોનું મોડલીંગ કરે છે, જે તે ઉત્પાદન સાથે તેમને કર્શું જ લાગતું વળગતું ન હોય તો પણ.
લગભગ દરેક મોટર સાયકલની જાહેરાતમાં સ્ત્રીને દેખાડાય છે. અને કેટલી સ્ત્રીઓ બાઈક ચલાવે છે ? ગમે તે ઉત્પાદન હોય તેમાં તમને સ્ત્રીનો હસતો ચહેરો દેખાશે. અને તમે જયારે બજારમાં ખરીદી માટે જાવ છો ત્યારે અભાન પણે તે જ વસ્તુ ખરીદો છો. એ ભુલી જાવ છો કે પેલી જાહેરાતવાળી સ્ત્રી તે વસ્તુ સાથે નથી આવવાની! અને સાદી 'પ્યોર મેજીક કુકીઝ' પણ જાહેરાતમાં ફકત સ્ત્રીને જ બતાવે છે ! તમારી દબાયેલી ભાવનાઓની રોકડી કરવાનો પ્રસાર માધ્યમોનો આ સરળ રસ્તો છે.
દરેક પ્રકારના પ્રસાર માધ્યમો સપનાં વેચનારાથી વધારે કશું જ નથી. આપણે આ બધાં સપનાંઓ ભેગાં કરીએ છીએ અને તેનાથી આપણી તેવું માનીને તેની પાછળ દોડ્યા કરીએ છીએ. શું તમારી પાણીની તરસ મીઠાં થી સંતોષાય ? ના ! જો તમે એમ કરો છો તો ઉલ્ટાની તમારી તરસ વધી જાય છે ? ખરૂં કે નહીં ?
જો તમે જાગૃત અને સચેત હો તો જાહેરાતો તમને ક્યારેય મૃર્ખ બનાવી ન શકે. અલબત્ત તેને જોઈને તમે બજારની છેલ્લામાં છેલ્લી છેલ્લી વસ્તઓથી માહિતગાર જરૂર રહી શકો છો. પરંતુ તે તમને ઈરાદાપર્વક ભ્રમમાં નાંખી શકે નહીં. પરંતુ જો તમે જાગત અને સચેત હો તો !
તમારા પર તેઓ આક્રમણ કરી શકે એટલા નિર્બળ તમે નહીં બનો તો તને ઉપયોગીતાની દૃષ્ટીએ જોશો અને
છોડી દેશો. તમને તેમના તરફ સતત અભાન આકર્ષણ નહીં થાય, તમે તેના તરફ અજાણતાં જ ખેંચાયા નહીં કરો. પરંતુ જો તમે તમારા પ્રતિક્રિયાત્મક મનને તેના નિર્ણયો લેવા દેશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાવ છો. તમારે તમારા પ્રતિક્રિયાત્મક મનને વિલીન કરીને તમારી બુધ્ધિથી નવું ૩૫ આપવું જોઈએ. જેથી તમે બધો સમય જાગત રહી શકો. સભાન રહી શકો. અલબત્ત, મેડિટેશન આ સ્થિતિએ પહોંચવામાં ખૂબ જ મદદ કરી શકે.
અને સમજો, એક બાજુ પ્રસાર માધ્યમો તમારી કલ્પનાઓને ખોરાક પૂરો પાડે છે, અને બીજી બાજુ સમાજ તમારું દમન કરવાનો પ્રયત્ન કરે છે. સમાજ તમારી કલ્પનાઓ અને ઇચ્છાઓને જેટલી વધારે દબાવવાની કોશિશ કરે છે, તેટલી તે વધારે વધતી જાય છે. કારણ કે સમાજ તેના મૂળ કારણને દૂર કરવાને બદલે તેનાં લક્ષ્ણોને દબાવે છે. તમે જયારે ઝાડની ડાળીઓનેજ કાપો છો અને તેનાં મૂળને એમ જ રહેવા દો છો ત્યારે શું થાય છે ? ઝાડ બીજી વધારે કુંપળો પેદા કરીને ઝડપથી વધવા માંડે છે. બસ આટલું જ.
ગમે તેમ પણ આ દિવસો દરમ્યાન, આપણે આ પ્રમાણે પ્રસાર માધ્યમો અને બીજા સ્ત્રોતોમાંથી નકશાઓ ભેગા કરીને એક સંપૂર્ણ સ્ત્રી અથવા એક સંપર્ણ પુરુષની કલ્પના મૂર્તિ તૈયાર કરીએ છીએ. દરેક વ્યક્તિઓમાંથી આપણે સૌથી સુંદર નાક, સુંદર આંખો, સુંદર વ્યક્તિત્વને ભેગા કરીને આપણી પોતાની 'આદર્શ વ્યક્તિ' તૈયાર કરીએ છીએ. આપણે કોમ્પ્યુટરમાં કાપવાની અને ચોટાડવાની પધ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એમજ. ખરું કે નહીં ?
આ તબક્કો સાત વરસ સુધી આપણે વીસ-એકવીસ વરસના થઈએ ત્યાં સુધી ચાલે છે. પછી પ્રસાર માધ્યમોની એકરૂપતા છૂટી જાય છે, પરંતુ ખ્યાલો આપણા મનમાં ઊંડા મૂળીયા નાંખીને પડ્યા રહે છે. પછી તાજી નવી શોધ શરૂ થાય છે. પેલી આદર્શ વ્યક્તિને આપણાં જીવનમાં લાવવાની. આ શોધ આપણા ખ્યાલ પ્રમાણે 'આવી' કે 'આવો' હોવો જોઈએ તેની હોય છે. અહીંથી અપેક્ષાઓ શરૂ થાય છે પછીના સાત વરસ સુધી આ શોધ ચાલુ રહે છે. એક પછી એક વ્યક્તિમાં આપણે પ્રયત્ન કરીએ છીએ અને નાસીપાસ થઈએ છીએ. અમુક સમજદાર લોકો થોડા સમય પછી સમજી જાય છે કે સપનાંઓ હકીકત બની શકે નહીં. કારણ કે, સપનાંઓ હકીકત બની શકતાં નથી એટલે જ તેને સપનાં કહેવામાં આવે છે ! પરંતુ મોટા ભાગના લોકો શોધ ચાલુ રાખે છે.
એક નાની વાર્તા :
એક નેવું વરસનો વૃધ્ધ માણસ રોજ સવારથી સાંજ સુધી દરીયા કિનારે બેસીને ત્યાંના લોકોનું નિરીક્ષણ કર્યા કરતો હતો.
થોડાં દિવસમાં બીજા એક માણસના ધ્યાનમાં આ આવ્યું એટલે તેણે વધ્ધ પાસે જઈને પૂછ્યું; "તમે દરરોજ અહીં બેસીને હકીકતમાં શું કરો છો ? "
વૃધ્ધ માણસે જવાબ આપ્યો; "મારી પત્ની બની શકે તેવી સ્ત્રીની શોધ કરું છું."
આ જવાબ સાંભળીને માણસ નવાઈ પામી ગયો. તેણે પૂછવું; "તમે તમારી જુવાનીમાં તેને કેમ ન શોધી ?"
વધ્ધે જવાબ આપ્યો; "હું એક સંપર્ણ સ્ત્રીની તલાશ કરૂં છ્રું."
"અને તમને એકપણ ન મળી ?" પેલા માણસે પૂછયું.
"મારા મનમાં જેવી હતી તેવી એક મળી હતી પરંતુ તેની સાથે બરાબર લાંબુ ચાલ્યું નહીં." વૃધ્ધે જવાબ આપ્યો.
પેલા માણસે પૂછ્છયું; "કેમ ?"
વધ્ધે જવાબ આપ્યો: "તે એક સંપર્ણ પુરુષની શોધમાં હતી !"
આપણે જયારે આપણી અંદર રહેલી કલ્પનામૂર્તિને સંપર્ણ મેચ થાય તેવી વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ
ત્યારે આવું જ બને છે.
પરંતુ ઘણાં લાંબા સમયની શોધ પછી આપણને આપણી કલ્પનામૂર્તિને મેચ થાય તેવી વ્યક્તિ; દુરથી એવી દેખાય છે કે તે મેચ થાય છે. આપણા મનનું ચિત્ર લીલા રંગનું હોય છે. અને જે વ્યક્તિ આપણે જોઈ છે તે પણ દૂરથી લીલા રંગની દેખાય છે. શોધ પૂરી થઈ !
આવા સમયે શું બને છે. જેને આપણે કહીએ છીએ 'પ્રેમમાં પડવું.' પ્રેમમાં પડ્યા પાછળનું આ વિજ્ઞાન છે. લખી રાખો તે હંમેશા પ્રેમમાં 'પડવું' હોય છે. 'ઊભા થવું કે વધવું' ક્યારેય નથી હોતું ! એ એક પ્રેમનો છૂપો વેશ ધરીને આવેલાં હોર્મોન્સના તોફાન સિવાય કશું જ નથી. કારણ કે હકીકતમાં એવું બને છે કે, આપણી તીવ્ર જરૂરીયાત અને અપેક્ષાઓને લીધે આપણે દરેક વસ્તુને આપણને જેવી જોઈએ છે, તેવી જ તે દેખાય છે. આપણા મનની છાપોને બીજાઓ ઉપર બેસાડી દઈએ છીએ.
તેથી ગમે તેમ. પણ દુનિયા લીલોતરી અને સંગીતથી ભરાઈ જાય છે. જિંદગી કવિતા બની જાય છે. કારણકે આપણે આપણી શોધ પૂરી થઈ હોય છે ! આ એવી સ્થિતિ હોય છે જયારે આપણે કવિતાઓ લખવા માંડીએ છીએ, એકબીજાનાં ચિત્રો દોરવા લાગીએ છીએ અને બીજું શું શું નથી કરતાં.
જ્યાં સુધી આ અંતર જળવાઈ રહે છે, બધું સરળતાથી ચાલે છે. આપણે આપણી કલ્પનાની છાપો એક બીજા પર ચોટાડવાનું ચાલુ રાખીએ છીએ. પરંતુ ધીરે ધીરે પેલી વ્યક્તિ જેમ નજીક આવે છે તેમ તેમ આપણને લાગે છે કે આપણે જેને લીલું સમજ્યાં હતા તે પૂરેપુરું લીલું નથી, પરંતુ ઝાંખુ લીલું છે. પરંતુ આ બરાબર છે. તમે આગળ વધો છો. થોડા સમય પછી તમે વધાર નજીક આવો છો અને તમને લાગે છે કે આ તો ઝાંખું લીલું પણ નથી, પરંતુ એક જાતનું પીળું છે જે લીલા જેવું દેખાતું હતું.
પરંતુ આ તબક્કે, આપણે આપણી કલ્પના ખોટી હતી તે સ્વીકારવા તૈયાર થતા નથી, તેથી આપણે પરિસ્થિતિમાંથી બહાનાં શોધવાનું શરૂ કરી દઈએ. આપણે આપણી જાતને કહીએ છીએ; "આ તો જિંદગી છે, બધી બાબત સંપર્ણ હોઈ શકે નહીં." અને વધુતો : વાસ્તવીકતા સાથે જીવવા માટે અપર્વ તાકાત અને તીવ્ર બુધ્ધિની જરૂર હોય છે. તેથી આપણે આ બહાનાંઓનો વાસ્તવિકતાથી બચવા માટે બફર તરીકે ઉપયોગ કરીએ છીએ.
છેલ્લે જ્યારે આપણે પરેપરાં નજીક આવી જઈએ છીએ, ત્યારે આપણને જણાય છે કે આ તો પીળું પણ નથી, પરંતુ ફકત સફેદ છે ! આપણી અંદર જે છે તે લીલું છે અને બહાર સામે છે તે સફેદ છે. આપણી વિચિત્ર કલ્પના અને સામેની હકીકત તદૂન જુદાં હોય છે.
એક નાની વાર્તા :
એક માણસ ત્રીજા માળેથી રસ્તા ઉપર પડી ગયો.
ત્યાંથી પસાર થતો માણસ તેની પાસે દોડી આવ્યો અને પૂછપું; " પડવાથી તમને ઈજા થઈ હશે?"
પેલા માણસે જવાબ આપ્યો; "ના પડતી વખતે મને ઈજા નથી થઈ ; એકાએક અટકી જવાથી ઈજા થઈ છે."
જયાં સુધી આપણે પ્રેમ ચેષ્ટાઓમાં અને હવામાં તરતાં હોઈએ છીએ, જ્યાં સૂધી આપણી વચ્ચેનું અંતર વધારે. અને મળવાનો સમય ઓછો હોય છે ત્યાં સુધી બધું જ બરાબર હોય છે. આપણે કલ્પનાની દુનિયામાં હોઈએ છીએ; પરંતુ આપણે ફરજના સ્તરે હોતાં નથી. પછી જયારે હવામાં તરવાનું બંધ થાય છે, અંતર ઘટી જાય છે અને સાથે રહેવાનો સમય વધી જાય છે. સમસ્યાઓની શરૂઆત થાય છે !
તમે જેટલાં વધારે કલ્પનામાં વિહાર કરો છો, જમીન પર પડવામાં એટલો જ વધારે સમય લાગે છે અને તેથી તમને એટલી જ વધારે ઇજા થાય છે. કલ્પના વિહાર જેટલો ઓછો, જેટલી સરખામણીઓ ઓછી, તેટલી ઓછી મુશ્કેલી.
તમારા મનમાં જો કોઈ કલ્પનામૂર્તિઓ ન હોય તો તરત જ તમારા મૂળ સ્વભાવ પ્રમાણેનો જીવન સાથી મળી જાય છે. જો તમારે કોઈ કલ્પના મૂર્તિઓ નહીં હોય તો તમે જે કોઈને પરણશો તે તમારો જીવનસાથી બનીને રહેશે.
આપણે એ સમજવાની જરૂર છે કે કોઈપણ જીવંત વ્યક્તિ આપણા મનની કલ્પનાઓ પ્રમાણે જીવી શકે નહીં, કારણ કે આ કલ્પનાઓ વાસ્તવિકતામાંથી નથી બંધાઈ હોતી. આ કલ્પનાઓ આપણા સપનાની દુનિયાના ટુકડાઓને કાપીને, ચોંટાડીને બનાવેલ હોય છે ! કોઈપણ કલ્પનામૂર્તિઓ વાસ્તવિકતા સાથે મેચ થઈ શકે નહીં – કારણ કે અંતે તો એ માત્ર આપણો કલ્પના વિહાર જ હોય છે !
તમે વાસ્તવિક જીવનના પાત્રોમાંથી કલ્પનાની છાપો લો, તમારી આજુબાજુના લોકોમાંથી છાપો લો, ત્યાં સુધી તો થોડું પણ બરાબર છે. પરંતુ તમારી કલ્પના મૂર્તિ પ્રસાર માધ્યમોમાંથી બનાવો છો. પ્રસાર માધ્યમ પોતે જ વાસનાઓથી પીડીત હોય છે ! પછી તે તમને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન અથવા રાહત ક્યાંથી આપી શકે ?
માટે બધો જ કહેવાતો પ્રેમ મોટે ભાગે અંતે દ્વુઃખમાં પરિણામે છે. આપણને છેલ્લે છેતરાયાની લાગણી થાય છે. બીજાઓએ આપણો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો છે તેવું લાગે છે. આપણો મૂળભૂત હેતુ જે કંઇ બન્યું છે તે માટે બીજાને દોષિત ઠરાવવાનો હોય છે.
પણ શું આ ખરેખર બીજાનો દોષ છે ?
ના ! દોષિત હંમેશા તમે હો છો - કારણ કે તમે અમુક અપેક્ષાઓ રાખી હતી અને તમારી કલ્પનાઓને બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો ? પછી આ નિષ્ફળતા માટે જવાબદાર કોણ છે ?
તમે જુઓ છો, અમુક કિસ્સાઓ એવા પણ હોય છે કે જેમાં એક જ વ્યક્તિ ખરાબ અને અવિચારી રીતે વર્તવાનુ શરૂ કરી દે છે. આવા અપવાદ રૂપ કિસ્સાઓમાં તમારે પોતે જ નક્કી કરવાનું હોય છે કે આવા વર્તનની સાથે તમારે રહેવાનું ચાલુ રાખવું કે નહીં. હું જે કહી રહ્યો છું તેમાં આને વાપરવાનું નથી. અપવાદો હંમેશા હોય છે.
પરંતુ હું જે કહેવા માંગુ છે. તે મોટાભાગના ઘરોમાં જયાં બન્ને વ્યક્તિઓ સામાન્ય હોવા છતાં પણ ત્યાં અશાંતિ હોય છે. એની વાત છે. પરંતુ આપણે ક્યારેય તેના ઊંડાણમાં જોવાની કોશિશ નથી કરતાં. આપણને સત્ય સાથે કામ પાડવું ક્યારેય ગમતું નથી ! આપણને દરેક બાબતોને સુંદર કાર્પેટ નીચે સંતાડી દઈને, આપણી જાતને છેતરીને કાર્પેટ પર ચાલવાનું ગમે છે.
જયારે ગૂમડું થવાની શરૂઆત હોય ત્યારે તેની તરત જ સારવાર કરીને તેમાંથી રાહત મેળવી લેવી જોઈએ.
આ વધારે તાર્કિક અને બુધ્ધિ ગમ્ય છે કે નહીં ? પરંતુ જો તમે આમ કરવાને બદલ તેને તેના પર સોનાની ઢાલ મૂકીને ઉપર રેશમનું કપડું વિંટાળીને એવું માની લો કે તમને તો ગુમરૂં થયું જ નથી. આ તો તદન મૂર્ખાઈ ભરેલું છે ખરૂ કે નહીં?
માટે હું જે કહેવાનો પ્રયત્ન કરૂં છું, તેને સમજો. તમારો કલ્પના વિહાર છોડી દો અને વાસ્તવિકતા પ્રમાણે જીવવાનું શરૂ કરી દો.
એક નાની વાર્તા :
એક માણસે તેના મિત્રને લગ્નની ભેટરૂપે એક પપ્પી કુતરૂં આપ્યું. ત્રણ મહિના પછી શેરીમાં તેનો મિત્ર મળી ગયો.
તેણે મિત્રને પૂછયું; "લગ્ન જીવન કેવું ચાલે છે ?"
મિત્રે જવાબ આપ્યો; "સરસ ! બસ થોડો ફેરફાર થયો છે, બાકી બધું બરાબર છે. તેણે મિત્રને પૂછયું ; "શું ફેરફાર થયો છે?"
મિત્રે જવાબ આપ્યો; "શરૂઆતમાં તારૂં પપ્પી મારી સામે કાયમ ભસ્યા કરતું હતું અને મારી પત્ની મારા માટે છાપું લાવી આપતી હતી. અને હવે પપ્પી છાપું લઈ આવે છે અને મારી સામે ભસ્યા કરે છે !"
એક વખત હનીમૂન પુરું થઈ જાય છે પછી શું બને છે ? આને 'હનીમૂન' કહેવાય છે 'હનીસન' કહેવાતું નથી તેમાં કોઈ નવાઈ નથી. સુખ પણ ચંદ્રની જેમ પંદર દિવસમાં ધીરે ધીરે ઘટતું જાય છે ! હું તમને કહ્યું છું, જો તમે કોઈ સુપર મોડેલને પણ પરણશો, તો પણ તમારી આંખોમાંથી તેની સુંદરતા પંદર દિવસમાં ઝાંખી પડતી જશે, કારણ કે તમે કંઈક બીજાના જ કલ્પના વિહારમાં હો છો ! અને તમે તેમાંજ રહેવાનું ચાલુ રાખો છો કારણ કે તમને તમારી અંદર પરિપૂર્ણતા જોઈએ છે. પરંતુ કેમ લાવવી તે તમે જાણતા નથી, અને તમે વિવિધ ભ્રમોમાંથી તેને શોધ્યા કરો છો.
એક નાની વાર્તા :
એક સ્ત્રી પોતાની દીકરીને લગ્નની બાબતમાં સલાહ આપી રહી હતી : "સાંભળ બેટી, તું જયારે કોઈને પ્રેમ કરે ત્યારે તે જીવન ભર રહેવો જોઈએ ; પછી જ તે સાચો પ્રેમ છે."
દીકરી માં જે કહી રહી રહી હતી તે સાંભળી રહી હતી.
માંએ કહેવાનું ચાલુ રાખ્યું; "મારી સલાહને ગાંઠે બાંધી લે. હું તને શું કહી રહી છું તે હું બરાબર જાણું છું. આખરે મેં ત્રણ વખત લગ્ન કર્યા છે.''
સમસ્યા એ છે કે દરેકજણ સલાહ આપવા તૈયાર છે. જયારે લેવા માટે કોઈ તૈયાર નથી. દરેક માણસ પ્રેમ ઉપર, કલ્પનાઓ ઉપર અને બીજાં બધા પર પ્રવચન આપવા તૈયાર છે, પરંતુ જયારે તેમના પોતાના જીવનની વાત આવે છે ત્યારે શું બને છે ? તે એક બીજો કલ્પના વિહાર બનીને રહી જાય છે. બસ આટલું જ !
ગમે તેમ પણ, પરંતુ અંતે આ એક મુદ્દા બાબતમાં જો આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ તો પછી કોઈ સમસ્યા રહેતી નથી. પરંતુ આપણે શાંત રહી શકીએ છીએ ? ના ! આપણે રંગ અને પીંછી લઈને સફેદને લીલું બનાવવાના પ્રયત્નો ચાલુ કરીએ છીએ. આ જ દરેક સંબંધોમાં સૌથી વધુ નુકસાન કરતી બાબત છે. આપણે તેમને આપણી કલ્પનામાં જેવી હોય તેવી કોતરણી તેના પર કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આપણે તેને કબજામાં લઈને વસ્તુમાં ફેરવી નાંખીએ છીએ. આપણે વસ્તુમાં શક્તિનું અધઃપતન કરીએ છીએ. અહીંથી જ સમસ્યાઓની શરૂઆત થાય છે. જીવનના અંતહીન યુધ્ધનો અહીંથી જ આરંભ થાય છે.
એક નાની વાર્તા :
એક માણસ ધંધાદારી પેઈન્ટર હતો.
તે તેના મિત્રને કહી રહ્યો હતો; "તને ખબર છે એક દિવસ શું થયું. એક સ્ત્રી મારી પાસે વાદળી-કાળા કલરની પટી લઈને આવી અને તેનાં ઘરના મોડેલને પટ્ટી જેવો રંગ કરી આપવાનું કહ્યું. મેં વિચાર્યું કે રંગનું મેચીંગ મેળવવાનો પ્રયત્ન કરવામાં મારે ધંધો જતો કરવો પડશે. તેને કોઈપણ રીતે સંતોષ થાય તેવું નહોતું."
મિત્રે પૂછ્યું ''પછી તેં છલ્લે મેચીંગ કલર કરી આપ્યો ?''
પેઈન્ટરે જવાબ આપ્યો; "હું નસીબદાર હતો. એ જ વખતે તેના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો અને તે
મોબાઈલ પર વાત કરતી રહી ત્યાં સુધીમાં મેં ઝડપથી પટ્ટીને જ રંગી નાંખી."
આખો દિવસ દરેક ઘરમાં, પતિ અને પત્નિને વાત કરતાં ધ્યાનથી સાંભળશો તો તમને બન્ને એકબીજા પર કોતરકામ કરતાં સંભળાશે. મને લાગે છે આપણે લગ્નની ભેટ તરીકે વેડીંગ રીંગ અથવા પવિત્ર દોરો રાખવાને બદલે તેમને કોતરકામ કરવાની છીણી અને હથોડી આપવા જોઈએ.
બીજી નાની વાર્તા :
એક સાંજે એક માણસ અને તેનો મિત્ર સાથે બેસીને ચા પી રહ્યા હતા.
માણસે તેના મિત્રને કહ્યું; '' હું મારી પત્નીને છૂટાછેડા આપવાનું વિચારું છું. છેલ્લા મહીનામાં તે મારી સાથે એક શબ્દ પણ બોલી નથી'' તેના મિત્રે સલાહ આપી; "આવો કોઈ નિર્ણય લેતાં પહેલાં કાળજી પૂર્વક વિચારજે. આટલો સમય મૂંગી રહી શકે તેવી પત્ની તને બીજી નહીં મળે."
આપણા જીવનમાં આપણે સતત આપણી અંદરની કલ્પનાની છાપોને બહારની વાસ્તવિકતા સાથે મેચ કરવાનો સતત પ્રયત્ન કરતાં રહીએ. આપણને ક્યારેય સંપૂર્ણ મેચીંગ મળતું જ નથી. આપણે આપણી અંદરની આ છાપોને છોડી દેવાની જરૂર છે અને આપણને અનંત શક્યતાઓ ખૂલેલી જોવા મળશે.
જો તમે કુંવારા હો તો તમારી કલ્પનામૂર્તિને છોડી દો જેથી તમે તમારો 'જીવન સાથી' પસંદ કરી શકો, નહીં કે સપનાંનો સાથી. તમે જયારે કોઈ વ્યક્તિને પસંદ કરો ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તમારે તેની સાથે આખી જંદગી ગુજરવાની છે, થોડા મહિનાઓ નહીં. તેને મજા કરીને ફેંકી દેવાનું છે તેમ ન સમજો. આ આખી જિંદગીની બાબત છે.
હમણાંની જેમ, બ્લેક અથવા બ્લુ જીન્સ અથવા ટી-શર્ટ તમારી માનસિક વિલક્ષણતામાં આવશે અને તમે તેના તરફ આકર્ષાશો. પરંતુ સમજી લો કે તે બ્લેક અથવા બ્લુ રંગ છ મહીનાના સમય પછી ઝાંખો પડી જ જવાનો છે !
જો તમે પરણેલા હો તો પણ કલ્પનાની મૂર્તિઓને છોડી દો, ફકત પછીજ તમે કઈપણ વ્યક્તિ સાથે સાચા સંબંધોની શરૂઆત કરી શકશો. તમે જો તેમાં કોતરકામની છીણી અને હથોડી લઈને પ્રવેશશો તો સાચો સંબંધ ક્યારેય બંધાશે નહીં.
તમે સમજો, કોતરકામમાં શું બને છે. તમે કોતરણી શરૂ કરો છો અને જ્યારે તમને લાગે છે કે તમે કોતરણી પૂરી કરી દીધી છે, તરત જ તમારી કલ્પના બદલાઈ જશે. એ વખતે તે કંઇક જુદી જ હશે અને તેથી થોડી બદલાયેલી કલ્પના પ્રમાણે વધારે કોતરણી કરવી પડે છે ! અને આ ક્યારેય પુરું ન થાય તેવું વર્તુળ બની જાય છે !
સંબંધો ક્યારેય પરેપરા તમારી વિચિત્ર કલ્પનાઓ જેવા થઈ શકે નહીં. તમે એક જ ઘરમાં ચોવિસ કલાક રહો છે. છતાં એકબીજાની આંખમાં નજર માંડીને જોતાં નથી. કારણ કે તમે કલ્પનાઓમાં રહો છો વાસ્તવિકતામાં નહીં. તમે હકીકતમાં સાચી વ્યક્તિ સાથે રહેતાં નથી. બીજી વ્યક્તિ જો બધું જ તમારી કલ્પનાઓ પ્રમાણે કરવા લાગે તો તે એવા નિર્ણય પર આવશે કે તમારૂં જીવન તમને ભગવાન તરફથી સજા રૂપે મળ્યું છે.
જો તમે કુંવારા હો તો કલ્પનામાં ઉડવાનું બંધ કરી દો અને તમારૂં લોહી ઠંડુ પડશે. તમે હોર્મોન્સના ત્રાસમાં નહીં આવો. જો તમે વિધુર હો તો તમારી કલ્પના છોડી દો અને તમને એકલાપણાનું દુ:ખ નહી સતાવે.
તમારા સંતાનો ટેલિવિઝન પરના યુગલ ગીતો ન જૂએ તેવી પૂરેપૂરી કોશિશ કરો. જો તે લોકો માત્ર સંગીતનો આનંદ માણે અને નાચે ત્યાં સુધી બધું બરાબર છે. પરંતુ તેઓ જે જુએ છે તેને આત્માસાત કરે છે, તેમાંની લાગણીઓ અને બીજું બધુંજ. અહીંથી જ સમસ્યાઓ શરૂ થાય છે. આ બધી જ બાબતોનો સંગ્રહ મુલાધાર ચક્ર, સેક્સ ચક્ર ઉપર થાય છે.
૫છી એક સૂચન જ પુરતું છે, મુલાધાર તૈયાર થઈ જશે.
અપેક્ષાઓનો સીધો ભાર 'મુલાધાર ચક્ર'માં ખલેલ પહોંચાડે છે. આવી રીતે આ ચક્ર બંધ થઈ જાય છે. જ્યારે તમે બીજી વ્યક્તિમાં તમારી કલ્પનામૂર્તિને સાકાર કરવાનો પ્રયત્ન કરો છો, અથવા ટેલિવિઝન જોઈને આવો પ્રયત્ન કરો છો; જ્યારે તમે તમારી અપેક્ષાઓ અને કલ્પનાઓ બીજી વ્યક્તિ ઉપર લાદવાનો પ્રયત્ન કરો છો, ત્યારે આ ચક્ર બંધ થઈ જાય છે.
જિંદગીની બહારની સ્થિતિ સાથે કશુંજ કરવાનું નથી. કહેવાતા બ્રહ્મયારી પણાં સાથે કશું કરવાનું નથી. જે કાંઈ કરવાનું છે. ટુકડાઓમાં વિભાજીત થઈ ગયેલી તમારી આંતરીક જાત સાથે કરવાનું છે.
બ્રહ્મચર્ય શું છે ?
તમારી અંદરના તમારા દબાયેલા અર્ધા ભાગ માટે વલખાં ન મારવા, એ સિવાય બ્રહ્મચર્ય કશું જ નથી. જો તમે પુરુષ છો તો, તમને તમારી અંદર દબાવી દેવાયેલી સ્ત્રીના અર્ધા ભાગની પરિપૂર્ણતાનો અનુભવ કરવાની જરૂર છે. અને જો તમે સ્ત્રી છો તો, તમને તમારી અંદર દબાવી દેવાયેલા પુરુષના અર્ધા ભાગની પરિપૂર્ણતાનો અનુભવ કરવાની જરૂર હોય છે.
એક વખત તમે આ સ્થિતિમાં પહોંચી જાવ, પછી તમે બહારની દુનિયામાં સ્ત્રી સાથે અથવા સ્ત્રી વગર જીવી શકો છો. જો તમે આ સ્થિતિએ ન પહોંચ્યા હો તો તમે પરણેલા હશો તો પણ તમારા પર તમારા હોર્મોન્સનો ત્રાસ ચાલુ જ રહેશે. તમારો હોર્મોન્સનો ત્રાસ, હકીકતમાં તમારી પૂર્ણતા પામવાની ઝંખના સિવાય કશું જ નથી.
તમે જયારે આ પૂર્ણતા પ્રાપ્ત કરો છો ત્યારે તમે કુંવારા હો કે પરણેલા તમારા મનમાં શાંતિ હોય છે. પછી તમે વિવાહીત જીવનમાં પણ બ્રહ્મચારી પણાનો અનુભવ કરી શકો છો ! આ જ સાચું બ્રહ્મચર્ય છે.
આના બદલે, લોકો બ્રહ્મચર્ય પાળવાના પોતાના રસ્તાઓ અપનાવે છે અને પોતાની જાતનું વધારે દમન કરે છે અને માનસિક રોગી બની જાય છે.
યસ ... હું જે કહી રહ્યો છું તે બધાને બરાબર સમજાય છે ? કોઈને કંઇ સ્પષ્ટતા જોઈએ છે ?
"પરંતુ માસ્ટર, અમને એવો ખ્યાલ જ નથી આવતો કે અમારી અંદર આવી છાપો લઈને અમે ફરીએ છીએ."
હા, કારણ કે આપણે ક્યારેય અંદર જોયું જ નથી. આપણે દરેક જગ્યાએ જઈએ છીએ પણ આપણી અંદર ક્યારેય જતાં નથી. તમે જાણો છો આપણી ૮૦% શક્તિ આ ચક્રમાં બંધ પડેલી હોય છે ? આ ચક્રની શક્તિને જાગત કરવાની જરૂર પણ નથી. તેને ફકત ખોલીને કાર્યરત કરવાની જરૂર હોય છે, અને તેમાંથી જે શક્તિનો પ્રવાહ વહેશે તે તમારી આખી જિંદગીનું પૂર્ણ પરિવર્તન કરી નાંખશે.
તમે જો ઊંડાણ પૂર્વક તમારી અંદર નજર કરશો તો તમને સમજાશે કે તમે જે સહન કરી રહ્યા છો, તેનું કારણ તમે જે જુઓ છો, અને તમારે જે જોવું છે, તે બંન્ને હંમેશા અલગ લાગે છે. આ 'તમે જે જોવા માંગો છો' તે તમારી માનસિક છાપો છે, જેને તમે અંદર લઈને ફરો છો.
કમસે કમ હવે પછી, જાગૃતતાથી જોવાનો પ્રયત્ન કરો, તમે જે કંઇ જુઓ છો તેમાં તમારૂં મન કેવી રીતે રમત રમે છે. તમે જે દ્રશ્ય જુઓ તેમાં તમારૂં મન દખલ દઈને તેના વિષે અભિપ્રાય આપે તે પહેલાં તે જેવું છે તેવું પકડવાનો પ્રયત્ન કરો. તમને પછી ખ્યાલ આવશે કે તમારૂં મન રહસ્મય રીતે અને સળંગ તમે જે જુઓ છો તેમાં કેવો ભાગ ભજવે છે. જેને કારણે હંમેશા તમને એવું લાગે છે કે તમે જુઓ છો તેમાં કશુંક ખોટું છે.
સંસ્કૃતમાં બે શબ્દ રચનાઓ જે આપણને વાસ્તવિકતા વિશે શીખવે છે, 'દર્ષ્ટિ સુષ્ટિ દેષ્ટિ'. દષ્ટિસૂષ્ટિનો અર્થ છે, દુનિયા જેવી છે તેવી જોવી. તે જેમ આવે તેમ જ લેવી, જે છે તેને આવકારવું. વાસ્તવિકતા તરીકે. સુષ્ટિ દષ્ટિ નો અર્થ છે. દુનિયાને આપણે જેવી છે તેવી જોવી, આપણા રંગીન ચરમાથી, આપણી વિલક્ષણતાઓથી. પહેલું વાક્ય આપણને શાંતિપૂર્ણ જીવન તરફ લઈ જાય છે અને બીજું દુઃખી થવા તરફ.
એક નાની વાર્તા :
એક માણસ મારી પાસે આવ્યો અને કહ્યું, ''સ્વામીજી, અમારા ઘરમાં અમે બે જ વ્યક્તિઓ છીએ, હું અને મારી પત્ની. તોય શાંતિ નથી.''
મેં તેને કહ્યું; "તમને કોણે કહ્યું કે તમારા ઘરમાં તમે બે જ વ્યક્તિઓ છો ? તમે ચાર વ્યક્તિઓ છો."
માણસ નવાઈ પામી ગયો.
મેં તેને કહ્યું: "એક તમે અને તમારી અંદરની સ્ત્રી, તમારી પત્ની અને તેની અંદરનો પુરુષ ! માટે જ મેં કહ્યું કે તમે ચાર વ્યક્તિઓ છો. જરા તમારી અંદરની સ્ત્રી અને અંદરના પુરુષને છોડી દેતાં શીખી જાવ અને પછી જૂઓ તમારા ઘરમાં કેવો ફરક પડી જાય છે."
માણસ શાંતિથી જતો રહ્યો. યસ ...
" માસ્ટર, અમે બીજા સંબંધોમાં પણ ખલેલનો અનુભવ કરીએ છીએ, જેવાંકે માતાપિતા અને બાળકો…"
હા. દરેક સંબંધોમાં અપેક્ષાઓ હોય છે. હું નથી માનતો કે આપણો કોઈપણ સંબંધ અપેક્ષા વગરનો હોય.
માતાપિતા સંતાનો ઉપર કોતરણી કરવાનો પ્રયત્ન કરે છે અને સંતાનો માતાપિતા પર. માતાપિતા પોતાની સંપૂર્ણ ઈચ્છાઓ પોતાના સંતાનો થકી પૂરી કરવાની ઈચ્છા રાખે છે. જો તમે આખી બાબતનું ઊંડાણપૂર્વક વિશ્વેષણ કરશો તો, તમને સમજાશે કે હું જે કહું છૂં તે સત્ય છે. માતાપિતા પોતાના સંતાનોને ડોક્ટર અથવા એન્જીનિયર બનાવવા માંગે છે. તેઓ સંતાનમાંથી એવું કેમ નથી શોધી કાઢતા કે તે શું બનવા માંગે છે ? અને પછી તેનું સ્વપ્ન પુરું કરવું? આ તમારા સંતાનને અતિશય મદદદરૂપ થશે.
જે દિવસે સંતાન તમને સામો જવા આપવાનું શરૂ કરે છે 'તે' દિવસથી તે માણસ બની ગયું હોય છે. તમારે તેની સાથે ખૂબ જ કાળજીપૂર્વક કામ લેવું જોઈએ. તેની સાથે સમય ગાળો, તેની સાથે વાતો કરો, તેના સારા મિત્ર બનો અને શોધી કાઢો કે વાસ્તવમાં તેને જીવનમાં શું બનવું છે. તેને ગહન પ્રેમ અને વિશ્વાસથી માર્ગદર્શન આપો. પછી તેની મહત્વકાંક્ષાને તમારી વાસ્તવિકત બનાવી દો અને તેને ત્યાં પહોંચવામાં મદદ કરો.
ઘણાં બધા બાળકો મને કહે છે; "મારા પપ્પા ઈચ્છે છે, કે મારે ડોક્ટર બનવું જોઈએ અથવા મારા પિતા મને વકીલ બનાવવા માંગે છે. અલબત્ત તમારું સંતાન પોતાની જાતે નિર્ણય ન લઈ શકતું હોય અને તમારી પાસે માર્ગદર્શન માંગે કે મારે શું કરવું જોઈએ, તો તમે તમારા નિરીક્ષણથી તેનામાં જે આવડત અને ક્ષમતા હોય તે પ્રમાણે તેને સલાહ આપી શકો છો.
તમે તેને સૂચન કરી શકો, પરંતુ પરાણે તમારી વાત તેના ગળે ઉતારવાની કોશિશ કરવી જોઈએ નહીં. બાળકનેએ સમજવાદો કે તે તેની પુખ્તતા પ્રમાણે તેને જે યોગ્ય લાગે તે કરવા સ્વતંત્ર છે. તમે તો ફકત તમને જે યોગ્ય લાગ્યું તે સૂચન જ કર્યું છે. જેથી અંતે એક બીજા પર દોષરોપણ ન થાય. તેનામાં આ સ્પષ્ટ સમજણ લાવવી જરૂરી છે.
તમે જુઓ છો. આપણે હંમેશા આપણી આસપાસના લોકો, આપણા સંબંધીઓ, મિત્રો, અરે અજાણ્યાઓ ઉપર પણ આપણી પોતાની કલ્પનાની છાપો પ્રમાણે કોતરણી કર્યા કરીએ છીએ, અને સામી બાજુ તેઓ પણ આમ જ કર્યા કરતાં હોય છે ? કેવી હિંસા ચાલ્યા કરે છે !
આજના હોમ વર્કમાં તમારે આટલું કરવાનુંછે તમારા વિચાર પ્રમાણે તમારાં માટે સંપૂર્ણ પત્તિ, સંપૂર્ણ પત્તી, સંપૂર્ણ માતા, સંપૂર્ણ સંતાન અને સંપૂર્ણ મિત્ર કેવાં હોવા જોઈએ તે લખવાનું છે. તમારી જાતને લાણુ પડતાં હોય તેવા પાંચ સંબંધો પસંદ કરો, ઉપર પ્રમાણે તમારો મત લખી નાંખો. પ્રમાણિકતાથી લખજો. મને ખાત્રી છે કે તમે તમારી અભાનતાની અંદર જઈને જોશો તો જણાશે કે આ બધા જ વિચારો તમે જાણીતા પ્રસાર માધ્યમોમાંથી લીધા હશે.
તમે ટી.વી. સીરીયલ જુઓ છો અને તમને કોઈ ચોક્કસ પાત્ર ગમવા માંડે છે. એ પાત્ર તમારા માટે મજબૂત વાસ્તવિકતા બની જાય છે. તમે અભાન પણે જ, તમારી વાસ્તવિક જીદગીમાં તમારી સાથે સંકળાયેલા પાત્ર પાસે એવી અપેક્ષા રાખવાનું શરૂ કરી દો છો.
તમે જાણો છો ? લોકો તેમના 'આદર્શ ગૂરુ' માટે કાલ્પનીક છબી લઈને ફરતાં હોય છે ? મોટે ભાગે આવી છાપ એક વધ્ધ માણસ, સફેદવાળ અને ફરફરતી દાઢીવાળો હોય. જે તમે પુસ્તક અથવા ટી.વી સિરીયલોમાં જોઈને લીધી હોય છે. અને આવા લોકો આવીને જ્યારે મને જૂએ છે ત્યારે આવી જૂવાન વ્યક્તિ ગુરુ હોઈ શકે તે વાત સ્વીકારી શકતાં નથી. માટે મારે પણ આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેઓ મને સ્વીકારે તે પહેલાં તેમની અપેક્ષાઓમાંથી મારે પણ તેમને મુક્ત કરવાં પડે છે.
"પરંતુ માસ્ટર, અમને લાગે છે કે અમારે કોતરણી પડશે. જેમકે અમે અમારા કર્મચારીઓ સાથે કામ પાડતાં હોઈએ છીએ, ત્યારે ૫છીશું કરી શકીએ ?
તમારૂં કોતરકામ પૂરી જાગૃતતાથી કરો. તમે જે કરો તેનાથી પૂરા સભાન રહો. તો પછી તમે જરૂર કરતાં વધારે નહીં કરો. તમારા કર્મચારીઓ પ્રત્યેનો તમારો અનુભવ વાસ્તવિક હોવો જોઈએ. બીજો કોઈ વૈકલ્પિક ઉકેલ હોય તો શોધી કાઢો. જ્યારે અત્યંત જરૂર હોય ત્યારે જ બીજી વ્યક્તિને અમુક આકારમાં ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તમને જે કોઈ સત્તા કે શક્તિ મળી હોય તેનો પૂરી જાતતા સાથે ઉપયોગ કરવો જોઈએ ! ગુસ્સો અને વાસના પણ ભગવાન તરફથી તમને મળેલી શક્તિઓ જ છે. તમે જયારે આ શક્તિઓનું સન્માન કરતાં હશો ત્યારે તમે તેને વેડફ્શો નહીં અથવા તેનો ગેરઉપયોગ નહીં કરો.
તમે ક્યારેય પૈસાનો ગેરઉપયોગ કરો છો ? તમે ક્યારેય પૈસાનો દુરુપયોગ કરતાં નથી કારણ કે તમે તેને માન આપો છો. જો કોઈ માણસ દસ રૂપિયાની કિંતમનું કામ દસ રૂપિયામાં કરી આપશે તો તમે તેને એક પૈસા પણ વધારે આપશો? પરંતુ ગુસ્સો, તમે હંમેશા વધારે કરશો ! જો કોઈ વ્યક્તિ 'દસ રૂપિયા' જેટલી ભૂલ કરશે તો, તમે હંમેશા તેના પર પંદર રૂપિયા જેટલો ગુસ્સો કરશો. કરો છો કે નહીં ? શા માટે ? કારણ કે તમે તમારા ગુસ્સાનો ઉપયોગ અભાન પણે કરો છો. જાગૃતતાથી નહીં. હું તમને ખાત્રી આપું છૂં કે જો તમે જાગૃતતાથી ગુસ્સાનો ઉપયોગ કરશો તો તે તમને હકારાત્મક ફાયદો કરાવશે અને તમારામાં દ્વેષ ભાવના નહીં આવે.
તમારા ગુસ્સાથી તમારે ક્યારેય અશાંત થવું જોઈએ નહીં. તમે જો અશાંત થઈ જાવ છો તો તેનોમતલબ એ છે કે તમે જાગૃતતાથી ગુસ્સે થયા નથી; તમે ગુસ્સાને તમારા પર સવાર થવા દીધો છે. તમે ગુસ્સાનો યોગ્ય ઉપયોગ કર્યો છે કે નહીં તેનું આ માપ છે !
એક વખત એક સાધુ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે લોકોએ તેમને એક ઝેરી કોબ્રા સાપે તેમનું જીવન હરામ કરી દીધું છે તેવી ફરીયાદ કરી.
સાધુ પ્રાણીઓ સાથે વાતચીત કરી શકે છે એ માટે જાણીતો હતો, તેથી ગામ લોકોએ તેમની પાસે ભીખ માંગી કે તમે કોબ્રાને કહો કે, તે ગામ લોકોને કરડવાનું બંધ કરી દે. સાધુએ કોશ્રા સાથે વાત કરી, અને કોબ્રાએ વચન આપ્યું
કે તે હવે પછી ગામમાં કોઈપણ વ્યક્તિને કરડશે નહીં. લોકોએ સાધુનો આભાર માન્યો અને સાધુ પોતાના રસ્તે આગળ વધી ગયો.
થોડા મહિના પછી સાધુ પાછો એજ ગામમાંથી પસાર થતો હતો, જયારે તે કોબ્રા પાસે આવ્યો ત્યારે તેમણે જોયું કે કોબ્રા લોહી લુહાણ હાલતમાં મરવા જેવો થઈને પડ્યો હતો.
સાધુએ તેને પૂછ્યું; "તને આ શું થઈ ગયું ? આટલી બધી ઈજાઓ કેમ થઈ ?"
કોબ્રાએ રડતાં રડતાં જવાબ આપ્યો; "અરે ! સાધુ તમે જ લોકોને કરડવાનું નહીં તેવું વચન મારી પાસેથી લીધું હતું! આજ સુધી મેં મારૂં વચન પાળ્યું છે. પરંતુ ગામ લોકો જે મારાથી ખૂબ જ ડરતાં હતાં, તેઓએ મારી નરમાશને મારી નબળાઈ સમજી લીધી. તેમણે જોયું કે હું કોઈને કરડતો નથી, તેઓએ મને રોજ ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું. મારવાનું ચાલુ કરી દીધું. તમે જુઓ છો તેમણે મારી હાલત કેવી કરી દીધી છે !''
સાધુએ જવાબ આપ્યો; "મારા મૂર્ષ મિત્ર ! મેં તને ફકત લોકોને કરડવાની ના પાડી હતી. મેં ફૂંફાડો મારવાની ના થોડી પાડી હતી ? "
તમારે તમારો ગુસ્સો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં વાપરવો જોઈએ. આપણે જો શુસ્સાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણતા હોઈએ તો તે એક પ્રચંડ શક્તિ છે.
ગુસ્સા વિષેનું સાચું જ્ઞાન ગુસ્સાને ઘટાડે છે.
ઘણાં લોકો મને આવીને કહે છે; "માસ્ટર હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરૂં છું, માટે હું તેને તેના ભલા માટે સુધરવાનું કહ્યું છું અને તેથી હું તેની સાથે લડું છું."
હ્ર તેમને કહું છું; "તમે તમારી પત્નીને પ્રેમ કરતાં નથી, તમે તમારા મનમાં કલ્પનામૂર્તિ છે તેને પ્રેમ કરો છો."
તમે તમારી માનસિક છાપને પ્રમ કરો છો અને તમારી પત્ની જયારે તમારી અપેક્ષા પ્રમાણે વર્તે છે ત્યારે તમે તેને ચાહો છો. તમારો સાચો પ્રેમ તમારી પત્ની પ્રત્યે નથી. તમારી માનસિક છાપ પ્રત્યે છે. જો તમે ખરેખર તમારી પત્નીને ચાહતા હોત તો તમે તમારી માનસિક છાપને તમારી પત્નીની અનુરૂપતા પ્રમાણે બદલી નાંખી હોત. પરંતુ તમે તમારી છાપને ચાહો છો તેથી તમે એવું ઈચ્છો છો કે તમારી પત્ની બદલાઈને તમારી છાપને અનુરૂપ બને.
આપણાંમાંનાં મોટાભાગના આપણી માનસિક છાપોને ચાહતાં હોઈએ છીએ. આ સત્ય છે. આપણા ઘરોમાં અશાંતિ શરૂ થવાનું આ જ કારણ છે. આ જ આંતરીક યુધ્ધનું કારણ છે ? પ્રામાણિકતાથી કહું છું, પ્રેમીઓ આંતરીક દુશ્મનો હોય છે. તેઓ આત્મીય હોય છે પરંતુ સતત ચોકીદાર હોય છે. તેઓ સતત એકબીજાને કાબુમાં રાખવાની કોશિશ કરે છે. તેમની વચ્ચે ખબજ નજીકની દુશ્મનાવટ હોય છે. જેને તેઓ આત્મીયતા કહે છે.
સાચી આત્મીયતા તો એ છે કે જેમાં તમે બીજા સાથે રીલેક્સ રહી શકો. આ જ સાચી આત્મીયતા છે.
" માસ્ટર, તમે શું એમ કહેવા માંગો છો કે અમારે બીજી વ્યક્તિને તેની બધી જ ખામીઓ સાથે સ્વીકારી લેવી જો ઈચ્છે ? ''
ના !
'સ્વીકારવું' શબ્દમાં નાપસંદગીની લાગણી પણ જોડાયેલી છે. તમે જયારે, 'તેની બધી જ ખામીઓ સાથે', શબ્દો વાપરો છો ત્યારે તેમાં છૂપી ફરીયાદ રહેલી છે. આ આવું કહેવા બરાબર છે. "બીજું શું થાય આપણે તેની સાથે
જ જીવાનું છે." ના ! હું તમને કહ્યું છું. સામી વ્યક્તિને તે જેવી છે તેવી જ તમારા જીવનમાં આવકારો. આવકારવું અને સ્વીકારવું તેમાં ફરક છે. સ્વીકારવું, સમાધાન કરવા જેવું છે. આવકારવું એટલે બીજી વ્યક્તિ પાસે કોઈપણ અપેક્ષાઓ વગર આપણી જાતને બિનશરતી ખુલ્લી કરવી.
યાદ રાખો : અસ્તિત્વનું બધું જ સર્જન તમને મળેલી ભેટ છે. તેને માનવતા અને કૃતજ્ઞતાપૂર્વક આવકારો. તમે જયારે આમ કરો છો ત્યારે 'મૂલાધાર ચક્ર'ની પ્રચંડ શક્તિ તમારામાં ખૂલી જાય છે. આ ચક્રને ખોલી નાંખવું એટલે શાશ્વત શક્તિના સ્ત્રોતને સ્પર્શ કરવો. અત્યારે જે પ્રચંડ શક્તિ કલ્પનાઓ, અપેક્ષાઓ અને તુષ્ણાઓથી બંધ બડેલી છે તેને સર્જનાત્મકતા, ધંધો, જીંદગી અને વાસ્તવિકતા માટે વાપરી શકાય છે.
આટલું જ નહીં. તમને તમારૂં ઘર શાંતિ-ક્ષેત્ર બની ગયેલું જણાશે. આપણા ઘરોને 'ધર્મક્ષેત્ર' ધાર્મિકતાનાં રહેઠાણ માનવામાં આવે છે, પરંતુ આપણે તેમને 'કુરુક્ષેત્રો' બનાવી દીધાં છે. યુધનાં રહેઠાણ ! હું સાચો છૂં ને ? અને તે યુધ્ધના રહેઠાણ શા માટે બની ગયાં છે ? કારણ કે આપણે માણસ જાત પર કોતરણી કરીએ છીએ. જો આપણે પથ્થરો અને લાકડાં પર કોતર કામ કરીએ તો, તેમાંથી સુંદર મૂર્તિઓ અને ફર્નિચર બનાવી શકીએ, પરંતુ જો આપપો જીવંત માણસ જાત પર કોતરકામ કરીએ તો ફકત તેમાંથી માંસ અને લોહી જ નીકળે.
એક માણસે મને પૂછયું; "માસ્ટરજી મહેરબાની કરીને અઢાર હાથવાળી દેવી સાથે સંબંધ કઈ રીતે સ્થાપિત કરી શકાય તે મને બતાવશો."
મેં તેને કહ્યું; "પહેલાં તમે બે હાથવાળી તમારી પત્ની સાથે સંબંધ બાધવાનો પ્રયત્ન કરો અને પછી આપણે અઢાર હાથવાળી દેવી સાથે સંબંધ કેમ સ્થાપિત કરી શકાય તે જોઈશું.''
બીજો એક માણસ મારી પાસે આવ્યો અને મારી પાસે છટાછેડા લેવા માટે આશીર્વાદ માંગ્યા.
મેં તેને કહ્યું કે હું લગ્ન માટે આશીર્વાદ આપું છૂં. છટછેડા માટે નહીં.
મેં તેને પૂછયું કે સમસ્યા શું છે તે કહો આપણે તેનો નિકાલ લાવીશું.
તેણે મને કહ્યું; "માસ્ટર, આજે સવારે મેં તેને કોફી લાવવાનું કહ્યું. તે કોફી લઈને એટલી ઉતાવળથી આવી કે કોફીની છાલક મારા કપડાં પર ઉડી.''
હું આઘાત પામી ગયો. મેં તેને કહ્યું કે આવા સામાન્ય આકસ્મિક બનાવ માટે છૂટાછેડા થોડા લેવાય.
તેણે આગળ કહ્યું; " માસ્ટર, તમને ખબર નથી. આજે તેણે મારા પર કોફી ફેંકી, કાલે તે એસિડ ફેંકશે."
મને ખરેખર આંચકો લાગી ગયો. મેં તેને પૂછયું; "અરે ! તમે કોઈ કારણ વગર કોફીથી એસિડ સુધી શા માટે પહોંચી જાવ છો ?" એ થોડી ગુસ્સામાં હશે અને ઉતાવળમાં તમારા પર કોફી ઢોળાઈ હશે અને આખરે તો તમારાં કપડાં તેણે જ ધોવાનાં છે."
પેલા માણસે કહ્યું; "અમારા લગ્ન વખતે અમારે ત્યાં એવો રીવાજ છે કે, ત્રણ વાસણોમાં પાણી ભરવામાં આવે છે અને તેમાંના કોઈપણ એક વાસણમાં વીંટી નાંખેલી હોય છે, જેને નવદંપતીઓએ તેમાં સાથે હાથ બોળીને શોધી કાઢવાની હોય છે. સૌથી પહેલા જે વીંટી શોધી કાઢે તેનો હાથ કાયમ ઘરમાં ઉપર રહે. એ વખતે મારી પત્નીએ તેના નખથી મારા હાથ પર ઉઝરડા પાડી દીધા હતા !
હિન્દુ લગ્નોમાં નવદંપતી વચ્ચેનું અંતર ઓછૂં કરવા માટે આવી રમતો રમાતી હોય છે. પેલો માણસ દસ વરસ પહેલાંની સામાન્ય ઘટનાને પકડીને બેસી રહ્યો હતો !
મેં તેને કહ્યું; "અરે તમે પોલિસની જેમ દસ વરસની નોંધ સાચવી રાખો તો તમારી સાથે તે કેવી રીતે જીવી શકે ! તમે જુઓ; આપણે બે બાબતો કરતાં હોઈએ છીએ પહેલી; આપણે દલીલો વ્યક્ત કરીએ છીએ અને પછી અભિગ્રાય માટેની ઈચ્છા રાખીએ છીએ, જ્યારે બીજી; પહેલાં અભિપ્રાય આપી દઈએ છીએ અને પછી તેના સમર્થનમાં દલીલો ભેગી કરીઅ છીએ. જેમાં બીજી રીત આપણે ૯૯% વાપરતાં હોઈએ છીએ.
તમે જુઓ ! આપણી આજુબાજુ ઘણી બધી બાબતો બનતી હોય છે. પરંતુ આપણે તેની જ નોંધ લઈએ છીએ જેની આપણે લેવી હોય, હકીકતમાં જે બની રહ્યું હોય તેની ક્યારેય નહીં. આને કારણે તમે વાસ્તવિકતાને ચૂકી જાવ છો. વાસ્તવિકતાનું સતત અસ્તિત્વ હોય જ છે. પરંતુ તમારે જે જોવું હોય તે જ તમે જુઓ છો.
લગ્ન સંબંધોમાં થોડા મહીનામાં સ્ત્રી અથવા પુરુષ, એકબીજા પ્રત્યેનું મંતવ્ય બાંધીને તેના પર અભિપ્રાયો આપી દે છે, પછી બીજી વ્યક્તિ જે કંઇ કરે, તેઓ બન્ને તેમણે બાંધેલા અભિપ્રાય પ્રમાણે જ જુએ છે. તેઓ પેલા અભિપ્રાય જાળવી રાખવા માટેની દલીલો શોધે છે. અને ભેગી કર્યા કરે છે.
માટે જ એક વખત તમે નક્કી કરી લેશો કે તમારી પત્ની મૂર્ખ છે તો પછી તમને હંમેશા એવી જ દેખાશે. જો તમે નક્કી કરી લેશો, તમારો પતિ તમારા પર કાબુ રાખે છે તો પછી દરેક વખતે તેની દરેક વર્તણુંકમાં તમને એવું જ દે ખાશે.
જો તમે આવું કરો છો તો પછી તમે ક્યારેય તમારા જીવનસાથીને વાસ્તવિક દેષ્ટિકોણથી જોઈ નહીં શકો. તમે તમારા અભિપ્રાયને પોષણ આપે તેવા દષ્ટિકોણથી જ જોશો. આ એના જેવું છે; તમે જયારે ભૂખ્યા હો છો, ત્યારે તમારી આંખ ફકત રસ્તા પરની રેસ્ટોરંટને જૂએ છે. કૃતરાને મારી નાંખતા પહેલાં આપણે શું કરીએ છીએ ? આપણે તેને ગાંડ્ર જાહેર કરીએ છીએ અને પછી મારી નાંખીએ છીએ.
આવા અભિગમને છોડી દો. પછી તમને દરેક વ્યક્તિ અને તેની દરેક બાબતમાં તાજગી દેખાશે.
એક માણસ પોતાની પત્ની ત્રણ કલાકથી ખોવાઈ ગઈ છે તેવી ફરીયાદ લખાવવ પોલિસ સ્ટેશનમાં ગયો. પોલિસે તેને પૂછ્યું; "તમે મને તેની ઊંચાઈ, વજન વગેરેની માહિતી આપશો." માણસે કહ્યું; "અરે હું એ તો જાણતો જ નથી." પોલિસે પૂછયું; ''તે જયારે ઘરેથી નીકળી ત્યારે તેણે શું પહેર્યું હતું ?'' માણસે કહ્યું; "મારૂં ધ્યાન નથી રહ્યું સાહેબ, પણ થોભો, તે તેની સાથે કૃતરાને લઈ ગઈ છે તે હું જાણું છું." પોલિસે કહ્યું; "કૂતરો કેવો હતો ?
માણસે જવાબ આપ્યો; "ડાલ્મેશન જાતિનો હતો, જેના પર ભૂરાંને બદલે કાળાં ટપકાં હતાં. તેનું વજન ૫૦ પાઉન્ડ હતું અને તેની પૂંછડી એકદમ સફેદ હતી જેનાં પર કોઈ ટપકાં નહોતાં. તેણે ચાંદીની ચેઈનવાળો પદ્યો પહેર્યો હતો, તેનું નામ સ્પોટ છે.''
પોલિસે કહ્યું; "બસ આટલું પુરતું છે અમે તેને શોધી કાઢશું."
લગ્ન બાદ પતિ-પત્ની મોટે ભાગે થોડા મહિના સુધી એક બીજા સાથે તાજગીભરી રીતે રહે છે. આ દરમ્યાન તેઓ એકબીજા વિષે અભિપ્રાયો બાંધી લે છે. પછી તેઓ એકબીજા સાથે સંબંધિત નથી રહેતાં. તેઓ બીજી વ્યક્તિને જેવી છે તેવી નથી જોતાં, તેઓ પોતાના અભિપ્રાયો સાથે સંબંધિત રહે છે, બસ આટલું જ.
પતિ તેની પત્ની વિષે જે અભિપ્રાયો ભેગાં કર્યાં હોય છે તે પ્રમાણે તેની સાથે વર્તે છે અને પત્ની પણ સામે પક્ષે આમ જ કરે છે. મળભત પતિ અને પત્ની અલગ હોય છે ! તેઓ એક ઘરમાં ચાર વ્યક્તિઓ બની જાય છે.
એક પ્રામાણિક તપાસ કરો : છેલ્લે કેટલા સમય પહેલાં તમે તમારા પતિ અથવા પત્નીની આંખોમાં લગ્ન પછી તરત જ જે રીતે જોયું હતું તે રીતે જોયું છે અને તે પ્રમાણે વાતો કરી છે ? મને ખાત્રી છે કે ઘણો લાંબો સમય થઈ ગયો હશે અને આપણે વિચારતાં રહીએ છીએ કે જના દિવસો સોનેરી દિવસો હતાં અત્યારે જીદગી કંટાળા જનક છે. આ તમારો જ અભિગમ છે જે તેને કંટાળાજનક બનાવે છે.
તમે વ્યક્તિને એકરૂપ થવાની બિલકુલ જગ્યા જ નથી આપતા. તેને એક બીબાંમાં ઢાળી દેવાની તમને ઉતાવળ હોય છે. તેનામાંથી તમે કુશું નવું લેવા જ નથી માંગતા. હં તમને કહેં છું. લગ્નનાં થોડાં વર્ષો પછી તમે તમારા પતિ કે પત્નીને હકીકતમાં જોતાં જ નથી. કારણ કે તમે તેમના માટેની તમારી માનસિક છાપો સાથે જ સુખી હો છો.
પછી શું બનશે. તમારી હાલત પેલા માણસ જેવી થશે જેને પોતાની પત્નીની વિગતો પણ યાદ નથી. પત્નીની ખાસિયતો ન જાણાવી તે સમસ્યાનું સપાટી પરનું સ્તર છે મુખ્ય ખ્યાલ તો તેનાથી ઘણો ઊંડો જાય છે. તમે તમારી સાથે રહેતી સાચી વ્યક્તિને ચૂકી જાવ છો, તમે તે વ્યક્તિના ખ્યાલો સાથે જીવો છો. બસ આટલું જ.
ફકત ૨૪ કલાક માટે, તમારા મનમાં નક્કી કરી લો કે તમે તમારા પતિ અથવા પત્નીને પહેલી જ વખત મળતાં હો તે રીતે જોવાનાં છે. તેની દરેક ક્રિયા અને શબ્દોને કોઈપણ જાતના તારણમાંપડ્યા વગર આવકારો. તમારી અંદર તેના તરફના સ્નેહનો અનુભવ કરો. જો તે તમને ગુસ્સો આવે તો પણ તે નિવેદન જાગ્રતતાથી સાંભળો અને શાંતિથી તેનો પ્રતિભાવ આપો. જૂની દલીલો કરવાની આદત પ્રમાણે નહીં. તમે જોશો કે તમે તમારા બન્ને માટે એક સુંદર રસ્તો ખોલી રહ્યા છો. તમે બન્ને એકરૂપ થવા માટે એક બીજાને નવી જગ્યા આપી રહ્યા છો. એકાએક તમને ખ્યાલ આવશે કે બધી જ બાબતો ને તમારો અભિગમ જ દઃખદાયી બનાવી રહ્યો હતો. અલબત્ત તમે કદાચ એમ કહેશો કે તમારો સાથી તમને બદલામાં ઘણું બધું આપે છે. પરંતુ હું તમને કહું છું : તમારામાં તમારી જાત અને બીજાઓમાં પરિવર્તન લાવવાની શક્તિ છે. ફકત તમારો માનસિક અભિગમ બદલીને તમે ઘણું બધું કરી શકો છો. એક વખત તમે બદલી જવાનું નક્કી કરો છો તે સાથે જ તમારો સાથીદાર પણ આપોઆપ તેનો રસ્તો બદલવા માંડે છે.
એક દિવસ એક માણસ કબ્રસ્તાનની બાજૂમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં તેણે અંદરથી જોરથી રડવાનો અવાજ આવતો સાંભળો. તે અટકી ગયો અને વિચાર્યું કે જોવા દે હું કંઈક મદદ કરી શકું તો તે અંદર ગયો તેણે જોયું કે, કબર પર લગાવેલા સ્મારકના પથ્થરને વળગીને એક માણસ ખૂબ જ મોટેથી રડી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો.; "તારે આ રીતે જતાં નહોતું રહેવું, આ રીતે જતાં નહોતું રહેવું."
પેલો માણસ રડતાં માણસનું દુ:ખ જોઈને ખરેખર ઉદાસ થઈ ગયો. તેથી તે તેની પાસે ગયો અને સાંત્વના આપવા માટે પૂછયું : "સર, હું ખરેખર ખૂબ જ દીલગીર છૂં. એ તમારી પત્ની હતી ?"
રડતા માણસે જવાબ આપ્યો; "ના ! આ તેનો પહેલો પતિ હતો." ! જ્યારે એકબીજાની કલ્પનાઓ અને હકીકતો એકબીજા સાથે મેચ નથી થતી ત્યારે સંબંધો ત્રાસરૂપ બની જાય છે. અને જયારે લોકો એક સંબંધ છોડીને બીજા સંબંધ તરફ એવું વિચારીને જાય છે કે તે તેની કલ્પનામૂર્તિ સાથે મેચ થશે, ત્યારે પહેલાં કરતાં પણ સ્થિતિ વધારે ખરાબ થાય છે. તે બીજા પાસે થોડા વખત માટે જાય છે ત્યારે ત્યાં પણ તેમને કંઇક ખૂટતું દેખાય છે. અને વળી પાછા બીજા એક નવા સંબંધ તરફ જાય છે. એ લોકાને એવું ક્યારેય ભાન થતું નથી કે જે ખામી દેખાય છે તે તેમની પોતાની કલ્પનાઓની અપેક્ષાઓને લીધે છે અને બીજી વ્યક્તિમાં કશું જ ખોટું હોતું નથી.
એ લોકો પોતાની કાલ્પનિક દુનિયામાં એટલા બધાં ગોઠવાઈ ગયાં હોય છે કે તેમને ખરી દુનિયા કલ્પના જેવી લાગે છે! હું તમને કહી રાખું છું, આપણી મુશ્કેલીઓનો શરૂઆતનો મુદ્દો આજ હોય છે. જે દિવસથી આપણે વર્તમાનમાં રહેવાનું શરૂ કરીએ છીએ: એ દિવસે આપણે જાણી શકીએ છીએ કે આપણે કલ્પનાઓના ભારે બોજ નીચે દબાયેલાં હતાં.
આજે યુવાનોમાં એકબીજાને સહન કરવા બાબતની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે અને લગ્નો સરળતાથી તૂટી રહ્યાં છે. આવું બનતું જોવું તે ખરેખર દયાજનક છે. અત્યારે એક જાગૃતતા લાવવાની જરૂર છે. ફકત ઊંડાણપૂર્વકની સમજણ જ આવી જાગૃતતા લાવી શકે.
સંબંધોની વાત જ્યારે આવે છે ત્યારે આપણે બીજા તરફ આંગળી ચીંધવા તૈયાર હોઈએ છીએ. આપણે ભૂલી ગયાં છીએ કે તાળી પાડવા માટે બે હાથની જરૂર પડે છે. તમે જયારે તમારી જાત ઉપર જ કામ કરો છો. ત્યારે દરેક બાબતને તમારા માટે અને બીજાઓ માટે વધારે સારી બનાવી શકો છો. બીજી વ્યક્તિની ચિંતા ન કરો કે તેને પણ બદલવાની જરૂર છે.
તમે અત્યાર સુધીની બધી જ પ્રેમ કહાણીઓ વાંચશો તો તમને જાણવા મળશે એક પણ સ્ત્રી અને પુરુષ પૂરા સમય માટે, હકીકતમાં ભેગા રહ્યાં જ નથી.
રવીન્દ્રનાથ ટાગોરે લખેલી શાશ્વત પ્રેમીઓની વાર્તામાં નાયક અને નાયિકા શાશ્વત પ્રેમીઓ તરીકે ગંગાના બન્ને સામ સામેના કિનાર પર રહેવાનું નક્કી કરે છે. અઠવાડીયે એકવાર તેઓ હોડીમાં આવીને, એકબીજાને મળીને પાછાં જતાં રહે છે.
જો તે લોકો આવું કરતાં હશે તો તેઓ મિલન વખતે જરૂર શાંતિમાં રહી શકતાં હશે. દરેક વખતે તેઓ જયારે મળતાં હશે ત્યારે બન્નેમાં તાજગી રહેતી હશે કારણ કે તેઓ જાણતા હોય છે કે તેઓ થોડા કલાકો માટે જ સાથે રહેવાનાં છે, આ ક્ષણો કિંમતી બની જાય છે.
બધાં જ શાશ્વત પ્રેમીઓ, પછી તે રોમિયો-જુલિયેટ હોય, લૈલા-મજનુ હોય અથવા અમ્બિકાપથી અને અમરાવથી હોય, તેઓ ક્યારેય હકીકતમાં સાથે જીવ્યા જ નથી ! જો તેઓ સાથે રહીને જીવ્યા હોત તો તેમનાં શાશ્વત પ્રેમની કહાણી કંઇક જુદી જ લખાઈ હોત !
સમસ્યા એ છે કે જીદગીને બેકગ્રાઉન્ડ સંગીત હોતું નથી ! તમે જયારે ટેલિવિઝન પર પ્રેમ કહાણીઓ જુઓ છો ત્યારે તે બેકગ્રાઉન્ડ સંગીત સાથે આવે છે અને તેથી તમે સરળતાથી કાલ્પનિક દુનિયામાં પ્રવેશી જાવ છો. સંગીતમાં તમને પીગાળીને નરમ બનાવીને જેવો ઘાટ ઘડવો હોય તેવાં બનાવવાની શક્તિ છે. તમે જે આ બધાં દ્રશ્યો જુઓ છો, ખાસ કરીને પ્રેમનાં દ્રશ્યો, પાર્શ્વ સંગીત સાથે આવે છે. તમને તેમાં અતિશય મજા સંગીતને લીધે આવે છે. તમે ટેલિવિઝને ઉભા કરેલાં વાતાવરણમાં સમ્મોહિત થઈ જાવ છો.
વાસ્તવિક જીદગીમાં તમે સંગીત શોધો છો, પરંતુ મળતું નથી ! કલ્પનામાંથી કવિતા લખવી અને કલ્પનામાં દ્રશ્યો અનુભવીને કવિતા લખવી તેમાં ઘણો ફરક છે.પહેલી બાબત માત્ર કલ્પના છે, તે હવામાં ઉડવા જેવું છે. અક્ષરો હકીકત છે.
યાદ રાખો : તમારાં પતિ અથવા પત્ની ભગવાનનું સર્જન છે. તમારૂં સર્જન ભગવાન સાથે હરીફાઈ કરી શકે નહીં. તેનું સર્જન જ હંમેશા જીતે છે !
આજના સમાજમાં પુષ્કળ પ્રમાણમાં, અશ્લીલતા, વિચિત્ર માનસિકતા, સ્વપ્નાંઓ અને સ્વછંદતા ફેલાયેલાં છે લોકોએ તેમની વિચિત્ર કલ્પનાઓ પરિપૂર્ણ કરવા માટે નબળાં વિકલ્પો તરફ વળવાનું શરૂં કર્યું છે. અશ્લિલ સાહિત્ય જાતીય જીવનને પરિપૂણ કરી શકે નહીં, તે વધારે વિચિત્રતા અને સ્વછંદતાનું સર્જન કરે છે, બસ આટલું જ. પરંતુ વિચિત્ર કલ્પનાઓનો જુલમ અતિ ભારે હોય છે. એક વાત સમજી લો : જો તમે નબળાં અને ઓછી બુધ્ધિવાળાં ન હો તો કોઈપણ બાબત તમારા પર જોરજુલમ કરી શકતી નથી. તમે જયારે બુધ્ધિશાળી બનો છો ત્યારે તમે ગમે તે બાબતને છોડી શકો છો.
યસ ... !
(એક મહિલા તેના વિચારો જણાવે છે.) " માસ્ટર તમે કહો છો કે અમે જેવાં છીએ તેવાં જ અમારે થવાનું છે. પરંતુ અમે જેવા છીએ તેવાં જ સમાજમાં કેવી રીતે રહી શકીએ ? મને લાગે છે કે આપણે ફુટુંબ અને સમાજ પ્રમાણે બદલવું પડે."
હા, વ્યવહારૂ સ્તરે દરેકને સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે કહ્યું, "માસ્ટર મારે બીજાઓને ઠીક લાગે તે પ્રમાણ કામ કરવું જોઈએ. હું તમને પુછૂં છું. બીજાઓ તમને ઠીક લાગે તે રીતે કામ કરશે તેની કોઈ ખાત્રી છે ? એ સાચું છે કે સમાજમાં આપણે એકબીજાના આધારિત બનવું પડે છે. તેમાં બીજો કોઈ રસ્તો જ નથી. પરંતુ તમારી મર્યાદાઓ માટે હંમેશા સ્પષ્ટ રહો.
સ્વાધીનતાથી સ્વતંત્ર બનો.
સ્પષ્ટતાથી સમજો. તમારી જગ્યા કઇ છે અને બીજાની કઈ છે. તમારી જીદગીને ભરપૂર બનાવવાનો મહત્તમ પ્રયત્ન કરો, એકબીજાને ખલેલ પહોંચાડ્યા વગર.
અલબત્ત હું તમને સો ટકા ખાત્રીબંધ ઉકેલ આપી શકું નહીં … જો હું આવું કરી શકતો હોત તો હું તમને એવો મંત્ર આપત કે જેનો જાપ કરવાથી પતિ અને પત્ની વચ્ચેની બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય તો, હું દુનિયાને સૌથી લોકપ્રિય વ્યક્તિ બની જાત !
" માસ્ટર … બીજી વ્યક્તિનું 'મુલાધાર ચક્ર' ખોલી ન શકાય, જેથી તે તેની અપેક્ષાઓ છોડી દે ?
(સ્વામીજી હસે છે) તમે એ કેવી રીતે કરશો ? તમે માત્ર તમારી બાબતમાં જ ખાત્રી સાથે કહી શકો કે તમારી અપેક્ષાઓ ઘટી ગઈ છે. તેથી જે ઘરમાં ચાર માણસો રહેતાં હતાં તેમાંથી કમ સે કમ એક તો ઓછો થાય !
બીજી વ્યક્તિ કેવી રીતે બદલી શકાય ? આજે લગ્ન વિશેષજ્ઞો હિખોટીઝમની સલાહપણ આપે છે ! મારી દ્રષ્ટિએ આ બીજી વ્યક્તિની સ્વતંત્રતામાં નિર્લજજ દખલ છે. તે સંપૂર્ણ પણે ખોટું છે.
બીજે દિવસે મેં એક કેસમાં એવું વાચ્યું કે એક સ્ત્રી પોતાના પતિના ગુસ્સાનું સ્તર નીચું લાવવા માંગતી હતી. તમે વાચ્યું હશે - શીકાગો યુનિવર્સિટીમાં અત્યારે એવી શોધ ઉપર કામ થઈ રહ્યું છે જેમાં માણસના મગજમાં ઇલેક્ટ્રોડ બેસાડીને તેના ગુસ્સાને સંપર્ણપણે કાબુમાં લાવી શકાય !
તેઓ એ જયારે આ શોધમાં ભાગ લેવા માટે સ્વયં સેવકોને પૂછયું ત્યારે એવું જાણવા મળ્યું કે, સેંકડો પત્નીઓ પોતાના પતિઓને ઢસડીને જબરદસ્તીથી ત્યાં લઈ ગઈ હતી !
પ્રયોગ પત્યા પછી, ૭૨ સ્ત્રીઓ, આ હકીકત છે. ૭૨ સ્ત્રીઓ યુનિવર્સિટીમાં પાછી આવી અને કહ્યું; "મહેરબાની કરીને આ ઇલેક્ટ્રોડસૂ કાઢી નાંખો, મને મારો જુનો પતિ પાછો જોઈએ છે ! મને મારો ગુસ્સોવાળો પતિ પાછો જોઈએ દેંગે !
સ્ત્રીઓએ કહ્યું; "જીદગીની મજા જ જતી રહી છે ! અમે ઝઘડચ વગર એકબીજા સાથે વાતચીત જ કરી શકતાં નથી.
તે મારા તરફ ધ્યાન જ નથી આપતો !
દરેકને બીજાના ધ્યાનની જરૂર છે ! વર્તણુંકનું માનસ શાસ્ત્ર કહે છે, કે એક માણસ ખોરાક વગર ૯૦ દિવસ જીવી શકે છે, પરંતુ બીજાના ધ્યાન વગર તે ફકત ૧૪ દિવસ જ જીવી શકે છે. તે ચિત્રુભ્રમ બનવા લાગે છે.
બન્યું છે એવું કે આપણે એકબીજાને પ્રેમ કરવાનું, એકબીજાની કાળજી લેવાનું જ ભૂલી ગયાં છીએ. પ્રેમ ભૂલાઈ ગયેલી ભાષા બની ગઈ છે ! તેથી એકબીજા સાથે વાતચીત કરવા માટે અને એક બીજાનું ધ્યાન ખેંચવા માટે એકબીજા સાથે લડવા સિવાય બીજો કોઇ રસ્તો જ રહ્યો નથી.
મને લાગે છે કે અહીં બેઠેલાં લોકોમાંથી એક આધ્યાત્મિક બની જાય તો, તેઓ પાછા આવીને ફરીયાદ કરે કે અમને અમારો જુનો સાથી પાછો આપો !
(લોકો હસે છે અને આવાતનો વિરોધ કરે છે.)
બરાબર છે ! તમે એમ કહો છો કે તમે આવાં નથી ! ચાલો આપણે જોઈશું.
આ 'મુલાધાર ચક્ર'ની સુંદર વાત એ છે કે આ 'ચક્ર' ખૂલી જાય તો તમને જણાશે કે તમારી ૫૦% સમસ્યાઓ અદ્રશ્ય થઇ ગઈ છે ! આ ચક્ર તમારા જીવનનું ૫૦% વધારે નિયમ કરે છે. તમે જે કાંઈ કરો છો તેમાં આ ચક્રના તણાવનો અનુભવ કરો છો ! અરે તમે તમારી સહી પણ કરો છો તો તેમાં પણ આ ચક્રનું ખેંચાણ હોય છે. જ્યારે તમારૂં 'મૂલાધાર ચક્ર' ખૂલી જાય છે ત્યારે તમને તમારી સહીમાં પણ ફરક દેખાશે. તમે એક ફલ ને ચૂંટશો તો તેમાં પણ તમને ફરક દેખાશે.
તામિલ સંતોનું એક ઘટક છે જેને 'નયનાર' કહે છે. એક ગીત છે જેમાં તેઓ કહે છે કે, તેઓ જયારે ફ્લને તોડે છે ત્યારે એવી રીતે તોડે છે કે છોડને દર્દનો અનુભવ થતો નથી ! આપણા માટે તેનો અર્થ શું છે ? તમે આવા ઉર્મિલ અને જીવંત બનો છો. જયારે આ ચક્ર ખૂલી જાય છે. જ્યારે આ ચક્રની શક્તિ પરિવર્તન પામે છે ત્યારે તે તમારામાંથી છલકાઈને પ્રેમ સ્વરૂપે બહાર વહેવા લાગે છે.
સેક્સ કોલસો છે, પ્રેમ હીરો છે. સેક્સ કાદવ છે, પ્રેમ કમળ છે, જે કાદવમાં જ ખીલે છે. પદાર્થ એક જ છે. તમારે માત્ર તેની પ્રક્રિયા જાણવી જોઈએ. માત્ર તમારી અપેક્ષાઓ છોડી દો અને તમને લગાશે કે તમે પ્રચંડ શક્તિથી ઉભરાઈ રહ્યા છો.
આજે હું ઇચ્છું છું કે તમારે બધાએ ઘરે જઈને આ પધ્ધતિની અજમાયશ કરવાની છે.
નીચે બેસી જાવ અને તમારા 'મૂલાધાર ચક્ર' ઉપર તમારૂં ધ્યાન કેન્દ્રીત કરો. જો તમે તમારૂં ધ્યાન ત્યાં લઈ જશો તો તમને જણાશે કે તમારૂં 'મલાધાર ચક્ર' હંમેશા તણાવમાં રહે છે. હંમેશા ખેંચાયેલું રહે છે.
આ પાંચ મિનિટમાં તમારા પતિ અથવા પત્નીએ તમને દુ:ખ પહોંચાડે તેવું ગમે તે કર્યું હોય તેને માફ કરી દો. ખરા દિલથી માફ કરી દો. રોષના મૂળ સૂધી જાવ અને મન દુ:ખની લાગણીને છોડી દો. આ સમગ્રતાથી કરો. તે જેવા છે તેવા જ તેનો સ્વીકાર કરો. તેને માફ કરી દો.
તેને તમારો ગહન પ્રેમ આપો.
ફકત પાંચ મિનિટ પછી તમને જણાશે કે તમારૂં 'મૂલાધાર ચક્ર' રીલેક્સ થઈ ગયું છે.
જો ફકત પાંચ જ મિનિટ તમને આવું પરિણામ આપતી હોય તો તમે જરા વિચારો કે તમારો સમગ્ર અભિગમ બદલાઇ
જાય તો શું થાય ! તમને કેવી પ્રચંડ શક્તિના પ્રવાહનો અનુભવ થાય !
તમે અત્યારે એવી રીતે જીવી રહ્યાં છો કે તમારી પાસે એક લાખ રૂપિયા જ હતાં, તેમાંથી નેવું હજાર રૂપિયા એવી રીતે રોકાઈ ગયા છે કે તમે પાછા મેળવી શકતા નથી તમે બચેલા દસ હજારમાં તમારી આખી જીંદગી નિર્વાહ કરવાનો પ્રયત્ન કરો છો. પછી તમને સ્વાભાવિક જ એવું લાગે છે કે તમે ખૂબ ગરીબ છો !
આવી જ રીતે તમારી બધીજ શક્તિ ખોટી રીતે રોકાઈ ગઈ છે, તે આ 'ચક્ર'માં બંધ થઈ ગઈ છે. ગુસ્સામાં, સેક્સમાં અને બીજા ઘણાં બધાંમાં. આપણી પાસે રોજીદી જીદગી જીવા માટે પણ પૂરતી શક્તિ નથી ! એક આ 'ચક્ર'ખુલી જશે પછી તમારી જીદગી શક્તિથી ભરપર થઈ જશે. તમે વધારે સારૂં વિચારી શકશો. વધારે સમજી શકશો, વધારે સારું આયોજન કરી શકશો. તમને અનુભવ થશે કે આ શક્તિ સભાન પર કામ કરી રહી છે. તમે જેનો ક્યારેય અનુભવ નહીં કર્યો હોય તેવી નવી દિશાઓ તમારા માટે ખૂલી જશે. તમને હકીકતમાં એવી ખાત્રી થઈ જશે કે તમારો પતિ, તમારી પત્ની અને બીજા બધાં જ આધ્યાત્મિક વ્યક્તિઓ છે.
સમજી ગયા : સ્વર્ગ અને નર્ક ભૌગોલિક જગ્યાઓ નથી. તમે તેને નક્શામાં દર્શાવી શકો નહીં. તેમનું અસ્તિત્વ ફકત માનસ શાસ્ત્રીય છે. તમારા જીવનને સ્વર્ગ બનાવવું કે નર્ક તે તમારા જ હાથમાં છે. તમે જયારે અપેક્ષાઓથી ભરેલાં હો છો ત્યારે તમે તમારા માથમાં નર્ક લઈને ફરો છો. માટે તમે જ્યાં જશો ત્યાં તમને એજ દેખાશે, તમારા નર્કનું પાર્સલ તમારી સાથે જ મુસાફરી કરે છે ! જેવી રીતે સર્કસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે ત્યાં પોતાના તંબુઓ ફેલાવીને ઊભા કરી દે છે, તેવી જ રીતે તમે જ્યાં જાવ છો ત્યાં સાથે જ નર્કને લઈ જાવ છો અને પછી તેમાં રહો છો. આમાંથી તમો છટકી શકો નહીં. અને જયારે બે વ્યક્તિઓ મળે છે ત્યારે બે નર્કોનું ઘર્ષણ થાય છે, ઘંટડીઓનું નહીં!
આ બોજો તમારે માથે લઈને શું કામ ફરવું જોઈએ ? જરા વિચારો તમે તમારી અપેક્ષાઓ પ્રમાણેની વ્યક્તિ જેવી જ બીજી વ્યક્તિને બનાવવા માટે તમારી કેટલી બધી શક્તિ વેડફી નાંખો છો. આના કરતાં છીણી હથોડી ફેંકી દેવાં સહેલાં નથી ? મેડિટેશનમાં જો તેમાંની ૧૦% શક્તિ પણ પ્રવાહિત થાય તો પણ તમે પરિવર્તન પામીને સાચી જીદગી જીવી શકો છો.
જાગ્રતતા અને સ્વતંત્રતાથી જીવનને દોરવું તેજ સાચી જીંદગી છે.
આપણી સામે પસંદગી છે.
આપણી પાસે સભાન થવાની તક છે.
નિર્ણય તમારે લેવાનો છે.
યસ ... કોઈ પ્રશ્નો ?
" માસ્ટર, આપણે કામ વાસનાને છોડીને ફક્ત પ્રેમને જ કઈ રીતે પોષી શકીએ ?"
વાસના પણ ગુસ્સાની જેમ જ પ્રચંડ શક્તિ છે. હકીકતમાં જ્યાં સુધી તમે વાસનાને પૂરેપૂરી સમજી ન લો અને તેનું પરિવર્તન કેમ કરવું તે જાણી ન લો, ત્યાં સુધી તમે જે કંઇ કરો છો તે વાસના યુક્ત હોય છે. જો તમે એક પેન પણ ઉચકો છો તો તેમાં પણ વાસના હોય છે; તમે જો નાના બળકને લાડ લડાવો છો તો પણ વાસનાયુક્ત હોય છે. આમાં અમુક ચોક્કસ પ્રમાણમાં પ્રાણીઓનો સ્વભાવ ભાગ ભજવે છે. કારણ કે તમારી શક્તિ હજુ સુધી તેનાં મુળભૂત પાયાને આધારીત હોય છે. અને તેનું ઉચ્ચ શક્તિમાં પરિવર્તન થયું હોતું નથી.
જેવી રીતે ગુસ્સા વિષે જ્ઞાન થવાથી, ગુસ્સો ઓછો થાય છે, તેવી જ રીતે વાસના વિષે જ્ઞાન થવાથી વાસના ઓછી થાય છે. કારણ કે બન્ને શક્તિ એક સરખી જ છે ! વાસના અને સેક્સ સાથે સમસ્યા એ છે કે તેને જે છે તેના કરતાં ખૂબ જ વધારે મોટી કલ્પનામાં આવી છે. દમનને કારણે તેને આવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને અહીંથી જ દરેક સમસ્યા શરૂ થાય છે. આખી બાબત પ્રસાર માધ્યમોના અતિશયપણાંએ ભ્રષ્ટ કરી દીધી છે.
અને જયારે તમારી વાસનાઓનો બીજી વ્યક્તિ સ્વીકાર કરતી નથી, ત્યારે તે તેની સામેના ગુસ્સામાં ફેરવાઈ જાય છે. માટે જ આપણને છાપાઓમાં સમાચાર વાંચવા મળે છે કે એક તરૂણે છોકરીના ચહેરા પર એસિડ ફેંકી દીધો, કારણ કે તે છોકરીએ તેના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.
જુઓ, એકવાત પહેલાં સમજી લો : સમાજ માણસને ઊંચો માણસ અને નીચો માણસ એમ બે ભાગમાં હંમેશા વહેંચી નાંખે છે. કોઈ વ્યક્તિ ઉગ્ર લાલસાવાળી હોય તો, નીચી વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ વાસનાવાળી હોય તો નીચી વ્યક્તિ છે. ઊંચા કે નીચા જેવું કશું જ નથી. માત્ર પરિવર્તન થયું હોય છે. બસ આટલું જ.
જે લોકો નૈતિકતાના આવા ધોરણો બનાવે છે, તેઓ પોતે જ નૈતિકતાનો દંભ કરે છે. તે લોકોની પોતાની અંદર જ પુષ્કળ લાલસા અને વાસના છપાયેલી હોય છે. આવા લોકો કાં તો દમન કરીને આવી લાગણીઓને પાછળ ધકેલી દે છે અથવા આવી લાગણીઓ પાછળ જવામાં ગુનાહિત ભાવના અનુભવે છે અને તેથી પોતાની જાતને નૈતિકતાના ઠેકેદાર તરીકે જાહેર કરે છે. આવા લોકો આવા ઊંચ નીચના ધોરણો બનાવીને સમાજમાં બધાં જ દુ:ખો પેદાં કરવાનું કારણ બને છે.
કોઈપણ બાબતનો તમે જયારે પ્રતિકાર કરો છો. ત્યારે તે વધારે પ્રબળતાથી સામે આવે છે. માત્ર તમારી જાગૃતતાથી તેને પરિવર્તિત થવા દો અને તેનું પરિવર્તન થઈ જશે. તમારામાં જાગતતા લાવો અને તમારૂં પરિવર્તન થશે. ક્યારેય વિશ્લેષણ ન કરો; વિશ્લેષણ હંમેશા વિભાજન કરે છે. તે તમને બે ભાગમાં વહેંચી નાંખે છે, જેથી બન્ને ભાગ એકબીજા સાથે લડતા રહે છે. સમાજ હંમેશા વિભાજિત માણસ જોવા માંગે છે જેથી તે તેને કાબમાં રાખી શકે.
વિશ્લેષણ કરવાનું કામ વૈજ્ઞાનિકો અને શોધખોળ કરનારાઓનું છે, આધ્યાત્મિ વિકાસ કરનારાઓનું નહીં. તમે વિશ્વલેષણ અને વિભાજન કરવાથી એટલા ટેવાઈ ગયાં હો છો કે, તમે પૂર્વાપરનો સંબંધ શોધવાનું છોડી શકતા નથી. જ્યારે લોકો તમારા પર લઘુતા અને ઉચ્ચતાની લાગણીઓ લાદવાનો પ્રયત્ત કરે, ત્યારે યાદ રાખો; દરેક બાબત અસ્તિત્વનો જ અંશ છે અને કોઈપણ બાબત લઘુ કે ગુરુ નથી, ઉચ્ચ કે નીચ નથી. તમે ફકત જયારે અસ્તિત્વને ભૂલી જાવ છો ત્યારે જ આવા શબ્દોનો ઉપયોગ કરો છો.
તમારા શબ્દ 'વાસના' પર આવતા પહેલાં આટલું સમજી લો; ફકત પ્રેમ જ હોઈ શકે, વાસના ક્યારેય હોતી નથી, આજ સત્ય છે. વાસના ઘોર અજ્ઞાનનું પરિણામ છે.
વાસનાને પ્રેમમાં ફેરવવાની પ્રક્રિયા જેવી પ્રક્રિયા છે. કિમિયો એક એવી પ્રક્રિયા છે જે પાયાની ધાતુને ઉચ્ચ ધાતુમાં ફેરવે છે. આવી જ રીતે આપણી પાયાની લાગણીને ઉચ્ચ લાગણીમાં લઈ જવી, જે પ્રેમ છે. અને જેને માટે આપણે સક્ષમ છીએ. એ એક કિમિયા જેવી પ્રક્રિયા છે. એ શ્રેષ્ઠ પ્રક્રિયા છે.
જયારે હું હિમાલયમાં વિચરણ કરતો હતો ત્યારે મારી સાથે શું થયું હતું તેનું વર્ણન કરૂ છું. હિમાલયમાં હું મને ગમે ત્યાં ફરી રહ્યો હતો. મારી પાસે ખૂબ જ ઓછાં સાધનો હતાં અને હું ગમે ત્યાં ફરતો રહેતો અને રાત પડે ત્યાં ઊંધી જતો. આ સમય દરમ્યાન હું ઘણાં જ અનુભવી અને જ્ઞાની લોકોને મળ્યો હતો.
આવા જ એક પ્રસંગે, હું એક જ્ઞાની પૂરુષને મળ્યો જેમણે ફકત એક લંગોટી પહેરી હતી. અને હાથમાં વાળેલી ચટાઈ હતી. તેમનો દેખાવ ખૂબ જ ઉગ્ર હતો. તે 'નાગા બાબા' હતાં. જેઓ નાગા સાધુઓની જમાત સાથે સંકળાયેલા હોય છે.
ગમે તેમ પણ મને તેમના તરફ આકર્ષણ થયું અને હું તેમની નજીક ગયો.
એ વખતે હું બરાબર હિંદી બોલવાનું જાણતો નહોતો, પરન્તુ તેમની સાથે મેં ભાંગી તૂટી હિન્દીમાં વાત કરવાનું ચાલુ કર્યુ. હું તેમની સાથે થોડા દિવસા રહ્યો હતો.
તેઓ આખો દિવસ ચલમ ફૂંક્યા કરતાં. હું તેમને નિહાળ્યા કરતો. તેઓ જે કરી રહ્યા હતા તેમાં જ તલ્લીન હતાં.
તેમણે તેમની ચલમમાં બે તાંબાના સિક્કા નાંખ્યા, થોડો સમય ધુમ્રપાન કર્યું અને પછી ચલમને ખાલી કરી તો બે સોનાના સિક્કા બહાર આવ્યા !
પછી તેઓ બજારમાં ગયા અને સોનાના સિક્કા વેચીને ઘણાં વધારે તાંબાના સિક્કા લઈ આવ્યા અને ઉપર મુજબનો કિમીયો ફરી વખત કર્યો.
મેં તેમને પૃછયું. આવું કેવી રીતે બને છે.
તેમણે જવાબ ન આપ્યો પણ ચલમ મને આપી. ગમે તેમ પણ તમાકુ અને દારૂની ગંધ મને માફક આવતી નથી. હું થોડાં ડગલાં પાછો હટી ગયો.
મેં તેમને કહ્યું કે હું હિમાલયમાં મેડિટેશન અને એન્લાઈટનમેન્ટ માટે આવ્યો છૂં મને ધુમ્રપાન અથવા સોનાના સિક્કાઓમાં રસ નથી.
તેમણે મારી સામે જોયું અને પહેલી વખત તામિલમાં બોલ્યા; "આંગમ્ પઝુથાલ થાંગમ્ પઝુક્યુ" જેનો સાચો અર્થ છે : જયારે તમારી જાત પર્ણ રૂપે વિકસે છે. ત્યારે જ સોનું પાકે છે.
હું સ્તબ્ધ બની ગયો.
તેમણે રમતીયાળ પણે મારા ચહેરા પર ધુમાડાનાં વર્તુળો ફંક્યા.
આ બન્યા પછીના થોડા ગાળા પછી હું ગહન દિવ્ય આનંદમાં પહોંચી ગયો હતો.
એક નાની વાર્તા : (Part 2)
તાંબાને સોનામાં ફેરવવું તે એક કિમીયો છે, પ્રક્રિયા છે. તે બહારની દુનિયાની પ્રક્રિયા છે. અંદરની પ્રક્રિયામાં આપણી પાયાની શક્તિઓ ઉચ્ચતર શક્તિમાં ફેરવવાની પ્રક્રિયા છે. તમે જયારે તમારી અંદરની પાયાની શક્તિઓને ઉચ્ચ શક્તિઓમાં ફેરવવાના ઉસ્તાદ બની જાવ છો, ત્યારે તમે તાંબાને સોનામાં ફેરવી શકો છો, એ કોઈ મોટી વાત નથી જયારે તમે આંતરીક કિમીયાના ઉસ્તાદ બની જાવ છો, ત્યારે બહારના કિમીયા તેની સામે કશું જ નથી. એ તો તમારા હાથમાં માત્ર બાળકોની રમત જેવું બની જાય છે.
મેં તમને આ બનાવનું વર્ણન ફકત તમને કિમીયાનો ખ્યાલ સમજાવવા માટે જ કર્યું છે એટલા માટે નહીં કે તમે બહારની દુનિયાના કિમીયા પાછળ દોડવા માંડો ! આ વાત બરાબર સમજી લો. બહારની દુનિયાના કિમીયા તો સામાન્ય છે. અંદરની દુનિયાનો કિમીયો તમને સાચા ગુરુ બનાવે છે.
હકીકતમાં આ પ્રક્રિયામાં ધાતુ સાથે શું કિમીયો બને છે ? પહેલાં પાયાની ધાતુમાંથી અશુધ્ધિઓને દૂર કરવામાં આવે છે, પછી તેમાં અમુક ઘટકો ઉમેરવામાં આવે છે અને પછી તેને પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. પ્રક્રિયાને અંતે પાયાની ધાતુ ઊંચી કક્ષાની ધાતુ બની જાય છે.
આપણી પ્રાણી જ શક્તિઓને દિવ્ય શક્તિઓમાં ફેરવવી જોઈએ. આપણા બધામાં વાસના હોય છે, જે પ્રાણી જ શક્તિ છે. એક વધારે બાબત : પ્રાણીઓમાં તો આખરે શુધ્ધ વાસના હોય છે. તેઓ જયારે સંબંધોમાં હોય છે ત્યારે બસ. આખી દુનિયાને ભૂલી જાય છે. પરંતુ આપણા માટે, આપણી વાસના શુધ્ધ નથી. તેમાં હંમેશા દોષ ભાવના અને મહેચ્છાઓ ભળેલી હોય છે.
કાંતો આપણી ભૂતકાળની માનસિક સ્થિતિ આપણને દોષ ભાવનાનો અનુભવ કરાવીને આપણને પાછા ખેંચે છે અથવા તો ભવિષ્ય માટેની પ્રગાઢ લાગણીઓ તેમાં વધારે ડ્રૂબવા માટે પ્રેરે છે. જેથી આપણે માત્ર ફરી વખત ગુનાહિત ભાવનાનો અનુભવ કરીએ છીએ. આ એક વિષચક્ર બની જાય છે. જે આપણને ખેંચે પણ છે અને ધક્કો પણ મારે છે અને પરિણામે આપણી વાસના ભ્રષ્ટ અને દુષિત બની જાય છે. આપણી વાસના શુધ્ધ નથી.
તમે જો ધ્યાનમાં લીધું હશે તો ખ્યાલ આવશે કે તમે જયારે તમારી કલ્પનાઓ પરિપૂર્ણ કરો છો ત્યારે તમને દોષ ભાવના ઘેરી વળે છે. માટે તમને સેક્સ માણતી વખતે ગુનાહિત ભાવ પેદા થાય છે. જયારે તમે નાના બાળક હો છો ત્યારથી જ કુટુંબ તમારામાં આ દોષ ભાવના ભરવા માંડે છે. પછી તમે તમારી જાત માટે ગુનાહિત ભાવના અનુભવવાના ઉસ્તાદ બની જાવ છો.
પહેલાં ગુનાહિત ભાવનાને સમજી લો. જે કોઈ તમને નિયંત્રણ રાખવા માંગે છે તે સૌથી પહેલાં તમારા મનમાં દોષભાવના પેદા કરે છે. તે તમને અમુક બાબતમાં તમે ઉતરતાં છો તેવું તમારા મનમાં ઠસાવી દે છે. પછી તમે આપોઆપ જ તે લોકો જે કહે છે તેનું અનુકરણ કરો છો.
સમાજ ફકત ગુનાહિત ભાવના પેદા કરીને જ નિયંત્રણમાં રાખવાનું જાણે છે. હું તમને કહું છું બાળકો માટે નિયમો બરાબર છે. નિયમો સાથે શરૂઆત કરવી તે સારી બાબત છે પરંતુ એ પણ એટલું જ મહત્વનું છે કે તમારી બુધ્ધિનો વિકાસ થાય અને તમે તે પ્રમાણે આગળ વધો. જ્યારે તમારૂં વ્યક્તિત્વ એક સૂત્રી હોય છે ત્યારે તેમાં દોષ ભાવના પેદા કરી શકાતી નથી. હકીકતમાં કોઈ બનાવ તમારામાં દોષ ભાવના પેદા કરતો નથી. બનાવની અસર તમારામાં આવી ભાવના પેદા કરે છે.
લોકો આંખ મીચીને પેઢી દર પેઢી નિયમો લાદી લાદીને તમારામાં આવી દોષ ભાવના પેદા કરે છે. તમારા માથા પર રાજમુગુટની જેમ - દાદાના માથેથી પિતાના માથા પર, પિતાના માથા પરથી પુત્રના માથા પર, પુત્રના માથા પરથી પૌત્રના માથા પર અને આ રીતે આગળ અને આગળ.
દરેક સૌંદર્ય પ્રસાધનો વારંવાર તમને કહે છે કે તમે પુરતાં સુંદર દેખાંતા નથી. તમે જાતે જ તમારા પોતાના શરીર પ્રત્યે ગુનાહિત ભાવ અનુભવવા લાગો છો. તમે શું કરો છો ? તમે જઈને પેલી વસ્તુ ખરીદી લો છો અને તેનો ઉપયોગ ચાલુ કરી દો છો. તમે આપોઆપ તેના નિયંત્રણમાં આવી જાવ છો. એક વખત તમે તેને વાપરો, પછી તમે વળી બીજી દોષ ભાવનામાં ડૂબી જાવ છો. "'આ બધી મુશ્કેલીઓમાં મારે શું કામ પડવું જોઈએ ?'' જે ક્ષણે તમે કંઈક મેળવો છો. તે ક્ષણે પહેલી લાગણી જે થાય છે તે દોષ ભાવના હોય છે.
વાસના તરફ પાછા આવીએ, તમારી વિચિત્ર કલ્પનાઓ તમને ભિન સર્જનાત્મકના વર્તુળમાં જકડાયેલાં રાખે છે. તમે ટેલીવિઝન, ઇન્ટરનેટ, પુસ્તકો વગેરેમાંથી ભેગી કરેલી કલ્પનાઓથી તમારી આસપાસ એક કવચ બનાવી દો છો. તમે હંમેશા આ જ માનસિક કવચમાં જીવો છો. તમે પ્રેમ સંબંધોમાં પણ આ કવચ સાથે જોડાયેલાં રહો છો; તમે સાચા પતિ અથવા પત્ની સાથે જોડાયેલાં નથી હોતાં. સાચા પત્તિ તમારી માનસિક છાપોની જગ્યાએ ગોઠવાયેલાં વિકલ્પો બની જાય છે. પછી તમારી વાસના ભ્રષ્ટ થઈ જાય છે.
તમે જયારે આવી શૈલીઓમાં ડુબી જાવ છો, ત્યારે વિષયક્રમાં ફસાઈ જાવ છો અને તેથી તેમાં તમે ઊંડાણમાં જતાં નથી અને અંતે તમે બહાર આવી જાવ છો. પરંતુ વધારેને વધારે ઝંખના સાથે પાછા જવા માટે. જો તમે તેના ઊંડાણમાં જાવ છો તો તમે તેમાંથી ખીલીને બહાર આવો છો !
આટલા માટે જ પહેલાંનાં જમાનામાં લોકો ચાલીસ વરસની ઉંમરે વાસનાને છોડી દઈ શકતાં હતા. તેમનામાં ગુંચવાડા ભરી છાપો ક્યારેય નહોતી પડતી. તેઓ સીધા જ તેમના પતિ અથવા પત્ની સાથે સંબંધિત રહેતાં હતાં. તેથી જ તેઓ નાની ઉંમરે પૂરેપૂરા ખીલીને તેમાંથી બહાર આવી જતાં હતા. તેમની વાસના બસ, છૂટી જતી હૃતું,
તેમને છોડવી પડતી નહોતી.
ભારતીય લગ્નોમાં એક સુંદર કાવ્યની કડીઓ છે, જેનું બ્રાહ્મણ નવદંપતી પાસે રટણ કરાવે છે. પત્ની પતિને કહે છે; "તમે મારા અગિયારમાં પુત્ર બનો." અને પતિ કહે છે; "તું મારી અગિયારમી પુત્રી બનજે." આનો અર્થ એવો છે કે લગ્નનાં અગિયારમાં વર્ષ પછી આપણે એક બીજાને પુત્ર અથવા પુત્રી સ્વરૂપે જોઈશું; સંબંધો એવા સ્વરૂપોમાંથી પસાર થયાં હશે કે તેમનામાં પછી આવું પરિવર્તન આવી જાય છે.
તમે જયારે તમારા સંતાનોને જુઓ છો ત્યારે તમે કેટલાં આનંદમાં ફલી જાવ છો ? ખરૂં કે નહીં ? તમારા પતિ અથવા પત્ની સાથેના સંબંધો એવી રીતે પરિવર્તન પામવા જોઈએ કે તમે જયારે એકબીજાને જુઓ ત્યારે તમને તમારા પુત્ર અથવા પુત્રીને જોતાં હો, તેટલો આનંદ તમારામાંથી વહેવા માંડે. પતિ સ્ત્રી માટે પુત્ર બની જાય અને પત્ની પુરુષ માટે પુત્રી બની જાય !
તમે તમારી ઇચ્છાઓ અને વિચિત્ર કલ્પનાઓમાં ગુચવાઈ ગયા છો, એટલે જ તમે જ્યાં પણ છો ત્યાં સુખી નથી. તમે જયારે જમીન પર સાદડી પર બેસો છો ત્યારે તમે સુખી નથી, કારણ કે તમે ખુરશીનો વિચાર કરતાં હો છો. તમને જયારે ખુરશી મળી જાય છે ત્યારે તમે સિંહાસનનો વિચાર કરતાં હો છો. જ્યારે તમને સિંહાસન મળી જાય છે ત્યારે તમે તેનો આનંદ લેવાની ક્ષમતા ગુમાવી દીધી હોય છે ? હું જે કહી રહ્યો છું, તે તમે સમજી રહ્યા છો ને?
જો તમારી વાસના કોઈપણ ઇચ્છા અથવા દોષભાવના વગરની શુધ્ધ હશે તો, તમે તેની અંદર ઊંડાણમાં જઈ શકશો અને તેમાંથી પૂરેપુરા ખીલીને બહાર આવશો. જયારે તમે ભેગી કરેલી કલ્પનાઓના કવચ સાથે તેમાં ઉતરો છો ત્યારે વાસનામાંથી પૂરેપૂરા ખીલીને બહાર આવવામાં નિષ્ફળ જાવ છો.
તમારૂં કવચ ફેંકી દો અને તમારા પાતોના શરીરને પ્રેમ કરવાનું શરૂ કરો અને સાથે બીજી વ્યક્તિના શરીરને પણ પ્રેમ કરવાનું શરૂ કરો. દિવ્ય આનંદ તમારામાંથી સતત પ્રગટતો રહે છે. પરંતુ તમે તેને સપાટી પર આવવા દેતાં નથી, કારણ કે તમે તમારી કલ્પનાઓમાં ફસાઈ ગયા છો. તમે જયારે તમારા અને બીજાના શરીર વિષેની કલ્પનાઓને છોડી દો છો, ત્યારે તમારી વાસનામાં રહેલી અશુધ્ધિઓ દર થઈ જાય છે અને આખી પ્રક્રિયામાં કિમીયાનું પહેલું પગથીયું શરૂ થાય છે.
તમે જયારે તમારા શરીરમાં અનુકળતાનો અનુભવ કરો છો ત્યારે તમારામાં ચોક્કસ પ્રકારનું લાવણ્ય આવે છે. સમજી લો : બધાજ ચામડીના રોગો મોટેભાગે તમારી તમારા શરીર પ્રત્યેની ચોક્કસ પ્રકારની નકારાત્મક ભાવનાઓથી થાય છે. રોગો થાય છે કારણ કે તમારો આત્મવિશ્વાસ અને આત્મ સન્માન તમારા પોતાના શરીર તરફ ખૂબ જ ઓછું હોય છે.
તમે આ સમજતાં નથી, અને ચામડીના રોગોની સારવાર માટે બહાર દોડ્યા કરો છો. આ રોગોનું મૂળ તમે જે વરસોથી કવચ બનાવ્યું છે તેમાં રહેલું હોય છે. તમે હંમેશા બીજાના શરીર સામે જુઓ છો અને એવું ઈચ્છો કે તમારૂં શરીર એના જેવું હોય. તમે જયારે તમારા શરીરને પ્રેમ કરો છો; તમે જયારે તેમાં અનુકુળતા અનુભવો છો, ત્વારે જ તમે તેમાં સુંદર દેખાવ છો અને તમે પોતે સુંદરતાનો અનુભવ કરો છો.
તુલસીદાસ કૃત રામાયણમાં કહ્યું છે કે, સીતા જયારે જનકના દરબારમાં ચાલી રહી હતી ત્યારે મહાન સંતો અને વસિષ્ઠ જેવા ઋષિઓ સાથે બધાંજ અને સીતા પિતા જનક પણ સીતાને માન આપવા માટે ઊભાં થઈ ગયા હતાં. તેણીમાંથી આવું પ્રભાવશાળી લાવણ્ય પ્રવાહિત થઈને વહી રહ્યું હતું.
તંત્રમાં એક પધ્ધતિ છે જેમાં તમે જયારે વહેલી સવારે તમારે તમારા શરીરના દરેક ભાગને ઊંડા પ્રેમથી સ્પર્શવાનો હોય છે અને સૂક્ષ્મ શરીરને તમારા ભૌતિક શરીરમાં જાગૃત કરીને ગોઠવવાનું હોય છે.
ગમે તેમ પણ તમે બહારની દ્રુનિયામાંથી જેટલી વધારે છાપો ભેગી કરી હશે તેટલું તમારા કવચનું પડ જાડું હશે. પહેલાંના જમાનામાં લોકો આટલાં જટીલ અને ચુંચવાયેલા નહોતાં. તેઓ તદ્દન સીધા અને સરળ હતાં. ત્યારે કવચનું અસ્તિત્વ જ નહોતું અને હતું તો તેનું એકદમ પાતળું હતું.
એક વખત તમે તમારા શરીર વિષેની અને બીજાના શરીર વિષેની કલ્પનાઓ છોડી દો છો, ત્યારે જ તમે બીજાના શરીર તરફ કરુણા અને મિત્રતાનો ભાવ અનુભવવાની શરૂઆત કરી શકો છો. વાસનાને પ્રેમમાં બદલાવાના કિમીયાની પ્રક્રિયામાં મિત્રતાની ભાવના ઉમેરવી એક જરૂરી ઘટક છે.
યાદ રાખો : હિંસા સાચો રસ્તો નથી. આપણે સમાજ, રાજય અને દેશની હિંસાની વાતો કરીએ છીએ. આપણાં ઘરોમાં અને આપણા પોતાનાં શરીરોમાં અને મનમાં જે હિંસા સતત ચાલી રહી છે તેનું શું ? હું તમને કહું છું; હિંસાની શરૂઆત ઘરમાંથી થાય છે.
તમે સદાચ કહેશો; "પરંતુ માસ્ટર અમે અમારી જીદગીમાં હિંસક નથી હોતાં."
હું તમને કહું છું, તમે ફકત વિચારો છો કે તમે અહિંસક અને મિત્રતાપૂર્ણ છો. હું જે અર્થમાં મિત્રતાપૂર્ણ શબ્દનો ઉપયોગ કરૂં છું. તેનો અર્થ તમારા મનમાં રહેલા અર્થ કરતાં જુદો છે. તમારી જાતનું ખૂબ જ નજીકથી અવલોકન કરો : તમે જ્યારે શેરીમાં ચાલતા હો છો અથવા તમારા પોતાના બગીચામાં ચાલતા હો છો, ત્યારે તમે અજ્યણતાં જ ઝાડની ડાળીઓ ખેંચો છો, પાંદડા અને ફૂલોને તોડો છો; તમે આજુબાજુના પથ્થરોને લાતો મારો છો અને તમે વેલો અને લતાઓને ધક્કો મારો છો અને બીજું શું નથી કરતાં. આ બધી જ ક્રિયાઓ હિંસા છે.
ફકત એક વખત તમારા બગીચામાંનાં ફૂલો અને પાંદડાઓ તરફ ખૂબજ નજીક તમારી અંદરના પૂરેપૂરા આદર અને પ્રેમથી જુઓ, તમારા હૃદયમાં તેની સુંદરતાનો અનુભવ કરો અને તેના તરફ પ્રેમાળ નજર નાંખો. તેના દ્વારા અસ્તિત્વના અચરજ સાથે જોડાઈ જાવ. તે નવું જન્મેલું બાળક હોય તેવી રીતે તેને સ્પર્શો. તમારા અંતરના ઊંડાણમાં ઉપસી રહેલી લાગણીઓને અનુભવો.
હવે તમે અત્યાર સુધીમાં અજાણતાં જ તોડીને ફેંકી દીધેલાં ફૂલો અને પાંડદાઓ વિશે વિચારો. તમને બન્ને વખતની લાગણી અને તમારા અભિગમનો ફરક સમજ્ઞય છે ? હવે મને કહો, તમે તમારી આસપાસની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ પ્રત્યે મિત્રતાનો ભાવ અનુભવો છો ?
દરેક બાબત તરફ જાગૂતતાથી જુઓ. હવે તમને સમજાશે કે તમે દરેક વસ્તુ તરફ હિંસાત્મક શૈલીથી વર્તતાં હતાં અને તમે જાણતાં પણ નહોતાં કે તમે હિંસક છો. તમે જો તેમની તરફ જાગ્રતતાથી જોશો તો તમને તેમાં અપ્રતિમ સૌંદર્ય દેખાશે અને તમે તેની સાથે પ્રેમાળ વર્તન કરશો.
અને પછી, તમે તમારા શરીરને કેટલી ગાળો દો છો ? તમે વધારે પડતું ખાઈને તમારી અંદર આવેલા સુંદર પાચનતંત્રને ખલેલ પહોંચાડો છો. જયારે તમારૂં શરીર આરામ માટે રડી રહ્યું હોય છે, ત્યારે રાતના ઉજાગરા કરીને તેને ત્રાસ આપો છો. તમે જાણો છો કે ધુમ્રપાન અને દારૂ તમારા શરીરને નુકસાન કરે છે તો પણ તમે તેને ચાલુ રાખો છો. શું આ બધી ક્રિયાઓ તમારા શરીર પ્રત્યેની તમારી મિત્રતા બતાવે છે ? તમારામાંના અમુક પોતાના શરીરને નફરત કરે છે અને તેથી તેની ઉપેક્ષા કરે છે.
માટે બહારની હિંસાની વાતો બંધ કરી દો અને તમારી અંદરની હિંસાને બંધ કરવાનું ચાલુ કરી દો. બહારની હિંસા આપોઆપ અટકી જશે. આપણે હંમેશા બીજાઓની અપૂર્ણતાઓ બતાવવા તૈયાર હોઈએ છીએ. આપણી અંદર અસંખ્ય અપૂર્ણતાઓ પડેલી છે તેનું શું ?
એક દિવસ એક માણસ મારી મુલાકાતે આવ્યો અને તેણે તેના કુટુંબ વિષે વાત કરી. તેણે કહ્યું, તેની પત્ની વકીલ છે. મેં પછયું: "ઓહ તે કોર્ટમાં દલીલો કરવા જાય છે ?"
તેણે કહ્યું; "ના સ્વામીજી, તે ઘરમાં દલીલો કરે છે !"
આપણે બીજી તરફ આંગળી ચીંધવા માટે અને દલીલો કરવા તૈયાર રહીએ છીએ. આમ બહાર દલીલો કરવાની જરૂર જ નહીં પડે.
તમે એવા શબ્દો સાથે રાખો જે તમારી જાતને અને બીજાનાં શરીર, મન અને જાત પ્રત્યે મિત્રતા બતાવો. આ જ સાચી 'આચરેલી આધ્યાત્મિકતા' છે. પૂજાના રૂમમાં નિયમિત ઘંટડી વગાડવી તે આધ્યાત્મિકતા નથી, ઘંટડી વગાડીને દોલત માટે લક્ષ્મીજીને પ્રાર્થના કરવી તે આધ્યાત્મિકતા નથી. તે લક્ષ્મીજીના ગુણો અને તેના લાવણ્યનું શોષણ છે. સંપત્તિ આપોઆ૫ આવે છે.
આપણે એવું વિચારીએ છીએ કે આપણે જ બધી પૂજાવિધિઓ કરીએ છીએ અને આપણને જ પરિણામો મળશે. ના ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો : તમે જ્યારે તમારી જાતના પરિવર્તન માટેનું અનુરાગ અને આતુરતા વગર દિવસમાં હજારો વખત રામનામનું રટણ કરો છો, ત્યારે તે દિવસમાં તમે હજારવાર કોકાકોલાનું ૨ટણ કરો છો તેના જેવું જ છે ! પૃજ્ઞ વિધિઓનો પાયાનો ખ્યાલ તમારી જાતનું સમજણપૂર્વક પરિવર્તન કરવાનો અને ગ્રહણ કરવાનો છે અને પછી ભૌતિક પરિણામો કોઈપણ પ્રયાસો વગર આવે છે.
એક વખત તમે બીજા તરફ મિત્રતાની ભાવના રાખતા થઈ જશો, પૂરી ધીરજ અને સતત ખંતથી પછી તમારી અંદર લાગણીનું પરિવર્તન થવાનું શરૂ થશે અને અંતે તમને અરસ પરસ સર્વોચ્ચ લાગણીઓનો અનુભવ થશે, જે છે પ્રેમ. બીજાઓ પણ તમારી પરિવર્તન પામેલી લાગણીઓનો પ્રતિભાવ આપશે અને પછી તમે પહોંચી ગયા છો ! તમારી જાત દિવ્ય આનંદ બની જાય છે ! પછી તમે મેડિટેશન યોગ્ય રીતે કર્યું છે !
પ્રેમ જયારે તમારી જાતનું કેન્દ્ર બની જાય છે. ત્યારે સેક્સ બે જણ વચ્ચેનું અદ્વેત બની જાય છે. એકત્વ બની જાય છે. સમસ્યા એ છે કે પ્રેમ કવચમાં ઢંકાઈ ગયો છે, અને વાસના એ કબજો લઈ લીધો છે. પરિણામે સમગ્ર અખંડતાથી બેજણ ક્યારેય એક થતાં નથી, ફકત બે શરીરો જ મળે છે. સંબંધો સપાટી પરના રહી જાય છે. જે સપાટી પરનું હોય તેને સરળતાથી હલાવી શકાય છે. કોઈપણ બાબતને સ્થિર રહેવું હોય તો તેનાં મુળ ખૂબ જ ઊંડા ગયેલાં હોવાં જોઈએ. આ એક સાદો તર્ક છે.
વાસના હંમેશા તમને આંધળા પણ કરી નાંખે છે. તે તમને અજાણતાં જ આવેશમાં લઈ જાય છે. પ્રેમ પણ તમને આવેશમાં લઈ જાય છે, પરંતુ તેનો આવેશ તમને ગહન જાગ્રતતામાં લઈ જાય છે. આ અતિ સુંદર સ્થિતિ હોય છે. વાસના અને પ્રેમ એક જ બાબતના બે અંતિમ છેડાઓ છે. કોઈપણ બાબત તમને ગહન જાગતતામાં લઈ જાય તે મેડિટેશન છે. કોઈપણ બાબત જે તમને અભાનતામાં લઈ જાય છે તે ઉપકારક નથી. તમે જે અનુભવી રહ્યાં છો, તે સારૂં છે કે ખરાબ તેનું આ માપ છે.
એક વધારે વાત : તમે જયારે ગહન પ્રેમમાં હો છો ત્યારે ઈષીને સ્થાન જ હોતું નથી. ઈર્ષા એટલા માટે હોય છે કે તમને ડર લાગે છે કે છીછરાં મૂળીયાં તમને ઉખેડીને ફેંકી દેશે. જો મૂળીયા ઊંડા હોય તો તમારે ડરવાની શી જરૂર છે ? તમે ઈર્ષણુ શું કામ બનો ? હું જે કહેવાનો પ્રયત્ન કરૂં છું તે તમે સમજો છો ? તમારા સાથીદારમાં તમારો વિશ્વાસ ડગુમગુ છે, કારણ કે સંબંધો સપાટી પરના જ છે, સંબંધો માનસિક કલ્પનાઓ અને વાસનાઓ આધારિત દેશે.
રોમાન્સ જો તમે એકજ વ્યક્તિ તરફ અનુભવતા હો તો તે આવો રોમાન્સ નથી. જીદગી પોતે જ એક રોમાન્સ છે! તમારી મૂળભૂત જાતમાંથી અસ્તિત્વ તરફ રોમાન્સનો ધોધ છૂટવો જોઈએ. જ્યારે તમારી જાત મગજમાંથી વ્યક્ત થાય છે ત્યારે તે બુધ્ધિ હોય છે. તે જ્યારે પોતાની મેળે જ ફદયમાંથી વ્યક્ત થાય છે, ત્યારે તે શરીરમાંથી વ્યક્ત થાય છે ત્યારે તે શક્તિ છે; અને જયારે તેને વ્યક્ત નથી થવું પડતું, બસ હોય છે. ત્યારે તે દિવ્ય આનંદ છે !
તમે જયારે આ સ્થિતિમાં પહોંચી જાવ છો. ત્યારે સાનંદ માટે બહારની કોઈપણ પ્રકારની બાબત પર આધારીત રહેવું પડતું નથી. તમે બસ, તમારી અંદર આનંદથી રણકતા રહો છો. અલબત્ત, તમે આ આનંદને બહાર બીજા સાથે વહેંચીને તેને અનેક ગણો કરી શકો છો.
તમે જયારે કોઈ વ્યક્તિ સાથે ઊંડાણથી જોડાયા હો છો ત્યારે તેની શારીરિક હાજરીની જરૂર પડતી નથી. તમે ફકત તેની સાથેના જોડાણથી જ સુખ અને સંતોષની લાગણી અનુભવો છો. તમને તમારી જાતમાં પર્ણતાનો અનુભવ થાય છે અને પરિપૂર્ણતા માટે તમારે બહારની કોઈ બાબત તરફ જોવાની જરૂર પડતી નથી. આ જોડાણને જુદાઈ અથવા કોઈપણ બાબતે સહન કરવું પડતું નતી.
કોઈકની સાથે ઊંડાણના સ્તર સુધી જોડાણની લાગણી અનુભવવી તે સંબંધ છે, બધીજ બાબતો સાથે તમે જયારે આ સમજતાં નથી, ત્યારે તમે લોકો સાથે ઘણીબધી શરતો સાથે જોડાવ છો અને પછી તેને સંબંધ કહો છો. તે સંબંધ ડગુમગુ બની જાય છે અને તમે તેને ટકાવી રાખવા સખત મહેનત કરો છો અને અંતે તારણ પર આવો છો કે સંબંધ ત્રાસરૂપ છે!
લોકો મને કહે છે; "સ્વામી હું આવીને આશ્રમમાં રહેવા માંગુ છું, હું ઘરમાં રહીને સુખી નથી." હું તમને હંમેશા કહું છું કે જો તમે ઘરમાં ચાર માણસો સાથે સુખી નથી રહી શકતા તો આશ્રમમાં સો લોકો સાથે સુખી રહી શકો નહીં ! તમે એવું માનો છો કે આશ્રમ ભાગેડ્ડઓ માટેનું આશ્રય સ્થાન છે, કોઇ લોજ છે ?
સ્પષ્ટતાથી સમજી લો : ઘર તમારી બહારની બાબત નથી. દિવ્યુ આનંદમાં રહેવું હોય તેને ઘરમાં કે આસપાસ શું બની રહ્યું છે તેની પરવા હોતી નથી. જો તમે આવા બની શકતાં ન હો તો તમારા માટે ઘર ક્યાંય નહીં હોય.
હું જયારે મહીનાઓના મહીનાઓ ૮' x ૮' ની ખોલીમાં રહેતો હતો ત્યારે પણ, હું આજે આ સિંહાસન પર બેસીને જેટલા દિવ્યું હતું છૂં તેટલો જ દિવ્ય આનંદમાં હતો. મહેરબાની કરીને આ સમજવાનો પ્રયત્ન કરો. એવી સમજણ કેળવવાની જરૂર છે કે સુખને બહારની દુનિયાની વસ્તુઓ સાથે કશું જ લાગતું વળગતું નથી.
એક કુતરો જ્યારે હાડકું ચાવતો હોય છે ત્યારે તેનાં મોંમાંથી લોહી નીકળે છે. કુતરો એમ સમજે છે કે, હાડકાંમાથી લોહી નીકળે છે અને ફરી વખત ચાવે છે અને લોહી નીકળે છે. કુતરાનું શું થશે ? માત્ર મોંમા દુ:ખાવો થશે તમે પણ આમજ કરો છો. તમે વિચારો છે કે આનંદ અથવા દુઃખ તમારી બહારની વસ્તુઓમાંથી આવે છે અને તમે તેમાં વારવાર ડુબકી મારો છો અને વધુને વધુ દુ:ખી થતાં જાવ છો. તમને સમજાય છે ? યસ …
"માસ્ટર આપણે આપણાં બાળકોમાં આવી સમસ્યાઓ ન વિકસે તે માટે તેનું રક્ષણ કઈ રીતે કરી શકીએ?"
નિખાલસતાથી કહું તો, તમે તેને સંપૂર્ણ પણે નિયંત્રિત કરી શકો નહીં. તમે તમારાં સંતાનોને સમાજ સાથે વાતચીત કરતાં રોકી શકે નહીં. પરંત્ત્ અમુક બાબતો એવી છે જેનું તમે ઘરમાં આચરણ કરી શકો છો.
મેં પહેલાં કહ્યું તેમ તમારા સંતાનોના અર્ધા હિસ્સાને દબાવવાનો પ્રયત્ન ન કરો. તેને તેનો વિવિધ રસ્તે અનુભવ લેવા દો અને વ્યક્ત થવા દો. તેને કોઈ એક જ જાતિ પ્રત્યે સભાન થવાનું ન શીખવો.
બાળકોને તેની ફુદરતી જાત પ્રમાણે વધવા દો, તેને તેની મૂળભૂત રીતે વિકસવાની તક આપો. બાળકોને જયારે સામાજીક શરતોનો સ્પર્શ નથી થતો ત્યારે તેઓ પોતાની અંદર પોતાની કુદરતી સીમાઓમાં ખૂબ જ અનુકુળતાથી વિકસે છે.
તમે કદાચ અવલોકન કર્યું હશે ! કે નાનાં બાળકો પોતાનાં જાતિય અંગો સાથે રમતાં હોય છે, અથવા તેમનો અંગૂઠો મોમાં મકીને ચૂસતાં હોય છે અને આવી બીજી ક્રિયાઓ કરતાં હોય છે. આ બાબતો બતાવે છે કે તેઓ ખૂબ જ અનુકુળ સ્થિતિમાં છે અને તેમની પોતાની સીમાઓમાં પ્રેમથી ખુશ છે. અને વિકસે છે. પરંતુ આપણે તેમને આવું કરવા દેતાં નથી. આપણે તેમને તરત જ આવું કરતાં અટકાવી દઈએ છીએ. આપણે તેમને કહીએ છીએ કે આ ખરાબ છે. તેમને તેમની રીતે ખૂલવા અને ખીલવાં દેવાં તે સારી વાત છે.
અને જયારે તેમનાં કપડાંની વાત આવે, ત્યારે તેમને આખું કપડું પહેરાવો, નહીં કે બે ભાગમાં વહેંચાયેલું. પછી તેમને તેમની લાગણી પ્રમાણે, તેમની પોતાની રીતે સમય પ્રમાણે તેમના શરીરને બે ભાગનું જ્ઞાન થવા દો. નહીતર તેઓ ભુલી જશે અને પોતાના શરીરના નીચલા ભાગ પ્રત્યે અસંવેદનશીલ બની જશે. આ તેમની જાગતતાનું વિભાજન છે. આટલા માટે આજે તમને જયારે તમે કોણ છો તેમ પૂછવામાં આવે છે ત્યારે તમારા મનમાં તમારા શરીરના ઉપરના ભાગનું જ ચિત્ર આવે છે. તમે તમારા નીચેના ભાગની ઉપેક્ષા કરો છો.
બાળકને જરા તેના રસ્તે મુક્ત રહેવા દો, જો તમને એમાં થોડું જોખમ લાગતું હોય તો પણ તમે તેમ કરવા દો. બાળકોને તેમની પોતાની જ આંતર સ્કૂરણાઓ અને સ્વાભાવિક વૃત્તિઓ હોય છે.
બાળકો તેમની અભિવ્યક્તિમાં સંપર્ણ પણ હોય છે. માટે તેમને દબાવો નહીં. આપણે સપાટી પરના અને ટીકાપાત્ર બાબતો છૂપાવવાના ઉસ્તાદ બની ગયા છીએ. આપણે ક્યારેય સંપૂર્ણ પણે વ્યક્ત થતાં નથી.
અને બાળકોને તેમના બન્ને હાથનો મુક્ત રીતે ઉપયોગ કરવા દો. આપણે તેમને ઘણી બધી બાબતો માટે ડાબા હાથનો ઉપયોગ કરતાં રોકીએ છીએ. બાળક બન્ને હાથનો ઉપયોગ કરી શકે તેવું સવ્ય સાચી (અર્જુનનું એક નામ) કેમ ના બની શકે ? તેમાં કશું જ ખોટું નથી. મહાભારતનો અર્જુન બન્ને હાથનો ઉપયોગ કરતો હતો. તમે આ જાણો છો ? જયારે આપણે આવી વાતો સાંભળીએ છીએ ત્યારે આદરપૂર્વક સાંભળીએ છીએ, પરંતુ તેને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ કે આપણે પણ એવી બધી જ બાબતો સંપૂર્ણ પણે કરવા શક્તિમાન છીએ, જો આપણે આપણી જાતને તક આપીએ તો !
એક વધારે વાત : જો તમારા ધ્યાનમાં આવ્યું હોય તો, બધાં જ બાળકોને ગોળ ગોળ ધુમવામાં ખૂબ જ મજા આવે છે. ગોળગોળ ઘુમીને તેઓ શક્તિને તેમને રસ્તે કેન્દ્રીત કરતાં હોય છે. તમે પણ મુક્ત રીતે ગોળગોળ ફરી શકો છો. જો તમારૂં 'મણિપૂરક ચક્ર' શુધ્ધ હોય તો, બાળકો બિલફુલ નિખાલસ અને ચિતા મુક્ત હોય છે તેથી તેઓ કોઈપણ પ્રયાસ વગર જ ગોળગોળ ધૃમી શકે છે. પરંતુ આપણે તેમને તેમ કરવા દઈએ છીએ ? આપણે જયારે તેમને ઘુમતાં જ્રેઈએ છીએ ત્યારે આપણું મગજ પણ ધુમવા માંડે છે અને આપણે તેમને અટકાવી દઈએ છીએ ! આપણે તેમને કહીએ છીએ; "એક જગ્યાએ બેસી જાવ, તબિયત માટે આ સારૂં નથી." અને બીજું ઘણુ બધું સમજાવી દઈએ છીએ. હું તમને કહ્યું છું તેમને બસ ઘુમવા દો. તેમની નીચે ધાબળો કે ગોદ્દડું પાથરી દો, જેથી તેઓ પડી જાય તો પણ વાગે નહીં."
એક વધારે વાત : બાળકના મનમાં ક્યારેય ડર પેસાડો નહીં ! તેને મુક્ત રહેવા દો; તેને થોડો વખત ચડવા દો અને પડવા દો. જો તમે બાળકને સતત ના હિંમત કર્યા કરશો તો તેનામાં ઊંચાઈનો ડર, અંધારાનો ડર અને બીજા બધાં ડરની ગ્રંથીઓ બંધાઈ જશે, જે તેને ભવિષ્યમાં અજીણી બાબતોમાં નિર્ણય લેવામાં બાધારૂપ બનશે. બસ આટલી જ વાતોને અનુસરો .
યસ ... ?
"માસ્ટર તમે કહો છો કે સંપૂર્ણ સાથીદાર જેવું કશું હોતું નથી. તો પછી લગ્ન પહેલાં જન્મ કુંડળીઓ મેળવવાનો શો હેતુ છે ?"
જો હું આ વિષય પર બોલવાનું શરૂ કરી દઈશ, તો મારે આખા જયોતિષ શાસ્ત્રને ખેંચી લાવવું પડશે. જ્યોતિષ શાસ્ત્ર પોતે નહીં, પરંતુ આજે આપણે જે રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તે મૂર્ખાઈભર્યો અને બુધ્ધિવગરનો છે.
સમજી લો : આ તમારી જીંદગી છે. તમારે તેને જીવવાની છે. તમારે તેના કાર્યકારણોને જાણવાં જોઈએ, પરંતુ તમે તમારી જીદગી વિષે કર્શું જ જાણતાં નથી, અને તમે બીજા પાસે જઈને પૂછો છો ! તમારી બુધ્ધિ ક્યાં ગઈ છે ?
અજાણી વ્યક્તિને તમારી જીંદગી સોંપી દેવી, તમારી જીંદગીના નિર્ણયો તેને લેવા દેવા, તે એ જ બનાવે છે કે તમે તમારૂં જીવન કેમ ચલાવવું તે જાણતાં નથી. સ્પષ્ટતાથી સમજી લો : તમારી જીંદગીની જવાબદારી તમારે જ લેવી જો ઈએ.
લોકો મારી પાસે જયારે તેમના ભવિષ્ય માટેનો પ્રશ્ન લઇને આવે છે ત્યારે હું તેમને કહું છું, મારી પાસે તમારું ભવિષ્યમાં શું થવાનું છે તેવી વાતો લઈને ન આવો. તમારે જાતે જ આયોજન કરીને તમારૂં ભવિષ્ય સુધારવું હોય તો જ મારી મદદ લેવા આવો. આ બધાં ભવિષ્ય કથનો નબળાં મનના લોકો માટે છે. આ બાબતમાં ખૂબ જ સપટ બની જાવ .
પ્રાચીન જયોતિષશાસ્ત્ર શુધ્ધ વિજ્ઞાન હતું. તેમાં સત્ય હતું.
જયોતિષશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો તે હું તમને કહું છું.
ભૂતકાળમાં જયારે બાળકને 'ગુરુકુળ'માં અભ્યાસ કરવા માટે ગુરુ પાસે મોકલવામાં આવતું હતું ત્યારે જયોતિષનો ઉપયોગ, તે બાળકનું ભવિષ્ય કેવું છે, તેની વર્તણુંક કેવી છે તેની કુદરતી ગ્રહણ શક્તિ કેવી છે, આ બધું જાણવા માટે કરવામાં આવતો હતો. અને જેથી તે પ્રમાણે તેને તાલીમ આપી શકાય.
આવી જ રીતે તેમનો વર્ણ કે જાતિ પણ જન્મને આધારે નહીં, પરંતુ તેના ચરિત્ર અને તેની ક્ષમતાને આધારે નક્કી કરવામાં આવતી હતી.
બાળકને જયારે 'ગુરુકુળ'માં પ્રવેશ આપવામાં આવતો, ત્યારે ગુરુ તેનું ફુદરતી માનસિક વલણ કેવું છે તે જોતાં હતાં. જો તેનાંમાં 'બ્રાહ્મણનું' માનસિક વલણ હોય તો બુધ્ધિ, જ્ઞાન તેનું મુખ્ય પાસું ગણાતું હતું, તેને વેદો ભણાવવામાં આવતા હતા. જો તેનું વ્યક્તિત્વ 'ક્ષત્રિયો' જેવું જણાય તો તેનામાં બહાદુરી અને તાકાતના ગુણો વિકસાવવા માટે તેને યુધ્ધની કળાઓ શીખવવામાં આવતી હતી. જો તે 'વૈશ્ય'ના ગુણો દર્શાવે તો તેને વ્યાપારનું જ્ઞાન આપવામાં આવતું હતું. અને જો તેનામાં 'શુદ્ર'ના ગુણો હોય તો તેને સામાન્ય કામકાજ શીખવામાં આવતું હતું, જેથી તે સેવાના કાર્યો કરી શકે. ચારેય ભૂમિકાઓનું એક સરખું મુલ્ય હતું અને ચારેયને એક સરખું માન આપવામાં આવતું હતું.
આ હેતુ માટે જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ થતો હતો. એ વિજ્ઞાન હતું જેનો ઉપયોગ યોગ્ય નિદાન કરવામાં થતો હતો. આજે તમારી આજૂબાજુ જુઓ, મોટે ભાગે દરેક જણ ખોટી જગ્યાએ ગોઠવાયેલાં છે. જેનો સ્વભાવ ડોક્ટરનો છે તે અન્જીનીયર્સ બની ગયા છે અને એન્જીનીયર્સ મેનેજર બની ગયાં છે. અને બીજું શું શું નહીં. માટે જ સમાજમાં આટલી બધી અંધાધુંધી ફેલાયેલી છે. જેનું મુળભૃત ચારિત્ર્ય જ વેપારીનું હોય તે માણસ જયારે આધ્યાત્મિકતામાં પ્રવેશે ત્યારે શું થાય ? આધ્યાત્મિકતા જ ધંધો બની જાય છે !
"તો પ્રાચીન જયોતિષ શાસ્ત્ર સાબિત થયેલું વિજ્ઞાન હતું માસ્ટર ?"
મને આ વાતનો જ ડર હતો ! જ ક્ષણે હું કહીશ. તરત જ તમે બધાં જ્યોતિષ શાસ્ન પાછળ દોડવાનું શરુ કરી દેશો! આવતી કાલે મારી સામે હાથમાં જન્મદુંડળી લઇ ઉભેલા લોકોની લાઈન લાગી જશે અને કહેશે; મહેરબાની કરીને આ જુઓ અને કહો મારું ભવિષ્ય કેવું છે ? હું તમને કહું છું ; જયોતિષ શાસ્ત્રની આટલી બધી ચિંતા ન કરો !
વિવેકાનંદને જયારે કોઇએ જ્યોતિષ શાસ્ત્ર વિષે પૂછ્યું, ત્યારે બધાને ખૂબ જ ફાયદો થાય તેવો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું : "જાવ, સારી રીતે ખાવ, સારી રીતે ઉંઘો. તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનશો. પછી તમારે આવી બધી બાબતોની ચિંતા નહીં કરવી પડે !"
ફક્ત જે માણસ માનસિક રીતે નબળો હોય છે તે જ જયોતિષશાસ્ત્ર પર આટલો બધો આધાર રાખે છે.
"માસ્ટર, શું તેનો મતલબ એ છે કે જે લોકો જયોતિષશાસ્ત્રને અનુસરે છે, તે બધાં જ નબળાં મનનાં છે ?"
ના. તમે આવુ કહી શકો નહીં. પરંતુ મોટા ભાગનાં નબળાં મનના હોય છે. ઘણીવાર તો જે લોકો સામાન્ય પણે બધ્ધિશાળી હોય છે તે લોકો પણ આવી મૂર્ખતા કરતાં હોય છે. તેઓ આવીને મને પૂછે છે: "માસ્ટર હું આ કે તે ગ્રહનું નંગ પહેરીશ તો તે મારા માટે લકી સાબિત થશે ?" તમે કોઈ પથ્થર પર આધાર કેવી રીતે રાખી શકો ? તમે જીવંત જાગ્રતતા છો; તમે ભગવાન સિવાય બીજું કશું જ નથી ! હું કલ્પના નથી કરી શકતો – હું તમને સમગ્ર વૈશ્વિક શક્તિનો ઉપયોગ કરવાનું વિજ્ઞાન શીખવી રહ્યો છૂં અને તમે મને પત્થરો વિષે પૂછી રહ્યાં છો !
તમે કદાચ સ્વામી યતીશ્વરાનંદ વિષે સાંભળ્યું હશે. તેઓ એક મહાન વ્યક્તિ હતા. એન્લાઈટેન્ડ વ્યક્તિ હતા. તેઓ જયારે પહેલી વખત વિદેશ પ્રવાસે નીકળ્યા ત્યારે તેઓએ તેમની યાત્રાની શરુઆત રાહુકાળ અને દિવસની અશુભ ઘડીમાં કરી હતી. એ પણ ગ્રહોની સ્થિતિની ગણતરી કરીને. કોઈકે તેમને પૂછ્યું; "સ્વામીજી, તમે રાહુકાળમાં મસાફરી કઈ રીતે કરી શકો ?"
તેમણે જવાબ આપો; "મૂર્ખ માણસ ! હું જ એ શક્તિ છું જે ગ્રહોને ચલાવે છે. તેઓ મારૂં નિયંત્રણ કેવી રીતે કરી શકે ? "
માણસની હિંમત જુઓ ! આ હિંમત ગહન સમજણમાંથી આવે છે.
હું તમને એ વિજ્ઞાન શીખવી રહ્યો છું; જે ગ્રહોને નિયંત્રિત કરી શકે છે ! પછી તમે ગ્રહો ક્યાં છે અને તમને કેવી અસર કરે છે તેની ચિંતા શા માટે કરો છો ? મેડિટેશનનું વિજ્ઞાન ગ્રહણ કરી લો બસ. આટલું જ પુરતું છે. પછી તમને કોઈ સ્પર્શી નહીં શકે.
"પરંતુ આ અમારા મૃલ્યોનો એક ભાગ બની ગયું છે, માસ્ટર …"
જો તમે સભાન હો, તમે જે કરતાં હો તે બાબતમાં પૂરા જાગૃત હો, તો પછી મૂલ્યો શું કહે છે તેની પરવા કરવાની તમારે જરૂર નથી. તમારે કોઈ નિયમોને અનુસરવાની જરૂર નથી; નિયમો તમને અનુસરશે ! બધી જ પૂજા વિધિઓ, બધી જ આયાર સંહિતાઓ અને આધ્યાત્મિકતા તમે જ બની જશો અને કુદરતી રીતે એ જ સ્થિતિમાં ખીલીને આધ્યાત્મિકતામાં વિહરવા માંડશો.
ગમે તેમ પણ જયારે આપણે જાગૃતતા અને આધ્યાત્મિકતામાં વિહરવું જેવા શબ્દો સાંભળીએ છીએ, ત્યારે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે ના. ના. આ મારા માટે નથી ! કોઈપણ મેડિટેશનની પધ્ધતિનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યા વગર, જાગૃતતા તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યા વગર જ આપણે એવા નિર્ણય પર આવી જઈએ છીએ કે આ આપણાં માટે નથી. માટે જ આપણે પછી કહેવાતી જાગૃતતા, કહેવાતી નૈતિકતા, કહેવાતાં મૂલ્યો, કહેવાતા સિધ્ધાંતો જેવા વિકલ્પો પાસે જઈએ છીએ.
શરૂઆતના તબક્કામાં મૂલ્યો સારાં છે. પરંતુ અંતિમ બિંદ્દ પર નહીં !
Part 4: Guaranteed Solutions_Gujarati_part_4.md
વિવેકાનંદ સ્રંદર રીતે કહે છે, "ચર્ચમાં જન્મ લેવો તે સારૂં છે પરંતું ત્યાં જ મરવું ના જોઈએ !"
સૌથી પહેલાં આપણે એ વિચાર છોડી દેવો જોઈએ કે અધ્યાત્મ ખૂબ જ અઘરૂં અને અલગ છે. ભગવાન રમણનું એક ગીત છે.
આથી, અતિ સુભલમ્, આત્મવિદ્યાથી, આથી, અતિ સુલભમ !
આનો અર્થ છે; ઓહ ! અતિ સરળ છે. આ આત્મવિદ્યા, આ આધ્યાત્મિકતા, ખૂબ જ સરળ છે !
પદળીની લીટીમાં તેઓ કહે છે.
જો તમારે પૈસા જોઈતા હોય, તો તમારે સખત મહેનત કરવી પડે છે.
જો તમારે નામ અને કિર્તી જોઈતી હોય. તો તમારે સખત મહેનત કરવી પડે.
જો તમારે આત્મજ્ઞાન જોઈતું હોય તો, તમારે કશું જ કરવાની જરૂર નથી. જ્યાં છો, જેવા છો, તે જ રહો ! જો તમે ગહન નિષ્કિયતામાં ઉતરી શકો, તો તમે દિવ્યતામાં ઉતરી જશો. આ નિષ્ક્રિયતા, આપણે જેને આળસુ પણું કહીએ તે નથી. આ શારીરિક આળસ નથી. આ એક માનસિક નિષ્ક્રિયતાનો પ્રકાર છે. જો તમે સંપૂર્ણ પણેન્હું કહું છું. તેમ પૂરી સમગ્રતાથી તમારી જાતને શાંત કરી શકો, તો તમે ખરેખર આધ્યાત્મિક બની શકો છો.
આધ્યાત્મિક બનવું સરળ પણ નથી અને મુશ્કેલ પણ નથી. એ ફકત એક વિચાર છે જે તમારામાં હોવો જોઈએ. જો તમે વિચારો છો કે સરળ છે તો તે સરળ છે. જો તમે વિચારો છો કે તે મુશ્કેલ છે, તો તે મુશ્કેલ છે. તમે જે 'છો' તે બનવા માટે શાની જરૂર હોય છે ? તે મુશ્કેલ છે કે સરળ ?
"સરળ માસ્ટર …"
તમે સરળ શબ્દ પણ વાપરી શકો નહીં ! આપણે જે 'છીએ' તે છીએ જ. તમે પહેલેથી એ છો જ. પછી તમે કઈ રીતે કહી શકો કે તે બનવું સરળ છે ?
બસ જરા અંદર જુઓ. અંદર તરફવળો. આધ્યાત્મિકતા અને મેડિટેશનમાં થોડી શ્રધ્ધા. બસ, આટલું પુરતું છે ! તમે જયારે આધ્યાત્મિક બનવું મુશ્કેલ છે તેવો ડર છોડી છો, ત્યારે તમારામાં વિશ્વાસ આવે છે કે; "હા હું આધ્યાત્મિક બની શકું છું." "હું જાગૃત બની શકું છું." પછી પેલો તમારો પ્રશ્ન "મારા મૂલ્યોને છોડી દેવાં બરાબર છે?", આ પ્રશ્ન જ ઉભો નહીં થાય.
અત્યારે તમે તમારાં મૂલ્યોને છોડી દેતાં ડરો છો કારણ કે તમારી પાસે બીજું કશું કરવાનું નથી ! આપણે જાણીએ છીએ કે એક વખત આપણે આપણાં મૂલ્યો છોડી દેશું તો, આપણે દમન કરીને દબાવી દીધેલી બધી જ ઈચ્છાઓ કુદીને બહાર આવશે, પેન્ડોરાનું બોક્સ ખુલી જશે ! અને આપણે એ પણ જાણીએ છીએ કે, જો પેન્ડોરાનું બોક્સ ખુલી જશે તો ત્યાં ફકત અંધાધુંધી જ હશે ! આપણે આપણા અર્ધજાગ્રત મનથી ડરીએ છીએ. અર્ધજાગ્રત મનનો ડર જ આ પ્રશ્ન પેદા કરે છે.
જો તમે સતત મેડિટેશન કરવાનું ચાલુ કરશો તો તમારૂં અર્ધજાગૃત મન શુધ્ધ થઈ જશે. પછી તમે જોશો કે જો પેન્ડોરનું બોક્સ ખુલી જશે તો પણ તેમાંથી કુદીને કશું જ બહાર નહીં આવે. તમે તમારી અંદર તમારૂં જ પ્રતિષિંબ જોઈ શકશો; તમે સ્વચ્છ અરીસો જોઈ શકશો. હું જે કહી રહ્યો છૂં તે તમને સમજાય છે ?
યસ ... હવે આપણે મેડિટેશનની પધ્ધતિમાં પ્રવેશ કરીએ છીએ જેને દુ:ખ હરણા મેડિટેશન કહેવાય છે. જે 'મુલાધાર ચક્ર' પર કામ કરે છે અને તેની અંદર રહેલી શક્તિને જાગત કરે છે.
(કુલ સમય; ૩૦ મિનિટ)
આ મેડિટેશનની પધ્ધતિને દુ:ખ હરણા કહે છે. અને તેને ફુલાર્ણવા તંત્રમાંથી લેવામાં આવે છે. તે તમારી અંદર દમિત થયેલી બધી જ લાગણીઓને બહાર લાવી દે છે. ઘણાં બધા ગુરુઓ એ પહેલાં આ પધ્ધતિનો ઉપયોગ કરેલો છે. તેમાં કુલ ૩૦ મિનિટનો સમય લાગે છે.
શ્વાસોશ્વાસ બ્રહ્માંડ સાથેનો સેતુ છે. આ સિસ્ટમથી તમે તમારા મનમાં જીવો છો. જો તમારું વિચારવાનું શાંત હોય. તો તમારા શ્વાસોશ્વાસ રીલેક્સ હોય છે. જો તમારા શ્વાસોશ્વાસ આક્રમક હોય તો, તમે પણ આક્રમક હો છો. તમારા મનને કાબુમાં લેવા માટે પહેલાં તમારે તમારા શ્વાસોશ્વાસને કાબુમાં લેવા પડે છે.
અત્યારે આપણી દમિત અવસ્થામાં આપણે અર્ધા જીવંત અને અર્ધા મરેલાં હોઈએ છીએ. મેડિટેશનના પહેલા ચરણમાં ઊંડા શ્વાસોશ્વાસથી તમારી દમિત સ્થિતિને વલોવી નાંખવામાં આવે છે. વધારાનો ઓક્સિજનનો જથ્થો અંદર ખેંચીને તમારા મનની સિસ્ટમને જીવંત બનાવવામાં આવે છે; તે વધુ જીવંત બની જાય છે. તમારા કોષોને વધારે શક્તિ મળે છે અને તેથી તે વધારે બાયો ઈલેક્ટ્રીસિટી અથવા જીવશક્તિ પેદા કરે છે. આ શક્તિ બધી જ દમન થયેલી લાગણીઓને બરફની જેમ ઓગળી નાંખે છે. તે 'મૂલાધાર ચક્ર'નું મંથન કરીને તેને ઉત્તેજીત કરે છે.
તમારે આ પધ્ધતિનો ઉપયોગ ભુખ્યા પેટે અને ખાસ કરીને સવારે જ કરવો જોઈએ. એકવીસ દિવસ કરેલું દુ:ખહરણા મેડિટેશન તમારી જાતનું પરિવર્તન કરી દે છે અને તમારા ચહેરા પર અને શરીર પર ચમક લાવી દે છે. આ મનોવૈજ્ઞાનિક સ્નાન કરવા જેવું છે. તમે તમારી અંદર શાંતિનો અનુભવ કરી શકો છો. તમે જયારે દુ:ખને મારી નાંખો છો. ત્યારે હંમેશા તમારી અંદર દિવ્ય આનંદ ખીલી ઉઠે છે. અને તમારી અંદરથી સુંદર સુગંધ પ્રસરવા માંડે છે.
આંખો બંધ કરીને ઊભા રહો. તમારા શરીરના ઊંડાણમાંથી તાલબધ્ધ રીતે ફકત નાકથી શ્વાસ લો. મોં બંધ રાખો. બન્ને હાથ પહોળા રાખીને, ગોઠણને થોડા ઉભડક બેસવા જતાં હો તે રીતે નીચા વાળો અને પછી ઊભા થઈ જાવ. આવી રીતે પક્ષીની જેમ ઉપર નીચે થાવ. ઉપર અને નીચે. ગોઠણ વળશે અને સીધા થશે, હાથ પક્ષીની ખૂલેલી પાંખની જેમ ઉપર નીચે થશે, આ બધું જ તમારા શ્વાસોક્ષાસ સાથે તાલબધ્ધ થવું જોઈએ.
આ હલન ચલનને શ્વાસોશ્વાસ સાથે સાંકળી દો. ઉપર આવો ત્યારે શ્વાસ અંદર ખેંચો અને નીચે જાવ ત્યારે શ્વાસ છોડો. જો તમને હૃદયની સમસ્યા હોય તો ફકત તમારાથી થાય તેટલું ધીમે ધીમે સરળતાથી જ કરો, આવી જ રીતે સગર્ભા સ્ત્રીઓ અને બીજી શારીરિક તકલીફવાળી વ્યક્તિઓ એ પણ તેમનાથી જેટલું આરામથી થઈ શકે તેટલું જ કરવાનું છે. આવું દસ મિનિટ સુધી ચાલુ રાખો.
પછીની દસ મિનિટમાં તમારે તમારા શરીરના દરેક ભાગને ખેચીને ઢીલા છોડવાના છે. પગના પંજાથી શરૂ કરીને ઉપર તરફ આગળ વધતાં જાવ, પછી પીંડી, પછી ગોઠણ આ રીતે અને જે તે ભાગના સ્નાયુઓને ખેંચો. પછી તેને રીલેક્સ કરી દો. એક અવયવને ખેંચો અને રીલેક્સ કરો અને પછી બીજાને આ રીતે આગળ વધતા જાવ. અને છેલ્લે ચહેરો અને મસ્તક સુધી પહોંચો. બીજા અવયવ પર આગળ વધતાં પહેલાં, પહેલાં અવયવને એકદમ રીલેક્સ કરી દો. આ તમારા શરીરના દરેક અવયવની અલગ અલગ કસરત કરવા જેવું છે.
આ દસ મિનિટ પૂરી થશે એટલે તમે તમારી અંદરથી બિલકુલ ખાલી થઈ જશો; તમે શાંત, ઠંડા અને ધીર ગંભીર બની જશો .
પછીની દસ મિનિટ આંખો બંધ કરીને બેસી જાવ અને 'હૂં' કારનો આવાજ કરો. ફકત 'હૂં' શબ્દનો ઉચ્ચાર કરો. ઊંડાણપૂર્વ અને મોટેથી કરવાની જરૂર નથી. ફકત રીલેક્સ મૂડમાં 'હૂં' કારનો અવાજ કરો. તમે જયારે 'હૂં' કરતાં હો ત્યારે તમારી અંદર અને બહાર જે કંઈ બની રહ્યું હોય તેનું માત્ર નિરીક્ષણ કરો. સાક્ષી બની રહો.
આ પધ્ધતિના પહેલા બે ભાગ આ ત્રીજા ભાગની અગાઉની તૈયારી રૂપે હોય છે. આ ત્રીજો ભાગ જ સાચું મેડિટેશન છે. તમે જયારે ત્રીજા ચરણમાં આવશો, એટલે તમે જોશો કે તમારૂં મન કોઈપણ જાતના પ્રયાસ વગર જ શાંત થઈ ગયું છે. તેની જાતે જ. શાંતિ તમારા પર બહારથી લાદી શકાતી નથી. તે ફકત તેની જાતે જ આવી શકે છે.
આ સ્થિતિમાં મુસ્કુરાતા ચહેરે અને આનંદિત મૂડમાં રહો. આ સમય દરમ્યાન તમને ઘણાં બધાં અનુભવો થશે; તેને ફકત ટેલિવિઝન જોતાં હો તે રીતે જ જોયા કરો. તમારા મનમાં જો કોઈ વિચાર આવે તો ફકત તેનું નિરીક્ષણ કરો. મેડિટેશન દરમ્યાન મૂલાધાર પર ક્યારેય ધ્યાન ન લઈ જાવ, નહીંતર તે વિચિત્ર કલ્પનાઓ પેદા કરશે જેને તમે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. (જૂથમાં મેડિટેશન કરતી વખતે સંગીત સાથે કરો.)
(અંતે સ્વામીજી બોલે છે) ઓમ શાંતિ, શાંતિ, શાંતિહી.
ધીમેથી, ખૂબ જ ધીમેથી તમારી આંખો ખોલો. આ શક્તિ અને શાંતિને તમારી સાથે લઈ જાવ. આપણે પછીના સેશનમાં મળીશું . આભાર
પ્રકરણ - ૫ ભયનો સામનો કરવો
હવે આપણે સ્વાધિષ્ઠાન ચક્રમાં પ્રવેશ કરીશું જે નાભિથી બે ઈંચ નીચે આવેલું છે.
'સ્વાધિષ્ઠાને'નો અર્થ છે 'જયાં તમારી જાત સ્થાપિત થયેલી છે તે જગ્યા.' 'સ્વ'એટલે 'જાત' અને 'અધિષ્ઠન'એટલે ' સ્થાપિત થયેલું' .
આ 'ચક્ર' ભયથી બંધ થયેલું હોય છે. ખાસ કરીને મૃત્યુના ભયથી અને ભયનો સ્વીકાર કરવાથી, મૃત્યુનો સ્વીકાર કરી લેવાથી આ ચક્ર ખીલી જાય છે.
(મેડિટેશન પધ્ધતિ : નિર્ભય ધ્યાન - તાંત્રિક મેડિટેશન)
આપણાં બધાં જ ભય હકીકતમાં મૃત્યુના ભયની નીચે જૂદો જ્રદો વેશ પલ્ટો કરીને આવેલાં હોય છે. બસ આટલું જ. આપણો દરેક ભય મૃત્યુના ભય સાથે જોડાયેલો હોય છે. પરંતુ ગુંચળું વળીને વિટળાયેલો હોય છે. તે વિટળાયેલા હોય છે એટલે આપણે તેને મૃત્યુના ભય રૂપે જોઈ શકતાં નથી. ભય વગર આપણે જે શબ્દ 'મૃત્યુ' સાથે જોડાયેલા છીએ, તે પોતાનો અર્થ ગુમાવી દે છે.
માટે મૃત્યુ શું છે ?
જો હું આ પ્રશ્ન તમને પૂછીશ તો તમે કહેશો; "મૃત્યુ એટલે આપણા જીવનના અંતે જે બને છે તે." જો મૃત્યુ આનાં કરતાં વધારે બીજું કશું જ ન હોત, તો તે એકદમ સહેલું હોત !
પરંતુ મૃત્યુ આપણી જીદગીના અંતે જે બને છે, તે નથી. તે તમારી જીદગીની દરેક ક્ષણે બને છે. તે આપણી દરેક ક્રિયાની ખબર ન પડે તે રીતે ગુણવત્તા બદલી નાંખે છે. તે અંત નથી; તે આપણી જીદગીનું સર્વોચ્ચ બિંદુ છે. ટોચ છે. જેના તરફ આપણી આખી જીદગી અભિમુખ થયેલી હોય છે.
હું આમ શા માટે કહું છૂં ?
કારણ કે આપણી આખી જીદગી મૂત્યુના ખ્યાલથી નિયંત્રિત થયેલી છે. આપણું સામાજિક માળખું પણ આપણાં મૃત્યુના ખ્યાલની પ્રેરણાથી રચાયેલું છે.
આખી દનિયાના મહાન ધર્મો અને દર્શનો (ફીલોસોફીઓ) એક જ સવાલનો જવાબ આપવામાંથી ઊભા થયેલાં છે: "મૃત્યુ પછી શું બને છે ?"
આ એક પ્રશ્નનો જવાબ મેળવવાના પ્રયાસમાં, જીવનના વિવિધ ઉકેલોના મૂળીયા પકડી લીધાં છે.
જે સંસ્કૃતિઓ એક જ જીંદગીમાં માને છે. જેમાં પુનર્જન્મનો ખ્યાલ જ નથી, તેઓ એ તેમની બધી જ શક્તિઓને જંદગીને પૂરી રીતે જીવવામાં રેડી દીધી છે. તે લોકો માહિતીઓને આત્મસાત કરવામાં, જ્ઞાન મેળવવામાં અને ભૌતિક સુખ સગવડો મેળવવામાં, શિખરે પહોંચ્યા હોય છે.
આ સંસ્કૃતિ એ વિજ્ઞાનનો ઉદય કર્યો છે. વિજ્ઞાન આપણને જીવનને તેની મહત્તમ અનુકૃળ કક્ષાએ જીવવામાં મદદ કરે છે. વિજ્ઞાન આપણને આ જીંદગીમાંથી સૌથી વધુમાં વધુ મેળવવામાં મદદ કરે છે.
જે સંસ્કૃતિઓ પુનર્જન્મમાં માને છે તેમણે તેમનું ધ્યાન અંદર તરફ કેન્દ્રીત કર્યું છે. તેની શોધ અલગ છે. તેઓ જીવનને ઉતાવળથી જીવવા માટે પ્રેરિત નથી, કારણ કે તેઓ મૃત્યુ પછીના જીવનમાં માને છે.
આ ખ્યાલને તમે હિન્દુ લોકોની જીવનશૈલીમાં સ્પષ્ટતાથી જોઈ શકો છો, જો પ્રોગ્રામ છ વાગ્યે શરૂ થવાનો હોય તો, તમે ખાત્રી પૂર્વક કહી શકો કે તે સાડા સાત વાગ્યા પહેલા શરૂ નહીં થાય ! કારણ કે તેમની સામે અનંત જીવન પડેલું હોય છે !
આપણો આખો માનસિક સેટઅપ, આપણી જીવનશૈલી, આપણો સમાજ, આપણો ધર્મ-બધું જ મૃત્યુના પાયા પર જ રચાયેલું છે. આપણે મૃત્યુ બાબતમાં ન વિચારવું પડે તે માટે મહત્તમ પ્રયત્નો કરીએ છીએ. પરંતુ મૃત્યુ આપણા જીવનની દરેક ક્ષણો પર છવાયેલું હોય છે.
આપણે જયારે મૃત્યુની ગહનતા, મૃત્યુનુ રહસ્ય અને અગમ્યતાને સમજી લઈએ છીએ ત્યારે આપણે જીદગીનું રહસ્ય સમજી જઈએ છીએ. આપણે મૃત્યુને ઉકેલીને જોવાની જરૂર છે તે એક બીજા સ્વરૂપના સાતત્વ સિવાય બીજું કશું જ નથી. નહીંતર આપણે જીંદગીને જ ચૂકી જઈએ છીએ.
જયારે આપણે સમજી લઈએ છીએ કે મૃત્યુ જીવનનું સાતત્વ છે ત્યારે આપણે મૃત્યુથી ડરતાં નથી અને આપણે જ્યારે મત્યુથી ભય પામવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે આપણે જીવનનો કયો અંશ ચકી જતાં હતાં .
આપણે જીવનને કાયમ માટે મળેલું સમજીએ છીએ અને ખૂબ જ સપાટી પર જીવીએ છીએ, આપણે જીદગીમાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ. ફકત મૃત્યુ જ આપણને જીવનમાં વધારે જાગતતાથી જોવાનું શીખવી શકે. મૃત્યુ જેવો મહાન ગુરુ બીજો કોઈ નથી.
જયારે આપણે અમુક બાબતમાં પાકી ખાતરી પર આવવું હોય ત્યારે, આપણે તે બે રસ્તે કરી શકીએ. એક : આપણે જાતે પ્રયોગ કરીને જાણી શકીએ કે સત્ય શું છે. બીજું : આપણે એવા માણસનો અભિપ્રાય લઈ શકીએ કે જે તેવા અનુભવમાંથી પસાર થયો હોય. હવે હું તમને ઉપનિષદમાંથી અભિપ્રાય આપીશ.
'કઠોયનિષદ'નામનું એક 'ઉપનિષદ' છે, તેમાં અદ્દભૂત વ્યક્તિગત મુલાકાતની વાત છે, જેમાં એક બાળક મૃત્યુના દેવતા યમરાજ સાથે સીધી જ વાતચીત કરે છે. ભગવાન યમ હિંદુ પુરાણોમાં મૃત્યુના દેવતા છે. તે મૃતકને લેવા ઉભાં રહે છે.
ઉશ્વેશ્વર (વાજશ્રવસ)નામનો એક પ્રખ્યાત રાજા હતો. તેના મનમાં આખી દ્દુનિયા પર કબજો જમાવવાની દઢ ઈચ્છા થઈ અને તેથી તેણે 'વાજપેય યજ્ઞ' કર્યો. જેની ઈચ્છા આખી દુનિયા પર રાજ કરવાની થાય છે તે અગ્નિ પ્રગટાવીને તેમાં આહતિ આપીને આ યજ્ઞ કરે છે.
આ આહુતિના નિયમ પ્રમાણે, યજ્ઞ કરનારે પોતાની સૌથી વધુ પ્રિય હોય અને સૌથી વધુ મૂલ્યવાન વસ્તુ હોય તેને અગ્નિને અર્પણ કરવી પડે છે. પછી જ તે આખી દ્દુનિયાના રાજાનું પદ પ્રાપ્ત કરી શકે છે.
રાજાઓ હંમેશા સારા વેપારી હોય છે; તેમણે બનવું જ પડે, નહીંતર તેઓ રાજા બનીને વિશાળ સંપત્તિનું નિયંત્રણ રાખી ના શકે. તેઓ એ જ જુએ છે કે ઓછામાં ઓછૂં આપીને તેમાંથી વધુ કઈ રીતે મેળવી શકાય.
રાજાએ આહ્યતિઓ આપવાની કોશિશ શરૂ કરી. પહેલાં ગાયો આપી જે પોતાની પુરેપુરું દૂધ આપી દીધું હતું અને મરવાની અણી પર હતી. ગાયોએ તેની જીદગીમાં જેટલાં વાછરડાં આપી શકે તેટલાં આપી દીધાં હતાં.
રાજા આવી નકામી ચીજોની આહૂતિઓ આપી રહ્યો હતો.
તેનો સાત વરસનો ફંવર નચિકેતા જે બની રહ્યું હતું તેનું અવલોકન કરી રહ્યો હતો.
નચિકેતા આ વાર્તાનો નાયક છે.
તે જાણતો હતો કે તેના પિતા ખોટું કરી રહ્યા છે, પરંતુ પિતાને આ કેમ કહેવું તે એ જાણતો નહોતો. તમે જોજો બાળકો તીક્ષ્ણ બુધ્ધીવાળાં હોય છે. તમે તેને છેતરી શકો નહીં. સમાજે હજુ તેમને બ્રષ્ટ કર્યા નથી હોતાં. તેની ઘરેડમાં બેસાડ્યાં નથી હોતાં .
નચિકેતા તેના પિતા જે કરી રહ્યા હતા તે સતત જોઈ રહ્યો હતો, અંતે તેણે ઊભા થઈને પિતા પાસે જઈને કહ્યું; "પિતાજી તમારી પાસે જે સૌથી મૂલ્યવાન વસ્તુ હોય તેની આહુતિ જોઈએ. તમારે માટે હું જ સૌથી મૃલ્યવાન છૂં. તમે મને કોને આહુતિમાં આપવાના છો ?"
રાજા સમજી ગયો કે હું જે કરી રહ્યો છું તે બદલ મારો પુત્ર મને મહેણું મારી રહ્યો છે; પરંતુ તેનો અહમ્ તેને આપી દેવા માટે રજા આપતો નહોતો.
તેણે તેની નકામી વસ્તુઓ આહુતિમાં આપવાનું ચાલુ રાખ્યું.
છોકરાએ ફરી વખત એજ પ્રશ્ન પછયો અને રાજા ચપ રહ્યો.
ત્રીજી વખત છોકરાએ રાજાને હલાવીને પૃછયું કે તમે મને કોને આહુતિમાં આપવાના છો ? રાજા ખુબ જ ગુસ્સે થઈ ગયો અને ઉતાવળમાં બકી માર્યું; "હું તને યમરાજને આપી દઈશ. તું યમ પાસે જા."
કોઈ સામાન્ય છોકરો હોત તો, તેણે કહ્યું હોત; "હું શા માટે જાઉં? તમે પૂરી જીદગી જીવી લીધી છે તમે જાવ!"
પરંત્ નચિકેતા ખૂબ જ લાગણીશીલ અને વચનપાલક છોકરો હતો.
વચન પાલન અને પ્રામાણિકતા તેના પર ભૂતની જેમ સવાર હતી.
તેના પિતાના શબ્દોનું માન રાખવા માટે, તેણે જઈને યમરાજને મળવાનો નિશ્ચય કર્યો.
યાદ રાખો : નચિકેતા પૂથ્વી પરનો પહેલો અને છેલ્લો વ્યક્તિ હતો જે જઈને યમને મળ્યો હતો. સામાન્ય રીતે યમ લોકોને મળવા આવે છે. પહેલી જ વખત નચિકેતા યમને મળવા જાય છે.
તે યમના દરબારમાં પહોંચ્યો. પરંતુ યમ ત્યાં નહોતા !
તે બહાર ગયા હતા.
નચિકેતાએ ત્રણ દિવસ સુધી રાહ જોઈ.
અહીં એક વાત સમજી લો : આ વાર્તામાં મુખ્ય બિંદ્દ પર એક મહાન સત્ય સ્થાપિત થયું છે. અહીં આપણે જયારે મૃત્યુની શોધમાં જઈએ છીએ, અથવા આપણાંમાં મૃત્યુની સામે ઊભા રહેવાની હિંમત હોય છે ત્યારે જ આપણે જાણીએ છીએ કે મૃત્યુ ત્યાં નથી હોતું.
ત્રણ દિવસ પછી યમ પાછા આવ્યા.
તેમના નોકરો એ તેમને કહ્યું કે એક છોકરો તમારી ત્રણ દિવસથી રાહ જુએ છે.
યમ નચિકેતાને જોવા દોડી ગયા.
તેને આવકારવા તે હાજર નહોતા તે બદલ માફી માંગી.
આગળ તેમણે કહ્યું; "તારે ત્રણ દિવસ રાહ જોવી પડી છે, માટે હું તને ત્રણ વરદાન આપું છું તને જે જોઈએ તે ત્રણ વરદાન માંગી લે. હું તને આપીશ.
નચિકેતા માટે મૃત્યુ ભગવાન બની ગયું. જેણે ત્રણ વરદાન માગવાનું કહ્યું ! તેણે ત્રણ વરદાન માંગ્યા.
પહેલું વરદાન હતું; "મારા પિતાના બધાં જ પાપો ધોઈ નાંખવામાં આવે."
યમે કહ્યું; "તથાસ્તુ."
તેણે બીજું વરદાન માંગ્યું; "હું તમને મળીને પાછો જાઉં ત્યારે મારા પિતા મારો સ્વીકાર કરે."
યમે આ વરદાન પણ આપ્યું.
ત્રીજું વરદાન માંગ્યું. "મને કહો મૃત્યુ પછી શું બને છે ? કોઈ કહે છે, માણસ મૃત્યુ પછી જીવે છે. કોઈ કહે છે. મૃત્યુ પછી માણસ જીવતો નથી. સત્ય શું છે ?"
નચિકેતાનો પ્રશ્ન સાંભળીને યમ આઘાત પામી ગયા.
તેમણે તેને કહ્યું; "મહેરબાની કરીને મને આ પ્રશ્ન ન પૂછ. તું મને મૃત્યુનું અંતિમ રહસ્ય પૂછી રહ્યો છે જે હું તને આપી નહીં શકું. જો હું તને તે આપી દઈશ, તો તું એન્લાઈટેન્ડ થઈ જઈશ. તને જોઈએ તો હું તને અમાપ સંપત્તિનો સ્વામી બનાવી દઉં. પરંતુ આ પ્રશ્ન ન પૂછ."
પરંતુ નચિકેતા દેઢ રહ્યો.
તેણે કહ્યું, ''જો હું આ બધી સંપત્તિ તમારી પાસેથી લઈશ તો પણ હું સો વરસથી હજાર વરસ સુધી તેનો ફકત ટ્રસ્ટી બની રહીશ. બસ આટલું જ. મારે તમારા દરબારમાં એક જ વખત આવવાનું છે, સમય પુરો થઈ ગયો છે ! મારા માટ તેનો કશો જ ઉપયોગ નથી. માટે તેના બદલામાં મને મહેરબાની કરીને મૃત્યુનું રહસ્ય આપો.
યમરાજાએ છોકરાની પુખ્તતા અને સત્ય જાણવા માટેની વચન બધ્ધતા જોઈ.
તેણે છોકરાને મૃત્યુનો પ્રત્યક્ષ જાગ્રત અનુભવ આપવાનું નક્કી કર્યું.
યમ, છોકરાને જે અનુભવમાં લઈ ગયા, તે અનુભવ છોકરા માટે આત્માનો અનુભવ બની ગયો અને નચિકેતા ખીલીને એન્લાઇટેન્ડ થઈ ગયો.
'ઉપનિષદ'ની આ અતિ સુંદર વાર્તા છે. આ વાર્તા હકીકત છે કે નહીં તેનું વિશ્લેષણ ના કરતાં. તેનો ઇતિહાસ અને તારીખો શોધવાનું ચાલુ ના કરતાં. તે સત્ય નું ઉદ્દઘાટન કરે છે. આટલું પુરતું છે. તે સત્ય સુધી પહોંચવાની સીડી છે, તેને પકડીને લટકી રહીને સત્ય ચૂકી જવાને બદલે, તેનો ઉપયોગ કરીને સત્ય સુધી પહોંચી જાવ.
મૃત્યુ મહાન ગુરુ છે, તે પોતે જ એન્લાઈટેન્મેન્ટ આપે છે. સામાન્ય રીતે આપણી જીંદગીમાં મૃત્યુ જ એવી બાબત
છે જે બરાબર યોગ્ય સમયે આવે છે ! આપણે વધારાની એક સેકંડ માટે પણ તેને રોકી શકતાં નથી. અને આપણી જુદગીમાં મૃત્યુ આપણી પાસેથી બધું જ લઈ લે છે. આપણા સંબંધીઓ, આપણી સંપત્તિ બધું જ. પરંતુ નચિકેતા માટે, મૃત્યુ તેને બધું જ આપે છે અને એન્લાટેનમેન્ટ પણ ! આવો પક્ષપાત શા માટે ? આપણી અને નચિકેતા વચ્ચે શો ફરક છે ?
ફકત, એક જ કારણ છે. આપણે બધાં મુત્યુથી દૂર ભાગીએ છીએ, જયારે નચિકેતા તેનો સામનો કરે છે.
આ અદ્રભૂત વાર્તામાંથી ચાર બાબતો સમજવાની જરૂર છે. પહેલી બાબતઃ આપણે જ્યારે મૃત્યુને શોધવા જઈએ છીએ, તેની સામે ઊભા રહીએ છીએ, ત્યારે તે ત્યાં હોતું નથી. બીજી બાબત : મૃત્યુ ત્યાં હોય તો પણ, આપણે તેને જેટલું ભયાનક માનીએ છીએ એટલું એ નથી. તે પ્રેમાળ અને કઈંક આપનારૂં છે. ત્રીજી બાબત : મૃત્યુ સૌથી મહાન ગુરુ છે. ચોથી બાબત : મૃત્યુ એ બાબત છે જે આપણને અંતિમ ભેટ આપે છે. એન્લાઈટેનમેન્ટ !
ગમે તેમ હોય, પણ મોટા ભાગના લોકોની જીદગી 'સ્વાષિષ્ઠાન ચક્ર'થી ઉપર આગળ જતી નથી. જીંદગી ક્યારેય મૃત્યુના ભયથી ઉપર જતી નથી. આપણે 'મુલાધાર' અને 'સ્વાધિષ્ઠાન' ચક્રની વચ્ચે જ જીવીએ છીએ અને મરી જઈએ છીએ - ઈચ્છાઓ અને ભયની વચ્ચે. આપણે જીવનનો બીજો કોઈ રસ્તો જાણતાં નથી; અથવા આપણાંમા જીદગીના બીજા કોઈ રસ્તે જવાની હિંમત નથી.
પહેલાંના સમયમાં લોકો જે રીતે સલામતીની ભાવના વગર જીવતાં હતાં. આજે આપણે પણ એમ જ જીવીએ છીએ. એ લોકો જો રણ મેદાનમાં હારી જતાં હતાં, તો બસ લાંબી અણીદાર વસ્તુથી પોતાનું 'સ્વાધિષ્ઠાન ચક્ર' વીધી નાખતા હતાં. આ ઉચ્ચ પ્રકારની વ્યવહારુ રીત હતી. જેનાથી 'સ્વાધિષ્ઠાન ચક્ર' માં રહેલી જીવન શક્તિ મુક્ત થઈ જતી હતી, પરિણામે ક્ષણ માત્રમાં પીડા રહિત મૃત્યુ થઈ જતું હતું. આ પધ્ધતિ જાપાનમાં હારા-કીરીના નામથી ઓળખાતી હતી.
આપણે બધાં જ સતત મૃત્યુના ભયમાં જીવીએ છીએ, આપણે તેમાંથી ગમે તે કિંમતે છટકી જવા માંગીએ છીએ, મત્યુ ને આપણે મહાન દુશ્મન તરીકે જોઈએ છીએ.
સોક્રેટીસ વિષેની એક નાની વાર્તા :
સોક્રેટીસને હેમલોક નામની ઝેરી વનસ્પતિનો રસ પીવાની ફરજ પાડીને મારી નંખાયો હતો. તેણે ઝેર પીધું તે પહેલાં જ તેના એક શિષ્યે તેને પૂછવું; "ગુરુજી તમને મોતનો ડર નથી લાગતો ? તમે એકદમ શાંત દેખાવ છો ?"
સોક્રેટીસે જવાબ આપ્યો; "મને ડર શા માટ લાગવો જોઈએ ? હું જાણું છું કે મૃત્યુથી ફકત બે જ બાબતો બની શકે છે. કાં તો હું કોઈ બીજા સ્વરૂપે અથવા બીજા નામથી અસ્તિત્વમાં હોઈશ અથવા તો મૃત્યુ પછી મારૂં અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. પહેલા કેસમાં ચિતા કરવા જેવું કશું જ નથી. પછીના કેસમાં હું જ નહીં હોઉં તો ચિંતા કોણ કરશે? માટે એકપણ રીતે ડરવાનું કોઈ કારણ નથી."
સોક્રેટીસ મૃત્યુથી તદ્દન નિર્ભય હતો, કારણ કે તેની પાસે મૃત્યુ અને તેના પરિણામોની સ્પષ્ટ સમજણ હતી. મૃત્યુને હંમેશા સાતત્વને તોડનારૂં માનવામાં આવે છે એટલે જ લોકો તેને જોઈને દ્વ:ખી થાય છે. મૃત્યુની પાયાની સમજવામાં જ ખામી છે.
મૃત્યુ ક્યારેય સાતત્વને તોડતું નથી. તે બીજા સ્વરૂપ સાથે સાતત્યમાં લઈ જાય છે અથવા બસ, મુક્તિ છે. આટલું જ. માણસ જ્યારે આ વાત સમજી જાય છે ત્યારે તેને લાગે છે કે. આ વાત પર દુ:ખી થવું કેટલું મૂર્ખતા ભર્યું છે. માણસ પોતાના ભૌતિક સ્વરૂપ સાથે ગાઠ રીતે જોડાયેલો હોય છે. માટે જ તેને વધારે દુ:ખ લાગે છે. શરીર તો ફકત આત્માનું વાહન છે. આ બાબતને સ્પષ્ટતાથી સમજી લેવાની જરૂર છે.
અને આમ આ પૂથ્વી પર માણસ માટે જો કોઈ એક વાત ચોક્કસ હોય તો તે મૃત્યુ છે, હકીકતમાં તે જ્યારે આવે છે. અણધાર્યું જ આવે છે. માણસ વિષે આ સૌથી વધારે આકસ્મિક ઘટના છે.
એક નાની વાર્તા :
એક મહિલા તેનો ૧૦૦મો જન્મ દિવસ ઉજવી રહી હતી.
આ પ્રસંગ તેનું આખું કુટુંબ ભેગું થયું હતું.
તેઓ કટંબીઓ અને મિત્રો તરફથી મળેલી ભેટો ખોલીને જોઈ રહ્યાં હતાં. અને અભિનંદનના કાર્ડ વાંચી રહ્યાં હતાં.
તેમણે મહિલાને તેની એક ૯૪ વરસની બહેનપણીનું કાર્ડ બતાવ્યું.
મહિલાએ તીણે સાદે ચીસ પાડી; "અરે ભગવાન આ હજૂ પણ જીવે છે !"
આપણે દરેકના મૃત્યુ માટે વાત કરીએ છીએ, સિવાય કે આપણું પોતાનું ! આપણે બધાં આ મહિલા જેવાં છીએ આપણાં પોતાના મૃત્યુ સિવાય આપણે જીદગીમાં બધું જ સ્વીકારવા તૈયાર હોઈએ છીએ. વક્રતાએ છે કે જીવનમાં મૃત્યુ સિવાય દરેક બાબત અચોક્કસ હોય છે. ફકત મૃત્યુ જ એક એવી બાબત છે જે ચોક્કસ છે. પરંતુ આપણે બધાં જ એક વાક્ય કાયમ બોલતાં હોઇએ છીએ છીએ કે વહેલાં કે મોડા મરવાનું જ છે ને !
ભગવાન રમણ મહર્ષિએ સભાન અવસ્થામાં મૃત્યુના અનુભવમાંથી પસાર થઈને એન્લાઈટેનમેન્ટ પ્રાપ્ત કર્યું હતું.
જયારે રમણ યુવાન હતા, ત્યારે એક દિવસ મદ્દરાઈમાં તેમના કાકાને ત્યાં તેઓ પથારીમાં સતત હતા.
એકાએક તમને એવી લગાણી થઈ કે તે મરી રહ્યા છે ! તેમણે અનુભવ્યું કે મૃત્યુ તેમની ઉપર આવી રહ્યું છે.
તેમની પાસે બે પસંદગી હતી. કાં તો લાગણીનો પ્રતિકાર કરવો અથવા તેને સ્વીકારીને તેમાંથી પસાર થવું.
સામાન્ય રીતે લોકો મૃત્યુનો પ્રતિકાર કરે છે. તેથી તેઓ કોમામાં જતા રહ્યા અને અભાન સ્થિતિમાં જ દેહ છોડી દીધો.
આપણાંના ૯૯% શરીરની અંદર અભાન સ્થિતિમાં જ રહીએ છીએ !
આપણે જન્મની ક્ષણથી જ જાણીએ છીએ કે, જીવનની પરાકાષા મૃત્યુ છે, છતાં આપણે ક્યારેય તૈયાર હોતાં નથી.
કમ સે કમ એક વખત તમે જો જાગત અવસ્થામાં તેમાંથી પસાર થાવ તો. તેનો ડર આપોઆપ જતો રહેશે.
રમણમાં એટલી હિંમત હતી કે તેમણે મૃત્યુના અનુભવમાંથી પસાર થવાનું પસંદ કર્યું. તેમણે તે લાગણીને સહકાર આપ્યો.
તેમણે મૃત્યુ થવા દીધું. તેમણે નક્કી કર્યું કે મૃત્યુ દરમ્યાન શું બને છે તે જોવું છે. તેમણે પોતાના શરીરના એક પછી એક ભાગને મરતાં જોયાં. તેમણે પોતાના શરીરને રાખ બની જતું જોયું.
એકાએક તેમને ખ્યાલ આવ્યો કે મૃત્યુ પછી પણ કંઈક બચી જાય છે; કંઇક એવું કે જેનો નાશ કરી શકાતો નથી. તેમને ચોટ લાગી ગઈ કે તેઓ આ સમયે શુધ્ધ જાગૃતતામાં છે, મન અને શરીરની ઉપર, તેઓ આખી વાતના ફકત સાક્ષી જ હતાં !
આ જ્ઞાન પ્રચંડ અને અસાધારણ હતું, અને તે તેમનામાં કાયમ રહ્યું. પછી તેઓ જયારે તેમના શરીરમાં પાછા પ્રવેશ્વા ત્યારે તેઓ ભગવાન રમણ મહર્ષિ હતા. એન્લાઇટેન્ડ ગુરુ.
તમે જયારે મૃત્યુના ભયને જીતી લો છો. તમે સ્વયં મૃત્યુને જીતી લો છો. કારણ કે મૃત્યુ એક વધારે કલ્પના જ છે! જેવી રીતે આપણી 'મુલાધાર ચક્ર'માં રહેલી વાસનાઓ આપણને દુનિયાને તે છે અને તેના કરતાં વધારે સુંદર છે તેવી કલ્પનાઓ કરાવે છે, તેવી જ રીતે અહીં મૃત્યુનો ભય આપણને તે જે છે તેનાથી વધારે ભયાનક કલ્પનાઓ કરાવે છે.
આપણે લાલસા અને ભયના ચશ્મા પહેરી રાખ્યા છે. એટલે આપણે વાસ્તવિકતા જોઈ શકતાં નથી. તમે જયારે મનોવૈજ્ઞાનિક રીતે મૃત્યુનો અનુભવ કરો છો, ત્યારે તમારા 'સ્વાષિષ્ઠાન ચક્ર' માં મૃત્યુના ભયથી બંધ થઈ ગયેલી શક્તિને મુક્ત કરો છો. જયારે 'સ્વાધિષ્ઠાન' ખુલી જાય છે. ત્યારે પૂરી જીદગીની ગુણવત્તા બદલી જાય છે.
મૃત્યુ પછી તમારૂં બીજા સ્વરૂપે સાતત્વ ટકી રહે છે, એવું સ્વીકારવાની તમારી ક્ષમતાને કારણે તમારા જીવનમાં આનંદમાં પરિવર્તન થવાની ક્ષમતા આવી જાય છે. તમારું શરીર રીલેક્સ થઈ જાય છે; તમારી જાગતતા વિસ્તરે છે; તમારા જીવનની ક્ષમતા વિસ્તરે છે. તમે તેને સ્વીકારો, તમારા અર્ધજ્રગૃત મનમાં મૃત્યુનો ભય લટકતો જ રહે છે. મૃત્યુ અને તેના ભયને સમજી લેવાથી, તમારૂં જીવન સમૂધ્ધ બની જાય છે. અને જીવન માટે આજ મહત્વની બાબત છે.
પરંતુ આ બધું તમને હું અત્યારે કહીશ તો તે તમારા માનવામાં નહીં આવે તમે વિચારશો કે હું વ્યવહારું વાતો કરી રહ્યો ધ્વૃં.
એક નાની વાર્તા :
એક માણસ આંધળો જ જન્મયો હતો પરંતુ ડોક્ટરે તેને સાજો કરી દેવાની ખાત્રી આપી હતી.
ડોક્ટરે તેને ખાત્રી આપી: "આ ઓપરેશન પછી તમે જોઈ શકશો ! તમારે હવે વધારે સમય લાકડીનો ઉપયોગ નહીં કરવો પડે !"
આ સાંભળીને આંધળો માણસ ડરવા લાગ્યો.
તેણે કહ્યું; "ડોક્ટર, હું સમજી ગયો કે હું જોઈ શકીશ. પરંતુ મારી લાકડી વગર હું ચાલી શકું તે કેવી રીતે બની શકે ? "
લાકડી આંધળા માણસનો એવો અતુટ હિસ્સો બની ગઈ હતી કે, એક વખત તેને દેષ્ટિ મળી જાય પછી હકીકતમાં તેને લાકડીની જરૂર જ પડવાની નથી. એ વાત તેના ધ્યાનમાં જ નહોતી આવતી. તમે તેને કઈ રીતે સમજાવી શકો કે તમે દેખતાં થઈ જાવ પછી તમને લાકડીની જરૂર નથી પડતી ? તે હજુ પણ ડરતો હતો. તો પછી તમે એટલું જ કરી શકો કે તેનું ઓપરેશન કરી નાંખો અને તેને જાતે જ અનુભવ કરવા દો કે લાકડીની જરૂર નથી. તે પોતે જ લાકડી ફેંકી દેશે !
આવી જ રીતે, જો હું તમને કહીશ : બધા ભય મોતના અંતિમ ભય સાથે વણાયેલા છે. તમારો આત્મા તો અમર છે. ફકત તમારૂં શરીર જ નાશ પામે છે અને આવું બીજું બધું. તમે હજું પણ મૂળભૂત ભયને, વિટળાયેલા ભયને પકડી રાખશો, કારણ કે તમને મૃત્યુનો અનુભવ નથી !
જ્યાં સુધી તમે મૃત્યુનો જાગ્રતતાથી અનુભવ નહીં કરો, ત્યાં સુધી ભય તમને છોડશે નહીં, પરંતુ તમે એક બાબત કરી શકો છો. વારવાર આ શબ્દો સાંભળો; તેના વિષે દઢ માન્યતાનો વિકાસ કરો; તમારા નાના મોટા દરેક ભય મૃત્યુ સાથે કઈ રીતે સંકળાયેલા છે તે જોવાનો પ્રયત્ન કરો; તમારી રોજીદી જીદગીના ભય વિશે સ્પષ્ટતા લાવો; બધા જ ભય એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તે જુઓ; તમારા ભય પ્રત્યે જાગૃતતા લાવો; પછી તેમાં તમે ઊંડા ઉતરી શકશો અને સત્યની નજીક પહોંચી શકશો.
આપણે આપણા બધા જ ભયને પાંચ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકીએ : પહેલો પ્રકાર : આપણી સંપત્તિ. સગવડો. નામ અને કિર્તી અને બીજી બહારની ભૌતિક બાબતો ગુમાવી દેવાનો ભય. બીજો પ્રકાર : આપપૂં સ્વાસ્થ્ય બગડવાનો, કોઈ એક્સીડેન્ટ અથવા રોગથી શરીરનો કોઈભાગ ગુમાવી દેવાનો, આપણા શારીરિક સ્વાસ્થ્ય ને લાગતો ભય. ત્રીજો પ્રકાર : આપણી માનસિક સ્થિતરતા, માનસિક સ્વસ્થતા ગુમાવી દેવાનો ભય. ચોથો પ્રકાર : આપણે જેને ચાહતાં હોઈએ તેમને ગુમાવી દેવાનો, તેમનો પ્રેમ ગુમાવી દેવાનો ભય. પાંચમો પ્રકાર : અજાણ્યા ભય – જેવાં કે ભગવાનનો ભય, ભૂતનો ભય અને મૃત્યુનો ભય.
જો તમે હકીકતમાં પાંચેય પ્રકારના ભયનું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરો તો બધાં જ ભય ફકત મૃત્યુના ભય છે. બધાં પોતાને અલગ અલગ રસ્તે પ્રગટ કરે છે. બસ આટલું જ.
લોકોને મૃત્યુનો ભય લાગવાનું મુખ્ય કારણ એ હોય છે કે, તેઓ તેમની જીદગીને પૂર્ણતાથી જીવ્યા નથી હોતાં. તેઓ ડરે છે કે જીવનમાં પૂરેપૂરું જીવ્યા નથી, તેને છોડી દેવું પડશે. તેમને આવું લાગે છે, કારણ કે તેઓ પોતાની આખી જીંદગી ભૂતકાળની યાદોમાં અને ભવિષ્યની ઉત્તેજનાઓમાં, બીજાઓ માટે જીવ્યા હોય છે. ક્યારેય વર્તમાનકાળમાં જીવ્યા હોતા નથી.
આપણી ક્રિયાઓ એકબીજાના અહંમુને ખેંચવા માટે અને ધક્કો મારવા માટેની હોય છે, એકબીજાની ઈચ્છાઓ અને લાગણીઓને પૂરી કરવાની હોય છે. તમે જો તમારી જીંદગીનું ગહનતાથી વિશ્વેષણ કરશો તો તમે સમજી શકશો કે હું શું કહેવાનો પ્રયત્ન કરું છું. તમારા માતા-પિતા જયાંથી હટી જાય છે ત્યાંથી તમે તમારી જંદગી શરૂ કરો છો, તમે સરળતાથી ઇચ્છાઓ, દોષભાવનાઓ, ભય વગેરેને માથા પર ઓઢી લો છો. આ બધું તમારી જૂની પેઢીએ તમને આપ્યું હોય છે અને તમે જતી વખત તમારા પછીની પેઢીને આપતાં જાવ છો. બસ આટલું જ. તમે ક્યારેય પૂર્ણતાથી જીવ્યા નથી.
મારી દ્રષ્ટિએ પૂર્ણતાથી જીવવું એટલે વધારે સ્પષ્ટતાથી જીવવાનો પ્રયત્ન કરવો. બસ આટલૂં જ. બીજા લોકોને ખ્યાલ આવવા દેવો કે તેઓ તમારા પર શું લાદી રહ્યા છે. આવી સ્પષ્ટતા આવવાથી તમારી ઇચ્છાઓ શૂં છે તે તમે સાફ રીતે સમજી શકશો. અને બીજાઓ તેમની ઇચ્છાઓ તમારા ઉપર લાદી દે છે તેને સમજી શકશો, ઉપરાંત તમે બીજાઓ પાસેથી ઉછીની લીધેલી ઇચ્છાઓ કઈ કઈ છે. તે જાણી શકશો.
ઇચ્છાઓનો પહેલો ભાગ કોઈ વ્યક્તિ અથવા મિલ્કતને નુકસાન પહોંચાડ્યા વગર જ પૂરો કરવાની જરૂર છે. અને બીજા બે ભાગને સ્પષ્ટતાની મદદ છોડી દેવાની જરૂર છે.
જો તમે આ રસ્તે જીવશો તો તમારે બીજા લોકોની વધારે પડતી ઇચ્છાઓ પૂરી કરવી નહીં પડે અને તમે બીજાની જંદગી વધારે જીવતાં નહીં હો. તમે તમારી પોતાની જીદગી જ જીવતાં હશો, અને પૂર્ણતાનો અનુભવ કરશો, અને જયારે મૃત્યુ આવશે ત્યારે મરવા માટે પરેપૂરા તૈયાર હશો. તમને કોઈ છૂપાયેલા ભયની મુંઝવણો અથવા મૃત્યુનો ભય નહીં હોય. હું તમને સ્વાર્થી બની જવાનું નથી કહેતો, હું ફકત તમને આખી બાબતમાં સ્પષ્ટતા લાવવાનું કહું દર્શું .
એક વખતે એક રાજાએ એક ઝેન સાધુને મારી નાંખવાનો હુકમ કર્યો. તેને બીજે દિવસે મારી નાંખવાનો હતો.
સાધુ ગંભીર અને શાંત જ રહ્યો.
સાધુના શિષ્યો સાધુની શાંતિથી નવાઇ પામી ગયા અને તેમાંના એકે પૂછપું; "તમને ખ્યાલ છે તમે ફકત ચોવીક કલાક જ જીવવાના છો ? તમને ૩૨ નથી લાગતો ?"
સાધુએ શાંતિથી જવાબ આપ્યો; "હું જીવ્યો છૂં, તેથી મને મરવાની બીક નથી લાગતી."
તેનો કહેવાનો મતલબ છે; "હું જીદગીની ક્ષણને પૂરેપૂરી જીવ્યો છૂં. મારા માટે એક એક ક્ષણ ઘણી બધી બની ગઈ હતી ! મારે ડરવું શું કામ જોઈએ ?"
તમે જો ગહનતાથી જોશો તો તમને ખ્યાલ આવશે કે, આપણામાંના મોટાભાગનાં મરવાથી ડરતાં નથી, પરંતુ આપણે આપણી જીદગી પરેપરી જીવ્યા નથી તે વાતથી ડરીએ છીએ. આપણે એ વાતથી ડરીએ છીએ કે આપણે કહેવાતું જ જીવ્યા છીએ. આપણને આખી બાબત પ્રત્યે સમજાવી ના શકાય તેવા ખેદનો અનુભવ થાય છે. આપણને એવું લાગે છે કે આપણે જેવું જીવું જીર્વગું જીવન આપણે જીવ્યા નથી; આપણને પરિપૂર્ણતાની લાગણી થતી નથી. અને અહીંથી જ મૃત્યુના ભયની શરૂઆત થાય છે.
બીજાઓ માટે સતત સમાધાનો કરીને આપણી જીંદગી જીવવી તે આપણો સ્વભાવ નથી ; સમાજે તૈયાર કરેલા બીબાંમાં ઢળી જવાનો આપણો સ્વભાવ નથી. અને આ બધી બાબતોને લીધે આપણને જીદગી અધૃરી લાગે છે ! જીવનનો ભય, મત્યુનાં ભયનું પ્રતિબિંબ થઈને સામે આવે છે.
તમે જેટલાં શક્ય હોય તેટલાં તમારાપણાંની ગહનતાથી જીવો. તમારામાં પૂરા સંતોષથી જીવો. તમારો મૃત્યુનો ભય જતો રહેશે.
અને એક વધારે વાત : તમે જયારે કોઈપણ લાગણીઓના ઓથાર વગર, તમારી લાગણીઓની પૂરી સ્પષ્ટતા અને પૂર્ણતાથી, સમગ્રપણે જીવો છો ત્યારે તમને તમારૂં ફ્રટૂંબ કે સગાસંબંધીઓને ગુમાવી દેવાનો ભય પણ લાગતો નથી.
તમે સમજો : તમને બીજી વ્યક્તિને ગુમવી દેવાનો ભય એટલા માટે લાગે છે કે તમને એવું લાગે છે કે તમે જવનમાં સંબંધોને પરો ન્યાય નથી આપી શક્યા: તમે તેમાં પર્ણ પણે રહી નથી શક્યા: તમે તેને જતું કરવા તૈયાર નથી. શારીરિક રીતે છૂટા પડવું તે ભયનું ફકત એક જ પાસું છે; અરૂં કારણ સંબંધોમાં અપૂર્ણતા હોય છે.
સંબંધોમાં 'ન્યાય' આપી શકવો શબ્દ એટલા માટે આવે છે કે, તમને હંમેશા એવું શીખવવામાં આવ્યું છે કે ફકત બીજાઓને માટે જીવો, તેમની જરૂરીયાતો અને ઇચ્છાઓ પૂરી કરો. આ બધી બાબતોને લીધે જ તમને સંબંધોનો ન્યાય તોળવાની જરૂરીયાત લાગે છે. જો તમે આ બાબતો ન કરો તો તમે દોષ અને ભયના વર્તુળમાં ફસાઈ જાવ છો. જો તમે બસ સમગ્રતાથી જીવો, સમાજની આખી રમત ને પૂરી સ્પષ્ટતાથી સમજીને જીવો, તો તમે ક્યારેય આવી બળજબરીમાં નહીં જકડાવ.
સંબંધોમાંથી પ્રેમ ગુમાવ્યા વગર પણ તમે ભરપૂર રીતે જીવી શકો 'અનાહત ચક્ર'ની વાત કરી ત્વારે આ બાબતની ચર્ચા કરી છે. સંબંધોને ન્યાય ન આપી શક્યાની દોષ ભાવનાને લીધે આપણને ભૌતિક રીતે વિષુટા પડી જવાનો ડર લાગે છે. જો તમે સંબંધોમાં લેણ-દેશની વાત લાવ્યા વગર, શુધ્ધ પ્રેમની શક્તિથી, પૂરી સમગ્રતાથી જીવો તો ત્યાં દોષ ભાવના કે ડર માટે જગ્યા જ નથી હોતી. જો માણસ મૃત્યુ પામશે તો પણ તમારો પ્રેમ સતત તેના માટે વહ્યા કરશે, ક્યારેય જુદા પડવાના ભય વગર. બસ આટલું જ.
તમે જયારે કોઈ વ્યક્તિ સાથે જીવતા હો ત્યારે, પૂરી સ્પષ્ટતા સાથે જીવવનો પ્રયત્ન કરો. મોટેભાગે અસલામતીની ભાવના અને એકબીજ્ઞને ગુમાવી દેવાનો સતત લટકતા ભયને કારણે સંબંધોને ખૂબ જ સહન કરવું પડે છે. તમે જો ગહનતાથી સંબંધોમાં રહેલાં ભયનું વિશ્લેષણ કરશો તો તમને સમજાઈ જશે કે આપણા સંબંધો વ્યવહારીક પ્રકારના સંબંધો છે, માટે જ ત્યાં ભય છે.
પતિ પત્તિનાં સંબંધોમાં એવો ભય રહે છે કે બેમાંથી એક બહાર બીજે જશે તો, માતા અને પુત્ર વચ્ચે એવો ભય હોય છે કે પુત્ર તેની પત્ની પ્રત્યે વધાન આપવા માંડશે તો, પિતા અને પુત્ર વચ્ચે એવો ભય હોય છે કે પુત્ર મારા સંસ્કારોનો વારસો નહીં જાળવે તો, અથવા મારા ફ્રટુંબની આબરૂ નહીં સાચવે તો.
આવી રીતે દરેક સંબંધોમાં મુળભૃત અપેક્ષાઓ હોય છે, તેને સંતોષીને જેનું રક્ષણ કરવાનું હોય છે. અને આ જ બાબત ભય પેદા કરે છે. હું તમને કહું છું : તમે કોઈપણ સંબંધને પૂરેપૂરો સંતોષ ક્યારેય આપી શકો નહીં. કોઈએ પોતાના આખા કુટુંબને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો હોય છે તો તે કમરથી પૂરેપુરો તૂટી ગયો હોય છે.
જે સંબંધો શુધ્ધ પ્રેમના પાયા પર બંધાયેલાં હોય, કોઈપણ છાપ હેતુ વગર હોય, તો આ પ્રેમ આપણે જે 'અનાહત ચક્ર' વખતે ચર્ચા કરી હતી તેવો હોય છે, જેમાં ક્યાંય ભયનું તત્ત્વ હોતું જ નથી.
તમે જાણતાં નથી કે ભયમાંથી પ્રેમમાં જવાથી કેવી અદ્રભૃત મુક્તિનો અનુભવ થાય છે. ભય હંમેશા બંધનમાં રાખે છે. પ્રેમ હંમેશા મુક્તિ આપે છે. પરંતુ જો સમાજ તમારામાં ભય પેદા નહીં કરે તો તમે તેનું સાંભળશો નહીં અને તેથી તે બધા જ પ્રયાસો કરીને કોઈપણ અર્થોમાં તમારામાં ભય પેદા કરે છે. જેવાં કે અસલામતી, નિયંત્રણો, પૂજાભક્તિ અને બીજું શું શું નહીં.
સમાજ તમને સંત બનાવી દેવા માંગે છે. એવો સંત કે જે હંમેશા દરેક બાબતો અને અસ્તિત્વથી ડર્યા કરે. હું અહીં તમને સંત બનાવવા માટે નથી. હું તમને આનંદપૂર્ણ બનાવવા માટે છું. તમે જયારે દિવ્ય આનંદમાં હો છો, ત્યારે, તમે જીવનથી ભરપુર, જીવંત અને જાગ્રત હો છો.
ભય, ગમે તે રીતે આપણાં સંબંધોમાં ઈર્ષાનું સ્વરૂપ પકડી લે છે. આપણી દરેક ક્રિયાઓ અને લાગણીઓમાં ભય છુપાયેલી સંવેદના છે. ઈર્ષા, ગુસ્સો, લાલસા આ બધી જ લાગણીઓનાં મૂળ ભયમાં રહેલાં છે. પરંતુ આપણે આ બાબતમાં જાગ્રત હોતાં નથી. આપણે નથી જાણતાં કે આ બધાનું મુળ કારણ ભય છે. આ જ સમસ્યા છે. માટે જ આપણી જીવન શૈલીને લાગેવળગે છે ત્યાં સુધી આપણે અંધારામાં જ રહેવાનું ચાલુ રાખીએ છીએ. માટે જ આપણાં સંબંધો ત્રાસમાં ફેરવાઈ જાય છે.
સમજી લો : ભય અને પ્રેમ ક્યારેય સાથે રહી શકે નહીં. જો સંબંધોમાં શુધ્ધ પ્રેમ હોય, તો ત્યાં ક્યારેય ભય હોઈ શકે નહીં. જો ત્યાં ભય હોય,તો ત્યાં ક્યારેય શુધ્ધ પ્રેમ હોઈ શકે જ નહીં. સ્પષ્ટતાથી સમજી લો. જયાં સંબંધોમાં અમુક સ્થાપિત હિતો હોય છે; જ્યાં કોઈક હેતુ હોય છે, કંઈક વસ્તુલક્ષીતા, કંઈક સલામતીની અપેક્ષાઓ અથવા લાલસા અથવા કંઈક વળતર મેળવવાની ઇચ્છાઓ હોય છે. ત્યાં જ ભય હોય છે.
એક નાની છોકરીએ, એક દિવસ તેના પિતાને પૂછપું; "પપ્પા, બાંયધરી વાળું (Guaranteed) શબ્દનો અર્થ શું થાય ?"
પિતાએ જવાબ આપ્યો; "અમુક વસ્તુ સરસ રીતે બનાવેલી છે જે લાંબો સમય સુધી ચાલશે". તે રાત્રે સૂવા જતી વખતે છોકરીએ કહ્યું; "ગુડ નાઈટ ગેરન્ટીડ પપ્પા !"
આપણે બધાં જ આપણા જીવનમાં સતત સલામતી શોધતાં હોઈએ છીએ. પરંતુ આપણે એમ કહીએ છીએ કે આપણે સ્વતંત્રતા શોધીએ છીએ. જો આપણે સ્વતંત્રતા શોધતાં હોઈએ તો આપણે શા માટે સલામતી શોધીએ છીએ? ભય શા માટે હોય છે ? જ્યાં સુધી તમારામાં ભય હોય છે ત્યાં સુધી તમે સલામતની શોધ કરો છો. ત્યાં સુધી તમારે સ્વતંત્રતા જોઈએ, એમ કહીને તમે તમારી જાતને છેતરો છો.
ગુરુ જ એક એવી વ્યક્તિ છે જે તમને અસલામતીમાંથી ઉપર ઉઠાવી શકે. એ એક જ એવી વ્યક્તિ છે જે તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. માટે જ તમને તેની સાથે અસલામતી લાગે છે; તમે ડરો છો. સ્વતંત્રતા ડર પેદા કરે છે.
તમને બીજા સંબંધોમાં અંતિમ અસલામતી નહીં લાગે કારણ કે ત્યાં હંમેશ કંઈ લાલસાની ખેંચતાણ હોય છે, ભય અને ગુસ્સો તમને તમારા જાણીતા સંબંધોની ઘરેડમાં ગોઠવાયેલાં રાખે છે. પરંતુ ગુરુ સાથે તમે સંપૂર્ણ મુક્ત હો છો. તેથી તમે ડરો છો.
એક માણસ વીસ વરસથી જેલમાં હતો.
જેલમાંથી છૂટવાના દિવસે તે ખૂબજ ચિંતા અને તણાવમાં હતો.
જેલમાંથી તેના મિત્રે તેને પૂછયું; "તને શું થયું છે ? તું કેમ આટલો ચિંતિત દેખાય છે ?
માણસે જવાબ આપ્યો; "મને ડર લાગે છે. હું જયારે જેલની બહાર જઈશ ત્યારે શું કરીશ ?"
જેલે આ માણસ માટે એવી સલામતીની ઘરેડ પેદા કરી હતી કે, તેને ખબર નહોતી પડતી કે જેલની બહાર જઈને શું કરી શકાય ? સલામતિ અને ઘરેડોમાં પકડાઈ જવાનું આ જોખમ છે.
તમે જે સલામતીની શોધમાં છો, તેવી સલામતી ગુરુ તમને ક્યારેય નહીં આપે. તમે જેવી ઘરેડોની શોધમાં છો તેવી ઘરેડો પણ તે નહીં આપે. તમે જે સલામતીની શોધમાં છો, તે જયારે નહીં મળે ત્યારે તમે તમારી જાતમાં કેન્દ્રીત થઈને વિકસવા લાગશો; તમે નિર્ભયતાથી વિકાસ પામશો. કારણ કે તમારે કશું ગુમાવવાનું નથી હોતું અને તમને જયારે ખબર પડે છે કે તમારે કશું જ ગુમાવવાનું નથી. ત્યારે ત્યાં ભય રહેતો નથી.
તમારે કર્યું જ ગુમાવવાનું નથી તે બતાવવા માટે ગુરુ તમને અંતિમ અસલામતીમાં ફેંકે છે. તમારા તરફની ગહન કરૂણા માટે, તમારા વિકાસ માટેની ઊંડી લાગણી માટે, તે તમને સલામતી આપતા નથી. તમને જયારે ભૌતિક સલામતી મળતી નથી, ત્યારે જ તમે ભગવાનને શોધો છો: તમે અસિત્વને ઓળખો છો.
તમારા બધાંજ ભયનું કારણ એ છે કે, તમે સ્પષ્ટતાથી જાણતાં નથી કે તમારે કશું જ ગુમાવવાનું નથી. મૃત્યુ સાથેની એક જ નજીકની અથડામણ તમને બતાવે છે કે તમારે કશું જ ગુમાવવાનું નથી અને તમારા બધાં જ ભય પાયાવિહોણાં છે. ગુરુ તમને આ સમજણ એમની પોતાની રીતે આપે છે. બસ.
માટે ગુરુથી છૂટીને ભાગી જવાની કોશિશ ન કરો. તે, તમે હકીકતમાં જે છો તે બતાવવા માટે જ અહીં છે. તમારો મુળભૂત સ્વભાવ જ અભય છે. વરસોથી તમે ભય સાથે લઈને ફરો છો. ગુરુ તમારા ઉપર વરસોથી સ્થાપતિ થયેલાં પડોને તોડવાનો પ્રયત્ન કરે છે. બસ આટલું જ. જો તમે શ્રધ્ધા અને પ્રેમથી તેમને તમારી ઉપર કામ કરવા દો તો તમે તમારી આંખો સામે જ તમારૂં પરિવર્તન થયેલું જોઈ શકો છો. હું તમને મારા એક ઓળખીતા 'સ્વામી' વિષેની નાની વાર્તા કહું છૂં.
આ 'સ્વામી'ને પોતાના રૂમમાં ઘણી ધડીયાળો રાખવાની ટેવ હતી, અને અને દરેક ઘડીયાળ અલગ અલગ સમય બતાવતી હતી !
મેં તેને એક દિવસ આના વિષે પછયું.
તેણે જવાબ આપ્યો; "સમય મારો ગુરુ નથી. હું ગુરુ છૂં ! મારે જે સમય પસંદ કરવો હોય છે તેને તે સમય પ્રમાણેની ઘડીયાળમાંથી હું પસંદ કરી લઉ છૂં.''
આ 'સ્વામી'એ પોતાનું ભવિષ્ય લખ્યું હતું કે પોતે પોતાના શરીરનો ત્યાગ અમ્ક ચોક્કસ સમયે અને દિવસે કરવાના છે.
તેમના મૃત્યુના આગલા દિવસે તેમના બધાં શિષ્યોને પોતાની આજ્રુબાજુ ભેગા થઈને વેદની ઋચાઓની સ્તુતિઓ ગાવાનું કહ્યું.
તેમાં એક ગાવાવાળાને પોતાની સંગીતની શક્તિ વિષે ઘમંડ હતો. તે આવા પ્રસંગે ક્યારેય ગાતો નહીં. રિવાજ પ્રમાણે 'સ્વામી' એ કાગળ ઉપર કશુંક લખ્યું અને ચિઠ્ઠી તેની પાસે મોકલાવી.
શિષ્ય મનમાં રાજી થયો અને વિચાર્યું કે આમાં કોઈ ચોક્કસ ગીત માટેની ફરમાઈશ હશે.
તેણે ચિક્રી ખોલી અને સ્વામીએ લખેલું વાચ્યું; "મારા મૃત્યુ પછી મહેરબારી કરીને તમે ગાતા નહીં."
પોતાની મરણ પથારી પર પણ તે મજાકના મુડમાં હતાં !
મોડી રાતે તેમણે તેમના શિખ્યોને આશ્રમમાં રહેતાં અનાથોની કાળજી લેવાની સચનાઓ આપી. તેમણે કહ્યું: "ખાસ કરીને તમે બધાં મારી અંતિમ ક્રિયાની તૈયારીમાં રોકાયેલાં હશો. પેલા અનાથ બાળકોના ભોજનની વ્યવસ્થા કરવાનું ભૂલતાં નહીં !"
છેલ્લી મિનિટ સૂધી તેઓ જેમને પાછળ છોડીને જઈ રહ્યા હતાં તે લોકોનો તેમને ખ્યાલ હતો. બીજે દિવસે સવારે તેમણે જે ચોક્કસ સમય કહ્યો હતો એ જ સમયે તેમણે બધા સામે બન્ને હાથ જોડીને બધાને નમસ્કાર કર્યા અને હાથ ઢળી પડ્યા. બસ નાટકની જેમ જ!
મૃત્યુનો સામનો કરવાની કેવી સુંદર, શાંત અને હિંમત ભરી રીત ! આપણું અથવા આપણાં ફુટુંબીનું મૃત્યુ થાય ત્યારે મૃત્યુને આ રીતે જોવું એ જ સાચો રસ્તો છે. તમે જયારે આ સમજી જશો, તમારો ભયનો આખો ખ્યાલ જ ધીરેથી ઓગળી જશે, કારણ કે મે કહ્યું તેમ દરેક ભયની પાછળ મૃત્યુનો ભય છૂપાયેલો છે.
યસ ... કોઈ પ્રશ્નનો જવાબ જોઈએ છે ?
"માસ્ટરજી, શું સ્ત્રીઓ સાથે ભય સામાન્ય રીતે વધારે જોડાયેલો હોય છે ?"
તમે સમજો : પુરુષ મુખ્યત્વે 'મુલાધાર ચક્ર'માં પકડાયેલો હોય છે. અને સ્ત્રી મુખ્યત્વે 'સ્વાદીજાના ચક્ર'માં જકડાયેલી હોય છે. માટે પુરુષો વધારે વાસના યુક્ત હોય છે અને સ્ત્રીઓ વધારે ભયપુક્ત હોય છે. હકીકત એ છે કે બન્ને જાણે છે કે બન્ને તે માટે એકબીજાનો પોતાના સ્વાર્થ માટે ફાયદો ઉઠાવે છે!
પુરુષ જાણે છે કે સ્ત્રીની દુ:ખતી નસ કઈ છે. તે તેણીની અસલામતી અને ભય સાથે રમીને તેનો ફાયદો ઉઠાવે છે. આવી જ રીતે પુરુષની ચાવી શું છે તે સ્ત્રી જાણે છે ! તેણી પણ એવી જ રીતે પોતાની રમત રમીને પુરુષનો ફાયદો ઉઠાવે છે. દરેક લગ્નોમાં સતત આજ ચાલતું રહે છે.
હકીકતમાં હિન્દુ લગ્નવિધિઓમાં, સ્ત્રી અને પુરુષ, ભગવાનની સાક્ષી એ એવી પ્રતિજ્ઞા કરતાં હતાં કે, તેઓ એકબીજાના 'કર્મો' અતુપ્ત ક્રિયાઓ અને ઇચ્છાઓ સરળ રીતે પરાં કરશે. અને તે પણ આ જીવનમાં બીજાં વધારાનાં 'કર્મો' ભેગાં કર્યા વગર.
પરંતુ આજે, લોકો એ વિષે જાણતાં જ નથી કે તેમણે આવી પ્રતિજ્ઞા કરી છે. કારણ કે તેઓ લગ્નગ્રંથીથી જોડાંતા નથી; ગોર મહારાજ મંત્રો બોલે છે અને લગ્ન થઈ જાય છે !
તેઓ જે પ્રતિજ્ઞાઓ લેતાં હતાં તે ખરેખર અતિ સુંદર હતી. તમે સમજો. આપણે અગાઉના જન્મોમાં પરતાં 'કર્મો' ભેગાં કર્યાં હોય છે અને આ જીદગીમાં બીજાં વધારે કરીએ છીએ. આપણા બધાનો આ બધાં કર્મોને ખાલી કરીને આ જન્મમાં જ મુક્તિ મેળવવાનો હેતુ હોવો જોઈએ.
પરંતુ આપણે શું કરીએ છીએ ? આપણે એકબીજાનો ગેરલાભ લઈએ છીએ અને લુચ્ચાઈ અને વેરઝેરની રમતો રમીએ છીએ. આપણે એકબીજાનાં 'કર્મો' માં ઉમેરો કરીએ છીએ અને જન્મ મરણના વર્તુળમાં ફસાતાં જઈએ છીએ. એનાથી વધારે ખરાબ વાત તો એ છે કે આનો દોષ આપણે એકબીજાંને આપીએ છીએ. તમે જો લગ્નોનું બહારથી નિરીક્ષણ કરશો તો જણાશે કે દરેક જણ પોતાના 'કર્મો' પોતે જ પેદા કરે છે અને અંતે તેના માટે આખી દૂનિયાને દોષિત માને છે.
તમે જો ફકત બહારથી જ નિરીક્ષણ કરો તો પણ, તમે સમજી શકો છો કે કેવી મુર્ખતાપૂર્ણ રમત રમાઈ રહી છે. હું લોકોને હંમેશા કહું છું : અભિનેતા અને અભિનેત્રીઓ માટે જીદગીને રમત તરીકે જોવી સહેલી છે, કારણ કે તેઓ બધો જ સમય પાત્રો પ્રમાણે અભિનય કરતાં હોય છે. તેઓ જીદગીને એક મહાન નાટક તરીકે ખૂબ જ નજદીકથી જોનારાં છે. બાકીના આપણે બધાં આપણાં પાત્રો સાથે એટલાં બધાં જકડાઈ ગયાં છીએ કે તે આપણા માટે મજબૂત વાસ્તવિકતા બની ગઈ છે.
સ્ત્રીઓ વધારે ભયયુક્ત હોય છે કારણ કે તેમનું મનોવૈજ્ઞાનિક બંધારણ એ રીતે ઘડાયેલું હોય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે ફકત શારીરિક ફરક જ નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક ફરક પણ છે.
"માસ્ટરજી, નાની બાબતોના ભયમાંથી બહાર કેવી રીતે આવી શકીએ."
સૌથી પહેલાં એ સમજી લો કે, દરેક ભય, મૂત્યુના અંતિમ ભયમાંથી જ ઉદ્દભવેલા હોય છે. બીજું તમારી અંદરના ભયનો પ્રતિકાર ન કરો. તમારી જાત સાથે સતત પુનરાવર્તન કરતાં રહો કે, મને બીક છે અને હું તેમાંથી પસાર થઈ જઈશ. બસ આટલું જ ! તમને તરત ખ્યાલ આવશે કે ભય ત્યાં વધારે ટકતો નથી. કારણ કે તમે ભયની આરપાર જોઈ લીધું છે. તમને જયારે પણ ભય લાગે ત્યારે આવું કરવાનું શરૂ કરી દો.
તમે જયારે જાગ્રતતાથી ભય સાથે કામ પાડશો ત્યારે તમે સમજી જશો કે, બનાવ અથવા વિચારને તમે આપેલો
પ્રત્યુતર અથવા પ્રતિક્રિયા સિવાય ભય કશું જ નથી. તમે ભયભીત છો કે નહીં તેનો આધાર તમારા પ્રત્યુત્તર અથવા પ્રતિક્રિયા પર હોય છે. અને વધારે જાગૃતતા લાવવાથી તમે ભય વગર જ ભયને પ્રત્યુત્તર આપી શકો છો.
એક વાત યાદ રાખો : કોઈપણ વ્યક્તિ હું નિર્ભય છું, તેવો દાવો કરી શકે નહીં. પરંતુ તે ભય સાથે ભય વગર કામ પાડી શકે. બસ આટલું જ. જો કોઈ વ્યક્તિ પોતાની જાતને હું નિર્ભય છૂં તેમ જાહેર કરતી હોય તો, ખબૂ જ સ્પષ્ટતાથી સમજી લો કે તેણે ભય વિષે અને માણસની પ્રતિક્રિયા વિષે ગહનતાથી વિશ્લેષણ કર્યું નથી. એવું વિચારવાનું શરૂ નાં કરતાં કે તેઓ ખૂબ જ ઊંચા પ્રકારના માણસો છે અને તમે તેમનાથી નીચા છો.
યસ ...
"માસ્ટરજી મને યાદ છે તમે મારો કરોળીયાનો ભય દૂર કરી દીધો હતો !"
( માસ્ટરજી હસે છે !) યસ ... યસ ... તે મને કહો મા !
( ્રવાન છોકરી કહે છે) એક દિવસ જ્યારે આપણે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે મેં એક કરોળીયો જોયો અને મેં ભયથી કદકો માર્યો હતો. તમે આ માટે મારા પર હસ્યા હતા. તમે મને કહ્યું કે તમે કરોળીયા ઉપર ધ્યાન (Meditate) કરો. મેં જ્યારે પણ કરોળીયાને જોયો ત્યારે મેં ચોકસાઇપૂર્વક તે પ્રમાણે કર્યું, મેં તેના તરફ જાગતતા અને એકાગ્રતાથી જોયું. ધીમે ધીમે મને નવાઈ લાગવા માંડી કે હું શા માટે કરોળીયાથી ડરીને ભાગી જતી હતી !"
યસ … તમે બધાં એ આ સાંભળ્યું ? આપણા ભયમાં ફકત જાગૃતતા લાવવાની જરૂર છે. પછી તમને નવાઈ લાગશે કે તમારામાં ભય પેદા થવાનું કારણ શું છે !
(બીજી જુવાન છોકરી) "માસ્ટરજી મને યાદ છે કે હિમાલયમાં ગંગા કિનારે જયારે અમે બધાં તમારી આજુબાજુ ઊભાં હતાં ત્યારે પાણીનો એક નાનો સાપ આપણે ઉભા હતાં ત્યાં ચડ્યો હતો. હું ચીસ પાડીને ડરીને પાણીમાંથી બહાર ભાગી ગઈ હતી. જયારે અનુપમા ને ભૂતકાળમાં એવો સાપ કરડ્યો હતો તો પણ શાંતિથી તેને જોઈ રહી હતી. તે વખતે તમારી હાજરીમાં પણ હું જાગૃતતા ન બતાવી શકી તે બદલ તમે મને ખૂબ જ ધમકાવી નાંખી હતી."
યસ ! હવે હું જેને જાગૃતતા કહું છું તેની સાથે તું જોડાઇ શકે છે.
આ બધાં જ ભયમાંથી બહાર નીકળી જવા માટે, તેને મનમાં વાસ્તવની જેમ જ કલ્પનામાં સ્પષ્ટતાથી જુઓ અને તમારી કલ્પના શક્તિની મદદથી તેમાંથી પસાર થાવ. તમે એકલાં બેસીને પણ, તમે આ ભયમાંથી પસાર થઈ રહ્યા છો તેવી કલ્પના કરી શકો છો. તમારી કલ્પનામાં પૂરી જાગતતા અને શાંતિથી તેનો પ્રત્યક્ષ સામનો કરો અને તેમાંથી પસાર થઈ જાવ. કલ્પના કરતી વખતે જો તમે સહન કરી લો છો તો તે બરાબર છે. તેને દબાવો નહીં કે સજા ન કરો. જો તમારૂં શરીર ભયથી ધ્રુજી જાય તો ધ્રુજવા દો. બસ તમારી બુધ્ધિથી તેને સહકાર આપો અને તમારી જાતને તેની સાથે વહેવા દો. તમે જયારે કોઈપણ બાબતને સંપૂર્ણ પણે જીવી લો છો ત્યારે તમારા પર તેની અસર રહેતી નથી. તમારા બધા જ ભય, માત્ર તમારા ભયના જ ભય છે. બસ આટલૂં જ !
એક દિવસ એક શિષ્ય નદીના પ્રવાહમાં ફસાઈ ગયો. તે ડબીને મરી જવાની બીકથી અતિશય અકળાઈ ગયો હતો. તેણે પોતાને પાણીમાં તણાઈને ડબી જતાં બચાવવા માટે પોતાના ગુરુને બૂમ પાડી. ગુરુએ કહ્યું, "ઊભો થઈ જા !" શિષ્યે ચીસ પાડીને કહ્યું; ''હું કેવી રીતે ઊભો થઈ શકું ? હું પાણીના પ્રવાહમાં ડૂબીને મરી રહ્યો છું.'' ગુરુએ કહ્યું: "મેં તને નથી શીખવ્યું કે પોતાની જાતે જ પોતાને મદદ કરવી ? હવે ઊભો થઈ જા !" શિષ્યે કહ્યું: "ગુરુજી, તમે મને મારા મૃત્યુની ક્ષણે ઉપદેશ આપી રહ્યા છો. તમે મને બચાવી કેમ લેતાં નથી?" ગુરુએ દઢતાથી કહ્યું; "મેં કહ્યુંને ઊભા થઈ જા." ગુરુની જીદથી શિષ્ય ખુબ જ ગુસ્સે થઈ ગયો. તે ફટાકથી ઊભો થઈ ગયો. પાણી તેના ગોઠણ સુધી જ પહોંચતું હતું.
હું તમને કહું છું : તમારા બધાં જ ભય તમે ભયથી ડરો છો એ સિવાય કર્શું જ નથી. જો તમે ભયને ખંખેરી નાંખો અને તમારી બુધ્ધિને સપાટી પર આવવા દો, તો તમે જોશો કે તમારા ભય ફકત જે તે બાબતોના પડછાયા જ છે. તેનું કોઇ અસ્તિત્વ જ નથી.
તમે જો મૃત્યુના ભયનું ગહનતાતી નિરીક્ષણ કરશો તો, તમને જાણવા મળશે કે લોકો મોતથી એટલા માટે ડરે છે કે , તેઓને એવું લાગે છે કે તેઓ અત્યારે જ્યાં છે ત્યાંથી હજુ વધારે ઊંચે હોવા જોઈએ. તેમને લાગે છે કે જીવનમાં હકીકતમાં તેમને જયાં સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી તેઓ પહોંચ્યા નથી અને તેથી તેઓ જીરગીને છોડી દેવા તૈયાર નથી.
અમુક લોકોને એવું લાગે છે કે તેમને બીજાઓની નજર લાગી ગઈ છે, જેથી તેઓ પ્રગતિ કરી શકતાં નથી ! સત્ય એ છે કે : તમે જ તમારી જાત પર યોગ્ય રીતે નજર રાખી નથી. માટે જ તમે જીવનમાં છેલ્લા દિવસોમાં પણ તમારા મૃત્યુને દૂર ધકેલવા માંગો છો.
જો તમે તમારી ઈચ્છાઓનું બરાબર વિશ્લેષણ કરીને સમજી લો; તમારા ભય અને બીજી લાગણીઓને સમજી લો, તો તમે બીજા કોઈનો દોષ નહીં કાઢો.
જે લોકો આ વિંટળાયેલા ભય વગર તેમની જીદગી જીવે છે, તે લોકો તેમનું મૃત્યુ પણ જીવી શકે છે. મેં તમને પહેલાં કહ્યું તેમ, એવા ઘણા બધાં અમર ગુરુઓની વાતો છે, જેમણે પોતાના મૃત્યુનો ચોક્કસ સમય અને દિવસ અગાઉથી કહેલ હતો અને તેઓ તે જ સમયે અને દિવસે મૃત્યુ પામ્યા હતાં.
તેમના ઘણાં બધાં શિષ્યો, ગુરુનાં જીવતા તેમનો ઉપદેશ નહોતા શીખ્યા તે તેમનાં મૃત્યુમાંથી શીખ્યા હતાં. આપણે જયારે એમ કહીએ છીએ કે તેઓ તેમનું મૃત્યુ જીવી ગયા. ત્યારે આપણો કહેવાનો મતલબ હોય છે કે, તેઓ પોતાનું મૃત્યુ વહેલાં જાહેર કરી શકતાં હતાં અને પૂરી જાગ્રતતાથી મૃત્યુ પામી શકતાં હતાં. તેમના કિસ્સામાં તેઓ સાચા અર્થમાં તેમનાં શરીરને છોડતાં હતાં.
આપણે બધાં આપણાં શરીરને ખૂબ જ પીડા સાથે અભાન પણે છોડીએ છીએ. આપણી અપૂર્ણ ઇચ્છાઓ આપણને એક બાજુ ખેંચે છે અને શરીર બીજુ બાજુ એમ કહીને ત્રાસ આપે છે કે બસ હવે ઘણું થઇ ગયું. મૃત્યુ વખતની પીડા તેની હોય છે. આપણે જ્યારે જીવતાં હોઈએ છીએ, મન અને શરીર વચ્ચેની પ્રતિકૃળતા આપણને ત્રાસ આપે છે અને મૃત્યુ વખતે પણ જ્યારે આપણે જીવતાં હોઈએ ત્યારે, જો આપણે શરીરમાં, આપણી સીમાઓમાં જીવએ, તો જ આપણે આપણાં શરીરને શાંતિથી છોડી શકીએ. સમસ્યા એ છે કે જ્યારે આપણે જીવતાં હોઈએ છીએ, ત્યારે હંમેશા આપણા શરીરની બહાર જ જીવીએ છીએ, અંદર ક્યારેય નહીં. હું તમને આ સમજાવું છું.
તમારા જીવનમાં ઊંડાણ પૂર્વક નજર કરો. સવારે તમે જયારે દાંતને બ્રશ કરો છો ત્યારે તમે શું કરો છો ? તમે કામ પર જવાના જ વિચારો કરતાં હો છો. તમે જયારે કામ પર હો છો, ત્યારે ઘરે જવા માટેની બસ પકડવાના વિચારો કરતાં હો છે. તમે જયારે ઘરમાં હો છો, ત્યારે તમે બીજા દિવસના કામનાં વિચારો કરતાં હો છે, તમે જયારે વેકેશન ગાળતાં હો છો ત્યારે ઓફિસના વિયારો કર્યા કરો છો અને જયારે ઓફિસમાં હો છો ત્યારે વેકેશન ગાળવા ક્યાં જવું, તેના વિચારો કર્યા કરો છો.
જ્યાં પણ તમારૂં શરીર હોય, તમે ખાત્રી પૂર્વક કહી શકો કે તમારૂં મન ત્યાં નથી ! તમે તમારી જીદગીની એક ક્ષણ પણ પૂરી ભરપૂરતાથી જીવ્યા નથી. તમે હંમેશા ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં જીવ્યા છો. આને જ તમે 'તમારી સીમાઓમાં નથી જીવ્યા' તેમ કહેવાય છે. આથી જ મૃત્યુ સમયે તમને તમે રોકાયેલાં અને અધૂરા હો તેવું લાગે છે અને જવાની ઇચ્છા થતી નથી. માટે જ તમને મૃત્યુનો ભય લાગે છે.
તમે પૂછી શકો છો કે જાગૃતતાથી મરવા વિષે જણવાની શું જરૂર છે ? હું તમને કહ્યું છું : તમે જયારે મૃત્યુ વિષે જાણો છો ત્યારે જ ફકત તમે જીદગીને સમજણ પૂર્વક જીવી શકો છો. નહીંતર તમે યોગ્ય રસ્તે જીંદગીને જીવી શકતાં નથી.
જીવનમાં તમે બધું જ મુલતવી રાખો છો. તમે તમારી મજા મુલતવી રાખો છો, તમે તમારૂં કામ મુલતવી રાખો છો, તમે બધું જ આવતીકાલ પર મુલતવી રાખો છો. તમારે સમજવું જોઈએ કે દરેક 'આવતીકાલ' 'આજ' ના રૂપમાં જ આવે છે! જ્યારે તે આજની જેમ આવે છે, તમે ફરીથી કહો છો આવતી કાલે ! આ એ રમત છે જે તમે તમારી જાત સાથે ૨મો છો.
અંતે જયારે મૃત્યુ આવે છે, તમે તૈયાર નથી હોતાં ! તમને એવું લાગે છે કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. તમને એવું લાગે છે કે જીંદગીથી તમે છેતરાયા છો. સત્ય એ છે કે, તમે તમારી જાતને ખોટે માર્ગે દોરી ગયા હો છો. પરંતુ તમે દરેક બાબત માટે જીંદગીને દોષ દો છો. માટે જ જીવવા માટે તમારામાં મૃત્યુની સ્પષ્ટ સમજણ હોવી જરૂરી છે. પછી જ્યારે સમય આવશે ત્યારે તમારામાં કોઈ ભ્રમ નહીં હોય અને તમે મરવા માટે તૈયાર હશો.
મુલતવી રાખવાની આપણી માનસિકતાને કારણે આપણે જંદગીની ઘણી બાબતો ગુમાવી દઈએ છીએ. લોકો મને પછે છે: " માસ્ટરજી, આટલા ઓછા સમય ગાળામાં તમે આટલી બધી બાબતો કઈ રીતે કરી શકો છો ? આખી દુનિયામાં બનતી વિવિધ બાબતોથી તેઓને નવાઈ લાગે છે. હું તેમને કહું છું "આ એકદમ સરળ છે. – હું સંપૂર્ણ પણે વર્તમાનમાં જીવું છૂં. હું તમારી જેમ મુલતવી રાખતો નથી."
તમારી બાબતોને છોડી દેવાનો અભિગમ તમને તમે કંઇક ગુમાવો છો તેવો અનુભવ કરાવે છે. તમને ગુમાવો છો એવું લાગે છે, તો પણ તમે મુલતવી રાખવાનું બંધ કરવાનો પ્રયાસ કરતાં નથી.
અમારા મેડિટેશન પ્રોગ્નામમાં, લોકોને માર્ગદર્શીત મેડિટેશનમાંથી પસાર કરીએ છીએ. જેમાં તેમને એ કલ્પના ચિત્રો જોવાનું કહેવામાં આવે છે કે તમે ચોવીસ કલાકમાં મૃત્યુ પામવાનાં છો અને તેથી તેમાં તેમને એમના અધુરાં રહેલાં બધાં જ કામો પૂરા થઇ ગયેલાં છે તેવાં કલ્પના ચિત્રો જોવાનાં હોય છે. આ સુંદર મેડિટેશન પધ્ધતિ છે. તેમણે તેમની પોતાની અંતિમ ક્રિયાનો પ્રસંગ પણ કલ્પનામાં જોવાનો હોય છે.
આ મેડિટેશન પછી એક યુવાન છોકરીએ પોતાનાં વિચારો જણાવ્યા હતાં.
તેણીએ કહ્યું; "માસ્ટરજી, મેં દુકાનમાં એક પોસ્ટર જોયું હતું, 'તમે જયારે આયોજન કરો ત્યારે ભવિષ્યના આવનારા વર્ષોનો હિસાબ રાખીને આયોજન કરો. તમે જયારે તેનો અમલ કરો ત્યારે એવી રીતે કરો કે પછીની મિનિટમાં તમે મૃત્યુ પામવાનાં છો. આ મેડિટેશન કર્યા પછી મને સમજણ પડી કે તે વાક્યનો અર્થ શું હતો."
મેં કહ્યું: "સુંદર !"
તમે સમજો. તમે જયારે આયોજન કરો તો તે ભવિષ્યનું આયોજન હોવું જોઇએ, જેથી ઘણી બધી બાબતો થોડા વરસો સુધી ફરી વખત ગોઠવીને બનાવવી ન પડે. પરંતુ તમે જયારે તેના પર કામ કરવાનું ચાલુ કરો ત્યારે તમારા હાથ પર જે કામ હોય તેમાંથી કશું જ બાકી રહી જવું ન જોઈએ. તો જ તમે તમારા મુખ્ય ધ્યેય સુધી સફળતા પૂર્વક જઈ શકો .
તમે જે કામ હાથ પર લીધું હોય તે બિંદ્દ પર પુરું કર્યા પછી જો તમે તેજ ક્ષણે મૃત્યુ પામો તો પણ બધી જ બાબતો બરાબર હશે અને તમારા મુખ્ય હેતુનું આયોજન તમે બીજા લોકો માટે છોડી જઈ શકશો અથવા તો તે લોકો તે વખતની પરિસ્થિતિની માંગ પ્રમાણે આગળ વધશે. આવું તો જ બની શકે, જો તમે તમારા મુખ્ય ધ્યેયનાં પેટા ધ્યેયોને પરાં કર્યાં હોય અને મુલતવી ના રાખ્યાં હોય.
ઘણીવાર, મુલતવી રાખવાથી તમે ગરીબીમાં ધકેલાઈ જાવ છો. ગરીબી તમારી પોતાની પસંદગી છે. તમે જયારે તમારા નિર્ણયોને મોકૂફ રાખો છો ત્યારે તમે ગરીબ બનવા માટેના પગલાં ભરો છો. પરંતુ તમે આનાથી અજ્રાણ હો છો. તમને એવું લાગે છે કે તમારા પર ભગવાનની બરાબર મહેરબાની નથી અને તમારાં સ્વપ્ના સાકાર કરવા માટે જીદગી ઘણી જ ટૂંકી છે. જો તમે યોગ્ય રીતે અને સ્પષ્ટતાથી પૂરેપુરી શક્તિ વાપરી હોય તો, તમને ક્યારેય આવું નહીં લાગે અને તમે મૃત્યુ પામવા માટે પૂરેપૂરા તૈયાર હશો.
જો તમે દરરોજ અરીસામાં જોઈને તમારી જાતને કહેશો કે આજનો દિવસ તમારી જીદગીનો આખરી દિવસ છે, તો તમે મુલતવી રાખવાનું બંધ કરી દેશો. તમારે તમારી જાતને આવું આખી જીદગી કહેવાની જરૂર નથી. માત્ર એક મહિનો જ પુરતો છે. આપોઆપ તમે મુલતવી રાખ્યા વગર જીવવાનું શરૂ કરી દેશો. એટલું જ નહીં, તમારા આબરૂના, તકલીફોના, ગૌરવના અને બીજી અપેક્ષાઓના બધાં જ ભય ઓગળી જશે, કારણ કે તમે જણતાં હો છો કે તમારે કશું જ ગુમાવવાનું નથી.
જે લોકો મૂત્યુના નજીકના અનુભવમાંથી પસાર થયાં હોય છે. જેવાં કે, જીવલેણ અકસ્માતમાંથી બચી ગયા હોય. કેન્સરમાંથી સાજા થઈ ગયા હોય અથવા આના જેવા બીજાં કશાકમાંથી બચી ગયેલા લોકો વધારે નિર્ભયતાથી જીવે છે. કારણ કે તેઓ જાણી ગયા હોય છે કે ક્યું જ ગુમાવવાનું નથી ! તેઓ તેમની જીદગી ખૂબ જ સ્પષ્ટતાથી અને
વધારે બુધ્ધિપર્વક જીવી શકે છે.
તમારા શિક્ષણમાં તમારે સૌથી પહેલો પાઠ એ શીખવો જોઈએ કે, તમારે યોગ્ય બાબત યોગ્ય સમયે કરીને આગળ વધવું જોઈએ. ગમે તે રીતે પણ આપણે આ પાઠ સૌથી છેલ્લે શીખીએ છીએ ! બધા જ પાઠ ભણાઈ ગયા પછી જ આપણે આ પાઠ શીખીએ છીએ !
મુલતવી રાખવાની બાબત તમે તમારી જાતમાંથી લાવો છો. પરંતુ બાકીના બધાં જ ભય સમાજ તમારા પર સ્થાપિત કરે છે. સમાજ તમને તમારી પોતાની જાતથી ડરાવે છે, બીજાઓથી અને ભગવાનથી ડરાવે છે. સમાજ તમને નૈતિકતા, નામ અને સ્વરૂપો, આબરૂ જેવી સાદી બાબતોથી ડરતાં કરી દે છે.
નૈતિકતાના નામે, સમાજ તમારો આત્મવિશ્વાસ તોડી નાંખે છે. અને તેથી જ જયારે નૈતિકતાની વાત આવે ત્યારે તમે ચોક્કસ નથી હોતાં. જયારે તમે ભયના કારણે નૈતિકતાનું અનુસરણ કરવાનું શરૂ કરો છો ત્યારે તમારી આંતરિક બુધ્ધિ પાસેથી માર્ગદર્શન મળવાની તક જ રહેતી નથી. જ્યારે લોકો મને સ્ત્રીઓ સાથે મુસાફરી કરતો જુએ છે ત્યારે પૂછે છે; "માસ્ટરજી તમે આધ્યાત્મિક વડા થઈને સ્ત્રીઓ સાથે મુસાફરી કેવી રીતે કરી શકો છો? લોકો તેના વિષે વાતો નહીં કરે ?"
પહેલી વાત તો એ છે કે લોકો ભલી જાય છે કે તેઓ એન્લાઈટેન્ડ ગુરુ સાથે વાત કરી રહ્યાં છે. એ લોકો જો આ બાબતથી પૂરા સજાગ હોત તો આવો પ્રશ્ન કરત જ નહીં. ગમે તેમ પણ મારે તેમને તેમની ભાષામાં જવાબ આપવાનો હોય છે. અને તેથી હું તેમને કહું છું; "મને મારી જાતમાં શ્રધ્ધા છે અને સ્ત્રીઓને મારામાં શ્રધ્ધાં છે. તમે શા માટે ચિંતા કરો છો?''
આપણાં જીવનમાં નૈતિકતા, એટલે બુધ્ધિની અછત સિવાય બીજું કશું જ નથી. તમે જયારે તમારી પોતાની બુદ્ધિથી કામ કરો છો ત્યારે તમે તે વિશ્વાસથી કરી શકો છો. પરંતુ તમે જયારે નિયમો અને ધોરણોમાં રહીને કરો છો ત્યારે તમે તમારી જાત માટે ચોક્કસ હોતાં નથી, કારણ કે તમારે જાતથી શરૂ કરવાનું હોતું નથી ! તમે તમારા જીવનમાં કેન્દ્રીત હોતાં નથી; તમે નિયમોમાં કેન્દ્રીત હો છો.
જો તમે બુધ્ધિપૂર્વક જીવશો તો આ પ્રકારના ભય તમને ક્યારેય પકડશે નહીં. જે લોકો પોતાની બુદ્ધિ વગર નૈતિકતા એ પહોંચે છે તેઓ અંદરથી ખૂબ જ ભયભીત હોય છે. માટે જ તેઓ નૈતિકતા વિષે ઉપદેશ આપ્યા કરે છે. તેઓ પોતાની જાત માટે ચોક્કસ નથી હોતા એટલે ડરે છે અથવા માત્ર ભય સાથેજ નૈતિકતા છે તેમ જાણે છે. નૈતિકતાવાદીઓ તેમની નૈતિકતા અને શિસ્તના ખ્યાલોને લીધે માનસિક રીતે અતિ સંવેદનશીલ બની જાય છે.
એક નાની વાર્તા :
એક નૈતિકતાવાદી હતો જે શેરીઓમાં ચાલતી વખતે ખૂબ જ માપી માપીને ડગલાં ભરતો હતો.
એક દિવસ તે એકાએક ખૂબજ જોરથી દોડવા માંડ્યો.
તે ટોળાંની પાછળ દોડતો હતો.
થોડા સમય દોડ્યા પછી તેને ભાન થયું કે તે તેની રીત ભાતો પ્રત્યે બેદરકાર બન્યો છે.
તેણે પોતાની જાતને કહ્યું; ''હું શું કરી રહ્યો છું ! આ રીતે દોડવું તે તો અસભ્યતા છે. એક સારા માણસે ભૂલ કરી હોય તો તેણે તેને દિલગીરી સાથે સુધારી લેવી જોઈએ.''
તેથી તે વરસાદમાં ભીંજાતો ભીંજાતો જ્યાંથી દોડવાનું શરૂ કર્યું હતું ત્યાં પાછો આવ્યો અને ફરીથી માપી માપીને ડગલાં ભરીને ચાલવા લાગ્યો.
નૈતિકતા તમને મંદ અને મૂત બનાવી દે છે !
એક વાત સમજી લો : જ્યારે હું આ કહું છું ત્યારે, હું એમ નથી કહેતો કે આ મુક્ત દુનિયા છે અને તમે તમને મન ફાવે તેમ કરી શકો છો. હું એમ કહું છું કે તમારે તમારી પોતાની બુધ્ધિનો વિકાસ કરવો જોઈએ અને એ રીતે જીવવું જોઈએ કે તમે તે નિયમોને જાણો છો અને અનુભવો છો કે તે યોગ્ય છે. આ સાચી બુધ્ધિ છે.
કોઈપણ યોગ્ય નિયમ આપણી બુધ્ધિથી બરાબર પ્રમાણિત થવો જોઈએ. માટે તમારા ભય છોડી દો. અને તમારી અંદરની બુધ્ધિને, તમારા અંદરના અવાજને, તમારી અંદરના ગુરુને શોધી કાઢો.
એક સન્યાસી જયાં રહેતો હતો ત્યાં રસ્તાની બરાબર સામે એક સ્વરૂપવાન ગણિકા રહેતી હતી.
સન્યાસી બધો જ સમય મેડિટેશન કરવાનો પ્રયત્ન કરતો હતો.
ગણિકા બીજી બાજુ પોતાની રીતે પૈસા કમાવવાનો ધંધો કર્યા કરતી હતી.
તેના ઘરમાંથી ઘણાં પુરુષો આવ-જા કર્યા કરતા હતા.
'સન્યાસી' મેડિટેશન કરવા ધ્યાન કેન્દ્રીત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેનું વધારે પડતું ધ્યાન પેલી યુવાન સ્ત્રી પર હતું. અને સ્ત્રી જે અનૈતિક જીવન જીવી રહી હતી તેના માટે મનમાં તેને અભિશાપ આપી રહ્યો હતો.
ગણિકા પોતાની સામેના દરવાજે રહેતાં 'સન્યાસી' પ્રત્યે બિલકુલ સભાન નહોતી. તે તો પોતાના ધંધામાં મશ્રગુલ હતી.
પુરુષોને આનંદ આપવાનો તેનો ધંધો હોવા છતાં પણ ગણિકા ભગવાન કૃષ્ણનાં પ્રેમમાં એકરૂપ બની ગઈ હતી અને જે કંઇ સમય મળે તેમાં તે ભગવાનની પ્રાર્થના કરતી અને કૃષ્ણની કલ્પનાઓ સાથે રમ્યા કરતી.
'સન્યાસી' અને ગણિકા બન્ને એક જ દિવસે મૃત્યુ પામ્યા અને તેમને યમરાજના દરબારમાં હાજર કરવામાં આવ્યા. યમરાજ કે જે મૃત્યુના ભગવાન છે તેના દરબારમાં.
બન્નેના રેકોર્ડનું વિશ્લેષણ કર્યા પછી, ગણિકાને સ્વર્ગમાં મોકલવામાં આવી અને સન્યાસીને નર્કમાં.
'સન્યાસી' એ યમરાજના અન્યાય પ્રત્યે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી.
યમે 'સન્યાસી'ને શાંતિથી સમજાવ્યું; "તારી આખી જીદળી મેડિટેશનનો દેખાવ કરવામાં ગઈ છે. તારૂં ધ્યાન ગણિકાની વાસનાઓ પર હતું. જ્યારે બીજી બાજૂ ગણિકા પોતે જે કંઇ કરતી હતી તે તેને ગમતું નહોતું છતાં પણ તેનું સંપર્ણ ધ્યાન ભગવાનની વાસ્તવિકતા પર હતું."
નૈતિકતાવાદીઓ સપાટી પરનું ભયભીત અને છીછરું જીવન જીવે છે. તેઓ સમગ્રતાથી જીવતાં નથી. તેઓને નૈતિકતા ચૂકી જવાનો ડર સતત સતાવતો રહે છે. તેમનો સાચો ઈરાદો નૈતિકતાના બાહ્ય દેખાવની નીચે છુપાયેલો હોય છે. આ જ સમસ્યા છે કે તમે તમારી આંતરિક બુધ્ધિથી કંઇપણ કરવાને બદલે નૈતિકતાના ધોરણે કરો છો.
એક નાની વાર્તા : (Part 2)
તમે જયારે તમારી બુધ્ધિ પ્રમાણે કામ કરો છો ત્યારે તમારામાં ચોક્કસ પ્રકારની શુધતા હોય છે. તમે જયારે માત્ર બહારના પરીધ પરથી, નૈતિકતાના નિયમોથી કરો છો ત્યારે તમારામાં સુંદરતા અથવા શુધ્ધતા હોતી નથી.
જે લોકો પોતાની જાત માટે ખાત્રીવાળાં અને નિર્ભય નથી હોતાં. તેઓ નૈતિકતાના ધોરણો બનાવે છે અને તેને અનસરે છે. જે લોકો બધ્ધિશાળી છે અને ખેલદિલીપૂર્વક કામ કરે છે અને જેઓ પોતાના ગહન કેન્દ્રમાંથી કામ કરે છે તેઓને કોઈ ભય હોતો નથી. બસ આટલું જ.
નૈતિકતાની જેમ જ આબરૂ પણ ભય ઊભાં કરે છે અને કિર્તી, સામાજીક મોભો, આ બધાંજ ભયને વધારે છે. આ બધાં ભય તમારા અહમુના ભય સિવાય કશું જ નથી. તમે કઈ પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયત્ત કરો છો ? સંપર્ણ પરિપૂર્ણતા અને આત્મ ગૌરવ સાથે જીવો બસ. આટલું પુરતું છે. જે લોકો પોતાની આબરૂનું રક્ષણ કરવામાં પડ્યા છે તે લોકો દ્વનિયાના મહાન દંભી લોકો છે.
આવા લોકો જ સતત ભયમાં પણ જીવે છે. તેમની કહેવાતી પ્રતિષ્ઠા તેમના પર કાબુ જમાવીને બેઠી હોય છે.
એક દિવસ એક માણસ નદીમાં માછલીઓ પકડી રહ્યો હતો.
તે ઘણાં વખત સુધી બેઠો પરંતુ એક પણ માછલી પકડી શક્યો નહીં.
હાથમાં માછલી પકડવાનો સળીયો પકડી રાખીને તેને ઝોકાં આવવા માંડ્યા.
એકાએક એક મોટી માછલી કાંટામાં ફસાઈ ગઈ અને સળીયાને જોરથી આંચકો લાગ્યો.
માણસ ઊભો થઈ શકે તે પહેલાં જ તે પાણીમાં ગુલાંટ ખાઈ ગયો.
તેનો છોકરો દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. તેણે તેના પિતાને પૂછયું; "પપ્પા તમે માછલીને પકડો છો કે માછલી તમને ૫કડી રહી છે ?''
પ્રતિષ્ઠા માટે તમારે ખૂબજ સાવચેત રહેવું પડે છે. જ્યારે પ્રતિષ્ઠા તમારી જીદગી કરતાં તમારા માટે મોટી બની જાય છે ત્યારે તે તમને ખાવાનું શરૂ કરી દે છે. તે તમને બસ ખાઈ જાય છે. બસ આટલું જ. તમારે તેની શોધમાં વધારે જવું પડતું નથી.
અને તમને પ્રતિષ્ઠા ખોઈ બેસવાનો આટલો બધો ભય શા માટે લાગે છે ? કારણ કે તમારી પ્રતિષ્ઠાથી તમને એવું લાગે છે કે તમે અસામાન્ય છો. તમારી પ્રતિષ્ઠા સમાજમાં તમને મજબૂત ઓળખ આપે છે. લોકો પૈસા અને ઝરતિષ્ઠાની આડમાં બધાં જ અનૈતિક અને વાહિયાત કામો કરીને સલામત બહાર આવી જાય છે. લોકો તેમની પીઠ પાછળ તેમની નિંદા કરે છે અને સામે હોય ત્યારે અભિનંદન આપે છે. કારણ કે તેમની પાસે શક્તિ અને પ્રતિષ્ઠા છે.
આ પ્રકારની પ્રતિષ્ઠાનું તેઓ સાવચેતીથી રક્ષણ કરતાં હોય છે. મને એક વાત કહેવા દો: તમે જો આ પ્રકારના હશો તો અસ્તિત્વ તમને ક્યારેય પસંદ નહીં કરે. ભૌતિક દુનિયામાં કદાચ તમારે જોઈતું હશે તે મેળવી શકશો; તમે કદાચ સફળ થયેલાં દેખાશો, પરંતુ અસ્તિત્વની નજરમાં તમે ગરીબ જ રહી જશો. અસ્તિત્વની પસંદગીના તેના પોતાના જ રસ્તાઓ હોય છે.
સમજી લો, પ્રતિષ્ઠા, નામ, કિર્તી અને શક્તિ આ બધી જ તમારી કલ્પનાઓ છે.
તમે તેમને જીવન આપો છો ; તમે જ તેને પેદા કરો છો અને પછી તેને ગુમાવી દેવાનો ભય વિકસાવો છે.તમારી આસપાસની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ તરફ ગહન પ્રેમનો અનુભવ કરો. જો તમે આ રીતે જીવો છો. તો પ્રતિષ્ઠા આપોઆપ તમારી પાસે આવશે. લોકો તમારા ગુણોને માન આપશે. નહીં કે તમારી સંખ્યાને. અને આ પ્રકારની પ્રતિષ્ઠાને ગુમાવી દેવાનો ભય હોતો જ નથી; તમારે બધો જ સમય તેનું રક્ષણ કરવું પડતું નથી; તમે આવા પ્રકારના ભયથી મુક્ત હો છો.
જાહેરમાં બોલવાના ભય વગેરે પણ આબરૂ જવાના ભયમાંથી જ આવે છે. તમે જયારે સભામાં લોકો સામે બોલવાથી ડરો છો ત્યારે એ લોકો તમારા વિશે શું કહેશે તેનો જ ભય હોય છે. તે લોકો કદાચ કંઈ એવું કહેશે જેથી તમારા અહમુને સહન કરવું પડશે તેવો ભય તમને લાગે છે. આ પણ આપણા અહમનું રક્ષણ કરવાનું એક છપાયેલું સ્વરૂપ છે. ભયને અહમ્ જ પેદા કરે છે. આ વાત સમજી લો.
માટે, લોકો તમારી વાતને મંજુરી આપે નહીં, તો શું થઇ ગયું ? તમે સમગ્રતાની ભાવનાથી વાત કરો, આટલું પુરતું છે. તમારી જાતનો આનંદ ઉઠાવો અને બોલો; બીજા લોકો શું કહેશે તેની ચિંતા ન કરો. જે ક્ષણે તમે, લોકો શું કહેશે તેનાથી ડરો છો,ત્યારે તમે તમારા અહમુનું રક્ષણ કરો છો.
લોકો મેડિટેશનમાં જતાં ડરે છે તેમાં પણ પોતાના અહમુને સહન કરવું પડશે તેવો ભય હોય છે. તમે જયારે મેડિટેશનમાં જાવ છો ત્યારે તમારી જાતને ભૂલી જવાનો ડર હંમેશા હોય છે. અસ્તિત્વમાં ઓગળી જવાનો ડર હોય છે. તમારી આસપાસ ઘેરાયેલી અસ્તિત્વની શક્તિમાં ઓગળી જવાનો ભય. તેથી તમે અહમું ને પકડી રાખો છો અને મેડિટેશનનો પ્રતિકાર કરો છો. આના બદલે જો હું તમને કંઇક મંત્રો ગણગણવાનું કહીશ તો તમે ખુશીથી તે કરશો. તેમાં તમને ભય નહીં લાગે.
તમારો અહમુ ઓગળી જવાનો તમને ખૂબ જ ભય લાગે છે. જો તે ઓગળી જાય તો તમે જે બધાં લેબલોથી તમારી જાતને ઓળખાવો છો તે પણ ઓગળી જાય છે. તમારા અહમ્ માટે આ અતિ મુશ્કેલ કામ છે. તમે કશું જ રહેતાં નથી ! તેથી તમે પ્રતિકાર કરો છો અને તમારી જાત માટે કંઇક રહો છો. આ પ્રતિકાર તમારા અહમુનો સ્પષ્ટ ભય છે. તમે આંતરિક રીતે કોમળ બનવા માટે, છિવ્રાળુ બનવા માટે ખૂબજ આળાં બની ગયા છો.
ભયને કારણે જ લોકો સામાજીક વર્તુળોમાં બહુ જ બોલ બોલ કરે છે. તમે જો લોકોનું નિરીક્ષણ કરશો તો તમને લાગશે કે તેમને પોતાના તરફથી બળજબરીથી કંઇ કરવું પડે છે. તેમને એવું લાગે છે કે તેમને કંઇક કહેવું જોઈએ, નહીંતર લોકો તેમની કશામાંય ગણતરી નહીં કરે. માટે તેઓ કોઈપણ જરૂરીયાત ન હોય તો પણ કંઈક કહ્યા કરે છે. આ બધી જ ભયની છૂપી અભિવ્યક્તિઓ હોય છે જે તમારા માટે સમજવી મુશ્કેલ હોય છે.
યસ ... ?
"માસ્ટરજી, તમે જે અજ્ઞાત ભય વિષે બોલ્યા તેના વિષે ફરીથી આગળ સમજાવી શકો ?"
હાં, હું તેના પર આવું છું.
તમે સમજો : અજ્ઞાત ભય એટલે, અંધારાનો ભય, ભૂતપ્રેતનો ભય, ભગવાનનો ભય અને અંતે આપણા પોતાના મૃત્યુનો ભય.
હકીકતમાં આપણે આપણાં ભયથી ખૂબ જ ભય પામીએ છીએ ! આ જ સત્ય છે. આપણને આપણાં ભયનો સામનો કરવાનો ડર લાગે છે. અને તેથી તેને વધારે સુદઢ થવા દઈએ છીએ અને આપણે તેનાથી વધારેને વધારે ડરવાનું શરૂ કરીએ દળીએ .
એક માણસ રેલ્વેમાં મુસાફરી કરી રહ્યો હતો.
ટીકીટ ચેકર તેની પાસે આવ્યો, ટીકીટ માંગી.
તેણે રઘવાયા થઇને પોતાના પાકિટમાં, પોતાના સામાનમાં, પોતાના પેન્ટના ખીસ્સામાં બધે જ ટીકીટ શોધવા માંડી. ટીકીટ ચેકર તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેણે કહ્યું; "સર તમે તમારા કોટના ખિસ્સામાં શા માટે નથી જોતા?" માણસે જવાબ આપ્યો; "મહેરબાની કરીને મને અત્યારે ત્યાં જોવાનું ના કહેતાં. મારી એ એક છેલ્લી જ આશા છે કે ટીકીટ તેમાં હશે ?"
આપણે જોવાથી ખૂબ જ ડરીએ છીએ ! હકીકતમાં આપણે આપણાં ભય તરફ જોવાથી ખૂબજ ડરીએ છીએ; આ જ આખી સમસ્યા છે. તેથી આપણે આપણી અનુકુળતાઓમાં સરી જઈએ છીએ અને તેમાં જ રહેવાનું ચાલુ રાખીએ દળીએ.
જોવાથી ક્યારેય ડરો નહીં. તમે જ્યારે જોવાથી ડરો છો ત્યારે ભય પેદા કરો છો. કારણ કે તે તમારા માટે અજ્ઞાત બની જાય છે. બસ ભયની અંદર જુઓ અને સ્વીકારી લો કે તમે ભયમાં છો. આપોઆપ ભય ઓગળી જશે. જો તમે એક પછી એક ભયનો સામનો જાગૃતતાથી કરવા માંડશો તો, ક્યાંક અંદરથી જ તમારી બુધ્ધિ ભયનું સ્થાન લઈ લેશે અને તમે ભયની લાગણીમાંથી બહાર આવતાં જશો.
ગમે તેમ પણ જ્યારે આપણે અજ્ઞાત ભયની વાત કરતાં હોઈએ છીએ ત્યારે અત્મા અને ભતમેતના ભયની વાત સામાન્ય હોય છે. તેમનાથી ભય પામવાની બિલ્ફુલ જરૂર જ નથી. સમજી લો કે ભુત પ્રેત આપણાં કરતાં ઘણાં ઓછા શક્તિશાળી હોય છે. આપણે જ તેમને તે જે છે તેનાં કરતાં વધારે શક્તિ આપીએ છીએ અને આપણાં ભય પર કાબુ જમાવવા દઈએ છીએ. સમસ્યા અહીં થી જ શરૂ થાય છે.
ભૂતપ્રેતના વિષયમાં ઊંડા ન ઉતરો. તેનો કોઈ મતલબ નથી. તમે તમારી જાતમાં બરાબર કેન્દ્રીત અને સ્પષ્ટ હો એટલું પૂરતું છે. આપોઆપ કોઈ બાબત તમને સ્પર્ષશે નહીં અને આ વાતોનો ભય પણ નહીં લાગે.
અંધારાનો ભય પણ અજ્ઞાત ભય છે. અંધારાનો ભય મૃત્યુના ભય સિવાય બીજું કશું જ નથી. જરા વિચારોઃ તમારા ઘરના બગીચામાં તમે દિવસે જે રીતે ચાલો છો એજ રીતે રાત્રે ચાલશો ? ના ! તમને ડર લાગે છે ! શા માટે? તમે તમારા બગીચાની સીમાઓ પણ જાણો છો. જાણો છો કે નહીં ? તો પછી તમે શા માટે ડરો છો ? તમે તમારા બગીચાથી ડરતાં નથી, પણ અંધારાથી ડરો છો.
તમને ભય લાગે છે કે અંધારામાં કંઇક બનશે તો. તમે તમારી જીદગીથી ડરો છો. માટે જ હું કહું છું કે તમારા દરેક ભય, મૃત્યુના અંતિમ ભય સાથે સંકળાયેલાં છે. અંધારાની બાબતમાં, આ દેખીતું જ છે, પરંતુ તમારા બીજા ભયમાં પણ એ જ મૃત્યુનો ભય છૂપાયેલો હોય છે, બસ આટલું જ.
હકીકતમાં અંધારૂં અતિ સુંદર છે. એ તમારી પોતાની માતાના ગર્ભાશય જેવું છે. તમે જયારે માતાના ગર્ભમાં હતાં, ત્યારે સંપૂર્ણ અંધકારમાં જ હતાં. પરંતુ બહારની દુનિયામાં આવ્યા પછી તમે તમારો અંધારા સાથેનો સંબંધ ગુમાવી દીધો છે; તમે કંઇક અજ્ઞાત રીતે તેનાથી ભય પામો છો. તાંત્રિકો અસ્તિત્વની તીવ્રતાનો અનુભવ કરવા માટે અંધારામાં મેડિટેશન કરે છે.
અંધારાથી ડરવાની જરૂર જ નથી. જો તમે માત્ર એક વખત ગહન પ્રેમથી અંધારાની અંદર જોશો, એ તમારી માતાનું ગર્ભાશય છે એવી લાગણીથી જોશો, તો પછી તમને તેનો ભય ક્યારેય નહીં લાગે.
બાળક જ્યારે અંધારાથી ગભરાય ત્યારે તેને એવું ક્યારેય ન કહો કે, 'બહાદૂર' બન. જો તમે તેને એમ કહેશો તો તે તણાવમાં આવી જશે કારણ કે તે એમ સમજે છે કે, ત્યાં ભય છે જ. તે અંધારા પ્રત્યેનો તેનો ભય છોડશે નહીં. એને થોડું ધ્રુજવા દો. જેથી તે તેના ભયને ખોલી શકે, જયારે તે આવું થોડી વખત કરશે ત્યારે તે ધીરે ધીરે અંધારાનો ભય છોડી દેશે.
હવે ભગવાનના ડર પર આવીએ છીએ, ભગવાન પણ આપણા માટે અજ્ઞાત છે અને તેથી ભગવાનથી ડરીએ છીએ. સમજી લો : આપણે અસ્તિત્વને, બ્રહ્માંડને, વૈશ્વક શક્તિને, જીવન બળ બ્રહ્માંડના ખૂણે ખૂશે વ્યાપેલું છે તેને આપેલા નામ સિવાય ભગવાન બીજું કશું જ નથી. આ બ્રહ્માંડીય શક્તિ ફકત પ્રેમને જ જાણે છે. તમે જો આટલું જ સમજી જાવ તો, આપોઆપ તમારા બધાં જ ભય છૂટી જશે. લોકો ભગવાનથી ખૂબ જ ડરે છે. લોકો મને પૂછે છે; "લોકો કહે છે કે જો તમે સારાં કામો અથવા 'પુણ્ય' કરો અને ખરાબ કામો અથવા 'પાપ' ના કરો તો તમે સ્વર્ગમાં જશો, નરકમાં નહીં, આ સાચું છે ?"
સૌથી પહેલા તો એ સમજી લો કે, સ્વર્ગ અને નરક ક્યાંય નક્શામાં નથી. તમારી ઉપર ક્યાંય સ્વર્ગ અથવા નરક આવેલાં નથી. આ માત્ર માણસ ઉપર ભય અને લાલસા સ્થાપિત કરવા માટે લાદેલી વાતો છે. બસ આટલું જ. સ્વર્ગ અથવા નર્કનું સ્પષ્ટ અર્થઘટન માણસનું મૃત્યુ, જલદ માનસિક વ્યગ્રતા સાથે થાય છે અથવા શાંતિપૂર્ણ અને જાગ્રતતામાં થાય છે તેના પર જ કરી શકાય છે. બસ આટલું જ.
તમારા જીવનની કોઈપણ ક્ષણ તમે જેને મેડિટેશનમાં ગાળો છો તે સારૂં કામ છે અથવા 'પુણ્ય' છે. જયારે હું મેડિટેશન કહં છૂં ત્યારે હું આરે હું આંખો બંધ કરીને બેસી રહેવાનો અર્થ છે તમે જે ક્ષણોમાં વર્તમાનમાં પૂરી જાગ્રતતા સાથે હો છો; જ્યારે તમારી જાગૃતતા તમારી સાથે હોય છે; જે ક્ષણોમાં તમે તમારી અર્ધજાગૃત અવસ્થામાંથી બહાર વર્તમાનમાં આવો છો; જે ક્ષણોમાં તમે અસ્તિત્વની શક્તિનો તમારી અંદર રણકાર અનુભવો છો; આ ક્ષણોમાં તમે મેડિટેશનમાં હો છો.
કોઇપણ ક્ષણો જે તમે આ સ્થિતિમાં ના પસાર કરી હોય તો તે 'પાપ' છે. જાગત અવસ્થાની દરેક ક્ષણો તમારા બેંક બેલેન્સ જેવી છે. તમારા મૃત્યુના સમયે આ સ્થિતિ સપાટી પર આવે છે અને તમને મુક્ત કરે છે.
લોકો એવું વિચારે છે કે જો તેઓ મંદીરના દેવદેવીઓને દુધની લોટી ચડાવશે તો તેમના 'પુણ'માં તે વધારો કરશે અને તેઓ સ્વર્ગમાં પહોંચી જશે. મને કહેવા દો : ભગવાનને દૂધ ચડાવવાથી કશું જ બનવાનું નથી. જ્યારે તમારી અંદર અસ્તિત્વ તરફ કૃતજ્ઞતા ઉપસી આવે અને તમે તે દેવ-દેવીઓને અસ્તિત્વની પૂજાની ભાવનાથી વ્યક્ત કરવા માટે દૂધ અર્પણ કરો એ બરાબર છે. પરંતુ તેને 'પૂણ' વગેરેની સાથે મહેરબાની કરીને ન જોડો.
તમે પવિત્ર આનંદ અને શુધ્ધ કૃતજ્ઞતા સાથે દૂધનું એક ટીપું પણ મૂકશો તો તે લાગણીભર્યું મેડિટેશન છે. જે મૃત્યુના સમયે તમારી પાસે ઉભું રહેશે. 'પૂણ્ય' ભેગું કરવાનું ચૂકી જવાશે, એવા ભયથી તમે જો વાસણોના વાસણો ભરીને દ્દધ ચડાવશો તો પણ તેનું કશું જ વળતર નહીં મળે. માટે મહેબાની કરીને તમારી જાગૃતતા વધારો અને સભાનતાથી જીવો. દરેક ક્ષણે તમે જે કંઇ કરતાં હો તેને મેડિટેશન બનાવી દો. આટલું પુરતું છે. તમે પાપના ભય વગર જીવી શકો છો.
હ્યું તમને એક બનાવ વર્ણવું છું.
હું ભારતની એક દૂરના ગામડાંમાં શિવ મંદિરે ગયો હતો.
મુખ્ય દેવના પ્રવેશદ્વાર પર એક ટ્યૂબલાઈટ સળગતી હતી.
લાઈટ મુશ્કેલીથી દખાતી હતી કારણ કે તેના પર કાળી શાહીથી લખેલું હતું, 'વિષ્ણુનાથન બી.એસ.સી.'
હું નવાઈ પામી ગયો કે ભગવાન શિવને વિષ્ણુનાથન કહ્યા હતા. પછી તેની નીચે નાના અક્ષરોમાં લખેતું વાચ્યું ' 'કેલાસનાથન' શિવનું સાચું નામ.
વિષ્ણુનાથન, જેણે ટ્યૂબ લાઈટ દાનમાં આપી હતી તેનું નામ હતું.
આપણે જીવનમાં સારા કર્મો એકઠા કરવાનું ચૂકી જવાશે તેવા ખ્યાલથી ખૂબ જ ભય પામીએ છીએ, તેથી આપણે ભૌતિકવાદી બનીને સારા કર્મોનું બેંક બેલેન્સ વધારવાનું શરૂ કરી દઈએ. અને આપણે ત્યાં જ અટકી જતાં નથી. આપણે જે કંઇ સારા કર્મો કર્યા હોય છે તેનું ભગવાન પાસે વારવાર પુનરાવર્તન કરીએ છીએ. જેથી તે ભૂલી ન જાય ! ભગવાનને લગતી બાબતોમાં પણ આપણે અતિશય ભૌતિકવાદી બની ગયાં છીએ.
સમજી લો : ભગવાન સ્વર્ગમાં રિસોર્ટ ચલાવતો નથી, જેથી તમે પૃથ્વી પર કહેવાતાં સારાં કર્મો કરો તો તમે તેમાં પ્રવેશ મેળવી શકો. તમે જયારે જીવતાં હો છો ત્યારે વિચાર્યા વગર જ આવી બધી ભૌતિક બાબતો કરવાનો પ્રયત્ત કરો છો. તેની પાછળના સત્યની લાગણીના અનુભવ વગર જ.
આ બધી વસ્તુઓથી તમે કહેવાતા પુણનો મોટો મહેલ બનાવો છો. પછી તમે આશા રાખો છો કે આ મહેલ તમારા મૃત્યુ સમયે તમારી પડખે ઊભા રહેશે.
આ કંઇક આવું છે : તમે તમારા સ્વપ્નમાં એક મકાન બનાવો છો, તેને રંગો છો, શણગારો છો અને તેનો આનંદ ઉઠાવો છો. તમે તમારા સ્વપ્નમાંથી જાગો છો ત્યારે શું બને છે ? તમે જાગો છો પછી તે તમારા કોઈ ઉપયોગમાં આવે છે ખરો? ના ! આવી જ રીતે, તમે આ પુણ્ય ના ખ્યાલમાં તમારી જાતને ડુબાડી રાખો છો. આપણે બીજું બધું જ ઓછં કરીએ છીએ, સરળ રીતે ભક્તિ કરવાનું પણ. બસ આટલું જ.
મેં લોકોને જોયાં છે : તે લોકો કોઈ ચોક્કસ દેવતાને, ચોક્કસ મંદિરે, ચોક્કસ પ્રસાદ લઈને જવાનું નક્કી કરે છે, અઠવાડિયાના દરેક શનિવારે. જો તે શનિવારે નહીં જઈ શકે તેમ હોય તો પ્રસાદ લઈને પોતાના ડ્રાઈવરને મોકલશે! સ્પષ્ટતાથી સમજી લો : તમે જયારે મૃત્યુ પામતા હશો ત્યારે ભૌતિક બાબતો તમારી સાથે આવવાની નથી. ફકત જાગ્રતતાની ક્ષણો, સભાનતા અને મેડિટેશન તમારી સાથે આવશે.
અને એક આ વાત સમજી લો : તમે તમારી જાત વિષે જેટલું જાણો છો તેનાં કરતાં ભગવાન તમારા વિષે વધારે જાણે છે. તમે તેનાથી કશું જ છૂપાવી શકો નહીં; કારણ કે તે બધું જાણે છે. માટે તેનાથી ડરવાનું કે તેને ખુશ કરવાનું કોઈ કારણ નથી. જો ભગવાન તમને સમજતો ના હોય, તો પછી આખી દુનિયામાં ક્યાંય સમજણ નથી.
તમારા માતા પિતા કરતાં પણ ભગવાન તમને વધારે ઓળખે છે. તમને તે આ જન્મથી જ નહીં પરંતુ એ પહેલાંના તમારા બધા જ જન્મો વિષે તે જાણે છે. માટે તેનાથી ડરવા જેવું કશું જ નથી. તેની સામે તમે ખુલ્લી કિતાબ છો. તે ગમે તે પાનું ગમે ત્યારે જોઈ શકે છે !
માટે ભગવાનનો ભય છોડી દો અને તેને અસ્તિત્વની સમગ્રતા રૂપે જુઓ. તેના તરફ મિત્રની રીતે જુઓ. સમાજ તમને ભગવાનથી ડરાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, તેમને સાંભળો નહીં. ભગવાન સાથે તમારા પોતાના સંબંધો વિકસાવો. મજબૂત ને વિશ્વાસભર્યા. શ્રધ્ધાથી ભરપૂર. માણસની જીદગીમાં આ એક જ સંબંધની જરૂર છે.
તમે જયારે અસ્તિત્વ સાથે અથવા ભગવાન સાથે જોડાવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારી જાત સાથે પહેલાં કરતાં વધારે જોડાતાં જાવ છો. તમારી અંદર ખરેખર શું ચાલી રહ્યું છે તે તમે જાણો છો. તેમાં સ્પષ્ટતા આવે છે. તમારી આંતરિક બુધ્ધિ વિકસે છે. તમારા ભય છૂટી જાય છે. તમે કોઈપણ બાબતથી ભય પામતાં નથી. કારણ કે ભયનું સ્થાન બુધ્ધિએ લીધું છે. તમે વધારે રીલેક્સ અને આનંદ પૂર્ણ બનો છો. તમે મુક્તિનો અતુભવ કરો છો.
અસ્તિત્વ વિષે તમે જયારે આ સમજી જાવ છો, ત્યારે ધર્મને નામે ચાલતું એક પણ યુધ્ધ નહીં હોય. જે લોકો પોતાના ધર્મથી ડરે છે. જે લોકો ધર્મ માટે લડે છે. તેઓ પ્રેમાળ અસ્તિત્વની સ્પષ્ટતાને સમજયા જ નથી. તેઓ સતત આખી બાબતને જ ચૂકી રહ્યાં છે. તેઓ આંધળા લોકોની જેમ એકબીજા સામે લડી રહ્યાં છે.
અને ખૂબ જ મહત્વનું : મહેરબાની કરીને ભગવાન વિષેના તમારા વિચારો બાળકોને ના આપતાં અને તેમનામાં ભગવાનનો ભય ના પેસાડતાં. તેમને ભગવાનને આલિંગન આપવાનું શીખવજો. તેમને શીખવો કે ભગવાન આપણી આસપાસ વિસ્તરેલું અસ્તિત્વ છે જે આપણને આલિંગન આપી રહ્યું છે. તેમને શીખવો કે ભગવાન શુધ્ધ પ્રેમ સિવાય કશું જ નથી. તેમને ભગવાન અને સમગ્ર અસ્તિત્વ પ્રત્યે પ્રેમાળ અભિગમથી વિકાસ પામવામાં મદદ કરો. આવી રીતે, તેઓ સામાન્ય રીતે જે ભય સાથે ઉછરે છે તેવા ભય સાથે નહીં ઉછરે.
યસ ...
"માસ્ટરજી, અમને ઘણીવાર આશ્ચર્ય થાય છે – અમારી સાથે જે કંઈ બને છે તે અમારૂં નસીબ છે કે અમારી પસંદગી છે?"
(સ્વામીજી હસે છે !) વારંવાર ખૂબજ પૂછાતો સામાન્ય પ્રશ્ન !
જુઓ સમજો : તમારી વર્તમાન ક્ષણ તમે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોની સમગ્રતા છે. અત્યારે તમે અહીં આ જગ્યામાં છો. એ માટે તમે સવારે વહેલાં ઉઠવાનું નક્કી કરો છો, યોગ્ય રસ્તો લો છો, અહીં આવો છો, બેસો છો અને બેસવાનું ચાલુ રાખો છો. હું બરાબર કહું છૂં ?
આવી જ રીતે તમારા ભૂતકાળના નિર્ણયો તમારો વર્તમાન છે - તમે જેમ અહીં છો તેમ જ, એવી જ રીતે તમારૂં ભવિષ્ય પણ તમે અત્યારે જે નિર્ણય લેશો તેનું પરિણામ હશે. હવે આપણે કેવી રીતે વિચારીએ છીએ કે તે નસીબ છે? કારણ કે આપણે અભાન પણે નિર્ણયો લઈએ છીએ અને તેના અમુક પરિણામો આવે તેવી આશા રાખતાં નથી. જ્યારે અપેક્ષા સિવાયનાં અથવા અણગમતાં પરિણામો આવે છે ત્યારે તેને નસીબ કહીએ છીએ.
આપણે જયારે અભાનપણે નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે તેની આડ અસર અને પછીની અસરો વિષે જાગૃત હોતાં નથી, ત્યારે આપણે તેને નસીબ કહીએ છીએ. હકીકતમાં જીદગી તમારી શુધ્ધ પસંદગી જ છે. આપણે જ નિર્ણયો લઈએ છીએ, આપણાં માટે બીજું કોઈ નિર્ણય લેતું નથી.
આખી દુનિયા તેની જ હોવાં છતાં, ભગવાન ખૂબજ કુપાળુ છે. તે આપણને આપણી પસંદગીઓ કરવાની છટ આપે છે! તમે ફકત એક જ રીતે સાચા નિર્ણયો લઈ શકો. જે રીત છે: તમારા દરેક શ્વાસને જાગૃતતા સાથે જોડી દો. જેથી તમારી દરેક ક્રિયાઓ, તમારા દરેક નિર્ણયો પૂરી જાગૃતતા સાથે લેવાય અને તમે ક્યારેય અર્થસભાનતામાં અથવા અભાનતામા નિર્ણયો લેવામાં સરકી ન પડો. બસ આટલું પુરતું છે. પછી તમારે નસીબ અને ભવિષ્યની ચિંતા નહીં કરવી પડે.
અને એક વાત સમજી લો : તમારી મિલકત અને તમારા કહેવાતા ખરાબ નસીબ માટે કોઈ તમારો કબજો જમાવીને બેઠું નથી. ગમે તેમ પણ આપણે એવા ભયમાં સતત જીવીએ છીએ કે લોકો આપણી મિલક્ત લૂટી લેશે. આ આપણી મિલકત ગુમાવી દેવાનો ડર છે.
આ ભયને લીધે આપણે આપણી આસપાસ ઘણી બધી દિવાલો ચણી દઈએ છીએ. અને અંતે આપણે આપણી પોતાની જ જેલમાં કેદ થઈ જઈએ છીએ. માટે જ હું કહું છું; "દરવાજા ખોલી નાંખો, તાજગીને અંદર આવવા દો". જીવન શક્તિ તમારી સંભાળ લેશે તેમાં શ્રધ્ધા રાખો. સ્પષ્ટતાથી સમજી લો : હું એવું નથી કહેતો કે, "તમારા ઘરને તાળાં ન મારો !"
તમારે ભૌતિક સ્તર પર તમારા ઘરને તાળુ મારવું જ જોઈએ. હું માનસિક સ્તરની વાત કરૂં છું, તાળાં માટેનું વળગણ છોડી દો. બસ એટલું જ.
એક દાખલો લો, તમે રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા છો. તમારા ડબ્બામાં ગોઠવાઈ જતાંની સાથે જ તમે શું કરો છો? તમારી બાજુના મુસાફર સાથે વાતચીત ચાલુ કરો છો. તમે તેમને પૂછો છો કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જવાના છો. તે ક્યા ધર્મનો હશે તે જાણી લેવાનો પ્રયત્ન કરો છો. તમે તેના બેકગ્રાઉન્ડ વિષેના પ્રશ્નો પૂછો છો, વગેરે. શા માટે ? શું તમને ખરેખર તેની વિગતોમાં રસ છે તેથી ? ના ! છતાં તમે પૂછો છો, કારણ કે તમે તેને અજાણ્યા તરીકે જુઓ છો અને જો તમે આ બધી બાબતો જાણી લો, તો અજાણ્યા તરફનો તમારો માનસિક ભય ઓછો થઇ જાય છે, અને તમે આરામથી મુસાફરી કરો છો. બસ આટલું જ.
જો તમે હિન્દુ હો અને તે પણ હિન્દુ હશે તમે રીલેક્સ થઈ જાવ છો. પરંતુ જો તમે હિન્દુ હો અને તમને જાણવા મળે કે તે મુસ્લીમ છે તો તમે અસ્વસ્થ અને ભયભીત બની જાવ છો; તમે તેને શંકાની નજરે જોવાનુ શરૂ કરી દો છો. કદાચ તમે તમારી બેઠક બદલી નાંખવાનું પણ વિચારવા માંડો. તમારો ભય આ રીતે કામે કરે છે. તમે હંમેશા તમારી મિલકત ગુમાવી દેવાના આવા ભયમાં રહ્યો છો.
શારદા દેવી કહે છે; "તમારો લોકોએ તેમનાં સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હોય તો પણ તેમનામાં વિશ્વાસ રાખો. તમારા અસ્તિત્વમાં વિશ્વ સમાયેલું છે એવા વિશ્વાસથી તમે પૃથ્વી પરના ભગવાન તરીકે જીવી શકો છો."
જયારે તમારી બુધ્ધિ તીવ્ર બને છે, ત્યારે તમે વૈજ્ઞાનિકની જેમ સમજી શકો છો; જયારે લાગણીઓ તીવ્ર બને છે ત્યારે શ્રધ્ધા ખીલે છે; જ્યારે અનુભવ તીવ્ર બને છે ત્યારે એન્લાઈટેન્મેન્ટ ખીલે છે. માટે ભય છોડી દો અને તમારી અંદર, સમજણ અને વિશ્વાસથી જે બને છે તે બનવા દો.
માટે તમારી મિલકત વિષેનો ભય છોડી દો. એક વાત સમજી લો : દરેક બાબત અસ્તિત્વને આધારીત છે. તમે તેના થોડા સમય માટેના કબજેદાર છો. બસ આટલું જ. જો તમે આ ગહન સ્તરે સમજી લો તો મિલકતના ભયને તમે તમારી અંદર પ્રવેશવા નહીં દો.
આપણે અજાણ્યાઓથી મિલકતના ડર વિષે વાત કરી : પરંતુ આબરૂની બાબતમાં ભય કઈ રીતે કામ કરે છે. ધારો કે કોઈકને એવું કંઈક કરવું છે જેને સમાજ મંજુરી નહીં આપે. જેવું કે લગ્ન બાહ્ય સંબંધો અથવા માત્ર હવામાં હાથ પગ ઉછાળવા છે, તો તે શું કરશે ? તે કોઈ એવી અજાણી વ્યક્તિની હાજરીમાં કરશે જે તેને કોઈપણ રીતે સામાજીક રીતે ઓળખતી ના હોય. આ કિસ્સામાં અજાણી વ્યક્તિ ભય માટે મિત્ર બની જાય છે. અહીં વચન બધતા અને સંલગ્નતા ભયને ઊભો કરે છે અને તેથી તમે ઓછી જાણીતી વ્યક્તિ શોધો છો જેમાં તમે વચનબધતા અને સંલગ્નતાને ઓછી કરી શકો અથવા અવગણી શકો. જરા જુઓ ભય કેવી રીતે કામ કરે છે ! જરા જુઓ તમે બધો જ સમય ભયના સાણસામાં કેવી રીતે જકડાયેલો હો છો !
યસ ... .
"માસ્ટરજી, તમે એમ કહો છો કે જ્યારે અમે ભયમાં હોઈએ ત્યારે જાગૃતતાથી તેની અંદર જ્રીવું જોઈએ. પરંતુ અમુક વખતે, ભય એટલો અચાનક હોય છે કે તે આવે છે અને જતો રહે છે. એક આંચકાની જેમ. પછી અમારી પાસે તેની અંદર જોવાનો સમય હોતો જ નથી …."
હાં ... તમે ભયનો હુમલો શું છે તે વિષે વાત કરો છો.
ભયના હુમલા ટંકા, ભયની અણી જેવા હોય છે. જે આવે છે અને થોડી સેકંડોમાં જ જતાં રહે છે. દાખલા તરીકે. તમે રોડ પર ચાલી રહ્યા છો. તમે એકાએક દોરડું જુઓ છો અને તમે વિચારો છો કે તે સાપ છે, તમારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે, અને ભય જતો રહે છે કારણ કે તમને ખ્યાલ આવે છે કે આ તો ફકત દોરડું છે. આ ભયનો હુમલો છે.
તમે જુઓ : આ કંઈક આવું છે : આપણાંમાં ભયનો કરંટ હંમેશા હોય છે. એ સમયે એ ટોચ પર પહોંચે છે બસ આટલુ જ. આવા ભયના હુમલા થોડા સમય માટે આવતાં હોવા છતાં અતિશય તીવ્રતાવાળાં હોય છે. આવા ભયના હુમલા રોગમ્રતિકારક શક્તિને નબળી બનાવી દે છે. તે આપણી અંદર રસાયણો સાથે હતાશા પ્રસરાવે છે અને વૃધ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે હાર્ટ એટેકનું કારણ બને છે અથવા આપણા વાળ સફેદ બનાવી દે છે.
સરેરાશ, દરેક વ્યક્તિને દિવસ દરમ્યાન જાણતાં કે અજાણતાં આવા ભયના ૬ હુમલા આવે છે. અભાન ભયના હુમલા જેવાં કે, પાછળી રાત્રે ટેલીફોનની ઘંટડી વાગવી, અથવા કાર ચલાવતી વખતે કોઈ અચાનક જ તમારી એકદમ નજીક આવી જાય અથવા જ્યારે તમે હોરર ફિલ્મ જોઈ રહ્યાં હો અને કોઈ તમારા ખભા પર ટપલી મારે; આવી ઘણી બાબતોમાં ભયના હુમલા આવી જાય છે. તમને સ્વપ્નામાં પણ ભયના હુમલા આવી જાય છે, પરંતુ તમે જ્યારે જાગો છો ત્યારે તેને ભૂલી જાવ છો. ભયના હુમલા ગુલાબના છોડનાં મૂળીયા હલાવી નાંખવા જેવા હોય છે. તે આપણી સિસ્ટમ માટે ખૂબ જ જોખમી છે.
તમે જેમ કહ્યું તેમ ભયના હમલા વખતે તમારી પાસે જાગ્રતતામાં જવાનો સમય જ હોતો નથી; તેમજ કોઇ ભગવાનનું નામ જપવાનો સમય હોતો નથી અને હુમલો આવી જાય છે, કારણ કે તે ફકત ભયની તીક્ષ્ણ અણી હોય છે. પરંતુ ભયનો હુમલો પસાર થઈ ગયા પછી, તમે હુમલાનું સારી રીતે વિશ્વેષણ કરી શકો છો અને તમારા ભયની છાપની સમજણ મેળવી શકો છો. તે તમને ભયના આખા વિચારોને ઓગાળવામાં મદદ કરે છે.
આપણા નિયમિત સામાન્ય ભયોની તીવ્રતા અને ગહનતાને ઓછી કરી દેવાથી. ભયના હમલાની તીવ્રતા ઓછી થઈ જાય છે અને બે હુમલા વચ્ચેનો સમયગાળો વધી જાય છે. ફકત આપણાં નિયમિત સામાન્ય ભયમાંથી જ ભયના હુમલા પેદા થાય છે. જો ગહન સમજણ અને સ્પષ્ટતા સાથે નિયમિત સામાન્ય ભયને ઘટાડી શકાય તો, ભયના હુમલા પણ ઘટી જાય છે.
સામાન્ય પણે ભય એવી શક્તિ છે. જે તમને તમારા પોતાના કાબુમાંથી બહાર ધકેલી દે છે.
એક નાની વાર્તા :
એક શિષ્યને ચિંતા થતી હતી કે સુફી ગુરુ તેને ક્યારે દીક્ષા આપશે.
અંતે ગુરુએ તેને કહ્યું કે, હું તને એક શરત પર દીક્ષા આપીશ. તારે બાજુના નગરમાં જવું અને બુરખો પહેરેલી સ્ત્રીને ચુંબન કરવું અને પછી જંગલમાં જઈને તારી લાકડીથી વાઘને ફટકો મારવો.
બીજા શિષ્યોએ એવો બચાવ કર્યો કે આ તો ખૂબ જ સરળ છે.
ગુરુ માત્ર મલકાયા અને તેમને રાહ જોવાનું કહ્યું.
એક અઠવાડિયા પછી તે શિષ્ય પાછો આવ્યો. તે ભયંકર લોહી લુહાણ અને ઘવાયેલી હાલતમાં હતો.
ગુરુએ તેને પૂછ્ણ્યું કે શું થયું હતું.
શિષ્ય બોલ્યો; "મને ખબર નથી શા માટે, પરંતુ મેં સ્ત્રીને લાકડી મારી અને વાઘને ચુંબન કર્યું !"
ભય તમને આંધળા કરી નાંખે છે ! તે થોડી ક્ષણો માટે તમારા વિચારો અને બુધ્ધિને દૂર કરી શકે છે. માટે જ તમારે ભયને ગહનતાથી સમજીને તેમાંથી બહાર આવી જવું જોઈએ.
ઘણાં બધા કિસ્સાઓમાં કદાચ તમે સાંભળ્યું હશે : જયારે આગ લાગે છે અથવા મોટી દુર્ઘટના બને છે ત્યારે લોકો ભયના માર્યા બધી જ દિશાઓમાં દોડાદોડ કરી મૂકે છે; તેઓ ખોટી દિશામાં દરવાજા ખોલવાનો પ્રયત્ન કરે છે; તેઓ સામાન્ય રીતે જયાંથી બહાર નીકળતા હોય છે તેની ઉલટી દિશામાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે. આ બધી બાબતો તેમને માટે જીવલેણ બને છે. ભય માણસને આંધળો બનાવી દે છે.
હું તમને ભય પ્રત્યે હંમેશા જાગૃત થવાનું કહું છું, કારણ કે માત્ર જાગૃતતાથી જ તમે તમારી પાયાની શક્તિનું ઊંચી શક્તિમાં પરિવર્તન કરી શકો છો. જેવી રીતે જાગૃતતાથી વાસનાને પ્રેમમાં ફેરવી શકાય છે, તેવી જ રીતે ભયને નિર્ભયતામાં અને બુધ્ધિમાં, શુધ્ધ જાગૃતતાથી જ પરિવર્તન કરી શકાય છે.
દબાવી દીધેલી કોઈપણ બાબત બીજું સ્વરૂપ ધરે છે. તે મૂળીયામાંથી ઉખડી જતી નથી માટે ભયને દબાવી દેવો, તે ભયમાંથી બહાર આવવાનો રસ્તો નથી. જાગ્રતતા જ તેનો રસ્તો છે. હકીકતમાં જો તમે તમારા ભયને દબાવી દો છો, તો તમે તેમાંથી બહાર આવવાની તક ગુમાવી દો છો. જ્યારે તમે ભયને જાગતતાથી જોશો અને તેને આવવા દેશો. ત્યારે આવું બનવા દેવાનું મહત્વનું છે કારણ કે તમારા બધાં જ ભય મૃત્યુના ભય સિવાય બીજું કર્શું જ નથી. તમે જયારે તમારા રોજીદા ભય ઉપર કામ કરો છો ત્યારે તમારો મૃત્યુનો ભય અજ્રણતાં જ ઓછો થતો જાય છે, અને જયારે મૃત્યુનો ભય ઓછો થય છે, ત્યારે તમારા રોજીદા ભય પણ ઓછા થઈ જાય છે.
યસ … હવે આપણે સુંદર મેડિટેશન કરીશું જેને 'નિર્ભય ધ્યાના' કહે છે, જે સીધું 'સ્વાધીજાન ચકા' પર કામ કરે છે.
અંધકાર મેડિટેશન
(કુલ સમય : ૩૦ મિનિટ)
' નિર્ભય ધ્યાન' મેડિટેશનની પધ્ધતિ 'વેદાંત' માંથી લેવામાં આવી છે. આ મેડિટેશન શરીરની બહાર નીકળવાનો અનુભવ કરાવે છે.
શરીરની બહાર નીકળવું એટલે મૃત્યુનો અનુભવ. જ્યારે આને નિયમિત કરવામાં આવે છે, ત્યારે દરેક વખતે વૈશ્વિક
શક્તિ, જે અંધકારની શક્તિ છે અને દરેક જગ્યાએ હાજર હોય છે તે તમારા મન અને શરીરને સતત શક્તિશાળી બનાવે છે. તે 'સ્વાધીજાન ચક્ર' ને પણ તાકાતવાન બનાવે છે. આ ૩૦ મિનિટનું માર્ગદર્શિત મેડિટેશન છે.
જમીન પર આરામથી બેસી જાવ. જે લોકો નીચે ન બેસી શકતાં હોય, તે ખુરશી પર બેસી શકે છે. મસ્તક, ગરદન અને કરોડરજ્જુ સીધી લાઈનમાં રહેવાં જોઈએ.
(હળવું સંગીત વાગે છે)
તમારી આંખો બંધ કરી દો. ઊંડા શ્વાસ લો, કલ્પના કરો કે તમે ગાઢ જંગલમાં ચાલી રહ્યા છો. તમે અત્તિશય ગાઢ જંગલમાં ચાલી રહ્યાં છો. તમે એક ઊંડી અંધારી ગુફામાં દાખલ થાવ છો. તમને તમારી આંખોથી કશું જ દેખાતું નથી. તમે અંધારી ગુફામાં બેસી જાવ છો. તમને તમારૂં પોતાનું શરીર પણ દેખાતું નથી. તમે ત્યાં છો એવી લાગણી સિવાય તમારી બીજી કોઈ જ ઓળખાણ નથી.
તમે જોવાની ઘણી કોશિશ કરો છો, પરંતુ તમે જોઈ શકતાં નથી. અંધકારમાં, તમે માત્ર સ્પર્શથી જાણી શકો છો કે તે તમે ત્યાં છો ... (૧ મિનિટ)
તમે અંધકારમાંથી જન્મ્યા છો જે તમારી માતાના ગર્ભાશયમાં હતું અને એજ પ્રેમાળ, કરૂણામય અંધકારમાં તમે ઓગળી જવાનાં છો. (૧ મિનિટ)
તમારી આસપાસના અંધકારનો ઊંડો શ્વાસ લઈને તેને તમારી અંદર ભરી દો. અંધકારને ગહન શ્વાસમાં ભરી દો. જેણે તમારી ઓળખાણ અદેશ્ય કરી છે.
ધીમેથી, ખૂબ જ ધીમે થી, તમારા શરીરને અંધકાર સાથે એકરૂપ થતું અનુભવો. (૫ મિનિટ)
ધીમેથી, ખૂબ જ ધીમે થી, તમારા શરીરને અંધકાર બની જતું અનુભવો. (૫ મિનિટ)
તમારા આખા શરીરને, અંધકારને શ્વાસમાં, 'અંદર' લઈ લો. તમારા દરેક કોશોની સાથે, અંધકારને, ક્ષાસને, શ્વાસમાં અંદર લઈ લો. ઊંડાણથી (૧૫ મિનિટ)
તમારી જાતને અનુભવવાનું શરૂ કરો. તમારી બધી જ ઈન્દ્રીમાંથી તમારા શરીરને અનુભવવાનું શરૂ કરો. બેઠેલી સ્થિતિમાંજ તમારા શરીરને ખૂબ જ ધીમેથી થોડું હલાવો. ઉભા થાવ અને ગુફામાંથી બહાર આવો. તમે ગાઢ જંગલમાંથી બહાર આવી રહ્યાં છો.
તમે મેડિટેશન હોલમાં પાછા ફરી ગયા છો ... (૩ મિનિટ)
ઓમ શાંતિ, શાંતિ, શાંતિ હી.
આપણે બીજા સેશન માટે મળીએ ત્યાં સુધી આ શાંતિને તમારી સાથે લઈ જાવ. આભાર.
પ્રકરણ - ૭ ઈર્ષામાંથી મક્તિ
આપણે હવે 'વિશુધ્ધિ ચક્ર' માં જોવા જઈ રહ્યાં છીએ જે ગળાના વિસ્તારમાં આવેલું છે.
'સંસ્કૃત' માં 'વિશુધ્ધ' એટલે ' શુધ્ધતા અને અશુધ્ધતા'ની ઉપરનું .
આ ' ચક્ર' સરખામણી અને ઈર્ષાને લીધે બંધ થઈ ગયું હોય છે અને જયારે બીજાઓની ચિંતાઓ કર્યા વગર આપણી ઓળખ પ્રદર્શિત કરી શકીએ, આપણી સંપૂર્ણ ક્ષમતા, વિશિષ્ટતા અને સર્જનાત્મકતા વ્યક્ત કરી શકીએ ત્યારે તે ખીલી જાય છે.
(મેડિટેશન પધ્ધતિ : શક્તિ સાગર મેડિટેશન - ઝેન બુધ્ધિઝમ પધ્ધતિમાંથી)
આપણે આપણી જાતને હંમેશા બીજા સાથે સરખાવતાં હોઈએ છીએ અને ઘણી વાર બીજાઓ પાસે જે છે અથવા તેઓ એ જે મેળવ્યું છે તે આપણાં કરતાં વધારે છે એવું માનીને આપણે ઈર્ષાની લાગણી અનુભવવાનું શરૂ કરીએ છીએ. જ્યારે આપણે બીજાની શ્રેષ્ઠતા સહન કરી શકતાં નથી ત્યારે ઈર્ષણુ બની જઈએ છીએ. સરખામણી ' બીજ' છે અને ઈર્ષા તેનું 'ફળ' છે !
સરખામણી અને ઈર્ષાનું હકીકતમાં અસ્તિત્વ જ નથી ! આપણે જ તેને પેદા કરીએ છીએ અને તેમાંથી બહાર કેમ આવવું તેની અંતહીન વાતો કર્યા કરીએ છીએ. આ ખ્યાલને સમજવા માટે 'ચક્ર'નું નામ, જે 'વિશુધ્ધ' છે, તેને સ્પષ્ટતાથી સમજવું પડે.
'શુધ્ધિ'નો અર્થ છે 'પવિત્ર'. 'અશુધ્ધિ'નો અર્થ છે 'અપવિત્ર'. 'વિશુધ્ધિ'નો અર્થ છે આ બન્નેની ઉપરનં. નામ જ બતાવે છે કે આ 'ચક્ર' ક્યારેય અપવિત્ર થતું જ નથી અને તેથી તેને ક્યારેય શુધ્ધ કરવાની જરૂર પડતી નથી. માટે સરખાણી જે આ 'ચક્ર'ને બંધ કરી દે છે, તે પદાર્થ વગરનો પડછાયો છે. ત્યાં સરખામણી માટેનો કોઈ આધાર જ નથી. તે સ્પષ્ટ રીતે આપણી કલ્પનાએ બનાવેલ કાલ્પનિક બાબત છે.
એક નાની વાર્તા :
એક માણસ એક સંગીત જૂથનો સભ્ય હતો. જે આખી દુનિયામાં સંગીતના પ્રોગ્નમો કરતું હતું. એક ચોક્કસ સ્ટેજ પ્રોગ્રામમાં તેણે અમૂક ગીતો માટે ચોક્કસ પ્રકારની કાળી વીગ અને અમુક ગીતો માટે લાલ રંગની વીગ પહેરવાનું નક્કી કર્યું .
તેણે વારાફરતી વીગ બદલી અને પ્રોગ્રામનો અર્ધો ભાગ પૂરો કર્યો.
ઇન્ટરવલ દરમ્યાન, શો નો ડાયરેક્ટર તેની પાસે આવ્યો અને તેને કહ્યું: "તમારે પ્રોગ્રામના બાકી રહેલા ભાગમાં લાલ રંગની વીગ પહેરવાની છે."
માણસને નવાઈ લાગી અને પૃછ્યું શા માટે.
ડાયરેક્ટરે જવાબ આપ્યો; "લોકોને કાળા રંગના વાળ વાળી વ્યક્તિના અવાજ કરતાં લાલરંગના વાળવાળી વ્યક્તિનો અવાજ વધારે ગમે છે !"
આપણે બધો સમય સરખામણીઓ કરવામાં એટલાં બધાં રોકાયેલા હોઈએ છીએ કે આપણે વસ્તુઓ જેવી છે તેવી જોતાં નથી ! આપણું મન સરખામણીઓમાં એટલું બધું જકડાયેલું હોય છે કે, તે જે જુએ છે તેની 'સાચી' ગુણવત્તા ચૂકી જાય છે. બાબતો જેવી છે તેવી જ તેને જોવા માટે આપણે સરખામણી કરવાનો અભિગમ છોડી દેવાની જરૂર છે.
સરખામણી શું છે ?
મને કોઈ કહેશે? સામાન્ય રીતે, તમે જેમાં સરખામણીઓ કરતાં હો છો ? મને ખાત્રી છે કે તમે આ બાબતમાં કહેવા માટે તૈયાર જ હશો !
(ઓડિયન્સ સાહસ કરે છે)
' સુંદરતા માસ્ટરજી ...'
હા. સુંદરતા ! દરેકને પોત પોતાના સરખામણીના વિસ્તારો હોય છે ! બરાબર પછી !
'મિલકત …'
'નામ અને કિર્તી …'
'શક્તિ અને પ્રતિષ્ઠા …'
'જ્ઞાન …'
'સ્વાર્સ્થ્ય …'
બરાબર છે, આ બધી જ બાબતો એવી છે જેમાં સામાન્ય રીતે આપણે જાતને બીજાઓ સાથે સરખાવીએ છીએ. ખરૂં ને ? આપણે આ બાબતોને ચાર મુખ્ય વિભાગોમાં વહેંચી શકીએ : પૈસા, જ્ઞાન, સુંદરતા જેમાં સ્વાસ્થ્ય આવી જાય છે, અને મોભો કે પ્રતિષ્ઠા. તમારી બધી જ સમસ્યાઓ, તમારી બધી જ મુંઝવણો આ ચાર બાબતો સિવાય બીજું કર્શું જ નથી.
હું સાચો છું ?
હવે … જરા કહો, દુનિયાના બધાં જ લોકોને તેમની પાસેના પૈસાના પ્રમાણમાં ક્રમ વાર લાઈનમાં ઊભાં રાખવામાં આવે છે, જેમાં તમે પણ સામેલ છો. તમને શું લાગે છે તમારૂં સ્થાન ક્યાં હશે ?
'ક્યાંક અધવચ્ચે માસ્ટરજી ....'
બરાબર છે ! તમે ક્યાંક વચમાં હશો, બરાબર છે ? તમે કદાચ તમારી બીજી બાજુ લાઈનમાં ઉભેલા લોકોની સંખ્યા કદાચ ગણી પણ નહીં શકો. તમારી આગળ અને પાછળ બન્ને બાજુ ઘણાં બધાં લોકો હશે.
અને કદાચ લોકોની જગ્યાઓ પણ અદલ બદલ થતી રહેશે કારણ કે તેમની પાસેના પૈસામાં પણ દરેક વખતે વધારો ઘટાડો થતો રહેશે. હવે તમારે તમારા વિચારથી નક્કી કરવાનું છે કે, તમારે તમારી આગળના લાકોની લાઈને જોઈને ઈર્ષાભાવ અનુભવવો છે કે પાછળની લાઈનમાં રહેલાં લોકોને જોઈને સગવાનનો આભાર માનવો છે ! આ તમારા જ હાથની વાત છે.
તમે સારી રીતે જાણો છો કે તમે લાઈનમાં ક્યાં છો તે કોઈ ચોક્કસ કહી શકે તેમ નથી. પરંતુ આ વિચાર તમને બધોજ વખત ખલેલ પહોંચાડે છે ! જે ખ્યાલનું અસ્તિત્વ જ નથી તેની જ પાસે આપણે વારંવાર જઈએ છીએ ! તેનું નકારાત્મક અસ્તિત્વ છે !
નકારાત્મક અસ્તિત્વ એટલે શું એ હું તમને સમજાવું છું. મારી બાજુમાં આ ઘટડી પડી છે. જો ઘંટડી ને મારે ખસેડવી હશે, તો હું સરળતાથી ઊંચકીને રૂમની બહાર મૂકી દઈશ, અને એ અહીં નહીં હોય. હું બરાબર કહું છું ? આ ઘંટડીનું હકારાત્મક અસ્તિત્વ છે. અને તેથી હું તેને ઉચકીને બહાર મૂકી શકું છું. હવે સમજો કે આ રૂમમાં અંધારૂં છે. તમે અંધારાને ઉચકીને રૂમની બહાર મૂકી શકો ?
"ના …" "
પરંતુ આ રૂમમાં હું પ્રકાશ લાવું તો, અંધારૂં જાતે જ અદશ્ય થઈ જશે, બરાબર ? કારણ કે અંધારાનું હકારાત્મક અસ્તિત્વ નથી; તેને નકારાત્મ અસ્તિત્વ છે. તેનું નકારાત્મક અસ્તિત્વ છે એટલે આપણે તેને ખસેડી શકીએ નહીં.
આવી જ રીતે, સરખામણીનું હકારાત્મક અસ્તિત્વ નથી. તે ફકત તમારા મનમાં અસ્તિત્વ ધરાવે છે; આપણા મનમાં જ્યારે ચોક્કસ વિચાર આવે છે ત્યારે જ તે હોય છે. કારણ કે સરખામણીનું હકીકતમાં અસ્તિત્વ જ નથી, તમે તેને જતા રહેવાનું કહીને તેમાંથી બહાર ના આવી શકો. તમે તમારા મનમાં તેના વિષે સમજણ લાવીને જ તેમાંથી બહાર આવી શકો. જેવી રીતે પ્રકાશ અંદર લાવવાથી અંધારૂં અદેશ્ય થઇ જાય છે.
સંસ્કૃતમાં, ભ્રમ શબ્દને માયા રૂપે અનુવાદિત કરવામાં આવ્યો છે.
આપણે કહીએ છીએ. 'યા મા ઇતિ માયા', જેનો અર્થ છે, 'જેનું અસ્તિત્વ નથી તે માયા'
એ કે જેનું અસ્તિત્વ નથી છતાં પણ સતત ખલેલ પહોંચાડે છે ! એ 'માયા' ની મિલકત છે ! તમે તેને સરળતાથી જીદગી આપી દો છો, બસ આટલું જ. સરખામણી શુધ્ધ ભ્રમ છે. યસ … ?
"માસ્ટરજી, આપણે લાઇનની બીજી બાજુ ન જોઈએ એ તેજ સારૂં છે."
તમે આવું શા માટે કહો છો ? અને ગમે તે રીતે, તમે જોવાથી શા માટે ડરો છો ? તમે જોવાથી ડરો છો એજ બતાવે છે કે તમે તમારા પોતાના મનમાંથી દૂર ભાગી જવા માંગો છો. જો તમે જોઈ શકો , પરંતુ જે જુઓ છો તેની અસર જો તમારા પર ના થાય તો પણ તમે સાચો રસ્તો શોધી લીધો છે.
તમે જયારે દરેક બાબતને જોઈ શકો છો. તમારી પાસે જે છે તેને અને બીજા પાસે જે છે તેને. અને તમને કાયમ પરિપૂર્શતાનો અનુભવ થાય છે, ત્યાર પછી આ 'ચક્ર' શક્તિશાળી સ્થિતિમાં હશે. જુઓ ખૂબ જ સ્પષ્ટ બની જાવઃ હું 'સંતોષ' શબ્દ વાપરતો નથી. ઘણીવાર લોકો કહે છે. 'સંતોષ માનતા શીખી જાવ'. તમે ક્યારેય સંતોષી બનવાનું શીખી શકો નહીં.
સંતોષ, સરખામણી અને ઈર્ષાની સમજણના અનુભવથી ખીલવો જોઈએ. તમને જે આપવામાં આવ્યું હોય તેના તરફની ઊંડી કૃતજ્ઞતાની લાગણીથી ખીલવો જોઈએ. તેને બહારથી લાદી શકાય નહીં. તે તમારી અંદરથી ખીલવો જોઈએ.
તમને જે કહેવામાં આવે છે તેને સ્પષ્ટતાથી સમજવાનો પ્રયત્ન કરો. સત્યને વારંવાર સાંભળવાથી તમે તમારી અંદર એક અવકાશ પેદા કરી શકો છો. જ્યાં તમે તેનો અનુભવ કરી શકો. તમે જો ખૂબ જ ઊંડાણપૂર્વક અને ગંભીર મનથી જુઓ તો, દરેક સમસ્યાનો ઉકેલ તેની અંદર જ સમાયેલો હોય છે. તમે જો સરખામણી અને ઈર્ષાની અંદર જરા નજર કરશો તો, તમે જોઈ શકશો કે એ ફકત મનની રમત સિવાય બીજું કશું જ નથી.
તમે જયારે તમારાં પોતાના ઘરમાં હો છો ત્યારે વિચારો છો કે તમારી પાસે ઘર અને કાર છે, તે તમારા માટે પુરતું છે. આ વિચારથી તમે રીલેક્સ બનો છો. તમે કૃતજ્ઞતા અને પરિપૂર્ણતાની ક્ષણોને અનુભવો છો. થોડા સમય પછી તમે જયારે તમારી કારમાં બહાર નીકળો છો, અને ટ્રાફિક લાઈટ પાસે ઊભા રહો છો. ત્યારે શું બને છે ? તમારી બાજુમાં મર્સિડિઝ બેન્ઝ આવીને ઉભી રહે છે … અને તમારૂં મન વિચારવાનું શરૂ કરે છે. તમારી કાર એટલી સારી નથી. માટે બીજી નવી કાર લેવાનો સમય થઈ ગયો છે. ભલે મર્સિડિઝ બેન્ઝ નહીં પણ બીજી નવી ગાડી તો લેવી જ જોઈએ.
થોડી મિનિટો પહેલાં તમે તમારી વસ્તુઓ સાથે સુખી હતાં, પરંતુ હવે શું બની ગયું ? તમે નવી ઈચ્છા ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું. ઉછીની લીધેલી ઈચ્છા પર. સ્પષ્ટ બની જાવ : આ તમારી પોતાની ઇચ્છા નથી. તમે બીજા પાસેથી ઉછીની લીધેલી ઈચ્છા છે. તે મર્સિડિઝના માલિકની ઇચ્છા છે. આવી રીતે તમે બીજાઓની ઇચ્છાઓ પર, સરખામણી અને ઈર્ષાના પરીણામે તમારા મનમાં કામ કરવાનું ચાલુ કરી દો છો.
તમને તમારા ઘરમાં ક્યારેય રેફીજરેટરની જરૂરીયાત નહીં લાગી હોય, પરંતુ જો તમારો પડોશી રેફીજરેટર ખરીદશે, તો તરત જ તમને લાગશે કે તમારે તેના વગર નહીં ચાલે ! રેફીજરેટરની જરૂરીયાત માટેનાં ફુનિયાભરનાં કારણો તમે તરત જ શોધી કાઢશો. આજ સુધી તમે રેફ્રીજરેટર વગર ચલાવતાં જ હતાં ! કશું જ બદલાયું નથી. પરંતુ શું બને છે ? તમારૂં મન સરખામણી સાથે પગલાં ભરે છે.
અલબત્ત, તમારી પોતાની ઇચ્છા ઉછીની ઈચ્છાઓ લેવાની ક્યારેય હોતી નથી. આ તમારા મનમાં અજ્ઞાત રીતે બને છે. અને ઉઠીની ઇચ્છાઓનો મૂળ સ્ત્રોત વણ કહ્યો રહી જાય છે. આ મનની ચાલાકી ભરી અને રહસ્યમય રમત છે. અને આપણે હંમેશા કહીશું કે અમે બીજાઓની પરવા કરતાં નથી.
એક નાની વાર્તા :
એક માણસ પોતાના બાજુના ગામમાં દસ વરસ પછી પાછો ગયો.
તેણે તેના મિત્ર સાથે આખા ગામમાં લટાર મારી.
આ જગ્યામાં થયેલા ફેરફારોથી તેને ખૂબ જ નવાઈ લાગી.
તેણે તેના મિત્રને વિવેચન કર્યું : "સમૃધ્ધિએ આખા ગામનો ચહેરો બદલી નાંખ્યો છે !"
મિત્રે જવાબ આપ્યો; "ના, સમૃધ્ધિએ નહીં, માત્ર સાદી ઈર્ષાએ."
આપણે બધો જ સમય બીજાને હરાવવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ. તમે જ્યારે ઉછીની ઇચ્છાઓની પાછળ હો છો, ત્યારે તમે ક્યારેય અટકશો નહીં. કારણ કે તેમાંની એકાદ પૂરી કરવાની લગોલગ હો છો, ત્યાં જ ક્યાંયથી બીજી ઉછીની ઇચ્છા આવીને ઉભી રહે છે અને તમે પાછા પાટા પર વધારે દોડવા લાગો છો !
તમે દોડવાનું ચાલુ રાખો છો, કારણ કે તમે તમારી જાતમાં કેન્દ્રિત નથી. તમારૂં કેન્દ્ર બદલાતું રહે છે. તમારૂં કેન્દ્ર બીજા લોકો હોય છે, તમે પોતે નહીં ! અને તેમનું કેન્દ્ર ક્વાંક બીજે ઠેકાણે હોય છે. તેમની પોતાની અંદર નહીં! કલ્પના કરો તમારે કેટલું દોડવું પડે છે, તમારે બાહ્ય કેન્દ્રી વિચારો અને લાગણીઓ વચ્ચે કેટલું ઝૂલવું પડે છે ! તમે કઠપુતળી બની જાવ છો.
હું તમને કહું છું : દરેક વખતે તમને કંઇક ને કંઇક જોઈએ છે. તમારી જાત સાથે બેસો અને પછો કે ખરેખર તમને તે જોઈએ જ છે કે પછી બીજા પાસે તે છે, માટે તમને જોઈએ છે. તમારી દરેક ઇચ્છાઓનું જયારે તે સપાટી પર આવે ત્યારે, પ્રામાણિક પણે વિશ્લેષણ કરો. તમારા બધા જ પ્રતિષ્ઠાના સવાલોને છોદી દો અને તમારી જાતનું વિશ્વેષણ કરો. તમે જયારે એકલા હો ત્યારે જો તમારી પ્રતિષ્ઠાના સવાલોને ના છોડી શકતાં હો તો લોકોની વચ્ચે તમે કઈ રીતે છોડી શકશો ?
જો તમે ફકત 'તમારી' જ ઇચ્છા માટે જીવશો તો તમે શાંતિપૂર્ણ મૃત્યુ પામશો, પછી તે રેલ્વેના પ્લેટફોર્મ પર આવ્યું હશે તો પણ પૂર્ણ સંતોષકારક હશે. જો તમે તમારી આખી જીદગી ઉછીની લીધેલી ઇચ્છા પ્રમાણે જીવશો તો, પછી તમને ક્યારેય પરિપૂર્ણતા જોવા નહીં મળે અને તમે કદાચ આરસ પહાણના મકાનમાં રહેતાં હશો તો પણ તમને મોતને લંબાવવાની ઈચ્છા થશે, ખેંચતાણમાં રહેશો, તમારી ઉછીની લીધેલી અપૂર્ણ ઇચ્છાઓમાંથી મુક્તિ નહીં મેળવી શકો .
જૈન ધર્મમાં માન્યતા છે, કે તમે જયારે જન્મો છો, ત્યારે તમારી આખી જીદગીની જરૂરીયાત પુરતો ખોરાક અને શક્તિનો જથ્થો તમારી સાથે જ મોકલવામાં આવે છે. તમારી આ જન્મમાં જે કોઈ સાચી જરૂરીયાતો હોય તેને પુરુ કરવાની શક્તિ તમને આપીને જ અસ્તિત્વ તમને આ પૂથ્વી પર મોકલે છે.
પરંતુ તમે જ્યારે આ શક્તિનો ઉપયોગ ઉછીની લીધેલી ઇચ્છાઓ પૂરી કરવામાં કરો છો, ત્યારે તમને એવું લાગવા માંડે છે કે તમને કશું જ આપવામાં નથી આવ્યું; અને આ 'કશુંજ નથી' પુરતું છે. તમે થાકનો અનુભવ કરો છો, તમે નંખાઈ ગયેલા અને નાસીપાસ હો છો, કારણ કે પેલું 'કશું જ નથી' આપવામાં આવ્યું તેની પાછળ તમે હો છો. આવી રીતે જ સમસ્યાની શરૂઆત થાય છે.
તમે સમજો : 'જરૂરીયાતો' અને 'ઇચ્છાઓ' વચ્ચે ફરક છે. તમારી જરૂરીયાતો કોઈપણ રસ્તેપુરી થઈ શકે છે. તમારી 'જરૂરીયાતો' સંતોષવી શક્ય છે, પરંતુ તમારી 'ઇચ્છાઓ' પુરી કરવી અશક્ય બની જાય છે. કારણ કે તે હંમેશા બદલાતી રહે છે, એ અસ્પષ્ટ હોય છે. દરેક વખતે એક પૂરી થાય ત્યાં જ બીજી સેંકડો નવી ઉભી થઈ જાય છે.
અંતહીન ઈચ્છાઓ કરવી તે આપણો સ્વભાવ છે, કારણ કે આપણે બીજાઓ પાસે શું છે તે સતત જોયા કરીએ છીએ અને એ બધાંની આપણે માટે ઈચ્છા કરીએ છીએ. તમે આ હકીકત સ્વીકારવા તૈયાર નહીં થાવ, પરંતુ જો તમે તમારી જાતનું ગહનતાથી નિરીક્ષણ કરશો, તો તમે જોશો કે આ જ સાચું છે. તમારૂં મન એવી ચાલાકીથી આ રમત રમે છે કે પહેલી વખત કહેવાથી જ આ વાત માનવા કોઇ તૈયાર નહીં થાય.
દાખલા તરીકે : તમે તમારા ઘર માટે એક પંખો ખરીદવા દુકાનમાં જાવ છો. પરંતુ રસ્તામાં તમને અમુક મિત્રો મળે છે, જે તમને કહે છે બીજી દુકાનમાં કોઈબીજી વસ્તુઓ ખરીદવા જઈ રહ્યાં છે. તરત જ તમને તે વસ્તુઓ ખરીદવાની ઈચ્છા થશે અને તમે તમારો રસ્તો બદલી નાંખશો અને તમે તેમની સાથે જઈ ખરીદી કરશો. પછી તમને ખ્યાલ આવશે કે તમારી પાસે પંખો ખરીદવાના પણ પૈસા બચ્યા નથી !
જો તમે સરખામણી કરીને બીજાની ઇચ્છાઓ જીવવાનું શરૂ કરો છો, તો તમે તમારી જાતને મોટી મુશ્કેલીમાં નાખો છો, કારણ કે તમે ક્યાં છો તેજ તમે જાણતાં નથી. હંમેશા તમારી જાતને તમારી પોતાની જ પટ્ટીથી માપો. બીજાની પટ્ટીઓથી ક્યારેય નહીં. એ સૌથી મૂર્ખતાભર્યું અને જોખમી કામ છે !
ભારતમાં અમુક જગ્યાએ તમે જોઈ શકો છો : ત્યાં અમુક વાંદરાઓને તાલીમ આપનારા હોય છે અને તેના પર તેમનો જીવન નિર્વાહ ચાલે છે.
તે લોકો તેમની સાથે એક લાકડી રાખે છે અને તેની અણીનો ઉપયોગ, વાંદરા પાસે તેમને જે કરાવવું હોય તે કરાવવા માટે કરે છે.
તેઓ લાકડી ઊંચી કરીને હલાવીને બૂમો પાડશે, "નાચ રામા નાચ !" અને વાંદરો નાંચવા માંડશે ! પછી તેઓ કહેશે; "ગાડાનું પૈડું ફેરવ રામા ! ગાડાનું પૈડું ફેરવ !" અને વાંદરો ગાડાનું પૈડું ફેરવશે વાંદરો લાકડીના ઇશારે સરળતાથી નાચ કરશે.
આવી જ રીતે, આપણે 'સરખામણી'ની લાકડીને આપણી જાતને દોડાવવા દઈએ છીએ. આપણે તેના તાલે નાચીએ છીએ, એવી બાબતો કર્યા કરીએ છીએ જે આપણી પોતાની નથી પરંતુ લાકડીએ બતાવેલી બાબતો છે.
સરખામણીનો ક્યારેય અંત હોતો નથી, અપેક્ષાઓનો ક્યારેય અંત હોતો નથી. હંમેશા આપણે વધારે, વધારે અને વધારે માંગીએ છીએ. તમે સતત ઉંદરોની દોડની હરીફાઈ જેવી હાલતમાં હો છો. તમે પછી રીલેક્સ, આનંદિત અને પરિપૂર્ણ કેવી રીતે રહી શકો ? અને ઉંદરોની દોડમાં રહેવું એટલે, 'જો તમે જીતી જાવ છો, તો પણ તમે ફકત ઉંદર જ રહો છો !'
પરંતુ ગમે તે રીતે, જીદગીમાં મોડેથી, અમુક બિંદુ પર, તમે સમજો છો કે ઉંદરોની દોડની જીત તમને પરિપૂર્શતાની લાગણી આપતી નથી; પરંતુ સફળતા તમને ગહન અસંતોષ તરફ પણ લઇ જાય છે. આવું બને છે કારણ કે તમે કદાચ બહારની દુનિયાની તમારી બધીજ ભૌતિક ઇચ્છાઓ પૂરી કરી હોય, પણ તમે હંમેશા તમારી જાતની અવગણના કરી હોય છે.
અસંતોષનો અવાજ તમારા 'સ્વ'માંથી, તમારા અંતરાત્મામાંથી આવે છે. તમને જયારે આ સમજાય છે ત્યારે તમે આધ્યાત્મિકતા તરફ વળો છો ઘણું મોડું થઈ ગયું હોય તો પણ. પરંતુ જો તમે આ સમજતાં નથી તો તમે હતાશા (ડિપેશન) તરફ વળો છો કારણ કે તમને ખબર નથી હોતી કે તમે ક્યાં ચૂકી જાવ છો; તમે જાણતાં જ નથી કે તાર ક્યાં છે; તમે જાણતાં જ નથી એને તમે ક્યાં ગુમાવી દીધો છે; તમે જાણતાં જ નથી કે તમે ક્યાં ગલત છો.
હું તમને મારા અનુભવથી કહી શકું છું - અસ્તિત્વ આપણા ઉપર હંમેશા વરસી રહ્યું છે. અમીવર્ષા કરી રહ્યું છે, ત્યાં સમૃધ્ધિની પુષ્કળ રેલમછેલ છે ! પરંતુ આપણે અસંતોષની લાગણીથી ખૂબ જ તાલીમ બધ્ધ થઇ ગયા છીએ ! આપણે જે મળ્યું છે તેના તરફ સંવેદનહીન બની ગયાં છીએ. આપણને હંમેશા વધારે જોઈએ છે. કારણ કે કોઈકની પાસે અથવા બીજાઓ પાસે વધારે છે, કારણ કે સરખામણી આપણી અંદર ચાલતી અભાન પ્રક્રિયા બની ગઈ છે;
કારણ કે આપણે આપણી જાતમાં કેન્દ્રીત થઈને જીદગીને પરિપૂર્ણતાથી કેવી રીતે જીવવી તે જાણતાં નથી. એક નાની વાર્તા :
એક માણસ ભગવાનને પોતાની સામે પ્રકટ કરવા માટે જંગલમાં ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યો હતો.
ભગવાન તેના પર પ્રસન્ન થયાં અને તેને જે કંઇ માંગવું હોય તે માંગવા માટે કહ્યું.
માણસ આનંદના અતિરેકમાં આવી ગયો અને તેણે કહ્યું કે તે ખબ જ મોટો જાગીરદાર હતો અને તેણે તેની બધી જ જમીન ગુમાવી દીધી છે. અને તેણે પાછા શ્રીમંત બનવાની ઇચ્છા પ્રગટ કરી.
ભગવાને તેના પર દયા કરી અને કહ્યું, કે આવતીકાલે આખા દિવસમાં તું દોડીને જેટલા વિસ્તાર ફરતો આંટો મારીને પાછો મુળ જગ્યાએ પાછો આવી જઈશ તેટલી જમીન તારી થઇ જશે.
માણસ અતિશય ખુશ થઇ ગયો.
બીજે દિવસે તેણે સર્યોદય પહેલાં જ દોડવાનું શરૂ કરી દીધું.
તે જેટલી ઝડપથી દોડી શકતો હતો તેટલી ઝડપથી દોડ્યો.
બપોર થવા આવી તેને સખત ભૂખ લાગી પરંતુ, તેણે તેના તરફ ધ્યાન ના આપ્યું અને તેણે દોડવાનું ચાલુ રાખ્યું. સાંજ થતાં પહેલાં તરસ અને થાકે તેને બરાબર પકડી લીધો, પરંતુ તેના મનમાં બાજુવાળા જમીનદાર પાસે ઘણાં એકર જમીન છે તેનો જ વિચાર સવાર થઇ ગયો હતો, તેના મનમાં પડોશીની સમૃધ્ધિનાં ચિત્રો આવ્યાં અને તેશે દોડવાનું ચાલુ રાખ્યું.
સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી. તે લોથ પોથ થઈ ગયો હતો, અતિશય નબળાઈને લીધે તેને ચક્કર આવવા લાગ્યાં, પરંતુ પડોશી કરતાં વધારે જમીન મેળવવા માટે તે થોડા ડગલાં વધારે દોડ્યો.
સર્યપ્રકાશ ઝાંખો થયો અને તે લથડથો … અને તે પડ્યો અને ત્યાંજ મૃત્યુ પામ્યો.
આપણે બધાં, આવી રીતે જ આપણી જીંદગી જીવીએ છીએ. આપણે સતત દોડ્યા જ કરીએ છીએ, અટકીને એ પણ વિચારતાં નથી કે આપણે શા માટે દોડી રહ્યા છીએ ! આપણે દોડીએ છીએ, કારણ કે બીજાં બધાં જ દોડી રહ્યાં છે! શંકરાચાર્ય આનું સુંદર રીતે વર્ણન કરે છે, 'તતુ કિમુ, તતુ કિમ …' જેનો અર્થ છે 'પછી શું …' આપણે બધાં હમેશાં આજ વિચારતાં હોઈએ છીએ 'પછી શું' આ આપણી દોડની પાછળનું કારણ છે.
બીજી નાની વાર્તા :
ચંદા બસુ તેના ઘરના દરવાજાનાં પગથીયાં પર બેસીને રડી રહ્યો હતો. તેના મિત્રો પુછ્યું કે તું શા માટે રડી રહ્યો છે. તેણે કહ્યું; "મારાં ઘરડાં કાકી તેમની બધી જ મિલકત મને આપીને ગુજરી ગયાં છે." મિત્ર મુંઝવણમાં પડી ગયો અને પૂછ્યું; "પરંતુ તેઓ ઘણાં જ વૃધ્ધ હતાં, આ ઉપરાંત તે તેમની બધી મિલકત તને આપી ગયાં છે. પછી તું શા માટે રડે છે ?" ચંદાએ જવાબ આપ્યો; "તું જાણતો નથી. અઠવાડિયા પહેલાં જ મારા કાકા મૃત્યુ પામ્યા અને તે પોતાની મિલકત
મને આપતાં ગયાં છે.''
મિત્ર વધારે મુંઝવણમાં પડી ગયો અને પૂછ્યું; "પછી તું શા માટે રડે છે ?"
ચંદાએ કહેવાનું ચાલુ રાખ્યું: "અને તેનાં પહેલાંના અઠવાડિયે મારા બીજાં કાકી ગુજરી ગયાં અને તે પણ તેમની બધી જ મિલકત મારા માટે છોડતાં ગયા''.
મિત્રની સમજમાં જ નહોતું આવતું કે આ બધી બાબતો ચંદાને રડાવે છે કેમ.
તેણે પૂછયું; "ચંદા, મહેરબાની કરીને તું મને કહે આ બધાં માટે તું કેમ રડે છે ?"
ચંદાએ કહ્યું; "તું જાણતો નથી, હવે મારૂં એકપણ સગું સંબંધી બચ્યું નથી જે મારા માટે મિલકત મૂકીને મરી જાય !"
અલબત્ત, આ અતિશયોક્તિ વાળી વાર્તા છે. પરંતુ 'આપણે' આવાં જ છીએ, આપણે બધાં દરેક મિનિટે જીંદગીમાં સ્વાર્થીપણે કેટલું વધારે પડાવી લેવું તે જ જોઈએ છીએ. આપણો બધો જ કહેવાતો પ્રેમ ધંધાદારી સોદા સિવાય બીજું કશું જ નથી. અમુક કિસ્સાઓમાં તે અતિપ્રમાણમાં હોવાથી બહાર દેખાય આવે છે, અને બીજા બધાં કિસ્સાઓમાં તે છપાયેલો હોય છે અને પહેલી નજરે દેખાતો નથી. હકીકતમાં, તમે અભાન પણે આ કરતા હોવાથી તમે એવું વિચારો છો કે આ સાચો પ્રેમ છે.
સરખામણીનું મુખ્ય કારણ એ છે કે, આપણે આપણી જાતમાં પરિપૂર્ણતા અનુભવતાં નથી; આપણી પાસે જે છે તેનાથી આપણે ખુશ નથી. માત્ર ચોવિસ કલાક માટે. સવાર થી સાંજ સુધી કલ્પના કરો કે તમે આંખો ગુમાવી દીધી છે. તમારી આંખો બંધ રાખીને તમારાં રોજીદા કામો કરવાની કોશિશ કરો. થોડી મિનિટોમાં જ તમને ભાન થશે કે તમારા રોજેદા કામની હાલત તમે કલ્પના પણ નહીં કરી હોય તેટલી ખરાબ થઈ જશે. તમે જયારે આંખ ખોલશો ત્યારે કેવી રાહતનો અનુભવ કરશો અને દુનિયાને ફરીથી જોવાનો આનંદ મેળવશો. પછી તમે મોટાભાગે તમને આંખો આપવા બદલ ભગવાનનો આભાર ચોક્કસ માનશો !
તમે ક્યારેય તમારી જાતની સરખામણી આંધળા માણસ સાથે કરી છે? તમે તમને દ્રષ્ટિ આપવા બદલ ભગવાનનો આભાર માન્યો છે ? તમે ક્યારેય તમારી આંખો માટે ખેલદિલીપૂર્વક આભારવશતાની લાગણી અનુભવી છે ? ના! શા માટે નહીં? કારણ કે તમને જે કંઇ આપવામાં આવ્યું છે, તેને 'હંમેશા' એમ જ મળી ગયું છે, એવું જ તમે સમજો છો. તમને તેની કિંમત નથી. આ જ કારણ છે. તમે વિચારો છો : 'જે છે તે તો છે જ . 'પછી શું,' તેને માટે આપણે આગળ વધો'.
આપણી દરેક પ્રવૃત્તિ આ ત્રણ ધરીની આસપાસ ફરે છે : 'કરવું' 'જોઈએ' અને 'થવું'. જોઈએ માટે 'કરવું'. આનંદ માણ્યા વગર 'થવું'. આપણા બધાં જ દ્દઃખોનું મૂળ કારણ આ જ છે. 'કરવું' ક્યારેય 'જોઈએ' ને પકડી શકતું નથી! દરેક વખત આપણે એક ઈચ્છા પૂરી કરવા સખત મહેનત કરીએ છીએ, ત્યાં જ બીજી વધારે ઈચ્છાઓ આપણને દોડાવે છે.
એવું ક્યારેય ના વિચારો, 'મને અત્યારે કામ કરી લેવા દો, હું પછી આનંદ કરી લઈશ'. એવું ન વિચારતાં કે તમે પાછા આવશો અને પછી આનંદ માણી શકશો ! હું તમને કહું છું, આવું ક્યારેય બનવાનું નથી. દરેક આવતીકાલ ફકત આજના સ્વરૂપમાં જ આવે છે. 'કરવું' હંમેશા દરેક ક્ષણે થવું તરફ જ હોવું જોઈએ, ફકત પછી જ તમે સાચા રસ્તે છો .
જીવવાનું મુલતવી ન રાખો ! તેની ઉજવણી કરો ! જીદગીનો આનંદ માણો. અત્યારે જ અથવા ક્યારેય નહીં. આપણે બધાં આખી જીદગીભર એવું વિચારીને જ દોડતાં રહીએ છીએ કે, પછીથી આનંદ માણી લેશું, પરંતુ અંતે એમ જ આપણે કબરમાં પહોંચી જઈએ છીએ. તમે જયારે દોડવાના પાટા પર ચડી જાવ છો, ત્યારે તમે તમારી આનંદ માણવાની સાચી ક્ષમતા ગુમાવી દો છો. તમે આનંદ કેવી રીતે માણવો તે જ ભૂલી ગયા હો છો.
કહેવાય છે કે, 'પ્રાપ્ત કરી લેવા કરતાં તેનો પીછો કરવામાં વધારે આનંદ આવે છે !' હંમેશા તમે જયારે કંઇક મેળવવા તેની પાછળ દોડો છો ત્યારે તે બાબત તમને આખી દુનિયા જેટલી કિંમતી લાગે છે. પરંતુ તે તમને મળી ગયા પછી, ગમે તેમ, પણ તમને તે એટલી મહત્વની નથી લાગતી ! જો તમે તમારી જાત પ્રત્યે જાગૃત થઇ જાવ અને ખરેખર તમને શું જોઈએ છે. તે સમજી જાવ, અને 'તે' જ કરવાનો પ્રયત્ન કરો, તો તમારી જાતને આવી વિરોધાભાસી અને ગુંચવણભરી સ્થિતિમાં ક્યારે નહીં જુઓ .
રમણ મહર્ષિ ખુબ જ સુંદર રીતે કહે છે : 'અ દૈ વા દાર મુન કડ્ડગેય અન્નાલુમુ મલાયાય કાટી અ દૈન્દા પીન મલાયેય અન્નાલુમુ કુડુગાઈ કદ્વમ માયા મનમ'
આનો અર્થ છે : મન એવું ભ્રમિત કરે છે કે, જ્યાં સુધી મળી ન જાય, ત્યાં સૂધી રાઈનો નાનો દાણો પણ પહાડ જેટલો મોટો લાગે છે, અને પહાડ મળી ગયા પછી તે રાઈના દાણા જેવો મામુલી લાગે છે !
આ પ્રકારના અભિગમનું મૂળભૂત કારણ સરખામણી છે. મન હંમેશા તેની આસપાસ જ જુએ છે અને રમે છે. હું તમને તમારી બધી જ ઇચ્છાઓનો ત્યાગ કરવાનું કહતો નથી. હું તમને સરખાવવાની ના પાડતો નથી. હું માત્ર આટલું જ કહું છું : બીજાઓ દોડે છે, માટે તમે દોડો નહીં. બસ આટલું જ.
લોકો મને પૂછે છે; " માસ્ટરજી, સરખામણી કર્યા વગર અમને કેમ ખબર પડે કે અમે ક્યાં છીએ ?"
તમે સમજો : સરખામણી બે પ્રકારની હોય છે : રચનાત્મક સરખામણી અને ખંડનાત્મક સરખામણી. રચનાત્મક સરખામણીમાં, બીજાઓ પાસે જે છે તેમાંથી અમુક વિચાર અથવા એવી માહિતી લેવી જેના વિષે તમે જાગૃત નથી. તમે તમારી આસપાસની બાબતો જોઈને તમારૂં વ્યવહારૂં જ્ઞાન વધારી શકો છો. તમને દરેક બાબતે વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય તેનો ખ્યાલ આવે છે.
હકીકતમાં આને સરખામણી ના કહી શકાય; આને જ્ઞાન મેળવવું અથવા તમારી વ્યવહારૂં જાગૃતતા વધારવી એમ કહી શકાય. આવું કરતી વખતે, બીજાઓ પાસે જે છે તે જોઈને તમને ઈર્ષા અને અનિચ્છનીય લાગણીઓનો અનુભવ થતો નથી. આમાં આજ સૌથી મહત્વની બાબત છે.
આપણે જે સરખામણીની વાત કરીએ છીએ, તે 'ખંડનાત્મક સરખામણી' ની વાત છે. જે આપણી અંદર હોય છે. તમે બીજા પાસે જે છે તેને જૂઓ છો અને તે તેમની પાસે છે તેને તમે સ્વીકારી શકતાં નથી. તમે તેમને તેનો આનંદ ઉઠાવતાં જોઈ નથી શકતાં, પછી તે સુંદરતા હોય, પૈસા હોય, જ્ઞાન હોય અથવા પ્રતિષ્ઠા હોય. પછી તમે આ બાબતને તમારી માલિકીની બનાવવાના પ્રયત્નો શરૂ કરો છો; અને ઉછીની પ્રતિષ્ઠાઓના વર્તુળમાં ફસાઈ જાવ છો. જે તમને ઈર્ષા તરફ લઈ જાય છે.
આખી દુનિયામાં, તમે કંઈપણ કરો, તમારાથી એક વ્યક્તિ તો વધારે સારી ચોક્કસ હોવાની. ૯૯% શક્યતા એવી હોવાની કે તમે દુનિયાના સૌથી સારા એન્જીનીયર, સૌથી વધારે દોડનાર અથવા સૌથી પ્રતિભાશાળી ચિત્રકાર ના બની શકો. એનો મતલબ એવો ઓછો છે કે તમારે આ બાબતનો આનંદ ઓછો ઉઠાવવો ? માત્ર તમે જયારે એવું વિચારો કે બીજાઓ વધારે આનંદ કરે છે અને તમને ઓછો મળે છે ત્યારે તમે આનંદ ઓછો કરવાનું શરૂ કરો છો! જે ક્ષણે તમારા મનમાં વિચાર આવે. 'બીજા તમારા કરતાં વધારે આનંદ કરે છે' તમારો આખો સ્વાદ બદલી જાય છે. તમે અસ્વસ્ય થઇને ઇર્ષણુ બની જાવ છો. તમે સમજો ગરીબી 'પોતે' આપણને તકલીફ નથી આપતી. એવો વિચાર કે જે 'આપણે ગરીબ છીએ' તે આપણને તકલીફ આપે છે. આપણે કદાચ જેવા હોઈએ તેમાં શાંતિપૂર્ણ જંદગી જીવતાં હોઈએ. પરંતુ પેલો 'વિચાર' આપણે ગરીબ છીએ જેવો પ્રવેશ કરે છે. આપણે દુ:ખી થઈ જઈએ છીએ. આ આવો વિચાર કેવી રીતે આવે છે ! બીજાને જોઈને અને સરખામણી કરીને. આપણને આવું લાગે છે કારણ કે આ વિચાર સીધો જ આપણાં અહમ્ પર ઘા કરે છે અને આપણે શોષાઈ જઈએ છીએ. કેરીની જેમ.
એક શેરીમાં સામ સામે બે દુકાનો હતી, જેમાં એક સરખી જ વસ્તુઓ વેચાતી હતી. બન્ને વેપારીઓમાં હંમેશા સખત હરીફાઈ રહેતી હતી.
એક દુકાનદારે એક દિવસ બહાર આવીને પોતાની દુકાનની બહાર એક પાટીયું મુક્યું જેમાં લખ્યું હતું; '૧૯૨૮માં સ્થાપના થયેલી'.
સામેનો દુકાનદાર પોતાની દુકાનમાંથી આનું નિરીક્ષણ કરી રહ્યો હતો.
બીજે દિવસે, તે બહાર આવ્યો અને પોતાની દુકાન આગળ પાટીયું મૂક્યું : 'બધો જ તાજો જથ્થો. જુનો માલ નહીં'.
જો તમે તમારી જાતને બીજા સાથે સરખાવીને તેની પ્રતિક્રિયા કરો છો. તો તેનો અર્થ એ થાય છે કે તમે તમારી જાતની પૂરી કિંમત કરતાં નથી. તમે તમારા ઉપરના મનથી જ પ્રતિક્રિયા કરો છો તેનો સીધો અર્થ એ થાય છે કે તમે તમારી જાતની પૂરી કિંમત કરતાં નથી. તમે તમારા ઉપરના મનથી જ પ્રતિક્રિયા કરો છો તમારી બુધ્ધિથી નહીં. તમારૂં અભાન મન આ બધું જુએ છે અને તમારા માટે હિસાબ સમજવા તૈયાર હોય છે. અને તે બિન તાર્કિક રીતે પ્રતિક્રિયા કરે છે. જ્યારે તમારી આંતરીક બુધ્ધિ બાબતોને જેવી છે તેવી જ જુએ છે અને આગળ વધે છે.
જયારે, તમને જે ક્ષમતા મળેલી છે તેને તમે સમજતાં નથી; જયારે તમે તમારી રીતે જ પૂરતાં છો તે શોધી શકતાં નથી, ત્યારે આપો આપ જ તમારી અંદર જે છે તેના પર તમને વિશ્વાસનો અનુભવ થતો નથી, અને તમે બીજાઓનું અનુકરણ કરવાનું શરૂ કરો છો.
બુધ્ધ કહે છે : 'સંબંધો સિવાય કશાનું અસ્તિત્વ જ નથી . ધારો કે કોઈ નવા ગ્રહ પર તમે એકલાં જ હો તો તમે તમારી જાતને, તમે લાંબા છો અથવા ટૂંકા છો તેમ કહી શકો ? કદરૂપા છો અથવા સુંદર છો તેમ કહી શકો ? મને કહો! તમે તમારી જાતને કેવાં પણ નહીં કરી શકો, હું સાચો છું ? તમે માત્ર 'તમે' જ હશો ! બસ આટલું જ ! સમજી ગયા : આ જ સત્ય છે. તમે 'આ' પૃથ્વીના ગ્રહ પર હો તો પણ.
દરેક વ્યક્તિ તેની રીતે વિશિષ્ટ છે. તમે ઘોડાની અને સિંહની સરખામણી કરી શકો ? આપણે ક્યારેય આપણી જાતને ફ્લો સાથે, પક્ષીઓ સાથે અથવા પર્વતો સાથે સરખાવીએ છીએ ? આપણે માત્ર તેની સુંદરતાનો આનંદ માણીએ છીએ બસ. ખરું કે નહીં ? આવી જ રીતે તમે બીજાં માણસોને જોઈને તેનો આનંદ શા માટે ના માણી શકો ?
દરેક માણસો એક સરખાં દેખાતાં હોવા છતાં, દરેક વિશિષ્ટ છે અને અલગ અલગ રસ્તે મુસાફરી કરે છે. જ્યાં સુધી તમે પણ તમારા રસ્તા પર પૂરી એકાગ્રતાથી મુસાફરી કરો છો, ત્યાં સુધી તમે દરેક મિનિટે પરિપૂર્ણતાનો અનુભવ કરો છો. તમે એ પણ જાણવાં માંગતા નથી કે બીજી વ્યક્તિના રસ્તે જોવાનો શું અર્થ છે.
એક માણસ ગામડાંના અંધારામાં પોતાની ગાડી ચલાવી રહ્યો હતો. ત્યાં સ્ટ્રીટ લાઈટો પણ નહોતી અને તેની ગાડીની લાઈટ બગડી ગઈ હતી.
તેણે પોતાની સલામતી માટે આગળ જતી કારત્તી પાછળ પાછળ ગાડી ચલાવવાનું નક્કી કર્યું. જેથી તે સલામત રીતે ગાડી ચલાવી શકે .
તેઓ થોડું અંતર ચાલ્યા અને આગળની કાર અચાનક ઉભી રહી ગઈ.
પાછળવાળો માણસ પેલી આગળની ગાડી સાથે અથડાઈ ગયો.
તેણે ચીસ પાડી; "તમારે ગાડી ઉભી રાખવી હતી તો સિગ્નલ કેમ ન આપ્યો ?"
આગળના માણસે કારમાંથી માયું બહાર કાઢ્યું અને પૂછ્યું; "મારા પોતાના ગેરેજમાં પણ મારે સીગ્નલ આપવાનો છે?"
જો તમે તમારા પોતાના માર્ગ પર જ એકાગ્રતા રાખો તો તમે સતત પ્રગતિ કરો છો અને તમે તમારી ક્ષમતા વિસ્તારતા રહો છો. તમારે માત્ર તમારી સરખામણી તમારી જાત સાથે જ કરવાની જરૂર છે. બીજાઓ સાથે ક્યારેય નહીં. તમારે તમારી જાત સામે જ જીતવાનું છે, બીજાઓ સામે નહીં. બીજાઓ સાથે સરખામણી કરવામાં બગાડેલી દેરક મિનિટ, તમારી પોતાની 'પ્રગતિ'માંથી એટલો સમય બગાડવા બરાબર છે.
બીજી નાની વાર્તા :
એક માણસ ૧૦૦૦ મીટરની દોડની હરીફાઈમાં દોડી રહ્યો હતો.
૨૦૦ મીટર દોડ્યા પછી, તેણે પાછળ ફરીને જોયું તો બાકીના દોડવાવાળા તેનાથી ઘણાં પાછળ હતાં. તે ખુશ થયો અને દોડવા લાગ્યો.
૫૦૦ મીટર પછી તેણે ફરી વખત પાછળ જોયું અને તેને ખુશી થઈ કે તે હજુ પણ આગળ હતો અને તે દોડવા લાગ્યો .
દરેક થોડા થોડા મીટર દોડ્યા પછી તેણે આવી રીતે પાછળ જોયા કર્યું અને છેલ્લે તે નજીવા ફરકથી જ હરીફાઈ જીતી શક્યો.
જો આ માણસે પાછળ ન જોયું હોત અને માત્ર ઝડપથી દોડવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તે બહુ મોટા ફરકથી જીતી શક્યો હોત. મોટેભાગે તે નવો રેકોર્ડ બનાવી શક્યો હોત ! આવી જ રીતે આપણી જીદગીમાં પણ જો આપણે બીજાઓ તરફ ધ્યાન આપવાને બદલે હંમેશા આપણી પ્રગતિ પર જ પૂરી એકાગ્રતા રાખીએ તો, આપણે આપણી પૂરે પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકીએ. પરંતુ આપણે બીજાઓ તરફ ધ્યાન આપવામાં આપણી પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવાનું ચુકી જઈએ છીએ.
જરા તમારી જાતને બંધરૂમમાં પરીને વિશ્વેષણ કરો કે તમે બીજાઓ સાથે સરખામણી કરવામાં તમારી કેટલી શક્તિ અને સમય બગાડો છે; મને ખાત્રી છે કે ૬૦% થી પણ વધારે. ખાસ કરીને બીજી કોઈપણ બાબત કરતાં, સરખામણી અને ઈર્ષા તમારી શક્તિને વધારે ખલાસ કરી નાંખે છે. તમારૂં મન બીજાઓ પાસે જે છે. તે તેમણે કઈ રીતે મેળવ્યું તેની ગણતરીઓમાં રોકાયેલું રહે છે. તમારું મન ખબ જ ઉકળેલું રહે છે. આવી અનિચ્છનીય ગણતરીઓ પાછળ જ તમારી આખી સિસ્ટમ ખલાસ થઇ જાય છે. સરખામણી અને ઈર્ષાને કારણે તમે તમારી શક્તિ એમ જ ગટરમાં વહાવી દો છો.
આપણે બધો જ સમય પેટ્રોલ, પાણી અને ઈલેક્ટ્રીસીટીના બગાડની વાતો કરીએ છીએ. આપણી પોતાની શક્તિના બગાડનું શું ? આપણી પોતાની શક્તિને યોગ્ય રસ્તે વાપરવાનું શું ? આપણે આપણી પોતાની શક્તિ માટે સભાન કેમ નથી ? આપણને આપણી શક્તિ ઉપકાર રૂપે મળી છે એવું આપણે માનતા નથી. આ જ કારણ છે. આપણને બહારની શક્તિનાં સ્ત્રોતો વેડફાઈ જતાં લાગે છે, કારણ કે આપણે તે શક્તિને ભૌતિક જોઈ શકીએ છીએ. પરંત આપણી પોતાની શક્તિને ગહન અજ્ઞાનતામાં ગમે તે રસ્તે વેડફી નાંખીએ છીએ અને પછી ફરીયાદ કરીએ છીએ કે આપણને પરતી શક્તિ મળી નથી.
જો તમે તમારા પોતાના વિસ્તરણ માટે તમારી બધી શક્તિનો ઉપયોગ કરો તો. જરા કલ્પના કરો કે તમે કેટલું બધું પ્રાપ્ત કરી શકો. તમે મુક્તિની લાગણી સાથે વિસ્તરી શકો અને તેનો આનંદ માણી શકો.
જરા સમજો, સરખામણી બાબતમાં એવું છે કે, તમે હંમેશા તમારી સૌથી નબળી કડી અથવા કાર્યને માપો છો. આ જ મુશ્કેલી છે. તમે આવું શા માટે કરો છો ? તમે તમારી જાતને ક્યારેય નબળી કડીથી માપો નહીં. તમારે મિથ્યાભિમાની બનીને તમારી જાત માટે મહાનતાનો દાવો કરવો ના જોઈએ. પરંતુ અમુક સ્વભિમાન હોવું જોઈએ અને જુઓ કે તમે તમારી જાત પૂરતાં વિશિષ્ટ છો. પછી તમારે તમારી જાતને આ રીતે માપવી નહીં પડે.
જ્યારે તમને સ્વમાન હોય છે ત્યારે તમે દરેકને વિશિષ્ટ અને કિંમતી ગણો છો અને સમજો છો કે આમાં સરખામણીને અવકાશ જ નથી. આપણી જાત માટે કંઈક હોવાની લાગણી અનુભવવા માટેનું આ પહેલું પગલું પણ છે !
એક રાજા. પોતાના પાડોશી રાજાઓથી વધારે શક્તિશાળી બનવાની જાદ્દુઈ શક્તિ મેળવવા એક ગુરુ પાસે ગયો. તે ગુરુની સામે બેઠો અને પોતાની મુલાકાતના હેતુ વિષે કહેવાનું શરૂં કર્યું.
ગુરુએ ધીરજથી રાજાને સાંભળ્યો.
પછી તેણે રાજાને કહ્યું કે, તમે મારા બગીચામાં જાવ. બગીચામાં ગુલાબનો છોડ બાજુ બાજુ માં જ ઉગીને વિકસી રહ્યાં હતાં. ગુરુએ કહ્યું; "આ તમારા શિક્ષકો છે. તમારે જે શીખવાની જરૂર છે તે તમને શીખવશે.
રાજા બગીચામાં ગયો, તેણે બન્ને છોડને જોયાં અને તેની પાસેથી શું શીખવાનું છે તે સમજી શક્યો નહીં. તે ગુરુ પાસે પાછો આવ્યો અને પૂછ્યું : "ગુરુ તમારો કહેવાનો મતલબ શું છે ? તે બે છોડ મને શું શીખવે છે તે હું સમજી શક્યો નહીં".
ગુરુ રાજાને છોડવા પાસે લઈ ગયો અને સમજાવ્યું; "આ સાયપ્રસનો છોડ ઘણાં વરસોથી ગુલાબના છોડની બાજુમાં ઉગેલો છે. તેણે ક્યારેય એવી ઇચ્છા વ્યક્ત કરી નથી કે તેને ગુલાબનો છોડ બનવું છે. આવી જ રીતે ગુલાબના છોડે પણ ક્યારેય સાયપ્રસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. તેઓ બસ રોજ વધવાની, ખીલવાની પોતાની ફરજ બજાવે છે. જો માણસ સાયપ્રસનો છોડ હોત તો, તેણે પોતાની જાતને ગુલાબ સાથે સરખાવી હોત અને ઈર્ષા અનુભવી હોત કે ગુલાબ તરફ લોકો વધારે ધ્યાન આપે છે અને મારા તરફ ઓછૂં. અથવા જો માણસ ગુલાબ હોત તો, તેણે સાયપ્રસ તરફ અદેખાઈથી જોયું હોત અને વિચાર્યું હોત કે સાયપ્રસને કેવી શાંતિ છે લોકો તેનાં ફૂલ તોડીને તેને ત્રાસ આપતાં નથી'' !
છેલ્લે ગુરુએ કહ્યું : "આ જાદ્દઈ શક્તિ છે જે તમે મેળવી શકો છો !"
તમે જોયું : બન્ને છોડ સારી રીતે વિકસી રહ્યાં હતાં કારણ કે તેઓ પોતાની બધી જ શક્તિનો ઉપયોગ પોતાના વિકાસમાં કરી રહ્યાં હતાં. પોતની શક્તિનો એક કણ પણ બીજાના વિકાસનું વિશ્વેષણ કરવામાં વેડફતાં નહોતાં. તેમણે પોતાની પાસેની સોએ સો ટકા શક્તિ પોતાના જ વિકાસ માટે વાપરી હતી.
આવી જ રીતે, જો તમે તમારી બધી જ શક્તિ જાત સાથેની હરીફાઈમાં વાપરો તો તમે અસીમ વિકાસ કરી શકો છો. અને જયારે તમે પાછળ જોશો ત્યારે તમે માની પણ નહીં શકો કે તમે આટલો બધો વિકાસ કરી શક્યા છો. ખલેલ વગરની અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવાનો આ જ એક માત્ર રસ્તો છે.
સમજી ગયા, 'ખલેલ વગર'ની શાંતિ કેટલી મહત્વની છે. તમે જયારે બીજા સાથે દોડો છો ત્યારે તમને ટૂંકા સમયની શાંતિ મળે છે, જે માત્ર દરેક ઇચ્છાપુરી થાય ત્યાં સુધી જ ટકે છે અને જે ક્ષણે બીજી સરખામણી કરો છો કે તરત જ તે શાંતિ અદેશ્વ થઈ જાય છે. બીજી બાજુ જયારે તમે ફકત તમારી જાત સાથે જ દોડો છો અને અસરકારક રીતે વિકસો છો, ત્યારે તમારી અંદર ખલેલ વગરની શાંતિ હોય છે.
બીજાઓ દ્વારા 'ખલેલ વગરની' શાંતિમાં અદ્ર્ભૂત મુક્તિનો અનુભવ થાય છે. સ્પષ્ટતાથી સમજી લો : જે ક્ષણે તમને એમ લાગે કે તમને બીજી વ્યક્તિથી ખલેલ પહોંચે છે, તેનો અર્થ છે ક્યાંય કોઈ અડચણ છે, કંઇક તમારી સમજણમાં જ ખામી છે.
'સમાજ' જ એક એવું નામ છે જે તમને તમારી પોતાની નબળાઈઓ આપે છે; તમારી સ્પષ્ટતાઓમાં ઉપણ લાવે છે. સમાજ જેવી કોઈ બાબત જ નથી. આકાશ જ સીમા છે અને આકાશ બીજી કોઈ બાબત નથી ! વિસ્તરવું એજ જીવન છે! સંકોયાવું તે મૃત્યુ છે. તમે તમારી અંદર જ સ્પષ્ટ નથી તેથી તમે તેને માટે લોકોને દોષ આપો છો.
જે ક્ષણે, તમે બીજાઓનાં સ્વપ્નાંને તમારી વાસ્તવિકતા બનાવવાનાં વર્તુળમાં ફસાઈ જાવ છો, તે ક્ષણથી જ તમે ઉદરોની દોડની હરીફાઈમાં છો. સરખામણી અને ઈર્ષા, બીજાઓનાં સ્વપ્નાઓને પોતાના માટે હકીકતમાં ફેરવવાનો પ્રયત્ન કરવા સિવાય બીજું કર્શું જ નથી. આ ઉદરોની દોડમાં દોડવા માટે શક્તિ જોઈએ છે. શક્તિ તમારા સ્વપ્નાંઓને હકીકતમાં ફેરવે છે. પરંતુ સાચી પ્રાપ્તિ એ છે કે 'વાસ્તવિકતા' તમારૂં 'સ્વપ્નું' છે એમ સમજવું. આ સમજવા માટે તમારે શક્તિની જરૂર પડતી નથી; તમને બુધ્ધિ અથવા જ્ઞાનની જરૂર પડે છે.
શક્તિ તમારાં સ્વપ્નાને હકીકતમાં ફેરવે છે જયારે જ્ઞાન તમને એ સમજાવે છે કે હકીકત જ 'તમારૂં સ્વર્ખું છે'. જ્ઞાન તમને સમજાવે છે કે તમારે જે જોઈએ છે તે 'તમે છો' જ. તમારે તેના પ્રત્યે બસ જાગૃત થવાનું છે, અને તમે બીજું જે કાંઇ હકીકતમાં મેળવવાનો પ્રયત્ન કરો છો તે ફકત ઉછીનું લીધેલું છે અને ભ્રમિત છે.
સૌથી પહેલાં સમજો, તમારે કોઈની પાસેથી પદવી મેળવવાની જરૂર નથી. તમારી પોતાની બુધ્ધિમાં વિશ્વાસ મુકો અને તમારી ગુણવત્તા નક્કી કરો. અલબત્ત દુનિયામાં પણ માનવજાતની સેવા કરવા માટે ઘણું બધું મેળવવાનું છે અત્યારે તમે મને જે માઈક્રોફોનથી સાંભળી રહ્યાં છો તે વિજ્ઞાનની જ સિધ્ધિ છે.
પરંતુ એ પણ સમજી લો કે, તમારી અંદરની દુનિયામાંથી ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. બહારની દુનિયાની બધી જ પ્રાપ્તિઓ આકસ્મિક છે. તે તમને નામ, કિર્તી અને પૈસા આપશે. સાચી પ્રાપ્તિ તો અંદરની દુનિયામાં છે.
તીવ્ર જાગ્રતતા સાથે તમારી જાતને તમારામાં કેન્દ્રીત કરો અને તળાવમાં જેમ કમળ પાણીને સ્પર્શ કર્યા વગર જ ખીલે છે, તેવી જ રીતે બહારની દુનિયાની પ્રવૃત્તિઓમાં સરળતાથી ભાગ લો. પરીધ પરનાં કામોમાં ખલેલ પહોંચાડ્યા વગર જ તમે તમારી અંદર જ કેન્દ્રીત રહો. પછી જ તમે બહારની દુનિયાના કાર્યો વધારે સારી રીતે કરી શકશો, કારણ કે તમારી આંતરીક બુધ્ધિનો વિકાસ થતો રહેશે જે તમને કામ કરવામાં અને તેનાં જે પરિણામો આવશે તેના ફકત સાક્ષી બની રહેવામાં માર્ગદર્શન આપશે. પછી તમે આપોઆપ બહારની દુનિયાની પ્રાપ્તિઓ વચ્ચે ગ્રૃતતા અટકી જશો અને તમારી જાતમાં કેન્દ્રીત રહીને સ્થિરતા અને આનંદનો અનુભવ કરશો. સરખામણી અને ઈર્ષામાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો તમારૂં કેન્દ્ર શોધી લેવું તે જ છે.
આજે કેટલાં જાણીતાં સફળ વેપારીઓ, પોત પોતાની હતાશાનો સામનો કરીને સફળ થયા છે ? તેમણે તેમને જે જોઈતું હતું તે બધું જ મેળવ્યું છે; તેમણે તેમનાં પોતાના અને ઉછીનાં લીધિલા સ્વપ્નાઓ સાકાર કર્યાં છે. બધું જ મેળવ્યું છે. પરંતુ તમને પરિપૂર્ણતાને અનુભવ થતો નથી; તેમની અંદરતો શૂન્યાવકાશ જ છે.
તેઓ શા માટે આટલું બધું દોડ્યા છે તેની તેમને નવાઈ લાગે છે. જે ઈચ્છાઓ અને લાગણીઓએ તેમને ઉંદરોની દોડની હરીફાઈમાં ધકેલ્યા છે તે હવે વધારે નથી રહી. તેઓ પોતાની જાત માટે જ ગુંચવણમાં પડી ગયા છે. તેમને એવું લાગે છે ધંધા વખતે તેમની પોતાની જાત પર જે પકડ હતી તે નબળી પડતી જાય છે.
આમ થવાનું કારણ એ છે કે તેઓ જાગૂતતા વગર દોડ્યા છે, પોતાની જાત માટે સમય કાઢીને, ખટકીને, પોતાની જાતની કોઈ તપાસ કર્યા વગર જ દોડ્યા છે. પરીણામે, જયારે તેઓ દોડવાનું બંધ કરે છે અથવા એકાએક તેઓ વધારે દોડી શકતાં નથી, ત્યારે તેઓ પોતાની જાત પાસે આવે છે અને અચાનક તેમને ખ્યાલ આવે છે કે, તેઓ પોતાની જાત સાથે સ્વસ્થ નથી, આ 'ડિપ્રેસન' અથવા 'રોગ' બની જાય છે. 'અસ્વસ્થતા' બની જાય છે.
તમે જયારે ડીપ્રેસન પર સફળતા મેળવવામાં પડો છો, તમે ત્રણ રીતે તે કરી શકો છો. એક છે, ડ્રગ્સની આદત જે તમને વધારે ડીપ્રેસન તરફ લઈ જાય છે. બીજી રીત છે, આત્મહત્યા - જે ભાગેડ્ડ વૃત્તિ છે, કાયરતા છે. ત્રીજો રસ્તો છે મેડિટેશન : ઉકેલ માટે પોતાની અંદર જોવું. બુધ્ધિશાળી વ્યક્તિ ત્રીજો રસ્તો જ પસંદ કરે છે.
પોતાની જાતની તપાસ કરવી તેજ હતાશામાંથી બહાર આવવાનો ખાત્રી બંધ રસ્તો છે. સમસ્યા અંદર છે. જ્યારે તમે તેનો ઉકેલ બહાર શોધો છો. તમે તમારી જાતની ઘણા બધા સમયથી ઉપેક્ષા કરી છે. અને તમને જે ડીર્મેસન-હતાશાનો અનુભવ થાય છે, તે તમારી જાત તમને હાંક મારીને બોલાવે છે. આટલા માટે ગુરુઓ તમારી જાતને તમારા 'સ્વ'માં કેન્દ્રીત કરવાની પધ્ધતિઓ વારંવાર આપે છે અને તમને પરિધ પરથી કેન્દ્રમાં આવવાનું શીખવે છે.
જયારે આ વાત, તમે જયારે તમારી કારકીર્દીની ટોચ પર હો ત્યારે જો કહેવામાં આવશે તો તમે તેના પુરતું ધ્યાન જ નહીં આપો, કારણ કે તમારી પાસે પૂરતી શક્તિ હોય છે, તમે જેટલી શક્તિ સાથે લઈને આવ્યા છો તે બધી શક્તિ કે જેનાથી તમે કેન્દ્રની બહાર રહેવાથી ઉભી થતી પડતીઓનો સામનો કરી શકો. એક વખત તમારી આ શક્તિ નબળી પડવાનું શરૂ કરે, એટલે તમને એવું લાગવા માંડે છે કે, ક્યાંય કશુંક ખોટું છે અને આ 'કશુંક' એ છે, જેના વિષે ગુરુઓ તમને વારંવાર કહે છે.
મહાન ભૌતિક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન તેની મરણ પથારી પર સૂતો હતો.
તેની આજૂબાજૂમાં થોડા અંગત લોકો બેઠા હતાં.
તેમાંથી એક જણાએ તેને પૂછ્યું, તમને ફરી વખત જન્મ લેવાનું મળે તો તમે શું બનવાનું પસંદ કરો.
બધાંને એવી અપેક્ષા હતી કે આઈન્સ્ટાઈન એમ કહેશે કે, અત્યારે છે તેનાથી મહાન વૈજ્ઞાનિક બનાવાની અથવા એના જેવું બીજું કંઇક બનવાની ઈચ્છા રાખું છું.
આઈન્સ્ટાઈનને જવાબ આપ્યો; "જો મારે પુનર્જન્મ લેવાનો થશે તો હું પલમ્બર તરીકે જન્મવાનું પસંદ કરીશ."
તેણે વિચાર્યું કે, મેં મેળવવા જેવું બધું જ મેળવી લીધું, પરંતુ પોતાના માટે જે મેળવવાનું હતું તેનું શું ? તે તેને નહોતું મળ્યું. તેણે જગતને મહાન સત્યો આપ્યાં, પરંતુ તેને લાગ્યું કે તેની પોતાની જીદગી એક જુઠાણું બની ગઈ. તેના છેલ્લા દિવસો દરમ્યાન, તેણે પોતાની વિતીગયેલી આખી જીદગી વિષે વિચાર્યું, તો તેને લાગ્યું કે બહારની દુનિયાના બનાવોમાં શું બને છે તે શોધવામાં ફસાયેલો રહ્યો અને અસ્તિત્વ સાથેનો ગહન સંબંધ ગુમાવી બેઠો.
આટલા માટે જ તેણે બીજા જન્મમાં પ્લમ્બર બનવાનું કહ્યું અને ફરી વખત વૈજ્ઞાનિક નહીં. તમે જયારે તમારી બહારની દુનિયાની પ્રવૃત્તિઓમાં ટોચ પર હો ત્યારે પણ તમારી જાતને મશીન ના બનવા દો. આ કામ આધ્યાત્મિક વ્યક્તિ માટે સહેલું અને ભૌતિકવાદી વ્યક્તિ માટે મુશ્કેલ છે.
તમે સમજો, સરખામણી અને દોડની આખી પ્રક્રિયામાં હકીકતમાં તમે મશીન બની જાવ છો. તમારી મોટાભાગની રોજીદી ક્રિયાઓ અભાનતામાં જ થતી હોય છે. તમે સભાન પણે પ્રયત્નો કર્યાવગર જ કાર ચલાવી શકો છો. તમે કારની જેવા મશીન બની જાવ છો.
સવારે બ્રશ કરવાથી શરૂ કરીને રાત્રે પથારીમાં જતાં સુધી, તમે અગાઉથી ચાવી દીધેલાં રોબોટની જેમ કામ કરો છો, તમારી જાત પ્રત્યે બિલકુલ જાગ્રતતા બતાવ્યા વગર જ. તમે જે કોઇ કામ કરો છો, તે પૂરી કુશળતાથી કરો છો, તેમાં શંકા નથી. પરંતુ તમે તમારૂં માનવપણું ગુમાવી દીધું હોય છે! તમે જે હેતુ માટે આ દુનિયામાં જન્મ્યા છો તેનાથી તમે ઘણાં બધાં દૂર જતાં રહ્યાં હો છો. તમે તમારા પોતાના 'સ્વ'થી ઘણાં વિખુટા પડી ગયા હો છો!
તમે જયારે સતત જાગ્રતતામાં હો છો, ત્યારે તમે દરેક બાબત માત્ર પુરી કુશળતાંથી જ નથી કરતાં, પરંતુ તમારી સમગ્રતાથી કરો છો; પરિપૂર્ણતાની લાગણી સાથે કરો છો. કારણ કે તમારો 'સ્વ' અસ્તિત્વ સાથે જોડાયેલો હોય છે; તમે પૃથ્વી પર મૂળીયાં રાખીને ઊડી રહ્યા હો છો. તમે જયારે આના વગર ઉડો છો, ત્યારે તમે હંમેશા ગમે તે ક્ષણે પડી જવાશે તેવા ભયમાં હો છો. માટે સમજી લો, જાગ્રતતા સાથે કામ કરવાથી તમે ફકત તમારી કુશળતાજ નથી વધારતા પરંતુ તમને ખાત્રી હોય છે કે તમે તમારા 'સ્વ'થી ભટકી નથી જતાં. તમે તમારી જાતમાં પૂરેપૂરાં કેન્દ્રીત રહી શકો છો.
બરાબર છે. હવે આપણે ઈર્ષા વિષે વધારે વાત કરીએ! તમે બધાં જાણો છો તેમ ઈર્ષા સરખામણીમાંથી આવે છે. કોઈપણ બાબતમાં જ્યારે આપણે બીજાની શ્રેષ્ઠતા સહન નથી કરી શકતાં ત્યારે આપણે ઈર્ષા કરવાનું શરૂ કરી દઈએ છીએ. ઈર્ષા થવા માટેનાં ઘણાં બધાં કારણો હોય છે.
દાખલા તરીકે, જે ક્ષણે તમે જુઓ છો કે, બીજી વ્યક્તિ તમારા કરતાં વધારે સુંદર છે, ત્યારે તમે તે બાબત સહન કરી શકતાં નથી, તમારી અંદર ધમસાણ મચી જાય છે અને તમને લાગે છે કે ઈર્ષા થવી સ્વાભાવિક છે. કારણ કે બીજી વ્યક્તિ તમારા કરતાં વધારે સુંદર છે.
સૌથી પહેલાં એક વાત સમજી લો: ભગવાન કલાકાર છે, એન્જીનીયર નથી. જો તે એન્જીનીયર હોય તો, તેણે દરેક સ્ત્રી અને દરેક પુરુષની આકૃતિ એક સરખી જ બનાવી હોત. મોટે ભાગે તો તેણે દરેક સ્ત્રીને ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય જેવી જ બનાવી હોત! તેને અતિશય સુંદર સ્ત્રી માનવામાં આવે છે. ખરૂં ને? અને તેણે દરેક પુરુષને ઋતિક રોશન અથવા શાહરૂખ ખાન જેવો જ બનાવ્યો હોત!
પરંતુ ભગવાન એન્જીનીયર નથી. તે કલાકાર છે. તેણે દરેકને વિશિષ્ટ રીતે બનાવ્યા છે.
તમે તમારી જાત પૂરતા પૂરેપૂરાં સુંદર છો. દરેક વ્યક્તિ સુંદર છે. તમે સુંદરતાને કઈ ફટપટ્ટીથી માપો છો? તેનું કોઈ ચોક્કસ માપ જ નથી. આ બધા તમારા વિચારો અને ખ્યાલો છે અને જરા વિચારો, જો તમારા કહેવાતા સુંદર ફિલ્મી કલાકારો તમારો આદર્શ હોય તો, તમને તેમના તરફથી એક ચાનો કપ પણ આનંદ કરવા માટે મળવાનો છે.
તમને ખબર છે? જે આંખો બીજાના શરીર તરફ લંબાયેલી નથી હોતી, તે આંખોમાં એક ચોક્કસ પ્રકારની સુંદરતા અને નિખાલસતા હોય છે? ભગવાને તમને જેવા બનાવ્યા છે તેમાં શ્રધ્ધા રાખો. તમને જયારે તેનામાં શ્રધ્ધા નથી હોતી ત્યારે જ તમે બધા પ્રકારની બધ્ધતિઓમાં ડબેલા રહો છો. તમે જ્યારે તમારી જાતનો સંપર્ણ પણે સ્વીકાર કરી લો છો, ત્યારે તમારામાં એક ચોક્કસ પ્રકારનું આકર્ષક લાવણ્ય આવે છે. આ લાવણ્ય તમારી કહેવાતી સુંદરતા કરતાં અતિશય શ્રેષ્ઠ હોય છે.
તમે સમજો શારીરિક સુંદરતા એક બાબત છે અને લાવણ્ય બીજી જ બાબત છે. શારીરિક સુંદરતા તો ગમે તે અર્થમાં મેળવી શકાય છે - સૌંદર્ય પ્રસાધનો, પ્લાસ્ટીક સર્જરી, અને બીજી સર્જરીની પધ્ધતિઓ. પરંતુ, લાવણ્ય તો અદ્ભુત આત્મવિશ્વાસમાંથી અને તમારી અંદરની શાંતિમાંથી આવે છે; જયારે તમારી અંદર તૃષ્ણા નથી હોતી; જ્યારે તમે તમારી સાથે પૂરા અનુકુળ હો છો.
તમે જ્યારે તમારી જાતનો સમગ્રતાથી આનંદ માણો છો, ત્યારે તમારામાં લાવણ્ય આવે છે અને તમે તમારી આજુબાજુના કહેવાતા સુંદર લોકો કરતાં વધારે સુંદર દેખાવ છો. તમે પછી તમારી પોતાની જ ફેશન ઉપસાવો છો.
એક નાની વાર્તા : (Part 2)
હું જ્યારે પહેલી વખત અમેરિકા ગયો હતો ત્યારે એરપોર્ટ પર મને ઓફિસરો એ પુછૂયું હતું કે, તમે આવો કેસરી લાંબો ઝભ્ભો પહેર્યો છે અને તમે બોલશો તો લોકો તમને કેવી રીતે સાંભળશે. મેં તમને કહ્યું; "મને એક અઠવાડિયાનો સમય આપો હું આ પોશાકને અમેરિકાની ફેશન બનાવી દઈશ." લીડર એજ બની શકે છે જેણે પોતાની જાતને સંપૂર્ણ પણે સ્વીકારી લીધી હોય. તમે જયારે તમારી જાતને સ્વીકારી લો છો ત્યારે તમે એક વિશિષ્ટ પ્રકારનું ફુલ બની જાવ છો અને તમારામાં અદ્દભુત સ્વતંત્રતા અને વિશ્વાસ આવી જાય છે. તમારા શરીર પ્રત્યેનો તમારો બધો જ ધિક્કાર અને દોષભાવના, શુધ્ધ આત્મવિશ્વાસ અને લાવણ્યમાં રૂપાંતરિત થઈ જાય છે.
તમારા પોતાનાં શરીર સાથે જીવતાં શીખી જવું તે અતિ મહત્વનું છે. જે ક્ષણે તમે એવું વિચારો છો કે, બીજાનું શરીર અથવા બીજાનો નાક નકશો તમારાં કરતાં વધારે આકર્ષક છે, એ જ ક્ષણે તમે તમારા શરીર અને તમારી જાત વચ્ચે અવકાશ ઉભો કરો છો.
મેં એવા લોકોને જોયાં છે, જે પોતાના રૂમની દિવાલો ઉપર મોડેલોના ફોટાઓ લગાવી રાખે છે અને પોતાના શરીરનો આકાર મોડેલ જેવો બનાવવા માટે કસરત કરતાં હોય છે. સ્પષ્ટતાથી સમજી લો: તમે જયારે એવું વિચારો છો કે બીજાનું શરીર વધારે સુંદર છે, ત્યારે તમે તમારી અને તમારા 'સ્વ' વચ્ચે અંતર પેદા કરો છો.
અભાનપણે બીજાના શરીર તરફ જોવાથી તમારી જાત પર અનિચ્છનીય આડ અસરો પેદા થાય છે. આપણામાંનાં કોઈપણ પોતાનાં શરીરને ગહનતાથી ચાહતા નથી. આપણે તેને એક બોજની જેમ ઉઠાવીને ફરીએ છીએ, બસ આટલું જ. આપણા માટે તે એક લોજીંગ-બોર્ડીંગના ખ્યાલ જેવું જ છે બસ. આપણે ક્યારેય પરેપુરાં આપણાં શરીરમાં હોતા નથી કારણ કે આપણે તેને ધિક્કારીએ છીએ. આપણાં શરીરમાં હોવાને બદલે બીજે બધે જ હોઈએ છીએ. આથી જ આપણે સતત અસ્વસ્થ હોઈએ છીએ અને આપણે ગમે ત્યારે અંદરથી ફાટવા માટે તૈયાર હોઈએ છીએ.
દાખલા તરીકે: તમારો દ્રાઈવર કોઈ નાની સરખી ભૂલ કરે છે, તો તમે તેના પર તૃટી પડો છો અને તમારા કામ પર પણ તમે ખરાબ મૂડમાં હો છો. એવું ન માનો કે, આનું કારણ તમારી આસપાસના લોકોમાં છે. લોકો મને કહે છે; "માસ્ટર, મારા બધા જ કર્મચારીઓ દ્વુશળતા વગરનાં છે એટલે જ હું ઉશ્કેરાઈ જાવ છું." મહેરબાની કરીને સમજી લોઃ તમારા ઉશ્કેરાટનું આ કારણ નથી, એ ખૂબ જ છૂપું કારણ છે અને તેથી જ તેને સમજવું મુશ્કેલ છે.
તમારે સતત તમારો દેખાવ બદલવો હોય છે. સમજી લો, તમારૂં શરીર ભગવાન તરફથી મળેલી ભેટ છે તમે જયારે એવું વિચારો છો કે, તમારામાં ઉપાપ છે એ વખતે તમે સૌથી પહેલાં તમારી જાતને જ નુકસાન પહોંચાડો છો.
યસ કોઈ પ્રશ્ન?
"માસ્ટર, તમારો ચહેરો મને દરેક વખતે બદલાયેલો લાગે છે. આ મારી કલ્પના છે કે એ સાચું છે?"
જૂઓ, અને સમજો; મારી જાત કોઈપણ અહમ્ વગરની પ્રવાહી છે. હું બસ અસ્તિત્વની સાથે પ્રવાહિત થતો રહું છૂં અને હું જે કંઇ વ્યક્ત કરૂં છું, એ એક પ્રવાહની જેમ વહ્યા કરે છે અને તમને તે મારા ચહેરામાં દેખાય છે. માટે જ તમને મારો ચહેરો દરેક વખતે બદલાયેલો લાગે છે. આપણે જયારે હવે પછીના 'ચક્ર' 'આજ્ઞા (Ajna) ચક્ર' વિષે વાત કરીશું, ત્યારે તમને સમજાશે કે અહમ વગરની સ્થિતિ કેવી રીતે પ્રવાહીત થઈને વ્યક્ત થાય છે.
યસ ....
"માસ્ટર, આપણે ઈર્ષા અને માલિકીપણાંના ભાવમાંથી બહાર કેવી રીતે આવી શકીએ?"
હા. આપણે તેમાંથી કેવી રીતે બહાર આવી શકીએ. તમે આ પ્રશ્ન પૂછૂયો છે એ જ બતાવે છે તમે વધારે સમજણ મેળવવા તૈયાર છો.
એક બાબત સમજી લો: માણસ જાત પર ક્યારેય કબજો કરી શકાતો નથી. તમે જયારે તેને કબજામાં લેવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે હકીકતમાં તેમાં વસ્તુનું આરોપણ કરો છો. તમે વ્યક્તિને મૃત વસ્તુ બનાવી દો છો. અને માત્ર મૃત વસ્તુઓનાં જ માલિક બની શકાય. આ ખૂબ જ સ્પષ્ટ સમજી લો. પછી તમે તમારી અંદર પેદા થતાં માલિકી ભાવ અને ઈર્ષાથી મુક્ત થઈ જાવ છો.
તમે સમજો દરેક માણસ વહેતી નદી જેવો છે, અને તેની પાસે જે છે તેમાં ખુશ છે, બસ. તમે નદીને કબજામાં લેવાની કોશિશ કરી શકો? તમે જો પાણીને તમારા હાથમાં પકડવાનો પ્રયત્ન કરો તો, તમે તે મુખર્ણભર્યું કામ કરો છો, ખરૂ કે નહીં? આવી જ રીતે લોકોનાં માલિક બનવાની કોશિશ ના કરો. તેઓ જે છે તેમાં જ આનંદ લો બસ. અને તમે ઈર્ષાની પકડમાંથી મુક્ત થઈ જશો.
પછી તમે સમજી જાવ છો કે, માલિકી પણાંનો ભાવ, તમારા ખૂબ જ ગુંચવાડા ભરેલા મને પેદા કર્યો છે અને તેણે જ તેને આટલી બધી શક્તિ આપી છે.
તમે જયારે કોઈ વ્યક્તિને કબજામાં લેવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તે પેલી વ્યક્તિ માટે પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તમે તમારા બધાં જ વિચારો તેના પર થોપવાનું શરૂ કરો છો અને તેને તમારા જ વિચારો પ્રમાણે વર્તવું પડે છે. તેને કેદમાં પુરાયા છીએ તેવું લાગશે. તે તેનાં વ્યક્તિત્વમાં વિભાજીત થઈ જાય છે. તે તમારી સાથે તેના કુદરતી 'સ્વ' સાથે રહી શકે નહીં. અને આને સંબંધ કહી શકાય નહીં!
જો તમે વ્યક્તિને ખરેખર પ્રેમ કરતાં હો, તો તેને મુક્ત રાખો! તેના માલિક બનવાનો પ્રયત્ન ના કરો; ત્યાર પછી જ સાચો સંબંધ ખીલી શખે છે; પછી સંબંધ, ગહન પ્રેમ સિવાય બીજી કોઈ બાબત પર અવલંખિત હોતો નથી. તમે જયારે તેને કોઈ બાબત સાથે લટકાવી દો છો, ત્યારે તમે તેને ચૂકી જાવ છો. કોઇપણ જાતના બંધન વગર, બસ પ્રેમ કરો.
મને એક વાર્તા યાદ આવે છે:
દક્ષિણ ભારતમાં એક દૂરનાં ગામમાં, જ્યાં લોકો સંસ્કૃતિનું અસ્તિત્વ પણ નહોતાં જાણતાં, ત્યાં એક યુગલ રહેતું હતું. ગામમાં પહેલી વખત મેળો ભરાયો હતો.
પેલો માણસ મેળમાં ગયો અને મેળમાં પ્રદર્શનમાં મુકેલી બધી જ ચીજો જોઈ.
એણે અરીસો ઊંચક્યો અને તેની અંદર જોતાં જ ભયથી ચકિત થઈ ગયો!
તેણે જીદરગીમાં ક્યારેય પહેલાં અરીસો જોયો જ નહોતો.
તે તેને પોતાની સાથે ઘરે લઈ ગયો.
એ તો વારવાર આવતા જતાં અરીસો લઈને અંદર જોતો અને તેની પત્ની જુએ તે પહેલાં જ પાછો મૂકી દેતો.
ગમે તેમ પણ તેની પત્નીના ધ્યાનમાં આ વાત આવી ગઈ અને જયારે એક દિવસ તેનો પતિ બહાર ગયો હતો ત્યારે તેણે અરીસો લઈને તેની અંદર જોયું.
તે મોટેથી બરાડી ઉઠી; "બીજી સ્ત્રી! હું વિચારતી હતી તે સાચું જ હતું!"
આપણી કલ્પનાઓનો ક્યારેય અંત આવતો જ નથી તેનું કારણ છે આપણી માલિકી ભાવના અને ઈર્ષા! મોટેભાગે ક્યારેય આપણી કલ્પનાઓનો વાસ્તવિકતા સાથે કોઈ મેળ જ હોતો નથી.
આપણે જો જરા અટકીએ અને ઈર્ષાની અંદર ગહનતાથી જોઈએ તો, તો આપણે સમજી શકીએ કે તે પાયા વગરની અને બિન જરૂરી છે.
અલબત્ત તમે કહી શકો; "માસ્ટર, મારો પતિ અથવ મારી પત્ની બીજા સાથે આંખો લડાવે અને, હું શાંત કઈ રીતે રહી શકું." જો ખરેખર તમારો પતિ અથવા પત્ની બીજાં સાથે આંખો લડાવતાં હોય તો, આખી બાબતમાં ગંભીરતાથી જુઓ અને એ પણ પૂરી જાગૃતતા સાથે, અભાનતામાં કોઈપણ પગલું ભર્યા વગર. તમે જ્યારે માલિકી ભાવ અને ઈર્ષમાં જાગ્રતતા સાથે જુઓ છો ત્યારે તમે વધુ પડતી અજુગતી કલ્પનાઓ અને લાગણીઓથી જકડાયેલાં નથી હોતાં. તમે દરેક બાબતને યોગ્ય રીતે જોઈ શકો છો અને યોગ્ય રીતે વર્તો છો અને યોગ્ય નિર્ણય લો છો.
તમે તમારી જાતને મારે ઈર્ષા નથી કરવી, એમ કહીને તમે તેમાંથી બહાર આવી શકો નહીં. જો તમે આખી બાબતમાં જાગ્રતતા લાવો અને તેનો ગહનતાથી સમજો તો જ તમે તેમાંથી બહાર આવી શકો.
એક વખત તમે સમજી જાવ કે ઈર્ષા, વસ્તુ વગરનો પડછાયો છે, પછી તમને ભાન થાય છે કે તે કેવી અર્થહીન છે અને તેણે તમને કેટલો માનસિક સંતાપ આપ્યો છે. ઈર્ષામાંથી મુક્ત થવું એ વ્યક્તિએ જીવનમાં મેળવેલી મહાન મુક્તિ છે.
તમારી ઈર્ષાને દોષિત ઠરાવીને તેનો વિરોધ પણ ન કરો. માત્ર ઈર્ષાને દોષિત ઠરાવીને તેનો વિરોધ કરવાથી ઈર્ષામાંથી મુક્ત થવાતું નથી, કારણ કે તમે જ્યારે તેનો વિરોધ કરવાનું શરૂ કરો છો એ જ બતાવે છે કે અંદર ક્યાંક ઘા છે, જેને તમે ઢાંકવાનો પ્રયત્ન કરો છો.
તમે કોઈ એક બાબત માટે ઈર્ષાને દોષિત ઠરાવીને તેનો વિરોધ કરીને કદાચ તમે તે એક ચોક્કસ બાબત માટે ઈર્ષામાંથી મુક્ત થશો, પરંતુ તમે સરળતાથી બીજી બાબતની ઈર્ષામાં ફસાઈ જશો. બસ આટલું જ. આ 'દ્રાક્ષ ખાટી છે' કહીને બીજા દ્રાક્ષના બગીચામાં જવા જેવું છે! માટે કોઈ બાબત પ્રત્યેની ઈર્ષામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો તે સમસ્યાનો સાચો ઉકેલ નથી. તમારે એક જ બાબત પર કામ કરવાની જરૂર છે અને તે છે 'તમે પોતે.'
હંમેશા યાદ રાખો: તમને એવું લાગતું હોય કે અમુક લાગણી તમારા વિકાસમાં અવરોધરૂપ છે અને તમારે તેમાંથી બહાર આવવું હોય તો, તે લાગણીનો પ્રતિકાર ન કરો. તમે જયારે તેનો પ્રતિકાર કરો છો ત્યારે તમે તેને વધારે શક્તિશાળી બનાવો છો. તમે જયારે કહો છો; "મારે ઈર્ષા કરવી જોઈને નહીં." ત્યારે તમે જેટલી શક્તિ "કરવી જોઈએ નહીં'' શબ્દોને આપો છો, તેટલી શક્તિ 'ઈર્ષા'ને પણ આપો છો.
માટે આવું કશું કહો નહીં. તમારી જાતને એવું કહો કે; "હું દરેક પ્રત્યે અનુકંપા દાખવીશ." 'ઈર્ષા' શબ્દનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. લાગણીનો નકાર કરવાથી તમારે જે જોઈ છે, તે તમે મેળવી શકતાં નથી. તે જ બાબતમાં કશુંક હકારાત્મક કહો. બસ આટલું જ.
ઈર્ષાની ઉપેક્ષા કરવી અથવા તેનાથી દૂર ભાગી જવાને બદલે, તેને બરાબર જાગૃતતાથી જીવો. તમે જયારે તેની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તે પાછી બીજા કોઈ સમયે તમારી તીવ્રતાથી આવશે એક વાત યાદ રાખો, ગહન જાગૃતતાથી યાદ રાખો કે ઈર્ષા તમારો સાચો સ્વભાવ નથી, સમાજે તમને ઈર્ષાળુ બનવાનું શીખવ્યું છે.
બસ એટલું જ. માની લો કે, તમે ઈર્ષા નથી. આટલું જ પુરતું છે પછી તેમાં સંકળાયા વગર તેના પર તમે હસશો. તમે જયારે તેના પર હસી શકો છો, તેનો મતલબ એ છે કે તમે તેના ભાગ બનવાને બદલે તમે તેના સાક્ષી બની રહ્યા છે. જે ક્ષણે તમે સાક્ષી બની જાવ છો, તે ક્ષણે ગમે તે બાબતની ઉપર ઉઠવું સહેલું બની જાય છે.
તમે જયારે આખા અસ્તિત્વને એક દિવ્ય રમત તરીકે જુઓ છો, ત્યારે જોઈ શકો છો કે, કહેવાતી ઈર્ષાની લાગણી પણ દિવ્ય રમત છે અને તેની પોતાની કોઈ વાસ્તવિકતા નથી. ઈર્ષામાં પકડાયા વગર બસ તેને એક વસ્તુ તરીકે જુઓ. આપોઆપ તમારા પરની તેની શક્તિ ખલાસ થઈ જશે.
જો તમે સમજી જાવ કે તમે વિશિષ્ટ છો અને તમારા જેવું દુનિયામાં બીજું કોઈ નથી, તો સરખાણી કરવાના તમારા સ્વભાવનો કોઈ અર્થ જ નહીં રહે અને તમે આપોઆપ ઈર્ષાનો અનુભવ કરતાં અટકી જશો. માત્ર એટલું સમજવાની કોશિશ કરો કે અસ્તિત્વ બધાને પ્રેમ કરે છે અને તેની નજરમાં બધાં સરખાં છે.
યસ ... .
"માસ્ટરજી, ગુરુઓ અમને વારંવાર ઈષણુક્ત પ્રેમ કરવાની અને સારી સમજણ રાખવાની તેમજ બીજાઓનો ન્યાય નહીં તોળવાનો અભિગમ રાખવાની પ્રેરણા આપે છે. પરંતુ અમારામાં સમજણ શા માટે આવતી નથી?"
તમે જઓ આમાં બે બાબતો છે.
જ્યારે આપણે ગુરુના સિધ્ધાંતોને પકડી આપણી જાતનું પરિવર્તન કરવાનો ગંભીર પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે સાચો રસ્તો પકડી લોધો હોય છે અને આપણે દિવ્ય આનંદમાં પ્રવેશીએ છીએ! પરંતુ બને છે એવું કે, આપણે આવું કરવાને બદલે ગુરુના વ્યક્તિત્વને જ મહત્વ આપવાનું ચાલુ કરી દઈએ છીએ. તમારે ગુરુના સિધ્ધાંતો અને તેમની ફીલોસોફીને મહત્વ આપવું જોઈએ. જો તમે તેના વ્યક્તિત્વને જ મહત્વ આપશો, તો તમે તેમને પૂરેપુરા ચુકી જશો; તમે તેમના સંદેશાને પરોપરો ચુકી જાવ છો.
જુઓ અને સમજો: જો તમે ઉપદેશને અનુસરશો તો આધ્યાત્મિક ફળ બનશો, જો તમે તેમના વ્યક્તિત્વને વળગી રહેશો, તો તમે માત્ર કહેવાતા ધાર્મિક બીજ બની રહેશો. અને ધાર્મિક બીજ એવી બાબત છે જે ગુંચવાડો અને વિરોધાભાસો પેદા કરે છે અને બીજ જેમ હોય તેમ જ રહી જાય છે.
પછી તે ભગવદ્ગીતામાં કૃષ્ણનો સંદેશ હોય કે પવિત્ર કુરાનમાં મહંમદનો સંદેશ હોય અથવા પવિત્ર બાઈબલમાં ઈશુનો સંદેશ હોય, સંદેશો એક જ રહે છે; માત્ર અભિવ્યક્તિ અલગ હોય છે. તમારે કોઈપણ ગુરુને અનુસરવાનું હોય, અનુસરો. પરંતુ તમે જ્યારે તેમના સંદેશાને બદલે તેમના વ્યક્તિત્વને અનુસરવાનું શરૂ કરો છો, ત્યારે કૃષ્ણ ભગવદ્દગીતા કરતાં વધારે મહત્વના બની જાય છે ત્યારે તમે તમારા માટે અને બીજાઓ માટે મુશ્કેલીઓ પેદા કરવાનું શરૂ કરો છો.
જયારે કૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત મળશે ત્યારે તેઓ યોક્કસ એકબીજાને આલીંગન આપશે. પરંતુ જયારે કૃષ્ણની ગાય અને ઈશનું ઘેટું મળશે ત્યારે લડાઈ સો ટકા થવાની!
દરેક અનુયાયી એવો દાવો કરીને શાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે કે તેમનાં ગુરુની ફિલોસોફી જ શ્રેષ્ઠ છે. પછી શું બને છે? શાંતિ ફેલાવવાને બદલે આપણે ટુકડાઓમાં વિભાજીત થઈ જઈએ છીએ. તમે જયારે તમારી કહેવાતી શાંતિને બીજા પર લાદવાનો પ્રયત્ન કરો છો ત્યારે જ સમસ્યા શરૂ થઈ જાય છે. આવી રીતે આપણે બાબતોને ગુંચવી નાંખીએ છીએ ને ફકત આ જન્મમાં જ નહીં પણ ઘણાં જન્મો સુધી સંદેશાને ગુમાવી દઈએ છીએ.
ગુરુઓ તેમની કરૂણા સાથે પૃથ્વી પર આવતાં રહે છે. માણસ તેમને ગમે તે રીતે બચાવી લેવાનો પ્રયત્ન કરે છે અને તેમના સંદેશને ભૂલી જાય છે.
બીજી વાત: બીજાઓ તરફ આંગળી ચીધવાને બદલે અથવા સારા સમયની રાહ જોવાને બદલે, જો આપણાંમાંના દરેક જે ક્ષણે સાંભળે તે ક્ષણથી જ તેનો અમલ કરવાનું શરૂ કરી દે તો આપણી આસપાસ આપોઆપ બધું બનવા માંડશે.
દાખલા તરીકે, હું તમને કહું છું તેમ છોડવાઓ, પ્રાણીઓ, વુક્ષો, અને માણસોને પ્રેમ કરવાનું શરૂ કરી દો. આનો અમલ કરવા માટે યોગ્ય સમયની રાહ જોવાને બદલે તમે મેં જે કહ્યું તેને આત્મસાત કરીને આ ક્ષણથી જ તેનો અમલ કરવાનું શરૂ કરી શકો છો.
શરૂઆત કરવાનો સરળ રસ્તો એ છે કે જ્યારે રસ્તા પર ચાલતા હો ત્યારે ફુદરતને ગાળો દેવાનું બંધ કરી દો. ઘરમાં હો ત્યારે પણ આમ જ વર્તો. આપણાંમાંના ઘણાંને એવી આદત હોય છે કે ચાલતાં કારણ વગર જ ઝાડનાં પાંદડા તોડશે અથવા ફૂલને તોડશે. તમે ગંભીરતાથી આવું કરવાનું બંધ કરી શકો છો અને આ બધી વસ્તુઓ પ્રત્યે જાગ્રતતાથી અને પ્રેમથી જોઈ શકો છો. તમે ફુદરતને ભેટીને શરૂઆત કરી શકો છો. આનંદ મેળવવાનો આ ખાત્રી બંધ રસ્તો છે અને પૂરેપૂરો સ્વીકાર્ય છે. ઈર્ષાની લાગણી અનુભવવાને બદલે આટલું કરો.
ગુરુના સંદેશને ના ચૂકવા માટેના આ રસ્તાઓ છે.
પરંતુ તમે શું કરો છો? તમે અહીં આવીને મને બોલતાં સાંભળો છો અથવા અમુક પુસ્તકો ખરીદીને વાંચો છો અને એક સારા વક્તા તરીકે મારાં વખાણ કરીને પછી બધું ભૂલી જાવ છો. અથવા તમારા મિત્રોને મારાં વ્યાખ્યાનો સાંભળવાની ભલામણ કરીને તમે પાછા પહેલાં જે કરતાં હતાં તે જ કરવામાં લાગી જાવ છો. પછી શું થઈ શકે? મહેરબાની કરીને સમજી લો: હું બીજાઓને ઉપદેશ આપવા નથી માંગતો, હું ઇચ્છું છું તમે તેનો અમલ કરો.
એક નાની વાર્તા:
એક માણસ રજાઓમાં આફ્રિકા ગયો.
એક દિવસ તે તેના પાછળના વાડામાં ચાલી રહ્યો હતો, તેવામાં તેને સિંહનો સામનો થયો અને સિંહે તેના તરફ તરાપ મારી.
પેલો માણસ ઝડપથી ગુલાંટ મારીને બાજુમાં ખસી ગયો અને સિંહ બાજુના ઝાડી ઝાંખરાંમાં પડ્યો અને જતો રહ્યો.
Part 5: Guaranteed Solutions
બીજે દિવસે માણસ ફરી વખત ચાલવા નીકળ્યો અને પાછો સિંહ દેખાયો અને તેણે ફરી વખત હુમલો કર્યો. પરંતુ ફરી વખત પેલો માણસ ગુલાંટ મારીને દૂર ભાગી ગયો, સિંહ પાછો ઝાડી ઝાંખરાંમાં જતો રહ્યો. પછીના દિવસે માણસ પોતાનાં ઘરમાં રહ્યો અને બહાર જોયું કે ક્યાંય સિંહ દેખાય છે કે નહીં. તેને ઝાડી ઝાંખરાંની પાછળ સિંહ દેખાયો.
નવાઈ વચ્ચે તેણે જોયું કે સિંહ નાના ફુદકા મારવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
જુઓ તમે જે જ્ઞાન મેળવો છો તેનો અમલ કરો છો ત્યારે જીવનમાં તમે વિકસો છો. જ્યારે તમે ફકત જ્ઞાન જ ભેગું કરો છો ત્યારે તે કોઈ કામનું નથી હોતું. જો તમે ફકત જ્ઞાન ભેગું જ કરો છો, તો તમારી યાદ શક્તિ વિકસશે પરંતુ તમારો 'સ્વ' નહીં :
મેળવેલા દરેક જ્ઞાનનો તમારા આંતરિક વિકાસ માટે ઉપયોગ કરવો જોઈએ. નહીંતર તમે એક હાલતી ચાલતી લાઈબ્રેરી સિવાય બીજું કર્યું જ નહીં બની શકો. મેં એવા લોકોને જોયાં છે – જેઓ એકાંતરીયાની જેમ વાંચે છે અને અનેક લોકોના ફીલોસોફીના વ્યાખ્યાનો સાંભળે છે અને તેના પર વિસ્તારપૂર્વક વાતો કર્યા કરે છે. પરંતુ જ્યારે તેનો અમલ કરવાની વાત આવે છે ત્યારે તેઓ તેમાનું કશું જ નથી કરતાં. તેઓ ફકત બીજા લોકો માટે સંદર્ભ માટેનાં પુસ્તકો બનીને રહી જાય છે. તેઓ વાંચે છે, પરંતુ તેને પચાવતાં નથી, તેઓ માત્ર બીજાઓ સામે તેનું વોમિટ કરી નાંખે છે. આનો શું મતલબ છે?
તમે જયારે ફકત જાગ્રતતા સાથે વિકસો છો ત્યારે જ તમે તમારી જાતને બીજાઓને મદદ કરી શકો છો.
તમારામાં પ્રાથોગિક સમજણ હોવી જોઈએ. તમે અહીં જે સાંભળો છો તે બહારની દૃનિયામાં અમલ કરાવવા અને તે લોકોના ફાયદા માટે નથી; અહીં જે સાંભળો છો એને તમારી જાત પર અજમાવીને જાણવાનું છે કે બહારની દુનિયા માત્ર ભ્રમ છે અને જે મેળવવાનું છે તે તમારી અંદર જ છે. બહારની દુનિયામાંથી મેળવેલી સિધ્ધિઓ પછી આખી પ્રક્રિયા દરમ્યાન એક સામાન્ય અકસ્માત બની જાય છે.
તમે જયારે ગુરુની વાતો સાંભળો ત્યારે તેને સંપૂર્ણ પણે શોષીને તમારી અંદર ગ્રહણ કરી લો. ગુરુઓ હંમેશા સત્ય જ બોલતા હોય છે.
આ આવું છે : એક ગાઢ અંધારભર્યું વિશાળ જંગલ છે અને તમે તમારા નાનકડાં મનનાં દિવાથી તેને ઉઘાડવાની કોશિશ કરો છો.
નાના દીવાની મદદથી તમે માત્ર થોડાં ડગલાં જેટલું જોઈ શકો છો અને તમે તેને સત્ય માની લો છો.
વૈજ્ઞાનિકો આવું જ કરે છે.
તેઓ થોડા ડગલાં આગળ જુએ છે અને એક સિધ્ધાંત આજે નક્કી કરી દે છે.
થોડા સમય પછી, તેઓ થોડાં વધારે ડગલાં આગળ જાય છે; એ જ દીવા સાથે પહેલાં જે જોયું હોય તેનાથી વધારે આગલ જુએ છે.
પછી તેઓ ગઈકાલે જે જોયું હોય તે સત્યને નકારીને નવું સત્ય જાહેર કરે છે.
સ્પષ્ટતાથી સમજીલો : ગઈ કાલે જે સત્ય હતું તે આજે અસત્ય બની જાય છે અને આજનું સત્ય પણ આવતીકાલે એજ સત્ય નહીં હોય.
ગમે તે રીતે તેઓ પોતાના મનની મદદથી અંધારા જંગલને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ કલ્પના કરો, જયારે આકાશમાં માત્ર વિજળીનો એક ઝબકારો થાય છે અને આખું જંગલ ફકત એક જ ઝબકારામાં જોઈ શકાય છે !
પછી તમે આખા જંગલને જાણી જ્રવ છો અને જયારે અને જેટલી જરૂર હોય તે પ્રમાણે તમે દરેક બાબતને સમજાવી શકો છો.
આને જ એન્લાઈટેન્મેન્ટ કહેવાય છે ! પ્રકાશના એક જ ઝબકારામાં આખા જંગલને જોવું ! એક વખત આ બની જાય, તમે 'સરળતાથી' સમજી જાવ છો.
માટે જ એક ગુરુ માટે જે સત્ય હોય, તે બીજા ગુરુ માટે પણ સત્ય જ હોય છે. તેમની અભિવ્યક્તિ અલગ હોઈ શકે. પરંતુ આખરી અનુભવ તો એક જ હોય છે. આ તમે માત્ર અનુભવથી જાણી શકો, અથવા તમે 'જાણતાં જ નથી'. તમે જયારે બુધ્યિથી જવાબો આપવાનો પ્રયત્ન કરો છો. ત્યારે તમે ફીલોસોફીઓ પેદા કરે છો. માટે ફીલોસોફીમાં ઉતર્યા વગર સમજણને તમારા અનુભવમાં ફેરવવાનો પ્રયત્ન કરો.
ભારતનાં દ્રનાં ગામડાંની ચાની દુકાનોમાં તમને એક સામાન્ય જાણીતું દેશ્ય જોવા મળશે : ત્યાં અમુક એવા ધરાકો રોજ આવીને બેઠાં હોય અને દુનિયાભરની ફીલોસોફીઓની ચર્ચા કરતાં રહેતા હોય છે. બધાં જ મુખ્ય ભગવાનો ગુરુઓ અને રાજકારણીઓને એ લોકો બરાબર ચાવીને પચાવી ગયા હોય છે.
શહેરમાં બનેલા બધાં જ અત્યાચારોની કોઈપણ અપેક્ષાઓ વગર ચર્ચા થાય છે. કોઈપણ જાતના ક્રમ અને શિસ્ત વગર આખી દુનિયાની ચર્ચા ચાલ્યા કરે છે. અંતે જે માણસ બોલતો હશે તે ચા પૂરી કરશે અને મેં જે ચા પીધી છે તેના પૈસા આવતીકાલે આપીશ એમ કહીને જતો રહેશે.
જે માણસ પોતાની ચાના પૈસા પણ ચૂકવી શકતો નથી, તે ચાની દુકાન પર બેસીને પહેલા પાનાથી શરૂ કરીને છેલ્લા પાના સુધી આખું છાપું વાંચશે અને તેણે જે વાચ્યું હશે તેના પર ચકાદાઓ આપશે. અરે છાપાના સંપાદકે પણ આખું છાપું આ રીતે નહીં વાચ્યું હોય !
આ પ્રકારના લોકો ચાની દુકાનની જે બેન્યો પર બેસીને જેટલો સમય ગાળે છે તેનાથી ત્યાંની બેન્યો પણ ડીયેસનમાં આવી જતી હશે ! તે લોકો પોતાનો બધો જ સમય આવી રીતે જ ગાળતાં હોય છે. તેઓ કશુંક મેળવવા પાછળ એક ક્ષણ પણ નહીં આપતાં હોય.
માટે તમારે આટલું જ કરવાનું છે; હું જે કહું છું તેને આત્મસાત કરો અને તેની પાછળના સત્યનો અનુભવ કરો. પતંજલિ કહે છે; "જો તમે આજે પાંચ ઈંચ વળશો તો તમે આવતીકાલે અર્ધો ઈંચ વધારેવળી શકશો. આવી જ રીતે હું તમને જે કહ્યું હ્યું તે સત્યનો સ્થિરતાથી અનુભવ કરવો જોઈએ. નહીં તો તમે પણ ચાની દુકાન પર બેસતાં લોકો કરતાં વધારે સારા નહીં હો. એ લોકો ત્યાં બેન્ચો પર ડીપ્રેસન પેદા કરે છે અને તમે અહીં શેતરંજી પર કાણાં પાડો છો. બસ આટલું જ !
સમસ્યા એ છે કે, મોટેભાગે, જયારે આપણના શબ્દો સાંભળીએ છીએ ત્યારે આપણને હંમેશા એવું લાગે છે કે, આપણો મિત્ર અથવા સંબંધી જે આ વ્યાખ્યાન સાંભળી રહ્યાં છે, તેમને જ આ બરાબર લાગુ પડે છે ! આપપે એ શબ્દો એમના માટે છે એમ સમજીને છૂપી રીતે આશા રાખીએ છીએ કે તેમને સંદેશો મળી ગયો હશે. આવું કરવામાં તમે સંદેશને ચૂકી જાવ છો. બસ આટલું જ ! હું તમને કહું છું; હું જ્યારે વાત કરૂં છું ત્યારે હું 'તમારી' સાથે જ વાત કરું છું. સભાગૃહમાં હજાર લોકો હોય તો પણ, હું 'તમારી સાથે જ' વાત કરું છું. મહેબાની કરીને આને સમજવાની કોશિશ કરો.
મારો દરેક શબ્દ શક્તિથી ભરેલો છે જે તમારા માટે કામનો છે. માટે મહેરબાની કરીને એવા વિચારો સાથે સાંભળો નહીં. ખાસ કરીને જયારે પતિઓ અને પત્નીઓ સાંભળવા આવે છે ત્યારે. જયારે હું તેમના જીવનને લગતી થોડી બાબતો કહું છું, તો પતિ એવું વિચારે છે કે 'તેણીએ આ સાંભળવું જોઈએ'. અને પત્તી એવું વિચારશે કે તેના પતિએ આ સાંભળવું જોઈએ ! અને છેલ્લે બન્ને જણાં ખરો સંદેશ ચૂકી જાય છે.
પુરુષનો વારસાગત સ્વભાવ પૈસા અને ભૌતિક ચીજો ભેગી કરવાનો છે. આ જ સમયે અમુક બાબતમાં તેને એવું લાગે છે કે એ પૈસાથી મેળવી શકાતી નથી. મિલકત ભેગી કરવાની તેની ધન આપોઆપ ઘટી જાય છે. પછી તે શબ્દો અથવા બુધ્ધિયુક્ત જ્ઞાન ભેગું કરવા માંડે છે. આ પ્રક્રિયા રીતે ક્યારેય અટકતી નથી. તે વધારે ને વધારે શબ્દોનો લાલચુ બની જાય છે.
જે વ્યક્તિ મિલકત અને શબ્દો ભેગા કરવાનું બંધ કરી દે છે, તે સાચું જ્ઞાન શોધવાનું શરૂ કરે છે. ઘણી વખત આપણે વધારે જાણવા માટે નહીં પરંતુ શબ્દો ભેગા કરવાના લોભમાં જ સવાલો પૂછતાં હોઈએ છીએ અથવા અમે કંઈક જાણીએ છીએ એવું બતાવવા માટે પૂછતાં હોઈએ છીએ.
જો તમે ગહનતાથી અંદર જોશો તો, ફકત એક પ્રશ્ન ઉઠશે અને તે તમારી જાતને ઓળખવા માટેનો મુળભત પ્રશ્ન. જો એ સવાલનો જવાબ મળી જાય તો તમે એન્લાટેન્ડ થઈ ગયા !
એક માણસે મને પૃછ્યું; "માસ્ટર ભગવાન શું છે ?"
મેં ધીરેથી વિષય બદલીને તેના કુટુંબ અને ધંધા વિષે પૃછવાનું ચાલુ કર્યું.
અમે લગભગ બે કલાક સુધી વાતો કરી. આ બે કલાકમાં એ તેના મૂળ પ્રશ્ન પર એક પણ વખત પાછો આવ્યો નહીં. અંતે મેં તેને કહ્યું: ''અરે ! તમે મને આવતાંની સાથે જ એક પ્રશ્ન પૂછયો હતો. મેં તેનો જવાબ આપ્યો નથી. કારણ કે એ તમારી અંદરના ઊંડાણમાંથી આવેલો પ્રશ્ન નહોતો."
જો આપણી અંદરના ઊંડાણમાંથી પ્રશ્ન ઊભો થયો હોય તો, જ્યાં સુધી તેનો સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી આપણે તેને ક્યારેય ભૂલતાં નથી. અમુક લોકો પ્રશ્નો પૃછે છે. પોતાની જાતે જ પોતાને જવાબ આપે છે અને પછી મને પ્રશ્ન પૂછે છે ! તેઓ માત્ર પોતાના જવાબના ટેકા માટે વધારાના શબ્દો જ ભેગાં કરતાં હોય છે. બસ આટલું જ.
પ્રશ્નો હકીકતમાં આપણાં માટે શબ્દોને ભેગાં કરીને આપણી અંદર સંગ્રહ કરવા માટેની ઝૂંટા ઝૂટ છે. એ શબ્દો આપણે ભેગા કરી લઈએ છીએ ત્યારે આપણે મહાનતાનો અનુભવ કરીએ છીએ. પરંતુ આવું કરવામાં આપણે મહાન સત્ય ચૂકી જતાં હોઈએ છીએ ! આપણે સત્ય કરતાં શબ્દોને વધારે મહત્વ આપીએ છીએ. આવી રીતે આપણે ગુરુને ચૂકી જઈએ છીએ; આવી રીતે જ ગુરુના શબ્દો પાછળની સમજણ આપણે ચૂકી જઈએ છીએ.
લોકો મને પછે છે: "માસ્ટર અમે સરખામણી અને બીજું બધું બંધ કરી દઈએ, તો બધું ત્યાગીને આધ્યાત્મિક બની જઈએ ? ''
મોટાભાગના લોકો, હું જયારે સરખામણીઓ બંધ કરવાનું કહું છું, દોડવાનું વગેરે બંધ કરવાનું કહું છું ત્યારે તેઓ એવું જ સમજે છે કે તેમણે દ્દુનિયાદારીની બધી બાબતોમાંથી ભાગી છટ્વવું જોઈએ અને આધ્યાત્મિક બની જવું જોઈએ. ખાસ કરીને જ્યારે હું આ 'વિશુધ્ધિ ચક્ર' વિષે વાત કરતો હોઉં છૂં ત્યારે તેઓ આવું બધું સમજવા લાગે છે.
તમે સમજો, આધ્યાત્મિકતા અથવા 'સન્યાસ' નો મતલબ બધાંનો ત્યાગ કરવો તેવો નથી. તેનો અર્થ છે ગહન જાગૃતતા હોવી, જે આપઆપ તમારી ગાંડી ઇચ્છાઓને નાની કરી દે છે અને તેને પરી કરવાની શક્તિ આપે છે. તેમજ તમને તમારી અંદરની તરફ વાળે છે.
બહારની દ્રનિયામાં કરવું જરૂરી હોય તે કરવું જ જોઈએ. તેમાં કોઈ શંકા નથી. તમારે જીવવા માટે કમાવું જોઈએ; તમારે તેને લગતી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે શરીરને જીવીત રાખવું જોઈએ. હું જે બધું કહુ છું તેનાથી આ બધામાં ગહન જાગૃતતા લાવો. જેથી બહારની દુનિયાનો જિન જરૂરી માલિકી ભાવ અદેશ્ય થઇ જાય અને તમે તમારા જન્મ અને જીવનના મુળભૂત હેતુની સ્પષ્ટ સમજણથી જીવી શકો.
બધાં જ પ્રકારના ભ્રમો, બધી જ ઉછીની લીધેલી ઇચ્છાઓ, બધાં જ સ્થાપિત ભયા, બધા જ પ્રકારની ઈર્ષા અને સરખામણીઓ, કામ વાસનાઓ અને લાલસાઓમાં સંપર્ણ પરિવર્તન આવી જશે અને એ બધું જ તમારા માટે દિવ્ય આનંદમય શક્તિ બને જશે.
એક નાની વાર્તા :
એક ગુરુ તેના શિષ્ય સાથે ચાલતાં ચાલતાં નદી કિનારે આવ્યા.
શિષ્યને નવાઈ લાગી અને તેણે પૂછ્યું; "ગુરુજી આપણે આ નદીને અત્યારે પાર કરવા જઈ રહ્યાં છીએ ?" ગુરુએ શાંતિથી જવાબ આપ્યો: "હા. પરંતુ તારે ધ્યાન રાખવાનું છે કે તારા પગ ભીના ન થાય !"
ગુરુ શું કહેવા માંગે છે તે શિષ્ય સમજી શક્યો નહીં ! ગુરુ કહી રહ્યા હતાં કે સંસાર સાગરને પાર કરતી વખતે પગને ભીના ન થવા દેવા તે જ સાચી આધ્યાત્મિકતા છે. આ તળાવમાંના કમળ બની રહેવા જેવું છે. પાણીમાં હોવા છતાં તેને સ્પર્શ કર્યા વગર રહેવું. દુનિયાદારીથી દર ભાગી જવું તે આધ્યાત્મિકતા નથી. આ બાબત પૂરી સ્પષ્ટતાથી સમજી લો.
આધ્યાત્મિકતા જીવનનું એન્જીનીયરીંગ છે. કોલેજમાં તમને બીજા પ્રકારનું એન્જીનીયરીંગ શીખવવામાં આવે છે. તે ફકત તમારૂં મગજ વેચીને મેળવેલાં સર્ટિફિકેટ છે. જીવનનું એન્જીનીયરીંગ આપણે બધાંએ શીખવું જોઈએ. આધ્યાત્મિકતા તમને 'પરમહંસ'ની જેમ જીવતાં શીખવે છે. અથવા વ્યક્તિને એવી હકીકત શીખવે છે કે ભૌતિક દુનિયામાં ગળાડૂબ રહેવાં છતાંય સંપૂર્ણ નિસ્પૃહતાથી કેવી રીતે જીવી શકાય છે.
એ તમને, કોઈ વસ્તુ કે વ્યક્તિને નુક્સાન પહોંચાડયા વગર, પૂરી લાગણીવશતા અને પૂરી ભરપૂરતાથી જીવન જીવતાં શીખવે છે. એ તમને તમારી બુધ્ધિથી અલગ થઇને, સમગ્ર અસ્તિત્વને ખુલ્લી આંખે નિખાલસતાથી જોતાં શીખવે છે. એ તમને સરખામણી, ઈર્ષા, વાસના વગેરે ભ્રમો વગર અસ્તિત્વને નિહાળતાં શીખવે છે. એ તમને અસ્તિત્વ સાથે અને યોગાનયોગ બનતી ઘટનાઓની શક્તિના લયમાં રહીને જીવતાં શીખવે છે, જેમાં તમે દરેક બાબતમાં તમારા આંતરિક આનંદનો પડઘો અનુભવી શકો છો.
એ તમને હંમેશા પ્રાર્થનામય અને કૃતજ્ઞભાવના મૃડમાં રહેતાં શીખવે છે અને અસ્તિત્વને સ્વીકારવાના રસ્તા બતાવે છે. તે તમને દરેક ક્ષણોનો તમારા 'સ્વ'માંથી આનંદ ઉઠાવતાં શીખવે છે, તે તમને બહારની પરિઘ પરની લાગણીઓ વચ્ચે ઝૂલતા કેમ અટકવું તે શીખવે છે. તે તમને કોઈપણ જાતનાં કારણ વગર જીવનનો ઉત્સવ ઉજવતાં શીખવે છે.
તે તમારી આંતરીક બુદ્ધિ ને પ્રકાશિત કરીને તમારા બહારની દ્વનિયાના કામોમાં ઊંચી શ્રેષ્ઠતા અપાવે છે. તે તમારી જાગૃતતાને જગાડે છે અને તમને ગહન સભાનતામાં લઈ જાય છે. તે તમને વાસનામાંથી પ્રેમ તરફ. ચિંતાઓમાંથી આશ્ચર્ય તરફ, અસત્યમાંથી સત્ય તરફ, દુ:ખમાંથી પરમ આનંદ તરફ અને ઈર્ષમાંથી ઉત્સવની ઉજવણી તરફ લઈ જાય છે.
એક વધારે વાત : લોકો એવું વિચારે છે કે આધ્યાત્મિકતા માટે વધારાનો સમય ફાળવવાની જરૂર પડે છે; બિલકુલ નહીં. મેં હમણાં તમને જે કહ્યું, તેમાંથી જ તમે સમજી ગયા હશો, આમાં વધારાનો કોઈ જ સમય ફાળવવાની જરૂર નથી. જે લોકો વધારાનો સમય ફાળવવાની જરૂર છે એવો દાવો કરે છે તેઓ હકીકતમાં આધ્યાત્મિક નથી, તેઓ ધાર્મિક લોકો છે.
ધર્મોને સમયની જરૂર પડે છે કારણ કે તેમાં ક્રિયાકાંડો અને વિષિઓ કરવાની હોય છે. આધ્યાત્મિકતાને સમય અને જથ્થા સાથે કશું જ લાગતું વળગતું નથી. તેમાં તમારે તમારા જીવનની ગુણવત્તા પર કામ કરવાનું હોય છે. જો તમારામાં સત્યને પામવાની ગંભીરતા હોય, તો એજ પુરતું છે. તમે દરેક કામને મેડિટેશન બનાવીને બધો જ વખત ભક્તિ કરી શકો છો અને તમારૂં ધ્યેય પ્રાપ્ત કરો છો. તમે આપોઆપ તમારા કામમાં, ઘરમાં, આંતર વૈયક્તિક સંબંધોમાં, ઈર્ષા અને સરખામણી જેવા અવરોધો વગર જ ઝળક્યા કરો છો, પ્રકાશિત થયા કરો છો.
તમે તમારી આસપાસની પરિસ્થિતિઓમાં સરળતાથી તમારા 'સ્વ'માં સ્થિર રહી શકો છો. તમને દરેક જગ્યાએ અને કોઈપણ પ્રકારના લોકો સાથે ઘર જેવું જ લાગે છે. તમારા માટે તમે રહો છો તે જ ઘર નથી રહેતું પરંતુ આખું અસ્તિત્વ તમારું ઘર બની જાય છે. તમે તમારાં માનસિક અને શારીરિક બંધનો તોડીને અસ્તિત્વ સાથે એકટપ બની જાવ છો .
સમસ્યા એ છે કે લોકો માત્ર ધાર્મિક ક્રિયાઓમાં જ સંતોષ માની લે છે. એ લોકો જે કરે છે તેમાં જ ચોક્કસ પ્રકારની સલામતી અનુભવે છે. ક્રિયાકાંડો પાછળનું વિજ્ઞાન લોકો જાણતાં નથી, પરંતુ ધાર્મિક ક્રિયાકાંડો તેમના અહમુને પોષણ જરૂર આપે છે. ક્રિયાકાંડો ગુંચવાડા ભરેલા હોય છે. અને આપણે હંમેશા તેની સાથે ચાલવાને પડકાર સમજીએ છીએ.
લોકો મારી પાસે એમની સમસ્યા લઈને આવે છે અને તેનો ઉકેલ પૂછે છે. હું તેમને કહું છૂં કે હું સંભાળ રાખીશ અને તેમને આશ્રમમાં આવેલા વડલાના ઝાડ નીચે થોડીવાર બેસવાનું સૂચન કરૂં છું. આશ્રમમાં આવેલું વડલાનું ઝાડ શક્તિ-લેત્ર છે. પરંતુ તેઓ આ જવાબથી ખુશ થતાં નથી. તેઓ મને બાબતોને વધારે સારી કરવા માટે ક્યા ક્યા ધાર્મિક ક્રિયાકાંડો કરવા જોઈએ તે વિષે પૂછે છે.
હું જો તેમને કહું કે તમારે આશ્રમના વડલાના ઝાડ ફરતે ૧૦૮ વખત પરિક્રમા કરવાની છે તો લોકો ખૂબ જ ખુશીથી કરશે ! તમે સમજો, જયારે તમે વડલાની આસપાસ ૧૦૮ વખત ફરો છો ત્યારે તે તમારા અહયૂને સંતોષ આપે છે. ત્યાર પછી તમને લાગે છે કે તમે સખત મહેનત કરી છે, અને તમને તેમાંથી ફાયદો મળશે એવું લાગે છે. આવી રીતે જ આપણે આપણાં મગજને ધર્મો પ્રત્યે માન આપવા માટે તાલિમ બધ્ધ કર્યાં છે.
ધર્મો અને તેના ક્રિયાકાંડોમાં પણ મેં જોયું છે કે - લોકો એકબીજા સાથે સ્પર્ધા કરે છે ! જો તમારા પાડોશીએ ચોક્કસ મંદિરમાં કોઈ ચોક્કસ પ્રસાદ ચડાવ્યો હશે તો પછી તમે પણ એ જ મંદિરમાં જઈને પ્રસાદ ચડાવી આવશો. તમારૂં લક્ષ્ય ક્યાં હોય છે ? દેવતા અથવા પડોશી ? આવું બધું કરીને તમે આખી બાબત જ ચૂકી જાવ છો !
લોકો એવું કહીને ગર્વ કરે છે કે અમે દુનિયાના બધાં જ મહત્વનાં ધાર્મિક સ્થાનોની યાત્રા કરી છે. તેઓ જ્યાં જયાં ગયા હોય તે બધાં મંદિરોનું લીસ્ટ આપી દે છે. તરત જ જે માણસ આ વાર્તાઓ સાંભળતો હોય છે, તે આનાથી વધારે યાત્રાઓ કરવા માટેનાં પ્રયાસો ચાલુ કરી દે છે.
આટલાં બધાં ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધાં પછી પણ તમારો અહમ્ મજબૂત હોય છે અને તમારૂં 'વિશુધ્ધિ ચક્ર' બંધ જ હોય છે ! આના વિષે તમે ક્યારેય વિચાર કર્યો છે ? આ બધી બાબતો ફકત તમારી આંતરિક દુનિયામાં પ્રગતિ કરવા માટે અને સરખામણી અને ઈર્ષા જેવી બીજી બાબતોમાંથી મુક્ત થવા માટે કરવી જોઈએ, પરંતુ અહીં જ તમે મુખ્ય મુદ્દો ચૂકી જાવ છો અને તમે વારંવાર બહારની દુનિયાને બતાવવા માટે આવી જ બાબતો કર્યા કરો છો.
મેં લોકોને દેવી દેવતાઓ સામે મંત્રો જપતાં જોયાં છે. તેઓ થોડીવાર મંત્રો બોલશે ત્યાં જ તેમના મનમાં આવશે કે મેં મારી પત્નીને જે કામ સોપ્યું હતું તે પુરું કર્યું હશે કે નહીં. અથવા તેઓ થોડી લીટીઓ વાંચશે અને જોશે કે
હવે કેટલાં પાનાં પરા કરવાનાં બાકી છે ! આવી રીતે તેઓ ભગવાન સાથે જોડાય છે અને તેઓ સંતોષ માને છે કે દિવસ દરમ્યાન તેમણે પૂરા મંત્રો વાંચી લીધાં છે.
અને આ બધાંની ઉપર તેઓ આ મંત્રો ૨૧ દિવસ સુધી વાચંશે કારણ કે તેમણે આવું કરવાની બાધા લીધી હોય છે. પછી તેઓ ગર્વ સાથે પોતાના પાડોશી અથવા સગા સંબંધીને જઈને કહેશે કે અમે આવી કઠિન બાધા પૂરી કરી છે!
આપણે દરેક બાબતો, બીજાને કહેવા માટે કે મેં આ કર્યું છે, તેમ કહેવા માટે જ કરીએ છીએ અને તેમનામાં સરખામણીના બીજ વાવીએ છીએ. તમે સમજો, જો તમે ધાર્મિક વિધિ કરવાનું નક્કી જ કર્યું હોય તો તેને કમ સે કમ ગંભીરતાથી તો કરો. અસ્તિત્વ સાથે ગહન જોડાણ અનુભવીને કરો. તમે આવી રીતે કરો છો, ત્યારે તમે તેના વિષે વાતો તો નહીં કરો!
તમે જયારે ધાર્મિક ક્રિયાકાંડોનો માર્ગ અપનાવવાનું નક્કી કરો છો, ત્યારે વચન બધ્યતા અને ગંભીરતા તમારી ચાવી બની જાય છે. માટે તેને પૂરી ગંભીરતાથી કરો. આજે ભક્તિ કરવા માટેની હજારો વિવિઓ છે. તમારે કઈ વિધિને અનુસરવું તે માટે ગુંચવણમાં ના પડવું જોઈએ. બસ કોઈપણ વિધિ નક્કી કરો અને તેને પૂરી ગંભીરતાથી અનુસરો અને પૂરી વચનબધ્ધતાથી તેને પૂરી કરો. તમને જે ફાયદો કરાવે છે તે તમારી વચનબધ્યતા કરાવે છે નહીં કે વિધિ પોતે...
અને એક વધારે વાત : તાત્કાલિક પરિણામ માટે આશા ન રાખો. આજે દરેક માણસ ઇન્સ્ટન્ટ ચા અને ઈન્સ્ટન્ટ કોફીની જેમ, ઇન્સ્ટન્ટ પરિણામોની આશા રાખે છે ! આપણાંમાનાં મોટાભાગનાં એવું માને છે કે આપણાં કરતાં બીજાં લોકોની પ્રાર્થનાનો જલ્દી જવાબ મળે છે. માટે આપણે પ્રાર્થનાનો પ્રકાર બદલીને બીજા લોકો જેવો કરવો જોઈએ ! આ બધું મૂર્ખતા ભર્યું છે. ભક્તિમાં પણ આટલી બધી સરખામણી ! તમે જે કંઇ કરો તે પૃરી શ્રધ્ધા અને વચનબધ્ધતાથી કરો અને બીજું બધું ભૂલી જાવ. બધું જ આપોઆપ બનશે.
તમે જયારે ધાર્મિક ક્રિયાકાંડોને અનુસરો છો ત્યારે તેની પાછળના વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો જેથી તમારૂં મન માત્ર ક્રિયાકાંડોમાં જકડાઈ જવાને બદલે તેની સાથે લયમાં રહેશે. દરેક ધર્મ અથવા દરેક વિધિનું અંતિમ ધ્યેય અસ્તિત્વ સાથે લયમાં રહેવાનું જ હોય છે. કોઈપણ બાબતમાં આ સમજી લેવું જરૂરી છે.
ધાર્મિક વિધિઓ ભગવાનને અપાયેલી લાંચ નથી. તે તમારી જાતને રક્ષણ આપતું બેંક બેલેન્સ નથી. તે કોઈ હરીફાઈ નથી, જેમાં તમારે બીજી કરતાં વધારે કરવાનું હોય છે. માટે સરખામણી બંધ કરી દો અને તમે જે કંઈપણ કરો તે પૂરીતીવ્રતા અને ગંભીરતાથી કરવાનો પ્રયત્ન કરો.
મને એક વાર્તા યાદ આવે છે :
ત્રણ માણસો એ સાથે મળીને ધંધો શરૂ કર્યો.
તેઓએ ભગવાનને ધંધામાં ભાગીદાર તરીકે સામેલ કરવાનું નક્કી કર્યું.
તેઓ એ વાતમાં સંમત થયા કે જે કંઈપણ નફો કરશે તેમાંથી અમુક ટકા ભગવાન માટે આપશે.
તેમણે ધંધો ચાલુ કર્યો અને અપેક્ષા કરતાં ઘણો બધો વધારે નફો થયો.
પછી સમસ્યા ઉભી થઈ : "ભગવાનને આટલું બધું કેવી રીતે આપી દેવું ?"
ત્રણે જણાંએ સૂચનો કર્યાં.
પહેલાં માણસે કહ્યું; "બરાબર છે. આપણે એક વર્તુળ દોરીએ અને બધા જ પૈસા ઉપર ઉછાળીશું. જેટલા વર્તુળની અંદર પડશે તેટલા ભગવાનનાં, અને વર્તુળની બહાર પડશે તે આપણાં".
બીજા માણસે સૂચન કર્યું; "ના. હું તમને વધારે સારો આઇડીયા આપું છું. આપણે ખરેખર ખુબ જ મોટું વર્તુળ બનાવીશું અને આપણે પૈસા ઉછાળીશું. જેટલા વર્તુળમાં પડશે તેટલાં આપણાં અને બહાર પડે તેટલાં ભગવાનના''.
ત્રીજા માણસે કહ્યું; "જુઓ મને સાંભળો, ગમે તેમ પણ ભગવાન આપણી ઉપર રહે છે. આપણે બધા જ પૈસા ઉપર ઉછાળીએ. તેને જેટલાં જોઈએ તેટલાં લઈ લેશે. જેટલાં નીચે આવશે તેટલાં આપણાં !"
આપણને જયારે કંઇક જોઇતું હોય ત્યારે આપણે ભગવાનને તેના માટે લાંચ આપીએ છીએ. જેવું આપણને એ મળી જાય છે કે તરત જ આપણે તેને છોડી દઈએ છીએ અને બીજી જરૂરીયાત ઉભી થાય એટલે પાછા તેને ૫કડી લઈએ છીએ. આપણને આવું જ કરવાનું શીખવવામાં આવ્યું છે.
યસ ... તમારે કંઇ પૂછવું છે ? "માસ્ટર, આપણે જ્યારે ધાર્મિક વિધિઓની વાત કરી રહ્યાં છીએ, ત્યારે તમે મહેરબાની કરીને અમને વિધિઓના માર્ગ વિષે અને મેડિટેશનના માર્ગ વિષે વધારે કહેશો ?"
યસ ... .
જુઓ ધાર્મિક વિષિઓમાં કંઇક ચોક્કસ છે. તેનું ચોક્કસ બંધારણ હોય છે, તમારે તેને ક્યારે શરૂ કરવી અને ક્યારે પૂરી કરવી. તમે તે ક્યાં કરવાના છો. શાના માટે કરવાના છો. વગેરે … આ વિધિઓમાં તમે ઉતરો છો અને પહેલાં જેવાં હતાં, તે જ સ્વરૂપે પાછા બહાર આવો છો. આખી પ્રક્રિયામાં કોઇ ચોક્કસ બાંહેધરી નથી. માટે જ તે આટલી બધી ફેલાયેલી છે. વિસ્તાર પામી છે. આવી રીતે દરેક બાબત વિસ્તરે છે.
પરંતુ મેડિટેશનમાં શૂં થાય છે ? સૌથી પહેલાં તો કોઈપણ ધાર્મિક વિધિઓ કરતાં મેડિટેશન કરવું સહેલું છે અને વધારે લાભ કારક છે. લોકો મને હંમેશા પૂછે છે કે અમારે આશ્રમમાં ધાર્મિક વિધિઓ શા માટે કરવી જોઈએ. હું તેમને કહું છું, જો હું લોકોને એમ કહું કે બસ તમે આવીને વડલાના ઝાડ નીચે બેસીને મેડિટેશન કરો આટલું પુરતું છે, તો શું એ લોકો સાંભળશે ?
જો અહીં 'દક્ષિણામૂર્તિ'ની મૂર્તિ અને 'નટરાજ'ની મૂર્તિ ન હોત, જો એ લોકો આ મૂર્તિઓ ત્યાં નહીં જુએ તો શું એ લોકો માત્ર ખુલ્લી જગ્યા અને વડલાંનું ઝાડ જોવા માટે અહીં આવશે ? મોટે ભાગે તો હું એકલો જ વડલાંના ઝાડ નીચે બેસીને મેડિટેશન કરતો હોત !
લોકોને તેમની અંદરની મુસાફરીનું પહેલું પગલું ચલાવવા માટે તેમના મનમા જે ગ્રંથિઓ છે તેમાની એકાદ ગ્રંથિ બતાવવી પડે છે. નહીંતર હું લોકોને આકર્ષી શકું નહીં, મારે તેમની જ ભાષામાં વાત કરવી પડે છે.
તે લોકો વડલાના ઝાડ નીચે 'દક્ષિણમર્તિ'ની મૃર્તિ જોઈને ખૂબ જ ખૂશ થઈ જાય છે. તે લોકો એ બાબતથી બિલકુલ અજાણ હોય છે કે, 'દક્ષિણમૂર્તિ'ની મૂર્તિ વગર પણ વડલાના ઝાડની નીચે શક્તિક્ષેત્ર હોય જ છે. આ વડલાનું ઝાડ જીવંત શક્તિ છે. તેની શક્તિ તરંગીત શાંતિ છે. તમે તેની નીચે મેડિટેશનના મડમાં માત્ર બેસો એટલું જ પરતું છે. તમારે ગુંચવાડા ભરેલી કોઈ ક્રિયાઓ કરવાની જરૂર જ નથી. તેની દરેક ડાળીઓ અને પાંદડાં મારી સાથે વાત કરે છે.
સમજો.તમે જયારે મર્તિપજા કરવાનું ચાલુ રાખો છો. ત્યારે તમારે અસ્તિત્વની અદુભત હાજરી બાબતમાં વધારેને વધારે જાગતતા લાવવી જોઈએ, કારણ કે મૃર્તિ દ્વારા તમે જેની સાથે જોડાવા જઈ રહ્યા છો. પછી આપોઆપ ભગવાનને દરેક જગ્યાએ જોવાનું શરૂ કરો છો. તમે સમજતાં થશો કે આ ફકત એક મૂર્તિ નથી પરંતુ સમગ્રનો સર્જનહાર તેમાં બેઠેલો છે. પછી તમે આખા અસ્તિત્વ સાથે જોડાવાનું શરૂ કરો છો.
મેડિટેશન બાબતમાં, જો તમે ગંભીરતાથી મેડિટેશનમાં જાવ છો તો બહાર શું આવશે તે ચોક્કસ નથી હોતું. કદાચ તમારૂં વ્યક્તિત્વ બદલાઈ જાય. તમે એક બીજી વ્યક્તિ તરીકે ઉભરી આવો. આ એક મોટું જોખમ લેવા જેવું છે! એ જૂગાર રમવા જેવું છે. પરિવર્તન થવાની શરૂઆત થાય છે. એ એવું પરિવર્તન છે જેને માટે હકીકતમાં તમે તલસો છો. પરંતુ તે જયારે થાય છે ત્યારે તમને ડર લાગે છે.
તમને તમારી ધાર્મિક વિષિઓમાં સલામતીનો અનુભવ થાય છે. વિધિઓ તમારી રોજીદી જંદગીઓનો ભાગ બની જાય છે: તમે જે મત વર્તળને અનસરો છો તેનો તે ભાગ બની ગઈ છે. ગમે તેમ પણ તે તમને કશુંક કર્યાનો સંતોષ આપે છે અને તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ રહો છો. મેડિટેશનમાં તમારા આદર્શો થોડા ધ્રુજી જાય છે અને તમને ભેખડની ધાર ઉપર ઉભા હો તેવું લાગે છે. વરસોથી તમારી અંદર જે માન્યતાઓ બંધાઈ ગઈ છે તે એકાએક ધ્રુજતી લાગે છે. તમને એવું લાગે છે કે તમે વધારે અજાણ્યા રસ્તા પર ખસી રહ્યા છો અને તેને કારણે તમારામાં ભય પેદા થાય છે.
આવી રીતે તમે ક્યારેય ન પ્રવેશ્યા હો તેવા અવકાશમાં વધારેને વધારે ઊંડા ઉતરતાં જ્રવ છો; એવી જગ્યા, જેના વિષે સમાજ કશું જાણતો પણ નથી; એવી જગ્યા જેનાથી સમાજ સાવચેત રહે છે; એવી જગ્યા જે પહેલેથી જ તમારી અંદર છે પરંતુ બંધ તાળામાં છે; એવી જગ્યા જેના તાળાની ચાવી તમે શોધી રહ્યા છો, પરંતુ જેનાથી તમે અજાણ છો, ફકત આ જન્મમાં જ નહીં પણ ઘણાં જન્મોથી. તમે જયારે શોધી લો છો, તમે એન્લાઈટેન્ડ થઇ ગયા !
આ કંઇક આવું છે : એક ગાય એવા દોરડાંથી બંધાયેલ છે જેને ગોળ ગોળ ફરવા માટે થોડાં મીટરની લંબાઈ છે.
તે આજુબાજુ ગોળગોળ ફર્યા કરે છે અને તે પોતાની પુખ્ત બુધ્ધિ પ્રમાણે જાગૃત રહે છે.
પછી દોરડું થોડું ઢીલું થાય છે અને તેને ફરવા માટે થોડા વધારે મીટર મળે છે.
તે પાછી ફરીથી ફરવાનું ચાલુ કરે છે અને તે દોરડાંની વધારે લંબાઈ મેળવવા માટે વધારે બુધ્ધિશાળી બને છે. ગાયની બુધ્ધિ અને જાગતતાના પ્રમાણમાં તેને એ વખતે વધારે ફરવા માટે છોડવામાં આવે છે ! માણસમાં પણ આવું જ બને છે માણસની આસપાસની સીમા પણ તેની સભાનતા ઉપર જ આધાર રાખે છે. જે જેટલો વધારે સભાન બને છે તેટલો તે મુક્તિનો આનંદ મેળવી શકે છે અને એટલી તેની સભાનતા વિકાસ પામે છે.
જુઓ, તમારી શક્તિનું કેટલું પરિવર્તન કરવું તે તમારી ઇચ્છાનો સવાલ છે અને આ એક જ રસ્તે તે થઈ શકે છે.
પરંતુ જ્યારે આ થાય છે. ત્યારે સમાજ તમને કહેશે તમે અમારાથી દર ખસી રહ્યા છો. તે તમને કહેશે કે જે સાચું છે તેનાથી તમે દર જઈ રહ્યા છો. ૫છી ગુંચવાડો શરૂ થાય છે. જયારે આવું થાય ત્યારે તમારામાં તમારી જાત અને અસ્તિત્વમાં શ્રધ્ધા હોવી જોઈએ અને હિંમતથી આગળ વધી જવ્યું જોઈએ.
"માસ્ટર, આપણે ઈર્ષા અને માલિકીપણાંના ભાવમાંથી બહાર કેવી રીતે આવી શકીએ?" (Part 2)
અહીં જ તમને, કોઈપણ પુસ્તક અથવા વ્યાખ્યાનો કરતાં, ગુરુ તમને 'યોગ્ય દંડો-ટેકણ લાકડી આપીને તમારી જ્ઞતે ઊભા રહેવામાં મદદ કરી શકે છે. આધ્યાત્મિકતાના રસ્તે ચાલતાં તમને દરેક વખતે એવું લાગશે કે તમને દંડી રહ્યા છે તમને જ્યારે એવો અનુભવ થાય કે તમે બહુમતિની વિરુધ્ધમાં જઈ રહ્યાં છો, ત્યારે ગુરુ તમને તેની પોતાની રીતે ખેંચી લે છે અને તમને આગળ વધવાનું કહે છે.
નબળી ક્ષણોમાં તમને અણી ધોંચવાની જરૂરીયાત હોય છે અને ગુરુ તમને તમે ઊંચુ માથું કરીને ફરીથી આગળ વધો એ માટે તેમની અણીયાળી લાકડી ધોચે છે. લથડીયાં ખાવાની દરેક ક્ષણે લાકડી તમારી મદદ માટે તૈયાર હોય છે.
ગુરુના ટેકાથી, તમે એક વ્યક્તિ તરીકે ઊભા થઇ શકો છો, સ્વતંત્ર વ્યક્તિ તરીકે. તમારી પોતાની વિશિષ્ઠતા શોધીને. એનો મતલબ એ નથી કે તમે ગુરુના આધારીત જ બની જાવ છો; બિલકુલ નહીં. આ એક બીજો ખોટો ખ્યાલ છે. લોકો એવું વિચારે છે કે તેઓ જીવનભર બીજી એક વ્યક્તિને આધારિત બની જાય છે.
આ કંઇક આવું છે. તમે કોઈ ખાસ જગ્યાને શોધવાનો તમારી રીતે પ્રયત્ન કરી રહ્યા છો. જો તમારા પર જ છોડી દેવામાં આવે તો તમે વિવિધ જગ્યાએ માર્ગદર્શન માટે પૃછ્યા કરો છો. ક્યારેક તમને ખોટી દિશા બતાવવામાં આવે છે અને ત્યાંથી તમે પાછા વળીને બીજાને પૂછો છો અને તમે તે રીતે ભટકીને તમે તમારી મંઝિલે પહોંચી જાવ છો. આવું કરવામા કદાચ તમને ઘણો બધો સમય લાગે છે, પરંતુ તમે પહોંચો છો. પરંતુ જો તમારી પાસે નકશો અથવા ગાઈડ છે જે રસ્તો જાણે છે. તમે જે જગ્યાની તલાશમાં છો એ જગ્યા પર એ જઈ ચુક્યા હોય છે અને એ માટે તમને માર્ગદર્શન આપવા માટે હાજર છે.
જો તમારી પાસે ધ્યેય પ્રાપ્તી કરવા માટે માત્ર સમર્પણ ભાવના જ હશે તો તમારે સખત મહેનત કરવી પડશે. પરંતુ જો તમારામાં સમર્પણ ભાવના સાથે હિંમત પણ હશે, તો તમે તમારા ધ્યેય તરફ છલાંગ લગાવી શકશો. આ હિંમત તમારામાં તો જ આવશે જો તમે બીજાઓ સામે જોવાનું બંધ કરીને તમારી જાતની અંદર જ જોવાનું રાખશો જો તમે તમારી જાતને બીજાઓ સાથે સરખાવવાનું બંધ કરી દો છો, અને તમારી જાગુતતાથી નિરીક્ષણ કરો છો, તો તમારી સિસ્ટમમાં છૂપી રીતે થતાં ફેરફારો જોઈ શકો છો. હિંમતથી ઊભા થવા માટે તમારે તમારા રસ્તા માટે દઢ નિશ્ચવની જરૂર પડે છે. આવો દઢ નિશ્ચય કરવાની હિંમત તમારામાં ત્યારે જ આવે છે, જયારે તમે કોઈની સાથે સરખામણીઓ કર્યા વગરજ તમારી જાતમાં મજબૂત રીતે કેન્દ્રીત હો,
સમાજ તમને તેમની જાણીતી ઘરેડોમાં ધક્કો મારવા માટે રાહ જોઈને બેઠો હોય છે. એવા દુ:ખોમાં ધકેલવા માટે જેને તેઓ જાણે છે અને સાંભળી શકે છે; તે તેમને જાણીતા અને ઘસાઈને જીર્ણ થઈ ગયેલા રસ્તા પર ધકેલવા માટે રાહ જોઈને બેઠા હોય છે. આ રસ્તે ચડી જવું ખુબ જ સહેલું છે અને તેમાં હિમતની જરૂર પડતી નથી. પરંતુ આધ્યાત્મિકતાના વણખેડાયેલા રસ્તે આગળ વધવા માટે હિંમતની જરૂર પડે છે. હું જ્યારે હિંમત કહું છું, ત્યારે હું સામાન્ય હિંમત નહીં પણ સમગ્ર માનસિક હિંમતની વાત કરૂં છૂં.
જીપ્સીઓની માળા પહેરવા માટે હિંમતની જરૂર નથી પડતી, પરંતુ 'રૂદ્રાક્ષ'ની માળા પહેરવા માટે અસાધારણ હિંમતની જરૂર પડે છે. હું મારા જે ભક્તોને પહેરવી હોય તેમને 'રૂદ્રાક્ષ' ની માળા આપું છું. આ 'રૂદ્રાક્ષ'ની માળાઓ શક્તિના સંગ્રહસ્થાનો છે. તે તમારા માટે વૈશ્વિક શક્તિનો સંગ્રહ કરે છે. તે તમારા માટે બેટરી હાઉસ જેવી છે અને જયારે તમારામાં શક્તિનું સ્તર નીચું હોય ત્યારે તે તમારી અંદર જરૂરી શક્તિ પૂરી પાડે છે. પરંતુ સમાજ આ માળાઓને 'સન્યાસ'ની સ્પષ્ટ નિશાની તરીકે જુએ છે ! ત્યાગની સમજણ વગર જ સમાજ માળાને બધું ત્યાગી દીધું છે, માટે પહેરવામાં આવી છે એ રીતે જ જુએ છે.
સમાજ અને કૌટુંબીક જીવનમાં રહીને 'રૂદ્રાક્ષ' પહેરનારા લોકોને વખોડે છે. પરંતુ તેઓ જયારે મૂર્તિઓ અથવા સાધુઓએ રૂદ્રાક્ષની માળા પહેરેલી જૂએ છે ત્યારે તેઓ ખુશ થાય છે અને તેમની પૂજા કરે છે. ઘણા જુવાન ભક્તો મને આવીને, માળા બાબતમાં તેમના ફુટુંબી જનોએ વ્યક્ત કરેલી પ્રતિક્રિયાઓ વિષે વાત કરે છે. આ બધાં ખણખોદીયાઓ આના વિષે અંતહીન વાતો કરે છે અને તેના વિષેની વાર્તાઓ ફેલાવ્યા કરે છે. આ મૂર્ખાઈ નથી ? તેઓ જયારે પ્રાર્થના કરે છે ત્યારે તેઓ વૈશ્વિક શક્તિને પ્રાર્થના કરતાં હોય છે. પરંતુ જયારે એજ શક્તિ તેમને સરળ સ્વરૂપમાં મળતી હોય છે, ત્યારે તેઓ તેને લેવા માટે તૈયાર હોતાં નથી ! તેઓ તે મેળવવા માટે પ્રાર્થના કરે છે. પરંતુ તેનાથી જ દૂર ભાગે છે !
જો તમે આનું ઉંડાણપૂર્વક અવલોકન કરશો, તો તે તમને બેહૂદું અને મૂર્ખાઈભર્યું લાગશે. તેઓ પોતાને ભગવાનથી ખૂબજ અલગ જુએ છે; આ જ સમસ્યા છે. તેઓ 'પોતે જ' ભગવાન છે તે સ્વીકારવા તેઓ તૈયાર નથી. હવે હું તમને કહું છું : તમે જાણતાં હો કે ન જાણતાં હો, તમે સ્વીકારો, તમને ગમે કે ન ગમે, તમે માને કે ન માનો, 'તમે ભગવાન છો'. આ 'વિશુધ્ધિ ચક્ર' નો મૂળભૂત પાયો છે - તમારો વિશિષ્ટ 'સ્વ' અને અનંત શક્તિને શોધવા જયારે તમારી હિંમત વધે છે ત્યારે સમાજ આપોઆપ અર્થહીન બનીને નમી જાય છે. જ્યારે તમારી હિંમત ઓછી હોય છે, ત્યારે સમાજ તમારા પર શક્તિ ચલાવે છે. આ બધું જ તમારા મનમાં છે. તમે સમાજ ને જેટલી શક્તિ આપશો એટલી જ શક્તિ તે તમારા પર વાપરશે. કોઈપણ વાત માટે સમાજનો દોષ ક્યારેય ન કાઢો.
પસંદગી હંમેશા તમારે જ કરવાની હોય છે. તમારામાં હિંમતની ઉપણ હોય તો તમારે સમાજ કહે તેમ કરવું પડે છે, અને તમે સરખામણીની ખેંચતાણમાં પડીને એકબીજને હરાવવામાં લાગી પડો છો અને પછી તમે તેના માટે સમાજનો વાંક કાઢો છો. આમ તમે સૌથી બેહુદું કામ કરો છો. યાદ રાખો પસંદગી હંમેશા તમારી જ હોય છે.
માત્ર જગૂતતામાં આવો, અનંતતા સરળતાથી ખૂલી જશે. આવું જયારે બને છે ત્યારે તમે ગભરાવ છો, કારણ કે આવો ખુલ્લો અવકાશ જોવા તમે ટેવાયેલાં જ નથી. તમે હંમેશા સીમાડાઓ જોવાં જ ટેવાયેલાં છો. હવે તમને ક્યાંય સીમાઓ દેખાતી જ નથી. તમે ભયથી સાવધ બનવાનું શરૂ કરી દો છો.
તમે તરત જ વિચારવા માંડો છો કે, તમે ખોટી જગ્યામાં પ્રવેશી ગયા છો. વાસ્તવિકતા પચાવવી અતિશય અઘરી લાગે છે. તમને અસલામતી લાગવા માંડે છે. તમને તમારા ભૂતકાળના હુંફાળા બ્રમોમાં અને માન્યતાઓમાં પાછા ફરી જવાનું મન થાય છે. સમાજે જયારે તમને કહ્યું કે તમે ખોટે માર્ગે જઈ રહ્યાં છો, ત્યારે સમાજની વાત ન માનીને તમે ભૂલ કરી હોય તેવું તમને લાગે છે. અને તમે પહેલાંની જેમ શંકાઓ પછી શંકાઓ કરવા લાગો છો.
જીંદગી એકાએક ધ્રુજી ગઈ હોય તેવું લાગે છે. તમને ખબર જ નથી પડતી કે તમે ક્યાં જઈ રહ્યાં છો. તમને, રણમાં એકલાં છોડી દીધેલાં બાળક જેવો અનુભવ થાય છે. આ જ સમયે તમારે સાથે છે તે યાદ કરવાની
જરૂર હોય છે અને તમારી હિંમત ને મજબૂત બનાવવની જરૂર હોય છે અને અસ્તિત્વ સાથે હાથમાં હાથ મેળવીને. તેમાં શ્રધ્ધા રાખીને આગળ વધવું પડે છે. પછી બધું જ બરાબર થઈ જાય છે. શ્રધ્ધા તમારી હિંમતને ટેકો આપવાની લાકડી બની જાય છે.
તમારામાં સમળગી ક્રાંતિ ન થાય ત્યાં સૂધી તમે બીજ મટીને વૃક્ષ ક્યારેય બની શકતાં નથી. આપણાંમાંના મોટાભાગનાં બીજ જ રહી જાય છે અને મત્યુ પામે છે. કારણ કે તેમનામાં હિંમત નથી હોતી. આપણે હંમેશા ફળ અને ફુલ જોવા માટે બીજને જ ખોલી નાંખીએ છીએ. આ રીતે ક્યારેય બીજ વૃક્ષ બને ? ના. બીજને વિકસવા માટે જમીનમાં દટાઈને તેમાં ઓગળી જવું પડે છે. આવી જ રીતે, જ્યારે મુળભૂત પરિવર્તન થાય છે; જ્યારે માણસની અંદર ક્રાંતિનું સર્જન થાય છે. ત્યારે માણસને અંદરથી ફટીને વિકસવું પડે છે. બધી જ મેડિટેશન પધ્ધતિઓ બીજને ફાટીને અંકરીત કરવા સિવાય બીજું કશું જ નથી.
તમે જયારે અંકુરીત થવાનું શરૂ કરો છો, ત્યારે તમારી બધી જ પ્રાથમિકતાઓ બદલી જાય છે. પહેલાં જે ખૂબ જ મહત્વની બાબતો હતી તેની કશી જ કિંમત રહેતી નથી. ફકત તમારી અંદરની જાતને પોષણ આપે તે જ બાબત મહત્વની રહે છે. તમારો આખો અભિગમ બદલાઈ જાય છે. તમારી સમગ્ર હાજરી જ બદલાઈ જાય છે.
તમારી હાજરી જ લોકોને તમારી તરફ ખેંચી લાવશે. ભલે તે લોકો તમને મંજૂર નહીં કરતાં હોય તો પણ ! તમારી અંદરથી જે કિરણો ફેલાતા હશે તે લોકોને તીવ્ર જિજ્ઞાસાથી તમારા તરફ આકર્ષીને ખેંચી લાવશે. લોકો તમારા બદલાયેલા અભિગમની ટીકા કરશે તો પણ તમારી હાજરીથી જ એક અલગ પ્રકારનું વાતાવરણ પેદા થશે.
જ્યારે પરિવર્તન થતું હોય ત્યારે બસ ભતકાળની બધી જ બાબતોની અવગણના કરો. ભૃતકાળ તમને વારવાર તેની જુની જાણીતી ઘરેડોમાં ખેંચવાનો પ્રયત્ન કરશે અને તમને બાંધવાની કોશિશ કરશે. તમે જયારે બીજાના શબ્દો સાંભળો છો. ત્યારે તમે તમારી જાતને બંધનમાં નાંખો છો. તમારી અંદર થતાં પરિવર્તનની ઉર્મીના ઉછાળાને દઢતાથી પકડી રાખો. આ જ તમારી સૌથી મહાન પરીક્ષા છે. તમારા સંપૂર્ણ પરિવર્તન માટેના ધૈર્યની પરીક્ષા છે. સંપૂર્ણ પરિવર્તન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો.
આ એક બાબત સમજી લો : એક વૈશ્વિક શક્તિ છે જે આખા બ્રહ્માંડને ભરી દે છે અને એજ શક્તિ તમને પણ ભરી દે છે. તમારી અંદરની શક્તિ અને વૈશ્વિક શક્તિ વચ્ચે જીવંત સંબંધ સ્થાપિત કરવો તેનું નામ જ આધ્યાત્મિકતા છે. જયારે તમારી વ્યક્તિગત સભાનતા બ્રહમાંડીય સભાનતા સાથે એકરૂપ થઈ જાય છે, ત્યારે તમે એન્લાઇટેન્ડ બની જાવ છો.
માત્ર એન્લાઈટેન્ડ થવાની ઈચ્છાથી જ આ બની જતું નથી. તે માટે સભાન નિર્ણયની જરૂર પડે છે. તમે સમજો સમાજ સામાન્ય ઇચ્છાઓ, લાલસાઓ સિવાય કશું જ નથી. એ તમને તમારા ખાસ નિશ્ચિત ધ્યેય તરફ ગતિશીલ કરી શકે નહીં. સભાન નિર્ણય જ તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે કામ કરવાનું બળ પુરું પાડી શકે.
લોકો આ બાબતો યોગ્ય રીતે સમજતાં નથી અને સપાટી પરની વાતો જ કર્યા કરે છે. તમે જયારે સમજતાં નથી ત્યારે તમે ગેરસમજ કરો છો. પરંતુ તમે એમ માનો છો કે તમે બરાબર સમજી લીધું છે અને સમસ્યા શરૂ થઇ જાય છે.
આધ્યાત્મિકતા વિજ્ઞાન છે, જે આપણને આપણું મન અને આપણાં આત્માની ગહન સમજણ આપે
છે. તમે જયારે તેમાં જાગતતા સાથે પ્રવેશો છો. ત્યારે બહારની દુનિયા ધીરેથી ઓગળી જાય છે. લોકો તમને જયારે બહારથી જુએ છે ત્યારે તેઓ વિચારે છે કે તમે બધું ત્યાગી દીધું છે. ફકત 'તમે' જ જાણો છો કે તમે કશાનો ત્યાગ કર્યો નથી. બહારની દ્રનિયાની બાબતો આપોઆપ તેમની જાતે જ ઓગળી ગઈ છે. બધાં ભ્રમો અદેશ્વ થઈ જાય છે અને તમે તેની બેહોશીમાંથી હોશમાં આવી જાવ છો.
અમારા એક કાર્યક્રમમાં મે પૂછ્યું; કેટલા જણાને એવું લાગે છે કે મેં તેમને હીખ્નોટાઈઝ કર્યાં છે. સમોહિત કર્યા છે. એંશી જણાના જૂથમાંથી ત્રણ જણાએ પોતાના હાથ ઊંચા કર્યા હતા. એક છોકરી જેણે પોતાનો હાથ ઊંચો કર્યો હતો તે એક મહિલાનો હાથ પકડીને બેઠી હતી અને છોકરી હસતી હતી. મેં છોકરીને પૃછ્યું કે તું શા માટે હસે છે. જેશે હાથ ઊંચો કર્યો હતો તે છોકરી એટલી પ્રામાણિક તો હતી જ.
મને ખાત્રી છે કે એ જૂથમાંથી ઘણાંને હાથ ઊંચા કરવાની ઇચ્છા થઈ હશે, પરંતુ 'હું શું કહીશ' એવા ડરથી તેમણે પોતાનો હાથ ઊંચો નહીં કર્યો હોય. ગમે તેમ પણ ત્રણ જણાએ હાથ ઊંચો કર્યો હતો. મેં તેમને કહ્યું કે મેં તમને સંમોહિત નથી કર્યા, પણ સંમ્મોહનમાંથી મુક્ત કર્યાં છે.
તેમને એવું લાગવા માંડ્યું કે તેમનો ભ્રમ ભાંગી ગયો છે. તેઓ માયામાંથી બહાર આવી ગયા છે. પરંતુ એવું બને છે કે તમે ભ્રમની સ્થિતિમાં રહેવા ટેવાઈ ગયેલાં છો, એટલે જ્યારે સ્પષ્ટતા થવા લાગે છે ત્યારે તમે વિચારો છો કે કંઇક ખોરું થઈ ગયું છે ! સમસ્યા એ છે કે, જ્યારે લોકોને ઘણી બધી સમજણ અને સત્યની પહેલીવાર ઝાંખી થાય છે. ત્યારે તેમની અંદર અમુક પ્રકારનો ભય પેસી જાય છે. અજ્ઞાનની છત્રાનાં જે અનુકુળતાઓનો આનંદ મળતો હતો. તે જતો રહેવાની બીક લાગે છે.
જુઓ જેટલા પ્રમાણમાં તમારૂં અજ્ઞાન ઓગળશે, એટલાં જ પ્રમાણમાં તમે ભગવાન અથવા અસ્તિત્વની છાયામાં હશો. તમારી રોજીદી જંદગીમાં તમારો દરેક પ્રયાસ તમારા અજ્ઞાનને ખાલી કરવાનો હોવો જોઈએ. જેથી તમે અસ્તિત્વથી ભરાતાં જાવ. જીવનમાં બીજુ બધું આકસ્મિક અને શુદ્ર છે. આટલું યાદ રાખો.
તમારો દરેક શ્વાસ તમારી જાગૃતતા અને સભાનતા વધારવા તરફ હોવો જોઈએ. હકીકતમાં ફકત ત્યાર પછી જ તમે ભગવાન અથવા અસ્તિત્વનો અનુભવ કરવાનો ગંભીર નિર્ણય કર્યો છે એમ કહેવાશે. જો આ રીતનો દઢ સંકલ્પ તમારામાં નહીં હોય, તો પછી હજુ તમે માત્ર અનુભવ મેળવવાનો ઢોંગ કરો છો, બસ આટલું જ. તમે બસ તમારી જાતને છેતરો છો. એક ક્ષણ માટે પણ એવું ન વિચારતાં કે તમે બીજાંને છેતરો છો. તમે તમારી જાતને જ છેતરી રહ્યા છો.
બહાર જવાને બદલે પોતાની અંદર તરફ વળવું તે પ્રથમ પગલું છે. પાછા વળવાની આ ક્ષણ ખૂબ જ મહત્વની અને અર્થસૂચક છે. ખ્યાલમાં રાખો કે તમારી જાગૃતતા જ કહેશે કે તમે પાછા વળી ગયા છો. ત્યાં સુધી તમારું મન એક પછી એક બહાના ઊભા કર્યા કરશે. જેવાં કે, લોકો, પરિસ્થિતિઓ અને બહારની દુનિયાના સંજોગોને લીધે હું એક સૃત્રી નથી બની શકતો વ ગેરે .
એક વખત તમે પાછા વળી જાવ, પછી આ બધી જ બાબતો મામુલી બની જશે. તે ધીરે ધીરે તેની વિશિષ્ટતા ગુમાવી દેશે. તે હાજર હશે તેમાં શંકા નથી, પરંતુ તમે સ્થિરતાથી તેને ઓળંગીને આગળ વધતાં જશો. તે જેમ જેમ તેનો ભાગ વધુ પડતી ચોકસાઈથી ભજવશે, તેમ તમે વધારે અસરકારક સાક્ષી, નિરીક્ષક બનતા જશો. પહેલું
પગલું ઉપાડવું અથવા પાછા વળવું જ અતિ મુશ્કેલ બાબત છે. તમે જ્યારે પાછા વળી જાવ છો, અર્ધું કામ ત્યાં જ પુરું થઈ જાય છે. પછી તમે અસ્તિત્વના રસ્તામાં તમને પોતાને આકાર આપી શકો એવા બની જાવ છો.
તમે જયારે પાછા વળી જ્રવ છો ત્યારે દરેક બાબત મેડિટેશન બની જાય છે. તમે ચાલતા હો, અથવા વાતો કરતાં હો, અથવા ગાતાં હો કે નાચતાં હો, કપડાં પહેરતાં હો કે બદલતાં હો, બધીજ બાબત મેડિટેશન બની જાય છે અને આ બધું વધતી જતી જાગૃતતા સાથે થાય છે.
તમે આ બધું જ કરતી વખતે તમારી જાતના સાક્ષી બની જાવ છો અને ધીરે ધીરે સમજતાં જાવ છો કે આખી દુનિયા એક ભ્રમ છે. તમે જયારે તમારી અંદરની યાત્રા માટે પહેલું પગલું ઉઠાવો છો ત્યારે એ પગલાંમાં છલાંગ લગાવવાની અસરમાં હો છો કારણ કે, પહેલું પગલું જ સાચી છલાંગ છે. જયાં સુધી તમે છલાંગ નથી લગાવતાં, ત્યાં સુધી તમે ફકત ફીલોસોફીની વાતો કરીને તમારી જાતને અને બીજાઓને એવુ સાબિત કરવાની કોશિશ કરો છો કે મારે અનુભવ કરવો છે અને તમે ગુંચવાઈ જઈને દિવસે દિવસે તમારા સંકલ્પમાંથી ઢીલા પડતાં જાવ છો.
તમે જયારે પહેલું કદમ ઉઠાવો છો ત્યારે જ તમે તમારી જાતને જીતવા માટે તૈયાર હો છો. બીજાઓને જીતવા ખૂબ જ સહેલાં છે. થોડાં હથીયારો લઈ લો અથવા જીભ વાપરો અને તોડી પાડીને નીચે પછાડી દો, બસ આટલું જ. પરંતુ તમારી જાતને જીતવા માટે જ ખરી હિંમતની જરૂર હોય છે. આ 'વિશુધ્ધિ ચક્ર'ની બધી જ બાબતો તમારી જાતને જીતવા વિષે છે.
તમે જયારે તમારી અંદર જુઓ છો, ત્યારે તમે તમારી જાતને જીતવા તૈયાર હો છો. અલબત્ત, તમે જયારે તમારી અંદરના રસ્તે આગળ વધો છો, ત્યારે તમે અત્યારે જે રીતે તમારી આસપાસના લોકોને વળગી રહ્યાં છો, તેવું કદાચ નહીં કરવું પડે. ફકત 'તમે' જ જાણતાં હશો કે તમારી અંદર કશુંક બની રહ્યું છે અને બહાર નહીં; તમારી અંદર થઈ રહેલી ક્રાંતિ માટે માત્ર 'તમે જ' સભાન હશો. માત્ર 'તમે જ' તમારી અંદર વિકસી રહેલાં જ્ઞાન વિષે કહી શકશો .
તમે જે આનંદનો અનુભવ કરી રહ્યા હશો તેને તમારી આસપાસના લોકો સમજી જ નહીં શકે. હું તમને કહ્યું છું : તમે તમારી અંદર વિક્સી રહ્યા છો અને બીજા કોઈને સાબિતી આપવાનો પ્રયત્ન ક્યારેય ના કરતાં તમે તમારા આધ્યાત્મિક મિત્રો સાથે તમારો અનુભવ ચર્ચી શકો છો કારણ કે તેમના વિચારો મળતાં આવતા હોય છે. પરંતુ જો તમે તમારા અનુભવો એવા બીજા લોકો સાથે વહેંચશો કે જેઓ અંદરની મુસાફરી પ્રત્યે બેદરકાર છે, તો તમને ફકત દુ:ખો જ મળશે.
જરા તમારી અંદર અનુભવ થવા દો; બીજાઓને પકડી પણ ના રાખો અને તેમની પાછળ દોડો પણ નહીં. તેમને તમારા પર વરાળની જેમ કામ કરવા દો, જેથી તમે પૂરેપૂરા પાકીને તૈયાર થઈ જાવ. જો તમે તેમને પકડી રાખશો તો અમુક બિંદ્દ પર તમે ગતિશૂન્ય થઈ જશો અને આખી બાબત ચૂકી જશો.
યાદ રાખો કે આ બધાં જ અનુભવો, તમે તમારી આંતરીક યાત્રા પર સારી રીતે જઈ રહ્યા છો તેની નિશાનીઓ છે. એ તમે રસ્તા પર જે સાઈન બોર્ડ જુઓ છો તેનાં જેવાં છે. તમે સાઈન બોર્ડને વળગી જઈને કહેશો કે તમને મંઝિલ મળી ગઈ છે ? ના. તેમને વળગી ના પડો. તમારી મંઝિલ તરફ આગળ વધતાં રહો.
સંપર્ણ વચનબધ્ધતા અને દઢ સંકલ્પની જરૂર પડશે અને તમે જયારે તૈયાર હો છો ત્યારેતે આપોઆપ આવી જ્રાય છે; તમે જયારે તમારા મનને કે જે સમાજ છે તેને છોડવા તૈયાર હૃદયથી જીવો; તમે જયારે બીજાઓ તરફ આંગળી ચીંધવાનું બંધ કરવા તૈયાર હો છો અને તમારી તરફ જોવા તૈયાર હો છો; જે થવું હોય તે થાય; જયારે તમે તમારા અનુભવોથી સમજી જાવ છો કે તમારૂં મન સામાજીક છે અને તમારૂં હૃદય કુદરતી છે ત્યારે તમારામાં આપોઆપ દેઢ સંકલ્પ અને વચન બધ્ધતા આવી જાય છે.
અને એક વધારે વાત : જયારે લોકો તમારી પાસે તમારા અનુભવની સાબિતી માંગે ત્યારે તેમને કર્શું જ સાબિતી કરી આપવાની જરૂર નથી. તમારા અનુભવો એટલા આંતરીક અને વ્યક્તિગત હશે કે તમે બીજી વ્યક્તિને અસરકારક રીતે સમજાવી નહીં શકો. હકીકતમાં તમે એવું કરવા જશો તો તમે આખા અનુભવને ઓછો કરી નાંખશો. અને બીજી વ્યક્તિ તમે જે કહેશો તે કદાચ માનવા પણ તૈયાર નહીં થાય. તેઓ કદાચ તમને આખી બાબત તાર્કિક રીતે સમજાવવાનું કહેશે.
તર્ક આ અનુભવને ક્યારેય સમજાવી શકે નહીં. ભગવાન તર્કથી પર છે. જો તર્ક ભગવાનને સમજાવી શકે તો પછી તર્ક ભગવાન કરતાં ચડિયાતો બની જાય; પરંતુ અત્યારે એ વાત નથી; માટે રીલેક્સ થઈ જાવ અને તમારી અંદર અનુભવ થવા દો. જયારે તમને કોઈ વ્યક્તિ પ્રશ્નો પૃછે ત્યારે તેમની સામે મુસ્કૂરાઈને આગળ વધી જવાની પુખતા કેળવી લો. તમે જે ઘણાં બધાં શબ્દોથી સમજાવી નથી શકતાં તે કામ એક મુસ્કુરાહટ કરી શકે છે.
મહાન એન્લાઈટેન્ડ ગુરુઓ એ અસ્તિત્વ સાથે લયમાં રહીને અદ્રભૂત આનંદનો અનુભવ કર્યો હોય છે. લોકો મને મારા અનુભવોનું વર્ણન કરવાનુ કહે છે. પરંતુ હું તમને કહું છું, તે એટલો બધો આત્મીય અને વ્યક્તિગત હોય છે કે હું શબ્દોમાં તેને સમજાવી શકતો નથી. હું તમને માર્ગદર્શન આપી શકું. તમને રસ્તો બતાવી શકું કે આ રસ્તે જશો તો તમે મારા જેવો અનુભવ કરી શકશો. જે ક્ષણે હું સમજાવવાનું શરૂ કરીશ તે જ ક્ષણે તે અનુભવ દૈહિક બની જશે...
પરંતુ એક વાત : હું તમને પૂરેપૂરી ખાત્રી આપી શકું કે જો તમારી અંદર આગ હશે તો તમે તે અનુભવ ચોક્કસ કરી શકશો. ત્યાં પહોંચવા જોઈતી શક્તિ માટે ગુરૂનું વચન જ પુરતું છે.
તમે કોઈપણ કારણ વગર આનંદનો અનુભવ કરી શકશો. લોકો તમને કારણ વગર આનંદિત થતાં જોઈને એવું વિચારશે કે તમે પાગલ થઈ ગયા છો. તે લોકો એવું જ સમજે છે કે સંબંધોના કારણો અને અસરોથી જ આનંદ મળી શકે છે. તેમના મત પ્રમાણે બહારના કારણો જ તમારી અંદર આનંદ માટે કારણરૂપ છે.
હું તમને કહું છું, મેડિટેશન અને આધ્યાત્મિકતા વિષે તમે પૂછેલા સવાલોના જવાબો રૂપે આ બધી જ વાતો છે. તમે કદાચ એવું વિચારતા હશો કે આપણે મુખ્ય વિષયથી બહાર જઈ રહ્યા છીએ. ના. આ 'ચક', આ 'વિશુધ્ધ ચક્ર'ને અને તમારી જાતને ખીલવવા વિષે જ છે; તમારી વિશિષ્ટ જાતને શોધવા માટે, પૂરી જાગૃતતા અને એવી સમજણ સાથે કે જીવનમાં સરખામણી અને ઈર્ષા માટે હકીકતમાં કોઈ જય્યા જ નથી. મેં જે કહ્યું છે તેને તમારી અંદર ઉતારો અને તેની પાછળ રહેલી શક્તિને તમારૂં પરિવર્તન કરવા દો. હું તમને કહું છું, તમારી અંદર ચમત્કાર થશે ! તે તમારી જાતની સંપૂર્ણ ગુણવત્તા બદલી નાંખશે.
બરાબર છે. હવે આપણે જે ચર્ચા કરી તેમાંથી તમે સમજી ગયા છો કે સરખામણી અને ઈર્ષાનું નકારાત્મક અસ્તિત્વ
છે અને તેને તમારી સાથે હકીકતમાં કોઈ સંબંધ નથી. હવે હું તમને 'વિશુધ્ધ ચક્ર' અને તેની અંદર રહેલા શસ્તિના સ્ત્રોત વિષે થોડું વધારે સમજાવું છૂં.
જુઓ : આપણી અંદર શક્તિના ત્રણ સ્તરો હોય છે. પહેલુંસ્તર છે આપણા મનની શક્તિનું. જે આપણે રોજીદી ક્રિયાઓ માટે સવારથી સાંજ સુધી વાપરીએ છીએ. એક વખત આ શક્તિ વપરાઈ જાય પછી તમે થાકી જાવ છો અને જો વધારે કામ કરવાનુ કહેવામાં આવે તો તમે ઉશ્કેરાઈ જાવ છો.
બીજું સ્તર છે કટોકટી માટે સંગ્રહાયેલી શક્તિનું સ્તર. આ શક્તિ તમારી લાગણીઓમાંથી ઉદ્દભવે છે. કટોકટીના સમયે આ શક્તિ બહાર આવે છે. ધારો કે તમે રસ્તા પર ચાલી રહ્યાં છો. અને એક કૃતરું તમારી પાછળ દોડે છે. ભયની લાગણી સપાટી પર આવી જશે અને તમે શું કરશો ? તમે સામાન્ય સ્થિતિમાં જેટલું દોડી શકતા હશો એનાં કરતાં ઘણી બધી વધારે ઝડપથી દોડવા માંડશો, ખરૂં કે નહીં ? તમે થાકીને લોથપોથ થઈ ગયા હશો, તમે એક ડગલું પણ આગળ વધવા અશક્ત હશો, તો પણ એકાએક કૃતરૂં તમારી પાછળ દોડશે તો તમે અલગ જ પ્રકારની શક્તિથી દોડવા માંડશો. આ કટોકટી માટેની શક્તિ છે. જે લાગણીમાંથી ઉદ્દભવે છે.
ત્રીજા સ્તરની શક્તિ તમારા 'સ્વ'ની આંતરિક શક્તિ છે. આ જ તમારી અંદરની શક્તિનો અસીમ સ્ત્રોત છે. જેનો તમે બિલકુલ ઉપયોગ જ કરતાં નથી. આ શક્તિના સ્તરને ગહન મેડિટેશનથી ખોલીને તેનો અનુભવ કરી શકાય છે. તમે આ સ્વીકારો અથવા ન સ્વીકારો, તમે શક્તિના આ ત્રણેય સ્તરો સાથે જોડાયેલાં છો. આ 'વિશુધ્ધ ચક્ર' પાસે આ શક્તિઓને ઊંચા સ્તરે લઈ જવાની ચાવી છે.
હું તમને મારા પરિભ્રમણ દરમ્યાન બનેલા એક બનાવનું વર્ણ કરૂં છું.
હિમાલયમાં આલ્મોડા નામની એક ખુબ સુંદર જગ્યા છે. ત્યાં એક નાના આશ્રમમાં મેડિટેશન કરવા માટે થોડી નાની ઝુંપડીઓ બનાવેલી છે.
આ જગ્યામાં રાતના ઘણીવાર વાઘ આવી ચડે છે !
હું મારા ભ્રમણના સમયમાં થોડો સમય ત્યાં રોકાયો હતો. હું ત્યાં કલાકો સુધી મેડિટેશન કર્યા કરતો.
તેમણે એવી સિસ્ટમ બનાવી હતી કે આશ્રમના વડાને વાઘ આવ્યો છે તેવી જાણ થાય કે તરત જ તેઓ ઘંટ વગાડતાં, જેથી બધાં સાધુઓ પોતાની ઝૂંપડીમાં જતા રહીને અંદરથી દરવાજો બંધ કરી દે અને જયાં સુધી બહાર આવવાનું કહેવામાં ન આવે ત્યા સૂધી ખોલે નહીં.
એક વખત રાતના સમયે, અમે જયારે મેડિટેશન કરતાં હતાં, ત્યારે બેલ વાગ્યો એટલે અમે બધાં પોતાની ઝ્રંપડીમાં જતાં રહ્યાં.
બીજે દિવસે સવારે આશ્રમના વડા અમે બધા બરાબર છીએ કે નહીં તે તપાસવા માટે નીકળ્યા.
તેમણે જોયું કે એક ઝૂંપડીનો દરવાજો બંધ હતો અને તેની બારીમાંથી સન્યાસી દરવાજો ખોલવા માટે બૂમો પાડી રહ્યો હતો.
અમે બધા ત્યાં દોડી ગયા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ ખુલ્યો નહીં.
અંતે અમે થોડાં બારીમાથી ઝૂંપડીમાં દાખલ થયા.
અમારા આશ્ચર્ય વચ્ચે, તેણે અનાજ દળવાની ઘંટીનો મોટો પત્થર દરવાજાની આડો મૂકી દીધો હતો જે તેનાથી કોઈપણ રીતે ખસતો નહોતો.
અમે બધાએ સાથે મળીને તે પથ્થર ખસેડ્યો અને દરવાજો ખોલ્યો.
એકાએક અમને મનમાં ચમકારો થયો કે આટલો મોટો પથ્થર આ એકલા માણસે દરવાજાની આડો કઈ રીતે મૂક્યો હશે? અમે તને પૂછૂયું કે તમે આ પથ્થર ખસેડીને કઈ રીતે મૂક્યો હતો ?"
તેણે જવાબ આપ્યો; "ખસેડ્યો હતો ? મેં બસ ઊંચકી લીધો અને દરવાજાની આડો મૂકી દીધો હતો !"
જયારે તેણે વાઘ આવ્યો છે તે સાંભળ્યું એટલે બસ પથ્થર ઊંચકીને દરવાજાની આડો મુકી દીધો, બસ આટલું જ !
કટોકટીના શક્તિના સ્તરની હું જે વાત કરૂં છું તેનો મતલબ આ છે. સામાન્ય સંજોગોમાં પેલો સાધુ આ પથ્થર ક્યારેય ના ઊંચકી શક્યો હોત. તમને સમજાય છે ? બનાવ બની ગયા પછી કટોકટી જતી રહી અને પછી તે પોતે જ પથ્થર ખસેડીને દરવાજો નહોતો ખોલી શક્તો !
અતિશય ભય અથવા અતિશય તીવ્ર તૃષ્ણાની હાલતમાં આ શક્તિનું સ્તર ખુલી જાય છે. દાખલા તરીકે જો તમારી કોઈ અગત્યની મીટીંગ હશે તો તમે થાકનો અનુભવ કરશો ? ના. તમે જીવંત અને તાજા હશો. મુલાકાતની ઉત્કંઠા તમને શક્તિથી ઉભરાતાં રાખશે.
'વિશુધ્ધિ ચક્ર', આ ત્રણેય શક્તિઓને ખોલીને બહાર લાવવાનો દરવાજો છે, પરંતુ તમે તેનાથી અજાણ છો, કારણ કે, તમે ઘણાં બધા સમયથી શક્તિના આ સ્તરોનો અસરકારક ઉપયગો કર્યો નથી.
આ કંઈક આવું છે : દરેક બંદરોમાં એક બોટ જેટી હોય છે. જ્યાં બોટોને રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે જો બોટને લાંબો સમય સુધી પાણીમાં ફેરવ્યા વગર જેટીમાં રાખી મૂકવામાં આવે છે તો બોટ ભૂલી જાય છે કે તે પાણી સાથે સંલગ્ન છે !
આવી જ રીતે, તમે તમારી શક્તિના સ્તરનો લાંબા સમયથી ઉપયોગ જ કર્યો નથી એટલે તમે ભૂલી ગયા છો કે આ શક્તિ તમારી અંદર છે અથવા એ શક્તિ તમારી સાથે સંલગ્નછે. મેટિડેશન તમારા માટે શક્તિનું ત્રીજું સ્તર ખોલી આપે છે. તમે જો આ 'ચક્ર'ને શુધ્ધ સ્થિતિમાં રાખી શકો તો, તમે બહારની દુનિયામાં મહાન ઉચાઇઓ પ્રાપ્ત કરી શકો છો. અને તમારી અંદરની દુનિયાની ગહનતામાં પ્રવેશી શકો છો. જયારે તમારામાં ઇર્ષા હોય છે અને આત્મવિશ્વાસની ઉપ્રાપ હોય છે ત્યારે આ 'ચક્ર' બંધ થઈ જાય છે. અને ઓછો આત્મ વિશ્વાસ જ ઈર્ષાને પેદા કરે છે, બસ આટલું જ. તમારામાં આત્મવિશ્વાસ ઓછો હોય એટલે ઈર્ષા કાર્યરત થાય છે. અને આ બન્ને સરખામણીને કારણે થાય છે ઓછા આત્મવિશ્વાસને લીધે તમને એવું લાગે છે કે તમે સારા નથી અને તમે તમારી જાતને બીજાને આધારે છોડી દો છો. ઈર્ષમાં, તમે આ બાબત સહન કરી શકતાં નથી એટલે પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરો છો;
બસ આટલો જ ફરક હોય છે.
એક વાત સમજી લો : તમને તમારી જાતમાં જેટલો વિશ્વાસ ઓછો હોય છે તે એજ બતાવે છે કે તમને એટલો ભગવાનમાં વિશ્વાસ ઓછો છે, કારણ કે તમે જ 'ભગવાન છો'. માટે જ હું કહું છૂં કે તમારી જાતની કોઈ બીજા સાથે સરખામણી કરવાની કોઈ તક જ નથી.
તમારે આ 'ચક્ર' માં છૂપાયેલા શક્તિના બીજા અને ત્રીજા સ્તરનો અનુભવ કરવાની જરૂર છે. જેથી તમે સમજી શકો કે તમારામાં અનંત શક્તિ છુપાયેલી પડેલી છે. આ 'ચક્ર' હકીકતમાં આપણાં માટેની શક્તિની બેઠક છે. જ્યારે આપણે તેના પર એકાગ્રતા કેળવીએ છીએ ત્યારે આપણને તેમાંથી શક્તિનાં કિરણો ફેલાઈ રહ્યાં હોય છે.
હું હિમાલયમાં જયારે ભ્રમણ કરતો હતો, ત્યારે ઘણાં બધા માઈલો પગપાળા જ ચાલતો હતો. હું મારા 'વિશુધ્ધ ચક્ર' ઉપર એકાગ્રતા કેળવીને ધીમી ગતિથી ચાલવાનું શરૂ કરતો. 'ચક્ર' ઉપર એકાગ્રતા રાખીને જ હું ઝડપ પકડતો અને કોઇપણ પ્રયાસ વગરજ ઝડપથી ચાલવા લાગતો. અમુક બિંદ્દ પર પહોચ્યાં પછી મારું શરીર હવામાં તરતું હોય એ રીતે આગળ વધતું અને હું ફકત તેનો સાક્ષી બની રહેતો ! આ રીતે મેં ઘણાં બધા માઈલોની મુસાફરી કરી લીધી છે.
તમે જે બધો જ ખોરાક લો છો અથવા કસરતો કરો છો, તે ફકત તમને શક્તિના પહેલા સ્તરે જ મદદરૂપ થાય છે. ખોરાક એકલો તમને શક્તિ આપતો નથી. ખોરાક તમને શક્તિ આપે છે તે સામાન્ય રીતે ખોટો ખ્યાલ છે. ખોરાક શક્તિના સ્ત્રોતોમાંનો એક સ્ત્રોત છે બસ આટલું જ.
તિબેટમાં 'યોગીઓ' બિલકુલ ખાતાં જ નથી. તેઓ માત્ર 'ભિલ્વા'ના ફળની કાચલીમાંથી પાણી જ પીએ છે. હું હિમાલયમાં આવી રીતે છ મહીના સૂધી રહ્યો છું. હું મારી શક્તિ સૂર્યમાંથી, નહાતી વખતે પાણીમાંથી, શ્વાસ લેતી વખતે હવામાંથી મેળવતો હતો. આ બધી 'યોગીક' પધ્ધતિઓ છે. એન્લાઈટેન્મેન્ટ માટે તમે જે 'તપસ્યા' કરો છો, તે તમે આખી જીદગીમાં જે કર્યું હોય છે, તેનું પ્રાયશ્ચિત હોય છે. એ તપસ્યા જ તમારી જાતમાં તરંગો પેદા કરે છે.
તમે જયારે બીજાઓ સાથે હરીફાઈ કરો છો, ત્યારે તમે તમારી જાતને ભૂલી જાવ છો. તમે તમારી જાતને મજબૂત કરવાનું ભૂલી જાવ છો. જે ખરેખર તમારા માટે ખુલ્લો શક્તિનો સ્ત્રોત છે. તમારી પાસે શારીરિક અને બુધ્ધિની શક્તિ હશે, પરંતુ આત્મશક્તિ વગર આ બન્ને શક્તિનો કોઈ જ ઉપયોગ નથી. તમે જયારે તમારી આત્માની શક્તિ શોધી લો છો, ત્યારે તમે તમારી જીવન શક્તિના સ્ત્રોતને સ્પર્શી લો છો. યસ …
"માસ્ટરજી, અમે એક વખત ઈર્ષા વગરના થઈ શકીએ, પછી એકાએક ઉણપમાંથી પણ સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ?"
અલબત્ત, જો તમે તમારામાં એવી જગ્યા જોઈ શકો છો કે જ્યાં કામવાસના અને ઈષા વગર જ પ્રેમ હોય છે, તો તમે ચોક્કસ આગળ વધી ગયા છો, પરંતુ તમારે સતત સંપૂર્ણ જાગ્રતતા સાથે જ આગળ વધવું જોઈએ. કારણ કે તમે પાછા ખૂબ જ સરળતાથી તમારી જુની અભાનતામાં લપસી શકો છો અને તમે તમારી જાતને ફરી વખત બધી જ જુની લાગણીઓમાં ડબાડી દો છો.
નવી મેળવેલી જાગૃતતાને પકડી રાખો અને તેની સાથે જ આગળ વધો. તે તમને વિસ્તરવા માટે ઘણાં સુંદર માર્ગો
ખોલી આપશે. એક જ જગ્યાએ ચીપકી ન જાવ. થોડાંક અનુભવો મજબત છે એમ વિચારીને તેને જ વળગી રહેવું, તે જ સૌથી મોટું જોખમ છે.
ગુરુઓ ક્યારેય તેમનાં શિષ્યોને કોઈ એક અનુભવ પર ચીટકવા દેતાં નથી. તેઓ તેમને અણી ધોંચીને હંમેશા ધક્કો મારતાં રહે છે, જેથી શિષ્ય શોધખોળમાં ઊંડે ઉતરતો જ્રય છે. જે લોકોને દેવ કે દેવીનું દર્શન થાય છે, તેઓ ઘણીવાર તેમની આધ્યાત્મિક યાત્રામાં ત્યાં જ અટકી જ્ઞાય છે. તેમને લાગે છે કે હવે જોવા જેવું કશું જ બાકી નથી અને તેથી એ અનુભવને પકડીને ત્યાં જ રોકાઈ જાય છે. આવું ક્યારેય બનવા ના દેવું જોઈએ.
તમે સમજો જ્યાં સુધી તમે આત્મસાલકાર નથી કરી લેતાં અથવા 'દિવ્ય આનંદ'ની સ્થિરતામાં નથી પહોંચતા, ત્યાં સુધી તમે ગમે ત્યારે ટોચ પરથી પાછા ખીણમાં ગબડી શકો છો. માટે આ યાદ રાખીને તમારી જાગતતાને ત્યાં સુધી પોષણ આપ્યા કરો જયાં સુધી તમે, ગહનતાથી મૂળભૂત સપાટીની સમજણ ન મેળવી લો.
એક વાત સમજી લો : ગુરુનું કામ ખૂબ જ કોમળ અને નાજુક હોય છે. તેણે તમારામાંના દરેકને અતિશય કાળજી અને નાજુકતાથી સંભાળવાના હોય છે. તેણે જોવાનું હોય છે કે તમારામાંના દરેક ક્યા રસ્તે વિકસીને ખીલી શકે છે. તમે દરેક ઘણાં બધાં જન્મોમાંથી પસાર થયાં છો અને ઘણાબધા અજ્ઞાનનો સંગ્રહ કર્યો છે. તેણે આ બધાં પર કામ કરીને તમને જાગૃત કરવાનાં હોય છે.
અને એક વાત ખાસ યાદ રાખો :
જીવન ઘણાં બધાં ઉકેલો લઈને જ આવે છે, પરંતુ તેમાં તમારા માટે યોગ્ય અમુક જ હોય છે. તમારા માટે શું યોગ્ય છે તે શોધી કાઢવામાં જ સાચું જ્ઞાન રહેલું છે. તમે જ્યારે તમારૂં પોતાનું જ્ઞાન વાપરીને તે શોધી કાઢો છો, ત્યારે તમે તેનો પૂરો આનંદ ઉઠાવી શકો છો. જેવા તમે બીજાઓ તરફ જોવાનું શરૂ કરીને તેમના ઉકેલો તમારી જાત પર અજમાવવાનું શરૂ કરો છો, તેવા જ તમે ક્યાં ઊભા રહેવું તેનો રસ્તો ગુમાવી દો છો.
એક નાની વાર્તા :
દૂરનાં ગામડાંમાં એક વૃધ્ધ સ્ત્રી તેના જૂના ઘરની ધૂળ સાફ કરી રહી હતી.
એકાએક દરવાજો ખૂલ્યો અને એક યુવાન સેલ્સમેન અંદર દાખલ થયો. સ્ત્રીને ધૂળ સાફ કરતી જોઈને તે ઉત્તેજનાથી બોલવા લાગ્યો.
તેણે કહ્યું કે તમારા ઘરને સાફ કરવાનાં મારી પાસે ઘણાં કરામતી સાધનો છે.
વૃધ્ધ સ્ત્રીએ કહ્યું; "પરંતુ …"
પેલા માણસે સ્ત્રીને વચ્ચે જ બોલતી અટકાવીને તેના થેલામાંથી ઘણી બધી ચીજોનો ઢગલો ફરસ પર કરી દીધો.
વૃધ્ધ સ્ત્રીએ ફરી કહેવાનો પ્રયત્ન કર્યો; "પરંતુ …."
પેલા માણસે સ્ત્રીને કહ્યું કે બાજુમાં ઊભા રહો અને જુઓ, તેણે એક સાધન લીધું અને સમજાવવા માંડ્યું; "તમે આ મશીન જોયું ? આ મશીન ગમે તેટલી ધૂળને ચપટી વગાડતાં જ સાફ કરી નાંખે છે. આ વજનમાં એકદમ હલુકું છે એટલે, તમારે આ ઉંમરે તેને વાપરવું બહું જ સરળ પડશે. હું તમને વાપરીને બતાવું છું."
વૃધ્ધ સ્ત્રીએ ફરી પ્રયત્ન કર્યો; "પરંતુ …"
પેલા માણસે તેને રોકીને કહ્યું; "બસ મને ઈલેક્ટ્રીકનો પ્લગ બતાવો."
સ્ત્રીએ અંતે કહ્યું; "પરંતુ … અમારા ગામમાં હજૂ ઈલેક્ટ્રીસીટી આવી જ નથી !"
જીવનમાં આપણે આપણા માટે શું સૌથી વધુ યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા કેળવવાની જરૂર છે.
જો આપણે આ બાબતમાં સ્પષ્ટ હોઈએ, તો આપણે કોઈપણ જાતની ચિંતા વગર વિકસી શકીએ છીએ. પરંતુ મોટેભાગે, આપણે પારકી વસ્તુની ઝંખના રાખીએ છીએ અને બીજાઓનાં ઉકેલોને આપણી ઉપર અજમાવીએ છીએ. અને પછી દુ:ખી થઈએ છીએ.
જો આપણે ક્યાં ઉભાં રહેવું છે અને આપણને શું જોઈએ છે, એ બાબતમાં સ્પષ્ટ હોઈએ તો આપણે એકધારો સતત વિકાસ કરી શકીએ છીએ. આ રસ્તે જીવનમાં જો પ્રગતિમાં કોઈ અડચણ પણ આવે તે આપણને વધારે બુધ્ધિપૂર્વક કેમ જીવવું તે શીખવી જાય છે. આ રસ્તામાં તમે તમારી પોતાની બુધ્ધિથી ચાલ્યા હોવાથી તે તમારી પોતાની અનુભવની સમજણ બની જાય છે.
તમે જયારે બીજાના ઉકેલોને અનુસરો છો, ત્યારે તમારી અંદર કશું બનતું નથી. તમે માત્ર બહાર પરિધની સપાટી પરથી કામ કરતાં હો છો. જ્યારે તમારી અંદર કંઇ જ બનતું નથી ત્યારે તમે વિકસી શકતા નથી; આટલું યાદ રાખો. જયારે હું એમ કહ્યું છે કે, તમે વિકસી શકતાં નથી, ત્યારે મારો કહેવાનો મતલબ છે તમે તમારી અંદર ક્રાંતિ કરી શકતાં નથી. બહાર કામ કરવાથી ભૌતિક ફાયદાઓ થશે. પરંતુ અંદરથી તમે મૂત હશો.
એક વાત યાદ રાખો : ફકત તમે જયારે અંદરથી વિકસો છો, ત્યારે જ તમે ખરા અર્થમાં વિકસો છો. બહારની દુનિયાની હરિફાઈની દોડમાં ભયંકર રીતે ફસાઈ ન જાવ. તેને માત્ર એક રમત તરીકે જૂઓ અને રમો. ભૌતિક બાબતો જીવવા માટે જરૂરી છે. પરંતુ આ બધું બહારના પરીધ પર જ રહેવું જોઈએ. તમારી અંદરનો 'સ્વ' સતત વિકાસ પામતો રહેવો જોઈએ. આ 'સ્વ' જ તમને બહારની રમતમાં માર્ગદર્શન આપશે.
તમે જયારે તમારાં પોતાના જ્ઞાનથી ટકોરા મારતાં શીખી જાવ છો, ત્યારે તમે જોઈ શકો છો કે બીજાની પ્રગતિ અથવા પ્રવૃત્તિઓ સામે જોવું કેટલું અપ્રસ્તુત છે. તમે આખી બાબતનું વાહિયાત પણું સમજી શકો છો. જેમ જેમ તમારૂં જ્ઞાન વધે છે, તેમ તેમ તમે સમજતાં જાવ છો કે દરેકે પોતાની જાત સાથેની હરીફાઈમાં જ દોડવાનું હોય છે. નહી કે એકબીજાની હરીફાઈમાં ! સાચી દોડની હરીફાઈ તમારા અસીમ જ્ઞાનને શોધી કાઢવા માટેની હોય છે. આમાં સરખામણી કરવાની તક જ ક્યાં છે ?
તમારા અસીમ જ્ઞાનને શોધી કાઢવું એજ જીદગી છે. માટે જ હું હંમેશા કહું છું : જીદગી એક રસ્તો છે. ધ્યેય નથી. જેમ તમારૂં જ્ઞાન વધે છે તેમ તમે વધારે આનંદિત બનો છો અને જીદગીની રમત વધારે અસરકારક રીતે રમી શકો
છો. માટે સરખામણી કરવાનુ બંધ કરી દો અને તમારા સાચા વિકાસનો રસ્તો શોધવાનું ચાલુ કરી દો.
'વિશુધ્ધિ ચક્ર' શ્રેષ્ઠ સર્જનાત્મકતાની બેંક છે. જ્યારે આ 'ચક્ર'ની શક્તિ ખુલી જાય છે, ત્યારે તમે સર્જનાત્મકતાનો પ્રચંડ પ્રવાહ તમને મળેલો જોઈ શકો છો.
તમે જયારે તમારી 'જાત'ની ગુણવત્તા બદલી નાંખો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી 'કાર્યશક્તિ'ની ગુણવત્તા પણ બદલી જાય છે. તમે જે કંઈ કરો છો, તે શ્રેષ્ઠ કાર્યદક્ષતાથી, શ્રેષ્ઠ સર્જનાત્મકતાથી કરો છો. પરિણામે તમારી પાસે જે 'હોય' છે તેની ગુણવત્તા પણ બદલી જાય છે. તમારા રસ્તામાં જે કંઈપણ આવશે તેનાથી તમે સુખી હશો અને જોશો કે ભૌતિક સંપત્તિ અને સફળતાનો પ્રવાહ તમારી તરફ કુદરતી રીતે જ આવી રહ્યો છે. માટે સરખામણી બંધ કરી દો અને તમારી જાત તરફ પાછા વળી જાવ અને તમારી અંદરના 'દિવ્ય આનંદ' અથવા "THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM" ને શોધી કાઢો .
યસ … હવે આપણે 'શક્તિ સાગર મેડિટેશન' નામની મેડિટેશન પધ્ધતિમાં પ્રવેશ કરવાનાં છીએ. તે તમને તમારા 'વિશુધ્ધિ ચક્રમાં રહેલી પ્રચંડ શક્તિના સ્ત્રોતનો કઈ રીતે ઉપયોગ કરવો તેનો અનુભવ કરાવશે.
શક્તિ સાગર મેડિટેશન
(કુલ સમય : ૩૦ મિનિટ)
'શક્તિ સાગર' મેડિટેશન ઝેન બુધ્ધિઝમ માંથી લેવામાં આવ્યું છે, જે તમને બ્રહમાંડીય શક્તિ (કોસ્મીક એનર્જી)ને મેળવવામાં મદદ કરશે. આ મેડિટેશનની ચાવી, જ્યારે શરીર હલન ચલન કરતું હોય ત્યારે મનને 'વિશુધ્ધિ' પર સ્થિર રાખવું તે છે. તમે જયારે આ મેડિટેશન કરો છો. ત્યારે તમે સીધા જ બ્રહમાંડીય શક્તિમાં પ્રવેશો છો.
આંખો બંધ કરીને તમારા "વિશુધ્ધિ ચક્ર'' પર ધ્યાન કેન્દ્રીત કરો. ખુરશીની પાછળ અથવા કોઈ ટેકા સાથે ઉભા રહો. અને તને પકડી રાખો. ધીમે ઉભા ઉભા જ ચાલવાનું શરૂ કરો, ખૂબ જ ધીમે થી શરૂ કરો. હવે ધીરે ધીરે તમારી ચાલની ઝડપ વધારતાં જાવ. એજ જગ્યાએ વધુને વધુ ઝડપથી ચાલવાનું રાખો. તમારી પૂરેપૂરી ક્ષમતા તેમાં લગાવી દો. કોઈપણ જાતની પ્રતિફળતા વગર તમારી જાતને કોઈપણ સમયે વધારે પડતી ખેંચો નહીં. આ બધો જ સમય ધ્યાન 'વિશુધ્ય ચક્ર' પર જ કેન્દ્રીત રાખો. તમને લાગશે કે તેમાંથી શક્તિ બહાર આવી રહી છે. મહત્વની બાબત એ છે કે એક વખત ઝડપ વધાર્યા પછી એકપણ બિદ્દ પર તેને ધીમી કરવાની નથી. ૨૦ મિનિટ પછી અટકી જાવ.
પછીની ૧૦ મિનિટ માટે તમે જયાં છો, ત્યાં જ શાંતિથી બેસી રહો. તમારી આંખો બંધ રાખો અને તમારૂં ધ્યાન 'વિશુધ્ધિ ચક્ર' પર જ કેન્દ્રીત રાખો. તમે આ હલન ચલન વખતે પેદા થયેલી શક્તિને તમારી અંદર શોષી લેશો.
આ મેડિટેશનની એક ચાવી છે, તે એ છે કે તમારૂં શરીર હલતું હોય ત્યારે તમારૂં સંપૂર્ણ ધ્યાન 'વિશુધ્ધિ યક્ર' પર કેન્દ્રીત હોવું જોઈએ. તમે જયારે આમ કરો છો, ત્યારે બ્રહમાંડિય શક્તિ તમાર 'વિશુધ્ધિ ચક્ર'માં થઈને તમારી અંદર પ્રવેશ કરે છે અને તમારા માટે પ્રચંડ શક્તિનો સ્ત્રોત બની જાય છે.
તમે આ મેડિટેશન કરતી વખતે તમારા ગળામાં તમારી માળા પહેરી શકો છો. એ મેડિટેશન દરમ્યાન પેદા થયેલી શક્તિનો સંગ્રહ કરવાનું કામ કરશે.
જુથમાં શક્તિ સાગર મેડિટેશન કરવાનું હોય ત્યારે સંગીત સાથે કરવું
અંતમાં માસ્ટરજી મંત્ર બોલે છે !
ઓમ્ શાંતિ, શાંતિ, શાંતિ, શાંતિ હી
ધીમે થી, ખૂબ જ ધીમે થી, તમારી આંખો ખોલી નાંખો. આપણે બીજી બેઠકમાં મળીશું. આભાર.
પ્રકરણ - ૮ અહમને ઝાંખો કરવો
હવે પછીનું 'ચક્ર' 'આજ્ઞા ચક્ર' (Ajna Chakra) છે. જે આંખના બન્ને ભવાંની વચ્ચે આવેલું છે.
સંસ્કૃતમાં 'આજ્ઞા'નો અર્થ થાય છે, 'ઈચ્છા' અથવા 'હુકમ' 'આજ્ઞાચક્ર' 'ગુરુચક્ર' તરીકે પણ ઓળખાય છે.
આ 'ચક્ર' ગંભીરતા અને અહમૂથી બંધ થયેલું હોય છે અને તેને નિખાલસતા, સરળતા, જ્ઞાન અને અહમુના સ્વરૂપોને ઝાંખા કરીને ખીલવી શકાય છે.
(મેડિટેશન પર્ધ્ધતિ : દિવ્યનેત્ર મેડિટેશન - આ ઝોરાષ્ટ્રીયન મેડિટેશન પધ્ધતિ છે.)
'આજ્ઞા ચક્ર', 'ચક્ર રાજ' – 'ચક્રો' ના રાજા તરીકે ઓળખાય છે.
આ 'ચક્ર' એટલું બધું મહત્વપૂર્ણ છે કે તેને કાર્યરત કરવા માટે કામ ના કર્યું હોય તેવો એક પણ ધર્મ નથી. જ્યારે આ 'આજ્ઞાચક્ર' ખુલી જાય છે, ત્યારે આખી જાત જ્ઞાનના અલગ જ ક્ષેત્રમાં પ્રવેશે છે. મનની બધી જ સમજ શક્તિઓનાં સ્તરો ખૂલી જાય છે. માટે જ બધા જ ઉચ્ચકોટીના ભગવાનો તેમનાં કપાળમાં ત્રીજી આંખ સાથે રજુ કરાયા છે. ત્રીજી આંખ 'આજ્ઞાચક્ર' જાગૃત થઈ ગયું છે તેની નિશાની છે.
જમાનાઓથી કહેવાય છે કે, જો તમે ભારત ના પવિત્ર શહેર વારાણસીમાં મૃત્યુ પામો, તો તમને આપોઆપ મોક્ષ મળી જાય છે. વારાણસી, આપણે જે રીતે જાણીએ છીએ તેવું ફકત એક શહેર જ નથી. તે એક એવું ક્ષેત્ર છે, જયાં 'વારણા' એટલે આંખના ભવાં અને 'નાસી' એટલે નાકને મળે છે. જ્યાં બરાબર 'આજ્ઞાયક્ર'નું સ્થાન છે. એ મોક્ષ અથવા એન્લાઈટેન્ડ સ્થિતિમાં અહમુના મૃત્યુનું સૂચન કરે છે.
'આજ્ઞાચક્ર' અહમ્ સાથે, ગંભીરતા સાથે, પોતાની જાત માટે જ વધુ પડતું વિચારવા સાથે અને તેથી જીદગીને અતિ ગંભીરતાથી લેવા સાથે સંબંધિત હોય છે.
ગંભીરતા, બીજા બધાંને ભોગે કોઈ એક બાબતને બિન જરૂરી વધારે મહત્વ આપવા સિવાય બીજું કર્યું જ નથી. તે, જંદગીને દરેક મિનિટે પ્રગટ થતાં નાટક સિવાય કશું જ નથી એ રીતે જોવાની અશક્તિમાંથી આવે છે. ગંભીરતા જીંદગીમાંથી વધારે પડતી અપેક્ષાઓ ૨ાખવાનું ૫રિણામ છે.
એક નાની વાર્તા :
બે છોકરાઓ દરિયા કિનારે રેતીના મહેલ બનાવી રહ્યાં હતાં. બન્ને વચ્ચે અચાનક ઝઘડો થઈ ગયો અને એક છોકરાએ ગ્રસ્સો થઈને લાત મારીને મહેલ તોડી નાંખો. બીજો છોકરો રાજા પાસે ગયો અને તેણે પોતાની ગંભીર સમસ્યાની ફરિયાદ કરી. રાજા તેના તરફ, રેતીના મહેલને આટલું બધું મહત્વ આપવા માટે હસવા લાગ્યો. પરંતુ ઝેન સાધુ જે રાજાના સલાહકાર હતા, તે રાજા તરફ હસવા લાગ્યા.
તેણે પછવું: "તમે પોતે જયારે આ પથ્થરોના મહેલો માટે લડાઇઓ કરીને તમારી ઊંઘ બગાડો છો. તો પછી છોકરાઓ રેતીના મહેલ માટે લડે છે, તેના પર શા માટે હસો છો ?"
આપણી બધી જ ગંભીરતા માત્ર રેતીના મહેલો માટે હોય છે ! આટલું સમજી લો. બાળકો માટે નાની ઉંમરે રેતીના મહેલ કિંમતી હોય છે, એવી જ રીતે આપણી ઉંમરે આપણા માટે પથ્થરના મહેલ કિંમતી હોય છે. બસ આટલું જ.
રેતીનો મહેલ હોય કે પથ્થરનો મહેલ હોય, બન્નેની પાછળ ગંભીરતા એક સરખી જ હોય છે, ફકત ગંભીરતાની વસ્તુ અલગ હોય છે. માટે બાળકો જયારે રેતીના મહેલ માટે લડતાં હોય ત્યારે હસો નહીં.
ગંભીરતા જીવનની સ્વતંત્રતા અને ખુલ્લાપણાં પ્રત્યે તમારા મનને બંધ કરી દે છે. તમને ફીક્કાં અને મૃત બનાવી દે છે. એ તમારા વિચારોને અંકુશમાં રાખીને, તમે હંમેશા જે જીવન શૈલી જીવો છો તેની સાથે જ ચોટીં રહેવા માટે મજબૂર કરે છે.
એક ઝેન મઠમાં, શિષ્યો વચ્ચે હરીફાઈ યોજવામાં આવી કે સૌથી સારો બગીચો કોણ બનાવશે.
એક શિષ્ય ખૂબજ ગંભીર પ્રકૃતિનો હતો.
તેણે હરીફાઈને પણ ખૂબ જ ગંભીરતાથી લીધી.
તે પોતાના બગીયાને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખતો અને ઝાડુ મારીને બરાબર સાફ રાખતો. દરેક ઘાસ એક સરખી ઊંચાઈનું રાખતો અને બધાં જ નાના છોડવાંને કાપકૂપ કરીને વ્યવસ્થિત રાખતો.
તેને ખાત્રી હતી કે પહેલું ઇનામ તેને જ મળશે.
હરીફાઈના દિવસે, ગુરુએ બધાં જ શિષ્યોના બગીચામાં આંટો મારીને નિરીક્ષણ કર્યું.
આ શિષ્યના બગીચાને સૌથી છેલ્લો નંબર આપવામાં આવ્યો.
દરેક જણ આઘાત પામી ગયા.
શિષ્ય ગુરુ પાસે ગયો અને પોતાને છેલ્લો નંબર આપવા માટેનું કારણ પૂછ્યું.
તેણે પૂછ્યું; "ગુરુજી, મારા બગીચામા શું ખામી છે ? મને તમે છેલ્લો નંબર શા માટે આપ્યો ?"
ગુરુએ તેની સામે જોયું અને કહ્યું; "બધાં સૂકાં પાંદડાં ક્યાં છે ?"
જે બગીચાને આ રીતે જાળવવામાં આવે છે એ લાંબો સમય જીવતો નથી ! આ મૂત બગીયો છે.
ગંભીરતા, સ્વયંસ્કુરણાને મારી નાંખે છે. જે સર્જનાત્મકતાનો નાશ કરી દે છે.
વિજ્ઞાને સાબિત કર્યું છે કે, તમે જ્યારે તમારા કામને રીલેક્સ અને હળવા મૂડથી કરો છો, ત્યારે તમારી વિચારવાની
અને નિર્ણય લેવાની ક્ષમતા આપોઆપ વધી જાય છે. એ જ કામ જ્યારે ગંભીર રીતે કરવામાં આવે છે ત્યારે તમારું મન ફિક્કું બની જાય છે.
હું તમને કહું છું : આપણી બધી જ ગંભીરતા બસ એક ભિમારી છે. જ્યારે હું કહું છું ત્યારે મારો મતલબ છે 'બધી જ'. અને આપણી બધી જ ભિમારીઓના મૂળ ગંભીરતામાં હોય છે. ગંભીરતા બિમારીનું નિમિત્ત બને છે અને બિમારી ગંભીરતાનું નિમિત્ત બને છે.
એક રાત્રે એક માણસે મને ફોન કર્યો અને રડવા માંડ્યો.
તેણે કહ્યું; "હું તમારા પગમાં પડું છું માસ્ટરજી ! મને મદદ કરો. હું ખૂબ જ હતાશ થઈ ગયો છું ! હું મારા જીવનનો અંત લાવવા જઈ રહ્યો છૂં !'' અને આવું બધું.
મેં તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, અને છેલ્લે કહ્યું; "તમે આવતીકાલે જ મારા આશ્રમમાં આવી જાવ અને મારી સાથે થોડા દિવસો રહો, આપણે જોઈએ શું થઈ શકે છે".
તેણે જવાબ આપ્યો; "આવતીકાલે જ માસ્ટરજી ! ઓહ … આવતીકાલે તો મારે ઓફિસ જવાનું છે. અઠવાડિયાના અંતે આવી શકું ?''
આપણાંમાંના મોટા ભાગના આવા જ છીએ - આપણી કહેવાતી સમસ્યઓ વિષે બિનજરૂરી તણાવમાં આવી જતાં. આપણી ગંભીરતાને તોડી પાડવા માટે એક ઝાટકો જ પૂરતો છે. આપણે જયારે વાસ્તવિકતા પ્રત્યે જાગૃત થઈ જઈએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે, હકીકતમાં આપણી સમસ્યાઓ કેટલી અપ્રસ્તુત છે !
તમે જયારે કંઈ અતિ ગંભીરતાથી કરો છો; તમે જ્યારે પરિણામ માટે અતિશય ચિંતાયુક્ત હો છો, ત્યારે તમે તમારી જાત પાસેથી તેની પૂરેપૂરી ક્ષમતાથી કામ લઈ શકતાં નથી.
અલબત્ત, તમારે આયોજન જરૂર કરવું જોઇએ, તમારે આગળ વિચારવું જોઈએ. પરંતુ તે પ્રામાણિકતાથી કરો, નહીં કે ગંભીરતાથી. ગંભીરતા અને પ્રામાણિકતા એક સરખાં નથી. પ્રામાણિકતા કામ પ્રત્યેનો ઉત્સાહ અને જોશ છે. પરિણામોની વધારે પડતી ચિતાં કર્યા વગર કામ કરવું એ તેના પ્રત્યેની પ્રામાણિકતા છે.
તમે જયારે ગંભીર હો છો, ત્યારે તમે આનંદ કરી શકતાં નથી, તમે ગંભીર હો ત્યારે હો ત્યારે હસી કઈ રીતે શકો ? બન્ને એક બીજાના પૂરા વિરોધી છે. કાંતો ગંભીર રહો, અથવા તમે હસી શકો. તમે આ બન્ને એક જ સમયે સાથે કરી શકો નહીં કારણ કે, ગંભીરતાની મુળભૂત વ્યાખ્યા જ એવી છે.
પરંતુ તમે જયારે પ્રામાણિક હો છો ત્યારે તમે હસી શકો છો અને રમતીયાળ રહી શકો છો.તમે તમારૂંકામ સર્જનાત્મક રીતે અને રમતાં રમતાં કરી શકો છો અને કામ આનંદથી પુરું થાય છે. અને કારણ કે તમે જ કામ પુરું કર્યું હોય છે, માટે તમે પ્રામાણિક છો જ.
પ્રામાણિકતામાં ચિંતા હોતી જ નથી, તેમાં ફકત ઉત્સાહ જ હોય છે.
તમે જયારે ગંભીર હો છો, ત્યારેતમે અભિમાની બની જાવ છો, કારણ કે આખી બાબતને એક વૈશ્વિક નાટક તરીકે જોવામાં નિષ્ફળ તમે જાવ છો. તમને તમારૂં અસ્તિત્વ અતિશય 'હું' પણાંને લીધે લાગે છે, માટે તમે અતિશય ગંભીર હો છો. જો તમે સમજી શકો કે સમગ્ર બાબત એક નાટક છે. તો તમે ક્યારેય ગંભીર નહીં બનો. જ્યારે તમારામાં આ સમજણ ઊંડાણમાંથી પ્રગટે છે, ત્યારે તમે અસ્તિત્વના નાટક સાથે તાલમાં રહીને પૂરા આનંદથી બધું જ કામ કરતાં જાવ છો. અને તમે જ્યારે આવી રીતે કરો છો ત્યારે તમે ગંભીર હોતાં નથી, તમે બસ પુરી પ્રામાણિકતાથી તમારૂં પાત્ર ભજવતાં હો છો, બસ આટલામાં બધું જ.
તમે સમજો આમાં બે બાબતો હોયછે : સમયના ક્રમ પ્રમાણે કરેલું આયોજન અને માસનશાસ્ત્રીય આયોજન. સમય પ્રમાણેનું આયોજન સમય પત્રક છે જે તમે નક્કી કરો છો : સવારે આટલા વાગે ઉઠશો, આટલા સમયમાં પ્રાતઃક્રિયાઓ પતાવશો, ચોક્કસ સમયે ઓફિસે પહોંચશો અને ઓફિસના અમુક ચોક્કસ કામો દિવસ દરમ્યાન પૂરાં કરશો. આ બરાબર છે. સારા પરિણામો લાવવા માટેનો, અને કામની ગોઠવણ કરવાનો આ વ્યવહારૂ રસ્તો છે. આ આયોજન પ્રમાણે સહૃદયતાથી કામ કરવાથી તમે વધારે સુખની પ્રાપ્તિ કરી શકો છો.
બીજી બાજુ માનસશાસ્ત્રીય આયોજન, જે તમારા મનમાં છે, જેને સમય અથવા જગ્યા સાથે કર્યું જ લાગતું વળગતું નથી. સમયપત્રકના આયોજન ઉપરાંત તમારા મગજમાં સતત ગંભીર માનસિક આયોજન ચાલતું જ હોય છે. જે તમને એવું વિચારતા રાખે છે કે તમે ગંભીર અને ફરજ પરસ્ત છો. આ સમયપત્રક પ્રમાણે થયેલાં આયોજન તરફની નકારાત્મક ગ્રંથિ સિવાય કશું જ નથી. તમે તમારા આયોજનનું વિશ્વેષણ કર્યા કરો છો એન ફિક્કા થતાં જ્ઞવ છો કારણ કે તમારી બધી જ શક્તિ વારંવાર વિશ્ર્લેષણ કરવામાં જ વપરાઈ જાય છે.
માનસિક આયોજન તમારા અહમને પાનો ચડાવે છે. એથી તમને તમે મહાન અને કિંમતી છો તેવું લાગે છે. તે તમને ગંભીર રહેવામાં મદદ કરે છે. એ તમને એવું લગાડે છે કે તમે કામને ખૂબ જ મહત્વ આપો છો. તેનાથી તમને એવું લાગે છે કે બધી ચિંતા તમારા હાથમાં છે અને તમે જ આ કામ કરી શકો છો. તમે દરેક નાની બાબતો કરવા માટે તલસાટ અનુભવો છો અને તમને એવું લાગે છે કે તમારૂં સુખ એમાં જ સમાયેલું છે. આ માનસિક આયોજન છે.
હું તમને કહું છું : હકીકતમાં આ રસ્તો સુખને મુલતવી રાખવાનો છે, જીવનને મુલતવી રાખવાનો છે, અમુક બાબત બની જશે પછી જીવનનો આનંદ કરવાનું શરૂ કરવાનો છે !
આપણે હંમેશા વિચારીએ છીએ, "જ્રે મારા લગ્ન થઈ જશે, મારી જીદગી સેટલ થઈ જશે. માટે મારે પહેલાં લગ્ન કરવા માટે તૈયારીઓ કરવી જોઈએ. જો મારે બે બાળકો હશે તો મારી પત્નીને સંતોષ હશે.
એક વખત હું નિવૃત્ત થઇશ પછી શાંતિથી જીવીશ.
આ એક અભિગમ છે - "અત્યારે ગંભીર બની જાવ, પાછળથી હું આનંદ કરી શકીશ !"
અંતે તમે અત્યારે કે પાછળથી ક્યારેય સુખી થઈ શકતાં નથી. તમે કોઈપણ સમયે સુખી થવાની તમારી ક્ષમતા ગુમાવી દો છો.
બસ, સહજતા સાથે, સ્વયંસ્ક્રૂરણા સાથે, નિખાલસતા સાથે જીવો.
સંપૂર્ણતાને ચીકણાઈપૂર્વક વારંવાર વળગી ના રહો. હું તમને કહ્યું છું : સંપૂર્ણતાની લત તમને માનસિક રીતે અસ્વસ્થ બનાવી દે છે. તમે જે કાંઈ કરો સમગ્રતાથી કરો, પ્રામાણિકતાથી કરો બસ. પછી આપોઆપ, તમે જે કંઈ કરશો તે સંપૂર્ણ હશે અને તમારે સંપર્ણતાની બિલકુલ ચિંતા નહીં કરવી પડે.
સંપૂર્ણતાનો આગ્રહ તમારા મનની પેદાશ છે. તે તમારૂં ધ્યેય બની જાય છે. તમે તેના માટે ધ્યેયની જેમ કામ કરો છો. અને તમે જયારે તેને જ ધ્યેય સમજીને કામ કરો છો ત્યારે તે મૃત અને ભૌતિક બની જ્યારે સમગ્ર અને તમારા હૃદયમાં સ્થાપિત થયેલાં હો છો, ત્યારે તે એક ગહન અનુભવ બની જાય છે. પછી તેમાંથી જે બહાર આવે છે, તે સુંદર હોય છે અને તમને આનંદ પણ આપે છે. પછી તમે જે કાંઈ કરો છો, તમે અસ્તિત્વ સાથે લયમાં હો છો.
સંપૂર્ણતાનો દઢાગ્રહ તમને ક્યારેય આનંદ આપતો નથી, તે ફકત અહમને સંતોષે છે. તમને એવુ લાગે છે કે તમને સંતોષ થયો છે, પરંતુ તે તમારા અહમનો સંતોષ હોય છે, એમાં તમને તમારી જાતમાં પરિપૂર્ણતાનો અનુભવ ક્યારેય નહીં થાય. ખૂબ જ સ્પષ્ટ બની જાવ : જે લોકો સંપૂર્ણતાના અત્તિ આગ્રહી હોય છે, એ લોકો સૌથી મોટા અભિમાની હોય છે. એ લોકો સમગ્ર બનવાની દિશા ચૂકી ગયા હોય છે. અને એક વાત જાણી લો : તમે જયારે ગહનતામાં ઉતરો છો, ત્યારે જ સમગ્રતા શક્ય બને છે. સંપૂર્ણતા ક્યારેય શક્ય નથી કારણ કે તે તમારા મનમાં હોય છે. અને તમારૂં મન સંપૂર્ણતાની વ્યાખ્યા બદલતું રહે છે.
અને એક વધારે વાત : ભૂલો કરવાની હિંમત હોવી જોઈએ. ગંભીર લોકો ભૂલ થઈ જશે એ બાબતથી હંમેશા ડરતાં હોય છે. એ લોકો પોતાની જાતને અતિશય ગંભીરતાથી લે છે. તે લોકો પોતાની જાત માટે અતિશય વિચારે છે. તેમને માટે કોઈ તેમની ભૂલ બતાવીને આંગળી ચીંધે તે અસહ્ય થઈ જાય છે. હકીકતમાં હું તમને કહ્યું છું, જે લોકો નાની ભૂલો કરવાથી ડરતાં હોય છે, તેઓ અંતે ગંભીર ભૂલો કરી બેસતાં હોય છે !
ભૂલ કરવામાં ખોટું શું છે ? તમે કહેશો, "માસ્ટરજી, મારા કામમાં ભૂલ થાય તે મને પોષાય તેમ નથી. માટે હું આટલો ગંભીર છું.'' તમે જે કહો છો તે કદાચ સાચું હશે તમારૂં કામ તમને ભૂલો કરવાની રજા નહીં આપતું હોય, પરંતુ હું અહીં જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે આ મુદ્દો નથી. તમે જયારે ભૂલો કરો છો ત્યારે લોકો તમારા તરફ આંગળી ચીંધે છે અને એ તમે સહન કરી શકતાં નથી. તમારો અહમુ ઘવાવાનો જ છે, અને તમે આ બાબતમાં અતિ લાગણીશીલ છો. તમે આ જાણો છો. માટે જ તમારા અહમુને ઠેસના પહોંચે માટે, તમે ભૂલોના થાય તેની તમારાથી બનતી મહત્તમ કોશિશ કરો છો.
તમારા અહમનું રક્ષણ કરવા માટે, તમે સભાનપણે અને અભાનપણે અતિશય આયોજન કરતાં રહો છો. પરંતુ તેના માટે તમે જે કારણો આપો છો તે અલગ હોય છે. તમે જુદ્રું બોલતાં નથી. ના ! એ તમારી સિસ્ટમ જે રહસ્યમય રીતે કામ કરે છે તેનાથી તમે અજાણ હો છો, એની પાછળ તમારો અહમુ કામ કરતો હોય છે. પરંતુ તમે ગહનતાથી વિશ્લેષણ કરીને જુઓ, તો હું જે કહી રહ્યો છૂં તે તમે સમજી જશો.
ભૂલો કરવી તેમાં કશું જ ખોટું નથી. હકીકતમાં, થોડી ભૂલો કરવાથી તમે સ્પષ્ટતાથી સમજી શકો છો કે, ભૂલોની અવગણના કેવી રીતે કરવી, કારણ કે તમે તેને અનુભવથી સમજી ગયા હો છો. તમે ભૂલોમાંથી જેટલું વધારે શીખો છો તેટલું તમે ભૂલો કેવી રીતે ના કરવી તેના વિષે વધારે જાણી શકશો.
ભૂલો કેવી રીતે ના કરવી તે જાણવું, એ ખૂબ જ મહત્વની બાબત છે. જયારે તમે કોઈપણ બાબતની બન્ને બાજુ જોઈ હોય છે. ફકત ત્યારે જ તમે બન્ને બાજુઓને ખોલીને તેને અનુભવ કર્યો હોય છે. નહીંતર જ્યારે તમને પોસાય તેમ ન હોય ત્યારે અજાણી બાજુ પડી જવાનું જોખમ હંમેશા રહે છે.
ફકત એક વાત : એની એજ ભૂલ બીજી વખત ના કરો ! તમારૂં મન હંમેશા ઘરેડનું પ્રનરાવર્તન કરે છે. આવું ભૂલો સાથે પણ ના કરો. નવી ભૂલો કરો ! અને વધારે સારી સમજણ તરફ આગળ વધો.
હું એમ નથી કહેવા માંગતો કે તમે જાણી જોઈને ભૂલો કરો. એ વળી પાછી ફરી મૂર્ખતા કરી કહેવાશે. હું ફકત એટલું જ કહેવામાં માગું છૂ કે દરેક બાબત તમારા પૂરેપૂરા જ્ઞાન અને ઉત્સાહથી કરો. પરંતુ કદાચ, ભૂલ થઈ જશે તો ? એવી ચિંતા કર્યા વગર કરો. તમે જયારે ચિંતામાં હો છો ત્યારે જ ભૂલ થઈ શકે છે, તમે તમારો અહમુ ઘવાશે તેની ચિંતા મા હો છો.
તમે જયારે અહમુ ધવાવાની વધારે પડતી ચિંતા નથી કરતાં, ત્યારે તમારામાં કોઈપણ પ્રકારનો ફુદકો મારવાની હિંમત હોય છે. તમારી બધી જ કહેવાતી ચિંતા તમારો અહમુ ઘવાશે તેની હોય છે. તમે જયારે તેમાંથી મુક્ત હો છો ત્યારે તમે વધારે સ્વતંત્રતા અને હિંમતથી જ કામ કરો છો. તમે વધારે ખુલવા ઈચ્છો છો.
એક નાની વાતા :
કલબ હાઉસમાં એક માણસે પોતાની પાનાની રમત પૂરી કરી હતી અને કલબમાંથી જવાની તૈયારીમાં હતો. તે કોટ ભરવવાના સ્ટેન્ડ પાસે ગયો અને કોટ પહેરતો જ હતો ત્યાં પાછળથી નમ્રતા ભર્યો અવાજ આવ્યો; "સર, પરંતુ તમે મી. ફિલીપ દ્વી ?''
માણસ પાછળ ફર્યો અને જવાબ આપ્યો; "ના હું નથી".
પેલા આવજે કહ્યું; "ભગવાનનો આભાર. હું ફિલીપ છૂં અને એ કોટ મારો છે."
આપણને, કદાચ ભૂલ થઈ જશે તો, આપણી જાતને અથવા આપણા અહમુને ઈજા થશે તો એ વાતથી અતિશય ડરીએ છીએ. તેથી આપણે કામ કરતી વખતે ઉત્તેજના અને ગંભીરતાથી વિચારતાં હોઈએ છીએ, આપપુશથી ભૂલ થઈ જશે તો? આપણે એટલા રાંક બની જઈએ છીએ ! આ બીજું કશું જ નથી પરંતુ અહમુનું છૂપું સ્વરૂપ છે. તમે તમારો અહમુ ઘવાશે તેનાથી ખૂબ જ ભયભીત હો છો, માટે તમે આ રીતે વર્તન કરો છો. તમારા અહયુનું રક્ષણ કરવાનું છોડી દો, અને મુક્ત રીતે આગળ વધો.
ગંભીરતાથી દૂર ખસી જાવ. ગમે તેમ હોય પણ આપણે હંમેશા આધ્યાત્મિકતાને ગંભીરતા સાથે જોડી દઈએ છીએ. આ બહુ જ ખોટો ખ્યાલ છે. ગંભીરતા ક્યારેય ધર્મ અથવા આધ્યાત્મિકતા બની શકે નહીં.
હ્રં તમને ઘણી બધી જોક્સ અને નાની વાર્તાઓ શા માટે કહેતો રહું છું ? આવી બધી વાતો ન કહું તો તમે બધાં ગંભીર બનવાનું શરૂ કરી દેશો અને તમે જો ગંભીર બની જશો તો, તમે મૃત અને ભારે બની જશો. તમે જવંત અને હળવા નહીં રહો. હું અહીં તમને ભારેખમ બનાવવા નથી આવ્યો.
અહીં, હું તમને ભાર વગરના અને હળવા બનાવવા માટે છું. હું તમને એ બતાવવા માટે અહીં છૂં કે તમારી ગંભીરતા, તમારા અહમુના બીજા સ્વરૂપ સિવાય કશું જ નથી. તમે જે 'નથી', તે તમને બતાવવા માટે હું અહીં છૂં. તમે તમારા માટે અત્યારે તમે જે છો, તેને બળ પુરું પાડવા માટે હું નથી.
જે લોકો પોતાના ભૂતકાળ અને ભવિષ્યથી હંમેશા લદાયેલા રહે છે તેઓ ગંભીર હોય છે. તે લોકો સ્વયં સ્કૂરણાથી કેવી રીતે હસવું તે જાણતાં નથી. તેમને એવું લાગે છે કે ભૂતકાળ અને ભવિષ્યને પૂરી ગંભીરતાથી પોતાના ખભા પર લઈને ફરવું તે તેમની ફરજ છે. આ અતિશય અહમ પ્રેરિત અભિગમ છે. તેમને એવું લાગે છે કે તેઓ જો આમ નહીં કરેતો તેમના સિવાય બીજૂં કોઈ તે કરી શકશે નહીં.
સૌથી પહેલાં તો ભૂતકાળ અને ભવિષ્યને ખભા પર લઇને ફરવાની જરૂર નથી. બસ વર્તમાનમાં રહો. આટલું જ પુરતું છે. આવા લોકો તેમનો વર્તમાન સંપૂર્ણ પણે ગુમાવી દે છે. આવા લોકો તેમના જીવનમાં હસવાનું સંપૂર્ણ પણે ગુમાવી દે છે.
હાસ્ય એવી બાબત છે જે તમારા આત્મામાંથી શક્તિના કિરણો તમારા શરીરમાં લાવે છે. તે તમારી આખી જાતનો સંપૂર્ણ કાયાકલ્પ કરી નાંખે છે. બીજી કોઈપણ બાબત કરતાં તે તમને વધારે સાજા કરે છે. તે તમને વર્તમાનની એવી અદૃભૂત ઝાંખી કરાવે છે, જેને મેળવવા માટે તમારે મેડિટેશનની બીજી મુશ્કેલ પધ્ધતિઓ અજમાવવી પડે છે.
હસવું એ સૌથી શક્તિશાળી મેડિટેશન પધ્ધતિ છે.
હસવું એ મહાન આધ્યાત્મિક ગુણ છે. નિખાલસતા અને હાસ્ય હંમેશા સાથે છે. મેં પહેલાં કહ્યું તેમ, ગંભીરતા ક્યારેય હાસ્ય સાથે રહી શકે નહીં. કાંતો તમે ગંભીર હો છો અથવા તમે હસતાં હો છો. જયારે તમે 'સ્વાભાવિક' હો છો ત્યારે તમે હસી શકો છો અને પ્રામાણિકતાથી તમારી ફરજ નિભાવી શકો છો.
આપણાંમાંના કેટલાં પૂરા હૃદયથી હસી શકે છે ? હસવામાં પણ આપણે સંયમિત હોઈએ છીએ ! સમાજના કહેવાતા એટીકેટે તમને સૌજન્યપૂર્વક હસવાનું શીખવ્યું હોય છે. નાનાં બાળકો જયારે હસે છે ત્યારે આપણે તેને આવું એટીકેટવાળું હસવાનું શીખવીએ છીએ. આપણે તેમની અભિવ્યક્તિની સ્વાભાવિક રીતો પર ઠંડ્ર પાણી રેડી દઈએ છીએ. આપણે તરત જ કહી દઈએ છીએ બસ હવે નહીં આટલું પુરતું છે ! આપણે તેમના હસવાને પણ બીબાં ઢાળ બનાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ.
મેં માતાઓને તેમની દીકરીઓને કહેતા સાંભળ્યું છે; "પુરુષની જેમ હસ નહીં; સ્ત્રીની જેમ હસ !" હાસ્યને તમે કેવી રીતે જાતિ સાથે જોડી શકો ? હાસ્ય કંઈક એવી બાબત છે જે તમારી મૂળભૂત જાતમાંથી આવે છે. હું તમને કહું છું, તમારા બાળકોને આ રીતે બીબાંમાં ઢાળવાની તમારી બધી જ પ્રવૃત્તિઓ તેમને બસ તમારી પોતાની જાત જેવાં ફિક્કાં અને મૃત બનાવી દે છે. જ્યાં સુધી તમે તેમને તમારી ડુપ્લીકેટ નકલ નથી બનાવી દેતાં ત્યાં સુધી તમને જંપ વળતો નથી.
આ વરસે હું અમેરિકાની મુલાકાતે ગયો ત્યારે થોડો સમય થોડાં બાળકો સાથે ગાળ્યો હતો. મેં તેમની સાથે બે કલાક સુધી વાતચીત કરી હતી. મેં ઘણી બધી જોક્સ કહી પણ તેઓ પૂરી સરળતાથી હસતાં નહોતાં. ત્યારે મને આધાત લાગી ગયો. આજના બાળકો કહેવાતી નકલી પુખ્તતા મેળવી લે છે અને તેમની સિસ્ટમમાંથી હાસ્યને બહાર રાખે છે. જો તેઓ નાનાં ભૂલકાંની જેમ હસી ના શકે, તો પછી તેઓ મોટાં થઈને શું કરશે ? મારા માટે આ અસહ્ય હતું.
લોકો મને પૂછે છે, મારૂં હસવું ચેપી છે પેલા નાના બાળકો સાથે મહેલી વખત ભિનચેપી લાગ્યું ! તેઓ મારી સામે, ચહેરા પર પુખ્તતાના ભાવ લાવીને જાઈ રહ્યાં હતાં. મને ડર લાગયા માંડ્યો કે તેઓ 'મને' ગંભીર બનાવી દેશે !
તમે સમજો પુખ્તતામાં એવું કશું જ નથી જેથી હાસ્યને બહાર રાખવું પડે. પરંતુ ગમે તે રીતે, આપણને એવું લાગે છે કે જ્યારે આપણે પુખ્ત હોઈએ ત્યારે આપણે જાતે જ આપોઆપ સમજીને ઓછૂં હસવું જોઈએ. હાસ્ય પોતે જ એક તાકાત છે. કારણ કે તે તમારા મૂળભૃત 'સ્વ'માંથી શક્તિને સપાટી પર લાવે છે.
જો તમે મારા સેશનમાં બેસવાનું ચાલુ રાખશો, તો મોટાભાગના સમયમાં ફકત હસવાનું જ હશે. અમુક જોક્સ ફટાકડાની જેમ ફૂટે છે અમુક વાર્તા કહું છૂં અને બધાં જ હસે છે. હું મારી બેઠકમાં ગંભીરતાને ક્યારેય પ્રવેશવા દેતો જ નથી. મારા આશ્રમમાં જે લોકા કામ કરે છે તેમનામાં પણ હું ક્યારેય ગંભીરતા સ્થાપિત થવા દેતો નથી.
એક નાની વાર્તા :
એક ખૂબ જ રમૂજી વક્તાને શહેરમાં ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તે પ્રોગ્રામમાં પોતાના લોકોના મોટા જૂથને સાથે લાવ્યા.
આયોજકોને વક્તા સાથે આટલાં બધાં લોકો આવેલાં જોઈને નવાઈ લાગી.
વક્તાએ આયોજકોને થયેલું આશ્ચર્ય જોયું અને તેમણે સમજાવ્યું; "આજના દિવસોમાં લોકોને હસાવવા બહુ જ મુશ્કેલ કામ થઈ ગયું છે, તેથી હું મારાં પોતાના સાંભળનારા (શ્રોતાઓ) સાથે લઈને આવ્યો છું."
કહેવાતા ઊંચા વર્તુળોમાં લોકો હસે છે, પરંતુ ખૂબ જ સંસ્કારી અને સારી રીત ભાતથી ! આ સાચું હાસ્ય નથી; એ મેડિટેશનમાં લઇ જાય તેવું હાસ્ય નથી, જેના વિષે આપણે વાત કરી રહ્યાં છીએ. એ તો માત્ર તેમના અંદરના અહમુની અભિવ્યક્તિ છે. બસ આટલું જ.
જયારે જોક સાંભળો છો ત્યારે તમે શા માટે હસો છો, તેનું જો તમે વિશ્લેષણ કરશો તો, મેં હમણાં જે તાર્કિક વિધાનો કર્યાં તે તમે સમજી શકશો. તમે જયારે તર્કને વળગી રહો છો, ત્યારે તે પેદા કરેલો હોય છે, અને એવી જોકની પંચલાઈન સાંભળો છો, ત્યારે તર્ક ઢગલો થઈને તૂટી પડે છે ! જે ક્ષણે તમારે તર્ક ઢગલો થઈ જાય છે, તમારા વિચારો, તમારૂં મન પણ ઢગલો થઈ જાય છે અને તમે અ-મનની સ્થિતિમાં આવી જાવ છો અથવા 'સાતોરી' ની સ્થિતિમા હો છો. તમે બુધ્ધ બની જાવ છો !
તમે જયારે અ-મનની સ્થિતિમાં હો છો, ત્યારે તમે વર્તમાનમાં હો છો. તમે જયારે હસો છો ત્યારે તમે વર્તમાનમાં હો છો કારણ કે તમે જયારે હસો છો ત્યારે વિચારો હોતાં નથી. તમે જયારે વિચાર વગરના હો છો. ત્યારે તમે વર્તમાનમાં હો છો. જ્યારે તમે વિચારતાં હો છો ત્યારે કાં તો તમે ભૂતકાળ અથવા ભવિષ્યમાં હો છો.
હાસ્ય 'સમગ્ર' હોય છે, તમને સાજા કરે છે અને તમારૂં પરિવર્તન કરે છે. માણસ જાત માટે આ સૌથી સરળતાથી મળતી અને સૌથી સારી દવા છે.
હું તમને કહું છું : જીદગી અતિશય કિંમતી છે તેને ફિક્કી અને મંદ ક્ષણોમાં વેડફી નાંખવી ના જોઈએ. હસો અને તમારા જીવનને શક્તિ અને દિવ્ય આનંદ સાથે જોડી દો. તમે ગમે તે કામ કરતાં હો, બસ સતત આનંદમાં રહેવાનો નિર્ણય કરી લો. પ્રામાણિક બનો. ગંભીર નહીં.
તમે જયારે હસો છો ત્યારે તમે તમારી આસપાસ શક્તિના તરંગો પ્રસારીત કરો છો; તમે તમારી આસપાસ ઉપચારક આનંદના તરંગો પ્રસારીત કરો છો. માટે જ્યારે કોઈ ખરાબ મૃડ વાળી વ્યક્તિ અંદર આવે છે ત્યારે તે તેની આસપાસ એવા જ તરંગો પ્રસારિત કરે છે અને તેના આજુબાજુના લોકો પર તેની અસર થવાની પૂરેપુરી શક્યતા છે. હું ડોક્ટરોને હંમેશા અમુક શુધ્ધિકરણનું મેડિટેશન કરવાનું કહ્યું કારણ કે તેઓ સતત નકારાત્મક વિચારો ધરાવતા અને રોગી દર્દીઓથી ઘેરાયેલાં હોય છે.
યસ ... .
"માસ્ટરજી પરંતુ હસવા માટે અમારે કારણની જરૂર પડે છે. અમને કોઈ રમૂજી બાબત જોવા જ ન મળતી હોય તો કેવી રીતે સતત હસતાં રહેવાનું નક્કી કરી શકીએ."
આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે હસવા માટે આપણે કોમેડિયન અથવા જોકની જરૂર પડે છે. હું તમને કહં છઃ તમે જયારે વર્તમાન ક્ષણોમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારૂં અસ્તિત્વ જ અતિ સુંદર અને હળવું થઈ જાય છે. તમારા શ્વાસોશ્વાસની ક્રિયા, તમે લીધેલા ખોરાકનું લોહીમાં ફેરવવાનું, બનાવોનું અસ્તિત્વમાં એક સાથે બનવું. દરેક બાબત ખબ જ સંદર બની જાય છે. તમે દિવ્ય આનંદમાં હો એવું તમને લાગે છે અને કાયમ મૃસ્ક્રુરાતા અને હસતાં રહો છો. તમારી આખી જાતમાંથી હાસ્ય અને દિવ્ય આનંદ પ્રવાહિત થયા કરે છે.
જોક વખતે હસવું બરાબર છે, પરંતુ તમે જયારે અસ્તિત્વ સાથે લયમાં અવી જાવ છો, ત્યારે તમે બસ વૈશ્વિક નાટકનો આનંદ માણો છો અને તમે દરેક બાબત પર હસો છો. પછી ત્યાં ગંભીરતા માટે જગ્યા જ હોતી નથી, અહમુ માટે જગ્યા જ હોતી નથી. પછી તમે રૂક્ષ હોતા નથી. તમે ફવારાની જેમ હાસ્યની છોળો ઉડાડો છો. તમે અસિત્વની રમતની ગહન સમજણ મેળવી લો છો અને તમે હસો છો.
તમે જોઈ શકો છો કે દરેક દરેક વ્યક્તિ ફકત અભિનેતા છે પરંતુ તેમની ભૂમિકા સાથે તેઓ અતિશય ગંભીર બની ગયાં છે અને તમને તેના પર હસવું આવે છે. તમને એ વાત પર હસવું આવે છે કે રમત રમતી વખતે એક બીજાને કેવા ભ્રમમાં નાંખે છે. તમે એ વિચારથી પણ હસો છો કે તમે પણ રમત કરી રહ્યા છો ! તમે 'હું' થી અને 'મારા'થી, તેમજ અહમ્ અલગ થઈ જાવ છો.
એક નાની વાર્તા :
એક વખત, સાચી આધ્યાત્મિકતાના અર્થ બાબતમાં ચર્ચા વિચારણા કરવા માટે બૌધ્ધ સાધુઓનું એક સંમેલ્લન થયું હતું .
દરેક સાધુ મંચ પર ગયો અને આધ્યાત્મિકતાના અર્થ વિષે લાંબુ ભાષણ આપ્યું.
છેલ્લે ઝેન સાધુનો બોલવાનો વારો આવ્યો.
તે સ્ટેજ પર ગયો અને બસ હસવા જ માંડ્યો ! તે હસતો જ રહ્યો. તેના પૂરા અસ્તિત્વથી હસતો જ રહ્યો. હાસ્ય તેની નાભિમાંથી આવતું હતું. તેણે બેકાબુ પણે હસવા માંડ્યું અને સતત હસતો રહ્યો. અને તેનું હાસ્ય એટલું બધું ચેપી ગયું હતું કે, તરત જ રૂમમાં જેટલાં હાજર હતાં તે બધાં જ હસવા માંડ્યા.
સાધુ શા માટે હસે છે તે જાણ્યા વગર જ !
તેના પ્રત્યે સભાન થયા વગર જ, બધા જ સાધુઓના હાસ્યથી હકારાત્મક શક્તિના જથ્થાબંધ તરંગો રૂમમાં ફેલાઈ ગયા .
સાધુઓ અદૃભૃત ઉચ્ચતાએ પહોંચી ગયા.
તેમની વિચારવાની ક્રિયા તૃટી પડી અને તેમની જાત દિવ્ય આનંદથી ભરપૂર થઈ ગઈ.
ઝેન સાધુ અંતે બોલ્યો; "આજ સાચી આધ્યાત્મિકતા છે."
હાસ્ય આધ્યાત્મિકતાનો સૌથી ઊંચો ગુણ છે. તે તમને એન્લાઈટેન્મેન્ટ તરફ દોરી જઈ શકે છે ! હસવામાં રોગમાંથી સાજા કરવાની મહાન શક્તિ રહેલી છે. જો તમે તમારી ભિમારી પર હસી શકો, તો તમે તંદુરસ્ત બની જાવ છો. હસવું એ અસ્તિત્વની શક્તિ સાથે જોડાવાનો સુંદર રસ્તો છે, જે સાજા કરવાની શુધ્ધ શક્તિ છે.
આપણાં મેડિટેશન પ્રોગ્રામમાં આપણે હંમેશા નૃત્ય અને હાસ્યને સામેલ કરીએ છીએ. બુધ્ધ બનાવાનો તે જ સરળમાં સરળ રસ્તો છે ! નૂત્ય તમને સરળ અને હળવા બનાવે છે. નૃત્યની જેમ જ, હસવું એ પણ સરળ અને આનંદદાયક મેડિટેશન છે. તમે જયારે કોઈપણ જાતની પરવા વગર જ નૃત્ય કરો છો, ત્યારે તમે પોતે જ નૃત્યુ બની જાવ છો. પછી તમારામાંથી શક્તિનો ધોધ છટે છે.
જો તમે તમારી કહેવાતી ઓળખાણોથી મુક્ત હો, તો જ તમે કોઈપણ જાતની પરવા કર્યા વગર નાચી શકો છો. જ્યાં સુધી તમે એમ વિચારો છો કે હું અમુક છું, ત્યાં સુધી આનંદમાં નાચી શકતા નથી. નૃત્ય તમારી અંદરની બહાર આવતી અભિવ્યક્તિ છે અને હું તમારા ગોઠવેલા નૃત્યની વાત નથી કરતો જેમાં તમારે એકએક પગલું ક્રમવાર મૂકવાનું હોય છે. હું એ વિષે વાત કરી રહ્યો છું જેમાં તમે તમારી બધી જ કહેવાતી ઓળખાણો ને ફેંકી દો છો અને તમે અસ્તિત્વ સાથે એકત્વ અનુભવીને આનંદથી નાચી ઉઠો છો, ઝૂમો છો.
પોતાના પ્રત્યેની સભાનતા અહમુનું પ્રદર્શન છે. એવા લોકો પોતે નાચશે તો બીજા લોકો શૂં કહેશે તેના ભયથી લદાયેલા હોય છે અને તેથી તેઓ શાંતિથી બેસી રહે છે. ફરીવાર કહું છૂં. તેવા લોકો પોતાના અહમુનું રક્ષણ કરતાં હોય છે અને તેઓ જીંદગીનો આનંદ ગમે તે રીતે ગુમાવી દે છે.
તમારા ઘરમાં ક્યારેક એક વખત તો સંગીત ચાલુ કરીને નાચ કરો. બસ હું પણું જતું કરવાનો નિર્ણય કરો. એ તત્કાળ મેડિટેશન બની જશે. અને તમને તમારા મનની ઉપર લઈ જશે અને શબ્દો નહીં કરી કરી શકે તેવું તમારૂં પરિવર્તન કરી દેશે. સ્વાભાવિક બની જાવ. મુળભૂત જે છો તે જ બની જાવ. જે લોકો તમારા નૃત્યની ટીકાં કરતાં હશે તે લોકો બસ નૃત્યનો આનંદ ચૂકી જશે. નૃત્ય અને હસવું તમારા અહમુને ઓગાળવા માટેની સરળ પધ્ધતિઓ છે. જે તમને અસ્તિત્વમાં એકરૂપ કરે છે.
યસ ...
"માસ્ટરજી અમે ક્યારે જાણી શકીએ કે અમારો અહંમ વધારે નથી ?"
બસ મૂકી દો, જ્યારે તમને એવું લાગવા માંડે કે તમારૂં અલગ અસ્તિત્વ નથી, ત્યારે તમારો અહમુ ઓગળી ગયો હોય છે. જ્યારે તમે એન્લાઈટેન્ડ બની જાવ છો ત્યારે તમારો અહમુ ભૂંસાઈને નાશ પામે છે. જ્યારે તમારો અહમુ છટી જાય છે, ત્યારે તમે જે દિવાલો ઉભી કરી હતી તે અદેશ્ય થઈ જાય છે અને તમારા માંથી મુક્ત રીતે અસ્તિત્વ વહેવા લાગે છે. તમે જાણતાં હો કે ના જાણતાં હો, તમે સ્વીકારો, અસ્તિત્વ તમારા થકી પ્રવાહિત થવા માટે દરેક મિનિટે પ્રયત્ન કરતું જ હોય છે, પરંતુ તમે અહમુથી એટલાં બધા ભરપૂર હો છો કે તમે તેને સ્વીકારી શકતાં નથી. તમે તમારા અહમુને લીધે અસ્તિત્વના ચમત્કારો ચૂકી જાવ છો. તમે અસ્તિત્વ સાથે જોડાઈ શકતાં નથી અને તમે અહમૂમાં, અજ્ઞાનમાં અને દુ:ખમાં જીવવાનું ચાલુ રાખો છો.
તમે અહમુમાં એટલાં બધાં ભરપૂર છો કે તમે તમારી પોતાની જાતથી ઘણાં દર રહીને જીવો છો. તમારી અંદર એટલા બધા માલનો ભરાવો થઈ ગયો છે કે તમારે તેના પર કાબુ મેળવવાની જરૂર હોય છે, એ માલ જે તમે ઘણા જન્મોથી સંગ્રહ કરતાં આવ્યા છે; ફકત આ એક જીદગીનો નહીં. તમારી પોતાની જાતમાં જ તમારા પોતાના માટે જ જગ્યા નથી ! અને આ કારણે જ, તમે બધો જ સમય તમારી સપાટી પરથી જ કામ લો છો. તમારી પોતાની અંદરની જાત પાસેથી નહીં.
જયારે તમારો અહમૂ ઓગળી જાય છે, ત્યારે તમે અસ્તિત્વમાં સ્થિર થઈને તેમાં એકરૂપ બની જાવ છો ! આ સ્થિતિ, આ સ્તર એન્લાઈટેન્ડ ગુરુઓની હોય છે. હું લોકોને ઘણીવાર કહ્યું છું, "તમે જે નથી તેનો નાશ કરી નાંખો" લોકો મારી સામે આઘાતથી જુએ છે. હું જયારે આ કહું છું, ત્યારે મારો કહેવાનો અર્થ એ હોય છે કે, તમે તમારો મુળભૂત 'સ્વ' છો. આ તમારો 'સ્વ', તમારી પોતાની જાત. તમારે અલગ સીતે કાર્યરત અને છૂપાયેલા અહમુનાં સ્વરૂપોનો નાશ કરવાનો છે. અને મારા કહેવાનો મતલબ આ જ છે, "તમે જે નથી તેનો નાશ કરી દો અને તમે એન્લાઈટેન્ડ થઈ જાવ છો !"
તમે અસ્તિત્વનો જ ભાગ છો, આ સિવાયનું તમે બીજું કંઇપણ વિચારતા હો, તો તે અહયુ છે. આ આવું છેઃ એક માછલી છે, તેને ગમે કે ના ગમે, તે સ્વીકારે, તે માને કે ના માને, તે સમુદ્રનો જ એક હિસ્સો છે. તેની પાસે બે જ પસંદગી હોય છે. તે કાંતો સમુદ્રમાં આનંદથી રહે અથવા સમુદ્ર સાથે લડવાનું ચાલુ રાખે અને પોતાની જીંદગીને દુ:ખદાયક બનાવીને સમુદ્રમાં રહે.
તમે જયારે અસ્તિત્વ સાથે વહેતાં છો, ત્યારે તમે તમારી જીદગીની દરેક ક્ષણનો આનંદ લઈ શકો છો. તમે ફવારા જેવા બની જાવ છો, સર્જનાત્મક અને પ્રવાહી બની જાવ છો.
એક નાની વાર્તા :
એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને પિકનિક માટે બહાર લઈ ગયા.
તેઓ રમતો રમ્યા, નાસ્તો કર્યો અને આનંદ કર્યો.
એકાએક શિક્ષકે, આકાશમાં બનેલા મેઘધનુષ્ય પર વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું.
બાળકોએ આદરયુક્ત ભયથી ઉપર જોયું.
શિક્ષકે તેમને આ રીતે જોયાં અને જાહેર કર્યું, બરાબર છે, હવે આપણે મેઘધનુષ જેણે બનાવ્યું છે તે કલાકારને તાળીઓથી વધાવી લેશું.''
વિદ્યાર્થીઓ એક મિનિટ માટે મુંઝવણમાં પડી ગયા. પરંતુ ઝડપથી સમજી ગયા અને જોરથી તાળીઓથી અભિવાદન કર્યું .
બાળકોને તેમની આસપાસની અસ્તિત્વની સુંદરતાનો સ્વીકાર કરવાનું શીખવવું જોઈએ. નહીંતર તેઓ બહુ જલ્દી અસ્તિત્વ સાથેનો સંબંધ ખોઈ બેસે છે અને અભિમાની બની જાય છે. તેમને યાંત્રિક અને અભિમાની બનવાં ના દેવાં જોઈએ. તેમને ફુવારાની જેમ પ્રવાહીત થતાં અને લાગણીશીલ બનાવીને ઉછરવા દેવા જોઈએ.
તમે જયારે અસ્તિત્વનો સ્વીકાર કરી લો છો ત્યારે તમે તેની નજીક પહોંચી જાવ છો. આખું અસ્તિત્વ એક સર્જનાત્મકતા છે. સર્જનાત્મક વ્યક્તિ તેના મગજ કરતાં તેના હૃદયની વધારે નજીક હોય છે. તમે જયારે સર્જન કરો છો ત્યારે તમે ભગવાનની નજીક હો છો. ભગવાન સર્જક છે, તે સર્જક છે અને સર્જન પણ તે જ છે. તમે જ્યારે સર્જન કરો છો ત્યારે તમે તમારી જાતની અભિવ્યક્તિ કરો છો, જે અસ્તિત્વનો ગુણ છે તમે જયારે સર્જન કરો છો, ત્યારે તમે તમારા પ્રેમની વર્ષા કરતાં હો છો અને અસ્તિત્વનો સ્વીકાર કરતાં હો છો; તમે અસ્તિત્વમાં થોડી વધારે સુંદરતા ઉમેરતાં હો દળો.
તમે જયારે અસ્તિત્વથી પૂરેપુરા વિસ્મય પામેલાં હો છો ત્યારે તમે સર્જન કરી શકો છો. બીજી બાજુ જયારે તમે અહમૂથી પૂરેપૂરા ભરપૂર હો છો, ત્યારે તમે કશું સર્જન કરી શકતાં નથી; અને છતાં પણ તમે કંઈ કરો છો તો તે તમારૂં સર્જન નિર્જીવ સર્જન હશે. એ પ્લાસ્ટીકના ગુલાબ જેવું હશે. જે સંપૂર્ણ દેખાય છે, પરંતુ તેમાં જીવત સુગંધ હોતી નથી. જયારે કોઈ કલાકાર પ્રેમમાંથી સર્જન કરે છે, ત્યારે તે તેના સર્જનને ચોક્કસ પ્રકારની ગુણવત્તા આપી શકે છે. જો તે અહમુમાંથી સર્જન કરે છે તો તે જીવન વગરનું હોય છે.
તમે અસ્તિત્વના રણકાર સાથે પ્રતિધ્વનિ કરી શકો છો. તમે જોઈ શકો છો કે એક નાનું પત્તું અને ડાળી અસ્તિત્વનું અથવા ભગવાનનું જ સ્વરૂપ છે. તમે જયારે આ સ્થિતિમાં હો છો, ત્યારે તમે જે કંઇ મેળવવાની ઈચ્છા કરો છો, તમને મળે છે, કારણ કે તમે અસ્તિત્વ સાથે લયમાં ચાલતાં હો છો. પછી જીદગી ચમત્કાર બની જાય છે ! જેને આપણે અસ્તિત્વની એકરૂપતા કહીએ છીએ .
અને એક બાબત સમજી લો : તમે જયારે અસ્તિત્વ સાથે રણકતાં હો છો, ત્યારે તમે લોભીયા બનીને માંગતા નથી. તમને જે ક્ષણે જેટલું જરૂરી હોય, બસ અસ્તિત્વ તમને આપ્યા કરે છે. તમે માંગો તે પહેલાં જ. જ્યારે હું કહું છું કે, તમે માંગો તે મળે છે." તે કહેવાનો મારો મતલબ આ છે.
સમસ્યા એ છે કે આપણે આપણી જાતને અસ્તિત્વથી ખૂબ જ દૂર લઇ ગયા છીએ. આપણા સ્ત્રોતથી, જે આપણી અંદર હાજર છે, તેનાથી આપણે દૂર થઈ ગયા છીએ. તમારે સૌથી પહેલાં તમારા અહમુને ઝાંખો કરીને તમારી આસપાસ ફેલાયેલી સુંદરતાને સ્વીકારીને તેના વખાણ કરવા જોઈએ. તે આપોઆપ તમારામાં પરિવર્તનનું બીજ રોપાશે. એ તમને સમજાવશે કે તમારા અહમું કરતાં જીવન શક્તિ અતિશય મહાન છે, જે આખા બ્રક્ષ્માંડનું સંચાલન કરે છે.
તમે જેટલી વધારે તમારી જાતને અસ્તિત્વ તરફ ઢીલી કરશો એટલા તમે વધારે અહમુ વિહીન બનતાં જશો. તમે જેટલાં વધારે અહમ્ વગરના બનશો, તેટલા તમે અસ્તિત્વ તરફ વધારે ઢળશો.
યસ ....
"માસ્ટરજી, અમે બુધ્ધિના સ્તર પર જાણીએ છીએ કે અહૃમને સમર્પિત કરી દેવો જોઈએ. પરંત્ અમે તે પ્રમાણે કરી શકતાં નથી, શા માટે ?
તમે જાણો છો, માણસ સમગ્ર પણે બધું જ જતું કરવા તૈયાર હોતો નથી. અને તેને બધો જ સમય કશાકને વળગીને લટકી રહેવું ગમે છે અને આ કશુંક તેનો અહમું છે. તમારો અહમૂ તમારી તાકાત છે. તમે તેને વરસોથી રક્ષણ પુરું પાડો છો. 'તમારા હોવા પણાનો' એ પાયો છે.
તમે એ જાણતાં નથી કે અત્યારે તમે જે અનુભવી રહ્યો છો તેનાથી પણ એક વધારે સુંદર દુનિયા છે. અને તેમાં દિવ્ય આનંદ છે. તમારો અહમ્ તમારા માટે જ જીવલેણ છે. પરંત્ સાદ્દ સત્ય એ છે કે – તમારે તેને જતો કરવો પડે છે.
આ કંઈક આવું છે : ધારો કે એક બીજ વાવેલું છે. તેને વિકસીને વૃક્ષ બનવું હશે તો બીજને વિલીન થઈ જવું પડશે, ખરૂં કે નહીં ? પરંતુ જો બીજ એમ વિચારે કે પહેલાં હું વૃક્ષ બનું પછી જ વિલીન થઈશ. તો શું આ શક્ય છે? ના! આવી જ રીતે માણસ ખીલવાનું મુલતવી રાખે છે. બસ આટલું જ.
માણસ જયાં સુધી ગુરુને મળતો નથી ત્યાં સુધી તેને પોતાને ખબર જ પડતી નથી કે અવરોધ ક્યાં છે. તેનો અહમુ રસ્તામાં ક્યાં આડો ઉભો છે. પરંતુ એક વખત તે ગુરુને મળે છે. તેને ચાવી મળી જાય છે ! પછી તેનો ઉપયોગ કરવો કે નહીં તે તેના હાથમાં હોય છે. ગુરુનો મુખ્ય ઉદ્દેશ તેના શિષ્યોના અહમને ભૂંસી નાખવાનો જ હોય છે.
ગુરુના શબ્દો અને ક્રિયાઓ, ઉપર ઉપરથી જોતાં એકદમ થયેલી અને યોગ્ય નહીં લાગે. પરંતુ તેમાંજ સત્ય છૂપાયેલું હોય છે; તેમાં એક જ હેતુ છૂપાયેલો હોય છે તમારા અહમુનો નાશ કરવાનો. ગુરુ પોતે માણસ જાત માટેની પૂરેપૂરી નિર્ભેળ અનુકંપામાંથી નીચે ઉતરી આવ્યા હોય છે. તેમને કોઈપણ બાબત અથવા કોઈપણ વ્યક્તિમાં સ્થાપિત હિત હોતું નથી. તે ભૂલાવામાં નાંખનારા ઇચ્છાઓના મહાસાગરથી પર હોય છે. તે અહીં તમને, તમો જે સ્થિતિમાં છો તેમાંથી ઊંચકવા માટે હોય છે. અસીમ દિવ્ય આનંદની સ્થિતિમાં જયાં ફકત 'હું' વગરની સભાનતા હોય છે.
'ચાન્ડી' મંત્રોમાં, જે સ્ત્રી શક્તિની દેવી છે, અને તેમાં ૭૦૦ સંસ્કૃત કાવ્ય પંક્તિઓ છે. ચાન્ડી દેવી રીતે વિવિધ રાક્ષસોને મારી નાંખે છે તેનું વર્ણન છે. તેમાં તેણે સાતસો સાચા માર્યા. જો તેણે સાચા માણસોને માર્યા હોત તો તે જેલના સળીયાની પાછળ હોત. અને આપણે તેને મંત્રોબોલીને પૂજતા ના હોત ! તે કાયદાની રીતે ગુનેગાર બની ગઈ હોત.
રાક્ષસો માણસમાં રહેતા વિવિધ પ્રકારના દુર્ગુણો અને અહમુના પ્રતીક રૂપે છે. અને દેવીએ આ અહમુને મારીને માણસને તેમાંથી મુક્તિ આપવી હતી. આપણે આ સમજવું જોઈએ. આ રાક્ષસોમાંનો એક રાક્ષણ ભેંસના માથાવાળો છે તે આપણને તે બતાવવા માટે છે કે આપણામાંના અમુક એટલી બધી જાડી ચામડીના છીએ કે ગુરુ તમને વારંવાર પોતાના રસ્તે લઈ જવા માટે જાગ્રત કરે છે, પરંતુ તેઓ, પોતાના રસ્તાને મજબૃત રીતે પકડી રાખે છે! આપણે ગરુના પોકાર સામે લાગણીશીલ નથી.
તમને ખબર છે. ગુરુ સાથે દલીલો કરવી એટલે, તમે તમારી જ જાતને મોટામાં મોટી સજા કરો છો. હું તમને પ્રામાણિકતાથી કહું છં. તમે જયારે ગુરુ સાથે દલીલોમાં જકડાઇ જાવ છો, ત્યારે તમને એનાથી વધારે બીજું કશું નુકસાન કરી શકાતું નથી. તમે જયારે ગુરુ સાથે દલીલો કરો છો ત્યારે તમે તમારી જાતને પુરતું નુકસાન કરી જ લો છો. ગુરુ જાણે છે કોને કેવી રીતે તેમના જ રસ્તે ખીલવવા અને સામી વ્યક્તિને છેલ્લે પોતાની જાતને હિંમત અને શ્રધ્ધા સાથે ખોલવાની જ છે.
યસ ... .
"માસ્ટરજી, હું જાણું છું કે તમે મારા ગુરુ છો છતાં પણ તમારી હાજરીમાં હું આળો બની જાવ છે. અને મને ખચકાટ લાગે છે. "
(માસ્ટરજી હસે છે) તમે આ વિધાન કર્યું છે એનો મતલબ એ છે કે તમે તમારી આ સ્થિતિમાંથી બહાર આવવા માંગો છો. તમે છલાંગ મારવાનો નિર્ણય લીધો છે.
હું તમને સમજાવું છું : તમારી અંદરના 'સ્વ' એ મને સ્પષ્ટ રીતે ઓળખી લીધો છે; પરંતુ, તમારૂં મન લડાઈ કરે છે. જો તમે તમારી જાતે મને ઓળખ્યો ના હોય તો, તમે મારી પાસે વારંવાર આવવાનું ચાલુ ન રાખત. અહીં આવવા માટે તમને ઘરમાં ઘણી મુશ્કેલી પડી છે, ખરૂ કે નહીં ? તમારા માટે સૌથી સહેલી રીત એ છે કે તમે ઘરમાં રહો અને તમારૂં કામ કરો. આ વાત તમારા કુટુંબને સુખી કરશે, ખરૂં કે નહીં ?
તો પછી તમે મને મળવા માટે વારંવાર આશ્રમમાં શા માટે આવો છો ? તમારે વારવાર અહીં આવીને તમારા ઘરમાં દલીલોનો સામનો શા માટે કરવો જોઈએ ? ધરમાં રહીને એ લોકોને ખુશ રાખવા વધારે સહેલું નથી ? કારણ એ છે કે, તમે જે ખેંચાણ અનુભવો છો તે તમારી મળભત જાતના સ્તરનું છે. એ તમને અહીંથી પાછા જવા નહીં દે, તેણે મને એક વખત ઓળખી લીધો છે એટલે તમે ગમે તેટલી કોશિશ કરશો છટકી નહીં શકો !
તમારી અંદરનો 'સ્વ' હવે મને ઓળખે છે. પરંતુ તમારૂં મન તેમાં બાધારૂપ બને છે તેવું લાગે છે. યાદ રાખો હંમેશા તમારૂં દિલ જે કહે તે જ કરો. જે તમારે ખરેખર અહીં કરવાની જરૂર છે. તમે ત્યારે તમારા હૃદયને અનુસરો છો. ત્યારે તમે મારા સુધી પહોંચી જશો. જ્યારે તમે તમારા મનને અનુસરો છો, ત્યારે તમે મને શુમાવી દો છો.
તમે તમારી જાતને મને સૌપી દેતાં ખૂબ જ ડરો છો. આ જ સમસ્યા છે. તમારો અહમુ તમારી સામે ઝઝ્નમે છે. તમને તમારી ઓળખ માટે અસલામતી લાગે છે. તમને લાગે છે કે તમારી ઓળખ ઓગળી રહી છે. તમે તમારી જાતની ઓળખ વગર, તમે જયાં જવાના છો ત્યાં તમે ભટકી જશો એવું તમને લાગે છે. તમારો અહમુ મૃત્યુની કટોકટી અનુભવી રહ્યો છે.
જયારે આ બને છે, જીવનની બધી જ પરિસ્થિતિની જેમ જ, અહમૂ તરત જ તેનો ખોરાક માંગે છે અને આ કિસ્સામાં
તમે તે આપી શકો તેમ નથી. તેથી તમે મારા તરફ શંકા કરવાનું શરૂ કર્યું છે ! તમે તમારી લાગણીઓમાંથી અનેક રસ્તે કારણો શોધવા માંડ્યા છો. તમે બહાનું શોધી કાઢવાનું શરૂ કર્યું છે અને શોધી શકતાં નથી. તમારૂં મન હાથીની સંઢની જેમ આમ તેમ ઝલી રહ્યું છે. મારી તરફના તીવ્ર પ્રેમ તરફથી, બીજીબાજુ પ્રેમમાં તીવ્ર શકા તરફ અને વળી પાછૂં મારા તરફના પ્રેમ તરફ.
યાદ રાખો, પ્રેમ તમારા હૃદયમાંથી આવે છે અને ભય તમારા મનમાંથી. હંમેશા તમારા હૃદયને જ અનુસરો. પ્રેમ કુદરતી છે; ભય સામાજીક છે. ભય અને શંકા તમારા મનમાં બહારથી ઊંડે સુધી ઉતારી દેવામાં આવેલાં છે.
ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો : શકા કરવામાં કશું જ ખોરૂં નથી. શંકા તમારા માટે એન્લાઈટેન્ડ તરફ ટોર્ચનું કામ કરે છે. તમારા મનને શંકાઓ વગર આગળ વધારવું અતિશય મુશ્કેલ છે. પરંતુ તમારી શંકાઓ છેલ્લે શ્રધ્ધામાં ફેરવાઈ જવી જોઈએ. ફકત ત્યારે જ તમે પ્રગતિ કરતાં હો છો. જેવા તમે તમારી અંદર તરફ વળો છો. આવું બનશે જ. યસ ... ?
"અમારે શું કરવું જોઈએ માસ્ટરજી ?"
બસ, પૂરેપૂરા પ્રેમમાં ૫ડી જાવ. બસ આટલું જ ! પૂરેપૂરા પ્રેમમાં ૫ડવું એટલે પૂરેપૂરા અહમ્ વિનાની સ્થિતિમાં આવી જવું. આટલા માટે જ ગુરુ - જે અહમૃ શૂન્ય સ્થિતિમાં હોય છે, એ જ ફકત કરૂણા વરસાવી શકે છે અને પ્રેમ કરી શકે છે. બીજી બધી લાગણીઓ જેવી કે, ગુસ્સો, ઉશ્કેરાટ વગેરે તેમનાં અસીમ પ્રેમનાં નકલી સ્વરૂપો હોય છે. તેને ઉશ્કેરાઈને ગુસ્સે થવું પડે છે. તે તમારા સ્તર સુધી નીચે આવે છે. તમારા સ્તરની લાગણીઓ બતાવે છે અને તમને સમજણના એક નવા જ સ્તરમાં લઈ જાય છે. બસ આટલું જ. તમે જ્યાં સુધી તેની ભાષા, અસ્તિત્વની ભાષા નથી સમજતાં, ત્યાં સુધી તે તમારી ભાષામાં વાત કરે છે ! યસ ?
"પરંતુ માસ્ટરજી, અમે સમગ્ર પણે પ્રેમમાં કેવી રીતે પડી શકીએ ? એ બોલવા જેટલું, કરવું સહેલું નથી લાગતું!"
પહેલી વાત : તમારી દરેક ક્રિયાઓમાં જાગૃતતા પ્રવાહિત કરો. સાક્ષી બની જાવ. તમને એવું લાગવા માંડશે કે દરેક બાબત એક નાટક છે અને તમે આકસ્મિક જ તમારું પાત્ર ભજવતાં તેનું નિરીક્ષણ કરો છો. બીજી વાત - તમે જે કંઇ જુઓ, તેનો ન્યાય તોળવાનું બંધ કરી દો. તમે જ્યારે ન્યાય તોળવાનું બંધ કરી દો છો, ત્યારે તમે દરકે બાબતમાં અને દરેક વ્યક્તિને પૂરી નિખાલસતાથી બસ ચાહવા લાગો છો.
તમે જયારે ન્યાય તોળો છો, ત્યારે તમે 'ખરેખર શું છે' તે જોતાં નથી. તમારે જે જોવું હોય તે જ જુઓ છો, આપણાંમાંના મોટેભાગનાઓએ દરેકે પોતાના અભિપ્રાયો પહેલેથી જ તૈયાર રાખ્યા હોય છે. આપણા માટે તે પાયાના પથ્થરો હોય છે. પછી આપણે તને મજબૂત પાયો બનાવીને પ્રતિક્રિયાઓ કરીએ છીએ. જયારે આપણે કોઈપણ બાબત જોઈએ છીએ, ત્યારે સૌથી પહેલાં આપણે તેને પહેલેથી બાંધેલા આપણા અભિપ્રાયોની દષ્ટિએ જ જોઈએ છીએ.
જો આપણે આ રીતે કામ કરીએ, તો આપણે વસ્તુઓ ખરેખર જે છે તેને કઈ રીતે જોઇ શકીએ ? આપણે ક્યારેય પ્રેમમાં કઈ રીતે પડી શકીએ ? તમે પ્રેમમાં તો જ પડી શકો, જો તમે દરેક બાબતને તાજગી ભરી રીતે સ્વીકારો, ચોક્કસ નિખાલસતા પૂર્વક સ્વીકારો. પરંતુ તમે શું કરો છો ? તમે પ્રેમ કરવા માટે પણ કાં પૈસા અને કારણોનું
વિશ્વેષણ કરવાનું શરૂ કરી દો છો. તમે જયારે વિશ્વેષણ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે તેને ગુમાવી દો છો. તમે જયારે અંતે પ્રેમ કરવાનો નિર્ણય કરો છો ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે.
જુઓ ગુરુ શિષ્યનો સંબંધ ફકત તમારા અહમૂને છોડાવવા માટેનો હોય છે. તમે જયારે એકલાં હો છો, ત્યારે તમારો અહમ્ છોડી શકતાં નથી. ગુરુ તમારા માટે સાધન, ટેકો બની જાય છે, જેથી તમે અહમ્ છોડી શકો. તમે જેટલા તમારી જાતને ગુરુની અંદર વધારે ઓગાળી શકશો, એટલા વધારે તમે ખૂલી શકશો અને તમારા અહમુને છોડી શકશો. તમને ક્યારે ખબર પડે કે તમારો અહમુ ઓગળી રહ્યો છે ? તમે જયારે ચોક્કસ પ્રકારનો એવો આનંદ અનુભવવા માંડો કે જેનો તમે ક્યારેય પહેલાં અનુભવ ન કર્યો હોય ત્યારે.
તમે કોઈપણ કારણ વગર જ આનંદનો અનુભવ કરવાનું શરૂ કરો છો. તમારૂં હોવાપણું જ તમને ખુશ કરે છે. અલબત્ત, ગુરુ સાથે હો છો ત્યારે તમે સતત તમારા અહમુને ઓગાળવાની પ્રક્રિયામાં રહો છો અને એ વખતે એવી ક્ષણો આવે છે કે તમે તમારા વિકાસ માટે ઘણાં ડગલાં આગળ વધ્યા હો છો અને તમને કોઈપણ કારણ વગર અસીમ આનંદનો અનુભવ થાય છે.
બસ, જરા નાના બાળક તરફ જુઓ. તેઓ જીંદગી તરફ ખૂબ જ ઉત્સાહીત હોય છે. તેઓ અતિશય પ્રેમાળ હોય છે. તમને એ વાતની ક્યારેય નવાઈ લાગી છે કે તમે તેમના જેટલાં ઉત્સાહિત કેમ નથી ? તમે એક જમાનામાં તેમનાં જેવાં જ હતા, હતા કે નહીં ? તો પછી આપણે એ ઉત્સાહ અને નિખાલસતા ક્યાં ગુમાવી દીધાં છે ? ચાલો મને કહો. તમને શું લાગે છે, આપણે એ ક્યાં ગુમાવી દીધાં છે ?
(એક વ્યક્તિ સાહસ કરે છે) "અમે મોટા થઈ ગયા છીએ, પુખ્ત બની ગયા છીએ માસ્ટરજી. અમે તેમનાં કરતાં વધારે અનુભવી છીએ…"
વાહ, વાહ ! અન્ત્ભવી ? કેવા અનુભવી ? કંટાળાના ? જુઓ એકદમ સ્પષ્ટતાથી સમજી લો – આપણે બધાં એવું વિચારીએ છીએ કે આપણે બાળકો કરતાં વધારે પુખ્ત છીએ અને તેથી જીદગી પ્રત્યેનો આપણો અભિગમ બરાબર છે અને જ્યારે બાળકોને હજુ તેમાંથી પસાર થવાનું છે તેમજ હજુ પુષ્નતા મેળવવાની છે.
સાચું એ છે કે આપણે વધારે બુધ્ધિશાળી બની ગયાં છીએ, જેથી આપણે હૃદય સાથેનો આપણે સંબંધ ગુમાવી દીધો છે. આપણે પૂરેપુરા મગજથી જ જીવીએ છીએ. આપણી લાગણીઓને પણ આપણું મગજ જ દોરવણી આપે છે. આપણે આપણી મૂળ જાતમાંથી લાગણી અનુભવવાનું બંધ કરી દીધું છે. આપણે આપણો 'સ્વ' સાથેનો સ્પર્શ ગુમાવી દીધો છે.
આપણે જયારે આ દુનિયામાં આવ્યા ત્યારે આપણે ઉજવણી અને સ્વયંસ્ફરણાની સ્થિતિમાં હતા. વરસો થતાં ગયાં તેમ સમાજે આપણને તેમનાં બીબાંમાં ઢાળી દીધા છે અને આપણા મગજને તેને અનુરૂપ તૈયાર કર્યું છે. મગજ આ રીતે મજબૂત બનતું ગયું અને આપણને તેની દોરવણી પ્રમાણે ચલાવવા માંડવું. આપણી સ્વયંસ્કૃરણા ખોવાઈ ગઈ.
હું તમને કહું છું, આપણાં અહમને ઓગાળવાની આ પ્રક્રિયામાં આપણે અંદરના બાળકને શોધી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જયારે નાના હતાં ત્યારે આપણી જાતને ભગવાનની વધારે નજીક અનુભવતાં હતાં. જેવાં આપણે મોટાં અને કહેવાતાં પુખ્ત બની ગયાં, એટલે આપણા સામાજીક મગજે આપણી અંદરના બાળકને દબાવી દીધું છે. ઘણાં લોકો મને પૂછે છે; "માસ્ટરજી તમે અંતિમ સત્ય વિષે વાત કરતી વખતે પણ નાના બાળક જેવા લાગો છો. આવું કઈ રીતે બને છે ?" હવે તમે જ મને કહો, શું હું બાળક જેવો એટલા માટે લાગું છું કે હું મોટો અને પુખ્ત નથી થયો ? ! તમે ફકત તમારા અનુકૂળ રસ્તાઓ પ્રમાણે દરેક બાબતનું વિવેચન કરીને અભિપ્રાયો આપો છો, તમારી પોતાની ફિલોસોફીઓ પ્રમાણે, આજ સમસ્યા છે.
પરંત્ સામાજીક અભિસંધાનમાંથી, કોઈપણ પ્રકારની તાલિમ વગર જ બહાર નીકળવાની આપણામાં ક્ષમતા છે.
તમને કદાચ આ વાત વાહિયાત લાગશે, પરંતુ આ સત્ય છે. આપણાંમાં આવી ક્ષમતા છે જ. આપણાંમાં તરવાની અને ઉડવાની ક્ષમતા છે જ. લોકો ભલે કહેતાં હોય કે આપણે આવું નથી કરી શકતાં. જો તમે તાજાંજ જન્મેલા બાળકને સ્વીમીંગ પુલમાં મકશો તો તે અંદર ખેંચાયા વગર જ તરતું રહેશે.
અહમુ ઘણી બધી રીતે પ્રગટ થાય છે અને આપણે જીવનની દરેક મિનિટ તેની ઈચ્છા પ્રમાણે જ જીવીએ છીએ. હકીકતમાં આપણે બધા જ આપણી રોજીદી જીદગીમાં મહોરાં પહેરીને ફરીએ છીએ. જ્યારે આપણે માતા સાથે કામ પાડતાં હોઈએ ત્યારે અલગ મહોરું વાપરીએ છીએ; જયારે આપણે ખિતા સાથે કામ પાડતાં હોઈએ ત્યારે અલગ મહોરૂં વાપરીએ છીએ; આપણાં બોસ માટે વળી બીજું અલગ મહોરૂં વાપરીએ છીએ. વગેરે જ્યાં સુધી આપણે યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય મહોરૂં વાપરીએ ત્યાં સુધી તો બરાબર છે. તમે જયારે વ્યક્તિ સાથે ખોટા મહોરાનો ઉપયોગ કરો છો ત્યારે તમારો અહમુ અંદર દાખલ થાય છે. તમારે અસરકારક રીતે મહોરાંને બદલીને ખેલનો આનંદ લેવો જોઈએ. પછી જ તમે સાક્ષી બની શકો છો. અને પછી તમે રમતમાં અંગત રીતે સામેલ થતાં નથી.
તમે ત્યારે જ આનંદ માણી શકો. જયારે તમે જાણતાં હો કે તમે મહોરાં સિવાય પણ બીજું કશુંક છો. નહીંતર મહોરૂં તમને નચાવે છે અને તમે જીદગીનું બધું જ લાવણ્ય ગુમાવી દો છો. તમે જયારે જાણી લો છો કે તમે ફકત મહોરાંનો ઉપયોગ જ કરો છો, ત્યારે તમારી ઈચ્છાઓ છટી જાય છે.
આ કંઇક આવું છે : તમે જયારે મોટાં થાવ છો ત્યારે તમે આપોઆપ રમકડાં છોડી દો છો ખરૂં કે નહીં ? પછી તમને રમકડામાં રસ રહેતો નથી; આવી રીતે, તમે જયારે આ મહોરાંઓને બુધ્ધિપૂર્વ જૂઓ છો, ત્યારે તેમના માટે તમને કોઈ ઈચ્છાઓ થતી નથી; તમે ફકત તેનો ઉપયોગ કરો છો અને આગળ વધી જાવ છો.
અહમુ પોતાની જાતે જ ઘણીબધી રીતે પ્રગટ થાય છે - માટે તેના માટે આ બધી સમજણ આપવી જરૂરી છે. આ બધી સમજૂ તમને ખ્યાલ આપશે કે તમારી અંદર તરફની યાત્રામાં ક્યા ક્યા અવરોધો છે અને તમે ક્યાં ઉભા છો.
તમારી અંદર જેટલા ઓછા અવરોધો હશે, એટલા તમે વધારે પ્રવાહિત થઈને વહી શકો છો. જયારે તમારામાં ઓછા અવરોધો હોય છે ત્યારે તમે વધારે નમ્ર અને ફવારા જેવા બનો છો. જ્યારે તમારામાં વધારે અવરોધો હોય છે ત્યારે તમે વધારે ઘનિષ્ઠ હો છો અને તમારી અંદર સોંસરવું નીકળવું ખૂબ જ મુશ્રકેલ હોય છે. તમારો અહમુ દરેક બાબત સામે મજબૂત દિવાલ બનીને ઊભી રહી જાય છે.
દાખલા તરીકે, તમને જયારે કોઈ કશુંક કહે છેત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હોય છે ? તમારી પહેલી પ્રતિકિયા ચોક્કસ પ્રકારનો પ્રતિકાર કરવાની હોય છે, 'ના'. તમે જયારે 'ના' કહો છો, ત્યારે તમારા અહમુને સંતોષ મળે છે. તમને તમારી જાત માટે અંદરથી મજબૂત અને ચોક્કસ છો તેવું લાગે 'હા' કહો છો, ત્યારે તમને તમે પ્રવાહી અને નમ્ર હો તેવું લાગે છે. આવા સમયે તમારા અહમને તે આજ્ઞાંકિત બની ગયો હોય તેમ લાગે છે તેથી તમે 'ના' કહો છો.
આટલા માટે જ જ્યારે, ઘરમાં, સ્કૂલમાં, કામની જગ્યામાં અથવા ગમે ત્યાં તને નિયમોનો ભંગ કરો છો ત્યારે તમને અંદરથી આનંદ થાય છે. હકીકતમાં તમે જ્યારે નિયમોની ખુલ્લી અવજ્ઞા કરો છો, ત્યારે તમને તમારી જાત માટે મહાનતાની લાગણી થાય છે. સ્કુલ-કોલેજના છોકરાં જ્યારે કલાસમાંથી ગાપથી મારે છે ત્યારે તેમને મજા આવે છે. શા માટે ? કારણ કે તેઓ જયારે નિયમોને 'ના' કહે છે ત્યારે તેમના અહયુને બળ મળે છે. તમે જયારે નાના બાળકોને કોઈ યોક્કસ બાબત માટે ના પાડશો ત્યારે તે ફકત તેના વિષે પૂછી લેશે. મોટા લોકો જ એકબીજાના નિયમોની અવજ્ઞા કરવામાં આનંદ માણે છે.
પતિ પત્ની ક્યારેય પહેલાં જ સુચનમાં એકબીજાને ભાગ્યેજ જીતી શકતાં હોય છે ! દાખલા તરીકે આપણા ભક્તોને જ જુઓ. જો પતિ મારી સાથે પહેલાં જોડાશે તો પત્નીની પહેલી પ્રતિક્રિયા મારો વિરોધ કરવાની હશે. કદાચ તે મારા પુસ્તકો છૂપી રીતે વાંચતી હોય અને વખાણ પણ કરતી હોય, તો પણ પોતાના પતિ સામે તે વિરોધ જ કરશે. મારી સાથે લયમાં આવવા માટે તેમનાં પતિઓએ કેટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે અને પછી પત્ની પણ આવશે.
આ અહમૂની રમત છે. 'હા' કહેવાથી તમે ફુદરતી રીતે જ પ્રવાહી સ્થિતિમાં, કોઈપણ અવરોધ વગર વહી શકો છો. આનો મતલબ એ નથી કે તમારે દરેક બાબતને આંખો મીચીને 'હા' પાડી દેવાની છે. ના ! એનો અર્થ એ છે કે. તમે તમારા અહમૂથી પ્રભાવિત થયા વગર તમારી અંતઃસ્કૂરણામાં વિશ્વાસ રાખીને નિર્ણયો લો. બસ આટલું જ. તમે આપોઆપ સાચી બાબતોના લયમાં આવવા માંડશો.
એક વાત સમજી લો કે 'ના' નકારાત્મક પગલું નથી અથવા તે તમારા માટે રક્ષણાત્મક ફરીસ્તો બનશે નહીં બસ, પ્રતિરોધ વગર સ્વીકાર્ય અને ખુલ્લાં બનો એટલૂં પુરતું છે. યસ … ?
"પરંતુ માસ્ટરજી, અત્યાર સુધી હું એવું વિચારતો હતો કે પોતાની જાતને વધારે પડતું મહત્વ આપવું એટલે જ અહમુ પ્રગટ કરવો !"
ના. અહમુ વિવિધ સ્વરૂપે આવે છે - સક્રિય અને છૂપી રીતે, જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરતાં હતાં માટે જ તે એટલું યુક્તિઓવાળું તત્ત્વ છે કે તેને બુધ્ધિથી સરળતાથી પકડી શકાતું નથી.
સક્રિય અહમૂને ઓળખવો સહેલો છે. સક્રિય અહમ્ વાળા લોકો, પોતે ખૂબ જ ઉચ્ચ કક્ષાના હોવાની ભાવનાથી વર્તે છે, તેઓ ખુલ્લામાં પોતાની જાતનું મહત્વ પ્રદર્શિત કરે છે; તેઓ લોકો સામે નમી જતાં નથી; તેઓ તુંડ મિજાજી હોય છે. આવા અહમુ સાથે ગુરુને કામ પાડવાનું હકીકતમાં સહેલું પડે છે, તેને માત્ર તેના પર થોડા ફટકા મારવા પડે છે અને તે તૂટી જાય છે !
એક નાની વાર્તા :
એક માણસે જુગારમાં પોતાની બધી જ મિલકત ગુમાવી દીધી અને તે મુફલિસ બની ગયો.
એક દિવસ તે રોડ પર હલકા પ્રકારની હોટલમાં ગયો અને નાસ્તા માટે ટેબલ પર બેઠો.
વેઈટર ઓર્ડર લેવા આવ્યો.
માણસને નવાઈ લગી. વેઈટર તેનો જૂનો મિત્ર હતો કે જે પહેલાં તેના જેટલો જ પૈસાદાર હતો.
તેણે તેની સામે જોયું અને કહ્યું; "તું આવી હોટલમાં કામ કરે છે ?!"
પેલાએ જવાબ આપ્યો; "હું અહીં ફકત વેઈટર છું. અહીં જમતો નથી."
સક્રિય અહમૂને ઓળખવો ખૂબ જ સહેલો છે. સફ્રિય અહમુવાળી વ્યક્તિ, તેના અહમુનું રક્ષણ કરનાર પૈસા, મિલ્કત વગેરે બધું જ જતું રહે તો પણ પોતાના અહમુને ત્યાગી શકતો નથી. સક્રિય અહમુને કાપકૂપ કરીને સરળતાથી તોડી પાડી શકાય છે .
પરંતુ છૂપાયેલો અહમ્, ખૂબજ રહસ્યમય અને ચાલાક હોય છે. જે લોકોમાં આ પ્રકારનો અહમ્ હોય છે, તે લોકો ખૂબજ વિનયી દેખાય છે, તેમનામાં લોકોનો સામનો કરવાની હિંમત હોતી નથી. માન મેળવવાથી શરમાતા હોય છે, વગેરે. આ પ્રકારના અહમુની સૌથી ખરાબ બાબત એ છે કે તે લોકો એવું વિચારે છે કે તેઓ જિલકુલ અભિમાની નથી. સત્ય હકીકત એ છે કે તેઓ જ બીજાં બધાં કરતાં સૌથી વધુ અભિમાની, અહમુવાદી હોય છે ! તેઓ પોતના અહમુનું ખબજ કાળજીપૂર્વ રક્ષણ કરે છે અને એટલેજ આવી બધી વિનયી બાબતો હંમેશા કરતાં રહે છે.
જયારે તમે ગહન સમજણ અને જાગૃતતામાં હો છો, ત્યારે તમે ફકત તમારા અહમુના સાક્ષી જ હો છો, અને આ સ્થિતિમાં, તમે આપોઆપ વિનયી પણ નથી હોતાં કે અભિમાની પણ નથી હોતાં: તમે માન માગતાં પણ નથી કે તેનાથી શરમાતા પણ નથી. અને તમે આ બન્ને બાબતો વિષે ક્યારેય વિચારતાં પણ નથી: તમે બસ 'હો' છો. બસ આટલું જ. જ્યારે કોઈ તમારી વાતને મંજૂર રાખીને તમને માન આપે છે ત્યારે તમે બસ અસ્તિત્વ સાથે રણકતાં હો છો અને તમે તેને ત્યાં જ છોડી દો છો. બસ આટલું જ. અને તમારે કોઈ સરખામણી કે દાવાની જરૂર પડતી નથી.
માટે ખબ જ સ્પષ્ટ બની જાવ: ઘણીવાર લોકો એવું વિચારે છે કે સફ્રિય અહમ જ એક અહમ હોય છે. ના. છપો અહમુ પણ હોય છે, જેની આપણે હમણાં જ ચર્ચા કરી અને આ અહમુ સાથે કામ પાડવું અતિ મુશ્કેલ હોય છે.
સક્રિય અહમવાળા લોકો સકી અને સખત ડાળી જેવાં હોય છે. તેને સરળતાથી ભાંગી શકાય છે. જયારે છવા અહમુવાળા લોકો તાજી અને લીલી ડાળી જેવાં હોય છે. જેટલા વખત તેના પર ફટકો મારવામાં આવે છે તેટલો વખત તે વળી જાય છે, પરંતુ તૂટતાં નથી. તેમનો અહમુ એટલી સારી રીતે રક્ષાયેલો હોય છે કે, તેની સાથે કામ પાડવું મુશ્કેલ બની જાય છે. હકીકતમાં આવા લોકો તેમના અહમુનું રક્ષણ કરવા માટે, સખત મહેનત કરતાં હોય છે, પરંતુ મધુર અને છૂપે રસ્તે. છૂપો અહમુ સક્રિય અહમ્ કરતાં વધારે જોખમી છે.
દાખલા તરીકે, તમે અત્યારે કલાસમાં મારી સાથે છો. તમારા મનમાં ઘણાં બ્રશ્નો પેદા થતાં હશે. પરંતુ તમે નિખાલસતાથી બધા જ પ્રશ્નો પૂછી લો છો ? ના. તમે તેને કુશળતા પૂર્વક તમારી અંદર દબાવી દો છો. તમે તેને કુશળતા પૂર્વક એટલા માટે દબાવી દો છો કે, તમને ભય લાગે છે કે પ્રશ્નો પૂછવાથી તમે મૂર્ખ દેખાશો. તમે મૂર્ખ દેખાવા નથી માંગતા અને એટલે પ્રશ્નો પૂછતાં નથી. તમે તમારા અહમુને ઢાલ બનીને રક્ષણ આપો છો. હા. જો મારી હાજરીમાં તમારા પ્રશ્નો ઓગળી જતાં હોય તો, તે અલગ વાત છે. પરંતુ અત્યારે એ બાબત અહીં નથી.
તમે તમારા તરફની બીજાની પ્રતિક્રિયાઓ અને અભિપ્રાયોની ખૂબ જ ચિંતા કરો છો. કારણ કે તમે જેને આટલા વરસોથી પાળી પોષીને મોટો કર્યો છે એવા તમારા અહમને સહેજપણ ગોબો પડે તે તમે સહન કરી શકતાં નથી. આ અહમુ તમારા માટે સ્થિર રહેવાનો ખીલો છે. જો તે આંચકાથી હલી જાય તો, તમે આધારહીન બની જશો એવું તમને લાગે છે. તેથી તમે વિનયી બની રહેવાના બહાના નીચે, શાંત રહો છો. તમે ગુરુની હાજરીમાં તમારા અહમુને ખુલ્લો કરવાની એક વધારે તક ગુમાવી દો છો. તમે ખીલવા તરફનું એક વધારે ડગલું ભરવાનું ચૂકી જાવ છો.
હું તમને એક વાત કહું છું : અંતે તો બધા જ પ્રશ્નો મૂર્ખતા ભર્યા જ હોય છે. એવું ના વિચારો કે અમુક પ્રશ્નો બીજા પ્રશ્નો કરતાં ડહાપણ ભર્યાં હોય છે. જ્યારે ગહન સમજણ આવી જાય છે. પ્રશ્નો આપોઆપ ઓગળી જાય છે. આજ સાચું ડહાપણ છે. ગમે તેમ પણ આપણે આપણા અહમ્ને રક્ષવા માટે ખૂબ સાવધાની પૂર્વક રમત રમીએ છીએ.
આ એક બીજો વધારાનો ખેલ છે જેમાં આપણે સામાજીક અહમુને નામે પોષણ પુરું પાડીએ છીએ.
આ સામાજીક અહમ્ શું છે ?
તમને એવું લાગે છે કે તમારી જીંદગી તમારા માટે ખૂબ જ ખાનગી છે અને બીજા કોઈએ તેની અંદરનું કશું જાણવું જોઈએ નહીં.
દાખલા તરીકે, લોકો મારી પાસે તેમના બાળકોની વિલક્ષણ રીતભાતો વિષે ચર્ચા કરવા આવે છે. પરતુ જયારે આજુબાજુ બીજા લોકો હાજર હોય છે ત્યારે એલોકો અનુકળતા અનુભવતાં નથી. બીજા લોકો આ બધી બાબતો જાણી જાય તે તમને ગમતું નથી કારણ કે તમે સમાજની નજરમાં તમારા વિષે અને તમારા કુટુંબના સભ્યો વિષે સમાજમાં એક ચોક્કસ પ્રકારની 'છાપ' ઉભી કરી હોય છે, લોકોને તમારી કૌટુંબિક જાણકારી મળી જાય તો તમને એવું લાગે
છે કે એ લોકો સામે તમારી આખી જાત ખૂલ્લી થઈ ગઈ છે. તમને ડર લાગે છે કે તમે ઉભી કરેલી આખી છાપ તૂટીને ઢગલો થઇ જશે. અને પછી સમાજને બતાવવા જેવું તમારી પાસે કર્શું જ રહેશે નહીં, આ સામાજિક અહયુ છે.
આ છબી તમે ખૂબજ દુ:ખો સહન કરીને ઉપસાવી હોય છે, જે છબી તમારા માટે અને સમાજ માટે તમારી ઓળખ બની ગઈ હોય છે અને તેને આધારે જ તમે ઓળખાતાં હો છો. બીજાઓ કરતાં તમારા માટે એ મહત્વની ઓળખ બની ગઈ હોય છે ! જો તમે તમારી જાતને અને તમારા ફૂટુંબને તમે જેવાં છો તેવાં જ બતાવો તો તે તમારા માટે ઘણં આરામદાયક બની જાય છે. કારણ કે પછી તમારે કશું ઢાંકીને છપાવવા પણું રહેતું જ નથી.
અલબત્તે. તમે કદાચ કહેશો: "માસ્ટરજી. અમે આ બધી બાબતોને એટલા માટે છપાવીને રાખીએ છીએ કે લોકો તેના વિષે ગુસપુસ ચાલુ ના કરી દે." હું તમને કહું છું : બીજા કોઈ પણ કોઈના વિષે વાત કરવા માટે યોગ્ય જ નથી. જો તેઓ વાતો કરે છે, તો તેઓ મર્ખા છે. જો તમે આટલું યાદ રાખો તો તમે તેમને અને તેમની વાતોને જે શક્તિ પૂરી પાડો છો તે આપોઆપ અદેશ્વ થઈ જશે. તમે જ તેમને તમારા પર અસર પેદા કરવાનું બળ આપો છો, ખરૂં કે નહીં ? હવે તે પાવર અદેશ્ય થઈ જશે.
બસ, નિર્ણય કરી લો અને ખુલ્લી કિતાબની જેમ જીવો, બસ આટલું જ. તમારી હિંમત અને તમારા શરીરની ભાષા જોઈને જ લોકો આપોઆપ સમજી જશે કે તમારી ખોદણી કરવી નકામી છે ! હું તમને કહ્યું : સામાજીક અહમુને છોડી દેવો અને કોઈપણ જાતનું ખાનગીપણું છોડી દેવું તે, મહાન મુક્તિ છે.
સામાજીક અહમુને કારણે આપણે હંમેશા સભાનપણે રહેવું પડે છે. આપણે જાત પ્રત્યે વધારે પડતાં સભાન એટલા માટે રહીએ છીએ કે લોકો હંમેશા આપણા તરફ જ જુએ છે અને આપણી જ વાત કરે છે. ખૂબ જ સ્પષ્ટ બની જાવ. તમે જયારે જાત પત્યે વધારે સભાન હો છો ત્યારે તમે ખૂબ જ અભિમાની હો છો. તમે એવું જ વિચારો છો કે તમે મહાન હસ્તી છો અને દરેક વખતે બધાંની આંખો તમારા પર જ હોય છે. આટલા માટે જ તમે તમારા પ્રત્યે સભાન બની જાવ છો.
જો તમે એવું વિચારી લો કે, તમે 'કશું જ નથી' તો તમે આટલાં બધાં જાત પત્વે સભાન રહેશો ? ફકત તમે એવું વિચારો છો કે 'હું કંઈક છૂં', એટલે જ તમે સભાન હો છો. અને સૌથી ઉપરની વાત, તમે એવું વિચારો છો કે સભાન રહીને તમે માનવતા પ્રદર્શિત કરો છો. આ એવી કંઇક બાબત છે જેના વિષે તમે જાણતાં પણ નથી. અને આ રીતે તમે સહન કરો છો. બસ તમે સતત એવું વિચારતા રહો છો કે તમે નમ્ર અને વિનયી બની રહ્યા છો અને એવાં જ બનવાનું સતત ચાલુ રાખો છો.
તમે જયારે જાત પ્રત્યે સભાન હો છો ત્યારે તમે જીવતાં જીવતાં જીવતાં નથી. આ તમારી સુંદરતા અને લાવણ્યની આડે આડશ ઉભી કરવા જેવું છે. આના કારણે તમારી સુંદરતા પૂરેપૂરી મુક્ત રીતે બહાર આવી શકતી નથી. કુદરત અને પ્રાણીઓ સામે જુઓ. તેઓ કેવાં સુંદર રીતે અને મુક્ત રીતે વહેતાં હોય છે. આવું કેમ છે ? કારણ કે તેઓ તેમની જાત પ્રત્યે સભાન નથી. તેઓ બસ અસ્તિત્વ સાથે રહીને જ સુખી છે. જે ક્ષણે તમે એવું વિચારવાનું શરૂ કરો છો કે લોકો તમારૂં નિરીક્ષણ કરી રહ્યાં છે. તરત જ અહમું પ્રવેશ કરે છે અને તમે તમારૂં કુદરતી હોવા પણું ગુમાવી દો છો.
મોટી ઉંમરના માણસો જેટલાં બાળકો પોતાની જાત પ્રત્યે સભાન હોતાં નથી, જો તમે તેમને રમતાં જોશો તો, તમે જોઈ શકશો કે, તેમની દરેક બાબતમાં અતિશય સુંદરતા અને નિખાલસતા હશે. તમે જ્યારે તમારા અથવા બીજાના ફોટા પાડો છો ત્યારે પણ તમો જોશો તો ખ્યાલ આવશે કે સભાનતા વગર જ લીધેલા ફોટા, કેમેરા સામે પોઝ આપવાનું કહીને લીધેલાં ફોટા કરતાં વધારે સારા આવતાં હોય છે.
જે ક્ષણે તમને પોઝ આપવાનું કહેવામાં આવે છે તમે તરત જ સભાન થઈ જ્રવ છો, તમારા અહમુને ૩૨ લાગે છે કે લોકો કંઇક કહેશે અને તેનામાં ગોબો પડી જશે તો. સભાન અહમુ દરેક વખતે દરેક બાબતમાં કાર્ય અને કારણનું ગણિત ગણતો રહે છે. તે દરેક વખતે બીજાની નજરોનું વજન કરતો રહે છે અને પોતાની મુક્તિ ગુમાવતો રહે છે.
આપણાં મેડિટેશનના વર્ગોમાં પણ, તમે જો, હું મેડિટેશન શરૂ કરતાં પહેલાં તમને કપડાંની પટ્ટીથી તમારી આંખો બંધ કરી દેવાનું કહું છું, પરંતુ તમે સૌથી પહેલાં શું કરો છો ? તમે પહેલાં જોવાનું ચાલુ કરો છો કે બીજા લોકોએ પોતાની આંખો બરાબર બાંધી છે કે નહીં ! તમે મેડિટેશન હોલમાં પણ જાત પ્રત્યે અતિશય સભાન હો છો. તમારામાં અમુક બરાબર મેટિડેશન કરતાં નથી. કારણ કે તમે મારી અને સ્વયંસેવકોની આંખો ખૂલ્લી છે તે પ્રત્યે સભાન હો છો ! તમે અચકાંતા જ મેડિટેશન કરો છો અને મેડિટેશન કેમ્પમાં આવવાનો મૂળ હેતુ ગુમાવી દો છો.
તમે જયારે ગણતરીઓ કરવાનું બંધ કરીને ખુલ્લા થવાનું શરૂ કરો છો, ત્યારે તમે હંમેશા વિસ્મય અને તાજગીથી ભરાઈ ગયેલા રહો છો. જીંદગી તમારા માટે ક્યારેય ફિક્કી અને અવરોધરૂપ બનતી નથી.
અને એક વધારે વાત : નિખાલસ વ્યક્તિ ક્યારેય કોઈને કર્શું નુકસાન કરતી નથી. કારણ કે નુકસાન પહોંચાડવા માટે તમારે ગણતરી કરવાની જરૂર પડે છે. કદાચ જો તે અજાણતાં જ નુક્સાન કરી બેસે છે, તો લોકોને ખોટું નહી લાગે કારણ કે તેમને ખબર હોય છે કે આ વ્યક્તિએ જાણી જોઈને આવું નથી કર્યું. નિખાલસ વ્યક્તિની શરીરની ભાષા જ આ કહી દે છે અને તેની ૫૩ખે ઉભી રહે છે.
બરાબર છે… હવે… આપણે અહમના એક મહત્વના સ્વરૂપ તરફ આગળ વધીએ છીએ. એવો અહમુ જે જ્ઞાનમાંથી આવે છે.
તમે જેમ જેમ મોટા થતાં જાવ છો, તેમ તેમ લોકો સાથેની વાતચીતમાંથી તેમના વિષેના અભિપ્રાયો અને શાસ્ત્રોમાંથી માહિતીઓ એકઠી કરતાં જાવ છો. આ બન્ને ભેગા મળવાથી તમારૂં જ્ઞાન બને છે. તમારો આખો માનસિક અભિગમ બને છે. તમે જે કંઈપણ જુઓ છો, તમે આ માનસ નકશાની દરષ્ટિએ જ જુઓ છો.
તમે જે કંઈ જુઓ છો એ તદ્દન તમારા મનમાં પહેલેથી રહેલા દરષ્ટિકોણ પ્રમાણે જ બની જાય છે. તમે જીવતી લાશ જેવા બની જાવ છો ! તમારામાં વિકસવાની કોઈ જ તક રહેતી નથી. તમે કાયમ એક ચોક્કસ રંગના ચશ્માથી જ જુઓ છો. એ રંગ, જે 'તમે' જ કાચ પર ચડાવેલો છે ! તમે કલ્પના પણ નથી કરી શકતા કે આ વિસ્મયથી ભરેલી દ્દુનિયામાં તમે આ રંગને લીધે કેટલું બધું ચૂકી જાવ છો.
એક નાની વાર્તા :
એક માણસ તેના મિત્રને કહી રહ્યો હતો: "તને ખબર છે. મેં મને જ મર્ખ બનાવ્યો છે."
મિત્રો પૂછૂયું; "શા માટે, શું થયું ?
માણસે કહ્યું: "મેં મારાઘરની દસ બારીઓ બદલી નાંખી અને પછી મને ખબર પડી કે મારા ઘરની બારીઓના કાચમાં તિરાડો છે."!
જો આપણે એક ક્ષણ માટે પણ આપણી અંદર નજર કરીએ, તો આપણે સમજી શકીએ કે આપણે જે જોઈએ છીએ એમાં આપણે એક જ નજરથી જોઈ શકીએ છીએ. પરંતુ ગમે તેમ પણ આપણે અંદર નજર કરતાં નથી. આપણને એવું લાગે છે કે આપણે બધું જ જાણીએ છીએ, અહીં જ સમસ્યા શરૂ થાય છે. મૃત જ્ઞાન આપણને ક્યાંય પણ સામેલ થવા દેતું નથી.
આમાં સૌથી જોખમી બાબત એ છે કે, તમને એવું લાગે છે કે તમે તમારા જ્ઞાનથી ખૂબ જ મજબૂત બની ગયા છો. તમને લાગે છે કે તમારી જ્ઞાનની નીતિમત્તાને કારણે તમારૂં ચરિત્ર મજબૂત બની ગયું છે. તમારી આ થોડીક જાણકારી તમારી જાત પરના બોજા સિવાય કશું જ નથી.
તમારી જાત તો નદી જેવી છે અને તમે તેને તમારા કહેવાતા જ્ઞાનથી સ્થગિત કરી દીધી છે. સાયું જ્ઞાન એ છે કે જેનાથી તમે જાણી શકો કે રસ્તામાં જે કાંઇ જ્ઞાન આવે તેને છોડતાં જવું અને નાના બાળકની જેમ જીવવું, નિખાલસતા અને સ્વયં સ્ફરણાથી વહેતા રહેવું, તમારે અહમુમાંથી સ્વયંસ્ફરણા તરફ આગળ વધવાની જરૂર છે.
આપણે બધાં આપણી જીંદગીમાં જે કંઈ જોઈએ છીએ, તેને વિભાજીત કરવા અને તેને લેબલ મારવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. દરેક પ્રસંગે બસ આપણે જીંદગીની નિખાલસતા ઝૂંટવી લઈએ છીએ. આપણે, લોકોને, જગ્યાઓને, સંજોગોને, આપણા રસ્તામાં આવતી દરેક બાબતોને વિભાજીત કરી દઈએ છીએ.
એક નાની વાર્તા :
એક માણસ એક દિવસ સિનેમાઘરમાં ફિલ્મ જોવા ગયો.
એક વિખ્યાત આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોની શબ્દ રચનાથી ફિલ્મની શરૂઆત થઈ. જેણે આ ફિલ્મ બનાવી હતી.
માણસે પોતાની જાતને કહ્યું; ''અરે ! આ ફિલ્મ તો મેં પહેલાં જોઈ છે ?'' આમ કહીને તે ઉભા થઈને સિનેમાઘરની બહાર નીકળી ગયો.
આ સ્ટરિયોની દરેક ફિલ્મ તેના ચોક્કસ શબ્દાંકનો સાથે જ શરૂ થાય છે અને માણસ શબ્દ રચના જોઈને એવા નિર્ણય પર આવી ગયો કે તેણે પહેલાં આ ફિલ્મ જોઈ લીધી છે ! બસ સાચી ફિલ્મ તે ચૂકી ગયો. બસ આટલું જ.
આપણે બધાં આવા જ છીએ; ખાસ કરીને પુખ્તવયના લોકો. બાળકો આવાં નથી હોતાં. તેઓ દરેક બાબતને તાજગી સાથે જૂએ છે. તેઓ જીવનથી અતિશય ભરપૂર હોય છે; તે આપણી જેમ મૂત નથી હોતાં.
"માસ્ટરજી અમે ક્યારે જાણી શકીએ કે અમારો અહંમ વધારે નથી ?" (Part 2)
તમે જયારે દરિયા કિનારે બીચ પર જાવ ત્યારે બાળકોનું અવલોકન કરજો, તેઓ કેટલાં ઉત્સાહીત અને ઉત્તેજીત હોય છે. આવી જ રીતે તમે જ્યારે ત્યાં જાવ છો ત્યારે, તમને એવું લાગે છે કે આ બીચને તો તમે પહેલેથી જ જાણો છો. ફુદરતી બેજોડ સુંદરતા અને તાજગી પણ તમારા તમે રંગેલા કાચમાંથી પસાર થઈને જ તમારી પાસે આવે છે. તમે પહેરેલા ચશ્રમા તમે છોડવા તૈયાર નથી. બસ, દરિયાકિનારો પણ તમારા જ્ઞાનને બળ પુરું પાડનારી જગ્યા બની જાય છે. હું તમને કહું છું જો તમને એવું લાગતું હોય કે તમને જીંદગીમાં મજ્ઞ નથી આવતી, તો તેનું કારણ તમારું મન છે, તમારો મજબૂત અહમુ છે; એટલા માટે નહીં કે જીંદગી ખૂબસુરત નથી.
એક નાની વાર્તા :
એક માણસ રજાઓ ગાળવા માટે સ્વીટૂઝરલેન્ડ ગયો અને એક મહીના પછી પાછો આવ્યો.
એક સાંજે તે તેના મિત્રને મળ્યો અને બન્ને જણાંએ બહાર જમવા જવાનું નક્કી કર્યું.
મિત્રે તેને પૂછૂયું; ''તેં તો સ્વીટૂઝર્લેન્ડના કુદરતી દ્રશ્યોનો આનંદ માણ્યો ને ?''
માણસે જવાબ આપ્યો; "હા. માણી શકત. પરંતુ પહાડના શિખરો આડાં આવતાં હતાં."
આપણે અતિશય લાગણી વિહીન છીએ; આપણે ફુદરતથી ખૂબ જ દૂર જતાં રહ્યાં છીએ, આપણી આજુબાજુ પુષ્કળ સૌંદર્ય વિખરાયેલું પડેલું છે. પરંતુ આપણે તેનો આનંદ ઉઠાવી શકતાં નથી, અને ફરીયાદો કરીએ છીએ કે અહીં આનંદ માણવા જેવું કશું જ નથી.
આનંદ માણવાની ક્ષમતા તમારી અંદર જ છે. તેને માટે બહારની કોઈ બાબતોને દોષ ના આપો. બાળક તરીકે તમે તમારી આસપાસની બાબતોનો આનંદ ઉઠાવેલો જ છે. પછી શું બની ગયું ? તમે ગંભીર બની ગયા અને આનંદ માણવાનું ભૂલી ગયા. તમે તમારા કહેવાતા જ્ઞાનથી ફિક્કાં બની ગયા છો.
મેં પહેલાં કહ્યું તેમ, લોકો મને ઘણી વાર પૂછે છે; "માસ્ટરજી, તમારી પાસે આટલું બધું જ્ઞાન હોવા છતાં તમે બાળક જેવાં કેમ લાગો છો ? દરેક વખતે તમે જોક્સ કહો છો, તમે નિખાલસતાથી હસો છો અને અમે તમને આશ્ચર્યથી જોઈ રહીએ છીએ ! તમે જયારે જોક કહેવાનું શરૂ કરો છો, ત્યારે અમે તેને પહેલાં સાંભળી હોવાથી હસતાં નથી, પરંતુ તમે તમને કોઈએ એ જોક પહેલી વખત કહી રહ્યું હોય તેમ તેનો ભરપૂર આનંદ માણો છો!"
તમે સમજો. હં જ્યારે તમને કહું છે કે તમે તમારી નિખાલસતા અને આનંદ માણવાની ક્ષમતા ગુમાવી દીધી છે. ત્યારે હકીકતમાં મારો કહેવાનો મતલબ આ જ હોય છે. તમે તમારા જ્ઞાનથી, હું બધું જ જાણું છું એવો અભિગમ અપનાવી લીધો છે .
હવે જયારે મેં તમને આ કહ્યું છે, ત્યારે હું તમને એક વાર્તા ફરી વખત કહું છું. જે હું મારી વાતો દરમ્યાન ઘણીવાર કહું છું જેમાં મને અત્યારે પણ હસવું આવે છે !
તામિલનાડુના એક ગામમાં, મંદિરના વાર્ષિક ઉત્સવ માટે ખુલ્લામાં એક હંગામી મંચ-સ્ટેજ ઉભુ કરવામાં આવ્યું હતું, જેના પર પ્રખ્યાત નાટક કંપનીઓ તેમનાં નાટકો ભજવતી હોય છે, ખાસ કરીને મહાન હિંદુ મહાકાવ્યો જેવાં કે રામાયણ અને મહાભારતમાંથી દેશ્યો ભજવાતાં હોય છે.
હું તે નાટકો જોવા કાયમ જતો.
આવા જ એક પ્રસંગે, એ લોકો મહાભારતમાંથી એક દેશ્વ ભજવતાં હતાં, જેમાં દુ:શાસન વ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાની કોશિશ કરે છે અને છેલ્લે ભગવાન ક્રિષ્ણ દ્રૌપદીને બચાવી લે છે.
દ્રૌપદીનું પાત્ર, એક પુરુષ સાડી પહેરીને ભજવતો હતો.
તેમની યોજના પ્રમાણે તેણે સાત સાડીઓ પહેરવાની હતી, એક ઉપર એક અને દુ:શાસન ગણતાં ગણતાં એક પછી એક સાડી ખેંચવાનો હતો.
જ્યારે સાતમી સાડી ખેંચાવા લાગે ત્યારે દ્રોપદીએ ભગવાન ક્રિષ્ણને મદદ માટે બૂમો પાડવાની હતી અને ક્રિષ્ડાએ હાજર થવાનું હતું.
ગમે તે રીતે, પુરુષ બનતો વ્રૌપદી જયારે તૈયાર થતો હતો, ત્યારે સાતમી સાડી પહેરવાનું ભુલી ગયો અને તેણે છ જ સાડીઓ પહેરી.
સ્ટેજ ઉપર દુઃશાસને સાડીઓ ખેંચવાનું શરૂ કર્યું. અને જયારે છઠ્ઠી સાડી ખેંચવા માંડી ત્યારે એકાએક દ્રૌપદીને હકીકતમાં પોતાની ભૂલનું ભાન થયું !
તેણે દુઃશાસનને ચીસો પાડીને કહેવા માંડ્યું, ''એય છોડી દે, એય છોડી દે.''
દુઃશાસને વિચાર્યું કે વ્રૌપદી પોતાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવી રહી છે અને તેણે સાડી ખેંચવાનું ચાલુ રાખ્યું! અને છઠ્ઠી સાડી ખેંચી લીધી !
છેલ્લે, વ્રૌપદી સ્ટેજ પર ફકત અર્ધી ચડી અને બ્લાઉઝ પહેરીને સ્ત્રીના મેકઅપમાં ઉભી હતી ! પરંતુ તે કલાકાર ખૂબ જ હોશિયાર હતો, તેણે બૂમ પાડીને કહ્યું; "હે ભગવાન ક્રિષ્ણ, તમે કેટલા મહાન છો, તમે મારી લાજ રાખવા માટે મારી જાતિ જ બદલી નાંખી !"
(માસ્ટરજી વાર્તા પૂરી કરતાં સુધીમાં તો ખડખડાટ હસી પડે છે)
માટે સમજી લો : જ્ઞાન બરાબર છે પરંતુ તેને તમારી જાતને ભૌતિક રીતે દઢ બનાવવા માટે ના વાપરો. તમારો મુળભૂત સ્વભાવ નદીની જેમ વહેવાનો છે. નિખાલસતા જ તમારો સ્વભાવ છે. તમે તમારા કહેવાતા જ્ઞાનને લીધે તેનાથી દર જતાં રહ્યાં છો. જો તમે નિખાલસતાથી જીવો તો તમારા માટે આખી નવી દુનિયા ખલી જાય છે.
બસ દરેક ક્ષણનો ખુલ્લાપણાં સાથે સામનો કરો. અગાઉથી કોઈ ખ્યાલો બાંધી ન રાખો. જો તમે આ રીતે જીવશો તો, તમને કોઈ ભૌતિક બનાવી નહીં શકે. તમે જોઇ શકશો કે તમારી રોજીદી જીદગી જે તમે આજ સુધી જીવતાં હતા તે ખૂબ જ તાજી અને આનંદ માણવા જેવી બની ગઈ છે.
જ્યારે આ તમારો અભિગમ બની જાય છે, ત્યારે દરેક વ્યક્તિને તમારામાં ખુલ્લાપણું દેખાવાની પૂરેપૂરી શક્યતા હોય છે અને તે તમારી સામે ખૂબ જ આનંદદાયક રીતે ખુલી જાય છે. પછી તે એક હકારાત્મક વર્તુળ બની જય છે જેમાં તમે દરેક ક્ષણે તાજગીથી તાજગી તરફ આગળ વધતાં રહો છો. પછી ત્યાં દરેક જગ્યાએ તાજગી જ હોય છે; કશું વાસી હોતું જ નથી !
તમે જયારે અહમુ સાથે જીવો છો, ત્યારે તમને અમુક વિવિધ સાધન સામગ્રીની જરૂર પડે છે, અમુક આધારની જરૂર પડે છે, તમારી આજુબાજુ અમુક લોકોની હંમેશા જરૂર પડે છે. આ આધાર તમને તમારી ઓળખ આપે છે, આના વગર તમે કશું જ નથી. એક રાજા ત્યારે જ રાજા કહેવાય, જયારે તેની પાસે રાજ્ય હોય. બીજી બાજુ, એક 'પરમહંસ' એવો માણસ છે, તેને કશાની જરૂર પડતી નથી અને એ જયારે પગ લાંબા કરે છે ત્યારે ઊંધી જાય છે અને હાથ લાંબા કરીને ખાઈ લે છે ! તે બસ અસ્તિત્વના પ્રવાહને અનુસરે છે. તેણે આત્માને ઓળખી હોય છે અને તે પોતાની અંદર જ રાજા હોય છે. તેને રાજયની જરૂર પડતી નથી !
પરંતુ તમે જ્યારે 'પરમહંસ' બની જાવ છો ત્યારે તમારી આજુબાજુ આપોઆપ સામ્રાજય ઉભું થઇ જાય છે, પરંતુ તે તમને સ્પર્શી શકતું નથી કે નથી તમને દુષિત કરી શકતું. માત્ર નબળાં લોકો જ પોતાના માટે સામ્રાજય ઉભું કરે છે અને તેમાંથી તેમનો આધાર અને શક્તિ મેળવે છે. માત્ર નબળા લોકોને ટેકા માટે 'મોભા'ની જરૂર પડે છે. તેમને ટેકા માટે અહમની જરૂર પડે છે. 'પરમહંસ' માટે તેમની 'સ્થિતિ' જ તેમના માટે બધું જ કરે છે; તે મોભાથી અને તેની આસપાસની બાબતોથી અસ્પૃશ્ય હોય છે.
તમે જીદગી માટે વિવિધ સામગ્રીઓ માટે શોધ કરો છો. કારણ કે તેના વગર તમને જીદગી ખૂબ જ ખાલી ખાલી લાગે છે. ભૌતિક લાગે છે. તમને આવું લાગે છે, કારણ કે તમે હંમેશા ચમત્કારોની શોધમાં હો છો. દરેક ક્ષણે તમારી નજર સામે જ અસ્તિત્વના મહાન ચમત્કારો બનતાં રહે છે, પરંતુ તમે પહેલેથી જ એટલાં બધાં તમારા અહમુથી ભરાયેલાં હો છો કે તમે અસ્તિત્વના મહાન ચમત્કારોને ચૂકી જાવ છો !
તમારૂં શરીર જ એક ચમત્કાર છે. અત્યાર સુધીમાં શોધાયેલા કોઈપણ સુપર કોમ્પ્યુટર કરતાં પણ તે મહાન છે. અબજો કોષો અને એક બીજા સાથે સંકળાયેલી હજારો પ્રક્રિયાઓ તમારા શરીરમાં બન્યાં કરે છે. તે પૃથ્વી પરનો સૌથી મહાન ચમત્કાર છે. જો તમે મનને કેવી રીતે છોડી દેવું અને અસ્તિત્વ સાથે લયમાં રહીને કેવી રીતે જીવવું તે જાણી લો, તો તમે સમજી શકો છો કે તમે ચમત્કારોને નામે જેને શોધી રહ્યાં છો તે અસ્તિત્વમાં બની રહેલી એકધારી સંક્રમિક ઘટનાએ સિવાય કર્શું જ નથી. તમારો અહમુ આ બધી બાબતોને સામાન્ય બનાવી દે છે. બસ આટલું જ. તમારૂં જ્ઞાન હંમેશા વિભાજન કરીને વિશ્લેષણ કરતું રહે છે અને દરેક બાબતને તાર્કિક અને ભૌતિક બનાવી દે છે.
યસ ... ?
"માસ્ટરજી, અમે આ બધું જાણતાં હોવા છતાં અમે બધું અમારા પર શા માટે લઇએ છીએ ?"'
યસ…. આ ખુબ જ સુંદર પ્રશ્ન છે ! જયારે આપણી પાસે આનંદથી જીવવાનો વિકલ્પ છે. ત્યારે આપણે દ્દુ:ખો શા માટે પસંદ કરીએ છીએ ? !
તમે સમજો, તમે તમારી જાતને જાણતાં નથી, તમારો જે મૃળભૃત 'સ્વ' છે, એજ તમારી ખરી ઓળખ છે. સમયાંતરે તમે બહારની દનિયા સાથે સંબંધિત થતાં જાવ છો અને તમારી જાત માટે એક બનાવટી ઓળખ ઉભી કરો છો. આ બનાવટી ઓળખ સાથે તમે બહારની દુનિયા સાથે સંબંધિત રહી શકો છો. આ બનાવટી ઓળખ તમારો અહયુ છે. એ પુરેપરો બીજા લોકોએ તમારા પર લગાવેલાં લેબલોથી બનેલો છે. તમે જાણતાં જ નથી કે તમે હકીકતમાં કોણ દર્શો .
ધારો કે હં તમને પૂછું કે તમે કોણ છો ? તમે શું કહેશો ? તમે કહેશો; "હું ફલાણાનો પિતા છું." અથવા "હું ફલાણાની બહેન છું." અથવા "હું ડોક્ટર છું." વગેરે. પરંતુ આ બધું શું છે ? આ બધાં ફકત તમારા સંબંધો અને ધંધા છે. તમે તમારા પિતાના પુત્રી છો. તમારા પતિના પત્ની છો. તમારા બાળકની માતા છો અને બીજું ઘણું બધું. તમે આ બધું તમારી આસપાસના લોકો માટે છો. તો પછી તમે તમારી જાત માટે શું છો ?
તમે અત્યારે માત્ર સંબંધોમાં અને ધંધામાં જ હયાત છો. તમારો અહમુ આ બધાંમાંથી બંધાયો છે. તમારી ઓળખ ફકત આ બધાંને લીધે જ છે. માટે જ તમને હંમેશા તમારી ઓળખ ગુમાવી દેવાનું જોખમ રહે છે. આ બધી માણસોએ બનાવેલી તકલાદી બાબતો છે. માટે તે ગમે ત્યારે તટી શકે છે. માટે જ તેને નિભાવવા માટે તમારે સખત મહેનત કરવી પડે છે.
તમારો મૂળભૂત સ્વભાવ હકીકતમાં 'એકલાં' રહેવાનો છે. તમે જયારે તમારા માતાના ગર્ભમાં હતાં, ત્યારે તમે એકલાં જ હતાં. હકીકતમાં તમે જ તમારી જાત માટે પૂરતાં છો. આ જ તમારી વિશિષ્ટતા છે. સમય જતાં તમારી આ વિશિષ્ટતાનો કબજો તમારૂં વ્યક્તિત્વ લઈ લે છે. વિશિષ્ટતા કુદરતી છે; વ્યક્તિત્વ સામાજીક છે.
આ આવું છે : એક પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે છે અને દરેક જગ્યાએ તેના પર વિવિધ માહિતીઓના સિક્કા લાગતાં જાય છે. પાર્સલ હકીકતમાં આ લાગેલા સિક્કાઓ નથી, પરંતુ તેની અંદર જે માલ ભરેલો છે તે છે, ખરૂં કે નહીં ? આવી જ રીતે તમે પણ લોકોએ તમારા પર જે સિક્કા લગાવ્યા છે, તે તમે નથી: તમારી અંદર જે 'સ્વ' છે, તે તમે છો.
ગમે તેમ, પણ સમય સાથે, આ સિક્કાઓથી તમારો અહમુ બંધાય છે અને તમને તમારા અહમને ખોરાક આપવા માટે વધારેને વધારે લોકોની જરૂર પડે છે. તેથી તમે તમારી જાતને એકલી અને તમારા 'સ્વ' સાથે જોઈ શકવા માટે સમર્થ નથી. તમે જયારે એકલાં હો છો ત્યારે તમને તમારા અહૃમને પોષણ આપવા માટે બીજા લોકોના અવાજો સાંભળવાની જરૂર પડતી નથી. તમારો અહમુ ભૂખ્યો રહી જાય છે. તમે શું કરો છો ? તમે અંતે ટી.વી. અને ઘડીયાળ તરફ વળો છો !
એક નાની વાર્તા :
લાંબા સમયથી એક જ રાજકીય પક્ષમાં રહેલો એક માણસ મરણપથારી પર હતો.
આ માણસ પર મૃત્યુ તોળાઈ રહ્યું હતું, એ જ સમયે તેણે તેની વફાદારી વિરોધ પક્ષ તરફ બતાવી છે તેવું જાણીને તેના મિત્રો તેને મળવા આવ્યાં.
એ લોકો સ્તબ્ધ બની ગયા હતા. અને તેમણે તેને આવું શા માટે કર્યું એમ પૃછ્યું.
માણસે જવાબ આપ્યો; "અરે ! મારે અથવા તેમાંના કોઈ એકને મરવાનું જ છે ને !
આપણી બનાવટી ઓળખ કેટલી બધી મજબત હોય છે ! આપણા માટે તે આપણી મજબત વાસ્તવિકતા બની જાય છે અને તે આપણને બીજું કંઇ જોવા માટે આંધળા બનાવી દે છે. અરે મૃત્યુ વખતે પણ આપણા માટે તેને છોડવી મુશ્કેલ હોય છે ! આપણે અભાનતામાં જ જીવીએ છીએ અને મરી જઈએ છીએ.
તમારા એક માત્ર આધારરૂપ, તમારું વ્યક્તિત્વ ગુમાવી દેવાના ભયને કારણે જ તમે આવું વર્તન કરો છો. માટે જ આપણે કહીએ છીએ કે તમારો અહમુ જ બધી રમત રમી રહ્યો છે. આખી આધ્યાત્મિકતા આ વ્યક્તિત્વને ગુમાવી દેવા વિષે જ છે. આ બનાવટી ઓળખને ગમાવી દેવા માટે.
આવું ત્યારે જ બને છે, જ્યારે તમે કોઈ પણ બાબતમાં સામેલ થવાનું છોડી દઈને નિરીક્ષણ કરવાનું શુરુ કરો છો. તમે જયારે નિરીક્ષણ કરાવાનું શરુ કરો છો ત્યારે જ તમે સમજી શકો છો કે તમે પાર્સલની અંદરનો માલ છો. નહીં કે પાર્સલને જે નામ અને લેબલો લગાવવામાં આવ્યા છે તે. જયારે તમારામાં આ જાગ્રતતા આવે છે. ત્યારે તમારે કોઈ પ્રવચનો. ધાર્મિક વ્યાખ્યાનો. ઉપદેશો અથવા શિક્ષણની જરૂર રહેતી નથી.
યસ ... ?
"માસ્ટરજી, જો અમે તમને, અમારા ગુરુને સમર્પિત થઈ જઇએ તો અમારા અહયુને તમે સંભાળી લેશો ?"
સૌથી પહેલાં એક વાત, જો તમે હકીકતમાં શરણાગતિ સ્વીકારી લો, તો તમે એન્લાઈટેન્ડ બની જાવ છો. આમાં જયારે 'હું શરણાગતિ સ્વીકારૂ' તેવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પરંતુ દલીલ ખાતર જો તમે મને તમારી આરપાર સોંસરવો ઉતરવા દો, તો હું તમારા અહમુને, તેનાં ડાળી ડાંખળાઓ તોડીને ઘાટ આપી શકું અને તમે સંપર્ણ છોડી દો ત્યાં સુધી બોન્સાઇના છોડની જેમ રાખી શકું. જેથી તમે એન્લાઈટેન્ડ બની શકો.
તમારી પાસે તમારી રોજીદી ક્રિયાઓ કરવા પૂરતો અને ધંધો ચલાવવા પુરતો અહમુ રહેશે, જે બીજાને અને તમારી જાતને ઈજા નહીં પહોંચાડે. તમે ભંજાઈ ગયેલા બીજ જેવા બની જશો જેમાંથી અહમનો અંકુર ના ફટે.
એક વાત સમજી લો : જે માણસ એન્લાઈટેન્ડ ના થયો હોય તેમાં એક અથવા બીજા સ્વરૂપે થોડો અહમ હોય જ છે. પછી તે સક્રિય અહમ હોય કે છપો અહમ હોય. તમે જેટલા વધારે સાક્ષી બનતાં જશો એટલો તમારો અહમુ વધારે ઓગળતો જશે. અત્યારે આટલી સમજણ પરતી છે.
સામાન્ય માણસો સાથે તમે સરળતાથી તમારા અહમુનું રક્ષણ કરીને નીકળી શકો છો. પરંતુ ગુરુ સાથે, તમે ક્યારેય તેમને થાપ આપી શકો નહીં. તમે માત્ર તમારી જાતને એવું વિચારીને છેતરી શકો કે તમે તેમને થાપ આપી છે. તમે ગમે તેટલી ચાલાકીથી તમારા અહમને છુપાવવાની કોશિશ કરો તો પણ તે ગુરુની નજરમાં સરળતાથી આવી જ જાય છે. જ્યારે તમે તેનું રક્ષણ કરવાની મથામણ કરતાં હો છો, ત્યારે ગુરુ તમને સાજા કરવાની કોશિશ કરતાં હોય છે. માત્ર તેઓ જ જાણે છે કે અહમ્ કેટલો કેન્સરગ્રસ્ત છે.
હું તમને ભગવત્ ગીતાની થોડી બાબતો કહું છું. ભગવતુ ગીતા, ભગવાન ક્રિષ્ણે દુનિયાને આપેલું શિક્ષણ છે.
જયારે ભગવતુ ગીતા શરૂ થાય છે, ત્યારે અર્જુન મુંઝવણમાં પડી ગયો હોય છે.
તે કહે છે; "હે ભગવાન મારે જીવનમાં શું કરવુંતે હું જાણતો નથી. મહેરબાની કરીને મને માર્ગદર્શન આપો."
ક્રીષ્ણા તેને 'સાંખ્ય યોગ' સમજાવે છે – આત્મા સુધી પહોંચવાનો રસ્તો.
'કર્મ સન્યાસ યોગ', પછી 'રાજ વિદ્યા યોગ' અને પછી આવી રીતે આગળ.
૭૦૦ પંક્તિઓ અને ૧૮ અધ્યાયોમાં તે વિવિધ મેડિટેશનની પધ્ધતિઓ સમજાવે છે.
અંતે છેલ્લે અર્જુન કહે છે; "ક્રીષ્સા, તમે મને જયારે સમજાવવાનું શરૂ કર્યું ત્યારે હું જેટલો મુંઝવણમાં હતો તેના કરતાં અત્યારે વધારે ગુંચવાઈ ગયો છું. મારે કઈ પધ્ધતિ અનુસરવી જોઈએ ? કઈ પધ્ધતિ વધારે સારી અને ઝડપી છે ? સૌથી ટૂંકે રસ્તે અંતિમ પરિણામ મેળવી શકાય તેવી કઈ પધ્ધતિ છે ?"
ક્રીષ્ણા ૧૮માં અધ્યાયમાં આના નિચોડ૩૫ જવાબ આપે છે.
કોઈપણ ગુરુ સાથે, જયારે તેના શબ્દો નિચોડ રૂપ હોય છે, ત્યારે તે અંતિમ, યોગ્ય અને અંતિમ સત્ય હોય છે.
ક્રીષ્ણા કહે છે; "સર્વ ધર્માન્ પરિત્યાજયેય મામ્ એકમ્ શરણમ્ વ્રજ, અહમ્ત્વ સર્વ પાપેભ્યો મોક્ષયીસ્યામી મા સુચહ. "
આ વાક્ય જે તેમણે કહ્યું છે, તે જો આપણે બધાં જ ધર્મો, ફીલોસોફીઓ અને આધ્યાત્મિક પુસ્તકોને દુધનું વાસણ માનીએ તો, આ એ બધાંને વલોવીને તેમાંથી કાઢેલું માખણ છે.
તે કહે છે; "મેં તને ન્યાયના બધાં જ સ્વરૂપો સમજાવી દીધા છે. બસ, બધું જ મારા શરણોમાં સમર્ષિત કરી દે. મારા શરણમાં આવી જા અને હું તારી સંભાળ લઈશ. હું તને તારા બધાં જ પાપોમાંથી મુક્તિ અપાવીને તને મોક્ષ તરફ ઉંચકી લઈશ."
ક્રીષ્ણા ખરેખર તેની ઉક્તિમાં ખૂબ જ સુંદર વચન આપે છે.
આ ઉક્તિ દ્વારા, ક્રીષ્ણા દુનિયાને બતાવે છે કે, 'શરણાગતિ' જ અહમ્યુન્ય સ્થિતિ અને મોક્ષ માટે એક જ, ટૂંકામાં ટ્રંકી, છેલ્લી, યોગ્ય અને અંતિમ પધ્ધતિ છે.
ક્રીષ્ણા અને અર્જુનની બીજી એક સુંદર વાર્તા :
એક સાંજે ભગવાન ક્રીષ્ણા અને અર્જુન સાથે સમય વિતાવી રહ્યાં હતા.
ક્રીષ્ણાએ અચાનક જ એક કાગડા તરફ આંગળી ચીંધીને કહ્યું; "અર્જુન પેલા લીલા કાગડા તરફ જો !"
અર્જુને તે દિશામાં જોયું અને કહ્યું; "હા ક્રીષ્ણા મેં જોયું !"
થોડી મિનિટ પછી, ક્રીષ્ણાએ આશ્ચર્યથી બૃમ પાડી; "અર્જુન પેલો કાળો કાગડો જો !"
અર્જુને કહ્યું; "હા ક્રીષ્ણા મેં જોયું !
અર્જુનની પરીક્ષા કરવા માટે જ ક્રીષ્ણા એ પૂછ્યું; "અર્જુન તું કેવો મૂર્ખ છે ! કાગડો ક્યારેય લીલો હોઈ શકે જ નહીં. તેં પહેલી જગ્યામાં તેને કેવી રીતે જોયો ?"
અર્જુને જવાબ આપ્યો; "ક્રીષ્ણા તમે જયારે તેને લીલો કાગડો કહ્યો ત્યારે મેં તેને લીલાની જેમ જોયો."
અર્જુનની બધી જ ઈન્દ્રીયો ક્રીષ્ણાને સમપિત હતી. ગુરુનીસમક્ષ સંપૂર્ણ, બધી જ ઈન્દ્રીયોની શરણાગતિ સ્વીકારવી
એ સૌથી મુશ્કેલ કામ છે. ગુરુ પોતે જ અસ્તિત્વ છે; તે સ્વરૂપ વિહિન સ્વરૂપ છે. જ્યારે તમારી ઈન્દ્રીઓ ફકત ગુરુ કહે તેટલું જ ગ્રહણ કરે છે, ત્યારે તમે શરણાગતિના સૌથી ઊંચા બિન્દ્ર પર પહોંચી ગયા હો છો.
શરણાગતિ શું છે ? શરણાગતિમાં ખૂબ જ ગહન્ત અર્થ છૂપાયેલો છે. જો આપણે તેને બરાબર ના સમજી શકીએ તો, આપણે તેનો ખોટો અર્થ કરીશું ! આપણે મરવા જેવી મોટી ભૂલ કરીશું. આપણે ગહન સત્યને ખોટી રીતે સમજીશું.
એક નાની વાર્તા :
એક રાત્રે બે પીધેલા શેરીમાં હેલોજનની લાઈટના અજવાળામાં ચાલી રહ્યા હતાં.
એક જણાએ લેમ્પ જોયો અને આશ્ચર્યથી બૂમ પાડી; "એય જો સૂર્ય આપણાં માટે નીચે આવી ગયો છે !"
બીજાએ જવાબ આપ્યો; "ના, અત્યારે તો રાતનો સમય છે. એ ચંદ્ર છે."
પહેલાએ કહેવાનું ચાલુ રાખ્યું; તેનો રંગ પીળો છે એટલે એ સર્ય છે.''
બીજાએ કહેવાનું શરૂ રાખ્યું કે ના રાત્રિ છે અને તેનો રંગ સફેદ છે એટલે એ ચંદ્ર છે.
એક ત્રીજો પીધેલો માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.
પેલા બન્નેએ તેને પૂછ્યું; "સર, અમને કહો કે આ સૂર્ય છે કે ચંદ્ર ?"
ત્રીજા માણસે જવાબ આપ્યો; "હું આ વિસ્તારમાં નવો છું, મને ખબર નથી."
માટે તમે જયારે કોઈક એવાને પૂછો કે જે જાણતો નથી, તો તમને જવાબ નહીં મળે અથવા ખોટો જવાબ મળશે.
ફકત જેણે અનુભવ કર્યો હોય છે, તે જ સ્પષ્ટતાથી સમજાવી શકે છે. જો તમે સમર્પણ-શરણાગતિનો અર્થ એવી કોઈ વ્યક્તિને પૃછશો કે જેણે તેનો અનુભવ કર્યો નથી. તો તે કહેશે; "બધું ભગવાનને આપી દો, બસ આટલું જ."
આ સમર્પણ નથી.
એક માણસ મારી પાસે આવ્યો અને પૂછ્યું; "જો હું બધું જ ભગવાનને અર્પણ કરી દઈશ, તો બધું જ બરાબર થઈ જશે ? "
મેં જવાબ આપ્યો: હા જો તમે ખરેખર બધું જ ભગવાનને અર્પણ કરી દેશો તો. બધું જ બરાબર થઈ જશે.
તે ત્રણ દિવસ પછી પાછો આવ્યો અને મને કહ્યું: સ્વામીજી, મેં બધું જ ભગવાનને અર્પણ કરી દીધું છે."
હું ખુશ થઇ ગયો અને પૂછ્યું; "હવે તમે ક્યાં જવાના છો ?"
તેણે જવાબ આપ્યો; "દારૂના પીઠામાં."
તેણે કહેવાનું ચાલુ રાખ્યું "હવે પછી હું જે કંઇપણ કરીશ, તેના માટે ભગવાન જ જવાબદાર હશે."
આ હકીકતમાં પોતાની જાતને મૂર્ખ બનાવવાની રીત છે. જો તેણે ખરેખર સમર્પણ કર્યું હોત, તો તેણે પીવાની આદત પણ અર્પણ કરી દીધી હોત. તે વધારે પીવા માટે શક્તિમાન જ ના રહ્યો હોત.
રામક્રિષ્ણ ખૂબ જ સુંદર રીતે કહે છે, "જયારે તમારા હૃદયમાંથી સાચી શરણાગતિ આવે છે, ત્યારે ભગવાન તમને દરેક ડગલે માર્ગદર્શન આપે છે અને તમે ક્યારેય ખોટું કરતાં જ નથી.'' જયારે સમર્પણ તમારી અંદરથી ખીલતું નથી અને ફકત બોલવા પરતું જ હોય છે. ત્યારે તમે તમારી જાતને અને બીજાઓને મર્ખ બનાવો છો.
શરણાગતિ તમને બધો જ સમય અસ્તિત્વનો જ વિચાર કરતાં રાખે છે. ધીમે ધીમે તમે તમારી ઓળખ ગુમાવતાં જાવ છો. તમારો અહમ્ ઓગળતો જાય છે. 'ભાગવત'માં ગોપી પોતાની જાતને કહે છે. "હું ક્રિષ્ના સિવાય બીજું કશું જ વિચારી શકતી નથી. મેં મારૂં મન તેને સમર્પણ કરી દીધું છે. જો મારે બીજા કશાનો વિચાર કરવો હોય તો, મારે તેની પાસેથી મારૂં મન પાછું લઇ લેવું પડે; હું તે કઈ રીતે કરી શકું ?"
રામક્રિષ્ણા પરમહંસને તેમના છેલ્લા દિવસોમાં કેન્સર થયું હતું.
તેમણે ઘણાં બધાં લોકોને ઘણાં રોગોમાંથી સાજા કર્યાં હતા.
કોઈકે તેમને પૂછ્યું; "તમે તમારા મનને તમારા પોતાના રોગ પર કેન્દ્રીત કરીને તેને સાજો કેમ નથી કરી દેતાં ?"
તેમણે જવાબ આપ્યો; "મેં મારૂં મન દિવ્ય શક્તિને સમર્પિત કરી દીધું છે, મારા રોગ ઉપર ધ્યાન આપવા હું તેને પાછું કેવી રીતે લઈ શકું ?"
આ સાચું સમર્પણ છે. શરણાગતિ છે.
વૈશ્વિક દિવ્ય શક્તિ આપણી સંભાળ રાખે છે. તમે કદાચ પૂછશો, "જો હું શરણાગતિ સ્વીકારીશ તો વૈશ્વિક શક્તિ બધી જ સમસ્યાઓની સંભાળ લેશે.?" ભગવદ્ ગીતામાં ક્રિષ્ના સુંદર રીતે જવાબ આપીને વચન આપે છે, "કોઈપણ જાતના બીજા કોઈપણ વિચાર વગર માણસ જ્યારે ફકત મારા માટે જ વિચારે છે, ત્યારે હું તેની ભેટોની જેમજ તેની ધારણાઓ અને તેના આનંદની પણ કાળજી રાખું છું. જે લોકો મારા શરણે આવવા સંકલ્પબધ્ધ હોય છે. હું તેમની આવક અને તેમની સમૃધ્ધિની પણ સંભાળ રાખું છું. તેમના બધા જ પ્રશ્નો ઓગળી જાય છે."
સાચું સમર્પણ થવા માટે, મનની પુખ્તતા અને સંકલ્પ બધ્ધતાની જરૂર હોય છે. તમારે ભગવાન કે ગુરુ ને જ સમર્પિત થવાની જરૂર નથી. તમે કોઈપણ બાબતને સમર્પિત થઈ શકો છો. સમર્પણ પોતે જ એક સદૃગુણ છે અને તેનામાં પોતાનામાં મહાન શક્તિ રહેલી છે. તમે જયારે સમર્પણ કરો છો, ત્યારે તમે કબૂલાત કરો છો કે, તમારા અહમ્ કરતાં જીવન શક્તિ મહાન છે. બસ આટલું જ.
હકીકતમાં, સમર્પણ કરવા માટે ભગવાન એક બહાનું છે. સમર્પણની 'ક્રિયા' જ મહત્વની છે. ભગવાન લક્ષ્ય નથી; સમર્પણ સાચું લક્ષ્ય છે. તમે જયારે સમર્પણ કરો છો અથવા તમારો અહમ્ છોડી દો છો, પછી તમે અસ્તિત્વથી અલગ હસ્તી તરીકે વધારે વખત રહેતાં નથી; તમે અસ્તિત્વ અથવા ભગવાનમાં એકરૂપ થઈ જાવ છો. તમે સમજી જાવ છો કે, ભગવાન ક્યાંય ઉપર બેઠો નથી. એક એવું અસ્તિત્વ છે જે પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલું છે અને તમે તેના જ એક ભાગ છો.
એક નાની વાર્તા :
એક માણસે નક્કી કર્યું કે તેણે શરણાગતિ સ્વીકારી લેવી છે. પરંતુ તે જાણતો નહોતો કે કોની શરણાગતિ લેવી. તેણે નક્કી કર્યું કે તે જંગલમાં જશે અને રસ્તામાં જે પહેલી વ્યક્તિ મળશે તેને સમર્પિત થઈ જશે.
તે જંગલમાં ગયો. રાહ જોવા લાગ્યો.
તેને જે પહેલો પહેલો માણસ દેખાયો તે ચોર હતો અને તેની પાછળ પડેલી પોલીસથી છટકીને ભાગી રહ્યો હતો.
માણસે તેના પગ પકડી લીધાં અને ચોરને ગુરુ તરીકે કબૂલી લીધો અને તેની શરણાગતિ સ્વીકારી લીધી.
ચોર ગુંચવાઈ ગયો. તેને સમજ ના પડી કે શું કરવું.
તેણે વિચાર્યા વગર જ ઉતાવળમાં જવાબ આપ્યો; "ઠીક છે, તો પછી તારી આંખો બંધ કર ને હું અહીં પાછો આવું ત્યાં સુધી અહીં જ ઉભો રહેજે.'' આમ કહીને ચોર દોડીને જતો રહ્યો.
માણસ ખૂબ જ સંકલ્પબધ્ધ હતો. ખોરાક અને પાણી વગર ખૂબ જ લાંબા સમય સુધી તે ત્યાંજ ઉભો રહ્યો.
તેની સંકલ્પબધ્ધતા જોઈને, ભગવાન તેની સામે પ્રગટ થયા અને તેને ભેટી પડ્યા અને તેને મુક્તિ આપી.
તમે કોની શરણાગતિ સ્વીકારો છો, તે મહત્વનું નથી; સંપૂર્ણ શરણાગતિના વિચારમાં જ તમારી જીંદગીને દિવ્ય આનંદમાં પરિવર્તન કરી દેવાની શક્તિ હોય છે. તમે જયારે સમર્પણ કરો છો, ત્યારે તમે અસ્તિત્વની અખૂટ શક્તિ મેળવી લો છો અને તમારા રસ્તામાં જે કંઇ પણ આવે તેને તમારી સાથે રાખીને આગળ વધતા રહો છો.
તમે મજબૂત અને સ્થિર બનો છો. પછી ગમે તે આવે. તમારી આજુબાજુ લોકો તમને શક્તિના સ્તંભ તરીકે જૂએ છે. તેમને લાગે કે તમારા દ્વારા અદ્રશ્ય રીતે સમગ્ર અસ્તિત્વ વ્યક્ત થઈ રહ્યું છે. જો તમે સમર્ષિત નથી, તો તેનો અર્થ એ છે કે તમારો અહમ્ હજુ તમને અનંતમાં એકરૂપ થતાં રોકી રહ્યો છે અને તમે આપોઆપ તમારી શક્તિના સ્ત્રોતો માટે મર્યાદીત થઈ જાવ છો.
ગુરુ તમને શરણાગતિ સ્વીકારવામાં મદદરૂપ થવાનું સાધન છે. શરણાગતિનો અર્થ એ નથી કે તમે કોઈના આધારિત થઈ ગયા છો. તેનો સરળ અર્થ એ છે કે તમે તમારા પોતાના અહમ્ને ઓગાળવા માટે તેમની મદદ લઈ રહ્યા છો.
યસ ... ?
"માસ્ટરજી, મહેરબાની કરીને તમે અમને મેડિટેશન વિષે વધારે કહેશો અને તે અમારો અહમ્ છોડવામાં કઈ રીતે મદદ કરે છે તે જણાવશો."
યસ … પહેલાં હું તમને એ કહું છું કે મેડિટેશન પધ્ધતિઓ કેવી રીતે અને શા માટે અસ્તિત્વમાં આવી. માણસને હંમેશા નવાઈ લાગતી હતી અને તે શોધમાં હતો કે આવું સુંદર બ્રહ્માંડ કોણે બનાવ્યું. એવું શું છે જેણે સુંદર પૃથ્વી બનાવી અને તેની આસપાસનું આકાશ બનાવ્યું; એવું શું છે કે જે નદીઓને વહાવે છે અને પર્વતોને બનાવે છે. તે એવા નિષ્કર્ષ પર આવ્યો કે કોઈક એવું બળ અથવા શક્તિ છે જે આ બધાનું સંચાલન કરે છે. તે એવા નિષ્કર્ષ પર આવ્યો કે કોઈક એવી મહાન અસ્તિત્વની શક્તિ છે જે આ બધા નાટકને ચલાવે છે. પછી તેણે આ શક્તિ સાથે સંબંધ કઈ રીતે સ્થાપી શકાય તેની શોધ આરંભી દીધી.
સૌથી પહેલા જે લોકો આવા નિષ્કર્ષ પર આવ્યા, જેમણે શોધ કરી અને આ શક્તિ સાથે સંબંધ સ્થાપિત કર્યો, તે લોકો ઋષિઓ અથવા આત્મ સાક્ષાત્કારીઓ અથવા એનલાઈટેન્ડ ગુરુઓ હતા. એક વખત તેમણે સંબંધ સ્થાપિત કરી દીધો, પછી તેમણે ભવિષ્યની પેઢીઓ માટે આ શક્તિનો અનુભવ કરવા માટેના ઘણાં બધાં રસ્તાઓ બનાવ્યા. તે દરેકે જે રસ્તાઓ પેદા કર્યા તે રસ્તાઓ છે, વિવિધ મેડિટેશન પધ્ધતિઓ અને ધર્મો.
તેમાનાં દરેક અલગ અલગ રસ્તે ભગવાનનો અનુભવ કર્યો. અલગ અલગ પધ્ધતિઓથી કર્યો અને તેમણે તેની સ્વતંત્ર રીતે નોંધો કરી. આ વૈજ્ઞાનિકો જે રીતે પોતાની શોધનો રીપોર્ટ તૈયાર કરે છે તેના જેવું છે. દરેક ઋષિએ તેમના એન્લાઈટેનમેન્ટનો રીપોર્ટ આપ્યો અને એ ધર્મ બની ગયો અથવા મેડિટેશન ટેકનીક પધ્ધતિ બની ગઈ.
આ આત્મસાક્ષાત્કારીઓ એ, આખા બહ્માંડનું સંચાલન કરતી જીવન શક્તિના વિચારો સ્થાપિત કરવા માટે અલગ અલગ ધર્મો બનાવ્યા. આપણે આ જીવન શક્તિને, જીસસ, અલ્લાહ, શિવ અને આગળ ઘણાં બધાં નામોથી બોલાવીએ છીએ. તમારે કોઈપણ ભગવાનમાં માનવાની જરૂર નથી. એથેઇસ્ટો-નાસ્તિકો ભગવાનમાં માનતાં જ નથી. પરંતુ તેમને તેમના અસ્તિત્વમાં તો માનવું જ પડે છે ને ? જો આપણે આપણાં અસ્તિત્વને સ્વીકારીએ અને 'હું કોણ છૂં ?' આ સવાલના જવાબની શોધ કરીએ તો, એ મેડિટેશન પધ્ધતિ બની જાય છે, અને આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. ગમે તેમ આ અલગ અલગ રસ્તાઓ અથવા મેડિટેશન પધ્ધતિઓ સમય જતાં અલગ અલગ ધર્મો બની ગયા.
પરંતુ પાછળથી શું બન્યું ? લોકોએ આ ધર્મો પાછળનો મૂળભૂત ખ્યાલ છોડી દીધો અને ધર્મોના નામે લડવાનું શરૂ કરી દીધું .
એક નાની વાર્તા :
એક તામિલીયન, એક અગ્રેજ, એક ઉત્તર ભારતીય અને એક બંગાળી એક સાથે મુસાફરી કરી રહ્યા હતાં.
તેમણે દૂરથી એક તળાવ જોયું.
તામિલીયને તેને દક્ષિણમાંથી જોયું અને તેને 'થાન્નીર કહ્યું' જે તામિલમાં પાણી માટે વપરાતો શબ્દ છે.
અગ્રેજે તેને પશ્ચિમથી જોયું અને તેને 'વોટર' કહ્યું.
ઉત્તર ભારતીયે તેને ઉત્તરમાંથી જોયું અને તેને 'પાની' કહ્યું
બેંગાળીએ તેને પૂર્વમાંથી જોયું અને તેને 'જળ' કહ્યું.
આ ચારેય જણા પોતાની રીતે પાણીનો જ ઉલ્લેખ કરી રહ્યાં હતાં.
પરંતુ ચારેય જણ, પોતે જ કહે છે તેજ સાચી વસ્તુ છે. એમ કહીને લડવા લાગી ગયા.
ચારમાંથી એક પણ જણે તળાવમાં જઈને હકીકતમાં પોતાના માટે આ શું છે તે જાણવાની કોશીશ ના કરી.
તામિલીયન, તેને તેના દાદાએ જે કહ્યું હતું તે પકડીને તેને જ વળગી રહ્યો; અંગ્રેજે દાવો કર્યો કે તેના દાદાએ તેને આ 'વોટર' છે તેમ કહ્યું છે. તેને વળગી રહ્યો; આવી જ રીતે ઉત્તર ભારતીય અને બંગાળી પણ, તેમને તેમના દાદાઓએ જે કહ્યું હતું તેને જ વળગી રહ્યા.
આપણે પણ આવું કરીએ છીએ. જે લોકો ધર્મને નામે લડે છે, તે લોકો આવું જ કરે છે. તેમણે સમજવું જોઈએ કે પ્રાચીન આત્મસાક્ષાત્કારીઓએ જે ખુણાથી અસ્તિત્વને જોયું એ પ્રમાણે તેમણે તેને નામ આપ્યું: પરંતુ બધું એક જ છે. અસ્તિત્વ અથવા ભગવાન ક્રિષ્ણા અને કાઈસ્ટર એક જ છે. લોકોએ તેમને અલગ અલગ ખૂણાઓથી જોયાં છે, બસ આટલું જ.
આ ચાર માણસો, તળાવમાં ગયા વગર જ, તેમના વડવાઓ જે કહ્યું હતું તેના વિષે જ દલીલો કરતાં હતાં ! શું બનશે ? એ લોકો માત્ર લડાઈ જ કરશે કારણ કે દરકે જણ એવું વિચારશે કે તેમના બાપ-દાદાઓ જે કહ્યું છે, તે જ સાચું હતું. જો તે લોકો તેના બાપ દાદાએ જે કહ્યું છે તેને બાજુ પર મૂકી દે અને તળાવમાં જઈને જુએ તો તેઓ સમજી જાય કે તેમના બાપ-દાદાનો કહેવાનો અર્થ એક જ હતો ! એ લોકો પાણી વિષે જ અલગ અલગ ભાષામાં બોલતાં હતાં ! તો પછી કોઈ ઝગડો જ ના રહે.
આજે જે લોકો તળાવની અંદર નથી જતાં અને પાણી વિષે મોઢાંની જ વાતો કરે છે અને ઝઘડે છે; જે લોકો ધર્મના નામે અને જ્ઞાતિના નામે ત્રાસવાદ ફેલાવે છે, તેઓ આધ્યાત્મિકતાના તળાવમાં જઈને સત્યનો સ્વાદ ચાખતાં નથી. બધાં માણસો ખાલી કિનારે ઉભા રહે છે અને આપસમાં લડ્યા કરે છે ! માટે સમજી લો કે સત્ય વિવિધ સ્વરૂપોમાં વ્યક્ત થાય છે. બસ આટલું જ.
મેડિટેશન પર પાછા આવીએ, સરળ વાત છે. મેડિટેશન બસ તમારા મનને રીલેક્સ થવા દે છે. બસ આટલું જ . લોકો એમ સમજે છે કે મેડિટેશન એકાગ્રતા કેળવવાની બાબત છે. ખરેખર તેવું નથી. તમે જયારે એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરો છો ત્યારે હકીકતમાં તમે બધી જ બાબતોને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો, જે અશક્ય બાબત છે.
તમે માત્ર બે મિનિટ માટે બેસો અને તમારા મનમાંથી બધી જ બાબતોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી જુઓ; તમે પાગલ થઈ જશો ! એકે એક વાત જેને તમે બહાર કાઢવાની કોશિશ કરશો, તે તરત જ પાછી આવશે અને તમને ત્રાસ આપવાનું શરૂ કરશે. માટે એકાગ્રતા એ મેડિટેશનમાં બસ બધી બાબતોને સામેલ કરવાની છે અને રીલેક્સ થવાનું છે. તમે જયારે કોઈ બાબતને બહાર કાઢવા માટે એકાગ્ર નથી થતાં, ત્યારે તમે રીલેક્સ હો છો.
તમે જયારે પણ સમય મળે, બસ રીલેક્સ બની જાવ અને તમારી આજુબાજુની બાબતો પ્રત્યે સજાગ રહો. તમારી આજુબાજુના બધાં અવાજોને હૃદયથી સાંભળો, તમારી આજુબાજુના લોકોના અવાજો સાંભળો, પક્ષીઓના અવાજો, પવનમાં ફરકતાં કેલેન્ડરના અવાજો, જે કંઈ આવે તેને બસ તમારા હૃદયથી સાંભળો. એક વાત ખ્યાલમાં રાખો આ બધાં તમારૂં ધ્યાન વિચલન કરનારા નથી. તમે તેમની સાથે પ્રવાહમાં વહી રહ્યાં છો. તેથી તે તમને ધ્યાનભંગ કરતાં નથી. તમે જ્યારે તેમની સાથે વહો છો ત્યારે તે ધ્યાન ભંગ કરતાં બંધ થઈ જાય છે.
જેવું તમે આવું કરો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે કોઈક એવી ચોક્કસ પ્રકારની શાંતિ છે, જેનું તમારો આત્મા નિરીક્ષણ કરી રહ્યો છે. સાક્ષી બની ગયો છે. અને તમે તમારી અંદરની શાંતિ તરફ વધારે ને વધારે જાગ્રત થતાં જાવ છો. તમને તમારી અંદરની શાંતિની ઝાંખી થવા માંડે છે.
ધીમે ધીમે તમે તમારા શરીરની સભાનતા પણ ગુમાવી દો છો. તમારામાં ફકત જાગૃતતા જ હોય છે. તમે તમારી જાતને ફકત જાગૃતતા દ્વારા જ અનુભવી શકો છો, તમારા શરીર દ્વારા અથવા તમારા મન દ્વારા નહીં. તમારૂં શરીર, ચેતન વગરનું નહીં બની ગયું હોય, પરંતુ તમે તેને અનુભવી નહીં શકો, બસ આટલું જ. ફકત તમારી જાગૃતતા જ રહેશે. જો પૂરી તીવ્રતાથી આ રીતે કરવામાં આવે તો તે તમને તમારા મનની ઉપર લઈ જાય છે.
મેડિટેશન તમને એ સમજવામાં મદદ કરે છે કે વાસ્તવમાં તમે જીવનમાં માત્ર સાક્ષી જ છો. નિરીક્ષણકર્તા જ છો. તે તમને તમારા 'સ્વ'માં કેન્દ્રીત થવામાં મદદ કરે છે અને તમને બહારની દુનિયાના કામો અસરકારક અને આનંદદાયક રીતે કરવામાં મદદ કરે છે. કારણ કે તમે એ બધું તમારી આંતરિક શાંતિ સાથે કરતાં હો છો. જેથી કોઈપણ બાબત તમને વિચલિત કે વ્યગ્ર બનાવી શકતી નથી. જો તમે આમ કરવાનું સતત ચાલુ રાખો છો, તો તમે 'હું' અને 'મારૂ' છોડવાનું શરૂ કરી દો છો. તમારો અહમ્ ઓગળી જાય છે. તમારો અહમ્, તમારામાં રહેલી તમારા મન અને શરીરની મજબૂત ઓળખની લાગણી સિવાય બીજું કશું જ નથી.
તમને શું લાગે છે, અમે દુનિયાભરમાં મેડિટેશન માટેની ચળવળ પેદા કરવાનો પ્રયત્ન શા માટે કરીએ છીએ? વિશ્વશાંતિ માટે, મેડિટેશન એ જ એક ચાવી છે. તમે જયારે તમારી અંદર જોવાનું શરૂ કરો છો, ત્યારે તમે સત્તા, પૈસા, વેરઝેર વગેરે જેવી બહારની દુનિયાની બાબતોથી વિચલિત થતાં નથી. તમારી બધી મૂળભૂત આંતરીક શક્તિઓ ઉચ્ચતમ આધ્યાત્મિક શક્તિઓમાં રૂપાંતર પામે છે. સામૂહિક સભાનતાની જગ્યા આપોઆપ પ્રગાઢ શાંતિ લઈ લે છે.
આટલા માટે જ હું વ્યક્તિઓના રૂપાંતરણમાં ધ્યાન આપું છું. જયારે વ્યક્તિઓનું અમુક જુથ અનુભવજન્ય સમજણ સાથે પરિવર્તન પામે છે ત્યારે તેઓ પોતાના અનુભવોથી બીજાઓને પણ પ્રોત્સાહિત કરે છે. અને આમ થવાથી સમાજમાં એક હકારાત્મક અને નવો માનસિક સેટઅપ તૈયાર થાય છે. જ્યાં સુધી તમારી સમજણ તમારો અનુભવ ના બની જાય ત્યાં સુધી તમારૂં પરિર્વતન શક્ય નથી. મેડિટેશન તમારી સમજણને તમારો અનુભવ બનાવે છે. વ્યક્તિ અને સમાજના પરિવર્તન માટે મેડિટેશન જ ફકત એક આશા છે.
તમે જયારે મેડિટેશન કરો છો, ત્યારે તમારૂં જ્ઞાન વધે છે. તમે દરેક બાબતમાં સ્પષ્ટતા મેળવવા લાગો છો. તમારે વિકલ્પો માટે લોકોને વધારે પૂછપરછ કરવાની જરૂર પડતી નથી. તમે બસ તેને જાણો છો. બસ આટલું જ. તમે જાણો છો, કારણ કે તમે તમારા આંતરીક જ્ઞાન સાથે ખૂબ જ લયમાં હો છો. તમે જાણો કે તે ખોટૂં હોઈ શકે નહીં.
તમે તમારા 'સ્વ'માંથી જાણો છો કે તમે સાચા રસ્તા પર છો. કદાચ એવી ક્ષણો પણ આવી જાય કે જે મુશ્કેલ હોય. કારણ કે તમે બહુમતિથી વિરુધ્ધમાં છો, પરંતુ તમે જાણો છો કે જે કંઇ પરિણામ આવશે તે સૂંદર અને મુક્તિ અપાવનારું જ હશે ! તમારે માત્ર તમારા પ્રયાસો સતત ચાલુ રાખવાના છે અને તમારા જ્ઞાનમાં ઊંડી શ્રધ્ધા રાખવાની દેવે .
તમે જયારે તમારી જાતને મેડિટેશન સાથે ઉછેરે છો, ત્યારે તમારી ક્ષમતા વિસ્તરે છે અને તમે બહારની દુનિયામાં ઘણી બધી બાબતો કરી શકો છો. તમે કેટલું કરી શકો અને કેટલું વ્યક્ત કરી શકો તેની કોઈ મર્યાદા રહેતી નથી. તમને લાગશે કે તમે વિવિધ દિશાઓમાં વિકાસ પામી રહ્યા છો.
તમે જયારે તમારા આંતરીક જ્ઞાન સાથે કર્તવ્ય કરો છો, ત્યારે દરકે બાબત સરળતાથી તમારી પાસે આવે છે. તમારા અહમૂ સાથે આમ બનતું નથી. જયારે તમારા માટે કોઈ બાબત મુશ્કેલ બની જાય છે ત્યારે તે ફકત તમારા અહમુને લીધે બને છે કારણ કે તમારો અહમુ તે બાબત પરથી તમને બીજે વાળી દે છે. તમે જયારે તમારી જાતને છોડી દઈને અસ્તિત્વ સાથે એકરૂપ બનવાનું શરૂ કરો છો, ત્યારે કોઈ બાબત ગુંચવાયેલી હોતી જ નથી; તમે બસ એક પ્રવાહની જેમ વહ્યા કરો છો. અસ્તિત્વની શક્તિને તમારી અંદર ઉતારવ માટે તમારૂં જ્ઞાન આપોઆપ કામ કરવા લાગે છે.
તમે તમારી જાતને ચમત્કારી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કરો છો ! જે બાબતો તમને મર્યાદિત લાગતી હતી તે એકાએક અમર્યાદીત બની જાય છે તમે અજ્ઞાનમાંથી ગહન જાગૃતતા તરફ આગળ વધો છો.
યસ ... ?
"માસ્ટરજી, જયારે આપણે સ્વપ્નાં ગાઢ ઉંઘમાં હોઈએ છીએ અને જયારે આપણે ખરા મેડિટેશનમાં હોઈએ ત્યારે આપણે બન્ને વખતે એકસરખી અ-મનની સ્થિતિમાં હોઈએ છીએ ?"
ના. તમે જયારે ગાઢ ઊંઘમાં હો છો ત્યારે તમે બીજના સ્તરે જતાં રહો છો અને જયારે જાગો છો ત્યારે તમે જે સ્થિતિમાં ઊંધમાં ગયા હતાં તે જ સ્તરે પાછા આવો છો. તમારામાં કોઈ વિકાસ થતો નથી. તમે જયારે ખરા મેડિટેશનમાં હો છો. ત્યારે તમે બીજના સ્તર સુધી જાવ છો. બીજ ફાટે છે અને તમે પછીના ઊંચા સ્તરમાં પહોંચો છો. આટલો તફાવત હોય છે. બન્ને સામસામેના છેડા છે. અલબત્ત, તમે જયારે બહારની બાજુએથી જુઓ છો, ત્યારે બન્ને છેડા એક સરખાં દેખાય છે. પાગલ માણસ રહસ્યવાદી જેવો લાગે છે અને રહસ્યવાદી માણસ પાગલ જેવો લાગે છે ! બન્નેએ પોતાના મન ગુમાવી દીધાં હોય છે, પરંતુ અલગ અલગ દિશામાં.
યસ ...
'માસ્ટરજી, તમે હંમેશા આટલાં બધાં સુંદર કેવી રીતે લાગો છો ?''
( માસ્ટરજી હસે છે)
આ આ રસ પડે તેવો સવાલ છે ! હું હંમેશા સુંદર કેવી રીતે દેખાવું છૂં !
તમે સમજો : જો ફકત આ સ્વરૂપ જ મારૂં સ્વરૂપ હોત, જે તમને સુંદર દેખાય છે અને જેના તરફ તમે ખેંચાઈને આવો છો, તો તે ખેંચાણ સમય જતાં ઢીલું પડી જાય છે. તે આ સંજોગોને, શણગારને, અને બીજા બધાંને સમય જતાં ડગુમગ બનાવી દેશે. જરા વિચારો : તમે મને એકસરખા પોશાકમાં જુઓ છો, એક સરખાં ગીતો સાંભળો છો. દરરોજ એનો એ જ અવાજ સાંભળો છો અને છતાં પણ ક્યારેય ન હોય તેવી આતુરતા સાથે અહીં હાજર છો. તમે વિચારો છો કે જીવનમાં બીજા કોઈ સાથે, તમે સતત આ રીતે રહી શકો ? જેની સાથે તમે છો તે 'વ્યક્તિ' સાથે નથી. આ એક 'હાજરી' છે જે સુંદરતા ફેલાવે છે અને તમે તેનો અનુભવ કરો છો; જે તમને ખેંચે છે.
જયાં સુધી તમારી વાત છે ત્યાં સુધી તમે 'વ્યક્તિ' છો. જયાં મારી વાત છે, હું બસ 'હાજરી' છૂં. બસ આટલું જ. અહમૂ વિહીન હાજરી એટલી બધી શક્તિશાળી હોય છે, જે તમને આકર્ષે છે. ઘણાં બધાં મોડેલો અને એકટરો હોય છે જેમનો દેખાવ ખૂબ જ સુંદર હોય છે. હું અરું કહું છું ને ? તેમની સામે કદાચ તમે આકર્ષાતા હશો. પરંતુ મારી સાથે જેટલી આંતરીક ઝંખનાથી આકર્ષાવ છો તેટલી ઝંખનાથી નહીં.
સાંભળો, ઝંખના મારી અંદરના 'સ્વ'માંથી આવતી હોય છે, કારણ કે તમારો 'સ્વ' મારા સ્વરૂપ પાછળ રહેલી દિવ્યતાને જોઈ શકે છે. તમારા 'સ્વ'ને માત્ર તેની સાથે જ લાગે વળગે છે. અહમુ વિહીન હાજરી તમારા 'સ્વ' માટે ઉર્મિના તરંગોનો ઉછાળો લાવે છે. માટે જ તમે વારવાર મારા તરફ ખેંચાવ છો !
"માસ્ટરજી અમે ક્યારે જાણી શકીએ કે અમારો અહંમ વધારે નથી ?" (Part 3)
તમે સમજો : ભગવાનનો અનુભવ કરવાની ઝંખના દરેક માણસમાં હોય છે, પરંતુ તે પોતાના માટે વાસ્તવિક બનાવી શકતો નથી. તમે જયારે મને જુઓ છો, ત્યારે તમે એક ખેંચાણ અનુભવો છો અને તમને નવાઈ લાગે છે કે આ શાનું ખેંચાણ છે. આ ખેંચાણ તમારી મુળભૂત જાતમાંથી આવેલું છે. પરંતુ તમે તરત વિચારવાનું શરૂ કરી દો છો કે આ શું હશે; માટે તમે મારી તરફના ખેંચાણને તમારા તર્કથી સમજાવી શકતાં નથી.
તમે બધાં બસ અહીં બેસીને મારી સામે અનિમેષ નજરે જોતાં રહો છો અને નવાઈથી વિચારો છો કે આંખનું મટફું પણ માર્યા વગર કલાકો સુધી તમે આમ કેમ બેસી રહો છો. જયારે અંદરની ઝંખના ગહન હોય છે ત્યારે આવું બને છે. આ તમારા મૂળ સ્વરૂપમાં, ઘરમાં પાછા ફરવાની ઝંખના છે. ઘણાં જન્મોથી તમે આ ઝંખના પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ સફળ થયા નથી અને તેથી તમે પાછા આવ્યા છો; અને વધુ બીજો એક જન્મ લીધો છે.
જયારે તમારામાં આ ઝંખના જાગે છે, ત્યારે તમારા માંના અમુક તેનું લક્ષ્ય નક્કી કરીને, તેનો પીછો પકડીને અંદર તરફની યાત્રા શરૂ કરી દે છે. જ્યારે અમુક ભડકી જાય છે અને ભાગી છટે છે ! તમે બહારના વર્તુળોને પકડી રાખીને મારું નિરીક્ષણ કરતાં રહો છો, જેથી કંઈ બની જાય તો તમે સરળતાથી દ્રર ભાગી જઈ શકો ! મારે પછી તમને છેતરીને શીખવવું પડે છે અને તમને બતાવવું પડે છે કે તમે આવી પહોંચ્યા છો. તેમજ હવે વધારે કશું જ કરવાની જરૂર નથી સિવાય કે તમારા અહમૂને જતો કરવાનો છે !
તમે હંમેશા ભયમાંથી કામ કરો છો, કારણ કે તમને એ રીતે શીખવવામાં આવ્યું છે, ભય, અહમનું છુપું સ્વરૂપ છે. તમારે કદાચ અહમુની આહૃતિ આપી દેવી પડશે એ વાતથી તમે ખૂબ જ ડરી ગયેલા છો અને તેથી ભયના બહાના નીચે અંતર જાળવી રાખો છો. એવું ના વિચારો કે ભય રાંક છે. ભય અમહનું ખબ જ છેતરામણું સ્વરૂપ છે. તમે તેને જતું કરતાં ખૂબ જ ડરો છો. તમને એટલો બધો ડર છે કે કદાચ તમે જ ઓગળી જશો.
સમજી લો : અસ્તિત્વ પ્રેમ છે. એ ફકત પ્રેમ જ છે, બીજું કશું જ નથી. અસ્તિત્વ તમને જાણે પણ છે, કારણ કે તમે તેના જ અંશ છો. જો અસ્તિત્વ તમને નહીં જાણી શકે, તો કોણ જાણી શકશે ? માટે તેનાથી ડરવા જેવું કર્શું જ નથી.
તમારે અસ્તિત્વ સાથે કોઈ છળ-કપટ કરવું જ ના જોઈએ. તમે બસ તમારી સામાન્ય જાતમાં જ રહી શકો છો. અને અસ્તિત્વ તમારા પર વરસવાનું ચાલુ રાખે છે. અસ્તિત્વ ફકત પ્રેમ કરવાનું અને માફ કરવાનું જ જાણે છે. તે બીજી કોઈ બાબત જાણતું નથી તમે તમારા અહમૂ પ્રેરિત અને કહેવાતા નૈતિક ધોરણોથી અસ્તિત્વનો અંદાજ બાંધો છે; આજ સમસ્યા છે; માટે જ તમે આવું બધું કરવાનું શરૂ કરી દો છો.
તમે જયારે જાણો છો કે તમે અસ્તિત્વનો જ ભાગ છો ત્યારે તમે મુક્તિનો અનુભવ કરો છો. તમે જયારે એવું વિચારો છો કે, તમે અસ્તિત્વથી જુદાં છો, ત્યારે તમે દુ:ખોમાં ડુબી જાવ છો. તમે જાણો છો કે, અસ્તિત્વનો અંશ હોવું તે એક મહાન અનુભવ છે. પરંતુ તમારા અહમુના કારણે જ તમને એવું લાગે છે કે તમે મજબત હસ્તી છો અને તમે અસ્તિત્વથી પરેપુરા અલગ થઈ જાવ છો.
હકીકતમાં તમારે જોવા માટે આકાશ છે. પરંતુ તમે તેને તમારી બારીમાંથી જ જુઓ છો. તમારો અહમ તમને જેટલું જોવાની છટ આપે તેટલું જ તમે જઓ અને વિચારો છો કે તમારી બારીમાંથી જેટલું આકાશ દેખાય છે. હકીકતમાં એ એટલું જ છે. આ બધી જ રમતો અહમૂની રમતો સિવાય બીજું કશું જ નથી. આનાથી જાગૃત થવું તે જ તેમાંથી બહાર નીકળવાનું પહેલું પગલું છે. જ્રગૃતતા જ માસ્ટર ચાવી છે, જેનાથી તમે તમારી અંદરના કોઈપણ તાળાને ખોલી શકો છો. માટે જ હું વારવાર કહ્યું છૂં જાગતતા લાવો. યસ ?
"માસ્ટરજી, અમારી સાથેના સંબંધને તમે કઈ રીતે વર્ણવો છો ?"
મારો તમારી સાથેનો સંબંધ ફકત એટલો જ છે કે તમને ખીલવામાં મદદ કરવી. તમારા માટે હું જે કંઈ કરી શકું છું તેમાંથી આ જ સૌથી મહાન બાબત છે અને તે તમે મારા માટે કરી શકો છો ! હું ઇચ્છું છું કે, લોકો તેમના જન્મ સિધ્ધ દિવ્ય આનંદનો સાક્ષાત્કાર કરે, તેમની પૂરેપુરી શક્તિનો અનુભવ કરે. આજના સમયનો માણસ આધ્યાત્મિક અનુભવની શોધમાં છે. તેણે સ્પષ્ટતાથી સમજવાની જરૂર છે કે તે આધ્યાત્મિક હસ્તી છે અને માણસના 'હોવાના' અનુભવની શોધમાં છે. હું તેને આ શીખવવાનું કામ કરૂં છું.
અને તે એક જ રીતે શીખી શકે છે કે તે એ બાબતથી જાગૃત થઈ જાય. તેના અહમ્નના સ્વરૂપો જ તેને એવો અનુભવ કરાવે છે કે તે આધ્યાત્મિક હસ્તી નથી પરંતુ માણસ છે. જયારે માણસ કંઈક બનવાની પ્રાર્થના કરવામાંથી ખસી જાય છે. તેણે ચાવી શોધી લીધી છે.
યસ ....
"માસ્ટરજી, જ્યારે કોઈ મેડિટેશન કરે છે ત્યારે રૂપાંતરણ કેવી રીતે થાય છે ? તમે અમને આનાં વિષે વધારે કહેશો?"
જયારે માણસ મેડિટેશન કરે છે ત્યારે તેનો ગુસ્સો, ઈર્ષા વધારે પડતું વળગણ જેવી પાયાની લાગણીઓનું ઉચ્ચતમ શક્તિમાં પરિવર્તન થાય છે. મેડિટેશન તેને સભાનતા ઉચ્ચ સામ્રાજયમાં લઈ જાય છે. પછી તે પહેલાંની જેમ ક્યારેય અશાંત બનતો નથી. શક્તિઓનું રૂપાંતરણ ફકત મેડિટેશન થકી જ થઈ શકે છે.
જ્યારે દરેક વ્યક્તિમાં આ પરિવર્તન થાય છે, ત્યારે આખો સમાજ પરિવર્તિત થઈ જાય છે. પછી તેમાં હિંસા ખુબ જ ઓછી હોય છે અને વધારે વૈશ્વિક સંવાદિતા આવે છે. આખી દુનિયામાં શાંતિ લાવવા માટેનો સૌથી સારો વ્યવહારૂ રસ્તો એ છે કે પહેલાં વ્યક્તિમાં પરિવર્તન લાવવું.
માસ્ટરના માર્ગદર્શનથી અને મેડિટેશનથી, તમે 'જે નથી' તેનો નાશ કરીને તમે 'જે છો' તેમાં પરિવર્તનની પ્રક્રિયા થઈ શકે છે. તમે જયારે ગુરુ દ્વારા આ પ્રક્રિયામાંથી પસાર થાવ છો, ત્યારે આ પ્રક્રિયા પીડાદાયક હોય છે, કારણ કે તમારે તમારા હૃદયની નજીક હોય તેવી બધી જ બાબતોને જતી કરવી પડે છે; બધી જ બાબતો કે જેને માટે તમે વિચારતા હતા કે જે તમે હતા.
ગુરુ તમને. તમે જે નથી તે સતત બતાવતા રહે છે અને દરેક બાબતનું છટવાનું શરૂ થઈ જાય છે. તે તમારી દબાયેલી લાગણીઓ સપાટી પર આવે તેવી પરિસ્થિતિઓ પેદા કરે છે. તમારે બસ તેમને તમારા પર કામ કરવાની છટ આપવાની છે, જેથી તમે ઘણાં જન્મોથી સંગ્રહ કરેલો કચરો તે બાળી શકે.
હું લોકોને કહેતો રહું છું. જો તમે દૂર ભાગી જવાનો પ્રયત્ન કરશો તો તમે મને ફરી એક વખત ગુમાવી દો છો. ભાગી છૂટવાનો પ્રયત્ન ના કરો. હું તમારી અંદર છૂપાયેલી ગાંઠો ઉપર જ હાથ મુકીશ, એ ગાંઠો કે જે તમારા અહમના સ્વરૂપોમાં છે. બસ મારા પર શ્રધ્ધા રાખો અને ખુલ્લા થવાની હિંમત કરો. પછી હું તમારી ગાંઠોનો ઈલાજ કરી શકીશ. તમે ગુરુ સામે માત્ર ખુલ્લા થાવ છો એ વખતે જ તમારો અર્ધો અહમુ છટી જાય છે. બાકી બચેલાને તે સંભાળી લેશે. તમારે માત્ર હાથ હેઠાં મૂકી દેવાની જરૂર છે; તે તમને બહાર ઊંચકી લેશે. બસ આટલું જ.
તમે જયારે ગંભીરતાથી કંઇક મેળવવાની આતુરતા વાળા હો છો; જ્યારે તમે પરિવર્તન માટે તૈયાર હો છો. ત્યારે તમે ગુરુ સામે ખુલ્લા થઈ જાવ છો અને દરેક બાબતો આપોઆપ બનવા માંડે છે. જો તમે ખાલી જાણવા જ માંગતા હો, તો પછી કશું જ બની શકે નહીં; તમે બસ એક ગુરુ પાસેથી બાજા પાસે ફર્યા કરો છો અને તેમની પાસેથી કશું જ શીખી શકતાં નથી.
તમે જયારે મેડિટેશન કરો ત્યારે પૂરી તીવ્ર લાગણી સાથે કરો. જયારે મડિટેશન સાથે તીવ્ર લાગણી આવે છે ત્યારે પરિવર્તન થાય જ છે; ઉચ્ચતમ જાગતતા આવે જ છે. સામાન્ય રીતે આપણે પૂરા અસરકારક હોતાં નથી અને મેડિટેશન ચૂકી જઈએ છીએ અથવા પૂરી તીવ્ર લાગણી સાથે મેડિટેશન કરતાં નથી. આપણે એકને પકડી લઈએ છીએ અને બીજાને ચૂકી જઈએ છીએ. આપણે ખીલવા માટે બન્નેને સાથે પકડી લેવાની જરૂર હોય છે.
તમે કેટલો લાંબો સમય મેડિટેશન કરો છો તે મહત્વનું નથી; તમે કેટલી તીવ્ર લાગણીવશતાથી મેડિટેશન કરો છો તે અગત્યનું છે. તમારી સભાનતાની ગુણવત્તા મહત્વની છે. તમે જ્યારે અંદર તરફ વળવાનો સભાનતા સાથે નિર્ણય કરો છો. તે સભાનતા જ તમને મેડિટેશનમાં તીવ્ર લાગણીવશતા લાવી આપે છે.
યસ... ?
"માસ્ટરજી, અમે હંમેશા જીવનમાં કશુંક પ્રાપ્ત કરવાની શોધમાં હોઈએ છીએ. શું આ પણ અહમુની રમત છે?
અલબત્ત, હા. તમે મુદ્દા પર આવ્યા છો. તમે જયારે વિચારો છો કે ધ્યેય મળી ગયું છે અને તમે તે હેતુ પાછળ દોડો છો. ત્યારે તમે અહમુવાદી બની જાવ છો. તમે જ્યારે અસ્તિત્વની સૂંદરતાનો અનુભવ કરો છો અને તેના પ્રવાહ સાથે વહેતા રહો છો, અને સમજી લો છો કે જીંદગી 'પોતે જ' એક ધ્યેય છે અને તે સિવાયના બધાં ધ્યેયો બ્રમ છે, પછી તમે જાગ્રતતા પ્રાપ્ત કરો છો: પછી તમે વધારે અહમવાદી હોતાં નથી.
ગુરુ એવી વ્યક્તિ છે જે તમને જીંદગીની હેતુવિહિનતા સમજાવે છે. તમે જયારે કોઈ ધ્યેય સાથે શોધ કરો છો, ત્યારે તમે વાસ્તવિકતા ચૂકી જાવ છો કારણ કે તમે જયારે ધ્યેય પાછળ દોડો છે, ત્યારે તમે વર્તમાનને ચૂકી જાવ છો. તમે બસ અસ્તિત્વને ચૂકી જાવ છો. તમે ધ્યેયો માટે જીવતાં નથી; તમે જીવવા માટે અને જીવનનો આનંદ ઉઠાવવા માટે જીવો છો.
જુઓ, હું એમ નથી કહેતો કે તમારે પૈસા કમાવવાનું છોડી દેવું જોઈએ. પૈસા વગર જીવનમાં તમે કર્ણું જ કરી શકતાં નથી. હું એમ કહું છું કે દરેક ક્ષણનો આનંદ માણીને જીવો અને તમારા ધ્યેયોને આખી પ્રક્રિયામાં થતા આકસ્મિક બનાવો સમજીને જીવો. તમારે સ્પષ્ટતાથી સમજી લેવું જોઈએ આખી બાબત માત્ર એક નાટક છે અને તમે તેમાં એક પાત્ર છો. તમે જયારે ધ્યેયો સાથે સંલગ્ન થઈ જાવ છો ત્યારે તમે આખો ખ્યાલ જ ચૂકી જાવ છો.
નાટકમાં તમારે તમારા પાત્ર સાથે સંલગ્ન થવાનો કોઈ મતલબ છે અથવા બીજા કોઈ પાત્ર સાથે અથવા બીજી કોઈ બાબત સાથે સંલગ્ન થવાનો અર્થ છે ? ના ! એ ચોખ્ખું બેહ્યુદું લાગે છે, ખરૂં કે નહીં ? આવી જ રીતે, જીંદગી પણ એક મહાન નાટક છે; માટે તેની સાથે કોઈપણ રીતે સંલગ્ન ન બનો. બસ માત્ર તમારૂં પાત્ર ભજવો અને આખા શો નો, આખા તમાશાનો આનંદ માણો.
સમજી લો કે જીવન એ ધ્યેય નથી પણ એક રસ્તો છે. જ્યારે ધ્યેય હોય છે ત્યારે તમારે દોડવું પડે છે તમે જયારે દોડો છો ત્યારે તમારા પગ જમીનને સ્પર્શતા નથી, ત્યારે તમે અસ્તિત્વની સુંદરતા ચુકી જાવ છો. તમે જયારે દોડો છો. ત્યારે અણછાજતી રીતે આપોઆપ રસ્તાનું મહત્વ વધી જાય છે. રસ્તો જ આનંદ મનાવવાનું સાધન બની જાય છે; પછી ધ્યેય તમારૂં આ પો ાાપ ધ્યાન રાખે છે.
જ્યારે તમે જીવનની હેતુ વિહિનતા સમજી જાવ છો, ત્યારે તમે જીવનનો અર્થ સમજી તમે સમજી જતાં નથી ત્યાં સુધી તમે સભાનતા વગર જીદગી જીવો છો. તમે યોગ્ય સભાનતા વગર જ જીવો છો. તમે મજબૂત અહમ્ સાથે જીવો છો, જે ફકત ધ્યેયોને જ જૂએ છે, અને જીવન પોતે જ એક સૂંદરતા છે એ જોઈ શકતાં નથી.
ધ્યેય માટે આખી જીદગીનું બલિદાન આપી દેવું તે સાચી રીતે જીવવાનો રસ્તો નથી. જો તમે આ રીતે જીવો છો. તો તમે જયારે દરેક વખતે ધ્યેય પ્રાપ્ત કરી લો છો ત્યારે છેલ્લે તમને બિન મહત્વની બાબતો પાછળ જીંદગી વેડફી દીધાનો પસ્તાવો થાય છે. ધ્યેયોને છોડી દો અને રસ્તાનો આનંદ માણો. આ ઉપદેશ પર વારંવાર મેડિટેશન કરો. અમુક સમયે સત્ય તમારી સામે આવીને ઉભું રહેશે.
એક વધારે વાત : તમારા જીવનમાંથી કંઈ પણ બહાર કાઢો નહીં અને એવું ક્યારેય ના વિચારો કે તમે તમારા જીવનમાં કંઇક ચૂકી રહ્યા છો. તેને બદલે દરેક બાબતને એક સૂત્રી કરીને સામેલ કરો. પછી તમે 'એક' બની જશો. જયારે તમે 'એક' બની જાવ છો, ત્યારે તમે પવિત્ર બની જાવ છો !
અલબત્ત, જો તમને અમુક બાબતોમાં રસના હોય તો, તે અલગ વાત છે. તમારે તેને તમારી જંદગીમાં સામેલ કરવાની ચિંતા કરવાની જરૂર નથી. બસ માત્ર જાગૃતતા સાથે જીવો અને વહેવાનું ચાલુ રાખો.
સમજી લો : એક વૈજ્ઞાનિક એક ફોર્મ્યુલાનું સર્જન તેણે બહારની દ્વનિયામાંથી જે શોધ્યું હોય છે, તેને બીજી વખત બનાવવા માટે તેમજ બીજાઓના અનુભવ માટે કરે છે.
ગુરુ એક એવા માણસ છે જે ફોર્મ્યુલાનું સર્જન તેશે જે અંદરની દુનિયામાં અનુભવ્યું હોય છે તેનો બીજા લોકો અનુભવ કરી શકે તે માટે કરે છે. તેણે પોતાની જાગ્રતતામાં જે દિવ્ય આનંદનો અનુભવ કર્યો હોય છે, તેની ફોર્મ્યુલાનું સર્જન બીજા લોકો અનુભવ કરી શકે તે માટે કરે છે.
હવે હું તમને પરમ દિવ્ય આનંદનો અનુભવ કરવાનું સૂત્ર-ફોર્મ્યુલા આપવાનો છૂં. 'નિત્યાનંદ'નું સૂત્ર. યસ…. ?
"માસ્ટરજી, અમે અમારા અહમુનો નાશ કેવી રીતે કરી શકીએ ?"
પહેલાં સ્પષ્ટતાથી સમજી લો કે તમારામાં એક અથવા બીજા સ્વરૂપમાં અહમ છે. તે સક્રિય અથવા છુપો હોઈ શકે. પછી અહમુ પોતે જ વિવિધ રસ્તે પોતાનું સ્થાપન કરે છે તે સમજી લો. જેની આપણે હમણાં સુધી ચર્ચા કરતાં હતાં. તમારી બધી જ ગુનાહિત ભાવનાઓ, ઇચ્છાઓ, ભય, વિનમ્રતા, પોતાની જાતને મહત્વ આપવું વગેરે, આ બધાં જ અહમુના અલગ અલગ સ્વરૂપો છે, જે તમારામાં થાય છે તેનું કારણ છે કે તમે 'હું' અને 'મારૂં'ની ભાવના મજબત રીતે અનુભવો છો. એક વખત તમે આને સમજલો, સાક્ષી બની જાવ જેથી તમે સમજી જશો કે આખી જંદગી એક નાટક છે. આવું કરવાથી, તમે તમારૂં મજબૂત 'હું' પણું ઓગળતું અનુભવશો, તમારો અહયુ ઓગળી જશે.
જ્યારે આવું બનવાનું શરૂ થાય છે. ત્યારે તમે આપોઆપ અસ્તિત્વ સાથે રણકવા લાગો છો અને જુઓ છો કે બાબતો પોતે જ ફરી વખત ગોઠવાઈ જઈને તમારા માટે જીવનને સુંદર બનાવી દે છે. પછી તમે તમારા અહમુને મારવાના એક લક્ષ્યથી જીવો. તેનું કોઈપણ રીતે રક્ષણ ના કરો. તમારા અહમુને મારવા માટે હંમેશા તૈયાર રહો. તમે જયારે
તમારા અહમુને મારવા માટે તૈયાર હો છો, ત્યારે તમે મુક્તિ પામવા માટે તૈયાર હો છો. બસ આટલું જ.
"માસ્ટરજી, તમે કહ્યું કે 'આજ્ઞા ચક્ર' , સ્વયં સ્ફરણા અને જ્ઞાન સાથે સંકળાયેલું છે. તમે નિખાલસતા અને જ્ઞાનને કેવી રીતે સમજાવો છો ?''
તમે જયારે મનની અક્કડ યાંત્રિકતામાંથી મુક્ત થાવ છો, ત્યારે તમે પ્રવાહી બની જાવ છો, નદીની જેમ વહેવા લાગો છો: પછી તમે જ્ઞાની છો. તમે જયારે સાક્ષીબનીને બાજુમાંથી વિચારી શકો છો. ત્યારે તમે જ્ઞાની છો: જયારે તમે સ્વયંસ્ફરીત હો છો, ત્યારે તમે જ્ઞાની છો; જયારે તમને પડકારવા મુશ્કેલ હોય છે, ત્યારે તમે જ્ઞાની છો.
તમે જયારે જાણી લો છો કે જીવન એક નાટક છે, ત્યારે તમે જ્યારે સમજી જાવ છો કે અસ્તિત્વ જ જીવનનું અંતિમ બળ છે, ત્યાર તમે જ્યારે તમારી આંતરિક શાંતિથી સભાન અને જાગૃત હો છો, ત્યારે તમે જ્ઞાની છો.
જયારે તમે તમારા મન્ત ને કામે લગાડ્યા વગર જ, સ્વયંસ્કૂરણાથી હસી અને મુસ્ક્રરાઈ શકો છો, તમે જ્ઞાની છો. તમે જયારે માત્ર તમારી હાજરીથી જ શક્તિના તરંગો પ્રસારીત કરો છો, ત્યારે તમે જ્યારે લાંબા સમય સુધી કોઈ બાબતને ચોટીને સ્થિર નથી બની જતાં, અને તમને સરળતાથી પડકારી શકાતાં નથી, તમે જ્ઞાની છો. જ્યારે તમારામાં અહમ છે એવું તમને સતત ભાન રહે છે. ત્યારે તમે જ્યારે જાણી જાણી જાવ છો કે તમે તમારી મિલકતોથી સમુધ્ધ નથી પરંતુ તમારા 'સ્વ'થી શ્રીમંત છો, ત્યારે તમે જ્ઞાની છો.
તમે જયારે ગુરુને ઓળખી લો છો. ત્યારે તમે જ્યારે તમારો અહમ ગુરુને ચરણે ધરી દો છો. ત્યારે તમે જ્ઞાની છો. તમે જયારે જીવનની દરેક ક્ષણને, તેનો ભરપૂર આનંદ માણીને રમો છો, ત્યારે તમે જ્ઞાની છો.
એક નાની વાર્તા :
ત્રણ માણસોને એક ડોક્ટર તરફથી પ્રશ્ન પૃછવામાં આવ્યો; "તમને જો એમ કહેવામાં આવે કે તમારી જીદગીમાં દિવસ જીવવા માટે હવે દસ જ દિવસ છે. તો સૌથી પહેલાં તમે શું કરશો ?''
પહેલા માણસે કહ્યું; "હું મારા બધાં જ કામને બરાબર ગોઠવીને પૂરાં કરી દઈશ, જેથી મારા ગયા પછી મારા કુટુંબને સહન ના કરવું પડે અને પછી હું શાંતિથી જીવીશ."
બીજા માણસે કહ્યું: "હું અત્યાર સુધી જે બાબતોનો પહેલાં ક્યારેય આનંદ નથી ઉઠાવી શક્યો તે બધી જ બાબતોનો વધુમાં વધુ આનંદ ઉઠાવીશ."
ત્રીજા માણસે કહ્યું; "હું બીજા ડોક્ટરની સલાહ લઈશ !"
આ જ્ઞાન છે ! તમે જયારે, તમે જ બાંધેલા મજબૂત અને જાણીતા રસ્તાઓમાં જકડાઈ જવાને બદલે સ્વયં સ્કૂરિત બની જાવ છો, ત્યારે તમે પ્રવાહી અને જ્ઞાની છો.
બીજી નાની વાર્તા :
એક હોસ્પિટલમાં ટેલીફોનની ઘંટડી વાગી અને નર્સે જવાબ આપવા ફોન ઉપાડ્યો.
સામેના અવાજે પૂછ્યું; "હું જાણી શકું, રૂમ નં. ૧૦ વાળા ચન્દા બાસ્ કેમ છે અને શું કરી રહ્યાં છે ?"
નર્સે જવાબ આપ્યો; "તેઓ સારા છે અને અમે આશા રાખીએ છીએ કે કાલે સાંજે તેમને રજા આપી દઈએ. હૂં કોની
સાથે વાત કરી રહી દર્ણું ?"
અવાજે જવાબ આપ્યો; "હું ચદા બાસુ બોલું છૂં. તમે દરદીઓને આ જગ્યામાં કશું કહેતા નથી."
આ જ્ઞાન છે ! તમે જયારે કોઈ મૂદ્ પર લાંબા સમય માટે ચીટકી જતાં નથી, જયારે તમને લાંબો સમય પડકારી શકાતાં નથી, ત્યારે તમે જ્ઞાની છો.
હવે એક વધારે વાત સાંભળો :
એક માણસ તેના શહેરના મિત્રને તેના ખેતરમાં લઈ ગયો.
તેણે આજુ બાજુ બધું બતાવ્યું અને પૂછ્યું; "તમને આટલા બધાં ઘેટાં જોઈને જરૂર નવાઈ લાગી હશે ! તમે તેને ગણવાનો પ્રયાસ કર્યો ? "
મિત્રે જવાબ આપ્યો; "અરે હા, એ ૩૦૦ હતાં."
માણસ આશ્ચર્યમાં પડી ગયો અને પૂછ્યું; "તમે આ ગણતરી કેવી રીતે કરી શક્યા ?"
મિત્રે જવાબ આપ્યો: "અરે તે એકદમ સરળ હતું. મેં તેના પગ ગણી લીધાં અને પછી તેનો ચારથી ભાગાકાર કરી નાંખ્યો ."
આ જ્ઞાન નથી ! આ એ બતાવવાનો રસ્તો છે કે આપણે જીદગીમાં બાબતોને કેવી રીતે ગુંચવી નાંખીએ છીએ.
હવે પછી આપણે નિખાલસતા પર આવીએ છીએ; નિખાલસતાને સમજવા માટેનો સૌથી ઉત્તમ રસ્તો બાળકો છે. તેઓ કોઈપણ જાતની કાપકપ કે સંપાદન કર્યા વગર જ બોલે છે. તેઓ ગણતરીઓ કરતાં નથી; તેઓ પોતાના વર્તનમાં ખૂબજ સંપૂર્ણ હોય છે, તેઓ ક્યારેય યાલાક અથવા દંભી નથી હોતાં. આ નિખાલસતા છે.
પરંતુ આપણે તેમની સાથે શું કરીએ છીએ ? આપણે તેમને શબ્દોમાં કેવી રીતે કાપકપ કરવી તે શીખવવાનો પરેપરો પ્રયત્ન કરીએ છીએ તેને દુશળતા પૂર્વક કેમ વાપરવા તે શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે તેમને તેમનાં હૃદયમાંથી મન તરફ ખસવાનું શીખવીએ છીએ જેથી તેમની શુધ્ધ નિખાલસતા મન વડે બ્રષ્ટ બની જાય છે.
એક નાની વાર્તા :
એક છોકરાને કહેવામાં આવ્યું કે, તેની શ્રીમંત કાકી તેના ઘરે આવવાની છે અને તારે ખબ જ સારામાં સારું વર્તન કરવાનું છે.
કાકી આવી પહોંચ્યા અને તેમના માનમાં ભવ્ય ભોજન પીરસવામાં આવ્યું.
છોકરો જમણ દરમ્યાન સતત તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને છેલ્લે તેણે પૂછ્યું; "કાકી તમે તમારી યુક્તિ ક્યારે કરવાના છો ?
મહિલાએ પૂછ્્યું; "કઈ યુક્તિ માય ડીયર ?"
છોકરાએ જવાબ આપ્યો; "મારા પપ્પા કહેતા હતાં કે તમે માછલીની જેમ પીઓ છો ?"
બાળકો તેમને જેવું લાગે તેવું વર્તન સરળતાથી કરે છે. માટે જ તેમને નિહાળવામાં આપણને ખૂબ જ આનંદ આવે છે. માટે જ આપણે તેમનો આનંદ ઉઠાવી શકીએ છીએ. તેમની નિખાલસતા આપણને આકર્ષે છે. પરંતુ આપણે આ સમજતાં નથી અને તેમને આપણે ચાલાક અને દંભી બનવાનું શીખવીએ છીએ. આપણે આવું સતત કરતાં હોઈએ દળીએ.
એક નાનો છોકરો તેના દાદા પાસે ગયો અને પૂછ્યું; "દાદા તમે ખરેખર દેડકાંનો અવાજ કાઢી શકો છો ?"
દાદાને નવાઈ લાગી અને પૂછૂયું; "બેટા આવું કેમ પૂછે છે ?"
છોકરાએ જવાબ આપ્યો; "તમે જયારે જોરથી દેડકા જેવા ખોખરા અવાજે ખાંસતા હતા, ત્યારે મેં મારા મમ્મી પપ્પાને એવું બોલતાં સાંભળ્યા હતાં કે, આપણી પાસે આપણાં માટે હવે ખૂબ જ ઓછી મિલકત બાકી રહી છે."
આપણે દરકે વખતે દંભી બની જઇએ છીએ. આપણે ક્યારેય આપણી જાતને મુક્ત રીતે વ્યક્ત કરતાં નથી. આપણે કંઇક બીજું વિચારીએ છીએ અને કંઇક બીજું જ બોલીએ છીએ. આને લીધે આપણે ખૂબ જ કદરૂપા બની ગયાં છીએ. આપણે બસ આપણી નિખાલસતા ગુમાવી દીધી છે. બાળકો દંભી હોતાં નથી. તેઓ ખૂબ કુદરતી હોય છે. સ્વાભાવિક હોય છે. તેઓ સુંદર છે કારણ કે તેઓ તેમની જાતને મુક્ત રીતે વ્યક્ત કરે છે.
એક બીજી વાર્તા :
એક માં તેના બાળકને એક દિવસ માટે તેના મિત્ર સાથે મોકલી રહી હતી.
તેણે તેના બાળકને કહ્યું કે, તું સાંજે પાછી આવે ત્યારે તારી મિત્રને થેંક્યુ કહેવાનું ભૂલી ના જતી.
તે સાંજે બાળક ઘરે પાછું આવ્યું ત્યારે માતાએ તેને પૂછૂયું કે તારી મિત્રને થેંક્યું કે નહીં.
બાળકે જવાબ આપ્યો; "મેં નથી કહ્યું કારણ કે જ્યારે બીજી છોકરીએ તેને થેન્કયું કહ્યું ત્યારે તેણે કહ્યું કે "આભાર માનવાની જરૂર નથી."
બાળકો આવાં હોય છે ! અલબત્ત, હૃદય પૂર્વક આભાર માનવા જેવી પાયાની બાબતો તેમને શીખવવી તે આપણી ફરજ છે. પરંતુ હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેનો અર્થ છે કે આપણે બાળકોને દંભી ના બનાવવાં જોઈએ. તેમને રમતને સમજવા દો અને જાગૃતતા સાથે રમવા દો, અહમુ વગર. પરંતુ ફકત જાગૃતતા સાથે તેમને પાયાના નિયમો આપો અને પોતાની જાતે જ ભેદ પારખી શકે તેવું જ્ઞાન આપો.
એક વાત : બાળકન્તી નિખાલસતા તેના અજ્ઞાનને લીધે હોય છે. તેનામાં આ નિખાલસતા હોય છે કારણ કે હજુ સુધી તેના પર સામાજિક અસર થઈ હોતી નથી. પરંતુ એક વખત સામાજિક અસર થવાનું શરૂ થઈ જાય અને જ્ઞાન મેળવવાનું શરૂ થઈ જાય, પછી બાળક તેની નિખાલસતા ગુમાવી દે છે. પરંતુ બાળક, વરસોમાં તેણે ગુમાવેલી નિખાલસતા સાથે ગહન જાગૃતતાથી ફરી વખત જોડાઈ શકે છે. આ ફરી વખત મેળવેલી નિખાલસતા સાચી નિખાલસતા હોય છે, કારણ કે હવે નિખાલસતા અજ્ઞાનમાંથી નથી આવતી પરંતુ તે ગહન સમજણમાંથી આવે છે.
બાળકની નિખાલસતા અને માસ્ટરોની નિખાલસતામાં આ તફાવત હોય છે. મૂત જ્ઞાન નિષાલસતાને દબાવીને કચડી નાંખે છે અને અહમુને પોષણ આપીને ઉછેરે છે. પરંતુ જ્ઞાન અને જાગુતતા જાણકારીને બાજુ પર ખસેડીને નિખાલસતાને ફરી પાછી લાવે છે. જયારે આવું બને છે ત્યારે તમને રસ્તો મળી ગયો છે.
યસ ... ?
"માસ્ટરજી, અમે ભગવાન સાથે, સંબંધ કઈ રીતે જોડી શકીએ ?"
ભગવાન કોઈ અલગ હસ્તી નથી કે જેની સાથે તમે જોડાઈ શકો. સૌથી પહેલાં આ વાત સમજી લો. એ તમારી ઉપર કહેવાતા સ્વર્ગમાં બેઠો નથી અને તમારી રાહ નથી જો તો કે જેની સાથે તમે જોડાઈ શકો. તે આ બ્રહ્માંડની દરેક દરેક વસ્તુમાં રહેલો છે. દરેક વસ્તુ તેની જ બનાવેલી છે.
તે જ સર્જક છે, તે જ સર્જન છે, અને તે જ સર્જાયેલ છે. તે જ અનુભવકર્તા છે, તે જ અનુભવાયો છે, અને તે જ અનુભવ છે. ભગવાન એક નામ છે જે આપણે અસ્તિત્વને આપેલ છે. બસ આટલું જ. જ્યારે તમે આ સમજી જાવ છો, તમે ભગવાનનો અનુભવ કરવાનું શરૂ કરી દીધું છે; પછી ત્યાં ભગવાન સાથે જોડાવાનો પ્રશ્ન રહેતો નથી.
લોકો મને કહે છે, મને હું ભગવાનની નજીક હોઉં તેવું લાગે તો. હું તમને કહું છું કે 'હું જ ભગવાન છું !' હું તમને કહું છં, તમે પણ ભગવાન છો ! પરંતુ, અલબત્ત તે લોકો આ સ્વીકારવા તૈયાર થતાં નથી. તે લોકો જાણવા માંગે છે કે ભગવાનની નજીક કઈ રીતે જઈ શકાય. નજીક શબ્દનો અર્થ જ એવો છે કે તમારી અને ભગવાન વચ્ચે જદાપણાનું અંતર છે. હં તમને કહું છું તમે જ ભગવાન છો ! પછી નજીકનો પ્રશ્ન જ ક્યાં છે ?! હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે તમે સમજી રહ્યાં છો ? આ ખૂબ જ સાદ્દું છે ! ભગવાન, તમે અસ્તિત્વને આપેલ નામ સિવાય બીજું કશું જ નથી અને તમે અસ્તિત્વનો જ એક ભાગ છો.
તમે જયારે અસ્તિત્વ સાથેની સંવાદિતામાં, લયમાં જીવો છો; તમે જયારે અસ્તિત્વ સાથેનું જોડાણ શોધી લીધું હોય છે, ત્યારે તમે ભગવાન છો. બસ આટલું જ. તમે જયારે તમારા રસ્તામાં આવતી દરેક બાબતો અને દરેક વ્યક્તિ પ્રત્યે એકાત્મતા અનુભવો છો, ત્યારે તમે શુધ્ધ જાગૃતતા બની જાવ છો. તમે જયારે તમારી આસપાસની દરેક વ્યક્તિ પ્રત્યે પછી તમે તેને જાણતાં હો અથવા ના જાણતાં હો. એક સરખા પ્રેમનો અનુભવ કરો છો. ત્યારે તમે તમારી અંદર ભગવાનનો અનુભવ કરો છો. તમે ભગવાનની સભાનતાથી કેટલાં દર છો તેને જાણવા માટેનું આ સાદું અને સરળ સાધન છે.
તમે જયારે અસ્તિત્વ સાથે લયનો અનુભવ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારી અંદરના અવાજને સાંભળવાનું શરૂ કરો છો. પછી તમારે બીજા માર્ગદર્શનની જરૂર પડતી નથી. પછી લોકોએ, તમારે શું કરવું અને શું ના કરવું, તે તમને કહેવાની જરૂર પડતી નથી. તમે બસ જાણતાં હો છો; તમારૂં જ્ઞાન તમને માર્ગદર્શન આપ્યા કરે છે. નિર્ણય લેવાના ભારની લાગણી વગર તમે પ્રવાહિત બનીને વહ્યા કરો છો. ગુરુ એવી વ્યક્તિ છે જે તમારી અંદરના અવાજને જગાડી શકે છે. તે તમારા જ્ઞાનને જાગૃત કરવા ઉપર કામ કરે છે.
આપણાંમાંના મોટા ભાગનાં ફકત કારણો સાથે જ પ્રેમ કરી શકીએ છીએ. આ બતાવે છે કે આપણો અહમ કેટલો બધો મજબૂત હોય છે. તમે જ્યારે આવા હો છો; ખુબ જ સ્પષ્ટતાથી સમજી લો, ત્યારે તમે ભગવાનથી ખૂબ જ દૂર હો છો ! આપણે દાવો કરીએ છીએ કે, આપણે આપણાં મિત્રો અને કુટુંબીજનો ઉપર પ્રેમ વરસાવીએ છીએ. અત્યાર સધીમાં પથ્વી ઉપર જેટલા માસ્ટરો થયાં છે તે બધાં પર નજર નાંખો. તેમના મિશનને દોરનાર, તે બધામાં ક્યાં એક જ સામાન્ય સદ્દગુણ હતો ? શુધ્ધ પ્રેમ. બસ આટલું જ. જો તેમણે તમે રોજીદી જંદગીમાં જે પ્રેમનો અનુભવ કરો છો, તેવા સામાન્ય પ્રેમનો અનુભવ કર્યો હોત તો, તમને લાગે છે કે તેઓ તેમનું મિશન બનાવી શક્યા હોત ?
ફકત સામાન્ય પ્રેમ સાથે વિશ્વવ્યાપી ચળવળ શરૂ કરવી શક્ય છે ખરી ? સામાન્ય પ્રેમ કેટલું પ્રેરકબળ આપી શકે ? હકીકતમાં એ તમને તરત જ થકવી નાંખે ! એ ગુરુઓ પાસે સમય હતો અને તેઓ દ્વનિયાભરના લોકોની જંદગીનું પરિવર્તન કરવા પહોંચી શક્યા, તેનું કારણ એ હતું કે દુનિયાભરની માણસ જાત પ્રત્યે તેઓ એકાત્મકતા અને દિવ્ય પ્રેમ અનુભવતાં હતાં.
હકીકતમાં, જો તમે તેમની જીવન કથા વાંચો તો જાણી શકશો કે તેમાંના મોટાભાગનાઓ એ તેમનાં કટુંબને બાજુ પર મૂકી દીધું હતું. તેમણે ફુટુંબનો ગુસ્સો વહોરી લીધો હતો અને તેમની ઉપર જઈને લોકો સુધી પહોંચી ગયા હતા.
આવા કિસ્સાઓમાં ફૂટુંબ હંમેશા પ્રતિરોધ કરે છે. અલબત્ત, એક વખત પુખ્તતા અને જાગૃતતા આવી જાય છે, પછી તેઓ પણ બહારની દુનિયાની જેમ જ તેમને સ્વીકારવા અને અનુસરવા લાગે છે.
તમે ભગવાનથી જુદાં છો એવો અનુભવ જો કોઈ બાબત કરાવતી હોય તો તે તમારો અહમુ છે. જયારે અહમુ હોય છે ત્યારે તમે સતત દઢતાથી અને એક સરખી ગહન લાગણીથી દરેક સમયે પ્રેમ કરી શકતાં નથી: તમારો પ્રેમ ખબ જ લૌકિક હોય છે. તે એક અંતિમ છેડાથી બીજા અંતિમ છેડા વચ્ચે ફર્યા કરે છે.
ગુરુઓના શરીરોની ભાષાનું અવલોકન્ત કરજો. અને તમે જોઈ શકશો કે દિવ્ય પ્રેમનો રણકાર કેવો હોય છે. અસ્તિત્વ સાથે લયમાં આવવાનો સૌથી સહેલો રસ્તો ગુરુઓની શારિરીક ભાષાનું અવલોકન કરવાનો છે. ગુરુ અસ્તિત્વ સાથે હંમેશા નીતરતાં રહે છે. તમે જયારે તેમની શારિરીક ભાષાનું નિરીક્ષણ કરો છો, ત્યારે તમે તેની પાછળ રહેલી ગુણવત્તાને ગ્રહણ કરી લો છો.
જો તમે માસ્ટરનું વધારે સમય સુધી અવલોકન કરો છો તો તમે જાણી શકો છો કે તે નદીની જેમ જ અસ્તિત્વની સાથે લયમાં રહીને, ખૂબ જ સુંદરતાથી, ખૂબ જ કાવ્યમયતાથી, ખૂબ જ સંક્રમિકતાથી વહી રહ્યા છે. માટેજ તેમનું અવલોકન કરવું આટલું બધું સુંદર હોય છે ! બસ માત્ર ગુરુનું અવલોકન કરીને, તમે અસ્તિત્વની સુંદરતાનો અનુભવ કરી શકો છો અને અસ્તિત્વ સાથે લયમાં વહેતા રહો છો.
કારણ કે ગુરુ અહમૂ-વિહીન હોય છે. તે કોઈપણ જાતના અવરોધો વગર વહ્યા કરે છે. કારણ કે તેઓ 'હું' અને 'મારૂ' થી સભાન હોતાં નથી. બસ તે વહે છે. કારણ કે તે પ્રેમ સિવાય બીજું કુશું જ પ્રસારિત કરતાં નથી, તે સાજા કરે છે. સાજા કરવાની પ્રક્રિયા, પ્રેમની એકાગ્રતા સિવાય બીજૂં કર્શું જ નથી. તેથી જ તો આપણે ગુરુઓની સાજા કરવાની ચમત્કારિક શક્તિઓ વિષે વારંવાર સાંભળીએ છીએ. માટે જ ગુરુઓને ભગવાનની જેમ જોવામાં આવે છે. ખૂબ જ સ્પષ્ટ બની જાવ : ગુરુઓ જ ફકત જીવતાં ભગવાન છે. તેઓ બ્રહ્માંડીય શક્તિનું શ્રેષ્ઠ સર્જન છે.
માટે ભગવાન સાથે જોડાવાની ચિંતા બંધ કરી દો. અસ્તિત્વ સાથે સંવાદિતામાં રહેવાનું શરૂ કરી દો અને ભગવાન બની જાવ.
યાદ રાખો : તમે અસ્તિત્વને જીતી શકો નહીં. તમે ફકત અસ્તિત્વથી જીતાઇ શકો. તમે જયારે તમારો સમગ્ર અહમ્ છોડી દો છો, તમે જીતાઇ ગયા છો, બસ આટલું જ. જયારે તમે ભગવાન માટે સાનુક્રુળ ગર્ભ બની જાવ છો ત્યારે તે તમારી અંદર રહે છે. પ્રારંભિક તબક્કામાં તમે મહેમાન છો અને તે યજમાન છે. છેલ્લે તમારે યજમાન બની જવાનું હોય છે; તમારે તેને આવકારવા ગર્ભ બની જવાનું હોય છે. ગર્ભ બની જવું એટલે ઓગળી જવું અને વિનક્ર બની જવું. વિનમ્ર બની જવું એટલે સમગ્ર અહમને વિલીન કરી દેવો અને ભગવાન અથવા અસ્તિત્વમાં ઓગળીને એક થઈ જવું. ૫છી, જીવન સંગીત બની જાય છે અને અનંત ઉત્સાહની ઉજવણી બની જાય છે !
યસ … હવે આપણે ખૂબ જ સુંદર અને અતિશય અસરકારક મેડિટેશન કરીશું. જેને 'દિવ્ય નેત્ર' મેડિટેશન કહે છે એ 'આજ્ઞાચક્ર' માટે છે.
દિવ્ય નેત્ર મેડિટેશન
(કુલ સમય : ૩૦ મિનિટ)
'દિવ્ય નેત્ર' મેડિટેશન 'આજ્ઞા ચક્ર' ને જાગૃત કરવા માટે કરવામાં આવે છે. જાગૃત 'આજ્ઞા વક્ર' તમને બ્રહ્માંડીય જ્ઞાન સાથે જોડે છે. આ મેડિટેશનની પધ્ધતિ ઝોરાષ્ટ્રીયાનીઝમૂ માંથી લેવામાં આવી છે. આ પધ્ધતિના બે ભાગ છે.
પહેલો ભાગ 'આજ્ઞા ચક્ર'ને શુધ્ધ કરવા માટે છે અને બીજો તેને શક્તિશાળી બનાવવા માટે છે. 'આજ્ઞા ચક્ર' અથવા 'ત્રીજી આંખ'ને ભ્રમ અને વાસનાનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. તે તમારી અંદર ઉચ્ચતમ સભાનતા ખીલવવામાં મદદ કરે છે.
અહીં તમારી સામે એક સળગતો પ્રાર્થનાનો દીવો છે. તેને ગાયનું ધી અથવા તલના તેલથી સળગાવવામાં અવ્યો છે. તમે મીણબત્તીનો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ તે વેજીટેબલ ચરબીમાંથી બનાવેલી હોય તેની ખાત્રી કરી લેવી. આ માર્ગદર્શક મેડિટેશન પધ્ધતિ છે. મારી સૂચનાઓનું મહેરબાની કરીને ચૂસ્ત પણે પાલન કરજો.
પલાંઠી વાળીને જમીન પર આંખો બંધ કરીને બેસી જાવ. જે લોકો જમીન પર ના બેસી શકતાં હોય તે ખુરશી પર બેસી શકે છે.
(હળવું સંગીત વગાડવામાં આવે છે.)
તમારી આંખો ખોલી નાંખો અને તમારી આંખના ભવાં વચ્ચે આવેલી ત્રીજી આંખ વડે દિવાની જયોત સામે જુઓ. તમારી આંખો પલકારા મારશે અથવા બળશે અથવા આસુંઓ વહેવા માંડશે; જે થાય તે થવા દો. (પાંચ મિનિટ)
આંખો બંધ કરી દો અને ફરી વખત તમારૂં ધ્યાન 'આજ્ઞા ચક્ર' પર કેન્દ્રીત કરો. ખૂબ જ ગહનતાથી તેની સોંસરવું જુઓ. (પાંચ મિનિટ)
આંખો ખોલી નાંખો અને તમારી આંખના ભવાંની વચ્ચે આવેલી ત્રીજી આંખ વડે દિવાની જયોત સામે જૂઓ. (પાંચ મિનિટ)
આંખો બંધ કરી દો; આ વખતે 'આજ્ઞા ચક્રમાં ધ્યાન કેન્દ્રીત ના કરો, માત્ર રીલેક્સ રહો. (પાંચ મિનિટ)
ઓમ્ શાંતિ શાંતિ શાંતિ:
ધીમેથી, ખબ જ ધીમેથી, તમારી આંખો ખોલી નાંખો
આપણે પછીની બેઠકમાં મળીશું થેન્કયુ. આભાર.
ચેપ્ટર - ૯ અસંતોષની લાગણીમાંથી કતજ્ઞતા તરફ
આપણે હવે છેલ્લા ચક્રમાં જઈશું - 'સહસ્વારા ચક્ર' જે માથાની ટોચ પર આવેલું છે.
સંસ્કૃતમાં 'સહક્ષારા'નો અર્થ છે 'હજાર પાંખડીઓ'વાળું' આ 'ચક્રને જયારે સક્રિય કરવામાં આવે છે ત્યારે, મગજમાં હજાર પાંખડીઓવાળું કમળ ખીલી ગયું હોય તેવો રહસ્યમય અનુભવ થાય છે. આ 'ચક્ર' અસંતોષની લાગણી અને જીદગી એમ જ મળી ગઈ છે તેમ સમજીને મામુલી ગણી નાંખવાથી તે બંધ થઈ જાય છે અને કૃતજતા અને સંતોષની લાગણી છલકાવવાથી તે ખીલી જાય છે !
(મેડિટેશન પધ્ધતિ : સહસ્રારા ધ્યાન - સૂફી મેટિડેશન પધ્ધતિ છે)
એક માણસ ભગવાનને રોજ પ્રાર્થના કરતો હતો; ''હે ભગવાન મારી પાસે પૂરતાં પૈસા નથી. મહેરબાની કરીને મને એક કરોડ રૂપિયાની લોટરી જીતવામાં મદદ કરો ! જો હું જીતી જઈશ, તો હું તમને વચન આપું છું, કે ઇનામની રકમમાંથી ૨૦% રકમ હું તમારી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આપી દઈશ. જો તમને મારી વાત માનવામાં ના આવતી હોય તો, મહેરબાની કરીને, ૨૦ લાખ તમે જાતે જ તમારી પાસે રાખી લે જો અને મને ફકત બાકી વધેલા ૮૦ લાખ આપી દો."
આપણાં બધા જ વ્યવહારો બરાબર આવા જ હોય છે - શુધ્ધ ધંધાદારી ! આપણાં જીવનમાં ભલે કદાચ આ ખુલ્લી રીતે દેખાતું નહીં હોય, પરંતુ જો તમે તમારી પ્રાર્થનાના અસ્તિત્વનું ગહનતાથી વિશ્લેષણ કરશો તો, તમને સમજાઈ જશે કે તમે દરેક સાથે હંમેશા ધંધાદારી સોદા જેવા જ વ્યવહારો રોજ કરો છો, ભગવાન સાથે પણ !
એક નાની વાર્તા :
એક દિવસ એક ગરીબ માણસ બાદશાહ અકબરના મહેલ પર ગયો.
તેની ઇચ્છા તેના છોકરાના અભ્યાસ માટે થોડા પૈસા માગવાની વિનંતી કરવાની હતી.
મદદ માગવા આવનારને ક્યારેય ખાલી હાથે પાછા ના વાળવા માટે અકબર જાણીતો હતો.
જયારે આ માણસ મહેલ પર પહોચ્યો ત્યારે તેણે જોયું કે અકબર હાથ પહોળા કરીને ખુદાની બંદગી કરી રહ્યો હતો. તેથી તે બીજા લોકોની સાથે બહાર લાઇનમાં ઉભો રહીને રાહ જોવા લાગ્યો. જ્યારે અકબર બહાર આવ્યો ત્યારે દરેક જણે પોતાની માંગણી રજુ કરી અને તેના તરફથી મદદ મેળવી.
ફકત પેલો ગરીબ માણસ કંઇ પણ માંગ્યા વગર જ પાછો ફરી ગયો.
અકબરનું ધ્યાન તેના પર ગયું અને તેણે તેને પાછો બોલાવ્યો.
તેણે તેને પૂછૂધું : "તમે કશું જ માંગ્યા વગર કેમ જતા રહેતાં હતાં ?"
માણસે જવાબ આપ્યો; "બાદશાહ હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો હતો. પરંતુ મેં જોયું કે તમે પોતે જ ભીખ
માંગી રહ્યા હતા !"
જો તમે આપણી પ્રાર્થનાઓનું વિશ્લેષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે હકીકતમાં આપણે બધાં જ ભિખારીઓ છીએ. આપણે બસ માંગ, માંગ અને માંગ જ કર્યા કરીએ છીએ. આપણી પ્રાર્થનાઓ ફકત ભિક્ષા પાત્રો સિવાય બીજું કશું જ નથી. આપણે ભૌતિક વસ્તરનો માટે સંવાળા સંબંધો માટે. ધ્યેયો પ્રાપ્ત કરવા માટે. શારીરિક સુંદરતા માટે અને બીજું શું શું નહીં, બસ માંગ માંગ જ કરીએ છીએ.
આપણે હંમેશા કંઇકને કંઇક માગતા જ હોઈએ છીએ અથવા બીજી માગણીઓ આપણા મનમાં હોય છે. હકીકતમાં આપણે માંગવા સાથે ખબ જ સંવાદિતામાં હોઈએ છીએ. આ આપણી અંદર ચાલતી એક પ્રકારની અભાન પ્રક્રિયા બની ગઈ છે. અને કદાચ એવી દલીલ કરીએ કે આપણે માંગતા નથી. કારણ કે આપણે તેને માંગણી તરીકે જોતાં જ નથી. આપણે તેને જંદગીની સ્વાભાવિક રીતો તરીકે જ જોઈએ છીએ ! આપણે તેમાં એટલાં બધાં સંલગ્ન થઈ ગયા છીએ કે આપણે તેનાથી આપણી જાતને દૂર રાખી શકતાં નથી.
સમજી લો : દુનિયામાં ફકત બે જ પ્રકારના ધર્મો છે: પ્રાર્થના આધારીત ધર્મ અને કૃતજ્ઞતા આધારીત ધર્મ.
પ્રાર્થનાના પાયાવાળા ધર્મમાં ભગવાન પાસે એક અથવા બીજું માંગવાનું જ હોય છે. જેને ખૂબજ મોટા પ્રમાણમાં પુષ્કળ માણસો અનુસરે છે. કારણ કે, તે આપણાં માંગવાના અભિગમ સાથે ખબ જ લયમાં હોય છે. તે બચપણથી આપણા મનને જે રીતે ઘડવામાં આવ્યું હોય છે તેની સાથે સંવાદિતામાં હોય છે. આપણને બચપણથી જ પ્રાર્થનામાં માંગવાનું શીખવવામાં આવ્યું હોય છે. આપણને ભગવાન અથવા અસ્તિત્વ સાથે વાત કરવાનો આ ખૂબ જ સ્વાભાવિક રસ્તો લાગે છે.
બીજી બાજુ, કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો ધર્મ, જે માત્ર, ભગવાન અથવા અસ્તિત્વ તરફ અંદરથી કૃતજ્ઞતાની લાગણી વહાવડાવવા પર આધારીત છે. આપણને બચપણથી જે શીખવવામાં આવ્યું છે તેનાથી આ તદ્દન વિરોધી છે. આપણને હંમેશા એવું શીખવવામાં આવ્યું છે કે કંઈક મળે તો જ આભાર માનવો. બસ આટલું જ. આપણને સામાજીક રીત ભાત માટે જ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખવવામાં આવ્યું છે. આનાથી વધારે બીજું કર્શું જ નહીં!
પછી આપણે હંમેશા આભાર વશ કેવી રીતે રહી શકીએ ? આપણા માટે તે ઘણું વધારે પડતું બની જાય છે ! માટે જે. આ કતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો ધર્મ અમુક થોડા પસંદગીના લોકો જ અનુસરે છે. ફકત અમુક થોડા મેડિટેશન કરતાં ધર્મો, જેવા કે બુધ્ધીઝમ અથવા સૂફીઝમ ધર્મો જ કૃતજ્ઞતાના પાયા પર આધારીત છે. આ ધર્મોના ખૂબ જ ઓછાં અનુયાયીઓ છે, પરંતુ અનુયાયીઓની ગુણવત્તા ખૂબ જ ઉચી હોય છે.
તમે સમજો : પ્રાર્થના કરવામાં કશું જ ખોટું નથી. પરંતુ પ્રાર્થના કરતી વખતે માંગણીઓને જ ચોંટી રહેવં. એટલે મુશ્કેલીઓની શરૂઆત. પ્રાર્થનાનો ઉપયોગ મેડિટેશનમાં છલાંગ મારવાના પાટીયાં તરીકે કરવો જોઈએ, મેડિટેશન કે જ્યાં કૃતજ્ઞતાની લાગણી પ્રાર્થના બની જાય છે અને તમારી જાત દિવ્ય આનંદ બની જાય છે !
તમે કદાચ વિચારતાં હશો : "કૃતજ્ઞતા વ્યક્ત કરવી તે સમાજીક આદત હોઈ શકે. તે મેડિટેશન કેવી રીતે બની શકે"? પરંતુ તમે જયારે કૃતજ્ઞતાની લાગણી હકીકતમાં વ્યક્ત કરવાનું શરૂ કરશો ત્યારે તમે તેનો અર્થ સમજી જશો. તમે જયારે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શરૂ કરો છો, ત્યારે જ તમે તમારી જીંદગીની કિંમત સમજો છો.
હું તમને કહ્યું છું : તમે ફકત, જે લોકો તમારી જરૂરીયાતો પૂરી કરે છે અને તમારી સંભાળ રાખવા માટે સીધાં જ જવાબદાર હોય છે તેઓ પ્રત્યે જ સભાન હો છો. પરંતુ અત્યાર સુધી અને બીજી હજારો વખત, જેવો તમને મદદ કરી છે, તમારૂં રક્ષણ કર્યું છે અને તમારી સંભાળ રાખી છે એ અસ્તિત્વ, એ ધ્રહ્માંડ, એ વૈશ્વિક શક્તિ જેના વિષે તમે સભાન પણ નથી.
પરંતુ તમે હંમેશા એવું જ વિચારો છો કે જે કંઇ તમને આપવામાં આવ્યું છે, તે તમારો હકક હતો અથવા અકસ્માતે જ તમને મળી ગયું છે. તમે જયારે, તમારી સંભાળ લેતા અસ્તિત્વના હાથને જોવાનું અને અનુભવવાનું શરૂ કરો છો ત્યારે તમને સમજાય છે કે અસ્તિત્વને અહીં તમારી જરૂરીયાત હતી. ફકત પછી જ તમે સમજો છો કે અસ્તિત્વ સતત તમારા પર વરસી રહ્યું છે.
હકીકત એ છે કે તમે 'જીવતાં' છો એ જ બતાવે છે કે અસ્તિત્વને તમારી હાજરીની જરૂર છે અને તે તમારી સંભાળ રાખે છે. તમે જયારે આ સમજી નથી શકતાં; ફકત ત્યારે જ તમને ફિક્કા પણું લાગે છે અને તમે હતાશ થઈ જાવ છો, અને એવું કહેવા લાગો છો કે તમે દ્વનિયાની સૌથી હલકી વ્યક્તિ છો.
તમે જો તમારા આત્માના અવાજને સાંભળશો કે શું કહેવામાં આવી રહ્યું છે, તો તમે તમારી જાત સાથે લયમાં આવો છો અને અસ્તિત્વની આપવાની બધી જ રીતો પ્રત્યે ખૂબ જ લાગણીશીલ બની શકો છો !
આપણાંમાના મોટા ભાગના ભય સાથે ભગવાનની પ્રાર્થના કરે છે. તમે માતાઓને ઘણીવાર બોલતી જઓ છો તે તેમનાં બાળકોને કહેતી હોય છે. જો તેઓ ચોક્કસ બાબત નહીં કરે તો ભગવાન તેના પર ગુસ્સે થશે. આ પ્રકારના વિધાનો બચપણથી જ બાળકની અંદર મળીયાં નાંખી દે છે. અને તેમનાં ભગવાન વિષેનો ખોટો ખ્યાલ પેદા કરે છે. તમે ખૂબ જ નાની ઉંમરથી બાળકોનું આવી રીતે જ ઘડતર કરો છો. તેઓ જયારે મોટાં થાય છે, ત્યારે તેમને આના લીધે ખૂબ જ ગંભીર દ્વિષાઓનો સામનો કરવો પડે છે. અસ્તિત્વને પ્રેમ અને કૃતજ્ઞતા સાથે આલિંગવાને બદલે, તેઓ ભય અને માનથી તેનાથી દુર ઉત્મા રહે છે.
ભયને કારણે જો ધર્મનું અનુસરણ કરવામાં આવે છે તો તે તમને કશે જાય; તે તમારી અંદર પરિવર્તન માટેનો સરળ રસ્તો નહીં બનાવે. તમારી માંગણીઓમાં તમને વિશ્વાસ હશે તો કદાચ તમે ભૌતિક બાબતોમાં પ્રગતિ કરી શકશો, પરંતુ તમે અંદરથી તો જયાં હશો ત્યાં જ રહેશે. ભૌતિક રસ્તે સાચી પરિપૂર્ણતા અથવા જીવનનો સાચો હેતુ ક્યારેય સિધ્ધ નહીં થાય; એ માત્ર આંતરીક સ્તરે જ શક્ય બને છે. જે લોકો કહેવાતી સફળતાની હતાશામાંથી પસાર થતાં હશે, તેઓ હું જે બાબત સંબંધે વાત કરૂં છું તેને સારી રીતે સમજી ગયા હશો. આપણે પહેલાંના સેશનમાં સફળતાની હતાશા વિષે ઘણી ચર્ચા કરી છે.
ધર્મનું અનુસરણ દિવ્યતા અથવા અસ્તિત્વના ગહન પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી થવું જોઇએ. છતાં પણ સમાજ તમને ભયના નામે ભગવાનને ભજવાનું શીખવે છે, હું તમને કહું છું : આવું ક્યારેય ના કરો. હંમેશા પરમાત્મા તરફ પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી પ્રાર્થના કરો.
એક નાની વાર્તા :
ઝનૈદ નામના એક સદગુરુ, દિવસમાં નિયમિત પાંચ વખત ખુદા તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા.
એક વખત, તે અને તેમના અનુયાયીઓ, જે ગામડાંઓમાં સુફીઝમના ધર્મ તરીકે સ્વીકાર થયો નહોતો તેવા ગામડાંઓમાં ફરી રહ્યા હતા.
પહેલાં ગામમાં, લોકોએ તેમના પર ભીખ માંગી હોવાનાં આક્ષેપો મૂક્યા અને ભીખના પાત્રો ફેંકી દીધાં. બીજા ગામમાં લોકોએ ભીખ આપવાની જ ના પાડી દીધી.
ત્રીજા દિવસે જે ગામમાંથી તે લોકો પસાર થયા ત્યારે લોકોએ તેમના તરફ દુશ્મનાવટ ભર્યું વર્તન કર્યું અને તેમને લાકડીઓ અને પથ્થરો મારીને ગામની બહાર ધકેલી દીધા.
તે રાત્રે રોજની જેમ જ, સંત ઝૂનૈદે ઘુંટણીએ પડીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. તેમના શિષ્યો તેમનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમને માટે આ સહન કરવું વધારે પડતું હતું. તેઓ સમજી નહોતાં શકતા કે ઝૂનૈદ ખુદાનો શા માટે આભાર માને છે. તેઓ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા હતાં.
તેઓ બરાડી ઉઠ્યા; " માસ્ટર ! ત્રણ દિવસથી આપણે ખાધાવગરના છીએ ! આ જે આ ભાંથી કૃતરાઓની જેમ મારીને હાંકી કાઢવામાં આવ્યા છે ! તમે આ બધાને માટે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છો?"
ઝુનૈદે તેમની સામે જોયું અને કહ્યું; "તમે ત્રણ દિવસની ભૂખ વિષે વાત કરો છો ! પરંતુ ખુદા એ તમને ત્રીસ વરસ સુધી ખોરાક પૂરો પાડ્યો છે તેના માટે તેનો આભાર માન્યો છે ? અને એક વાત જાણી લો; મારી ખુદા પ્રત્યેની કતજ્ઞતાની લાગણી જે મળ્યું છે તે માટે નથી અથવા કશું મેળવવા માટેની નથી. એ તો બસ મારી જાતમાં રહેલા ગહન પ્રેમની અભિવ્યક્તિ છે; એ તો પસંદગી વગરની પ્રાર્થના પૂર્ણ અભિવ્યક્તિ છે. બસ આટલું જ."
તમે જયારે તમારી અંદર કૃતજ્ઞતાની લાગણીથી ઉભરાતા હો છો, ત્યારે તમે તમારી અંદર જ એવી જગ્યા શોધી લીધી હોય છે જેમાં બીજા કશાની જરૂર પડતી નથી. પછી તમે બીજા કશાની ચિંતા જ કરતાં નથી. તમે યોગ્ય રસ્તા પર હો છો. તમારા વિકાસમાં તમારૂં મન અવરોધરૂપ બનતું નથી. તમારૂં મન અદ્રશ્ય થઈ ગયું હોય છે. જ્યારે તમારા માટે કોઈ જગ્યા હોતી નથી, ત્યારે અસંતોષની લાગણી ક્યાંથી અસંતોષની લાગણી આવી શકતી નથી. અસંતોષ ચોખ્ખો મનનો પરિપાક છે.
તમારૂં મન હંમેશા તમારી અને અસ્તિત્વની વચ્ચે ઉભું રહે છે. તે તમને અસ્તિત્વને સાંભળતા, જોતાં, અનુભવતાં અને તેની લાગણીનો અનુભવ કરતાં અટકાવે છે. એક વખત તમે તમારા મનની ઉપર જઈને અસ્તિત્વની સુંદરતા જોઈ લો છો, પછી કૃત્તજ્ઞતા તમારી પ્રાર્થના બની જાય છે અને તમારી જાત દિવ્ય આનંદ બની જાય છે ! પછી તમે મુક્તિ અનુભવો છો અને આનંદ માણો છો !
તમે જયારે તમારા મનના મૃત તર્કોને છોડી દો છો, તમે નદીની જેમ વહેવ લાગો છો. પસંદગી વગર પ્રયાસ વગર, આનંદિત બનીને, પ્રવાહ સાથે. પછી તમે તમારૂં પાત્ર ભજવતાં જાવ છો અને તમે દરેક ક્ષણનો આનંદ ઉઠાવો છો. પછી તમે સમજી જાવ છો કે, તમે આ અદ્દભૂત નાટકનું એક પાત્ર છો, જેમાં તમે તેના ચલાવનાર પ્રત્યે જેટલા વધારે લાગણીશીલ હો છો, તેટલી વધારે અસરકારકતાથી તમે તમારૂં પાત્ર ભજવી શકો છો અને તમારા પાત્રમાંથી તેટલો જ વધારે આનંદ મેળવી શકો છો !
તમે જયારે પ્રવાહની વિરુધ્ધમાં જાવ છો, ત્યારે તેમાં પ્રયાસો અને મહેનતની પસંદગી કરવાની જરૂર પડે છે. તમે જયારે પ્રવાહની સાથે જાવ છો, તમારે કોઈ પ્રયાસો કરવાની જરૂર પડતી નથી. તમે મુંઝવણો અનુભવતાં નથી; તમે ફકત હળવાશ અનુભવીને આનંદીત બનીને વહ્યા કરો છો ! પછી તમને દરેક બાબત સુંદર દેખાય છે.
એક માણસ વગડામાં પસાર થઈ રહેલી રેલ્વેમાં બેઠો હતો.
તેણે પોતાનો બધો જ સમય અવલોકન્ન કરવામાં, ડબ્બામાં બહારથી પસાર થઈ રહેલાં દરયોનું નિરીક્ષ કરવામાં પસાર કર્યો હતો .
એક આધેડ મહિલા તેની બાજુમાં બેઠી હતી તેણે કહ્યું કે તેની મુસાફરીનો સૌથી સૂંદર ભાગ શ્વાસ થંભાવી દે તેવાં આ બહારના દેશ્યો જોયાં તે હતો.
મહિલાએ તેનું માથું હલાવ્યું થોડીવાર બેસીને બારી બહાર જોયું અને જતી રહી.
થોડીવાર પછી મહિલા પાછી આવી, થોડાં સમય બેઠી અને બારીની બહાર જોયું. અને પછી ઉભી થઈને જતી રહી. થોડાં સમય પછી તે પાછી આવી અને આ વખતે તે માણસની પાછળ બેઠી.
થોડી મિનિટો પસાર થઈ, તેણીએ પેલા માણસની પીઠ પર ટપલી મારી અને પૃછ્યું; "તમે મેં ના જોયું હોય તેવું કંઈ જોયું ?''
આપણે બધાં જ્યારે, અસ્તિત્વ સાથે કઈ રીતે રણકવું તે ના જાણતાં હોઈએ ત્યારે અસ્તિત્વની સુંદરતા ચૂકી જઈએ છીએ. આપણે બધાં બધાે જ સમય આનંદ માણવા માટેનાં કારણોની શોધમાં હોઈએ છીએ. ઉત્સવની ઉજવણીનાં કારણોની, આપણે શાનો આનંદ માણવો તેના પ્રશ્નો પૃછવામાં, અને બીજી બાબતોમાં હોઈએ છીએ ! આ બધાંને કારણે આપણે અસ્તિત્વ સાથેનો આપણો સંબંધ ગુમાવી દીધો છે.
આપણી આજુબાજુની દરેક બાબત તરફ કૃતજ્ઞતા અનુભવવાને બદલે, આપણે બધો જ સમય માંગતા અને પ્રશ્નો કરતાં રહીએ છીએ. આપણે અસ્તિત્વ સાથેનો સંબંધ ફરી પાછા જોડાવાની જરૂર છે. કૃતજ્ઞતા આ સંબંધ ફરી પાછો જોડી આપવામાં મદદ કરી શકે છે. તે તમને ફરી એક વખત તમારાં મુળ શોધવામાં મદદ કરી શકે છે. તે તમને કુદરત સાથે. અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
એક દિવસ એક માણસે મંદિરમાં ખૂબજ તીવ્રતાથી પ્રાર્થના કરી, "હે ભગવાન, મહેરબાની કરીને મને ૧૫ દિવસ માટે ૧૦૦૦ રૂપિયા આપો. તે મેળવવા માટે હું મરણીયો બની ગયો છું. આ પૈસા હું તમને ૧૬ દિવસ પછી મારો પગાર થશે એટલે પાછા આપી દઈશ."
મંદિરનો પજારી આ માણસની કાકલદી ભરી પ્રાર્થનાઓ સાંભળી રહ્યો હતો.
તેને આ સ્થિતિમાં જોઈને પૂજારીને ખૂબ જ દુ:ખ થયું.
પુજારી પાસે ૫૦૦ રૂપિયા હતા, તેણે તે કવરમાં મૂક્યા અને પેલા માણસને આપીને કહ્યું કે ભગવાને આ રૂપિયા તમને આપવાનું કહ્યું છે.
માણસ અતિશય ખુશ થઇ ગયો. તે કવર ઘરે લઈ ગયો અને ખોલ્યું.
તેણે પૈસા ગણ્યા અને જોયું તો તેમાં ફકત ૫૦૦ રૂપિયા જ હતાં. ૧૦૦૦ રૂપિયા નહીં.
બીજે દિવસ તે મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરી, "હે ભગવાન, બીજી વખત પજારી સાથે પૈસા નહીં મોકલતા; સીધે સીધા મને જ આપજો. એ તેમાંથી અર્ધા પોતાની પાસે રાખી લે છે."
આપણે દરેક બાબતને કિંમત વગરની ગણી કાઢીએ છીએ અને તેથી જ અસંતોષી રહ્યાં છીએ ! યાદ રાખો : જીવન 'પોતે જ' તમને મળેલી ભેટ છે ! તમે તે મેળવવા માટે સખત મહેનત કરી છે? તમારામાંથી કોઈ કહેશે કે તેણે ખૂબ જ મહેનત કરીને આજીવન મેળવ્યું છે ? ના. માટે આપણને તેના મૂલ્યનું ભાન નથી ! આપણે બસ દરેક બાબતને, આપણાં શરીરોને, આપણાં રોજીદા ખોરાકને, ફ્રદરતનાં સૌંદર્યને, દરેક બાબતને મામુલી ગણી નાંખીએ છીએ. આપણે ભગવાન પાસે હીરાની વીંટીઓ માંગીએ છીએ પરંતુ વીંટી પહેરવા માટે આપણને આંગળીઓ આપી છે, તે માટે તેનો આભાર માની છીએ ? સમય જતાં આપણાં માટે હીરાની વીટીંઓ પણ પોતાની કિંમત ગુમાવી બેસે છે.
એક દિવસ, સ્કૂલમાં ભૂગોળના એક શિક્ષકે તેના વિદ્યાર્થીઓને દ્વનિયાની સાત અજાયબીઓ લખવાનું કહ્યું.
દરેક બાળકે, ચીનની મહાન દિવાલ, પિરામિડો, એફિલ ટાવર વગેરેનાં નામ લખ્યાં.
એક છોકરી લખ, લખ જ કરી રહી હતી. માથું હલાવતી હતી અને લખવાનું ચાલુ રાખતી હતી.
શિક્ષક તેની પાસે આવ્યાં અને પૂછ્યું; "શું થયું, તું શીખેલું ભૂલી ગઈ છે ?"
નાની છોકરીએ કહ્યું; "ના. હું થોડી અવઢવમાં પડી ગઈ છૂં. સાત કરતાં ઘણી વધારે અજાયબીઓ છે."
શિક્ષકને નવાઈ લાગી, તેણે છોકરીની નોટ લીધી અને વાંચી પછી તેણે આખા વર્ગના બાળકો સાંભળે તેમ મોટેથી વાંચી, "દ્દનિયાની સાત અજાયબીઓ નીચે મુજબ છે : હું જોઈ શકું છે, હું સ્પર્શ કરી શકું છું, હું સુંધી શકું છે, હું સ્વાદ માણી શકું છૂં, હું પ્રેમ કરી શકું છું …"
આખો વર્ગ એકાએક ગાઢ શાંતિથી ભરાઈ ગયો.
આ બધી નાની બાબતો આપણે ભૂલી જઈએ છીએ કારણ કે આપણે વિચારીએ છીએ કે તે નાની છે. જે વસ્તુ આપણને સરળતાથી મળી જાય છે તે દરેક વસ્તુ આપણા માટે નાની બની જાય છે. આ દુનિયામાં લાખો લોકો છે જે લોકો સાંભળી શકતાં નથી, બોલી શકતાં નથી, સ્વાદનો અનુભવ કરી શકતાં નથી. આપણે આ બધી બાબત માટે ક્યારેય વિચારતાં નથી. આપણે હંમેશા વધારે શું છે. હવે પછી શું એવું જ વિચારીએ છીએ. બસ .
એક માણસ પોતાના ગામ જવા માટે હાઈવે પર મુસાફરી કરી રહ્યો હતો.
એક કલાકની મુસાફરી પછી, તેની કારને આંચકા લાગ્યા અને તે બંધ પડી ગઈ.
પેટ્રોલ ખલાસ થઈ ગયેલ્નું તે જોઈને હેબતાઈ ગયો.
તે પરસેવે રેબઝેબ થતો. પ્રાર્થના કરતો કરતો, હાંફતો હાંફતો થોડા કિલોમીટર ચાલીને છેલ્લે શહેરમાં પહોંચ્યો.
તેણે એક પેટ્રોલ પંપ જોયો, ત્યાં જઈને તેણે પેટ્રોલ પંપવાળાને સમજાવ્યું કે, તેની પાસે એક પણ પૈસો નથી અને તે ગામ પહોંચવા માટે પેટ્રોલની જરૂર છે. તે લોકોએ તેને ના પાડી.
તે રસ્તાની સામેની બાજુના બીજા પેટ્રોલ પંપ પર ગયો અને તેમને પોતાની પરિસ્થિતિ સમજાવી. પંપ મેનેજરને તેની દયા આવી અને તેને મફતમાં થોડા લીટર પેટોલ ભરી આપવા સંમત થયો.
માણસે પૂછ્યું ; "તમે મને થોડા લીટર પેટ્રોલને બદલે તેટલા પૈસા આપશો ? રોડની સામેના પંપ પર તમારા કરતાં પેટ્રોલ સસ્તું મળે છે.''
આપણી પાસે કશુંક ના આવ્યું હોય ત્યાં સુધી આપણને તે ખૂબ જ કિંમતી લાગે છે અને ત્યાં સુધી તેને મેળવવા માટે આપણે પ્રાર્થના કરવાના મૂડમાં રહીએ છીએ; જે ક્ષણે આપણને તે મળી જાય છે. તે પોતાની કિમત ખોઈ બેસે છે અને આગળ વધી જઈએ છીએ. બીજું મેળવવાની પ્રાર્થના કરવા માટે !
આપણે હંમેશા 'પછી શું' ના અભિગમ સાથે જ જીવીએ છીએ. આને કારણે આપણે કૃતજ્ઞતા સાથે સંબંધમાં રહી શકતાં નથી.
દાખલા તરીકે, જો આપણે દુકાનમાં જઈએ અને અમુક નવી સગવડતા વાળી નવી એલાર્મ ઘડીયાળ જોઈએ તો આપણને લાગશે કે આપણને આ નવી સગવડતા આપણી જીદગીમાં વધારે ઉપયોગી સારી રીતે ઉપયોગી થશે. આપણને એવું લાગશે કે જો આ નવી સગવડ મળી જાય તો, તેને લીધે આપણી જીદગીની આખી ગુણવત્તા બદલી જશે. આપણને એવું લાગે છે કે આ ઘડીયાળને લીધે આપણે આપણી જીદગીમાં વધારે અસરકારક બની શકીશું. તેથી આપણે તેને ખરીદી લઈએ છીએ અને ઘરે લઈ જઈએ છીએ.
થોડા દિવસો પછી શું બને છે ? આપણી પાસે એ કિંમતી ઘડીયાળને સાફ કરવાનો પણ સમય હોતો નથી ! બિચારી ઘડીયાળ ક્યાંય ધૂળ ખાતી પડી હશે અને તમે તેને ખરીદવા માટે ઠપકો સાંભળ્યો હશે અને તમારા ઘરના કચરામાં એક આઈટમનો વધારો થયો હશે ! અને તમે વળી કોઈ બીજી નવી વસ્તુ તરફ, કોઈ નવી ઈચ્છા તરફ આગળ વધી ગયાં હશો !
આપણી પાસે જે નથી હોતું તેના માટે આપણને તે પહાડ જેટલું મોટું લાગે છે અને એવું થાય છે કે તેના વગર આપણે જીવી નહીં શકીએ, પરંતુ હકીકતમાં જયારે તે આપણને મળી જાય છે, ત્યારે એ વસ્તુ ગમે તેમ પણ આપણાં માટે ખૂબ જ નાની બની જાય છે. આ રીતે આપણે જીંદગી તરફની અદ્ આપણે 'પછી શું' ની 'પાછળ દોડતાં રહીએ છીએ.
રમણ મહર્ષિ ભગવાનને કહે છે : ''હું અતિશય બુધ્ધિશાળી છું. મારી પાસે જે હતું તે બધું જ મેં તેને આપી દીધું છે. મારી આખી જીદગી દુ:ખોથી ભરેલી જીંદગી. તું બદલામાં તારી હાજરીનો દિવ્ય આનંદ આપ!
રમણ મહર્ષિ ભગવાનને કહે છે કે હું તારા કરતાં પણ વધારે જ્ઞાની છું કારણ કે મેં તારી સાથે જ્ઞાનથી અદલાબદલી કરી છે. અસ્તિત્વ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની કેવી અદ્દભૂત વંદનીય લાગણી ! તમે જયારે તે વાંચો ત્યારે તે સીધો જ પ્રહાર કરે છે.
બીજી એક નાની વાર્તા : રામક્રિષ્ણ પરમહંસ વિષે :
એવું કહેવાતું કે, રામક્રિષ્ણ જ્યારે ચૈત્યન્ય મહાપ્રભુના વતનથી કોઈને આવેલું જોતાં ત્યારે તે તેના પગમાં પડી જતાં.
ચૈતન્ય પ્રભુ ભારતનાં મહાન એન્લાઈટેન્ડ ગુરુ હતા.
આવા જ એક પ્રસંગે, જ્યારે રામક્રિષ્ણ કોઈના પગમાં પડી ગયા ત્યારે તેમની આસપાસના લોકોએ તેમને પૃછયું કે તમે આવા સામાન્ય નાશવંત માણસના પગમાં શા માટે પડી ગયા.
તેમણે જવાબ આપ્યો; "આ માણસ સામાન્ય છે અથવા અસામાન્ય છે તે અગત્યનું નથી, તે 'બાનીગાતી' - કે જ્યાં ચૈતન્યે ખબ જ મહત્વનું 'સંકિર્તન' કર્યું હતું ત્યાંથી આવ્યા છે. જે ક્ષણે મેં સાંભળ્યું કે તે ત્યાંથી આવ્યા છે. તે નામ સાંભળતાંની સાથે જ મારા મનમાં ચૈતન્યની યાદો પેદા થઈ. મારા માટે એ જ પુરતું છે. તે લોકો મારા મનમાં ચેતન્યને લાવ્યા તે બદલ તેના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું તેમના પગમાં પડી ગયો. જો આ ક્ષણોમાં હું તેમને ના મળ્યો હોત તો કદાચ હું કોઈ બીજી નકામી વાતો માટે વિચારતો હોત. તે એ લોકો છે જેમણે મારામાં દિવ્ય યાદો અને વિચારોની જયોતિ પ્રગટાવી."
આ હતો રામક્રિષ્ણ નો જવાબ !
ચેતન્યના વિચારો મગજમાં લાવી દેવા માટે રામક્રિષ્ણ તેમના પગમાં પડી જતાં હતાં ! આજે આપણે આવી કલ્પના કરી શકીએ ? હું જ્યારે કહું છું, કે દરેક બાબત અને દરેક વ્યક્તિ, પછી તે ગમે તે કરતી હોય તેના તરફ કુતજ્ઞતા બતાવો, ત્યારે મારો કહેવાનો અર્થ આ હોય છે. તે બધાં જ અસ્તિત્વનો હિસ્સો છે અને તે બધાં જ અસ્તિત્વ વડે વગાડતી ઓર્કેસ્ટ્રામાં એકબીજાના લયમાં વાગી રહ્યાં છે. તમે જયારે આ જે બની રહ્યું છે તેની પ્રત્યે ઉર્સીશીલ હો છો, ત્યારે તમે જે બની રહ્યું છે તેના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવી શકો છો.
મહાન ગુરુઓ પાસેથી આપણે આ કૃતજ્ઞતાની લાગણી મનમાં ગ્રહણ કરવાની જરૂર છે. આપણે તેમની પાસેથી ગ્રહણ કરી શકીએ એવી આ એક જ બાબત છે. બીજા બધાંની સંભાળ આપોઆપ લેવાશે, કારણ કે જયારે તમે આ ગ્રહણ કરી લો છો, ત્યારે યોગાનુયોગની શક્તિ તમારા માટે કામ કરવા લાગે છે અને અસ્તિત્વ બસ તમારા પર વરસતું રહે છે.
માટે સમજી લો : ઈચ્છા અને કૃતજ્ઞતા ક્યારેય સાથે રહી શકતાં નથી. તમે જયારે એક પછી એ ઇચ્છાઓ કરતાં હો છો, ત્યારે એનો અર્થ છે તમે કૃતજ્ઞતથી જીવતાં નથી. તમે જયારે કૃતજ્ઞતાથી જીવો છો, ત્યારે તમારામાં ક્યારેય કોઈ ઈચ્છાઓ પેદા થતી નથી. જ્યારે તમે કૃતજ્ઞતા સાથે જીવો છો, ત્યારે તમને જે કંઈપણ આપવામાં આવે છે તે એ ક્ષણ પૂરતું તમારી પરિપૂર્ણતા માટે પુરતું હોય છે બસ. અરે તમે માંગો તે પહેલાં તમને મળી ગયું હોય છે, જેથી માંગવાનો પ્રશ્ન રહેતો નથી !
તમે જયારે કૃતજ્ઞતા સાથે હો છો ત્યારે દરેક બાબત સંપૂર્ણ હોય છે. એ સિવાય દરેક બાબત તમને ખામી વાળી અને કદરૂપી લાગે છે. માણસની લાલસા એટલી બધી હોય છે કે તેને જો આખી દ્દુનિયાનો રાજા પણ બનાવી દેવામાં આવે તો પણ એ વિચારશે : "મહાસાગરો હજી મારા તાબામાં નથી; સૂર્ય અને તારાઓ હજુ મારા હુકમો માનતાં નથી."
'શિવ પ્ર રાણો માં શિવ અને 'બ્રહ્મા કપાલા'ની વાર્તા છે.
'બ્રહ્મ કપાલા' (ખપર) માણસની ખોપરીનું બનાવેલું ભિક્ષા પાત્ર છે. જેમાં શિવ ભિક્ષા માંગતા હતા.જ્યારે 'બ્રહ્મ કપાલા' (ખપ્પર)ની આક્ષર્યજનક વાત એ હતી કે લોકો જેટલી ભિક્ષા તેમાં નાંખતા, તે બધી ભિક્ષા આ પાત્ર ગળી જતું હતું !
શિવ તેને ભરવા માટે ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ પાત્ર હંમેશા ખાલી જ રહેતુ હતું.
આ 'બ્રહ્મ કપાલા' (ખપર) હકીકતમાં આપણી અંદર છે. એ આપણા અહમુ સિવાય બીજું કર્યું જ નથી; આ અહમુ બધું હજમ કરી જાય છે અને વધારેની માગણી કરતો રહે છે ! આ અહમુ જ આપણાં ઉપર જે વરસી રહ્યું છે તેનો આનંદ માણવા દેતો નથી.
તમારે માંગણીના પાયા પર જીવવું અથવા 'કૃતજ્ઞતા'ના પાયા પર જીવવું, એ પૂરેપૂરું તમારા પર આધારીત છે. કૃતજ્ઞતા, અમુક પ્રકારની નૈતિકતા નથી કે જેને તમારા પર બહારથી લાદી શકાય. એ એક અભિગમ છે, જે તમારી અંદરથી ખીલવો જોઈએ, અસ્તિત્વ અને તેના રસ્તાઓની ગહન સમજણમાંથી ખીલવો જોઈએ. જ્યારે કૃતજ્ઞતા આવે છે. ત્યારે તે તમારી આખી જીદગીની સમજણનો અર્થ બદલી નાંખે છે અને તમારા માટે અનંત શાંતિ અને આનંદ લાવે છે .
એક વખત એક માણસ રમણ મહર્ષિ પાસે ગયો અને કહ્યું; "ભગવાન મારે શાંતિ જોઈએ છે !"
રમણે જવાબ આપ્યો; "તારા પોતાના વિધાનમાંથી 'મારે' શબ્દ હટાવી દે, 'જોઈએ છે' શબ્દ હટાવી દે અને પછી જે રહે છે તે જ શાંતિ છે !''
અસ્તિત્વ સાથે જીવંત રીતે જોડાવાનો એક જ રસ્તો છે. આપણી શરતો, આપણો અહમ્ છોડી દેવો અને આપણી આસપાસ આપણે જાતે જ ઉભી કરેલી દિવાલોને તોડી પાડવી; પછી જ તમે જોઈ શકો છો કે જોડાણ તો હંમેશા અહીં જ હતું ! તમારે ખાસ કર્યું નવું કરવાની જરૂર જ નહોતી, જે તમારૂં નહોતું બસ તેને છોડી દેવાનું હતું. બસ આટલું જ !
તમે જયારે, પ્રેમાળ, વહેતાં અને કૃતજ્ઞતાથી ભરપૂર હો છો, ત્યારે તમને હંમેશા એવું લાગે છે કે તમારામાંથી અસ્તિત્વની પ્રચંડ શક્તિનો ધોધ છટી રહ્યો છે અને તમે પરિપર્ણતાની લાગણી અનુભવો છો. કંઈક મેળવ્યું છે એટલા માટે નહીં. પરંત તમે પોતે જ એ બની ગયા છો માટે ! આ એ પરિપર્ણતા છે. જેની શોધમાં દરેક માણસ ભટકે છે. છતાં તે તેનાથી સભાન નથી. એ ભૌતિક ચીજોમાં તેને વારંવાર શોધે છે અને દરેક વખતે તેને થકતો જાય છે.
તમે તે સ્વીકારો અથવા ના સ્વીકારો, અસ્તિત્વ તમારી સંભાળ રાખે છે અને તમારે બધાએ તેમાં શ્રધ્ધા રાખવાની જરૂર પડે છે અને કૃતજ્ઞતા સાથે તમારી ફરજ બજાવવાની છે. પછી જ તમે તમારા પર અસ્તિત્વની કૃપા વરસાવી શકો છો.
પરંત આપણને શ્રધ્ધા નથી.
એક નાની વાર્તા :
એક માણસ ભગવાનમાં શ્રધ્ધા રાખ્યા વગર જીવતો હતો.
એક દિવસ, એકાએક તે પહાડ પરથી ગબડી પડ્યો. અને તેણે જોયું કે તે એક ઝાડના મૂળને પકડીને લટકી રહ્યો છે.
તે આતંકિત થઈ ગયો.
તેને એકાએક લોકો કાયમ ભગવાનની વાતો કરતા હતા તે યાદ આવ્યું.
તેણે પોતાની જાતે વિચાર્યું; "ભગવાનની મદદ માગવાનો પ્રયત્ન કરી જોવો જોઈએ." અને તેણે રડીને ચીસો પાડી; "હે ભગવાન ! મને તારામાં ક્યારેય શ્રધ્ધા નહોતી, તું ખરેખર ક્યાં છે ? તું મને અત્યારે બચાવી શકે છે ?"
ભગવાનનાં અવાજની ગર્જના સંભળાઈ; 'ચોક્કસ પુત્ર, બસ તું તે પકડેલા મૂળીયાને છોડી દે, હું તને નીચેથી પકડી લઈશ..''
માણસ ફરી વખત રડતાં રડતાં ચીસ પાડીને બોલ્યો; "અહીં બીજૂં કોઈ છે જે મને મદદ કરી શકે !"
આપણે અસ્તિત્વ ઉપર શ્રધ્ધા રાખવા માટે બસ તૈયાર જ નથી ! તમારી મુળભૂત ગુણવત્તા બ્રહ્માંડમાં શ્રધ્ધા રાખવાની છે. જે તમારી અંદર સમાયેલું છે અને એ જ તમને પૂથ્વી પરના ભગવાનની જેમ જીવતાં શીખવે છે. તમે તમારા અજ્ઞાન અને અહમ્ને કારણે આ અદ્ભૂત તકને ચૂકી જાવ છો.
જો આપણે બ્રહ્માંડીય શક્તિ પ્રત્યે સભાનતાથી કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ તો આપણે આપણી જાત માટે તે આપણને તેના ખોળામાં લઈને સંભાળ રાખે છે તેવો અનુભવ કરી શકીએ. આપણે એવો અનૂભવ કરી શકીએ કે આ શક્તિ આપણને પોતાનાં પારણાંમાં ઝૂલાવીને આપણો ઉછેર કરી રહી છે, જેવી રીતે એક માં પોતાના બાળકને ઉછેરે છે અને તમે આ માનો અથવા ના માનો આ જ સત્ય છે.
એક માણસને એવું સ્વપ્નું આવ્યું કે, જીવનની યાત્રામાં તે અને ભગવાન એક સમુદ્ર કિનારા પર ચાલી રહ્યા છે.
તેણે ભગવાનને કહ્યું; ''હે ભગવાન ! મેં સ્વપ્નામાં જોયું કે તમે અને હું દરિયા કિનારે રેતીમાં ચાલી રહ્યા હતા. મેં જયારે પાછળ ફરીને આપણે ચલતાં હતા તે રસ્તે જોયું તો, જુંદગી જયારે ખૂબ જ કસોટી ભરી હતી, હું જયારે ભયંકર મુશ્કેલીઓમાં હતો, ત્યારે રસ્તા પર ફકત પગલાંની એક જ હાર હતી, બીજી હાર દેખાતી નહોતી, મારા આવા ખરાબ સમયે તમે દૂર કેવી રીતે જતા રહ્યા હતાં ?"
ભગવાને જવાબ આપ્યો; "પુત્ર, એ સમય દરમ્યાન હું તને દોરીને તેમાંથી બહાર ખેંચી રહ્યો હતો "
હું તમને મારા પોતાના અનુભવો કહ્યું : મારા ભ્રમણ કરવાના દિવસોમાં, મેં માત્ર બે કપડાંના ટૂકડા અને ભિક્ષા પાત્ર સાથે લઈને મુસાફરી કરી હતી. મેં પ્રતિજ્ઞા કરી હતી કે પૈસાને સ્પર્શ કરવો નહીં, અને બીજી વખત જમવા માટે ખાવાનું બચાવવું નહીં.
લોકો મને પૂછતા કે આ કેવી રીતે શક્ય બને. હવે હું તમને કહું છું : મેં બસ અસ્તિત્વમાં શ્રધ્ધા રાખી અને એન્લાઈટેન્મેન્ટની સ્થિતિ પ્રાપ્ત કરવાના ધ્યેય ઉપર જ પુરેપુરું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, અને અસ્તિત્વ એ મારી સંભાળ રાખી; આ આવી રીતે બન્યું.
જ્યારે તમે મને એવું કહેતાં સાંભળો છો કે અસ્તિત્વમાં શ્રધ્ધા રાખો: ત્યારે કદાચ તમે એવું જ વિચારતાં હશો આ તો વરસો પહેલાંનો ન્યાય અને સંતોનો ખ્યાલ છે. તેમાંથી હું કહેતો હોઈશ ના, ભિલકુલ નહીં. હું મારા પોતાના અનુભવમાંથી બોલું છું. 'મારી' સાથે જે બન્યું છે તેમાંથી બોલું છું. જે અત્યારે બરાબર તમારી સામે જ બેઠો છે ! અને મને લાગે છે કે અહીં જે લોકો ભેગાં થયાં છે તેમાંથી હું ઉંમરમાં સૌથી નાનો છું ! માટે હું કોઈ જૂના જમાનાની વાતો કરતો નથી. આટલું સમજી લો,
બસ માત્ર કૃતજાતા સાથે જીવવાનો પ્રયત્ન કરો અને ચમત્કારો બનતાં નિહાળો. અસ્તિત્વ આપતું જ રહે છે. જો તમે કોઈપણ પ્રશ્ન વગર સ્વીકારવા તૈયાર હો તો, માત્ર હૃદયનું પાત્ર ખુલ્લુ રાખો.
એક માણસને સ્વપ્ન આવ્યું કે તે સ્વર્ગમાં પહોંચી ગયો છે અને ફરિસ્તાઓ તેને બધે ફેરવીને સ્વર્ગ બતાવે છે. તેઓ બાજુ બાજુમાં ચાલતા હતા.
પહેલાં તેઓ એક મોટી કાર્યશાળામાં પ્રવેશ્યા જે ઘણાં બધાં ફરિસ્તાઓથી ભરાયેલી હતી.
આખો ઓરડો પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યો હતો.
જે ફરિસ્તો સાથે હતો તે ઉભો રહ્યો અને માણસને સમજાવ્યું; "આ સ્વીકારવાનો વિભાગ છે. અહીં, પ્રાર્થના દ્વારા ભગવાનને જે અરજીઓ કરવામાં આવે છે તેનો અહીં સ્વીકાર કરીને તેને યોગ્યતા પ્રમાણે અલગ પાડવામાં આવે દેવું . "
માણસે રૂમમાં ચારેબાજુ નજર કરી તો, ઘણાં બધા ફરિસ્તાઓ કાગળના ટૂકડાઓ પર લેખલી અરજીઓ અલગ પાડવામાં અતિશય મશગુલ હતા. લાંબા કાગળો, ફાટેલા કાગળો અને બીજાં ઘણાં બધાં. આ બધી અરજીઓ દ્દનિયાભરના લોકો તરફથી અલગ અલગ ભાષાઓમાં આવેલી હતી.
પછી તેઓ આગળ વધ્યા અને બીજા વિભાગમાં પ્રવેશ્યા.
આ વિભાગ પણ ઘણાં બધાં કાર્યરત ફરિસ્તાઓ અને પેકેટો અને કાગળોથી ભરાયેલો હતો.
માર્ગદર્શક ફરિસ્તાએ સમજાવ્યું: "આ પેકેજીંગ અને વિત્તરણ વિભાગ છે. અહીં, જે લોકોની માંગણીઓ આવી હોય છે, તેના પર વિચાર વિમર્શ કરીને તેમને નીચે પૃથ્વી પર આશીર્વદ અને દિવ્ય આનંદ મોકલવામાં આવે છે."
તે બન્ને આગળ વધ્યા અને લાંબી પરસાળ પસાર કરીને, એક નાના દરવાજા પાસે રોકાયા.
માણસના આશ્ચર્યની વચ્ચે, અહીં ફકત એક જ ફરિસ્તો બેઠો હતો, જે ડેસ્ક પર વાંકો વળીને બેઠો હતો.
માણસે તેના માર્ગદર્શક ફરિસ્તાને પૂછ્યું; "આ વિભાગમાં આટલી બધી શાંતિ કેમ છે ? આ કયો વિભાગ છે ?"
ફરિસ્તાએ શાંતિથી જવાબ આપ્યો: "દિવ્ય આનંદ અથવા આશીર્વાદ જેને મળી ગયા હોય, તેમણે મોકલેલી પહોંચ-રસીદ સ્વીકારવાનો આ વિભાગ છે. તેનું અહીં વર્ગીકરણ કરવામાં આવે છે.
આપણે બધાં જ માંગ માંગ જ કરીએ છીએ, પરંત્ર જે મળી ગયું છે તેના માટે આપણામાંના કેટલા આભાર માને છે ? આપણા માંના કેટલા પોતાની માંગણીની પ્રાર્થનઓ સાથે કૃતજ્ઞતાની લાગણી સામેલ કરીને વ્યક્ત કરે છે?
જયારે તમે એકલાં હો, ત્યારે આ એક નાનો પ્રયોગ અજમાવવાનો પ્રયત્ન કરજો :
બે કલાક માટે, તમારી ચિંતાઓ અને જરૂરીયાતોને બાજુમાં મુકી દેશ્વે, અને અત્યાર સુધીમાં અસ્તિત્વ તરફથી તમને જે મળી ગયું છે એ બધાં ઉપર ધ્યાન કેન્દ્રીત કરો. તમે તરત જ વિચારવાનું ચાલુ કરી દેશો, ''જો મારી જરૂરીયાતો વિષે ચિંતા જ ના કરતો હોઉં, તો હું તેને કઈ રીતે સંતોષી શકું ? આ મારા કુટુંબની સંભાળ કોણ લેશે ? મારા ધંધાનું શું થશે ?" કબૂલ છે તમારે આ બધી બાબતો માટે વિચારવું જોઈએ. પરંતુ માત્ર હવે પછીના બે કલાક માટે, તમારા માથા પરનો આ બધો જ ભાર ઉતારી નાંખો. અને હું જે કહું છું તે કરો.
કોઈપણ રીતે, તમે એવું વિચારો છો કે, તમારૂં ફ્રૂટંબ અથવા તમારો ધંધો તમારા કારણે જ ચાલે છે ? હું તમને કહું છું, દરેક બાબતો આપણાં કારણે જ સરળતાથી નથી ચાલી રહી, આપણે તેમાં નથી એટલે સરળતાથી ચાલી રહી છે ! જો આપણાં ફુટુંબ અને આપણી મિલકતોને ટેકો આપવા માટે અસ્તિત્વને આપણી બુધ્ધિ ઉપર આધાર રાખવો પડતો હોત, તો આપણે બધાં અત્યારે કંગાળ બની ગયાં હોત ! અને ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો : બસ. ચિંતાઓ જ કરવાથી કશું જ પ્રાપ્ત કરી શકાતું નથી. હું વિચારું છું કે આપણે પહેલાં ચિંતાઓ વિષે ઘણું બધું બોલી ગયાં છીએને!
માટે માત્ર થોડી મિનિટો માટે, તમારી આંખે બંધ કરો અને તમારા પર જે વરસી ગયું છે, તમને જે મળી ગયું છે તેના પર ધ્યાન આપો, માનસિક રીતે દરેક બાબતો પરથી પસાર થાવ- તમારૂં શરીર, તમારી મિલ્કત, એ લોકો જેણે તમને મદદ કરી હોય અને ટેકો આપ્યો હોય, તમારૂં ઘર, તમારી એશો આરામની ચીજો, તમારા વેકેશનની રજાઓ, દરેકે દરેક બાબતનો રીલેક્સ થઇને કૃતજ્ઞતા પૂર્વક માણો. જેટલો વધુમાં વધુ સમય લઈ શકાય તેટલો લો .
દોડીને ઉતાવળમાં પસારના થઇ જતાં. તમારા મનમાં જે છે તે બધી બાબતોને જીવો. એ લાગણીમાં રહો. સંતોષની લાગણીમાં થોડીવાર રોકાવ. તમારી જાતને કૃતજ્ઞતાની લાગણીથી ભરાઈ ગયેલાં છલકાઈ રહેલાં અનુભવો. તમે જ્યારે તમારી આંખો ખોલશો, તમે જોશો કે તમારી પાસે જે છે તે આખી જીદગી ચલાવવા માટે પૂરતું છે ! તમને નવાઈ લાગશે કે હવે વધારે તમને શું જોઈએ !
તમારે માત્ર કૃતજ્ઞ બની જવાનું છે ! કૃતજ્ઞત બની જવાનો સૌથી સારો રસ્તો છે કારણ વગર જ આનંદ માણવો. તમે જે કંઈ જુઓ તેનો આનંદ ઉઠાવો. તમે જે કંઈ સાંભળો તેનો આનંદ ઉઠાવો, અને જે કંઇ કરો તે એવા ઉચ્ચ વિશ્વાસ સાથે કરો કે અસ્તિત્વ તમારી સંભાળ લઈ રહ્યું છે. પછી તમારી નજરોમાં જીદગી બદલી જશે અને તમે બધો જ સમય છલકાતાં હશો કારણ કે તમે હંમેશા આનંદ માણતાં હશો.
એક માણસ કેરીના ઉપવનની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો, તે ઉપવન વિવિધ પ્રકારની કેરીઓથી લચી પડ્યું હતું .
તે ઉપવનમાં દાખલ થયો, ચારેબાજુ જોયું, તેનો અભ્યાસ કર્યો, કંઇક લખી લીધું અને અર્ધા કલાક પછી, આંકડાઓ અને હકીકતો સાથે બહાર નીકળી ગયો.
થોડા સમય પછી બીજો માણસ એજ ઉપવન પાસેથી પસાર થયો.
તે તેમાં પ્રવેશ્યો, થોડી કેરીઓ તોડી, આનંદથી ખાધી અને જતો રહ્યો !
હવે. મહેરબાની કરીને કોઈ કેરીના ઉપવન પાસે અટકતાં નહીં અને કેરીઓ ખાતાં નહીં. તે માટે કદાચ તમને પથરા મારવામાં આવશે ! હું જે કહેવા માંગુ છૂં તે સમજવાનો પ્રયત્ન કરો. માત્ર પ્રશ્નો કર્યા વગર આનંદ કરવાનું શીખી લો. મારા કહેવાનો મતલબ એ નથી કે તમે તમારૂં બધું જ કામકાજ છોડી દો અને સદાય આનંદ જ કર્યા કરો.
તમારે કામ કરવાની જરૂર છે તેમાં કોઈ શંકા નથી. તમે જો ફકત આનંદ કરતાં રહેશો તો કોઈ તમને બધી વસ્તુઓ આપી જવાનું નથી. હું ફકત એટલું જ કહું છું કે આનંદીત થવા માટે કારણો ના શોધો, બસ દરેક બાબતમાંથી આનંદ ઉઠાવો. આનંદને તમારો સ્વભાવ બનાવી દો, પછી કૃતજ્ઞતા તમારી મુળભૂત જાત બની જશે.
તમારો ધંધો કોઈપણ હોઈ શકે, તમારો સામાજિક મોભો કંઈપણ હોઈ શકે, તમારી નાણાકીય સ્થિતિ ગમે તેવી હોઈ શકે. પરંત આનંદ માણવો તે એવી બાબત છે કે આ બધાં ઉપરાંત દરેક માણસ તે કરી શકે છે. સમસ્યા એ છે કે: તમને હંમેશા એવું લાગે છે કે દરેક બાબત માટે કોઈ કારણરૂપ પાસું હોય જ છે, આનંદ કરવા માટે પણ. તમે આ પ્રકારની વિચાર શૈલીથી તમારા મનને તાલીમ આપી છે. તમને ઘણીવાર એવું લાગે છે કે બીજાઓને તેમની યોગ્યતા કરતાં વધારે મળ્યું છે, જ્યારે તમને તમારા પ્રયાસો પ્રમાણે પુરતું મળતું નથી, તેને માટેનું આ પણ એક કારણ છે.
તમે હંમેશા વિચારો છો કે માણવા માટે તમારે સખત મહેનત કરવાની જરૂર છે. ના ! સખત કામ કરવું બરાબર છે. ફરીયાદો બંધ કરવાનો અને અસંતોષની લાગણી થતી અટકાવવાનો આ એક જ રસ્તો છે.અસ્તિત્વ વરસી રહ્યું છે. તમે જો તેનો આનંદ ઉઠાવવાનું પસંદ કરશો, તો તમે આનંદ માણશો. આ ચોખ્ખી તમારી જ પસંદગી છે. તમે ખોટી પસંદગી કરો છો અને પછી ફરીયાદ કરો છો અથવા બીજાનો દોષ કાઢો છો. યાદ રાખો, તમારી સાથે જે કંઇ પણ બને છે, તેના માટે બીજું કોઈ જવાબદાર નથી. દરેક બાબત 'તમે' આ અભાનતામાં કરેલી સભાન પસંદગી હોય છે. તમારી અંદરની જાગૂતતાની ખામીને કારણે, તમે બસ અભાન અને ચીલાયાલુ નિર્ણયો કરો છો અને જીદગી સામે ફરિયાદો કર્યા કરો છો.
હંમેશા યાદ રાખો : સ્વર્ગ અને નર્ક બહારની દુનિયામાં આવેલી ભૌગોલિક જગ્યાઓ નથી. તમે તેને તમારી જાતની અંદર પેદા કરો છો. જે ક્ષણે તમે અસ્તિત્વમાંથી વિશ્વાસ ગુમાવી દો છો, તમે તેની સાથેનો પ્રેમ તોડીને બીજે વળી જાવ છો, તે ક્ષણથી તમે જ્યાં પણ જાવ છો તમારી સાથે નર્કને લેતાં જાવ છો. એવુંના વિચારતા કે નર્ક ક્યાંય તમારી બહાર છે. તે માત્ર તમારા મનમાં જ છે. એ તમારી જ પસંદગી છે, તમે સ્વર્ગમાં છો અથવા નર્કમાં એ નિર્ણય તમારો સ્વભાવ કરે છે.
એક મહિલા શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું; "કોઈ મને કહેશે કે નર્ક ક્યાં આવ્યું છે ?"
લાંબી શાંતિ પછી એક છોકરી ઉભી થઇને જવાબ આપ્યો; "મારા પપ્પાના સ્ટડીરૂમમાં મિસ."
શિક્ષિકાને નવાઈ લાગી અને તેણે છોકરીને આવું કેમ કહ્યું તે પૂછૂયું.
છોકરીએ જવાબ આપ્યો; "જયારે પણ હું પપ્પાના સ્ટડીરૂમમાં જાવું છું ત્યારે તે કહે છે. આ નર્કમાંથી બહાર જ્રા!"
બાળકોને નાની ઉંમરથી જ તાલીમ આપવામાં આવે છે કે સ્વર્ગ અને નરક બહારની જગ્યાઓ છે. તેમને એવું વિચારવાની તાલીમ આપવામાં આવે છે કે ભગવાન તમારી ઉપર ક્યાંક મોટા સિંહાસન ઉપર બેઠેલો છે અને આપણી દરેક હિલચાલનું નિરીક્ષણ કરી રહ્યો છે. અને આપણાં પાપ અને પુણ્યની નોંધણી કરી રહ્યો છે.
આ રીતે વિચારવાથી, આપણે આપણી દરેક ક્રિયા માટેના કાર્ય અને તેની અસરોના વર્તુળમાં ફરવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે સારાં કામોને સ્વર્ગ સાથે અને ખરાબ કામોને નર્ક સાથે જોડી દઈએ છીએ. આપણે ભગવાન વિષે વિચારવાનું શરૂ કહી દઈએ છીએ અને સમગ્ર અસ્તિત્વને લેવડ-દેવડનું કેન્દ્ર બનાવી દઈએ છીએ. આપણામાંની દરેક વ્યક્તિ પોતાની રીતે વેપારી બની જાય છે. આપણો ખરો ધંધો પછી ગમે તે હોય !
તમે મંદિરે જાવ છો ત્યારે શું કરો છો ? તમે ફૂલો, નારીયેળ અને દર્શન કરવા અંદર જાવ છો અને પછી તમારા કુટુંબના નામે દેવતાને પ્રસાદ ચઢાવો છો. તમે નામ અને જન્મ વખતના ગ્રહો વગેરે કહો છો, તમારા કુટુંબના દરેક સભ્ય માટે આવું કહીને ધાર્મિકવિધિઓ કરો છો.
ગરીબ પજારી તેના હાથમાં એક પાત્ર પકડી રાખે છે અને તમે તમારા કુટુંબના બધા જ સભ્યોની લાંબી યાદી તેને સંભળાવો છો. તમને ખૂબ જ ડર લાગે છે કે ભગવાન કદાચ તેમના આશીર્વાદ ખોટી વ્યક્તિને મોકલી આપશે તો, ખોટા ઘરે મોકલી આપશે તો ! તમે તેને તમારૂં ચોક્કસ ભૌગોલિક સરનામું આપો છો. અને તમે તેમને ખાત્રી કરાવવાનો પ્રયત્ન કરો છો કે આ પ્રસાદ 'તમે જ ' ચડાવ્યો છે, બીજા કોઈએ નહીં, આ બધું કર્યા પછી તમે મંદિરની બહાર આવો છો. હું સાચું કહું છૂં ને ?
જાણે કે જો તમે આ બધું નહીં કહો તો ભગવાન તમને ઓળખશે નહીં ! જાણે કે તમારે ભગવાનને તમારી હસ્તીની જાણકરવાની જરૂર છે જેથી તે તમારા પર વરસી શકે. હું તમને કહું છું : તમારે બધાંએ આટલું જ કરવાની જરૂર છે; તેના પ્રત્યે સતત કૃતજ્ઞતાના અનુભવો, બસ. તે હંમેશા તમારી ઉપર વરસી જ રહ્યો છે.
એવું નથી કે તે તમને મુશ્કેલીમાં જુએ છે અને પછી તેમાંથી તમને બહાર કાઢે છે, અથવા તમે બરાબર છો એવું જોઈને તમારી ઉપેક્ષા કરે છે. આ બધી આપણી ઘડાયેલી માનસિક શૈલીઓ છે જે આપણે ભગવાન ઉપર લાદી દઈએ છીએ અને પછી વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધું જ સમાજે આપણને ખૂબ જ નાની ઉંમરથી શીખવેલું છે.
આપણી વચ્ચે કૃતજ્ઞતાના ખ્યાલને વધારી ઘટાડીને ખૂબ બેડોળ-વિકૃત કરી નાંખવામાં આવ્યો છે. આપણને એવું લાગે છે કે, કૃતજ્ઞતા એક એવી બાબત છે કે, આપણને જયારે ગંભીર મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે, ત્યારે જ અનુભવવાની હોય છે. અથવા તો જયારે કોઈ પોતાનું બધું વહેંચી દે, ત્યારે અનુભવવાની બાબત છે. આવી મૃર્ખામીભરી માન્યતાઓ આપણને શીખવવામાં આવી છે.
હું તમને કહું છું : બસ કૃતજ્ઞતાની લાગણી સાથે મંદિરમાં પ્રવેશો; દરેક દેવતાની સામે થોડી મિનિટે ઊભા રહો. ગહન આભારવશતાની લાગણી વ્યક્ત કરો અને એજ મુડમાં મંદિરની બહાર આવી જાવ. આટલું જ પુરતું છે. બાકીના સંભાળ લેવાઈ જશે. આજ સાચી અને અંતિમ પ્રાર્થના છે. કૃતજ્ઞતા જ અંતિમ પૂજા અથવા પ્રસાદ છે.
આ થોડાં દિવસો તમે અહીં રહેવાનાં છો, તેનો અસરકારક ઉપયોગ, હું કહૂં જે છૂં તેનો અનુભવ કરવામાં કરો. આ સાત દિવસોમાં કૃતજ્ઞતાને તેના મળીયાં તમારી અંદર નાંખવા દો. અત્યારે તમે બહારની દુનિયાથી દર છો ત્યારે જ આ શક્ય બનશે. ખૂલી જાવ અને તમારી જાતને ખીલવા દો. આ તમારે માટે ભાગ્યેજ મળતી તક છે. તમારાં માટે આ પરિવર્તન પામવાની તક છે. તેને ગુમાવી ના દેતાં. તમારી અંદર એ કે નવી જગ્યા પેદા કરો, જયારે તમે
આ જગ્યા છોડશો ત્યારે એ તમારી સાથે જ આવશે.
તમે સમજો : સમસ્યા એ છે, કે આપણે હંમેશા આપણાં મગજથી ભગવાનને પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે ક્યારેય તમારા મગજ વડે ભગવાનને પહોંચી શકો નહીં. જો તમે સરળતાથી તમારા મગજને છોડી દો, તમે આપોઆપ તમારા હૃદયમાં સ્થિર થઇ જ્યો અને તમારી જે જરૂરીયાત છે તે તમે શોધી લેશો. તમારે તેના સુધી પહોંચવાની પણ જરૂર નહીં પડે. એ તો પહેલેથી જ તમારી અંદર રહેલો જ છે !
તમારા મગજથી તમે તેને હંમેશા બહાર શોધશો અને ભગવાનને તમે બહાર ક્યાંય શોધી નહીં શકો. તમારા મગજ સાથે, તમે આભારવશ બનવાનાં કારણો શોધો છો. જયારે તમે તમારા મગજમાંથી હૃદય તરફ ખસો છો. ત્યારે તમારા માટે સમગ્ર નવી જગ્યા ખુલી જાય છે, અને તમને લાગે છે કે તમે હંમેશા જાણો જ છો, અને જયારે તમારા હૃદયથીકામ લો છો. ત્યારે તમે હંમેશા કત્તજ્ઞતામાં હો છો. આપણે ક્યારેય એવું કહીએ છીએ કે, 'મગજે કતજ્ઞતા અનુભવી' ? ના ! આપણે હંમેશા કહી છીએ, 'હૃદયે કૃતજ્ઞતા અનુભવી' ખરૂં કે નહીં ?
પછી તમે પૂછશો; અમે અમારા મગજમાંથી હૃદય તરફ કેવી રીતે જઈ શકીએ માસ્ટરજી'' ? માત્ર તમારા મગજથી જાગૃત રહો. બસ આટલું પુરતું છે ! તમે તમારા મગજથી અજાગૃત છો એટલે જ તેને ગમે તે રીતે કામ કરવા દો છો, યાંત્રિક રીતે કામ કરવા દો છો. એક વખત તમે તમારા મગજ માટે જાગૃત થઈ જશો, એટલે તમે તેને છોડી શકશો .
કૃતજ્ઞતા કોઈ સદગુણ નથી જેને વિકસાવી શકાય એ તમારો મુળભૃત અભિગમ બની જવો જોઈએ. તમારી જાતને અસ્તિત્વ સાથે લયમાં અનુભવવા માટે તમારે આનાથી વધારે કશું જ કરવાની જરૂર નથી. તમે જયારે 'ફકત' કૃતજ્ઞતા જ અનુભવો છો, ત્યારે તમે તમારી જાતને સુંદર રીતે અસ્તિત્વ સાથે લયમાં રાખી શકો છો, અને પછી અસ્તિત્વ. તમારી સામે તેની જાદૂઈ ભવ્યતાના રહસ્યો ખોલી નાંખે છે. પછી તમારે પાછળ બેસીને આનંદ કરવાની જ જરૂર રહે છે !
હું તમને લયમાં રહેવું એટલે શું તે સમજાવું છૂં રેડિયો કેવી રીતે કામ કરે છે તે આપણે બધાં જાણીએ છીને ને ?
યસ માસ્ટરજી ...
બરાબર. એક જ રેડિયો, તેના ભોતિક રૂપમાં કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર, ઘણાં બધાં રેડિયો સ્ટેશનોમાંથી પ્રસારિત થતાં કાર્યક્રમો સાથે જોડાયેલો હોય છે. ખરૂં કે નહીં ? જયારે તમે કોઈ ચોક્કસ એક સ્ટેશનનો પ્રોગ્નામ સાંભળતા હો, અને જો તેમાં ખલેલ આવતી હોય અથવા બીજા સ્ટેશનનો અવાજ પણ ભેગો આવતો હોય તો તમે શું કરો છો ? મને કહો.
અમે તેનું ફાઈન ટ્યુનીંગ કરીએ છીએ માસ્ટરજી.
બસ આમ જ ! તમારે કોઈ સ્ટેશન સ્પષ્ટતાથી સાંભળવા માટે તેનું ફાઈન ટ્યુનીંગ કરવું પડે છે બરાબર. બસ આ જ ખ્યાલને આપણી જાતને અસ્તિત્વ સાથે લયમાં લાવવા માટે વાપરો.
આપણી આસપાસ હજારો કાર્યક્રમો ચાલી રહ્યાં છે. આપણી જાતને જેની સાથે લયમાં રાખીશું 'તેનો' આપણે અનુભવ કરીશું. હવે કોઈપણ એક પ્રોગ્રામ સાથે લયમાં રહેવું તે ચોખ્બી આપણી પસંદગી છે; આમાં કોઈ વાંધો ઉઠાવી શકે ? ના. તમને તમારે જે પ્રોગ્રામ સાંભળવો હોય તે પસંદ કરવાની છટ છે. હું ખરું કહું છું ?
(ઓડિયન્સમાં ગણગણાટ થાય છે) યસ માસ્ટરજી ...
આવી જ રીતે, જો તમે, માણસના મને તમારી આજુબાજુ પેદા કરેલી અંધાધુંધી સાથે લયમાં રહેવાનું પસંદ કરશો તો, તમે વેરવિખેર બની જશો. તમે ચિંતાઓના અંતહીન વમળમાં ફસાઈ જશો, અને અસંતોષ, બેચેની, દ્વિધાઓ અને બીજી ઘણી બધી મુશ્કેલીઓમાં પણ ફસાઈ જશો.
જેવાં, તમે જ્યારે તમારી જાતને અસ્તિત્વ સાથે લયમાં રાખવાનું પસંદ કરો છો, એવી કેન્દ્રીય ધરી કે જે આ સમગ્ર નાટકને ચલાવે છે, ત્યારે તમે યોગ્ય દોરી પકડી લીધી હોય છે; તમારી આસપાસ ચાલી રહેલી અંધાધુધીઓ વચ્ચેથી યોગ્ય દોરી પકડી લીધી હોય છે અને તમે આ બધી જ લાગણીઓમાંથી મુક્ત થઈ જાવ છો. તમે એક સુંદર ફુલ બની જાવ છો, જે સુગંધ સાથે ખીલી રહ્યું છે.
તમારી પહેલાંની લાગણીઓ સાથે, તમને તમારી જીંદગી અસંતોષની અંતિમ હોય તેવી લાગે છે. પછીની લાગણીઓ સાથે, તમારી જીદગી સંગીત બની જાય છે. જે અસ્તિત્વની મુળભાષા છે; અને તમે કૃતજ્ઞતા સાથે બધો જ સમય માત્ર આનંદ માણો છો. તમે અસ્તિત્વ સાથે તમારી જાતને જેટલા વધારે લયમાં લાવો છો, તમારી જીદરગી એટલી જ વધારે ઉર્મિશીલ બની જાય છે.
અસંતોષ તમને નીચે તરફ ખેંચે છે, તમને બોજથી લદાયેલા ભારે અને દ્વઃખી બનાવી દે છે. બીજી બાજુ કૃતજાતા અને પરિપૂર્ણતાની લગાણી સાથે જ આવે છે અને તમને હળવા ફૂલ અને દિવ્ય આનંદમય બનાવે છે. આપણે બધાં જ અસંતોષ અનુભવીએ છીએ, અપૂર્ણતા અનુભવીએ છીએ કારણ કે, આપણે દરેક બાબતને મામુલી અને એમ જ મળી ગઈ છે તેવું માનીએ છીએ. તમે જ્યારે દરેક બાબતોને આવી રીતે સમજો છો, ત્યારે તમે ઘણું બધું ગુમાવી દો છો અને તમને કોઈપણ બાબત સુખી અથવા આનંદમય બનાવી શકતી નથી. હું તમને કહ્યું છું : ક્યારેય કોઈપણ બાબતને એમ જ મળી ગઈ છે એવું ના માનો.
એક નાની વાર્તા સાંભળો :
એક ભિખારીએ એક માણસને અટકાવ્યો અને તેને પૂછ્યુ; "બે વરસ પહેલાં તમે મને કાયમ ૨૦ રૂપિયા આપતાં હતાં; ગયું આખું વરસ તમે મને ફકત ૧૦ રૂપિયા જ આપ્યા છે; છેલ્લે થોડા મહિનાથી તમે મને ફકત બે જ રૂપિયા આપો છો ? આવું શા માટે ?''
માણસે જવાબ આપ્યો; "પહેલાં હું કુંવારો હતો, પછી મેં લગ્ન કર્યા અને અત્યારે એક બાળક છે, એટલા માટે" ભિખારીએ રડીને કહ્યું; ''શું ? તમે મારા પૈસા તમારૂં ફુટુંબ ચલાવવામાં વાપરો છો ?
ભિખારી કહે છે કે, "તમે મારા પૈસા તમારૂં ફ્રટુંબ ચલાવવામાં વાપરી રહ્યા છો !" હકીકતમાં, આપણામાંના ઘણાં બધાં એવું વિચારતા હોય છે, કે બીજી વ્યક્તિ આપણી જરૂરીયાતો પુરી કરે એવી આશા રાખવી તે આપણો જન્મ સિધ્ધ અધિકાર છે અને આપણે બીજી વ્યક્તિ આપણા માટે આટલું તો કરે જ ને, બસ એમ જ સમજતાં હોઈએ છીએ.
આપણે જયારે આવો અભિગમ વાપરીએ છીએ ત્યારે આપણને એ ભાન નથી રહેતું કે આપણામાં કેટલું ભયંકર અજ્ઞાન ભરેલું છે. આપણે એ બાબતથી બિલકુલ અજાગ્રત હોઈએ છીએ કે આપણામાં જ સંપૂર્ણ ખામી છે. આ સમગ્ર અભિગમને મુળભૂત રીતે બદલવાની જરૂર છે. અરે, તમારા પોતાના પિતા, અથવા માતા, અથવા પતિ, અથવા પત્ની ને પણ એમ જ મળી ગયાં છે એવું ના માનવું જોઈએ.
એક વધારે વાર્તા :
એક દિવસ એક માણસ કામ પરથી ઘરે આવ્યો અને તેણે જોવું કે તેની પત્ની અતિશય ખરાબ મુડમાં છે. પત્નીએ તીણી ચીસ પાડીને તેને કહ્યું; "મારે હવે ઘરનાં બધાં જ કામ જાતે કરી લેવા માટે મારા મનને તૈયાર કરવું પડશે. નોકરાણીએ નોકરી છોડી દીધી છે !''
માણસે સહાનુભૂતિથી પૂછ્યું; ''શા કારણથી છોડી દીધી ડીયર ?''
પત્નીએ જવાબ આપ્યો; ''તમારા કારણે ! તેણે કહ્યું કે તમે તેની સાથે ટેલિફોન પર અતિશય ઉધ્ધતાઈથી વાત કરી અને તેને લાગ્યું તેણે પોતાનું સ્વમાનનું રક્ષણ કરવું જોઈએ એટલે નોકરી છોડી દીધી." માણસ મુંઝવણમાંપડી ગયો અને બફી માર્યું; "પરંતુ મને લાગ્યું કે હું તારી સાથે વાત કરી રહ્યો હતો !"
આપણે હંમેશા સંબંધોને મામૂલી રીતે લઈએ છીએ અને તેને લીધે ગુંચવણોમાં પડી જઈએ છીએ. દરેક વ્યક્તિને સમગ્રના એક ભાગ તરીકે સમજીને તેની સાથે વર્તન કરવાનું શીખીલો અને તેના તરફ કૃતજ્ઞતા અનુભવો; પછી તમે ક્યારેય કોઈને મામુલી નહીં સમજો. પછી તમે અસ્તિત્વનો એક ભાગ બનીને દરેકની પુજા કરશો અને દરેકને માન આપશો .
તમે જયારે દરેક બાબતને એમ જ મળી ગયું છે. તેવું નથી સમજતાં. હળવાશથી નથી લેતાં, ત્યારે તમે તમને જે મળ્યું છે. તે આશિર્વાદ છે. તેમ ગણો છો. જો તમે બેસીને વિશ્લેષણ કરશો તો. તમને ભાન થશે કે આપણે હંમેશા આપણને જે નથી મળ્યું તેની જ ગણતરી કરતાં હોઈએ છીએ ! આપણા ઉપર ગમે તેટલું વરસે તો પણ આપણે સુખી નથી થતાં કારણ કે આપણને જે નથી મળ્યું, તેનાં જ વિચારો કરવામાં રહીએ છીએ.
કલ્પના કરો તમારે અત્યારે બેસીને તમને જીંદગીમાં જે ચીજો આશીર્વાદ મળી છે. તેની યાદી બનાવવાની છે. તમે યાદીની શરૂઆત તમારી પોતાની આંખોથી કરી શકો છો. મેં જેમ પહેલાં કહ્યું તેમ, તમને ખબર છે કેટલા લોકોને દૃષ્ટિના આશીર્વાદ નથી મળ્યા તમે કલ્પના કરી શકો છો કે એક સવારે તમે ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે આંધળા થઈ ગયા છો ? તો શું થશે ? તમે કદાચ તમારી પથારીમાંથી ઉભા થઈને બાથરૂમમાં પણ નહીં જઈ શકો ! પહેલાં જે દરેક કામો આભાર માન્યા વગર કરતાં હતાં તે બધાં હવે પ્રયાસોની માંગણી કરશે.
ગમે તે હોય, જો તમે તમને જે ચીજો આપવામાં આવે છે તેની યાદી લખવાનું શરૂ કરશો તે ઘણી લાંબી યાદી થશે એક વખત આ યાદી પૂરી થઈ જાય, પછી તમને જે વસ્તુ નથી આપવામાં આવી તેવું લાગતું હોય તેની યાદી લખી નાંખો. આ પણ ખૂબ જ લાંબી યાદી થશે… હકીકતમાં ખૂબ જ લાંબી ! મોટે ભાગે યાદી મર્સિડીઝ બેન્ઝ કારથી શરૂ થશે અને પૂરી થશે ત્યાં સુધીમાં યાદી બેન્ઝકારથી પણ લાંબી થઇ ગઈ હશે ! બન્ને યાદીઓ અંત વગરની છે, અનંત છે. જો તમે ગંભીરતાથી એક વસ્તુ ચુક્યા વગર લખશો તો.
બરાબર છે. હવે આપણી પાસે બે યાદીઓ છે. હવે કઈ યાદી જોવી તે આપણી ઉપર છે. આપણે જે વસ્તુઓ આપણને નથી આપવામાં આવી તે યાદી જોઈને આપણે આપણી જીંદગી ફિક્કી અને મૃત બનાવવી છે. અથવા જે વસ્તુઓ આપણા ઉપર વરસાવવામાં આવી છે. તે યાદી જોઈને આનંદીત થવું છે. આપણી જીદગીને સુંદર બનાવવી છે. આ ચોખ્ખી આપણી જ પસંદગીની વાત છે !
જે વ્યક્તિ દરેક બાબતોને એમ જ મળી ગઈ છે તેમ સમજતી હશે તે લાલસા અને અસંતોષ સાથે બીજી યાદી જોશે. તમે જયારે લાલચુ હો છો ત્યારે તમે આપોઆપ અસંતોષ અનુભવો છો, કારણ કે તમારી લાલસાનો ક્યારેય અંત હોતો નથી અને તેથી તમને ક્યારેય સંતોષ થતો જ નથી ! ગમે તેમ પણ આ વ્યક્તિ, પહેલી યાદીમાં જીવનનો જે આનંદ છે, તેને પૂરેપૂરો ગુમાવી દે છે !
તેની પાસે કંઈપણ આવે પછી તે નાનું હોય કે મોટું, તેને તે સામાન્ય લાગે છે અને તે બીજી વસ્તુ આવવાની રાહ જુએ છે. અને જયારે બીજી વસ્તુ આવે છે તે પણ તેને સામાન્ય લાગે છે. કારણકે તે હવે પછીની વસ્તુ માટે જ વિચારી રહ્યો હોય છે.
હકીકત ધ્યાનમાં લેતા જે વ્યક્તિ હંમેશા કૃતજ્ઞતાની લાગણીમાં હોય છે. તે જાણતો પણ નથી હોતો કે બીજી યાદી હોય છે ! તે હંમેશા દરેક ક્ષણે કૃતજ્ઞતા અનુભવે છે અને તે શ્વાસોશ્વાસ લે છે. જીંદગી તેના માટે અનંત ઉત્સવની ઉજવણી બની જાય છે. તે ખૂબ જ હળવો અને આનંદીત હોય છે. તેનું નિરીક્ષણ કરવું આનંદ દાયક હોય છે. તેની અંદરથી તેની પોતાની વિશિષ્ટ ભાષા પણ જાણતો નથી ! તે ફકત દરેક બાબતનો ગહન પ્રેમ અને કૃતજ્ઞતાથી આનંદ માણવાનું જ જાણે છે. બસ.
દરેક સમયે કૃતજ્ઞતાની લાગણીમાં રહેવાથી, જીંદગીની કહેવાતી બધી જ ભૌતિક અને ફિક્કી વસ્તુઓ પવિત્ર અને અદભૂત બની જાય છે ! હું તમને કહું છું : તમને એવું લાગે છે કે જીદગી ભૌતિક બની ગઈ છે તેનું કારણ એ છે કે તમે દરેક વસ્તને એમ જ મળી ગઈ છે એમ સમજો છો. એટલે તમે જેવી વિચારો છો તેવી જંદગી નીરસ અને ભૌતિક નથી. દરેક બાબતો અતિશય સુંદર છે. તમારું મન ભૌતિક અને નીરસ બની ગયું છે. તમારૂં મન જ તમને અસ્તિત્વના સુંદર રસ્તાઓની આરપાર જોવા દેતું નથી.
તમારૂં મન એક ભૌતિક ઘરેડ બની ગયું છે, જે સતત પુનરાવર્તન કર્યા કરે છે 'હવે પછી શું'.
તમે જયારે બાબતો પ્રત્યે વિસ્મય ભરેલા અભિગમથી જુઓ છો, આદર ભાવથી જુઓ છો, ત્યારે તમે કૃતજ્ઞતા અને પરિપર્શતાથી ભરાઈ જાવ છો, કારણ કે તમે એ સમયે પ્રશ્નો કરતાં નથી. તમે તમારા મનને બિલકુલ રમત કરવા દેતાં નથી. તમે બસ તમારા હૃદયથી રણકતા રહો છો. પછી તમે નાના બાળક જેવાં બની જાવ છો, અને જયારે તમે બાળક જ બની જાવ છો, ત્યારે કશું જ ભૌતિક રહેતું નથી. દરેક બાબત અદ્ભૂત બની જાય છે !
માટે જ બાળકો જોવામાં અતિશય સુંદર લાગે છે. તેમનાં મન મૂત નથી હોતાં; તેમનાં મન તાજાં અને વહેતાં હોય છે. સમાજે તેમના મનને હજુ જાણીતી ઘરેડોમાં પલોટ્યા નથી હોતાં.
દરેક બાબત પ્રત્યે કૃતજ્ઞતા અને આદર ભાવથી જોતાં શીખી જાવ. તમારા પોતાના શરીરનું જ ઉદાહરણ લો. અત્યારે જ આ નાનો પ્રયોગ અજમાવવાનો પ્રયત્ન કરો. બેસીને આંખો બંધ કરો. મનમાં કલ્પનામાં જુઓ કે તમારા જમણાં હાથની નાની આંગળી એક નાના અકસ્માતમાં કપાઈ ગઈ છે. જુઓ કે તે આંગળી હવે તેની મૂળ લંબાઈ કરતાં પોણા ભાગની જ રહી ગઈ છે. તમને ખબર છે તમારા શરીરમાં બીજે ક્યાંય કોઈ ઉપણ નથી. તમારૂં શરીર સંપૂર્ણ છે. એકાએક તમારી નાની આંગળી જ કપાઈ ગઈ છે.
તમારી પ્રતિક્રિયા શું હશે ? તમારા માટે આ પચાવવું ખૂબ જ મુશ્કેલ હશે. તમે દરેક સાદા કામ માટે તમારા હાથનો ઉપયોગ કરતાં હશો, તેમાં નાની આંગળીનું પણ કામ પડે જ છે. ખરૂં કે નહીં ? તમને શું થશે ? તમે કદાચ હતાશ થઈ જશો.
હવે જરા વિચારો, આ દુનિયામાં કેટલા લોકો ઘણી બધી અપંગતાવાળા છે. એવા ઘણા બધાં લોકો છે જેમની પાંચેય આંગળીઓ નથી ! તમારા મસ્તકથી પગના અંગઠા સુધી, જો કોઈ એક નાનું અંગ પણ ઓછું હોય તો, તમે જીદગીની અમુક મજા લેવાનું ચૂકી જાવ છો, હું સાચો છૂં ને ?
દરરોજ તમારા રૂમમાં, તમારી સાથે થોડી મિનિટો ગાળવાનો પ્રયત્ન કરો, તમારા શરીરના દરેક ભાગને પ્રેમથી સ્પર્શો અને તેણે જીદગીમાં ઘણા બધા આનંદ માણવામાં મદદ કરી છે તે બદલ તેનો આભાર માનો. તમે ક્યારેય તમારા શરીર વિષે આવી રીતે વિચાર્યું છે ? તમે તમારા શરીરને એમ જ મળી ગયું છે તેમ સમજો છો ! તમે તમારા શરીરને કેટલી વખત ગાળો દો છો ? આપણામાંના અમુક તો તેમનાં શરીરને ધિક્કારે છે. કારણ કે તેમને એવું લાગે છે કે તે પુરતું સુંદર નથી. હું તમને કહ્યું છું, જો તમે આ પ્રયોગ દરરોજ કરશો અને તમારા શરીરના દરેક અંગ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ અનુભવશો તો, તમે જોઈ શકશો કે તમારૂં આખું શરીર અને ચહેરો, નવી જ ક્રાંતિ, નવી જ આભા ફેલાવી રહ્યો છે .
તમારૂં શરીર તમારા મનને પ્રતિભાવ આપે છે. ક્યારેય તેની અવગણના ના કરો. અથવા તેને એમ જ મળી ગયું છે એવું ના સમજો. અંતે તો તમે તમારા શરીર વડે જે ઘણી બધી બાબતોનો આનંદ માણી શકો છો. આજે અહીં આવવા માટે અને આ બધી વાતો પ્રયાસ વગર સાંભળવા માટે પણ તમારા શરીરના બધા જ ભાગો યોગ્ય સ્થિતિમાં હોય તે જરૂરી છે. ખરૂં કે નહીં ?
એક નાની વાર્તા :
એક ખ્રિસ્તી ઘરમાં, એક છોકરી ડાઈનીંગ ટેબલ પર તેની માતા સાથે બેઠી હતી.
ટેબલ પર જમવાનું પીરસાઇ ગયું હતું અને છોકરીએ આભાર વ્યક્ત કર્યા વગર જ જમવાનું શરૂ કરી દીધું.
માતાને આંચકો લાગી ગયો અને તેને કહ્યું કે તું આવું કઈ રીતે કરી શકે.
છોકરીએ તરત જ જવાબ આપ્યો; આ થાળમાં એવી એક પણ વસ્તુ નથી, જેનો મેં પહેલાં એક વખત આભાર ના માન્યો હોય."
હું જે તમને કહી રહ્યો છૂં કે આપણે દરેક બાબતોને એમ જ મળી ગઈ છે એ સમજીએ છીએ તેનો મતલબ આ છે. નાના બાળકોના મનમાં આવા પ્રકારનો અભિગમ મૂળીયાં નાંખી દે છે તે જોઈને ખૂબ જ દ્દુ:ખ થાય છે.
એક વધારે નાની વાર્તા :
એક યુવાન છોકરીએ તેની માતાને પૂછ્યું; "મમ્મી ક્રિસમસને કેટલાં વધારે દિવસો બાકી રહ્યાં છે ?"
માતાએ પછયું: "તારે શા માટે જાણવું છે ?"
છોકરીએ જવાબ આપ્યો; "હું વિચારમાં પડી ગઈ હતી કે, સારી છોકરી બનવાનું શરુ કરવા માટે મારી પાસે સમય છે કે નહીં ?"
આપણે આ રીતે બાળકોને વિચારવા માટે અને વર્તન કરવા માટે તાલીમ આપીએ છીએ. આપણે તેને સોદાબાજી કેવી રીતે કરાય તે શીખવીએ છીએ. આપણે તેમને એ બધી જ બાબતો શીખવીએ છીએ, જે સોદાબાજી સિવાય કશું જ નથી, આપણે તેને સ્વયંસ્કૃરિત બનીને વહેતાં રહેવાનું શીખવતાં નથી. આપણે તેમને કોઈપણ જાતના હેતુ વગર જીવવાનું શીખવતાં નથી. આપણે તેમને માટે દરેક બાબત હેતુ લક્ષી બનાવી દઈએ છીએ. આ બધી જ બાબતો અંતે વાહિયાત હોય છે.
આ બધી બાબતો જે તેમના પર લાદવામાં આવી છે, તમારે સૌથી પહેલા આ બધી બાબતોને હટાવવા માટે જ સખત પ્રયત્ન કરવાનો છે. ખૂબ જ સ્પષ્ટ બની જાવ : હું જે આ બધું કરી રહ્યો છું, તે આ બધી બાબતોને હટાવવાનું જ કામ કરી રહ્યો છું. હું સતત આ જ કરી રહ્યો છું. તમે કલ્પના કરી શકો કે આ કેટલું મોટું કામ છે ! પેઢીઓથી લોકો તેમના વિચારો તમારા પર લાદતા આવ્યા છે. મારે સૌથી પહેલાં તેને હટાવવાના છે અને પછી તમારી અંદર તમારા માટે ખીલવા માટેની જગ્યા કરવાની છે.
જ્યારે હું લોકો પત્વે કૃતજ્ઞતાની લાગણી અનુભવાનું કહું છું; ત્યારે તેઓ જાય છે અને પાછા આવીને મને કહે છે; 'માસ્ટરજી, આ દિવસોમાં હું ટેક્સી ડ્રાઈવરો અને ઘરના નોકરોને પણ થેક્યું કહ્યું છું.'' સ્પષ્ટતાથી સમજી લો જયારે કૃતજ્ઞતા તમારી હસ્તી બની જાય છે. ત્યારે તમારે આવી બધી બાબતોને જણાવવાની પણ જરૂર પડતી નથી.
મને એક વાત કહો : તમે જયારે તમારી કોઈ વહાલી વ્યક્તિના મૃત્યુની ઘેરી વ્યથામાં હો છો, ત્યારે તમે એ વ્યથાને શબ્દોમાં વ્યક્ત કરો છો ? તમે દ્દઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકો ? ના ! એ તમારી અંદરની ઊંડામૂળીયા મૂકેલી લાગણી બની જાય છે. ખરૂં કે નહીં ? તમે માત્ર તેનો અનુભવ કરી શકો છો; તમે તેનું બીજા સમક્ષ વર્ણન કરી શકતાં નથી. ખરૂં કે નહીં. હા કે ના ?
હા માસ્ટરજી ....
આવી રીતે, જયારે કૃતજ્ઞતા જ તમારૂં સમગ્ર 'હોવા પણું' બની જાય છે, ત્યારે એ બસ, તમારી સ્થિતિ બની જાય છે; તમે તેનું વર્ણન કરતાં નથી. તમે તેનું ક્યારેય વર્ણન કરી પણ ના શકો. અલબત્ત, સામાજીક કારણોસર 'થેંક્યુ' કહેવું બરાબર છે. કારણ કે જો તમે તેને વ્યક્તના કરો તો બીજી વ્યક્તિના કાન સુધી પહોંચતું નથી.
પરંતુ અહીં જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તે એ છે કે, આપણે મનની કૃતજ્ઞતાથી આપણી જાતને કૃતજ્ઞતા બનાવી દેવાની જરૂર છે. આપણે જે કૃતજ્ઞતાની લાગણી વિષે વાત કરી રહ્યાં છીએ તેને ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકતાં નથી, કારણ કે તે અંતરના ઉંડાણમાં 'વહેતી' હોય છે.
લોકો મને ઘણીવાર કહે છે, "માસ્ટરજી, તમારી સાથે જોડાયા પછી અમારા જીવનમાં ઘણી બધી બાબતો બની છે એ બદલ અમે તમારા પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞ છીએ."
હું તમને કહું છું : સામાજીક રીતભાતોને લીધે તમે કોઈ બાબત માટે વ્યક્તિનો આભાર માની શકો. પરંતુ કૃતજ્ઞતા એવી બાબત છે જેને તમે વ્યક્તિ તરફ વાળી શકો નહીં. જયારે તમે કોઈક વ્યક્તિથી તમને કંઈક મળી ગયું હોય, ત્યારે જે કૃતજ્ઞતા અનુભવો છો. તે બસ એક મનની કૃતજ્ઞતા છે. આ કૃતજ્ઞતાનું બાલમંદિરનું સ્તર છે.
સાચી કૃતજ્ઞતા, તમારી આખી જાતમાં ફરી વળતી ગહન લાગણી છે. કંઇક મેળવવાના પરિણામે નહીં. પરંતુ બસ તમારા 'હોવા પણા' ને લીધે આવે છે, જે અસ્તિત્વ રૂપી જીવન બળની કરૂણાના વિચારમાંથી આવે છે. બસ આ કૃતજ્ઞતાની લાગણીને કોઈ સંબંધોની જરૂર નથી, તે કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ બાબત પર આધારિત નથી હોતી, તે વાસના, ગુસ્સો, ધિક્કાર અથવા પ્રેમ જેવી લાગણીઓના ચઢાવ-ઉતારમાંથી નથી આવતી. તે બસ 'હોય છે', બસ આટલું જ.
તમે તમારી કૃતજ્ઞતા શબ્દો દ્વારા વ્યક્ત કરો છો કારણ કે તમે અહમથી ભરેલાં છો અને તમે એવું નથી ઈચ્છતા કે, લોકો તમને તમે અવિનયી છો તેવું કહે. જે ક્ષણે તમે તેને વ્યક્ત કરો છો તે ક્ષણે જ તમે તેની સાથે કપટ કરો છો અથવા તેનું મૂલ્ય ઓછૂં કરી દો છો.
હકીકતમાં, તમારા 'શરીરની ભાષા' જ તમારી અંદરની કૃતજ્ઞતાને પહોંચાડવાનું કામ કરતી હોય છે. તમારી આંખો આ કામ કરે છે, તમારી મુસ્કાન આ કામ કરી શકે છે. તમારી હુંફ શબ્દ કરતાં વધારે સારૂં કામ કરી શકે છે. બીજી કોઈ બાબત કરતાં આસું, કૃતજ્ઞતાને સૌથી વધારે સારી રીતે વ્યક્ત કરી શકે છે. તમે જયારે પૂરેપૂરા ઉભરાઈ ગયાં હો છો, તમે જયારે તમારાં રોમ રોમમાં કૃતજ્ઞ બની ગયાં હો છો. ત્યારે આસુંઓનો પ્રવાહ વહેવા માંડે છે.
હું તમને રડવાનું નથી કહેતો ! હું તમને ફકત એટલું જ કહું છું કે, તમે જયારે છલકાઈ રહ્યા હો છો ત્યારે તમારૂં શરીર જ એ કહી દે છે, તમે તેને છુપાવી શકતાં નથી અને તમારી ખરી જાતની એ જ સાચી સ્થિતિ હોય છે.
અને યાદ રાખો, આ આંસુઓને, કોઈ જાતિ, કોઈ સંપ્રદાય અથવા કોઈ ધર્મ સાથે કશું જ લાગતું વળગતું નથી. તેનું હિંદુઓના આસું અથવા મુસ્લિમોના આસુંઓ તરીકે વર્ગીકરણ કરી શકાતું નથી; આ આંસુઓને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. તેમને-'સ્વ'-હોવા પણું સાથે સંબંધ છે અને 'સ્વ' આ બધાંથી પર છે. કૃતજ્ઞતા એક એવી બાબત છે જે માણસે બનાવેલાં બધાં જ બંધનો અને ઘરેડોને ઓગાળી શકે છે; માટે જ તે અંતિમ શ્રેષ્ઠ પ્રાર્થના છે.
કોઈપણ ગહન બાબતને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાતી નથી. કવિઓ તેને વ્યક્ત કરવા માટે કવિતાઓ લખે છે. ચિત્રકારો તેને વ્યક્ત કરવા માટે ચિત્રો દોરી શકે છે, લેખકો તને લખીને વ્યક્ત કરી શકે છે, પરંતુ કોઈક ભાગ તો એવો બાકી રહી જ જાય છે જે આ બધી બાબતો દ્વારા વ્યક્ત ના થઈ શક્યો હોય. અસ્તિત્વને ક્યારેય સામાન્ય બાબતો વડે વ્યક્ત કરી શકાય નહીં. માટે જ તે આટલું બધું રહસ્યમય અને આકર્ષક છે. માટે જ તે, જયારે 'તમારી અંદર' બને છે. ત્યારે તમે શબ્દોમાં વર્ણન કરો છો. તેનાથી વધારે ઉત્તેજના પૂર્ણ હોય છે. માટે જ તમે તેનો ફકત અનુભવ કરી શકો છો અને તેને વ્યક્ત કરી શકતાં નથી. માટે જ તમે અહીં મારી પાસે વારંવાર આવો છો!
મારી સાથે, તમારે કોઈ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની હોતી નથી, કારણ કે તમે વ્યક્ત ના કરો તો પણ, હું જાણી જાવ છું. જયારે તમારા પર કૃતજ્ઞતાની લાગણી ફરી વળી હોય છે. ત્યારે તમે કંઇપણ કરો તે પહેલાં જ હું જાણી જાવ છું! તમારા હૃદયના ધબકારા જાણી જાવ છું ! હું તમારી આંખોના ઉંડાણમાંથી જાણી લઉ છું ! હકીકતમાં, તમે જયારે મારી સામે વ્યક્ત થાવ છો, ત્યારે તમે ઈરાદાપૂર્વક તમારી જાતને ખોટા રસ્તે દોરતાં હો છો, કારણ કે, મોટા ભાગનો સમય, તમારૂં વિચારવાનું અને બોલવાનું વિરોધાભાસી હોય છે. તમે કદાચ અંદર બીજું વિચારતાં હો છો, પરંતુ બહાર બીજૂં કશુંક વ્યક્ત કરતાં હો છો.
યાદ રાખો : જયારે વ્યક્તિ તેની અંદરથી ખીલી જાય છે, ત્યારે અસ્તિત્વ તે જાણી લે છે. અસ્તિત્વ પ્રત્યે ગહન કૃતજ્ઞતા અનુભવો, આટલું જ પુરતું છે. તમારે તેને વ્યક્ત કરવાની જરૂર નથી, માત્ર તે 'બની જાવ' બસ.
ભારતમાં, ગુરુના ચરણ સ્પર્શ કરવાનો રિવાજ છે. જયારે તમારા પર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી ફરી વળી હોય ત્યારે, તેને વ્યક્ત કરવાનો કોઈ રસ્તો નથી હોતો. બસ તમે તેના ચરણોનો સ્પર્શ કરો છો, તમે તેમની સાથે એકત્વનો અનુભવ કરો છો અને તમારી અંદર કૃતજ્ઞતા વ્યક્ત કરો છો.
ઘણી બધી જગ્યાએથી ઘણાં બધાં લોકો મને મળવા આવે છે. તેમાંના અમુક આવીને મારી પાસે ઉભા રહે છે. અને કશું જ કહેતાં નથી. બસ માત્ર તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગે છે. તેઓએ પરાણે કશું કહેવું પડતું નથી, કારણ કે તેમના આંસુઓ જે કહી રહ્યા છે તેનાથી વધારે તેઓ કશું જ કહી શકતાં નથી. તેઓ માત્ર તેમની અંદરની જાતથી લગણીશીલ હોય છે.
જયારે તમે ગુરુની હાજરીમાં હો છો, ત્યારે માત્ર ગહન પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી જ રહો, તેમની નજીક રહેવા મળ્યું છે તેની કૃતજ્ઞતાની લાગણી અનુભવતા રહો. તમે જોશો કે તમારા બધાં જ પ્રશ્નો ઓગળી ગયા હશે અને તમે પળવારમાં જ એક ચોક્કસ પ્રકારના આનંદથી ભરાઈ જશો ! તમે જયારે સરળતાથી ભરાઈ જાવ છો, તેનો મતલબ એ છે કે, તમે સાચો દોર પકડી લીધો છે. તમે જયારે સરળતાથી ભરાઈ ના શકો, અને અસંતોષની લાગણી સાથે જ રહી જાવ, પ્રશ્નોના જવાબ વગર રહી જાવ, ત્યારે તમે 'ચૂકી ગયા હો છો'!
ગુરુ સાથે હંમેશા ગહન જાગૃતતા સાથે રહો; પછી તમે ચૂકી નહીં જાવ. તમે જયારે કૃતજ્ઞતા સાથે ગુરુ સાથે હો છો, ત્યારે ગુરુની શક્તિનો પ્રવાહ તમારી જાતની અંદર રેડાય છે અને તેમનો અનુભવ તમને તેની સાથે વહાવી જાય દેશે.
અને જયારે તમે ગુરુ પ્રત્યે માત્ર કૃતજ્ઞતા જ અનુભવો છો, ત્યારે ધીરે ધીરે ગુરુ સાથે શારીરિક રીતે હાજર રહેવાની જરૂરીયાત પણ ઓગળતી જાય છે. કૃતજ્ઞતાની લાગણી તમને સમય અને જગ્યાને કાપી નાંખવામાં મદદ કરે છે. તે તમારી સીમાઓ ઓગળી નાંખે છે અને તમને વિસ્તારે છે. તમે જયારે વિસ્તરો છો, ત્યારે તમે દરેક બાબત સાથે એકત્વ અનુભવો છો, અમુક સમય પછી, તમને કૃતજ્ઞતા પણ ખલેલ જેવી લાગે છે; માત્ર પ્રગાઢ શાંતિ ફેલાઈ જાય છે !
હું તમને કહું છું : સંબંધોમાં પણ, તમને એમ લાગે કે કોઈ સંબંધોનો અંત આવી ગયો છે અને પ્રેમ ખોવો નથી, તો તે વ્યક્તિ સાથે કૃતજ્ઞતા અનુભવો અને છૂટા પડી જાવ, બસ. તમે તે વ્યક્તિ સાથે આટલો સમય રહ્યા છો તે બદલ તમારી અંદર બસ કૃતજ્ઞતાની લાગણી અનુભવો, તેમની પાસેથી જે શીખ્યા હો અને જેનો આનંદ માણ્યો હો તે બદલ કૃતજ્ઞતા અનુભવો અને છૂટા પડો. પછી તે પણ સુંદર બની જશે !
લોકો મને પૂછે છે, "માસ્ટરજી, અમે અમારા દુશ્મનો પ્રત્યે કૃતજ્ઞતા કઈ રીતે અનુભવી શકીએ."
હું પૂછું છું 'શા માટે નહીં ?'' તમારા કહેવાતા દુશ્મનો જ તમને મજબૂત બનાવવા માટે જવાબદાર છે. તેઓ તમારા માટે પડકાર છે; તે તમારો વિકાસ કરે છે. તમને ઈજા પહોંચાડીને, તેઓ તમને જીદગી સાથે કામ પાડવા માટેના વિવિધ પાસાઓ બતાવે છે. તો પછી તેમના પ્રત્યે કૃતજ્ઞતા શા માટે ના અનુભવવી જોઈએ ?
આખરે તો, તમે વિકાસ પામવા માંગો છો, ખરૂં ને ? દરેક ક્ષણે તમે વધારે જ્ઞાની થવા માંગો છો, ખરૂં ને ? જો આ લોકો તમારા માટે તકો ખૂલ્લી નહીં કરે તો, તમે માત્ર તમારી આસપાસના મિત્રો તરફથી ખોટે રસ્તે દોરવાતા રહેશો. અને એ તમને વધારે મદદરૂપ નહીં થાય. તમને બરાબર ઘસી નાંખવાની જરૂર છે, ફકત પછી જ તમે ફાટશો અને જ્ઞાન ખીલશે.
બીજને વિકસીને વૃક્ષ થવા માટે 'ફાટવું પડે' છે. જો બીજ, બીજ રહેવામાં જ ખુશ હોય તો, તે સમય જતાં વિખેરાઈ જશે અને મરી જશે, બસ આટલું જ. તેનામાં કોઈ પરિવર્તન નહીં થાય.
જયારે કહેવાતી દુશ્મની આવે છે, ત્યારે એક સામાન્ય માણસ પણ તેને કદરૂપું દેખાય તેવું બનાવી દે છે. તે તેને એવા પોઈન્ટ પર લઈ જાય છે જ્યાં દરેક બાબત એક વિષચક્ર બની જાય છે, ધિક્કારથી ધિક્કાર તરફ આગળ વધતી. ઘણાં બધાં કુટુંબોમાં વારસાગત વેરઝેર હોય છે. તે એટલું બધું કદરૂપું બની જાય છે કે તેની સાથે કામ પાડી શકાતું નથી. શા માટે ? એ 'તમે' છો જેણે તેને આ રીતે વિકસવા દીધું છે. તમે તેનું સ્વરૂપ જાગૃતતા અને જ્ઞાન સાથે ઘડાવા નથી દીધું. તમે પરિપૂર્ણતામાં નહોતાં એટલે તેને આવી ખરાબ રીતે વિકસવા દીધું.
જો તમે જ પરિપૂર્ણ હોત, તમને દુશ્મની વિકસવા દેવાની કોઈ જગ્યા જ ના દેખાત ! હું જે કહું છું તે સમજાય છે? જયારે તમે દરેક સમયે પરિપૂર્ણતાની સ્થિતિમાં હો છો, ત્યારે તમને આ પ્રકારની બાબતો માટે જગ્યા જ દેખાતી નથી. તમારા માટે તે અજાણી ભાષા બની જાય છે. જો બીજી વ્યક્તિ દુશ્મની ચાલુ રાખવા માગતી હશે, તો પણ તમને તેના તરફ તિરસ્કારની લાગણી નહીં થાય. જો તે સંબંધોનો અંત લાવવા માંગતી હશે તો તમે ફકત ફરી કૃતજ્ઞતા સાથે તેનો અંત લાવશો !
ઘણાં બધાં કુટુંબોમાં, લોકો એક બીજાની સામે નજર પણ મેળવતાં નથી અથવા જાહેર જગ્યામાં એકબીજાની અવગણના કરવામાં દ્વઃખ વહોરી લે છે. આવી બધી બિન જરૂરી બાબતો શા માટે ? આવી બાબતો માટે તમે શા માટે તમારી શક્તિ વેડફી નાંખો છો ? ધિક્કારને ક્યારેય તમને ગળી જવા ના દો. તેની સામે ગહન જાગૃતતા અને જ્ઞાનથી જુઓ અને ધિક્કાર અદ્રશ્ય થઈ જશે અને ફકત પ્રેમ અને કૃતજ્ઞતા જ બાકી રહેશે !
યસ ... કોઈ પ્રશ્ન ?
માસ્ટરજી, આ દિવસોમાં હું તમારા પ્રત્યે ફકત કૃતજ્ઞતા જ અનુભવું છું, અને કોઈપણ રીતે, મને તમારા તરફથી કશું જ મેળવવાની ઈચ્છા નથી. પરંતુ વિચિત્ર રીતે, મને એવી ઈચ્છા છે કે, તમે મારૂં નામ યાદ રાખો. અને મને અત્યારે અને પછી પણ મારા નામથી બોલાવો ! શું મારા તરફથી આ કોઈ પ્રકારનો અસંતોષ અથવા લાલસા છે માસ્ટરજી ? '''
(માસ્ટરજી હસે છે)
તમે આ ખુબ સુંદર વાત સાથે આવ્યા છો. આ બતાવે છે કે તમે તમારી જાતનું ખૂબ જ ઉડાણપૂર્વક વિશ્વેષણ કર્યું છે. તમે સમજો : જ્યારે તમે તમારા મનથી કોઈ તમારા પર ધ્યાન આપે એવી શોધ કરો છો. ત્યારે તે લાલસા નથી: ત્યારે તે મારા પ્રત્યેનો ગહન પ્રેમ છે. બસ આટલું જ.
તમે જયારે કોઈ માંગણી સાથે પ્રાર્થના કરો છો, ત્યારે તે આભારવશતા નથી હોતી અને તમારી અહમૂની રમત હોય છે. પરંતુ તમે જયારે ગહન પ્રેમથી માંગો છો. ત્યારે તે પ્રાર્થના બની જાય છે. જે દૃતજ્ઞતા અને ભક્તિથી ભરેલી હોય છે. બંન્નેમાં આ ફરક છે.
તમે જાગૃતતામાં છો, માટે તેને અસંતોષ અથવા લાલસા કહી શકાય નહીં. તમારામાંથી આ પણ છટી જશે. અને વધારે એક વાત : આવો પ્રશ્ન પૂછવાની તમારામાં હિંમત તો છે ! મને ખાત્રી છે કે બીજાં ઘણાં છૂપી રીતે આવું જ અનુભવતાં હશે, પરંતુ મોટેથી કહી શકતાં નહીં હોય ! તેમનો કદાચ પોતાની જાતને એવું કહીને આશ્વાસન આપ્યું હશે કે, "નામમાં વળી શું છે ?" અથવા કદાચ આવું પૂછવામાં તેમને શરમ આવતી હશે ! અલબત્ત, નામમાં કશું જ નથી. પરંતુ તમારે અનુભવની સમજણથી તેનાથી પર થવાની જરૂર પડે છે. તેમાંથી તમારી જાતને બહાર દોરીને નહીં. હકીકત એ છે કે તમે પ્રશ્ન કર્યો છે તે બતાવે છે કે, તમે હિંમત પૂર્વક તેમાંથી પસાર થવા માંગો છો.
યસ ! તમને સમજાઈ ગયું ?!"
હા માસ્ટરજી ...
લોકો મને પૂછે છે; "માસ્ટરજી, અમે તમારા તરફની કૃતજ્ઞતા બતાવવા માટે બદલામાં શું કરી શકીએ ?" હું તેમને કહું છું, "તમે મારા માટે સારામાં સારૂં એ જ કરી શકો કે તમે ખીલી જાવ !" આ એક જ શ્રેષ્ઠ બાબત છે જે તમે મારા માટે કરી શકો અને હું તમારા માટે કરી શકું. આ સમજી ગયા. જ્યારે તમે આ શબ્દોને આત્મસાત કરી લો છો અને તમારી જાતને કૃતજ્ઞ બનાવી દો છો, ત્યારે તમે મારા માટે બદલામાં ઘણું બધું કર્યું હોય છે.
પરંતુ એક વાત હું તમને કહીશ : જો તમને એવું લાગતું હોય કે તમારે કશુંક કરવું છે, તો સમાજ માટે કંઇ સેવા કરો; બીજાને મદદ કરો. તમે જે આનંદ શોધ્યો છે તે માટે બીજાને જાગૃત કરો. તે અહમૂ અથવા મોટાઈની ભાવનાથી ના કરતાં તેને પ્રેમની વહેંચણીની ભાવનાથી કરજો, આનંદની વહેંચણીની ભાવનાથી કરજો. આમાં તમારી પૂરેપૂરી શક્તિ આપીને આવું કરવામાં આનંદ માણો. એ તમારા માટે આનંદદાયક મેડિટેશન બની જશે અને તેમના માટે જાગતતા લાવવાનું સાધન બની જશે.
દરકે સમયે તમે કૃતજ્ઞતા અનુભવો, એટલે હકીકતમાં તમે મેડિટેશનમાં હો છો. માટે માત્ર કલ્પના કરો કે જો તમે કાયમ માટે કૃતજ્ઞતામાં હો ! તો તમે કાયમ માટે મેડિટેશનમાં હો !
એક વાત સમજો : કૃત્તજ્ઞતા ક્યારેય શકાતી નથી. અલબત્ત, આભાર વશતાની લાગણીનો ખ્યાલ, બાળકો નાના હોય ત્યારે તેમને આપી શકાય, જેથી તેઓ તેના વિષે જાણી શકે. પરંતુ તે એક સામાજીક ઘરેડ બની જાય છે. જેવી રીતે તમને વડિલોને માન આપવાનું શીખવવામાં આવ્યું છે, તેવી જ રીતે તમને સ્કુલમાં શિક્ષકોને અને બીજાઓને માન આપવાનું શીખવવામાં આવ્યું છે. આ માત્ર મનની યાંત્રિકતા છે, તમારી અંદરની ખરી લાગણી નહીં.
તમે જયારે અસ્તિત્વ સાથે જોડાણ અનુભવો છો, ત્યારે જ ફકત તમારામાં સાચી કૃતજ્ઞતા ઉદ્દભવે છે. બીજો કોઈ રસ્તો જ નથી. જ્યારે આ રીતે કૃતજ્ઞતા ઉદ્દ્ભવે છે ત્યારે તે કોઈ ચોક્કસ દિશામાં નથી હોતી, તે માત્ર તમારી સુગંધ બનીને ફેલાય છે, બસ આટલું જ.
જયારે આ બને છે, ત્યારે તમે આપોઆપ જાણી જાવ છો કે આ કૃતજ્ઞતા જ તમારી પ્રાર્થના છે ! આ પ્રાર્થના જ 'ફકત' તમને ઉપર ઉઠાવે છે. તમારામાં પ્રેમ અને પરિપૂર્ણતાનો ઉદય કરે છે. તમે અસ્તિત્વ સાથે સંવાદ કરવાનું રહસ્ય જાણી લો છો ! તમે દરેક સમયે કેવી રીતે જોડાયેલું રહેવું તે જાણી લો છો. તમે કોઈપણ કારણ વગર આનંદમય કેવી રીતે રહેવું. તે જાણી લો છો. તમે દરેક બાબત અને દરેક વસ્તુને સમગ્રનો જ ભાગ કેવી રીતે જોવો તે જાણી લો છો. તમે, વિભાજન કરવું, વિશ્લેષણ કરવું અને અશાંતિની લાગણી અનુભવવાને બદલે એક સૂત્રી કેવી રીતે બનવું તે જાણી લો છો.
આ બધાં ઉપરાંત, તમે ગુરુ સાથે કેવી રીતે સંબંધિત થવું તે પણ જાણી લો છો. તમારી કૃતજ્ઞતા જ તમારી પ્રાર્થના બની જાય છે, ત્યારે જ ગુરુ સાથેના સાચા સંબંધની શરૂઆત થાય છે. નહીતર પછી તમે માંગો છો અને જયારે તમે માંગો છો, તમે 'ચૂકી જાવ છો.'
હજુ પણ વધારે સ્પષ્ટતાથી સમજી લો : હું તમને આભારી થવાનું શીખવતો નથી, હું માત્ર તમારી અંદર એક જગ્યા બનાવવાનો પ્રયત્ન કરૂં છું, જયાં હું કહું છું તેમ તમે 'અનુભવ' કરી શકો; જે તમારી અંદરનો તમારો પોતાનો અનુભવ બની જાય. મારા શબ્દો પાછળની શક્તિ તમારી અંદર જગ્યા પેદા કરે છે. બસ આટલું જ.
જ્યારે પણ તમને મુક્તિ આપવામાં આવે છે. તમે વધારે સારી વ્યક્તિ બનો છો અને તમે ખૂલવા માટે તૈયાર હો છો. તમે જયારે મનોવૈજ્ઞાનિક ગુલામી નીચે હો છો. ત્યારે તમારા માટે વિસ્તરવું અને તમારી અંદર જગ્યા શોધવી મશ્કેલ હોય છે.
હું લોકોને હંમેશા કહું છું હું 'મુક્તિ અપાવનાર ગુરુ છું' હું જયારે લોકો પર કામ કરતો હોઉં છું ત્યારે તેમને વિશાળ સ્વતંત્રતા આપું છું. ફકત પછી જ તેમને માટે નવી ભૂમિની શોધખોળ કરવી અને વિસ્તરવું સહેલું થઈ જાય છે.
અલબત્ત, હું મા-બાપને એવું નથી કહેતો કે તમારાં બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દો અને કોઈ દખલ કર્યા વગર તેનું નિરીક્ષણ કર્યા કરો. હું માત્ર એટલું કહું છું કે મનોવૈજ્ઞાનિક ગુલામીની અવગણના કરવી જોઈએ. તેમને વિકસવા માટેની બધી જ પરિસ્થિતિઓ પેદા કરો. જરૂરી સાવધાની રાખો, તેમાં કોઈ શકા નથી. પરંતુ તેમના વિચારોને દબાવી દેવાને બદલે તેમને સત્યનો તેમની રીતે જ અનુભવ કરવા દો. તેમને વિકસવા માટે પૂરતી જગ્યા આપો અને તેમને તેમની અંદરના દિવ્ય આનંદનો અનુભવ કરવા દો.
અમુક વખતે લોકો મને પૂછે છે, "માસ્ટરજી, તમે દરેક વખતે આટલા બધા દિવ્ય આનંદમાં કેવી રીતે રહી શકો છો ? "
ગુરુઓ હંમેશા દરેક સમયે દિવ્યતાની સ્થિતિમાં જ હોય છે કારણ કે તેમની અંદરથી સતત કૃતજ્ઞતાની લાગણી ઊભરાતી હોય છે: કારણ કે તેઓ દરેક સમયે અસ્તિત્વ સાથે સંવાદિતામાં હોય છે !
તમે જયારે માત્ર મારા તરફ જ અથવા બીજા કોઈ તરફ જ કૃતજ્ઞતા વ્યક્ત કરો છો, ત્યારે તમે સમગ્રને ચૂકી જાવ છો. કૃતજ્ઞતા એવો કોઈ પ્રકાશના પ્રવાહનો શેરડો નથી કે જેને નિયંત્રિત કરીને અમુક પસંદગીના લોકો તરફ વળી શકાય. એ એક સુગંધ છે. તમે જયારે તેને ધારણ કરો છો. ત્યારે એ તમારામાંથી બસ પ્રસર્યા કરે છે. માટે જ ગુરુઓ બધો જ સમય આટલા બધાં દિવ્ય આનંદમાં દેખાય છે. ગુરુ સુગંધ જેવાં હોય છે જેને તમે અનુભવી શકો છો. અને તેનો આનંદ માણી શકો છો ! માટે જ તમે ખેંચાઈને વારંવાર અહીંયા આવો છો !
જુઓ એક વાત સમજી લો : દરેક ક્ષણ દિવ્ય આનંદમય હોય છે, તમે જો તેને ગ્રહણ કરવા અને સમજવા તૈયાર હો તો. એ કંઈ ત્યારે જ નથી હોતો, જયારે આપણે કોઈ પ્રસંગની ઉજવણી કરતાં હોઈએ અથવા આપણને સફળતા મળી હોય, અથવા આપણે કશુંક પ્રાપ્ત કર્યું હોય, એ ક્ષણ જ સુંદર હોય છે એવું નથી હોતું.
દરેકે દરેક ક્ષણ સુંદર હોય છે, કારણ કે અસ્તિત્વ સ્વયંસ્કૂરણાથી અને આનંદપૂર્ણ રીતે વહેતું રહે છે. અને દરેક ઘટનાઓ સંક્રમિત રીતે દરેક સમયે બન્યા કરે છે. તમે જ્યારે આ સમજી જાવ છો, ત્યારે તમને કશું 'ખોટું' હોય તેવું લાગતું જ નથી. પછી તમે લોકોને બધો જ સમય ફરિયાદો કરતાં જુઓ છો ત્યારે તમને નવાઈ લાગે છે.
તમે જયારે અસ્તિત્વ પ્રત્યે કૃતજ્ઞતા અનુભવો છો, ત્યારે સમગ્ર અસ્તિત્વ તમારા માટે મંદિર બની જાય છે. પછી તમે જયાં પણ હો છો, તમે પ્રાર્થનામય અને મેડિટેશનમાં હો છો. તમારે મંદિરમાં જઈને પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તમે બસ સમગ્ર સાથે એકરૂપ થઈ જાવ છો અને બધો જ સમય દિવ્ય આનંદનો અનુભવ કરતાં રહો છો.
જ્યારે સમગ્રનો અનુભવ મંદિર બની જાય છે, ત્યારે વૃક્ષો, આકાશ, પૃથ્વી દરેક બાબત એક બની જાય છે. પછી જ્યારે તમે વંદના કરવા વાંકા વળો, ત્યારે તમે શું માંગી શકો ? તમે બસ ગહન અસ્તિત્વનો ભાગ હોવા બદલ કૃતજ્ઞતાથી નમી પડો છો, બસ આટલું જ.
જયારે આ બને છે, ત્યારે તમે વૃક્ષો સાથે, આકાશ સાથે, ધરતી સાથે અને બીજી દરેક બાબત સાથે સંબંધથી જોડાઈ જાવ છો. પછી તમે મનની ભાષાના સંવાદમાંથી હૃદયની ભાષાનાં સંવાદ તરફ ખસી જાવ છો. પછી તમે તમારૂં કેન્દ્ર મનની જગ્યાએ હૃદયમાં ખસેડી દો છો.
તમારામાં જે લોકો એવું માનતા હોય કે ભગવાન તમારી પ્રાર્થનાઓનો જવાબ આપે છે તેમના માટે આ કહ્યું છું : ભગવાન એટલો બધો કરૂણામય છે કે પછી મોટેભાગે તમારી પ્રાર્થનાઓને અનુત્તર રહેવા દેતો જ નથી. જવાબ આપે જ છે !
આ આવું છે; કોઈ બાળકને શરદી થઈ હોય અને આઈસ્ક્રીમ માંગે તો તમે તેમને આપશો ? ના તમે તેને નહીં આપો.
હવે કદાચ બાળકને તમારા માટે ખરાબ લાગણી થશે. પરંતુ તમે જાણતાં હો છો કે તમે બાળક માટે સૌથી ઉત્તમ છે તે જ તમે કરી રહ્યા છો. કારણ કે બાળક જે માંગી રહ્યું છે તે આ સમયે તેના માટે યોગ્ય નથી.
આવી જ રીતે, તમારા ઘેરા અજ્ઞાનને લીધે, તમે જાણતાં નથી કે તમારા માટે ઉત્તમ શું છે અને ભગવાન પાસે વિવિધ વસ્તુઓ માંગ્યા કરો છો.
પરંતુ શુધ્ધ કરૂણાથી, ભગવાન મુદ્દતા પૂર્વક તમારી પ્રાર્થનાઓને ચારે બાજુએથી સાફ કરે છે અને તમારા માટે જે ખરેખર જરૂર હોય તે ચીજ તમને બક્ષિસમાં આપે છે અને તમને અણી ઘોંચીને વધારે જ્ઞાન તરફ ધકેલે છે. તમારા માટે આમ કરવામાં તેનો ઉદ્દેશ ફકત આટલો જ હોય છે. યાદ રાખો : જેટલું તમારૂં જ્ઞાન વધે છે તેટલી તમે ઓછી પ્રાર્થનાઓ અને માંગણીઓ કરો છો.
ભગવાન પાસે તમે શું માંગી શકો ? જે ક્ષણે તમે માંગો છો, ત્યારે તેનો અર્થ એવો થાય છે કે થોડી એવી બાબતો છે જેના વિષે ભગવાન જાણતો નથી ! તમને એવું લાગે છે કે જયાં સુધી માંગશો નહીં ત્યાં સુધી, ભગવાનને ખબર નહીં પડે. આ કેટલું બેહ્દું છે. છે કે નહીં ? એવી કોઈ બાબત હોઈ શકે ખરી કે જેના વિષે ભગવાન ના જાણતો હોય ?
સમજી લો : ભગવાન તમારા માટે જે 'જરૂરી' છે તે આપે છે, તમે 'જે ઇચ્છો છો તે નહીં' જો તે તમે જે ઈચ્છો તે બધું જ તમને આપવા લાગે, તો તમે દ્વઃખની એક ખીણમાંથી બીજી ખીણમાં ડ્રુબતા જાવ ! એ જયારે તમારા માટે જરૂરી હોય તે આપે છે ત્યારે, તમે જ્ઞાન તરફ આગળ વધો છો અને અમુક જગ્યાએ માંગવાનું છૂટી જાય છે અને કૃતજ્ઞતા આવી જાય છે.
ભગવાન તમને મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે તાકાત અને હિંમત આપે છે.
તે તમને તમારી કહેવાતી સમસ્યાઓને ઓગળી નાંખવા માટે ડહાપણ આપે છે.
તે તમને તમે જ તૈયાર કરેલા જ્ઞાનના અમૂલ્ય સ્ત્રોતો આપે છે, તમારા માટે સમુધ્ધિ લાવે છે.
તે તમને એવી તકો આપે છે જેમાં તમે પ્રેમની નવી ભૂમિ શોધી શકો અને તમારી સંભાળ રાખી શકો.
તે તમને તમારા માટે જરૂરી હોય એવી બધી જ ચીજો આપે છે જેથી તમે સમજી શકો કે તમારી પાસે જે છે એટલું જ તમારા માટે જરૂરી છે.
તે તમને પુખ્ત બનવા માટે અને સુંગધ સાથે ખીલવા માટે જેટલું જરૂરી હોય છે તે બધું જ આપે છે.
આપણી સાથે પાયાની સમસ્યા એ છે કે, આપણે બધાં એ માનવા તૈયાર છીએ કે આપણે જે માંગીએ તે આપવાની ભગવાનમાં શક્તિ છે. પરંતુ આપણે એ ભુલી જઈએ છીએ કે તેની પાસે એટલી બુધ્ધિ અથવા જ્ઞાન પણ છે કે તે આપણા માટે શું સારૂં છે અને શું ખરાબ છે તે નક્કી કરી શકે છે ! બસ આપણે માનીએ છીએ કે ભગવાન પાસે ફકત શક્તિ છે અને આપણે માંગ, માંગ કરીએ છીએ.
આપણને હંમેશા એવું જ લાગે છે કે આપણા માટે શું શ્રેષ્ઠ છે તે આપણે જાણીએ છીએ અને તેને માટે ભગવાનની શક્તિનો 'ઉપયોગ' કરવાની ઇચ્છા રાખીએ છીએ ! આપણે તેને સ્પષ્ટ કહીએ છીએ. આપણને જે જોઈએ છે તે 'મેળવવા' માટે આપણે આપણી બુધ્ધિ અને ભગવાનની શક્તિનો 'ઉપયોગ' કરવાની ઈચ્છા રાખીએ છીએ ! આપણે તેને સ્પષ્ટ કહીએ છીએ : મારે આ જોઈએ છે, બાબત ગમે તે હોય, પરંતુ મહેરબાની કરીને મારા માટે તારી શક્તિથી કરી દે ! આપણે આપણી બધી ઇચ્છાઓ, આપણી પસંદગી પ્રમાણે ટોપલીઓમાં ભરીને ભગવાનને પ્રાર્થના સ્વરૂપે મોકલીએ છીએ !
આપણો આ અભિગમ જ આપણને ગૂંચવાણોમાં નાંખી દે છે. તમારે સમજવું જોઈએ કે ભગવાન પાસે માત્ર શક્તિ જ નથી પરંતુ જ્ઞાન પણ છે, જેનાથી તમારા માટે શું સારૂં છે તેનો નિર્ણય તે લઈ શકે. તમે જયારે આટલું સમજી લો છો, ત્યારે તમે માંગવાનું છોડી દો છો.
તમે એવું વિચારો છો કે, આખી દુનિયા તમારી બુધ્ધિના કારણે ચાલી રહી છે. ખૂબજ સ્પષ્ટતાથી સમજી લો તમારામાં બુધ્ધિ નથી એટલે જ આખી દુનિયા ચાલી રહી છે.
તમે વેપારના ખ્યાલોથી ખૂબજ ટેવાઈ ગયેલાં છો, માટે તમારા માટે એ સમજવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે કે, કોઈક એવું છે જેની સાથે તમારી લોહીની સગાઈ પણ નથી, એ તમારી બિનશરતી સંભાળ રાખી શકે છે, બદલામાં કાંઈપણ મેળવવાની અપેક્ષા વગર જ. તમને સાચવી શકે છે. તમારા માટે આ વાત માનવી અતિશય મુશ્કેલ છે !
હું તમને કહું છું : અસ્તિત્વ, બીજું કોઈપણ ના રાખી શકે એટલી તમારી સંભાળ રાખે છે. આ સત્યને હું તમને કહું છું, પરંત્ત તેનું તમારી અંદરથી ભાન થવું, તેને તમારો પોતાનો અનુભવ બનાવવો, તે તમારી ઉપર જ આધાર રાખે છે. ફકત પછી જ, તે તમારૂં તાજું જ્ઞાન બની શકે છે.
હું લોકોને હંમેશા કહું છું, "હું તમને આધ્યાત્મિકતા શીખવી શકું નહીં, પરંતુ તમે તે શીખી શકો !" હું તમને મહાન સત્યો કહી શકું, જેથી તમે કમ સે કમ એટલું તો જાણી શકો કે તમે શું જાણતા નથી. પરંતુ તમારી સમજણમાં તેને સત્ય બનાવવું તે તમારા ઉપર છે. હું તમને, તમારે જેટલા વખત સાંભળવું હોય તે દરેક વખતે સત્ય કહેવા તૈયાર છું .
એક નાની વાર્તા :
એક વખત જ્યારે શંકર-પરિવરાજકા યાત્રા - પગપાળા પવિત્રધામોની યાત્રા પર, તેમના શિષ્યો સાથે નીકળ્યા હતા ત્યારે એક જગ્યાએ તેમને અતિશય તરસ લાગી.
તેમણે ચારે બાજુ તપાસ કરી પરંતુ તેમની તરસ છીપાવે તેવું કશું મળ્યું નહીં.
ત્યાં ફકત એક તાડનાં ઝાડનો બગીચો હતો. જેમાંથી લોકો તાડી બનાવતા હતા.
શંકરા તાડના બગીચાના ઝૂંડમાં પ્રવેશ્યા અને ત્યાં કરતાં લોકોને તરસ છીપાવવા માટે કશુંક આપવાની માંગણી કરી.
તેમણે કહ્યું કે અમારી પાસે તાડી સિવાય કશું જ નથી.
શંકરા એ તાડી માગી લીધી અને પી ગયા.
શિષ્યોએ તેમને તાડી પીતાં જોયા. તરત જ તેમણે પણ તાડી માગી અને પી લીધી !
તાડીની શંકરા ઉપર કોઈ જાતની અસર ના થઈ કારણ કે તે તો એન્લાઈટેન્ડ માણસ હતા. તેમનામાં અસીમ સભાનતા હતી !
તે તો સ્થિરતાથી ચાલવા લાગ્યા પરંતુ તેમનાં શિષ્યો તેમની પાછળ લથડીયાં ખાતાં ખાતાં આવતાં હતા !
થોડા સમય પછી તેઓ ફરી ચાલી રહ્યા હતાં પરંતુ આ વખતે રણ વિસ્તારમાં ચાલી રહ્યા હતાં.
તે લોકોને તરસ લાગી અને આ વખતે તેમને ફકત લુહારની કોઢ દેખાઈ.
અન્ય કર્શું જ પ્રાપ્ય ન હતું. ઉપસ્થિત કાર્યકરને શ્રંકરાએ પછયું કે અહીં પીવા લાયક કંઈક છે ? કામ કરનારે કહ્યું કે અહીં કંઈ પીવા જેવું કશું નથી. પરંતુ શંકરાએ પીગળેલું પોલાદ જોયું, પ્રવાહી લોખંડ જોઈને કામ કરનાર પાસેથી તે માંગીને પી ગયા. પ્રવાહી પી લીધા પછી તેઓ પોતાના અનુયાયીઓ તરફ ફરીને તેમને (તે પીણૂં) ધરવા લાગ્યા. શિષ્યો તો કેવળ સ્તરબ્ધ બની ગયા.
એક નાની વાર્તા સાંભળો : (Part 2)
શંકરા તેમને સજાવવા માંગતા હતા કે તેમણે એમના કહ્યા મુજબ કરવું જોઈએ, નહીં કે તેમના કર્યા મુજબ તાડીના નશાની એમના ઉપર કોઈ અસરના થઈ કેમકે તેઓ અસીમ ચૈતન્યમાં સ્થાયી હતા. તમને અનુભૂતિ ન થઈ હોય તો તમે નહીં જાણો. તેથી તમે બહારથી જોઈને એની નકલ કરી શકો નહીં. તમારા પ્રત્યેકની ભીતરમાંથી એ થવું જોઈએ. એ પછી જ તમે જાણશો.
સત્યને કેટલી નિષ્ઠાથી અને કેવા સંબંધથી તમે અનુભવવા માંગો છો એ તમારો પોતાનો નિર્ણય છે. એ માત્ર તમારો પોતાનો નિર્ણય છે. હું માત્ર એને જ મદદ કરી શકું, જે સ્વયંને મદદ કરે છે. જો તમે તમારો હાથ મારા હાથ સુધી લંબાવવા ઇચ્છતા હો તો જ હું તમને ઉપર ઉઠાવવા માટે મારો હાથ આપી શકું. જો તમે સાચેસાચ ઉપર ઉઠવા માંગતા હો તો ઓછામાં ઓછૂં તમે તમારો હાથ મારા તરફ ધરશો. નહીંતર, તમે જયાં છો ત્યાં રહેવાની તમારી સ્વતંત્રતા હું મંજૂર રાખીશ. બસ આટલું જ. એથી તેઓ કહે છે, "તમને બંધનગ્રસ્ત રહેવાની આઝાદી ઈશ્વર આપે દેવે . ''
આપણામાંનાં મોટા ભાગના વિચારે છે કે આપણને જે રીતે મળવી જોઈએ એ રીતે ઈશ્વર મદદ કરતો નથી. હું કહું છું કે તમારા કરતાં ભગવાન તમને વધુ સારી રીતે જાણે છે. તમારે એ સમજવું જોઈએ. પ્રયત્ન કરીને શંકાને ફગાવી દો અને શ્રધ્ધા કેળવોએ પૂરતું છે. એ પછીની કાળજી આપોઆપ લેવાશે.
એક નાની વાર્તા :
માછલીઘરમાં બે સોનેરી માછલી હતી. એકે બીજીને પૂછ્યું; "તું પ્રભુનાં અસ્તિત્વમાં માને છે ?" બીજીએ પ્રત્યુત્તર આપ્યો; "અન્ય બીજું કોણ આમ રોજેરોજ આપણું પાણી બદલતું હોય એમ તું માને છે ?
જો તમે માનતા હો કે અસ્તિત્વ તમારી બધી જરૂરિયાતોની દરકાર કરે છે તો તમે કોઈપણ પ્રકારની ચિંતાથી મુક્ત બની જશો. પરંતુ યાદ રાખજો. મેં કહ્યું છે તેમ, તમારી ઇચ્છાઓ કરતાં તમારી જરૂરીયાત અલગ બાબત છે. તમારી જરૂરીયાત અલ્પ છે પરંતુ ઈચ્છાઓ ઘણી બધી. તમારી જરૂરિયાતો અસ્તિત્વ મારફત આપોઆપ સંતોષાય જાય છે. જયારે તમારી ઈચ્છાઓ વધે છે. તમે અસ્તિત્વમાંથી શ્રધ્ધા ગુમાવી દો છો. કેમકે તેના દ્વારા તમારી ઈચ્છાપૂર્તિ થયેલી તમને લાગતી નથી.
તમે જુઓ. સાધારણ માન્યતાએ માત્ર માન્યતા છે જયારે સામે છેડે શ્રધ્ધા એવી માન્યતા છે જે શક્તિ સાથે સંયોજાઈને અમલમાં મુકાય છે. તમે માન્યતાથી શરૂ કરી શકો. પણ તમારે અંત તો શ્રધ્ધામાં જ કરવો પડે. માન્યતાથી શંકા ઉદભવશે પણ શ્રધ્ધાથી શંકા નહીં રહે કારણ કે તમે એને અનુભવી હશે. તમે જયારે અહોભાવની લાગણી જાતે અનુભવશો ત્યાર પછી તમારે માટે વધુ ઐશ્વર્યને આકર્ષી શકશો. મારા સ્વાનુભવથી આ વાતની હું ઘોષણા કરું છૂં.
એક નાની વાર્તા :
એકવાર એક છોકરો રાજાના મહેલની મુલાકાતે ગયો. એણે મહેલમાં એક રાત રહેવા માટે એને મંજૂરી મળે એવી વિનંતી કરી. રાજાએ મંજૂરી આપી અને છોકરો ત્યાં રહ્યો. બીજી સવારે છોકરાએ રાજા પાસે જઈને એને અપાયેલા આવાસમાં રહેલી ખામીઓની અગણિત ફરિયાદો કરી. આવી વ્યક્તિને એક દિવસ પણ રહેવા દેવી વધુ પડતું છે એમ કહી રાજાએ છોકરાને ત્યાંથી દૂર હટાવવા હુકમ કર્યો. છોકરાને ખૂબ ખરાબ લાગ્યું અને તેણે સૂફી સંત પાસે જઈને બનાવનું વર્ણન કર્યું. સંતે કંઇ જ ન કહ્યું, માત્ર છોકરાને પોતાનો શિષ્ય બનવા કહ્યું. થોડા મહિના પછી સંતે છોકરાને જણાવ્યું કે તેઓ રાજાની મુલાકાતે જવાના છે તો છોકરાએ પણ તેમની સાથે આવવું. તેઓ ત્યાં ગયા અને થોડા દિવસ મહેલમાં રહેવાની પરવાનગી માંગી. રાજા સંમત થયા.
બીજે દિવસે સવારે રાજાએ સંતને અપાયેલી સવલતો આરામદાયક હતી કે નહીં તે પૂછ્યું. સાધુએ પોતાને માટે કરેલી સગવડ માટે રાજાનો અંત:કરણથી કૃતજ્ઞભાવ વ્યક્ત કર્યો. આથી રાજા ખૂબ ખૂશ થયા અને તરત જ સંતને અપાતી સગવડ પ્રત્યે વધુ ધ્યાન આપવા એમના માણસોને હુકમ કર્યો.
સંતે છોકરાને કહ્યું; "હવે તું જુએ છે ને ? આ જીવનનું રહસ્ય છે. અહોભાવની અનુભૂતિ કરો અને તમારા પર તે જ ભરપૂર વરસશે."
આવું ત્યારે જ બને જયારે તમે તમને જે કંઈપણ મળેલ છે તેમાંથી ખામીઓ શોધવાને બદલે ઈશ્વરનો આભાર માનો છો. આભાર દાખવીને તમે સકારાત્મક ઉર્જા તરંગોને વહેતા મુકો છો. જે આપોઆપ તમારી ધારણાથી પણ વધુ પરત લાવે છે .
એનો અર્થ એ નથી કે તમારે તમારા મુખેથી લોકોની પ્રશંસા કરવી અને વધુ મેળવવા લુચ્યાઈથી તેમને છેતરવા. એમ નહીં, પરંતુ બાહ્ય જગતની ચીજો પ્રતિ બેપરવા રહીને જયારે તમે અહર્નિશ કૃતજ્ઞ ભાવની સ્થિતિમાં હો છો, ત્યારે તે અહોભાવ તમારામાંથી પ્રસારીત થયા કરશે. અને ત્યારે બધી જ બાબતો આપોઆપ તમારા માટે બન્યા કરશે.
લોકો મને પૂછે છે, "સ્વામીજી, આપણી આસપાસ ઘણી બધી યાતનાઓ છે એવું કેમ ?" હું તેમને કહ્યું છું, આ બધુ અર્થહીન છે. સૌ પ્રથમ તો તમે માની લીધું છે એટલું બધું દુ:ખ છે જ નહીં. યાતના છે. પરંતુ તમારા માનસે એને વિસ્તત કરી મુકી છે. તમે જો યોગ્ય ગણત્રી માંડો તો તમે સમજશો કે આ બધામાં તમારું દિમાગ કેવી રમત રમે છે. આમ આ બધી બાબતોને વધારીને કહેવાની સહજ સામાજિક વાત બની ગઈ છે. બીજું કે પીડા છે કેમકે શ્રધા અલોપ થઈ ગઈ છે. બસ આટલું જ. અભાનપણે ખોટા રસ્તે દોરવાઈને આપણે લોલુપ બની ગયા છીએ.
જુઓ – સમજો – ઈશ્વર સુષ્ટિમાં ઘટતી ઘટનાઓનો દોરી સંચાર કરે છે. બધી જ ઘટનાઓનું સમયબધ્ધ સંચાલન થાય છે. એથી અત્યારે અસ્તવ્યસ્ત લાગતી ઘટનામાં, તમે જેમ વધુ જાગૃત થતા જાવ છો તેમ તેમ તેમાં આક્ષર્યજનક ક્રમબધ્યતાની અનુભૂતિ કરી શકો છો. આપણે એથી સભાન થવું જોઈએ અને એ અનુસાર આપણે ભાગ ભજવવો જોઈએ એ પછી જીવન સંગીતની જેમ વહેતું રહેશે.
નાનકડા બનાવથી માંડી મોટા પાયે બનતી ઘટનાઓ બાબતે જ્યારે તમે એમાં રહેલી વિલક્ષણતાઓ પ્રત્યે સંવેદનશીલ બનો છો ત્યારે તમે સમજવા લાગશો કે સમગ્ર પ્રક્રિયામાં તમને માત્ર સાધનરૂપ બનાવીને કેવી રીતે બાબતો ફરીથી ક્રમબધ્ધ ગોઠવાઈને ઘટનાઓ બન્યાં કરે છે.
યોગાનુંયોગની શક્તિ એના પૂર્ણ પ્રભાવથી આપમેળે તમારી સમક્ષ પ્રગટ થવા લાગે છે. તમે જાગત બની જશો કે અતિસૂક્ષ્મ વૈશ્વિક વાદ્યમંડળીનો તમે એક હિસ્સો છો, જેણે સંગીત લહરીમાં વિહરીને એની મઝા માણવાની છે. તકલીફ ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમે પ્રવાહની સામે બાથ ભીડી એની વિરૂધ્ધ જવાની કોશીશ કરો છો.
એક નાની વાર્તા :
એક દિવસ લોકોએ દોડતાં આવીને એક માણસને કહ્યું કે તમારી પત્ની નદીમાં પડી ગઈ છે અને તવાઈ રહી છે. એ માણસ તરત જ નદી તરફ દોડ્યો કપડાં કાઢીને પાણીમાં ફદી પડ્યો અને ઉપરવાસ તરફ તરવા લાગ્યો.
લોકો ચીસો પાડીને કહેવા લાગ્યા; "તમે ઉપરવાસ તરફ કેમ તરો છો ? દેખીતું છે કે તે પ્રવાહની દિશામાં જ ડુબી ગઈ હશે."
પેલા માણસે બૂમ પાડીને કહ્યું; ''હું મારી પત્નીને બરાબર જાણું છું. નદીમાં પણ એ સામા પ્રવાહે જ ગઈ હશે. પ્રવાહની સાથે નહીં !"
(ખડખડાટ હાસ્ય)
આપણે જયારે સામા પ્રવાહે જઈએ છીએ ત્યારે તકલીફ શરૂ થાય છે. કારણ કે એનો મતલબ એ થાય છે કે આપણે ઈશ્વર અને આપણી વચ્ચે આપણા અહમને દખલગીરી કરવા દઈએ છીએ. બીજી બાજુ જો આપણે ઈશ્વરીય પ્રવાહ સમજીએ અને એની સાથે જઈએ તો આપણે એટલા સહજ બનીએ છીએ કે આપણ માર્ગમાં આવતી પ્રત્યેક ચીજને સહજભાવે સ્વીકારી શકીએ છીએ અને અહોભાવથી વિસ્તરતા રહીએ છીએ.
જ્યારે તમે સ્વાભાવિક હો છો ત્યારે એનો અર્થ એ છે કે તમે કોઈપણ જવાબદારી લેવા માટે તૈયાર છો. હું હંમેશા લોકોને કહ્યું છું; ફરજ એટલે સહજભાવે સ્વીકારવાનું સામર્થ્ય. માસ્ટરો આખા જગતની જવાબદારી લઈ લે છે. કેવી રીતે ? કેમકે તેઓ સહજ છે અને ઈશ્વરીય પ્રવાહ સાથે સતત ગતિ કર્યા કરે છે. તેઓ જાણે છે કે જો તેઓ માત્ર ઈશ્વર સાથે સાતત્ય જાળવશે તો ઈશ્વર કુદરતી રીતે જ બધી બાબતોને બનવા દેશે.
આપણા આશ્રમમાં રહેતા આશ્રમ વાસીઓને જો તમે પૂછશો તો મારી સાથેનાં અનુભવોની વાતો તમને કહેશે. એમને માટે અગાઉથી કોઈ વાતની જાણ થવી કે મારી સાથે ડગ માંડવા મુશ્કેલ બની જાય છે, કેમકે હું સતત અસ્તિત્વના પ્રવાહમાં વહેતો રહું છું. તદ્દપરાંત, કાર્યશીલ બનવા માટેની દોરવણીનો પૂરતો સમય જરૂરી હોવાનાં એમના વિચારોને ફગાવી દેતાં, તેઓ પ્રથમ શીખે છે. તે પછી ધીરેધીરે ગમે ત્યારે ગમે તે વસ્તૂ માટે તૈયાર રહેતા તેઓ શીખી જાય છે ! આશ્રમમાં આમ બન્યા કરે છે. ક્ષણેક્ષણની પેરણાથી દરેક બાબતો બન્યા કરે છે.
આશ્રમમાં થતી ક્રમબધ્ધ વ્યવસ્થાને જોઈને બહારના લોકો દંગ થઈ જાય છે. પછી એ પૂજા હોય કે સમારંભ, હું તેમને થોડા કલાકો અગાઉ કહી દઉં છું અને વ્યવસ્થા થઈ જશે. હું તેમને થોડા સમય પહેલા કહું છું કારણ કે હું કોઈ ચોક્કસ યોજના કે બંધનો વિના સતત વિહર્યા કરું છું.
જો આપણે અસ્તિત્વના પ્રવાહ સાથે વહેતા શીખી જઈએ તો આપણે ચિંતામુક્ત બની જીવી શકીએ. પરંતુ કોણ જાણે કેમ કુદરત સાથે ઝૂઝવાની કળા આપણે હસ્તગત કરી લીધી છે. પછી આપણે પીડા વહોરીએ છીએ. ઈશ્વરીય પ્રવાહ સાથે તમે સાતત્વ કેળવો પછી તમે જોશો કે પ્રતિક્ષણ તમારી સંભાળ લેવામાં આવે છે અને જે ક્ષણે જરૂરી હોય તે તમને આપવામાં આવે છે
તમે જયારે અસ્તિત્વ સાથે સંવાદિતા કેળવો છો ત્યારે તમે ઈશ્વરીય તેજ અને ઉર્જા પામો છો. તમારા માટે બનતી બાબતમાં જેમ ઝીગસો પઝલમાં બને છે તેમ વસ્તુ આપમેળે ફરીથી વ્યવસ્થિત બનીને યશાસ્થાને ગોઠવાઈ જતી જોવા તમે સમર્થ બની જશો. તમે જયાં જશો ત્યાં લોકો તમારૂં ઉત્સાહ અને ઉમકળાભેર સ્વાગત કરતા જોઈ શકશો.
લોકો તમારા તરફ અલગ દષ્ટિકોણથી જોવા લાગશે. તેઓ તમારા પ્રત્યે અવર્ણનીય ખેંચાણ અનુભવશે. તમારું જીવન અદેશ્વ સંગીતકાર દ્વારા રચાયેલા ગીત જેવું બની જશે નિત્ત્વ કર્મ કરો છો. જીવન કેવળ સંગીત અને નૃત્ય બની જાય છે. જિંદગી ઉજવણી બની જાય છે.
પરંતુ ઉજવણીને બદલે આપણે આખો વખત કંઇક વિશેષ, કોઈક ચમત્કારની શોધ કર્યા કરીએ છીએ. આપણે હરદમ ચમત્કારો બનવાની રાહ જોયા કરીએ છીએ. અને આપણને લાગે છે કે આવું બનતું નથી.
હું તમને કહું છું ચમત્કારો કરી શકાતાં નથી, તેઓ સતત આપણી આસપાસ થયા કરે છે. તમારામાં રહેલી એને ઓળખવાની તમારી ક્ષમતા મુજબ તેને ચમત્કૃતિ બનાવી શકાય છે. ઈશ્વરીય સંવાદ સાધવા માટે અહોભાવનો ઉપયોગ કરો અને જૂઓ કે કેવો ચમત્કાર સર્જાય છે ! અહોભાવ તમને ચમત્કાર સાધી આપશે. કાં તો તમે એની મજા માણો અથવા એને ગુમાવી દો. પસંદગી તમારી છે.
જયારે તમે એમને ગુમાવી દો છો. ત્યારે તમે અસંતુષ્ટ રહ્યા કરો છો. બારણાં ખુલ્લા છે પણ તમે સતત એના પર ટકોરા માર્યા કરો છો. હું કહું છું કે તમને જોઈતું બધું જ ત્યાં છે જ. માત્ર તમારે એને આવકારવાની જરૂર છે. પણ તમે માનવા તૈયાર નથી તમારી આજુબાજુ બનતા ચમત્કારોને તમે જોતા નથી, એને બદલે તમે એની શોધમાં બીજે નીકળી પડો છો.
સમજો - દારૂમાં પરીવર્તિત પાણી એ ચમત્કાર નથી. ઈશ્વરમાં રૂપાંતરીત માનવી એ સાચી ચમત્કૃતિ છે. કદાચ મહાન જાદ્દગર પી.સી. સરકાર પ્રથમ બાબત કરી શકશે. પછીની વાત ઊંડી સમજણ માંગી લે છે.
એક નાની વાર્તા :
શ્રી રામકૃષ્ણ દ્વારા વારંવાર કહેવાતી એક નાની વાર્તા :
બે ભાઈઓ સાથે રહેતા હતાં. મોટાભાઈએ વેપાર કરવાનું નક્કી કર્યું. જ્યારે નાનાભાઈ સાધુ થવા નીકળી પડ્યો. થોડાં વર્ષો પછી તેઓ એકબીજાને મળ્યા. તેઓએ વીતેલા થોડાં વર્ષો દરમ્યાનમાં મેળવેલી સિધ્ધિઓ અંગે પરસ્પર પુચ્છા કરી. મોટાભાઈએ બાહ્ય જગતમાંથી મેળવેલી ભૌતિક ઉપલબ્ધિઓની યાદી જણાવી. એણે પોતાના ધંધા વિશે અને પોતે કેટલી બધી સંપત્તિ એકઠી કરી છે એની વિસ્તૃત વાત કરી. પછી એણે નાના ભાઈને એની સિધ્ધિઓ અંગે પ્રદૂષ્ટ્ર્યું .
નાનોભાઈ એને નદીએ લઈ ગયો અને બિલફુલ ખચકાયા વિના પાણી પર પગે ચાલીને નદી પાર કરી દીધી અને ગર્વભેર જાહેર કર્યું; "મેં જે મેળવ્યું તે આ" મોટાભાઈએ હોડી ભાડે કરી નૌકા વિહારથી નદી પાર કરી અને કહ્યું; "શું ? જે મેળવવા માટે બે જ પૈસા ખર્ચાય તે મેળવવામાં તે આટલા બધાં વર્ષો વેડફી નાખ્યાં ?"
લોકો વિચારે છે કે બાહ્ય જગતમાં જો તેઓ ચમત્કારો કરી શકે છે તો તેઓ આધ્યાત્મિક અને શક્તિશાળી બની ગયા છે. નહીં ! સમજો - આધ્યાત્મિકતા એ બાહ્ય જગતમાં ચમત્કારોનો ખેલ નથી. એ તો આંતર વિશ્વનો ખેલ છે. તમારા વ્યક્તિત્વનું રૂપાંતરણ કરવાનો એ છે મહાન ચમત્કાર - વ્યક્તિ પરિવર્તન એ મહાન ચમત્કૃતિ છે.
લોકો ફરી ફરીને ઘણીવાર મને ચમત્કાર કરવા માટે વિનવે છે હું તેમને કહું છું કે કહેવાતા ચમત્કારો મારી ભૂમિકાને સમજવાનો માપદંડ ન બની શકે. પરંતુ તેઓ સાંભળવા માગતા નથી. પછી તેમને સમજાવવા માટે સ્થુળ એવી સાદી રીતથી હું એકાદ-બે બાબતો કરું એટલે લોકો આવા ચમત્કારોને જોવા માટે આવવાનાં શરૂ થઈ જાય છે. જાણે કે જાદનો ખેલ હોય ! નહીં કે પરિવર્તનની પ્રક્રિયા. મારી ફિકર આ જ છે.
એક દિવસ. કેટલાક અનુયાયીઓની સતત આગ્રહભરી વિનંતીથી મેં અતંરીક્ષમાંથી લક્ષ્મીની મર્તિ કાઢીને તેમને આપી. મેં તેમને સમજાવ્યું કે તે કોઈ ચમત્કાર નથી ફકત કારણ આટલું જ છે કે તમે જે જુઓ છો તેના કારણ અને અસર વચ્ચેનાં સેતુ અંગે તમે જાણતા નથી એથી તમને એ ચમત્કાર લાગે છે.
ખરેખર, દૂર સંચારથી જેમ વસ્તુ લાવવામાં આવે છે એવું છે જેમ કે તમારા અવાજનાં તરંગો ટેલિફોન વિદ્યુત સંજ્ઞામાં ફેરવાઈને કોઈ માધ્યમમાં પરીવર્તન પામી ફરીથી અવાજ બીજા છેડે સંભળાય એ રીતે હું સ્થુળ વસ્તુનું ઉર્જા શક્તિમાં રૂપાંતરણ કરી અવકાશમાં વહાવી દઉં અને ફરીથી એને સ્થુળ રૂપે પાછી મેળવું છું. બસ આટલું જ. આમાં કોઈ ચમત્કાર નથી.
માટે ચમત્કારો શોધવાનું બંધ કરો. પ્રભુ પ્રત્વે સ્નેહ અને કૃતજાતાની લાગણી સાથે જીવો અને તમે જોશો કે આપોઆપ સાચા ચમત્કારો તમારી સાથે થવા લાગશે. તમારું પરિવર્તન એ જ મહાન ચમત્કાર છે. જે ગુરુ થકી થઈ શકે છે. અને યાદ રાખજો તમારે ગુરૂ પાસેથી ચમત્કારોની અપેક્ષા રાખવાની નથી; તમારે જરૂર છે તો માત્ર સમજણની.
જેમ જેમ તમારી બુધ્ધિ વિકાસ પામે છે તેમ તેમ તમારી રોજિંદી પ્રવૃત્તિઓ અનાયાસે સંભાળી લેશો અને તમે શાંતિ અનુભવશો. અત્યારે માની લઈએ કે તમે મેનેજર છો. તમારે ઘણાં કર્તવ્યો છે, ખરૂં કે ? તમે લોકોને કામે રાખો, તેમના કાર્યની ગુણવત્તા જુઓ, તેમનું વેતન નક્કી કરો વગેરે. આ બધું તમે તાણ અનુભવ્યા વિના કરી શકો? સમજદારી વડે તમે તાણ વિના જ આ કરી શકશો.
તમે શાંતિ અનુભવશો. યાદ રાખો કે જરૂર છે સમજની, સત્તાની નહીં.
તમે જયારે સમજો અને અનુભવો કે અસ્તિત્વ તમારી સંભાળ લે છે, તમે બદલાશો અને આ બધી ભ્રમણાઓથી મુક્ત એવી વ્યક્તિ બનવા તરફ તમારી ગતિ હશે. આપણે હંમેશા જયોતિષીઓ, ભવિષ્યવેત્તાઓ, ગ્રહો અને સિતારાઓ પર ભરોસો મૂકીએ છીએ, પરંતુ વિશ્વનો જીવન સ્ત્રોત એવા અસ્તિત્વ પર વિશ્વાસ કરતા નથી.
ભારતમાં પોપટને પોતાના ભાવિ વિશે પૂછવાની એક રોમાંચક પ્રથા છે. રસ્તાની બાજુપર ફટપાથ પર પાંજરામાં પોપટને પરીને એનો માલિક બાજુમાં બેઠો હોય છે. રસ્તેથી પસાર થતા લોકો ત્યાં અટકીને પોપટના માલિકને થોડા પૈસા આપીને નિષ્ઠાપૂર્વક પોતાનું ભવિષ્ય જાણવા માગશે. માલિક પાંજરૂ ખોલશે અને પોપટ બહાર આવશે અને માલિક તેના કાગળોની થપ્પીમાંથી એક કાગળ ઉપાડવાનો હકમ કરશે. પોપટ પાંજરાની બહાર આવશે, ચાંચથી કાગળ ઉપાડશે અને માલિકની સામે ધરી દેશે. માલિક કાગળ પરનું લખાણ વાંચી સંભળાવશે. આ છે માણસના ભવિષ્યની આગાહી ! છ ઇન્દ્રિયોનું જ્ઞાન ધરાવનાર માનવી ચાર ઈન્દ્રિયોવાળા પોપટ પાસે પોતાનું ભવિષ્ય જાણવા માંગે છે ! એ કેવી રીતે બને ? હું કહું છૂં કે આવી મુખામી છોડીને લયબધ્ધ થાવ. કૃતજ્ઞભાવરૂપી મધ્યવર્તી સૂરને પકડીને અસ્તિત્વ સાથે લય સાધો.
તમે જ્યારે ગુરૂજનોને નિહાળશો ત્યારે તેઓ કેટલા સૌમ્ય, મોહક અને દૈવી દેખાય છે ! કારણ એજ કે તેઓ અસ્તિત્વના તાલે તાલ મિલાવે છે. પરંતુ તમે તેમની સ્થિતિ સમજી શકતાં નથી, તમે માત્ર તેમના સ્થાનને જ જુઓ છો. જયારે તમે તેમની ભૂમિકાને સમજો ત્યારે તમે સમજશો છો કે તેઓ ઈશ્વરમાં એકાકાર બની ગયા છો અને તેથી તેઓ બધો સમય સદાય ખૂશહાલ જણાય છે. આ સ્થિતિને તમારે પામવા માટે કોશિશ કરવાની છે.
એના બદલે તમે શું કરો છો ?" ઓહો ! એ તો ગુરૂ છે. હંમેશા ખૂશમિજ્ઞજમાં હોય છે. એમને મારી પીડાની શી ખબર હોય ? હું અહીંયા મારા રોટલા રળવા માટે સંધર્ષ કર્યા કરું છૂં અને તેઓ તો આખો વખત અહોભાવ દાખવવાની વાતો કરે છે.''
હું કહું છું; તમે ગુરૂના ચરણમાં પડેલી માત્ર ગુલાબની પાંદડીઓ જુઓ છો; તમે માત્ર એમનું સ્થાન જુઓ છો અને વિચારો છો કે તમારી રોજેરોજની વાતો તેઓ જાણતા નથી. યાદ રાખજો. એમણે મેળવેલું સન્માન એમની સ્થિતિને કારણે છે. નહીં કે સ્થાનને કારણે. આ સ્થિતિનું નિર્માણ થતાં પર્વે એમને જે વિટંબણાઓથી પસાર થવું પડ્યું હશે એનો ખ્યાલ તમને હોતો નથી.
તમે આજીવિકા માટે કરાતા સંધર્ષની વાત કરો છો. હું મારો અનુભવ કહ્યું છું, મારા પરિભ્રમણના ઘણાં બધા દિવસો મેં અન્ન વિના ચલાવ્યું છે. અલબત્ત. તે સમયે મેં એને ઈશ્વર તરફથી મળેલી અવકપા ગણી ન હતી. સત્યની શોધમાં હું એટલા જુસ્સાથી નીકળ્યો હતો કે મારે માટે બધું જ યોગ સમ હતું જેમાં અન્નથી વંચિત રહેવાની પરીસ્થિતિનો સમાવેશ થાય છે.
તમે જાણો છો કે થોડાક સખાવતી ગહોને બાદ કરતાં અને ઉત્તર ભારત કે જ્યાં સન્યાસીઓને ખુબ આદર અપાય છે, તે સિવાય લોકો હંમેશા સન્યાસીઓની અવગણના કરે છે. સન્યાસીઓને શંકાની દર્ષિથી જોવામાં આવે છે. તેમને લાગે છે કે તેઓ તમારી મિલકત ચોરવા આવ્યા છે. હું કહું છૂં તેમનો અનાદર ન કરો. તેમને એક વાડકી ભાત કેમ આપતા નથી ? તેમને માટે તે પૂરતું છે. લોકોને કંઈક આપવાનો વારો આવે ત્યારે ક્યારેય કંજસ ન બનશો. જો તમે ધનવાન બનવા આતુર ન હો તો જે માણસ પોતાની સંપત્તિમાંથી થોડોક હિસ્સો અન્યને આપે છે તે જ ધનવાન છે અને જે પોતાની બધી સંપત્તિ છોડીને મૃત્યુ પામે છે. તે મહા ધનવાન બનશે.
ગમે તેમ પણ હું મારા સ્વાનુભવથી તમને કહું છું તે સમજો. ઘેરા વિષાદ અને સંઘર્ષ વચ્ચે પણ ગહન આસ્થા અને અહોભાવથી કાર્યરત રહીને તમારી આંતરીક સઝથી એમાંથી માર્ગ કાઢશો તો તમે જોશો કે માત્ર કતજ્ઞભાવ અને વિવેકના જોરે તમે સફળતાથી તેમાંથી બહાર નીકળી જશો.
તમે જો કંઈક કિંમતી ચીજ ગુમાવી બેસો તો પણ આભારી બનજો કે અલ્પ સમય માટે પણ તમને એનાથી ખૂશી પ્રાપ્ત થઈ હતી. બસ આટલું જ. તમે જ્યારે પૂર્ણપણે કૃતજ્ઞ બનો છો ત્યારે કંઈપણ ગુમાવ્યાનો વસવસો નહીં કરો. જયાં સુધી એ તમારી પાસે હોય ત્યાં સુધી એનો આનંદ માણશો અને એના ગયા પછી પણ આભારવશ થયાની લાગણી અનુભવ્યા કરશો.
એક રાજા છૂપાવેશે રાત્રે પોતાના રાજ્યની જોવા નીકળતો. જ્યારે આખું શહેર નિદ્રાહીન હોય ત્યારે રોજ રાત્રે એક સાધુને વૃક્ષ નીચે આનંદપર્ણ સ્થિતિમાં બેઠેલા જોતો અને સાધુ માટે ઊંડો આદર ઉદભવતાં તેણે એક રાત્રે સાધુને પોતાના મહાલયમાં રહેવા વિનંતી કરી.
સાધુએ કહ્યું; "બરાબર, હું આજે જ આવીશ. આવતીકાલ ક્યારેય નિશ્ચિત હોતી નથી."
આમંત્રણનો આમ એકદમ સ્વીકાર થઈ જતાં રાજા મનમાં થોડાક ખચકાયો, છતાં એમને મહેલમાં લઈ ગયો. મહેલમાં એણે સાધુને ઉત્તમ આવાસ અને ભોજન આપ્યા.
મહાત્માએ બધી જ વસ્તુઓનો ઉત્કૃષ્ટ આસ્વાદ માણ્યો. રાજા નિરીક્ષણ કરતો હતો કે એમણે બધી ભૌતિક સવલતોને માણી. એના માન્યામાં નહોતું આવતું કે સાચા મહાત્મા આવી રીતે આનંદ ભોગવી શકે. દિન પ્રતિદિન મહાત્મા પ્રત્યેનો એનો આદર ઘટવા લાગ્યો અને એને છેતરાયાની લાગણી થવા લાગી. અંતે એક દિવસ મહાત્માએ રાજાને કહ્યું; "તમને કશુંક મુંઝવી રહ્યું છે, સ્પષ્ટતા કેમ કરતા નથી ?"
રાજાએ કહ્યું; "હા, હું જ્યારે તમને મારી જેમ જ આ બધું ભોગવતા જોઉં છું ત્યારે તમારી અને મારી વચ્ચે રહેલો ભેદ મને સમજાતો નથી."
મહાત્મા હસ્યા અને કહ્યું; "એમ વાત છે ! ચાલો આપણે ચાલવા જઈએ."
રાજા સંમત થયો. અને તેઓ ચાલવા ગયા. તેઓ લાંબો સમય ચૂપચાપ ચાલતા રહ્યા.
તેઓ નદી કિનારે આવ્યા જ્યાં રાજાની સરહદ પરી થયાની નિશાની હતી. મહાત્માએ કહ્યું; "મારો વસવાટ ખતમ થયો. હું તમારું રાજ્ય છોડીને જાઉં છું. તમે આવો છો ?"
રાજા બોલ્યો; "કેવી રીતે ! મારે મારૂં રાજ્ય અને મારા લોકો તેમજ અન્ય ઘણી સમસ્યાઓનું સમાધાન કરવાનું છે!"
મહાત્માએ કહ્યું "તમારી અને મારી વચ્ચે આટલો જ ફરક છે. હું અત્યારે બધું જ છોડીને જઇ શકું છું જ્યારે તમે?" તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો ને ?
રાજા મહાત્માનાં શબ્દોથી ફકત આશ્ચર્યચકિત થઈ ગયો.
મહાત્માઓ જાણે છે કે પ્રત્યેક ચીજ ઈશ્વરને આધિન છે. તમે કામચલાઉ એના માલિક છો. તમે ઘણી બધી વસ્તુઓના માલિક ન હો કે હો હંમેશા અહોભાવ દર્શાવો. જીવન મુક્તિનો આ માર્ગ છે. આ એક બાબત તમે સમજી જાવ તો તમે અઢળક મુક્તિની મોજ માણી શકો છો.
બીજી સુંદર વાર્તા :
ભગવાન અને વિશ્વનાં બધાંજ વૈજ્ઞાનિકોની સભા મળી અને સ્પર્ધા શરૂ થઈ. ભગવાને જે વસ્તુની રચના કરી તેને વૈજ્ઞાનિકોએ કોઈક ને કોઈક પદાર્થમાંથી ઓળખી શકાય એ રીતે ફરીથી પેદા કરી. વૈજ્ઞાનિકો કોઈપણ સમસ્યા વિના તેને ફરીથી પેદા કરવા માટે સક્ષમ હતા. છેવટે, ઈશ્વરે ધળમાંથી માનવીનું સર્જન કર્યું અને વૈજ્ઞાનિકોને પડકાર કર્યો. વૈજ્ઞાનિકોએ ધૃળ ઉઠાવવા માંડી. ભગવાને કહ્યું: "થોભો ! મારી નહીં તમારી ધુળમાંથી સર્જન કરો."
માણસે સમજવાનું એ છે કે ઈશ્વર પોતે સર્જક, સર્જીત અને સર્જન છે. એ પછી જ નિશ્ચિતરપે દરેક બાબત કે વસ્તુને માણવાની શરૂઆત થઈ શકે. એ પછી જ માલિકી અને કર્તાપણાનો ભાવ જતો કરી શકાય.
તેથી સમજો : જયારે તમે સંતોષ, ચિંતાઓ અને નિરાશા શોધવાનું વલણ બદલીને વર્તમાનને અહોભાવથી સ્વીકારી લેશો, ત્યારે અસ્તિત્વની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આપોઆપ સમર્થ બની જશો. તમે તે પછી અસ્તિત્વના વધુ સારી રીતે ગુણગાન કરી શકશો અને કૃતજ્ઞતા ભાવ તમારું સહજ વલણ બની જશે.
એક નાની વાર્તા :
એક માણસ પોતાની પત્ની માટે શાકભાજી ખરીદવા બજારમાં ગયો. એણે ભીંડા ખરીદ્યા, ઘેર આવીને એની પત્નીને બતાવ્યા. પત્નીએ ભીંડા જોઈને કહ્યું; "ઓહ ! આ તો કેવા પાકટ ભીંડા છે. હું તેને રાંધી શકીશ નહીં." બીજે દિવસે એ માણસ વધુ કુમળા ભીંડા વીણીને ખરીદી લાવ્યો. ઘરે આવીને બતાવ્યા. પત્ની બોલી, "આ શું લાવ્યા ? મારા મનમાં જે વાનગી બનાવવાનો વિચાર છે તે માટે આ તો ઘણાં કુમળા ભીંડા છે."
Part 7
બીજે દિવસે બજારમાં જઈને એણે દુકાનદારને કહ્યું; "મહેરબાની કરીને ન વધુ પાકા, ન વધુ કુણાં એવા ભીંડા મને આપો." દુકાનદારે જાતે સારામાં સારા ભીંડા વીણીને પેલા માણસને આપ્યા અને તે ઘેર જઈને પોતાની પત્નીને આપ્યા.
પત્નીએ તે જોયા અને બોલી; "આ શું ? આજે પણ તમે ભીંડા જ લાવ્યા ?"
(અદ્રહાસ્ય)
આપણામાંનાં ઘણાં બધાની સરળતાથી કદર નથી થતી. જ્યારે આપણે નથી શકતાં ત્યારે એનો મતલબ એવો થાય કે આપણામાં ફરિયાદ કે અસંતોષનો સ્વભાવ રહેલો છે. ખરેખર તો, અસંતોષ આપણા મગજ માટેનો ખોરાક છે.
અસંતુષ્ટ હોવું એટલે દિમાગને વાગોળવા માટે ખોરાક આપવો. મગજ એના પર પોરસાયા કરે ને કાર્યરત રહે છે. જયારે આપણે અતિ સંતુષ્ટ હોઈએ છીએ ત્યારે શું થાય છે ? મન ભૂખ્યું થઈ જાય છે. એને ખબર નથી કે એણે શું કરવું. એ એનો ખોરાક શોધવા લાગી જાય છે.
એક સ્ત્રી પગરખાની દુકાને ગઈ. એણે પોતાનાં પગને બંધબેસતા પગરખાની માંગણી કરી અને દુકાનદારે ધીરજપૂર્વક અને ઘણીબધી જોડી બતાવી. સ્ત્રીએ એક પછી એક બધાં અજમાવી જોયા. એને એમાંની એકપણ જોડ પોતાને માટે સંપૂર્ણ રીતે બંધબેસતી લાગી નહીં. છેવટે, વેચનારે એને એક જોડી બતાવીને એને અજમાવવા કહ્યું, એણે જોડા પહેરી જોયા અને બોલી, "આ બરાબર બંધ બેસે છે. નવાઈભરી વાત છે કે આ માપ જ યોગ્ય છે."
(હાસ્ય)
જયારે તમે નિશ્ચય કરીને બેઠા છો કે સંતુષ્ટ નથી જ થવું તો તમને કોઈ મદદ નહીં કરી શકે. તમારા મનની આ એવી દશા છે જેને માત્ર તમે જ મદદ કરી શકો. આપણામાંના મોટા ભાગના અસંતોષ અનુભવીને અને એની વાતો કરીને એક પ્રકારની રાહત અનુભવે છે. કેમકે કાયમ કંઈક વાતનો વિષય જોઈએ. મન એમાં સતત અટવાયેલું જ રહે છે.
સંતોષની અનુભૂતિનો મતલબ મનનો લોપ. આપણે હંમેશા સંતુષ્ટ રહેવાની અનુભૂતિ ઈચ્છતા હોવાનો દાવો કરીએ છીએ, પણ જયારે વાસ્તવમાં એમ બને છે ત્યારે સ્વીકારી શકતા નથી. આપણું મન લુચ્યાઈથી પોતાનો પાઠ ભજવ્યા કરે છે, કેમકે એને સતત કંઈક ચાવવા જોઈએ.
ક્ષિતિજ પાછળ દોડતી વેળા આપણે સલામતીનો અનુભવ કરીએ છીએ, ક્ષિતિજ એ કેવળ કાલ્પનિક રેખા છે, પણ એની પાછળ દોડવામાં આપણને સલામતિ લાગે છે કેમકે દોડવા માટે કંઇક તો છે ! મનને દોડવા માટે હંમેશા સજજ રખાયેલું છે.
તમે જયારે આવા છો, ત્યારે ખરેખર તો તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો. તમે હંમેશા તમારી જાત માટે વિરોધાભાસી પરીણામોનું સર્જન કરો છો. ઉદાહરણ રૂપે તમે તમારા હૃદયનાં ઉડાણથી ચાહો છો કે તમે સંતોષી હો, પણ સાથોસાથ તમને અપાયેલી ચીજો માટે સતત ફરિયાદ અને ઉપેક્ષાભાવ રાખી તમારી જાતને અસંતોષની લાગણીથી અવળે માર્ગે દોર્યા કરો છો.
તમને જોઈએ છે બીજું અને અન્ય બીજું કશુંક તમારા પર છવાઈ જાય છે. અને સંતોષ મેળવવાની ઝંખનાનો જીવનભરનો પ્રયાસ ચાલુ રાખવામાં તમને રાહતનો અનુભવ થાય છે !
એક વાત સમજો : જે ક્ષણે તમે તમારી જાત સાથે જ વિસંગતિ સર્જો છો તે ક્ષણેથી તમારી મુસીબતો શરૂ થઈ જાય છે. તમને તમારી જિંદગી કેવી બને તે ગમે એ વિશે સ્પષ્ટ થવાની કોશીશ કરો અને એ રીતે તમારી ઉર્જાનાં એકએક અંશને એવી બનાવવા તરફ વાળો - તમે જયારે આવી સ્પષ્ટતા સાથે જીવો છો, તો પછી તમે ક્યારેય તમારી જાતથી વિપરીત કંઇ કરશો નહીં અને જોશો કે તમે જે બનવા માંગતા હતા તે જ બનો છો.
તમે જયારે તમારી અંદરના અવકાશમાં દાખલ થાવ છો, ત્યારે અહોભાવ યોગ બની જાય છે. પરમ સંતુષ્ટિ આપોઆપ થઇ જાય છે.આપણે જાણીએ છીએ કે સામાન્ય સંતોષ હંમેશા કારણોસર આવે છે. બાહ્ય જગતમાં કંઇ બને એની સાથે જોડાયેલી કોઇક વાતથી કામચલાઉ તમારું વ્યસ્ત મન નિરાંત પામે છે. બસ મન જયારે આરામમાં હોય ત્યારે તમે કહો છો કે તમે સંતૃષ્ટ છો. એ સાચો સંતોષ નથી.
સાચી સંતુષ્ટિ એમાં છે કે તમે અસ્તિત્વની કૃપા પ્રતિ કાયમી કૃતજ્ઞતાનો ભાવ અનુભવ્યા કરો. સાચો સંતોષ વધુ કંઇ માંગતો નથી. અકારણ એ તે ફક્ત બધું માણ્યા કરે છે, એને કોઇ કારણની જરૂર પડતી નથી. તમે જ્યારે આ કક્ષાએ પહોંચો છો ત્યારે તમે જાણવા માંગશો કે અસંતોષ વળી શું કહેવાય ?
એક નાની વાર્તા
એક માણસે ડોક્ટર પાસે જઇને અનિદ્રાની ફરિયાદ કરી.
ડૉક્ટરે પૂછ્યું : "એમ, તમે રાતે ઊંઘી જ શકતા નથી ? પેલા માણસે જવાબ આપ્યો, " હું રાત્રે તો સારી રીતે ઉંઘી જાઉં છું .''
ડૉક્ટર પૃછયું, " તો સમસ્યા શી છે ?"
માણસે પ્રત્યુત્તર આપ્યો, '' હું બપોર બાદ અને સાંજે ઊંઘી શકતો નથી.''
(ખડખડાટ હાસ્યા)
આપણે કોઇ માપદંડ વિના વધુ ને વધુ માંગતા જ રહીએ છીએ. આપણી પાસેની માપપટ્ટી તો અમાપ છે, અને એજ મોટો પ્રશ્ન છે. વધુને વધુ માગવાની મનોવૃત્તિથી આપણે પૂર્ણપણે અંધ બની ગયા છે. એને કારણે આપણે એ પણ જાણતા નથી કે આપણે ક્યાં ઉભા છીએ. લાંબા સમયથી આપણે આત્મનિરીક્ષણ કર્યું જ નથી. આપણે કેવું અભાન જીવન જીવી રહ્યા છે. આપણે જ માટે અંદર પીડાનું સર્જન કરીએ છીએ અને પછી રાહતની શોધમાં બહાર ભટકીએ છીએ.
આ ટુચકા પર તમે હસી શકો છો કેમકે તમે જાણો છો કે તમે એને માત્ર જુઓ છો; તમને ખબર છે કે તમે એનો હિસ્સો નથી. જીવનમાં ઘણીવાર તમે આ જ પરિસ્થિતિમાં મૂકાવ છો અને તમે એ જાણતા નથી. એ સમયે તમે નિરીક્ષક નથી હોતા. સમગ્ર વાતમાં તમે એટલા ઓતપ્રોત હો છો કે એ તમારે માટે તે અતિ ગંભીર બાબત બની જાય છે. તે તમારા માટે નક્કર વાસ્તવિકતા બની જાય છે.
જયારે પણ તમને કોઈ સમસ્યા સતાવે ત્યારે તમે આ ટૂચકો યાદ રાખવાની કોશીશ કરજો. તત્કાળ એ મજાક સાથે તમને સાંકળવાની કોશીશ કરીને સભાનપણે જોજો કે તમને શું મુંઝવે છે. અંતરમાં ઊંડા ઉતરીને જુઓ કે તમને સાચેસાય કોઈ મુંઝવણ છે કે પછી તમે તમારા મનને ખેલ કરવા દો છો. અંતે તમે માત્ર હસી પડો એમ બને.
એક નાની વાર્તા -
એક મહિલા લાંબી હવાઈ મુસાફરી કરતી હતી. બધાને માટે જમણ પીરસવા માટે એર હોસ્ટેસ આવી. તેણે જોયું કે મહિલા ભરનિદ્રામાં સૂતેલી હતી એટલે તે એના પછીની વ્યક્તિ તરફ ખસી.
મહિલા થોડીવારે જાગી અને પોતાનું જમવાનું માંગ્યું. એરહોસ્ટેસ તેના માટે તેનું ખાણું લઇ આવી. મહિલાએ ખાણાને સ્પર્શ કર્યો અને તાડુકી પડી; "તમે આ કેવા પ્રકારની હવાઈ સેવા ચલાવો છો ? જમવાનું ગરમ નથી? આ ઉડ્ડયન પકડવા માટે મેં અઢળક નાણાં ખર્ચ્યા છે. અને હું ગરમ ખાણું પણ મેળવી શકતી નથી ?"
એરહોસ્ટેસે દિલગીરી વ્યક્ત કરીને કહ્યું; "બેન, અમને માફ કરશો. ખોરાક ગરમ કરવાનું સાધન કામ નથી કરતું. અન્ય મુસાફરોએ પણ આ જ રીતે એમનું ભોજન લીધં."
મહિલા બોલી; "એમ વાત છે ? તો તો બધું બરાબર છે."
(હાસ્ય)
જુઓ કે ભોજન હજું પણ ઠંડું જ રહે છે, પણ મહિલા હવે નારાજ નથી કારણ કે બીજાએ પણ આ રીતે ભોજન લીધું છે. એટલે જ હું કહેવા માંગું છું કે બધો મનનો ખેલ છે. બધી જ બાબત મનની ઈચ્છાનુસાર ગોઠવાય છે. મન પોતાનાં હાથમાં દોરી સંચાર રાખીને આપણને નચાવે છે. કેમકે તમે એને તમારો અંકુશ સોંપ્યો છે. સંતુષ્ટિ પર તમે તમારી જાતને કેન્દ્રિત નથી કરી એટલે મનનાં ઈશારે હાલકડોલક થયા કરો છો.
આથી હું કહેતો હતો તેમ, દિવસને અંતે તમે જો હસી ના શકો તો એનો મતલબ એ છે કે તમે હજુ આખી બાબત વિશે ગંભીર છો. તમને હજુ પણ એવું લાગે છે કે આખા જગતનો ભાર તમે વેંઢારો છો અને તમારા થકી જ દુનિયા ચાલી રહી છે.
તમે ઊંડાણથી જૂઓ તો સત્ય એ છે કે આપણે ઈશ્વરાધીન છીએ. જે સમગ્ર લીલા પર નિયંત્રણ રાખતી સર્વ વ્યાપી અંતિમ શક્તિ છે. આપણો આંતર સ્વભાવ પણ એ અસ્તિત્વ સાથેનું અનુસંધાન પાછું શોધવાનો છે. આપણે જેથી ગુંચવાડા વિના સહજભાવે તેના પ્રવાહમાં વહી શકીએ. પરંતુ ક્યાંક આપણે આ સમજણ ચૂકી જઈએ છીએ અને અસ્તિત્વથી આપણી જાતને વિમૃખ કરી દઈએ છીએ. અને પછી ભૌતિક વસ્તુઓ પાછળ દોટ લગાવવાનું શરૂ કરી દઈએ છીએ. એમ વિચારીને કે આપણે જે શોધીએ છીએ તે એમાં જ છે.
જો તમે જીવનમાં એકાદવાર પ્રાણી સંગ્રાહલયની મુલાકાતે ગયા હશો તો તમે નોંધ્યું હશે કે સિંહો અને વાઘનાં પાંજરા સામે લાંબી કતાર લાગી હશે. સદાય, તમે લોકોને વાઘ-સિંહના પાંજરા સામે ડર અને આદર સાથે પ્રસંશા કરતા લાંબા સમય સુધી ઊભા રહેલા જોશો.
આપણે આમ કરીએ છીએ કારણ કે સમજયા વિના આપણાંથી વધુ મોટી અને શક્તિશાળી વસ્તુઓને જોઈને આપણે વિચિત્ર રીતે નિશ્ચિત બની જઈએ છીએ. એ આપણને એવી રાહતની લાગણી આપે છે કે આપણે અંતિમ સત્તા નથી. આપણે જાણીએ છીએ કે આપણે અંતિમ શક્તિ નથી. એવી જ કોઈ પ્રભાવશાળી ટક્કરની શોધ આપણી જ્ઞત કર્યા કરે છે જે આપણને વૈશ્વિક સ્તરે આપણે ભજવવાનાં પાત્ર અંગે યાદ અપાવ્યા કરે.
લોકો મંદિરોમાં એટલે જાય છે કે તેઓ જ્યારે મૃર્તિઓને જુએ છે ત્યારે તેમને આવી પ્રતીતિ મળી જાય છે. જે લોકોને આવી હૈયાધારણ મંદિરમાં નથી મળતી તેઓ બીજેથી તે શોધે છે. પરંતુ ગમે તે રીતે, આપણે અંતરનાં ઊંડાણે તો જાણીએ છીએ કે આપણે અંતિમ સત્તા નથી. આ લાગણી આપણા માટે પ્રયોગાત્મક બનવી જોઈએ. તે પછી આપણે ચોક્કસપણે તેને જાણી શકીશું.
જો તમે હિમાલયમાં જાવ તો અસ્તિત્વની ગહનતાની ચિરંજીવ અને પ્રબળ યાદગીરી મળી જશે. શિખરથી શિખર સુધી પર્વતોનું અડીખમ હોવું. પહાડનું ખીણમાં પટલાવું અને આદિ કે અંત દરષ્ટિગોચર થયા વિના ખીણનું પહાડરૂપે પ્રગટ થવું; તથા અનેકવિધ મિજાજ સાથે, નોખા નોખા રંગમાં, અલગ કેડીઓ પર ખીણમાં સતત વહેતી ગંગાનદી અસ્તિત્વ ની ભાષામાં કિલકિલાટ કરતી રહે છે. જો માનવ સર્જીત કોઈ વિશ્વ ન હોય તો તે છે હિમાલય. હિમાલય સાબીત કરે છે કે મનુષ્યો સર્વસત્તાધીશ નથી.
તમે જયારે હિમાલયને નિહાળો છો, ત્યારે તમે જોઈ શકશો કે દૂર દૂર સુધી દેખાતા બર્ફીલા પહાડો, બર્ફીલા જ જણાય છે, તે પછીથી આ પહાડો પાણી બની જઈ, અંતે કેવળ જળરૂપે વહે છે. આવી ઉત્કૃષ્ટ એવી કુદરતની કરામતો છે.
પુસ્તકો શબ્દોથી જે શીખવી નથી શક્તા તે માત્ર નિહાળવાથી હિમાલય તમને શીખવી શકે છે. માત્ર તમારામાં એને ઝીલવાની તૈયારી હોવી જોઈએ.
હિમાલય મર્મભેદી મૌનવાળી સજીવ ઉર્જાનો પુંજ છે. એને માત્ર તમારી ભીતર ઉતરવા દો. તમે જો એ સમજી જાવ તો તમે ઈશ્વરીય ઓજસનો અંશ બની જાવ છો, પછી તમે એને નજાકાત અને વિનમ્રભાવે, પ્રશ્નો પૂછ્યા વિન્તા જ સ્વીકારી લેશો.
જયારે તમે અસ્તિત્વ સામે ખુલ્લા બનો છો ત્યારે એ તમને સભર બનાવી દે છે. જેટલા તમે તમારી જાતને એની સમક્ષ પ્રગટ કરશો, તેટલા તે તમને તરબતર કરી દેશે. તમે બધાં એમ વિચારો છો કે ભગવાનને ભેટવા સખત મહેનત કરવી પડે, જરાય નહીં. તમે વાનરનાં બચ્ચાંને એની માનાં કોટે વળગેલું જોવું છે ? એમાં શક્ય છે કે વાનર એને છોડી દે, બચ્ચું પડી જાય. જ્યારે બિલાડીનાં મામલામાં બિલાડી પોતાનાં બચ્ચાંને વળગી રહે છે. તેથી બચ્ચા સંપર્ણ પણે સુરક્ષિત હોય છે .
તમારે અસ્તિત્વને કોટે વળગવાનું નથી. તમારે તો બધું છોડીને ફકત તમારું કર્તવ્ય નિભાવવાનું છે. ઇશ્વર તમારી સંભાળ લેશે. અસ્તિત્વ માટે નીચા પડી જવું કોઇ મોટો સોદો નથી, ભગવાન તમારા માટે ઝૂકે એ સોદો મહાન છે. આવું ત્યારે જ બની શકે જ્યારે તમારામાં અડગ આસ્થા હોય તેમજ તમે સદ્દભાવ ભરી જિંદગી જીવતા હો.
એક નાની સુંદર વાર્તા :
એક ધર્મભીરૂ અને સ્નેહાળ માણસ હતો. અને એણે જીવનમાં ઘણાં સત્કાર્યો કર્યા હતા. એની જાણમાં એ વાત આવી કે એક વ્યક્તિ પાસે અમુક પુસ્તક હતું જેમાં એવા લોકોનાં નામ હતા જેઓ ઈશ્વર પ્રત્યે મીતિ ધરાવતા હતાં. એ જાણવા માટે ઉત્સુક હતો કે એમાં એનું નામ સામેલ હોય અને પેલી વ્યક્તિ પાસે જઈને પછયું કે એ પેલી કિતાબ જોઈ શકે છે ! એણે વારવાર બધાં પાનાં ઉથલાવીને જોયાં પણ એમાં એ પોતાનું નામ શોધી શક્યો નહીં. એ ઘણો હતાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. એક વર્ષ પછી એ પાછો જોવા માટે આવ્યો કે પુસ્તકમાં એનું નામ સમાવિષ્ટ થયું કે નહીં. ફરીવાર, પણ એને ક્યાંય જડગ્યું નહીં. જવા માટે એ જેવો ફર્યા કે પેલા માણસે કહ્યું: "મહાશય, જરા થોભો. આ પુસ્તકમાં એવા લોકોનાં નામની યાદી છે જેઓ ઈશ્વરને ચાહે છે. મારી પાસે એક બીજી નાનકડી પુસ્તિકા છે જેમાં થોડાંક નામ છે. એ એવા લોકોનાં નામોની યાદી છે જેને ઈશ્વર ચાહે છે."
એણે એને પુસ્તિકા બતાવી. માણસને એમાં પોતાનું નામ જડી ગયું.
ઈશ્વર સામે નીચા પડવું સરળ છે. ગમે તેમ પણ એ કેટલો બધો સ્નેહાળ, કેવો મહાન દાતા, કેવો સમર્થ અને શું શું નથી ? તમે ઈશ્વરને ચાહો છો એ કહેવાનું ચાલુ રાખો અને જયાં છો ત્યાં જ રહો. પણ જયારે પ્રભુને તમે અમૂર્તરૂપે અનુભવવા લાગો છો અને તમારી અંદર રૂપાંતરણની પ્રક્રિયા થાય છે, ત્યારે ઈશ્વર તમારે વશ થાય છે. તમે અગાઉ ક્યારેય જાણ્યું ન હોય એ રીતે, અનેક રીતે તમે તમારી જાતને કૃપાપાત્ર બનેલા અનુભવો છો. આવો કરૂણાસભર પરમેશ્વરનો પ્રેમ છે.
આપણને અસ્તિત્વથી, ઈશ્વરથી, કુદરતથી ડરવાનું શીખવવામાં આવ્યું છે. ચાલતી વખતે પગમાં ક્લીપર પહેરવાનું શીખવ્યું છે કે જેથી ધરતી આપણને ઈજા ન પહોંચાડે, વરસાદથી પલળવાની બીકે દૂર ભાગતા શીખવ્યું છે, તો ફુંકાતા પવનથી બચવા ઘરમાં પૂરાઈ રહેવાનું સમજાવાયું છે. વળી પ્રાણીઓથી દૂર રહેવાનું આપણે શીખ્યા છીએ, એ સિવાય કેટ કેટલું નથી શીખ્યા !
હું તમને કહું છું, પૃથ્વી ગ્રહ પર અસ્તિત્વ જ એકમાત્ર તમારો મિત્ર છે. જમીનને સ્પર્શીને ચાલવાની લાગણી કેવી અદૃભૂત છે એનો તમને ખ્યાલ છે ? મારી યુવાનીનાં દિવસોમાં હું ક્યારેય પગમાં ચંપલ નહોતો પહેરતો. સિવાય કે કોલેજમાં કે જ્યાં નિમય મુજબ મારે પગરખાં પહેરવા પડતા. હું કેવળ ખુલ્લા પગે ચાલતો. પછી એ ઘર હોય કે નિશાળ અથવા મારા પરિભ્રમણનાં દિવસો.
અહીં આશ્રમમાં પણ મોટેભાગે હું ઉઘાડા પગે ચાલુ છું. અલબત્ત, મારી આસપાસનાં લોકો મારા પગને ઈજા થશે, એમ કહીને મને સ્લીપર પહેરાવવાનાં લાડ લડાવે છે. હું તેમને પૂછું છું કે જે ઉઘાડા પગ વડે મેં ભારતભરનું પરિભ્રમણ કર્યું તેને હવે કેમ અને શું વાગી જાય ?
તમે આવું બધું કરીને કેવળ અસ્તિત્વથી અળગા થઈ જાવ છો. ઘણાં લોકો મને પૂછે છે; "માસ્ટરજી, ખડકાળ ધરતી પર વર્ષોની રઝળપાટ પછી પણ આપના પગ આટલા મુદ્ર અને સ્વસ્થ કેમ છે ?" તે હું તમને હવે કહું; અસ્તિત્વથી મેં મારી જાતને કદી અલગ અનુભવી નથી; તેનું સાચું કારણ આ છે. મને હંમેશા લાગ્યું કે હું અસ્તિત્વનો એક હિસ્સો છું. મને સદાય એવી લાગણી રહી છે કે હું પ્રકૃતિ સાથે જોડાયેલો છું. તેથી હું કશાય ભય વિના બેપરવા બનીને ભમ્યા કરતો હતો.
કલ્પના કરો કે ઘોર જંગલમાં હિંસક પ્રાણીઓની સાથે તમારે એકલાં રહેવાનું છે કે જ્યાં ખોરાક નથી અને ખ્યાલ પણ નથી કે પછીનું અન્ન તમે ક્યારે પામશો કે આકાશની છત સિવાય સૂવા માટે કોઈ સ્થાન નથી ? તમને કેવું લાગશે ? ફફડી જાવ કે નહીં ?
તમને આવું થાય છે કારણકે તમને શીખવવામાં આવ્યું જ નથી કે પ્રકૃતિ ક્યારેય ઉર્ણો ન ઉતરે એવો તમારો દોસ્ત છે. તમે મદદ માટે લોકો પાસે દોડી જાવ છો કેમકે તમે માનો છો કે લોકો જ મદદરૂપ થઈ શકે. તમે એ વિસરી જાઓ છો કે ઈશ્વર જ લોકો દ્વારા તમને મદદ પહોંચાડે છે. તમારો વિશ્વાસ હંમેશા લોકો પર રહ્યો છે, પરમાત્મા પર નહીં.
જયારે તમે પરમેશ્વરમાં શ્રધા મૂકો છો, ત્યારે પૃથ્વીનાં શહેનશાહની જેમ જીવી શકો છો. મારા રઝળપાટનાં દિવસો મેં માણ્યા હતા. મંઝિલનાં કોઈ ખ્યાલ વિના ચરણ દોરે ત્યાં કરતો. હું ગમે તે ગાડીમાં ચઢી જતો અને જયાંનું દેશ્ય મને આકર્ષે તેવા કોઈ સ્ટેશન પર ઉતરી જતો. એ સમયે મને હિન્દી ભાષા આવડતી ન હતી અને મોટાભાગે મારું ભ્રમણ ઉત્તર ભારતમાં હિમાલયમાં રહ્યા કરતું. રસ્તો જાણવા પૂછપરછ પરતા થોડા હિન્દી શબ્દો મેં જાણી લીધેલા .
ખરેખર તો, કોઈપણ ભાષા શીખવા માટે, પ્રથમ મુશ્કેલી તમારો એ વિચાર છે કે તમને તે ભાષા આવડતી નથી. તમે તમારી જાતને એ ભાષાથી અળગી રાખો છો એથી તમને એ અઘરી લાગે છે.
અહીંયા ફરીવાર, તમારો સર્વજ્ઞ હોવાનો સ્વભાવ તમને વિમુખ રાખે છે.
ગમે તે રીતે, મોટાભાગે, હું મારી જાતે વિચરણ કર્યા કરતો, કોઈ સાધુઓનાં ઝૂંડ સાથે ફરતો નહીં. મને ક્યારેય એકલો હોઉં એવું લાગતું ન હતું. નિસર્ગનાં એક ભાગરૂપે હું મઝા માણતો રહેતો. જયારે તમે પ્રકૂતિ સાથે તમારી જાતને સાંકળવાનું શીખી જાવો છો ત્યારે તમે અસ્તિત્વનો આનંદ માણી શકો છો. મારે અન્ન માટે કદી ભિક્ષા માંગવી પડી ન હતી. મને ભૂખ લાગતી ત્યારે કોઈપણ સ્વરૂપે, કોઈનાં દ્વારા ખોરાક મળી જતો. મારા કહેવાનો મતલબ એ જ છે કે કેવળ ભરોસો રાખો અને પ્રકૃતિ તમારી સંભાળ લેશે.
લોકો મને પૂછે છે; "માસ્ટરજી, તમે તમારા જીવનમાં ઘણે સંઘર્ષ કર્યો અને પછી ધ્યેય સૂધી પહોંચ્યા. અમારે પણ ધ્યેય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરવો નહીં પડે ?'' હું તેમને જણાવું છું; ''મેં સંઘર્ષ કર્યો કેમકે એક તાળું ખોલવા માટે મેં ઘણી ચાવીઓ અજમાવી જોઈ. લગાતાર વર્ષો સુધી અખતરાઓ કર્યા અને સાચી ચાવી શોધી કાઢી. હવે મારી પાસે ચાવી છે. હું જે ઈચ્છે એને તે આપવા માટે તૈયાર છં. તમને એનાથી તાળું ખોલતાં એકાદ ક્ષણ જ લાગશે. અલબત્ત, જો તમને લાગતું હોય કે તમારે પીડા ભોગવવી છે, તો એ માટે તમે સ્વતંત્ર છે, હું એમાં વિક્ષેપ કરવા નથી માંગતો.
તમારો એકમાત્ર પ્રયાસ એ જ રહેવો જોઈએ કે પ્રકતિને તમારામાંથી વહેતી રહેવા દો. અસ્તિત્વ સામે જેટલા પડકારો ઓછા કરશો તેટલા પ્રયત્નો ઓછા કરવા પડશે. એ સીધે સીધી હિસ્સેદારીનો નાતો છે. તમે જયારે જાગૃત બનો છો ત્યારે તમે માત્ર ખાલીખમ એવું માધ્યમ બનીને જીવો છો, જેમાંથી ઈશ્વરીય પ્રવાહ સતત વહેતો રહે છે. બસ આટલું જ. તમારા પક્ષે જ્યારે બધા પ્રયાસો પડતા મૂકાય છે ત્યારે અસ્તિત્વ અનાયાસે જ તમારા થકી વહેવા માંડે દેશે.
કહો - કહોને કોઈ પ્રશ્ન પૃછવો છે ?
"માસ્ટરજી, સંતુષ્ટ થવામાં મેડિટેશન કેવી રીતે સહાય કરે છે ?"
જૂઓ, તમે જયારે નિરંતર ધ્યાન કરો છો, પછી તમે મૂદ્ અને વિનમ્ર બની જશો. તમે ખુલ્લા, સંવેદનશીલ અને જાગૃત થઈ જશો. પ્રતિક્ષણ તમારા ચૈતન્યને વિસ્તરતું તમે અનુભવી શકશો. તમારી ચેતના તમારી લાગણીઓ અને કર્તુત્વનો નિર્ણય કરે છે. તેથી વારંવાર હું તમને મેડિટેશન કરવાનું કહું છું. તે તમારા આત્માની શુધ્ધિ કરશે. દરેક બાબતો તમારી સમક્ષ વધુ સ્પષ્ટ થતી જશે.
તમે તમારા કેન્દ્ર (ચેતનતત્વ) ને દિમાગથી દિલ તરફ ગતિ કરતું અનુભવશો. તમારું મન અને તમારી વચ્ચેનું અંતર વધે છે ત્યારે તમારું આંખુ ચેતાતંત્ર વિવિધ લાગણીઓથી કંપી ઉઠે છે અને એ લાગણી છે હાશકારો, એક ઊંડો સંતોષ, અકારણ એવો સમષ્ટિ પ્રત્યેનો ગહન પ્રેમ જે સતત આનંદ અને મસ્તીનો ભાવ જગાવ્યા કરે છે.
એક નાની વાર્તા : (Part 2)
જ્યાં સુધી તમે તમારા મન વડે સંચાલન કર્યા કરશો ત્યાં સુધી માત્ર વધુને વધુ માંગણી કરતા રહેશો; તમે વિશ્વેષણ કરશો, વહેંચશો અને અંતે બધાથી ઉપર એક અસંતોષની લાગણી અનુભવશો. તમે જયારે હૃદયથી સંચાલન કરો છો ત્યારે તમારી પથ્થકકરણની પ્રક્રિયા બંધ કરી દેશો અને ના તો ભતકાળને કોશિશ કરશો કે ના તો ભવિષ્યની ચિંતા કરશો. તમે માત્ર લેખાજોખાં વિનાના વર્તમાનમાં હશો અને એ ભૂમિકાએ તમે માત્ર સંતોષ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવશો. તમારામાં કોઈ નવા જ પ્રદેશનો ઉઘાડ થયેલો અનુભવશો.
જયારે તમે એ અવકાશ મેળવી લીધો હોય છે ત્યારે જે ઉર્જા પહેલાં નકારાત્મક વિચારો માટે વેડફાતી હતી તે બધી જ ઉર્જા, અસંતોષ દૂર થઈ જતાં તમે દિવ્ય આનંદ અને ઐક્યનો અનુભવ કરશો તથા ઉર્જીથી ભર્યા ભર્યા છો એવું અનુભવશો .
તે પછી કૃતજ્ઞતા તમારી પ્રાર્થના બની જશે અને હું આભારવશ છું એ તમારો મંત્ર !
ઈશ્વર પ્રતિનાં અહોભાવની સ્થિતિમાં જયારે તમે હો છો ત્યારે તમારી અંદર ઉઠતા ચૈતન્યનાં ધોધને તમારાથી શબ્દોમાં વર્ણવી શકાય એમ હોતો નથી. એ અનુભૂતિથી જ સમજાય છે તમારા માર્ગમાં આવતી નાનામાં નાની ચીજ પણ તમને એટલો સંતોષ આપશે કે તેનાથી કુદરત વધુ ને વધુ આપવા પ્રેરાશે અને પછી અસ્તિત્વ તમારા પર વરસી રહ્યું છે તેવું તમને લાગશે.
અચાનક, જ્યાં વધુ ને વધુ મસ્તીની અનુભૂતિ થવા લાગે છે ત્યાં સમગ્ર વાત એક નવું પરિમાણ લઈ લે છે. પ્રત્યેક વહેતી પળોથી તમે વિવશ બનતાં જાવ છો. અસ્તિત્વ એટલું બધું સભર લાગવા માંડશે કે તમે તમારી જાતને અને સારાય જગતને અનંત આનંદમાં ડ્રૂબેલા અનુભવશો.
જયારે તમે માંગો છો ત્યારે દેખીતી રીતે જ તમે ખોવાયેલા હો છો. જ્યારે તમે આભાર વશ હો છો ત્યારે તમારા પર ભરપૂર વર્ષા થઈ રહી હોય છે. તમે કેવળ આખો વખત આભારવશ રહો છો. આખી બાબતની એ જ ગુરૂચાવી છે. અલબત્ત, તમારા સમગ્ર અસ્તિત્વથી તમારે અહોભાવની અનુભતિ કરવી પડે, ઉપરછલ્લી નહીં. અંતરકરણથી જો અહોભાવ અનુભવો તો વાત બનવા લાગશે.
સૂવા જાવ ત્યારે નિદ્રાવશ થતા પહેલાં, અસ્તિત્વ સાથે વધુ એક દિવસનું સાંનિધ્ય સાંપડ્યું એવો અહોભાવ અનુભવજો. જયારે જાગો ત્યારે ઈશ્વર સાથે વધુ એક દિવસ વીતાવવાની લાગણી સાથે જાગો. કૃત્તજ્ઞભાવને તમારું અસ્તિત્વ (સ્વભાવ) બનાવી દો એ જ સાદામાં સાદો સૌથી અસરકારક ધ્યાનનો માર્ગ છે.
હું તો કહું છું કે તમારામાંથી કેવળ અહોભાવનો પ્રવાહ વહાવીને એ અનુભૂતિથી દુનિયાની આખી સિકલ તમે બદલી શકશો .
સમગ્ર આંતકવાદ, યુધ્ધો, ધાર્મિક ઝનૂન, બિમારી, ગરીબી વગેરેનો, પ્રત્યેક માનવી માટે જરૂરી કૃતજાભાવ અંગેની જાગતિનો પ્રચાર કરીને. તમે જડમળથી અંત લાવી શકો છો.
જ્યારે દરેક જણ કૃતજાભાવને અનુભવે અને તેને ઉજાગર કરે ત્યારે ત્યાં પ્રેમ જ હોઈ શકે, ધિક્કાર ન હોઈ શકે કે ન હોઈ શકે અસુયા. આ એકમાત્ર લાગણીથી વૈશ્વિક નકારાત્મકતાને જડમુળથી નાબુદ કરી શકાય છે. કારણ કે સમગ્ર નકારાત્મક તત્ત્વોના કારણોનું શમન આપમેળે થઇ જશે. કૃતજાતાના ભાવનું આ જ તો સૌંદર્ય છે !
બરાબર – હવે આપણે સહસ્ત્રાર મેડિટેશન એટલે કૃતજ્ઞતાનું ધ્યાન નામે ઓળખાતી મેડિટેશનની સુંદર રીત કરવામાં થોડો સમય વીતાવીએ .
(ભેગા થયેલા પ્રત્યેકને સ્વયં સેવકો ફૂલો વહેંચે છે)
સહસ્ત્રાર મેડિટેશન
(કુલ સમયગાળો - ૩૦ મીનીટ)
(હળવું સંગીત વગાડાય છે)
આ મેડિટેશન સુફીઈઝમમાંથી લીધેલું છે. કૃતજ્ઞતાની લાગણી દર્શાવતું મેડિટેશન છે.
ટટ્ટાર બેસો. તમારા હાથમાં ફુલ પકડી રાખીને આંખો બંધ કરો. તમારા 'સહસ્ત્રારચક્ર' પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા દેહના બીજા અંગો વિશે ભૂલી જાવ. માત્ર તમારા માથાના ટોચનાં ખિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાં હળવાશ અનુભવો.ચહેરા પર મંદ સ્મિત ધરીને હળવા બનો.
તમારા સમગ્ર અસ્તિત્વથી તમે તમને દેહ આપનાર જન્મદાતા માતા-પિતા પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. યાદ રહે તમારે તમારા સમગ્ર અસ્તિત્વથી તેમનો આભાર માનવાનો છે.
અહોભાવ વ્યક્ત કરો તમારા પિતા પ્રતિ, જેણે તમને જીવન આપીને તમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડી છે.
આ ધરતી પર જયારે તમારું અવતરણ થયું ત્યારે તમને આવકારનાર બધાં ડોક્ટરો અને નર્સોનો તમે આભાર માનો.
આભારી બનો એ લોકોના જેઓએ ઇસ્પિતાલો કે આરોગ્યગહો બનાવ્યાં. જેમાં તમારો જન્મ થયો.
ઋણભાવ વ્યક્ત કરો એ સૌ લોકો પ્રતિ જેમણે તમે નાનકડા શીશુ હતા ત્યારે તમારી સંભાળ લીધી, તમારી યુવાનીમાં તમારા અન્ન, વસ્ત્ર અને આવાસની વ્યવસ્થા માટે કાર્ય કરનાર લોકોનો આભાર માનો. પ્રાથમિક શિક્ષણ આપનાર સૌ ગુરજનો પ્રત્યે કત્તજ્ઞતા દાખવો.
આભારી બનો તમારા યવાનકાળનાં સૌ મિત્રોનો જેણે તમારી જિંદગી સુખ અને મોજ ભરી બનાવી, જેમણે તેમની નિર્દોષતા અને ખૂશી તમારી સાથે વહેંચી. તમારો ઉછેર કરવા માટે, તમારી કાળજી લેવા માટે તમે તમારા ભાઈ-બેનો તેમજ અન્ય સગાંઓનો આભાર માનો.
જાણે-અજાણે કે અભાનતાથી જો તમે એમની લાગણીને ઠેસ પહોંચાડી હોય તો એમની ક્ષમાયાચના કરો.
એવા બધાં લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરો કે જેમણે તમને વ્યવસાયિક શિક્ષણ આપ્યું હોય, જેમણે તમને તમારા વ્યવસાયમાં ટકવાની મદદ કરી હોય, જેમણે તમને તમારી જાત પર નિર્ભર રહેવા માટેની હુંફ આપી હોય.
એના પ્રતિ ઋણી બનો જેમણે તમને જયારે જરૂરીયાત પડી ત્યારે નાણાંકીય સહાય કરી હોય.
જયારે જ્યારે જરૂર પડી ત્યારે તમારે માટે તબીબી સારવાર આપનારા અને તમારી તંદુરસ્તીનો ખ્યાલ રાખનારા ડોક્ટરો અને નર્સો પ્રતિ કૃતજ્ઞભાવ પ્રગટ કરો.
તમારા જીવનમાં તમને સ્નેહ અને સલામતિ આપવા માટે તમારા પતિ કે પત્ની પ્રતિ કૃતજ્ઞતા દાખવો. તમને ઠેસ પહોંચાડી હોય એવા તેણે કરેલા કોઈ કૃત્ય માટે તેમને માફ કરી દો. તમારી જાણ બહાર તમે કદાચ કોઈ એવું કામ કર્યું હોય જેનાથી તેમની લાગણી દ્રુભાઈ હોય તો એવી કોઈપણ બાબત માટે તમે એમની માફી માંગી લો.
કૃતજ્ઞભાવ એવા બધા જ લોકોને અર્પણ કરો જેમણે તમારા આધ્યાત્મિક જીવનમાં પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડ્યા હોય.
તમારા સમગ્ર જીવનગાળા દરમ્યાન કોઈકને કોઈકરૂપે તમારી સેવા બજાવનાર એવાં બધાં જ લોકોને તમારો આભાર અર્પણ કરો. જેમકે દુધ પહોંચાડનાર દુધવાળો, કરીયાણા વાળો, ધોબી, કચરો વીણનાર, તમારા નોકરો, તમરો ડ્રાયવર વગેરે એવા લોકો જેને તમે સ્વાભાવિક ઢંગમાં સ્વીકારી લો છો. તમે એ પ્રત્યેકની, જાણ્યે-અજાણે કે સભાનપણે અભાનપણે જો લાગણી દલ્માવી હોય તો ક્ષમા માંગી લો.
તમે તમારા શત્રુ પ્રત્યે જેમણે તમને મજબૂત અને ક્ષમાશીલ બનાવવા માટે તમને પીડા પહોંચાડી હોય તેમનો આભાર માનો.
એવા લોકો પાસેથી પણ ક્ષમાયાચના કરો જેમને પીડા આપવામાં તમે કારણભૂત બન્યા હો. કતજ્ઞતા અર્પણ કરો એવા સૌ જનોને જેમણે તમને શારીરિક, માનસિક, સામાજીક, આર્થિક અને આધ્યાત્મિકરૂપે સહાય કરી હોય.
પ્રત્યેકને યાદ કરો અને તમારી ફુરસદે તમે એમના પ્રતિ ઋણભાવ વ્યક્ત કરો.
વારાફરતી તમારા દેહનાં બધાં જ અંગોને આભાર અર્પણ કરો.
કૃતજ્ઞભાવ અર્પણ કરો એ મનને એની ચમત્કારિક કાર્યશીલતા માટે.
અહોભાવ અર્પણ કરો એ દેવત્વનો, અસ્તિત્વનો, અખિલાઈનો અને પરમાત્માનો કે જેમણે તમારા જીવનમાં આ બધી જ બાબતો શક્ય બનાવી.
આ થોડા દિવસો મારા શબ્દો સાંભળવા માટે અને તમારો વિશ્વાસ મારામાં મૂકવા માટે હું તમારા સૌનો કૃતજ્ઞતાપૂર્વક આભારી છું.
હું તમારા સૌનો કૃતજ્ઞતાપૂર્વક આભારી છૂં.
તમે હવે તમારી આંખો ખોલીને, સફેદ વસ્ત્ર પર અહોભાવનાં ફુલો અસ્તિત્વને અર્પણ કરી શકો છો.
પ્રકરણ - ૧૦ આનંદ દર્શન
માસ્ટર વૈશ્વિક ચેતના સાથે એકરૂપ હોય છે. એ સાકાર સ્વરૂપે નિરાકાર હોય છે, એ સ્વયં અસ્તિત્વ છે. આનંદ દર્શન દ્વારા, પૂર્ણરૂપે ઊંડા પ્રેમ અને અનુકંપાથી સૌની સમક્ષ એ સ્વયંને પ્રગટ કરે છે, જેથી એનાં દ્વારા બ્રહ્માંડીય જાગ્રતતાની અનુભતિ થઈ શકે.
માસ્ટરની કરણા અને દિવ્ય પ્રેમની લાગણી બધાં જ અતિશય નિકટતાથી અનુભવે છે. માસ્ટર સતત પોતાની આસપાસ એના અસ્તિત્વની શક્તિનો પ્રકાશ ફેલાવ્યા કરે છે. દર્શન સમયે પ્રત્યેકમાં દૈવી શક્તિનું સંક્રમણ કરવા માટે સ્વયંને અપ્રતિમ રૂપે સુલભ બનાવે છે, અને દરેકમાં એવું મૂળ નાંખે છે, જે વિકસીને એની પોતાની એટલેકે અસ્તિત્વની મહેક પ્રસરાવી શકે.
શક્તિને ઝીલવા જો આપણે તૈયાર હોઇએ તો તે આપણી સોંસરવી ઉતરી શકે છે અને આપણું હોવાપણાની ભૂમિકા પર જ પરિવર્તન કરી નાંખે છે. જો આપણે દ્દુન્યવી તર્કના સંકજામાંથી મુક્ત , વિચારો અને શબ્દોથી બંધાયા વગર, આંતરીક રીતે શાંત રહી શકીએ તો, અહીં સર્જાતા મસ્તીના મહાસાગરમાં એક બિદ્ધું બની શકીએ.
માસ્ટરનો નિઃસહાય કરી દેતો પ્રૂબળ પ્રેમ પામવા માટે આપણે પક્ષે વિશ્વાસ અને ગ્રહણ કરવાના અભિગમની અપેક્ષા રખાય છે. આ થોડા કલાકો માટે આપણા મનને ફગાવી દઇએ અને તેમણે સર્જેલા ભાવજગતના લયમાં ગરકાવ થઇ જઇએ તો, એનાથી આપણે અસ્તિત્વની સમગ્રતાને અંતઃકરણનાં ઊંડાણથી આદર આપતા હોઇશું.
દર્શનનાં સમય દરમ્યાન કિર્તન (સંગીત) અને નત્ય હોય છે. માસ્ટરની ભાવાવેશ ભરી મોજુદગીથી અને આ સમયગાળામાં અસ્તિત્વ પામતી ઉર્જા આખા માહોલને ઉર્ધ્વગામી (ઉચ્ચ) દિવ્યતામાં પલટી નાંખે છે.એ અસ્તિત્વની પવિત્ર ઉજવણી હોય છે .
દર્શન દરમ્યાન ઉદ્દભવતો આનંદ મનને ઝકઝોરીને આપણને તેનાથી પર લઈ જાય છે અને સમગ્રતાની સાથે ઐક્ય અનુભવવા ઉર્ધ્વગમન કરાવે છે. આપણી જાતને મનના બોજાથી મુક્ત કરીને, કાયમથી જે અનુભૂતિ પામવાની આપણી ઝંખના છે એની અનુભૂતિ કરવા દે છે. તે સાચી અનુભતિ કરાવે છે. અસ્તિત્વના આનંદમાં રમમાણ કરી દે છે, જેનો એ અભિન્ન હિસ્સો છે. એક શૂન્યાવકાશ સર્જ્ય છે. જેમાં મનનો લોપ થઈ જાય છે અને આ ખાલી જગ્યા આખા જીવન માટેના પ્રેમથી ભરાઈ જાય છે.
દર્શન એવો સમય છે જયારે સામાજીક, આર્થિક અને અન્ય બધાં જ બંધનો તૂટી જાય છે અને માણસ બીજામાં પણ એવી જ દિવ્યતાનાં દર્શન કરે છે. અને આમ લાગણીઓના બંધનમાંથી મુક્ત થઇને આનંદ અનુભવે છે. તે એવો સમય હોય છે જ્યારે પોતાની અને બીજાઓની બધીજ ઓળખ લ્પ્ત થઈ જાય છે. પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક વ્યક્તિમાં માત્રને માત્ર આમ ભાવોર્મિનો ઉત્સવ ઉજવાય છે. દરેક જણ અંદરથી પ્રગટતા દૈવી પ્રકાશને ઉજાગર કરે છે.
માસ્ટર દ્વારા કહેવાયેલા બધા શબ્દોને દરેક જણ કોઈપણ સમયે સાંભળી શકે છે. પરંતુ દર્શનનાં સમયે તે બોલ્યા વિના કેવળ આપણને એની પોતાની જાતનાં દર્શન કરાવે છે. પ્રત્વેકને માસ્ટર તરફથી મળેલી આ મહાન અને સીધી ભેટ છે. જો આપણે શાંત અને જાગૃત બની શકીએ તો એને જોઈ શકીએ છીએ. જો આપણે વિચારોમાં અને શબ્દોમાં જકડાઈ જઇએ તો એને ગુમાવી દઈએ છીએ.
જો કે દર્શનનાં દર્શ્વને સ્વીકારીએ કે ફગાવીએ, આપણે એને ગુમાવીએ છીએ. જો એમાંનું કંઇ ન કરીએ, અસંમત કે સંમત થયા વિના, કોઈપણ ચૂકાદો આપ્યા વિના, તેને શબ્દસ્થ કર્યા વિના, હકારાત્મક કે નકારાત્મક ભાવ વિના જો એનો દોર પકડી લઈએ; આપણે જો શીખવાનાં મોહ વિના માત્ર પરેપુરું સમજવાની લાગણી ધરાવીએ છીએ, તો આપણે એની અનુભૃતિ કરી શકીએ ! શબ્દોની આપ લે વિના આપણને લાગશે કે આપણી અંદરથી કશુંક પ્રત્યુત્તર પાઠવે છે. લાખો લોકોને માટે દર્શન એ આમૃલ પરીવર્તનનો અનુભવ છે.
આનંદ દર્શનનાં અદૃભૂત સંસ્મરણોને લોકો દુનિયાભરમાં પોતાની સાથે લઈ જાય છે. લોકોની કેટલીય ખ્વાહિશો, કેટલાય દુ:ખદર્દો દર્શન સમયે બહાર લવાયાં છે. દર્દ દૂર થયાનાં ઘણાં પ્રસંગો બને છે, ઘણાંને ઉત્કટ આધ્યાત્મિક અનુભવો થાય છે.
ભિન્ન ભિન્ન લોકો દ્વારા ભિન્ન રીતે ઉર્જાની અનુભૃતિ થાય છે. દર્શન સમયે કોઈપણ અનુભવ માટે ઝંખના રાખવાની જરૂર નથી. જે કંઇ બનવા જઈ રહ્યું છે તેને આપણે થવા દેવાની જરૂર હોય છે. એ પછી આપણે આપણામાં જ દર્શનને જગ્યા કરી આપીએ છીએ. ઉર્જા જ્ઞાન છે અને એ જાણે છે કે એણે શું કરવાનું છે. કોઈ અપેક્ષાની ત્યાં જરૂર નથી. ત્યાં કોઈપણ ઉજાસ કે અવકાશ અથવા શક્તિની કે અન્ય કશી જ લાગણીનાં અનુભવની અપેક્ષા નથી હોતી.
એ સમયે ફકત પ્રાર્થનામય ભાવમાં લીન થવું પર્યાપ્ત છે, શબ્દાતીત પણે એ આપણને બદલી નાંખે છે. પ્રાર્થનામય થવાનો અર્થ એ છે કે માત્ર દરેક ચીજ પ્રત્વે કૃતજ્ઞતાની લાગણી અનુભવવી. અલબત્ત માસ્ટરજી હંમેશા કહે છે કે આપણને જે લાગતું હોય તે, દર્શન પછી ઉઠીને જતાં પહેલાં માંગી શકીએ છીએ. તેઓ કહે છે કે આપણે આપણાં મનમાં ઉઠતો કોઈપણ પ્રશ્ન પૂછી શકીએ છીએ, જેનું સમાધાન શોધતા હોઈએ એવી સમસ્યા રજૂ કરી શકીએ છીએ.
દર્શનની આ ક્ષણ આપણને પરમ આનંદમાં તરબોળ કરતી અને દુન્યવી વ્યવહારોથી ખૂબ જ ઉપર હોય છે, કે કંઈ પણ પછવાનં સદંતર મુશ્કેલ બની જાય છે. જે શુણે આપણે કંઇક માંગવાની મનોદશામાં હોઈએ છીએ ત્યારે આપણે બધં ચૂકી જઈએ છીએ. કેમકે માંગવા માટે આપણા મનને અંદર આવવું પડે છે અને જ્યારે આપણાં મનનો પ્રવેશ થાય છે. સમગ્ર બાબતને આપણે ગમાવી દર્ઈએ છીએ.
લોકોનાં એવા અસંખ્ય પ્રસંગો છે જેઓ કહે છે કે તેઓ દર્શન માટે નજદીક જાય છે, ત્યારે તેમનાં દેહની સમસ્યા કે પીડાવાળા ચોક્કસ ભાગ પર એમનો હાથ માત્ર તેઓ મૂકે છે. તેઓ સ્તબ્ધ બની જાય છે. એમનાં કંઇપણ કહ્યા વિના, જે ભાગને સંબોધવાની જરૂર છે તે ચોક્કસ સ્થાન પર તેઓ પોતાનો હાથ મૂકે છે. આપણા પ્રત્યેનાં સ્નેહવશ માસ્ટર આપણાં અણકહ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવી દે છે.
દર્શન ટાણે જયારે પ્રશ્નો પૂછાય ત્યારે માસ્ટરજી પ્રવાહી કરૂણા અને કાળજીપૂર્વક જવાબ આપે છે. પ્રશ્ન એક હોય તો પણ પ્રત્યેકને તેઓ અલગ ઉત્તર આપે છે પછી એ દરેકને સમજાય છે કે એક એક જણને તે અલગ છે, દરેકનો માર્ગ જુદો છે, દરેક જણ માસ્ટરજી સાથે સ્વતંત્ર રીતે અને મૃળભૃતપણે જોડાયેલો છે. માસ્ટરજી વ્યક્તિના અંતરમાં ડોકિયું કરીને પ્રશ્નકર્તાને ઉત્તર આપે છે, નહીં કે પ્રશ્નને ! પૂર્ણ વિશ્વાસ ધરાવનારને તેઓ કેવળ કહે છે; "હું ધ્યાન રાખીશ…" માસ્ટરજી તરફથી ખાતરીનાં માત્ર એટલા શબ્દો થકી લોકોનાં આવેગો અને હતાશા દૂર થઈ જાય છે.
પેલી થોડીક પળો માટે, જો આપણે આર્થના ભૂલી જઈએ અને અસ્તિત્વ પર વિશ્વાસ મૂકીએ તો આપણે એ અનુભવી શકીએ કે થોડીક એવી શ્રધ્ધા, જેવી કે અસ્તિત્વ જાણે છે કે આપણા ભલા માટે શું અને કેટલું પુરતું છે. જો આપણે આવું વલણ અપનાવીએ તો માસ્ટરજી જે આપવા માંગે છે તે ઝીલવા માટે સમર્થ થઈશું, બીજું કશું નહીં. પ્રત્યેકને અને એકએક માટે એ અદભૂત ક્ષણ હોય છે.
દર્શનનો સમય એ માસ્ટર સાથેનાં સંદેશાની આપ-લે વહાવવાની અદ્દભૂત તક છે. બધાં વ્યાખ્યાનોમાં આપણે વધુ ને વધુ બૌધ્ધિક સ્પષ્ટતા માટે પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખીએ છીએ. આપણે આપણા મન સાથે સંબંધિત પ્રશ્નો કરીએ છીએ. દરેક બેઠકને અંતે આપણે વધુને વધુ શબ્દો ભેગા કરીએ છીએ. અને આપણે થોડા વધુ શબ્દો લઈને પાછા આવીએ છીએ. દર્શનનો સમય આપણી જાત સાથે એકત્વ સાધવાનો સમય છે.
આપણામાં કશીક અનુભતિને થવા દેવાની છે. ઓછામાં ઓછું એટલા સમય પૂરતું તો મનને છોડી હૃદયને સાથ આપવાનો પ્રયત્ન કરવો એ જ સારું છે. આપણાં મન વડે આપણે અસ્તિત્વ સાથે ઐક્ય નહીં સાધી શકીએ. એ કેવળ આપણી જાત કે હૃદય સાથે જ થઈ શકે. કોઈપણ તાદત્ત્મ્ય દિલ કે જાત વડે જ સંભવિત બને. દર્શન સમય એ છે કે જ્યારે માસ્ટર સીધેસીધા આપણી આંખોમાં જૂએ છે અને આપણે આપણું પ્રતિષિંબ એમનાંમાં નિહાળી શકીએ છીએ. તેઓ તેમની દૃષ્ટિ, સ્પર્શ કે આલિંગનથી પીડા દર કરે છે. દરેક દર્શન સાથે, આપણે થોડા વધુ વિકસિત થઈને અલગ વ્યક્તિ બનીને પાછા જઈએ છીએ .
દરેક દર્શન ભિન્ન હોય છે. અસ્તિત્વનું, નિસર્ગનું સમગ્ર સૌંદર્ય એવું છે કે તે ક્યારેય પોતાનું પુનરાવર્તન કરતું નથી. તેથી તો કહેવાયું છે કે પરમાત્મા કલાકાર છે, ઈજનેર નહીં. દરેક દર્શન નવાં પરિમાણ, નવી તીવ્રતા અને નવી આત્રરતા સાથે નિરાળારૂપે છતું થાય છે.
જયાં સુધી પછીનું દર્શન માપ્ત નથી થતું ત્યાં સુધી દરેક દર્શન ઉત્કૃષ્ટ જણાય છે.
આનંદ દર્શન વખતે માસ્ટર દ્વારા થતું રૂપાંતર આપણને સીધી જ નિષ્કામ સ્થિતિમાં મૂકી શકે છે. જો આપણે સ્નેહાળ અને સાલસ હોઈશું તો એકથી વધુ રીતે તે આપણને બદલી શકે. કામના રહિત બનાવવાની ભૂમિકા તો સતત બોધ્ધિક સમજ અને ધ્યાનથી પણ મેળવી શકાય. પરંતુ દર્શન કાળે તો માસ્ટરની ક્રપાથી સીધેસીધી જ એવી નિષ્કામ સ્થિતિનું નિર્માણ થઇ જાય છે.
જો આપણે આનંદ અને અહોભાવથી ભરપૂર હોઈએ અને સંપૂર્ણપણે હાજર હોઈએ, તો અસ્તિત્વની શક્તિ આપણને ભેદીને આપણી ઈચ્છાઓની પૂર્તિ કરાવી, તેનાથી ઉપરની વાસનારહિત બનાવતી અવસ્થા સુધી પહોંચાડી શકે છે. પૂર્ણાનંદની અવસ્થામાં હોવું એટલે ચોક્કસ પ્રકારે કર્શું– ના ઘેલછાની, ના યાચવાની અવસ્થા ! ખાસરૂપે કંઈ ના પામવાની તીવ્ર ઝંખના; કેવળ આવી મનોદશામાં જ આપણે માસ્ટર પ્રતિ ગ્રહણશીલ અને ખુલ્લા થઈએ છીએ. એ માટે આપણે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આપણે કેવળ આપણા પ્રયાસોને છોડી દેવાનાં હોય છે. બસ આટલું જ. એ પછી શક્તિ પોતે જ તમારી સંભાળ લેશે. તે બાકીનું કાર્ય કરશે. ઉર્જા એટલે પ્રજ્ઞા. જો આપણે તેને કામ કરવા દઈએ તો આ પ્રવાહિત શક્તિ આપણામાંથી વહીને જરૂરી કામ કરી શકે છે.
દર્શનનો મતલબ છે સ્પષ્ટ દેષ્ટિ મેળવવી, જેનાથી સ્પષ્ટતાનો ચમકારો અનુભવાય અને ધુંધળાપણા વિના જોઈ શકાય. આપણાં 'સ્વ'ના સ્તરે તો ઉર્જાને આ વહેતો પ્રવાહ ચમત્કાર સર્જી શકે છે. દર્શન સમયે, જો આપણે પૂરતી જાગતિ દાખવીએ તો સર્જાયેલા જોમ વચ્ચે, સંગીત અને નૃત્યની ધમાલ વચ્ચે પણ સૌમ્યતાનું ઝરણું વહેતું રહે છે, જે આખા દેશ્વમાં ઝળહળે છે. અસીમ અસ્તિત્વનો વિસ્તાર દર્શાવતી એ ઝલક માત્ર છે. ધોંઘાટભર્યા વાતાવરણમાં પણ પ્રસરેલી નિઃશબ્દતાનો કેન્દ્રવર્તી સૂર તો આખાય કાર્યક્રમ દરમ્યાન વહેતો રહે છે. એ પછીથી આપણે અસ્તિત્વરૂપે કેન્દ્રસ્થ હોવાનાં વિચારનો મર્મ સમજીશું. કશું જ બાદ કર્યા વિના બલ્કે એકે એક ચીજ પ્રત્યે અનુકંપા છતાં આખા કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રસ્થાને રહીને પ્રસન્ન ચિત્ત, દજ્ઞા બનીને રહી શકીએ છીએ.
દરેક દર્શન પછી, પ્રત્યેક સ્પર્શ પછી દરેકની બૌધ્ધિકતા વધે છે, ઇચ્છાઓ વધુ સ્પષ્ટતા પામે છે અને યોગ્ય રીતે પૂરી થાય છે અથવા સહજભાવે છૂટી જાય છે.
માસ્ટર સમક્ષ આપણે સંપૂર્ણ ખુલ્લા હોઈએ છીએ. એ આપણને આપણા 'સ્વ'નાં સ્તર પર જુએ છે. કંઈપણ પૂછવાનો પ્રયત્ન નિરર્થક, ખરેખર નિરર્થક છે. કારણ કે એનાથી તો આપણું ઘોર અજ્ઞાન અને ઘેરી મુંઝવણ પ્રગટ કરતા હોઈશું. આપણે એ બાબતથી અજ્ઞાત છીએ કે આપણને ખરેખર શું જોઈએ છે. એ જાણે છેકે આપણને આગળ ધપાવવા માટે જરૂરી શું કરવાનું છે.
જો આપણે સંગીતને કેવળ આપણાંમાં પ્રવેશવા દઈએ અને એને આનંદપૂર્ણ રીતે પ્રગટ થવા દઈએ; જો આપણે સંપૂર્ણ અને ભાવોન્મેષભર્યા બની શકીએ, જો આપણે આપણી જાતને પૂરેપુરી વીસરી જઈને શક્તિ સાથે તાલુ મીલાવીએ તો આપોઆપ આપણા એકત્ર થયેલા શબ્દો અને વિચારો ખાલી થઈ જાય છે. પછી જ્યારે આપણે સમીપ જઈએ ત્યારે આપણી અંદર કેવળ શૂન્યાવકાશ અને મસ્તી હોય છે.
આવી મનોદશામાં, આપણે અંદરથી આપોઆપ શાંત બની જઈએ છીએ, આપણે ગ્રહણશીલ અને પ્રેમાળ હોઈએ છીએ, આપણે માત્ર આંતરિક શાંતિ સાથે ખળખળ વહીએ છીએ. તે પછી એક કિરણની જેમ ઝબકારાની જેમ શક્તિ આપણાંમાં પ્રવેશે છે. આપણી ભીતરમાં પ્રવેશીને છેક બીજા સ્તરે સ્પર્શીએ પણ નહીં એ રીતે આપણું પરિવર્તન કરી નાંખે છે.
દર્શન સમયે માત્ર હાજર રહીને માસ્ટરનું નિરીક્ષણ કરવું એ સ્વયં ઉચ્ચ કક્ષાનું મેડિટેશન હોય છે એ દરેકનાં જીવનની દુર્લભ તક છે. વધુ વિગતોમાં પડવું મહત્વનું નથી હોતું. લાલસારહિત બનીને પુરાપ્રેમથી અને કૃતજ્ઞતાથી ફકત હાજરી આપવી એટલું પરતું છે.
માસ્ટરજીને નિહાળવા એજ એટલું મનોહર, લાવણ્ય સભર અને સદાય મનમોહક હોય છે. પરંતુ દર્શન સમયે તેઓ વધુ એવા દેખાય છે. હજારોની મેદનીમાંથી ઉઠતી અસહ્ય આજીજીઓ અને મક સાદ પ્રતિ તેઓ એટલી રસાળતાથી. ખાળી ન શકાય એવી અનુકંપાના મહાસાગરની જેમ પ્રકાશ રેલાવે છે, જે આપણાં અંતરને હચમચાવી દઈ આપણને અસ્તિત્વમાં ઓતમ્રોત થવા મોત્સાહિત કરે છે. દરેક જણ પોતાની ઓળખ ગુમાવીને અસ્તિત્વમાં ઓગળી જાય છે.
બ્રહ્માંડીય શક્તિનો સ્ત્રોત ખુલી જાય છે અને તે માસ્ટરના સ્વરૂખના અણુએ અણુમાંથી વહેતી રહે છે. એમને તે સમયે કેવળ નિહાળવાથી જ એમાં રહેલી દિવ્યતાનાં આછા ચમકારા આપણને જોવા મળે છે. જેટલી વધુ આપણે આપણી જાતને સમગ્ર બાબતમાં ઓગાળી દઈએ; તેટલી એની સાથે વધારે સંવાદિતા અનુભવાય છે અને પછી આપણે વૈશ્વિક શક્તિના પ્રવાહને સ્પર્શવા જાગૃત બની શકીએ છીએ.
આ સમય આપણી કહેવાતી ઓળખને તોડવાનો અને આપણી મિથ્યા સામાજિક ઘરેડોને તોડીને તેને માણવાનો હોય છે. એ સમયે સીટ બેલ્ટ બાંધીને બેસી રેહવાનું નથી હોતું. નહીંતર, શક્તિ નિઃશંકપણે આપણને સ્પર્શ કરશે પણ આપણે એને આવકારવા જેટલા ખુલ્લા નહીં હોઈએ !
આ સમયે માસ્ટરની નિકટ હોવું તે એમનામાં ઓગળવા માટે કારણભૂત થઈ શકે છે; બન્ને જાગ્રતતાઓનું તાદાત્મ્ય રચી શકે છે. જેમ નદી સાગરમાં મળી જાય એમ આપણે માસ્ટર, કે જે મહાસાગર જેવું અસ્તિત્વ છે, સાકાર રૂપે નિરાકાર છે, એવી વૈશ્વિક જાગૃતતા છે તેમાં ભળી જઈએ છીએ. એથી તો દર્શનને અંતે દરેક જણ એટલી હળવાશ અને પુનઃસ્કૃર્તિનો અનુભવ કરે છે કે કેટલીકવાર તો આવું લાંબા ગાળા સુધી ચાલ્યા કરે છે. છતાં, એ પૂરૂં થયા પછી દરેક જણ પોતાને ખૂબ તરવરાટવાળું અનુભવે છે. જાગૃતતામાં રૂપાંતરણ માણસને વધુ ઊંચી સ્થિતિમાં ઉચકી લે છે.
દર્શન સમયે વ્યક્તિ જયારે માસ્ટરનાં સાનિધ્યમાં હોય છે ત્યારે અગમ્ય દહેશત. ગુનાહિતભાવ, અભીપ્સાઓ, ગાઢ શાંતિ, આનંદાશ્રુ આ બધું અને બીજું ઘણું બધું સપાટી પર આવે છે. માણસ એના કારણો પણ જાણતો નથી હોતો. કારણ કે આ બધું આપણાં ઉડાણમાં રહેલા અજાગ્રત થરોમાંથી, માત્ર માસ્ટરની હાજરીથી જ બહાર સપાટી પર આવી જાય છે.
માણસે આવી લાગણીઓને પાછી ખેંચવાની કે એને દબાવી દેવાની જરૂર નથી. માસ્ટરની હાજરીમાં તેને મુક્ત રીતે સપાટી પર આવવા દો. એ સમગ્રપણે બહાર આવી જશે. આપણે જેને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી એ બધી અંતરના ઊંડાણમાં કોતરાયેલી દમિત યાદો કે જનાથી આપણે વાકેફ પણ નથી હોતાં, છતાં જે આપણને સતાવે છે, તે લાગણી રૂપે બહાર આવી જશે. ગહેરાઇમાં અંકિત આવી સ્મૃતિઓમાંથી મુક્તિ મેળવવાની કયારેક જ મળતી આ તક છે. આ બધી લાગણીઓ જડમૂળમાંથી સાફ થઇ જશે. માસ્ટરની ઉભરાતી અનુકંપા એને નિમૂળ કરી દેશે. જો આપણે તક આપીએ તો વર્ષો સુધી રચેલા અને ફરીફરીને દમનમાં રાખેલા માળખાનો ધ્વંસ આ સમય દરમ્યાન થઇ શકે છે.
દર્શન દરમ્યાન જે કંઈ બને છે તે પર્ણરૂપમાં બને છે. આપણે હાથથી તાળી વગાડીએ. નાચીએ, હસીએ, રડીએ આ બધું કોઇ તર્ક સાથે કરતા નથી, અંદરથી બસ લાગણીનો અખંડ પ્રવાહ વરસ્યા કરે છે. આંસુ કે હાસ્ય, સુખ કે દ્દઃખ કોઇ ચોક્કસ કારણે પેદા નથી થતાં, એ તો અંતરમાંથી ઉઠતી ઘેરી લાગણીઓની અભિવ્યક્તિ હોય છે. મનને કારણે 'સ્વ' ને વ્યક્ત થવાનો મોકો જ મળતો નથી. બુધ્ધિથી એના પર વારેવારે કબજો જમાવાય છે. આ સમયે 'સ્વ' પોતાને વ્યક્ત કરે છે અને એ જયારે આવું કરે છે. ત્યારે એના પ્રગટીકરણને તર્કનાં સંબધોમાં ગોઠવી શકાય એમ નથી હોતું. આમાં શુધ્ધ અસ્તિત્વ વ્યક્ત થાય છે, બસ એટલું જ.
આપણે વિચારીએ છીએ એટલા આપણે અખંડ કે એક સત્રી હોતા નથી. ખરેખર તો આપણે એવા ટ્રકડા છીએ જે આપણી અંદર પરસ્પર ઝઘડતા રહે છે. જ્યારે એક ક્ષણે આપણને કંઇક જોઇએ, ત્યાં પછીની ક્ષણે વળી બીજુ કંઈક જોઇએ, જ્યાં એક પળે ખાસ લાગણી ઉદ્દભવે ત્યાં પછીની પળે એથી વિરૂધ્ધની લાગણી સપાટી પર આવે. આપણે આપણી અંદર અંધાધુષી હોવા છતાં બહાર સપાટી પર કદાચ શાંત દેખાતા હોઇશું. દર્શન સમય એવો સમય છે, જયારે આ અંદરના સંઘર્ષને છોડી દઇને માસ્ટરનું શરણ સ્વીકારીને એમને ઉચિત લાગે તે કરવા દેવું જોઇએ. તેઓ આપણને જાણે છે અને આપણે જો ચોક્કસ થઇને જે થાય છે તે થવા દર્ઇએ, તો તેઓ જરૂરી બધુંજ કરશે. દર્શન એવો સમય છે જયારે આપણાં બધા જ શિક્ષણને, એક્ઠા કરેલા બધા ચુકાદાઓ અને આપણી જાત માટેનાં બધા નિર્ણયોને બાજૂ પર મકી દેવા, અને માસ્ટરના પરિવર્તન કરતા પ્રેમ સમક્ષ જાતને ખુલ્લી મુકી દેવી.
પ્રત્યેક દર્શન સાથે માસ્ટર આપણી જાતને પ્રકાશિત કરે છે, એમના તરફથી આપણું ખરેખરું રૂપાંતરણ આ સમયે થાય છે. એ અંતિમ ઉત્કૃષ્ટ એવું કંઈક આપણને આપે છે. એમનો પોતાનો પ્રકાશ તેઓ આપણને આપે છે. જો આપણે આવકારીએ તો. આપણને તેઓ પ્રકાશિત કરે છે. જેને આપણે આપણી મશાલ તરીકે જ્યાં જઈએ ત્યાં, જે કરીએ તેમાં, સાથે લઈ જઈ શકીએ. કેવળ એક સ્પર્શ પર્યાપ્ત હોય છે; એ એવો મોકો હોય છે જેને જ્ઞાન વગર જ જાણી શકાય છે અને સમજાવટ વિના અનુભવી શકાય છે.
અને શક્તિ જો આપણાં અંતરના ઊંડાણને સ્પર્શી ગઈ હોય તો, આપણી જિદગી કાયમ માટે પરિવર્તિત થઈ શકે છે. આપણામાં એવી જગ્યાનું સર્જન થાય છે કે જયાં જાગતતા દાખલ થઈને આપણી બધી સમસ્યાઓનું સમાધાન કરી દે છે. દિવ્યતાને પામવાનાં અનેક દરવાજા છે. એકવાર તમે અંદર દાખલ થઈ જાવ એટલે અનુભવ તો એક સમાન જ હોય છે. ત્યાં આવેલા બધા કમાડો દર્શન સમયે ઉઘડી જાય છે. ઉચ્ચ કક્ષાની અનુભૂતિ માટેનું એ આમંત્રણ હોય છે. પ્રત્યેકનો દરવાજો અલગ હોય છે, તમે જયારે એને શોધી લો છો પછી દરવાજો મહત્વનો નથી રહેતો.
દર્શન દરમ્યાન મુક્ત થતી ઉર્જા એટલી બધી તીવ્ર હોય છે કે વ્યક્તિની ચેતનાને બળવાન બનાવીને સ્વયં સ્કુરિત માર્ગદર્શન તરફ જવા પ્રેરે છે. આપણી બુધ્ધિને ધારદાર કરીને, બુધ્ધિથી આંતરસૂઝ તરફ આપણને તે લઈ જાય છે. આપણે મહદ અંશે આપણા દિમાગનાં ઊંડા અર્ધચેતન મનથી ઘેરાયેલા હોઈએ છીએ જે વારંવાર આપણને યાતનાઓની પરીચિત એવી ઘરેડ તરફ અભાનપણે નિર્ણય લેવા માટે ઘસડી જાય છે.
આંતરસુઝની શક્તિથી, આપણાંજીવનનાં કોઈપણક્ષેત્રમાં નિર્ણય કરવા માટે આવશ્યક એવી આપણી અંદરની સમજશક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા આપણામાં આવી જાય છે. 'દર્શન' વખતે પ્રવાહિત થતી ઉર્જા એવી હોય છે કે આ આંતરચેતનાને આપણામાં જગાડી શકે છે.
'આનંદ દર્શન' દરમ્યાન જે કંઈ થાય છે તેની ગહનતાને સમજવાનું, આપણને અપાયેલી મહાન ભેટને સમજવાનું આપણું ગજું કદાચ નહીં હોય, પરંતુ આપણે ખુલ્લા મનથી એને સ્વીકારવાને અને તેને માણવા જેટલા નિખાલસ રહેવાનો પ્રયાસ જરૂર કરી શકીએ; પછીનું તો આપોઆપ થઈ જશે.
'આનંદ દર્શન'નો સમય જ એવો એક સમય છે જયારે આપણે માસ્ટરની નિકટ આવી શકીએ છીએ, સ્થુળ સાન્નિધ્ય વડે એમના સ્નેહને અનુભવી શકીએ છીએ; એમનામાંથી ઉર્જીનું થતું અવતરણ સીધેસીધું અનુભવાય છે. 'દર્શન', આપણે જે નથી અને આપણામાં જે બ્રમણા પેદા કરે છે તે બધાંને, આપણી પીડા માટે કારણભૂત બધી જ ઉછીની ઇચ્છાઓને નિર્મૃળ કરી શકે છે. દર્શન સમય એ વૈશ્વિક ચેતના સાથે એકાકાર બનવાનો દિવ્ય આનંદના મહાસાગરમાં ઓગળી જવાનો મહાન અવસર છે.
ઓ દિવ્ય આનંદનાં મહાસાગર ! એષણાઓ અને ભાવનાઓ ઉભરે ને આથમે ભરતીની જેમ, ઉઠે વિચારો માનસિક વેદનાઓ અથડાય જીવન કિનારે જેમ. ફરજો, કર્તવ્યો છિન્ન ભિન્ન, જેમ કિનારે તૂટે તરંગો, દોરતા રહો મને એવા ગહનમાર્ગે જયાં ન રહે વધુ તરંગો હું લરૂં છૂં એ લહેરો સાથે, જેવી તે ટકરાય છે મારી આત્મશ્રધ્ધા પર, દૂરથી વહી આવતી, ભયભીત કરતી ભરતી સામે ઝઝૂમ્યા કરું હું,
ગુંગળાયા કરું છું હું મોજાઓનાં નિરર્થક બુદબુદા વચ્ચે. હે આનંદસાગર ! મને સમાવો શૂન્યમાં ! અટક્યા ચરણ કિનારે ચાલવાને પાંગળા, કેટલાય જન્મો સુધી ઉષાને સંધ્યા તણાં ! સાગરતટે ના સહી શકું આ જીવન હે આનંદસાગર ! લઈ જાઓ મને આનંદ લયમાં ! લઈ જાવ એવા ગહન ઊંડાણે જેથી બનું હું મુક્ત, આપના આનંદ પ્રદેશમાં કરાવો મને પ્રવેશ, બની રહુ એક અંશ આપના અગમ્યનો હે આનંદસાગર, મદદ કરો મને શૂન્ય બનવા કાજ. પુનર્જન્મ પામું હું એ સમજણ સાથ કે હું છું આપનાં અનંતરૂપનો ભાગ, સદાય હતો, પણ વિસરી ગયો હતો. પરમાનંદનાં મહાસાગર હું તમ સંગ એકરૂપ !
"सत्योSहम् देवोSहम्" પરતકનું ધ્યેષ વાસના, ભય, ચિતા, બીજાનું ધ્યાન ખેચવાનું વલણ, ઈર્થા, અહમ અને અસંતોષ જેવી આપાગી લાગાગીઓની પ્રચલિત સમદ્યગમાં પાયામાંથી પરિવર્તન લાવવાનું છે. પુસ્તક્રમાંની માદિતીઓનું સંકલન, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ દુનિયાભરમાં આનંદ સ્કરાગા પ્રોગ્નામ અને લાઇફ બ્લીસ પ્રોગ્નામ જેવા મેડીટેશન શિબિરોમાં આપેલા વ્યાખ્યાનોમાંથી, કરવામાં આવ્યું છે. તે આપાગને આપણા કારીરમાં આવેલા ૭ શક્તિ કેન્દ્રો હરેને ચક્રો કહેવામાં આવે છે, તેની ઓળખાણ કરાવે છે. આપણા ક્ષારીરિક અને માનસિક સ્વાસ્થનો આધાર આ ચક્રોની કામગીરી પર હોય છે.
મેડીટેશન શિબિરો આપણી લાગણીઓ અને આ શક્તિ કેન્દ્રો વચ્ચે સીષા સંબંધની સમજ્રાણ આપે છે તે આપામને વિસ્તારપૂર્વક સમજ્યન્ય આપી ક્ષીખવે છે કે આપણને શક્તિવિન કરતી આ લાગાગીઓ વસ્તુ વગરના પદછાયા સિવાય કર્શું જ નથી. આપણને ખાત્રી આપવામાં આવે છે કે આ લાગાગીઓની શક્તિ જે આપાણને હર્ષિયાર તરીકે વાપરે છે તેમાંથી આપાણે આપાણી જેદગીને મુખ્ત કરી શકીએ છીએ. આ શિખિરો આપાગા મનની ત્રિશેકુ જેવી વિધાભરી સ્થિતિ અને હતાક્ષામાંથી આપણની જાતને મુક્ત કરવાની અદલૂત તક પૂરી પાડે છે. આપણને "સ્વ"ને બંધનમાં રાખતી માનસિક ગુલામીમાંથી મુક્ત થવાની તક આપે છે. આપણામાં આંતરિક અવકાશ પેદા કરી ખીલવામાં મદદ કરે છે અને આપણા આંતરીક મુળભૂત "સ્વ" સાથે જોડી આપે છે, જે આપણા કારીર અને મનની ઉપર છે. જે શુધ્ધ અને શાક્ષત દિવ્ય આનંદ છે., નિત્યાનંદ છે. આ શિખિરો ફાઉન્ડેશન હ્રારા તાલીમ પામેલ આચાર્યો દ્વારા વિશ્વભરમાં નિષમિત્રરીતે યોજાય છે.
સ્વામી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું પુસ્તક "બેરેટીડ સોલ્યુસન્સ" અત્યંત બોધપ્રદ છે. તે સાંપ્રત વિશ્વના રોજબરોજન્ના નૈનિક ફંકોને શાંતિ, હલાપણ અને રમુજવ્યી ઉકેલવામાં મદદ કરે છે. ચોક્કસ સવાલોના જવાબરૂપે લખાયેલ આ પુસ્તક સ્વામી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બ્રવહારૂ અભિગમ અને અભિપ્રાય રહિતના વલણથી, સામાન્ય પુસ્તકોથી અલગ તરી આવે છે. વાસના, તાગાવ, લગ્ન સંબંધો વિ. વિશ્વશોને શાંત, સંકોચ રહિત, પોતાનું દ્રધ્ટિબિદ રમુજી ટુચકા, વ્રસ્ટાંતો વિ.ને ઉપયોગ કરી, વાયકને સમજાવે છે કે આ પ્રક્ષો એ ખરેખર પ્રથો જ નથી અને બતાવે છે કે આનું સમાધાન આપાણી સમજ્વણથી જ આવી શકે છે.
આપાણે માટે આપાણે જે છીએ એવું વિચારીએ છીએ, તે આપણે ખરેખર નથી એવું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આપાગને બતાવે છે. મનની આંતરિક કાર્યપધ્ધતિ અને આપાણી લાગણીઓ પર તેની અસર સમજાવે છે. આપાણા દોષભાવના, ભય, લોભ, વિ.નું વિશ્લેષણ કરી તે માત્ર સમાજનું લાદેલ ભારાગ છે તેમ બતાવે છે. એ સ્પષ્ટ કરે છે કે આપાણે સ્વાભાવિક છીએ અને મન સામાજીક છે. તેઓ આપાગને મનને ઓગાળી સાચી જાતને શોધવા પ્રેરે છે આપાણને સામાજીક સભાનતામાંથી આધ્યાત્મિક જાગતિ તરફ આગળ વધારે છે.